નિર્ભય ધ્યાન (અંધકાર મેડિટેશન)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ચક્ર શુદ્ધિ : સ્વાધિષ્ઠાન
ચક્રનું સ્થાન : નાભિથી બે ઈંચ નીચે
ચક્રને બંધ કરનાર : ભય, ખાસ કરીને મોતનો ભય
ચક્રને ખોલનાર : ભયને સમજવો અને તેનો સામનો કરવો.
મેડિટેશન પદ્ધતિ : વેદાન્તમાંથી
મેડિટેશન માટેની સૂચનાઓ :
(કુલ સમય : ૩૦ મિનિટ)
આધ્યાય નિત્યાનંદમીશન આચાર્યની હાજરી વગર ક્યારે પણ કરવું નહિ.
‘નિર્ભય ધ્યાન’ મેડિટેશન પદ્ધતિ વેદાન્તમાંથી લેવામાં આવી છે.
આ મેડિટેશન તમને તમારા શરીરમાંથી બહાર નીકળવાનો અનુભવ આપે છે.

શરીરમાંથી બહાર નીકળવાનો અનુભવ એટલે મૃત્યુનો અનુભવ. જ્યારે આ મેડિટેશન નિયમિત કરવામાં આવે છે, ત્યારે દરેક વખતે બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી) જે અંધકારની શક્તિ છે અને દરેક જગ્યાએ વ્યાપેલી છે, તે તમારા શરીર અને મનને સતત મજબૂત અને શક્તિશાળી બનાવવાનું ચાલુ રાખે છે. તે ‘સ્વાધિષ્ઠાન ચક્ર’ને પણ શક્તિશાળી બનાવે છે. આ ૩૦ મિનિટનું માર્ગદર્શિત મેડિટેશન છે. જમીન પર અનુકૂળ રીતે બેસી જાવ. જે લોકો જમીન પર બેસી ના શકતા હોય, તે લોકો ખુરશી પર બેસી શકે છે. માથું, ગરદન અને કરોડ સીધી લીટીમાં હોવા જોઈએ.
(હળવું સંગીત વાગે છે)
તમારી આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો. કલ્પના કરો કે, તમે ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા છો. હવે તમે જંગલના સૌથી ગાઢ વિસ્તારમાં ચાલી રહ્યા છો. તમે ઊંડી, અંધારી ગુફામાં બેસી જાવ છો. તમે તમારા શરીરને પણ જોઈ શકતા નથી. તમને માત્ર તમે ત્યાં હાજર છો, એટલી જ અનુભૂતિ થાય છે. એ સિવાયની તમારી બીજી કોઈ ઓળખાણ તમે જોઈ શકતા નથી.
તમે ગમે તેટલી કોશિશ કરો છો, પરંતુ તમે કશું જ જોઈ શકતા નથી. ગાઢ અંધકારમાં તમે કશું જ જોઈ શકતાં નથી. માત્ર તમને સ્પર્શથી જ ખ્યાલ આવે છે કે તમે ત્યાં છો... (એક મિનિટ)