KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/પ્રાણ શુદ્ધિSign in
ધ્યાન તમારા માટે જ છે

પ્રાણ શુદ્ધિ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધ્યાન વિષે

આ પદ્ધતિ ઊંડા અને પૂર્ણ ઉચ્છ્વાસ પર લક્ષ એકાગ્ર કરે છે. સમગ્ર જીવન દરમ્યાન આપણે શ્વાસ અંદર લેવા પર લક્ષ કેન્દ્રિત કરીએ છીએ. શ્વાસ અંદર લેવો એ જીવન છે, અને શ્વાસ બહાર કાઢવો એ મૃત્યુ છે. જીવન એ તણાવ છે, પરિશ્રમ છે. મૃત્યુ તણાવમુક્તિ છે.

આપણા મૃત્યુના ભયને કારણે, આપણે શ્વાસ બહાર કાઢતાં પણ ડરીએ છીએ !

હંમેશા શ્વાસ અંદર લેવા પર જ ભાર મૂકવામાં આવે છે; શ્વાસ બહાર નીકળે છે, કારણ કે આપણે નિરૂપાય છીએ. કદી એવી કલ્પના કરતાં નથી કે આપણું પણ મૃત્યુ થઈ શકે છે. છતાં દરેક વખતે, જ્યારે તમે ઉચ્છ્વાસ બહાર કાઢો છો, ત્યારે તમારું શરીરતંત્ર છાનુંમાનું મૃત્યુની તૈયારી કરી રહ્યું છે ! તમારું તંત્ર મૃત્યુની સ્થિતિને સ્વીકારે છે.

જ્યારે તમે શ્વાસથી તમારી જાતને ખાલી કરો છો, ત્યારે તમે તમારી જાતને જીવનથી ખાલી કરો છો - તેનાથી બધા તણાવો, દુઃખો, વિચારો અને ઈચ્છાઓ ખાલી કરો છો. એ તણાવમુક્તિની સર્વોચ્ચ ક્ષણ છે. ક્યારેક આપણે અજાણતાં આમ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ઉત્તેજિત કે ઉદ્વિગ્ન હોઈએ અને આપણે તણાવમુક્ત થવું હોય, ત્યારે આપણે ઊંડો નિસાસો નાખીએ છીએ. આવા નિસાસા પછી એવી એકાદ ક્ષણ વીતે છે, જ્યારે તમે અંદર શ્વસ લેતા નથી, તમે કેવળ ખાલી રહો છો. એ ક્ષણે ખૂબ જ શાંતિની લાગણીનો અનુભવ થાય છે.

કેવળ એ ક્ષણે, જ્યારે તમે જીવન સાથે, કરવું અને મેળવવું, સાથે સંકળાયેલા નથી, ત્યારે તે બધાની પાછળનો ‘સ્વ’ પ્રગટ થાય છે. તમને તેની ઝાંખી જાય છે. એક વખત તમે એને અનુભવો, પછી તમે એને ભૂલી શકતા નથી. આટલી સામાન્ય પ્રેક્ટિસ, છતાં તેની કેવી કાયમી અસર ! તમે જ્યારે આ ધ્યાન ચાલુ રાખશો, ત્યારે તમે વધારે તણાવમુક્ત, વધારે શાંત થઈ જશો. ચિંતા તમને સહેલાઈથી સ્પર્શી નહિ શકે. બાહ્ય સંજોગો ગમે તેવા હોય, તમને પોતાને ખ્યાલ આવશે કે તમે વધારે સરળતાથી મુકાબલો કરી શકો છો. એક વખત તમે ગહન જાગૃતતાથી મૃત્યુની ક્ષણની ઝાંખી કરી હોય, પછી જીવનના પ્રશ્નો તમારા પર કેવી રીતે સવાર થઈ જાય ?

woman looking at herself in the mirror

વિષય તરફ વહેતી હોય એવી
લાગણી તમે અનુભવશો. બહારથી
તમારી આંખો તરફ જુઓ. તમે
જોઈ રહ્યા છો, અને પ્રતિબિંબ
જોવાઈ રહ્યું છે.

હવે પાત્રોને (કર્તા અને વિષય)ને ઉલટાવવાની કલ્પના કરો ! એવી કલ્પના કરવાનો પ્રયત્ન કરો કે પ્રતિબિંબ તમને જોઈ રહ્યું છે. શરૂઆતમાં આ ડરામણું લાગશે. તમારા પ્રતિબિંબ વિષે આ રીતે તમે વિચાર્યું જ નથી. કોઈક તમારું નિરીક્ષણ કરી રહ્યું છે, એ રીતે વિચારવાની તમને ટેવ નથી.

આ લાગણી તમને અજાણી અને ડરામણી લાગે, તો પણ એ ચાલુ રાખો. બહુ જ થોડી ક્ષણોમાં તમને બહુ મોટો ફેરફાર લાગશે. પ્રતિબિંબમાંથી શક્તિ તમારી તરફ વહેવા લાગી છે ! એવું તમે અનુભવવા માંડશો. આ ખરેખર તમને ડરામણું, અસ્વસ્થ કરનારું હશે. આખા જીવન દરમ્યાન તમને બર્હિમુખ રહેવાની આદત છે, શક્તિના પ્રવાહને બહારની બાજુની દિશામાં વહેતો જોવાની આદત છે. અચાનક આવું અનુભવવું તમારા માટે આઘાતજનક છે. પણ તમે ચોક્કસ આ પ્રવાહની અનુભૂતિ લેશો. કારણ કે તમે હવે સર્કિટ બંધ કરી દીધી છે. શક્તિની સર્કિટ બંધ કરીને, તમે ખાત્રી કરી દીધી છે કે હવે શક્તિ નકામી વહી જતી નથી, એ તમારી તરફ પાછી વહેવા લાગે છે. તમે તમારી પોતાની શક્તિ તમારી જાત માટે જાળવી રહ્યા છો.

