પ્રકરણ ૨: ચિંતામાંથી અદ્ભુતતા તરફ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આપણે ચિંતા શું કામ કરીએ છીએ ?
ધ્યાનથી સાંભળો. પ્રશ્ન મેં પૂછ્યો તે નથી. “તમને શાનિ ચિંતા થાય છે ?” આ સવાલનો જવાબ તો દસ વરસનું બાળક પણ આપી શકે છે.
આપણી પાસે ચિંતા કરાવતી બાબતોનું લીસ્ટ તૈયાર જ હોય છે. પૈસા, કામકાજ, સંબંધો, બિમારીઓ વગેરે વગેરે, આ સૂર્યની નીચે જેટલી પણ બાબતો છે તેમાંથી કોઈપણ બાબત ચિંતાનું ઉદ્ભવ સ્થાન બની શકે. વિચિત્ર બાબત તે છે કે અમુક લોકો માટે વિરોધી કારણો પણ ચિંતાના સ્ત્રોત બની શકે છે. જ્યારે બે વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે એકે કહ્યું
- “મારે છોકરાં નથી તે મારી સમસ્યા છે” બીજાએ કહ્યું કે “મારા છોકરાં મારી સમસ્યા છે” પૈસા હોવા અને પૈસા ન હોવાં બંને બાબતો સમસ્યા હોઈ શકે છે. ઘણા લોકોને કશી જ ચિંતા નથી તેની ચિંતા હોય છે ! ઘણા નિવૃત્ત લોકો મારી પાસે આવીને કહે છે. મારે કશું કરવાનું નથી અને મારી ચિંતા કરવાવાળું કોઈ નથી. અમારે જીવીને શું કામ છે !!
આપણે બધાં, અલગ સંસ્કૃતિ, અલગ આર્થિક પરિસ્થિતિ અને અલગ વયજૂથમાંથી છીએ. પરંતુ આપણે બધાને એક સરખી ચિંતા હોય છે. ચિંતા માટે જો બહારના પરિબળો જવાબદાર હોય તો બધાને એક જ રીતે શા માટે સહન કરવું પડે છે ?
ના. ચિંતાનું સાચું કારણ આપણી અંદર જ ઊંડાણમાં રહેલું છે. તમારી ચિંતાનો ઊંડાણથી અભ્યાસ કરો. તમને ખ્યાલ આવશે કે ચિંતા પણ બીજા દુઃખોની જેમ જ આપણા જીવનની બહારની ઘટના નથી. પરિસ્થિતિ ચિંતા પેદા કરતી નથી. પરંતુ તમે તેને જે રીતે પ્રતિક્રિયા આપવાનું પસંદ કરો છો તે પ્રતિક્રિયા ચિંતા પેદા કરે છે.
ધારો કે તમારો મિત્ર ખૂબ જ સરસ નોકરીમાં જોડાય છે.
આ ઘટનાને બે રીતે લઈ શકાય. તમે વિચારી શકો “વાહ તેને સરસ નોકરી મળી છે” અથવા તમે વિચારી શકો, “અરે ભગવાન તેને તો સરસ નોકરી મળી ગઈ ! મારું શું ? હું શું કરું ? મારી પત્ની શું કહેશે ? મારે કોઈ બીજી નોકરીની શોધ ચાલુ કરી દેવી જોઈએ ? જો મને સારી નોકરી નહીં મળે તો શું થશે ? મારા માટે જીવનમાં કશું સારું કેમ બનતું જ નથી ?”
તમે જોયું તમારી જાણ બહાર જ ચિંતા પરિસ્થિતિમાં કેવી રીતે દાખલ થઈ ગઈ ? હકીકતમાં તમારા મિત્રને સારી નોકરી મળે તેમાં તમારે દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. ચિંતા એટલે બહારના ચોકઠાઓ અને સંદર્ભોની વિરુદ્ધમાં સતત તપાસવું. દા.ત., “મારો પડોશી જે કરે છે તેવું હું કરું છું ?” “મારા બોસ પર મારી સારી છાપ પડી છે ?” “મારા બાળકો શું વિચારશે ?”
ચિંતા જરૂરીયાત બની શકે છે !
