ચાર શક્તિઓનો અનુભવ કરો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
પૂર્ણત્વ અને સર્જન
જ્યારે તમે બ્રહ્માંડની સાથે
સુસંગત થઈને જીવો છો, તમે....
- એક પ્રમાણભૂત, શક્તિશાળી અને આનંદપૂર્ણ અસ્તિત્વ બનો છો.
- જીવનને સહજતાથી અને સુસંગતતાથી પ્રતિભાવ આપો છો.
- તમારા માટે અને અન્ય લોકો માટે ચમત્કારો થાય એ માટે સામર્થ્યવાન બનો છો.



તમારા જીવનમાં ચમત્કારો થવા દો.
સિદ્ધિ એ વિલક્ષણ આધ્યાત્મિક શક્તિ છે જે કાર્યરત થાય છે જ્યારે તમે ચૈતન્યનાં વધારે ઉચ્ચ સ્તરે પહોંચો છો. જ્યારે તમે ચાર શક્તિઓ સાથે સતત અને સંપૂર્ણિર્થી કાર્ય કરો છો ત્યારે આ અદ્ભુત શક્તિઓ તમારામાં જાગ્રત થાય છે.
તમારા શબ્દો, વિચારો, લાગણીઓ અને તમારા જીવનમાં તમે જે કાર્ય કરો છો તેમાં ધર્મ ઉમેરો. ચાર શક્તિઓમાં જ્યારે તમે ધર્મને ઉમેરો છો, તમારા જીવનમાં ચમત્કારો થતાં તમે જોશો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે અસાધારણ સંપૂર્ણિ સાથે જીવો છો, બ્રહ્માંડ તેની જાતે જ તમારા શબ્દોને પૂર્ણ કરવા દોડી આવશે!
યોગ્ય અવકાશ સર્જવાની શક્તિ વિષેની એક રમુજી અને સાર્થક વાર્તા છે.
પ્રહ્લાદની વાર્તા




