સપ્ત દિવસીય ચક્ર કાર્યવાહી
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
અને તેમને ફરીથી કાર્યરત બનાવવા માટે, તમને શક્તિશાળી અને વ્યવહારુ ધ્યાનથી સાત પદ્ધતિઓ આપવામાં આવે છે.
આ બધાં જ ધ્યાનના પ્રકારની (સિવાય કે સ્વાધિષ્ઠાન ચક્ર માટેનું નિર્ભય ધ્યાન) તમે સપ્તાહમાં એક વખત મુક્ત રીતે પ્રેક્ટિસ કરી શકો છો અથવા તમને જે સૌથી વધુ ગમે એવી એક પદ્ધતિ પસંદ કરો (મહામંત્ર, દુઃખહરણ, મણિપૂરક શુદ્ધિક્રિયા પ્રારંભ કરનારા માટે સૌથી વધુ સહાયક થાય છે) અને તેને ૨૧ દિવસ ચાલુ રાખો. પછી તમે નવી પદ્ધતિ અપનાવી શકો છો. જ્યારે ખરાદિલથી આ પદ્ધતિઓની પ્રેક્ટિસ કરવામાં આવે છે, ત્યારે આ પદ્ધતિઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કક્ષાએ ચમત્કારો સર્જે છે.
(સાતેય પદ્ધતિઓ માટેની સૂચના આપતી ટેવ-કેસેટ્સ ઉપલબ્ધ છે.)
દુઃખહરણ ધ્યાન (વિલક્ષણ કલ્પનાઓનો નાશ કરનાર)

(કુલ સમય : ૩૦ મિનિટ)
ધ્યાનની આ પદ્ધતિ તમારી
અંદર દબાયેલી બધી
લાગણીઓને બહાર લાવશે.
શ્વાસોચ્છ્વાસ આપણા મગજ સાથે સંકળાયેલ છે. તમારા વિચારો શાંત હશે તો શ્વાસોચ્છ્વાસ હળવા હશે. તમારા વિચારો ક્રોધયુક્ત હશે તો શ્વાસોચ્છ્વાસ પણ એ પ્રમાણે હશે. ખાલી પેટે, સવારે આ પદ્ધતિનો અભ્યાસ તમે કરી શકો છો. દુઃખહરણના ૨૧ દિવસો તમારા આખા વ્યક્તિત્વને બદલી નાખશે અને તમારા ચહેરા અને શરીરમાં એક પ્રકારની ચમક આવશે.
પ્રથમ સોપાન : ૧૦ મિનિટ
તમારી આંખો બંધ રાખી ઊભા રહો. ધ્યાનની પદ્ધતિના પહેલા સોપાનમાં તમારી માનસિક પદ્ધતિને ઊંડા શ્વાસો દ્વારા સંપૂર્ણપણે જાગ્રત કરવામાં આવે છે. આ શક્તિ તમારી બધી જ દબાયેલ લાગણીઓને બરફની જેમ ઓગાળી દે છે. તમારું મોં બંધ કરીને નાક દ્વારા ઊંડા શ્વાસ લો. તમારા હાથ હલાવો, તમારા ઘૂંટણ વાળો, નીચા વળો અને પછી ઊભા થાવ. શ્વાસ લેતાં લેતાં તમારા ઘૂંટણથી વાળો, ઊભા થાવ, હાથ ઉપર-નીચે કરો અને એક પક્ષીની જેમ ઉડો.
હલન-ચલનની આ પ્રક્રિયા ધીમે ધીમે કરો અને ઊભા થતી વખતે શ્વાસ લો અને નીચા વળતી વખતે શ્વાસ બહાર કાઢો.
બીજુ સોપાન : ૧૦ મિનિટ
ઈચ્છા એક પ્રેરકશક્તિ

તમારી આંખો બંધ કરો અને શરીરના પ્રત્યેક અંગને ખેંચો પછી હળવા કરો. એક અંગને ખેંચો, હળવો કરો પછી બીજા અંગ પર જાવ. પગના પંજાથી શરૂ કરી પગ, જાંઘ, થાપા, પેટ, કમર, છાતી, ડોક, હાથ, આંગળીથી ખભા સુધી, ગળું અને ખભા, મોં અને અંતે માથા સુધી શરીરના બીજાં અંગો સુધી જાવ એ પહેલાં આગલાં અંગોને સંપૂર્ણપણે હળવા કરો. આ દસ
દુઃખહરણા મેડિટેશન માટેની સૂચનાઓ :
(કુલ સમય : ૩૦ મિનિટ)
આ મેડિટેશન પદ્ધતિને દુઃખહરણા કહેવામાં આવે છે અને તેને ‘કુલાર્ણવતંત્રમાંથી લેવામાં આવી છે. આ તમારી અંદર દમન થયેલી બધી જ લાગણીઓને બહાર કાઢી નાંખે છે, પહેલા ઘણાં માસ્ટરોએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેમાં કુલ ૩૦ મિનિટનો સમય લાગે છે.
શ્વાસોચ્છ્વાસ બ્રહ્માંડ સાથેનો સેતુ છે. આ એ તંત્ર છે, જેનાથી તમે તમારા મન સાથે જીવો છો. જો તમારી વિચાર પ્રક્રિયા શાંત હશે, તો તમારા શ્વાસોચ્છ્વાસ રીલેકસ હશે. જો તમારું વિચારવાનું આક્રમક હશે, તો તમારા શ્વાસોચ્છ્વાસ પણ આક્રમક હશે. તમારા મન પર કાબૂ મેળવવા માટે સૌ પ્રથમ તમારે તમારા શ્વાસોચ્છ્વાસ પર કાબુ મેળવવાની જરૂર પડે છે.
હાલની આપણી દમનની અવસ્થામાં, આપણે અર્ધજીવંત અને અર્ધમરેલા છીએ. મેડિટેશનના આ પહેલા ભાગમાં ઊંડા શ્વાસોચ્છ્વાસથી તમારા દમિત થયેલા લાગણી તંત્રને વલોવી નાંખવામાં આવે છે. વધારાનો ઓક્સિજન અંદર લઈને, તમારા મનના તંત્રને જીવંત બનાવી દેવામાં આવે છે; તમારા કોષોને વધારે શક્તિ મળે છે અને તે વધારે બાયોઈલેક્ટ્રીસીટી પેદા કરે છે, આ શક્તિ પીગળતા બરફની જેમ તમારી બધી જ દમન થયેલી લાગણીઓને ઓગાળી નાંખે છે. આ મુલાધાર ચક્રને વીંઝણો નાંખવા જેવું છે.
આ મેડિટેશન તમારે ખાલી પેટે કરવું જોઈએ સવારે કરવું વધારે હિતાવહ છે. ૨૧ દિવસ દુઃખ હરણા મેડિટેશન કરવાથી, તમારામાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે અને તમારો ચહેરો તેજસ્વી બની જશે. આ મનોવૈજ્ઞાનિક
આ પદ્ધતિની કાર્યદક્ષતાની તમારે પરીક્ષા કરવી હોય તો જઈને તમારો ફોટો આજે પડાવી લો.
આ પદ્ધતિથી ૧૫ દિવસ ધ્યાન કર્યા પછી તમારો બીજો ફોટો પડાવીલો ને બંનેની સરખામણી કરો.
હું ખાત્રી આપું છું તમારો ચહેરો સંપૂર્ણ જુદો લાગશે. તમારી આંખો વધુ આનંદમય હશે. તમે ખૂબ ઉઘડી ગયા હશો. (વિકાસ પામ્યા હશો)