પ્રકરણ-૫: પ્રેમની શોધ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
પ્રેમ શું છે ?
ભૂલાવામાં પાડી દે તેવો સરળ પ્રશ્ન. પરંતુ જુઓ એ તમને કેટલા ઊંડાણમાં લઈ જાય છે.
સામાન્ય રીતે એવું જાણવામાં આવે છે કે પ્રેમ હોર્મોન્સનું તોફાન છે. તે લાલસા, ભય, ગુસ્સો અને ઈર્ષાને ખેંચવાનું અને ધક્કો મારવાનું કામ કરે છે. આ રીતનો પ્રેમ કરવો એટલે, હોર્મોન્સે અને મને પેદા કરેલી પાયમાલીના ભોગ બનવું. તે ખરેખર નર્ક જ હોઈ શકે !
પરંતુ આપણામાંના મોટાભાગના આખી જિંદગી પ્રેમને આપવાનું અને લેવાનું જે શીર્ષક આપ્યું છે જે પદવી આપી છે તેનાથી ઊપર પ્રેમ વિષે કલ્પના જ નથી કરી શકતા. પ્રેમનો સાચો અર્થ સમજવા માટે, પહેલાં આપણે માનસના સ્વભાવને સમજવો જોઈએ. માણસ બુદ્ધિ, લાગણી અને તે પોતે, એમ ત્રણ બાબતનું સંયોજન છે. અને સૌથી છેલ્લે હાર્દમાં, કેન્દ્રમાં ‘આત્મા’ છે અથવા ‘સ્વ’ છે, જે આ બધાથી પર છે.
જ્યારે ‘આત્મા’નો પ્રકાશ બુદ્ધિ ઉપર પ્રવાહીત થાય છે ત્યારે બુદ્ધિમાંથી શક્તિનો ધોધ છૂટે છે અને તે બુદ્ધિ શક્તિમાં રૂપાંતરિક થાય છે. જ્યારે આત્મા, લાગણી દ્વારા કામ કરે છે ત્યારે લાગણીઓ શુદ્ધ થાય છે અને તે વિશ્વાસ રૂપે રજૂ થાય છે. જ્યારે ‘આત્મા’ ‘સ્વ’ ને સ્પર્શે છે ત્યારે ‘સ્વ’ પ્રેમ રૂપે વહે છે. પ્રેમ જાગૃતતાનું સંપૂર્ણ, પરમરૂપે ખીલવું છે. આપણને મળેલી તે પરમ શક્યતા છે.
આપણે બધા એક રીતે જ પ્રેમ કરીએ છીએ. અથવા પ્રેમના અલગ અલગ પ્રકારો હોય છે ?
પ્રેમ એક જ છે પરંતુ તેની અભિવ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. બુદ્ધિ યુક્ત પ્રેમ મગજમાંથી આવે છે. જે મનની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ પ્રેમ બધા કરતાં સૌથી વધુ ભ્રષ્ટ છે.
બુદ્ધિ પ્રેમને વેપાર તરીકે ગ્રહણ કરે છે. એક પ્રકારનો સોદો. તે સખત રીતે આપવામાં અને લેવામાં જ માને છે. તેનો અભિગમ ગણતરીપૂર્વકનો હોય છે. “આમાં મારું શું ? ‘આમાં મને શું મળે ?’ આ પ્રકારનો પ્રેમ હંમેશા, અપેક્ષાઓ, અધિકારપણું, ઈર્ષા અને હિંસામાં પરિણમે છે. આ પ્રકારનો પ્રેમ ક્યારેય પૂરેપૂરો સંપૂર્ણપણે આપનાર કે લેનાર બનતો નથી.”
ભાવનાત્મક, લાગણીશીલ પ્રેમ હૃદય દ્વારા વ્યક્ત થાય છે. તેથી તે પ્રેમનું વધારે શુદ્ધ રૂપ છે. અહીં સોદા ઉપર ભાર નથી મુકતો પરંતુ સંબંધ ઉપર ભાર મુકાય છે. આ પ્રેમ વિશ્વાસ કરે છે, વધારે પડતી અપેક્ષા રાખ્યા વગર જ આપે છે. આમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો પ્રેમ એની જાતે તેને જ ઊકેલી નાંખે છે. આ પ્રેમ મોટા પ્રમાણમાં આપનાર બને છે.
