અંતર્જ્ઞાનનું ખીલવું
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આપણે સામાન્ય અર્થમાં ઉપયોગ કરીએ છીએ, તે અર્થમાં અંતર્જ્ઞાન નથી. તેમ છતાં તમારામાંના કેટલાક વધારે શારીરિક સંવેદનશીલતા વિકસાવશે, દ્રષ્ટિ પ્રાપ્ત કરશે વગેરે તે મહત્ત્વનું નથી. વિકાસની પ્રક્રિયાની આ આડપેદાશ છે. પોતાની જાતને સમજવા માટે અને તેને પરિપૂર્ણ કરવા માટેની સ્પષ્ટ સમજ એ જ અંતર્જ્ઞાન છે.
આપણે વિવિધ પ્રકારનાં મહોરાં પહેરીને આપણું જીવન વિતાવીએ છીએ. દરેક પાત્ર માટે, દરેક પ્રસંગ માટે, આપણે એક મહોરું રાખીએ છીએ
- માતા, પિતા, પતિ, પત્ની, ડૉક્ટર, ગૃહિણી, બોસ, સામાજિક - આ યાદીનો કોઈ અંત નથી ! સમાજે આપણા પર લાદેલા પાત્રો પ્રમાણે આપણે જીવીએ છીએ અને વિચારીએ છીએ. આ પાત્રો જ આપણું વ્યક્તિત્વ બની જાય છે.
જન્મ સમયે એ તમને તમારી માતાથી વિખૂટા પાડે છે. જન્મની ક્ષણ સુધી કોઈ જ અહમ્ નથી હોતો, કોઈ સીમા નથી હોતી. બાળક કેવળ માનો જ એક અંશ હોય છે.
જન્મની ક્ષણે જ્યારે નાળ કાપવામાં આવે છે, ત્યારે બાળક, પહેલી જ વખત, પોતાની સીમાને સમજવા લાગે છે.
જન્મ પછીના પહેલા જ વર્ષમાં, અહમ્ તમારા વિષેનું અને દુનિયા વિષેનું ચિત્ર ખડું કરે છે.
તમારા ‘હું’ અને ‘મારું’ના ભાવ માટે અહમ્ જ જવાબદાર છે.
તમારા સમગ્ર જીવન દરમ્યાન અહંભાવ તમને ‘હું’ વિરૂદ્ધ ‘તેઓ’ની સ્થિતિમાં તમને મૂકે છે, એ તમને તમારા માતા - પિતાથી, મિત્રો અને અજાણ્યાઓથી, કુદરતથી, સમગ્ર અસ્તિત્વથી જુદા પાડે છે.
જ્યારે પણ તમે ‘હું’ શબ્દનો ઉપયોગ કરો છો, ત્યારે તમે અસ્તિત્વથી છૂટા પડી જાઓ છો. ખરેખર તમે છૂટા પડી શકતા નથી, કારણ કે તમે અસ્તિત્વના જ અંતર્ગત અંશ છો - પણ તમારા મનમાં તમે છૂટા પડી જાઓ છો. તમે તમારે માટે એવા વિશ્વની રચના કરો છો, જેમાં તમે બધાંથી જુદા છો. આ વિશ્વ માત્ર તમારા મનમાં જ અસ્તિત્વ ધરાવે છે
- એ માત્ર માનસિક ખ્યાલ છે - પણ આપણે આ ખ્યાલને આપણી બધી જ ક્રિયાઓ પર શાસન ચલાવવા દઈએ છીએ.
તમે હંમેશા લોકોને કહેતાં સાંભળ્યા છે - ‘આપણા બધાં દુઃખોનું મૂળ કારણ આપણો અહમ્ છે.’
શા માટે ?
તમારું બખ્તર છે. અહમ્ યુદ્ધ વખતની તમારી ઢાલ છે. જો બધું જ શાંતિમય હોય, બધું જ સુસંગત હોય - તો પછી બખ્તર કે ઢાલની શી જરૂર છે ?
આથી જ તમને ધ્યાન વધારે અઘરું લાગે છે. ધ્યાન તદ્દન સરળ વસ્તુ છે. કેવળ શાંતિથી બેસવાનું છે અને તમારા શ્વાસનું નિરીક્ષણ કરવાનું છે. ખરેખર તો ધ્યાન શીખવવાની કે શીખવાની જરૂર જ નથી. ધ્યાન બસ થઈ જવું જોઈએ.
