તમે પોતે જ બ્રહ્માંડની પરિતૃપ્તિ છો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
એ સમજો કે આ બ્રહ્માંડ એની સંપૂર્ણતા તમારા દ્વારા સાધે છે. તમે બ્રહ્માંડનો એક ચત્મકાર છો; તમારું અસ્તિત્વ એ કોઇ આકસ્મિક ઘટના નથી. આપણે સતત એમ વિચારતા રહીએ છીએ કે જાણે આપણું અવતરવું એ એક અકસ્માત છે અને બ્રહ્મ તત્વ આપણને ત્રાસ આપી રહ્યું છે. ના, એવું નથી. બ્રહ્માંડ પરપીડક નથી. ઈશ્વર તમને દંડ નથી દઈ રહ્યો.
કેટલાક લોકો મને કહે છે : ‘ના, સ્વામીજી, તમે નથી જાણતા. ઇશ્વર મને સજા કરી રહ્યો છે.’
એ સમજો કે તમને સજા કરવાના નિમ્ન સ્તર પર ઇશ્વર નથી ઊતરી આવ્યો. અને તમે એટલા ઊંચા સ્તર પર ઉઠ્યા પણ નથી કે ઇશ્વરને તમને સજા કરવી પડે. તમે એ રીતે માત્ર ધર્મની (Laws of Cosmos) નિંદા કરો છો.
તમે કહેશો; ‘ના, સ્વામીજી. તમે નથી જાણતા. આ કલીયુગ છે. ધર્મ હવે પ્રવર્તમાન નથી. ઇતિહાસ કહે છે, શાસ્ત્રો કહે છે, ભાગવત કહે છે, સૂત્રો કહે છે.... કે આ કલીયુગ છે. જીવન આ જ રીતે વીતવાનું.’
જોઈ શકશો કે ખરેખર આ સત્યયુગ છે. કૃષ્ણ હજુ વાંસળી વગાડે છે. રામ હજુ જીવે છે. બધા મહાત્માઓ હજુ હયાત છે. આ સત્યયુગ છે. ધર્મનું અસ્તિત્વ હજુ છે.
લોકો મને પૂછે છે: ‘આ તમે જે કહી રહ્યા છો એનો અર્થ શો? કેટલો બધો આતંકવાદ પ્રસર્યો છે; કેટલી ગરીબી અને કેટલાં યુદ્ધો. કઈ રીતે તમે કહો છો કે આ સત્યયુગ છે ?’
તમે શું એમ માનો છો કે કૃષ્ણના જમાનામાં યુદ્ધ નહોતાં ? એમ માનો છો કે રામના યુગમાં ગરીબી નહોતી ? ના. એ સમજી લો કે રામના સમયમાં પણ વિશ્વના અમુક ભાગોમાં લોકો કલીયુગમાં જીવતા હતા. એ જ પ્રમાણે આજે પણ અમુક લોકો સત્યયુગમાં જીવે છે.
સત્યયુગ હોય કે કલીયુગ એ કંઈ કાલાનુક્રમિક યુગ નથી. આ એક વ્યક્તિગત નિર્ણય છે. તમે જો ઇચ્છો તો આજેય તમે સત્યયુગમાં જીવી શકો છો. જો તમે એ પ્રમાણે જીવવાનો આજે નિર્ણય કરો તો તમારું માનસિક બંધારણ આજથી જ બદલાવા માંડશે. અને તો સ્વાભાવિક છે કે તમે જીવનમાં યોગ્ય પરિસ્થિતિઓ અને યોગ્ય મિત્રોને આકર્ષિત કરશો.
પણ તમે જીવનમાં એય જોશો કે તમે સતત ગમગીન રહેતા યુગ છે. તમે એકદમ તમારી આસપાસ એ લોકોને એકત્રિત કરતા થઇ જશો જે ખુદ સત્ય યુગમાં જીવે છે. તમે એક એવું આનંદિત વર્તુળ ઊભું કરશો જેના સંપર્કમાં તમે અનુભવ કરશો કે તમે સત્ય યુગમાં છો.
