પ્રકરણ-૩: નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ઊંડાણથી તમે જોશો તો ખ્યાલ આવશે કે, આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા વિરોધાભાસો છે તેટલા, નથી વિજ્ઞાનમાં, નથી ગણિતમાં, નથી તર્કશાસ્ત્રમાં, નથી ઈતિહાસમાં, નથી ભૂગોળશાસ્ત્રમાં, હકીકતમાં બીજા કોઈક્ષેત્રમાં નથી. બીજા ક્ષેત્રોમાં દરેક બાબતોને એક વાક્ય અથવા એક લયમાં રજૂ કરવામાં આવે છે. હકીકતો અને આંકડાઓ બહુ ઓછા હોય છે. પરંતુ મુખ્ય દોરી, મુખ્ય વિચાર એક સરખો હોય છે. વિજ્ઞાનમાં તમને એક વૈજ્ઞાનિક અને બીજા વૈજ્ઞાનિક વચ્ચે વધારે વિરોધાભાસ નહીં જોવા મળે. ગણિતમાં પણ નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્ર જેટલા વિરોધાભાસો તમને બીજા કોઈપણ ક્ષેત્રમાં નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જો તમારી પાસે વિરોધાભાસો નહીં હોય તો, તે નવાઈની બાબત લાગશે. એક સુંદર કહેવત છે કે, જો બે જ્ઞાની માણસો એક જેવી જ વાત કહેશે તો, બે ઋષિઓ એકબીજાનો વિરોધ નહીં કરે તો, તમારે ચોક્કસ સમજવું કે બેમાંથી એક નકલી છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં આટલા બધા વિરોધાભાસ કેમ છે ? આટલી બધી નવી નવી ફિલોસોફીઓ કેમ છે ? દરેક માણસને આવું લાગે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં, એટલા બધા વાદો છે, ઘણા બધા સંપ્રદાયો છે, ઘણાં બધાં દેવતાઓ છે, શું કામ ? કારણ કે જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં વિવિધતા હોવાની જ.
પશ્ચિમી સમાજમાં પુષ્કળ સામાજિક સ્વતંત્રતા છે એવું કહેવાય છે, કે તેઓ ત્રણ મહિને એકવાર તેમની કાર, હાઉસ (ઘર) અને પત્ની બદલે છે. ત્રણે નિયમિત ત્રણ મહિને એકવાર બદલાય છે. એ લોકો પાસે બાહ્ય દુનિયામાં, સામાજિક બંધારણમાં અદ્ભૂત સ્વતંત્રતા છે. પરંતુ તેમની
દરેકે દરેક વ્યક્તિ પોતાનો અનુભવ અલગ રીતે વ્યક્ત કરે છે. દાખલા તરીકે, પતંજલિ કહે છે કે - મસ્તકમાં આવેલું ચક્ર, મુગુટ, સહસ્ત્રાર છે સામાન્ય રીતે જેનો અર્થ છે, હજાર પાંખડીઓવાળું કમળ પરંતુ જો તમે માણસની ખોપરીને ખોલશો, તો તેમાં તમને હજાર પાંખડીવાળું કમળ મળશે ? નહીં જ મળે. (અમુક મસ્તકમાં તમને કાદવ ભરેલો મળશે જેમાં કમળ ઉગે છે. કમળ નહીં મળે.) તો પછી પતંજલિ હજાર પાંખડીવાળા કમળની વાત શું કામ કરે છે ? મગજમાં જ્યારે શક્તિનો પ્રવાહ પહોંચે છે, ત્યારે જે અનુભવ થાય છે તેની તે આધ્યાત્મિક અભિવ્યક્તિ છે. મગજમાં જ્યારે શક્તિ પહોંચે છે, મુગટના કેન્દ્રમાં ત્યારે હજારો પાંખડીઓવાળું કમળ ખીલતું હોય તેવો અનુભવ થાય છે. તમારી જાત તેની પોતાની ભવ્યતા આ રીતે વ્યક્ત કરે છે. આ ભૌતિક ઉદાહરણ દ્વારા આધ્યાત્મિક અભિવ્યક્તિ છે, રજૂઆત છે. પરંતુ અપરિપક્વ વ્યક્તિ આ વાત સાંભળે છે ત્યારે તેને ભૌતિક બાબત સમજી લે છે. જેથી ખરેખર જે બને છે તે અલગ છે અને ખરેખર જે સમજવામાં આવ્યું છે તે અલગ છે. કોઈ જ્યારે પોતાના આધ્યાત્મિક અનુભવને સામાન્ય ભાષામાં વ્યક્ત કરવા માંગે છે ત્યારે ભાષાકીય શબ્દો અનુભવ સાથે તાલ મેળવી શકતા નથી. અને તેની રજૂઆતને બગાડી નાંખે છે.
એક જીજ્ઞાસુ અને પોતાની જાતને મુક્ત માનતો ઝેન ગુરુ પાસે ગયો અને પૂછ્યું; “મુક્ત માણસ બોલે છે ?” ગુરુ એ જવાબ આપો; “ના મુક્ત વ્યક્તિ ક્યારે બોલી શકતી નથી. આ ઘટના ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકે જ નહીં. તેથી મુક્ત વ્યક્તિ ક્યારેય બોલતી નથી અને જો તે બોલે છે તો ખાત્રી સાથે તે મુક્ત નથી.”
માણસે પછી પૂછ્યું; “તો શું મુક્ત વ્યક્તિ ચૂપ રહે છે ? મૌન રહે છે ?”