પ્રેમ જ્યારે ‘સ્વ’માંથી વ્યક્ત થાય છે. ત્યાં આપવા લેવાનું કશું હોતું જ નથી. ત્યાં બસ પ્રેમના કિરણોનું પ્રસારણ હોય છે. આ પ્રેમમાં દુઃખ કે સમસ્યાઓ પેદા થતી નથી, કારણ કે તે બીજા ઉપર આધારિત નથી. હકીકતમાં તેને કોઈ પાત્રની જરૂર પડતી નથી. તે માત્ર કિરણોત્સર્ગ છે, ઊભરાવું છે. આ પ્રકારનો પ્રેમ આપનાર અને લેનાર બંનેને ખૂબ જ સુંદર રીતે રૂપાંતરિક કરે છે.
જો તમે પ્રેમમાં છો, તમે માલિકીભાવ ન રાખી શકો. અને જો આ ભાવ હોય તો તમે પ્રેમમાં નથી. કોઈ ફક્ત મિલકત ઉપર માલિકી રાખી શકે. કોઈ પણ ‘સ્વ’ની માલિકી કઈ રીતે રાખી શકે ? આ પ્રકારનો અભિગમ રાખવા માત્રથી તમે શક્તિનું સ્તર ઘટાડી નાંખો છો. એના જથ્થાને મર્યાદિત કરી નાંખે છે. એ તો ઊંડે અંદર બેઠેલી વ્યક્તિનું અપમાન છે. તો પછી તમે તે વ્યક્તિ સાથે સંબંધમાં છો તેમ કઈ રીતે કહી શકાય ? કે તે વ્યક્તિ તમારી સાથે સંબંધિત છે તેમ કેમ કહી શકાય ?
આપણે તેને ભલે ગમે તેવું મોંઘું પહેરાવીએ, રૂપાળું નામ આપીએ પરંતુ મૂળભૂત રીતે તે અભિગમ ‘સ્વ’નું અપમાન છે. તેથી જ જ્યારે કોઈ વ્યક્તિ માલિકીભાવવાળી વ્યક્તિ સાથે સંબંધમાં હોય છે ત્યારે તે વહેલો કે મોડા તે સંબંધ તોડીને મુક્ત થવાનો પ્રયત્ન કરે જ છે.
ઈર્ષા પ્રેમની તદ્દન વિપરીત છે. ઈર્ષા, પ્રેમ-વિશ્વાસ અને બીજાની વફાદારીને દબાવવાની કોશિશ કરે છે. જે બાબત બીજા પાસેથી આનંદ સાથે અને સ્વેચ્છાએ ભેટમાં મળવી જોઈએ, તેને ઈર્ષા ઝૂંટવીને લેવાની કોશિષ કરે છે. પ્રેમ અને ઈર્ષા એક સાથે કઈ રીતે રહી શકે ?
માલિકીભાવ અને ઈર્ષા બંને પેદા થવાનું મૂળભૂત કારણ છે ડર. અહમ્ કાયર છે ? તેને કાયમ ડર લાગે છે કે, મારી સત્તા બીજા પરથી જતી રહેશે તો ? તેથી તે બીજાને પકડી પોતાના પાંજરામાં પૂરી રાખવાની કોશિશ કરે છે. તે બીજા પાસેથી વફાદારીનો એવો કરાર માંગે છે કે જે રોજ રીન્યુ કરી શકાય. રોજે રોજ ચાલુ રાખી શકાય. આ તેની અંદર બેઠેલા ભયને છુપાવવા માટેનું નાટક છે. આક્રમણનો દેખાવ છે.
પ્રેમ, ભયને જાણતો જ નથી. તે પ્રશ્નો પૂછતો જ નથી. તેને એટલો બધો વિશ્વાસ હોય છે કે ભય લાગતો જ નથી. તે તો સંપૂર્ણ સમર્પણ છે.
પ્રેમ જ્યારે લાગણીઓથી દોરવાયેલા હોય છે ત્યારે બંને પાત્રો એકબીજાથી ભરપૂરતાનો અનુભવ કરે છે. ત્યાં કોઈ બાહ્ય સંતોષ માટે નજર દોડાવવી પડતી નથી. ‘મુક્ત’ સેક્સ મુક્ત થઈ જાય છે અને ફક્ત ‘સેક્સ’ જ રહે છે.