સત્યયુગમાં પ્રવેશ મેળવવા માટે તમારે એને પેદા કરવાની જરૂરત નથી. જરૂરત માત્ર એટલી જ છે કે તમે એની સાથે તમારું સામંજસ્ય કેળવો. તમારી આ છ ફૂટની કાયાની અંદર જે છે એને સત્ય યુગને અનુરૂપ બનાવો. કોઇ એક સુખદ ઘડીએ તમે જોશો કે કાયાના બાહ્ય ભાગમાં જે કંઇ છે એ પણ સત્યયુગને અનુરૂપ બની જશે. પછી કંઇ કરવાનું રહેતું જ નથી.
તમારે કંઇ આખું વિશ્વ બદલવાની જરૂરત નથી. શહેર શહેર ફરીને તમારે સત્યયુગ બાબત પ્રવચનો અને ઉપદેશ આપવાની જરૂરત નથી. તમારે એમ કહેવાની પણ જરૂરત નથી કે, ‘આ સમસ્ત વિશ્વ સત્યયુગમાં પરિવર્તિત થઇ જાઓ. હું પણ ત્યારે જ સત્યયુગમાં પ્રવેશ કરીશ.’ ના. માત્ર તમારા અંતઃકરણને સત્યયુગમાં બદલો. અચાનક તમે જોશો કે તમારા જેવી માનસિકતા ધરાવતા મિત્રોને તમે આકર્ષી રહ્યાં છો. એકાએક એ પ્રકારનાં પુસ્તકો તમને મળવા લાગશે. ડીવીડી તમને મળશે.
એ સમજો કે જો તમે એ વાત સમજશો કે બધું ધર્મ અનુસાર બને છે, તો તમે સત્ય યુગમાં પ્રવેશો છો, અને એ પણ અનુભવશો કે બ્રહ્માંડ પરપીડક નથી. તમે અચાનક યોગ્ય પ્રકારના માણસોને તમારા પ્રતિ આકર્ષી શકશો અને તમારી આસપાસ યોગ્ય વસ્તુઓને પણ. તમારી સમસ્ત દુનિયા બદલાઈ જશે. આ એક નિશ્ચિત, સરળ, સાદું, પ્રમાણિક અને અનુભવજન્ય સત્ય છે. હું એમ નથી કહેતો કે તમારા અંતઃકરણને આજે જ બદલી નાંખો અને બાર વર્ષ પછી તમારી આસપાસનું વાતાવરણ બદલાશે. ના, હું તો કહું છું કે હમણાં જ પરિવર્તન લાવો. અને એનાં ફળ પણ આ પળે જ જોશો. હું તમને કોઈ સિદ્ધાંત કે ઉપદેશ નથી આપતો. પણ હું જાણું છું કે હું શું કહી રહ્યો છું. મારી વાત માટે હું પૂર્ણતઃ જવાબદાર છું.
લોકો તો વિવિધ પ્રકારના હોય છે. એમાં ટીકાકારો પણ હશે, સદા કોઈપણ બાબત પર ટીકા કરનારા. એ લોકો કહેશેઃ ‘અરે ના. કોણ છે આ સ્વામીજી ? એ શું કહે છે ? એ તો પરીકથાઓ કહે છે અને સુંવાળા શબ્દો બોલે છે. આ બધું મેં અનુભવ્યું છે. મેં આ બધી બાબતો વિશે ઘણા સમય પહેલાં વાંચ્યું પણ છે. એ બધી વસ્તુઓ બાબત ઘણુ સાંભળ્યું પણ છે. આ વ્યવહારું સત્ય નથી.’
પેલા માણસે આશ્ચર્યથી પૂછ્યું: 'શું ? એક અઠવાડિયામાં જ? આખું ગામ મારી ઇજ્જત કરશે ! એક અઠવાડિયામાં! મને જરૂર કહો. મારે એ માટે શિર્ષાસન કરવું પડે, તો હું એ પણ કરીશ !'
ગુરુએ કહ્યું: 'શિર્ષાસન કરવાની જરૂરત નથી. એ કઠિન પણ નથી. એક કામ કર. જે કંઈ પણ તું જુએ એની સદા ટીકા કરતો રહે. બીજું કંઈ કરવાની જરૂરત નથી. જો કોઈ એમ કહે કે 'અરે, કેવા સુંદર ચંદ્રમા છે તો તું તરત કહે: 'એમાં શું અદ્ભૂત છે ? ચંદ્રમાં તો કેટલાય કાળા ધબ્બા છે ? જો કોઈ કહે કે, 'ગુલાબનું મનમોહક ફૂલ.' તો તું તરત એની ટીકા કર: 'છિ ! કઈ જાતનું આકર્ષણ છે આ. આને તો કેટલા બધા કાંટા છે.' સતત દરેક વસ્તુની ટીકા કરતો રહે. બીજું કંઈ કરવાની જરૂરત નથી.
