KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/યંત્ર ધ્યાનSign in
ધ્યાન તમારા માટે જ છે

યંત્ર ધ્યાન

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધ્યાન વિષે

જ્યારે તમે કોઈપણ વસ્તુ પર ધ્યાન ધરો છો, ત્યારે તમારી અને તે વસ્તુની વચ્ચે ધીરે ધીરે શક્તિનું એક વર્તુળ રચાય છે.

યંત્રો અથવા શક્તિ, એ તાત્ત્વિક રીતે ધાતુ, લાકડું કે કાગળ પર દોરેલી ભૌમિતિક આકૃતિઓ છે. પ્રારંભના ગ્રંથોમાં 'યંત્રોનો' ઉલ્લેખ બ્રહ્માંડની સંરચનાના રેખાકૃતિમય નિરૂપણ તરીકે થયો છે. જેવી રીતે પિરામીડ જેવી સંરચના શક્તિને શોષી લેવા માટે અને જાળવી રાખવા પ્રખ્યાત છે, તેવી જ રીતે 'યંત્રોની' પણ વિશિષ્ટ ભૌતિક સંરચના છે, જે લાંબા સમય સુધી શક્તિનો સંગ્રહ કરી શકે છે.

જ્યારે આધ્યાત્મિક વિકાસ પામેલી વ્યક્તિ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે ઉપચારાત્મક શક્તિને યંત્રમાં સંક્રમિત કરે છે. પછી યંત્ર બેટરીની જેમ, આ ઉપચારાત્મક શક્તિનો સંગ્રહ કરે છે. જ્યારે કોઈ રોગથી પીડાતી વ્યક્તિ તે જ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે શક્તિ તેનામાં સંક્રમિત થાય છે, અને તે આધ્યાત્મિક ઊર્મિની ઝાંખી અનુભવે છે, કે જેણે પેલા ભૌમિતિક સ્વરૂપને પ્રથમ જન્મ આપ્યો હતો.

સૂચનાઓ

સમય : ૨૧ મિનિટ

ચક્રો શરીરની શક્તિના ભવ્ય પ્રવેશ દ્વારો હોવાથી, આપણે ચક્રો દ્વારા અતિઝડપથી અને સૌથી વધુ અસરકારક રીતે શક્તિને શોષી શકીએ છીએ. ચક્રો દ્વારા થતા ઉપચારની સુવિધા માટે આ ધ્યાન ઉપચારક યંત્રનો ઉપયોગ કરે છે.

A woman meditating before a yantra

તમને જ્યાં સમસ્યા થતી લાગતી હોય એ
ચક્ર પર એકાગ્ર થાવ. ઉપચારક યંત્ર પર
તમારી આંખોને સતત રાખીને, એવી કલ્પના
કરવાનો પ્રયત્ન કરો, કે તમે તે ચક્રમાંથી
એ યંત્રને જોઈ રહ્યા છો. એ ચક્રમાંથી તમે
તમારા લક્ષને એ યંત્ર તરફ એકાગ્ર કરો.
કલ્પના કરો કે એ યંત્રમાંથી શક્તિ તમારા
તરફ વહી રહી છે.

તમારી અને યંત્રની વચ્ચે શક્તિનું વર્તૂળ રચો.

પ્રવાહનો અનુભવ કરો.

આ પ્રમાણે ૧૧ મિનિટ કરો.

પછી, તમારી આંખો બંધ કરો અને એવી કલ્પના કરો કે તે ચક્રના બિંદુ પર એ યંત્ર તમારા શરીરમાં પ્રવેશ્યું છે.

A woman meditating with closed eyes before a yantra

યંત્રને એ બિંદુ પર ટકી રહેવા દો. તેની
શક્તિને તમારા સમગ્ર શરીરમાં વહેવા દો.
પીડાતી ઈન્દ્રિય કે અવયવની આરપાર
ઉપચાર શક્તિ વહે છે તેનો અનુભવ કરો.

આ પ્રમાણે ૧૦ મિનિટ કરો.

તમે ઈચ્છો તો આ વર્તૂળ ફરીથી રચી શકો છો.

આ ધ્યાનને ૨૧ દિવસ સુધી ચાલુ રાખો. આપણા વિચારોનું અસ્તિત્વ ફક્ત સપાટી પરનું જ છે. ઉઠતા પરપોટા જેવું.

