આનંદમય અનુભવોની વાતો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ આનંદમય અનુભવોની વાતો
આનંદમય અનુભવોની વાતો
ઉપચારના અનુભવો
ઉપચાર
(૧) મને હેપેટાઈટીસનો રોગ થયો હતો. હેપેટાઇટીસ-બી ઉપરાંત સીરોસીસ (સૂત્રણ રોગ) જે પિત્તાશયની એક લાંબા સમયથી ચાલી આવતી બીમારી હતી અને જેનાથી, એમ મનાય છે કે, રોગમુક્ત નથી થઇ શકાતું, એમનાથી પીડાઇ રહ્યો હતો. બધા દાક્તરોચિકિત્સકો વગેરેએ આશા મૂકી દીધી હતી. છેલ્લાં છ વર્ષોથી હું માત્ર પ્રવાહી આહાર પર જીવી રહ્યો હતો. હું જાણતો હતો કે મૃત્યુ ધીરે ધીરે નજદીક આવી રહ્યું છે.
મારા એક મિત્રે સૂચવ્યા પ્રમાણે હું નિત્યાનંદ પાસે ગયો જે ત્યારે તામીલનાડુમાં ઇરોડ ગામમાં હતા. જે કોઇ એમની પાસે રોગ નિવારણ માટે આવતું એનો એ ઇલાજ કરતા. એમણે મને થોડી પવિત્ર ભસ્મ આપી અને કહ્યું કે હવે પછી ત્રણ દિવસ જે કંઇ ખાઓ-પીઓ એમાં આ મેળવો. મેં એમની સૂચના મૂજબ કર્યું અને ત્રીજે દિવસે મેં પોતે અનુભવ્યું કે મારું પેટ પીડા મુક્ત થઇ ગયું છે. છ વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર. એમણે સૂચવ્યા મુજબ ત્યાર બાદ તરત મેં પેટ ભરીને મસાલેદાર ભોજન પણ કર્યું: અને તે પણ છ વર્ષના ગાળા પછી પહેલી વાર. ત્યારથી હું તંદુરસ્ત અને પ્રફુલ્લિત જીવન જીવી રહ્યો છું. અને મારા એ માસ્ટરની સેવામાં સદા તત્પર રહું છું.
-શ્રી નિત્યસદાનંદ, નિત્યાનંદ સંસ્થાનના
વરિષ્ઠ સ્વામી
Email : ([email protected])
(૨) મારું એવું નિદાન થયું હતું કે મને પોલીસાર્સ્ટીક ઓવારીઅન સીન્ડ્રોમ (ગર્ભાશયનો એક રોગ) ની તકલીફ છે જેને લીધે મને અંતઃસ્ત્રાવની ગંભીર સમસ્યા ઊભી થતી હતી. એ એક પરાધ્વનિ યંત્ર (અલ્ટ્રાસાઉન્ડ) દ્વારા પરખાયું હતું. એનું નિદાન એ આવેલું કે મારા અંડાશય (Ovary) પર મોટા કદના ફોલ્લા છવાઇ ગયા છે. શ્રી નિત્યાનંદના એક ધ્યાનના આધ્યાત્મિક કાર્યક્રમમાં હું હાજર રહી હતી. એ કાર્યક્રમ દરમ્યાન એમણે મને કહ્યું કે મને સારુ થઇ જશે. ત્યારે મેં એમને મારી સમસ્યા બાબત કશું જણાવ્યું ન્હોતું છતાં.
એકાદ માસ પછી મે જાણ્યું કે મારું આશરે ત્રીસ પૌંડ વજન ઓછું થઇ ગયું હતું. મારું વજન આસરે બસો પૌંડ જેટલું હતું અને કાફી કસરત તથા ભોજન નિયંત્રણ પછી પણ હું વજન ઘટાડી ન્હોતી શકી. અને ત્યારે મને એ પણ સમજાણું કે મારું વજન મારી લાગણીઓ સાથે કઇ રીતે સંકળાયેલું હતું. મને એ પણ સમજ પડી કે કઇ રીતે એક વ્યસન કોઇ ક્ષતિપૂર્તિ મેળવવા માટેનો પ્રયાસ હોય છે. એક બાહ્ય સાધન દ્વારા આપણે એ માટે પ્રયાસ કરીએ છીએ, પણ કદી એ ક્ષતિથી મુક્ત થઇ નથી શકતા. એકાદ વર્ષ પછી જ્યારે હું ફરી અલ્ટ્રાસાઉન્ડ નિદાન માટે ગઇ ત્યારે દાક્તરોને પણ આશ્ચર્ય થયું કે અંડાશય પરથી ફોલ્લા સદંતર નાબૂદ થઇ ગયા હતા.
