KAILASA Library/લાઇફ બ્લીસ મેડીટેશન/અનકલચ થવુંSign in
લાઇફ બ્લીસ મેડીટેશન

અનકલચ થવું

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(વિચારોની શ્રૃંખલા બનાવવાથી મુક્તિ)

(સમય : ૭ મિનિટ)

આગામી સાત મિનિટ માટે બંધન-મુક્ત બની જાવ. મગજ એ બીજુ કાંઈ નહીં પણ વિચારોનો સંગ્રહ છે. એક પછી એક એમ વિચારો આવ્યા જ કરે છે જાણે કે માછલીઘર ના પાણીમાં પરપોટા કેમ હોય તેના જેવા હોય છે. માછલીઘરના પાણીના પરપોટા એક બીજાથી જોડાયેલા નથી હોતા પણ તે જ રીતે આપણા વિચારો પણ આપસમાં જોડાયેલા નથી હોતા, પણ તે જોડાયેલા લાગે છે. તમે એક નાની કસરત કરી શકો છો. જ્યારે પણ તમારા મનમાં કોઈ વિચાર આવે તેને લખી રાખો. દસ મિનિટ માટે શાંતિથી બેસી જાવ અને તમારા વિચારોને લખવાનુ શરૂ કરી દો. વિચારોને કાબુમાં કરવાનો કે વિચારવાનું બંધ કરવાનો પ્રયત્ન ન કરશો. ફક્ત શાંત થઈ જાવ અને વિચારોને આવતા જુઓ. જેવો કોઈ વિચાર આવે કે તરત તમે કાગળ પર લખી નાખો. આ કાર્ય દસ મિનિટિ માટે કરો. દસ મિનિટ પછી તમે જે લખ્યુ છે તે વાંચો. તમે જોશો કે આ તો કોઈ ગાંડા માણસની ડાયરી છે તેમાં ઘણી બધી ગડબડ છે. એક વિચારને બીજા વિચાર જોડે કોઈ પ્રકારનો સંબંધ નથી. કોઈ પણ વિચાર એક બીજાથી જોડાયેલ નથી. જ્યારે તમે કાગળ પર વિચાર લખો છે. ત્યારે જ તમને ખબર પડે છે કે વિચારોને અગાઉ થઈ હોય, આ બધા અલગ-અલગ બનાવો છે. તેમને એક બીજા જોડે કોઈ સીધો સંબંધ નથી. પણ તમે તમારી કલ્પના શકિત મુજબ વિચારો છો, કે મારૂ જીવન જ પીડાદાયક છે. જો તમારા જીવનમાં ઘણા આનંદદાયક બનાવો બન્યા હશે તો તમે વિચારો છો કે મારૂ જીવન આનંદ દાયક છે. પણ ખરી રીતે તે સત્ય નથી. તમારૂ જીવન સુખદ કે દુઃખદ નથી. કારણ કે દરેક બનાવોને એક બીજા જોડે જોડવુ તે ભૂલ છે. બધા વિચારો એક બીજા જોડે જોડાયેલા છે તે માનવુ જ ભૂલ દાયક છે.અને પાછા આપણે બધા જ વિચારો નથી સાંકળતા. આપણે ફક્ત આપણને જે યાદ હોય છે તે જ વિચારોને સાંકળીએ છીએ. અને એક વિચારધારા બનાવીએ છીએ. જેવી રીતે ફૂલોના ઢગલામાંથી તમે થોડા ફૂલો લઈને હાર બનાવો છે. તે જ રીતે લાખો વિચારોમાંથી કોઈ વિચાર લઈને આપણે વિચારમાળા બનાવીએ છીએ. વિચારમાળા બનાવવુ એ ખરેખર પાપ છે. જ્યારે આપણે વિચારમાળા બનાવીએ છીએ ત્યારે આપણી દુઃખી થઈએ છીએ.

જો તમે સુખદ વિચારોની વિચાર માળા બનાવી હશે તો તમે તેને આગળ વધારવાનો પ્રયત્ન કરો છો કારણ કે તે અનુભવ તમે બીજી વાર અનુભવવા માગો છો. જો તમે કોઈ દુઃખદ વિચારોની વિચારમાળા બનાવી હશે તો તમે તેને તોડી નાખવા માગો છો. તમે વિચારમાળા ને વધારી કે ઘટાડી શકતા નથી. કારણ કે વિચારમાળા નું અસ્તિત્વ જ નથી. તે ફક્ત કલ્પના છે. એક વિચારધારા બીજી વિચારધારા ને બનાવવાનું કાર્ય કરે છે.