બાળક રાજકુમાર પ્રહ્લાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. આ બાબત તેના પિતા, રાક્ષસરાજ હિરણ્યકશિપુને ખૂબ જ ક્રોધિત કરતી કારણ કે તેઓ ઈચ્છતા કે દરેક વ્યક્તિ ભગવાનને બદલે તેની ભક્તિ-પૂજા કરે. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પડકાર આપ્યો. તેને ઓરડાના થાંભલાઓ બતાવ્યા અને કહ્યું, ‘તું કહે છે, તારા ભગવાન બધે જ છે! તો તે અહીં આ થાંભલાઓમાં છે?’ કોઈ પણ શંકા-સંદેહ વગર જ બાળક પ્રહ્લાદે ઉત્તર આપ્યો, ‘હા, વિષ્ણુ આ થાંભલા ઓમાં પણ છે.’ “અરે, ખરેખર ! બતાવ મને કયા થાંભલાઓમાં વિષ્ણુ બેઠેલા છે!” હિરણ્યકશિપુએ મોટેથી કહ્યું. તેથી પ્રહ્લાદે તેનો નાનો હાથ ઉપર કરીને ઓરડાના એક થાંભલા તરફ બતાવવા માંડયો. એવુ કહેવાય છે કે જ્યારે હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પ્રશ્ન પૂછ્યો ત્યારે વિષ્ણુ તેમના દિવ્ય મહેલમાં શાંતિપૂર્વક આરામ કરતાં હતાં, પણ જે ક્ષણે પ્રહ્લાદે તેની આંગળી થાંભલા તરફ બતાવવાનું શરૂ કર્યું, વિષ્ણુ કૂદ્યા અને પૃથ્વી તરફ દોડવા માંડ્યા! તેમના પત્ની લક્ષ્મીજીએ પૂછ્યું, “શું થયું? તમે ક્યાં દોડો છો?” “અરે, મારો ભક્ત તેની આંગળી થાંભલા તરફ બતાવે છે. જ્યાં પણ તે સૂચવે છે, મારે તે થાંભલામાં પ્રવેશવું પડે!” વિષ્ણુ ગળગળા થઈને બોલ્યા.
નિર્દોષ બાળક પ્રહ્લાદની સંપૂર્તિ અને શ્રદ્ધા એવી હતી કે, જ્યાં પણ તેની આંગળી અટકે, વિષ્ણુએ તે થાંભલાંમાં દર્શન આપવા પડે! જ્યારે તમે આ પ્રકારની સંભાવનાના શક્તિશાળી અવકાશનું સર્જન કરો છો, દિવ્યતા પણ તમારા માટે અવતરણ કરશે.
ઇચ્છાને વાસ્તવિકતા બનાવવી
સાંભળો!
જ્યારે પણ તમે કંઈક બનવા માટેના અવકાશનું સર્જન કરો છો, દુર્ભાગ્યવશ, તમે એ વાસ્તવિકતા હંમેશાને માટે બની રહે તેવી સંભાવના વિષે ની શંકાઓનું નિર્માણ કરો છો! જ્યારે તમે અવકાશને પડકારો છો, તમે ત્યાં જ અવકાશને ભ્રષ્ટ કરી દો છો.
ધારો કે તમે કોઈક બીમારીથી પીડાવ છો, તમે સ્વસ્થ બનવા માટેનો અવકાશ સર્જવાનો નિર્ણય લો છો. પણ જે ક્ષણે તમે અવકાશ સર્જો છો, તમારી સામે બધા જ પ્રકારની સંભવિત શંકાઓ સામે આવશે - અવકાશ માટેની શંકા અને યોગ્ય અવકાશ સર્જવાની તમારી સંભાવના વિષેની શંકા. તમારી બધી જ નિષ્ફળતાઓ સામે આવે છે અને રાક્ષસની જેમ તમારી સામે ઊભી રહે છે!

અવકાશની શક્તિને પડકારવી - એ જ સૌથી વધારે દુર્ભાગ્યની વાત છે. તેથી, સૌ પ્રથમ, અવકાશ સર્જવામાં આડે આવતા બધા જ ગૂંચવાડાઓને પૂર્ણ કરવા જોઈએ. પૂર્ણત્વમાંથી જ અવકાશનું સર્જન કરો.
પૂર્ણત્વમાંથી સર્જન કરવાની પદ્ધતિ
હું તમને અવકાશનું સર્જન કરવાના અને ઇચ્છાને વાસ્તવિક બનાવવાના અનુભવ કરાવીશ અને સમજાવીશ.
- કોઈ એક ઇચ્છા કરો, જેને તમે વાસ્તવિક બનાવવા માગો છો- તમે તંદુરસ્ત બનવા ઇચ્છો છો, તમે ધનવાન બનવા કે તમારા સંબંધો સુધારવા કે એક નેતા બનવા ઇચ્છો છો - જે કંઈ તમારી ઇચ્છા હોય.
- સૌ પ્રથમ અશક્યતાનો વિચાર, જે ભૂતકાળના અનુભવોની સ્મૃતિઓ અને ઊંડા મૂળમાં પડેલા સ્વ-સંદેહમાંથી આવે છે, તેની સાથે પૂર્ણત્વ કરો. તમારી જાતને ખૂબ જ સ્પષ્ટતાથી કહો કે, 'અશક્ય' કહેવા જેવું કશું જ નથી.

હવે પછીનું સોપાન આંતરિક જાગૃતિ (INNER AWAKENING)
હવે, તમે જોયું કે એક વિશિષ્ટ પ્રકારનું જીવન જીવવાની સંભાવના છે, આગળનો સહજ ક્રમ એ આંતરિક જાગૃતિ હશે.