-રોશિની નામ્બીઆર, ધ્યાન શિક્ષિકા,
ઓકલાહોમા, અમેરીકા.
Email : ([email protected])
(૩) જ્યારે મારાં કાકા-કાકી સીંગાપોર અમારે ત્યાં આવ્યાં હતાં ત્યારે એમણે એક ટૂંકી સફર મલેશિયાના તીઓમાન ટાપુઓમાં પણ કરેલી. પણ બેઉ જ્યારે ઘેર પાછા ફર્યાં ત્યારે એમની હાલત ખરાબ હતી. સ્પષ્ટ હતું કે દરિયાઇ મુસાફરીનો અનુભવ એમને માટે અરુચિકર રહ્યો. સ્નોરકેલીંગ (આ રમતમાં વ્યક્તિ પાણીની અંદર તરે છે, એની પાસે એક ભૂંગળી હોય છે અને ભૂંગળીનું મોઢું પાણી ઉપર રહે છે જેથી તરનાર શ્વાસ લઇ શકે) દરમ્યાન એ બેઉ ડૂબતાં માંડ બચ્યાં. ઉપરાંત, આ રમત દરમ્યાન બંને સારા પ્રમાણમાં દરિયાનું ખારું પાણી પી ગયાં હતાં. પાછા ફર્યા પછી પણ એ જાણે સંપૂર્ણ આઘાતમાં હોય એવી એમની સ્થિતિ હતી. કાકાને તો હજુ ધ્રુજારી આવતી હતી અને ઘણો તાવ હતો.
મેં એમને સૂઇ જવા કહ્યું, વિશ્રામ કરવા કહ્યું, અને નિત્ય આધ્યાત્મિક ઉપચાર (Healing) વિધિ કરવા માંડી. દશેક મિનિટ પછી કાકાને ગાઢ નીંદર આવી ગઇ. બીજી સવારે કાકા જાગ્યા ત્યારે પૂર્ણતઃ સ્વસ્થ હતા. જાણે કંઇ બન્યું જ ન હોય.
- મા નિત્યાનંદ અર્પણ્ણા, નિત્ય આધ્યાત્મિક ઉપચારક, મલેશિયા ([email protected])
(૪) મારી એક અમેરીકન મિત્ર મને કહેતી હતી કે એ લાંબા વખતથી ખૂબ ચિંતા ગ્રસ્ત રહેતી હતી. અને વારંવાર એને ચિંતાના હુમલા આવતા હતા. એણે મને પૂછ્યું કે શું નિત્ય આધ્યાત્મિક ઉપચારની અસર આવા મનોરોગ પર થાય ખરી. મેં એને સમજાવ્યું કે ઉપચાર શક્તિ કઇ રીતે એક શુદ્ધ પ્રબુદ્ધ શક્તિ છે અને એ શારીરિક-માનસિક બધાં સ્તર પર અસર કરે છે. મેં એને આશરે પંદર મિનિટ માટે ઉપચાર વિધિ આપી. એણે મને બીજે દિવસે ફોન કર્યો અને કહ્યું કે ત્યાર પછી એણે મનમાં ગહન શાંતિ અનુભવી અને એ રાતે ચાર લાંબાં વર્ષો પછી એ અનોખી શાંતિપૂર્વક સૂઇ રહી. હકીકતમાં, ચાર વર્ષ પહેલાં એના જીવનમાં ઘટેલ એક ગંભીર ગમખ્વાર ઘટના એની ચિંતાનું મુખ્ય કારણ હતું.
