KAILASA Library/સામાન્ય સવાલોના/પ્રકરણ-૪: શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિકતા સુસંગત છે ?Sign in
સામાન્ય સવાલોના

પ્રકરણ-૪: શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિકતા સુસંગત છે ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

પ્રશ્ન : આજના સમાજને ધ્યાન કરવાથી કયા કયા ફાયદા થઈ શકે ?

દરેક સમય અને ઉંમરે માણસ જાતને જીવનમાં કઈ બાબતની જરૂરત હોય છે ?

તાકાત અને શરીરની સ્વસ્થતા, મનનો જુસ્સો મનોબળ અને આત્મબળ.

શરીરનું બળ આપણને શારીરિક રોગોથી દૂર રાખે છે અને શરીરને એવી રીતે સાચવે છે કે આપણે કોઈપણ સમસ્યા વગર આપણી રોજિંદી પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકીએ.

મનોબળ આપણને શાંત અને સંતુલિત રાખે છે જેથી આપણને પૂર્ણ અને આનંદિત રીતે જીવન જીવવામાં મદદ મળે.

આત્મબળ આપણને આ બંનેની ઊપર લઈ જાય છે. આત્મબળથી કરુણાની લાગણી પ્રગટે છે, ત્યાગનો જુસ્સો આવે છે અને જેથી સમાજની સેવા કરી શકાય. જેવી રીતે વ્યક્તિ માટે શરીરબળ અને મનોબળ ટકી રહેવાં જરૂરી છે તેવી જ રીતે સમાજ અને માણસ જાતની સ્વસ્થતા માટે આત્મબળ ટકી રહેવું જરૂરી છે.

ફક્ત શરીર બળથી માણસ ઠગ, ઉત્પાત મચાવનારો અને સમાજ માટે ઉપાધિકારક બની શકે છે. જો તેની પાસે આત્મબળ વિના શારીરિક અને માનસિક તાકાત હોય તો તે સમાજ માટે ભયંકર અને લુચ્ચો બની શકે છે. સમાજ માટે આપત્તિકારક બની શકે છે.

ફક્ત જ્યારે માણસમાં ત્રણે શક્તિઓ ભેગી થાય છે ત્યારે જ તે સંપૂર્ણ વ્યક્તિ તરીકે ખીલે છે. તે જે સમાજ અને દુનિયામાં રહે છે તેને માટે મિલકત બની જાય છે. મૂલ્યવાન બની જાય છે.

આ ત્રણે શક્તિઓના દ્વાર ખોલવાની એક જ ગુરુચાવી છે. ધ્યાન, પૂર્ણજાગ્રતતા.

હવે એ તો જાણીતું જ છે કે ધ્યાન શરીર માટે અદ્ભુત કામ કરે છે. ધ્યાનથી બી.પી, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને ઘણાં પ્રકારની માંદગીઓ સારી થઈ શકે છે. તેનો ઈલાજ થઈ શકે છે બધા જ પ્રકારના દુઃખાવામાં થતા ધ્યાનના ફાયદાનો ઘણાં બધાએ અનુભવ કર્યો હશે. બુદ્ધિજીવીઓ પણ આ બાબતમાં સંમત થાય છે.

ધ્યાન તમારા 'ચક્રોને' નિર્મળ કરવામાં મદદ કરે છે. તમે જાણો છો કે તમારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક પ્રક્રિયાઓને 'ચક્રો' નિયંત્રિત કરે છે. જ્યારે આ બધા ચક્રો એકબીજા સાથે લયબદ્ધતામાં હોય ત્યારે જ તમને સંપૂર્ણ શારીરિક સ્વસ્થતાનો અનુભવ થાય છે. ધ્યાનથી ચક્રો નિર્મળ થાય છે અને એક બીજા સાથે લયમાં રહીને તમારા શરીર અને મનને રોગમુક્ત રાખે છે.

માનસિક સ્તર પર ધ્યાન મનને ડિપ્રેશનથી મુક્ત રાખે છે. તેનાથી મનની ઉચ્ચકક્ષાની વિશુદ્ધતા મેળવવામાં મદદ મળે છે, સમાજ-કુટુંબના એક ભાગ તરીકે વ્યક્તિ તરીકે આપણું જીવન પૂર્ણ રીતે જીવવાનું માર્ગદર્શન મળે છે. ધ્યાન આપણને આપણો સમય અને શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. તેથી કુદરતી રીતે જ આપણા ભૌતિક સુખોમાં પણ વધારો થાય છે.

