સદ્ગુરુ અને જીવન મુક્તિ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ સદ્ગુરુ અને જીવન મુક્તિ
સદ્ગુરુ અને જીવનમુક્તિ
चित्रम् वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्युवः
गुरुस्तु मौनम् व्याख्यानम् शिष्यास्तु छिन्नसंशयाः
વડના વૃક્ષ નીચે બધા બેઠા છે. શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ એકદમ યુવાન છે.
ગુરુ ફક્ત મૌન દ્વારા જ બોલે છે અને જુઓ ! શિષ્યોનાં પ્રશ્નો આપોઆપ જ ઉકેલી જાય છે.
ગુરુની પ્રત્યક્ષ હાજરી વિના સિદ્ધાંતોની સમજણ બૌદ્ધિક સ્તરે રહેશે અને બધા સાધનો અને ઉપાયો પરિવર્તન લાવવાની શક્તિ વિનાના બની રહેશે. ઈશ્વરની અનુભૂતિ કરવા માટે ગુરુ અનિવાર્ય છે.
વૈદિક પરંપરામાં આધ્યાત્મિક શિક્ષક એટલે ગુરુ એ ઈશ્વર કરતાંય વધુ અગત્યના છે. ઋષિમુનિઓ કહે છે કે ગુરુ એ જ માતા-પિતા અને ઈશ્વર છે અને આ તમામથી પર છે.
લગભગ આપણા બધા માટે જ ઈશ્વર આપણી કલ્પના અને ઇચ્છાનું સ્વરૂપ છે. ઈશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ વિશે ખાતરી પૂર્વક કહી શકનાર વ્યક્તિઓ ઘણી ઓછી હોય છે. એમ કહેવાય છે કે જેણે અનુભવ્યું હોય તે અભિવ્યક્ત કરી શકતો નથી, અને જે અભિવ્યક્તિ કરી શકે છે તેણે અનુભવ લીધો નથી. ગુરુ એ એવી વ્યક્તિ છે કે જેમણે અનુભવ લીધો છે અને એ પોતાના અનુભવને પોતાના વિચારો, શારીરિક અંગભંગિમાઓ અને જીવન પદ્ધતિ દ્વારા એ દૈવી અનુભવને સાહજિકતાથી વ્યક્ત કરતા હોય છે.
દૈવી અનુભવ મેળવવા માટે ગુરુ એ સૌથી મોટું પ્રવેશ દ્વાર છે. એ પોતાના શિષ્યને આંતરિક દૈવી અનુભૂતિઓ તરફ દોરીને મૂળભૂત સત્ય સાથે મેળાપ કરી આપે છે. આ પ્રક્રિયામાં શિષ્ય પોતે જ ગુરુ બને છે અને આ પ્રક્રિયા આમ સતત ચાલતી રહે છે.
જીવનમુક્તિ તરફ જવાની આ ઉત્તમ પ્રક્રિયાનું પરિણામ એ આવે છે કે તે દરેકને પોતાનાં સાચા સ્વરૂપની જાણ કરાવી આપે છે, મનની ચંચળ ઈચ્છાઓને કારણે ભોગવવી પડતી પીડાઓથી બચાવે છે. બુદ્ધે કહ્યું છે કે ઇચ્છાઓ જ પીડાઓને જન્મ આપે છે. બુદ્ધે આ વાતને સમજાવતા કહ્યું છે કે પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાટે મનુષ્ય ઈન્દ્રિયોને વશ વર્તે છે. એ તો માનવીનો સ્વભાવ છે પણ આમ ઈચ્છાઓ
ક્યારેય તૃપ્ત થતી નથી. કારણ કે ઇચ્છાઓ તો એક પછી એક એમ ઉત્પન્ન થતી જ રહે છે. પોતાની ઇચ્છાઓમાંથી ઉત્પન્ન થયેલી પીડાઓને કારણે કણસતા રહેવું એ માનવીની નિયતિ છે. મનુષ્યે સ્વાભાવિક ગણેલા દુઃખોનો એક માત્ર ઉપાય એ પોતાની આંતરિક શક્તિઓને ઓળખવી અને પરમ આનંદનો અનુભવ કરવો એ જ છે.
ગુરુ એ દર્પણ/અરીસા જેવું કામ કરે છે. તે ઊર્જાનો એવો એક અરીસો છે કે આપણને આપણે કોણ છીએ તે સમજાવે છે અથવા આપણને આપણા અસ્તિત્વના સત્ય તરફ લઇ જાય છે.
ચાલો, અસ્તિત્વના સત્યને સમજવાની સફર શરૂ કરીએ...
સિંહ અને સિંહના બચ્ચાની વાર્તા
એક નાનકડી વાર્તાને સમજીએ :
એક સગર્ભા સિંહણે શિકારની શોધ દરમ્યાન બકરીઓના ટોળા ઉપર હુમલો કર્યો. આ હુમલો કરતી વખતે તેણે ઘણુ કષ્ટ થયું અને પરિણામે એ ત્યાં જ બચ્ચાને જન્મ આપી મૃત્યુ પામી.
એ સિંહણનું નવજાત બચ્ચું ઘણાં પ્રયત્નો પછી પણ આંખો ખોલી શકતું ન હોતું. તેણે ધીમો ઊંહકારો ભર્યો અને એ જ સ્થળે થોડુંક અટકી– અટકીને અસહાયતાથી ચાલવા માંડયું. બકરીઓએ આ અસહાય એવા સિંહના બચ્ચાને જોયું અને એમને એના માટે કરુણા ઉપજી.
તમને કદાચ નવાઈ લાગશે કે સિંહના બચ્ચાં તરફ બકરીઓને કેવી રીતે કરુણા ઉપજી શકે? પણ એકવાત સમજવા જેવી છે. જ્યારે દુશ્મન તમને નુકશાન નથી કરતો – તમારા ઉપર હુમલો નથી કરતો ત્યારે એની હાજરીમાં તમને ડર લાગતો નથી. ભલે એ મૂળભૂત રીતે તમારો દુશ્મન હોય તે છતાંય તમને એના પ્રત્યે કરુણા ઉત્પન્ન થશે. એવી જ રીતે બકરીઓને આ સિંહના બચ્ચાનો ડર લાગ્યો નહી પણ પ્રેમ અને કરુણા ઉત્પન્ન થયા.
બકરીઓને ખાતરી થઈ ગઇ કે હવે આ સિંહનું બચ્ચુ તેમની ઉપર હુમલો નહીં કરે તેથી તેમણે તેની તરફ કરુણા ઉપજી. બકરીઓએ સિંહના બચ્ચાની કાળજી લેવા માંડી, અને પોતાની સમજણ પ્રમાણે તેનો ઉછેર કર્યો. તેમણે સિંહના બચ્ચાને ઘાસ ખાતા શીખવાડયું, બકરીનું દુધ પીતા શીખવ્યું પોતાની જેમ રહેતા શીખવ્યું અને પોતાની જેમ “બેં બેં”કરતા શીખવ્યું!
સિંહના બચ્ચાએ પણ બકરીઓના બધા હાવભાવ અપનાવ્યા. જન્મથી જ તેને કોઇએ કહ્યું નહોતું કે તે એક સિંહ હતો, તેથી તેને ક્યારેય ખબર પડી નહીં કે તે સિંહ હતો તેથી એ સિંહના બચ્ચાએ તો બકરીઓ જેવું જ જીવવાનું શરૂ કર્યું. બકરીઓ પણ રાહત અનુભવવા લાગી કે તે (બચ્ચું) પણ પોતાનામાંનુંજ એક છે.
જેમ જેમ એ સિંહનું બચ્ચું મોટું થતુ ગયું તેમ તેમ તે સ્વાભાવિક રીતે જ પોતાનું જોર અજમાવવા લાગ્યુ. જ્યારે અન્ય બકરીઓના બચ્ચાઓ તેની સાથે લડતા–ઝગડતા ત્યારે તે જોરથી પોતાનો પંજો ઉગામતો. પછી પેલા બચ્ચાઓ તે સિંહની ફરિયાદ તેની માતા બકરીને કરતાં “તે અમને મારે છે!” તેમની આવી ફરિયાદને કારણે એ બકરી તેં સિંહબાળ અને અન્ય બચ્ચાને ઝગડો ભૂલી જવાનું કહીને તેમનું સમાધાન કરાવતો.
એકવાર એક સિંહે બકરીઓના ટોળા ઉપર હુમલો કર્યો. ગભરાયેલી બકરીઓ જુદી જુદી દિશાઓમાં દોડવા લાગી. અચાનક એ સિંહે જોયું કે આમતેમ ભાગતા બકરીઓના ટોળામાં એક સિંહનું બચ્ચું પણ સામેલ હતું બકરીઓની માફક જ બેં બેં કરતું હતું. એ દૃશ્ય જોઈને સિંહને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન બેઠો! એને સમજાતું નહોતું કે શા માટે એક સિંહનું બચ્ચું હુમલાથી ડરી જઇને બેં-બેં કરતું ભાગતું હતું.
બીજે દિવસે એ સિંહ ફરીથી ત્યાં જ શિકારની શોધમાં નહીં પણ પેલા સિંહના બચ્ચાની શોધ કરવા માટે આવ્યો. જ્યારે એણે એ બચ્ચું જોયું ત્યારે એણે એને પાછળ જઇને પકડી લીધું. જે ક્ષણે સિંહે પેલા બચ્ચાને પકડયું તે જ ક્ષણે એ બચ્ચુ જોરથી બોલવા લાગ્યું “મને જવા દો, મને છોડી દો, બેં... બેં.... બેં....
સિંહે કહ્યું “ઓ મુર્ખ, ગભરાઇશ નહીં હું તને મારી નાખવાનો નથી. તું જાણતો નથી કે તું કોણ છે? પેલું સિંહનું બચ્ચુ રડવા લાગ્યું અને રડતારડતા કહેવા લાગ્યું ” હું તો બકરી છું મને જવા દો, મને છોડી દો!”
સિંહે કહ્યું “અરે મૂર્ખ ! તુ બકરી નથી તું મારાથી ગભરાઇશ નહીં !” પણ એ બચ્ચુ તો ખૂબ જ વ્યાકુળતાથી કરગરી રહ્યું હતું અને કશું પણ સાંભળતું જ નહોતું. ગમે તે રીતે તેણે સિંહની પકડમાંથી ભાગી જવામાં સફળતા મેળવી.
બીજે દિવસે, જ્યાં બકરીઓ હતી ત્યાં એ સિંહ ફરીથી આવ્યો. એણે ગમે તે રીતે પેલું બચ્ચું પકડયું અને આજે તો એને બળ પૂર્વક પકડી રાખ્યું.
સિંહની પકડમાંથી છૂટવા માટે એ બચ્ચું ઘણાં પ્રયત્નો કરતું હતું પરંતુ જ્યારે એ સિંહની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતું હતું ત્યારે એના મનમાં બે પ્રકારની ભાવનાઓ ઉત્પન્ન થઇ રહી હતી. એક ભાવના પ્રમાણે એને સિંહની પકડમાંથી નાસી છૂટવું હતું તો બીજી તરફ સિંહની એ સખત પકડ તેને ગમતી પણ હતી. એ પકડના સ્પર્શથી તેના મનમાં એક ઊંડો ભાવના જાગૃત થઇ રહી હતી. બચ્ચાની પોતાની પકડમાંથી છૂટવાની મથામણ ને લીધે જ સિંહે તેને છોડ્યું અને કહ્યું “હું ફરીથી કાલે અહીં આવીશ પણ કાલે હું તારી પાછળ પડવાનો નથી’’ આટલું કહીને સિંહ ફરીથી જંગલમાં જતો રહ્યો.
સિંહનું બચ્ચું આખી રાત ઊંઘી શક્યું નહીં. એના ‘મનમાં અસંખ્ય વિચારો ચાલતા હતા...” એ સિંહે મને જે કાંઇપણ કહ્યું એ વાત હું સ્વીકારતો નથી.” પણ એણે જે કંઈપણ કહ્યું એમાં સત્ય તો છે જ! “ના...ના... હું નથી માનતો કે એણે જે કંઈપણ કહ્યું એ બધુ સાચું જ હોય. હું જાણું છું કે હું બકરી છું. હું આ વાત જન્મથી જ જાણું છું. અને એણે જે કંઈપણ કહ્યું છે તેનો મારે મન કોઈ અર્થ નથી. એ મારી પાસેથી કંઈક મેળવવા માટે જુઠ્ઠું બોલે છે.”
એક વાત સમજી લો : સિંહે પેલા બચ્ચાને તેના તરફથી પર એવી વાત કહી હતી. મને એક વાતની સ્પષ્ટતા કરવાની જરૂર જણાય છે કે જો ગુરુની હાજરીથી તમારા તરફથી પર એવી કોઇ અસર થાય તો તમારા મનમાં રહેલો ગુરુ જાગૃત થઈ ગયો છે
એમ કહી શકાય!
તમે એ સિંહ સાથે ઐક્ય ન અનુભવી શકો જ્યાં સુધી તમારામાંનો સિંહ જાગૃત ના થયો હોય. જો તમે કોઈ સંવેદના કે ખાસ લાગણી અનુભવો, હળવાશ-રાહત અનુભવો ગુરુના સ્પર્શને અનુભવો શકો જેમ કે એ સિંહનો સ્પર્શ એ બચ્ચામાં કોઇ ઊંડી ભાવના ઉત્પન્ન કરતો હતો, એ સ્પર્શ તમને વારંવાર થાય એવી લાગણી અનુભવો, પછી ભલે આ બધુ કલ્પનામાં થતું હોય પણ એક વાત સ્પષ્ટ છે કે એ ગુરુએ તમને સ્પર્શી લીધા છે
– તમારા અંતરને એ સિંહનો સ્પર્શ થઈ ચૂક્યો છે ! તમને એક બાજુ જાણે કે રાહત થતી અનુભવાય છે અને ગુરુ જેતેમાં કાંઇક તથ્ય છે તેમ લાગે છે.
બીજે દિવસે સિંહ ફરીથી એજ સ્થાને પહોંચ્યો ત્યારે એ સિંહનું બચ્ચું તેની રાહ જોતું હતું. જંગલ તરફથી આવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને સિંહ કયારે આવશે તેની તે શાંતિથી રાહ જોતું હતું પણ જયારે સિંહ દેખાયો કે તરત જ એ બચ્ચાએ તેનાથી દૂર બકરીઓનાં ટોળા તરફ પાછલા પગે જવા માંડયું, કારણ કે તે પોતાની નજર સિંહ તરફથી દૂર કરવા માગતુ નહોતું.
તેણે થોડાક પાછા પગલા ભર્યા અને સાવચેતી રાખીને સિંહને કહ્યું “તમે જ્યાં છો ત્યાં જ રહો અને હું જ્યાં છું ત્યાં જ રહીશ. હજી આપણે વાત કરી શકીએ છીએ. એ વાત સારી છે કે હું તમને ક્યારેય ભૂલી નહીં શકુ પણ તે છતાં આપણી વચ્ચે અંતર રાખવું વધારે સારું રહેશે. ” સિંહે કહ્યું, ઠીક છે, મને વાંધો નથી, તું જ્યા છું ત્યાં જ રહે પણ હવે આપણે વાત કરીએ. ”
સિંહે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું “એક વાત સમજી લે કે તું સિંહ છે ! તું કોઇ બીજી વાતને કારણે પોતાનો મૂળભૂત સ્વભાવ ભૂલી રહ્યો છું. ધ્યાનથી જો અને તારામાં તથા બકરીઓમાં રહેલા તફાવતને સમજવાનો પ્રયત્ન કર” તે સિંહનું બચ્ચુ રડી પડયું” ના, ના ! એ કેવી રીતે બની શકે ? મેં તેમની જેમ જ ઘાસ ખાધુ છે. હું બીજી બધી બકરીઓની જેમ જ રહ્યો છું. ”
સિંહે કહ્યું “અરે મૂર્ખ ! આ એકદમ પાયાની વાત સમજવાની કોશિશ કર. પોતાની જાતને જોવાનો પ્રયત્ન કર. બીજી કોઇ બકરી મારી સાથે આટલો લગાવ અનુભવતી નથી.બીજી કોઇ બકરીએ મારી રાહ જોઈ. એ બધા મારાથી ડરે છે. ફક્ત તું જ મારી રાહ જુએ છે. આ વાત એ સાબિત કરે છે કે ‘તારા અંતરમાં પણ કંઈક થઈ રહ્યું છે. તારે અહીં મારી રાહ જોવાની શી જરૂર હતી ! અહીં નજીક જ નદી વહેછે, ત્યાં તું મારી સાથે આવીને તેમાં તારું પ્રતિબિંબ જો, તું તારો અને મારો– બંનેનો ચહેરો જોઇ શકીશ. ”
સિંહના બચ્ચાને હજી પણ તેનો ડર લાગતો હતો તે સિંહ સાથે નદી પાસે જવા માંગતુ નહોતું. તેણે સિંહને કહ્યું. “ના અહીં ઊભા રહીને જ વાત કરીએ તમે જ્યાં ઉભા છો ત્યાં જ રહો અને હું અહીંથી જ વાત કરીશ. તમારે જે કહેવું હોય તે કહો હું અહીં ઊભા ઊભા જ તમને સાંભળીશ.’
આ સાંભળીને સિંહે કહ્યું “ઠીક છે હું તને જે કહું છું તે સાંભળ જો તું રાજી હોય તો હું તને નદીના પાણીમાં તારું સાચુ સ્વરૂપ બતાવવા માંગુ છું અને તું મારા જેવો જ છે તે સાબિત કરવા માંગુ છું. પણ હું તારી સાથે જબરદસ્તી નહીં કરું. હું એક અઠવાડિયા બાદ પાછો આવીશ. જો તું રાજી હોય તો, આ જ જગ્યાએ મારી રાહ જોજે. હું તને મારી સાથે નદી પાસે લઈ જઈશ. જો એમ ન કરવું હોય તો તું મને ભૂલી જા મને યાદ કરવાનો ક્યારેય પ્રયત્ન પણ ન કરીશ. તારે જે કરવું હોય તે કરજે. '' એમ કહીને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો.
એક અઠવાડિયા પછી ફરીથી સિંહ ત્યાં આવ્યો, પણ પેલા સિંહના બચ્ચાનું મન હજી મુંઝવણ અનુભવતું હતું, ‘મારે સિંહને ફરીથી ત્યાં મળવા જવું જોઇએ કે નહીં ?’’ એ બચ્ચું મનમાંથી ઊંડે-ઊંડે સિંહને મળવા જવા માંગતુ હતું પણ સાથેસાથે એને સિંહનો ડર પણ લાગતો હતો.
અંતે એ બચ્ચાએ સિંહને મળવા જવાનું નક્કી કર્યું અને જ્યાં એ સિંહને મળ્યું હતું તે જગ્યાએ જઈને ઉભું રહ્યું. સિંહ ત્યાં જ હતો. સિંહે બચ્ચા તરફ જોયું અને બંને નદી તરફ ધીમે ધીમે ચાલવા માંડ્યા. એ બંને વાતો કરતા કરતા ચાલતા હતા તેથી વાતચીત દરમ્યાન સિંહ બચ્ચાની વધારે નજીક આવ્યો. એ બચ્ચું ફરીથી ડરી ગયું અને મોટેથી બોલવા લાગ્યું. ” ના, ના ! તમે જ્યાં છો ત્યાં જ રહો. તમે મને ફક્ત નદી તરફ જવાનો રસ્તો જ બતાવો. મહેરબાની કરીને મારી આટલી નજીક ન આવશો. હું મારી મેળે જ નદી સુધી પહોંચી જઈશ!”
સિંહ તેનાથી થોડે દૂર ચાલવા લાગ્યો અને પોતે નાનો હતો ત્યારથી માંડી આટલો મોટો થયો ત્યાર સુધીની પોતાની વાતો બચ્ચાને કહેવા લાગ્યો. સિંહની એ બધી વાતો સાંભળતા-સાંભળતા પેલા બચ્ચાને તેમાં ઘણો રસ પડયો. તેણે પોતે સિંહને પોતાનાથી દૂર ચાલવાનું કહ્યું હતું તે વાત ભૂલી ગયું. એ બંને વચ્ચેનું અંતર ઘણું ઓછું રહ્યું. હજી પણ એ બંને ચાલતા જ હતા તેથી વાતો કરતાં કરતાં એ સિંહ ફરીથી તેની તદ્દન નજીક આવી ગયો. પેલું બચ્ચુંતો સિંહની વાતો સાંભળવામાં એટલું મશગુલ થઇ ગયું હતું કે તે એમ? એવું થયું હતું ? તમને પણ આટલી તકલીફો થઇ હતી ? જેવા પ્રશ્નો ઉત્સાહથી પૂછવા લાગ્યુ.
બચ્ચાને ખબર પણ ન પડે એટલી સહજતાથી સિંહ વાતો કરતાં-કરતાં તેની તદ્દન નજીક આવી ગયો એ બંનેને એકબીજાનો સ્પર્શ પણ થવા લાગ્યો. બચ્ચાનું એકાએક ધ્યાન તો ગયું પણ તેને નોંધ્યું કે સિંહના સ્પર્શથી તેને કોઇ તકલીફ થતી નહોતી. તેને સિંહનો સ્પર્શ ઘણો આનંદમય લાગ્યો. તેણે સિંહને દૂર જવાનું કહ્યું નહીં.
સિંહ વાતો કરતો હતો અને એ બચ્ચું “અરે ! એ તો ઘણું સરસ કહેવાય... આ તો ઘણું રસપ્રદ છે.. જેવા ઉદ્ગાર કરતું હતું. સિંહે હવે લગભગ એ બચ્ચાને પકડી જ રાખ્યું હતું છતાંય એ બચ્ચાને સિંહના ભૂતકાળની વાતો સાંભળવા ગમવા માંડી હતી તેથી તેણે કોઇ પ્રતિકાર ન કર્યો.
જ્યારે નદી તદ્દન પાસે આવી ગઈ ત્યારે સિંહ તેને પાણીમાં તેનું પ્રતિબિંબ જોવા પકડીને લઈ ગયો. બચ્ચાને ખબર પડી ગઈ હતી કે હવે છૂટવું શક્ય નથી પણ એ વધારે આશ્ચર્યચકિત તો ત્યારે થયું કે એણે અનુભવ્યું કે હવે એનામાં સિંહથી છૂટકારો મેળવવાની ઇચ્છા જ નથી રહી !
પણ ફરીથી એ મનની
પકડમાં આવી ગયો અને
હતાશ થયો, પોતાના
મનમાં શંકા ઉત્પન્ન થઈ.
સમજી લો : સિંહનું બચ્ચું હવે ભાગી શકે તેમ નહોતું પણ તેનામાં ભાગવાની ઇચ્છા જ રહી નહોતી, તે ભાગવા માંગતું જ નહોતું. પણ એ જ વખતે તેના મનમાં અહંકારનો ઉદ્ભવ થયો. તેણે કહ્યું “ના, ના ! મને જવા દો ! તમે મારી સાથે શું કરવા માંગો છો ? તમે મને પકડી કેમ રાખ્યો છે ? સિંહના બચ્ચામાં હજી પણ થોડોક ગભરાટ હતો તેણે પૂછ્યું “તમે મારુ શું કરવાના છો ? મહેરબાની કરીને કહો, મારી સાથે શું કરવાના છો?”
સિંહે જવાબ આપ્યો “હું તારી સાથે કશું જ કરવાનો નથી. તું ફક્ત નદીના પાણીમાં જો “બચ્ચાએ કહ્યું, સારું ચાલો હું પાણીમાં જોઉં છું.”સિંહે તેને પૂછ્યું “તને પાણીમાં શું દેખાય છે ? તને બે સ્વરૂપો દેખાય છે ? બચ્ચાએ કહ્યું “હા, સિંહે કહ્યું, “સારુ તેમાંથી એક સિંહ હું છું અને બીજો સિંહ તું છું.”

બચ્ચાએ ફરીથી કહ્યું. “બે સ્વરૂપો–બે પ્રતિબિંબો તેમાનું એક મારું છે અને બીજું તમારું છે પછી એકાએક પોતે શું બોલી રહ્યો છે તેનું એને ભાન થયું એ પોતાના પ્રતિબિંબને સ્વીકારવા તૈયાર જ નહોતો. તે મોટેથી બોલી ઉઠયું ના એમ ન બને, ના, ના, ના... બંને પ્રતિબિંબો તમારા જ છે.
સિંહે મોટેથી કહ્યું, “મૂરખ ! જો ! હું મારો હાથ ઊંચો કરું છું. હવે તું પાણીમાં એ જો કે ક્યા પ્રતિબિંબનો હાથ ઊંચો છે ? બચ્ચાએ ઊંચા હાથવાળુ પ્રતિબિંબ જોયું અને કહ્યું કે ફક્ત પેલા પ્રતિબિંબનો જ હાથ ઉપર છે.” ફરીથી સિંહે એમ કહ્યું, “હવે તું તારો હાથ ઊંચો કર”
બચ્ચાએ પોતાનો હાથ ઊંચો કરી પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને બોલી ઉઠયું “હા, હા, હા ! મેં એ જોયું “પછી તરત જ એને મુંઝવણ થઈ કે, પણ, હું કેવી રીતે સિંહ હોઈ શકું ? શું હું બકરી નથી ?”
સિંહે એની તરફ જોઇને કહ્યું “હું અહીં તારી સાથે રમવા આવ્યો નથી.”એ જ ક્ષણે એ બચ્ચા એ પોતાનામાં જ કોઈ સુંદર લાગણી ઉત્પન્ન થઈ હોવાનું અનુભવ્યું, એને લાગ્યું કે હવે કંઈક અદ્ભૂત બનશે.
પણ ફરીથી એ મનની પકડમાં આવી ગયો અને હતાશ થયો, પોતાના મનમાં શંકા ઉત્પન્ન થઇ. મને લાગે છે કે હું હીપ્નોટાઇઝ થઈ ગયો હતો. આ મારો કુદરતી સ્વભાવ નથી !” મને કંઈક થઈ ગયું છે. હું આવો નથી. મને અત્યાર સુધી ક્યારેય આટલો આનંદ કે ખુશી થઇ નથી. આ હું નથી જ ! તે મારી સાથે કંઈક કરી રહ્યો છે. તેણે ચોક્કસ મને કંઈક કર્યું છે !”
સિંહનું બચ્ચું હજી પ્રતિકાર કરતુ હતુ. તે સિંહની
પકડમાંથી છૂટવા મથતુ હતુ, પણ એ ખાલી દેખાવ પૂરતો જ પ્રયત્ન હતો. એ સાચા મનથી નાસી છૂટવા માંગતું નહોતું, કારણ કે તેના મનમાં ભાગી છૂટવાની કોઇ ખરી ઇચ્છા જ રહી નહોતી.
તે છતાંય બચ્ચાએ વિરોધ કરતા કહ્યું, “ના, ના, ના...! મને છોડો ! મને જવા દો ! હું જાણું છું કે તમે સિંહ છો, હું તમને મારા તરફથી હું જે ઘાસ રોજ ખાઉં છું તે લાવી આપીશ, હું જે દૂધ પીઉં છું તે પણ લાવી આપીશ. હું મારો સમય તમારી સેવામાં વ્યતીત કરીશ.”
અંતે સિંહે વિચાર્યું, ‘અમારે હવે તેને છોડી દેવું જોઇએ. અત્યારે તો એ આટલું જ સમજી શકે તેમ છે.’ તેથી તેણે બચ્ચાને કહ્યું “ઠીક છે હવે એક વાત સ્પષ્ટ કરીએ કે, હવે આપણે કાલે મળીએ. હું તને લઇ જવા માટે જંગલની સરહદ બહાર આવવાનો નથી. હું મારા ઘરમાં જ રહીશ. જો તારે મને મળવું હોય તો હું ક્યાં રહું છું તે જાતે જ શોધી કાઢજે અને મને મળજે. હું તને તારી જગ્યાએથી અહીં લાવવા માટેનો સમય બગાડવા માંગતો નથી. તારે મને મળવા આવવાના પ્રયત્નો ન કરવા હોય તો કંઈ નહીં. એમ રાખજે ! ”સિંહ આટલું કહીને ત્યાંથી જતો રહ્યો.
આ વખતે, બચ્ચુ પહેલાંની જેમ દોડીને નાસી ગયુ નહિ. તે ધીમે ધીમે પાછું ગયું તે હવે પાછું જવા માંગતુ નહોતું પણ બીજી બાજુ તેનું મન તેને બકરીઓમાં પાછા ફરવા માટે ધક્કો મારતુ હતું. બચ્ચાનાં ત્રણ પગ તો ઉપડતા જ નહોતા. ફક્ત એક જ પગથી તે ચાલી શકવાની મનઃસ્થિતિમાં હતું. વિદાયની આ વેળાએ તેની નાનકડી આંખોમાંથી મોટા મોટા આંસુ પડવા લાગ્યા.
બીજે દિવસે સિંહ પોતાનાં ઘરમાં રાજની અદાથી બેઠો હતો. ધીમેથી, એકદમ ધીમેથી બચ્ચું એની નજીક આવ્યું અને કહ્યું “આ સૌથી ઉત્તમ પ્રકારનું તાજુ જ કાપેલું ઘાસ છે. મહેરબાની કરીને મારી આ ભેટનો સ્વીકાર કરો”આટલુ કહીને તે સિંહની સામે બેસી ગયું.
સિંહે તે જોયું અને મનમાંજ વિચાર કર્યો “ઠીક છે જો હું આ ઘાસનો સ્વીકાર કરીશ તો એ મારી સાથે પોતાને જોડાયેલો સમજશે ધીમે ધીમે તેના તરફથી આ સંબંધને ઊંડાણભર્યો બનવા દેશે. આ ભેટથી તે મારી સાથે વધુ નિકટતા અનુભવશે.” આવો વિચાર કરીને સિંહ ક્યારેય ઘાસ ન ખાતો હોવા છતાંય તેણે ઘાસ ઉપાડીને પોતાના મોંમા મૂક્યું અને ખાવાનું શરૂ કર્યું. તેણે ખાતા ખાતા જ બચ્ચાની પ્રશંસા કરતા કહ્યું. જે ઘાસ તું મારા માટે લાવ્યો છું તે ખરેખર સ્વાદિષ્ટ છે.” આ સાંભળીને બચ્ચું ઘણું ખુશ થયું સિંહ જ્યારથી ઘાસ ખાતો થયો ત્યારથી એ બંને વચ્ચેનો સંબંધ ધીમે ધીમે ગાઢ બનવા લાગ્યો.
એક વાત સમજી લો : સિંહ પોતાની અને બચ્ચા વચ્ચે પડેલી ખાઇને પૂરવા માટે જ એક ડગલું નીચે ઊતર્યો અને તેણે ઘાસ ખાવાનું શરૂ કર્યું. પોતે ક્યારેય ઘાસ ન ખાતો હોવા છતાંય ખરેખર ઘાસ ખાય છે. તે ભાવે છે તેમ બતાવ્યું.
ધીમે ધીમે સિંહ અને બચ્ચા વચ્ચેનો સંબંધ વિકસવા લાગ્યો. બચ્ચાએ લાવી આપેલા ઘાસને ખાતાં જ ક્યારેક એ બરાડી ઊઠતો ‘મુરખ ! તને ખબર નથી કે મારે માટે તારે ક્યા પ્રકારનું ઘાસ લાવવાનું ? આ તે કેવું ઘાસ છે ? આજ સુધીમાં તો તને ખબર પડી જવી જોઇએ કે હું શું ખાઉ છું. હવેથી મારા માટે ખાસ પ્રકારનું જ ઘાસ લઇ આવજે!”
સિંહના બચ્ચાને પણ વિચાર આવતો કે હવે તો તે ગુસ્સો પણ કરે છે. મને પણ ક્યારેક ગુસ્સો આવી જાય છે તે મારા જેવી ભાષા બોલે છે અને હું પણ તેની ભાષા બોલી શકું છું તે મારા જેવો જ છે !”
જ્યારે જ્યારે સિંહ ઘાસ ખાતો ત્યારે એ પોતાના સ્તરથી એક ડગલું નીચે ઉતરતો હતો, તેની પ્રકૃતિથી વિરૂદ્ધ તેની ચેતનાથી નીચા સ્તરે આવતો હતો, ફક્ત એ બચ્ચા સાથે જોડાવા માટે જ સિંહ આવું વર્તન કરતો હતો.
બચ્ચું હવે ઘણી હળવાશ અનુભવતું હતું. તે હવે સિંહ સાથે લગાવ કરી શકતુ હતું. હવે બચ્ચાએ નક્કી કર્યુ “હવે ફરીવાર આવીશ ત્યારે હું ચોક્કસ પ્રકારનું ઘાસ અને તાજું દૂધ લઇ આવીશ. મારે બધુ વ્યવસ્થિત રીતે કરવું જોઇએ. કદાચ મારે ઘાસને સરખી રીતે પેક કરવું જોઇએ. “બચ્ચાએ આવી યોજના ઘડી કાઢી અને જાણે પોતે બરાબર કર્યુ નથી માટે સિંહે એને વઢી નાખ્યો હોય એવો વિચાર કરવા લાગ્યું અને આમ, સિંહ અને બચ્ચા વચ્ચે સંબંધો ગાઢ થવાની શરૂઆત થઇ. બચ્ચાને હવે મોકળાશ લાગવા લાગી. બચ્ચું જ્યારે પણ તેને સિંહને મળવાની ઇચ્છા થતી ત્યારે જંગલમાં જવા લાગ્યું, તેનામાંથી ડર તદ્દન જતો રહ્યો તે સહેલાઇથી સિંહને મળતું થયું. સિંહની આસપાસ, તેની તદ્દન નજીક જતા પણ તેને સંકોચ થતો નહોતો. તેની સાથે હોવાથી તે એક પ્રકારનો આનંદ અનુભવવા લાગ્યુ, તેને ‘માસ્ટર’ સિંહના ‘માસ્ટર’ પ્લાનનો જરાય અણસાર આવ્યો નહોતો.
એક દિવસે હંમેશની માફક એ બચ્ચું ઘાસ અને દૂધ લઇને સિંહને મળવા આવ્યું, ત્યારે તેણે જોયું કે સિંહ માસનો મોટો ટુકડો લઇને બેઠો હતો. જે ક્ષણે એ બચ્ચાએ માંસ જોયું એ જ ક્ષણે ગભરાઇને બૂમ પાડી ઉઠયો,” તમારી તાસકમાં માસ લઇને કેમ બેઠા છો? આ બધુ શું છે? શું તમે માંસાહારી છો? હું તો જાણતો જ નહોતો કે તમે માંસાહારી છો ! તમે એક પ્રેમાળ અને અદ્ભુત વ્યક્તિત છો. તમે માંસાહારી ન જ હોઇ શકો! તમે આ બધી ભયંકર વસ્તુઓ ખાઓ છો ! હું તો શાકાહારી છું! હું આ બધું ન પચાવી શકું!
આ સમયે સિંહે કંઇપણ સમજાવવાની તસ્દી ન

લીધી ! તેણે તો બચ્ચાનું ગળું પકડી તેની આનાકાનીને ગણકાર્યા વગર માંસનો એક ટૂકડો બચ્ચાંના મોંમા ખોંસી દીધો. જે ક્ષણે માંસ તેના મોંમા ગયું બચ્ચાએ જીવનમાં પહેલીવાર લોહીનો સ્વાદ ચાખ્યો એકાએક તેના પોતાની અંદર કંઇક અનુભવ્યુ.
આ બધું શું ચાલી રહ્યું છે તેની કાંઇ સમજણ

તમે કોઈ માણસ નથી કે તમે પોતાને સમજો છો તે ઓળખવાળી વ્યક્તિ પણ નથી.
તમે સિંહ છો, બકરી નથી
એક વાત સમજી લો, તમે કોઈ માણસ નથી કે તમે પોતાને સમજો છો તે ઓળખવાળી વ્યક્તિ પણ નથી.
તમે પેલી બકરી જેવા છો. વાસ્તવમાં તમે જ એ બકરી છો. મારી સામે જુઓ અને સમજો. હું પણ એવું વિચારતો હતો કે હું બકરી છું, પણ હું કેવી રીતે સિંહ બન્યો તે જુઓ. મારા પોતાના જીવનને નિકટતાથી જુઓ. પછી તમે સમજશો કે તમે કેટલા મુર્ખ છો કે તમારી પોતાની જાતને બકરી સમજો છો. અને આ સમજણથી તમે આપોઆપ જ સિંહ બની જશો. !
બચ્ચાને પડી નહીં. જીવનમાં પહેલી જ વાર તેણે માંસ ચાખ્યું હતું ! તેનામાં ઉત્પન્ન થયેલી લાગણીથી તે કિંગમૂઢ થઇ ગયો. આવું જ કંઈક જીવનમાં તમે પહેલીવાર જ્યારે પરમાનંદ કે સટોરીનો અનુભવ કરો છો ત્યારે તમારામાં પણ થાય છે. જ્યારે તમે એને અનુભવો ત્યારે જ તમને એ સમજાય.
આજ સમજ શ્રી કૃષ્ણ આપે છે જ્યારે એ (ગીતામાં) કહે છે "જ્યારે તમે મારું જીવન સમજશો ત્યારે તમે મુક્તિ ને પામશો." એક મુક્ત વ્યક્તિનું જીવન જ તમને મુક્તિ આપે છે કારણ કે તે તમે હાલમાં ક્યાં છો તે ચોક્કસપણે બતાવે છે. આ મુક્ત વ્યક્તિ પણ એક સમયે અજ્ઞાન જ હતી. જ્યાં તમે આજે છો ત્યાં એ પણ એક સમયે તો હતી જ. આ હકીકત તમને જે પરમાનંદ છે તેનો અનુભવ કરવા માટે કાચુ માસ ખાવા અને બેં બેં ને બદલે ગર્જના કરવા માટેની જરુરી જબરદસ્ત હિમ્મત આપે છે જ્યારે આ અનુભવ કરો છો ત્યારે તમે બેં બેં કરવાનું છોડી ગર્જના કરવા માંડો છો.
માંસ ચાખ્યા પછી બચ્ચાંએ પણ સિંહની જેમ જ ગર્જના કરી. પોતાની ગર્જનાઓ દ્વારા તેણે પોતાના સાચા સ્વરુપની બધાને જાણ કરી. તેણે પોતાના મૂળભૂત સ્વભાવને વ્યક્ત કર્યો. હવે સિંહે બચ્ચાની આંખોમાં આરપાર જોતા કહ્યું, "તત્ ત્વમ્ અસિ– એ તુ જ છે, તુ એ જ છે." એક દીક્ષાનો જાણે કે આરંભ થયો સિંહ સિંહ બન્યો. બસ એટલું જ ! એક સિંહ કે જે પોતાને બકરી સમજતો હતો તે સિંહ બન્યો !
સિંહના બચ્ચાને પોતે સિંહ જ છે; એ વાતની ખાતરી થતા કેટલો સમય લાગ્યો ? માંડ એક સેકન્ડ ! જે ક્ષણે માસ અને લોહી એના મોંઢામાં ગયું એણે ગર્જવાનું શરુ કરી દીધું. પણ યાદ એ રાખવાનું છે કે એના મોંઢામાં માંસ ધકેલવા માટે કેટલો સમય ગયો.
ગુરુ જ એક માત્ર જીવંત શાસ્ત્ર છે. ગુરુની નિશ્રામાં કે શરણમાં જવામાં સમય લાગે છે. એના પહેલા સંબંધ જોડાવવો જરૂરી છે, બંને વચ્ચે કોઇ સેતુ રચાય એ જરૂરી છે. અને એટલે જ એમાં સમય લાગે છે.
જીવન મુક્તિ પોતે વધુ સમય લેતી નથી. પણ આ સેતુ બંધાતા અને આ અનુભવ કરાવવા માટેનો વિશ્વાસ આવતા સમય લાગે છે.
સદ્ગુરુનું માહાત્મ્ય
ખાસ કરીને આધુનિક યુગમાં માનવીઓને ગુરુ શા માટે જરૂરી છે તે સમજવું અઘરું પડે છે.
ગુરુ તમને તમારા અસ્તિત્વની ઝાંખી કરાવે છે તમારું સત્ય તમને બતાવી આપે છે તે ફક્ત ઉપદેશ આપવા માટે જ નથી હોતા. તે તમને જાગૃત કરે છે.
ગુરુ જ એક માત્ર જીવંત શાસ્ત્ર છે.
ઇશ્વરને શરણે જવું અઘરું છે કારણ કે તમે જાણતા નથી કે ઇશ્વર ક્યાં છે – ઇશ્વર કોણ છે. ઇશ્વર એ વિચાર છે, કલ્પના છે. પરંતુ ગુરુ પૂર્ણત્વ સાથે ઐક્યમાં છે. તે સર્વોચ્ચપદે પહોંચી ચૂક્યા છે. તેમના માટે ઇશ્વર વાસ્તવિક છે. તે ઇશ્વર સાથે રહે છે અથવા ઇશ્વર જેવું અસ્તિત્વ ધરાવે છે અથવા ગમે તે કહી શકો. ગુરુ તમારે માટે વાસ્તવિક રૂપમાં છે. તે પાર્થિવ હોય છે- તેને સ્પર્શી શકાય છે. તેથી ઇશ્વરને પામવાનું એ દ્વાર બની શકે છે.
ગુરુ થકી તમે ઈશ્વરના ખોળામાં બેસવા હરણફાળ ભરી શકો છો.
તમારી અને તમારા સાચા પરમાનંદ સ્વરૂપ અથવા ઈશ્વરની વચ્ચે તમારો અહંકાર જ આડખીલી રીતે ઉભો છે. દીક્ષાર્થી શિષ્ય બનવું એટલે તમારા અહંકારનો સદંતર ત્યાગ કરવો. અહંકારનો ત્યાગ કરવો ઘણો અઘરો છે. અહંકારનો ત્યાગ એટલે તમારી એવી નક્કર ઓળખ કે તમે જેને વર્ષો સુધી જીવવા માટે અત્યંત જરૂરી સમજતા હતા એ વાતનો ત્યાગ કરવો તે. અહંકારનો ત્યાગ એ મૃત્યુ સમાન લાગે છે જ્યારે ખરેખર એ અહંકાર જ તમારા અસ્તિત્વ અને તમારા જીવન વચ્ચે આડો આવતો હોય છે.
અહંકારનો ત્યાગ કરવો ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારો ગુરુ સાથેનો સંબંધ દૃઢ વિશ્વાસ, પ્રેમ અને પૂજ્યભાવથી રચાયેલો હોય. તમે ધીમેધીમે હિંમત ભેગી કરો છો અને પછી આખા જીવન દરમ્યાન જેને વળગી રહ્યા હોવ છો, તે અહંકારનો ત્યાગ કરવાનું જોખમ લો છો. અહંકાર તમે ત્યારે જ છોડો છો જ્યારે તમને પૂરે પૂરી ખબર છે કે તમે પડી જશો તો પણ ગુરુના રૂપમાં રહેલી અસ્તિત્ત્વની અખૂટ પ્રેમ અને કરુણાની જાળીમાં ઝીલાઇ જશો.
હાલમાં તમારા મોટાભાગના સ્વાનુભવો વધારે ને વધારે ભય અને લોભ લાવે છે એને બદલે કોઇ પણ અનુભવ તમારા અસ્તિત્ત્વમાં વધુ શક્તિ અને જાગૃતતા ઉમેરી શકે છે. આ માટેની જરૂરી મનોદૃષ્ટિનો બદલાવ, માનસિક ક્રાંતિ ગુરુ તમારામાં કરે છે જેનાથી તમારું સંપૂર્ણ પરિવર્તન થાય છે.
ગુરુ દ્વારા જ્ઞાન
તમે પૂછશો – “મારે ગુરુની શી જરૂર છે ? હું જીવનમાંથી શીખી શકુ છું.”
ગુરુ પાસેથી કંઈક શીખવું એ અત્યંત સુખદ અનુભવ છે. તેમાં મીઠાશ છે. સૌ પ્રથમ ગુરુ તમને પોતાના ખોળામાં બેસાડે છે, પ્રેમરૂપી એનેસ્થેસીયા આપે છે અને ત્યાર પછી જ તમારા અહંકારના ટ્યુમરનું ઓપરેશન શરૂ કરે છે. એ તમારા ઉપર પ્રેમની વર્ષા સતત કરતા રહે છે જેને લીધે તમને રૂપાંતરણ – પરિવર્તનની પ્રક્રિયામાં પસાર થતાં કોઇ પીડાનો અનુભવ થતો નથી. છતાં પણ કદાચ સહેજ પીડા થાય તો પણ તમે તે આનંદ અને ગુરુ સાથે હોવાની જાગૃતતાથી સહન કરો છો.
ગુરુ મર્મજ્ઞ છે. તે તમને ફક્ત શીખવાડતા જ નથી પણ તમે આ રૂપાંતરણની પ્રક્રિયામાંથી આનંદપૂર્વક પસાર થાવ છો કે નહીં એની પણ કાળજી લે છે.
એક નાનકડી વાર્તા:
એક કિશોરના યુવાનના પિતાએ તેના નાના દિકરાને મોટો પત્થર ખસેડવાનું કહ્યું. કિશોરે ઘણી મહેનત કરી પણ એ પત્થરને ખસેડી શકયો નહીં. તે ખૂબ જ થાકી ગયો ત્યાં સુધી એણે પત્થરને ખસેડવાના પ્રયત્નો કર્યા. પિતાએ કહ્યું “તું તારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરતો નથી. તારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કર અને પછી ખસેડ.”
યુવાન ખરેખર ખૂબ જ થાકી ગયો હતો. તેણે પિતાને મોટેથી કહ્યું “તમે કેવી વાત કરો છો ? તમે એવું કહી રહ્યા છો કે હું મારી સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી નથી રહ્યો ? હું થાકી ગયો છું, શું તમે મારો થાક જોઈ શકતા નથી?”
પિતાએ કહ્યું “કેમ તું મને પણ મદદ કરવાનું કહી શક્યો હોત. હું પણ તારી શક્તિ જ છું ને !”
તે તમને ફક્ત શીખવાડતા
જ નથી પણ તમે આ
રૂપાંતરણની પ્રક્રિયામાંથી
આનંદપૂર્વક પસાર થાવ
એની પણ કાળજી લે છે.
એવી જ રીતે, તમે ગુરુની હાજરીનો પણ ઉપયોગ કરી શકો છો. મહેરબાની કરીને સમજો કે તમે મને પૂછી શકો છો, મને કહી શકો છો. તમે ગુરુની મદદ લઇ શકો છો. તમે એવું કયારેય કર્યું નથી તમે ગુરુને તમારી ક્ષમતા તરીકે કયારેય જોતા જ નથી. ઘણી બધી મદદ તો હાજર જ છે, તમે ઘણી મદદ લઇ જ શકો છો, પણ તમે કયારેય મદદ લેતા જ નથી. તમે મદદ માટે ગુરુને કયારેય કશું કહેતા જ નથી!
જીવન પોતે જ તમારો ગુરુ બની શકે છે. પણ તેમાંથી શું શીખવું, ક્યાંથી શીખવું, કોની પાસેથી શીખવું જેવી મૂંઝવણો ઉભી થાય છે. ગુરુ દત્તાત્રય હંમેશા કહેતા કે “મેં કોઇને જ ગુરુ નથી બનાવ્યા કારણ કે જીવન જ સતત રીતે મારું ગુરુ રહ્યું છે.” મેં પક્ષીનો શિકાર કરતા શિકારી પાસેથી એકાગ્રતા શિખી છે. કીડીઓ પાસેથી હું ભવિષ્યનાં ઉપયોગ માટે બચાવવાનું શીખ્યો છું.” જીવન ગુરુ બની શકે છે. જો તમારામાં ખરી વસ્તુ ચૂંટી કાઢવાની બુદ્ધિ હોય તો ! પણ ઘણી ખરી વાર તમે ખોટી વસ્તુની પસંદગી કરો છો.
એક નાનકડી વાર્તા :
રાજા હરિશ્ચંદ્રે પોતાનું સંપૂર્ણ જીવન સત્યનિષ્ઠામાં વિતાવ્યું હતું. હરિશ્ચંદ્રની વાત છે કે તે ફક્ત સત્યના પાલન માટે જ જીવતો હતો. જીવનમાં પોતાના સત્ય પાલનના આગ્રહને કારણે તેણે પોતાની પત્ની તેમજ બાળકોને પણ વેચી દીધા હતા.
એકવાર, એક ગામમાં કથાકારે હરિશ્ચંદ્રની વાર્તા કહી. કથા પૂરી થયા પછી કથાકારે એક માણસને ગુરુ જીવનનો સૌથી વધારે મધુર અનુભવ જે તમારો પોતાની અનન્યતાનો અનુભવ છે તેના દરવાજા ખુલ્લા કરી દે છે. બોલાવીને પૂછ્યું, “તમે આ વાર્તામાંથી શું શીખ્યા ?” માણસે જવાબ આપ્યો, “જીવનમાં ગમે તે થાય પણ હંમેશા સાચું જ બોલવું.” કથાકાર ઘણો રાજી થયો. પછી તેણે બીજા માણસને બોલાવીને એ જ પ્રશ્ન પૂછ્યો “તમે આ વાર્તામાંથી શું શીખ્યા?” બીજા માણસે જવાબ આપ્યો, “હું બીજો મહત્વનો પાઠ શીખ્યો અને અને તે એવો કે અત્યંત કટોકટીમાં તમે તમારી પત્નીને પણ વેચી શકો છો. તેમાં કશુંય ખોટું નથી.”
એક વાત સમજી લો :- તમે એક જ વાર્તામાંથી બે જુદાં જુદાં પાઠ શીખી શકો છો.
જીવનમાં દરેક બાબતમાંથી સાચો સાર શીખવા જેટલી બુદ્ધિ તમારામાં હોતી નથી અને તેથી જ ગુરુ તમને મળે છે. એ તમને સાચો રસ્તો બતાવી શકે છે કારણ કે એ જ રસ્તે ચાલીને તેઓ સફળ થયા હોય છે.
જુઓ, કેટલીકવાર દવાઓ આપીને પણ ટ્યુમર(ગાંઠ) દૂર કરી શકાય છે. પણ તેમાં વર્ષો વીતી જાય છે. ગુરુ એ ટ્યુમરને થોડોક પણ સમય લીધા વગર દૂર કરી શકે છે. બીજી એક વાત, તમે જીવનમાં જે ટ્યુમરને લઇને જીવો છો, તેની પીડા કરતા ગુરુ જયારે એ ટ્યુમર દૂર કરે છે તેની પીડા ઘણી ઓછી હોય છે. ગુરુ જ્યારે તે દૂર કરે છે ત્યારે ગુરુ પાસે હોવાને કારણે ભાગ્યે જ કાંઇક પીડા થાય છે. ટ્યુમરને દૂર કર્યા વગર જીવવું ભયાવહ અને મુશ્કેલ છે. અને તેથી જ ગુરુના શરણે જવું વધુ હિતાવહ છે.
જીવન એ એક એવું રહસ્ય છે કે જેનો આપણે ક્યારેય ઇચ્છાઓ દ્વારા તાગ પામી શકતા નથી. આપણી ઇચ્છાઓ મોટી અને સમગ્ર જીવન ન્યોછાવર કરવા જેવી મૂલ્યવાન લાગે છે. આપણા જીવન પ્રત્યેનાં સાંકડા દ્રષ્ટિકોણને કારણે આપણે નજીવી કે ઓછી મહત્વની બાબતોને ઘણું મહત્વ આપતા હોઇએ છીએ. જ્યારે ઘણા બીજા ઘણા બધા મહત્ત્વના અને અર્થસભર અનુભવો આપણા બારણે રાહ જોતા હોય છે. પણ મુશ્કેલી એ છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી કારણ કે આપણે એવું કાંઇક ક્યારેય જોયું નથી હોતુ.
આ પરિસ્થિતિમાં આપણને ગુરુનો ભેટો થાય છે. તેમણે જીવનની સંપૂર્ણતા સમગ્રપણે જોઇ હોય છે. તેમણે એવી વસ્તુઓ જોઇ હોય છે જેના વિષે તમે ઇચ્છા તો શું કલ્પના પણ ના કરી હોય. તે તમને જીવનની એવી પરિપૂર્ણતાના અનુભવ મેળવવા તરફ જવા માટે મદદ કરે છે.
તમારામાં એમની સાથે ચાલવાની જરૂરી શ્રદ્ધા હોવી જોઇએ. પછી જ્યારે અનુભવો થવા માડે છે ત્યારે તમને આ સત્યની ખાત્રી થાય છે. ત્યારબાદ તમે એક સદ્ગુણાત્મક cycle - વર્તુળમાં પ્રવેશો છો. જેટલી ગુરુ ઉપરની શ્રદ્ધા વધશે એટલા વધુ અનુભવ થશે અને આ જ અનુભવો એમનામાં ફરી વધારે શ્રદ્ધા જગાવશે.
ગુરુ ક્યારેય કોઇપણ બાબતને તમારી ઉપર ઠોકી બેસાડતા નથી. તે ફક્ત તમારા ઉપર ઠોકી બેસાડેલી બીનજરૂરી બાબતો દૂર કરે છે અને તમારા જીવનને ‘નવું’ અને તાજગી ભર્યું બનાવી દે છે. તમે એક એવો કોરો કાગળ બનો છો કે પછી તમે જેવુ ચાહો તેવું અનન્ય ચિત્ર એની ઉપર બનાવી શકો છો. તમે તમારું પોતાનું ગીત રચી શકો છો અને તમારું પોતાનુ નૃત્ય કરી શકો છો. ગુરુ જીવનનો સૌથી વધારે મધુર અનુભવ જે તમારો પોતાની અનન્યતાનો અનુભવ છે તેના દરવાજા ખુલ્લા કરી દે છે.
પદ્ધતિ અને પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. પદ્ધતિને ફરીથી વારંવાર કરી શકાય છે અને તેની અસર હંમેશા એકસરખી જ રહે છે. જ્યારે પ્રક્રિયામાં તમને દરેક વખત એકસરખી અસર મળતી નથી. અને તમે એને તમારી જાતે કરી શકતા નથી.
ગુરુની સાથે રહીને કરેલી પદ્ધતિ એ પ્રક્રિયા બને છે. ગુરુ વગર કરેલી પ્રક્રિયા પદ્ધતિ બને છે.
શાશ્વત સંબંધ
સંબંધ એટલે શું ?
સંબંધો તમને એવા તમારા જ વિવિધ પરિમાણો પ્રગટ કરી બતાવે છે, જે તમારામાં હોવા છતાંય તમે એનાથી અજાણ છો. તે તમને અનુભવ કરાવીને સાબીત કરી આપે છે કે તમે પણ કોઈને કે કોઇ વસ્તુને પ્રેમ કરવા સમર્થ છો. એ દર્શાવે છે કે તમે કોઈને પ્રેમ કરી શકો છો, અને તેને માટે તમે આશ્ચર્યકાર હદ સુધીનું બલિદાન આપી શકો છો.
જ્યારે આપણો જન્મ થયો હતો, ત્યારે આપણે સંપૂર્ણતા સાથે જન્મ્યા હતા પરંતુ આપણને આપણાં જ વિભિન્ન પાંસાઓનું પૂરતું જ્ઞાન નથી. અને જ્યારે આપણને જ ખબર નથી હોતી ત્યારે બહારના જગતને તેની જાણ થવાની શક્યતા જ રહેતી નથી. સંબંધોમાં એટલું સામર્થ્ય રહેલું છે કે તે આપણાથી અજાણ આપણા જ પરિમાણોને જાગૃત કરી તેનો અનુભવ કરાવી આપે છે અને આપણે તેને બહારના જગત સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.
સંબંધો તમારામાં છૂપાઇ રહેલા પરિમાણો જાગૃત કરે છે.
સંબંધો તમારામાં છૂપાઇ રહેલા પરિમાણો જાગૃત કરે છે.
ગમે તેની સાથેનો ગમે તેનો સંબંધ પછી ભલે તે કોઈ પણ હોય, કંઈક પણ હોય, તે તમને તમારા ગુરુ સાથેના સર્વોચ્ચ સંબંધ તરફ દોરી જાય છે.
જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે ભલે તે પુરુષ-સ્ત્રી કે બાળક, ઇશ્વર કે ગુરુ હોય, તમે તમારા છૂપાયેલા, અજાણ્યાં એવા પરિમાણોને જોઈ શકો છો. આવા પ્રેમના ખીલવાની સાથે તમે વધુ જવાબદાર બનો છો. તમે જીવનના ખરા રસનો અનુભવ કરો છો.
ગુરુ કે જે અસ્તિત્ત્વ સાથે એકરસ હોય છે તેમની સાથેનો સંબંધ બીજા કોઇપણ સંબંધ કરતા વધુ ગાઢ હોય છે. એ મૂળ અસ્તિત્વના સ્તરનું જોડાણ છે.
સામાન્ય રીતે બીજાબધા સંબંધો એક પ્રકારનું બંધન ઉભુ કરે છે જ્યારે ગુરુ સાથેના સંબંધ તમને મુક્તિ અને અંતે પરમાનંદ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવે છે. તમે ગુરુ સાથેના સંબંધમાં ભલે કોઇ બંધન નિર્માણ કરો, તે છતાંય તમને એ સંબંધ પરમાનંદ જ આપશે ! ગુરુ સાથેના સંબંધમાં કોઈ પણ પ્રકારનું બંધન ઉભુ થતુ નથી.
ગુરુનું સ્વરૂપ એ તમારી અને પરમ શક્તિ વચ્ચેનો સેતુ છે. ગુરુનું સ્વરૂપ એ પરમ શક્તિનુંજ મૂર્તરૂપ છે. અને તેથી તેમનામાં માનવીય અને દૈવી એમ બંને પરિમાણો રહેલા છે. જ્યારે તમે ફક્ત સ્વરૂપ સાથે જ નહીં પણ સ્વરૂપ દ્વારા વ્યક્ત થતા સત્ય સાથે સંકળાવ છો ત્યારે તમે એ પરમ શક્તિનું જ્ઞાન મેળવો છો.
ગુરુ એક એવી વ્યક્તિ છે
જે તમારામાં દિવ્યતા
(જીવનમુક્તિ) નું પરિમાણ
જાગ્રત કરે છે.
ગુરુના બધા જ સ્વરૂપો છે અને છતાંય એ સ્વરૂપ વગરના છે તે ફોટોફ્રેમ સરહદમાં બંધાવા માંગતા નથી, પત્થરની મૂર્તિરૂપે પૂજાવવા માગતા નથી કે કોઇ ચોક્કસ રૂપમાં તેની પૂજા –અર્ચના થાય એ પણ તેમને મંજૂર નથી. ગુરુ તમામ સ્વરૂપો-પરિમાણોથી પર હોય છે. તે અનંત હોય છે- અસીમ હોય છે...
ગુરુને કોઇ એક બીબામાં – પછી તે માતા કે પ્રેમીના સ્વરૂપનું હોય-ઢાળી દેવાથી તમે એમને સુલભ થાય એવા કાયમી સ્વરૂપમાં મૂકી શકો છો. તેમનો સહેલાઇથી પ્રચાર-વેપાર કરી શકાય છે. પણ ગુરુને પોતાના પ્રચાર કે વેપારમાં રસ નથી, એમને તો તમને ગૂંચવણમાં નાખી તમારી પોતાની અંદર જોતા કરી જીવનમુક્ત બનાવવા છે. ગુરુ તો તમે તમારા હાલના સ્વરૂપને બાળી નાખી નવા સ્વરૂપમાં જાગ્રત થાવ એમ ઇચ્છે છે.
ગુરુ પાસે અજ્ઞાની થઈને જાવ. એ તમને સાચો રસ્તો બતાવશે. તેમના હાથોમાં પ્રેમપૂર્વક ઢળી પડવામાં સંકોચ ન અનુભવશો, તમે એમની સાથે પરમાનંદમાં સરકી જશો.
ગુરુ આપણી સાથે ઘણા બધા રૂપે અને સ્તરે સંબંધ જોડે છે જેથી જે કોઈને એમના સંપર્કમાં આવવાનુ ભાગ્ય ફળે છે તે દરેક સાથેના એક અનન્ય સંબંધના સૌંદર્ય અને સઘનતાની અભિવ્યક્તિ થાય છે.
સત્યની શોધમાં નીકળેલા દરેક જણ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન પ્રકાશમાં જવા માટેના એક અદ્વિતિય સુંદર માર્ગ પર ગુરુની સંગાથે ચાલે છે. આ એક નાજુક પ્રેમ ક્રીડા છે. એમાં બે વ્યક્તિનું એવા ગાઢ વિશ્વાસભર્યું સંમેલન રચાય છે કે ગુરુની જ્ઞાન-જ્યોતિની ચિનગારી ગુરુના અસ્તિત્ત્વમાંથી શિષ્યના અસ્તિત્ત્વમાં કૂદી જાય છે. આ રીતે (શિષ્યમાં) જાગૃતતાની જ્યોતિ પ્રગટે છે.
વિવિધ સંબંધો તમારામાં વિભિન્ન પરિમાણોનો દોર છૂટો કરી આપે છે. પ્રેમી તમારામાં પ્રેમનો દોર છૂટો મૂકે છે- તમારા મિત્રો-મૈત્રીનો દોર છૂટો મૂકે છે. તમારા બાળકો તમારામાં માતૃત્વનું પરિમાણ છૂંટુ કરે છે. તમારા માતા-પિતા, દાદા-દાદીઓ તમારામાં બાલત્વ ઉપજાવે છે. ફક્ત ગુરુ જ તમારામાં એક સાથે બધાં જ પરિમાણોને મુક્ત કરે છે. ગુરુ જ એક એવી વ્યક્તિ છે જે તમારામાં તમારાથી અજાણ એવું એક પરિમાણ જે દિવ્યતા (જીવનમુક્તિ) છે તે જાગ્રત કરે છે. ગુરુશિષ્યનો સંબંધ જે પરિવર્તન લાવે છે તેની ગણતરી કરી શકાતી નથી. ગુરુ તમારી સમક્ષ એમના વિવિધ પરિમાણોમાં પ્રગટ થાય છે અને તમને એ તમામથી પર સર્વોત્કૃષ્ટ અનુભૂતિ સંમિલન દ્વારા કરાવે છે.
ઈશ્વર અને ગુરુ
સૂફી કવિ કબીરે સુંદર શબ્દોમાં કહ્યું છે
“ગુરુ અને ગોવિંદ (ઇશ્વર) બંને મને સામે મળ્યા. હું કોના ચરણ સ્પર્શ કરું ?”
મેં ગુરુનો ચરણ સ્પર્શ કર્યો કારણ કે ગુરુ એ જ મને ગોવિંદ (ઇશ્વર)નો સાક્ષાત્કાર કરાવ્યો છે.
વિવેકાનંદે તેમના અન્ય સહાધ્યાયી દીક્ષાર્થી સાથેની રામકૃષ્ણ પરમહંસ વિશેની ચર્ચા દરમ્યાન રામકૃષ્ણને ઇશ્વર તરીકે ગણાવ્યા હતા. બીજા દીક્ષાર્થીએ તેનો વિરોધ કરતા કહ્યું, આ તો તમે વધારે પડતી અંતિમ વાત કરી કહેવાય. હુ સમંત છું કે આપણા ગુરુ સાક્ષાત્કારી પુરુષ છે, પણ એ ઈશ્વર કેવી રીતે હોઈ શકે.
વિવેકાનંદે તેમને પૂછ્યું “તમે ઇશ્વર વિશે શું જાણો છો ?” દીક્ષાર્થીએ કહ્યું “અરે, ઇશ્વર તો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, અને સર્વવ્યાપી છે.
વિવેકાનંદે ફરીથી તેમને પૂછ્યું “તમે એમ કહો છો કે ઇશ્વર સર્વવ્યાપી છે - તેનો અર્થ શું ?
દીક્ષાર્થીએ કહ્યુ - ઇશ્વર બધે જ વ્યાપેલો છે.
વિવેકાનંદે કહ્યું - “ચોક્કસ તો પછી એ તમને હમણાં દેખાતો પણ હશે.” આ સાંભળીને દીક્ષાર્થી મૂંઝવણ અનુભવવા લાગ્યો. આગળ શું બોલવું તેની તેને ખબર ન પડી.
વિવેકાનંદે એને કહ્યું “તમારી ધારણા પ્રમાણે ઇશ્વર એટલે એવો વિચાર છે કે જેને તમે જોઈ શકતાં નથી, એવી માન્યતા કે અભિપ્રાય છે જેને તમે જાણતા નથી કે સમજતા નથી પરંતુ અહીં તો સામે જ સાક્ષાત ગુરુ છે - જે વાસ્તવ માં ઇશ્વર છે.’’
મને કોઈકે પૂછ્યું હતું કે “ઇશ્વર અને ગુરુમાં શો તફાવત છે ? મેં તેમને પૂછ્યું “તમે ઇશ્વર વિશે શું જાણો છો? તમે જે કંઈપણ જાણો છો તે તો ફક્ત વિચાર ખ્યાલ કે કલ્પના છે, શબ્દોની ગોઠવણી છે તમે જ્યારે ઇશ્વર વિશે વાત કરો છો ત્યારે તમે જે કાંઇ પણ બોલો છો તે અંગે કોઈ ચોક્કસ કડી તમારી પાસે હોતી નથી. તમારા માટે એ ફક્ત એક વિચાર છે, એક એવો ખ્યાલ છે કે જેને તમે પરમ ઊર્જા માની લો છો, બ્રહ્માંડની ચેતના માની લો છો, તમને જે યોગ્ય લાગે તેવું નામ આપો છો ભલે તમે એના વિશે કંઈ જ જાણતા હોતા નથી તે છતાંય !
બ્રહ્માંડ પુરાણ પ્રમાણે :
ગુરુ એ શિવ છે, તેમની ત્રણ આંખો વગર
વિષ્ણુ છે, તેમના ચાર હાથ વગર
બ્રહ્મા છે તેમના ચાર માથા વગર
એ પોતે જ માનવીના રૂપમાં પરમ શિવ છે.
ગુરુ એ સત્ય છે, વાસ્તવ છે, ગુરુ એ બ્રહ્માંડની પરમ ઊર્જાનું વાસ્તવિક સ્વરૂપ છે. તેઓ હંમેશા અહીં અને આજ ક્ષણમાં હોય છે. તે વર્તમાનમાં હાજર છે. અરે ! તે જ વર્તમાન જ છે. તે ઇશ્વરના વિચાર અને તમારી વચ્ચેનો સેતુ છે. એ અર્થમાં તે ઇશ્વરથી પણ મહાન છે.
લોકો મને પૂછે છે “તમે ભગવાન છો ? ‘‘ હું તેમને કહું છું કે “જો તમને જ ખબર નથી કે ઇશ્વર કોણ છે - ક્યાં છે, કેવો છે તો પછી હું ઇશ્વર છું કે નહીં એમ તમે મને કેવી રતે પૂછો છો ?” ઇશ્વરને વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. તેનો ફક્ત અનુભવ જ કરી શકાય.
અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે કે, હું ઇશ્વર છું તેની સાબિતી આપવા અહીં આવ્યો નથી. હું તો તમે જ ઇશ્વર છો તે સાબિત કરવા માગું છું. હું મારું દૈવત્વ સાબિત કરવા આવ્યો નથી, હું તમારું દૈવત્વ સાબિત કરી આપવા માટે અહીં આવ્યો છું
ગુરુ એ જંગલમાં લાગેલા દાવાનળ જેવા છે જે નદીની આ તરફ છે. શિષ્ય નદીની પેલી તરફ છે. વચ્ચે વહેતી નદી તે ‘સંસાર’ છે, જેમાં જન્મ અને પુનર્જન્મ સતત રીતે થતા રહે છે. ગુરુ અને શિષ્ય વચ્ચે જો કોઈ પણ ચીજનો સેતુ બાંધવામાં આવે તો ગુરુ રૂપી દાવાનળ આગળ વધી શકે, નદી ઓળંગી શકે અને શિષ્ય સુધી પહોંચી શકે. આ બંને વચ્ચે બાંધવામાં ઓવલો સેતુ કોઈ પણ ચીજનો હોઈ શકે, એની કોઈ અગત્યતા નથી. તે
હું ઈશ્વર છું તેની સાબિતી
આપવા અહીં આવ્યો નથી.
હું તો તમે જ ઈશ્વર છો તે
સાબિત કરવા માગું છું.
લાકડામાંથી કે સિમેન્ટનો પણ બનાવેલો હોઈ શકે, પણ જંગલના દાવાનળમાં એટલું સામર્થ્ય છે કે તે આ પુલ ઓળંગી ને, શિષ્ય તરફ પહોંચી શકે છે. એવી જ રીતે, તમારો ગુરુ સાથે ગમે તે પ્રકારનો સંબંધ હોય, તમે તેમાં બસ ઓગળી જાઓ.
જો તમે તેમાં સંપૂર્ણપણે ઓગળી જશો તો તે સરળતાથી તમારી બધી જ લાગણીઓ સંતૃપ્ત કરીને તમને અંતે પરમ આનંદની પ્રાપ્તિ કરાવે છે. તમે આ સત્યને ઊંડાણથી સમજી શકો અને એ પ્રમાણે નિશ્ચય પૂર્વક અભ્યાસ કરો કે 'હું મારી લાગણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ગુરુ-શિષ્યના સંબંધમાં ઓગળી જઈશ' તો તે તમને પરમાનંદની સ્થિતિમાં લઈ જશે. તમે એવું ના વિચારો કે મને આવું કેવી રીતે કરવું તે આવડતું નથી. ફક્ત તમારો નિશ્ચય જ આ માટે પૂરતો છે. તે વસ્તુ તમારી અંદર આપો આપ બનીને જ રહેશે, ગુરુ અને શિષ્ય વચ્ચેનો કોઇ પણ અવરોધ ફક્ત ગુરુ શિષ્ય વચ્ચે થતી ઓગળી જવાની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી દૂર થશે.
ગુરુ સાથે સંબંધ રચવાના પાંચ માર્ગ
ગુરુ સાથેનો સંબંધ પાંચ પ્રકારના મનોવલણ દ્વારા કેળવી શકાય. દરેક મનોવલણ એક જૂદો જ માર્ગ ખુલ્લો કરે છે જે તમને તમારી પોતાની જાત તરફ વધારે નજીક લઇ જાય છે.
એક માર્ગ તે માતાનું પોતાના બાળક તરફનું મનોવલણ, તે. ગુરુને તમારા બાળક હોય એવા ભાવથી જુઓ તે. તેને વાત્સલ્યભાવ કહેવાય. કૃષ્ણ ભગવાનને ઉછેરનાર માતા યશોદાનો આવો ભાવ-સંબંધ હતો.
બીજું મનોવલણ તે બાળકનો માતા તરફનો ભાવ છે. તેને માતૃભાવ કહેવાય. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસનો કાલીમા સાથેનો ભાવ, એમ ગુરુને માતા તરીકે જોવા તે.
ત્રીજું મનોવલણ તે મૈત્રીભાવ છે. ગુરુને તમારા મિત્ર તરીકે જુઓ તેને સખાભાવ કહેવાય. જેવી રીતે સુદામા અને અર્જુનનો શ્રીકૃષ્ણ સાથે સંબંધ હતો તે.
ચોથુ મનોવલણ તે દાસ/સેવક જેવો છે. તેને દાસ્યભાવ કહેવાય. આ એવો સંબંધ છે કે જેમાં શિષ્ય ગુરુનો સૌથી વફાદાર અને નજીકનો સેવક હોય એવો ભાવ રાખે છે. જેમ કે રામાયણમાં હનુમાન અને રામનો સંબંધ.
છેલ્લો તે પ્રેમી/પ્રેમીકાના ભાવ તેને મધુરભાવ કહેવાય. જે પ્રકારે ગોપી રાધાકૃષ્ણને જોતી હતી, રાધાની કૃષ્ણ માટે આવી પ્રેમીકાની લાગણી હતી. તે પ્રેમીકાનો ભાવ હતો. પ્રેમીના ભાવમાં કે મનોવલણમાં તમે સ્ત્રી હો કે પુરુષ કોઈ ફેર પડતો નથી. તેનો શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી. તે દેહથી પર ની વાત હોય છે. તે તો અંતરનો (અસ્તિત્ત્વનો) ભાવ છે.
જો તમે અને તમારા ગુરુ બંને પુરુષ હો તો પણ મધુરભાવ હોઇ શકે છે. અથવા તો તમે અને તમારા ગુરુ બંને સ્ત્રીઓ જ હો તો પણ મધુરભાવ હોઇ શકે છે. મધુરભાવને જાતિની સાથે કોઈ સંબંધ નથી. તે જાતિની સભાનતાથી પર છે. તે અગાધ સંબંધની અનુભૂતિ છે.
સૌથી છેલ્લો મનોભાવ તે મહાભાવ છે. તે બીજા
બધા જ ભાવો ભેગા થાય તે અને તેનાથીયે વિશેષ એવો ભાવ છે ! ગુરુ-શિષ્યનાં સંબંધમાં આ જ ભાવ હોય છે. ક્યારેક ગુરુ સાથે હોવ ત્યારે તમે એવું અનુભવો છો કે જાણે એ તમારા પુત્ર હોય. ક્યારેક તમને એવુંલાગે કે એ તમારી મા જેવા છે. ક્યારેક તમને એ તમારા ઈશ્વર જેવા લાગે. કોઇ અન્ય સમયે એ તમને તમારા મિત્ર જેવા લાગે. ક્યારેક એ તમને હુંફાળા પ્રેમી જેવા પણ લાગે ! ગુરુ સાથેનો સબંધ તે આ તમામ વત્તા કાંઈક વધારાનો હોય છે.
ગુરુ સાથે તમે આ પાંચમાંના કોઇ એક ભાવથી કે બધાજ ભાવથી સંબંધ રાખી શકો છો.
ગુરુ-શિષ્ય સંબંધના સોપાન
ગુરુ શિષ્યના સંબંધોમાં ઘણા સ્તરો હોય છે. સૌથી પહેલું સ્તર ફક્ત શુદ્ધ બૌદ્ધિક સ્તરે છે, જે બીજા કશા કરતા શંકા આધારિત વધારે હોય છે. તેમાં હંમેશા અનેક પ્રકારની હંમેશા શંકાઓ થતી જ રહે છે. તમે એમ વિચારો છો કે “અરે! એ તો ફક્ત ત્રીસેક વર્ષની ઉંમરના જ દેખાય છે. એ ગુરુ કેવી રીતે બની શકે ? એ તો વધુ ભણેલા કે યોગ્યતા વાળા હોય એવા પણ લાગતા નથી. તે છતાંય હજારો લોકો તેમને કેવી રીતે સાંભળે છે?” તમને તમારી શંકાઓ હોય છે. એ તમારી વક્રદૃષ્ટિ છે. જ્યાં માત્ર બૌદ્ધિકતા જ હોય ત્યાં આવો કોઇ સંબંધ શક્ય નથી.
બીજુ સોપાન તે બુદ્ધિમાંથી ડહાપણ કે સૂઝમાં જવું તે છે તમે શંકાની નકારાત્મક ભાવનાથી આગળ વધો છો, અને વિચારો છો?” ચાલોને આ કાર્યક્રમમાં જઇએ તો ખરા, ખબર તો પડે કે એ વાસ્તવમાં શું કરી રહ્યા છે? એ શું કરી શકે એવા છે? જેવા પ્રશ્નમાંથી આગળ વધીને ‘મને લાગે છે એ કાંઇક અર્થસભર વાત કરે છે’ એમ વિચારો છો. હું માનું અથવા ન પણ માનું. ભલે પણ મારે જોવું તો છે જ !” અને આમ, તમારી વૈચારિક બુદ્ધિ ડહાપણભરી બનવા માંડે છે.
હવે, આગળ જો તમે આ અંતરમાં અંદર જોવાનું ચાલુ જ રાખો છો તો તમે ડહાપણમાંથી લાગણી સાથેના ડહાપણ તરફ આગળ વધો છો, જેમાં લાગણી ૪૦% ટકા અને ડહાપણ ૬૦% ટકા જેટલુ હોય છે. તમને લાગે છે કે આ ગુરુ સારા મિત્ર જેવા જ છે. તમે વિચારો છો કે “એ મને આમ તેમ થોડું ઘણું માર્ગદર્શન મને જરૂર પડે ત્યારે આપી શકે એમ છે. મને ખ્યાલ છે કે મારું જીવન કેવું હોવું જોઈએ. તેથી બધી વાત તેમણે મને શીખવવાની જરૂરી નથી. પણ જ્યારે મારે કોઇક નિર્ણય લેવા મદદની જરૂર પડશે, તો હું એમની મદદ લસઇ શકીશ. આ ગુરુને મિત્ર તરીકે જોવાનો ભાવ છે. જેને આપણે ‘સખાભાવ’ - મૈત્રીભાવ કહીએ છીએ.
આ ચાલવા માટે લાકડીનો ટેકો લેવો જેવું છે. જ્યારે ખાડા-ટેકરા વાળા રસ્તા આવે ત્યારે તમે લાકડીનો ટેકો લો છો. એના પછી ધીમે ધીમે જ્યારે તમે કોઈ ગંભીર મુશ્કેલીમાં આવી જાવ છો, જેમ કે ડિપ્રેશન, માનસિક હતાશા, ત્યારે તમે ફક્ત એમના શબ્દોથી જ રાહત મેળવી શકતા નથી. ત્યારે તમે એમને પૂછો છો “તમે અદ્ભુત બાબતો શિખવો છો. પણ અત્યારે હું એ પ્રમાણે વર્તી શકતો નથી-એનો અમલ કરીશ શકતો નથી. હું શું કરું ? ત્યારે ગુરુ તમને માનસ શાસ્ત્રની રીતે માનસિક મદદ પણ કરે છે. તમને એ પ્રતીતિ થાય છે કે હવે ફક્ત લાકડીના ટેકાની જ નહીં પણ બીજી મદદની પણ જરૂર છે. ત્યારે તમે એમનો હાથ પકડો છો અને સ્વસ્થતા મેળવી ફરી ચાલવાનું શરૂ કરો છો. જ્યારે તમે ગુરુનો હાથ પકડીને ચાલી રહ્યો હો છો ત્યારે એમનાં તરફનો તમારો કૃતજ્ઞતાનો ભાવ વધી જાય છે.
ગુરુ એક એવી જીવંત
શક્તિ છે કે તમારું પરિવર્તન
થઈ જાય છે. તમે નવી
ચેતનાને પામો છો.
ચાલવા માટે જ્યારે તમારી પાસે ફક્ત લાકડી જ હતી ત્યારે એને મૈત્રીભાવ કહી શકો છો, બૌદ્ધિક લાગણી તરીકે ગણાવી શકો છો. જ્યારે તમે ગુરુનો હાથપકડીને ચાલવાનું શરૂ કરો છો ત્યારે, એ તમને ઉપર ઉઠાવે છે ત્યારે એ સંવેદનમય લાગણીભરી બૌદ્ધિકતા બની જાય છે. આને હું ગુરુ માતા કે પિતા જેવા લાગે છે તેવો ભાવ સંબંધ કહું છું.
ગુરુ મિત્રમાંથી માતા કે પિતા બને છે. ધીમે ધીમે સંબંધ વધુને વધુ ઊંડો સ્થપાતો જાય છે. તમે સ્થિર થઈને વિચારો છો કે, “તે ફક્ત મિત્ર જ નથી, તે એવી વ્યક્તિ પણ નથી કે જે મને ફક્ત માર્ગદર્શન અને વિચારો જ આપે છે. તે મને સમસ્યાઓ માંથી બહાર પણ કાઢે છે.
પછી ધીમેથી ફરી ફરી એ તમને દરેક ક્ષણે તમારી અપેક્ષા કરતાં પણ વધારે મદદ કરે છે. ત્યારે તમને તેમના પ્રત્યે વધારે પ્રબળ લાગણી થાય છે. તેઓ તમારા હૃદયમાં ભરાઈ જાય છે. તમે એમને ભૂલી શકતા નથી તેવી સમસ્યા ઊભી થાય છે. તે ક્ષણે તમને એમના ચરણમાં પડી જવાની લાગણી થાય છે. એક સેવકની માફક, શરમથી નહિં, પણ પૂજ્ય ભાવ ભરેલી નમ્રતાથી તમને લાગે છે કે જેને તમે તમારા બધા પ્રશ્નો સાથે સમર્પણ થાવ તેવા ગુરુ મળ્યા છે. રામાયણમાં હનુમાન રામ પ્રત્યે આવી જ લાગણી-ભાવના ધરાવતા હતા. તેઓ સંપૂર્ણપણે રામને સમર્પિત હતા. આવા સંબંધોમાં ઊંડો વિશ્વાસ ઊંડી લાગણી અને બંનેના હૃદયનું મિલન થયું હોય છે. આ સંબંધ પહેલાના સંબંધ કરતા વધુ સંવેદનશીલ અને લાગણીભર્યો હોય છે. તેમાં ૬૦ % ટકા જેટલી લાગણી અને ૪૦ % ટકા જેટલી બૌદ્ધિક સમજણનો સમન્વય થયો હોય છે.
પછી ફરીથી ધીમે ધીમે તમે વધુને વધુ લાગણી અનુભવા લાગો છો અને એક તબક્કે તો તમે ગુરુના સંરક્ષક બનો છો. એ તમારી કાળજી રાખે, તમને પૂછે, તમને મદદ કરે એના કરતાં તમે જ એમની કાળજી રાખો, એમને મદદ કરો, એમને પ્રેમ કરો અથવા એમનું ધ્યાન રાખો-એવી અવસ્થામાં પહોંચી જાવ છો. તમારો ભાવ કાળજી રાખતી માતા જેવો, નાના બાળકનું લાલનપાલન કરતી માતા જેવો બની જાય છે. અને આ શુદ્ધ લાગણી સભર સંબંધ છે. બાળકની સંપૂર્ણ સ્વસ્થતા સચવાય એ માતાની પહેલી અને છેલ્લી જરૂરિયાત હોય છે.
આ ચાર સ્તરોના સંબંધમાં બૌદ્ધિકતા, બૌદ્ધિકતાલાગણી, લાગણી-બૌદ્ધિકતા અને શુદ્ધ લાગણી, તમારું જીવન ગુરુના જીવનથી જુદું અને સ્વતંત્ર હોય છે. તમે તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માટે ફક્ત તેમની મદદ લો છો, એટલું જ.
જેમ જેમ લાગણીનાં વલણો પરિપક્વ થતા જાય છે તેમ તેમ તમને એવો અનુભવ થવા માંડે છે કે તમારું જીવન એમના જીવનથી જુદુ નથી. પછી તમે લાગણીનાં સ્તરેથી ‘હોવા’ના-અસ્તિત્વના સ્તરે પહોંચો છો. અહીં તમે ગુરુની કાળજી રાખવા માટે તમારા જીવનનું બલિદાન આપવા તૈયાર થાવ છો, તમારું સમગ્ર જીવન ગુરુને સમર્પિત કરો છો. મા અને બાળકના સંબંધ કરતાંય વધુ મજબુત એવા ‘હોવું’ના સ્તરની શુદ્ધ લાગણીમાં એકીકરણ થાય છે. બંને એકબીજામાં ભળી જાય છે. ત્યારે જાતિની સભાનતા વગરનો ઊંડો, દૈવી પ્રેમ જેવો સંબંધ ગુરુ-શિષ્ય વચ્ચે બંધાય છે. આ સંબંધને મધુરભાવ કહેવાય છે. જેમાં ઊંડી લાગણી અને ‘હોવા’ના સ્તરનાં વલણનું મિશ્રણ સમાયેલું હોય છે.
જ્યારે મધુરભાવ ઊંડો બને છે ત્યારે તમે અનુભવો છે કે 'તે' અને 'તમે' જેવું અહીં કશું જ નથી. અહીં બે ભિન્ન વ્યક્તિઓ હોતી જ નથી તમે અને તે એક જ છો, સરખા જ છો. તમે પોતે મહાભાવ અનુભવવાનો શરૂ કરો છો. જાણે કે તમે જ ગુરુ છો, એવો ભાવ ઉત્પન્ન થાય છે. તમે એ પરમ સત્ય 'તત્ત્વમ્ અસિ' - 'તે તું જ છે' ની અનુભૂતિ કરો છો.
પહેલા બુદ્ધિ, પછી બૌદ્ધિકતા, પછી ૬૦% ટકા બુદ્ધિ અને ૪૦% ટકા લાગણી, ત્યારબાદ ૬૦ % ટકા લાગણી અને ૪૦% ટકા બુદ્ધિ પછી ૧૦૦% ટકા લાગણી પછી ૬૦ % ટકા લાગણી અને ૪૦% ટકા હોવું અસ્તિત્વનું મનોવલણ, અંતે ૧૦૦ %ટકા શુદ્ધ અસ્તિત્વ આ પ્રક્રિયા આવી રીતે થાય છે.
આમ, ધીમે ધીમે તમે તમારામાં ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ વિકસતો અનુભવો છો. પણ તે છતાંય કોઇપણ સમયે, કોઇ એકાદ વલણ બીજા વલણો કરતા પોતાનો પ્રભાવ વધારે દર્શાવે એમ પણ બને.
દરેક જણ સામૂહિક રીતે (ગુરુની) ઉર્જામાં જ વિકસિત થાય છે, તેમ છતાં દરેક જણનો ગુરુ સાથેનો સંબંધ અદ્વિતીય હોય છે. એ જ એની ખૂબી છે. ભલે તે દાસ્યભાવ હોય, માલિક-સેવકનો સંબંધ જેવો રામ અને હનુમાનનો હતો, અથવા વાત્સલ્યભાવ જેવો યશોદા અને કૃષ્ણનો હતો, સખાભાવ, મૈત્રિ અર્જુન અને શ્રીકૃષ્ણની, અથવા તો માતૃભાવ, જેમ બાળકનો મા પ્રત્યે હોય, જેવો રામકૃષ્ણ પરમહંસનો કાલીમા તરફ હતો, મધુર ભાવ - પ્રેમીનો પ્રેમભાવ, જેવો રાધા અને કૃષ્ણ હતો- આ દરેક ભાવ કે વલણ જે તે ગુરુ અને શિષ્યનાં સંબંધમાં અદ્વિતીય છે. દરેક શિષ્ય ગુરુની સાથે તેના અસ્તિત્વની સત્યતાની શોધમાં જે માર્ગ તેને માટે સર્વોત્તમ હોય તે માર્ગ ઉપર પ્રગતિ કરે છે.
ગુરુ સાથે કેવી રીતે રહેવું-ખુલ્લા રહો
જ્યારે તમે ગુરુ સાથે હો છો ત્યારે સંપૂર્ણપણે ખુલ્લા (મનથી) રહેવું જોઈએ. તમારા વિચારોમાં થીજેલા ના રહો. એક વાત સમજી લો કે જીવન તર્કથી કઇ વધારે છે. તમારા તર્કને જવા દઇ પૂરેપુરા ખુલ્લા થઇ સભાનતામાં રહો.
જ્યારે તમે કંઈક જતું કરીને ખુલ્લા મોકળાશભર્યા બનો છો ત્યારે ગુરુ એક એવી જીવંત શક્તિ છે કે તમારુ પરિવર્તન થઈ જાય છે. તમે નવા જ સ્વરૂપને પામો છો. તમે એક નવી શક્તિ પામો છો, નવી ચેતનાને પામો છો.
હું તમને એક વાક્યમાં કહી શકું કે : 'તમે નવા સ્વરૂપને પામો છો. તમે નૂતન (New) અને સ્વચ્છ (Clear) બનો છો, તમે ન્યુક્લીઅર બનો છો.
તમારામાં રહેલા પણ તમારો ભાગ નહિ એવા પીડાદાયક ટ્યુમરનો ભાર દૂર થઇ જાય છે. જે તમારો જ પોતાનો જ ભાગ હોય તે કદી તમને પીડાકારક હોઇ શકે જ નહિ. એ જો પીડાકારક હોય તો તે તમારામાં રહેવા માટે સર્જાયેલો કદી હોઇ શકે નહી. તેથી ખુલ્લા રહો જેથી કરીને ‘માસ્ટર સર્જન’ - ગુરુ એ જન્મ-મોજન્મથી વેંઢારેલા ટ્યુમરને દૂર કરી શકે.
જ્યારે તમે ગુરુના સાંનિધ્યમાં હો ત્યારે પૂરેપુરા રહો. એ પ્રશ્ન નથી કે ગુરુએ કહેલી દરેક વાત સાથે તમે સંમત છો કે અસંમત છો? તમારે સંમતિ કે અસંમતિથી પર જવાનું છે. જ્યારે તમે સૂર્યોદય જુઓ છો ત્યારે તમે કહી શકો છો કે તમે એની સાથે સંમત છો કે અસંમત છો ? ના, એમ છે. બસ. એવી જ રીતે ! ગુરુ પોતે જ છે. ખલાસ. એકવાર આ લાગણી તમારો એક ભાગ થઈ જાય પછી તમારા તરફથી કશું વધારે કરવાનું રહેતું નથી. પછી
દીક્ષાર્થી શિષ્ય બનવું એટલે ગુરુ સાથે સંપૂર્ણપણે મોકળા થઈને રહેવું, ઠેઠ અંદર સુધી પૂરેપૂરી સચ્ચાઈથી હોવું.
તો તમે તમારા સ્વ-સ્વરૂપને તમારી સમક્ષ વ્યક્ત કરી આપવાની રજા ગુરુને આપી દીધી છે.
દીક્ષાર્થી શિષ્ય બનવું એટલે ગુરુ સાથે સંપૂર્ણપણે મોકળા થઈને રહેવું, કોઈપણ રીતે ભયભીત ન હોવું. તમારું કોઈ પણ પાસુ છૂપાવવું નહીં, પણ ઠેઠ અંદર સુધી પૂરેપૂરી સચ્ચાઈથી હોવું.
અને ત્યારે જ ગુરુ તમારા ઉપર પોતાનું કામ કરી શકે છે. એ તમને એવી દિશામાં ધકેલે છે કે જેનો તમે ક્યારેય વિચાર ન કર્યો હોય કે ત્યાં જવા તમે સક્ષમ છો. એ તમને એવા સંજોગો અને પરિસ્થિતિ તરફ જવા પ્રેરણા આપે છે કે જ્યાં જવાનો તમને પહેલા ભય લાગતો હોય. એ સતત તમારી સરહદોનો વિસ્તાર કરતા રહે છે જ્યાં સુધી તમને એવી પ્રતીતિ ન થાય કે ખરેખર કોઈ સરહદો હોતી જ નથી, કોઈ સીમાઓ છે જ નહિ. પછી તમે પણ એમના જેવા જ બની જાવ છો. તમે પણ એક સંપૂર્ણ મુક્ત, અસીમ એવા પરમહંસ બનો છો !
તમે ગુરુ સામે ખુલ્લા રહી તમારા ગુરુમાં રહેલો વિશ્વાસ વ્યક્ત કરો છો. તમારી અને અસ્તિત્વ વચ્ચે એક સુંદર સેતુ બનવા માટે બસ આ એક વિશ્વાસની જ જરૂર છે.
એક નાનકડી વાર્તા :
એકવાર એક શિષ્ય ગંગા નદીમાં પડી ગયો. એના ગુરુ નદીના કાંઠે બેઠા હતા. પોતાના ગુરુને જોઈ શિષ્યે બૂમ પાડી “બચાવો ! બચાવો ! ભગવાન મને બચાવો ! ગુરુજી ! મને બચાવો !
ગુરુએ મોટેથી કહ્યું “અરે મૂરખા ઊભો થા. પોતાની જાતને બચાવ.’’ શિષ્યે ફરીથી બૂમ પાડી “મને તમારી ફિલસૂફી પછી સમજાવજો પહેલા મને બચાવો મારી જિંદગી ભયમાં છે. પહેલા મને બચાવી લો !’’
