KAILASA Library/જીવન મુક્તિ/પરિશિષ્ટSign in
જીવન મુક્તિ

પરિશિષ્ટ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

નિત્યાનંદા, ધ્યાન અને ઉપચાર પ્રક્રિયા વિશે વૈજ્ઞાનિક સંશોધન

પરમહંસ નિત્યાનંદજીના મગજમાં ધ્યાનસ્થાવસ્થા દરમ્યાન શું ચાલે છે એ જાણવા માટે આધુનિક ઉપકરણો દ્વારા સંશોધનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા. ધ્યેય એ સમજવાનું અને રહસ્યોદ્ઘાટન કરવાનું હતું કે પ્રબુદ્ધ હસ્તિઓમાં દેખાતી રહસ્યમયતા છે શું ? જીમથોર્પ રીહેબીલીટેશન સેન્ટર ન્યુરોસાયકોલોજી ડીપાર્ટમેન્ટ તથા પીઇટી સેન્ટર ઓફ ઓકલાહોમા, અમેરીકાના અનુભવી દાક્તરો, મનોવૈજ્ઞાનિકો તથા સંશોધકોએ આ સંશોધન કર્યું.

PET SCAN દ્વારા અધ્યયન

પોઝીટ્રોન એમીશન ટોમોગ્રાફી (પીઇટી) દિવસના કોઇ પણ સમયે મગજના ક્રિયાશીલ ભાગનું સ્કેન કરે છે.

નિત્યાનંદ પર થયેલ પીઇટી નિરીક્ષણમાં જોવા મળ્યું કે ધ્યાનના પ્રાથમિક તબક્કાઓમાં પણ મગજના અગ્રભાગમાં થતી ક્રિયાઓ નોંધપાત્ર રીતે વધી ગએલી હતી. એક આમ આદમીના મગજમાં કોઇ પણ સ્થિતિમાં થતી ક્રિયાઓ કરતાં આ ક્રિયાઓનું સ્તર અનેકગણું વધુ હતું. મગજનો અગ્રભાગ બૌદ્ધિકતા, ધ્યાનમગ્નતા, નિર્ણયાત્મકતા અને સમજદારી કે ડહાપણ સાથે સંલગ્ન છે.

નિત્યાનંદ જ્યારે ગહન ધ્યાનસ્થાવસ્થામાં હતા ત્યારે એમણે સ્વામીજીના મગજનું અધ્યયન કર્યું. ત્યારે બે વધારે નોંધપાત્ર વસ્તુઓ જાણવા મળી. એક, એમના મગજનો એક પ્રમુખ હિસ્સો નેવું ટકા જેટલો નિષ્ક્રિય થઇ ગયો હતો, અને બીજું, એમના મગજના અગ્રભાગનો નીચલો હિસ્સો વિશેષ પ્રકાશમય થઇ ઊઠ્યો હતો. જેને રહસ્યમય ‘ત્રીજું નેત્ર’ કહેવામાં આવે છે, એને અનુરૂપ આ ભાગ છે.

QEEG દ્વારા અભ્યાસ

ક્વોન્ટીટીટીવ ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી અથવા (QEEG)ક્યુઇઇજી મગજમાંની વિદ્યુતકીય નકશી (Patterns)નું માપ આંકે છે. એને સામાન્ય રીતે ‘બ્રેઇન વેવ્સ’ આમાં જુદી જુદી બેન્ડવીડ્થના બ્રેઇન વેવ્ઝ હોય છે અને દરેકની ફ્રેકવન્સી (આવર્તન) અલગ અલગ હોય છે. અને દરેક એક જુદી મનઃસ્થિતિ સાથે સંકલિત રહે છે. દાખલા તરીકે, બીટા(Beta) બ્રેઇનવેવ્સ નાનાં અને ઝડપી હોય છે તથા એ એક જાગૃત અને ચપળ મનઃસ્થિતિ સાથે સંકળાયેલ રહે છે. આલ્ફા(Alpha) બ્રેઇનવેવ્સ થોડાં ધીમા અને પ્રમાણમાં મોટાં હોય છે. અને એ સામાન્ય રીતે સુખચેનભરી માનસિકતા સાથે સંકળાયેલ હોય છે. થેટા (Theta) વેવ્સ એક એવી સ્થિતિ દર્શાવે છે જેમાં જાગૃતતા નિદ્રાની સમીપ કહી શકાય. એ એક એવી સ્થિતિ છે જ્યારે શાંતિ અને સ્વસ્થતા રહે છે. અને કોઇ સક્રિય વિચારો હોતા નથી.