આપણી જાતને બહારના પ્રમાણપત્રની જરૂરિયાત કેમ પડે છે ?
દુઃખદ સત્ય એ છે કે ઘણા લાંબા સમયથી આપણે આપણી જાતનો વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. આપણે સ્વકેન્દ્રી બની ગયા છીએ. અંતર્મુખી થઈ ગયા છીએ. તમે ક્યારેય નાના બાળકને લોકો તેના માટે શું વિચારશે તેવી ચિંતા કરતું જોયું છે ? પરંતુ આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ, તેમ તેમ સમાજ સતત આવા વિચારો આપણા મગજમાં ઠાલવતો જાય છે. બીજાના વિચારો અને મતો સાથે સરખામણી કરીને આપણી
પરમ આનંદની અનુભૂતિ માટે સૌ પ્રથમ તમારે તમારા અહમ્નો ત્યાગ કરવો પડે છે. તમે તે કરવા તૈયાર છો ? ના. તમે બધી જ ઉપાધીઓ લેવા તૈયાર છો પણ તમારા અહમ્ને છોડી શકતા નથી. તેથી તમે ચિંતા કરવાના કારણો શોધ્યા કરો છો. આપણામાંના મોટાભાગનાને એ ચિંતા છે કે, તેના સિવાયના બધા જ સુખી છે. તે એક જ સુખી નથી. પરંતુ મજાની વાત એ છે કે દરેકે દરેક વ્યક્તિ પોતાના માટે આવું જ અનુભવે છે. આ કઈ રીતે શક્ય બને ?
એક રાજ્યના રાજાને જાણવા મળ્યું કે તેના રાજ્યના બધા જ નાગરિકો હતાશામાં છે કારણ કે તેમાંના દરેકને એવું લાગે છે કે તેમને માટે યોગ્ય હોવી જોઈએ તેના કરતાં વધારે ચિંતાનો બોજ તેમના પર આવે છે. તેના સિવાયના બીજાને વધારાની કોઈ ચિંતા જ નથી. તેથી રાજાએ ચિંતાઓ આપસમાં બદલી લેવાની ઓફર કરી. જ્યાં લોકો પોતાની મોટી ચિંતા આપીને, બીજાની નાની ચિંતા લઈ શકે. મોટી વિશાળ જગ્યા પસંદ કરીને એક મહાકાય વાસણ મૂકવામાં આવ્યું. જેમાં દરેક વ્યક્તિ પોતાની મોટી ચિંતા નાંખી શકે અને બીજાઓને નાંખેલી, તેને નાની લાગતી ચિંતા પસંદ કરીને લઈ શકે. આ પ્રસંગે આખું રાજ્ય એકઠું થઈ ગયું. નિયમ પ્રમાણે પ્રસંગને ખુલ્લો મૂકવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે એકપણ વ્યક્તિ પોતાની જાણીતી ચિંતા ફેંકીને બીજા અજાણ્યાની ચિંતા પોતાના માથા પર લેવા આગળ આવી નહીં !
મન ચિંતાનું માલિક છે !
ચિંતાને સરળતાથી સમજવા માટે આગળ વધતાં પહેલાં, આપણે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણી અંદર શું બને છે તે સમજી લેવું જરૂરી છે. તમે જ્યારે કોઈપણ બાબતની ચિંતા કરતા હો, ત્યારે ફક્ત તમારા મનનું નિરીક્ષણ કરો. શું થઈ રહ્યું છે ? તમે જોશો કે તમારા મનમાં વિચારોનો સ્વભાવ છે. આ બેકાબુ વિચારોનો પ્રવાહ, આ જ ગાંડપણની અભિવ્યક્તિ. આ એ જ મન છે જેને વિશ્વાસે તમારું જીવન ચાલે છે. આ મને જ તમારી બધી જ ચિંતાઓની શોધ કરી છે. આ એ જ મન છે. જે તમારું જીવન જીવે છે. તમે આટલું સમજી લીધું હશે, તો ચિંતામાંથી છુટકારો મેળવવા છલાંગ મારી દેશો.
