પાંચ-મિનિટમાં સ્ફૂર્તિ આપનાર પદ્ધતિઓ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ઉચ્છ્વાસની પરાકાષ્ઠા
ધ્યાન અને સૂચનાઓ
જ્યારે તમે તણાવમાં હો, ત્યારે આ ધ્યાન ચમત્કાર સર્જે છે.

ઊંડો ઉચ્છ્વાસથી પ્રારંભ કરો.
હંમેશા ઉચ્છ્વાસથી શરૂ કરો. ઊંડાણથી, પૂરી શક્તિથી ઉચ્છ્વાસ પર એકાગ્ર થાવ. જ્યારે તમે સંપૂર્ણપણે ઉચ્છ્વાસ બહાર કાઢી નાંખો, પછી તમારા પેટને અંદરની બાજુએ ખેંચો અને ફરીથી શ્વાસ અંદર લેતા પહેલાં ત્રણ સેકન્ડ થોભી જાવ.
પછી જેટલો ઊંડો લેવાય તેટલો ઊંડો શ્વાસ અંદર ખેંચો, ત્રણ સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો, પછી શ્વાસ બહાર કાઢવાનું શરૂ કરો.
પછી ફરીથી શ્વાસ લો, અને બહાર કાઢો. તમારા શ્વાસોચ્છ્વાસમાં તાલ મેળવો.
ધીમે ધીમે કરો, શ્વાસને તમારા શરીરમાં પૂરેપૂરો પ્રવેશવા દો અને પૂરેપૂરો બહાર નીકળવા દો.
જ્યારે તમે ઊંડાણથી ઉચ્છ્વાસ કાઢો છો, ત્યારે તમે તમારા શરીરમાંથી ઝેર પણ બહાર ફેંકો છો, તમે તણાવને બહાર ફેંકો છો, શ્વાસોચ્છ્વાસના ૧૦-૧૨ વર્તુળ પછી, તમને લાગશે કે તમારો ભાર જતો રહ્યો છે અને તમે તણાવમાંથી મુક્ત થઈ ગયા છો !