નિત્યાનંદના ક્યુઇઇજીથી આપણે જોઇ શકીએ છીએ કે પોતાનાં બ્રેઇનવેવ્સ પર એમનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે એ ગહન ધ્યાનાવસ્થામાં હોય છે, ત્યારે એમનું મગજ બહુ સહેલાઇથી એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પરિવર્તિત થઇ શકે છે.

નિત્ય આધ્યાત્મિક ઉપચાર પ્રક્રિયા

સંશોધનાર્થ જે નિરીક્ષણ કરવામાં આવ્યું એ નિત્યાનંદના મગજના બ્રેઇન વેવ્સનો એમના હૃદયમાં થતાં સ્પંદનની વધઘટનો (HRV) અને ત્વચાના વિદ્યુત વાહકતાના સ્તરનો (SCL) નો સંશોધનાત્મક અભ્યાસ જ્યારે નિત્યાનંદ કોઇ અન્ય વ્યક્તિને આધ્યાત્મિક ઉપચારની શક્તિ આપતા હોય ત્યારે કરવામાં આવ્યો. આ જુદા જુદા અભ્યાસમાંથી એ ફલિત થયું કે ઊર્જાપ્રસાર એ સ્તરની સંવેદના ઉત્પન્ન કરતો હતો કે જે નિત્યાનંદની આંતરિક સંવેદના સાથે અનુકૂંપાશીલ હતી. અને આથી એમ પણ નિર્દિષ્ટ થતું હતું કે પેલા અન્ય માણસના હૃદયસ્પંદનનો લય આ ગાળા દરમ્યાન નિત્યાનંદના લય સાથે સુસંવાદી હતો.

ઉપચારક તરીકે તમને
એમાંથી પરમાનંદ થશે જ,
અને જે વ્યક્તિને ઉપચાર
મેળવે છે તેને સ્વાસ્થ્ય
મળશે.

જીવન મુક્ત ગુરુના સ્પર્શની અનુભૂતિ કરો

આનંદ દર્શન

આનંદ દર્શન એટલે એ સમય જ્યારે તમે માસ્ટરની ઊછળતી ઊર્જાની હાજરીમાં રહો છો તે. તમે એમની સમીપ જાઓ છો અને એ તમને તમારા આજ્ઞા ચક્ર પર સ્પર્શ કરે છે. એ રીતે તમને ઊર્જા અને આત્મજ્ઞાન (Enlightenment)ની અનુભૂતિ આપે છે.

‘દર્શન’ શબ્દનો અર્થ છે, ‘કંશુક દૈવી જોવું તે. આનંદ દર્શનનો અર્થ છે, ‘પરમાનંદી નિરીક્ષણ’, જ્યારે અસ્તિત્વદર્શી ઊર્જા એક એવા સ્વરૂપમાં પાંગરે છે જેને તમે કોરી આંખે જોઈ શકો અને તમારી ચેતના એ અસ્તિત્વની અનુભૂતિ પામે, જ્યારે તમારામાં એ જોઈને એક પરિવર્તન જાગે, ત્યારે એ આનંદ દર્શન કહેવાય છે. જે સ્વરૂપ તમે જુઓ છો એ પ્રબુદ્ધ જીવનમુક્ત ગુરુનું સ્વરૂપ છે જે સમય સમય પર આ ધરતી પર અવતરિત થાય છે.