ગુરુએ કહ્યું; મુક્ત માણસ ક્યારેય ચૂપ રહેતો નથી. જો તે મૌન રહે તો સ્પષ્ટ છે કે તે મુક્ત નથી. કારણ કે તમે મુક્તિને કબજામાં રાખી પ્રેમની અભિવ્યક્તિ બની જાય છે. તેનું આખું અસ્તિત્વ ગાય છે, તેમાંથી પરમ સુખના ઝરણાં વહે છે, આનંદનો પ્રવાહ વહે છે, સરળ સત્યને વ્યક્ત કરવા માટેનો આ અને આ જ માત્ર એક માર્ગ છે. તે સત્ય હોતું નથી ખરેખર ગુરુ સત્ય વ્યક્ત કરતા હોય છે પણ તમે તેને ગ્રહણ કરતા નથી. વચ્ચે કંઈક એવું બને છે. કંઈક ખોવાઈ જાય છે કારણ કે ગુરુ અલગ કક્ષાએથી બોલે છે અને તમે વિચારસરણીની અલગ કક્ષાએથી સાંભળો છો. આવી અલગ અલગ કક્ષાઓ વચ્ચે શું આદાન-પ્રદાન થઈ શકે ? એક વાત બની શકે તમે તેની બોડી લૅંગ્વેજ, શરીરની ભાષામાંથી જ ગ્રહણ કરી શકો, તમે તેની હાજરીમાંથી, હોવાપણામાંથી કંઈક પ્રાપ્ત કરી શકો. આજે એકમાત્ર સત્ય છે જે ગુરુ સાથે બની શકે છે. માટે જ હું કહું છું, “સરળ સત્ય સીધા રસ્તે” સરળ સય, ગુરુની હાજરીમાં વીજળીના ઝબકારાની જેમ તમારી પાસે આવી શકે છે. એક વખત એક રાજાએ જૈન ગુરુને ધર્મ શું છે ? તેના વિશે બોલવા માટે પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું, ગુરુ આવ્યા, મંચ પર બેઠા, બસ તે બેઠા જ રહ્યા. બેઠા જ રહ્યા અને છેલ્લે ઊભા થઈને બહાર જતાં રહ્યાં.
આશ્ચર્યચકિત રાજાએ ગુરુના શિષ્યને પૂછ્યું; “શું થયું ? તમારા ગુરુ કશું બોલ્યા જ નહીં, તે આવ્યા, બેઠા અને જતા રહ્યાં !”
શિષ્યે જવાબ આપ્યો, “અરે ! શું કહો છો. આનાથી વધારે સુંદર રીતે તે ક્યારેય બોલ્યા જ નથી. જે સમજાવવું જરૂરી હતું તે તેમણે અદ્ભુત રીતે સમજાવી દીધું છે.”
રાજાએ પૂછ્યું; “તમારા કહેવાનો મતલબ શું છે ? તો પછી તેઓ અહીં શા માટે આવ્યા ? આવું તો તેઓ પોતાના મઠમાં પણ કરી શક્યા હોત ! કશું જ ના બોલવા માટે તેમને અહીં સુધી લાંબા થવાની શું જરૂર હતી ?”
શિષ્યે છટાદાર વાણીમાં જવાબ આપ્યો; “તેમને જે વહેંચવાનું હતું તે બોલીને વ્યક્ત થાય તેમ નથી. પરંતુ તે આપી શકાય છે. માત્ર તેમના શરીરની ભાષાથી, તેમના અસ્તિત્વથી, તેમની હાજરીથી, તે જે રીતે વ્યક્ત થઈ શકે છે તે શબ્દોથી ઘણું જ ઉપર છે.”
ગુરુની હાજરીમાં કંઈક બને છે. કંઈક એવી ઘટના ઘટે છે. જો તમે તેને તમારા આંતરિક મૌનથી સાંભળો તો જ સાંભળી શકો છો. જો તમે તમારા મનથી સાંભળશો તો, તમારા મનનાં આંતરિક બબડાટથી ધ્યાન આપશો તો તમે માત્ર શબ્દો જ ગ્રહણ કરી શકશો, મારો સંદેશો નહીં.
જો તમે મારા શબ્દો જ ગ્રહણ કરીને પ્રત્યુત્તર આપશો તો કહેશો, “વાહ આ સ્વામીજી કેવા સરસ વક્તા છે. કેવા સરસ શબ્દોથી બોલે છે !” વગેરે વગેરે…
અથવા તમે એવું વિચારીને મારા શબ્દોનો પ્રતિકાર કરશો કે “તેઓ જે કહે છે તે શબ્દોમાં હું માનતો નથી. હું જે અનુભવું છું તે તદ્દન ભિન્ન છે.”
તો તમે મારા શબ્દો ગ્રહણ કરો છો અથવા તેનો પ્રતિકાર કરો છો. જો તમે તમારા મગજથી, તમારી બુદ્ધિથી કરતા હશો તો, ઉપરની બેમાંથી એક વાત બનશે અથવા તમે મારી હાજરીનો પૂરેપૂરો મતલબ ચૂકી ગયા છો. ગ્રહણ કરવાની અને નકારવાની પ્રક્રિયામાં, હું જે કહેવા માંગું છું તે તમને સંભળાતું નથી. તમે જ્યારે ગ્રહણ કરો છો, ત્યારે તમે મારું એક વિધાન ચૂકી ગયા છો અને જ્યારે પ્રતિકાર કરો છો ત્યારે મારા બે થી ત્રણ સારા વિધાનો ચૂકી જાવ છો. તેથી તમે જે સાથે લઈ જાવ છો તે સંપૂર્ણ સત્ય હોતું નથી. તમે જે લઈ જાવ છો તે સમગ્ર હોતું નથી. તમે જ્યારે સમગ્ર લઈ જાવ છો. ત્યારે તમે પવિત્ર સત્ય લઈ જાવ છો. જે સંપૂર્ણ હોય છે. પરિપૂર્ણ હોય છે. પવિત્ર હોય છે. મિટીંગો માટે તમારે મોટો સમૂહ જોઈએ. આધ્યાત્મિક મિટીંગો માટે તમારે માત્ર સમૂહ જોઈએ, સંખ્યા કેટલી છે તે જરૂરી નથી.
