KAILASA Library/લાઇફ બ્લીસ મેડીટેશન/ચક્રોની જાગૃતતાSign in
લાઇફ બ્લીસ મેડીટેશન

ચક્રોની જાગૃતતા

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

સમય : ૭ મિનિટ

ધ્યાન મુદ્રામાં બેઠેલી વ્યક્તિ

આ પગલામાં તમે વજ્રાસન માં બેસી શકો છે અથવા મારા પગ પર આંકડી મારીને પણ બેસી શકો છો. તમારૂં ધ્યાન સમગ્ર ચક્રો (શક્તિ સ્ત્રોત) પર કેન્દ્રિત કરો અને તેની શરૂઆત મૂલાંધાર ચક્ર (રૂટ સેન્ટર) થી સહસ્ત્રાર ચક્ર (ક્રાઉન સેન્ટર) સુધી કરવી.

આપણા શરીરમાં સાત શક્તિ સ્ત્રોત છે. આપણે તે સાતેય શક્તિ નું સ્થાન જાણવુ જોઈએ. આપણું વ્યક્તિત્વ ત્રણ શરીર નું અથવા સરીરાસ નું બનેલુ છે. (ફીઝીકલ બોડી) સ્થૂળ શરીર, બીજુ છે (મેન્ટલ બોડી) સૂક્ષ્મ શરીર અને ત્રીજુ છે કારણ શરીર તેવી જ રીતે જાગૃત અવસ્થાના પણ ત્રણ પ્રકાર છે. જાગૃત અવસ્થા, સ્વપ્નિલ અવસ્થા, અને ગાઢ નિદ્રા આ ત્રણેય શરીર અને ત્રણેય અવસ્થા વચ્ચે આત્મા નું અસ્તિત્વ છે. સંસ્કૃતમાં આપણે અંતિમ ચરણ શરીરાતીત લક્ષણા, પંચકોષાતીત તીથ અવસ્થા ત્રાય સાક્ષી (ત્રણેય શરીર ના સાક્ષી, પાંચેય કોષથી પર અને ત્રણેય અવસ્થાના સાક્ષી કહીએ છીએ.

ભૌતિક શરીર એટલે કે જાગૃત અવસ્થા, જે (આપણે જાણીએ છીએ) તે મુજબ થાય છે. હલન-ચલન કરે છે વગેરે. માનસિક શરીર એટલે કે જ્યારે આપણે સ્વપ્ન માં હોય છે તમે ભારતમાં તમારા ઘરમાં સૂતા હોય પણ તમારૂ મગજ બીજા દેશમાં

શરીરનું જોડાણ સમજી શક્તા નથી. જ્યારે કોઇ એક શક્તિ સ્ત્રોત બંધ થઈ જાય છે, ત્યારે તે શક્તિ સ્ત્રોત ની નજીકના ભાગ ને પણ અસર થાય છે. તમે જોયુ હશે કે તમે જ્યારે બહુ ચિંતા કરો છો, ત્યારે તમારૂં પેટ દુઃખવા લાગે છે. માટે જ સારી શારિરીક અને માનિસક તંદુરસ્તી માટે શક્તિ સ્ત્રોત ને સાફ રાખવા જોઈએ.

નીચે મે વર્ણન કર્યું છે કે કઈ વસ્તુ શક્તિ ચક્રોને અવરોધે છે અને કઈ વસ્તુ વસ્તુ ખોલે છે.

બધી લાગણીઓ જેવી કે કલ્પનાશક્તિ, ડર, ચિંતા, કાળજી વાંચ્છુક, ઈર્ષા, અહમ, અસમાધાન, નકારાત્મક અસ્તિત્વ ધરાવે છે. જો તમારા રૂમ માં કોઈ અવરોધક પદાર્થ હોય તો તે તમને લઈ જવાનુ કહેવામાં આવે છે. તમે તે પદાર્થ ને ઉંચકીને લઈ જઈ શકો છો કારણ કે તે પદાર્થ નું ભૌતિક અસ્તિત્વ છે. પણ જો એક રૂમમાં અંધારૂ હોય અને તમને એમ કહેવામાં આવે કે અંધારા ને બહાર લઈ જાવ તો તમે તેને બહાર નથી લઈ જઈ શક્તા. તમારે ફક્ત એક જ્યોત પ્રગટાવવાની હોય છે ને અંધારૂ આપોઆપ અદ્રશ્ય થઈ જાય છે.

આ અંધારાની જેમ બધી લાગણીઓને નકારાત્મક અસ્તિત્વ હોય છે. તમે તેમને હકીકતમાં બહાર નથી કરી શક્તા. તમારે ફક્ત એટલુ જ કરવાનું હોય છે કે તમારા અસ્તિત્વમાં જાગરૂકતા નો પ્રકાશ ફેલાવો અને બધી નકારાત્મક લાગણીઓ આપોઆપ અદ્રશ્ય થઈ જશે.

એક વાર બુદ્ધે એક ગાંઠ મારી અને તેમના એક શિષ્ય ને તે ખોલવા કહ્યું. તે શિષ્યે ઘણું જોર લગાવ્યુ પણ ગાંઠ વધારે મજબૂત થઈ ગઈ. પછી બુદ્ધે બીજા શિષ્યને ગાંઠ ખોલવા કહ્યુ. તે શિષ્યે પહેલા ગાંઠને કાળજીપૂર્વક જોઈ પછી તેમણે ધીમેથી તે ગાંઠને ખોલી. પછી બુદ્ધે સમજાયુ કે તમારે તમારી અજ્ઞાનતાની ગાંઠ ખોલવી હોય તો