ધ્યાનની પદ્ધતિઓ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
અહીં આપેલી ધ્યાનની પદ્ધતિઓમાંથી બધી જ પદ્ધતિઓનું મેં નિર્માણ કર્યું નથી. એ પદ્ધતિઓ મેં પ્રાચીન પવિત્ર ગ્રંથોમાંથી મેળવી છે, અને જેઓ પ્રેરણા મેળવવા માટે વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી પ્રાચીન આધ્યાત્મિક પરંપરા તરફ વળ્યા છે, એવા મહાન આધ્યાત્મિક આચાર્યો અને ગુરુઓના વ્યાખ્યાનોમાંથી મેળવી છે. ઘણી પદ્ધતિઓમાં મેં મારા અનુભવના આધારે ફેરફાર કર્યો છે. કેટલીકનું મેં નિર્માણ કર્યું છે, અને કેટલીક બીજાની લઈને જેમની તેમ જ રજૂ કરવામાં આવી છે.
ઘણી પદ્ધતિઓમાં ઉદ્ભવ સ્થાન શોધવા મુશ્કેલ છે. એથી એ પદ્ધતિઓ કોઈની નથી અને તેના પર કોઈનો ઈજારો નથી.
સત્ય એ છે કે કોઈ સાચા ગુરૂને પદ્ધતિના નામ સાથે કંઈ લાગતું વળગતું નથી. એ પદ્ધતિ તમને મદદરૂપ થાય છે કે કેમ એટલા પૂરતો જ એમને તેમાં રસ છે. આથી કેવળ પદ્ધતિને માણો, અને અન્ય જે કોઈ એને માણી શકે એને એ આપો.
ધ્યાનની સુગંધને પ્રસરાવો ! નિરીક્ષણ કરો. તેની સામે લડો નહિ, તેની અંદર ખોવાઈ ન જાઓ. માત્ર સભાન રહો. તમારી અંદરની કાયમી શાંતિ સાથે સભાન રહો. પ્રગાઢ આંતરિક શાંતિ, જે વિચારો પાછા આવ્યા પછી પણ ટકી રહેશે. આ શાંતિ, આ નીરવતાને આખા દિવસ દરમ્યાન તમારી સાથે રાખો, તમારી નિદ્રામાં પણ તેને સાથે રાખો. તમે જાગશો ત્યારે તમે નવા જ, તાજગીભર્યા લાગશો.
અહમ્ બ્રહ્માસ્મિ
આ ધ્યાન વિષે
આ કઠિન પણ સુંદર ધ્યાન છે. બધું જ સમાવી લેવાનું ધ્યાન છે. સામાન્ય રીતે ધ્યાનની આપણી બધી પદ્ધતિઓ કંઈક નકારવા પર આધારિત છે. હું શરીર નથી, હું મન નથી. અહીં સાવ ઊંધુ છે - આમાં દરેકનો સમાવેશ કરીએ છએ, અને છેવટે નિર્ણય લઈએ છીએ, હું બધું જ છું.
સૂચનાઓ

આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો. જે કંઈ
તમારી અંદર અને તમારી બહાર છે,
તેનાથી સભાન રહો.
તમારા પોતાનાથી શરૂ કરો. તમારા
શરીરથી, તમારા મનથી, તમારા
વિચારોથી, તમારા શ્વાસોચ્છ્વાસથી,
તમારી લાગણીઓમાંથી વાકેફ થાઓ. એ
બધાનો તમારી અંદર સમાવેશ કરો.
એકાગ્ર થયા વગર વહેતા રહો, તમારા
શ્વાસથી વાકેફ થાઓ. એ બધાનો તમારી
અંદર પવન વાય છે. વૃક્ષો અને ખડકો, તારાઓ, જેને તમે જોઈ પણ શકતા નથી, એ બધાં જ તમારી અંદર છે. એ ગજબનો અનુભવ છે. એ અનુભવ લીધા વગર, તમે દરેક વસ્તુના પરસ્પર સંકળાયેલા સંબંધના ભાવને કેવી રીતે સમજી શકશો ?
તમારી સીમાઓ હંમેશા ઘણી જ મર્યાદિત રહી છે - હવે તે સમગ્ર અસ્તિત્વને સમાવીને વિસ્તરી રહી છે !