ઓ. કે. પહેલો પ્રશ્ન.
પ્રશ્ન-૧ : વહાલા સ્વામીજી, આપણે દુનિયામાં છીએ કે દુનિયા આપણી અંદર છે ?
નથી તમે દુનિયામાં કે નથી દુનિયા તમારામાં, તમે દુનિયામાં છો એ વિચાર જ તમને ભૌતિકવાદી બનાવે છે. દુનિયા તમારામાં છે એ વિચાર તમને આધ્યાત્મિકવાદી બનાવે છે. બંને વિચારો છે. મહેરબાની કરીને પહેલાં એકદમ સ્પષ્ટ બનો કે તમે દુનિયામાં છો. તો તમે ભૌતિકવાદી બનો. તમે દુનિયા પાછળ દોડો તો માત્ર તેની જ પાછળ દોડો, તમારે તે મેળવવી છે. તમારે તેના પર કબજો મેળવવો છે. જો તમે વિચારો છો કે દુનિયા તમારી અંદર છે. તો તમારા અસ્તિત્વ પાછળ, તમારી જાત પાછળ દોડો. તમારે તેનો કબજો મેળવવો છે. દોડવાનું સરખું જ છે. બસ થોડું અંદરની તરફ ફંટાય છે, આધ્યાત્મિક પ્રગતિ માટે દોડવું અથવા કોઈ આધ્યાત્મિક અનુભવ માટે દોડવું, આપણે તેને રહસ્યની ફેરી કરવી કહીએ છીએ. પરમાત્માના સાક્ષાત્કાર માટે દોડવું એ પણ એક જાતના રહસ્ય વેપાર સિવાય બીજું કશું જ નથી. હકીકતમાં બંને માનસિક કલ્પના જ છે. બંને વિચારો જ છે. જ્યારે તમે સમજી ગયા છો કે બંને વિચારો જ છે તો તમે ખરેખર તમારી સાથે આધ્યાત્મિક અનુભવ થવા દેશો અને જે શબ્દોથી કરી શકાય નહીં.
એક દાખલો :
ગંગા નદીની વાત કરીએ. ધારો કે વાંસની નાની લાકડી ગંગામાં તરી રહી છે. એ વાંસને વચ્ચે રાખવામાં આવે અને જો તમે એમ વિચારો કે ગંગા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જમણી બાજુ અને ડાબી બાજુ. શું આ સાચું હશે ? તમે કહી શકશો કે ગંગાના બે ભાગ પડી ગયા છે.
ના હકીકતમાં ગંગા ક્યારેય વહેંચાતી નથી. તેના ભાગ પડતા નથી. કારણ કે તમે વાંસને વચ્ચે રાખીને તમારી સમજણ માટે ગંગાના ડાબો અને જમણો બે ભાગ પાડ્યા છે. તમે લેબલ માર્યું છે કે આ જમણી બાજુની ગંગા અને આ ડાબી બાજુની ગંગા. આ રીતે જ, આપણી ઉપયોગિતા માટે આપણે એકને શરીર કહીએ છીએ અને એકને દુનિયા કહીએ છીએ. એ માત્ર નામકરણ છે. લેબલ છે.
જરા અંદર, તમારી જાતની અંદર જુઓ. હું અંદર જોવાનું શું કામ કહું છું ? તમે જાણો છો કે ઘણા લાંબા સમયથી તમે બહાર જ જોઈ રહ્યા છો. આ જ કારણ છે કે હું તમને અંદર જોવાનું કહું છું. તમે જ્યારે અંદરની તરફ નજર કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે ત્યાં ખરેખર આ કે પેલા વચ્ચે સીમા રેખા નથી. તમારી અને દુનિયા વચ્ચે કોઈ સીમા રેખા નથી. જો તમે સીમારેખા છે એવું દ્રઢ પણે સમજશો તો તમે દુનિયામાં છો. અને જો બીજી સીમારેખાને દ્રઢપણે માનશો તો દુનિયા તમારામાં છે એવું અનુભવશો. જે લોકો દુનિયામાં છે, દુનિયાદારી લોકો અને કહેવાતા ભૌતિકવાદીઓ, તેઓ કહે છે; “અમે દુનિયામાં છીએ” જે લોકો પોતાની આંખો બંધ કરીને ગુફામાં બેસી ગયા છે. હિમાલયમાં જતા રહ્યા છે તેઓ કહે છે; “દુનિયા અમારી અંદર છે” પરંતુ બંને માત્ર વિચાર વિભાવનાઓ છે. વિચાર કલ્પનાઓ છે. તમે નથી જોઈ શકતા કે આવું જ છે. તમે આ હદને, સીમાને દ્રઢપણે માનશો તો તમે દુનિયામાં છો અને પેલી હદને દ્રઢપણે માનશો તો દુનિયા તમારી અંદર છે. બસ આ જ છે.
