પ્રારંભિક પ્રશ્નો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ધ્યાન શા માટે ?
સુંદર શરૂઆત માટે યોગ્ય પ્રશ્ન !
ધ્યાન શા માટે ?
આપણા જીવનમાં ધ્યાનની શું ખરેખર આવશ્યકતા છે ?
એક પ્રશ્ન પૂછું, “તમે શા માટે આ પુસ્તક વાંચો છો ?”
આ ક્ષણે તમે બીજું કોઈ પણ પુસ્તક વાંચી શક્યા હોત, તમે ‘આ’ પુસ્તકની જ પસંદગી કરી છે.
તમારું આ આચરણ દર્શાવે છે કે તમારી અંદર-આપણામાંના દરેકની અંદર ધ્યાનની આવશ્યકતા ધર મૂળથી જ છે.
તમારા જીવનનું અંતિમ ધ્યેય શું છે ?
વધારે કમાવું ?
સદાને માટે યુવાન, સ્વસ્થ અને સુંદર રહેવું ?
ચિરકાળ ટકી રહે, એવા ખૂબ સારા સંબંધો જોઈએ છે ?
તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો છે ?
આ યાદીનો કોઈ અંત નથી. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક ધ્યેય હોય જ છે.
મને કહો, તમે બાહ્ય દુનિયામાંથી એવું શું મેળવ્યું છે, જે કાયમ માટે ટકી રહે ?
હજુ પણ આપણી શોધ ચાલુ જ છે.
અને કારણ કે આપણે અજાણ છીએ, તેથી આપણે આપણી જાતની બહાર શોધ કરીએ છીએ. આપણે દુનિયામાં સર્વત્ર એવું કંઈક શોધી રહ્યા છીએ, જે પહેલેથી જ આપણી અંદર છે ! તમે માનો કે ન માનો, આનંદ આપણો જન્મસિદ્ધ હક્ક છે !
આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે !
એક નાનકડી વાર્તા :
એક સાંજે, કુંવર કુલજીત પોતાના ઘરની સામેના આંગણામાં કંઈક શોધી રહ્યો હતો. જ્યારે તેની પત્નીએ પૂછ્યું, “શું શોધો છો ?” ત્યારે તેણે કહ્યું, “મારો સિક્કો પડી ગયો છે.” તેની પત્ની પણ શોધવા માંડી. થોડી જ વારમાં બીજા લોકો પણ એકઠા થયા અને બધા જ પડોશીઓ ખોવાયેલા સિક્કાને શોધવામાં લાગી ગયા.
એકાએક એક યુવાને કુલજીતને પૂછ્યું, “ચોક્કસ કઈ જગ્યાએ તમારો સિક્કો પડી ગયો છે ? આપણને હજુ સુધી મળ્યો કેમ નહિ ?”
“ઓહ !” કુલજીતે કહ્યું, “સિક્કો તો ઘરમાં ખોવાયો છે.”
“તો પછી તમે અહીં શા માટે સિક્કો શોધો છો ?” યુવાને નવાઈથી પૂછ્યું.
“સમસ્યા એ છે”, કુલજીતે ઉત્તર આપ્યો, “મારા ઘરની અંદર દીવો નથી. અહીં શેરીનો દીવો તો છે. તેના પ્રકાશમાં આપણે શોધી શકીએ !” હાડમારીની પેલે પાર લઈ જાય છે. જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારા દેહની, તમારા અહંની સંકુચિત મર્યાદાઓને વીંધીને વિકાસ પામો છો. એકવાર તમે સર્વ સાથે એકાત્મભાવ અનુભવો છો, ત્યારે તમે સ્વાભાવિક જ રોજિંદા સુખ અને દુઃખના આકર્ષણને ખંખેરી નાખો છો. બૌદ્ધિક રીતે આ કલ્પના સમજવી મુશ્કેલ છે. પણ ખરા દિલના ધ્યાનથી તમને અનુભવ થશે, તમને આનંદની ઝાંખી થશે. પછી તમને સમજાશે.