કેટલાક લોકો પૂછે છે: ‘શું ખરેખર કોઇ અસ્તિત્વદર્શી ઊર્જા છે?’ હા, છે. પણ એ ખરેખર આપણી માનવીય બુદ્ધિથી પર છે. જ્યારે આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચીએ છીએ ત્યારે સમજાય છે કે કંઈક પેલે પાર છે જેને આપણી માનવીય બુદ્ધિ પામી નથી શકતી. ઘણા વૈજ્ઞાનિકો જે એમના જ્ઞાનના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે એ જોઈ શક્યા કે હવે આગળ છે અનંત અસ્તિત્વદર્શી ઊર્જા જે તેમની માનવીય ક્ષમતાની પરે છે. સૂક્ષ્મ સંવેદનશીલતા ધરાવનાર આ ઊર્જાની ઉપસ્થિતિ અનુભવી શકે.

હંમેશાં એક એવો સમૂહ હોય છે જે કહેતો રહે છે કે સમસ્ત બ્રહ્માંડ એ અસ્તિત્વલક્ષી ઊર્જાની ક્રીડા છે. પણ, એક બીજો એવો સમૂહ હોય છે જે કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ બીજું કંઈ નથી પણ એક આકસ્મિક ઘટના છે. ન તો કોઈ ઊર્જા કે ન કોઇ બૌદ્ધિક સર્જકતા એની પાછળ કાર્યરત છે. આ જે બીજો સમૂહ છે એ બહુ સહેલાઈથી એની ફિલસુફીનો ઉપયોગ ગમે તેટલાં વિનાશક શસ્ત્રો ઉત્પાદિત કરીને એમના દ્વારા વિશ્વ પર અને માનવજાત પર મોત વરસાવવા માટે કરી શકે છે. એમનામાં ઉછરતી એ વિચારધારા કે આ વિશ્વ અને એની સંરચના એક આકસ્મિક ઘટના માત્ર છે, એના કારણે વિશ્વ પ્રતિ કે એમાં બનતી કોઈ પણ બીના પ્રતિ સંવેદના જાગતી નથી. તેઓ એક સ્થૂળ સ્તર પર જીવે છે અને એ રીતે જ દરેક વસ્તુને જૂએ છે અને સમજે છે.

જો તમે પહેલા સમૂહની માન્યતા ધરાવતા હો તો તમે આપોઆપ એક સૂક્ષ્મ માનસિક સ્તરે રહી આ વિશ્વની દરેક વસ્તુને ગહન માનથી જોશો. પછી એ પથ્થર હોય, વૃક્ષ હોય કે છોડ હોય. તમારી અંદર ગૂઢ ભક્તિભાવ જાગશે. આપોઆપ તમારું જીવન એક સરળ પ્રવાહ રૂપે વહેવા લાગશે, જાણે અસ્તિત્વના ઉછળતા તરંગ પર તરતા હો. જેમ એક સાગરખેડૂ સાગરની લહેરો પર આસાનીથી તરતો જતો હોય એમ. એનું કારણ એ છે કે માનવી એવા સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી ચૂક્યો છે કે એક વિસ્તૃત પણ ગહન બૌદ્ધિક ક્ષમતા એના સમસ્ત ઘટનાક્રમનું સંચાલન કરે છે અને માટે એ એક એવી જીવનશૈલી સંકલિત કરી શક્યો છે જે વૈશ્વિક અસ્તિત્વ સાથે સુચારુ રૂપે એકાકાર થાય છે.