આંતર ધ્યાન
પદ્ધતિ વિષે
પરાપૂર્વકાળથી એમ કહેવામાં આવે છે, ‘તમારી આંખો બંધ કરો, અને તમારા સાચા સ્વરૂપને અંદર જુઓ.’ ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ જે ધ્યાનની પદ્ધતિઓનો પ્રાચીન ખજાનો છે, તેમાં શિવે દેવીને તદ્દન આ જ સૂચના આપી છે.
આંખો બે પ્રકારનું કાર્ય કરે છે. જ્યારે તે ખુલ્લી હોય છે, ત્યારે તે આખી દુનિયાના સમાચારો લાવનાર સંદેશવાહક છે. જ્યારે તમે તેને બંધ કરો છો, ત્યારે એ તમને તમારી અંદરના વિશ્વનું દર્શન કરાવે છે.
પરંતુ આંખો બંધ કરવાનો અર્થ એવો નથી કે, તમારે માત્ર તમારી પાંપણો બંધ કરવી. જ્યારે આપણને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે આપણે સામાન્ય રીતે માત્ર પાંપણો જ બંધ કરીએ છીએ. આપણે બંધ કરેલી આંખની પાંપણોની પાછળ, આપણે બહારની દુનિયાના માનસિક ચિત્રો જોવાનું ચાલુ રાખીએ છીએ. આપણે બહારનું ટી.વી. બંધ કરી દઈએ છીએ અને અંદરનું ટી.વી. ચાલુ રાખીએ છીએ ! ખરા અર્થમાં આપણી આંખો કદી બંધ થતી જ નથી હોતી.
આંખોના હલન-ચલનને સ્થિર કરવા માટે એક બહુ જ અસરકારક માર્ગ છે. કેવળ કલ્પના કરો કે તમારી આંખોના ડોળા પથ્થર બની ગયા છે ! તમારી આંખોના ડોળાને સ્થાને તમારી પાસે મૃદુ ગોળ પથ્થરના બે નાના ગોળા છે ! માનસિક રીતે એવી કલ્પના કરો. જે ક્ષણે તમે આમ કરશો, તે જ ક્ષણે તમે જોશો કે માત્ર તમારી આંખોનું હલનચલન જ સ્થિર નથી થયું, પણ તમારા વિચારો પણ સ્થિર થઈ ગયા છે. જ્યારે તમારી આંખોનું હલનચલન બંધ થશે, ત્યારે તમારા વિચારો તદ્દન ધીમા પડી જશે.
સૂચનાઓ

તમારી આંખો બંધ કરો અને એવી
કલ્પના કરો કે તમારી આંખોના ડોળા
પથ્થર થઈ ગયા છે.
કંઈ જ કરો નહિ, માત્ર પ્રયત્ન કરો, અને
તે જ સ્થિતિમાં રહો. આ સહેલું નથી.
તમે આ સ્થિતિમાં થોડીક પળો માટે રહી
શકો, એવી સ્થિતિ આવતાં પહેલાં
કેટલાય સપ્તાહો સુધી પ્રેક્ટિસ કરવી
પડશે. પણ એ પરિશ્રમ કરવા જેવો છે
કારણ કે પ્રથમ વખત જ તમે તમારી
અંદર નિહાળતા હશો.
તમે તમારા શરીરને અંદરથી ક્યારેય જોયું જ નથી.
હવે તમારા દરેક અવયવને અંદરથી નિહાળો. જ્યારે તમે તમારા હાથ હલાવો છો, ત્યારે તમે માત્ર તેની બાહ્ય બાજુથી જ વાકેફ છો. હવે અંદરની બાજુથી પણ વાકેફ બનો. તમારા શરીરની અંદરના ભાગમાં પસાર થાવ.
આ પદ્ધતિઓ સાથે ધીરજ રાખો, તાત્કાલિક પરિણામોની અપેક્ષા ન રાખો. પ્રથમ દિવસે ચમત્કારો તમારા પર કૂદી પડવાના નથી ! નિરાશ ન થાઓ. જ્યારે અનુભવ થશે, ત્યારે બધા જ પરિશ્રમો મૂલ્યવાન સાબિત થશે. એ તમારી અંદર કાયમી પરિવર્તન લાવશે.
તેને માટે તૈયાર રહો !
