KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/કોઈપણ સમયે - કોઈપણ સ્થળે ધ્યાનSign in
ધ્યાન તમારા માટે જ છે

કોઈપણ સમયે - કોઈપણ સ્થળે ધ્યાન

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ખાતાં, સૂતાં, ચાલતાં, કામ કરતાં - દરેક પળે તમે તમારા રોજિંદા જીવનને આધ્યાત્મિક પ્રેક્ટિસમાં પરિવર્તિત કરી શકો છો.

જો તમે જાગૃતતાથી પ્રેક્ટિસ કરો, તો કાર ચલાવવી, સંગીત સાંભળવું, રમવું અને બાગ કામ કરવું, એ ક્રિયાઓ પણ ધ્યાનની શક્તિશાળી પદ્ધતિ બની શકે છે. આપણામાંની દરેક વ્યક્તિ જે કરે છે, એવી રોજની સાધારણમાં સાધારણ ક્રિયાઓ અહીં રજૂ કરી છે અને તેની સાથે તે ક્રિયાઓને સરળ અને પરિપૂર્ણ કરનાર રોજિંદા ધ્યાનમાં પરિવર્તિત કરવાની સૂચનાઓ અહીં આપી છે.

અચલ ધ્યાન

ધ્યાન વિષે

આ ધ્યાન ઝેનમાંથી લેવામાં આવ્યું છે. ઝેન - ઝાઝેન શબ્દનો અર્થ છે, કેવળ બેસવું. આ ધ્યાન કઠિન છે. કંઈ જ ન કરતાં, કેવળ બેસી રહેવું, સૌથી અઘરું છે. માત્ર બેસી રહેવું તમારા મનને તદ્દન છૂટું મૂકી દેવા જેવું છે. તમારું મન આ પદ્ધતિની સામે બધા પ્રકારની દલીલો, કારણો, બહાનાઓને લઈને આગળ આવશે. એ તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરશે, કે આ કેવળ સમયનો દુર્વ્યય છે. જો તમે વળગી રહેશો, તો મન નિંદ્રાવશ થતું લાગશે, દિવાસ્વપ્ન જોશે, કે તેને ભ્રમણા થતી હોય એમ લાગશે. ત્યારે અબદુલ્લાએ તેને પોતાના ગુરુએ શીખવેલું રહસ્ય કહ્યું, તેણે કહ્યું, "યાદ રાખો કે તમારું સુખ હંમેશા તમારા હાથમાં જ હોય છે. તમારું સુખ ૧૦૦ ટકા તમારી પોતાની જ પસંદગી છે. પ્રતિદિન જીવન, તમને સુખી અથવા દુઃખી થવાની તક આપે છે. શું પસંદ કરવું એ તમારા પર નિર્ભર છે."

સૂચનાઓ

ધ્યાન મુદ્રામાં બેઠેલી છોકરી

આના કરતાં, ધ્યાનની વધુ સરળ પદ્ધતિ હોઈ
જ ન શકે ! પણ તેની સરળતાથી છેતરાઈ
ન જશો; એ ખરેખર કામ આવતી, સૌથી
સરળ પાયાની પદ્ધતિ છે.

દરરોજ સવારે, તમે જાગો કે તરત જ, તમારી
આંખો ખોલો એ પહેલાં જ, પથારીમાં બેસી
જાઓ.

તમે તમને તમારા નામથી બોલાવો.

તમારી જાતને પૂછો, "આજે તું શાની પસંદગી કરવાનો છે? તારે સુખી થવું છે, કે દુઃખી થવું છે ?"

સ્વાભાવિક જ છે, કે તમે સવારના પહોરમાં, દુઃખને પસંદ કરવાના નથી જ ! એથી તમારું મન કહેશે, "હું સુખ પસંદ કરું છું."

પછી પ્રત્યુત્તર આપો, "તો સુખી થાઓ ! બસ એટલું જ !"

એ આટલું સરળ છે ! જ્યારે પ્રતિદિન તમારી સામે એ સત્ય આવશે, કે તમારું સુખ અને તમારું દુઃખ સમગ્રપણે તમારા જ હાથમાં છે, ત્યારે તરફ ખેંચી રહ્યું છે. જ્યારે તમે સુખી હો છો, ત્યારે તમે હળવાશ અનુભવો છો, અને તમને લાગે છે કે જાણે તમે હવામાં ચાલી રહ્યા છો ! કારણ કે, જ્યારે તમે ખુશ હો છો, ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો, મનને ભૂલી જાઓ છો. કોઈપણ પ્રકારના પ્રયત્નો વગર જ તમે તમારી જાતને હળવી અનુભવો છો. પણ સામાન્ય જીવનમાં, બાહ્ય સંજોગો તમારા પર કાબૂ ધરાવે છે. આ ધ્યાનમાં આપણે આપણી ઈચ્છા મુજબ હળવાશની લાગણીનું નિર્માણ કરતાં શીખીએ છીએ.