તમારા બધા અનુભવો તમારા પોતાના છે. જે ક્ષણો તમે અનુભવ ને તમારાં વિચારોમાં વણો છે, તમે તમારા માટે નર્ક ઉભુ કરો છે. તમે પીડા ઉભી કરો છો. હવે તમને સમજાયુ હશે કે કેમ પીડા પણ કલ્પનાશીલ હોય છે તે કોઈ કલ્પનાશક્તિ પર આધારિત હોય છે. તે કોઈપણ ખરા તથ્ય વિના આધારિત હોઈ શકે છે તે ફક્ત અસ્તિત્વ વિચારોને આપસમાં ન જોડવાની અને કલ્પના ન કરવાનો વિકલ્પ છે તમે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ જોડે જોડાયેલા છો. કારણ કે તમે વિચારમાળા ઉત્પન્ન કરો છો. સંબંધ જે તમે ત્રણ વર્ષ પહેલા અનુભવ્યો હોય, અથવા એક વર્ષ પહેલા અનુભવયો હોય અથવા તમે વર્તમાન માં અનુભવતા હોય તે બધા જુદા જુદા બનાવો છે. જ્યારે તમે આ બધા બનાવોને એક કરવા પ્રયત્ન કરો છે, ત્યારે તમે વિચારમાળા ને વધારવાનો અથવા ઘટાડવાનો પ્રયત્ન કરો છે. જો તે સંબંધ સુખદ હશે તો તમે તે સંબંધમાં ભવિષ્યમાં પણ સુખદ હશે એવુ ઈચ્છો છે જો તે સંબંધ દુ:ખદ હશે તો તેમે તોડવાનો અથવા તેને માનવાનો પ્રયત્ન કરો છે કે આ સંબંધ તમારા માટે યોગ્ય નથી. તમે એ નથી સમજતા કે દરેક ક્ષણે તમે એક નવો સંબંધ અનુભવી રહ્યા છો કારણ કે દરેક નવા બનાવે બે નવા લોકો મળી રહ્યા છે માટે જ આપણે આપણા સ્વભાવ મુજબ બંધન મુક્ત છીએ.

ખરી સમસ્યા સુખ અથવા દુ:ખ ના કારણે નથી પણ ખરી સમસ્યા તો આપણી ના સમજ ને કારણે છે ને આપણી કલ્પના ને કારણે છે. કોઈ સાધુ સંત હશે તો તે સુખદ ઘડીમાં તેને માણી લેશે. દુ:ખ ની ઘડીમાં તે દુ:ખ વેઠી લેશે, અને ભૂલી જશે. તે અનુભવને બીજા સમય માં ભેગો નથી લઈ જતો.

જ્યારે પણ આપણે અનુભવને આડા સમયમાં લઈ જઈએ છીએ ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ.

આપણે આ જગતમાં જીવન અનુભવી શકીએ છીએ અને છતા પણ શાંતિ અને સદ્ભાવના માટે કેન્દ્રિત છીએ. કોઈપણ બહારની વસ્તુ માટે ત્યાગ કરવાની જરૂર નથી. નાના નાના સ્વાર્થ નો ત્યાગ કરવો જોઈએ. એકવાર જો આપણે વિચારમાળા ને થોભી દઈએ તો આપણે અનુભવ કરીએ છીએ કે જે ઓળખાણ આપણે પકડી રાખવાનો પ્રયત્ન કરતા હતા તે જ આપણા દુ:ખનુ કારણ છે જેવી આપણે આપણી ઓળખ છોડી દઈએ છીએ આપણે આનંદમાં પ્રવેશ કરીએ છીએ. પછી બાહ્ય તત્વો તમને કોઈ અસર નથી કરી શકતા કારણ કે તમે તે ઘટનાને એક બીજા સાથે જોડવાની આદત પડતી મૂકી દીધી છે માટે દરેક ઘટના તમારા માટે એક નવી ઘટના છે. તમે જીવન ને સુંદર રીતે જોવા લાગો છો. બધી જ વસ્તુઓ સુખદ અને આનંદમય લાગે છે. તમે પૂર્વાગ્રહ છોડી દો છે.

જ્યારે તમે જીવન ને હર ક્ષણ માં સ્વીકારવાનું શરૂ કરશો ત્યારે આપોઆપ કુદરતી રીતે આનંદમય થઈ જશો. બાહ્ય તત્વો તમને ત્યારે જ અસર કરી શકે છે. જ્યારે તમે તેમને તેમ કરવાની સહમતિ આપો છે. તમારી મૂક સહમતિ સિવાય કોઈ તમને હેરાન ન કરી શકે. એક વાત સમજી લોકે તમારી મૂક સહમતિ સિવાય કોઈ તમને હેરાન અથવા પરેશાન ન કરી શકે. એકવા તમે સમજી જશો કે તમે બંધન-મુક્ત છો પછી આનંદ આપોઆપ આવશે.