આપણા રોજિંદા જીવનમાં આપણે કદી, આનંદનો અનુભવ કર્યો નથી. આપણને એ પણ ખબર નથી કે ‘અકારણ સુખ’ શક્ય છે. તો પછી આપણને સહુને આનંદ માટેનો ઉત્કંઠા શા માટે છે ?
તમને ઉત્કંઠા છે, કારણ કે એ જ તમારું મૂળ સ્વરૂપ છે.
હું તમને સમજાવું :
તૈત્તરીય ઉપનિષદમાં એક સુંદર શ્લોક છે જેમાં કહ્યું છે;
એતાસ્ આત્મનાહા આકાશશ્યા સંભૂતાઃ
આકાશાત્ વાયુઃ, વાયોર અગ્નિઃ
અગ્નિર્ આપઃ આપઃ પૃથ્વીઃ
પૃથ્વીયોર્ ઔષધઃ....
આ શ્લોક આપણને દર્શાવે છે કે સમગ્ર વિશ્વ, પાંચ મુખ્ય તત્ત્વોમાંથી સર્જાયું છે - એ પાંચ તત્ત્વો છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. માનવ પણ આ જ પાંચ તત્ત્વોમાંથી સર્જાયો છે, એથી જ એને હંમેશ આ પાંચ તત્ત્વો સાથે લયમાં રહેવાની ઊંડી એષણા છે, પોતાના મૂળ ઉદ્ભવ સ્થાન, પ્રકૃતિના આ પાંચ તત્ત્વો તરફ તેને પાછા ફરવું છે. એ વિવિધ રીતે આ પાંચ મુખ્ય તત્ત્વો - શક્તિઓ સાથે હલ બેસાડવાનો પ્રયત્ન કરે છે. મૂર્તિપૂજા દ્વારા એ પૃથ્વી તત્ત્વ સાથે મેળ બેસાડવાની કોશિષ કરે છે. પવિત્ર નદીઓમાં ડૂબકી મારીને એ જળ તત્ત્વ સાથે મળ બેસાડવાનો યત્ન કરે છે. હોમ અને યોગ દ્વારા એ અગ્નિ તત્ત્વ સાથે પ્રસાદ લે છે અને મંત્રોચાર દ્વારા વાયુ સાથે સંબંધ બાંધે છે. આ બધી રીતે, આ બધી પદ્ધતિઓ દ્વારા એ આ પંચતત્ત્વો સાથે પોતાનો લય બેસાડે છે, પણ આ બધી બાહ્ય રીતોથી લયબદ્ધતા ના આવે. તેની તો અંતરથી અનુભૂતિ થવી જોઈએ. ધ્યાન એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે આકાશ તત્ત્વ સાથે આપણો મેળ બેસાડી શકીએ છીએ. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ત્યારે આપણે સર્કિટ પૂરી કરીએ છીએ. આપણા અને આપણા ઉદ્ભવ સ્થાન વચ્ચેની ખૂટતી કડી મળી જાય છે. આપણે આપણા ઉદ્ભવ સ્થાન પ્રતિ પાછા ફરીએ છીએ. આપણે પૂર્વ થયા, સલામત થયા, એવી લાગણી અનુભવીએ છીએ. આથી જ ધ્યાન આપણને આનંદ ક્ષેત્રમાં લઈ જાય છે.
એથી આનંદ માટેની એષણા બીજું કંઈ નથી, પણ માત્ર આપણી સ્વાભાવિક સ્થિતિ પ્રતિ પાછા ફરવાની ઉત્કંઠા છે અને માટે જ તમે એનાથી જ્ઞાત હો કે ન હો, આપણામાંની દરેક વ્યક્તિના અંતઃકરણમાં ધ્યાન માટેની તીવ્ર ઈચ્છા છે જ.
ધ્યાન ખરેખર હકીકતમાં શું છે ?
ધ્યાનની ઘણી વ્યાખ્યાઓ છે. વાર્તામાંના ઝેન ગુરુની જેમ, ધ્યાન અવરોધ વગર વર્તમાન ક્ષણને અનુભવવાની બાબત છે.