સૂચનાઓ

ધ્યાન માટે કરોડ સીધી કરવાની સૂચના દર્શાવતી તસવીરો

કોઈપણ સ્થળે બેસીને, તમે વજનહીન છો એવું વિચારવાનું શરૂ કરો.

તમારી કરોડ ટટ્ટાર રાખો અને આંખો બંધ રાખો. જ્યારે તમારી કરોડ ટટ્ટાર હશે, ત્યારે જ તમે વજનહીનતાના ભાવનો અનુભવ કરવા લાગશો.

તમે કઈ રીતે ખાત્રી કરશો કે તમારી કરોડ સીધી છે ?

ટટ્ટાર બેસો અને ધીમેથી તમારી આખી કરોડને આગળ પાછળ હલાવો, મૃદુતાપૂર્વક સહેજ જ ઝુલો. એક બિંદુ પર, તમને વધારે અનુકૂળતા લાગશે. આ બિંદુને કેન્દ્ર તરીકે લઈને તમારી કરોડને ડાબી - જમણી બાજુ ફેરવો. એકાએક તમને એવી સ્થિતિનો અનુભવ થશે, જ્યારે તમને હળવાશ લાગશે, લગભગ વજનહીન લાગશો. આ એ બિંદુ છે, જ્યાં ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર સૌથી ઓછું છે. આ બિંદુ પર તમારી કરોડ સંપૂર્ણ રીતે સીધી છે.

હવે, તમે વજનહીન છો એવી કલ્પના કરવાનું શરૂ કરો.

શરૂઆતમાં એ સહેલું નહિ હોય. તમે તમારા વજનને મહેસૂસ કર્યા કરશો. પણ તમારી જાતને કહ્યા કરો કે તમે વજનહીન છો; વજનહીનતાનો ભાવ અનુભવો.

એકાએક, એવી ક્ષણ આવશે કે તમને લાગશે કે તમે વજનહીન છો અને આ સત્ય છે !

આ પોતાને વશીકરણ કરવાની રીત નથી, હકીકતમાં તમે જીવનભર એવી માયાજાળમાં જીવો છો કે તમારે વજન છે. તમે શરીરના વજનનો અનુભવ કરો છો, અને એ વજન તમારું છે એમ તમે કલ્પના કરો છો.

આ તમને પોતાને વશીકરણમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.

વજનહીનતાનો ભાવ અનુભવ્યા કરો, અનુભવ્યા જ કરો.

જ્યારે તમે ધ્યાનમાં ઊંડા ઉતરો છો, ત્યારે તમે શરીર સાથેની એકરૂપતાને સંપૂર્ણ રીતે તોડી નાંખો છો. તમે શરીરની સીમાને તોડી નાંખો છો. તમારી પાસે અનંત શક્તિ છે. તમે અનંત અવકાશને આવરી શકો છો. પણ તમે તમને પોતાને શરીરના પાંજરામાં જકડી રાખ્યા છે. તમારી પીડાનું, તમારા દુઃખનું, તમારા ભારીપણાનું મૂળ કારણ આ છે. જ્યારે તમને તેનું ભાન થાય છે, ત્યારે આપોઆપ તમને વજનહીનતાની લાગણી થાય છે.

જ્યારે તમે ધ્યાનમાં બહુ ઊંડા જાઓ છો, ત્યારે તમે તમારા શરીરને પણ તમારી સાથે લઈ જઈ શકો છો. માત્ર તમારી ચેતનાના બળથી તમારું

સૂચનાઓ

સૂતી વ્યક્તિ જાગતી વખતે ખેંચાણ કરતી

રોજ સવારે જાગીને તરત જ બાળકની જેમ શરીરને ખેંચીને લંબાવો. ઊંઘમાંથી જાગીને આળસ મરડતા બાળકોને તમે જોયાં છે ? તમારા શરીરને ચારેય બાજુ ખેંચો, વાળો અને ઘુમાવો આવી રીતે શરીરના દરેક સ્નાયુ ખેંચાતા હોવાનું અનુભવો.

સૂતા સૂતા હસતી વ્યક્તિ

પછી આંખો ખોલ્યા વગર, હસવાનું શરૂ કરો.

શરૂઆતમાં સહેજ પ્રયાસ કરવાનો
રહેશે. પણ તરત જ તમારી અંદર
ખરું હાસ્ય ઉછળવા લાગશે. બીજું
કંઈ નહિ પણ હસવા માટેના
તમારા હાસ્યસ્પદ પ્રયત્નો તમને
ખરેખર હસાવશે !

