મણિપુરકા શુદ્ધિ ક્રિયા (તણાવ મુક્તિ)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ચક્રશુદ્ધિ : મણિપુરકા
ચક્રનું સ્થાન : નાભિ વિસ્તારમાં
ચક્રને બંધ કરનાર : ચિંતા
ચક્રને ખોલનાર : હકારાત્મકતા
મેડિટેશન પદ્ધતિ : સૂફીઝમ અને ખ્રિશ્ચયાનીટી
મેડિટેશન માટેની સૂચનાઓ
(કુલ સમય : ૩૦ મિનિટ)

‘મણિપૂરક શુદ્ધિ’ ક્રિયા મેડિટેશન પદ્ધતિ પ્રાચીન ખ્રિસ્તી ધર્મમાંથી લેવામાં આવી છે. જે ‘ગ્લાસા લોલીઆ’ તરીકે જાણીતી છે. જેને પછીથી સૂફીઓએ ‘ગિબ્બેરીષ’ તરીકે અપનાવી હતી. આ પદ્ધતિ તમારા મનના ઊંડાણમાં પડેલી ઘરેડો અને ચિંતાની છાપોને ખાલી કરી નાંખે છે. તે તમારી દમન થયેલી બધી જ ચિંતાઓ અને ગુસ્સાની લાગણીઓને સાફ કરી નાંખે છે. એક વખત તમે આ પદ્ધતિનો અમલ કરશો, પછી તમે તમારા ‘મણિપુરકા’ વિસ્તારને, નાભિ વિસ્તારને હલકો થઈ ગયેલો અનુભવશો. જે તમારી ચિંતાઓ અને મનની ગૂંચવાયેલી ઘરેડોનો વિસ્તાર છે. આ મેડિટેશન કર્યા પછી નવી ચિંતાઓ
મહામંત્ર ધ્યાન (આદ્ય ધ્વનિનું ઉચ્ચારણ)
ચક્ર શુદ્ધિ : અનાહતા
ચક્રનું સ્થાન : હૃદય વિસ્તારમાં
ચક્રને બંધ કરનાર : બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની જરૂરિયાત
ચક્રને ખોલનાર : નિસ્વાર્થ પ્રેમ
મેડિટેશન પદ્ધતિ : તિબેટિયન તંત્ર
મેડિટેશન માટેની સૂચનાઓ
(કુલ સમય : ૩૦ મિનિટ)

મહામંત્ર મેડિટેશન ‘અનાહતા ચક્ર’ને જાગૃત કરવા માટેની પ્રાચીન તિબેટિયન બૌદ્ધ પદ્ધતિ છે. અનાહત ચક્રનું સ્થાન હૃદય વિસ્તારમાં આવેલું છે. આ મેડિટેશન તમારા મનને સ્થિર અને મજબૂત કરે છે. તમારું મન હંમેશા વિચારો સાથે વળગી રહે છે. આ મેડિટેશન તમારા મનને સ્થિર કરીને અ-મનની સ્થિતિમાં લઈ જાય છે. આ જંપીંગ બોર્ડ પરથી અનંતમાં છલાંગ લગાવવા જેવું છે.
આ મેડિટેશન તમારી અંદર શુભ શક્તિનો પ્રવાહ પેદા કરશે. તે તમને શક્તિથી છલોછલ ભરી દેશે, જેથી તમારે બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત નહીં રહે અને તમે તમારામાંથી ઉભરાતી શક્તિને પરિણામે
બીજા લોકોને શક્તિ અને પ્રેમ આપવાનું શરૂ કરશો તમે જ્યારે આ મેડિટેશન કરો ત્યારે તમારે તમારા ગળામાં તમારી માળા પહેરવી જોઈએ. મેડિટેશન દરમ્યાન પેદા થતી શક્તિનો તે સંગ્રહ કરશે. વહેલી સવારે, ખાલી પેટે કરવું વધારે સારું છે, અથવા જમ્યા પછી બે કલાક પછી પણ કરી શકાય છે. આ મેડિટેશન એકલા અથવા જૂથમાં કરી શકાય છે. જૂથમાં જે જગ્યામાં આ મેડિટેશન થતું હોય તે જગ્યામાં પણ અસરકારક શક્તિના તરંગો ફેલાય છે.
