જીવનમુક્તિ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
સંક્ષિપ્ત પરિચય
સંઘર્ષ-મુક્ત જીવન
પ્રેમ અને આદર સહિત હું આપ સૌને આવકારું છું.
આજનો વિષય છે, જીવન-મુક્તિ.
વેદાંતમાં ત્રણ શબ્દ છે; શ્રવણ, મનન અને નિદિધ્યાસન.
શ્રવણનો અર્થ છે, જે પરમ સત્ય છે એને ધ્યાનપૂર્વક સાંભળવું. મનનનો અર્થ છે, પરમસત્યને આંતરગ્રહણ કરવું, અને નિદિધ્યાસનનો અર્થ, જીવનમાં એ સત્યને આત્મસાત્ કરવું. આજે આપણે જીવન-મુક્તિને અનુરૂપ અમુક સત્ય બાબત વિચાર કરીશું અને એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું પછી, સ્વાભાવિક જ આપ સૌ જીવન-મુક્તિની અનુભૂતિ પામશો.
'જીવન-મુક્તિ' શબ્દ પ્રયોગ કરીને હું શું કહેવા માંગુ છું ?
જીવન-મુક્તિનો અર્થ છે, સંઘર્ષ-મુક્ત જીવન, કોઈપણ પ્રકારના સંઘર્ષ વિના જીવવું. શરીર, મન તથા તમે જેને વિશ્વ તરીકે અનુભવો છો તે બધામાં. અહીં મેં 'વિશ્વ' એટલું જ ના કહ્યું. ના, મેં તમે જે વિશ્વ તરીકે અનુભવો છો એવુ કહ્યું .
લોકો મને પુછે છે : 'સ્વામીજી, આ સંઘર્ષમય વિશ્વમાં કઈ રીતે અમે સંઘર્ષ-મુક્ત થઈ શકીએ ? એ અશક્ય છે. જ્યારે સમસ્ત વિશ્વ નીરવ, શાંત અને સુખી હોય, ત્યારે જ વ્યક્તિ સંઘર્ષમુક્ત બની શકે.'
એક વાત સમજી લો. એ ક્યારેય નથી બનવાનું. સમસ્ત વિશ્વમાં શાંતિ હોય એવું કશું છે જ નહિ. એ ક્યારેય હતું જ નહી અને હશે પણ નહિ. આ સમસ્ત વિશ્વને ક્યોર્ય પૂર્ણતઃ શાંતિમય નહિ બનાવી શકો. સમસ્યાઓ એ લોકો જ ઊભી કરે છે જે વિશ્વને શાંતિમય બનાવવાનો દાવો કરે છે.
હકિકતમાં, મેં ઘણી વખત ધ્યાનકક્ષમાં જોયું છે, કે જે સ્વયંસેવકો 'શાંતિ ! શાંતિ ! ની બુમો પાડતા હોય છે એ વાતોમાં વ્યસ્ત થોડાક શ્રોતાઓ કરતા વધુ અવાજ કરતા હોય છે. દાવો એમનો એ હોય છે કે એ શાંતિ સ્થાપિત કરે છે, પણ અંતે તો શ્રોતાઓ અને સહયોગીઓ કરતાં વધુ અવાજ એ જ કરતા હોય છે.
એ પ્રમાણે જે લોકો શાંતિ લાવવાનો પ્રયાસ કરે છે એ વધુ સમસ્યાઓ પેદા કરતા હોય છે.
આ સૂક્ષ્મ ફેર છે. જ્યારે જે કંઈ તમે મનોદર્શનમાં જુઓ છો એ જો સંઘર્ષ-મુક્ત હોય, વાસ્તવમાં તમે તમારા અંતરાત્મામાં સંઘર્ષ-મુક્તિ અનુભવી રહ્યાં હો, તો તમે નિશ્ચિત જીવનમુક્તિનું પ્રતિક છો; તમે વિશ્વમાં શાંતિ પ્રસરાવી રહ્યા છો. એ જ સંભવિત છે. બીજું બધું અસંભવ છે.
એક લઘુકથા
દરિયા કિનારે એક બાળક સ્નાન કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. એની માતાએ પુછ્યું : ‘તું સ્નાન કર્યા વિના કેમ રાહ જોઈ રહ્યો છે ?’ બાળકે ઉત્તર આપ્યો : ‘ના’ પણ બધાં મોજાને બેસી જવા દો. ત્યાર પછી હું સ્નાન કરીશ.
