ધ્યાનમાં પ્રવેશ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ધ્યાન તમને તમારી અંદરની તરફ દોરી જતો માર્ગ છે. પરંતુ અંદરની તરફ વળવા માટે, તમારે પ્રથમ બહારથી પ્રારંભ કરવાનો છે. હાલમાં, તમે કાંઠા પર છો. પાણી અતિશય ઠંડુ તો નથીને એ ચકાસવા તમે તમારો એક અંગૂઠો તેમાં બોળો છો !
ઘણા લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, હું આધ્યાત્મિકતા વિષે ખાસ કશું જાણતો નથી. મેં પહેલાં કદી ધ્યાન માટે પ્રયત્ન કર્યો નથી, શું હું તૈયાર છું ? મારે ક્યાંથી શરૂઆત કરવી ?"
હું તમને કહું : તમે અત્યારે જ્યાં છો, એ જ તમારે માટે ઉત્તમ સ્થાન છે !
અત્યારે તમારા પોતાના વિષે તમારી જે સમજ છે, તે તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારોની સાથે સંકળાયેલી છે. 'તમે' જે છો, એમ તમે વિચારો છો, એ તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારો સિવાય બીજું કશું જ નથી.
આથી ત્યાંથી જ પ્રારંભ કરો ! આ તદ્દન સરળ છે.
પ્રથમ પગથિયું : તમારા શરીર પર કામ કરો
તમને તમારા શરીર વિષે શું લાગે છે ?
એ સાચું છે કે વ્યક્તિએ છેવટે શરીરની પેલે પાર જવાનું છે. પણ તમે તમારા શરીર સાથે લડીને એ કરી શકતા નથી. તમે તમારા શરીરને સમજીને, સ્વીકારીને, અને તેના પર કામ કરીને, તેને ધ્યાનને માટે યોગ્ય કરી શકો છો.
યાદ રાખો, ભૌતિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ, શરીર ખૂબ જ શક્તિશાળી સાધન છે. પણ એ જ તેની મર્યાદા છે. તે માત્ર સાધન છે. એ નથી સરસ કે નથી દુષ્ટ, નથી તમારું મિત્ર કે નથી તમારું દુશ્મન. તમારા શરીર દ્વારા જ તમે ભૌતિક વિશ્વમાં હલનચલન કરી શકો છો, અને એ જ શરીર દ્વારા તમે દિવ્યતત્ત્વ પ્રત્યે પ્રયાણ કરી શકો છો. એ માત્ર તમારા હાથનું ઓજાર છે.
આ ખ્યાલ સ્વીકારવો મુશ્કેલ છે ! કારણ કે તમે જીવનભર તમારા શરીર સાથે સંપૂર્ણ પણે એકાત્મતા અનુભવી છે. પણ આ એકાત્મ ભાવનો ભંગ કર્યા વગર, તમે કદી પણ તમારા શરીરથી આગળ જઈ શકો નહિ.
આથી પહેલું પગલું એ છે કે તમે તમારા શરીર પ્રત્યે લક્ષ આપવા લાગો. જો તમારું શરીર સરખી રીતે ચાલતું નહિ હોય તો તમે કદી ધ્યાનમાં પ્રવેશ નહીં કરી શકો. તમારા શરીર પ્રત્યે તમને જે કોઈ નકારાત્મક (કે પછી હકારાત્મક પણ) લાગણીઓ હોય તેને ખંખેરી નાખો ! તેને બસ તજી દો.
શરીરને ‘શુદ્ધ’ કરવું એ પ્રથમ પગલું છે.
શરીરને ‘શુદ્ધ’ કરવાનો શો અર્થ છે ?
આપણને સહુને શરીરમાં ખલેલ પડતી હોય છે, શક્તિના અવરોધો હોય છે, પૂર્વગ્રહો હોય છે – આ બધું આપણી શારીરિક તંત્રનો હિસ્સો છે.