એક વખત તમે બંને વિચાર વિભાવનાઓ છોડી દેશો પછી બસ ફક્ત તમે જ છો. નિર્ભેળ, સરળ અને તમે જ્યાં પણ છો આનંદપૂર્ણ છો. સામાન્ય રીતે મહાન સંતો મુક્ત લોકો તમને શીખવે છે કે દુનિયા તમારામાં જ છે. તમે જાણો છો કે એ લોકો તમને આવું કેમ સમજાવે છે ? કારણ કે તમે દુનિયામાં છો એવા વિચારના પહેલેથી જ બંધાણી, સમજી શકો છો. ‘ચક્ર’ કઈ રીતે કામ કરે છે તે સમજી શકો છો, શક્તિના કેન્દ્રને કઈ રીતે ખોલી શકાય તે પણ સમજી શકો છો. દા.ત., ‘મણિ પુરક ચક્ર’ દૂંટીનું કેન્દ્ર, હતાશા, ડીપ્રેસન સાથે આટલું નજીકથી કેમ સંકળાયેલું છે ? ધીરજ ન રાખી શકાય, સહન ન થઈ શકે તેવા કોઈ સમાચાર તમે જ્યારે પણ સાંભળો છો ત્યારે તેની સૌથી પહેલી અસર હોજરી પર થાય છે. તમને પેટમાં ગરબડ થશે અથવા ઝાડા થઈ જશે. તમને ક્યારેય આવો અનુભવ થયો છે ? આપણે હંમેશા કહીએ છીએ, “હું આ પચાવી નહીં શકું” માત્ર ઇંગ્લીશમાં જ નહીં પણ દરેક ભાષામાં સહન ન થાય તેવી વાત માટે આ વાક્ય પ્રયોગ કરવામાં આવે છે. ‘અનાહત ચક્ર’ પ્રેમ સાથે સંબંધિત છે. પ્રેમ અને હૃદય આ બંને શબ્દો બધી ભાષામાં સમાનાર્થી છે. એવું નથી દરેક ભાષાઓ એક જ વખતે ઉદ્ભવી હોય. એવું નથી ભગવાને ભાષાની સી.ડી. (C.D.) બનાવી હોય અને દરેક દેશોમાં પાર્સલો મોકલી દીધાં હોય. તામિલ દક્ષિણ ભારતમાં, હિન્દી ઉત્તર ભારતમાં, ઈંગ્લીશ ઈંગ્લેન્ડમાં. દરેક આ ભાષા અલગ જગ્યાએ અલગ સમયે ઉદ્ભવી છે. વિકસી છે. પરંતુ તમે જોશો કે દરેક ભાષામાં પ્રેમ અને હૃદયને સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે. આ બતાવે છે કે તમારી જાત અને તમારી લાગણીઓ, સંવેદનાઓની વચ્ચે ગહન સંબંધ અસ્તિત્વ ધરાવે છે. ‘અનાહત ચક્ર’ હૃદયનું કેન્દ્ર, પ્રેમની શક્તિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તમે જો જાણતા હો કે લાગણીઓને કઈ રીતે સંભાળવી, તો આ સમજણથી ૫૦% સમસ્યાનું સમાધાન થઈ જાય છે. અને તે લાગણીના ચક્રને જાગૃત કરવાથી બીજા ૫૦%નું સમાધાન થઈ જાય છે. પુખ્તતા શક્તિ પેદા કરે છે અને શક્તિ પુખ્તતા પેદા કરે છે. દડો ફરે છે અને તમે પરમાનંદનો નિત્યાનંદનો અનુભવ કરો છો. થોડા સમયમાં જ દરેક ચક્રને સારી રીતે સમજવા માટે આપણી બેઠક થશે. પુખ્તતા મનના જાગૃત ભાગને સાફ કરે છે. ધ્યાન (મેડિટેશન) અજાગૃત ભાગને સાફ કરે છે. જ્યારે મનના બંને ભાગ સાફ થઈ જશે ત્યારે તમે તમારી જાતનું સંપૂર્ણ રૂપાંતર થયેલું જોશો. તમારી અંદર કંઈક અદ્ભુત ખીલેલું જોશો. તેથી જ આ પ્રોગ્રામને હું ‘આનંદ સ્ફૂરણા’ કહું છું. સ્ફૂરણા એટલે ખીલવું. આપણી જાતમાં પરમ આનંદની સ્ફૂરણા સતત થતી રહે છે. ફક્ત આપણે અંદર નજર નથી કરતા. અંદર શું બની રહ્યું છે તે આપણે જોતા નથી. બસ અંદર નજર કરો. તમને દેખાશે. આ આનંદ સ્ફૂરણા, આ પરમ સુખનું ખીલવું.
પ્રશ્ન-૩ : વ્હાલા સ્વામીજી મને કઈ રીતે જાણવા મળે કે હું આધ્યાત્મિક જાગૃતતા માટે યોગ્ય છું કે નહીં?
સુંદર પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ અધ્યાત્મની શરૂઆત કરવા માટે અથવા આધ્યાત્મિક જાગૃતિ માટે યોગ્ય છે કે નહીં તેવો ખ્યાલ ધર્મગુરુઓએ પેદા કર્યો છે. તમે જીવંત છો એટલું જ પૂરતું છે. તમે આધ્યાત્મિકતા તરફ જાગૃત છો એ જ તમારી યોગ્યતા છે. પદવી છે.
એક વ્યક્તિ રમણ મહર્ષિ પાસે ગઈ અને પૂછ્યું; “ભગવાન હું આધ્યાત્મિક પ્રોગ્રામો માટે યોગ્ય છું? હું આધ્યાત્મિક ક્ષેત્ર માટે લાયક છું?”
રમણ મહર્ષિએ પૂછ્યું; “તમે જીવંત છો?”
અનુયાયીએ કહ્યું; “અલબત્ત, હા.”
“તો તમે પૂરતા યોગ્ય છો”; રમણ મહર્ષિએ કહ્યું.