| એક નાની વાર્તા | નિત્તી મુદલીયારે નવી કાર ખરીદી અને પહેલીવાર સવારી કરીને બહાર નીકળ્યો. તે શહેરમાં માઈલોના માઈલો આગળ જતો જ રહ્યો. લોકો પ્રશંસાથી તેને જોઈ રહ્યા હતા. પરંતુ નિત્તી ક્ષોભિત ચિંતામાં હતો. જેવો તે નીચે ઉતર્યો, તેને ભાન થયું કે, કાર ચલાવવા બાબતમાં તે બધું જ જાણે છે સિવાય કે તેને અટકાવવી. ઊભી રાખવી. બધા નસીબદાર હતા કે કાર ઝાડ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. બાજુમાંથી પસાર થતાં માણસે નિત્તીને પૂછ્યું : “તમને શું તકલીફ છે ? શું તમને કાર ચલાવતા નથી આવડતું ?” નીત્તિએ ચીસ પાડીને ઉદ્દાતાઈથી કહ્યું : “અલબત્ત મને કાર ચલાવતાં આવડે છે. માત્ર હું તેને કઈ રીતે અટકાવવી તે નથી જાણતો.” |
હકીકતમાં નિત્તી કાર નહોતો ચલાવતો પણ કાર તેને ચલાવી રહી હતી. કાર કાબુમાં હતી, પરંતુ તે નહોતો. કાર ચલાવવી એટલે આપણી ઈચ્છા મુજબ તેને ગતિમાં રાખવી અને અટકાવવી. નહીં કે કારની ઈચ્છા મુજબ.
આવી જ રીતે આપણે આપણા મનને ચલાવી રહ્યા છીએ. પરંતુ કેમ અટકાવવું તે જાણતા નથી. માત્ર થોડી પળો માટે આંતરિક બબડાટને અટકાવવાની કોશિશ કરી જુઓ. અટકાવી શક્યા ? તમે જ્યારે તેને અટકાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે વિચારોનો પ્રવાહ વધારે બેકાબુ બની રજા કે જાણ બહાર જ નકારાત્મક રીતે વર્તવા માંડે છે. આ પછી તમારા મનની આદત બની જાય છે જેને પરિણામે તમારી અંદર ગંભીર લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે.
જેવી રીતે ખાવાની ખરાબ આદતો તમારા શરીરમાં ચરબી જમા કરે છે અથવા લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા કરે છે, તેવી જ રીતે સતત ચિંતાઓ તમારી અંદર લઘુતાગ્રંથિ પેદા કરે છે. અને જેમ કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓમાં ગઠ્ઠા પેદા કરીને તેને જામ કરી દે છે, તેવી જ રીતે હતાશા (ડીપ્રેશન) તમારી અંદરના શક્તિના સ્ત્રોતને જામ કરી દે છે. અટકાવી દે છે. ડીપ્રેશન એ તદ્દન નિરાશાનો તબક્કો છે. તે એવો તબક્કો છે કે જેમાં આપણે આપણો કાબુ અધમતાને સોંપી દઈએ છીએ.
આપણે જ આ હાલતનું સર્જન કર્યું છે.
શારીરિક સ્તર પર ચિંતા હોજરીમાં બેચેનીરૂપે સ્પષ્ટરૂપે તરત જ પ્રગટ થાય છે. (યાદ કરો પરીક્ષા વખતે કે નોકરીના ઈન્ટરવ્યુ વખતે તમારે કેટલા વખત બાથરૂમ જવું પડે છે ?) આ સ્વાભાવિક છે કારણ ચિંતા મણિપુરકા ચક્ર સાથે સંકળાયેલ છે, જે પેડુમાં આવેલું છે. આ ચક્રની શક્તિ, કે જે પાચન અને ઉત્સર્ગ તંત્રને કાબુમાં રાખે છે. તે સતત ચિંતાને કારણે જામ થઈ જાય છે.
ચિંતા ઉપર વિજય કેમ મેળવવો ?
