KAILASA Library/સામાન્ય સવાલોના/પ્રકરણ-૧: દુઃખમાંથી પરમઆનંદ તરફSign in
સામાન્ય સવાલોના

પ્રકરણ-૧: દુઃખમાંથી પરમઆનંદ તરફ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

દુઃખ (Pain) શું છે ?

આપણે આ બાબતનો તલસ્પર્શી, ઊંડાણથી અભ્યાસ કરીએ.

દુઃખ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક હોઈ શકે.

શારીરિક પીડાની આપણે બહુ ચિંતા કરતા નથી. એક રીતે તો પીડા આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જરા કલ્પના કરો કે, જો આપણને કોઈ શારીરિક પીડા ન હોય તો આપણે આપણા વાળને જે રીતે જુદી જુદી રીતે સંવારીએ છીએ તે જ રીતે ચહેરાથી લઈને શરીરના દરેક અંગને સંવારતા હોત ખરા ? અત્યારની યુવા પેઢીની વાત જવા દો ! મજાક બાજુ પર રાખી દુઃખ એક એવી બાબત છે કે આપણને એકસૂત્રી માનવ બનાવે છે.

આપણે માનીએ છીએ કે આપણે આપણાં સમગ્ર શરીરથી જીવી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તેમ નથી. આપણે માત્ર શરીરના ઉપરના ભાગમાં જ જીવીએ છીએ. મારી આ વાતને સારી રીતે સમજવા માટે પ્રયોગ કરો. આંખો બંધ કરો અને મનમાં તમારી જાતની કલ્પના કરો. તમારું નામ બોલો. શરીરના ક્યા ભાગે તમારા મગજને સંદેશો મોકલ્યો ? ચોક્કસપણે તમારા ચહેરા અને ઉપરના અંગોએ. બરાબર ? શરીરના નીચેના ભાગોએ તો નહીં જ મોકલ્યો હોય ? આ બતાવે છે કે આપણે શરીરના દરેકે દરેક કોષો અને અંગોમાં જીવતા નથી હોતા. આપણા મન બાબતમાં પણ આવી જ ખાસિયત છે. ઉપરના અંગો પ્રભાવી છે અને હુકમ કરે છે. નીચેનો ભાગ તેનું પાલન કરે છે. તમારું ધ્યાન જે અંગો પર વધુ કેન્દ્રિત થાય છે, ત્યાં તમારી જાણ બહાર જ તમારી જીવન શક્તિનો

| એક નાની વાર્તા | કલકત્તામાં બે નાના આશ્રમ હતા. જેના પ્રમુખોને આપસમાં એકબીજા સાથે બિલકુલ સારા સંબંધો નહોતા. એક દિવસ એક સરકારી અધિકારી એક આશ્રમમાં રહેવા આવ્યો. આ આશ્રમના પ્રમુખને તેણે બીજા આશ્રમના પ્રમુખને મળવા જવા પોતાની સાથે આવવા કહ્યું. સ્વાભાવિક રીતે જ આ પ્રમુખ ખૂબ જ માનસિક તણાવ અનુભવવા લાગ્યા એમને ત્યાં જવું પણ નહોતું અને ના પણ પાડી શકાય તેમ નહોતી ! અચાનક પ્રમુખ સાહેબને એવો તાવ ચઢી ગયો કે તેઓ રૂમની બહાર નીકળી શકવાને પણ શક્તિમાન ન રહ્યા. આ મેં મારી આંખોએ જોયું છે. જેવો પેલો સરકારી અધિકારી ચાલ્યો ગયો કે તરત જ પ્રમુખનો તાવ ઉતરી ગયો. શરીરનું તાપમાન સામાન્ય થઈ ગયું. |

રવિવારની રજા પછી સોમવારની સવારે કામની શરૂઆત કરવાની હોય ત્યારે જરા અઘરું નથી લાગતું ? અરે બાળકોને પણ તેમને ન ગમતું કામ કરાવવાનું દબાણ કરીએ છીએ ત્યારે તે શારીરિક નબળાઈના લક્ષણો અનુભવે છે, જેમ કે સ્કૂલે ન જવું હોય તો ઘણીવાર તેમને તાવ આવી જાય છે. આવી જાતની બધી બિમારીઓ અણગમાને કારણે મન અને શરીરના વિરુદ્ધ દિશાના ખેંચાણને લીધે પેદા થાય છે. આવા સમયે તમે તમારી જાત સાથે સહજ સુમેળ નથી અનુભવતા અને આ સહજ સુમેળનો અભાવ એટલે જ રોગ કહેવાય.