- પ્રેમેશ્વરી, નિત્ય આધ્યાત્મિક ઉપચારક, મીશીગન, અમેરીકા. ([email protected])
(૫) હું એક વ્યાવસાયિક સ્ત્રીરોગ ચિકિત્સક (ગાયનેકોલોજીસ્ટ) છું. મારા ઘણા દર્દીઓને પરમહંસ નિત્યાનંદના સ્પર્શ માત્રથી ચમત્કારિક અનુભવ થયા છે. તાજેતરમાં મારી પાસે એક એવી મહિલાનો કેસ આવેલો જે ક્ષય રોગથી પીડિત હતી. એના ગર્ભાશયની કોર સાવ પાતળી થઇ ગઇ હતી અને અંતઃગ્રન્થીઓ (એન્ડોમેટ્રીયમ)પર એની ખરાબ અસર પડી હતી. અમે જુદા જુદા પ્રકારની ઘણી સારવાર અજમાવી જોઇ, પણ એકે ય કારગત ન નીવડી. અમે એ મહિલા માટે પ્રતિનિયુક્ત (સરોગેટ) માતૃત્વનો વિચાર કરતાં હતાં, ત્યારે મેં સૂચવ્યું કે પરમહંસની આધ્યાત્મિક ઉપચાર
વિધિ અજમાવી જોઈએ. એ મહિલા સૂચવ્યા પ્રમાણે પરમહંસ પાસે ગઈ અને એમણે એને એક દૈવી બાળક પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપ્યો. એ ખરેખર એક તબીબી ચમત્કાર ગણાય કે મહિલા ત્યાર પછી ગર્ભ ધારણ કરી શકી અને એટલું જ નહિ, એને કોઇ પણ જાતની કઠિનાઇ વિના સામાન્ય રીતે પ્રસૂતિ થઇ.
- ડૉ. નિર્મલા, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, પ્રગતિશીલ ગર્ભાધાન કેન્દ્ર, બેંગલોર. Email : ([email protected])
ધ્યાનના કાર્યક્રમ
(૧) એક બહુરાષ્ટ્રીય કંપનીના દફતરમાં હું એક અગ્રણી કર્મચારી ગણાતો હતો. હું અમારી વિવિધ કંપનીઓ અને કંપની જોડાણોનો કાર્યભાર સંભાળતો હતો, કરોડો ડોલરનો દેશી-વિદેશી વ્યવસાય મેં ઊભો કર્યો હતો, અને એવાં ઘણાં દિવાસ્વપ્ન હતાં જેમને સાકાર કરવામાં મારી ભૂમિકા હતી. અને છતાં, મને એવું ન્હોતું લાગતું કે હું પરિપૂર્ણ છું. પણ, પરમહંસ મારા જીવનમાં આવ્યા પછી હું પામી શક્યો છું કે બાહ્ય જગતમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે કઇ રીતે આંતર વિશ્વમાં પણ સફળતા હાંસલ કરવી.
- રામ એસ.રામ, વ્યવસાય પરામર્શદાતા, સીંગાપોર. Email : ([email protected])
(૨) ફોર્ચ્યુન ૫૦૦માં જેની ગણના હતી એવી એક વૈશ્વિક આપૂર્તિ કરનાર શૃંખલાત્મક(Global supply chain) કંપનીનો હું ઉપાધ્યક્ષ હતો. આ પાંચ વર્ષ પહેલાની વાત છે. લગભગ બત્રીસ વર્ષની ઉંમરે દાક્તરી ચિકિત્સામાં એમ ફલિત થયું કે મને મધુપ્રમેહ (ડાયાબીટીસ) છે. મારા કુટુંબમાં માતૃપક્ષે અને પિતૃપક્ષે ડાયાબીટીસની લાંબી પરંપરા રહી છે. જ્યારે હું પરમહંસને મળ્યો, ત્યારે મેં એમને મારી સમસ્યા બાબત કહ્યું. મેં એમને વાત કરી ત્યારથી અત્યાર સુધીમાં આશરે સાડા ચાર વર્ષ પસાર થઇ ચૂક્યાં છે, પણ મારી રક્ત શર્કરાનું પ્રમાણ આજ સુધી એના સ્તર પર જળવાઇ રહ્યું છે. કોઇ પ્રકારના ભોજન પરહેજની જરૂરત વિના ન એ રોગનાં બીજા લક્ષણો દેખાયા છે.
