KAILASA Library/સામાન્ય સવાલોના/પ્રકરણ ૬: તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયાSign in
સામાન્ય સવાલોના

પ્રકરણ ૬: તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

વ્હાલા સ્વામીજી, પોતાની જાતને જાણવા માટે દુનિયાનો ત્યાગ કરવો જરૂરી છે ?

પોતાની જાતને જાણવા માટે એક જ બાબતનો ત્યાગ ખૂબ જ જરૂરી છે તે છે : અજ્ઞાન

સ્વ-ની ઓળખાણને અને દુનિયાના ત્યાગને કશું જ લાગતું-વળગતું નથી. દુનિયાથી દૂર ભાગવું, તેને પકડી રાખવા કરતાં વધારે ખરાબ છે : આ બંને કિસ્સામાં સાબિત થાય છે કે દુનિયા તમારી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

દુનિયાની વિમુખતા અને તેને વળગી રહેવું બંને અજ્ઞાનતાની પેદાશ છે. તે બંને એક જ સિક્કાની બે બાજુ છે.

એક માણસ પહાડોની ગુફાઓમાં પણ સંસારને વળગી રહી શકે છે. સંન્યાસ લેવો એટલે દુનિયા છોડી દેવી એવું નથી, પરંતુ તેની સાથે વિમુખતા અને વળગણ બંનેનો ત્યાગ કરવો. આજ દુનિયાને જ્યારે તમે અજ્ઞાનની અસ્પષ્ટતામાં જુઓ છો ત્યારે તે સંસાર છે અને જ્યારે પૂરી સ્વ-જાગૃતિના પ્રકાશમાં જુઓ છો ત્યારે તે સંન્યાસ બની જાય છે.

એ ખરું છે કે સંન્યાસીઓ હંમેશા સંસારને સ્પર્શ્યા વગર સરળ જીવન જીવતાં હોય છે. પરંતુ તેમના માટે દુનિયા વિમુખતા અને વળગણ કરવાની બાબત નથી. જ્યારે સ્વ-જાગૃતિ આવે છે, ત્યારે સહજ રીતે જ બધું છૂટી જાય છે.

વ્હાલા સ્વામીજી, આપણે અહમ્‌ને કઈ રીતે સમર્પિત કરી શકીએ? હું સમર્પણ કરું છું તે પોતે જ, એક અહમ્ છે.

તમને એક સવાલ; તમે અહમ્‌નું સમર્પણ કઈ રીતે કરી શકો? જ્યારે તેનું અસ્તિત્વ જ નથી !

ધારો કે તમે એક અંધારા ઓરડામાં બેઠા છો. તમારે અંધારું દૂર કરવું છે. પરંતુ તમે તેને ધક્કો મારીને બહાર કાઢી શકો? તમે અંધારાને ઝઘડો કરીને બહાર જવાનું કહી શકો? ના. તમે ગમે તેટલો સમય લડશો તમારી હાર થવાની જ છે. એ પણ એનાથી કે જેનું અસ્તિત્વ જ નથી !

અહમ્ અંધારા જેવો છે તેનું કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. જેમ અંધારું ફક્ત પ્રકાશની ગેરહાજરી છે તેમજ અહમ્ પણ ફક્ત જાગૃતતાની ગેરહાજરી છે. અહમ્‌ને મારી નાંખવાની ગડમથલ કરવી, મહેનત કરવી તે રૂમમાંથી અંધારાને બહાર કાઢવાની મહેનત કરવા બરોબર છે. બળપૂર્વક અંધારાને બહાર કાઢી નાંખવાને બદલે, અંધારા સાથે કોઈપણ વ્યવહાર કરવાનું બંધ કરી દો. અને તેને બદલે તમારું ધ્યાન પ્રકાશ લાવવા પર કેન્દ્રિત કરો. ઓરડામાં એક નાનકડો દીવો લાવો અને તમે જોશો કે અંધારું તેની જાતે જ અદૃશ્ય થઈ ગયું છે ! માટે જ હું કહું છું અહમ્ બાબતમાં બધું જ ભૂલી જાવ, અને તેના બદલે તમારી જાતમાં જાગૃતતાનો દીવો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમારી અંદરની જાગૃતતા દીવો બની જશે ત્યારે તમે જોશો કે અહમ્ છે જ નહીં.