પણ થોડી મિનિટો માટે સ્થિર બેસવું, એ પણ વાસ્તવિકતાની ઝાંખી મેળવવા જેવું છે. જો થોડી ક્ષણો માટે તમે શાંત બેસી શકો, તમારા દોડધામ કરતા વિચારોને શાંત કરી દો,
બસ ‘સ્વ’માં હોવું - આટલું જ તમને સત્ય સમજાવવા માટે પર્યાપ્ત છે અને એક વખત સત્ય જાણી લીધું, પછી તમારા અહમ્ માટે સ્થાન જ ક્યાં છે ? અહમ્ તજી દેવો જ પડશે. તમે સ્વાભાવિક રીતે જ તજી દેશો.
માટે જ અહમ્ ધ્યાન સાથે આટલા આકરા ઘર્ષણમાં ઉતરે છે. ધ્યાન અહમ્ના મૃત્યુ કરતાં સહેજ પણ ઓછું નથી !
આથી સૌથી મોટી સમસ્યા અહમ્ના જોરદાર વિરોધ સામે જાગૃત રહેવાની જરૂર છે. જ્યારે તમે ધ્યાન ધરતા હશો, ત્યારે અમારો અહમ્ હજારો પ્રશ્નો લઈને આગળ આવશે. શંકા અહમ્નું સૌથી ઘાતક હથિયાર છે !
અહમ્ સતત તમારા મનમાં શંકાઓ અને પ્રશ્નોનું નિર્માણ કરશે.
પ્રારંભમાં એ તમને ચિંતિત કરશે
શું હું ખરેખર ધ્યાન ધરી શકું ?
મારી પીઠની તકલીફ સાથે શું હું આટલા બધા કલાક બેસી શકું ?
જો તમે અંધારા ઓરડામાં હો તો રૂમને પ્રકાશિત કરવા તમે અંધકાર સાથે લડીને તેને બહાર કાઢી શકો ? અંધકારની સાથે લડવાનો કોઈ અર્થ છે ખરો ? તમારે કેવળ અંધકારને અવગણવાનો છે, અને અંદર એક દીવડો લાવવાનો છે. અંધકાર જાતે જ અદૃશ્ય થઈ જશે. એ જ રીતે અહમ્ સાથે લડવામાં તમારી શક્તિ બરબાદ ન કરો. ધ્યાનમાં જાગૃતતા લાવવામાં એકાગ્રતા કેળવો. ધીરે ધીરે પ્રશ્નો પોતાની જાતે જ ઓગળી જશે.
અહમ્નો સૌથી મોટો પ્રવક્તા મન છે.
શરીરની જેમ જ મન પણ તમારા હાથમાંનું સાધન બની જવું જોઈએ.
મન અદ્ભૂત, પ્રચંડ શક્તિશાળી સાધન છે. તે સર્જનાત્મકતાનો ચમત્કાર છે.
સૃષ્ટિની રચનાની એ ઉત્તમ કૃતિ છે. અને એ સામાજિક આવશ્યકતા છે
- મન વગર આપણે આ દુનિયામાં જીવી ન શકીએ.
પણ આપણે ભૂલી જઈએ છીએ કે, મન માત્ર એક સાધન છે - આપણે મનનું સાધન બની જઈએ છીએ ! આપણે મનનાં સંપૂર્ણ કાબૂમાં છીએ.
વાસ્તવિકતાથી આપણને જુદા પાડવાની મનની સૌથી મોટી યુક્તિ છે.
ભાષાનો ઉપયોગ.
વાસ્તવિકતાથી આપણને જુદા પાડનાર શબ્દો છે. આપણે કંઈ પણ જોઈએ કે તરત તેને શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. જ્યારે તમે એક પુષ્પને જુઓ છો, ત્યારે તમે પોતાને કહો છો, 'આ એક ફૂલ છે.' આપણે આપણા જીવનને શબ્દો દ્વારા, અમૂર્ત કલ્પનાઓ દ્વારા આત્મસાત્ કરીએ છીએ. પરંતુ શબ્દો એ અનુભવ નથી ! 'પુષ્પ' શબ્દ, પુષ્પ નથી. 'પ્રેમ' શબ્દ,
તમારી જાતને લડવાની સ્થિતિમાં ન મૂકો. કેવળ તમારા મનના તમે નિરીક્ષક બનો, તમારા વિચારોના નિરીક્ષક બનો. તમારા મનની રમતનો આનંદ માણો !