કહેવાતા ધર્મગુરુઓ લોકોનું શોષણ કરવા માટે આવા ખ્યાલોનું સર્જન કરે છે. તમે જાણો છો, જો તમને ગુનાહિત ભાવમાં ન રાખવામાં આવે, નીસરણીના નીચેના પગથીયે ન રાખવામાં આવે તો તમે શરણાગતિ સ્વીકારો નહીં. માત્ર લોકોનું શોષણ કરવા માટે જ યોગ્યતાનો ખ્યાલ પેદા કરવામાં આવ્યો છે. આ યોગ્યતાના ગોરખધંધાએ સમજણ અને આધ્યાત્મિકતાને મારી નાંખી છે.
સાચું કહેવા દો. તમે એવી કોઈ વ્યક્તિને નહીં શોધી શકો જે પોતાને યોગ્ય સમજતી હોય. હજારો વરસના મહાવરા પછી પણ તમને એવું લાગે
મેં કહ્યું; “જો તમે આ પાંચેય બાબતોનું પાલન કરતા હો તમારે યોગની જરૂરિયાત જ નથી ?”
પુખ્તતા અને મેડિટેશન એકબીજાને મદદ કરે છે. પુખ્તતા તમને શક્તિ આપે છે અને શક્તિ તમને પુખ્તતા આપે છે. સૌથી પહેલા તમે જ્યાં છો જેવા છો ત્યાંથી જ શરૂઆત કરી દો. તમે જોશો કે દડો આપોઆપ ફરવા માંડશે.
પ્રશ્ન-૪ : વ્હાલા સ્વામીજી “હું છું, એટલે હું વિચારું છું” આ સત્ય છે ?
ઉપરનો જ પ્રશ્ન બીજી રીતે સામેની બાજુએથી પુછાયો. જેમ કે જુનો શરાબ નવી બોટલમાં.
એકદમ સ્પષ્ટતાથી સમજી લો. તમે ‘હું વિચારું છું.’ તેમ પણ ન કહી શકો, કે ‘હું છું’ તેમ પણ ન કહી શકો. તમે વિચારતા પણ નથી અને તમે પણ નથી. હું તમને આ જ જવાબ બીજી રીતે આપું છું. જો તમે વિચારતા હો તો તમે હોવા જોઈએ, તમારું અસ્તિત્વ હોવું જોઈએ. જો તમે અસ્તિત્વ છો, તો તમે વિચારી ન શકો. જો તમે વિચારો છો. તમારું અસ્તિત્વ હોવું જ જોઈએ. હકીકતમાં આ ખૂબ જ જટિલ ગુંચવણભર્યો પ્રશ્ન છે. પહેલાના પ્રશ્ન જેવો જ. હું દુનિયામાં છું કે દુનિયા મારામાં છે. બે શક્યતા છે. આપણે છીએ અને વિચારી રહ્યા છીએ. અથવા આપણે વિચારીએ છીએ અને પછી છીએ. જુઓ આ એક સીમા વિહિનતા જેવું છે. તમારે ફરી વખત એક બિંદુ પર ઊભા રહેવું પડશે. તમારે ગંગામાં જમણી બાજુ નહાવું છે કે ડાબી બાજુ નહાવું છે. તમે ડાબે કે જમણે ક્યાંય નથી ! તમે ગંગામાં જ છો. એક વખત તમને સમજાઈ જાય કે હોવું અને વિચારવું અલગ નથી. પછી તમે જોશો કે સીમા, હદ ક્યાંય નથી. આજે રાજ મને રસ્તામાં ગાડીમાં પૂછતો હતો કે; “પદાર્થ અને શક્તિનું સાથે અસ્તિત્વ હોઈ શકે ?” મેં કહ્યું ના, એ દ્રવ્ય નથી. ફક્ત શક્તિ દ્રવ્ય છે. અને જો ફક્ત શક્તિ જ હોય તો તમે ‘શક્તિ’ શબ્દ શેના માટે વાપરી શકો ? જો ત્યાં કંઈક કહેવાતાં દ્રવ્ય જેવું જ હોય તો તમે શક્તિ
પ્રશ્ન-૫ : વ્હાલા સ્વામીજી આધ્યાત્મિકતાના નામ પર આટલી બધી હિંસા કેમ થાય છે ?
લડાઈઓ અને હિંસા આધ્યાત્મિકતાના કારણેનથી થતી ધર્મોને કારણે થાય છે જ્યાં આધ્યાત્મિકતા જીવંત હોય ત્યાં લડાઈ ન હોય. જ્યારે બાહ્ય ધાર્મિક ક્રિયાઓ જ મહત્ત્વની બની જાય છે, સમસ્યાઓ શરૂ થઈ જાય છે. જો તમે ગીતાને મહત્ત્વ આપશો તો કોઈ સમસ્યા નહીં થાય. પણ તમે જ્યારે કૃષ્ણને મહત્ત્વ આપો છો, ત્યારે સમસ્યા શરૂ થાય છે. પરંતુ ગીતાને સમજવા માટે તમારે કૃષ્ણને પણ થોડું મહત્ત્વ આપવું પડે છે. શરૂઆત કૃષ્ણ સાથે કરવી તે એકદમ બરાબર છે. પરંતુ જો તમે અંતપણ કૃષ્ણ જ સાથે લાવો તો ચોક્કસ ક્યાંક સમસ્યા છે. આ ઘણું મજાનું છે. ચર્ચમાં જન્મ લેવો સારો છે, પરંતુ ત્યાં મરવાનું નહીં. તમે ધર્મથી શરૂઆત કરી શકો, પરંતુ જો તમે ઉપર જાવ, આગળ જાવ તો પછી ત્યાં આવા બધા ઝઘડા નહીં હોય. તમે ‘અયોધ્યા’ શબ્દનો અર્થ જાણો છો ? તે ‘અયોધિ’માંથી આવે છે. જ્યાં યુદ્ધ નથી, લડાઈ નથી. જ્યાં યુદ્ધ થતાં નથી તે ‘અયોધિ’. રામે ‘અયોધિ’નો ખ્યાલ આપ્યો છે. મને લાગે છે કે તેમણે શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ સ્વર્ગની કલ્પના કરી હશે. આજ કારણ છે કે તેમણે તે જગ્યાનું નામ ‘અયોધિ’ આપ્યું છે. યુદ્ધોથી પર, ઝઘડાથી પર, ગરબડોથી પર. આપણે રામને પકડીએ છીએ પણ તેમની દૃષ્ટિને ભુલી જઈએ છીએ. અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. આપણે તેમને પકડી રાખીએ છીએ. તેમની દૃષ્ટિને નહીં. આપણે જ્યારે બાઈબલને બદલે ઈસુને પકડીએ છીએ ત્યારે જ સમસ્યા શરૂ થાય છે.
