KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/જાગૃતતા એ જ ચાવી છે.Sign in
ધ્યાન તમારા માટે જ છે

જાગૃતતા એ જ ચાવી છે.

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

મેં તમને કહ્યું છે, ‘તમારા શરીર પ્રત્યે સતત નજર રાખો, તમારા વિચારો પ્રત્યે નજર રાખો, તમારી લાગણીઓ પ્રત્યે નજર રાખો.’

બીજા શબ્દોમાં કહું તો : ‘જાગૃત રહો.’

જાગૃતતા ધ્યાનનો પાયો છે, ધ્યાનનું કેન્દ્ર છે, ધ્યાનનું ધ્યેય છે.

જાગૃતતા જ તમારો મુખ્ય ચાવીરૂપ શબ્દ છે.

ભલે કોઈ પણ પદ્ધતિ અપનાવો, કોઈપણ ધર્મ પાળતા હો, અધ્યાત્મની કોઈપણ શાખાને અનુસરતા હો - જાગૃતતા પર જ લક્ષ કેન્દ્રિત કરવાનું હોય છે. આ પુસ્તકમાં દર્શાવેલી પ્રત્યેક પદ્ધતિનું આ સામાન્ય સૂત્ર છે.

જ્યારે તમે કોઈપણ વસ્તુ પર નજર રાખો છો, ત્યારે તેના સાક્ષી બની જાઓ છો, તમે બહારની વ્યક્તિ બની જાઓ છો. તમે જે વસ્તુનું નિરીક્ષણ કરતા હો છો, તેની સાથેની તમારી એકરૂપતા છૂટી જાય છે. ધીમે ધીમે તમે એ જોઈ શકો છો કે, એ કોઈક તમારા પોતાનાથી બહારની વસ્તુ છે.

તમારે તમારી જીવન પદ્ધતિમાં ધ્યાનને સભાનતાપૂર્વક દાખલ કરવાનું છે. એક પદ્ધતિ પસંદ કરો અને દરરોજ અડધો કે એક કલાક પ્રેક્ટીસ કરો. તમને કેવું લાગે છે તે જુઓ. જો તમે એક પદ્ધતિનો આનંદ માણવા લાગો, તો ઓછામાં ઓછા દસ દિવસ, પરિણામની અપેક્ષા વગર, તેને વળગી રહો. જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શી ગઈ હોય, તો તે કોઈક રીતે પણ તમારામાં પરિવર્તન ના લાવે એવું નહીં બને. ક્યારેક આ પરિવર્તન સૂક્ષ્મ હોઈ શકે અને ક્યારેક તમારા કરતાં બીજાઓ તમારા પરિવર્તનને વધારે સારી રીતે જોઈ શકશે.

ઘણીવાર લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, મેં આ ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી લોકો મને કહે છે કે મારા ચહેરા પર ચમક છે અને હું વધારે સ્ફૂર્તિવાળો અને હકારાત્મક અભિગમવાળો બની ગયો છું !"

આથી કોઈક કક્ષાએ કંઈક પરિવર્તન ચોક્કસ થાય જ છે. તમને પરિણામોનો સીધો અનુભવ ન થાય, તો ધીરજ ન ગુમાવો. ધીરજનાં ફળ મીઠાં છે !

ધીમે ધીમે તમે નવી પદ્ધતિઓની પાછળ પડવાનું છોડી દેશો. તમને એકાદ કે થોડીક એવી પદ્ધતિઓ મળશે કે જે તમને અનુકૂળ હશે અને તમે તેની પરિપાટીમાં સ્થિર થશો. હાલમાં આ પદ્ધતિઓ હજુ નવી છે, એટલે તમને ઉત્તેજિત કરશે અને તમારું મન તમને ફરતી ફરતી પદ્ધતિઓ અજમાવવાનું કહેશે. એ મીઠાઈની દુકાનમાં જવા જેવું છે, જ્યાં ઘણી બધી વાનગીઓ છે, અને તમે નક્કી નથી કરી શકતા કે તમારે કઈ વાનગી ખાવી છે !

તમારા મનને રોકો નહિ. તમારું મન જે પદ્ધતિને અજમાવવાનું કહે એને અજમાવો અને તમે જે કંઈ અજમાવો એ પૂરા દિલથી અજમાવો. તમારા

બેઠક પદ્ધતિઓ, જેની તમે નિશ્ચિત સમયગાળા માટે અને દિવસમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં પ્રેક્ટિસ કરશો.

કોઈપણ સમયે, કોઈપણ સ્થળે - પદ્ધતિઓ, જેની તમે એમ જ પ્રેક્ટિસ કરી શકો છો - કોઈપણ સમયે, કોઈપણ સ્થળે ! તમે જ્યારે કામ પર જતી વખતે ગાડી ચલાવતા હો, તમારાં કપડાંની ઈસ્ત્રી કરતાં હો, તમારા શયનખંડથી રસોડા તરફ જતા હો, ત્યારે પણ - તમે આ પદ્ધતિની પ્રેક્ટીસ કરી શકો છો.