પેલો તૈયાર થઈ ગયો અને બરાબર એ પ્રમાણે કરવા લાગ્યો. થોડા દિવસો પછી યાત્રા કરતા કરતા ગુરુજી એ ગામમાં પાછા ફર્યા. એમણે લીમડાના એક ઘેઘૂર વૃક્ષ નીચે પેલા માણસને બેઠેલો જોયો. આખું ગામ એના પગ આગળ જમીન પર બેઠું હતું અને જે કહેતો હતો એ સાંભળી રહ્યું હતું. ગુરુ પેલા માણસની પાસે ગયા અને એની સામે જોયું. ગુરુએ કહ્યું:
તમારું અને બીજાઓનું મૂલ્યાંકન કરવા માટે એક જ માપદંડ
એ વાત સમજો કે તમે એટલા બુદ્ધિશાળી નથી કે તમારી પાસે બે પ્રકારની માનસિકતા હોય. એક, બીજાઓને આંકી શકવાની, અને બીજી, તમને પોતાને આંકવાની. જે રીતે તમે તમને ખુદને આંકો છો એ રીતે જ તમે બીજાઓને પણ આંકો છો.
તમે વિચારશો: ‘ના. બીજા જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે હું એમની ટીકા કરું છું. પણ, હું જ્યારે એ જ ભૂલ કરું છું, ત્યારે મારી ટીકા નથી કરતો.’ એક નજર તમારા જીવન પર નાંખો. જ્યારે તમે સતત બીજાઓની ટીકા કરતા રહો છો, ત્યારે તમે એ સ્વીકારતા હો કે નહિ, પણ તમે ખુદ એ માનસિકતાના બોજ નીચે જીવો છો. તમે સતત તમારું પોતાનું મૂલ્ય આંકતા રહો છો અને એ જ અપરાધ ભાવ કે એ જ પ્રકારની લઘુતાગ્રંથી અનુભવો છો.
કોઈપણ વ્યક્તિ જે પોતાને અમુક રીતે સ્વીકારી લે છે એ બીજાઓને પણ એ રીતે સ્વીકારશે. જે કોઈપણ પોતાનું મૂલ્ય આંકતો રહે છે અને ખુદની આલોચના કરતો રહે છે એ હંમેશા બીજાઓનું મૂલ્ય પણ આંકશે અને એમની ટીકા પણ કરશે.
માટે લોકો જ્યારે મને આવીને એમ કહે છે કે, ‘અમુક માણસ
તમારી ટીકા કરતો હતો, એ તમારા વિશે અપમાનજનક શબ્દો બોલતો હતો, એને શિક્ષા થવી જોઇએ...... એ બાબત કંઈક કહો સ્વામીજી.' હું એમને કહું છું: ‘ચિંતા ના કરો. આપણે એને શિક્ષા કરવાની કોઇ જરૂરત નથી. એ એ પ્રકારની અવસ્થામાં ખુદ પોતે જ જીવે છે. એ પોતે પીડાય છે. એને પૂરતી શિક્ષા મળી રહે છે.'
એ વાત સમજો કે તમે નકારાત્મક કાર્ય કરો છો અને પછી નર્કમાં જાઓ છો એવું નથી. તમે નકારાત્મક કાર્ય કરો છો કારણ કે તમે નર્કમાં જ છો.
જે લોકો સતત બીજાઓની આલોચના કરતા રહે છે એ એક બીજી સમસ્યા પણ નોંતરે છે. એ દુશ્મનો ઊભા કરે છે. એ ક્યારેય સર્જનાત્મક નથી હોતા. મેં એવા ઘણા જોયા છે. એ એટલા આળસુ હોય છે કે બીજાઓની આલોચના કરવા સિવાય કંઇ બીજુ કરતા નથી. એ લોકો કલીયુગમાં જીવે છે. અને એ સૌથી ખરાબ સ્થિતિ છે.
જો તમે સમજો કે ધર્મ આજે પણ જીવિત છે, સક્રિય છે, અને આ સમસ્ત બ્રહ્માંડ ધર્મ અનુસાર ચાલે છે, તો તમે સત્યયુગમાં જીવો છો. સમય વિત્યો છે માટે બ્રહ્માંડે એની ચાલ બદલી છે એવું નથી. જી, ના. જયારે તમે એ સમજશો, ત્યારે એકાએક
એનો કોઈ માપદંડ નથી. આ સમસ્ત અસ્તિત્વ એક પરિવર્તનશીલ સ્વપ્ન છે.