એક સુંદર નાની વાર્તા છે : બનારસમાં ગંગાના કિનારે રામનો એક ભક્ત રહેતો હતો. તે રોજ સવારે નિયમિત તુલસી રામાયણનું ગાન કરતો હતો. તેની પાસે રામાયણની એક જ નકલ હતી તેને આખી રામાયણ મોઢે હતી. તે સતત રામનામનો જાપ કર્યા કરતો હતો અને તેમાં તેને આનંદ આવતો હતો. તે પરમાનંદમાં જ રહેતો હતો, તે વિસ્તારમાં તે ખૂબ જ
રામની ફિલોસોફી શું છે ? ‘આપવા’ સિવાય બીજી કોઈ નહીં. સંપૂર્ણ ત્યાગ. સર્વસ્વનું સમર્પણ.
“મેં તમારા શબ્દોનું માન રાખવા તમારા શબ્દો આપી દીધા છે.” તમે જ્યારે માત્ર શબ્દો રાખવા માટે શબ્દો આપી દો છો ત્યારે, ત્યાં ઝઘડો, મારામારી, હિંસા હોતા જ નથી. તમે જ્યારે શબ્દોને પકડી રાખવાને બદલે તેના ભાવ પકડીને વર્તન કરો છો ત્યારે કુદરતી રીતે જ એકતા. શાંતિ, સંવાદિતા, અને પરમસુખનો અનુભવ થાય છે. શબ્દોના ભાવને જીવનમાં ઉતરવાને બદલે તેને પુસ્તકોમાં પકડી રાખવાથી જ સમસ્યા શરૂ થાય છે. જો તમે શબ્દો રાખવા માટે શબ્દો છોડી દેવા તૈયાર હો તો, કોઈ સમસ્યા ઊભી નહીં થાય. સમસ્યાનું અસ્તિત્વ જ નહીં હોય. આ જ એક અને એક માત્ર ઉકેલ છે. તમારી શક્તિને જીવનને સમજવામાં અને વિકાસ કરવામાં લગાડો. બાહ્ય ધાર્મિક ક્રિયાઓ અને સ્વરૂપોનું કોઈ જ મહત્ત્વ નથી.
પ્રશ્ન-૬ : વ્હાલા સ્વામીજી, તમે ચક્રો અને મંત્રો વિશે થોડું સમજાવશો ?
તમે બે બાબતો વિશે પૂછ્યું છે. ચક્રો અને મંત્રો.
પહેલા ચક્રો વિશે સમજાવું છું. ચક્રો તમારી અંદર રહેલા શક્તિના રહસ્યમય કેન્દ્રો છે. અલબત્ત તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તેને કાર્યરત કરીને તમે રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાત શક્તિ કેન્દ્રો તમારી શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
દા.ત., તમારી હોજરી બગડી છે. અને તમને કોઈ સારા સમાચાર મળે છે. તમે તેનો આનંદ માણવાના મૂડમાં નહીં હો. તમે તેને માણી નહીં શકો. પરંતુ જો તમારી હોજરી રીલેક્સ હશે, તમે તમારી જાતમાં હળવાશ અનુભવતા હશો અને તમે કોઈ ખરાબ સમાચાર સાંભળશો અથવા કોઈ ભુલ કરશે તો તમે તેને હળવાશથી લેશો. તમે તેને માફ કરી દેશો. આ
| એક નાની વાર્તા | એક વખત એક આધેડ વયના પુરુષને કોઈ કારણસર પોતાની પત્નીથી છૂટકારો મેળવવો હતો. તેની પત્ની પાસે બિલાડી હતી અને પેલો માણસ બંનેથી છૂટકારો મેળવવા માંગતો હતો. તેણે વિચાર્યું કે બિલાડીથી શરૂઆત કરું. તે બિલાડીને પકડીને અમુક માઈલ દૂર એક અજાણી જગ્યામાં મૂકી આવ્યો અને પાછો ઘરે આવવા નીકળ્યો. તે જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બિલાડી તો ત્યાં તેની રાહ જોઈને ઊભી છે. બીજે દિવસે તે બિલાડીને શહેરની બીજી બાજુ ૨૦ માઈલ દૂર મૂકી આવ્યો. કલાક પછી જોયું તો બિલાડી ઘરના દરવાજા પાસે ઊભી હતી. ત્રીજા દિવસે તે ખરેખર ચીડાઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયો. તેણે બિલાડીને પકડીને કંતાનના કોથળામાં પૂરી દીધી અને ગાડીને ડાબી, જમણી, દક્ષિણ, પશ્ચિમ, આ રસ્તે, પેલા રસ્તે આમતેમ આડી અવળી બે-ત્રણ કલાક ફેરવીને એ એક જંગલ જેવી જગ્યાએ પહોંચ્યો, જેથી બિલાડી ક્યારેય ઘરનો રસ્તો શોધી શકે નહીં. તેણે વિચાર્યું આને અહીં છોડી દઉં. આ જ ઉત્તમ જગ્યા છે કારણ કે મને પોતાને જ ખબર નહોતી કે આસપાસમાં આવી જગ્યા છે. માટે બિલાડીને ક્યારેય રસ્તો નહીં મળે. તેણે કંતાન કોથળો ત્યાં ખોલીને છોડી દીધો અને પાછો ઘરે આવી ગયો. પાછા ફરતી વખતે તેણે રસ્તામાંથી પોતાની પત્નીને મોબાઈલ કર્યો; “ડીયર, બિલાડી ઘરમાં છે ?” પત્નીને કહ્યું; “હા, બિલાડી અહીં જ છે.” પુરુષે પૂછ્યું; “પ્લીઝ બિલાડી પાસેથી ગમે તેમ કરીને ઘરનો રસ્તો જાણી લે ને, હું ભૂલો પડી ગયો છું. તે મને રસ્તો બતાવી શકશે.” |
માણસ જાત જ એક એવું પ્રાણી છે જેણે કુદરત સાથેનું અનુસંધાન ખોઈ દીધું છે સાથે સાથે તેનો રસ્તો પણ ભૂલી ગયો છે.