દર મહિને, પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ
સમર્થ ઉપદેશો, અંતઃક્રિયાત્મક સત્ર, મૂળ-
વિચારના સંસ્કારનું પૃથક્કરણ અને કુંડલીની
જાગરણ માટે ૨૧ શક્તિશાળી દીક્ષાઓ દ્વારા
આ ૨૧ દિવસના રૂપાંતર કરનારા કાર્યક્રમનું
આયોજન કરે છે, જે તમારી ચાર આંતરિક
શક્તિઓને બહાર લાવે છે.
આ કાર્યક્રમ, તમારું રૂપાંતરણ વધારે ગહન રીતે કરવા અને ચાર શક્તિઓને ખરેખર તમારા જીવનમાં કાર્યરત કરવા માટે, તૈયાર કરેલો છે.
www.innerawakening.org અથવા [email protected] પર તમારા પ્રશ્નો ઇ-મેલ કરો, આ રીતે તમે આંતરિક જાગૃતિ વિષે વધારે માહિતી મેળવી શકશો.
નિત્યાનંદ મિશનનાં
૧૨ વર્ષો ૨૦૦૩-૨૦૧૫
• ૧૫૦ દેશોમાં ૧૫ લાખ લોકોને સ્પર્શતી યોગ, ધ્યાન અને આધ્યાત્મિક પરામર્શ કેન્દ્ર અને શિબિરો • વિશ્વભરમાં દરરોજ ૨૦ હજાર લોકોને ઉપચાર આપતા ૯૦૦૦ થી વધારે દીક્ષિત આધ્યાત્મિક ઉપચારકો. • યોગ, ધ્યાન અને આધ્યાત્મિક વિજ્ઞાન અને જીવનમાં સમાધાન વિષે હજારો લોકોને માર્ગદર્શન આપતા ૧૦૦૦ થી વધારે દીક્ષિત શિક્ષકો • દરરોજ ૪૦થી વધારે દેશોમાં વીડિયો-કોંન્ફરન્સિંગ અને જીવંત પ્રસારણ દ્વારા હજારો જગ્યાએ જોવાતું પરમહંસ નિત્યાનંદ દ્વારા સવારના સત્સંગનું જીવંત પ્રસારણ. • અન્નદાન - દરરોજ ૧૦૦૦૦ લોકોને આશ્રમમાં, શાળાઓમાં, ચિકિત્સા શિબિરોમાં અને જરૂરી લોકોને મફત જમવાનું. • સાપ્તાહિક ચિકિત્સા શિબિર-મફત દાક્તરી સલાહ, દવાઓ અને ફૉલો-અપને સમાવિષ્ટ કરીને ઔપચારિક અને વૈકલ્પિક તબીબી કાળજી, મુખ સંબંધી સ્વાસ્થ્ય, આંખની શસ્ત્રક્રિયા,કૃત્રિમ અંગોની સર્જરી(prosthetics) વગેરે. • વિશ્વભરમાં બારથી વધારે વૈદિક મંદિરો અને આશ્રમો - વિશ્વના કેટલાક સૌથી ઊંચા દેવતાઓને સમાવીને ૩૭૨૦ પ્રતિષ્ઠા કરેલા દેવતાઓ. • શાળાઓ અને જેલોમાં મફત ક્રિયાઓ અને ધ્યાનના કાર્યક્રમો. • નિત્યાનંદ લક્ષ્મી, ગામડામાં ઉદ્યમી લોકો માટે નફો લીધા વગર લઘુ નાણાંકીય યોજનાઓ • નિત્યાનંદ ગ્રામસેવા યજ્ઞ (NGSY) - કર્ણાટકમાં ૩૦૦થી વધારે ગામડાંઓને, તેઓના સામાજિક નાણાંકીય વિકાસ માટેની તકો ઊભી કરીને, સમર્થ બનાવવા. • નિત્યાનંદ વિદ્યાલયો - અભ્યાસની વૈદિક-પદ્ધતિયુક્ત આધુનિક શિક્ષણની શાળાઓ. • શાળાઓ ગણવેશ, પુસ્તકો, લેખન સામગ્રી દ્વારા ગામડાંના વિસ્તારોમાં શાળાઓને સહાય.

