KAILASA Library/જીવન મુક્તિ/પરમહંસ નિત્યાનંદ વિશેSign in
જીવન મુક્તિ

પરમહંસ નિત્યાનંદ વિશે

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ આપણી વચ્ચે હયાત જીવનમુક્ત ગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદા વ્યવહારિક તણાવથી લઈને મુક્તિની ખોજ જેવી ગહન બાબતો માટેના ઉપાયો આપે છે. તેમણે નાની ઉંમરે ઘર છોડ્યું અને સંપૂર્ણ ભારતનો પ્રવાસ ખેડયો, પવિત્ર તીર્થોની મુલાકાત લીધી અને આધ્યાત્મિક ગુરુઓ તથા રહસ્યવાદીઓને મળ્યા. ધ્યાન, યોગ, તંત્ર, જ્ઞાન, ભક્તિ અને પૂર્વના તાત્ત્વિક વિજ્ઞાન દ્વારા તેમણે સહજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. માનવ સ્વભાવના હાર્દને જાણવાની પ્રબુદ્ધ અંતર્દૃષ્ટિ પ્રાપ્ત નિત્યાનંદે બૃહદ્ માનવતા માટેનું પોતાનું જીવન ધ્યેય નિશ્ચિત કર્યું છે. જીવનમુક્તિની પ્રાચીન પરંપરાના સશક્ત આધાર સાથે વિશ્વના સઘળા ધર્મોને અંતિમ સત્ય માટેના પથમાં સમાવિષ્ટ કરીને નિત્યાનંદ સામાજિક, સાંસ્કૃતિક, ભાષા, ઉંમર અને જાતિના બધા અવરોધો ઓળંગીને વિશ્વભરમાંથી લોકોને આકર્ષે છે. પુનઃનિર્મિત થાય અને ઐહલૌકિકથી દિવ્યતા પ્રતિ ઉર્ધ્વગતિની (ઉલટાવી ન શકાય તેવી) જીવનપ્રક્રિયા સ્થપાય.

લાઈફ બ્લિસ એન્જિનિયરીંગ (LBE) LBE એ જીવન મુક્ત ગુરુના સાનિધ્યમાં રહેવાનો અને તેના ઘનિષ્ટ અને રૂપાંતરકારી પ્રભાવને અનુભવવાનો ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ભારતમાં બેંગાલુરુ આશ્રમમાં ચલાવવામાં આવે છે જે તમને યોગ, ધ્યાન તેમજ વૈવિધ્યસભર અનેક પ્રવૃત્તિઓ દ્વારા તમારી અંતરતમ ગહેરાઈ સુધી લઈ જાય છે અને તમારી સર્વોચ્ચ મૂળભૂત સંભાવનાને જાગ્રત કરવામાં સહાય કરે છે. હયાત જીવનમુક્ત ગુરુ પાસેથી સીધા જ શીખવાની અને જીવનમુક્ત જીવન માટે મન અને શરીર સજ્જ કરવાની જીવનભરની આ એક અમૂલ્ય તક છે.

કલ્પતરુ એક દિવસીય ધ્યાનનો આ કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિના બી વાવે છે. આ કાર્યક્રમ તમને તમારી ક્રિયાઓ અને ઈરાદાઓને એકરૂપ રાખવા સશક્ત કરે છે. જેથી તમે બાહ્ય જગતમાં સફળ તથા આંતરિક રીતે આનંદમય બનો છો.

INDIA
BENGALURU, KARNATAKA
(Spritual Headquarters & Nithyananda
Vedic Temple)
Nithyananda Dhyanapeetam,
Nithyanandpuri, Off Mysore Road,
Bidadi, Bengaluru-562 109
Karnataka, INDIA.
Ph: +91-97422 03311 / +91 92430 48957
Email: [email protected]
URL: www.nithyananda.org

વધુ વિગત માટે: www.nithyanandagalleria.com અથવા www.lifeblissgalleria.org ની મુલાકાત લો. Email: [email protected] અને [email protected]

નિત્યાનંદના પ્રવચનોની ૫૦૦ થી વધુ વિડીયો ક્લીપ વેબસાઇટ www.youtube.com/lifebliss-foundation પર ઉપલબ્ધ છે.