તમને ગમે તો, બે-એક બેઠક પદ્ધતિ અને એક કોઈપણ સમયે - કોઈપણ સ્થળની પદ્ધતિ, દસ દિવસ માટે પસંદ કરો. એક સાથે ઘણી બધી પદ્ધતિઓ ન અજમાવો.

તમે એમાંથી એકને પણ ન્યાય નહિ આપી શકો.

કોઈપણ સમય - કોઈપણ સ્થળ પદ્ધતિ, જીવનને ધ્યાનમાં પરિવર્તિત કરવાનું પ્રથમ પગલું છે.

ચેતવણી

તમે જ્યારે ધ્યાનની પ્રેક્ટિસનો આરંભ કરશો, ત્યારે તમે તમારા શરીરમાં અને માનસિક સ્થિતિમાં અસામાન્ય ફેરફાર જોશો. અણધાર્યા અનુભવો માટે તૈયાર થઈ જાવ. યાદ રાખો, ધ્યાન અને શુદ્ધિની પ્રક્રિયા છે. તમે તમારા સમગ્ર જીવનના બધા દબાણો અને અવરોધોને બહાર ફેંકો છો અને તમારા શરીરમાં શક્તિનો પ્રવાહ વહેવડાવો છો, જેની આજ સુધી તમને આદત નથી. તમે આસપાસ કુદકા મારશો, ચક્કર-ચક્કર ઘૂમશો, ફેરફારો છે, જે ઉલટાવી ના શકાય એવા છે. એક વખત તમે ધ્યાનના હાર્દને સ્પર્શી લો, પછી તમારું જીવન કદી ફરીથી પહેલાંનાં જેવું નહિ થઈ જાય.

તમે ખરેખર ધ્યાનનો સ્પર્શ મેળવ્યો છે એની તમને શી રીતે ખબર પડશે ?

તમારામાં થતા ફેરફારોને તમે જ શોધી લો !

કેવળ સ્વતંત્રતા

તમને જે એક મહત્વના ફેરફારનો અનુભવ થશે, તે છે સ્વતંત્રતાની ચોક્કસ પ્રકારની લાગણીનો.

સ્વતંત્રતા શા માટે ? સ્વતંત્રતા સાથે શું લાગે-વળગે ?

આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે સ્વતંત્રતા શોધીએ છીએ. આપણે તે હાંસલ કરીએ કે ન કરીએ, પરંતુ આપણામાંનો દરેક સ્વતંત્રતાની શોધમા છે. ધ્યાન બીજું કશું જ નથી, પણ સ્વતંત્રતા માટેની ગંભીર શોધ છે. આપણે સાંભળ્યું છે કે ધ્યાન સ્વતંત્રતા અપાવે છે, એથી આપણે મુક્ત થવા માટે ધ્યાન તરફ વળીએ છીએ.

પરંતુ આપણે 'ફ્રીડમ' શબ્દને 'સમજવામાં' ભૂલ કરીએ છીએ. આપણે આપણા, સામાન્ય રોજિંદા જીવનમાં જે શોધીએ છીએ, તે કાં તો, 'અમુક માટેની સ્વતંત્રતા' અથવા 'અમુકમાંથી સ્વતંત્રતા' હોય છે.

અમુક માટેની સ્વતંત્રતા - આપણે ઈચ્છીએ તે બધું કરવા માટે, મેળવવા માટે અને હોવા માટે - આપણને યોગ્ય લાગે, તે રીતે જીવન માટેની સ્વતંત્રતા છે.

"અને જો વરસાદ વરસતો હોય અને તમે તરવા ન જઈ શકો તો?" મેં પૂછ્યું.

"છટ્, એ તો ગંદી બાબત છે. હું જો તરવા ન જાઉં, તો ખરેખર મારો આખો દિવસ ગંદો જાય."

પછી મેં તેને પૂછ્યું.

"જો તમારી સ્વતંત્રતા આટલી બધી શરતો પર નિર્ભર હોય, તો તમે ખરેખર સ્વતંત્ર છો ખરાં?"

ખરા અર્થમાં સ્વતંત્ર હોવું એટલે કોઈપણ સંજોગોમાં સ્વતંત્ર રહેવું.

એને જ હું સ્વતંત્રતા કહું છું. નહિ કે, અમુક માટે સ્વતંત્રતા અથવા અમુકમાંથી સ્વતંત્રતા. સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં જ જીવવું એ જ કેવળ સ્વતંત્રતા છે. તમે આ સ્વતંત્રતાનો અનુભવ ત્યારે જ કરી શકો છો, જ્યારે તમે લાલસાથી કે ભયથી, ભવિષ્યની આશાથી કે ભૂતકાળના પસ્તાવાથી બંધાયેલા ન હો. જે સ્વતંત્રતા કોઈપણ બાહ્ય સંજોગો પર નિર્ભર ન હોય, એ જ માત્ર સાચી સ્વતંત્રતા છે. ધ્યાન દ્વારા તમે આ વતંત્રતાનો અનુભવ કરી શકો છો.