જીવન મુક્તિ માટેના ધ્યાન
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
સ્થિર ધ્યાન :
૧. ત્રીજા નેત્રનું ધ્યાન
સમગ્ર જગતને એક સ્વપ્નરૂપ જુઓ અને તમારી અંતર્ગત ઉન્નત બુદ્ધિતત્ત્વ પ્રતિ જાગ્રત થાઓ.
સમયગાળો : લાગુ પડતો નથી.
આ ધ્યાન રાત્રે સૂવા જતાં પહેલાં કરવાનું હોય છે.
તમારી પથારી પર સીધા બેસો. તમારી આંખો બંધ કરો. તમારી પાસે ત્રીજી જ્ઞાનની આંખ (નેત્ર) છે તે પ્રત્યે જાગ્રત (સજાગ) થાઓ, જેને કહે છે “આજ્ઞાચક્ર.” આ તમારી બે આંખોની ભ્રમરો વચ્ચે આવેલું સૂક્ષ્મ શક્તિનું કેન્દ્ર છે. તેના પર તમારે ચિંતન કરવાનું નથી, તેના પર તમારે મનને ખેંચવાનું નથી. માત્ર પૂર્ણ જાગ્રત રહો અને તે પણ હળવા મનથી.
આજ્ઞાચક્ર બાબતે જાગ્રત રહો અને વળી પ્રાણની, જીવનશક્તિની ગતિ પ્રત્યે પણ જાગ્રત (સજાગ) રહો. તમે ધ્યાનપૂર્વક નીરખો. પ્રાણ તમારા શરીરમાં કઈ રીતે ગતિ કરી રહ્યા છે, કઇ રીતે અંદર લેવાતો શ્વાસ તેની સાથે વધારે શક્તિ લાવે છે અને કઈ રીતે બહાર જતો શ્વાસ (ઉચ્છ્વાસ) તમારા શરીરને હળવું ફૂલ બનાવે છે તેનો અનુભવ કરો.
ફરીવાર, (કહું છું કે) ધ્યાન-ચિંતન ન કરો. માત્ર જાગ્રત રહો અને આજ્ઞાચક્રને અને અંદર-બહાર આવતા જતા શ્વાસ ને હળવી રીતે અનુભવો.
હવે, સૂવાની સ્થિતિમાં આવી જાઓ. તમે જ્યારે નિદ્રાધીન થાઓ ત્યારે ત્રીજા નેત્ર વિશે જાગ્રત રહો. તમે જ્યારે નિદ્રાધીન થાઓ ત્યારે નક્કી કરો, ‘હા, હવે નિદ્રાધીન થાઉં છું.’ તમે એ વિશે સજાગ રહો કે ક્યારે તમારું ચિત્ત મંદ (શિથિલ) બને છે, ક્યારે તમે તમારી જાતને અંધકારમાં જાણે અદૃશ્ય કરી દો છો, ગાઢ નિદ્રામાં પડી જાઓ છો.
નિદ્રાધીન થતાં પહેલાં તમે જો ત્રીજા નેત્ર બાબતે સજાગ રહો તો તેટલું પૂરતું છે. કારણ કે સજાગાવસ્થા દરમ્યાન તમારો પ્રાણ ત્યાં જ ઘૂમ્યા કરે છે. તમે જેવા નિદ્રાધીન થાઓ, પ્રાણ ત્રીજા નેત્રથી નીચલી તરફ ગતિ કરવાનું શરૂ કરે છે.
બીજું, આખા દિવસ દરમ્યાન, જ્યારે પણ તમને યાદ આવે ત્યારે વિચારો કે આ વિશ્વ વાસ્તવિક નથી, તમે માત્ર સ્વપ્ન જ જુઓ છો, તમે જે કાંઈ જુઓ છો તે માત્ર સ્વપ્ન જ છે. સચેત રીતે યાદ કરો કે તમે જે કાંઈ કરો છો, પછી તે જમવાનું હોય, ઊંઘવાનું હોય, ચાલવાનું હોય, પીવાનું હોય, ચલાવવાનું હોય અથવા તમારી ઓફિસમાં બેસવાનું હોય, એ બધું માત્ર સ્વપ્ન જ છે.
તુરંત જ તમે તમારી જાતને કહેશો, "હું કઈ રીતે વિચારી શકું કે આ વિશ્વ એ સ્વપ્ન છે? આ વિશ્વ તો ખરેખર વાસ્તવિક છે." મહેરબાની કરી સ્પષ્ટ રહો કે વાસ્તવિક અને સત્ય વચ્ચે પણ ભેદ (તફાવત) છે. "આખું જગત સ્વપ્ન છે" આ તમારે માટે વાસ્તવિક ન હોય, કારણ કે તમે જે માપદંડ વડે માપો છો કે કોઈ વસ્તુ વાસ્તવિક છે કે નહિ તે જ પોતે ચોક્કસ-બરાબર ન હોય!
તમે એક વખતે આ પદ્ધતિ પર કામ કરવાનો પ્રયત્ન કરો તો થોડાક જ દિવસોમાં તમે આ શબ્દો પાછળનું સત્ય સમજી શકશો. તે તમને સત્ય પ્રતિ લઈ જશે. તમારા તાર્કિક મન માટે એ કદાચ વાસ્તવિક ન હોય, પરંતુ ઊંડા સ્તર પર તે જ વાસ્તવિક છે અને સત્ય પણ છે.
તેથી આખો દિવસ, તમને જ્યારે પણ યાદ આવે, તમારી જાતને કહો; "આ વિશ્વ સ્વપ્ન છે. હું જે કંઈ જોઉં છું તે સ્વપ્ન જ છે." અને ધીરજથી તમે જોશો કે આખી રજૂઆત એમ જ વિલીન થઈ જશે, તે પછી તમે જોશો કે જાણે એક પડદા પર આ આખી સ્વપ્ન સૃષ્ટિ આકાર લઈ રહી છે!
વધુ અગિયાર દિવસ સુધી આ પ્રયત્ન ચાલુ રાખો. તમારી સમક્ષ જે કંઈ બની રહ્યું છે, તમે જે કંઈ અનુભવી રહ્યા છો, તે માત્ર બદલાતું સ્વપ્ન છે, તમે આ જ યાદ રાખો, બસ એટલું જ.
એક અગત્યની વાત જાણવા જેવી છે, કોઈ પણ વિચાર જે તમે સતત અગિયાર દિવસ સુધી યાદ રાખો છો તે આખરે તમારી સ્વપ્નાવસ્થામાં દાખલ થઈ જાય છે. તેથી જ્યારે તમે સ્વપ્નાવસ્થામાં હશો ત્યારે તમને એ ખબર રહેશે કે તમે સ્વપ્નું જોઈ રહ્યા છો. જો સ્વપ્નાવસ્થામાં તમને ખ્યાલ રહે કે તમે સ્વપ્નને જોનાર છો, તો તમે સ્વ-જાગૃત થઈ ગયા. (એટલે કે તમારા સ્વ-સ્વરૂપ પ્રત્યે જાગૃત થાવ છો)
સતત અગિયાર દિવસ સુધી તમે જો તમારી જાતને કહો કે તમે ડૉક્ટર છો, પરંતુ તમે ખરેખર તો વ્યવસાયે વકીલ છો, તમારા સ્વપ્નમાં તમે તમારી પોતાની જાતને એક ડૉક્ટર તરીકે જોશો. તમારે તમારી ઓળખ બદલવી હોય, તો માત્ર અગિયાર દિવસો પૂરતા છે. તે પછી તમે તમારી નવી ઓળખ અભિવ્યક્ત કરશો.
આ વિચાર જો તમારા આંતરમન એટલે કે સ્વપ્નાવસ્થામાં પ્રવેશી જાય છે, તો તેનાથી તમારા સમગ્ર અસ્તિત્વ પર એક ખૂબ જ મોટો ઘા રૂઝવા જેવી (Healing)અસર તમે અનુભવશો. આ એક અનુભવ જ પૂરતો છે; તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણું જ મોટું સમતોલપણું (સમત્વ) અનુભવશો. તેટલું જ નહિ, અચાનક તમે જોશો તમારામાં એવી શક્તિ આવે છે જેનાથી તમે જેને તમે વાસ્તવિકતા તરીકે વિચારો છો તે બદલી શકો છો. જે પરિસ્થિતિઓ બાબતે તમે વિચારતા હતા કે તમે તે ક્યારેય બદલી નહિ શકો તે તમને બદલાતી જણાશે. જે પડદા પર તમે આ આખું સ્વપ્ન પ્રોજેક્ટ કરો છો અને જુઓ છો હું તેને ચિત્ત કે પ્રાણ કહું છું. તમે જ્યારે પડદો જોવાનું શરૂ કરો છો જેના પર તમે
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
આ આખું સ્વપ્ન દર્શાવો (પ્રોજેક્ટ કરો) છો, તમે તે પડદો સ્વપ્નાવસ્થામાં પણ સજાગતા સાથે જોઈ શકશો.
બીજો પ્રશ્ન જે મન પૂછશે તે એ છે કે, “જો હું સ્વપ્ન જોઉં છું તો પછી બીજું કંઈ કામ કરવાનું ચાલુ શા માટે રાખવું જોઈએ?” આ બધું જો સ્વપ્ન જ હોય તે પછી પણ તમે કાર્ય કરી શકો છો. તેમાં કંઈ ખોટું નથી. તમે કાર્ય કરવાનું ચાલુ રાખવા ઇચ્છતા નથી કારણ કે તમે તમારી જાતને ગંભીરતાથી લો છો. તમે જો યાદ રાખો કે તમે સ્વપ્ન જુઓ છો, તો પછી તમે સ્વપ્ન જોતા હો કે સ્વપ્ન ન પણ જોતા હો તે તમારા માટે કોઈ ફેરફાર લાવવાનો નથી. પછી તમે હળવા થઈ જાઓ છો અને જીવનને એની મેળે જ વીતવા દો છો, તમે પછી જીવનપ્રવાહમાં આવી જશો.
અચાનક તમારી સમજશક્તિ જાગ્રત થશે. તમે એવા સત્ય પ્રત્યે જાગ્રત થશો કે આ સમગ્ર વસ્તુ જ તમારું પોતાનું દ્રશ્ય (પ્રોજેક્શન) છે. પછી તમે એ જ વ્યક્તિ તરીકે રહી નહિ શકો કારણ કે તમને સત્યનું દર્શન થશે.
૨. દરેક વસ્તુનો તમારામાં સમાવેશ કરો.

તમારી ચેતના (કોન્સીયસનેસ) વિસ્તારિત કરો.
સમયગાળો : ૨૧ મિનિટ
પગલું એક : સમયગાળો : ૨ મિનિટ
સીધા બેસો. હવે તમારા શરીરની હદને સ્પષ્ટ રીતે અનુભવો. તમે જે ઓરડામાં બેઠા છો તેને જુઓ.
પગલું બે : સમયગાળો : ૫ મિનિટ

હવે તમારી આંખો બંધ કરો અને જે ઓરડામાં તમે બેઠા છો તેને તમારી અંદર અનુભવો. તમારામાંનો અવકાશ વિસ્તારિત થાય છે, જેમાં તમે તમારા પોતાના શરીરની હદ ઉપરાંત તમે આખા ઓરડા ને સમાવી લો છો.
પગલું ત્રણ : સમયગાળો : ૨ મિનિટ.
તમારી આંખો ખોલો, બહાર જાઓ અને તમારી આસપાસનાં વૃક્ષો અને મકાનો તરફ જુઓ.
પગલું ચાર : સમયગાળો : ૫ મિનિટ
હવે તમારી આંખો બંધ કરો અને તમારી જાતને વિસ્તૃત થયેલી અનુભવો જેમાં તમે તમારી આસપાસનાં બધાં જ વૃક્ષો અને મકાનોને સમાવી લો છો.
પગલું પાંચ : સમયગાળો : ૨ મિનિટ
તમારી આંખો ખોલો અને ખુલ્લા આકાશ તરફ જુઓ.
પગલું છ : સમયગાળો : ૫ મિનિટ
હવે તમારી આંખો બંધ કરો અને આખા આકાશને તમારામાં સમાવિષ્ટ થયેલું અનુભવો.
આ ઘણું જ સબળ ધ્યાન છે જે દરેકને, આજુબાજુની દરેક વસ્તુને તમારામાં સમાવે છે કે જાણે તમારો જ ભાગ હોય, તે તમારા રોજિંદા જીવનનો પણ ભાગ બની શકે છે.
ઉદાહરણ તરીકે, તમે કોઈ કામ કરતા હો તો તમે કામ જે કોઈ સાધનથી કરો છો તેને તમારા ભાગ તરીકે જુઓ અને તમારી જાગૃતતામના ક્ષેત્રને વિસ્તૃત કરો. કહો કે તમે તમારા કમ્પ્યુટર પર કામ કરો છો, તમે ખુરશીમાં બેઠા છો અને તમારું કમ્પ્યૂટર તમારી સામે ટેબલ પર છે. તે કમ્પ્યૂટરને, ખુરશીને, ટેબલને અને તમારી ઓફિસની જગ્યાને તમારામાં તમારા જ પોતાના એક ભાગ તરીકે સમાવેશ કરો. તમારી આંખો બંધ કરો અને તે બધાંને તમારા જ એક ભાગ તરીકે અનુભવો.
તમારી આસપાસ કામ કરતાં લોકોને તમારામાં સમાવી લો તમારા પોતાના ભાગ તરીકે, તે પછી તમારા સહકર્મચારીઓ હોય કે સાથે કામ કરનારા હોય કે તમારા સમૂહમાંના લોકો હોય વ્યક્તિગત આત્મા કે ચેતનાને સામૂહિક આત્મા કે ચેતના તરીકે વિસ્તૃત થવાનો આનંદ અનુભવો. જો તમારો આખો સમૂહ આ ધ્યાન કરે તો વ્યક્તિગતતા સુંદર રીતે એકબીજામાં ઓગળી જશે અને તેનાથી અહંકારના સંઘર્ષો આપમેળે જ ઉકેલાઈ જશે.
૩. ઉદ્ગમસ્થાન શોધો
તમારા વિચારોનું ઉદ્ગમ સ્થાન શોધો અને અસ્તિત્વ કે જે છેવટનું ઉદ્ગમ સ્થાન છે તે પ્રતિ જાગ્રત બનો.
સમયગાળો : લાગુ પડતો નથી.
જ્યારે તમે માત્ર બેસો જ છો, ત્યારે સ્વાભાવિક રીતે કોઈ વિચાર તમારામાં ઉદ્ભવે છે. તમે જુઓ કે તે વિચાર ક્યાંથી ઉદ્ગમ પામે છે અથવા શરીરનો કયો ભાગ તે વિચારથી હલનચલન(Movement) કે લાગણી અનુભવે છે.
તમે જોશો કે એક પછી એક દરેક વિચાર કોઈ પ્રકારનો સંચાર પેદા કરે છે, શરીરના કોઈ અંદરના અવયવમાં. હવે એ જોવાનો પ્રયત્ન કરો કે કયો વિચાર ક્યા સંચાર સાથે સંબંધ ધરાવે છે જે તમારા શરીરમાં આકાર પામે છે. તમે તે આંતરિક અવયવને ક્યાં આવ્યો છે તે જોવાનો પ્રયત્ન કરો અને તેના સંચારનો અનુભવ કરો. આ એ જ અવયવ છે જે વિચાર ઉત્પન્ન કરે છે જે તમારા મનમાં આવે છે. આવું તમારા દરેક વિચાર સાથે કરો. તમે જ્યારે આ પદ્ધતિ સાથે પ્રયોગ કરો છો અને તે ચોવીસ કલાકની અંદર તમારા માટે કોઈ સંકેત (ક્લિક) આપે છે તો તે પદ્ધતિ તમારા માટે જ છે. જો તેમ ન થાય તો બીજી પદ્ધતિઓ અજમાવવાનું ચાલુ રાખો. આ એ પદ્ધતિ છે જે તમને જીવન મુક્ત સ્થિતિનો સીધો જ અનુભવ કરાવી શકે છે.
૪. તમારી આંખોની પાંપણોને જાણે પક્ષીનાં પીંછાં હોય તેમ સ્પર્શ કરો
“કુંડલિનીશક્તિ” જાગ્રત કરવાની સબળ પદ્ધતિઓમાંની આ એક પદ્ધતિ છે. કુંડલિનીશક્તિ એ તમારામાં રહેલી અત્યંત અસરકારકશક્તિ છે. આ સુંદર પદ્ધતિ શરીરમાં સંવેદનશીલતા વિકસિત કરવા માટેની છે.
સમયગાળો : ૩૦ મિનિટ
તમારી આંખો બંધ કરો અને આંખની પાંપણોને સ્પર્શ માત્ર કરો તમારી આંગળીઓના ટેરવાથી એટલા હળવેથી કે જાણે તમે એક પીંછાથી સ્પર્શો છો. તમને ગમે તો તમે ખરેખર પીંછુ પણ ઉપયોગમાં લઈ શકો. પીંછું જ્યારે આંખને અડે છે ત્યારે વળી જવું જોઈએ નહીં. જો તે વળી જાય તો તેનો અર્થ એ થયો કે તમે આંખની પાંપણો પર વધારે પરંતુ જોર અજમાવો છો. આ પદ્ધતિમાં વધારે પડતું જોર ચાલી શકે નહિ. તમારે માત્ર પીંછા વડે અડકો એટલી હળવેથી સ્પર્શ કરવાનો છે.


એ તો એમ છે કે તમે જાણે સ્પર્શી રહ્યા છો, પરંતુ સ્પર્શતા નથી. તે જાણે એમ કે તમારી આંગળીઓ આંખો પર હોય છે અને છતાંય તેના પર દબાણ કરતી નથી. તમારા હાથને સારી રીતે સમતોલ રાખો અને તમારી આંગળીઓનાં ટેરવાથી તમારી આંખોની પાંપણોને સ્પર્શો. કદાચ શરૂઆતમાં તમારા હાથ ધ્રૂજે અને તમે ક્યાં તો વધારે ભારથી કે વધારે હળવાશથી સ્પર્શ કરો છો, અથવા તમે તમારી આંખોની પાંપણોને કદાચ સ્પર્શ ન પણ કરતા હો.
તમે જ્યારે તમારી આંખોની પાંપણોને એક પીંછાના જેવો હળવો સ્પર્શ કરી શકો છો, તમે તમારી આંગળીઓ અને આંખો વચ્ચે એક સબળ શક્તિનો સંબંધ બંધાતો જોઈ શકશો. હળવેથી, તમે અનુભવશો કે તમારી આંગળીઓ અને હાથ તમારી આંખોના જ ભાગ બની ગયાં છે.
અત્યારે તમે જ્યારે તમારી આંખોને બંધ કરી દો છો, તમે તમારી હદને તમારી આંખોની પાંપણોની અંદર જ વિલીન થતી અનુભવો છો. પરંતુ તમારા પીંછા જેવા હળવા સ્પર્શથી તમારી આંખોને એમ લાગશે કે તે વિસ્તૃત થઈ છે! જો તમે આપેલો ભાર (દબાણ) યોગ્ય હશે તો તમને આ અનુભવ થશે. તમે જે સંવેદના આંતરિક રીતે અનુભવો છો તેવી જ સંવેદના તમારી આંખોએ બહાર અનુભવવી જોઈએ, સાથે સાથે આંગળીઓએ પણ.
તમે એક વખત જો આ પદ્ધતિ ઉત્કટતાથી અજમાવવાનું શરૂ કરો છો તમે એ જોઈ શકશો કે તમારી શક્તિ તમારી અંદર જ ઘૂમતી રહે છે નહિ કે સામાન્ય રીતે તમે જે અનુભવો છો તેમ આંખો દ્વારા બહાર વહી જતી હોય. એ સમજી લો કે જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો, બહારનાં દ્રશ્યો દેખાતાં બંધ થઇ જાય છે, બહાર વહી જતી શક્તિ રોકાઈ જશે. પરંતુ તેમ છતાં, તમારી અંદર, કેટલાંક દ્રશ્યો ફરતાં જ રહેશે અને તમારી શક્તિ તો વેડફાતી જ રહેશે. તમે જો તમારી અંદરનાં અને બહારનાં દ્રશ્યો રોકશો તો જ પ્રબુદ્ધ(જીવન મુક્ત) સ્થિતિ પ્રાપ્ત થશે.
આ પદ્ધતિ એક વખત પણ સમતોલન મેળવવા માટે છેવટે અડધો કલાકનો સમય તો લે જ છે. એક વખત પણ પોતાની જાતને સંપૂર્ણ સમતોલન કરવા માટે આ ‘ફેધર ટચ’ પદ્ધતિની ઓછામાં ઓછી એક મહીનાની રોજની પ્રેક્ટીશની જરૂર રહેશે.

ક્રિયાશીલ ધ્યાન
૧. દૈવી આનંદમય નૃત્ય.
તમારી જ પ્રચંડ આંતરિક ઉર્જાથી કાયાકલ્પ કરો. આંતરિક સઘન પ્રશાંતિ દ્વારા તણાવમુક્ત/બિન્ધાસ્ત બનો.
સમયગાળો : ૩૧ મિનિટ.
મુક્ત નૃત્ય એટલે કોઈ નિશ્ચત પગની ગતિ કે નિયમો વિના કરવામાં આવતું નૃત્ય. તમારા શરીરને તેની ઇચ્છા મુજબ ફરવા દો, જેમ કે તમે રમત રમતા હો, તમારી જાતે આનંદિત થતા હો અને નૃત્યની જબરદસ્ત શક્તિના તમે ભાગ બનો છો.
મુક્ત નૃત્યના બે તબક્કા છે: નૃત્ય કરવું અને આરામ લેવો.
તબક્કો ૧ : સમયગાળો : ૨૧ મિનિટ.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
તમારી આંખો બંધ કરો અને નૃત્ય કરવાની શરૂઆત કરો. નૃત્યના પગલાંની ચિંતા ન કરો. તમારા શરીરને તેની પોતાની મરજી મુજબ મુક્ત રીતે હલનચલન કરી શકે તેમ કરવા દો. તમે કેવા દેખાઓ છો તેની ચિંતા ન કરશો. તમારાં કપડાં પણ કેવા લાગે છે તે બાબતે ચિંતા ન કરશો. કોઈ તમને જોતું નથી. આ કંઈ સ્ટેજ પરનો શો નથી.
તમે આ રીતે નૃત્ય કરતા રહેશો તો તમારી અંદર વધારે ને વધારે શક્તિ ઉછાળા મારશે અને તમે તે કરતા જ રહેશો. જેટલું વધારે નૃત્ય તમે કરશો તેટલા શક્તિપૂર્ણ તમે તે કરતા જ રહેશો. જેટલું વધારે નૃત્ય તમે કરશો તેટલા શક્તિપૂર્ણ તમે બનશો! તમને જરાય થાક નહીં લાગે.
નૃત્યમાં ઊંડા ઊતરો. જેટલું ઝડપી નૃત્ય કરી શકો એટલું કરો, જેટલું મુક્ત રીતે કરી શકો એટલું કરો. તમારી જાતને સંપૂર્ણ રીતે ભૂલી જાઓ. તમે પોતે જ નૃત્ય બની જાઓ.
તબક્કો ૨ : સમયગાળો : ૧૦ મિનિટ.
એકવીસમી મિનિટના અંતે તમે જ્યાં હો ત્યાં, જે પણ સ્થિતિમાં હો તે રીતે તમને જમીન પર પાડી દો. આડા પડી જાઓ. શાંત થઈ જાઓ અને સ્થિર થઈ જાઓ.
આવા ઝડપી ગતિથી અચાનક સ્થિરતાના અચાનક બદલાવમાં તમે એક જાતનું ખાલીપણું અનુભવશો. કોઈ વિચાર હશે નહિ પરંતુ તમે ઊંડી શાંતિનો અનુભવ કરશો.
થોડી ક્ષણોમાં જ, વિચારો ફરીથી પાછા આવવા માંડશે. તમારા વિચારોને શાંતિથી નીરખો. તેમની સાથે લડાઈ કરશો નહિ, તેમનામાં ખોવાઈ પણ ન જશો. માત્ર જાગ્રત રહો. તે સાથે તમે તમારામાં રહેલી સતત શાંતિ વિશે જાગ્રત થશો, આ એવી મહાન શાંતિ છે જે વિચારો પાછા આવે તે પછી પણ કાયમ રહે છે. આ શાંતિ દિવસભર અનુભવો, આખો દિવસ તમે જ્યાં જાઓ ત્યાં. આ શાંતિને તમારી નિદ્રામાં પણ અનુભવો. તમે જ્યારે ફરી જાગશો ત્યારે નવીન અને સ્ફૂર્તિલા હોવાનો અનુભવ કરશો.

૨. ચક્રાવો લેવો
તમારા અસ્તિત્વનું સ્થિર કેન્દ્ર શોધી કાઢો. સમગ્ર અસ્તિત્વ સાથે લીન બની જાઓ.
સમયગાળો : ૩૧ મિનિટ.
આ સુંદર અને સ્વાભાવિક ધ્યાન છે જેનાથી તમે કેન્દ્રિત થઈ શકો છો.
આ ધ્યાનના ત્રણ કલાક અગાઉ કોઈ ખોરાક કે પીણું લેશો નહિ. આ ધ્યાનના બે ભાગ છે: ચક્રાવો લેવો અને આરામ કરવો.
ચક્રાવો લેવો
ચક્રાવો લેવાની ક્રિયા સામાન્ય રીતે ઘડિયાળના કાંટાની દિશાની વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે. જેમાં જમણા હાથને ઊંચે ધરવામાં આવે છે, જમણા હાથની હથેળીને ઉપર તરફ ખુલ્લી રાખવામાં આવે છે અને ડાબા હાથને નીચો અને ડાબા હાથની હથેળીને નીચી જમીન તરફ ખુલ્લી રાખવામાં આવે છે.
તમને જો ઘડિયાળના કાંટાની દિશાની વિરુદ્ધ દિશામાં ચક્રાવો લેવાનું અનુકૂળ ન જણાતું હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં પણ ચક્રાવો લેવાનું બદલી શકો છો.
તમે ચક્રાવો લેવાનું ધીમેથી શરૂ કરો. તેમાં તમારા સમગ્ર શરીરને મૃદુ (કોમળ) અને કોઈનો પણ વિરોધ ન કરે તેવું થવા દો. જેવા તમે ચક્રાવો લો છો, તમારી પાસેથી પસાર થતી આકૃતિઓ ઝાંખી થશે. તેમને ઝડપથી પસાર થવા દો. કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન ન કરશો કારણ કે ધ્યાન કેન્દ્રિત કરતાં તમને ભ્રમિત અને ઉબકો આવે તેવા બનાવી દેશે.
ધીમેથી ગતિ પકડતા જાઓ અને ચક્રાવો (ચક્રાકાર) બની જાઓ. તેમાં ક્રિયા હશે અને વર્તુળના પરિઘ પર ગતિ હશે. પરંતુ કેન્દ્રસ્થાને તમને સ્થિરતાનો અનુભવ થશે. તમને એમ લાગશે કે આ ચક્રાવાની ક્રિયાના તમે સાક્ષી છો.
આરામ કરવો
તમે એટલી બધી ઝડપથી ચક્રાકાર ગતિએ ફરો છો કે પછી તમે સીધા ઊભા રહી શકતા નથી, તમારું શરીર તેની મેળે જ નીચે પડી જશે. તમે પડવા વિશે કોઈ આયોજન કરશો નહિ.
તમે જેવા પડો કે તરત તમે પેટના ભાગે ફરી જાઓ જેથી તમારી નાભિ પૃથ્વી સાથેના સંપર્કમાં આવે. તમારા શરીરને પૃથ્વી સાથે એક થતી અનુભવો.
તમારી આંખોને બંધ રાખો. તે જ સ્થિતિમાં રહો, નિષ્ક્રિય અને શાંત, પંદરેક મિનિટો પૂરતું તો ખરું જ.
આ ધ્યાન પછી તમે શાંત રહો અને થોડાક કલાકો સુધી ધ્યાનમગ્ન રહો.
શ્વાસ સંલગ્ન પદ્ધતિઓ
તમારા શ્વાસને સતત નીરખતા રહેવું એ સબળ અને અસરકારક ધ્યાન છે. બીજા કોઈ ધ્યાનની સરખામણીએ આ ધ્યાન વધુ લોકોને પ્રબુદ્ધ સ્થિતિ સુધી દોરી ગયા છે. તમારા શ્વાસને નીરખવાથી તમારામાં સભાનતા જબરદસ્ત પ્રમાણમાં વધે છે. જેમ સભાનતા વધે છે, આંતરિક જાગ્રતતાની સ્થિતિ બને છે, અને તે સાથે પરમાનંદ પણ આવે છે.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
૧. અંદર લેવાતા અને બહાર કહાતા શ્વાસ અને ઉચ્છવાસ વિશેની સમભાવના અને તે બે વચ્ચેના અવકાશની પણ સભાનતા.
સમયગાળો : ૩૫ મિનિટ
ખૂબ જ હળવી સ્થિતિમાં બેસો. તમારા શરીરને તદ્દન હળવું બનાવી દો.
પહેલું પગલું : સમયગાળો : ૫ મિનિટ
તમારા શ્વાસને નીરખવાનું શરૂ કરો. તમારા શ્વાસને સાક્ષીભાવે જોવાનું શરૂ કરો. તમારા શ્વાસની લંબાઈ વધારશો નહિ. માત્ર તમારા સામાન્ય શ્વાસ અને ઉચ્છવાસને સાક્ષીભાવે જોયા કરો.
બીજું પગલું : સમયગાળો : ૫ મિનિટ.
તે પછી, જે શ્વાસ અંદર જાય છે તેને જ માત્ર નીરખો. બહાર જતા શ્વાસ માટેની ચિંતા ન કરો. માત્ર અંદર જતા શ્વાસને જ સાક્ષીભાવે જુઓ.
ત્રીજું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે માત્ર બહાર જતા શ્વાસને નીરખો, સાક્ષીભાવે અંદર લેવાતા શ્વાસ બાબતે ચિંતા ન કરો. તમારી પૂર્ણ સજાગતા સાથે બહાર જતા શ્વાસને જ સાક્ષીભાવે જુઓ.
ચોથુ પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે બીજું બધું છોડી દો અને અંદર લેવાતા શ્વાસ તથા બહાર છોડાતા ઉચ્છવાસ વચ્ચેના અંતર માત્રને જ સાક્ષીભાવે જોવાનું શરૂ કરો. તમારો શ્વાસ જે વળાંક લે છે તે બાબતે જાગૃત રહો. માત્ર શ્વાસ વચ્ચેના અંતર વિશે જ જાગ્રત રહો, જે અંતર અંદર લેવાતા શ્વાસ અને બહાર કહાતા શ્વાસ વચ્ચે હોય છે.
પાંચમું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે તમે અંદર આવતા શ્વાસ પ્રત્યે, વચ્ચેના અંતર (અવકાશ) અને બહાર જતા શ્વાસ પ્રત્યે સજાગ બનો. આ ત્રણે પ્રતિ જાગ્રત રહો. તમે એ અનુભવો કે તમારા આખા શરીરને નવચેતન મળ્યું છે અને જીવંત બન્યું છે. તમે એવી મૌન સ્થિતિમાં છો જે જીવંત છે અને શક્તિદાયક છે. તમે ઊંચી જાતની શક્તિ સાથે કંપન અનુભવો છો.
છઠ્ઠું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે અંદર લેવાતા શ્વાસ અને બહાર કહાતા ઉચ્છવાસ વચ્ચેના અંતર(અવકાશ)ને સાક્ષીભાવે જુઓ. તમે માત્ર અંતર પ્રત્યે જ જાગૃત રહો. તમે અનુભવશો કે તમે શ્વાસ જ લઈ રહ્યા નથી. તે લાગણીને પણ સાક્ષીભાવે જુઓ.
સાતમું પગલું : સમયગાળો : ૫ મિનિટ.
તમારી આંખો બંધ કરો અને હળવા બનો. ધ્યાન ન ધરો. માત્ર હળવાશ અનુભવો. તમે કોઈ પણ બાબતે પ્રવૃત્ત થવાની રીતે ન વિચારશો માત્ર તમારા મનને સ્થિર થવા દો.
તમે હળવાશ અનુભવો અને ધીરે ધીરે ભારે શક્તિવાળા ક્ષેત્રમાંથી બહાર આવો. પાંચ મિનિટને અંતે તમારી આંખો ધીમેથી ખોલો.
૨. વિપશ્યના
વિપશ્યનાનો અર્થ છે સત્યનો તબક્કાવાર આવિર્ભાવ કરવો. તમે વિપશ્યના ત્રણ રીતે કરી શકો છો; તમારા શરીર, તમારી ક્રિયાઓ, તમારા મન અને તમારા હૃદયની ઊંડી જાગૃતતા.
સમયગાળો : ગમે તે સમયે, ગમે ત્યાં.
તમે જ્યારે ચાલો છો, તમે જ્યારે તમારા હાથને દબાવો છો, તમે જ્યારે હસો છો, તે બધું જ તમે સજાગપણે કરો. તમે તે પૂર્ણ રીતે જાણો કે તે તમે જ છો જે તે ક્રિયા કરે છે. જાગ્રત રહો. એક પણ ક્ષણ કે ગતિ અચેત અવસ્થામાં પસાર થવી ન જોઈએ. તમારા શરીરમાં એક પણ ક્રિયા તમારી જાગ્રત અવસ્થા વિના થવી જોઈએ નહિ.
તમારા શરીરની જેમ જ તમે તમારા હૃદય અને મનને જોતા રહો. દરેક હૃદયમાં લાગણી પ્રત્યે જાગ્રત બનો. તમારા મનમાંથી અંદર-બહાર પસાર થતા દરેક વિચાર પ્રત્યે જાગ્રત બનો. તમે કોઈ પ્રકારનો અભિપ્રાય બાંધશો નહિ, કોઈ મૂલ્યાંકન કરશો નહિ. માત્ર સાક્ષી બની રહો.
તમારા શ્વાસોચ્છ્વાસને નીરખતા રહો
સમયગાળો : કોઈ પણ સમયે, ક્યાંય પણ
દરેક શ્વાસ કે ઉચ્છ્વાસ સાથે તમારા પેટને અંદર-બહાર કે ઉપર-નીચે થતું અનુભવો. નાભિ જે જીવનશક્તિનું ઉદ્ગમસ્થાન તે પેટનો જ એક ભાગ છે. તેથી તમે જો નાભિ પ્રત્યે ધ્યાન આપો છો તો તમે તમારા શરીરમાં વહેતી રહેતી જીવનશક્તિ પ્રતિ જાગૃત બનશો. તમે પેટ બાબતે જેટલા વધારે જાગ્રત બનો છો તો તેટલા તમારા હૃદય અને મનને શાંત બનેલાં અનુભવશો.
નાક દ્વારા શરીરમાં પ્રવેશતા તમારા શ્વાસને નીરખતા રહો.
સમયગાળો : કોઈ પણ સમયે, ક્યાંય પણ.
તમારા નાકમાં ઠંડી હવા છે તે પ્રત્યે સજાગ બનો. શ્વાસો શ્વાસની અવન જવનની પ્રક્રિયા જે આરામથી થઇ રહી છે તે અનુભવો.
વિપશ્યના બેઠા બેઠા અને ચાલતા ચાલતા એમ બન્ને રીતે થઈ શકે છે.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
બેઠા બેઠા

કુલ સમયગાળો : ૬૦ મિનિટ
આરામદાયક સ્થિતિમાં બેસો, તમારી કરોડરજ્જૂ સીધી રાખો, મુખને આગળની બાજુ સીધું રાખો. તમારી આંખોને બંધ રાખો અને શ્વાસની ક્રિયા સામાન્ય રાખો સ્થિતિ બદલ્યા વિના સ્થિર બેસો.
શ્વાસોશ્વાસ સાથે થતી તમારા પેટની ઉંચા-નીચા થવાની ક્રિયાને જુઓ. શ્વાસ ઉપર એકાગ્રતા ના કરશો, પરંતુ તેને શાંતિથી જોતા રહો. તમને જો કોઈ બીજા વિચારો, લાગણીઓ કે શારીરિક સંવેદન થતાં લાગે તો તેમને થવા દો. તેમને પણ ક્ષણભર માટે સાક્ષીભાવે જોતા રહો અને પછી શ્વાસને નીરખવાની, ક્રિયામાં પાછા ફરો. આ ક્રિયા છે નીરખવાની જે મહત્વની છે, નહિ કે તમે શું જોઈ રહ્યા છો. તમે દરેક વસ્તુના સાક્ષી બની રહો.
આ ક્રિયા ૪૫ મિનિટ સુધી કરો અને બાકીની ૧૫ મિનિટ આરામ કરો.

ચાલતાં ચાલતાં
કુલ સમયગાળો : ૩૦ મિનિટ.
અહીં તમારી સજાગતા પૂર્ણ રીતે જમીનને અડકતા તમારા પગ પર રહે છે.
તમે લગભગ પંદર ડગલાં વર્તુળાકારે અથવા સીધી લાઇનમાં ચાલી શકો છો, તમે આગળ કે પાછળ જઈ શકો છો. તમે આ પ્રકારનું ધ્યાન તમારા મકાનમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં જતાં પણ સામાન્ય રીતે કરી શકો છો, અથવા તો તમારા ઘરના બાગમાં પણ કરી શકો છો.
આમ કરતાં તમારી આંખો નીચી અને જમીન પર કેન્દ્રિત થયેલી હોવી જોઈએ, તમારા પગ પર. જેવી રીતે બેસવાના ધ્યાનમાં તમારા પેટને નીરખો છો. અહીં તમે જુઓ અને જાગ્રત રહો કે તમારો દરેક પગ જમીનના સંપર્કમાં રહે છે. જો બીજા વિચારો અને સંવેદનાઓ આવવા લાગે તો તેમને આવવા દો. આમાંની કોઈ વસ્તુને ખલેલ કે દખલ તરીકે જોવાની નથી, તમે જ્યારે સંવેદના કે વિચારોને સાક્ષીભાવે જોવાનું પૂરું કરો છો, તમે પાછા ફરી તમારા પગ પર નજર કરો. આ ક્રિયા ૨૦ મિનિટ સુધી કરો અને બાકીની ૧૦ મિનિટ આરામ કરો.
શક્તિશાળી તત્કાલ (Instant) ધ્યાન
૧. જરાક થોભો!
આ ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે જે તમારી જાગ્રતતા ને બળપૂર્વક અત્યારની વર્તમાન ક્ષણમાં લાવી શકે.
સમયગાળો : કોઇ પણ સમયે, ક્યાંય પણ

જરાક થોભો ! આ પદ્ધતિ પ્રબુદ્ધ ગુરુ જ્યોર્જ ગુર્જીફે વ્યાપક રીતે ઉપયોગમાં લીધી હતી.
તમને કશુંક કરવાનો જેવો આવેગ આવે કે થોભો. તમારી લુચ્ચાઈ પણ એક વધારાનો આવેગ જ છે. તે તમારું અસ્તિત્વ જાળવવા માટેનો એક વધારાનો આવેગ છે. તમે હંમેશા વિચારો છો કે જો તમે તમારા બચાવ અંગે લુચ્ચા રહેશો અને સતત સચેત રહેશો, તો જ તમે તમારું અસ્તિત્વ ટકાવી શકશો, હવે તે લુચ્ચાઈને વિલંબિત કરી દો. તમે માત્ર નિર્દોષ જ બનો અને બીજામાં વિશ્વાસ રાખતા થાઓ.
બીજું પગલું છે, તમને જ્યારે પણ ભૂખ, ક્રોધ, તરસ કે છીંક અથવા બીજા કોઈ કામના આવેગ આવે તો તે જ્યારે પણ આવવાની તૈયારી હોય અથવા તમે, તરત કોઈ કામ કરવાના હોય તો જરાક થોભો. તમે "ક્રિયાશીલ" અવકાશ થંભાવી દઈ શૂન્યસ્થિતિમાં આવો.
૨. તમે અરીસા દ્વારા તમારી જાત પ્રતિ નજર કરો
સતત રીતે તમારામાં શક્તિસંચાર કરો અને તમારી જાતને ફરીથી સુદ્રઢ (સ્વસ્થ, સબળ) બનાવો.
સમયગાળો : ૧૦ મિનિટ
પૂરા કદના અરીસા સામે ઊભા રહો અને તમારી જાત પ્રત્યે નજર કરો બહારથી તમે જ વિષય છો અને અરીસામાંનું પ્રતિબિંબ તમારા ધ્યાન માટેનો પદાર્થ છે. તમે અનુભવશો કે તમારી શક્તિ પદાર્થ તરફ વહે છે. તમે જોનારા છો અને તમારું પ્રતિબિંબ એ જોવાતી વસ્તુ છે.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
હવે કલ્પો કે આ રોલ ઉલટાવાયો. તમે કલ્પના કરો કે તમારું પ્રતિબિંબ તમારા તરફ જુએ છે. આ વસ્તુ પહેલાં તો ભયજનક જણાશે. તમે તમારા પ્રતિબિંબ બાબતે એ રીતે વિચારવા ટેવાયેલા નથી જેમ કે કોઈ વ્યક્તિ તમારું નિરીક્ષણ કરે.
આવા પ્રકારની લાગણી તમને વિચિત્ર લાગે અને ભયજનક પણ લાગે તેમ છતાં તે ચાલુ રાખો. થોડી ક્ષણોમાં જ તમને એક ખૂબ મોટો ફેરફાર અનુભવાશે. તમે અનુભવશો કે શક્તિનો પ્રવાહ તમારા પ્રતિબિંબ તરફથી તમારી તરફ વહે છે. તમે હવે આ સર્કીટને બંધ કરી છે. શક્તિની સર્કીટને બંધ કરવાથી તમે એટલું ચોક્કસ કર્યું છે કે શક્તિ વેડફાતી નથી, તે તો તમારા તરફ પાછી વહે છે. તમે તમારી પોતાની શક્તિને તમારા પોતા માટે ઉપયોગમાં લો છો.
આ પદ્ધતિનો અભ્યાસ થોડા દિવસો સુધી ચાલુ રાખો અને તમે એક ચોક્કસ ફેરફારનો અનુભવ કરશો. તમે વધુ શક્તિવાન, વધારે કેન્દ્રિત, વધારે શાંત તમારી પોતાની જાત સાથે તેમજ અન્યો સાથે થયેલા અનુભવશો.
તમે અભ્યાસ આખો દિવસ કરી શકો છો, તે પણ માત્ર અરીસા સાથે જ નહિ અને નહિ કે તમારા પોતાના પ્રતિબિંબ સાથે. તમે કશી પણ વસ્તુ સાથે પ્રયત્ન કરી શકો છો, કે કોઈ વ્યક્તિ સાથે પણ પ્રયત્ન કરી શકો છો, તમારા ધ્યાનને તેના પર કેન્દ્રિત કરવા માટે. તમે જ્યારે તમારી શક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિને આપી છે તો કલ્પના કરો કે તે શક્તિ તમને પરત આપે છે. તમે અનુભવશો કે શક્તિ તમારા તરફ પાછી વહી રહી છે, તમને પુનઃ ચેતનવંતા બનાવે છે, તમને ફરી શક્તિવાન બનાવે છે! તમે આનો કમ્પ્યૂટર પર પણ પ્રયત્ન કરી શકો છો જેની સાથે તમે આખો દિવસ કામ કરતા હો છો.
૩. શરીરના અવયવોને હળવા કરવા

ત્વરિત હળવાશ પામવા માટેની અત્યંત ઝડપી પદ્ધતિઓમાંની આ એક છે.
સમયગાળો : ઓછામાં ઓછી બે મિનિટ અથવા શક્ય તેટલો લાંબો સમય રાખી શકાય.
જો ખાનગી જગ્યા ઉપલબ્ધ થાય તો આ પદ્ધતિને જમીન પર સૂઈને કરો, નહિ તો, તમે શક્ય તેટલા તમારી જાતને આરામદાયક બનાવી શકો છો.
તમારી આંખો બંધ કરો. એક લાંબો અને ઊંડો શ્વાસ લો. તમે તમારા શ્વાસને પકડી રાખવાના છો, તેથી શક્ય તેટલો ઊંડો શ્વાસ લો.
તમારા શ્વાસને અંદર જ રોકી રાખો, તમારા શરીરના અવયવોને મૂઠ્ઠી વાળીને ખેંચવાનું એક પછી એક શરૂ કરો. તમારા પગથી શરૂઆત કરો, પછી એડી, પછી તમે ઉપર જાઓ અને પગની પિંડી સુધી જાઓ, પછી તમારા ઘૂંટણ, પછી તમારા નીચેના તળિયા. તમે જેમ ઉપર તરફ આગળ વધો છો, તમે અગાઉ શરીરના જે ભાગને તમે મૂઠ્ઠી વાળીને ખેંચ્યો છે તેને ઢીલો કરશો નહીં.
હવે તમે કમરના ભાગ સુધી જાઓ અને પાછળ આવો. તમારી પીઠ પરના બધા જ મણકાને ખેંચો. તમારા હાથને ખેંચો, તેમાં શરૂઆત કરો તમારી આંગળીઓથી અને ત્યાંથી ઉપર હાથના ઉપરના ભાગે આવેલા ગોટલા સુધી જાઓ.

તમારા ખભાના બાજુના ભાગને ખેંચો, તથા તમારા ગળાને અને બોચીના સ્નાયુઓને પણ ખેંચો. ખાસ કરી ને તમારી બોચીના સ્નાયુઓમાં વધારે ખેંચાણ આપી રાખો.
તમારા ચહેરા તરફ આગળ વધો. તમે જાણતા હશો તે કરતાં પણ વધારે સ્નાયુઓ તમારા ચહેરામાં રહેલા છે. તમારા મુખમાંના સ્નાયુઓને ખેંચો, નસકોરાં, આંખો, કપાળ અને ગાલના સ્નાયુઓને પણ ખેંચો. તમારી બંધ આંખની પાંપણોને મરડીને નીચોવો. તમારા દાંતોને જકડીને પકડી રાખો. તમારા આખા ચહેરાને એક કડક દડાની જેમ વાળીને વળ આપો. તે સમય દરમ્યાન યાદ રાખો કે તે સમય દરમ્યાન તમારે તમારા શરીરના બીજા ભાગોને ઢીલા રાખવાના નથી.
આવી ખેંચાણવાળી સ્થિતિમાં તમે જેટલો લાંબો સમય રહી શકો તેટલો રહો. જ્યારે તમે તમારા શ્વાસને હવે વધારે રોકી શકશો નહિ તેમ લાગે તો એક મોટા ઘસારામાં તેને બહાર કાઢી લો, અને તેની સાથે જ તમારું શરીર અત્યંત હળવાશની સ્થિતિ અનુભવશે.
આવી શારીરીક અને માનસિક હળવાશની સ્થિતિમાં એકાદ મિનિટ રહો. આ પદ્ધતિ શરીર અને મન એમ બન્નેને હળવાં બનાવે છે અને તમને માત્ર બે મિનિટમાં જ તાજગીપૂર્ણ બનાવે છે. જો સમયની અનુકૂળતા હોય તો આ પ્રક્રિયાને ત્રણ વખત ફરીથી કરો.
૪. ઇન્દ્રિયાતીત ધ્યાન ધરો
અ-મનનો આનંદ અનુભવો.
સમયગાળો : ૧૦ મિનિટ.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
જે ક્ષણે તમે કોઈ વસ્તુ સમજો છો, જે સમયે તમે તે બાબતે વિચાર કરી શકો છો, તે ક્ષણે તે ભૂતકાળ બની જાય છે.
દાખલા તરીકે, શરૂઆતમાં, તમને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા વિચારોથી પર જે છે તે વિશે થોડો વિચાર કરો, તો તમે આખા સૂર્યમંડળનો વિચાર કદાચ કરશો. પરંતુ જે ક્ષણે તમે સમગ્ર સૂર્યમંડળ વિશે વિચાર કરશો. તમે તેને એક વધારાના વિચારમાં તો મૂકી જ દીધો છે! તો હવે તેને પડતો મૂકો. પછી તે ઉપરાંતનો વિચાર કરો. તમે કદાચ તારામંડળ (ગેલેક્ષી) વિશે વિચાર કરો, જે સૂર્યમંડળ ઉપરાંત અવકાશમાં સ્થિત છે. તમે જ્યારે ગેલેક્ષી બાબતે વિચાર કરી શકો છો તો તે વિચારને પડતો મૂકો. ગેલેક્ષીથી ઉપર જાઓ. જ્યારે તમે તમારા મનને સતતપણે વિકસિત કરો છો, ઉપર ને ઉપર જવા માટે તો તમે વર્તમાનની ક્ષણમાં રહેશો.

સમજો, જે ક્ષણે તમે કોઈ વસ્તુને સમજમાં ઉતારી શકો છો અને તે વિશે વિચાર કરો છો, તમે તેને ભૂતકાળમાં તો રાખી જ દીધું છે, તમારી પોતાની વિચારસ્થિતિમાં ત્યાં તમારું મન વિકાસ પામે છે (ખીલે છે). તેથી જ આગળ ને આગળ વિચારતા રહો તમે પોતે જે કંઈ વિચારી શકો છો તે ઉપરાંત. તમે જે કંઈ વિચારી શકતા નથી તે બાબતે પણ વિચાર કરો છો તો તેને પડતો મૂકો. તમારું મન દરેક વસ્તુ સમજમાં ઉતારવા હંમેશ પ્રયત્નશીલ રહેશે અને તેને પોતાના ભંડાર (સ્ટોર)માં રાખશે, જેથી તે તેને ધીમે ધીમે ખાયા કરે અને વાગોળ્યા કરે, એક બળદની જેમ ! તેથી જ વસ્તુઓ જેને તમે તમારી સમજમાં ઉતારી દીધી છે એકવાર તો તેને ફરી મનમાં લાવશો નહિ તેમને સતત પડતી મૂકતા રહો.
તમે જે કંઈ વિચારો છો તે તમારા જીવનમાં છેવટનું છે, તો તેને પડતું મૂકો અને તમારી વિચારશક્તિને કંઈક મોટી વસ્તુ વિશે વિચારવા માટે વિકસિત બનાવો. પછી ફરીથી તમારું મન આપમેળે જ બીજી કોઈ વસ્તુને સમજી લેશે. પરંતુ, તમારા મનને એ વિચાર પકડવા ન દેશો, તેને પણ પડતો મૂકો. સતત રીતે તમારું મન કહેશે, “જો હું દરેક ક્ષણે કંઈક પડતું મૂકું છું તો પછી મારી સાથે શું થશે? આનો અંત ક્યાં થશે?’’
આવા અંત બાબતે ચિંતા (પરવા) ન કરશો. તમારું મન માત્ર કોઈ વસ્તુને સમજમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને તે પણ આવો પ્રશ્ન પૂછીને તમારું મન તમને કહે છે કે આ પરિણામ સાબિત કરો. તે પણ સાધનાની શરૂઆત કરતાં પહેલા જ. તમે તે થવા દેશો નહીં. અહીં જ તમારી છેતરામણી થાય છે. સતત દરેક હદ, દરેક વિચારને પડતો મૂકતા રહો, અને આગળ ઉપરવટ જવા માટે તમારા મનને વિસ્તૃત બનાવતા રહો.
તમે સાચા ગુરુ સાચા વિશ્વ કે સાચા ઈશ્વરનું ધ્યાન ધરો. તમે કદાચ વિચારશો કે તમે ઈશ્વરી તત્ત્વનો સાર સમજ્યા છો. પરંતુ તે ક્યારેય થતું નથી. કારણ કે, તમારું મન સાચા ઈશ્વરને તો ક્યારેય સમજી શકવાનું નથી ! જો તમારું મન ઈશ્વરને સમજી શકે છે તો તેનો અર્થ એ થયો કે તમારું મન ઈશ્વર કરતાં વધારે મહાન છે. તો તમે જે સમજ્યા છો તે ઈશ્વર નથી, તે માત્ર ઈશ્વર વિશેનો વિચાર માત્ર જ છે. તે વિચાર પડતો મૂકો અને ફરી વાર પ્રયત્ન કરો. તેના કરતાં પણ કશુંક વધારે મોટા વિશે સમજવાનો પ્રયત્ન કરો.
સતત છેવટના સત્યને સમજવાનો પ્રયત્ન કરો. સમજો, જ્યારે તમારા મનમાંથી કોઈ એક વિચાર ફેંકો છો, તો તમે માત્ર તે વિચાર જ ફેંકતા નથી, પરંતુ તમે તમારા મનના હાડકાંના માળખાના એક ભાગને પણ પકડી લો છો અને તેને ફેંકી દો છો. દરેક વખતે તમે તમારા મનમાંથી કોઈ વિચારોને પકડી લો છો અને તેમને બહાર ફેંકી દો છો. તે વખતે માત્ર વિચારો જ બહાર ફેંકી દેવાતા નથી, પરંતુ તમારા મનના હાડકાંઓના માળખાનો એક ભાગ પણ ફેંકી દો છો તેથી તમે ફેંકતા જ રહો અને ફેંકતા જ રહો, છેવટે હકિકત વિનાનું માળખું બાકી રહેશે ! અચાનક તમે જુઓ છો કે તમારું સમગ્ર મન બહાર ફેંકાઈ ગયું છે! તમે અનુભવશો અ-મનનો દૈવી આનંદ.
અવાજ
૧. અવાજના ઝંઝાવાતનું કેન્દ્ર
તમારી અંદર રહેલા કેન્દ્રને શોધી કાઢો જ્યાંથી બધા અવાજો ઉત્પન્ન થાય છે અને આજુબાજુ બધે જ ફેલાય છે.
સમયગાળો : ૨૧ મિનિટ
આપણે હંમેશા અવાજોના ઝંઝાવાતમાં રહીએ છીએ. અવાજો આપણી આસપાસ સતત ફરતા જ રહે છે, જે આપણી ઉપર તૂટ્યા કરે છે અને આપણને ગળી જતા હોય છે. પરંતુ આ અવાજના ઝંઝાવાતના કેન્દ્રસ્થાને મૌન છે (શાંતિ છે) જે આપણે સાંભળ્યું નથી. આ ધ્યાન આપણને આ કેન્દ્રીય મૌન પ્રતિ જાગ્રત બનાવે છે.
કોઈ એક જગ્યાએ બેસી જાઓ. જેટલી ઘોંઘાટવાળી જગ્યા હશે એટલું સારું રહેશે ! તમે એવું સ્થાન શોધો જ્યાં સતત અવાજ થતા હોય. તે કુદરતી અવાજ પણ હોઈ શકે, જેમકે પાણીનો ધસમસતો પ્રવાહ અથવા પાણીનો ધોધ અથવા દરિયાકિનારે અથડાતા દરિયાનાં મોજાં અથવા તો તે રેલ્વે સ્ટેશન કે બજારનું સ્થળ પણ હોઈ શકે.
તમે શાંતિથી બેસો. તમારા તરફ દરેક દિશામાંથી આવતા અવાજો વહેતા અવાજો સાથે તમારી જાતને આ અવાજોના કેન્દ્રસ્થાને રહેલા મૌનમાં અનુભવો. તમે કેન્દ્રસ્થાને છો, અને અવાજો તમારા તરફ વહેતા આવે છે.
તમે જે કેન્દ્ર સ્થાને છો ત્યાં સ્પષ્ટ રીતે અનુભવો કે કોઈ અવાજ નથી ! કેન્દ્રસ્થાને તો પૂર્ણ શાંતિ છે જો કેન્દ્રસ્થાને અવાજો હોત તો તમે બહાર થતા અવાજોને સાંભળી શકતા નથી. અવાજો તમારામાં પ્રવેશે છે, તમારી અંદર આરપાર જાય છે, પરંતુ કેન્દ્રબિંદુએ તે અવાજો અટકી જાય છે.
તમારી અંદર એક એવું બિંદુ છે જ્યાં બધા જ અવાજો રોકાઈ જાય છે આ બિંદુથી જ દરેક અવાજ સાંભળી શકાય છે. તમે તે બિંદુ શોધવાનો પ્રયત્ન કરો.
તમે જ્યારે તેને શોધો છો, અચાનક તમારી જાગ્રતતા બાહ્ય જગતથી અંતર્મુખ બને છે. તમે એવા કેન્દ્ર સ્થાને હશો
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
જ્યાં માત્ર મૌન જ હશે, એવું બિંદુ જ્યાં કોઈ અવાજ પ્રવેશી શકતો નથી. તે બિંદુ જ તમારું કેન્દ્ર છે.
એક વખત જો તમે મૌન સાંભળ્યું તો તમે કોઈ અવાજથી ક્યારેય ખલેલ પામશો નહી. તમને કોઈ અવાજ સ્પર્શી શકતો નથી.
આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણે અવાજો આપણા કાનોથી સાંભળીએ છીએ. આ પદ્ધતિથી તમે એ વાત શોધો છો કે અવાજો તમારા કાનોમાં સંભળાતા નથી, નહિ કે તમારા મસ્તકમાં. અવાજોને હંમેશા નાભિના ભાગેથી (પેટથી)જ સાંભળવામાં આવે છે અને ત્યાં જ છે અવાજોનું કેન્દ્રબિન્દુ.
તમે આ પદ્ધતિને ગીતો સાથે અજમાવી શકો નહિ. કારણ કે ગીતોનો તમારા માટે કોઈ અર્થ હોઈ શકે છે. અને તમે અર્થ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. તેથી જરૂર છે માત્ર અવાજની જ.
મનોદર્શન
૧. પ્રકાશનું કમળ કિરણ
બુદ્ધિ, શક્તિ અને પ્રબુદ્ધત્વ તમારામાં જાગ્રત થવા દો.
સમયગાળો : ૨૧ મિનિટ.
માનસિક રીતે તમારી કરોડરજ્જુ ને આંતરિક રીતે તપાસો. જેથી તમે તેને આ ધ્યાનમાં સરળતાથી જોઈ શકશો.
કેન્દ્રસ્થાને કરોડરજ્જુની સાથે સાથે પાતળા દોરા જેવો શક્તિનો પ્રવાહ વહે છે, અને તેને જ આપણે “સુષુમ્ણા નાડી” કહીએ છીએ. તેને નીરખો એથી આપણે “સુષુમ્ણા નાડી”ને સરળતાથી જોઈ શકીયે. તે કરોડરજ્જુના નીચેના તળિયેથી લઈને મસ્તકના ઉપરના ભાગ સુધી જાય છે, અને તેમ કરતાં તે સાત શક્તિકેન્દ્રોમાંથી દરેકની આરપાર ભેદતી જાય છે આ શક્તિકેન્દ્રોને “ચક્રો” કહેવાય છે. “ઇડા નાડી” એ બીજા પાતળા દોરા જેવી વસ્તુ છે જે સુષુમ્ણા નાડીની ડાબી બાજુએ ચાલુ થઇ ડાબી બાજુ જ પૂરી થાય છે. અને પિંગળા નાડી જે ત્રીજી પાતળા દોરા જેવી વસ્તુ છે જે સુષુમ્ણા નાડીની જમણી તરફ ચાલું થઇ જમણી તરફ જ પૂરી થાય છે. ઇડા અને પિંગળા બન્ને સુષુમ્ણા નાડીની આજુબાજુ ગોળ વિંટાઈ દરેક શક્તિકેન્દ્રે એકબીજાને છેદે છે અને ત્રણે બે આંખોની ભમરો વચ્ચે એક બીજાને મળે છે.
જ્યારે તમારી શક્તિ તમારી બુદ્ધિ શોષી લે છે અને તમારી “ઇડા નાડી” કાર્યરત બને છે અને તમારી શરીરરચનાની સૂક્ષ્મ શક્તિ ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તમારી શક્તિને કામકેન્દ્ર (Sex centre) દ્વારા શોષવામાં આવે છે ત્યારે “પિંગળા નાડી” કાર્યરત બને છે અને તમારી શક્તિ નીચે તરફ ગતિ કરે છે. તમારામાં જ્યારે પ્રબુદ્ધાવસ્થા કાર્યરત બને છે ત્યારે મધ્યમાં આવેલી “સુષુમ્ણા નાડી” કાર્યરત બને છે, અને તમારી પ્રજ્ઞા જાગ્રત થાય છે!
તમારા સઘળા બૌદ્ધિક વિચારો તમારી શક્તિને ઉપરની તરફ શોષી લે છે. તમારા સઘળા આનંદ પ્રમોદના વિચારો તમારી શક્તિને નીચલી તરફ શોષી લે છે. હવે તમે તમારી શક્તિને સુષુમ્ણા નામની કેન્દ્રમાં રહેલી નાડીમાં મૂકવાના છો. જેથી તમારી પ્રબુદ્ધાવસ્થા કે પ્રજ્ઞા જાગ્રત થાય છે.
તમે સીધા બેસો અને તમારી આંખ બંધ કરો.
તમારી કરોડરજ્જુને સીધી રાખો. તમારી કરોડરજ્જુને જાણે કમળની દાંડી હોય તેમ નીરખો, તમારી કરોડરજ્જુના મૂળ ભાગેથી એક નાની દાંડી નીકળે છે અને ઉપર મસ્તકના ઉપરના ભાગ એટલે કે ‘શિરસ્થ’ના (કમળ આકારના) ભાગ સુધી પહોંચે છે. કરોડરજ્જુના વચ્ચેના ભાગે પ્રકાશનો પાતળો દોરો તમે નીહાળો, જે કરોડરજ્જુના મૂળ ભાગથી તમારા મસ્તકના ઉપરના ભાગ સુધી સતત ગતિ કરતો રહે છે.
તમારા ધ્યાનને પ્રકાશના આ દોર પર રાખો. તમે માત્ર તમારા મૂળભાગથી મસ્તકના શિરસ્થભાગ સુધી સુષુમ્ણા નાડીમાં વહેતી જુઓ. તમારી પૂરી જાગ્રતતાને તમારી સુષુમ્ણા નાડી પર કેન્દ્રિત કરો.
આ પદ્ધતિને છેવટે ૨૧ મિનિટ સુધી દસ દિવસ સુધી અજમાવો. દસ-અગિયાર દિવસોમાં તો તમે અનુભવશો કે તમારામાં બુદ્ધિ, શક્તિ, પ્રકાશ (પ્રબુદ્ધાવસ્થા) અને જાગ્રતતા પેદા થાય છે.
૨. આકાશી સંપર્ક
તમારી ચેતનાને વ્યાપક બનાવો. અને તમારી લાગણીઓ ઉપર વિજય મેળવો.
સમયગાળો : ૨૧ મિનિટ
તમે એવું નીરખો કે તમારું શરીર પ્રકાશનો એક મોટો પૂંજ છે. લાગણીના બધા તમારા સંબંધોને નીરખો, એવા બધા જ સંબંધો જે પ્રેમના હોય અને પ્રેમ વિનાના પણ હોય, જે તમારા પ્રકાશમય શરીર, જેને ‘ઇથેરીક બોડી’ કહે છે તેના ભાગ રૂપે હોય છે. કોઈ એક વ્યક્તિ છે જે તમારી સાથે લાગણીભીના સંબંધોથી જોડાયેલી હોય છે, કહો કે તે બીજા દેશમાં છે, જો તેમ હોય તો તમે એવું મનોદર્શન કરો કે તમારું શરીર ખૂબ મોટું છે. જે તે દેશ સુધી વિસ્તરેલું છે, અને તમારા પ્રકાશરૂપ શરીરમાં તે વ્યક્તિ (કે વ્યક્તિઓ) પણ સમાવિષ્ટ છે!
તમારા બધા જ લાગણીના સંપર્કો, તિરસ્કારપૂર્ણ હોય કે પ્રેમપૂર્ણ તમારા પ્રકાશમય શરીરની અંદર રહેવા દો. બીજું કે, પ્રકાશમય શરીરના મનોદર્શન સાથે કેન્દ્રમાં તમારી જાગ્રતતાના કેન્દ્રોનો ઉમેરો કરો.
આ મનોદર્શનની ક્રિયા દસ દિવસ સુધી કરતા રહો.