nithyananda.org nithynanda.tv
વિશ્વને પ્રોત્સાહિત કરતું
વૈદિક પુનરુત્થાન




• પરમહંસ નિત્યાનંદ દ્વારા અપાતાં દરરોજ સવારના જીવંત સત્સંગદ્વી-માર્ગીય વીડિયો-કૉન્ફરન્સિંગ અને નિત્યાનંદ ટી.વી દ્વારા ૪૦ થી વધારે દેશોમા બતાવાય છે.
• દરરોજ વિવિધ ચેનલો પર બતાવાતાં પરમહંસ નિત્યાનંદના આધ્યાત્મિક પ્રવચનો
• કૉર્પોરેટ સંસ્થાઓ, શાળાઓ, જેલો વગેરેમાં વિવિધ સ્તરે અપાતાં ૨૦થી વધારે જુદા જુદા પ્રકારના ધ્યાનના કાર્યક્રમો
• નિત્ય-યોગ અને નિત્ય-ક્રિયા, શારીરિક અને માનસિક અસ્વસ્થતા માટે ૧૦૮ પ્રમાણભૂત યૌગિક સમાધાન
• ગહન યૌગિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અને વિશ્વસનીય દીક્ષા જેવા કે, કુંડલિની જાગ્રત કરવી, હવામાં તરવું(levitation), આહાર-મુક્ત સંયમ વગેરે
• સંન્યાસ પરંપરાને ચાલુ રાખેલ અને ફેલાવવા નિત્યાનંદ સંન્યાસ વ્યવસ્થા
• એક તંદુરસ્ત વાતાવરણમાં પવિત્ર પરંપરા અને આધુનિક શિક્ષણ આપતા નિત્યાનંદ ગુરુકુળ અને એન-વિદ્યાલયો (eN Vidyalayas)
• શાસ્ત્રના અભ્યાસ અને ધાર્મિક વિધિઓ તેમજ ક્રિયાઓ દ્વારા તેઓને સમૃદ્ધ કરીને વૈદિક પરંપરાના રાજદૂત બનવા યુવાનોને પ્રોત્સાહન




nithyananda.org nithynanda.tv
વૈદિક હિંદુ પરંપરાને
વિશ્વભરનાં ઘરોમાં લઇ જવી

• વૈદિક હિંદુ પરંપરાને પ્રોત્સાહિત કરતાં, જીવંત રાખતા અને સુરક્ષા આપતાં, ભારત, યુ.એસ.એ., કૅનેડા, મલેશિયા અને અન્ય દેશોમાં વૈદિક મંદિરો
• વૈદિક પરંપરામાં જીવન જીવવા માટે પરિવારોને પ્રોત્સાહિત કરતાં, શક્તિથી સંચારિત-પ્રતિષ્ઠા કરેલ ૩૭૨૦ દેવતાઓના સ્થાપના કરેલા ૪૦૦થી વધારે પાદુકા મંદિર- જ્યાં દરરોજ પ્રમાણભૂત વૈદિક પરંપરાથી પૂજા કરાય છે.
• દરરોજ સવારના સત્સંગ દરમિયાન
શક્તિશાળી હકારાત્મક તરંગો
સર્જીને વિશ્વભરના હજારો લોકો
એક જ સમયે વૈદિક વિધિઓ કરે
છે.