એક દિવસ એક રૂઢિચુસ્ત કુટુંબના સોહામણા યુવકને તેના માતા-પિતા અમારા હીલીંગ સેન્ટરમાં લાવ્યા. તેની સમસ્યા એ હતી કે યુવકને અચાનક દેખાતું બંધ થઈ ગયું હતું. તેના મા-બાપે રડતાં રડતાં તેમની આપવીતી સંભળાવી કે તેમનો દીકરો તદ્દન તંદુરસ્ત હતો પણ એક અઠવાડિયાં પહેલા જ એકાએક તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. બધા મેડીકલ રિપોર્ટ પ્રમાણે આંખમાં કોઈપણ પ્રકારની તકલીફ કે ખામી નથી. પરંતુ તેને કશું જ દુખાતું નથી. આવું કેમ બને ?

તે યુવકનું એનર્જી લેવલ તપાસ્યા પછી મેં તેના મા-બાપને કહ્યું કે; આ યુવકને થોડો સમય મારી સાથે એકલો રહેવા દો. તે યુવકને મારી સાથે એકાંતમાં વાત કરવાની તક મળી એટલે તેણે પોતાના દિલનો ઉભરો મારી સમક્ષ ઠાલવી દીધો. વાત એમ હતી કે “યુવક એક યુવતિના ગળાડૂબ પ્રેમમાં હતો. પણ તેના મા-બાપે તે યુવતિને જોવાની સખત મનાઈ કરી હતી” તરત જ મને આ સમસ્યાનું મૂળ સમજાઈ ગયું. મેં તે યુવકને ત્રણ દિવસ સુધી એ યુવતિના ફોટા સામે સતત જોયા કરીને ધ્યાન કરવાની સલાહ આપી. તેના મા-બાપને તો એક આધ્યાત્મિક માણસે સમસ્યાનો આવો ઉપાય આપ્યો તે બદલ ખૂબ માનસિક ધક્કો લાગ્યો. પણ આ યુક્તિ કામ કરી ગઈ. ફક્ત ત્રણ દિવસમાં જ આ યુવકે તેની સંપૂર્ણ દૃષ્ટિ પાછી મેળવી.

આવું કેમ બન્યું ?

પેલા યુવકને જેને જોવાની અદમ્ય ઇચ્છા હતી. તેના તરફ નહીં જોવાની ફરજ પાડવામાં આવી ત્યારે તેના આઘાતમાં, તેના અર્ધજાગૃત મને કંઈ જ નહીં જોવાનું નક્કી કરી લીધું. આમ તેનું આંધળાપણું ઊંડાણમાં ગહન રીતે માનસિક હતું., ઈન્દ્રિયો પર કાબુ મેળવવાની મન પાસે કેવી અદ્ભુત શક્તિ છે ?!! ખરેખર મન જ સર્વસ્વ છે. પુરાણમાં એક જગ્યાએ દર્શાવ્યું છે કે રાધા અને કૃષ્ણના જન્મ સમયમાં થોડીક ક્ષણોનો જ આંતરો હતો. રાધા બધી રીતે બધા સામાન્ય બાળક જેવી જ હતી સિવાય કે એ તેની આંખો નહોતી ખોલતી. થોડા દિવસો પછી રાધાની માતા નાનકડી રાધાને લઈને કૃષ્ણના ઘરે બાળકૃષ્ણને જોવા ગઈ. જેવી રાધા કૃષ્ણની સમક્ષ આવી કે તરત જ રાધાએ આંખો ખોલી નાંખી. શું છે ? મેં તો તમને હવે કંઈ જ નહીં લાવવાનું કહ્યું હતું ! આ તું શું લઈ આવ્યો ?” આપણા રોજિંદા જીવનમાં આપણે બિલકુલ આવું જ કરતા હોઈએ છીએ. આપણી કુટેવો અને સતત તણાવ ભરી જીવન પદ્ધતિની સાથે સાથે આપણે દુઃખને પણ આમંત્રણ આપી દઈએ છીએ. અને તેના વિશે બધું ભૂલી જઈએ છીએ. પછી જ્યારે કોઈ રોગ આપણા શરીર પર સામ્રાજ્ય જમાવે ત્યારે આપણે ફરિયાદો કરીએ છીએ. અરે કેટલીકવાર માંદા પડવામાં આપણને મજા પણ આવે છે. આ વાત કોઈ સ્વીકારશે નહીં પરંતુ જેવી રીતે શરીરનું કોઈ અંગ તેના તરફ એટેન્શન ખેંચવા માટે કોઈ રોગ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે બીજાનું ધ્યાન તમારા તરફ ખેંચાય તે માટે મન તમને માંદા પાડે છે. આ ભાગદોડના જમાનામાં એકબીજા પર ધ્યાન આપવાની કોને પડી હોય છે ? સિવાય કે તેઓ બિમાર પડે. એટેન્શન એક મૂળભૂત જરૂરિયાત છે મનોવૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માણસ ખોરાક વગર નેવું દિવસ સુધી જીવી શકે છે પણ જો કોઈ બીજું તેના તરફ ધ્યાન (એટેન્શન) ન આપે તો માત્ર ચૌદ દિવસમાં જ તેની માનસિક વ્યવસ્થા ગુમાવી દે છે કારણ કે એટેન્શન એક શક્તિ છે. એ જીવન શક્તિનો પ્રવાહ છે. આપણે તેનાથી અજાણ છીએ. અસભાનપણે જ આપણને કોઈનું ધ્યાન આપણા તરફ વાળવા માટેનું એવું ગાંડપણ ઉપડે છે કે તે મેળવવા માટે આપણી અંદર એક નીચી શક્તિનો સેતુ ઊભો કરીએ છીએ અને ખુશીથી સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીના રોગોની તકલીફ સહન કરવા તૈયાર થઈ જઈએ છીએ.

