અકારણ પ્રેમ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ધ્યાનની સાથે, તમે એક આશ્ચર્યકારક બાબતનો અનુભવ કરવાનું શરૂ કરશો અને તે છે પ્રેમ !
લોકો બધા જ પ્રકારના ચમત્કારો માટે તૈયાર હોય છે. તેઓ પોતાના માનીતા દેવતાઓનાં દર્શન પામવા તૈયાર છે, અને કેવી કેવી બાબતો તમે પ્રેમ કરશો, કારણ કે તમારાથી પ્રેમ કર્યા વગર રહી શકાતું નહિ હોય !
અસીમ આનંદ
ધ્યાન દ્વારા જીવન એક આનંદ બની જાય છે, જેને માટે કોઈ જ કારણ હોતું નથી.
જ્યારે આનંદ થવા માટે કોઈ કારણ હોય છે, ત્યારે વહેલો કે મોડો તે આનંદ દુઃખને લાવશે જ.
તમને સરસ ભોજન મળ્યું હોવાને કારણે તમને સુખ લાગતું હોય, તો તમને ફરીથી જ્યારે ભૂખ લાગશે, ત્યારે તમારી હાલત દયાજનક થઈ જશે. વાત ખતમ ! તમે કોઈકના પ્રેમમાં પડ્યા છો, માટે તમને સુખ લાગતું હોય, તો જ્યારે તમારી વચ્ચે પ્રથમ કલહ થશે, ત્યારે તમે ઉદાસ બનવાના જ છો અને એવું ના માનતા કે તમારી બાબતમાં એવું નહિ બને ! દરેકના જીવનમાં આમ થાય છે. જીવનનો આ નિયમ છે.
બધી જ ખુશીઓ જ્યારે તે ખલાસ થઈ જાય છે, ત્યારે તે દુઃખ પ્રત્યે દોરી જાય છે. માટે જ પ્રાચીન ભારતમાં, સુખ અને દુઃખ બંનેનો ઉલ્લેખ કરવા માટે એક જ શબ્દ હતો : અને તે હતો ‘દુઃખ’ !
પરંતુ ધ્યાન દ્વારા અનુભવાતા આનંદમાં ખલેલ પડતી નથી, તેમાં ખલેલ પાડી શકાતી નથી. તમે સાજા હો કે માંદા હો - આનંદ એવો ને એવો જ રહેશે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય કે હિમવર્ષા હોય, આનંદ એવો જ રહે છે. ના તો તમારી પોતાની પરિસ્થિતિ કે ના તો બાહ્ય સંજોગો,
ધ્યાન આપણી બુદ્ધિને જાગૃત કરવાનો ખાત્રીપૂર્વકનો માર્ગ છે - કારણ કે તેને બાંધનાર સાંકળો તમારા મનમાં જ છે. ધ્યાન દ્વારા તમે મનથી પર, તમારા 'સ્વ'માં પહોંચો છો. 'સ્વ'માં કોઈ નિયમો નથી. તમે તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર થઈ જાઓ છો. આથી જ ધ્યાન દ્વારા તમને એકાએક તમારી આસપાસના વાતાવરણ સાથે ફાવટ આવી જાય છે. નવી પરિસ્થિતિઓનો મુકાબલો કરવામાં તમે અતિ સરળતાપૂર્વક સમર્થ છો, એનો તમને ખ્યાલ આવે છે. તમે તમારી સ્વયંસ્ફૂર્તિને ફરીથી શોધી લો છો.