વિચારોને એક બીજા સાથે જોડ્યા સિવાય ઉઠવા દેવા અને મરવા દેવાની પ્રક્રિયાનો અર્થ છે, તેની પકડમાંથી મુક્ત થવું. જ્યાં સુધી આ કુદરતી પ્રક્રિયા બનવા દેવામાં આવે છે, ત્યાં સુધી બધુ બરાબર હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ, આપણાં આ વિચારોને કોઈ ઉદ્દેશ વિના એકબીજા સાથે જોડીને તેનો શાફ્ટ બનાવવાનું શરૂ કરીએ છીએ. આવું કરીને સપાટી પરની અને પકડ મુક્ત પ્રક્રિયાને સપાટીની અંદર એકબીજા સાથે સાંકળી દઈએ છીએ. અહીં જ સમગ્ર સમસ્યાની શરૂઆત થાય છે. જ્યાં સુધી દરેક વિચારોને અલગ અલગ ઉઠવા દેવામાં અને મરવા દેવામાં આવે, ત્યાં સુધી આપણે શારીરિક અને માનસિક રીતે ગમે તેટલો ભાર સહન કરી શકીએ છીએ. અને આપણી જાગૃતતા હળવી અને દિવ્ય આનંદમય રહે છે. એક વખત આપણે વિચારોને જોડવાનું શરૂ કરીએ, આપણી જાગૃતતામાં દુઃખ પેદા થાય છે અને આપણને બોજારૂપ લાગે છે, જે આપણી જાતને નુકસાન કરવાનું શરૂ કરે છે. ચિંતા, વાસના, અસંતોષ, ઈર્ષા, ભય, અહમ્ અને બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત જેવી બધી જ લાગણીઓ શું છે ? આપણે સ્વતંત્ર બનાવો વચ્ચે, સ્વતંત્ર વિચારો વચ્ચે જોડાણો શોધી કાઢીએ છીએ અને આપણી જાત માટે એક ખ્યાલો પેદા કરીએ છીએ અને આપણી જાતને તે ખ્યાલોની સાથે જોડી દઈએ છીએ. તેમાંથી એક કાલ્પનિક શાફ્ટ બનાવીએ છીએ અને તેના કારણે દુઃખી થઈએ છીએ.

આ એ લાગણીઓ છે, જે ધાર્મિક યુદ્ધો, સામાજિક સંઘર્ષો અથવા રાજકીય અશાંતિઓના હિંસક સ્વરૂપોનું સર્જન કરે છે. આ બધા જ પ્રકારની હિંસાનો પાયો અથવા મૂળ આપણી લાગણીઓ છે અને આપણી લાગણીઓ, પકડ મુક્ત સ્થિતિમાં, ભય અથવા સ્વાર્થને સ્થાન જ નથી. તમે માત્ર 'હો' છો. બસ આટલું જ. આ એ સ્થિતિ છે જેનો આપણે ભાગ્યે જ અનુભવ કર્યો છે. કારણ કે આપણે વિચારોના જાણીતા શાફ્ટથી ટેવાઈ ગયા છીએ.

એક નાની વાર્તા :

આંખના નિષ્ણાંત એક આંધળા માણસની સારવાર કરી રહ્યા હતા. તેમણે તેને ખાત્રી આપી "એક વખત હું તમારી આંખનું ઓપરેશન કરી દઈશ, તમને તમારી દૃષ્ટિ પાછી મળી જશે અને તમે તમારી લાકડી ફેંકી દેશો."

આંધળા માણસે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ડરવા લાગ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું "હું સમજી ગયો કે મને મારી દૃષ્ટિ મળી જશે, પરંતુ હું મારી લાકડી વગર ચાલી કેવી રીતે શકીશ ?"

માણસ લાકડી સાથે ચાલવા માટે એટલો બધો ટેવાઈ ગયો હતો કે તે દૃષ્ટિ પાછી મળી ગયા પછી તેને તેની લાકડીની જરૂર જ નથી પડવાની, તેટલું પણ સમજી શકતો નહોતો ! આવી જ રીતે જ્યારે આપણે પકડ મુક્ત સ્થિતિમાં દિવ્ય આનંદથી જીવી શકીએ છીએ, ત્યારે આપણને નવાઈ લાગે છે કે વિચારોના શાફ્ટની પકડ વગર કેવી રીતે જીવી શકાય, આપણે તેને કોઈક અનિવાર્ય બાબત તરીકે જોઈએ છીએ. આ સમગ્ર બાબત કેવી કપોડકલ્પિત છે તે જોવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણું મન કલ્પિત છે. આપણે તેને અધિકાર સંપન્ન કર્યું છે અને પછી તેના ગુલામ બની ગયા છીએ. આ માનસિક ગુલામી સિવાય બીજું કશું જ નથી. માત્ર તમારી અંદર ઉઠતાં વિચારોનું નિરીક્ષણ કરો. સ્પષ્ટતાથી જુઓ કે દરેક વિચાર કેવી રીતે ઉઠે છે અને મૃત્યુ પામે છે અને પછી બીજો વિચાર આવે છે. તીવ્રતાથી નિરીક્ષણ કરો કે તમે આપોઆપ આ વિચારોને કેવી રીતે જોડી દો છો અને ખ્યાલો પેદા કરો છો. આ ખ્યાલો તમારા પર કેવી રીતે રમત કરે છે, તેનું નિરીક્ષણ કરો. તમે સમજી જશો કે તમે આવી કલ્પના કેવી રીતે પેદા કરી છે. વિચારોને જોડવા એ જ મૂળભૂત પાપ છે. પકડમુક્ત રીતે જીવવું એ દિવ્ય આનંદમય જીવનનો એક માત્ર રસ્તો છે. માત્ર નક્કી કરો કે તમે કોઈપણ બે વિચારોને જોડશો નહીં, તમે કોઈપણ વિચાર અથવા બનાવ પર કોઈપણ ચુકાદો આપશો નહીં. જે ક્ષણે તમને લાગે કે તમે તમારી જાતને જોડી રહ્યા છો, તેની પકડમાંથી મુક્ત થઈ જાવ. આ પદ્ધતિ યાદ રાખો અને દરેક વખતે પકડ મુક્ત બનવાનું ચાલુ રાખો. તમારા મનની ગોઠવણમાં આપો આપ પરિવર્તન થઈ જશે.