ઈચ્છાશક્તિ છે. બાવીસ કેરેટ સોનું એટલે ક્રિયા શક્તિ અને ચોવીસ કેરેટ સોનું એટલે જ્ઞાન શક્તિ. પરંતુ કાચી ધાતુ પાયાની વસ્તુ છે. જે કલ્પના કરવાની ક્ષમતા છે, માટે કલ્પના દૃષ્ટિની ક્ષમતા અને શબ્દો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. કાચી ધાતુમાં મંત્રો ઉછેરવા એટલે કાચી ધાતુનું શુદ્ધિકરણ કરીને શુદ્ધ સોનું બનાવવું.
મંત્ર શબ્દમાં બે બાબતો છે : મન્-ત્ર. મનનો અર્થ છે માણસ જાત, ‘ત્ર’નો અર્થ જે રસ્તો બનાવે છે, માટે મંત્ર એ છે જે માણસને રસ્તો બતાવે છે. જે મનની બહાર નીકળવાનો રસ્તો બતાવે છે, જે આપણને મનની બહાર લઈ જાય છે. મનની ઉપર લઈ જાય છે.
માટે માણસને દુનિયાની બહાર લઈ જવાની પદ્ધતિ, ટેક્નિક એટલે મંત્ર. તમે એમ પણ કહી શકો કે, માણસને દુનિયાની બહાર લઈ જાય તે મંત્ર. તમારી જાતમાં મંત્રોને સતત એવી રીતે ઉતારવામાં આવે છે. જેમ કાચી ધાતુને શુદ્ધ કરવા માટે એસિડ (તેજાબ) ઉમેરવામાં આવે છે. જેમાંથી બાવીસ કેરેટ સોનું બને છે. તમે જો એ પદ્ધતિ સતત ચાલુ રાખો તો તેમાંથી ચોવીસ કેરેટ સોનું બને છે. માટે મંત્રો આધ્યાત્મિક ક્ષેત્રમાં દાખલ થવા માટેની શક્તિશાળી પદ્ધતિ છે, વાસ્તવિક જીવનમાં પ્રવેશવાની પાવરફુલ ટેક્નીક છે.
રોજેરોજની જિંદગીમાં જેને તમે જીવન કહો છો - મંત્રો જરૂરી છે. એવું જરૂરી નથી કે મંત્રો સંસ્કૃત ભાષામાં જ હોવા જોઈએ. તમે ઈંગ્લીશ મંત્રો પણ વાપરી શકો છો. જેમકે; આઈ મસ્ટ સકસીડ ઈન માય ઓફિસ, આઈ મસ્ટ કન્વીન્સ ધેટ પર્સન, આઈ મસ્ટ ફ્લોરીશ માય બિઝનેસ. તમે જો આ વાક્યો સભાનતામાં પણ પુનરાવર્તિત કરતા હો તો તે મંત્રો છે. એવું ન વિચારો કે ઓમ નમઃ શિવાય અથવા હરિ ઓમ્ નમોઃ નારાયણ જ મંત્રો છે. આ પ્રાચીન મંત્રો છે. આધુનિક મંત્રોમાં તમે સવારમાં ઉઠતાંજ્ની સાથે જ બોલી શકો, “આજે મારે પેલા માણસ સાથે વાત કરીને ધંધો મેળવવો જ છે.’’ આજે પેલી સાથે મળીને અમુક વાતનો ફેંસલો
પ્રશ્ન-૭ : વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે આપણે સમગ્રનો જ અંશ છીએ, પરંતુ હું મારી જાતને વ્યક્તિગત રીતે એકલી અને અલગ અનુભવું છું. તમે સમજાવશો ?