તમને ગમે તો ઘરની બહાર અંગત જગ્યામાં પ્રેક્ટિસ કરી શકો છો.

જમીન પર ઘૂંટણીએ બેસો, તમને વધુ આરામદાયક લાગે તો શેતરંજીનો ઉપયોગ કરો. તમારા ઘૂંટણો પર તમે ઉભા રહો અને તમારી બંને ભૂજાઓને આકાશ તરફ ઊંચી કરો. તમારા ચહેરાને આકાશ તરફ ઊંચો કરો અને રાહ જુઓ.

ધ્યાનની મુદ્રા

એક ક્ષણમાં તમને લાગશે કે અસ્તિત્વની શક્તિ તમારામાં વહી રહી છે. તેનો વિરોધ ના કરો. શક્તિને તમારી અંદર પ્રવેશવા દો. તમારી ભૂજાઓમાં તમને ધ્રુજારીની લાગણી થશે, પછી ધીરે ધીરે તમારું આખું શરીર ધ્રુજવા લાગશે અને શક્તિથી ઝૂલી જશે. હલનચલન થવા દો.

તમે જેમ જેમ શક્તિનો આસ્વાદ લેશો, તેમ તેમ તમે એવું બિંદુ બની જશો, જ્યાં પૃથ્વી અને સ્વર્ગ એકબીજામાં ભળી જાય છે. જાણે તમારું શરીર જ ન હોય તેમ, તમે તરતાં હો એવો અનુભવ કરવા લાગશો.

ધ્યાનની મુદ્રા - નમન

જ્યારે તમે સંપૂર્ણ રીતે
તરબોળ થયા છો એમ
લાગે, ત્યારે નીચા નમો
અને ધરતીને ચુંબન કરો.
હથેળી નીચેની બાજુ રહે
એ રીતે તમારા બંને હાથ
ધરતી પર મૂકો. ધરતીને
તમારો બધો જ પ્રેમ આપો.

સૂચનાઓ

ધ્યાનની પહેલાનાં ત્રણ કલાકમાં કશું જ ખાવાનું કે પીવાનું નહિ.

ધ્યાનના બે તબક્કા છે : ગોળ-ગોળ ઘૂમવાનું અને આરામ

ગોળ ઘૂમતી સ્ત્રી

ગોળ ઘૂમવું

ગોળ ઘૂમવાનું સામાન્ય રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે, અને તેમાં હથેળી ઉપરની બાજુએ રહે એવી રીતે જમણો હાથ ઉપર લેવાનો હોય છે, અને હથેળી નીચેની બાજુએ રહે, એવી રીતે ડાબો હાથ નીચો રાખવાનો હોય છે. જો તમને ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ફાવતું ન હોય, તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરો.

ગોળ ફરવાની પ્રેક્ટીસ તમને અસુખ ન થાય ત્યાં સુધી, કલાકો સુધી કરી શકો છો. પણ 'વમળની શક્તિ'નો અનુભવ કરવા તમને ઓછામાં ઓછો એક કલાક ઘૂમવા માટે જોઈશે. ધીમે ધીમે ઘૂમવાથી પ્રારંભ કરો. તમારા આખા શરીરને મૃદુ અને અવિરોધી બનવા દો.

તમે જેમ જેમ ઘૂમતા જશો, તેમ તેમ પસાર થતી વસ્તુની છાપો અસ્પષ્ટ થતી જશે. તેમને એમ જ પસાર થવા દો. કોઈપણ બાબત પર એકાગ્રતા ન લાવો - એથી તમને ચક્કર આવશે, ઉબકા આવશે.

પહેલી પંદર મિનિટ, ખૂબ જ ધીમે ઘૂમો. પછીની ત્રીસ મિનિટમાં ઝડપ વધારો. ૪૫ મિનિટ પછી, તમને લાગશે કે ઘૂમવાની ક્રિયાએ તમને સંપૂર્ણ રીતે ઝડપી લીધા છે. વર્તુળના પરીઘ પર ક્રિયા અને ગતિ હશે, પરંતુ કેન્દ્રમાં ચોક્કસ પ્રકારની સ્થિરતા હશે. તમને લાગશે કે તમે આ આખી ક્રિયાના સાક્ષી છો, તેના સહભાગી નથી.

આરામ

આરામ

જ્યારે તમે ખૂબ જ ઝડપથી ઘૂમતા હો છો, ત્યારે તમે સીધા ઊભા પણ નહિ રહી શકો, ત્યારે તમારું શરીર પોતાની મેળે જ પડી જશે. પડવા માટેનું આયોજન ન કરો. જો તમારું શરીર પોચું અને મૃદુ હશે તો તમને ઈજા નહીં થાય.

તમે પડો, કે તરત જ તમારા પેટ પર સૂઈ જાવ, જેથી તમારી નાભિ પૃથ્વીના સંપર્કમાં આવે. એવી લાગણી અનુભવો કે તમારું શરીર ધરતી સાથે એકરૂપ થઈ ગયું છે.

તમારી આંખો બંધ રાખો. ઓછામાં ઓછી પંદર મિનિટ માટે એ જ સ્થિતિમાં નિષ્ક્રિય અને શાંત પડી રહો.

આ ધ્યાન પછી, થોડા કલાક માટે શાંત અને ધ્યાનમય રહો. કેટલાક લોકોને ઊલટી થતી હોય એવો અનુભવ થશે. થોડા દિવસોમાં આ અદૃશ્ય થઈ જશે અને જો એ ચાલુ રહે, તો ધ્યાન બંધ કરો.