આજ રીતે ધ્યાન આપણી આત્મશક્તિ બહાર લાવે છે અને ગહનશાંતિનો અનુભવ કરવામાં મદદ કરે છે. આપણી અંદર જ્યારે 'આનંદ'ના ફુવારા

પ્રશ્ન : ઘણા બધા ગુરુઓ ધ્યાન ઉપર ભાર મૂકે છે. તમારી કાર્યપદ્ધતિ કઈ રીતે ખાસ છે ? સ્પેશિયલ છે ?

હું એવું નથી માનતો કે, કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિને સ્પેશિયલ કહેવી જરૂરી છે. હું લોકોની ઉન્નતિ માટે ધ્યાનનો સિદ્ધાંત રજૂ કરું છું. મને સાંભળ્યા પછી વધારે ને વધારે લોકો ધ્યાન કરવા લાગે છે. મારા માટે એ જ પૂરતું છે. એ સારી નિશાની છે. પછી તે તેમને અનુકૂળ હોય તેવી ગમે તે રીતે કરે.

પરંતુ જો તમે મારી રીતો વિષે પૂછી રહ્યા છો, તો તમે તેને આપણી આંતરિક શક્તિઓનો રસ્તો છે તેમ કહી શકો છો. અંદર એક શક્તિ છે, જે પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલી છે, જે ગ્રહો, સૂર્ય અને ચંદ્રને કાર્યરત રાખે છે. આપણે પણ આ જ શક્તિનો હિસ્સો છીએ. પરંતુ આપણે તેનો પરિચય ભૂલી ગયા છીએ. આ કાર્યપદ્ધતિ આપણને વૈશ્વિક શક્તિ સાથે સંવાદિતામાં, ટ્યુનીંગમાં રહેવામાં મદદ કરે છે.

પ્રશ્ન : ધ્યાનની ઘણી બધી કાર્યપદ્ધતિઓ છે. અમે ગૂંચવણમાં પડી જઈએ છીએ. દરેક જૂથ તેની પોતાની ટેકનિક રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમને કેવી રીતે ખબરપડે કે અમારા માટે કઈ પદ્ધતિ બરાબર છે ?

હું તમને સલાહ આપું છું કે તમે જેટલીના પરિચયમાં આવો તે બધીને એક વખત અજમાવી જોવી જોઈએ. જુઓ જેટલા પણ ધર્મોપદેશ કરે છે તેમની અંદર સત્યનો તણખો હોય જ છે. તેના વગર જાહેરમાં આવીને ગુરુ બનવું અશક્ય છે. પરંતુ અલગ અલગ ગુરુઓ સત્યનો બોધ અલગ અલગ રસ્તે આપે છે. અલગ અલગ લોકોના માનસિક લેવલ પણ અલગ અલગ હોય છે. કોઈનો મેળ કોઈ ગુરુ સાથે સરળતાથી થઈ જાય, કોઈકનો કોઈ બીજા સાથે. તેથી પદ્ધતિઓને અજમાવી જુઓ અને તપાસો. જે પદ્ધતિ હંમેશા તમને સંતોષી રહેવાનું કહે છે. એક વાત સમજી લો. તમે સંતોષી રહેવાનું શીખી શકો નહીં. તમે તે વલણને પ્રાપ્ત કરી શકો નહીં. આધ્યાત્મિકતાના, ધ્યાનના પરિણામ સ્વરૂપ સંતોષ તમારી અંદરથી ખીલવો જોઈએ. ધ્યાન વડે તમે જીવનની ગહન સંતોષની લાગણી અનુભવો છો. જે તમને તમારી પાસે જે હોય તેનાથી સંતુષ્ટ બનાવે છે.

પ્રશ્ન : સમકાલીન સ્વામીઓની સરખામણીમાં તમે ખૂબ જ યુવાન દેખાવ છો. તમે માનો છો કે, તેનો ગેરફાયદો છે?