સમસ્ત અસ્તિત્વ જ એક જીવંત હસ્તિ છે. અને એ તમારી પ્રત્યેક ભાવના, તમારો પ્રત્યેક શબ્દોચ્ચાર અને દરેક પ્રાર્થના પ્રતિ ઉચિત પ્રતિભાવ દર્શાવે છે, હર પળ તમારી સચેતાવસ્થા તરફ એ વિશ્વસનીય પ્રતિભાવ આપે છે. તમે બરાબર જોઈ શકો, સાંભળી શકો અને સમજી શકો એ માટે એનો પ્રતિભાવ એવો હોય છે કે સમય સમય પર પ્રબુદ્ધ ગુરુ સ્વરૂપ ધારણ કરીને અવતરિત થાય છે. વિશ્વભરના લાખો લોકોની જિજ્ઞાસા અને પ્રાર્થનાઓ એક ભારે ખેંચાણ પેદા કરે છે જેને કારણે પ્રબુદ્ધ ગુરુઓ આ ધરતી પર અવતરે છે – કંઈક એ રીતે જે રીતે હવાના ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ વાતાવરણીય દબાણના કારણે ખેંચાઈને પવન જોશપૂર્વક ફૂંકાય છે.

ગુરુદર્શન એ તો અસ્તિત્વના સાગરમાં ઊઠતી એક વિશાળ લહેર સમાન છે. એ લહેર સાગરથી કદી છૂટી નથી પડતી, પણ સાથે સાથે પોતાને એક અતિ પ્રબળ ગતિશીલ ઊર્જા શક્તિ રૂપે અભિવ્યક્ત કરે છે. નદી પણ સાગરની સાથે જોડાયેલી છે, પણ સાગરની લહેરમાં જે પ્રબળ ગતિશીલ શક્તિ છે એ નદીના પ્રવાહમાં નથી. એ ચીલાચાલુ નિષ્ક્રિય ભાવે વહેતી રહે છે. આનંદ દર્શન એ પ્રબળ ક્રિયાશીલ સમુદ્રી લહેર બરાબર છે અને એ અસ્તિત્વલક્ષી આનંદના સાગરમાં ઊઠે છે. એ એક એવું મંથન ઉત્પન્ન કરે છે જે તમને મૂળતઃ બદલી નાંખી શકે છે.

હવે કલ્પના કરો કે સાગરની લહેરમાં રેતીનો એક કણ હોય. શું એમાં કોઈ અશુદ્ધિ હોઈ શકે? ના. એ પૂર્ણતઃ શુદ્ધ હશે, કારણ કે એ એક શક્તિશાળી સમુદ્રી લહેરની અંદર રહેલ છે. એ જ પ્રમાણે, જ્યારે તમે દર્શન માટે આવો છો, ત્યારે આંતર અને બાહ્ય બેઉ સ્તર પર ગુરુની અભિવ્યક્ત થઈ રહેલી પ્રબળ ક્રિયાશીલ શક્તિ દ્વારા સંપૂર્ણ શુદ્ધ થઈ જાઓ છો. દર્શન દરમ્યાન તમે અસ્તિત્વલક્ષી ઉર્જાના મૂળ સ્ત્રોતમાં રહો છો. સૂર્યના પ્રકાશમાં કમળ ખીલે છે. એ જ પ્રમાણે, ગુરુના સાન્નિધ્યમાં તમારી ચેતના પણ પાંગરે છે.

તમારે માત્ર એમાં સહૃદય સાથ દેવાનો છે. હકીકતમાં તમે એમાં સાથ નહિ દો તો પણ ઊર્જા તો તમારામાં પ્રસરશે. સમુદ્રી લહેરમાં રહેલ છીપ લહેરનો સાથ દે કે ન દે, લહેર તો એને પોતાની સાથે ઘસડી જશે જ. એ પ્રમાણે, તમે સાથ દો કે ન દો, ઊર્જા શક્તિ તો તમને આવરી લેશે અને જે કરવાનું છે એ કરશે. પણ જે લહેરનો સાથ દે છે એ એના પર નાચતો-કૂદતો લહેરની સાથે આનંદિત વહે જાય છે. હવે છીપ પૂર્ણતઃ વિશુદ્ધ છે અને અંતે તો એ લહેરમાં જ સમાઈ જાય છે. પણ જે છીપ લહેરને કહે છે: ‘હું તારા પર આંખ મીંચીને વિશ્વાસ શી રીતે મૂકી દઉં ?’ એ થોડાક કાંકરા એકત્રિત કરીને પોતાની આજુબાજુ સુરક્ષા અર્થે એક નાની દીવાલ બાંધી લે છે. પણ, લહેરની અસીમ કરુણા છેવટે તો તેને પોતાનામાં સમાવી લે છે અને આનંદમય પ્રદેશમાં ઊંચકી જાય છે.