અહમ્ એક ભ્રમ છે. તમે અજાગૃત હો ત્યારે તમે તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે તમને ખબર નથી તે કેવી રીતે કરવું, અલબત્ત તમે જાગૃત હો તો પણ તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે પછી તમને અહેસાસ થાય છે કે સમર્પિત કરવા જેવું કશું છે જ નહીં !

અત્યાર સુધીમાં તમે જે સાંભળ્યું છે, વાંચ્યું છે, શીખવવામાં આવ્યું છે કે - 'અહમ્‌ને સમર્પિત કરો' આ સ્વ-ઓળખને કલંકિત કરવા કહેવાયું છે - તે એક તદ્દન વાહિયાત વિચાર છે. તે માત્ર ઉલ્ટે રસ્તે થઈ શકે, 'સ્વ-ઓળખ' થતાંની સાથે જ તમને અહમ્ જેવું કશું દેખાતું નથી. આ રીતે આપોઆપ સમર્પણ થઈ જાય છે.

ગમે તેમ, મને આનંદ થયો કે તમારી જાતની અંદરથી આવો પ્રશ્ન ઉઠ્યો. અહમ્ જ તમારા ઉશ્કેરાટ, દિલગીરીઓ, દુઃખો, ટેન્શન્સ વગેરેનું મૂળભૂત કારણ છે.

અહમ્ જ તમારા માટે નર્કનું દ્વાર છે. અહમ્‌ને છોડી દેવો છે તેવું સક્રિય રીતે માનવું, આ બોજા ઉપર સવાર થવું છે તેવો અનુભવ થવો એ જ જાગૃતતા તરફ જવાનું પગલું છે. આ બતાવે છે કે તમારી ઊંઘ ઉડી રહી છે !

સૌથી વ્હાલા સ્વામીજી, તમારી હાજરીમાં જ્યારે હોઉં છું ત્યારે બધા જ પ્રશ્નો વિલિન થઈ જાય છે અને લાગે છે કે, બધું જ શક્ય છે. પરંતુ જ્યારે હું તમારાથી દૂર હોઉં છું, ત્યારે બધી જ જૂની શંકાઓ ઘસડાઈને બહાર આવે છે. આવું કેમ બને છે અને આ માટે હું શું કરી શકું ?

મારી હાજરીમાં જો પ્રશ્નો પોતાની જાતે જ અદૃશ્ય થઈ જતા હોય તો એ સમજવાનો સમય થઈ ગયો છે કે હકીકતમાં એ પ્રશ્નો હતા જ નહીં. એ માત્ર મનની રમત હતી. તમે જ્યારે મારી સાથે હો છો ત્યારે, મન તમારા પર વધારે નિયંત્રણ રાખી શકતું નથી - તમે સરળતાથી ધ્યાન તરફ વહી જાવ છો. તમે પ્રેમથી ભરાઈ જાવ છો. પ્રગાઢ શાંતિમાં હો છો. આ સ્થિતિમાં જો કોઈ પ્રશ્ન હોય તો તે તમારો સાચો પ્રશ્ન છે, જે સંપૂર્ણ રીતે તમારી સાથે હજુ સુધી રહેલો છે.

વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે નાસ્તિકતા શીખવા માટે ખૂબ જ વિઘ્નરૂપ છે. પરંતુ તમે જ અમને અમારી શંકાઓ વ્યક્ત કરવાનો અનુરોધ કરો છો. શા માટે ?

તમે નાસ્તિક અથવા શંકા માટે પ્રશ્નો ઊભા કરી શકો ? પરંતુ આ બંને વચ્ચેની, સિવાયની પણ એક દુનિયા છે.