સૂતા સૂતા હસતી વ્યક્તિ

એક વખત હાસ્ય તમને કાબૂમાં
લઈલે, પછી ચાલવા દો. આ માટે
કોઈ સમયગાળાની મર્યાદા નથી.
તમે હસવાથી થાકી જાઓ ત્યાં સુધી
હસ્યા કરો. તમે જેમ જેમ પ્રગતિ

કરશો, તેમ તેમ તમે જોશો તમે વધુને વધુ સમય સુધી હાસ્યને ટકાવી શકો છો.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, જો કોઈ સતત ૪૫ મિનિટ સુધી હસી શકે, તો તે પ્રબુદ્ધ થઈ શકે ! માત્ર ૪૫ મિનિટ હસવાનું !

આથી શક્ય તેટલો વધારે સમય હસો. હસતા રહેવા માટેની શક્તિ તમારી અંદરથી ઉછળતી દેખાશે.

તમારું હાસ્ય પૂરું થયા પછી, ઘણાં લાંબા સમય સુધી હાસ્યના મોજા તમારી અંદર, તમારી સપાટીની નીચે જ ચાલુ રહેશે. સવારનું થોડી મિનિટોનું હાસ્ય તમારા આખા દિવસને પરિવર્તિત કરશે !

મૌન બિંદુ

પદ્ધતિ વિષે

આ શ્રવણ ધ્યાન છે. શ્રવણ ધ્યાન ક્રિયારહિત ધ્યાન છે. તમારે કશું જ કરવાનું નથી - માત્ર સાંભળો. માત્ર સાંભળવાથી પણ ઘણું ઘણું બની શકે છે !

આપણે હંમેશા અવાજના તાંડવમાં રહીએ છીએ. અવાજો હંમેશા આપણા તરફ આવતા હોય છે, આપણા પર તૂટી પડતા હોય છે, આપણા પર ફરી વળતાં હોય છે. આપણે તોફાનમાં ખોવાઈ જઈએ છીએ. પણ એ તોફાનના કેન્દ્રમાં શાંતિ હોય છે. જેને આપણે સાંભળી નથી. આ ધ્યાન આપણને અવાજના તોફાનના કેન્દ્રમાં રહેલી શાંતિથી જાગૃત કરાવે છે.

તમારી જાગૃતતા બહારની અવાજની દુનિયામાંથી ખસી જશે અને તમે કેન્દ્રમાં હશો, જ્યાં નીરવતા છે. એક એવું બિંદુ છે, ત્યાં અવાજ પ્રવેશી ન શકે. એ બિંદુ તમે છો.

એક વખત તમે એ નીરવતાને સાંભળશો, પછી તમને ફરીથી કદી અવાજથી કનડગત નહિ થાય, અવાજ તમને સ્પર્શી નહિ શકે.

આપણે હંમેશા માનીએ છીએ કે આપણે આપણા કાન દ્વારા અવાજો સાંભળીએ છીએ. આ પદ્ધતિથી તમે શોધી કાઢશો કે અવાજો કાન દ્વારા કે મસ્તક દ્વારા પણ સંભળાતા નથી. અવાજો હંમેશા નાભિના કેન્દ્રમાં સંભળાય છે ! એ જ અવાજનું કેન્દ્ર છે.

ઘોંઘાટને આટલું મહત્ત્વ શા માટે ? કારણ કે વધુ પડતા ઘોંઘાટની એવી જ અસર છે, જે કાનને ડાટો દઈને બંધ કરવાથી થાય ! જ્યારે અવાજ સમજી ન શકાય એવો હોય, અવિરત હોય, જ્યારે તમે જુદા જુદા અવાજોનો તફાવત ન પારખી શકો, ત્યારે અવાજ પોતે જ અવરોધ બની જાય છે. તમે ગીતો સાથે આ પદ્ધતિનો પ્રયોગ ન કરી શકો - કારણ કે ગીતની ભાષા તમે સમજી શકશો, તમે અર્થ પર એકાગ્ર થશો, તમે તરત જ તમારા મસ્તકનો ઉપયોગ કરશો. એ સામાન્ય અવાજ હોવો જોઈએ.

અવાજની વચ્ચે તમારા કાનને તમારી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરો. એકાએક તમે નવો જ અવાજ સાંભળશો - મૌનનો અવાજ. આ નવો અવાજ, અવાજની અનુપસ્થિતિ છે. આવો ખરેખર અવાજ છે, અને તમે સહેલાઈથી એ સાંભળી શકો છો !