એ જ રીતે આનંદ સખત મહેનત કરીને પ્રાપ્ત થતું પરિણામ નથી. તમે આનંદ પ્રાપ્ત નથી કરતા ! તમે આનંદમાં માત્ર તણાવમુક્ત થઈ શકો છો.
તો પછી આપણને ધ્યાનની શાસ્ત્રીય પદ્ધતિઓની શી જરૂર છે ?
મેડિટેશનની પદ્ધતિઓ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નથી.
એ તમને સ્મરણ કરાવવા માટે છે.
હું તમને અચાનક કહું, 'આનંદમાં સરી જાઓ !' - શું એ શક્ય છે ?
તમે એ વાત જાણતાં નથી કે આનંદ તમારી સ્વાભાવિક સ્થિતિ છે.
અને જ્યારે તમે એને જાણતાં નથી, ત્યારે ધ્યાન પ્રક્રિયા તમારે માટે મૂંઝવણભરી અને ભય ઉપજાવનારી પણ બની શકે છે.
ધ્યાનમાં પ્રવેશવું એ કિનારા વગરના સમુદ્રમાં ઝંપલાવવા જેવું છે.
જ્યારે તમે તરતાં શીખી રહ્યા હો, ત્યારે તમે તમારી મેળે સાગરમાં પ્રવેશ કરશો ?
ના !
તમને સમુદ્રની સપાટી પર રાખવા માટે રબ્બરની હવા ભરેલી રીંગ (બોયું) જોઈએ. એ જ રીતે, જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશો, ત્યારે તમારે શું કરવું જોઈએ, એ સમજવા માટે પદ્ધતિ જોઈએ, તમને ધ્યાનનો તમારા માટેનો સૌથી સ્વાભાવિક માર્ગ જોઈએ.
ધ્યાનની પદ્ધતિઓ, એ બીજું કંઈ નથી, પણ રબ્બરની હવા ભરેલી રીંગો જ છે. એક વખત ધ્યાન તમારા જીવનનો માર્ગ થઈ જશે, પછી તમે વિધિપૂર્વકની પદ્ધતિઓ સાહજિકતાથી જ છોડી દેશો !
મારે પ્રતિદિન કેટલા કલાક ધ્યાન ધરવું જોઈએ ?
કેટલા કલાક એવો પ્રશ્ન જ નથી !
મેં કહ્યું તેમ, ધ્યાન કોઈ એવી બાબત નથી જે તમારા જીવનમાં ઉમેરવામાં આવે. કોઈ એમ પૂછે ‘મારે દરરોજ કેટલી વખત શ્વાસ લેવો જોઈએ ?’ એ પ્રશ્ન જેવો આ પ્રશ્ન છે.
તમે એમ ન કહી શકો ‘હું દરરોજ આટલા કલાક ધ્યાનમાં રહીશ અને બાકીના સમયમાં હું અત્યારે જે કરું છું તે કરતો રહીશ !’
ધ્યાનને જરૂર છે તમારી અંદર અસાધારણ પરિવર્તનની.
ધ્યાન તમારી સમગ્ર જીવન પદ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન છે.
એ માટેનું બીજ તમારી અંદર છે જ, પરંતુ વૃક્ષને ઊગવા માટે અને ખીલવા માટે પ્રથમ બીજને ફાટીને અંકુરીત થવું જોઈએ !
તમારે તમને પોતાને ફાટવા દેવા જોઈએ. જ્યારે તમે ખરા દિલથી ધ્યાનની પ્રેકટીસ શરૂ કરશો, ત્યારે જાતે જ એમ થશે. પરંતુ ફાટવા માટેની, સંપૂર્ણ રીતે પરિવર્તિત થવાની ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ. ધ્યાનના આધ્યાત્મિક લાભો તો ગણ્યા ગણાય નહિ તેટલા છે ! ધ્યાન તમને બ્રહ્માંડની અનંત શક્તિના સીધા સંપર્કમાં ગોઠવી દે છે. દિવ્યતા, જે આપણા સહુમાં સુષુપ્ત અવસ્થામાં છે, ધ્યાન તેની શોધ માટેના દ્વાર ખોલી આપે છે. ધ્યાનનું વર્ણન શબ્દોથી પર છે. તેના લાભો અનુભવવાના હોય, સમજાવવાના ન હોય !