• કૈલાસ-માનસરોવર, ચાર-
ધામ, વારાણસી, બોધગયા,
અંગકોરવાટ, કુંભમેળા વગેરે
આધ્યાત્મિક ઊર્જાવાળાં ક્ષેત્રોએ
નિયમિત યાત્રાઓ દ્વારા ભારતનાં
તીર્થ સ્થળોની સંસ્કૃતિનું
પુનરુત્થાન કરે છે


• પ્રાચીન મંદિરોની કળાઓ અને સ્થાપત્યોને ભારતમાં ધાતુ, લાકડા અને પથ્થરના દેવતાના સૌથી મોટા ઉત્પાદક તરીકે જીવંત રાખવા, સહાય કરવા અને પ્રોત્સાહિત કરવા માટે નિત્યાનંદ પવિત્ર કલા


nithyananda.org nithynanda.tv
રહસ્યમય યોગિક વિજ્ઞાન પર વૈજ્ઞાનિક સંશોધન
કુંડલિની જાગરણ, હવામાં તરવું, દૂર-સંવેદના, પ્રત્યક્ષીકરણ, પ્રાણ પર જ જીવવું વગેરે યોગિક વિજ્ઞાનને સમજવા અને પુનરુત્થાન કરવા માટે પરમહંસ નિત્યાનંદ ચિકિત્સકો અને સંશોધનકારો સાથે કાર્ય કરે છે
કુંડલિની જાગરણ અને હવામાં તરવું (levitation)

• શરીરમાં છુપાયેલી સૌથી શ્રેષ્ઠ આંતરિક ઊર્જાને જાગ્રત કરવી અને કાર્યરત કરવી • વ્યક્તિગત દીક્ષા દ્વારા એક લાખથી વધારે લોકો માટે વિશ્વસનીય અને સદજ કુંડલિની જાગરણ • જૂના હઠીલા રોગોમાંથી સાજા કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે • સ્મૃતિ, બુદ્ધિ, નિર્ણય-શક્તિ, સર્જનાત્મકતા વધારે છે • કર્મોને જલ્દીથી ઓગાળે છે અને તીવ્રપણે આધ્યાત્મિક વિકાસ
દૂર-સંવેદના(Teleportation),

પ્રત્યક્ષીકરણ (Materialization) • ઊર્જા અને ભૌતિક પદાર્થનું આંતરિક-રૂપાંતરણનું યોગિક વિજ્ઞાન – આધુનિક વિજ્ઞાનમાં નકલ કરવી અશક્ય • પરમહંસ નિત્યાનંદના આશીર્વાદ દ્વારા વિશ્વભરમાં પવિત્ર વસ્તુઓ અને દેવતાઓમાં વિભૂતિ, કુમ-કુમ, મધ વગેરેનું પ્રત્યક્ષીકરણ • વિશ્વભરમાં હજારો માઇલો દૂર લોકો આ ચમત્કારોનો અનુભવ કરે છે • પ્રત્યક્ષીકરણ થયેલી વસ્તુઓમાં તીવ્ર હકારાત્મક તરંગો અને ઉપચારક ગુણો
આહાર વગર જીવન જીવવું - નિરાહાર સમ્યમ

• ઑગસ્ટ ૨૦૧૨થી વિશ્વભરમાં હજારો લોકો આહાર વગર સફળતા -પૂર્વક જીવન જીવે છે!! • ક્ષુધા-મુક્ત સંયમ માટે પરમહંસ નિત્યાનંદ દ્વારા વ્યક્તિગત દીક્ષા • વૃક્ષો અને છોડવાઓની જેમ પ્રાણ પર જીવવાની શરીરની ક્ષમતા ને જાગ્રત કરે છે • ઉપવાસ કર્યા વગર ખોરાક લેવાના ગહન મૂળ-સંસ્કારને તોડે છે. • વજન ઉતારવાની સહેલી પદ્ધતિ અને શક્તિશાળી આધ્યાત્મિક અભ્યાસ