ફાયદો અથવા ગેરફાયદો કશું જ નથી. હકીકતમાં લોકોને હું જે આપવા માટે રજૂ કરું છું તેમાં રસ છે. તમને બીજી કોઈ વિગતોમાંની અસર થતી નથી અને જ્યાં સુધી આધ્યાત્મિકતાને લાગે-વળગે છે ત્યાં સુધી ભૌતિક ઉંમરમાં અનુભવનું કોઈ મહત્વ નથી.

જુઓ, અનુભવો બે પ્રકારના હોય છે - 'અનુભવ' અને 'અનુભૂતિ'.

'અનુભવ' આખી જિંદગી સુધી મેળવી શકાય છે. જેવી રીતે જીવનમાં ઘણા બધા પ્રકારની આગને સ્પર્શ્યા પછી શીખી શકાય છે કે આગ દઝાડે છે. પહેલા તમે સળગતા લાકડાને સ્પર્શો, તમે દાઝો છો. પછી ગેસ લાઈટને સ્પર્શો, તમે દાઝો છો, પછી કેરોસીનના દીવાને સ્પર્શવાનો પ્રયત્ન કરો છો તમે દાઝો છો, પછી સળગતી દિવાસળી - અને છેલ્લે તમને અહેસાસ થાય છે કે આગથી હંમેશા દઝાય છે. આ અનુભવ છે.

મારો અનુભવ 'અનુભૂતિ' છે. એને તમે સૌથી પહેલી આગના અનુભવથી જ શીખી જાવ છો કે બધી જ આગ આના જેવી હોય છે. બધી જ ઈચ્છાઓ આના જેવી હોય છે. આ છે આધ્યાત્મિકતામાં છલાંગ. આત્માનુભૂતિમાં કૂદકો. જો તમે અનુભવોમાંથી આવશો તો, તેને માટે આખી જિંદગીની જરૂર પડશે. જ્યારે 'અનુભૂતિ' માટે પ્રજ્ઞાની જરૂર હોય છે. ઉંમરની નહીં.

તેથી મારે માટે ઉંમરથી કોઈ ફાયદો કે ગેરફાયદો નથી - બસ આટલું જ.

પ્રશ્ન : આખી દુનિયામાં સમાજ માટે ખોટું કરનારાઓને ધ્યાન વડે સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. દા.ત., જેલોમાં વગેરે. તમે આ અભિગમ સાથે સંમત છો?

ચોક્કસ, આપણે ચોક્કસપણે આ પ્રયત્નો કરવા જોઈએ. અત્યારની જેલોની હાલત એવી છે કે સો રૂપિયાની ચોરીના ગુનામાં જે માણસ જેલમાં જાય છે તે ત્યાંથી એવી ટ્રેનીંગ લઈને આવે છે જે લાખ રૂપિયાની ચોરી કરી શકે.

આ ક્ષેત્રમાં ધ્યાન ઘણું બધું કરી શકે છે - કારણ કે હકીકતમાં બદલાવ માણસની અંદરથી આવવો જોઈએ. સમાજમાં પરિવર્તન લાવતા પહેલાં દરેક વ્યક્તિ, દરેક ગુનેગારની અંદર પરિવર્તન થવું જોઈએ. ધ્યાન માત્ર વ્યક્તિને અંદરથી બદલતું જ નથી, તે સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ પણ ચોક્કસપણે ઘટાડી શકે છે.

પ્રશ્ન : 'પુણ્ય' અને 'પાપ' શું છે?

જેમાં પણ તમને પ્રેમનો અને આનંદનો અનુભવ થાય, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જેમાં તમને બીજા લોકો પ્રત્યે પ્રેમ અને અનુકંપાની લાગણી થાય એવી બધી જ બાબતો 'પુણ્ય' છે.

