KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/સહસ્ત્રારા ધ્યાન (પ્રાર્થનાની જેમ કૃતજ્ઞતા વ્યક્ત કરવી)Sign in
ધ્યાન તમારા માટે જ છે

સહસ્ત્રારા ધ્યાન (પ્રાર્થનાની જેમ કૃતજ્ઞતા વ્યક્ત કરવી)

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ચક્ર શુદ્ધ : સહસ્ત્રાર

ચક્રનું સ્થાન : મસ્તકની ટોચ પર

ચક્રને બંધ કરનાર : અસંતોષ

ચક્રને ખોલનાર : કૃતજ્ઞતા અને દિવ્ય આનંદ

મેડિટેશન પદ્ધતિ : સુફિઝમ

મેડિટેશન માટેની સૂચનાઓ :

(કુલ સમય : ૩૦ મિનિટ)

ધ્યાન મુદ્રામાં બેઠેલી સ્ત્રી

સીધા બેસો, ફૂલોને તમારા હાથમાં પકડી રાખો અને આંખો બંધ કરો. તમારા સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરના બીજા બધા ભાગોને ભૂલી જાવ. ફક્ત તમારા મસ્તકની ટોચના કેન્દ્ર પર એકાગ્ર થાવ અને ત્યાં રીલેક્સ બની જાવ. મોં પર મુસ્કુરાહટ લાવો અને રીલેક્સ થઈ જાવ.

તમે આ શરીર આપવા માટે તમારી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારી માતાને યાદ કરો અને હૃદયની સમગ્ર લાગણીથી કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમને આ જીવન આપવા માટે તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરવા બદલ તમારા પિતા પ્રત્યે ખરા હૃદયની લાગણીથી કૃતજ્ઞતા વ્યક્ત કરો. સારવાર આપી છે. તમારા પતિ/પત્ની પ્રત્યે ખરા હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરો, જેમણે તમને તમારી જિંદગીમાં પ્રેમ અને સલામતી આપી છે. તેમણે તમને કોઈ કારણસર દુઃખવ્યા હોય, તો તેમને માફ કરી દો. તમે જાણતાં અથવા અજાણતાં તેમને કોઈ પ્રકારે દુઃખ પહોંચાડ્યું હોય, તો તેમની માફી માંગો.

તમને આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે ઉત્સાહ અને પ્રેરણા આપનાર દરેક લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારી આખી જિંદગી દરમ્યાન એક યા બીજી રીતે તમને સેવા આપનાર બધા લોકો જેમકે દૂધવાળા, કરીયાણાવાળા, ધોબી, કચરો ભેગો કરનાર, તમારા નોકરો, ડ્રાઈવર જે બધાને તમે એમ જ એમ જ મળી ગયા છે, તેમ ગણ્યા છે તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

ઈરાદાપૂર્વક અથવા ઈરાદા વગર, જાણતાં-અજાણતાં તમે તેમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તો તે બદલ તેમની માફી માંગો.

તમારા દુશ્મનો કે જેમણે તમને દુઃખ આપીને મજબૂત બનાવ્યા છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમે તેમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય, તો તે બદલ તેમની માફી માંગો. જે લોકો એ તમને શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે મદદ કરી હોય તે બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમને ઠીક લાગે તેટલો સમય લો, એ દરેકે દરેક વ્યક્તિને યાદ કરો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારું શરીર અને તેના દરેક ભાગ પ્રત્યે એક પછી એક કૃતજ્ઞતા વ્યક્ત કરો.