તમે ભલે વિચારો કે તમે સમગ્ર અસ્તિત્વથી અલગ છો, પરંતુ તમે નથી. તમે ચાહો કે ન ચાહો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સમજો કે ન સમજો, તમે માનો કે ન માનો, તમે પરમાત્મા સાથે જોડાયેલા છો જ. તમે પરમાત્માના બાળક જેવા છો. તમારા ખોળામાં નાનું બાળક હોય, અને જો તે તમને મારે, લાતો મારે, મારતું જ રહે, છતાં તે તમારા ખોળામાં છે જ. આની જેમ જ તમે ઇન્કાર કરો તો પણ તમે ઈશ્વરતામાં છો જ. તમે નદીના પ્રવાહની દિશામાં તરો કે વિરુદ્ધ દિશામાં તરો તમે નદીમાં જ છો. તમે વૈશ્વિક મન અને વૈશ્વિક જાગૃતતા સાથે સંકળાયેલા જ છો. દરેક મન ખૂબ જ નજીકની એકબીજા સાથે સંબંધિત છો. જો તમે બ્રહ્માંડીય જાગૃતતાનું વર્તુળ જોશો તો પરિઘ ઉપર ઘણાં બધાં બિંદુઓ છે. પરંતુ કેન્દ્રમાં તે દરેક દરેક જોડાયેલાં છે.
જો તમે કેન્દ્ર તરફ આગળ વધો છો તો તમારી અને બીજા બિંદુઓ વચ્ચેનું અંતર ઓછું અને ઓછું થતું જાય છે. અને જો તમે કેન્દ્રની બહાર તરફ આગળ વધો છો તો તમારી અને બીજાઓ વચ્ચેનું અંતર વધારે અને વધારે થતું જાય છે. જો તમે કેન્દ્ર તરફ ગતિ કરો છો તો તમે તમારા પડોશીઓની નજીક આવો છો, બીજાઓની નજીક આવો છો. તેથી તમે માનસિક સ્તરે માનો કે ન માનો પરંતુ હોવાપણાંના સ્તરે તમે બધા જ સાથે જોડાયેલા છો.
તેથી કોઈ પણ બાબત જાગૃતતાથી કરવામાં આવે તો મનમાં તરંગો પેદા થાય છે. જેમ કે તમે તળાવમાં એક નાનો પથ્થર ફેંકો છો. અને તરંગો પેદા થાય છે અને તળાવના કિનારે પહોંચે છે. તે મોજાંની જેમ વિસ્તરે છે. તમે જ્યારે તમારા જાગૃત મનમાં પથ્થરની જેમ મંત્ર નાખો છો. ત્યારે મનમાં તરંગો પેદા થાય છે. તે તળાવના કિનારા સુધી વિસ્તરે છે. તે મરી શકો નહીં. ક્યારેય નહીં. તમે વધારેને વધારે આનંદપૂર્ણ બનતા જશો. અતિ સક્રિયતા તમારી સિસ્ટમમાં બિમાર-અસર ઊપજાવતી નથી. જો ચક્રને વધારે ને વધારે સક્રિય કરવામાં આવે તો તે માત્ર સારું સ્વાસ્થ્ય જ પેદા કરે છે, આનંદપૂર્ણ સ્તર પેદા કરે છે. આધ્યાત્મિક અનુભવ કરાવે છે અને છેલ્લે મુક્તિ આપે છે. તે તમને ક્યારેય ડિસ્ટર્બ કરતી નથી. જો ચક્રની ‘તમસ’ સ્થિતિ હોય, આળસું પણું હોય, નિષ્ક્રીય હોય તો જ મુશ્કેલી પેદા થાય છે.
પ્રશ્ન-૯ : વ્હાલા સ્વામીજી, હું અત્યારે બીજા ગુરુજીને અનુસરી રહ્યો છું. શું તો પણ હું આ ધ્યાનની પદ્ધતિઓ અજમાવી શકું ?
એક બાબતમાં બરાબર સ્પષ્ટ બની જાવ. અજમાયશમાં ગુરુના બદલવાથી કોઈ ફરક પડતો નથી. મહેરબાની કરીને એકદમ સ્પષ્ટ સમજીલો કે, આ બે-દિવસનો કોર્સ કરવાથી ગુરુ બદલવાની જરૂર નથી. દરેક ગુરુ એક જ શક્તિના સ્વરૂપો હોય છે. તેથી હું લોકોને ક્યારેય ગુરુ બદલવાનું કહેતો નથી. શક્તિ એક જ છે. જે અલગ અલગ ચેનલમાંથી વહે છે.
લોકો આવી મને પૂછે છે. “સ્વામીજી, હું બીજા ધાર્મિક વ્યાખ્યાનોમાં હાજર રહી શકું ? હું બીજા ગુરુજીનો અનુયાયી બની શકું ?” ચોક્કસ બની શકો. આ એવું નથી કે હું તમને બીજાની દુકાનમાંથી મારી પોતાની દુકાનમાં લાવું. આધ્યાત્મિકતાને ધંધાદારી સ્તરે લાવી ન શકાય. તમારા કોઈપણ ગુરુ હોય. તમે ગમે તેના પ્રત્યે આકર્ષાયા હો, તમે જેની સાથે સંવાદિતા અનુભવતા હો, ટ્યુનીંગ અનુભવતા હો તે જ તમારા ગુરુ છે. તેજ તમારા માસ્ટર છે. સંપૂર્ણ રીતે સાચું છે. આ તમને મદદ કરશે. તમને પ્રેરણા આપશે. આ તમને તમારા પોતાના ગુરુને અનુસરવા જાગ્રત કરશે. હું તમને જે આપી રહ્યો છું તે ફક્ત શક્તિ અને પ્રેરણા છે. શક્તિ અને પ્રેરણા જે તમારા રસ્તામાં ખીલે, બસ આટલું જ. આમાં ક્યાંય ગુરુ બદલવાનું, વિશ્વાસ બદલવાનું, ધર્મ બદલવાનું કે તમારી આધ્યાત્મિક ચેનલ બદલવાનું આવતું જ નથી. તમને ફક્ત શક્તિ અને પ્રેરણા મળે છે.
