KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/કામ હરણSign in
ધ્યાન તમારા માટે જ છે

કામ હરણ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધ્યાન અને સૂચનાઓ

આ પણ રોકો પદ્ધતિ છે ! પણ તફાવત એ છે કે તમે તમારી પ્રવૃત્તિ આવેશની અધવચ્ચે કે અચાનક અટકાવતાં નથી. અહીં તમે આવેશને કે ઇચ્છાઓને ધીમે ધીમે સંયમિત રીતે રોકવાની પ્રેક્ટિસ કરશો.

જ્યારે ઇચ્છા ઉદ્ભવે, ત્યારે ઇચ્છાને બારીકાઈથી ચકાસો. ચિંતનશીલ બનો.

ઇચ્છાનો તેની પૂરી તાકાતમાં સામનો કરો.

તમે આ આવેશ, આ ઇચ્છાને જાગૃતતાથી અનુભવો. પછી એકાએક તેને ત્યજી દો, બસ ત્યજી દો.

ધ્યાન કરતી સ્ત્રી

ધારો કે તમે એક સુંદર સ્ત્રીને જુઓ છો અને તમારા મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે. તમારી ઇચ્છાને ચકાસો, એ ક્ષણે તમને શું થઈ રહ્યું છે, તેના તરફ લક્ષ આપો. તમારું શરી કેવી ઉષ્ણતા, કેવી ધ્રુજારી અનુભવે છે, તેનાથી જાગૃત થાઓ. તમારા તબકારા વધી રહ્યા છે. તમે સ્પષ્ટતાથી વિચારી શકતા નથી, તેનાથી વાકેફ થાઓ. ઇચ્છાએ તમારા પર કેવો કાબૂ જમાવી દીધો છે, એની નોંધ લો. તમારું પોતાનું કે તમારી ઇચ્છાનું મૂલ્યાંકન ન કરો; તમારી જાતને એવું ન કહો કે આ ખરાબ ઇચ્છા છે. કોઈ અભિપ્રાય ન આપો. માત્ર તેના સાક્ષી બનો. તેમણે પોતાના વ્યસનો ત્યજી દીધાં છે. અને ફરીથી કદી તેના તરફ પાછા ફર્યા નથી. તેઓ એ તે છોડવાનો પ્રયત્ન નહોતો કર્યો, બસ છોડી દીધું એટલું જ !

આ ધ્યાનથી માત્ર ક્રિયા જ નહિ, તેની તલપ પણ આપોઆપ છૂટી જાય છે. તમારે તમારા વ્યસનની સામે ઝઝૂમવું નથી પડતું. કારણ કે ઈચ્છા જ નથી રહેતી !

કૃષ્ણાવેણુ

ધ્યાન અને સૂચનાઓ

આ સુંદર 'શૂન્યાવકાશ' ધ્યાન છે. તમારી અંદર જે કંઈ છે, તેને બહાર કાઢીને ખાલી થઈ જવાની પદ્ધતિ છે, જેથી બ્રહ્માંડની શક્તિને તમે તમારી અંદર અવકારી શકો.

કોઈ શાંત નીરવ જગ્યામાં બેસો. કેવળ તમારા શરીરથી જાગૃત રહો. તમારા શરીર સાથે સંપૂર્ણરીતે આરામની સ્થિતિમાં છો એવી લાગણી અનુભવો.

ધ્યાનમાં બેઠેલ યુવક

હવે એવી કલ્પના કરો કે તમારું શરીર વાંસ બની ગયું છે ! પોલાણવાળો વાંસ બની જાઓ. તદ્દન આરામમાં રહો. તમારું આખું શરીર તમારી ત્વચા, તમારું માંસ, તમારા હાડકાં, આ વાંસના જ અંશ છે. આ ખાલી જગ્યામાં કંઈ જ નથી, છે માત્ર શૂન્યાવકાશ, પોલાણ, નીરવતા.

પ્રાણ સ્તંભન

પદ્ધતિ વિષે

આ પદ્ધતિ વિપસ્સનામાંથી લીધી છે.

શ્વાસનું અવિરત નિરીક્ષણ કરવું, એ આ ધ્યાનનું મૂળ સત્ય છે. અન્ય કોઈપણ ધ્યાન કરતાં, આ ધ્યાને ઘણાં વધારે લોકોને એનલાઈટેન્મેન્ટ તરફ દોર્યા છે.