નાસ્તિકતા એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ કશું પણ માનવાનો ઈન્કાર કરી દે છે. એટલે જ નાસ્તિક ફક્ત તેને પોષણ મળે તે માટે દલીલો કરશે. આ અર્થમાં નાસ્તિકતાને પોતે જ એક અજાગૃત માન્યતા છે. એ કોઈપણ કે કંઈપણ માટે અગાઉથી જ આપેલું નકારાત્મક પરિણામ છે. નાસ્તિકતાને પોતાના અભિપ્રાયો કે વિચારધારા, આદર્શો હોતા નથી. તેની પાસે તમે કોઈપણ એક બાબત કે વિચાર રાખો તેના વિરુદ્ધમાં તેની પાસે દલીલો હોય છે. તે વિચાર સામે કલાકો સુધી દલીલો કરી શકે છે અને તમે જો બીજો વિચાર રજૂ કરો છો તો તેની સામે પણ એ જ ઝનૂનથી દલીલો કરશે. હકીકતમાં તેણે પહેલેથી દરેક બાબતને ‘ના’ કહેવાનો અભિગમ નક્કી કરી લીધો હોય છે. આ અર્થમાં નાસ્તિકતા શીખનાર માટે રસ્તાનો અંત કરી દે છે, કારણ કે આ અભિગમ સાથે કશે જ પહોંચી શકાય નહીં, નાસ્તિકે પોતાના પરિવર્તનની બધી જ શક્તિઓના રસ્તા બંધ કરી દીધા હોય છે.

શંકા, બીજે છેડે, ખુલ્લાપણું અને સ્વીકાર છે. શંકા એટલે ‘હું જાણતો નથી પરંતુ હું શીખી શકું છું.’ આ નિશાની શીખનારની યાત્રાની શરૂઆત કરવાની છે. શંકા જિજ્ઞાસુનો રસ્તો છે, તેની જિજ્ઞાસા સત્ય ગ્રહણ કરવાના રસ્તામાં આવતાં બધાં જ અસત્યોને દૂર કરવાની હોય છે. શંકાશીલ માણસ સન્માનપૂર્વક સાંભળે છે. ખુલ્લી અવજ્ઞા કે અનાદર સાથે નહીં. તે શીખનારની વિનમ્રતા સાથે સાંભળે છે. તેનો અભિગમ 'હા'નો હોય છે તે વિશ્વાસ કરી શકાય તેવા અનુભવની રાહ જુએ છે.

જ્યારે અતિ બુદ્ધિશાળી વ્યક્તિ નાસ્તિકતામાં ફેરવાય છે ત્યારે - તે ખૂબ જ ખતરનાક નિશાની છે - તે અહમ્‌ને પરિપૂર્ણ કરવા માટે બધા જ આદર્શોને, વિચારોને અસરકારક રીતે ખોટા ઠરાવી શકે છે. પરંતુ નાસ્તિક આખરે તો પોતાના જ સેતુઓને બાળી નાંખતો હોય છે. ખાસ કરીને તમે જ્યારે ગુરુ સામે નાસ્તિકતાનો અભિગમ અપનાવો છો ત્યારે ત્યાં પછી એવો કોઈ રસ્તો નથી જેના વડે હું તમારામાંથી પસાર થઈ શકું.

ડૉક્ટર પાસે ફક્ત તેણે લખેલા પ્રિસ્ક્રીપ્શનની દરેક ગોળીની કિંમત પૂછવા માટે જ જવાનો કોઈ મુદ્દો, મતલબ ખરો ?

તમે બધા જ પ્રકારના પ્રશ્નો પૂછો પરંતુ તે પહેલાં તમે કયા અભિગમથી પૂછો છો તેનું નિરીક્ષણ કરી લો !

વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે પ્રેમમાં 'બધું જ' આપી દો. પરંતુ પ્રેમનો સ્વીકાર ના થાય અને બદલામાં પ્રેમ ન મળે તો ?