આત્મ સ્ફૂરણા
પદ્ધતિ વિષે
પ્રતિપળે આપણાં પોતાનાથી વાકેફ રહેવાની આ પદ્ધતિ છે. મૂળમાં ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ની આ પદ્ધતિને પશ્ચિમમાં મહાન ગુરૂ ગુર્જીએફે લોકપ્રિય બનાવી.
સૂચનાઓ

તમારે જે કંઈ કરવાનું છે, તે આટલું જ કરો - તમે ખાતા હો, પીતા હો, ચાલતા હો, વાત કરતા હો, ત્યારે તમે પોતાને યાદ રાખો. યાદ રાખો કે હું છું. તમે છો એથી તમે વાકેફ રહો, તમારી અંદરના સદા જીવંત પ્રવાહને તમારી અંદર શોધો. એવી કલ્પના કરો કે આ તો સહેલું છે. આપણે આપણાં પોતાનાથી વાકેફ થવાની સ્થિતિને થોડીક ક્ષણોથી વધારે સમય જાળવી ન શકીએ. પછી આપણે ભૂલી જઈએ છીએ. તમે એમ
ચિદાકાશ ધ્યાન
ધ્યાન વિષે
આકાશ પર ધ્યાન, એ શૂન્યનું ધ્યાન છે. સ્વચ્છ ભૂરું આકાશ સદંતર ખાલી છે. તેના પર ધ્યાન ધરવું એટલે સ્પષ્ટતામાં પ્રવેશવું.
સૂચનાઓ

એવો દિવસ પસંદ કરો, જ્યારે
આકાશ તદ્દન ભૂરું, વાદળ
વગરનું અને વિશાળ હોય.
શાંત સ્થળે, માત્ર તમારી પીઠ
પર સૂતા રહો અને આકાશ
તરફ જોવાનું શરૂ કરો.
મટકું મારશો - તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે તો પણ. બસ, એકીટસે જોતા જ રહો. તમારી આંખોમાં પીડા થશે; પીડાને અવગણો. એક વખત આંસુઓથી આંખો ચોખ્ખી થઈ જશે, પછી એકીટસે જોવાનું વધારે સરળ થશે. આકાશ વિષે વિચારવા ન માંડો ! એવું વિચારવાનું શરૂ ન કરો કે આકાશ કેટલું અદ્ભુત અને ભૂરું દેખાય છે. જે ક્ષણે તમે એવું વિચારવાનું શરૂ કરશો, તમે તમારી જાતને આકાશથી ભિન્ન કરી નાંખશો. આકાશ વિષે વિચારવાનું તમારું કામ નથી. તમારે માત્ર આકાશમાં પ્રવેશવાનું છે.
માત્ર જોવાથી, આકાશની શુદ્ધતાની સંવેદના અનુભવો, ભૂરા આકાશની પવિત્રતાથી જાગૃત રહો. તે શુદ્ધતામાં પ્રવેશો. આકાશમાં ઊંડે સુધી પ્રવેશો. આકાશમાં ઊંડે ને ઊંડે સુધી જોયા કરો, જાણે કે તેના વધુને વધુ ઊંડાણમાં તમે કંઈક શોધી રહ્યા છો.
લાગણીપ્રધાન લોકો આજની દુનિયામાં લાંબો સમય ટકી શકતા નથી. આપણે બધાએ આપણા મનને મજબૂત કરી નાંખ્યું છે. આપણાં હૃદયનું કેન્દ્ર નબળું છે, કારણ કે આપણે તેને પૂરતા પ્રમાણમાં કામ કરવાની તક આપતા નથી. આપણે હૃદયથી પ્રવૃત્તિઓ ચલાવતા નથી, આપણે હૃદયથી કામ લેતાં નથી.
તમે વિશ્વને તમારા હૃદયથી જોવાનો પ્રયત્ન કરો, તમને વિશ્વમાં એકતા જોવા મળશે. મન અંતરાયો ઊભા કરે છે, હૃદય અંતરાયો દૂર કરે છે. હૃદયના કેન્દ્રને ક્રિયાશીલ કરવાથી, સ્વાભાવિક જ, તમારા જીવનમાં પ્રેમનો પ્રવાહ સર્જાય છે.
સૂચનાઓ

સરળ, છતાં પણ વિચિત્ર !