ચિંતાને સમજ્યા માટે આપણે આપણાં મનના સ્વભાવમાં ઊંડાણથી નજર કરવી જોઈએ. ચિંતાનો રસ્તો મનમાં છે. અને ફક્ત મન દ્વારા જ આપણે ચિંતામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકીએ. છતાં આપણે તેનાં જવાબો બીજી જગ્યાએ શોધતાં હોઈએ છીએ. બહારની પરિસ્થિતિઓમાં, બહારના સંજોગોમાં. આપણે આપણી જાતને કહીએ છીએ કે "જો મારી પાસે પૂરતા પૈસા હોત તો મારે ચિંતાનું કોઈ કારણ ન હોત.” “જો હું
પ્રશ્ન : બીજાઓ સાથે સરખામણી કરીને મારી જાતને દુઃખી થતાં કઈ રીતે રોકી શકું?
આખરે તમને એટલો અહેસાસ તો થયો કે સરખામણી જ દુઃખ લાવે છે. ખરેખર સારી શરૂઆત છે.
ભગવાન બુદ્ધે પ્રભાવશાળી અર્થવાળું એક વિધાન કર્યું છે. તેઓ કહે છે – “સંબંધો સિવાય કોઈનું અસ્તિત્વ નથી” દરેક બાબત એકબીજા સાથે સંબંધિત છે, અને કોઈક બીજા સાથે તે ફક્ત સંબંધોમાંથી તેના અર્થો કાઢે છે.
તમે તમારી જાતની સરખામણી કરવા માટે ક્યા ક્યા શબ્દો વાપરો છો ?
સુંદર, પૈસાદાર, હોંશિયાર, યુવાન અને વગેરે વગેરે
હવે તમે કલ્પના કરો કે તમે એક એવા ગ્રહ ઉપર છો કે, જ્યાં તમારા સિવાય બીજું કોઈ રહેતું નથી. પછી તમે સુંદર કે કદરૂપા હશો ? ઊંચા કે નીચા હશો ? તવંગર કે ગરીબ હશો ? સરખામણી વગર આ શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે છે. કારણ કે સરખામણી ફક્ત શબ્દો વડે કરાયેલી વ્યવસ્થિત કલ્પના છે. તેમનું ખરેખરું કોઈ અસ્તિત્વ જ નથી.
આ અજમાવી જુઓ : થોડી ક્ષણો માટે તમારી આંખો બંધ કરી દો. તમે દુનિયામાં સાવ એકલા જ છો એવી કલ્પના કરો તમને અંદરથી એવું લાગે છે કે, તમે રૂપાળા કે કદરૂપા છો ? મૂર્ખ અથવા સમજદાર છો ? તો પછી આ બાબતો ક્યાં છે ? ફક્ત તમારું અસ્તિત્વ રહે છે. તમારું હોવાપણું (તમે જેવા છો તેવા જ) જ રહે છે કારણ કે આ જ સત્ય છે. વાસ્તવિકતા છે.
બીજા કોઈ સાથે આપણી જાતની સરખામણી કરવી તે મૂર્ખતા છે, કારણ કે તમે ક્યારેય બીજા કોઈ બની શકો નહીં અને બીજું કોઈ તમે બની શકે નહીં. તમારી આસપાસ નજર કરો, આબેહૂબ તમારા જેવું જ આજુબાજુમાં બીજું કોઈ છે ? તમે જોઈ નથી શકતા કે તમે કેટલા વિશિષ્ટ, અસાધારણ છો ?
એવું કહેવાય છે કે એક વખત એક ઝેન ગુરુને તેના શિષ્યે સવાલ કર્યો, “ગુરુજી મને કહો, હું બુદ્ધ જેવો ક્યારે બનીશ ?” જવાબમાં ગુરુએ અતિક્રોધિત થઈને શિષ્યના ચહેરાપર એક તમાચો મારી દીધો. શા માટે ? શું તેના શિષ્યની માંગણી અતિશય વધારે હતી ? ના. ગુરુએ કહ્યું - “તું જ બુદ્ધ છે.” અત્યારે તમે જેવા છો તેવા થવા કઈ રીતે ઈચ્છા શકો ? તમે તમારી પોતાની જાતથી એટલા બધા દૂર રહ્યા છો કે, તમે ખરેખર કેટલા અસાધારણ છો, તે તમે ભૂલી ગયા છો. તમે જુઓ છો કે દરેક વ્યક્તિ ખૂબ જ ભિન્ન છે, સમાનતાનો સંદર્ભ જ ક્યાં છે ? માટે સરખામણી કરવાનો અભિગમ છોડી દો. યાદ રાખો તમે ખરેખર વિશિષ્ટ છો. જેવા બીજાં બધાં જ અસામાન્ય છે.