જો ધ્યાન, ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, તો જીવન વ્યવહાર શી રીતે ચાલે ? જો હું હંમેશા ‘કેવળ મારા હોવાપણાં’ પર એકાગ્ર રહું, તો હું મારા કોઈપણ કામો કેવી રીતે કરી શકું ?
ધ્યાન ક્રિયા વિરોધી નથી !
તમે એક વખત તમારા ‘સ્વ’માં ખલેલ પામ્યા વગર રહેવાનું કૌશલ્ય ખીલી લો, પછી તમે એ જ સ્થિતિમાં રહીને ગમે તેટલા કાર્યો કરી શકો છો, બાહ્ય ક્રિયા કે ક્રિયાનો અભાવ અપ્રસ્તુત છે.
આ પ્રક્રિયાના બે પગથિયાં છે.
પ્રથમ તમારે તમારા આંતરિક અસ્તિત્વના સંપર્કમાં રહેવાનું છે. તમને એ જ્ઞાન થવું જોઈએ કે આવું કંઈક છે. કેવળ અસ્તિત્વની સ્થિતિને માણતાં શીખો. પ્રારંભમાં તમે જ્યારે ધ્યાન ધરવા બેસો, ત્યારે દરરોજ માત્ર અડધો કલાક કે એક કલાક આ રીતે કરો.
એક વખત તમને આ સ્થિતિ અનુકૂળ થઈ જાય, પછી વિધિપૂર્વકના ધ્યાનના સમય સિવાયના સમયમાં પણ પ્રયત્નપૂર્વક તેને વિસ્તારો.
ધ્યાન તરફ આગળ વધવાનો ખારો માર્ગ કયો છે ?
સરસ પ્રશ્ન છે.
પહેલી વાત એ કે, તમે એ તરફ ખરા દિલથી વળો.
ધ્યાનમાં માનો કે ન માનો એવું કશું જ હું તમને કહેતો નથી.
હું તમને નથી કહેતો કે તેમાં શ્રદ્ધા રાખો.
હું તમને વિશ્વાસ રાખવાનું કહું છું.
શ્રદ્ધા એટલે કશાકને માટે તૈયાર કરેલી માન્યતા. વિશ્વાસ એટલે, પ્રયોગો માટેની મોકળાશ.
આથી ધ્યાનને એક તક આપો. તમારા મનને ખુલ્લું રાખો.
ઉત્સાહી બનો, મનને હચમચાવી દે એવી ઘટના માટે તૈયાર રહો !
બીજું, આશાવાદી બનીને આગળ વધો.
આનંદની સ્થિતિ એ કંઈ યોગીઓ કે સંન્યાસીઓનો ઈજારો નથી.
આનંદ એ સંપૂર્ણતયા તમે સિદ્ધ કરી શકો તેવું ધ્યેય છે. - પછી ભલે તમે ધ્યાનથી તદ્દન અપરિચિત હો.
હું તમને કહું છું, ધ્યાન માટે કોઈ પૂર્વયોગ્યતાની આવશ્યકતા નથી.
એક વખત એક માણસ મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી રમણ મહર્ષિ પાસે ગયો અને પૂછ્યું,
“ભગવન્ ! આધ્યાત્મિક જીવન માટે મારામાં યોગ્યતા છે ?”
ધ્યાન શરૂ કરતાંની સાથે જ પરિણામની ચિંતા કરવાનું શરૂ ના કરો.
એક નાનકડી વાર્તા :
ત્રણ વાંદરાઓને એક વખત પાકી રસીલી કેરી મળી.
અન્ય વાનરોની જેમ તેઓ થોડીવાર કેરી માટે ઝઘડ્યા. પછી, કોઈક કારણસર, તેમને ક્ષણિક સ્પષ્ટતા, પ્રબુદ્ધતાનો અનુભવ થયો.