હવે હું આ આખી વાત માત્ર એક લીટીમાં કહું: તમારે સંઘર્ષ કરવાની કોઈ જરૂરત નથી. હું એમ કહી શકું કે આ જ અંતિમ સત્ય છે. એને તમે ઝેન કહો કે અદ્વૈત, આખરી સત્ય છે. જે કંઇ પણ તમે બદલો, સંપૂર્ણ વસ્તુ એક નિરંતર બદલાતું રહેતું સ્વપ્ન છે.
જો તમે આ સત્ય સમજો કે તમે ગમે તેટલા બદલાઓ, પણ સંપૂર્ણ વસ્તુ જ નિરંતર બદલાતુ એક સ્વપ્ન છે, તો તરત જતમે જોશો કે તમે પૂર્ણત: પકડ મુક્ત (unclutched) છો. જીવન સંબંધી તમારા મનમાં જે અસંગત વિચારોનો શંભુમેળો જામેલો છે એનાથી તમે સાવ અલિપ્ત થઇ જશો. તમારા અંતરમાં તમે અદ્ભૂત હળવાશ અનુભવશો.
લોકો મને પૂછે છે: ‘જો બધું જ એક પરિવર્તનશીલ સ્વપ્ન છે, તો પછી હું જે કરવા માંગું એ કરી શકું ?’
જયારે તમે એ મહાન સત્ય કે બધું એક પરિવર્તનશીલ સ્વપ્ન છે એ મહાસત્ય અંતરતમમાં સાકાર કરે છો, ત્યારે પછી તમે જે કંઈ કરવા માંગતા હો એ નહિ કરી શકો. તમે માત્ર એ જ
જ્યારે તમારો પ્રતિદ્વંદ્વી બદલાયો છે, ત્યારે એ પણ સ્પષ્ટ થાય છે કે તમારામાં પણ બદલાવ આવ્યો છે. તમારામાં બદલાવ આવ્યા વિના તમારો પ્રતિદ્વંદ્વી બદલાઈ નથી શકતો. અને જ્યારે પ્રતિદ્વંદ્વી બદલાય છે. ત્યારે એનો અર્થ એ છે કે તમારી અંદર રૂપાંતર આવ્યું છે.
હવે તમારો સંઘર્ષ એક જુદી સ્તર પર, જુદો સપાટી પર થઈ રહ્યો છે. બાર વર્ષ પહેલાં તમારી જે ઇચ્છાઓ હતી, જે ડર હતો, જેને તમે રૂપાંતર ગણતા હતા, જેને તમે મુક્તિ માનતા હતા, એ બધું બદલાઈ ચૂક્યું છે. મુક્તિ સંબંધી તમારો ખ્યાલ પણ સતત બદલાતો રહે છે. જેમ જેમ તમારી દ્રષ્ટિ વિસ્તરતી જાય છે, તેમ તેમ વિચાર પણ બદલાય છે
અસીમ સાતત્ય
હું હમેશાં લોકોને કહું છું કે જીવનમુક્તિ (Living Enlight-enment) ની અનુભૂતી આખરી મુદ્દો છે, પણ અંતિમ નથી. બંને વચ્ચે મોટો તફાવત છે. જીવનમુક્તિ આખરી ચરણ એટલા માટે છે કે જીવનમુક્તિ, કાયા અને મન સંબંધી તમારા બધા વિચારો અહીં લુપ્ત થઈ જશે. પણ એનો અર્થ એ નથી કે હવે બધું પૂરું થઈ ગયુ. ના. ‘એની ચિંતા તમારે કરવાની નથી. એ યોજના તો પરમ અસ્તિત્વ કરશે. તમે એ કરી નહિ શકો.’
અને જ્યાં સુધી તમે આવી યોજનાઓ બનાવતા રહેશો. ત્યાં સુધી તમે કદી પણ જીવનમુક્તિ પ્રાપ્ત કરી નહીં શકો. જીવનમુક્તિ પ્રાપ્ત કરવી એ તમારો આખરી નિર્ણય હશે. ત્યાર પછી, તમે કોઈ બીજો નિર્ણય નહિ કરી શકો. તમારા બધા નિર્ણય પછી કોઈ બીજા તત્વ દ્વારા થશે. લોકો માને છે કે જીવનમુક્ત થવું એ નિવૃત્ત થવા સમાન છે. ના, આતો એક સતત ઘટતી ઘટના છે. તમે એ સમજશો કે દરેક વસ્તુ, તમે એને બદલી કે સ્વીકારી, એ નિરંતર બદલાતી રહે છે.
એ સમજવું કે જેને તમે વાસ્તવિકતા (Reality) કહો છો એ હક્કીતમાં એક સતત બદલાતું રહેતું સ્વપ્ન છે. એ પ્રમાણેની સ્પષ્ટતા તેને હું યુક્તિ કહું છું. એવાં તો કેટલાય આશ્ચર્યકારકસત્યો છે જે તમારી અંદર ત્યારે પ્રકટ થાય છે, જ્યારે તમને એ સમજાય છે કે દરેક વસ્તુ એક બદલાતું રહેતું સ્વપ્ન છે. તમારી સમસ્ત દુનિયા એ બીજું કઈ નથી, પણ જે કંઈ તમે તમારા મનોમય શરીર (Mental Body) માં અનુભવો છો તે છે. દાખલા તરીકે,અત્યારે તમારું જગત શું છે ? જે કંઈ તમે જુઓ છો, જે કંઈ તમારી અંદર દ્રષ્ટય-શ્રાવ્ય અનુભૂતીઓના
કુટુંબની સંભાળ નહિ લઉં, મારા બીલો પછી કોણ ચુકવશે? મારું મકાન, મારું વાહન એની સંભાળ કોણ લેશે?
લોકોની સામે આ એક મોટી સમસ્યા હોય છે. એક મોટો ભય. સમજો, જો તમે એમ માનતા હો કે આ તમને સુસ્ત, આળસુ બનાવશે, તો આરામથી સૂઈ જાઓ અને આ પ્રકારની માન્યતા સાથે પોતાને હળવા મહસૂસ કરો. એ જુઓ કે કેટલા દિવસ તમે આ પ્રમાણે સૂતા રહી શકશો ? થોડાક દિવસો કરતાં વધુ નહિં. તમારી અંદર રહેલી આંતરિક શક્તિ તમને આળસુ બનીને સૂઈ રહેવા નહિ દે.
આ સત્યો માત્ર તમારી અંદર રહેલ બીનજરૂરી અજંપાને (Restlessness) દુર કરી શકે છે. એ તમને કદી આળસુ કે સુસ્ત નથી બનાવી શકતાં. જ્યારે તમે આ સત્યોને બરાબર પચાવી લેશો, ત્યારે માત્ર બિનજરૂરી અજંપો જે આજે તમારા જીવનનો એક હિસ્સો બની ગયો છે એને મિટાવી દેશે. પણ જે આવશ્યક શક્તિ છે અને સક્રિયતા છે એ કદી નાબૂદ નહિ થાય. તમે સદા જીવંત અને સક્રિય રહેશો. તમે તમારું કુટુંબ, તમારા સંબંધો, તમારું બેંક બેલેન્સ, તમારું ઘર, તમારી ગાડીદરેક વસ્તુની સારસંભાળ લેતા રહેશો. જે નહિ હોય એ માત્ર એટલું જ કે તમારી અકળામણ અને તમારી હતાશા. એ બન્ને
બસ, આ એક સત્ય સમજી લો કે જે કંઈ છે એ બદલાતું રહે છે. જેને તમે વાસ્તવિકતા સમજો છો એ બદલાય જ છે. આ સ્પષ્ટતાની સમજ તમને કેટલાય ત્રાસમાંથી ઉગારી લેશે. એ પળે તમારી અંદર ચમત્કારીક સ્વસ્થતા (Healing) પેદા થશે. દાખલા તરીકે, માની લો કે તમે એવું સ્વપ્ન જુઓ છો કે એક વાઘ તમારો પીછો કરી રહ્યો છે અથવા એક સાપ તમારી પાછળ પડ્યો છે, કે તમે જેલમાં છો અથવા તમે તમારી કોઇ વ્હાલસોયી વ્યકિત ખોઈ છે. અચાનક તમે તમારી ઊંઘમાંથી જાગી જાવ છો. કલ્પના કરો કે તમે કેટલો આરામ અનુભવશો. તમે કહેશોઃ ‘હે ઈશ્વર ! આ બધું એક સ્વપ્ન છે !' પણ ત્યારે કેટલી હળવાશ તમે અનુભવો છો. એક ઉત્કટ છુટકારાની, હળવાશની કે આંતરિક સ્વસ્થતાની એ ભાવના તમે આજ પળે અહીં અનુભવી શકો છો. એ સમજો કે અત્યારે તમે જે કોઇપણ સ્થિતિથી ગુજરી રહ્યાં હો, પણ જો કોઈ તમને અચાનક કહે કે અથવા તમને એવો ખ્યાલ આવે કે આ તો એક સ્વપ્ન માત્ર જ છે, તો શું થશે? તમે એમ અનુભવશો કે, 'હે ઈશ્વર ! કેવી ચમત્કારીક મુક્તિ, કેવું આશ્ચર્યજનક આંતરિક સાંત્વન!’
સમજી લો કે તમને એમ કહેવા માટે કે આ એક સ્વપ્ન છે, કોઇ બીજાની જરૂરત નથી. તમે ખુદ યાદ રાખી શકો છો, ખુદ ફરી ફરી યાદ કરી શકો છો, તમે ખુદ તમારી જાતને એ સમજ
ગુરુ કહો કે દિવ્ય કહો ; કોઇપણ નામ આપો એને. આ અપરિવર્તનશીલ શક્તિ સાથે જબરદસ્ત જોડાણની લાગણી એ છે, ભકિત.
સમજી લો કે જીવન મુક્તિ માટેની ચાર રીતો છે:
એક છે ‘શક્તિ’ – જે કાંઇ તમે બદલી શકો છો એ બદલવાની શક્તિ વ્યક્ત કરવી.
પછી, ‘બુદ્ધિ’ – જે કંઈ બદલવાની જરૂર નથી એને સ્વીકારી લેવાની સમજણની અભિવ્યક્તિ.
ત્રીજી ‘યુક્તિ’–એ સમજ કે જેને તમે વાસ્તવિક કહો છો એને ગમે તેટલું બદલો એ એક વધુ સ્વપ્ન છે, એક બદલાતુ સ્વપ્ન.
અને ચોથી છે ‘ભક્તિ’– જે અ-પરિવર્તનશીલ પરમશિકત છે, અનંત સત્ય છે,એની સાથે ‘આત્મઐક્યની પ્રબળ ભાવના: જે પરમ તત્વ અ-પરિવર્તનશીલ છે એની સાથે આત્મીયતા અનુભવીને તમે સુરક્ષિત હોવાની નિશ્ચિતતા પામશો. તમારામાં એ આત્મીયતા આશ્ચર્યજનક સુરક્ષા ભાવના પેદા કરશે. હું તમને એ સમજાવું કે કઇ રીતે આ આત્મીયતા તમારામાં વિસ્મયકારી સુરક્ષા ભાવના જગાવી શકે છે.
માત્ર આ ગાડી જ નહિ, મારી જીંદગી પણ મારી પાસેથી છીનવાઇ જાય ? તમે આ પ્રકારે વિચારો, તો તમે આ બધું હોવા છતા એનો આનંદ નહિ માણી શકો. એને બદલે, નિશ્ચિંત રહો અને જે અ-પરિવર્તનશીલ છે એ બ્રહ્મ તત્વ સાથે એકાકાર હોવાની ભાવના અનુભવો. આત્મીયતાની આ ભાવના જુદા જુદા પરિમાણોમાં વ્યક્ત થાય. અ-પરિવર્તનશીલ શક્તિ કે ઇશ્વર સાથે આત્મીય સંબંધ જુદા જુદા સ્વરૂપે થઇ શકે છે. જો તમે કોઇ એક સ્વરૂપ (અર્થઃ કોઇ દેવ-દેવી કે ગુરુ) સાથે એકાકારત્વ અનુભવતા હો, તો તમે આત્મીયતાનું એક રૂપ પામો છો. પણ, જો તમે આકાર રહિત શક્તિ સાથે આત્મીયતા અનુભવતા હો તો એ અલૌકિક સંબંધનું એક જુદું સ્વરૂપ પામો છો. વિવિધ લોકો વિવિધ રૂપે આત્મીયતા અનુભવે છે.
સાકાર કે નિરાકાર
લોકો મને પૂછે છે: ‘સ્વામીજી કયો શ્રેષ્ઠ માર્ગ છે ? નિરાકાર તત્વ સાથે આત્મીયતા અનુભવવી કે સાકાર તત્વ સાથે ?’
શ્રેષ્ઠ જેવું કશું હોતું નથી. કોઇપણ બાબત જે રીતે તમારા જીવનમાં ઘટિત થાય છે એ જ શ્રેષ્ઠ છે. જે લોકો જીવંત સ્વરૂપ સાથે એકત્વ નથી સાધી શકતા એ નિરાકાર શક્તિ સાથે સમન્વય સાધી શકે. અહંકારી વ્યક્તિ સાકાર તત્વ સાથે સુરક્ષાની ભાવના તમારી અંદર પ્રસરતી જોઈ શકશો.
એ સમજો કે જે હું તમને અત્યારે કહી રહ્યો છું એ એક રીત છે, પદ્ધતિ છે. એને વિકસાવો. એ શક્ય છે. આ રીત એ છે કે જે અ-પરિવર્તનશીલ પરમ તત્વ છે. એના પ્રતિ ગહન ભક્તિભાવ અભિવ્યક્ત કરો. ત્યારે પેલી આશ્ચર્યજનક સુરક્ષા ભાવના તમારી આસપાસ ઉભી થશે.
અને એક વખત એ બને, ત્યારે તમે જાણશો કે હવે જે કંઈ તમારી આસપાસ બને છે એ તમારી લાયકાત મુજબનું છે. જો તમે આ પળે મૃત પણ પામો, તો તમે એવા વાતાવરણમાં પુર્નજન્મ લેશો, જ્યાં આ બધાં સાધનો અને સુવિધાઓ તમને પ્રાપ્ત થશે. અને જ્યાં બધી વસ્તુઓ તમારા માટે નિર્ધારિત હશે. આ ભક્તિભાવ હશે તો જ મૃત્યુના ભય પર વિજય પ્રાપ્ત કરી શકશો. ત્યાં સુધી મૃત્યુના ભય પર તમે જીત નહિ મેળવી શકો.
મૃત્યુના ભય પર જીત મેળવવાનો ભક્તિ એ સૌથી સીધો માર્ગ છે. નહિતર, તમને હંમેશા મૃત્યુનો ભય લાગ્યા જ કરશે, ‘હું’ મરી જઈશ ત્યારે શું થશે ? મારું આ ઘર કોઈ લઈ લેશે. કોને ખબર મારો પુર્નજન્મ ક્યાં થશે? હું કોઈ ઝૂંપડપટ્ટીમાં સતત બદલતું રહેતું સ્વપ્ન છે.
અને ચોથી તથા આખરી રીત : ભક્તિ વિકસાવો. અપરિવર્તનશીલ પરમ તત્વ સાથેના જોડાણની એ પ્રબળ અનુભૂતિ છે. જો તમે એ વાત બરાબર સમજી લેશો કે વૈશ્વિક સ્તર પર તમે જે કંઈ અનુભવી રહ્યાં છો એ એક બદલાતું સ્વપ્ન છે, તો કોઇ એકપળે આપોઆપ તમારી સંપૂર્ણ ચેતના પેલા અપરિવર્તનશીલ પરમ તત્વ ભણી પ્રવાહીત થશે. એને હું ભક્તિ કહું છું.
ભક્તિ પેદા કરવાની જરૂરત નથી હોતી. માત્ર એટલું યાદ રાખો કે આ બધી વસ્તુઓ એક સ્વપ્ન છે. અને ત્યારે તમારી સંપૂર્ણ ચેતના એ તરફ પ્રવાહીત થશે કે જે અ-પરિવર્તશીલ છે. એને હું ભક્તિ કહું છું.
જ્યારે તમે આ ચાર રીતો અપનાવો છો, ત્યારે તમે પોતે જીવનમુક્ત થઇ જીવો છો. એ જ જીવનમુક્તિ. એ સમજો કે જીવનમુક્તિ (Living Enlightenment) નો આ જ સારાંશ છે. આ ચારે રીતોનો પ્રયોગ કરો. એ એક સામાન્ય શરૂઆત હોય તો પણ એમાં કંઈ ખોટું નથી. શરૂ કરો. દુનિયાની બધી મહાન સિદ્ધિઓનો પ્રારંભ સામાન્ય જ હતો. સફર પાંચ હજાર