જે તમને બીજાથી અલગ પાડે, તમને દુઃખી અને હતાશ બનાવે, તેવી બધી જ બાબતો 'પાપ' છે. આનંદ જ તમારો સાચો સ્વભાવ છે. તેને જેમકે ભાગવત કહે છે, આ પૃથ્વીનું અસ્તિત્વ જ મુક્ત ગુરુઓને આભારી છે. તેમણે આ વિજ્ઞાન અને કળાના રક્ષણ માટે પોતાની જિંદગીઓ રેડી દીધી છે. આજે આ સંસ્કૃતિ પાસે જે પણ કાંઈ છે, સંસ્કૃતિને નામે તમે જેનો પણ આનંદ માણો છો, એ બધું જ તેઓની ભેટ છે. આ સદીમાં પણ, આપણે દૂષણોથી બચવાનું શીખીને પવિત્રતા જાળવીએ છીએ તે માટે તેઓનું શિક્ષણ જવાબદાર છે. માટે જ આધ્યાત્મિક પ્રણાલી બધા જ સમયમાં સુસંગત છે.

પ્રશ્ન : પરંતુ અમુક ભગવાધારીઓ સમાજને લૂંટે છે. આવા નુકસાનકારીઓને કારણે ભગવાધારીઓનું નામ બદનામ થયું...

ચાલો હું તમને એક સવાલ પૂછું; જ્યારે હર્ષદ મહેતાએ શેરબજારમાં ગોટાળો કરીને દેશના લાખો લોકોને છેતર્યા ત્યારે તેણે તો શર્ટ અને પેન્ટ પહેર્યા હતાં ? તમને યાદ છે ને ? આનો અર્થ એવો થાય, કે જે લોકો પેન્ટ શર્ટ પહેરે છે. તે બધા હર્ષદ મહેતા જ છે ? અને જો તમે એવું વિચારતા હો તો, તે કપડાં પહેરવાવાળાનો દોષ છે કે તમારી સમજણ શક્તિમાં દોષ છે ? સેંકડો ડોક્ટરોને પબ્લીકને છેતરવા માટે પકડવામાં આવે છે તો શું તમે દરેક ડોક્ટરને શંકાથી જોશો ? તમે ડોક્ટરો પાસે જવાનું બંધ કરી દીધું છે ?

બહાર આવો. જૂની દલીલો ભૂલી જાવ. આ માત્ર છટકી જવા માટેનાં કારણો છે. તમારા અજ્ઞાનથી આધ્યાત્મિક ગુરુઓને કશું નુકસાન થવાનું નથી. જો તમે મને ચૂકી જાવ છો, તો તમે મને ગુમાવો છો. બસ આટલું.

દુનિયાના દરેક ક્ષેત્રોમાં ઠગાઈ કરનારા તો હોવાના જ. આખી જાતને ઠગ જાહેર કરવાને બદલે. બુદ્ધિનો ઉપયોગ કરો, તપાસો અને યોગ્ય વ્યક્તિને પસંદ કરો. આવી ગેરસમજને કારણે ઘણી વખત સાચા ગુરુઓને પણ ઓળખી નથી શકાતા. હવે જુઓ મારે કેટલું સાફ-સફાઈનું કામ આદર્શમાં માનતા હો, તો તમારે તમારા જીવનનું તેમાં રૂપાંતર કરી દેવું જોઈએ. ઉપરાંત તમે જે કાંઈ અનુભવો છો, તેને જીણવટપૂર્વક તપાસો કે તે સત્ય છે ? જે કોઈ તમારા જીવનમાં પરિવર્તન ન લાવે તે સત્ય ન હોઈ શકે. જો તે ખરેખર વાસ્તવિક સત્ય હોય તો તેના સ્પર્શ માત્રથી તમારા જીવનનું રૂપાંતરણ કરી શકે છે. જો તે તમારું અંદરથી પૂરેપૂરું રૂપાંતરણ ન કરે તો તેને છોડી દો. તેને પકડી ન રાખો અને ફરીયાદ ન કરો. એ આદર્શ એ વિચારધારા તમારા માટે નહોતી. બસ, આટલું જ.

પ્રશ્ન : ૧૯૭૦ સુધી, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, મંદિરો, ધાર્મિક પુસ્તકો, વગેરેને સાચવવા માટે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ અતિશય સારી સેવાઓ આપતી હતી. પરંતુ તેમાં અતિશય ઘટાડો થઈ ગયો છે. આવું બહારના ખોટા હસ્તક્ષેપને કારણે થયું છે કે પછી બીજું કંઈ કારણ છે ?