તેમણે ઝઘડવાને બદલે બુદ્ધિપૂર્વક કંઈક કરવાનો નિર્ણય લીધો.
અત્યારે કેરી ખાઈ જવાને બદલે, તેમણે કેરી વાવવાનું નક્કી કર્યું. એક વખત ગોટલીને અંકુર ફૂટે અને આંબો થાય, તો ત્રણેયને પર્યાપ્ત અને પુષ્કળ કેરીઓ મળે.
દરેક વાનરે આંબાના છોડની સંભાળ રાખવાની કામગીરીનો એકેક ભાગ ઉપાડી લેવાનો નિર્ણય કર્યો.
પ્રથમ વાનરે કહ્યું : “હું છોડને દરરોજ પાણી પાઈશ.”
બીજાએ કહ્યું : “હું માટીને કસદાર રાખીશ, ખાતર નાખીશ અને છોડ સરસ રીતે ઊગે તેની કાળજી રાખીશ.”
ત્રીજા વાનરે કહ્યું : “હું કાળજીપૂર્વક છોડની રખેવાળી કરીશ અને ખરાબ હવામાન અને પ્રાણીઓથી તેનું રક્ષણ કરીશ.”
એક મહિનો પસાર થઈ ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, બીજમાંથી છોડ ઊગવાનાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ.
આથી ત્રણેય વાનરોએ દરેકે લીધેલી જવાબદારી અને તેના અમલીકરણની ચર્ચા કરવા એક તાકીદની મિટિંગ બોલાવી.
જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શે છે, તો તેને બસ અજમાવો.
તમારી બધી જ શક્તિ તમારા પ્રયત્નની પાછળ લગાડી દો. એ જરૂર તમને ઉપયોગી થશે જ, એવી દૃઢ માન્યતા સાથે અત્યંત સહૃદયતાથી તેને અજમાવો. થોડા જ દિવસમાં તમને ખ્યાલ આવી જશે કે એ તમારે માટેની યોગ્યત પદ્ધતિ છે કે નહિ.
મારું તમને સૂચન છે કે, શરૂઆતમાં તમે બેઠકની પદ્ધતિ કરતાં ‘ક્રિયા’ની પ્રેકટીસ કરો. કારણ કે અત્યારની ઘડીએ તમારી અંદર ઘણી જ હલચલ છે. જો તમે સ્થિર બેસીને નિરીક્ષણ કરશો, તો તમે તમારી અંદરની અસાધારણ હલચલને જ જોશો.
આથી જ્યારે તમે માત્ર ધ્યાન તરફ વળી રહ્યા છો, ત્યારે ‘ક્રિયાની’ પદ્ધતિ પસંદ કરો – કારણ કે આ પદ્ધતિઓ શુદ્ધિકારક છે, સફાઈ કરનારી છે. આ પદ્ધતિઓ બાહ્ય દૃષ્ટિએ ક્રિયાશીલ છે, પણ આંતરિક દૃષ્ટિએ તમને સુમેળ અને શાંતિનો અનુભવ કરાવશે.
એક વખત તમે ધ્યાનમાં સ્થિર થઈ જાઓ, એક વખત તમે તમારા બધા જૂના અવરોધોની સફાઈ કરી નાંખો, પછી તમે તમારી પસંદગીની કોઈપણ પદ્ધતિને અજમાવી શકો છો.
તમે પદ્ધતિની, યોગ્યતા શી રીતે ચકાસી શકો છો ?
જો કોઈ પદ્ધતિ તમને તમે વધુ તણાવમુક્ત, વધુ એકાગ્ર, વધુ સંવેદનશીલ છો, એવું અનુભવવામાં મદદરૂપ લાગે તો તે ઉપયોગી છે. જો એ તમને વધુ આનંદપૂર્ણ બનાવે, તમને વિકસવામાં સહાયક બને, વધુ શક્તિમાન છો, એવો અનુભવ કરાવે, તો તે પદ્ધતિ તમને ઉપયોગી છે.