પરમહંસની સાથે હું એમના અગ્રિમ ધ્યાનના કાર્યક્રમમાં ભાગ લેતો હતો. એમાં એક પદ્ધતિ એ હતી કે જે કારણો આપણને દૈવી આનંદનો લાભ લેતાં અવરોધ રૂપ બનતાં હતાં એમને શબ્દોમાં વ્યક્ત કરવાં. જે એવાં કારણ જણાતાં હતાં એ દરેક હજાર વ્યક્તિ સ્પષ્ટ શબ્દોમાં રજુ કરતી રહી. જે ઘડીએ અમે આ પ્રકારની પ્રસ્તુતી કરતા એ ઘડીએ કારણ એની મેળે અદૃશ્ય થઇ જતું. હું તો માત્ર એટલું કહી શકું કે અ-ભૌતિક સ્તર પર કોઇ ગહન કીમિયો કાર્ય કરી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે પરમહંસે એક અલૌકિક જ્વાલા ઉત્પન્ન કરી છે જેમાં અમારી અંદર ઘૂંધવાતા અવરોધો જેમને અમે શબ્દોમાં વ્યક્ત કર્યા એ જલીને રાખ થઇ ગયા. હું હવે એમ મહેસૂસ કરું છું જાણે મારી અંદર કોઇ લાગણીમય ચડાવ-ઉતાર રહ્યા નથી અને હું કોઇ પણ કાર્યક્ષેત્રમાં પૂર્ણ આનંદ અને એકાગ્રતા સાથે કાર્ય કરી શકું છું. હું તો એમ કહીશ કે એમણે મારી પર અનહદ પ્રેમ અને કરુણા વર્ષાવી છે અને અમે સૌ એક નવી જ હસ્તિ રૂપે ઊભરી આવ્યા છીએ.
- શ્રી નિત્ય સચ્ચિદાનંદ, આંતરરાષ્ટ્રીય નિર્દેશક અને નિત્યાનંદ કેન્દ્રના વરિષ્ઠ સ્વામી, લોસ એન્જેલીસ, અમેરીકા. ([email protected])
(૩) વિશિષ્ટ પ્રયાસ કર્યા વિના સહજ સરળતાપૂર્વક કોઇ કામ થઇ જાય એવી શક્યતા તો મારા માનવામાં કદી આવી ન્હોતી. પણ પરમહંસના ધ્યાનસ્થાવસ્થા કાર્યક્રમ દ્વારા મને એ શીખવા મળ્યું કે કઇ રીતે આપણે જે કાર્ય ઉપાડ્યું છે એ કરવાનો આનંદ માણી શકાય અને આપોઆપ બહુ સરળતાપૂર્વક અને સર્જનાત્મક રીતે મને ધાર્યાં પરિણામ મળવા માંડ્યાં અને એની સાથે એ પ્રાપ્ત થયાનો સંતોષ પણ.
– અપૂર્વી શેઠ, માર્કેટીંગ ડાયરેક્ટર,
સીંગાપોર.
Email : ([email protected])
(૪) જ્યારથી નિત્યાનંદે મને પહેલી વખત સ્પર્શ કર્યો, ત્યારથી મારી કાર્યશક્તિમાં તો આશ્ચર્યજનક વૃદ્ધિ થઇ જ, પણ મારા વ્યવસાયમાં પણ અનેક ગણી પ્રગતિ આવી. વ્યાવસાયિક નિર્ણયો લેવાની મારી જે ક્ષમતા હતી એ પણ જાણે એક જુદા આયામ પર આવી પહોંચી. ઉપરાંત, કૌટુંબિક વર્તુળમાં તથા બાહ્ય વર્તુળોમાં મારા સંબંધો ઘણા પરિપક્વ થતા ગયા. બેંગલોરના નિત્યાનંદ ગુરુકુળ આશ્રમમાં મારી પુત્રી છે અને હું એને એક બુદ્ધિશાળી, આત્મવિશ્વાસ ધરાવતી, અંતિમ વ્યક્તિ રૂપે ઊછરતી જોઇ શકું છું.
– ચરણપ્રિય, બિઝનેસમેન, પોન્ડીચેરી. Email : ([email protected])