અને જ્યારે પ્રેમ ‘સ્વ’માંથી બહાર વહેવા માંડે છે ત્યારે ‘સેક્સ’ પોતે જ અદૃશ્ય થઈ જાય છે. બીજી વ્યક્તિ વગર પણ વ્યક્તિ અદ્ભુત સંતોષનો અનુભવ કરે છે. ત્યાં પછી વ્યક્તિ પોતે જ પોતાની જાતથી એટલી ભરેલી હોય છે કે તેને ‘સેક્સ’ની જરૂર જ પડતી નથી !
‘મુક્ત સેક્સ’ જેવી શારીરિક ઈન્દ્રિયગમ્ય વાતો શરીરને કેમ પકડી રાખે છે ?
કોણે કહ્યું કે ‘સેક્સ’ શારીરિક ઈન્દ્રિયગમ્ય બાબત છે ? જો પ્રેમ અથવા સેક્સ માત્ર શરીરથી જ વ્યક્ત થઈ શકતાં હોત તો તમે અત્યાર સુધીમાં તેમાંથી એક ઝાટકે બહાર નીકળી ગયા હોત. તે મન દ્વારા જ વ્યક્ત થાય છે અને જ્યારે થાય છે ત્યારે જ મુશ્કેલી શરૂ થાય છે. હકીકતમાં આપણો ૯૦% સંભોગ માનસિક હોય છે. આ સાચું છે ! કેટલા લોકો પોતાની સાથે જે ભાગીદાર છે તેનાથી વધારે સારા ભાગીદારની કલ્પના કર્યા વગર જ સંભોગની ચરમસીમાનો આનંદ માણી શકે છે ? આનો મતલબ જ એ છે કે સેક્સ સંપૂર્ણ માનસિક કસરત છે.
જો તમે માનસિક રમત વગર જ સેક્સની ચરમ સીમા પર પહોંચી શકો. ફક્ત તમે અને તમારા ભાગીદાર, તમે સેક્સમાંથી મુક્ત થઈ જાવ છો.
આધ્યાત્મિકતા તરફ જવાની ઈચ્છાવાળાઓએ દુનિયાદારી પ્રેમ છોડી દેવો જોઈએ ? થતું હોય છે. આ સમયમાં આપણે જેને પ્રેમ-તિરસ્કારના સંબંધો કહીએ છીએ તેના પાયામાં અહમ્ હોય છે. ઘણાં ‘પ્રેમ સંબંધો’નો આ રીતે અંત આવે છે. કારણ કે તમારો ભાગીદાર અમુક મુદ્દા પર તમારો અહમ્ સંતોષવાની ના પાડે છે અથવા અશક્તિમાન હોય છે.
પ્રેમમાં લોકો જેટલી પણ ફરિયાદો કરે છે તે બધી જ તેના અહમ્ને ઠેસ પહોંચી હોય તેની હોય છે. દા.ત., “તે મારું સાંભળતી નથી.” “તે મને માન આપતો નથી.” વગેરે વગેરે – આ તમારા ઘવાયેલા અહમ્ના બડબડાટ સિવાય કશું જ નથી.
આ યાદ રાખો, ઝઘડામાં અહમ્ પૂરી શક્તિ સાથે ઉછળે છે. ઝઘડો અલગ થવાની ભાવના પેદા કરે છે, મારી વિરુદ્ધ, “તેનું” “તેણીનું”, “તેઓનું”ની ભાવના પેદા કરે છે અને આમાં અહમ્ વધારે તાકાતવાળો બનતો જાય છે. તમે જ્યારે નવા નવા પ્રેમમાં હો છો ત્યારે આપો આપ અનુભવની સુંદરતાનું શરણ લેવા તૈયાર હો છો. અહમ્ તમને ધક્કો મારવા પાછળના સ્તર પર બેસી જાય છે. પરંતુ પ્રેમ જ્યારે બુદ્ધિમાંથી આવવા માંડે છે ત્યારે આ ઊંચાઈ લાંબા સમય સુધી ટકાવી શકતો નથી. જેવા સંબંધો સામાન્ય બાબત બની જાય, કે તરત જ અહમ્ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઝઘડાની પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માંડે છે.