અવાજની સાથે, આપણે અવાજના ઉદ્ભવસ્થાન તરફ વહેવા લાગીએ છીએ; મૌનની સાથે આપણે આપણા પોતાના કેન્દ્રમાં, અંદરની બાજુએ વહેવા લાગીએ છીએ. વખત તમે આ કેન્દ્રને શોધી કાઢો, પછી તમે ફરીથી ક્યારેય ઇન્દ્રિયોના કોલાહલમાં ખોવાઈ નહીં જાવ.

તમારી પોતાની ઇચ્છાથી તમે તમારી ઇન્દ્રિયોને બંધ કરી શકશો, અને આમ તમે તમારી ઇન્દ્રિયોના સાક્ષી બની શકો છો.

સ્ફૂર્તિ બાણ

પદ્ધતિ વિષે

જે ધ્યાનમાં કંઈક કરવાનું હોય, તે શરૂઆત કરનારાઓ માટે ઉત્તમ છે. સ્થિર બેસી રહેવા કરતાં, જ્યારે તમે કંઈ કરતા હો, ત્યારે જાગૃતતા જાળવી રાખવાનું વધારે સહેલું છે.

આ ગતિશીલ ધ્યાન છે, ‘દોડતાં દોડતાં’ ધ્યાન કરવાનું છે.

દોડવાનું શા માટે ?

જ્યારે તમે દોડતા હો છો, ત્યારે તમે સ્વાભાવિક જ સાવધ હો છો, જાગૃત હો છો. જ્યારે તમે દોડતાં હો છો, ત્યારે તમે શરીર, મન અને આત્માના સુંદર ઐક્યનો અનુભવ કરો છો. આ એવું છે, જાણે કે તમારી અંદરની દરેક વસ્તુ, એક જ ધ્યેય સાથે, એક બનીને કાર્ય કરે છે. જ્યારે તમે સ્થિર બેઠા હો છો, ત્યારે માત્ર તમારું શરીર જ સ્થિર બેસે છે, તમારું મન તો હજુ દોડ્યા જ કરે છે ! તમારું શરીર અને મન બે ભાગમાં વહેંચાઈ જાય છે. તમારું શરીર બેઠું છે, પણ મન તો પોતાના પ્રવાસે ઉપડી ગયું છે !

જ્યારે તમારું શરીર દોડે છે, ત્યારે ઉલટું જ થાય છે. જ્યારે તમે દોડો છો, ત્યારે તમારું મન સ્થિર હોય છે. તમારું મન વાત કરવાનું બંધ કરી દે છે અને જ્યારે તમે દોડવાનું ચાલુ રાખો છો, ત્યારે થોડા જ સમયમાં, દોડ તમારા પર સવાર થઈ જાય છે. પછી શરીર કે મન કંઈ જ તમારું નથી. તમે તમારી દોડના બની જાવ છો. તમે જ દોડ બની જાવ છો.

સૂચનાઓ

દોડની શરૂઆત કરવા માટેનો સમય પસંદ કરો. વહેલું પ્રભાત ઉત્તમ છે. તેના પછી મોડી સાંજ પસંદ કરી શકાય. સૂર્યોદય અને સૂર્યાસ્ત એવા સમય છે, જ્યારે પ્રકૃતિની શક્તિને સ્વીકારવા તમારું શરીર વધુમાં વધુ ખુલ્લું હોય છે.

એવો માર્ગ પસંદ કરો, જે સારી રીતે સીધો અને સરળ હોય, બહુ કઠિન ન હોય, અને ત્યાં સારા પ્રમાણમાં શાંતિ અને નિર્જનતા હોય. એવો માર્ગ, જ્યાં તમે ધાર પરથી પડી જવાના ભય વગર, વાહનોની અવરજવરની નીચે ચગદાઈ જવાના ડર વગર, તમારા દોડવા પર એકાગ્ર થઈ શકો.

A person running on a dirt trail

તમને દોડવાની ટેવ ન હોય તો ટૂંકા અંતરથી

  • અર્ધા માઈલથી શરૂઆત કરો.

તમે ધીમે ધીમે અંતર વધારી શકો છો.

ત્યાર પછી, કેવળ દોડો !

પેટમાંથી ઊંડા શ્વાસ લો. દરેક અવયવ સાથે દોડો. જ્યારે તમે થાકી જાઓ, ત્યારે તમારી જાતને ધકેલો નહિ, આરામ કરો અને આરામના સમયને માણો. તમારા બૂટ કાઢી નાંખો, અને તમારા ખુલ્લા પગની નીચેની ધરતીનો અનુભવ કરો. જે એક શક્તિના ઉદ્ભવ સ્થાન સાથેનો આપણો સંપર્ક છૂટી ગયો છે, તે છે