જો તમે ખરેખર પ્રેમમાં હો, તો તમે કુદરતી રીતે જ તમારું બધું જ આપી દેશો. પ્રેમ બિનશરતી ખીલે છે. પ્રેમમાં તમે સામી વ્યક્તિને બધું જોઈએ છે કે નહીં, તેવા પ્રશ્નો પૂછવા રોકાઈ શકો નહીં. હકીકતમાં બીજી વ્યક્તિની પાત્રતા તપાસવાની હોય, સામેથી બદલામાં કેટલું મળવાનું છે તેની ગણતરી કરવાની હોય તો તે વેપાર છે. સોદો છે. તે ધંધો બની જાય છે, પ્રેમ રહેતો નથી. સાચા પ્રેમમાં “મારે મારું બધું જ આપવું જોઈએ ?” એવો પ્રશ્ન ક્યારેય પેદા જ થતો નથી ! હવે એ પ્રેમ કે, જેના તરફ હું તમને આગળ લઈ જવા માંગું છું. તે પ્રેમ તમારી સંપૂર્ણ જાતનો, સંપૂર્ણ અસ્તિત્વનો અનુભવ છે. જે માત્ર જીવન જીવવા માટે તેની પોતાની જાતમાંથી વહેતું આનંદનું ઝરણું છે. તે આનંદની સુવાસ છે. જે ચારે બાજુ બિનશરતી ફેલાય છે. તેને કોઈ કારણની જરૂર નથી પડતી, તેને વળતી ભેટની જરૂર નથી હોતી. આ પ્રકારનો પ્રેમ સૂર્યપ્રકાશ અને વરસાદ જેવો છે; જે પોતાની જાતે જ બિનશરતી રીતે વરસ્યા કરે છે અને જે કોઈ તેના વિસ્તારમાં હોય તે તેની ગરમી અને તાજગીનો કોઈપણ પ્રશ્ન વિના અનુભવ કરી શકે છે. આ પ્રેમમાં ભરપૂરતા હોય છે. આ ફક્ત એવા પ્રકારનો પ્રેમ છે જેનો કોઈપણ ભય વિના, ગુનાહિત ભાવના વિના આનંદ માણી શકાય છે.

પ્રેમને તમારી ગુણવત્તા બનાવવા માટે, તમારે તમારી જાતનું સંપૂર્ણ સમર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ. ફક્ત અહમ્ શૂન્ય સ્થિતિમાં જ આ પ્રેમ પાંગરી શકે છે, ઉદ્ભવી શકે છે. આ એટલું સરળ નથી પરંતુ તમે શરૂઆત તો કરી જ શકો છો. તમે તમારા અહમ્ને થોડો જતો કરશો તો તમે તરત જ પ્રેમ અને અનુકંપાને શોધી શકશો. તમે જેમ જેમ અહમ્ને વધારેને વધારે જતો કરશો તેમ તેમ તમે અવકાશમાં પ્રવેશવા લાગશો. તમારા સંબંધોમાં આને અજમાવી જુઓ. પ્રેમ બાબતમાં કાગનો વાઘ કરવાની જરૂર નથી. તમારા પ્રેમમાં એટલા બધા ગંભીર ન બનો. ફક્ત નિખાલસ બનો, સાચા બનો ! દિલની સચ્ચાઈવાળા બનો ! પ્રામાણિક બનો !

વ્હાલા સ્વામીજી, ભારતમાં અમે મૂર્તિપૂજા અને ધાર્મિક વિધિઓ વચ્ચે ઊછર્યા છીએ. તમે આમાં સંમત છો કે વિરુદ્ધમાં છો ?

સૌથી પહેલાં, હું કોઈની પણ વિરુદ્ધમાં નથી કે સંમત નથી. પછી તે મૂર્તિપૂજા હોય કે ધાર્મિક વિધિઓ હોય અથવા કંઈપણ હોય ? તમને તમારા જાણીતા વિસ્તારમાં ખેંચી શકું, એવી જગ્યા જ્યાં ત્યાં તમે સલામતી અને શાંતિનો, સ્વસ્થતાનો અનુભવ કરી શકો. આવું વાતાવરણ કે જે સદીઓથી ભક્તિ માટે પવિત્ર જાહેર થયેલું છે. તેમાં તમારા શ્રદ્ધેય દેવી દેવતાઓ આગળ માથું નમાવીને ખૂબ જ જાણીતા મંત્રોચ્ચાર સાંભળીને, તમારી અંદર શાંત મેડિટેશનની સ્થિતિ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. આવા સમયે તમે મારી શક્તિને ગ્રહણ કરવા માટે, પૂરેપૂરા ખુલ્લા અને સમર્પિત હો છો. આ જ સમય હોય છે જ્યારે હું તમારા પર, તમારા જ્ઞાન અને પ્રતિકાર વગર, તમારા પર કામ કરી શકું. હવે તમે મને સમજી શકો છો ?