એ કદી બનવાનું નથી. સમસ્ત વિશ્વ સુખી થાય અને શાંતિમય બની રહે, જીવન-મુક્તિ સર્વત્ર પ્રસરે એની રાહ જોઈને તમે બેસી ન રહી શકો. આ તથ્ય જો તમે સમજો, તો તમે શાંતિ પેદા કરવાના અનાવશ્યક પ્રયત્નોમાંથી રાહત પામશો.
યુદ્ધ અને આંતકનો ઇલાજ
લોકો મને પૂછે : ‘સ્વામીજી, ઠેરઠેર યુદ્ધ અને આંતકનો પ્રસાર જોઈને તમને પીડા નથી થતી ? અને ગરીબી નાબૂદ કરવા માટે તમારી પાસે શું ઇલાજ છે?’
સામાન્ય રીતે આપણે અશક્ય ધ્યેય નક્કી કરતા હોઇએ છીએ અને એ પ્રાપ્ત કરવા મથતા હોઇએ છીએ. અને જ્યારે અસફળ થઇએ છીએ, ત્યારે એમ ખાત્રીપૂર્વક કહીએ છીએ કે આ તો વાસ્તવમાં અસંભવ છે. અને જ્યારે આપણે એની પુષ્ટિ કરીએ કે એ તો અસંભવ છે, ત્યારે આપણે જે થોડો પ્રયાસ કરતા હતા એ પણ બંધ કરી દઇએ છીએ. આપણે સમસ્ત વિશ્વને દોષ દેવા લાગીએ છીએ. ઈશ્વરને દોષ દઇએ કે પછી, જે નજરે ચડે એ દરેકને. એક આખી જીંદગી આ રીતે બીજાઓ પર દોષારોપણ કરવામાં વીતી જાય છે.
માટે પહેલાં એક વાસ્તવિકત ધ્યેય નિર્ધારિત કરો. શું સંભવિત છે એ જાણો અને એ સિદ્ધ કરવા કાર્ય કરો. જ્યારે તમે જાણો છો કે અમુક કાર્ય સંભવિત છે ત્યારે એ સિદ્ધ કરવા પ્રતિ કાર્યરત થાઓ. એમાં જે સામાન્ય સિદ્ધિઓ મેળવશો તો એ પણ તમને સારી રીતે પ્રોત્સાહિત કરશે. એ તમને આગળ વધવા માટેની ખૂબ હિંમત અને આત્મવિશ્વાસ આપશે. ત્યારે તમે ગહન સત્યો તરફ ધૈર્યપૂર્વક આગળ વધતા જશો, તમે સિદ્ધિઓ મેળવતા થશો અને જેને હું 'જીવનમુક્તિ' કહું છું એ પામશો.
ભારતમાં ઘણી વખત અકર્મણ્યતાને આધ્યાત્મિકતા રૂપે લેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ એક સમયે પરમ જ્યોતના પ્રાગટય રૂપે હતી; સંપૂર્ણ ભારતવર્ષનું માળખું જ્યોતિર્મય જીવન કે જીવન-મુક્તિ અર્થે ઘડાયું હતું. પણ કોઈ કારણોસર, સમયના વીતવા સાથે, જેમ શ્રીકૃષ્ણ કહે છે તેમ એ યોગ નષ્ટઃ પરંતપ એ યોગ લુપ્ત થઇ ગયો. મહાવિજ્ઞાન લુપ્ત થઈ ગયું. અને જ્યારે જ્ઞાન લુપ્ત થાય ત્યારે તમસને જ્ઞાન જ્યોત રૂપે લેવાય અને અકર્મણ્યતાની ગણના આધ્યાત્મિકતામાં થાય.
તમારા જીવનમાં તમે જે બદલી શકો એ બદલવાની તમારામાં શક્તિ છે. લોકો મને પૂછે છે : ‘સ્વામીજી, શું જીવન પૂર્વનિર્ણિત છે કે અમને અમારી રીતે સ્વતંત્ર અધિકાર છે ?
જીવન એક ટેપ-રેકોર્ડર સમાન છે. જો તમે હસ્તક્ષેપ નહિ કરો તો એ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલતું રહેશે. પણ જો તમારામાં સંકલ્પ શક્તિ હશે, તો તમે હસ્તક્ષેપ કરી શકશો અને કોઈ પણ પળે સામાન્ય પ્રયત્ન કરીનેય બદલાવ લાવી શકશો. તમારે બહુ ઉગ્ર સંકલ્પ કરવાની જરૂરત નથી. માત્ર સામાન્ય પ્રયાસ ચાલશે. એના દ્વારા તમે નાનાં મોટાં વ્યસનો અને માનસિક પૂર્વગ્રહોથી મુક્તિ પામી શકશો. હું મદ્યપાન કે ધૂમ્રપાન જેવાં ભારે વ્યસનોની વાત નથી કરતો. હું તો સામાન્ય સ્થપાઈ જાય એટલે તમે પ્રયત્ન ચાલુ રાખવાનું ભૂલી જતા હતા.
જ્યારે તમે ભૂલી જાઓ, પ્રયત્નો ચાલુ રાખવાનું બંધ કરી દો, એટલે પેલી અશાંતિ પાછી આવે. પણ ત્યારે તમને એ સમજ નથી હોતી કે અશાંતિ કેમ અને ક્યાં કારણોસર પાછી આવી. તમને માત્ર એટલી ખબર હોય છે કે અશાંતિ પાછી આવી. હકીકતમાં, તમે તમારા પ્રયત્ન બંધ કરી દીધા માટે અશાંતિ પાછી આવી.
તમે એમ પણ કહેશો : ‘ના, સ્વામીજી. ગઇ કાલે સવારે મે શાંત રહેવાનો પ્રયત્ન કર્યો. પણ આજે અશાંત છું.’
ગઇ કાલે સવારે તમે શાંત રહેવાનો પ્રયત્ન કર્યો, પણ સાંજ પડતાં પડતા તમે શાંત રહેવાનું ભૂલી ગયા. તમે પ્રયત્ન કરવા બંધ કરી દીધા અને અશાંતિ પાછી આવી. જ્યારે તમે પ્રયત્ન કરવો બંધ કરો છો, ત્યારે એનું પરિણામ આવે છે. જ્યારે તમે પ્રયત્ન કરવો બંધ કરો છો, ત્યારે મન પાછળ જાય છે. તમને એ પળ યાદ નથી રહેતી. તમને માત્ર એ પળ યાદ હોય છે જ્યારે તમે પ્રયત્ન કરવો શરૂ કર્યો. અને એ પળ યાદ નથી હોતી જ્યારે તમે શાંત રહેવાનું ભૂલી ગયા. તમે તમારા મનને ભટકવા દો છો અને અશાંતિ અનુભવો છો. સંબંધને તું અનાદારપૂર્ણ દ્રષ્ટિએ નિહાળી રહ્યો છે.' મારી સાથે થોડા વધુ વાર્તાલાપ પછી એ વિદાય થયો.
થોડા અઠવાડિયાં પછી એ પાછો આવ્યો. એણે કહ્યું: ‘સ્વામીજી, તમે મને જરા પણ બચાવ્યો નથી. હું તમારે શરણે આવ્યો. પણ હું હજુ એ જ કરું છું જે પહેલાં કરતો હતો.’
મે પૂછ્યું : ‘તું કહેવા શું માંગે છે ?’ એણે કહ્યું: ‘જુઓ, હું તમારે શરણે આવ્યો. પણ એથી મારામાં કોઈ ફેર નથી આવ્યો. હું તો હજુ એનો એજ માણસ છું જે પહેલાં હતો.’
મે એને પુછ્યું: ‘તું શું કહેવા માંગે છે ? તું શું એમ ઇચ્છે કે હું તારી ગાડીની ચાવીઓ સંતાડી દઉં અને તને એમ કહું કે હવે ક્યાંય બીજે જઈશ નહિ ? અરે ભાઇ, તું એક સ્વતંત્ર વ્યકિત છે.... તુ જે રીતે જીવવા માંગે છે એ રીતે જીવવાની સ્વતંત્રતા તને જોઇએ છે... હું તો તને માત્ર જ્ઞાન આપી શકું. એનો જીવનમાં શી રીતે ઉપયોગ કરવો એ તારે જોવાનું છે.’
ત્યાર પછી મે એને કહ્યું : આ ‘શરણે’ શબ્દ વાપરીને તું કહેવા શું માંગે છે ? એમ કહીને મારે તને બચાવવો જોઇએ એમ કહેવા પાછળનો તારો આશય શું છે ? જો તુ અંતિમ પગલુ ઇચ્છતો હોય તો તું બેસ અહીં અને ક્યાંય જઇશ નહિ.’
માટે જ્યોતિર્મય જીવન કે જીવન મુક્તિ પામવાની સર્વ પ્રથમ પદ્ધતિ એ છે કે જીવનમાં જે તમે બદલી શકો છો એને બદલવાની શક્તિ વ્યક્ત કરો.
લઘુ રૂપાંતરોનું સામર્થ્ય
એક વધુ વાત. જે સામાન્ય વસ્તુઓમાં તમે બદલાવ કરશો એ પણ તમારા જીવનમાં ફેરબદલ લાવશે. એ સમજો કે જે નાનો સરખો બદલાવ પણ તમે કરો છો એના સામર્થ્યને તમે નથી ઓળખતા. જો પ્રતિદિન તમે સામાન્ય વસ્તુઓમાં રૂપાંતર લાવશો, દરરોજ નાની નાની વસ્તુઓમાં, તો એક કે બે વર્ષમાં તમે જોશો કે મહંત પરિવર્તન થયું છે.
એકાએક તમે સામાન્ય રૂપાંતરોની એકત્રિત અસર જોઇ શકશો. થોડા સમયમાં તો એ સામાન્ય રૂપાંતરો વિશાળ બદલાવ લાવી દેશે. એ પણ એ સામાન્ય બદલાવોની અસર હશે. પણ, કોણ જાણે કેમ, આપણે સામાન્ય બદલાવોને અગત્ય આપતા જ નથી. આપણને તો તત્કાળ પરિવર્તન જોઇએ છે. પણ એ માટેની ઉત્કટતા આપણામાં નથી. એક માત્ર વિકલ્પ રહે છે આપણી શક્તિ દર્શાવવાનો. એ શક્તિ જેના દ્વારા તમે જે કંઈ બદલી શકો છો એને બદલો. પ્રયાસ કરે છે. એ ખોટા પરિપ્રેક્ષ્યમાં શરૂઆત કરે છે. એ શરાબ કે સિગારેટ કે એવું કોઇ પ્રબળ વ્યસન છોડવા પરિશ્રમ કરે છે. એ પ્રયાસ અવશ્ય નિષ્ફળ જવાનો.
તમારે તમારી વૈચારિક પ્રણાલી બદલવાની જરૂરત છે. પ્રથમ તમારી સમજ બદલવી પડે. તમારી પાસે ઘણાં મંતવ્યો અને ખ્યાલો હોય છે, આ દુનિયા વિશે ઘણાં પ્રકારની માન્યતાઓ હોય છે,અને આ બધું ઘણી વખત તમને તથા અન્યને કનડે છે. ખલેલ પહોંચાડે છે. પહેલાં એ બધું બદલો.
હકીક્તમાં, જો તમે જે રીતે વિચારો છો એ રીત માત્ર બદલો તો તમારી ટેવો આપમેળે બદલાઈ જશે. અને જો ન પણ બદલાય, તોય વાંધો નહિ. એનો અર્થ એ નથી કે હું તમને કંઈ પણ મનસ્વી રીતે કરવાનો પરવાનો આપી રહ્યો છું. ના, ના ! પણ તમે જે રીતે વિચારો છો એ રીતે નિખાલસતાપૂર્વક બદલાવું શરૂ કરશો, તો ઘણી આદતો આપોઆપ છૂટી થઇ જશે.
તમે પણ આપોઆપ બદલાશો. તમે એ પણ જોશો કે તમારું સમસ્ત જીવન એક જુદું સ્વરૂપ ધારણ કરે છે. તમારી સમજશક્તિ, જે રીતે તમે વિચારો છો એ.......બધું બદલાશે. તમારા આંતરિક સોફ્ટવેર (કાર્યશૈલી) ને નવી કાર્યશૈલીમાં
ખોટું કામ કર્યું છે અને માટે આવતી કાલે મારી સાથે કંઈક અનિષ્ટ ઘટના ઘટશે તો એનું નામ ધર્મ નથી.
જે કંઈ વાસ્તવમાં ઘટે છે એની સાથે સલંમ હોવાની ભાવના અનુભવવી, એને આત્મસાત્ કરવું અને પૂર્ણતઃ સમજવવું એ ધર્મ છે. તમારા સીમીત તાર્કિક જ્ઞાનને કારણે તમે આ વાત બરાબર સમજી ન શકો, પણ જો તમે ધર્મને સમજવા માટે તમારા તર્કને વધુ વિકસિત કરો તો તમારી સંપૂર્ણ માનસિકતા બદલાઈ જશે. આ જ્ઞાનાત્મક બદલાવ સહેલાઈથી આવશે.
એક અગત્યની વાત જે તમારે જાણવી જોઈએ એ છે કે જ્યારે તમારું માનસિક માળખું તમે બદલો, ત્યારે તમારા મગજના જે અ-યાંત્રિક પૂર્જા છે, એ જાગ્રત અને કાર્યરત થશે.
તમારા મગજના યાંત્રિક પૂર્જા તો તમારા જન્મની સાથે જ કાર્યરત થઈ જાય છે કારણ કે તમે એક માનવ પ્રાણી છો. પણ જ્યારે તમે બ્રહ્માંડમાં વ્યાપ્ત ધર્મને, ગહનસત્યોને સમજતા થાઓ છો, ત્યારે તમારા મગજના અ-યાંત્રિક પૂર્જા જાગ્રત થશે, સક્રિય થશે. આને દ્વિતીય જન્મ કહે છે – દ્વિજ- પુનર્જન્મ. માટે ભારતીય પરંપરા અનુસાર જ્યારે તમને અધ્યાત્મની દીક્ષા અપાય છે. ત્યારે દ્વિજ (બે વાર જન્મેલ) કહેવામા આવે છે. એ એમ સૂચવે છે કે હવે તમે બ્રહ્માંડમાં વ્યાપ્ત ધર્મને સમજતા
દાખલા તરીકે, માનો કે દરરોજ સવારે ૯.૩૦ વાગે તમે એક પ્રકારની ગમગીની અનુભવો છો. કારણ કે એ સમયે તમારે ઓફિસ જવાનું હોય છે. તો તમે જોશો કે રવિવારે પણ જ્યારે તમારે ઓફિસ જવાનું નથી હોતું ત્યારે પણ તમે એક પ્રકારનો ગમ અનુભવશો. તમે હતાશ થશો. પછી એકાએક તમારી જાતને કહેશો કે, 'અરે, આજ તો રવિવાર છે. આજે ઓફિસ જવાનું નથી.' તોય પેલી ગમગીનીની અસર જલ્દી નાબૂદ નહીં થાય. તમે હજુ પણ અમુક સમય હતાશા અનુભવતા રહેશો.
તમારું માનસિક બંધારણ સીધેસીધું કુંડલિની સાથે સંકળાયેલું છે. એટલે જ્યારે, તમે શક્તિનો ઉપયોગ જે કંઈ તમે બદલી શકો છો એ બદલવા માટે કરો છો, ત્યારે તમે તમારી અંદર રહેલ અસાધારણ શક્તિને જાગ્રત કરો છો.
પતંજલિ કહે છે કે જો તમારો સંઘર્ષ માત્ર એક જ આદત સામે હોય, કોઈ પણ એક આદત વિરુદ્ધ,તો પણ એને લીધે તમારી અંદર રહેલ અસાધારણ શક્તિ જાગ્રત થશે. આદત એટલે જ શક્તિનો ખોટો, બિનજરૂરી ઉપયોગ છે અને તે પણ ખોટી દિશામાં. જ્યારે તમે એક આદત મિટાવો છો, રોજ સવારે ઉઠીને એક કપ કૉફી પીવા જેવી સાદી આદત, ત્યારે પણ તમે
વળો, ડાબી બાજુ વળો, ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં ઊભા રહો, હોર્ન વગાડો વગેરે. પણ જ્યારે તમે ઓફિસ પહોંચો છો ત્યારે જ તમને યાદ આવે છે કે અત્યાર સુધી તમે ગાડી ચલાવી રહ્યા હતા.
ગાડી ચલાવવી એ તમારી એક આદત બની ગઈ છે. તમારા જીવનનો જે કોઈ ભાગ ધ્યાનપૂર્વક નથી એ એક આદત છે. એનો અર્થ એ કે આ ઘડી સુધી લગભગ આપણું સંપૂર્ણ જીવન એક આદત રૂપ રહ્યું છે. એક એવી આદત જે વર્ષોના વર્ષો પળાતી જ રહી છે.
તમારી આદતોમાં જાગ્રતાવસ્થા લાવો. જાગૃતિ લાવવી એટલે એનો અર્થ એ છે કે જે કંઈ તમે બદલી શકો છો એને બદલવું, એ શક્તિ. જે કંઈ તમે બદલી શકો છો એને બદલવાની શક્તિ વ્યક્ત કરવી એને હું પ્રથમ પ્રયુક્તિ કહું છું. પ્રથમ રીત. જો તમે બદલી શકતા હો તો સાવ સાદી વસ્તુઓને પણ બદલવાનો પ્રયાસ કરો. પણ સતત બદલાવ લાવતા રહો. જીવનમુક્તિની આ છે. પ્રથમ પદ્ધતિ.
બીજી પદ્ધતિ છે જે કંઈ નથી બદલી શકતા એને સ્વીકારી લો.
હવે મોટો પ્રશ્ન ઊઠે છે; ‘પણ સ્વામીજી, આની સીમારેખા ક્યાં ?
બદલવા પાછળ તમારી શક્તિ વેડફી રહ્યાં છો. કે જે બદલી નથી શકાતું એને સ્વીકારી લઇને તમારું જીવન સરળતાપૂર્વક જીવી રહ્યાં છો, એ નક્કી કરવા માટે હું તમને એક વ્યવહારું માપદંડ દર્શાવીશ. આ માપદંડ બહુ મહત્વપૂર્ણ છે.
વહેલી સવારે જ્યારે તમે તમારી નીંદ્રામાંથી જાગો, તમારી ગહન ઊંઘમાંથી ઉઠીને જાગ્રતાવસ્થામાં પ્રવેશો, ત્યારે જો તમારી ઘસઘસાટ ઊંઘની સ્થિતિ અને તમારી જાગ્રત સ્થિતિમાં સરળતાથી આવતા હો તો સમજી લેજો કે જીવન સરળતાપૂર્વક ગુજરી રહ્યું છે.
જે સ્વીકારવા યોગ્ય છે એને તમે સ્વીકારી લો છો, તમે માત્ર એને જ બદલો છે જે બદલવા યોગ્ય છે. તમે કોઇ બિનજરૂરી સંઘર્ષ નથી કરતા. પણ ઊંઘમાંથી જાગૃત અવસ્થાનો બદલાવ વ્યાકુળ કરે તો સમજી લો કે તમારે હજુ વધુ સ્વીકાર કરતા શીખવાની જરૂરત છે. તમારે શક્તિ વ્યક્ત કરવાની જરૂરત નથી. હવે તમારે માત્ર સ્વીકારની જરૂર છે.
આ મને વધુ સ્પષ્ટ રીતે સમજાવવા દો. આ એક બહુ ગહન, સૂક્ષ્મ અને રહસ્યમય બાબત છે. હું એ પણ કહી શકું કે એ બહુ વ્યવહારું બાબત છે. વહેલી સવારે જ્યારે તમે ગહન નિદ્રામાંથી નીકળીને જાગ્રતાવસ્થામાં આવો છો, ત્યારે એ શક્તિની જરૂરત છે. એટલે કે, તમારે અમુક વસ્તુઓ બદલવાની જરૂરત છે.
કેટલીક વખત લોકો આવે છે અને મારી આગળ ફરિયાદ કરે છે કે, 'સ્વામીજી, ગઈ રાતે એક પ્રેત મારી છાતી પર સવાર થયું હતું. અને મારું ગળું દબાવીને ગૂંગળાવીને મારવાનો પ્રયત્ન કરતું હતું.’
એ સમજી લો કે કોઈ ભૂત-પ્રેત તમને મારી નથી શકતું, વાસ્તવમાં તમે કોઈ પણ પણ ભૂત-પ્રેત કરતા વધુ શક્તિશાળી છો. ગહન નીંદ્રામાં કેટલાક માણસો એક જાતની એવી મનોવૈજ્ઞાનિક અનુભૂતિમાંથી પસાર થાય છે કોઈ એમને ગૂંગળાવી રહ્યું છે. અને એને એ લોકો એમ કહે છે કે કોઈ મારી છાતી પર સવાર થયું છે અને મને ગૂંગળાવી રહ્યું છે. જો તમે ઘેરી નિંદ્રામાં ગૂંગળામણ અનુભવ કરો અને સવારે ઉઠો ત્યારે કંઈક શાંતિ અનુભવો, જો તમે જાગ્રતાવસ્થામાં પોતાને વધુ શાંત અને સુખી અનુભવ કરતા હો અને ગહન નીંદરમાં વ્યાકુળતા અનુભવતા હો, તો એ સમજી લે જો કે તમારે તમારા જીવનમાં ઘણાં બદલાવ લાવવાની જરૂરત છે. તમારે એ માટે તમારી આંતરિક શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે લઈને હળવા થવાની. સવારે જ્યારે તમે નીંદ્રામાંથી જાગો ત્યારે તમને કેવો અનુભવ થાય છે એનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. તમને પોતાને સમજાશે કે તમે નીંદ્રા દરમ્યાન તણાવમુક્ત અને શાંત હતા કે જાગૃત અવસ્થામાં એ પ્રમાણે છો. આ એક વ્યવહારૂ છે જેના દ્વારા તમે સમજી શકશો કે તમારે વધુ ‘શક્તિ’ વાપરવાની જરૂરત છે કે વધુ ‘બુદ્ધિ’ વાપરવાની. દરેક આધ્યાત્મિક જીજ્ઞાસુને આ બે વિચારો વચ્ચે સંઘર્ષ હોય છે.
એમની સમસ્યાઓ મારી સાથે ચર્ચા બાદ ઘણા લોકો મને પૂછે : ‘સ્વામીજી, આ મારી હાલત છે. શું મારે આને ઈશ્વરેચ્છા ગણીને સ્વીકારી લેવી જોઈએ કે મારે એની સામે સંઘર્ષ કરવો જોઈએ. મને બતાવો, સ્વામીજી.’
એ સમજો હું તમને માત્ર પદ્ધતિ બતાવી શકું છું. સમસ્યાનો ઉકેલ તો તમારે જાતે જ શોધવો પડશે.
દરરોજ સવારે તમારી જાતે વિશ્લેષણ કરો. જો જાગૃતાવસ્થામાં તમે વધુ પડતું દબાણ અનુભવતા હો તો માની લો કે તમે વધુ પડતો સંઘર્ષ કરી રહ્યાં છો. તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂરત છે. હળવાશ અનુભવો અને પરિસ્થિતિ જેમ છે તેમ સ્વીકારી લો. પણ જો નીંદ્રાધીન અવસ્થામાં અથવા અજાગૃત મનમાં તમે વધુ દબાણ કે ગૂંગળામણ અનુભવતા
એટલા સારા કે અવહેલના કરવી અસંભવ
જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમે બદલી નથી શકતા. એ જેમ છે તેમ એમને સ્વીકારી લેવાની જરૂરત છે. વસ્તુઓને એ જેવી છે તેવી સ્વીકારી લેવાથી તમે તેનાથી પર થઇ શકશો. એ કોઇ પણ સમસ્યા હોઇ શકે, કોઇ પણ મુશ્કેલી હોય. એમને સ્વીકારી લેવાથી તમે એમની પરીઘથી આગળ વધી શકશો. કેટલીયે સમસ્યાઓથી આગળ એમને સ્વીકારી લઇને તમે જઇ શકશો. જે લોકો તમારી સાથે ઝઘડવા તમારી સામે આવશે એ પણ જો તમે એમને નિખલાસતાપૂર્વક સ્વીકારી લેશો તો એકદમ લડવાનું ઝનૂન ખોઇ બેસશે. બલ્કે, એ વિચારશે કે, ‘આ માણસ સાથે લડવા ઝઘડવાનો અર્થ શું ?’
એ સમજો કે જો તમે ખરેખર સારા છો, તો તમને કોઇ અપામાનીત નહિ કરી શકે. કોઇ તમારી અવહેલના નહિ કરી શકે. આ સૌથી અગત્યનું સૂત્ર છે. એટલા સારા થાઓ કે કોઇ તમારી અવહેલના ન કરી શકે. કોઇ તમારૂ અપમાન ન કરી શકે. સમસ્યા એ છે કે સારા થવાનું ધૈર્ય આપણામાં નથી હોતું.