પ્રેમ-તિરસ્કારના સંબંધો એકલા રોમાન્સની બંધન મર્યાદામાં રહેતા નથી. મા-બાપ અને બાળકો વચ્ચે સતત અહમ્નો ટકરાવ ચાલતો હોય છે. કારણ કે મા-બાપો પોતાની જિંદગી બાળકો દ્વારા બીજી વખત જીવવાનો પ્રયત્ન કરતાં હોય છે અને બાળકો પોતાની સ્વતંત્રતા ઉપર લદાયેલા બંધન સામે બળવો કરે છે.
જો તમે તમારા સંબંધોમાં રહેલાં આ લક્ષણોને ઓળખી લો, તો તમારે સમજી જવાની જરૂર છે કે તમે જે અનુભવી રહ્યા છો તે પુત્ર પ્રેમ નથી. કહેવાય છે કે, સાચા પ્રેમને વિપરિત જેવું કશું હોતું નથી. તે ગમે તેવી બાબત હોય, તીરસ્કારમાં ફેરવાઇ શકતો નથી. હકીકતમાં તમે ખરેખર તો તમારી જાતનો મતલબ શોધી રહ્યા છો, જે બીજાની હાજરીમાં થોડા સમય માટે પૂરો થાય છે. સાવચેત રહો !
મને કેમ ખબર પડે કે હું જે પ્રેમનો અનુભવ કરી રહ્યો છું તે સાચો છે મોહ છે, છેતરામણો આભાસ છે.
પ્રેમ ક્યારેય છેતરામણો આભાસ હોતો નથી. સાચો જ હોય છે. તમે જ્યારે તમારી ખોટી લાગણીઓને પ્રેમનું લેબલ મારો છો ત્યારે તે માત્ર દેખાવનો રહી જાય છે. પ્રેમ એવી બાબત છે કે કોઈપણ વસ્તુથી તેનો નાશ થઈ શકે નહીં. ખાસ કરીને વાસ્તવિકતાથી ! હનીમુન પૂરું થતાંની સાથે જ જે બારીમાંથી બહાર ઉડી જાય તે પ્રેમ નથી. જો તમારો ભાગીદાર કોઈ બાબત પર ભાર મૂકે અથવા તે તમારી વર્ષગાંઠ ભૂલી જાય તો જે ઓછો થવા માંડે અથવા ઘટી જાય, તો ચોક્કસપણે પ્રેમ નથી. જો એ સતત વિશ્વાસ રાખે પછી ભલે તેનો ભાગીદાર વિશ્વાસ રાખવા લાયક ન હોય - તો તે ચોક્કસ પ્રેમ હોઈ શકે.
કોઈક માટે તમને પ્રેમ છે કે નહીં. તેની કેમ ખબર પડે ?
નીચેની બાબતો તપાસો.
તે વ્યક્તિની માત્ર હાજરીથી તમને આનંદનો અનુભવ થાય છે ? શાંતિ અનુભવો છો, તમને એવું લાગે છે કે તમે તમારી જાતમાં વધારે કેન્દ્રિત થાવ છો ? જેવા ભાવની વિરુદ્ધમાં તમારા અહમ્ દ્વારા પેદા થયેલી પરિસ્થિતિ છે જે પ્રેમની સાથે આવે છે. આ પરિસ્થિતિઓ સામે પ્રેમ અને કાળજીથી કામ લો.