તમારે માત્ર આટલું જ કરવાનું છે : એવી કલ્પના કરો કે તમે મસ્તક વગરના છો !
આ મજાક નથી; આ કઠની પદ્ધતિ છે.
ચાલો, બેસી જાઓ, એવી લાગણી અનુભવો કે તમારે મસ્તક નથી.
એવું અનુભવો કે તમારું માથું અદૃશ્ય થઈ ગયું છે.
તમારી બધી જ એકાગ્રતા હવે હૃદય પર છે.
શરૂઆતમાં એ માત્ર આડંબર હશે; તમે અસામાન્ય છો અને મૂળથી છૂટા પડી ગયા છો, એવો અનુભવ થશે.
કરોડરજ્જુ શક્તિનો માર્ગ છે. આ ધ્યાનમાં તમે તમારી શક્તિને મૂલાધાર ચક્રથી ઉપરની તરફ સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જશો.
આ ગતિ સહેલાઈથી થતી નથી, કારણ કે આ ગુરૂત્વાકર્ષણથી વિરુદ્ધની ગતિ છે ! તમારી શક્તિને નીચેની તરફ ગતિ કરવાનું સહેલું છે. હકીકતમાં આપણી ૮૦ ટકા શક્તિ મૂલાધાર ચક્રમાં પડી હોય છે. એ વજન જેવું છે, જે તમને જમીન તરફ ખેંચી રહ્યું છે. તમે એ નોંધ્યું નથી કે તમારી પીઠનાં નીચલા ભાગને કેવું ભારેપણું લાગે છે ?
જ્યારે આ શક્તિને ઉપરની બાજુએ લાવવામાં આવે છે, અને સહસ્ત્રાર ચક્ર દ્વારા તેને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તમે ગજબની ભારવિહીનતાની, સ્વતંત્રતાની લાગણી અનુભવો છો. તમને દિવ્ય આનંદનો આસ્વાદ મળશે.
સૂચનાઓ

આંખો બંધ કરીને, કરોડને
ટટ્ટાર રાખીને અનુકૂળ
સ્થિતિમાં બેસો.
હવે તમે તમારા વિષે એવી કલ્પના કરો કે તમે પ્રકાશના બનેલા છો. આ માત્ર કલ્પના નથી. તમે પ્રકાશ છો જ, બધું જ પ્રકાશ છે. તમે પોતે શક્તિ છો, એ રીતે વિચારવાનો તમને મહાવરો નથી, તમને તમારી જાતને કેવળ ભૌતિક પદાર્થ તરીકે જોવાની જ ટેવ છે.
કલ્પના કરો કે તમે પ્રકાશનો સ્તંભ છો. જ્યારે શક્તિ મસ્તક સુધી પહોંચે છે, ત્યારે તમારું આખું મસ્તક હૂંફાળું બની જાય છે, તમારું મસ્તક પ્રકાશનો ગોળો બની જાય છે.
હવે, આ શક્તિને બ્રહ્માંડમાં છૂટી કરી દો. તમારું મસ્તક એક પુષ્પ-સુંદર કમળનું પુષ્પ બની ગયું છે એવું અનુભવો. ફૂલને ધીરે ધીરે ખીલવા દો, અને તેની શક્તિને બ્રહ્માંડમાં છોડી દો.
સાવધાન : ક્યારેય ધ્યાનને અધૂરું છોડશો નહીં. તમે પ્રારંભ કરો, એ પહેલા એટલી ખાત્રી કરો કે ઓછામાં ઓછા બે કલાક સુધી કોઈ તમને ખલેલ ના પહોંચાડે. ધ્યાન દરમ્યાન થનારી બધી જ ખલેલોને અવગણો. જો તમે ઊઠી જાવ અને અધવચ્ચે ધ્યાન છોડી દો, તો શક્તિ તે વિશિષ્ટ કેન્દ્રમાં જામી જશે અને શારીરિક કે માનસિક સમસ્યા ઊભી કરશે.