વિપસ્સના તદ્દન સરળ અને સૌથી કઠિન પદ્ધતિ છે : જાગૃતતામાં વૃદ્ધિ કરનારી.

સૂચનાઓ

વિપસ્સના કરવાની ત્રણ રીતો છે :

(ક) તમારું શરીર, તમારી ક્રિયાઓ, તમારું મન, તમારું હૃદય... આ બધા વિષેની ગહન જાગૃતતા.

તમે જ્યારે ચાલતા હો, તમારો હાથ હલાવતા હો, સ્મિત કરતા હો, ત્યારે જાગૃતતા સાથે કરો. સંપૂર્ણપણે જાણી લો કે એ સર્વ ક્રિયા કરનાર તમે છો. સચેત રહો. એક પણ ક્ષણ અભાનપણામાં વીતવી ન જોઈએ. એવી એક પણ ક્રિયા ન થવી જોઈએ, જેની તમે નોંધ ન લીધી હોય.

તમારા શરીરની જેમ તમારા મન અને હૃદયનું નિરૂક્ષણ કરો. તમારા હૃદયમાં ઉત્પન્ન થતી દરેક ભાવનાથી જાગૃત રહો. તમારા મનમાં આવતા અને જતા દરેક વિચારથી જાગૃત રહો. કોઈ જ અભિપ્રાય ન બાંધો, કશાનું મૂલ્યાંકન ન કરો - માત્ર સાક્ષી બની રહો.

ધ્યાન કરતી સ્ત્રી

વિપસ્સનાની પ્રેક્ટિસ બેસીને કે ચાલતાં ચાલતાં એમ બંને રીતે થઈ શકે છે.

બેસીને.

સમયગાળો : ૪૫ મિનિટ + ૧૫ મિનિટનો આરામ

કરોડ ટટ્ટાર રાખીને, માથું સીધું રાખી,
આરામદાયક સ્થિતિમાં બેસો. તમારી
આંખો બંધ કરો અને સ્વાભાવિક
શ્વાસોચ્છ્વાસ લો. તમારી બેઠક સ્થિતિ
બદલ્યા વગર સ્થિર રહો.

શ્વાસ લેતાં અને છોડતાં પેટના ચડાવ-ઉતારનું નિરીક્ષણ કરો. શ્વાસ પર એકાગ્ર ન થાવ. માત્ર નિરીક્ષણ કરો. જો તમને બીજા વિચારો, લાગણીઓ કે શારીરિક સંવેદનાઓ ઊભી થતી લાગે, તો એને આવવા દો. તેના પણ સાક્ષી બનો અને પાછા શ્વાસનું નિરીક્ષણ કરવા લાગો.

આમાં નિરીક્ષણ કરવાની પ્રક્રિયા મહત્ત્વની છે. તમે જેનું નિરીક્ષણ કરો છો તે નહિ. દરેક વસ્તુના સાક્ષી બનો !

(૪૫ મિનિટ પછી નિરીક્ષણ કરવાનું છોડી દો. કેવળ બધું જ છોડી દો, રીલેક્સ થઈ જાવ અને જવા દો.)

ચાલતાં ચાલતાં

સમયગાળો : ૨૦ મિનિટ + ૧૦ મિનિટનો આરામ

અહીં તમારી સમગ્ર જાગૃતતા, જમીનને સ્પર્શ કરતા તમારા પગ પર છે.

તમે વર્તુળમાં અથવા તો સીધા ૧૫ ડગલાં આગળ જઈને પાછા વળો તેમ ચાલી શકો છો.

તમે આ પ્રેક્ટિસ તમારા ઘરમાં કેવળ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતાં, કે બગીચામાં પણ કરી શકો છો.

આંખો ઢળેલી અને થોડાક ડગલાં આગળની ભૂમિ પર એકાગ્ર હોવી જોઈએ. જેવી રીતે બેસીએ ધ્યાન કરતી વખતે તમે તમારા પેટનું નિરીક્ષણ કરો છો, તેવી જ રીતે અહીં, દરેક પગના જમીન સાથેના સંપર્કનું નિરીક્ષણ કરો અને તેનાથી જાગૃત થાઓ. જો બીજા વિચારો કે સંવેદનો આવે, તો તેને આવવા દો. કોઈપણ વસ્તુને લક્ષ હટાવનાર તરીકે જોવાની નથી. જ્યારે બીજા વિચારો કે સંવેદનોનું નિરીક્ષણ પૂરું થાય, ત્યારે પાછા પગનું નિરીક્ષણ શરૂ કરો.