પ્રશ્ન : મને હમણાં ખૂબ જ અદ્ભુત સાથીદાર મળેલ છે, પરંતુ આ સંબંધ એટલો બધો સારો છે કે મને ખૂબ જ ચિંતા થાય છે તેનો અંત તો નહીં આવી જાય ને ?
સંબંધ એટલો સારો છે કે અંત આવી જશે ? આ ઊંચાઈ પર ખરેખર આ ચિંતા છે ? તમારી પાસે ચિંતા કરવા જેવું કશું જ ન હોવું, છતાં ચિંતા થતી તે મનની એક હલકી કક્ષાની રમત છે. મન તમને ક્યારેય વર્તમાનમાં રીલેક્સ થવા દેતું નથી. તે તમારા પર ભૂતકાળ અને ભવિષ્યકાળ બોજારૂપે લાદયા કરે છે. પરંતુ પ્રેમ કરવો એટલે જ ભૂતકાળ અને ભવિષ્યકાળને ભૂલી જવો. વર્તમાનના આનંદમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું.
તમારા ડરનું સાચું કારણ તપાસો.
ગુનાહિત ભાવના જ તમારી જાત માટે, ખૂબ જ સામાન્ય અને ખૂબ જ ગંભીર સજા છે. જે તમે તમારી જાતને કરી શકો છો. મોટે ભાગે લોકો નાના અને ઘણા સમય પહેલાં ભૂલાઈ ગયેલાં પાપોની બિનજરૂરી સજા પોતાની જાતને આપતા હોય છે. જે તમે અત્યારે કરી રહ્યા છો. સત્ય એ છે કે તમે જ્યારે ગુનાહિત ભાવના છોડી દો છો, એજ વખતે પાપ પણ છોડી દો છો. પ્રેમમાં ખોવાઈને કોઈ સ્ત્રી રંડીબાજી કરતી હોય તો, બિલકુલ પાપી નથી. તે ફક્ત પ્રેમિકા છે.
હકીકતમાં સ્વર્ગ અને નર્ક આપણી માનસિક સ્થિતિ છે. તમે તેને બ્રહ્માંડના નકશામાં ક્યાંય શોધી નહીં શકો-તેનું અસ્તિત્વ માત્ર તમારા મનમાં છે, અને ચિંતા અને ગુનાહિતભાવના નરકમાં દાખલ થવાનો ખાત્રીબંધ રસ્તો છે. અમુક મર્યાદામાં ગુનાહિત ભાવના ઉપયોગી પણ છે. આ હાલતમાં તમને એકની એક ભૂલ બીજી વખત કરતાં રોકે છે. જો તમને તમારો બોધ મળી ગયો હોય, તો તમે ગુનાહિત ભાવનાને છોડી દો. જે ભૂલો થઈ ગઈ છે, તેની ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળ ને ન ભૂલવો તેનાથી મોટું કોઈ પાપ નથી.
પ્રશ્ન : આ મુક્તિના (Enlightenment) મુદ્દાની મને ચિંતા થાય છે. શું હું આ બાબતમાં યોગ્ય રસ્તે છું ?
જો તમે મુક્તિ માટે કાર્યરત હો. અને તે બાબતની ચિંતા થતી હોય તો અંતે તમને કશું જ મળશે નહીં. મુક્તિ તરફનો અભિગમ એટલે જ તે બાબતમાં બધું જ ભૂલી જવું. જો કે તે ભૂલી જવું એટલું સહેલું નથી. પરંતુ તમે જ્યારે મંઝીલ તરફ જ સખત ધ્યાન આપો છો, ત્યારે મુસાફરીનો આનંદ ગુમાવી દો છો. વર્તમાન ક્ષણને સમર્પિત થઈ જાવ, અને ભવિષ્યને તેની પોતાની કાળજી જાતે લેવા દો.

નિર્ભેળ સત્ય,
સીધે રસ્તે !