nithyananda.org nithynanda.tv
વિશ્વનાં કાર્યો કરવા માટે બહાર પહોંચવું

અન્નદાન: બધા માટે મફત ભોજન • વિશ્વભરનાં નિત્યાનંદ આશ્રમમાં અને કેન્દ્રોમાં દરરોજ ૧૦,૦૦૦થી વધારે લોકોને અપાતી મફત ભોજનની સેવા • સ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં પ્રમાણભૂત સાત્ત્વિક પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરેલું પોષણયુક્ત શાકાહારી ભોજન • ભોજન બનાવતી વખતે વૈદિક મંત્રો કે કીર્તનનું રટણ ભોજનમાં ઊર્જાના તીવ્ર તરંગોને ઉતારે છે • શાળાઓમાં, જેલમાં અને મંદિરોમાં પણ મફત ભોજનની યોજના રજૂ કરાય છે

મફત ચિકિત્સક સેવા: કાળજીપૂર્વકનું સ્વાસ્થ્ય • દર પંદર દિવસે અને દર મહિને, બધા જ પ્રકારની સેવાઓ આપતી વિવિધ પ્રકારની વિશિષ્ટતા ધરાવતી ચિકિત્સા-શિબિરો

• ગ્રામ્ય વિસ્તારોમાં દવાઓ અને દાક્તરી-સલાહની સાથે દરેક સ્થળે ફરતી સાપ્તાહિક ચિકિત્સા-સેવાઓ • એક દિવસની પ્રક્રિયામાં ૨૫૦થી વધારે દર્દીઓને તપાસતા ૪૭ ડાયાલિસિસ મશીનો સાથેની ૧૦૦% મફત ડાયાલિસિસ ક્લિનિક • જરૂરિયાતમંદ લોકોને માટે આયોજિત બધી જ સુખ-સુવિધાઓવાળી, ૧૦૦ પથારીવાળી મફત હૉસ્પિટલ

આપત્તિ સમયે રાહત: સહાયતાથી ઉપચાર સુધી • ત્સુનામી, ભૂકંપ, અતિવૃષ્ટિ વગેરે જેવી કુદરતી આફતમાં પીડિત લોકોને તાત્કાલિક રાહત • કપડાં, ભોજન, પાણી અને ખાસ કરીને માનસિક રીતે આશ્વાસન અને ઈજા પામેલ લોકોને સારવાર આપીને, વિવિધ રાહત-સાધનો દ્વારા મફત વિતરણ


nithyananda.org nithynanda.tv
કલ્પતરુ ક્ષેત્ર - બીડદી
એશિયાના સૌથી ઝડપી વિકાસ પામતા શહેર બેંગલોરની નજીકમાં સ્થિત નિત્યાનંદ ધ્યાનપીઠનું આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાન
પ્રાચીન વટવૃક્ષ
• કલ્પવૃક્ષ (આશીર્વાદ આપતું વૃક્ષ) જેણે આજ સુધી લાખો લોકોની સાચી પ્રાર્થનાઓને સત્ય બનાવી છે • અહીંના શક્તિશાળી હકારાત્મક તરંગો દ્વારા શરીર અને મન તાજગી અને શાંતિ મેળવે છે • આ વૃક્ષ નીચે ધ્યાન કરવાથી રોગોના ઉપચાર ના હજારો અનુભવો • ભગવાન દક્ષિણામૂર્તિ અવકાશ(the space) માટે કૃપા કરે છે અને બધાને આશીર્વાદ આપે છે.

નિત્યાનંદેશ્વર-નિત્યાનંદેશ્વરી મંદિર
• સાડાસાત ફૂટ ઊંચી અને અઢી ટન વજનવાળી શિવ અને દેવીની મૂર્તિઓ • મૂર્તિઓ પંચલોહ(પાંચ ધાતુઓના સંમિશ્રણ)માંથી બનાવેલી છે • વટવૃક્ષ નીચેથી મળી આવેલા દુર્લભ સ્વયંભૂ લિંગમ્ ની અહીં પ્રતિષ્ઠા કરેલી છે • અહીં ખાસ પ્રસંગે, પૂજા માટે હજારો લોકો ભેગા થાય છે.