જીવન મુક્ત ગુરુના સ્પર્શની અનુભૂતિ કરો

જે વ્યક્તિ ખુશીખુશી પોતાને મોજા આગળ સમર્પિત કરી દે છે એનું પૂરું જીવન આનંદ દર્શન બની રહે છે, અને નહિ કે દર્શનની કોઇ એક પળ. સમજી લો કે તમારી ચેતનાની કોઇ પણ પળ જ્યારે અસ્તિત્વની આનંદિત અભિવ્યક્તિ જે માસ્ટરના રૂપમાં છે તેમના પ્રતિ વળેલી હોય છે, ત્યારે તમારે માટે આનંદ દર્શન ફલિત થાય છે. તમે દૈહિક સ્વરૂપમાં ગુરુની સમીપ રહો એ પણ જરૂરી નથી. જો તમે તમારી સભાનતા કે સજાગતા ઊર્જાની અભિવ્યક્તિ સાથે સંલગ્ન રાખો, તો તમારું સમસ્ત જીવન આનંદ દર્શન બની જાય છે. બીજી બાજુ, જે વ્યક્તિ આની સામે પ્રતિકાર કરે છે એ દૈવી ઊર્જા સાથે એકાકાર થવાનો અવસર ચૂકી જાય છે, પણ એ ય અંતે તો દૈવી ઊર્જામાં સમાય છે.

દર્શન દરમ્યાન ગુરુના વ્યક્તિત્વમાંથી પ્રબળ ઊર્જા પ્રસરે છે. તમે આ ઉભરાતી ઊર્જાને કઇ રીતે આવકારો છો? બસ એક નિર્દોષ બાળકની જેમ આવો, તીવ્ર ઉત્સાહપૂર્વક પ્રાર્થનાની ભાવના સાથે દ્રવિત ભાવાત્મકતા સાથે. બસ, એટલું પૂરતું છે. પ્રાર્થનાની શક્તિને સમાજે જ નષ્ટ કરી છે. પ્રાર્થનામાં એ શક્તિ છે કે તમે જે બનવા માંગો છો, એમાં તમને પૂર્ણતઃ પરિવર્તિત કરી દે.

શું છે પ્રાર્થના ? જ્યારે તમે કોઇ સિદ્ધિ સુધી પહોંચવા માંગો છો, ત્યારે તમે તમારા પૂર્ણ મનોબળપૂર્વક તમારું બધું ધ્યાન, બધી એકાગ્રતા એ ધ્યેય પર કેન્દ્રિત કરો છો. આ તમારો સંકલ્પ છે. બહુ જલ્દી તમે એમ પણ મહસૂસ કરશો કે એ ધ્યેય સુધી પહોંચવા માટે તમને કોઇ વધુ ઊચ્ચ ઊર્જા શક્તિની મદદની જરૂરત છે. જ્યારે આ સમજ આવે છે ત્યારે તમારો સંકલ્પ એક પ્રાર્થના બની જાય છે. તમે એ પરમ શક્તિને પ્રાર્થના કરવા લાગો છો. ‘હું કરી દેખાડીશ,’ એ એક સંકલ્પ છે; પરંતુ, ‘જે મારાથી અનેકાનેક ઉચ્ચ સ્થાને છે એ પરમ શક્તિ મારા પર કૃપા દૃષ્ટિ કરે એની મને જરૂરત છે,’ એ પ્રાર્થના છે. માટે, ગહન પ્રાર્થનામય મનોભાવ લઇને આવો.