(અલબત્ત મેં ક્યારેય મારું બચપણ છોડી દીધું નથી. તેથી હું આ સુંદર ઢીંગલીઓ સાથે રમીને પૂરેપૂરો આનંદ મેળવું છું - પરંતુ તે બીજી બાબત છે.)

સ્વામીજી, કર્મ શું છે ?

કર્મ માટે તમને એક વિચાર આપું છું.

જ્યારે પણ કોઈ ક્રિયા થાય છે, પરંતુ પૂરી નથી થઈ, ત્યારે એક બળ છે જે તમને તે પૂરી કરવા માટે ધક્કો મારે છે. જેથી ક્રિયા, કામ પૂરું થઈ શકે. આ જે બળ છે તે કર્મ છે. તમે જે કાંઈપણ ચાહ્યું હોય, ઈચ્છ્યું હોય પરંતુ તેનો પૂરેપૂરો અનુભવ ન થયો હોય, અનુભવ પૂરો કરવા માટે તે બાબત તમારી પાસે સતત વારંવાર કરવા માટે ખેંચે છે. તમે હકીકતમાં જ્યાં સુધી તે અનુભવ ન બની જાવ, ત્યાં સુધી તે કામનું, ક્રિયાનું પુનરાવર્તન કર્યા કરો છો. કારણ કે તમે પૂરેપૂરા તેવા થઈ ગયા હો છો. આ ક્રિયા પૂરી કરવા માટે તમે તમારાં શરીરમાં પ્રવેશો છો. આ પરિપૂર્ણતાના બદલામાં તમને આ બધી બાબતો, આ બધી 'મુશ્કેલીઓ' મળે છે.

હું ‘કર્મ’ની આ રીતની સમજ આપું છું. બીજા બધા જ શબ્દો જેવા કે, “મારાં ખરાબ કર્મોને કારણે હું માંદો પડ્યો”, “મારા સારાં કર્મો હશે કે હું સ્વામીજીને મળ્યો”, આ બધી બાબતો આપણે પ્રસંગ બની ગયા પછી કહીએ છીએ. જે કંઈ બની જાય છે તેને આપણે ‘કર્મ’નું નામ આપી દઈએ છીએ.

કર્મ શબ્દને ખૂબ જ ખોટી રીતે સમજવામાં આવ્યો છે. હું તમને કર્મની સમજણ, આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે નથી આપતો. હું કર્મને નસીબ કે વિધાતા નથી માનતો. મારા અનુભવ પ્રમાણે વિધાતા જેવી કોઈ ચીજ નથી. અસ્તિત્વ દ્વારા ભવિષ્યને પૂરેપૂરું ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભવિષ્ય આપણે નક્કી કરીએ છીએ.

રામકૃષ્ણ એક સુંદર વાર્તા કહે છે : જે આ વિષયની બુદ્ધિયુક્ત સ્પષ્ટતા આપશે. અલબત્ત કોઈ તમને કર્મ બાબતની હકિકતમાં જેવી થઈ હોય તેવી જ જીવનની, અનુભૂતિની સ્પષ્ટતા કરી શકે નહીં. એ સ્પષ્ટતા માત્ર મુક્તિ સાથે જ આવે છે. અને તમે જ્યારે મુક્ત હો છો, ત્યારે તે અનુભૂતિને શબ્દોમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતાં નથી.

કર્મની વાર્તા પર આવીએ :

એક ગાય પાંચ મીટરના દોરડાથી ખીલા સાથે બંધાયેલી છે. આ પાંચ મીટરના પરીઘમાં તે બેસી શકે છે, ઊભી રહી શકે છે, ખાઈ શકે છે, તેને જે ગમે તે કરી શકે છે. આ પછીની આપણી જિંદગી પણ તેવી જ છે. આપણી પાસે મર્યાદિત સ્વતંત્રતા છે, બાકીનું બધું અસ્તિત્વ પાસે છે. પરંતુ રામકૃષ્ણ ઉમેરે છે કે તે આપણે પાંચ મીટરની સ્વતંત્રતાનો ‘બુદ્ધિપૂર્વક’ ઉપયોગ કરીએ તો અસ્તિત્વ આપણું દોરડું લંબાવી દે તેવી શક્યતા છે. આપણને પૂરેપૂરા સ્વતંત્ર પણ કરી શકે છે. તે ફક્ત આપણી આ માહિતી ચિત્તમાં મોકલવામાં આવે છે, ત્યાં ભૂતકાળમાં જોયેલા બધાં જ ફૂલોની નોંધ છે તેની સામે સરખાવવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે આ ચોક્કસ ફૂલ પરિચિતોમાંનું એક છે.