તમે જેમ જેમ તમારા વિચારોનું અવલોકન કરશો, તેમ તેમ, તમે જોશો કે તે વધુ ને વધુ ધીમે વહેવા લાગશે. જ્યારે તમારી જાગૃતતા વધારે ગહન બને છે, ત્યારે એ પ્રવાહમાં પડતા અવકાશથી તમે જ્ઞાત થશો. એ અવકાશનો તમે ઝબકારા જેવો અનુભવ કરશો, તેની ઝાંખી કરશો અને પછી તેનો લોપ કરશો. એ અવકાશમાં તમને સુંદર નીરવતાનો અનુભવ થશે.
ધીરે ધીરે આ મધ્યાંતરો વારંવાર થવા લાગશે. આ અનુભવને પણ વળગી ન રહેશો. મધ્યાંતરોની પ્રતિક્ષા ન કરશો. જ્યારે મધ્યાંતરો વિશાળ બનશે, ત્યારે તમે અતિશય સ્પષ્ટતાપૂર્વ માત્ર બાહ્ય દુનિયા જ નહિં, પણ તમારા આંતરિક વિશ્વને પણ જોઈ શકશો.
આ અ-મનનો અનુભવ છે.
એમ ન માનશો કે તમારે માટે આ વધું પડતું છે.
તમે ખરા દિલથી સમગ્રતાથી પ્રેક્ટિસ કરશો, ત્યારે તે બનશે જ.
ધ્યાનનો આનંદ કેવી રીતે માણવો
સમય કાઢો
ચોક્કસ પણે નક્કી કરો કે દરરોજ, ઓછામાં ઓછો અડધો કલાક પૂરતો સૂર્યપ્રકાશ અને મોટી હવાબારી હોય એવી ખાતરી કરો. જો તમે બહાર ખુલ્લામાં, ધારો કે બગીચામાં ધ્યાન ધરતા હો, તો એટલી ખાતરી કરો કે એ અંગત માલિકીની જગ્યા હોય, જ્યાં બગીચાના ઘોંઘાટથી ખલેલ ન પહોંચે.
સ્વસ્થ રહો
તમે શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ નહિ હો, તો કોઈપણ રીતે ધ્યાન નહિ ધરી શકો.
ધ્યાનને માટે દેહને ભૂલી જવાનો છે. અને જો તમારું શરીર તમને પીડા આપતું હોય, તો તમે તેને ભૂલીને તેનાથી પર કેવી રીતે જઈ શકો ?
ઘણી પદ્ધતિઓમાં તમારે જમીન પર પલાંઠી વાળીને બેસવાનું હોય છે. જો તમને એવી ટેવ ન હોય, તો ખુરશીનો ઉપયોગ કરો. સૂઈને કરવાની પદ્ધતિમાં ખુલ્લી જમીન પર ન સૂઓ. ગાલીચો, ગોદડી કે ચટાઈ વાપરો.
ભોજન લીધા પછી ઓછામાં ઓછા બે કલાક વીત્યા હોવા જોઈએ.
શરૂઆતમાં તમને ધ્યાન દરમ્યાન નિદ્રા આવશે. આ તમોગુણ છે, જે તમારા શરીરતંત્ર પર જુલમ કરે છે. નિદ્રા સામે લડવાનો પ્રયત્ન ન કરો
- તેમાં છેવટે તમે ન તો સૂઈ શકશો કે ન તો ધ્યાન ધરી શકશો. અને નિદ્રા આવે, એથી તમે તમને દોષી ન ગણો. જો તમને નિદ્રા આવે તો બસ, સૂઈ જાવ. જ્યારે તમારી નિદ્રા પૂરી થાય, ત્યારે તમે ઊઠીને ધ્યાન ધરી શકો છો. એટલું બસ છે.
Instruction : This page 78 printed blank in the book