નિત્યાનંદ લિંગમ્ અને વૈદ્ય સરોવર
• ભવ્ય ૨૧ ફૂટનું લિંગ, જે નવપાશાન
(આરોગ્યપ્રદ વનસ્પતિઓમાંથી બનાવેલી
એક વિશિષ્ટ પ્રકારની કુદરતી ઔષધિ) અને
૧૦૦૮ પવિત્ર વનસ્પતિઓનો ઉપયોગ કરીને
બનાવેલું છે
• છ ફુવારામાંથી પડતું પાણી લિંગને સ્નાન
કરાવે છે અને વૈદ્ય સરોવર-નીચે આવેલા
આરોગ્યપ્રદ તળાવ-માં પડે છે
• આ ઔષધીય પાણીમાં એક વખત કરેલું સ્નાન
પણ ઘણા બધા રોગોનો ઉપચાર કરી શકે છે



nithyananda.org nithynanda.tv



પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ
પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ, દુનિયાભરના લાખો લોકો દ્વારા અતિમાનસ ચૈતન્યના એક જીવંત અવતાર તરીકે સન્માનિત થયા છે અને આજે સનાતન હિંદુ ધર્મના એક સ્પષ્ટ, તર્કસંગત અને અરાજકીય અભિપ્રાય આપે છે. તેઓ હિંદુ ધર્મના સૌથી પ્રાચીન માળખાના - મહાનિર્વાણી પીઠના મહામંડલેશ્વર, આધ્યાત્મિક અધ્યક્ષ છે. ૨૦થી વધારે ભાષાઓમાં પ્રકાશિત ૩૦૦થી વધારે પુસ્તકોના રચયિતા અને ૧૯ લાખથી વધારે અભિપ્રાય ધરાવતા યૂ-ટ્યૂબ પર સૌથી વધુ જોવાતા આધ્યાત્મિક માર્ગદર્શક છે. તેમના પ્રવચનો દરરોજ http://www.nithyananda.tv પર, તેમજ વિવિધ આંતરરાષ્ટ્રિય દૂરદર્શન ચેનલો અને વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા જોવાય છે.
પરમહંસ નિત્યાનંદને કુંડલિની જાગરણ અને ચૈતન્યના ક્ષેત્રમાં આજે દુનિયાભરમાં સર્વોત્તમ વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેઓ આહારથી પરે અનુસંધાન કરવું, વૃદ્ધાવસ્થા અટકાવવી(anti-ageing), પ્રત્યક્ષીકરણ(materialization), દૂરસંવેદના (teleportation), હવામાં તરવું (levitation) અને આધ્યાત્મિક ઉપચાર વિધિ જેવા યોગિક અભ્યાસોને સફળતાપૂર્વક રહસ્યમુક્ત કરે છે.
સંચાલનથી ધ્યાનાવસ્થા, સંબંધોથી ધર્મ, સફળતાથી આધ્યાત્મિકતા - દરેક બાબતે પ્રબુદ્ધ દૃષ્ટિ ધરાવતા એક આધ્યાત્મિક પ્રતિભાસંપન્ન પરમહંસ નિત્યાનંદ આપણને વ્યાવહારિક સમજની સમૃદ્ધિ અને હંમેશને માટે આંતરિક રૂપાંતરણની પ્રક્રિયા આપે છે. તેઓ વ્યક્તિગત રૂપાંતરણનાં કાર્યક્રમો અને અભ્યાસક્રમો, પ્રકાશનો, આધ્યાત્મિક ઉપચાર વિધિ અને લોકોપકારક સેવાઓ દ્વારા સમૃદ્ધ કરતી દુનિયાભરની કેટલીક બિન-નફાકારક સંસ્થાઓના આધ્યાત્મિક અધ્યક્ષ છે.
એક વૈશ્વિક લોકોપકારક તરીકે પરમહંસ નિત્યાનંદ વ્યક્તિના રૂપાંતરણ દ્વારા વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. તેમના આધ્યાત્મિક મિશનમાં વિશ્વભરનાં આશ્રમો અને કેન્દ્રો - જે પ્રયોગશાળા તરીકે સેવા આપે છે, જ્યાં આંતરિક વિકાસ ગહન છે અને બાહ્ય વિકાસ એ સહજ પરિણામ છે - નો સમાવેશ થાય છે.