પછી અહંકારનો વારો આવે છે. તેની પાસે પોતાને રસ પડતા અભિપ્રાયો આપવાનો અધિકાર છે. દા.ત., “મને આ ફૂલ ગમે છે.” અથવા “પડોશીના બગીચામાં સારાં મેરીગોલ્ડ છે. અથવા કંઈપણ. અહંકાર જેની માહિતીના આધારે આત્મા કાર્યપદ્ધતિ કરે છે.” “ફૂલને પાણી પાવ.” અથવા “બહાર ફેંકી દે.”

આ વ્યવસ્થામાં કમનસીબ વાત એ છે કે, માહિતી આત્મા સુધી પહોંચે ત્યાં સુધીમાં અહંકારમાંથી ગળાઈ ગઈ હોય છે, તેથી તમે જે જુઓ છો અને ક્રિયા કરો છો, તે વાસ્તવિક અથવા ખરી બાબત પર નથી હોતી. પરંતુ તે માહિતી અહંકાર તમને જે બતાવવા માંગે છે તેવી ભાંગફોડ કરેલી માહિતી પર કરતા હો છો. તમે અજ્ઞાન અને ગુંચવણમાં ન રહી જાવ તો જ નવાઈ લાગે અને આખરે તમે એવા અનુમાન પર આવી જાવ છો કે, મનનો આંતરિક બડબડાટ બધું જ કરી શકે છે.

જ્યારે બુદ્ધિ જાગૃત થાય છે ત્યારે અહમ્ કુદરતી રીતે જ મૃત્યુ પામે છે. પછી પહેલી વખત પરિસ્થિતિ સીધી આત્માના નિયંત્રણમાં આવે છે. એ રાષ્ટ્રપતિ શાસન જેવું છે ? પ્રચંડ શક્તિનો સ્ત્રોત ખુલ્લો થઈ જાય છે અને વાપરવા માટે શક્ય બને છે. પછી માહિતી માત્ર પાંચ ઇન્દ્રિયો દ્વારા જ આવતી નથી. તેથી કરીને, માહિતી ઉપરની પ્રક્રિયા અને નિર્ણય ક્રિયા બેસુમાર ઝડપી અને આધારે અસરકારક બને છે. પરિણામે સામાન્ય આંખોને તે ચમત્કારીક લાગે છે. આ એવી સ્થિતિ છે જેમાં યોગીઓ હવામાં અધ્ધર રહી શકે છે અથવા કોઈપણ માધ્યમ વિના

Instruction : This page 130 printed blank in the book

પરિશિષ્ટ

હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત “લાઈફ બ્લીસ ફાઉન્ડેશન” દ્વારા નિત્યાનંદના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.

નિત્યાનંદા કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યુ જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઈએ. એક પરિણામનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઊંડા ઉતરવાની, કમભાગ્યે જીવન મુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવન મુક્તિની ઝલક આપે છે.

Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ્ નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈક વધુ છે. જીવન મુક્તિના મારામાં છે તે બધા પરિમાણો તમારામાં પેદા કરે છે.

સંપૂર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.

જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણે જીવવું એજ જીવન મુક્તિ.

લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ

A spiritual gathering by a river

પ્રબુદ્ધ ગુરુની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા ‘સ્વ’ના ઊંડાણમાં લઈ જાય છે અને તમારા આંતરિક ક્ષમતાની ચરમસીમાએ લઈ જવામાં મદદ કરે છે.

પરમહંસ નિત્યાનંદ પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.

LBEમાં તમે,

– જીવન મુક્તિના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનુભવશો.

– પરમહંસ નિત્યાનંદાયે પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.

– પતંજલીના યોગસૂત્રને આધારે નિત્યાનંદાએ પ્રયોજેલા નિત્ય યોગ પ્રબુદ્ધતા માટેના યોગ - ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને ‘સ્વ’ને સંયોજીને વધુ શક્તિ, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપે છે.