જ્યારે પ્રબુદ્ધ ગુરુ સમક્ષ તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો, ત્યારે એક પ્રક્ષેપક (પ્રોજેક્ટર) આગળ તમે સ્લાઇડ મૂકતા હો એની બરાબર છે. જે કંઇ સ્લાઇડમાં છે એ સામે પરદા પર એક વાસ્તવિકતા, રૂપે રજુ થાય છે. એ જ પ્રમાણે, તમારી કામનાઓ જે તમારા પોતાના ભલા માટે અને અન્યના ભલા માટે પરિપૂર્ણ થવી જરૂરી છે એ મૂર્ત થશે. જે કામનાઓ પૂર્ણ થવી જરૂરી નથી એ જલીને રાખ થઇ જશે. અને એની સાથે એ અપૂર્ણ ભાવનાઓ જેમને કારણે પેલી ઇચ્છાઓ પેદા થઇ એ પણ જલી જશે. કામનાઓ યા તો પરિપૂર્ણ થાય છે અથવા મનમાંથી તદ્દન વિસરાઇ જાય છે. ઇચ્છાનું બીજ યા તો પાંગરે યા સૂકાઇ જાય. પણ, બેઉ બાજુએ તમે એક પરિતૃપ્તિ તો અનુભવો જ.

એવી ઘણી કામનાઓ આપણે ઉછેરતા હોઇએ છીએ જે પૂર્ણ થવાની કોઇ જરૂરત નથી હોતી. ગુરુની પ્રબુદ્ધ ઊર્જા અહીં અનન્ય બૌદ્ધિક શક્તિ રૂપે કાર્ય કરે છે જેને લીધે આ પરિસ્થિતિનો નિકાલ આવે છે.

એક લઘુ કથા:

એક થાકેલો યાત્રી એક વૃક્ષ નીચે સૂઇ રહ્યો. આ વૃક્ષ એક કલ્પવૃક્ષ હતું. જ્યારે એ આરામ કરી રહ્યો હતો ત્યારે એના મગજમાં વિચાર આવ્યો: ‘જો અત્યારે થોડી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળી જાય તો કેવું સારું રહે.’ જે ઘડીએ એ વિચાર આવ્યો કે એક થાળી ભરીને સ્વાદિષ્ટ પકવાન એની સમક્ષ હાજર થઇ ગયાં. એના આનંદનો પાર નહોતો અને એ પેટ ભરીને જમ્યો.

જમ્યા પછી એને ખ્યાલ આવ્યો: ‘જો મને
આરામ કરી શકાય એવો સુંવાળો ખાટલો મળી
રહે તો ઘણું સારું.’ એ વિચારની સાથે સાથે
સુંવાળી તળાઈવાળો એક પલંગ પણ એની સમક્ષ
રજુ થઈ ગયો. એને આશ્ચર્ય થયું. એ પલંગ પર
આરામથી સૂઈ ગયો.

જેવું એનું મસ્તિષ્ક તકિયાને અડ્યું કે એને થયું અત્યારે જો કોઈ વીંજણો નાખનાર હોય તો મીઠી ઊંઘ આવે. પળભરમાં એક યુવતી હાથમાં પંખા સાથે હાજર થઈ ગઈ અને પંખો નાંખવા માંડી.

અચાનક પેલા માણસને એક એવો વિચાર આવ્યો: ‘હું તો એક જંગલમાં છું. જો અહીં અત્યારે એક વાઘ આવી જાય તો?’ જે ઘડીએ એ વિચાર આવ્યો એ ઘડીએ એક વાઘ ફૂટી નીકળ્યો, મુસાફર પર ત્રાટક્યો અને એને ફાડી ખાધો.