જ્યારે તમે સતત તમારી લાગણીઓને દબાવી દો છો, ત્યારે એ તમારા શરીરમાં માત્ર અવરોધો જ નથી સર્જતી, પણ અંતે માનસિક રોગો તરફ દોરી જાય છે. દા.ત., ક્રોધને સતત દબાવ્યા કરવાથી હિસ્ટિરિયા થાય છે.
એ જ રીતે, માનસિક હરકતો શારીરિક રોગ તરીકે દેખાડે છે. દમનને કારણે માત્ર હૃદયના રોગો કે માઈગ્રેઈન્સ જ નહિં, પણ ચામડીના રોગો અને આંતરડામાં ચાંદા પણ થાય છે. તાજેતરના સંશોધનો બતાવે છે કે ૮૦ ટકાથી વધુ રોગો શારીરિક - માનસિક (સાયકોસોમેટિક) પ્રકારના હોય છે. એટલે કે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ આ રોગો માટે જવાબદાર છે.
આગળ ઉપર આ પુસ્તકમાં તમારા શરીરમાંના બધા જ અવરોધો અને દમનોમાંથી મુક્ત થવાની ધ્યાનની પદ્ધતિઓ આપવામાં આવી છે.
એક વખત તમે આ અવરોધોમાંથી મુક્ત થઈ જાવ, પછી તમે જાતે જ જોઈ શકશો કે તમારું શરીર કુદરતી રીતે જ સોળે કળાએ ખીલી ઊઠશે. તમારું શરીર વધારે સુંદર, વધારે દિવ્ય દેખાશે. તમારું શરીર એ ‘તમે’ નથી, પણ તમારું શરીર તમારા આધાર માટે છે. તમારા શરીર સાથે સુંદર મૈત્રીભર્યો સંબંધ કેળવો. માત્ર આપણી દબાવી દીધેલી લાગણીઓ જ નહિં, પણ આપણી કુટેવો પણ શરીરમાં નુકસાન પહોંચાડે છે. શરીર માત્ર ભૌતિક યંત્ર છે. સ્વાભાવિક જ, તમે જેવી રીતે ખાઓ, ઊંઘો, વ્યાયામ કરો અને આરામ કરો, તેની તેના પર અસર પડશે જ. હું જેમ હંમેશા કહું છું, તમારા બધા રોગો તમારા મહેમાનો છે ! તમે તમારા શરીર પ્રત્યેની બેકાળજીથી રોગોને તમારા માથા પર નિમંત્રો છો. એ છે કે, શારીરિક દૃષ્ટિએ કાર્યક્ષમ શરીર તમને ગહન ધ્યાનમાં પ્રવેશ કરવામાં સહાયક બને છે. પરંતુ વધારે મહત્ત્વનું એ છે કે, ધ્યાનની પ્રેક્ટિસ પોતે જ તમને આરામ મેળવવામાં મદદ કરે છે. આપણે એ પદ્ધતિઓ જોઈશું, જે તમારી નિદ્રાની ગુણવત્તા વધારે છે. જ્યારે તમારી નિદ્રાની ગુણવત્તા વધે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી જાગૃતિના સમયની ઉત્પાદકતા વધે છે.
પગથિયું બીજું : તમારા વિચારો પર કામ કરો
આપણા જીવનની સૌથી તરંગી વસ્તુ વિચારો છે !
મોટે ભાગે આપણો આપણા વિચારો પર કાબૂ હોતો નથી. આપણા વિચારો આપણને પોતાની ઇચ્છા મુજબ દોરી જાય છે. તમે જો તમારા અસંબદ્ધ વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવા માંડો, તો તમે તમારા પોતાના શબ્દો સાંભળતાં શરમ અનુભવશો ! કારણ કે આપણા વિચારોને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી હોતો, વર્તમાન સાથે કંઈ લાગતું વળગતું નથી હોતું, અને તેનું કોઈ તાત્પર્ય નથી હોતું. છતાં આપણે આપણા જીવનને આ વિચારોને હવાલે કરી દઈએ છીએ. આપણે આ વિચારોથી જ જીવીએ છીએ !