હું તમને પદ્ધતિ સમજાવું છું :
અનુકૂળ સ્થિતિમાં પલાઠીવાળીને નીચે બેસો. તમારું માથું, ગરદન અને કરોડ સીધી લીટીમાં રહેવા જોઈએ. તમારામાંથી જે નીચે ના બેસી શકતા હોય, તે ખુરશી પર બેસી શકે છે. રીલેક્સ થઈ જાવ અને આંખો બંધ કરી દો. આપણે આંખો બંધ કરી દઈએ પછી પણ આપણે પોપચાની પાછળ કલ્પના ચિત્રો અને છાપો જોતા હોઈએ છીએ. આ બધું બંધ કરવા માટે કલ્પના કરો કે, તમારી આંખોના ડોળા પથ્થર જેવા બની ગયા છે. માનસિક દબાણ આપીને તેને સખત બનાવી દો. પછી કલ્પનાઓ અદ્રશ્ય થઈ જશે. આપણી આંખોનું હલન-ચલન, આપણા મનમાં ચાલતા વિચારો સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલું છે, માટે જ તમારી આંખોના હલનચલનને સ્થગિત કરી દેવાનું કહ્યું છે. તેને સ્થગિત રાખવાની વધારે પડતી ચિંતા ના કરો. માત્ર મેડિટેશનની પ્રક્રિયા ચાલુ રાખો.
હોઠ બંધ રાખીને મ....મ.... અવાજ કરો. ખૂબ જ અંદરથી, ધારો કે એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોં રાખીને તમારે હર્મીંગ કરવાનું હોય અને જેવો અવાજ પેદા થાય તેવો અવાજ પેદા કરો. ધ્યાનમાં રાખો કે આ અવાજ હમ્... કે ઓમ... નથી, તે બસ તમારા હોઠ બંધ રાખીને મ.... મ.... અવાજ કરવાનો છે. બીજો શ્વાસ અંદર લેવાનો થાય ત્યાં ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો. આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર....
શક્તિસાગર ધ્યાન (શક્તિનો મહાસાગર)
(કુલ સમય : ૩૦ મિનિટ)
‘શક્તિ સાગર’ મેડિટેશન ઝેન બુદ્ધિઝમમાંથી લેવામાં આવ્યું છે, જે તમને બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી)ને મેળવવામાં મદદ કરશે. આ મેડિટેશનની ચાવી, જ્યારે શરીર હલન-ચલન કરતું હોય ત્યારે મનને ‘વિશુદ્ધ’ પર સ્થિર રાખવું તે છે. તમે જ્યારે આ મેડિટેશન કરો છો. ત્યારે તમે સીધા જ બ્રહ્માંડીય શક્તિમાં પ્રવેશો છો.
આંખો બંધ કરીને તમારા “વિશુદ્ધિ ચક્ર” પર ધ્યાન કેન્દ્રિત કરો. ખુરશીની પાછળ અથવા કોઈ ટેકા સાથે ઊભા રહો. અને તેને પકડી રાખો. ધીમે ધીમે ઊભા જ ચાલવાનું શરૂ કરો, ખૂબ જ ધીમેથી શરૂ કરો. હવે ધીરે બનાવેલી હોય. આ માર્ગદર્શિત મેડિટેશન પદ્ધતિ છે. ધ્યાનથી મારી સૂચનાઓનું પાલન કરો.
આંખો બંધ કરીને પલોઠી વાળીને નીચે બેસી જાવ. જે લોકો નીચેના બેસી શકતા હોય તેઓ ખુરશી પર બેસી શકે છે.
(હળવું સંગીત વાગે છે)
તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો જાણે કે તમે તેની આરપાર નીકળી રહ્યા હો તે રીતે (૫ મિનિટ)
હવે આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દીવાની જ્યોત સામે જુઓ. તમારી આંખો કદાચ ઝબકવા લાગશે અથવા બળશે અથવા આંસુ વહેવા લાગશે. જે થાય તે બસ થવા દો. (૫ મિનિટ)
આંખો બંધ કરો ફરીથી આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરપાર જુઓ. (૫ મિનિટ)
આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દિવાની જ્યોત સામે જુઓ. (૫ મિનિટ)
આંખો બંધ કરો. આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત ના કરો. રીલેક્સ થઈ જાવ. (૫ મિનિટ)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી
ધીરેથી, ખૂબ જ ધીરેથી, તમારી આંખો ખોલી નાંખો.
આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર....