દૈવી શક્તિનો સ્પર્શ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ(Healing) - તમે પણ ઉપચાર કરી શકો ■ જીવનમુક્ત ગુરુના સ્પર્શની અનુભૂતિ કરો
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ (Healing)
- તમે પણ ઉપચાર કરી શકો
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિ મને મારા પૂર્ણ આત્મ સાક્ષાત્કારની સાથે મળેલી બક્ષિશ છે, હું તમને વહેંચું છું. એ કોઈ પ્રકારના ધ્યાનનો કાર્યક્રમ નથી. એ તો ગુરુ તમને જે આપે એ એક પુનિત દીક્ષા છે. આ દીક્ષા તમને અસ્તિત્વની ઉર્જાની સાથે લયમાં મૂકે છે અને એ તમને ઉપચાર શક્તિ બક્ષે છે.
ઉપચાર વિધિ એટલે શું ?
પ્રબુદ્ધ ગુરુ ગૌતમ બુદ્ધ આ શબ્દ, ‘ઉપચાર’ શબ્દની સરસ વ્યાખ્યા આપે છે. એમનું કહેવું છે કે આ ઉપચાર વિધિ એ કોઈકને તેનું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે મદદ કરીને તેના પ્રત્યેની કરુણા અને કાળજી વ્યક્ત કરવાની એક રીત છે.
આ ઉપચાર પદ્ધતિ એ બીજું કંઈ નથી પણ વ્યક્તિને એની શારીરિક, માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીમાં સહાયક થવું એ છે.
સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય એટલે રોગની અનુપસ્થિતિ એટલું જ નથી. એમાં જીવનની સરળતા છે, જીવન કલ્યાણકારી હોવાનો ભાવ છે.આપણે માત્ર માણસ નથી જેમને બીમાર પડવું અને પછી સાજા થવું એ જ જીવન છે. આપણે તો પરમાનંદનું મૂર્ત સ્વરૂપ છીએ. આપણું સર્જન એટલા માટે થયું છે કે આપણે હંમેશા અસ્તિત્વના અલૌકિક અને પરમ આનંદિત સ્તર પર જીવીએ. સારા સ્વાસ્થ્યની એ જ વ્યાખ્યા છે.
ચક્રો અને ઉપચાર વિજ્ઞાન
યોગવિદ્યાના જન્મદાતા પ્રજ્ઞાપુરુષ પાતંજલિના મતાનુસાર આપણી કાયામાં સાત પ્રમુખ ચક્રો અથવા સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર હોય છે.
આ સાત ઊર્જા કેન્દ્રોની અસર આપણી શારીરિક માનસિક અને અસ્તિત્વલક્ષી પ્રવૃત્તિઓ પર પડે છે. એ આપણી અંદર રહેલ આધ્યાત્મિક સ્તરમાં સમાવિષ્ટ છે અને આપણી કાયામાંની સાત પ્રમુખ ગ્રન્થિઓ સાથે સંકળાયેલ છે. તે (ઉર્જા કેન્દ્રો) જે તે શારીરિક ગ્રન્થિઓની પ્રવૃત્તિઓ પર પણ બહુ પ્રભાવશાળી અસર કરે છે.
જ્યારે આપણાં ચક્રો પર કોઇ વિપરીત અસર પડે છે ત્યારે આપણી અંદર રોગ ઉત્પન્ન થાય છે. જો શરીર અને મન, બેઉ એકબીજા પ્રતિ સરળ-સ્વાભાવિક ભાવે રહે, ત્યારે એ સરળતા જ આપણામાં કલ્યાણકારી સહજતા પેદા કરે છે. જો મન અને કાયા બે એક બીજા સાથે સરળ સહજતામાં નથી હોતા તો આપણને અસ્વસ્થતા લાગે છે જેને આપણે રોગ (dis-ease) કહીએ છીએ અને ચક્રોની સ્થિતિ આ ચેન (સરળતા) કે બેચેની અભિવ્યક્ત કરે છે.
કાયાનું સંચાલન મન દ્વારા
કાયા એ હાર્ડવેર સમાન છે અને મન સોફ્ટવેર સમાન. આપણે હાર્ડવેરને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, જ્યારે ખરેખર તો સોફ્ટવેર છે જે સમસ્યાઓ પેદા કરે છે. સોફ્ટવેર બગડેલું (Corrupted) છે એટલે એ સતત હાર્ડવેરને શરીરને ખોટી સૂચનાઓ આપતું રહે છે. એ સમજી લો કે આપણું માનસિક બંધારણ અસ્વસ્થતા (Disease) અને મન અને કાયા વચ્ચેની અસંતુલનનું મૂળ કારણ છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ એટલે શું ?
નિત્ય આધ્યાત્મિક ઉપચાર એટલે બ્રહ્માંડની (વૈશ્વિક) દ્વારા ઉપચાર. આપણે વિવિધ રૂપમાં જે શક્તિને ઓળખીએ છીએ, જેમ કે, વિદ્યુત શક્તિ, એના કરતાં વૈશ્વિક શક્તિ સાવ જુદી છે. વિદ્યુત શક્તિને એનું પોતાનું બૌદ્ધિક તત્ત્વ નથી હોતું. તમે જો વિદ્યુત સોકેટમાં વીજળીનો ગોળો (બલ્બ) મૂકો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ ગોળો પ્રકાશ પાથરશે. જો તમે એ સોકેટમાં આંગળી નાંખશો તો એ જ વિદ્યુત પ્રવાહ વહેશે, પરંતુ તમને વીજળીનો આંચકો લાગશે. વીજળીમાં સ્વ-બુદ્ધિ નથી હોતી કે પ્રવાહ રૂપે વહેવાના સમયે એ નક્કી કરી શકે કે શું કરવું. પણ વૈશ્વિક શક્તિ એ શુદ્ધ સમજશક્તિ (Intelligence) છે.
જો કે વૈશ્વિક શક્તિની તુલના કેટલીક વખત વિદ્યુત પ્રવાહ સાથે કરવામાં આવે છે, પણ એ સાવ જુદી છે. એ કદી કશું ખોટું નથી કરી શકતી. કારણ કે એને એની પોતાની સ્વતંત્ર સમજણ છે.
કોણ શક્તિ લઈ શકે? જેનું મન અને હૃદય ખુલ્લુ છે
કોણ શક્તિ લઇ શકે? કોઇ પણ વ્યક્તિ જેને એની જરૂરત છે એ શક્તિ મેળવી શકે છે. એમાં કોઇ બંધન નથી. કેટલાક સંકેત છે જેના આધારે વ્યક્તિ સહેલાઇથી શક્તિ મેળવી શકે છે. જે પોતાના તર્કનો ઉપયોગ કરીને આ શક્તિ સંબંધી પ્રશ્નો ઊભા કરે છે તેમના કરતા, જેમના મન અને હૃદય ખુલ્લા છે એ વધારે સહેલાઇથી અને ત્વરિત રીતે શક્તિ મેળવે છે.
આ વિભાવના કે ખ્યાલ સમજવાનો પ્રયાસ કરો અને પૂર્ણ નિખાલસતા અને નિષ્ઠાથી એને અપનાવો એ પૂરતુ છે. બસ હિમ્મતે અને ખુલ્લાપણાથી આનો પ્રયોગ કરો. પ્રયોગ કરતા પહેલા કોઇ પણ પ્રકારની અનુભૂતિની સાબિતી માંગ્યા વિના તમારા વિચારો, સમજ શક્તિ, લાગણીઓ અને આત્માને સુગ્રંથિત કરી આ વિભાવના કે ખ્યાલ (Concept)ને અપનાવો.
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ(Healing) - તમે પણ ઉપચાર કરી શકો
નિત્ય આધ્યાત્મિક ઉપચારની દીક્ષા
નિત્ય આધ્યાત્મિક ઉપચારની દીક્ષાને આત્મજ્ઞાન સાથે સીધો સંબંધ છે. એ તો સમસ્ત પ્રક્રિયાની આડઅસર કે આડપેદાશ છે. મુખ્ય અસર કે પ્રભાવ એ છે કે જ્યારે તમે એક ઉપચારક તરીકે સેવા આપો છો ત્યારે હકીકતમાં તો તમે તમારા અસ્તિત્વના ગહનતમ ઊંડાણને સ્પર્શો છો, એના સંપર્કમાં આવો છો.
નિત્ય આધ્યાત્મિક ઉપચારક માટેની દીક્ષા દ્વારા ગુરુ (Master) મહારાજ આનંદ ગંધ ચક્રની ઊર્જાનું પ્રાપ્તિ દ્વાર ખોલી આપે છે.
આનંદ ગંધ ચક્ર
આનંદ ગંધ ચક્ર એ આપણી અંદર રહેલ એક એવું ઊર્જા કેન્દ્ર છે જેમાં આપણાં સાત ચક્ર, આપણાં સાત સૂક્ષ્મ ઊર્જા શરીર, અને પાંચ કોષ બધા પડી ભાગે છે, વિલિન થાય છે. એ આપણી સમસ્ત ઊર્જાનું ઉદ્ગમસ્થાન છે અને એનું સીધું અનુસંધાન વિશ્વવ્યાપક વૈશ્વિક શક્તિ સાથે છે. આનંદ ગંધ ભૌતિક કાયામાં સમાવિષ્ટ નથી, એનું તો આધ્યાત્મિક મહત્વ છે.
જ્યારે આત્મિક ચેતના ધરાવતી વ્યક્તિ કોઇ ઉપચારકને દીક્ષા આપે છે, ત્યારે એ આનંદ ગંધ ચક્રનું પ્રવેશ દ્વાર ખોલી આપે છે, જેથી કરીને દરેક ક્ષણે દૈવી શક્તિની પહોંચવામાં રહેવાય છે. જ્યારે તમે આનંદ ગંધમાં રહો છો, ત્યારે તમે આત્મજ્ઞાની કે જીવનમુક્ત હો છો. કારણકે તમે વૈશ્વિક શક્તિ સાથે એકાકાર થઇ જાઓ છો.
ગુરુ (માસ્ટર) આનંદ ગંધમાં સ્થિત હોય છે. જ્યારે આપણે આનંદ ગંધમાં હોઇએ છીએ, ત્યારે એ જ ઊર્જા
જ્યારે તમે એક ઉપચારક તરીકે સેવા આપો છો ત્યારે હકીકતમાં તો તમે તમારા અસ્તિત્વના ગહનતમ ઊંડાણને સ્પર્શો છો
સ્ત્રોત સાથે આ પ ણો અ નુ બં ધ બંધાય છે. માટે ઉપચારક સંરક્ષક શક્તિ એક નવીન જીવન અર્પવાની, નવીન ઊર્જા અર્પવાની અને રોગનો ઉપચાર કરવાની ક્ષમતા ધરાવે છે.
આનંદ ગંધ ધ્યાનના કેટલાક લાભ
જ્યારે પ્રતિદિન તમે આનંદ ગંધચક્રનું સતત ધ્યાન ધરો છો ત્યારે બાહ્ય જગતનું કંઈ પણ તમારા આંતર જગતને ખળભળાવી નથી શકતું. જો તમારી આજુબાજુ બધું જ નિષ્ફળ થઇ રહ્યું હોય, તો પણ તમે સ્થિર અને મજબૂત હશો. તમે બહુ જલ્દી એ કક્ષાએ પહોંચી જશો જ્યાં આ ધ્યાન જ તમારા અસ્તિત્વની એક સ્વાભાવિક સ્થિતિ બની રહેશે. તમે કાયમ માટે આનંદ ગંધમાં જ રહેશો.
આ ધ્યાન તમને આપે છે
સત્: પ્રત્યેક વસ્તુમાં સ્પષ્ટતા
તમે દરેક વસ્તુને તટસ્થતાપૂર્વક જોશો; તમને દરેક બાબત સ્પષ્ટ દેખાશે. કારણકે હવે ન તો તમને લાલચ કે ન ભય સંચાલિત કરશે.
ચિત: ચેતના
જે કંઈ તમે કરશો એ ઉત્સાહપૂર્વક કરશો. તમારી કાયાના દરેક છિદ્ર, દરેક કોષમાંથી ઊર્જા અને ઉત્સાહ પ્રસરશે. સહેજ પણ થાક્યા કે કંટાળ્યા વિના તમે એક પછી એક નિર્ણયાત્મક પગલું માંડતા જશો. બીજી
નિત્ય આધ્યાત્મિક ઉપચારક
| માટેની દીક્ષા દ્વારા માસ્ટર | મહત્વપૂર્ણ વાત |
|---|---|
| આનંદ ગંધ ચક્રની ઉર્જાનું | એ છે કે છેક |
| દ્વાર ખોલી આપે છે. | સુધી એ જ |
| ઉત્સાહ અને એ |
જ બૌદ્ધિક સમજ જળવાઈ રહેશે.
આનંદઃ અકારણ આનંદ
બાહ્ય વિશ્વમાં કંઈ પણ બને, પરંતુ તમે સદા આનંદિત રહેશો.
સતત આનંદ ગંધમાં રહેવાના કારણે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુચારુ જળવાઈ રહેશે. તથા સાથે સાથે બાહ્ય વિશ્વમાં જે કંઈ ઘટે એને સંતુલિત મનોભાવપૂર્વક નિરખવા અને સ્વીકારવાનું સમતોલપણું જળવાશે.
નિત્ય આધ્યાત્મિક સ્વાસ્થ્ય સંરક્ષણ એ બમણી લાભદાયી ટેકનીક છે. ઉપચારક તરીકે તમને એમાંથી પરમાનંદ થશે જ, પણ જે વ્યક્તિને ઉપચાર મેળવે છે તેને સ્વાસ્થ્ય મળશે. માટે જ આ એક સર્વોત્કૃષ્ટ ટેકનીક છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચારના લાભ
(૧) કેન્સર, દમ, હર્નીયા, ડાયાબીટીસ, સાઇનસનો સોજો, મૂત્રપિંડમાં બગાડ, હાઇ બ્લડ પ્રેશર, ચર્મરોગ, અનિદ્રા, આધાશીસી, એલર્જી વગેરે શારીરિક રોગો મટવા.
(૨) માનસિક સમસ્યાઓ, જેવી કે, ચિંતા અને હતાશા, ખોટી ભીતિ (Phobia) વગેરેમાં રાહત.
(૩) શારીરિક ઇજાઓ, જેવી કે, દાઝવું, દુઃખાવો, સતત રહેતી વેદના વગેરેનું ત્વરિત મટવું.
(૪) વાંઝિયાપણું વગેરે સ્ત્રી રોગોના ઉકેલ.
સેવાઓ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર સેવા વિશ્વમાં વિસ્તારિત ઉપચાર સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા નિઃશુલ્ક વિતરિત કરવામાં આવે છે. તથા એવા નિઃશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત રાખવામાં આવે છે. વૈશ્વિક શક્તિ દ્વારા ઉપચારની આ વિશિષ્ટ સેવા એ ઉપચારક માટે એક ધ્યાનની પ્રક્રિયા છે. અને આ શક્તિ લેનાર માટે એક ઉપચાર છે. અને એની કોઇ આડઅસર થતી નથી એથી બધી રીતે સલામત છે.