ફરી વખત કહું છું, જ્યાં સુધી સમાજ અજ્ઞેયવાદમાં જકડાયેલો રહેશે ત્યાં સુધી ઘણાં બધાં લોકો આ સેવાઓને અસરકારક રીતે ઘટાડતા જ રહેશે. આ સિસ્ટમનો પ્રવાહ ખસેડવાને બદલે તે સિસ્ટમને જ ધરાશાયી કરી દેવી જોઈએ. હકીકતમાં તે પોતે જ સમાજ માટે ખૂબ જ ખરાબ બાબત છે. પરંતુ એ લોકોને તેનો અહેસાસ નથી.

હું જે કહેવા માંગું છું તેની વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરો. તમે આ વિચારો આ લેખમાં વાપરો કે ન વાપરો, પરંતુ તેને અજમાવો અને તમારી જિંદગીમાં અનુસરો. આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે તમારી પેનનો ઉપયોગ કરો. એ તમારા ફાયદામાં છે અને તમારી ફરજ પણ. પ્રદક્ષિણા કરો. તો તે ખુશીથી કરશે. કારણ કે જટિલ કામો અહમ્‌ને ખૂબ જ વધારે સંતોષ આપે છે. પરંતુ મુક્ત ગુરુઓને રીતો સાથે કંઈ લેવાદેવા નથી, તેઓને માત્ર પરિણામ સાથે સંબંધ છે. તમે જ્યારે વિધિઓ કરો છો, ત્યારે તમારું મન તે પ્રવૃત્તિમાં રોકાયેલું રહે છે. એ સમયે તમારું આંતરિક મન મારા માટે ખુલ્લું હોય છે અને મારે તમને જે આપવું હોય તે આપી દઉં છું. આ એક રહસ્યમય પદ્ધતિ છે. જે મન ઈન્કાર કરે છે, જે મન પ્રશ્નો કરે છે તેને બીજી પ્રવૃત્તિમાં રોકી દેવામાં આવે છે. પછી મારો ખરો સંદેશ તમારી અંદર પ્રવેશે છે. અંતે આ રસ્તે પણ જો હું વધારે લોકોની અંદર પહોંચી શકતો હોઉં અને તેમને ફાયદો કરાવી શકતો હોઉં તો પછી થવા દો.

તમારી જાતે ધ્યાનમાં દાખલ થવા માટે તમારી પાસે ખૂબ જ વિકસિત મન જોઈએ. જેને માટે આખા સમાજના મનનું સ્તર વિકાસિત હોવું જરૂરી છે. પરંતુ એ થઈ રહ્યું છે. ધીરેથી પણ ચોક્કસ રીતે. આખી દુનિયામાં આ પરિવર્તન થઈ રહ્યું છે. ઓ.કે. મને લાગે છે કે આપણે સમયની બહાર જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન ?

પ્રશ્ન : આજની પેઢી માટે ધ્યાન જ વ્યવહારું વિકલ્પ છે ?

અલબત્ત, ખાસ કરીને આજના જમાનાને, જ્યાં ખૂબ જ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, કૌટુંબિક સંબંધો તૂટી રહ્યા છે, ધ્યાન અદ્ભુત કામ કરી શકે છે. અને તેમાં તમારે એટલો બધો સમય અને પરિશ્રમ આપવો પડતો નથી. આજના સમયમાં દરેક આધ્યાત્મિકતાની બાબતમાં ખૂબ જ ચિંતા કરવામાં રોકાયેલા છે. હું સમજું છું ? પરંતુ માત્ર રોજ અર્ધોકલાક તો ધ્યાન માટે આપો જ - કોઈપણ ધ્યાન સુંદર અને સારું છે. એવું જરૂરી નથી કે હું જે પદ્ધતિ શીખવું છું તે જ રીતે કરવું જરૂરી છે. તમને જે સૌથી વધુ અનુકૂળ હોય તેને અનુસરો, જેની પણ સાથે તમારો તાલમેળ બેસી જાય તમે લયમાં આવી જાવ તેને અનુસરો. તમે રૂપાંતરણ ચોક્કસ જોઈ શકશો. ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમે આ રસ્તે બીજા જે લોકો પાસે જશો તેમાં પણ પરિવર્તન લાવી શકશો અને આમ જ સમાજમાં પણ પરિવર્તન થશે.

આભાર...