અમારી વેબસાઈટ્સ
| નિત્યાનંદ મિશનની સત્તાવાર અધિકૃત વેબસાઈટ જુઓ nithyananda.org | આધ્યાત્મિક ઉપાયો અને ઉત્પાદનોથી જીવનને સમૃદ્ધ કરો www.nithyanandagalleria.com |
| દરરોજ પરમહંસ નિત્યાનંદના સત્સંગનું જીવંત પ્રસારણ જુઓ nithyananda.tv | ૩૦૦થી વધારે ધ્યાનની પ્રક્રિયાઓ meditationisforyou.org |
| અમારા મુખ્ય ધ્યાનના કાર્યક્રમ - આંતરિક જાગૃતિ - વિષે વધારે જાણો innerawakening.org | વૈશ્વિક શાંતિ અને આનંદ માટે ધ્યાન www.minute4peace.org/addminutes.jsp |
| ૪૦૦૦થી વધારે મફત વીડિયો જુઓ www.youtube.com/lifeblissfoundation | દરરોજની સમસ્યા માટેના સરળ ઉપાયો www.youtube.com/GuaranteedSolution |
| નિત્ય યોગનું વિજ્ઞાન જાણો nithyayoga.org | અમારું ઑનલાઇન સામયિક nithyanandatimes.org |
| ઓનલાઇન નિત્યાનંદ યુનિવર્સિટીની મુલાકાત લો nithyanandauniversity.org | મફત વાંચવા માટે ૨૫૦થી વધારે પુસ્તકો lifeblissprograms.org/books |
| પીડારહિત પ્રસૂતિનું વૈદિક-વિજ્ઞાન જાણો enpregnancycare.nithyananda.org | એક પ્રબુદ્ધ નવી પેઢીનું સર્જન કરવું en-education.nithyananda.org |
| શારીરિક અને માનસિક રોગો માટેનું યોગિક સમાધાન nithyananda.org/nithyakriyas |
પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ દુનિયાભરના લાખો લોકો દ્વારા અતિમાનસ ચૈતન્યના એક જીવંત અવતાર તરીકે સન્માનિત, જીવન મુક્તિના વિજ્ઞાનમાં એક વૈશ્વિક ગુરુ છે. આજે સનાતન હિંદુ ધર્મના એક સ્પષ્ટ, તર્કસંગત અને અરાજકીય અભિપ્રાય આપતા, તેઓ હિંદુ ધર્મનાં સૌથી પ્રાચીન માળખાના - મહાનિર્વાણી પીઠના આધ્યાત્મિક અધ્યક્ષ છે. માનવ પ્રકૃતિમાં ગહન અને કરુણામય દ્રષ્ટિએ આ યુવાન પ્રબુદ્ધ યોગીને ૧૮ લાખ લોકોના અભિપ્રાયો સાથે યુ-ટ્યુબ પરના નં-૧ અને અતિશય લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ બનાવ્યા.
દર મહિને, પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ કુંડલિની જાગરણ માટે ૨૧ શક્તિશાળી દીક્ષાઓ દ્વારા આ ૨૧ દિવસના રૂપાંતર કરનારા કાર્યક્રમ (Inner Awakening)નુ આયોજન કરે છે, જે તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવે છે.
Nithyananda University Press www.nithyananda.org
Ebook ISBN: 979-8-88572-112-7