તમારી કામનાઓ પૂર્ણ કરતાં પહેલાં એમનું સ્પષ્ટિકરણ જરૂરી છે. જ્યારે તમે ગુરુ સમક્ષ તમારી કામનાઓ શબ્દોમાં વ્યક્ત કરો છો, ત્યારે એ કામનાઓ આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. માટે, આ કાર્યક્રમ ‘કલ્પતરુ’ દરમ્યાન તમને હું કહું છું કે તમારી કામનાઓ મારી આગળ શબ્દોમાં વ્યક્ત કરો. તમે એ વ્યક્ત કરશો એટલે તમે પોતે જોઈ શકશો કે કઇ કામનાઓ પૂર્ણ કરવી જરૂરી છે અને કઇ નથી. અભિવ્યક્ત ઊર્જાની આ બૌદ્ધિક શક્તિ છે.

‘કલ્પતરુ દર્શન’ તમારી અંદર એ બીજ રોપે છે. જેના દ્વારા પ્રાપ્ત થાય છે:

શક્તિ - જેને બદલવી જરૂરી છે એ વસ્તુઓને બદલવાની શક્તિ.

બુદ્ધિ - જે કંઈ બદલી શકાય એમ નથી એને સ્વીકારવાની બુદ્ધિ.

યુક્તિ - એ સમજ કે કંઈ પણ ભલે બદલાય, અસ્તિત્વ પોતે અનંતકાળથી બદલાતું રહેતું એક સ્વપ્ન છે.

ભક્તિ - ગુરુની અપરિવર્તનશીલ અને સહાયક ઊર્જાશક્તિ પરત્વે પ્રબળ ભક્તિ

તમારા જીવનમાં આ ચાર અપનાવો એટલે જ મુક્તિ.

તમે જે કંઈ બદલી શકો છો એને બદલવામાં તમારી શક્તિને કાર્યરત કરો, અને આમાં એ સાદી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેને તમે સહેલાઈથી બદલી શકો છો. એવું ના વિચારો કે અરે, હું તો માત્ર બે આદતો બદલી શકું છું; પણ બીજી દશનું શું? જે કંઈ બદલી શકો એ બદલો. અને જે નથી બદલી શકતા એને સ્વીકારી લો. જ્યારે તમે તમારી શક્તિ અભિવ્યક્તિ કરો છો, ત્યારે બુદ્ધિ વિકસિત થવા માંડશે.

બૌદ્ધિક ક્ષમતા એ વાતમાં છે કે જે તમે બદલી નથી શકતા એ સ્વીકારી લો. પણ, જ્યાં સુધી તમે જે કંઈ બદલી શકો છો એ બદલવાની ક્ષમતા નહિ દર્શાવો, ત્યાં સુધી તમારામાં એ ક્ષમતા પણ નહિ જાગે કે જે તમે નથી બદલી શકતા એને સ્વીકારી લો. પહેલાં જે બદલી શકો છો એને બદલવાનો પ્રયાસ કરો. તો પછી તમે જોઈ શકશો કે તમારામાં જે બદલી નથી શકાતું એને સ્વીકારી લેવાની આશ્ચર્યજનક ક્ષમતા છે.

ત્રીજું બીજ છે સ્પષ્ટતા. ગમે તેટલો બદલાવ તમે લાવો, ગમે તે તમે બદલો, પણ એ હકીકત છે કે આ વિશ્વ

જીવન મુક્ત ગુરુના સ્પર્શની અનુભૂતિ કરો

પોતે એક સતત બદલાતી રહેતી વાસ્તવિકતા છે, એક બદલાતુ રહેતું સ્વપ્ન. આ એક એવું સ્વપ્ન છે જે વિના કારણ નિરંતર બદલાતુ રહે છે. એ કોઇ કારણ વિના કોઇ ઉદ્દેશ વગરનું છે. કારણ કે એ કોઇ ઉદ્દેશ વગરનું છે, માટે તમે એને એક અર્થ વગરની માંગલિક શક્તિ કહી શકો અથવા અર્થ વગરની એક અવ્યવસ્થા. જે કોઇ એમ માને છે કે આ અપ્રાયોજિત માંગલિક શક્તિ છે એ આસ્તિક છે. સંશોધક છે. જીજ્ઞાસુ છે. જે એમ માને છે કે આ અકારણ પેદા થયેલ અવ્યવસ્થા છે એ ભૌતિકતાવાદી છે.

