KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/સૂક્ષ્મ શરીર ધ્યાનSign in
ધ્યાન તમારા માટે જ છે

સૂક્ષ્મ શરીર ધ્યાન

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધ્યાન વિષે

આ પદ્ધતિ તમારી પોતાની અલૌકિક હાજરી પ્રત્યે જાગૃત થવાનો રસ્તો છે. આવશે કે તમારા શરીરની ફરતે આકાશી રંગનો પ્રકાશ છે. આ પ્રકાશ ફેલાતો જશે, તમારા ભૌતિક શરીરની આસપાસની ઓરામાં વૃદ્ધિ થશે.

શરૂઆતમાં આંખો બંધ કરીને આનો અભ્યાસ કરો. જ્યારે તમે તમારી ઓરાને સારી રીતે જોઈ શકો, ત્યારે તમે ખુલ્લી આંખે પ્રયત્ન કરી શકો છો.

તદ્દન અંધારા ઓરડાને પસંદ કરો. રાત્રે પ્રેક્ટિસ કરો એ વધારે ઈચ્છનીય છે. જ્યારે તમે બંધ આંખે પ્રકાશ જોવા લાગો, ત્યારે ધીમેથી તમારી આંખો ખોલો. તમારા ભૌતિક શરીરની આસપાસ તમે એ જ આકાશી રંગના પ્રકાશને જોશો ! પ્રથમ જ વખત તમે તમારા અલૌકિક-ઈથરિક શરીરને જોશો. આપણે આપણા જીવનમાં ઘણી વખત આ શરીરનો અનુભવ કરીએ છીએ, પણ આપણે એ વિષે અભાન હોઈએ છીએ. જ્યારે તમે અજાણી વ્યક્તિઓથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો કે મિત્રોથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો, ત્યારે તમારી આંખે પાટા બાંધ્યા હોય, તો પણ તમે સહેલાઈથી તફાવત કહી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ તમારા તરફ વિરોધની લાગણી અનુભવે છે, ત્યારે તેનું ઈથરિક શરીર તમારા શરીરથી દૂર સંકોચાઈ જાય છે.

જ્યારે તમે ક્રોધની, વ્યાકુળતાની કે ઉદાસીનતાની લાગણી અનુભવો છો, ત્યારે તમને સંકોચાવાની લાગણી થાય છે. આ તમારું ઈથરિક શરીર છે, જે સંકોચાય છે, જ્યારે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળો છો, ત્યારે બંનેને એવું લાગે છે, જાણે કે બંને એકબીજા તરફ વહો છો. એ તમારું ઈથરિક શરીર વિસ્તાર પામે છે. તેનાથી વાકેફ રહ્યા વિના, આપણે કોઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે, કે એકબીજા સાથે સંપર્ક સાધવા માટે આપણા અલૌકિક-ઈથરિક શરીરના સંકેતોનો ઉપયોગ કરીએ છીએ.