જો તમારી અંદરથી જવાબ ‘ના’ આવે તો, શક્ય છે કે છોડી દેવાનો સમય આવી ગયો હોય. જ્યાં સાચા સંબંધોમાં બંને એક-બીજામાં ભળી ન ગયા હોય, ઓતપ્રોત ન થઈ ગયા હોય, તે સંબંધો ચાલુ રાખવા બંને માટે સારું નથી. પ્રેમ, કદાચ તમારા માટે બીજે હોઈ શકે, તેની શોધ ન કરો, માત્ર શક્યતાઓને ખુલ્લી રાખો, તે દરમિયાનમાં ઝઘડાને સંબંધોનો નાશ ન કરવા દો. કોઈની એવી ઈચ્છા નથી હોતી. એક વાત સ્વીકારો કે તમારે માટે આ વ્યક્તિ એવી નથી, જેની સાથેથી તમે ક્રોધ અને કડવાશ લઈને છૂટા પડો, આમ કરીને તમારી પોતાની પ્રેમ કરવાની ક્ષમતાનો નાશ ન કરો. કડવા થવાથી તમારે જ વધારે સહન કરવું પડશે. અને જેથી પ્રેમમાં તમારો વિશ્વાસ જાતે જ નાશ પામશે. અને આ ભયંકર બાબત કોઈની પણ સાથે બની શકે છે.
પ્રેમ અને દુઃખ બંને સાથે જ કેમ ચાલે છે ?
આ બધા જ પ્રશ્નો એક જ દિશામાં ઈશારો કરે છે. જ્યાં સુધી ગણતરી હશે ત્યાં સુધી પ્રેમ દુઃખમાં પરિણામવા બંધાયેલો છે.
આપણે એ સમજવા તૈયાર નથી કે સામાન્ય રીતે આપણી જાતમાં જે અમુક ખામીઓ હોય, અપૂર્ણતાઓ હોય તે પૂરી કરવા માટે આપણે બીજી વ્યક્તિ તરફ વળીએ છીએ, જ્યાં સુધી તે વ્યક્તિ આપણા અહમ્નો આધાર લઈને અપૂર્ણતાઓ ‘પૂર્ણ’ કરે છે ત્યાં સુધી સંબંધો ‘પ્રેમ’ હોય છે. પરંતુ એક
શું ગુરુના પ્રેમમાં પડવું તે પણ એક પ્રકારનું ‘પડવું’ છે ?
હા. અને ના.
સામાન્ય ‘પ્રેમમાં પડવું’ એક સ્વરૂપનાં ખ્યાલનું આક્રમણ છે. ગુરુ સાથે પ્રેમમાં પડવું તે સ્વરૂપની બહાર જવા માટેનું પ્રાથમિક પગલું છે.
સામાન્ય રીતે તમે જ્યારે પ્રેમમાં પડો છો, ત્યારે ઘણી બધી રીતે ‘પડો’ છો. - કારણ કે માલિકી ભાવ, ઈર્ષા, પ્રભુત્વ અને ગુસ્સો તેને ચોક્કસ અનુસરવાના જ. પ્રેમીઓ એકબીજાની સાથે હાઈડ એન્ડ સીકની રમત રમે છે. બંનેને એકબીજાની અપૂર્ણતાઓ પૂરી કરવાની જરૂર હોય છે. અહમને પણ પોતાના પર કોઈની સત્તા હોય તેની સામે અણગમો છે. આ મનદુઃખ પોતે જ શારીરિક અથવા માનસિક હિંસાનું છૂપું રૂપ ધારણ કરે છે અને સામી વ્યક્તિને ઈજા પહોંચાડે છે.
ગુરુ સાથે એજ પ્રેમ અને એજ ડરનું અસ્તિત્વ હોય છે, પરંતુ ત્યાં કોઈ મધ્યમ માર્ગ નથી. તમારે પૂરેપૂરા ‘પડવું’ પડે છે - તમારે મગજ અને હૃદય બંનેમાંથી પડવું પડે છે ! ગુરુ સંપૂર્ણ પ્રેમ ઓફર કરે છે અને સંપૂર્ણ શરણાગતિ માંગે છે. પ્રેમ અને શરણાગતિ બંનેનો મતલબ જ અહમ્નું મૃત્યુ.
તમે જ્યારે ગુરુ પાસે આવો છો ત્યારે તમારા અહમ્ને જીવીત રાખવા માટે, તમે છેતરપીંડી અને પ્રભુત્વની રમત રમી શકો નહીં. આ તમારા અહમ્ની અંતિમ પરીક્ષા હોય છે. ત્યાંથી ભાગી છૂટવાની તક મળતી નથી. તમારે ભય અને પ્રેમની વચ્ચે બેમાંથી એકની પસંદગી એક જ વાર અને છેલ્લી વખત કરી લેવી પડે છે. જો તમે તમારી જાતમાં ગુરુને