તમે જ્યારે પકડ મુક્ત રીતે કામ કરો છો, ત્યારે તમે જોશો કે તમારી ક્ષમતા વિસ્તરી રહી છે, તમે કોઈપણ જાતના તણાવમાં આવ્યા વગર, ઘણી બધી વધારે જવાબદારી લઈ શકશો. તમને દુઃખ અને આનંદ વચ્ચે ઝુલવાનો અનુભવ નહીં થાય. તમે દરેક વખતે દિવ્ય આનંદમાં જ હશો.

પકડ મુક્ત બનવાનો અર્થ એ નથી કે તમારે અતડા બની જવાનું છે અને તમારી આસપાસની પરિસ્થિતિ અને લોકો પ્રત્યે ઠંડા બની જવાનું છે. માત્ર તમારા વિચારોને એક બીજા સાથે જોડો નહીં અને શાફ્ટ બનાવવાની પ્રક્રિયા બંધ કરી દો. બસ આટલું જ.

યાદ રાખો કે તમે કુદરતી રીતે જ સ્વભાવથી જ પકડ મુક્ત અને સુંદર છો, આટલું પુરતું છે. તમે તમારી જાત માટે અને બીજા લોકો માટે દુઃખો પેદા કરવાનું બંધ કરી દેશો. નિત્યધ્યાન તમારા શરીરમાં આવેલા જીવનાવશ્યક ચક્રોને શુદ્ધ કરીને શક્તિશાળી બનાવે છે જે તમારી લાગણીઓના ઝુલવા માટે અને સંગ્રહાયેલી નકારાત્મકતા માટે જવાબદાર છે. તે તેમની તમારા તંત્રમાં રહેલી આંતરિક પ્રજ્ઞામાં તીવ્ર જાગૃતતા લાવે છે. જે તમારી ચેતનામાં વિસ્ફોટ કરીને તમને અખંડ જીવન તરફ દોરી જાય છે.

ધ્યાન મુદ્રા

હથેળીઓને ઉપર તરફ ખુલ્લી રાખો. મોટી આંગળીઓના ઉપરના ટેરવાને અંગુઠાના ઉપરના ટેરવા પર ગોઠવો. જેથી એક વર્તુળ બનશે. બાકી ત્રણ આંગળીઓ બાવડાં અને હાથનો પંજો રીલેક્સ રહેશે. હવે ૭ મિનિટ સુધી હર્મીંગ કરો.

પગથિયું-૩ :

હવે જો તમે ઈચ્છો તો પલોઠીવાળીને બેસી શકો છો અથવા તમને અનુકૂળ હોય તો વજ્રાસનમાં બેસી રહો અને ૭ મિનિટ સુધી તમારી જાગૃતતાને મૂલાધાર ચક્રથી શરૂ કરીને સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાવ.

મૂલાધાર ચક્ર - કરોડનો પાયાનો છેડો

સ્વાધિષ્ઠાન ચક્ર - મૂલાધારથી બે ઈંચ ઉપર

મણિપૂરકા ચક્ર - નાભિ વિસ્તારનાં કેન્દ્રમાં

અનાહતા ચક્ર - હૃદય વિસ્તારનાં કેન્દ્રમાં

વિશુદ્ધિ ચક્ર - ગળા વિસ્તારના કેન્દ્રમાં

આજ્ઞા ચક્ર - આંખના બંને ભવોની વચ્ચે

સહસ્ત્રાર ચક્ર - મસ્તકની ટોચ પર

ધ્યાન મુદ્રા

દરેક ચક્ર ઉપર એક મિનિટ માટે જાગૃતતા કેન્દ્રીત કરો અને વિચારો કે -

Instruction : This page 134 printed blank in the book