નિર્વાણાષ્ટકમાં શંકર કહે છે સદા મે સમત્વમ્ ના મુક્તિર્ ના બંધઃ ચિદાનંદ રૂપ શીવોહં શીવોહં અર્થાત હું ક્યારે પણ બંધન માં નથી તેમ જ મુક્ત પણ નથી. હું હંમેશા સમતલ ભાવમાં રહું છું મારો સ્વભાવ શુધ્ધ મંગલમય છે જેમ કે શિવશક્તિ.

બેઉ બંધન અને મુક્તી એ પરિકલ્પના મન દ્વારા ઉત્પન્ન થયેલ છે. જ્યાં સુધી બંધન છે ત્યાંસુધી મુક્તી નું અસ્તિત્વ છે. પણ જો બંધન નથી તો મુક્તી નો કોઈ અર્થ નથી આ જ શંકરનો ઉલ્લેખ છે.

જો તમે અંદર અથવા બાહર જવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે જેટલુ લાંબુ જશો તેટલુ સત્યથી દૂર જશો. વારંવાર પ્રયાસ કરવો અથવા બાહર જવુ મતલબ સત્યથી દૂર જવુ. સત્ય અહીં જ છે. તેના માટે ક્યાંય જવાની જરૂર નથી. ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી ફરીથી પ્રયાસ કરવો એ સૂચવે છે કે આપણે નિશ્ચય કર્યો થાય છે તે અસત્ય જોડે ઓળખ કરે છે. કારણ એ છે કે આપણે ન જોડાયેલા વિચારોને જોડીએ છીએ. આ વિચારોને ભેગા કરવાની પ્રક્રિયાને કારણે જ દુઃખ આ જગતમાં ઉત્પન્ન થાય છે. કારણ કે આપણે વિચારોને કાલ્પનિક ઓળખ માં ભેગા કરીએ છીએ. શંકર જેને જીવ કહેવાય છે તે અસ્તિત્વ માં આવે છે. જ્યારે જીવ ઉત્પન્ન થાય છે ત્યારે હું પણ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે બંધન મુક્ત થઈએ છીએ ત્યારે આપોઆપ ખોટી ઓળખાણ ગાયબ થઈ જાય છે. બ્રહ્મજ્ઞાન થઈ જાય છે.

આપણી બે પ્રકારની ઓળખ છે એક જે આપણે બાહ્ય જગતને બતાવીએ છીએ બીજા જે આપણે આંતરિક જગતને બતાવીએ છીએ. જે ઓળખાણ આપણી બાહ્ય જગતને આપીએ છીએ તેને અહંકાર કહેવાય છે. જે ઓળખાણ આપણે આંતર જગતનો આપીએ છીએ તેને મમકાર કહેવાય છે. બંને ઓળખાણો એક બીજાથી જોડાયેલી છે.

દાખલા તરીકે બહાર આપણે એમ બતાવીએ છીએ કે આપણે આવા માણસ છીએ, આપણે તેવા માણસ છીએ, પણ અંદરથી આપણે જાણતા હોય છે કે આપણે ઉણપમાં રહ્યા છીએ આ બંને ઓળખાણ વચ્ચે હંમેશા એક તફાવત હોય છે. જે ઓળખાણ આપણે બહારના જગતને બતાવીએ છીએ તે હંમેશા જે હોય તેના કરતા વધારે જ હોય છે એક મનુષ્ય હંમેશા તેની જાતને સર્વોત્તમ સાબિત કરવા માગતો હોય છે. જે ઓળખાણ આપણે આપણી જાતને આપીએ છીએ તે હંમેશા જેટલા આપણે હોઈએ છે તેના કરતા ઓછી હોય છે તમે એક વાત નોંધી હશે કે આપણે ક્યારે પણ આપણાથી સંતોષ પામતા નથી કોઈ ને કોઈ રીતે લગાતાર આપણે સુધારો કરવાનો પ્રયત્ન એક યા બીજા રીતે લગાતાર કરતા જ હોઈએ છીએ. પછી ભલે આપણને ધાર્મિક રીતે અસંતોષ હોય અથવા ભૌતિક રીતે અસંતોષ હોય. અંદરની ઓળખાણ હંમેશા કશુ ખુટતું હોય એમ અનુભવાય છે. અને બહારની ઓળખાણ સાધારણ કરતા વધારે જ બતાવાય છે. માટે આ બંને