આ ધ્યાન તમારી કામવાસનાની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં પરિવર્તિત કરવાનો સુંદર માર્ગ છે. તમે જ્યારે આની નિયમિત પ્રેક્ટિસ કરશો ત્યારે તમે જોશો, કે ધીરે ધીરે તમારી કામેચ્છા શાંત થઈ જશે. આખો દિવસ તમે વધુને વધુ પ્રાર્થનામય છો, એવી લાગણી અનુભવશો. તમારા મસ્તક તરફ જતી આટલી બધી શક્તિથી તમે વધારે ક્રિયાશીલ બનશો. અને તમે વધારે દક્ષતાથી કાર્ય કરશો અને સૌથી અગત્યનું એ કે તમે આનંદની શાશ્વત સ્થિતિમાં હશો.
રોકો એ ક્રિયા !
ધ્યાન વિષે
આપણું જીવન કરવું, મેળવવું અને હોવું, ના ધ્રુવોની વચ્ચે ઝોલાં ખાય છે. જીવનમાં આપણે હંમેશને માટે ‘કરવા’ પર એકાગ્ર થઈએ છીએ. જેની સાથે તમે સંપૂર્ણરીતે સંકળાયેલા હો, તેવી ક્રિયામાંથી જ્યારે તમે એકાએક અટકો છો ! ત્યારે એ આઘાતથી શાંતિમાં ગરકાવ થઈ જાવ છો - એ પળે તમે તમારા સ્વ ઉપર પાછા ફેંકાવો છો.
સૂચનાઓ

આ મેડિટેશન એકલા અથવા જૂથમાં કરી શકાય છે. એક વ્યક્તિને સાથે રાખવાની, જે અટકી જાવ ! કહી શકે. પરંતુ આ હુકમ ઘણી બધી વખત આપવો જોઈએ, અથવા તમારે સતત તેના માટે તૈયાર રહેવું પડે. તમે ચાલતાં હો, વાતો કરતાં હો, કામ કરતાં હો, નૃત્ય કરતાં હો - જ્યારે તમે હુકમ સાંભળો, ત્યારે તમે સ્થિર થઈ જાવ. બસ, ક્રિયા અટકાવી દો અને પૂતળું બની જાવ. જો તમારો એક હાથ ઊપર હોય, તમારું મોં ખુલ્લું હોય, તો એમ જ બસ, પૂતળું બની જાવ. આ પૂરી સહૃદયતાથી કરો. વધારે અનુકૂળ સ્થિતિમાં જવાનો સહેજ પણ પ્રયત્ન ના કરો. પૂતળું બનવામાં એક ક્ષણનો વિલંબ પણ ઘણો વિલંબ છે.
તમે આ રમત પોતે પણ તમારી જાત સાથે
રમી શકો છો. જ્યારે તમે દોડતાં હો,
નહાતાં હો, ચા પીતાં હો - તમારી જાતને
હુકમ આપો અટકી જા ! અને અટકી
જવાનો પ્રયત્ન ના કરો, બસ, અટકી
જાવ. તમે જ્યારે ક્રિયામાં સંપૂર્ણપણે ડૂબેલા હો, અને એકા એક અટકી જાવ છો, ત્યારે દરેક અટકાવ તમને અસંતુલનમાં ફેંકે છે. તમે તમારા કેન્દ્રમાં ફેંકાવ છો, તમે શાંતિની ક્ષણોનો અનુભવ કરો છો ! ધ્યાનની ક્ષણનો અનુભવ કરો છો.
રોકો એ આવેશને !
ધ્યાન અને સૂચનાઓ
રોકો, એ માત્ર શારીરિક પ્રવૃત્તિ પૂરતું જ નથી, તમે એટલી જ સરળતાથી આવેશને, ઈચ્છાને, અનિચ્છાએ થતી પ્રવૃત્તિ કે લાગણીને પણ રોકી શકો છો.

તમને કંઈ કરવાનો આવેશ આવે કે
તરત તેને રોકો. જ્યારે તમે દુઃખી
હો, અને રડતા જ હો, રડતા જ હો,
તો એ રૂદનની વચ્ચે તમારી જાતને
આજ્ઞા કરો – ચુપ રહે ! તમને નવાઈ
લાગશે કે તમે કેટલી સહેલાઈથી રડતાં
બંધ થઈ જાઓ છો, તમે અટકી જાઓ
છો, બસ એટલું જ.
છીંક આવતી હોય, એ ગમે તેવી કાબુમાં
ન આવે એવી હોય, રોકી શકાય એવી
ન હોય, તો પણ તેને અધવચ્ચે રોકી શકો છો.