– ‘આંતરિક ઉજાગરણ’ કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો ૨૧ દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટ્યુઅલ હીલીંગની દીક્ષા, વિ.નો સમાવેશ થાય છે.

– સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદાનંુ જન્મ સ્થળ તિરવન્નમલાઇ, પતંજલીનું જન્મ સ્થળ ચિદંમ્બરમ્ વિ.

– મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ. ચર્ચાઓ અને વાદવિવાદમાં ભાગ લેશો.

– જવાબદારીપૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩, આત્મસ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-3, ATSP)

તમારા 'સ્વ' સાથે અનુસંધાન કરો.

આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩, ભક્તિસ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-3, BSP)

તમારી ઉપાસના પૂર્ણ કરો.

આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.

લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)

જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ

લાઈફ બ્લીસ ટેકનોલોજી કાર્યક્રમ

લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT) એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારિત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઈન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે

નિત્યાનંદા મિશનની પ્રવૃતિઓ

નિત્યાનંદા મિશનની પ્રવૃતિઓ

વિશ્વભરમાં મેડિટેશન અને વ્યસન
મુક્તિ શિબિરો : આજ સુધીમાં
૨૦ લાખથી વધુ લોકોએ લાભ
લીધો છે.

  • નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિ ૫૦૦૦ થી વધુ માન્યા હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે.
  • અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીએ મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
  • નિત્યાનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદા મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
  • નિત્ય યોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.
  • મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદિક મંદિરો અને આરમો.
  • જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડિટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
  • તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધું.
  • ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ ગણવેશ, શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામૂલ્ય અપાય છે.
  • લાઈફ બ્લીસ ટેક્નોલોજી : જીવન કળા અને આધ્યાત્મિક વિજ્ઞાન શીખવતો યુવાનો માટેનો બે વર્ષ / ત્રણ માસનો વિનામૂલ્યે કાર્યક્રમ
  • કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રિત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઈક્રોસોફ્ટ, એટીએન્ડટી, ક્વાલકોમ, જેપી મોરગન, મેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.
બાળકોની વર્ગખંડ શિક્ષણ
  • નિત્યાનંદ ગુરૂકુળ : વૈદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ - બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.
  • નિત્યાનંદા ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચર્સ ટ્રેનિંગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, ક્વોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેક્ટીસ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.

Hyderabad, Andhra Pradesh Sri. Anandeshwari Temple, Nithyananda Giri, Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District - 501 218 Andhra Pradesh, INDIA Ph.: + 91 +8413260044/ + 91 98665 00350

Salem, Tamil Nadu Nithyanandapuri, 102, Azhagapurampudur (Behind Sharada Collage), Salem - 636 016 Tamilnadu, INDIA Ph. : +91 +427 2449711

Tiruvannamalai, Tamil Nadu (1008 Lingangal ulla Ananda Linga Kshetram) Nithyanandapuri, Girivala Path Tiruvannamalai - 606604. Tamilnadu, INDIA Ph. : +91 + 4175 237666, 9444991089, 9445056262, 9487452555 E-mail : [email protected]

Rajapalayam, Tamilnadu Nithyanandapuri, Kothainachiarpuram, Sankaran Coil Road, Rajapalayam, Virudhunagar District Tamilnadu, INDIA Ph. : + 91 + 4563 230001 / + 91 + 98241 30008

Pondicherry Nithyanandapuri, Embalam to Villanoor Main Road, Embalam Post, Pondicherry - 605 106 INDIA Ph. : + 91 94420 36037 / + 91 9787667604

વધુ માહિતી માટે www.nithyananda.org વેબસાઈટની મુલાકાત લો.

નિત્યાનંદ ગેલેરીયા

Nithyananda Galleria

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી

  • નિત્યાનંદના દષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને પુસ્તકો ૨૬થી વધુ ભાષાઓમાં
  • જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કિર્તન. શરીર, મન અને આત્માના કાયાકલ્પ માટે.
  • મેડિટેશન અને યોગ માટે પુસ્તકો, કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
  • પુરુષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રુદ્રાક્ષના આભૂષણો.

