KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/પામિંગSign in
ધ્યાન તમારા માટે જ છે

પામિંગ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધ્યાન વિષે

આ પદ્ધતિ તમારી બંને આંખોની ભ્રમરની વચ્ચે કપાળ પર આવેલા ચક્રને શક્તિ આપે છે, આ ચક્રને આજ્ઞાચક્ર કહે છે.

આ મુખ્ય ચક્ર છે. આ ચક્ર ઈચ્છાનું અધિષ્ઠાન છે. જ્યારે એ ક્રિયાશીલ થાય છે, ત્યારે તમે સમજણશક્તિમાં અતિશય સ્પષ્ટતાનો અનુભવ કરો છો. તમારી વિચારશક્તિ અને નિર્ણયશક્તિ વૃદ્ધિ પામે છે. સૌથી મહત્ત્વનું એ છે કે તમારું ત્રીજું નેત્ર, એવું નેત્ર છે, જેના દ્વારા તમે અંદરની બાજુએ જોઈ શકો છો. તમે પ્રથમ વખત જ અંદર જોવાનો પ્રારંભ કરો છો.

સૂચનાઓ

પામિંગ કરતી સ્ત્રી

આંખો બંધ કરીને આરામદાયક સ્થિતિમાં બેસો.

તમારી બંને હથેળીઓને તમારી આંખો પાસે લાવો અને બહુ જ મૃદુતાથી તમારી આંખોના ડોળા પર મૂકો. તમારો સ્પર્શ પીંછાના સ્પર્શ જેવો હોવો જોઈએ. આંખો પર બિલકુલ દબાણ ન લાવો. શરૂઆતમાં અજાણતાં તમે દબાણ કરશો. ધીરે ધીરે આંખના ડોળા પરનું દબાણ ઓછું ને ઓછું કરતાં જાઓ.

આંખો દ્વારા શક્તિ બહારની તરફ વહે છે. એ બહુ સૂક્ષ્મ શક્તિ છે. તમે શક્તિના પ્રવાહને તમારી અંદર પાછો વાળવા માટે આંખના ડોળાને સ્પર્શ કરો છો. જો તમે આંખના ડોળા પર દબાણ કરશો તો ટેરવાંને શક્ય તેટલા ખેંચો તેને ઢીલા પડવા ન દો. તમારા પગ અને પગની ઘૂંટી તરફ વળો, પછી ઉપર પગની પીંડી તરફ, તમારા ઘૂંટણો અને તમારા નિતંબ તરફ, જલદીથી ઉપર તરફ જાવ, કારણ કે તમે તમારા શ્વાસને એક મિનિટથી વધારે સમય માટે રોકી નહિ શકો.

હવે તમારી કમર અને ઉદર તરફ જાવ. તમારા પેટના સ્નાયુઓને શક્ય તેટલા તંગ કરો. સ્વાભાવિક જ તમારા સાથળના મૂળના સ્નાયુઓ પણ ખેંચાશે.

ઉપર તરફ તમારી છાતી અને પીઠ તરફ આગળ વધો. તમારી પીઠ પરની કરોડના એકેક મણકાને તંગ કરો. હાથની આંગળીઓથી શરૂ કરીને, તમારા બાવડાના સ્નાયુઓ સુધી તમારી ભુજાઓને તંગ કરો. તમારા ખભાના હાડકાના, ડોકના અને ગળાના સ્નાયુઓને તંગ કરો, પ્રયત્ન કરો અને ખાસ કરીને તમારી ડોકમાંના તણાવને જકડી રાખો.

તમારા ચહેરા તરફ જાવ.

એક વ્યક્તિ શવાસન/વિશ્રામ મુદ્રામાં સૂતેલી છે

તમે જાણો છો એના કરતાં વધારે સ્નાયુ તમારા ચહેરામાં છે.

તમારું મોહું, નસકોરાં, આંખો, આંખની ભ્રમરો, કપાળ અને ગાલના સ્નાયુઓને તંગ કરો. તમારી આંખોની પાંપણ જોરથી બંધ કરો. તમારા દાંત ભીડો, તમારા ચહેરાને સતત દડા જેવો સજ્જડ કરો. યાદ રાખો કે આ સમય દરમ્યાન તમારા શરીરને ઢીલું પડવા દેવાનું નથી.

આ તણાવની સ્થિતિમાં જેટલો વધુ સમય રહી શકો એટલો સમય રહો. જ્યારે તમે તમારા શ્વાસને વધુ સમય પકડી રાખી શકો નહિ, ત્યારે એક જ મોટા ઉભરા સાથે શ્વાસને બહાર છોડી દો, અને સાથે સાથે તમારા