આ સમસ્ત અસ્તિત્વ યા તો એક ચમત્કાર લાગે યા એક શાપ. જો તમે એમ માનો કે આ એક અકારણ ઉદ્દભવેલ માંગલિકતા છે, તો એ એક ચમત્કાર છે, એક સતત ઘટિત થતો રહેતો ચમત્કાર છે. નહિતર એ એક શાપ છે.

દર્શન દરમ્યાન ઘણા લોકો દિવ્ય દર્શન પામે છે, સ્વાસ્થ્યપ્રદ અનુભૂતિ પામે છે, ઉત્કટ આધ્યાત્મિક અનુભૂતિ અને પરમાનંદની સીધી અનુભૂતિ પામે છે. એટલું જ નહિ, ઊર્જાની જે લહેર ઊઠે છે એને લીધે અચેત ભય, અપરાધ ભાવ અને કામનાઓ સપાટી પર ઊભરી આવે છે. કેટલાક માણસો એકદમ ચૂપ થઇ જાય છે. બીજાંની આંખોમાં આસું ઊભરાઇ આવે છે. તમને આવું બધું કેમ થાય છે એ નથી સમજાતું. કારણકે આ અસરો ઊર્જાના મોજાને લીધે ગહનતમ અચેતાવસ્થામાંથી ફૂટી નીકળે છે. આ દર્શન સમય એ એક અનન્ય અવસર છે જે તમારી અંદર કોતરાઇ ગયેલ તમારી સ્મૃતિઓથી તમને મુક્ત કરાવે છે. છલકતી ઊર્જાના જોશથી ભૂતકાલીન ભાવનાઓને મૂળમાંથી ભૂંસી નાંખી શકાય છે.

દર્શન દરમ્યાન તમારું અસ્તિત્વ જાગૃત થાય છે અને અસ્તિત્વલક્ષી ઊર્જાનો સ્પર્શ માણે છે. મન જાણે થોડા સમય માટે અદૃશ્ય થઇ જાય છે. તમારી ચેતના પર દર્શનનું સમસ્ત દૃશ્ય એક ઊંડી છાપ મૂકી જાય છે.

હું એક બીજી વાત પણ કહેવા માંગું છું. અસ્તિત્વની ઊર્જા એ તમારા પિતાએ વારસામાં આપેલ સંપત્તિ બરાબર છે. એનો લાભ મેળવવાનું ચૂકશો નહિ. અસ્તિત્વનો સ્વીકાર કરો અને એક શિશુની જેમ એને માણો.

તમારા પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પણ તમારે ચેક પર સહી કરવી પડે છે. એ જ પ્રમાણે, અસ્તિત્વની ઊર્જા પ્રાપ્ત કરવા માટે તમારે નિષ્પાપ, ખુલ્લા થવું પડે.

યાદ રાખો, જે કાલુ માછલી (Ovster) પોતાનું મોં ખોલે છે અને વર્ષાના જળનું એક બુંદ ઝીલે છે એના પેટમાં જ મોતી પાકે છે. જ્યારે તમે ગુરુ સમક્ષ નિખાલસ ભાવે ખુલ્લા થાઓ છો, ત્યારે ગુરુના મુખે બોલાયેલો એક શબ્દ જ પર્યાપ્ત છે. એ વર્ષાના એ જળબિંદુ બરાબર છે જે કાળુ માછલીના પેટમાં મોતી રૂપે પાકે છે.

ગુરુનું સામીપ્ય તમારા પર અસર કરે એ માટે જે ઘટિત થતું હોય એને થવા દો. ન કોઇ તંગદિલી અનુભવો, ન એથી ક્રોધિત થાઓ, કે ન એનો વિરોધ કરો. કશાયની અપેક્ષા ન રાખો. જે કંઈ ઘટે એને ઘટવા દો. સમુદ્રી લહેર ઉપર સર્કીંગ (Surfing) કરનારના નૃત્યની જેમ પરમ આનંદ માણો.