વધુ માહિતી માટે www.nithyanandagalleria.com અને www.lifeblissgalleria.com ની મુલાકાત લો અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.

“તમને મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી ગયા હોય તેવું કેમ લાગે છે !”

કારણ કે તમે જ્યારે મારી સાથે હો છો, ત્યારે તમે ઈરાદાપૂર્વક ખૂબ જ જાગૃત હો છો, તેથી પૂરેપૂરા હાજર હો છો. તેથી પ્રશ્નો ઊભા થવાની જગ્યા જ નથી રહેતી ! આખરે પ્રશ્નો, વર્તમાન પર લાદેલું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું ધોખાબાજ ભારણ છે.

આટલા માટે તમે જ્યારે મારી સાથે હો છો. ત્યારે તમારી ઘણી બધી શંકાઓ અદૃશ્ય થઈ જાય છે અને આટલા માટે તો હું અહીંયા છું : તમારા પ્રશ્નો ઉકેલવા માટે નહીં પરંતુ તેમને વિલિન કરવા માટે !”

સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો,

આજના સમયમાં આધ્યાત્મિકતાની
જરૂરિયાતથી લઈને, તૂટતા સંબંધો
તેમજ સુખ માટેની વૈશ્વિક શોધ પરના
મુદ્દાઓ વિષેના સ્વામીજીના વિચારોનો
સાર છે.

વાતોનું આ સંકલન, સ્વામીજીની મોહક
શૈલીમાં કહેવાયું છે. જે ફક્ત આપણી
વ્યક્તિગત આશાઓ અને સંઘર્ષોને
જ પ્રતિબિંબિત નથી કરતું, પરંતુ
આજના માનવસમાજને આકાર
આપતા પરિબળોના મુદ્દાઓ પર પણ
નિર્દેશ કરે છે.

સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો

દરેક સમયે પોતાના માટે બહારની મંજૂરી મેળવવાની જરૂરિયાત શા માટે ? દુઃખદ સત્ય એ છે કે, આપણે બધાએ ઘણા લાંબા સમયથી આપણી પોતાની જાતમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. નાના બાળક તરીકે આપણે બધા આપણી જાતમાં જ કેન્દ્રિત હતા. તમે કોઈ નાના બાળકને એવી ચિંતા કરતું જોયું છે કે મારા માટે લોકો શું વિચારતા હશે ? પરંતુ જેમ જેમ આપણે મોટાં થતાં જઈએ છીએ, સમાજ આ વિચાર સતત આપણા મનમાં રમાડ્યા કરે છે. સમાજ આપણને બીજા લોકોના વિચારો અને અભિપ્રાયો પ્રમાણે આપણું મૂલ્યાંકન કરવાનું શીખવે છે. મા-બાપ, શિક્ષકો, મિત્રો, અજાણ્યાઓ પણ. પરિણામે, આપણે આપણી જાતમાં ઓછું ને ઓછું માનતા થઈ જઈએ છીએ. બહારના ટેકા વગર, સામાજિક ‘સર્ટિફીકેટ’ વગર આપણી બધી જ પ્રતીતિઓ અને ક્રિયાઓ, આપણો આત્મવિશ્વાસ તરફ જ ધરાશયી થઈ જાય છે !

– પરમહંસ નિત્યાનંદ

‘સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો’ આધુનિક સમયમાં પૂરા જગતમાં સુખ માટે, તૂટતા સંબંધોના કારણો સમજવા માટે સ્વામીજીના વિચારોનું સારરૂપ અવતરણ છે. જે આપણાં બધા માટે આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સુસંગત છે.

સ્વામીજીએ પોતાની સરળ રીતથી સમજાવેલી આ વાતો ફક્ત આપણી આશાઓ અને સંઘર્ષોને જ વ્યક્ત નથી કરતી. પરંતુ તે વૈશ્વિક સમાજને આકાર આપતાં બળો તરફ પણ નિર્દેશ કરે છે.

Ebook ISBN: 979-8-88572-491-3

PUBLISHED BY LIFE BLISS FOUNDATION

Barcode

www.nithyananda.org