મોટાભાગના સંબંધોમાં પણ બંને પક્ષો મોટે ભાગે એકબીજા તરફ એટેન્શન અપાય તેની જ અપેક્ષા રાખતા હોય છે. એકબીજા સામે એટેન્શનના

અજાણતાં જ આપત્તિઓને આમંત્રીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ. પેઈનકીલર (દર્દશામક દવાઓ) દવાઓનો આશરો લઈએ છીએ. આપણા માટે શરમજનક હકીકત તો એ છે કે, આપણે એકના એક રોગોના વારંવાર ભોગ બનતા રહીએ છીએ, તો પણ આપણને એની પરવા નથી હોતી. કારણ કે આપણને ખબર જ નથી કે સમસ્યાનું મૂળ આપણી પોતાની અંદર જ છે. આપણે આપણા દુઃખો માટે હંમેશા બીજાને જ જવાબદાર ઠરાવતા રહીએ છીએ.

દુઃખનો ઈલાજ શું છે ?

જો દુઃખનું કારણ બેધ્યાનપણું હોય એટલે કે અટેન્શનની ગેરહાજરી હોય, તો તેના પ્રત્યે જાગૃત રહેવું. આનો એક બહુ જ સુંદર અને સરળ ઉપાય છે. જાતે જ સાજા થવાની ધ્યાનની પદ્ધતિ (Self healing Meditation Teachnique) જે તમારા સમગ્ર ધ્યાનને રોગગ્રસ્ત અંગમાં કેન્દ્રિત કરે છે. તમને જ્યારે કોઈ દુઃખાવો થાય ત્યારે એ ટેકનીક અપનાવી શકો છો. દર્દશામક દવાઓ કરતાં આ અવશ્ય સારો ઉપાય છે કારણ કે પેઈનકીલર દવાઓની આડઅસરો ઘણી વખત ખરેખરા દુઃખાવા કરતાંય વધારે ખતરનાક હોય છે.

ધ્યાન (MEDITATION) :

એક અંધારા ઓરડામાં પીઠ ફર્શ પર રાખીને ચત્તા સૂઈ જાવ. જાગૃત રહીને તમારા આખા શરીરને ભૂલી જવા પ્રયત્ન કરો. તમારું સમગ્ર ધ્યાન તમારા દુઃખતા અંગ પર જ કેન્દ્રિત કરો. તમે જ્યારે તમારા પીડીત અંગનો અનુભવ કરતા હો ત્યારે ઈરાદાપૂર્વક તમારા મનમાંથી ‘પીડા’ શબ્દને કાઢી નાંખો. તમારું મન સતત તમને એ પીડાને યાદ કરાવશે પણ બસ, સ્વીચ ઓફ કરીદો. ખુલ્લા મન સાથે તમારામાં ઉંડાણનો અનુભવ કરો. મનને મુક્તપણે વિહરવા દો. તમારી અંદર જે ચાલી રહ્યું છે તેને ફક્ત જોયા તે તમને આધ્યાત્મિક વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો તેવું લાગશે. પછી તમે આ વિશ્વમાં આત્મા બનીને વિહાર કરો છો. તમે અનુભવો છો કે ભૌતિક વિશ્વ ઓગળી રહ્યું છે. તમે એક બીજી જ દુનિયામાં વિચરણ કરી રહ્યા છો જેમાં છે માત્ર, કોઈની સાથે સરખામણી જ ન થઈ શકે તેવી સુંદરતા, નિખાલસતા, પરમ આનંદ અને પરમ અનુકંપા !!!

ગીતામાં કહ્યું છે કે :

“સમ દુઃખ સુખઃ સ્વસ્થઃ સમલોષ્ટામશ્મકાંચનઃ
તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિન્દાત્મ સંસ્તુતિઃ ।”

(અર્થાત્ જે વ્યક્તિ પોતાનામાં, કાર્યમાં સ્થિર થઈ જાય છે તેને માટે આનંદ અને શોક સરખાં જ છે. માટીનું ઢેકું, પથ્થર કે સોનાના ટુકડાનું મૂલ્ય તેને માટે એક સરખું જ છે, તે ડહાપણથી ભરેલો છે તે આનંદ અને દુઃખને એક સરખી રીતે આવકારે છે. અને તે દોષારોપણ કરવું કે વખાણ કરવા બંને બાબતને એક સરખી જ જુએ છે.)

જ્ઞાન અને ધ્યાન, જાગૃતતા અને મહાવરા સાથે દુઃખ, નિત્યાનંદ, પરમસુખમાં પ્રવેશવાનું ભવ્ય અને જાદુઈ પ્રવેશ દ્વાર બની શકે છે.

મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.

પ્રશ્ન : શું દુનિયાના દુઃખ અને દર્દને દૂર કરવાનો ચેતનાની જાગૃતતા જ એકમાત્ર રસ્તો છે?

હું પહેલાં એક વાતનો ખુલાસો કરી દઉં. ચેતનાની જાગૃતતા, દર્દ અને દુઃખથી દૂર ભાગવાનો રસ્તો નથી. અલબત્ત તે દુઃખના સ્વભાવના ઊંડાણમાંથી સમજે છે. “હું શું કામ દુઃખી છું? મારી અંદર એવું શું છે જે દુઃખનું કારણ બને છે?” આ બાબતને ગહનતાથી વિસ્તૃત રીતે સમજવાનો રસ્તો છે.

તીવ્ર આંતરિક શુદ્ધતાથી દુઃખના સ્વભાવ અને કારણને જોવાથી તે આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. કારણ કે હવે દુઃખને ત્યાં રહેવાનું કોઈ કારણ જ નથી. અને આ અહેસાસ જ તમને પરમ આનંદના સ્તર પર લઈ જાય છે. જે ચેતનાની જાગૃતિનું સ્તર છે.

ચેતનાની જાગૃતિ તમને જીવનમાં પહેલીવાર એ સત્યનું ભાન કરાવશે કે અત્યાર સુધી જે સુખ ભોગવ્યું તે સાચું સુખ નહોતું. મુક્તિ તમારા પર સાચા આનંદ અને વાસ્તવિક લાગણીના તરંગોનાં ઉછાળાનો વરસાદ વરસાવે છે. તે તમને પરમ સુખ, સુખની પરાકાષ્ઠાનો સાચો સ્વાદ ચખાડે છે.

પરંતુ એટલું યાદ રાખો કે, જ્યાં સુધી તમે દુઃખના વર્તુળની અવરોધક દિવાલને તોડશો નહીં - સંપૂર્ણ જવાબદારીથી દુઃખથી આરપાર નજર નહીં નાંખો, ત્યાં સુધી તમે આમાંનું કશું જ અનુભવી નહીં શકો. મુક્તિ દુઃખમાંથી બહાર આવવાનો સરળ રસ્તો નથી. એ માટે તમારે દુઃખનો અને તેના અનુભવોનો આભાર માનવો પડે છે. કારણ કે દુઃખ, પરમ આનંદ પામવા માટેનું, મુક્તિ માટેનું ઉદ્દીપક છે. માનવું મુશ્કેલ લાગે છે ને ? આવું જરૂર બનશે ! તમે જાતે તેનો અનુભવ નહીં કરો, ત્યાં સુધી જ તમને મુશ્કેલ લાગશે. તમારી જાતને એક તક આપી જુઓ ?

પ્રશ્ન : પ્રેમ અને પીડા હંમેશા સાથેને સાથે જ કેમ હોય છે ? મારા સંબંધોમાં મારા સાથીદારને હું ઘણી સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરું છું. પરંતુ અંતે સહન કરવાનું માટે જ આવે છે. મારો ઉપયોગ થાય છે તેવું લાગે છે. આવું કેમ ?

પહેલી વાત તો એ કે, તમે જેને ચાહો છો તેને “સ્વતંત્રતાની છૂટ આપવાની” તમારી વાત ખોટી નથી લાગતી ? પ્રેમનો પર્યાય જ પૂર્ણ સ્વતંત્રતા છે. પ્રેમનો અર્થ જ એ છે કે બિનશરતી પૂરેપૂરું આપવું તમે જ્યારે કહો છો કે; હું જેને ચાહું છું તેને અમુક પ્રમાણમાં સ્વતંત્રતા આપું છું. તમને જેટલી યોગ્ય લાગે તેટલી. એનો મતલબ એ થયો કે તમે પ્રેમને બાંધીને, તમારી પાસે રાખીને તમે અમુક જથ્થામાં આપો છો.

તમારા સાથી પ્રત્યે અધિકારની, કબજાની લાગણી હોવી તે કુદરતી વાત છે. તે તમારા અહમ્‌ને કારણે છે. તમારો સાથી તમારાથી થોડો સમય દૂર રહે, થોડું અંતર રાખવાની જરૂર પડે તે કલ્પના જ દુઃખકારક છે બરાબરને ? તમે તેને આવી છૂટ આપવાનો પ્રયત્ન પણ કરો છો પણ તમને એવું લાગે છે કે તમારી લાગણીઓનો ગેરઉપયોગ થાય છે. પ્રામાણિકપણે તમે ક્યારેય એવું સ્વીકારી શકો નહીં કે, તે તમે આપેલી છૂટનો ઉપયોગ પોતાને માટે બીજાની સાથે રહેવા માટે કરે, ખરું ?

“દરેક વખતે જ્યારે જ્યારે હું મારા સાથીને સંબંધોમાં છૂટ આપું છું ત્યારે મારો ગેરલાભ લે છે.” આ બાબતને આ રીતે સામાન્ય નિયમ બનાવવાની ભૂલ ન કરતાં. કરો છો કે ભોગવો છો, તે તમે એ ઘટનાને કેવો પ્રતિભાવ આપો છો તેના પર સંપૂર્ણપણે આધારિત છે.

તમે ક્યારે સહન કરો છો? તમે ક્યારે માંદા પડો છો? તમારો પડોશી નવી કાર ખરીદે છે, ત્યારે તમને શું થાય છે? તમારા પુરુષમિત્ર / સ્ત્રીમિત્ર કોઈ બીજા માટે ક્યારે તમને છોડી દે છે?

હવે ધારો કે તમે આવી પરિસ્થિતિઓને ગુસ્સો કે દુઃખ કર્યા વગર જેમ છે તેમ સ્વીકારી લો છો. તો હવે તમારે પહેલાં જેટલું સહન કરવું પડશે? તમારો પાડોશી નવી કાર લાવે તેમાં સ્વાભાવિક રીતે જ તમારે માટે દુઃખી થવા જેવું કશું જ નથી. અરે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે જે દુઃખ થાય તેને તમે નકારી ન શકો.

દરેક પરિસ્થિતિને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર તે ક્ષણના અનિવાર્યપણાને સ્વીકારી લો. આવકારો. તમને જે દુઃખ પહોંચાડે છે, તે તમારા અનુભવ પ્રત્યેની નકારાત્મક પ્રતિક્રિયા છે. આપણી શાંત અનુમતિ વગર આપણને કોઈ દુઃખ પહોંચાડી શકે નહીં.

તમારા પોતાના અનુભવોના ન્યાયાધીશ બન્યા વગર માત્ર સાક્ષી બની રહેવાની ટેવ કેળવો. તમને દુઃખ પહોંચાડનાર કારણને સૌ પ્રથમ સ્પષ્ટતાથી સમજી લો. તે ખુલ્લું કે દેખીતું હોય કે રહસ્યમય. આવું કરવાની ક્ષમતા એક-બે દિવસમાં નહીં આવે, પરંતુ નિયમિત પ્રેક્ટિસ કરવાથી થોડા સમયમાં આવી જશે.

દુઃખ સહન કરવાના છુપાયેલા કારણોમાંથી મુખ્ય કારણ એ છે કે "કદાચ તમને તેમાં મજા આવતી હોય!"

દાખલા તરીકે તમે માંદા પડો તો તમને એક ફાયદો થાય છે, કે બધાંનું તમારા તરફ ધ્યાન ખેંચાય છે. બધા જ તમારી કાળજી રાખે છે. જે માટે

ચિંતામાંથી અદ્ભુતતા તરફ

Nithyananda smiling