એક નાનકડી વાર્તા :
એક રાજ્યમાં એક એવો પ્રાજ્ઞ પુરુષ હતો, જે ભવિષ્ય ભાખી શકતો હતો. એક દિવસ, ત્યાંના રાજાએ એના વિષે સાંભળ્યું અને તેની કસોટી લેવાનો એ ચોક્કસ આ ત્રણ બાબતોમાંથી એકના વિષે જ હશે.
તમે કેટલીવાર સત્ય, સૌંદર્ય અને ભલાઈ વિષે વિચારો છો ?
"શી જરૂર છે આના વિષે વિચારવાની ?" તમને થશે. "શું મારું જીવન સત્ય કે સૌંદર્ય પર આધાર રાખે છે ? હું કેટલા પૈસા બનાવી શકું છું અને હું કેટલી સત્તા ધરાવું છું, એના પર મારું જીવન અવલંબે છે."
પરંતુ તમારા જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ વિચારોમાં છે. જ્યારે તમે અવિરતપણે કોઈ વસ્તુ પ્રત્યે પ્રતિભાવ વ્યક્ત કરો છો, ત્યારે તે માત્ર તમારા મનની સ્થિતિમાં જ નહિ, પરંતુ તમારા જીવનની સ્થિતિમાં પણ પરિવર્તન લાવી શકે છે. જ્યારે તમે સૌંદર્ય વિષે સતત વિચારો છો, ત્યારે તમારું જીવન વધારે સુંદર બને છે.
સૌથી અગત્યનું એ છે કે, તમારા મનમાં ક્યા વિચારો પ્રવેશે છે અને કયા વિચારો છોડી જાય છે, તેના પ્રત્યે સજાગ રહો. અત્યારે તમારું મન બધા વિચારો માટે મુક્ત છે. કોઈપણ વિચાર પ્રવેશ કરવા માટે, વધુમાં વધુ સ્થાન પર કબજો જમાવવા માટે, બીજા વિચારો સાથે લડી લેવા માટે, અને ફાવે ત્યાં સુધી ટકી રહેવા માટે, અને મન ફાવે તેમ દોડી જવા માટે મુક્ત છે. તમારા મનમાં પ્રવેશતા અને તમારા જીવન પર અસર પાડતા વિચારો પર તમારો કાબૂ નથી.
તમારા વિચારોનું માત્ર નિરીક્ષણ કરો.
જ્યારે કોઈ એક પ્રકારના વિચારો તમારામાં પ્રવેશ કરે છે, ત્યારે શું બને છે તેનું નિરીક્ષણ કરો.
તમે જોશો કે જ્યારે ક્રોધ, કામ કે લોભને લગતા વિચારો તમારા મનમાં પ્રવેશે છે, ત્યારે એ તમારા તંત્રમાં અસુવિધા ઊભી કરે છે. જ્યારે તમારો
અહં જાગૃત થાય છે, ત્યારે તમે અસ્વસ્થતા અનુભવો છો. તમને આનંદસભર અને શાંતિપૂર્ણ લાગણીઓનો અનુભવ કરાવતા ક્યા વિચારો તમને છોડી જાય છે એ જુઓ. એ વિચારોને જાળવી રાખો અને બાકીનાને ફગાવી દો !
તમે તમારા મનના ચોકીદાર બનો. વિચારોના પ્રવાહને ઓળખો. તમારા વિચારો સાથે તમે કેટલું ઘનિષ્ઠ તાદાત્મ્ય અનુભવો છો એ જુઓ. તમે જોશો કે તમારા ગહનતમ સુષુપ્ત મનમાંથી તમારા વિચારો ઉદ્ભવે છે. તમે તમારા સુષુપ્ત મનના વિચારોમાં પરિવર્તન લાવી શકો, તો તમે તમારા જાગૃત જીવનના પ્રવાહને પરિવર્તિત કરી શકો છો.
આટલું કરવાનો પ્રયત્ન કરો : જો તમે તમારા ચેતનમય જીવનના કોઈ પાસામાં પરિવર્તન લાવવા ઇચ્છા હો તો - ઉદાહરણ તરીકે તમે તમારા ક્રોધ કે પૂર્વગ્રહમાંથી છૂટવા માગતા હો તો - માત્ર તમારા મનને સૂતા પહેલાં એ પરિવર્તન લાવવાની સૂચના આપો.
તમને એ જોઈને આશ્ચર્ય થશે કે, તમારા સુષુપ્ત મનને વારંવાર અપાતી સૂચનાથી, તમારું ચેતનમય જીવન પણ એ જ દિશામાં બદલાશે !
પગથિયું ત્રીજું : તમારી લાગણીઓ પર કામ કરો
તમારી લાગણીઓ તમારા વિશ્વનું સર્જન કરે છે.
તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સહુ પરમાત્મા છો ! શક્તિશાળી છે. જ્યારે તેઓ બળવો કરે છે, ત્યારે તેઓ પોતાને શક્તિશાળી મહેસૂસ કરે છે. આપણી બધી જ શક્તિઓ નકારાત્મકતા તરફ વાળવામાં આવી છે.
હતાશા બીજું કંઈ જ નથી, પણ આપણા તરફ પાછો વળેલો આપણો ક્રોધ છે. જ્યારે તમે તે લાગણીને વ્યક્ત કરો છો, ત્યારે તે ક્રોધ રૂપે દેખાય છે. જ્યારે તમે તેને દબાવી દો છો, ત્યારે તે હતાશામાં પરિણમે છે. પણ બંને એક સરખી નકારાત્મક શક્તિ જ છે.
જ્યારે આપણે આપણી નકારાત્મક લાગણીઓ પર એકાગ્ર થઈએ છીએ, જ્યારે આપણે જુદાપણાની વૃત્તિને પોષીએ છીએ, જ્યારે આપણે ‘હું વિરુદ્ધ તેઓ’નો ભાવ ઊભો કરીએ છીએ, ત્યારે આપણો અહં બહુ શક્તિશાળી લાગે છે. એથી જ આપણામાંના ઘણાને એવી પરિસ્થિતિ ગમે છે, જેમાં આપણે લડાયક સ્થિતિમાં હોઈએ.
હકારાત્મક, મૃદુ લાગણીઓ આપણને અસલામત બનાવે છે. પ્રેમ, આનંદ, કરુણા - આ મનની નાજુક સ્થિતિ છે. જ્યારે આપણે આ લાગણીઓ અનુભવીએ છીએ, ત્યારે આપણી અને વિશ્વ વચ્ચેની ભેદરેખા નબળી પડી જાય છે. અહંભાવની શક્તિ ઘટી જાય છે.
એથી જ આપણે આ લાગણીઓથી ડરીએ છીએ. અંદરથી અભાનપણે આપણે પ્રેમથી ડરીએ છીએ કારણ કે પ્રેમમાં અહંભાવને સમર્પિત કરી દેવો પડે છે.
પરંતુ આધ્યાત્મિકતા બીજું કશું જ નથી, એ માત્ર અહંભાવ તજવાની એક પ્રક્રિયા છે. જો તમે પ્રેમ કરતાં પણ ડરતા હશો - કારણ કે એ તમને નમ્ર બનાવે છે - તો તમે ધ્યાનમાં અંતર્મુખ કેમ થશો ?
(ખ) તમારી હકારાત્મક લાગણીઓ પ્રત્યે કેન્દ્રિત થાવ
સામાન્ય રીતે તમારો દિવસ કેવો હોય છે ? સહેજ વિચારો.
દિવસ દરમ્યાન તમારામાં વિવિધ લાગણીઓ ઉભરાય છે. તમે જ્યારે જાગો છો, ત્યારે તમને આનંદ થાય છે - અથવા ઓછામાં ઓછું તમે સામાન્ય સ્થિતિ અનુભવો છો. પછી તમારી પત્ની કૉફી લઈને પ્રવેશે છે, અને તેને નીચે મૂકતાં થોડી કૉફી તેનાથી ઢોળાઈ જાય છે - અને તમે તરત જ ગુસ્સે થાઓ છો.
સવારનો સરસ મજાનો નાસ્તો પતાવ્યા પછી, તમે ફરીથી સારા મિજાજમાં આવી જાઓ છો. પછી કામ પર જતાં રસ્તામાં તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ છો - અને જાણે ‘કોઈને મારી નાખું !’ એવી લાગણી તમને થાય છે. ઑફિસમાં તમારો પ્રોજેક્ટ બરાબર આગળ વધતો નથી - ફરીથી તમને તણાવનો અનુભવ થાય છે અને આમ ને આમ ચાલ્યા કરે છે.
દર મિનિટે તમારી લાગણીઓ તમારા પર ભારે આક્રમણ કરે છે. તમે લાગણીઓના ઉતાર-ચઢાવમાં તમારું જીવન જીવી રહ્યા છો. આમ તમે ક્યાં સુધી ટકી શકો ? સદ્ભાગ્યે, આપણા લાગણીઓનાં સર્વ અનુભવો ખરાબ નથી હોતા. આપણાંમાના મોટાભાગના માટે દિવસ દરમ્યાન એવી કેટલીક ક્ષણો હોય છે, જ્યારે આપણે શાંત, આનંદમય અને ધ્યાનસ્થ હોઈએ છીએ.
આ રોજની, સરળ બાબત હોઈ શકે.
તમારા બગીચામાં ચાના ઘૂંટડા ભરવા.
શાવરમાં નહાવું.
સંગીત સાંભળવું.
આ મજાક માટેનો પરિશ્રમ નથી. આ જીવનમાં ટકી રહેવા માટેની તરકીબ છે. તમે તમારા જીવન પ્રત્યે પથ્થરો ફેંકશો, તો તમારું જીવન પણ તમારા પ્રત્યે સામા પથ્થરો ફેંકશે. જો તમે પુષ્પો દ્વારા જીવનનું અભિવાદન કરશો, તો તમને બદલામાં પુષ્પો મળશે. પછી તમને ધ્યાનની પદ્ધતિ મળશે, જેનું લક્ષ જીવનને કૃતજ્ઞતાપૂર્વક આવકારવાનું હશે.
(ગ) તમારી નકારાત્મક લાગણીઓનું પરિવર્તન કરતાં શીખો
તમે કદાચ મને પૂછશો, આખા દિવસ દરમ્યાન જે નકારાત્મક લાગણીઓનો અનુભવ થયો હોય તેનું શું થશે ? તમે હકારાત્મક લાગણીઓના સ્મરણ પ્રત્યે જ લક્ષ રાખશો, તો પણ તમારા તંત્રમાં નકારાત્મક લાગણીઓ હજુ રહેવાની જ ! અને તે બધો જ સમય વધતી જ રહેશે.
તમે તમારા તંત્રમાંથી જૂના અવરોધોને ધ્યાન દ્વારા દૂર કરી શકો છો - પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે નવા અવરોધો ઊભા થતા ન રહે ! પ્રતિપળ તમારે નવા સંયોગોનો સામનો કરવાનો હોય છે. ઉદાહરણ તરીકે, એવા લોકો હોય છે, કે જે તમને વારંવાર ગુસ્સે કરે. તમારા શરીરતંત્રમાં પરિભ્રમણ કરતી તે વધારાની શક્તિનું તમે શું કરશો ?
તમારી નકારાત્મક શક્તિનું હકારાત્મક શક્તિમાં પરિવર્તન કરવાનું શીખી જાવ. યાદ રાખો; શક્તિ તટસ્થ છે. ક્રોધ સારો પણ નથી, ખરાબ પણ નથી. કામવાસના નથી સારી, નથી ખરાબ. આ બધા માત્ર શક્તિનાં સ્વરૂપો છે. તમે એનો રચનાત્મક ઉપયોગ કરો છો કે વિનાશાત્મક, એ તમારા પર નિર્ભર કરે છે. એક છરી બાળકના હાથમાં વિનાશક બની શકે છે. પણ એક સર્જન ડૉક્ટરના હાથમાં તે જીવનદાતા બની શકે છે. તમે એ જ શક્તિને સંપૂર્ણતયા જુદા જ પરિણામો લાવવા માટે ઉપયોગમાં