ગુરુ આ સાંભળીને પણ સહેજે હલ્યા નહીં તેમણે ફરીથી કહ્યુ “અરે મૂરખા તારી જાતે જ બચ. ઊભો થા!’’
શિષ્ય આ સાંભળીને રડી પડ્યો તેણે કહ્યુ “અરે હું તો તમને મારા ગુરુ માનતો હતો. બચાવો ! બચાવો!’’
હવે ગુરુએ મોટેથી બૂમ પાડી કહ્યું અરે મૂરખ ! ઊભો થા ને!’’
શિષ્ય આ સાંભળીને ભયથી ઊભો થઈ ગયો... એણે જોયું કે પાણી તો ફક્ત તેની કેડ સુધી જ હતું !
તમે પણ સંઘર્ષ કરો છો કારણ કે તમે પાણીમાં પડી ગયા છો પણ તમને એની ખબર નથી કે પાણી તો ફક્ત કેડ સુધી જ છે ! જ્યારે તમે ગુરુના આદેશને સાંભળો અને ઊભા થાવ ત્યારે જ તમને પ્રતીતિ થાય કે પાણી તો ફક્ત કેડ સુધી જ છે અને તમે હળવા બની શકો. જે બધી ચિંતાઓ વિષે તમે એમ ધારતા હતા કે તે તમારુ જીવન બરબાદ કરી રહી છે તે તો ખરેખર અસ્તિત્વમાં છે જ નહિ. તે તો ઘણુંખરું તમારી કલ્પનાઓમાં જ રહેલી છે. તે ક્યારેય સાચી બનતી જ નથી.
તો હવે સમજી લો કે જ્યારે તમને હું કહું કે હું કાળજી લઈશ ત્યારે હકીકતમાં હું તમને ઉભા થવા માટેની લાકડી આપુ છું. જ્યારે ગુરુ કહે કે ‘‘હું કાળજી રાખીશ’’અને તમે શંકા કરો તો તમે ઊભા થવાની તક જ ગુમાવી દો છો.
ગુરુના સાન્નિધ્યમાં તમારા સંસ્કારો બાળી નાખો
જીવન-મુક્ત ગુરુ રમણ મહર્ષિના જીવનમાં બનેલો સુંદર નાનકડો પ્રસંગ:
રમણ મહર્ષિનો એક શિષ્ય તેમની સ્તુતિરૂપે તેમનું ‘રમણ પુરાણ’ નામનું મહાકાવ્ય લખી રહ્યો હતો. પણ કોઈકવાર વિચાર શૂન્ય બની આગળ લખતા અટકી જતો હતો. જ્યારે લેખક પોતાના અહં સાથે લખે તો આવી વિચાર શૂન્યતા સર્જાય છે. થોડા વખત પછી એ શિષ્ય રમણ મહર્ષિ પાસે આવીને કહેવા લાગ્યો, ‘‘પ્રભુ હું આગળ લખી શકુ તેમ નથી. મહેરબાની કરી, મારી મદદ કરો’’ રમણ મહર્ષિએ કહ્યું ‘‘એ કાગળને નીચે મૂકી દો. હું તમારી સાથે થોડા વખત પછી વાત કરીશ. ’’
એ શિષ્યે કાગળ નીચે મૂકી દીધો અને જતો રહ્યો. બીજે દિવસે એ પાછો આવ્યો ત્યારે એણે જોયું કે પૂર્ણ મહાકાવ્ય લખાઈ ચૂક્યું હતું ! રમણ મહર્ષિએ ૩૦૦ જેટલી પંક્તિઓ જાતે જ લખી હતી. જ્યારે એનું પુસ્તક છપાયું ત્યારે એ શિષ્યે ૩૦૦ જેટલી પંક્તિઓને ખાસ સ્થાન આપ્યું, અવતરણ ચિહ્નો કર્યા અને તેની નીચે ફૂટનોટ લખી કે ‘આ ૩૦૦ પંક્તિઓ પ્રભુએ પોતે લખી છે.’’
રમણ મહર્ષિએ પુસ્તક જોયુ અને પૂછ્યું ‘‘ઓહ ! તો બાકીની પંક્તિઓ તમે લખી છે, બરાબર ?’’
પાછળથી શિષ્યે કહ્યું ‘‘ગુરુએ જ્યારે મને આવું કહ્યું ત્યારે એ ક્ષણે જ મારી અંદર કંઈક તૂટ્યું, આંખમાંથી આંસુ નીકળી આવ્યા, અને હું
તમે જ્યારે આવા સંસ્કારોની પકડમાં હો ફક્ત ગુરુના સાન્નિધ્યમાં રહો. તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ બની જશો.
પ્રભુના ચરણમાં પડી ગયો, અને પછી ક્યારેય મારો અહં ઊભો નથી થયો.
ગુરુની આ એક જ ટકોરે શિષ્ય મુરુગનારને જીવનમુક્ત કરી દીધા.
સમજીલો કે મુરુગનારની માફક તમારામાં પણ સંસ્કાર અથવા લેખકના અહંની જેમ અંદર કંડારાયેલી સ્મૃતિ જેવા ઘણા સંસ્કારો ભરેલા હોય છે. જ્યારે તમે આવા કોઈ સંસ્કારની પકડમાં હો તો, ફક્ત ગુરુની હાજરીમાં જ રહો. એનાથી તમે સંપૂર્ણ છૂટકારો પામી સ્વસ્થ બની જશો.
મોટી સમસ્યાએ છે કે આવા સંસ્કાર પોતે જ તમને એ સંસ્કારરૂપે છે તેનો સ્વીકાર કરતા રોકે છે. એ તમારી જરૂરિયાત છે એમ મનાવે છે કારણ કે એ તો એના પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે.
તમે જ્યારે આવા સંસ્કારોની પકડમાં હો અને અજાગ્રત જોરદાર લાગણીઓ જેવી કે ક્રોધ, મોહ, લોભ, ભય, હતાશા અથવા ઇર્ષ્યા થી ઘેરાયેલા હો ત્યારે મહત્ત્વના નિર્ણયો કરવા નહિં. ફક્ત ગુરુના સાંનિધ્યમાં રહો. એ અદ્ભુત તક ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. તમે સંપૂર્ણ રીતે નિર્વિકાર થઈ સ્વસ્થ બની જશો. તમે જ્યારે આવા સંસ્કારોની પકડમાં હો ત્યારે કદી પણ ગુરુથી દૂર ભાગશો નહિ.
જ્યારે કોઈ વ્યક્તિ હતાશામાં ઘેરાયેલી હોય છે અને
મનનો એ સ્વભાવ જ ફરતા પૈડા જેવો છે. નીચે છે તે ઉપર આવવાનું જ છે. મારાથી દૂર જાય છે - મને છોડી દે છે ત્યારે મને એના પ્રત્યે ઘણી લાગણી થાય છે. એવું નથી કે હું મારા મિશનમાંથી એક વ્યક્તિ ગુમાવું છું તેથી આવી લાગણી થાય છે. ના ! પણ એટલા માટે, જ્યારે હતાશામાં ડૂબેલો હતો ત્યારે જ એ દૂર ગયો. જો એ વ્યક્તિ પોતાની સુખી અવસ્થામાં મને છોડી ગયો હોત તો કોઈ વાંધો નહોતો. એ સ્વાભાવિક સંબંધ છે. એ મને પોતામાં લઈને જ જાત. પણ જો એ હતાશ થયેલો રહે તો એના વિકાસની કોઈ શક્યતા નથી. આ સંસ્કારની ઘેરી અસરમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. એ તેનો ઊંડો ઘા બની જશે, જેમ બિલાડી દૂધ પીતી વખતે દાઝી જાય તેમ ! એ ક્યારેય પછી દૂધની નજીક નહીં જાય.
તમે જ્યારે નિરાશ કે હતાશાભરી મનોસ્થિતિમાં હો ત્યારે ક્યારેય કોઈ નિર્ણય લેવો નહિ. હતાશા સ્વાભાવિક રીતે તમને હકીકતોને ધૂંધળી અને અવળી દેખાડે છે. આ સ્થિતિ કોઈ મહત્વનો નિર્ણય લેવા માટે યોગ્ય નથી. તમારે તેમાંથી બહાર આવી સારી મનોસ્થિતિમાં પલટાવવાની રાહ જોવી કે જેથી હકીકતો તમને જેવી છે તેવી સ્પષ્ટ દેખાય. તમે મહત્વનો નિર્ણય હંમેશા મજામાં અને હકારાત્મક મનોસ્થિતિમાં હો ત્યારે જ લો. જેમ તમે દિવસના અજવાળામાં જ્યારે તમે જાગતા હો ત્યારે જે રીતે નિર્ણય કરો છો, નહિ કે મધરાતે જ્યારે તમે ઊંઘતા હો, તેમ કોઈ પણ નિર્ણય તમે જ્યારે જાગૃત અવસ્થામાં સભાનતામાં હો ત્યારે જ નહિ કે ગૂંચવાયેલી અવસ્થામાં બેભાન હો ત્યારે કરવો.
એક વાત સ્પષ્ટ સમજી લો, હતાશાભરી મનોસ્થિતિ પણ જેમ આશાભરી મનો સ્થિતિ ગઈ હતી તેમ જતી રહેશે. મનનો એ સ્વભાવ જ ફરતા પૈડા જેવો છે. નીચે છે તે ઉપર આવવાનું જ છે. ઉપરની કે નીચેની કોઈ પણ સ્થિતિ બીજા કરતાં વધારે સાચી છે એવું છે જ નહિ. બન્ને સ્થિતિ હોય છે, બસ એટલું જ. હકારાત્મક સ્થિતિ ઉપર વધારે વિશ્વાસ રાખવો એ પસંદગી તમે કરી શકો છો.
જ્યારે કોઈ ડીપ્રેશન કે હતાશ અવસ્થામાં છોડી જવાનો નિર્ણય કરે છે અને પછી જ્યારે તેનું મન ફરી સ્વસ્થતામાં પાછુ આવી જશે ત્યારે સમસ્યા એ થાય છે કે તેના નિર્ણય માટે તેને પસ્તાવો થશે. પછી પાછુ ફરવાનું તેને માટે મુશ્કેલ બને છે; કારણ કે તે અપરાધભાવની પકડમાં આવી જાય છે અને તેને પોતાને તે પાછો આવવા યોગ્ય છે તેવું લાગશે નહિ.
હું લોકોને હંમેશા કહું છું કે જ્યારે તમે હતાશાથી ઘેરાયેલા હો ત્યારે ક્યારેય છોડી ન જશો. જો તમે હતાશ છો તો એ મારી પાસે રહેવાનો એકદમ સાચો સમય છે. જ્યારે તમે કોઈ સંસ્કારની પકડમાં સપડાયેલા હો ત્યારે મારાથી દૂર જવાનો પ્રયત્ન કરવો તે તમે બિમાર હો તે છતાંય ડૉક્ટર પાસે રહેવાની ના પાડતા હો તેમ છે. હકીકતમાં આ સમય તો ખરેખર ડૉક્ટરની પાસે રહી સારવાર લેવાનો છે !
તમારા જીવનના હેતુ અને ગુરુ માટેની જાગૃતતા
એક વાત સમજી લો કે, શિષ્ય ને પોતાની અજ્ઞાનતા વિષે ખબર જ હોઈ શકે નહિ. કારણ કે તે અંધારામાં હોય છે. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પ્રકાશમાં છે તેની જ જવાબદારી છે, નહિ કે જે અંધારામાં હોય તેની.
એક નાનકડી વાર્તા:
જન્મથી આંધળો એવો એક માણસ
હિમાલયમાં ફરતો હતો. પોતાને ચાલવામાં સરળતા રહે તે માટે તે એક લાકડી શોધતો હતો. તેને એક થીજી ગયેલા સાપની ઠોકર વાગી. થીજેલા સાપને લાકડી સમજીને તેણે લાકડી તરીકે વાપરવાનું શરૂ કર્યું.
એક પ્રબુદ્ધ ગુરુએ આ જોયું અને તેઓ એકદમ બૂમ પાડી ઊઠ્યા, “અરે મૂરખ ! એ તો સાપ છે ફેંકી દે.” આ સાંભળીને આંધળા માણસે પણ મોટેથી બૂમ પાડી કહ્યું “ના ! મને લાગે છે કે તમારી પાસે લાકડી નથી એટલે તમે આને ફેંકી દેવાનું કહો છો જેથી હું ફેંકું અને તમે એનો ઉપયોગ કરી શકો.”
ગુરુએ કહ્યું, “મૂર્ખ! મારે એની જરૂર નથી ! તારા હાથમાં જે છે તે લાકડી નથી પણ સાપ છે. હવે સૂર્યોદયનો સમય થવા આવ્યો છે, સૂર્યના તાપથી આ થીજેલો સાપ ફરીથી સજીવન થશે અને તરત જ તને દંશ મારશે.” આટલું સાંભળીને પણ એ આંધળો માણસ એ લાકડી ફેંકવા માટે રાજી નહોતો. ગુરુએ કહ્યું “ભલે તને મારામાં વિશ્વાસ નથી પણ તે છતાંય તને બચાવવો એ મારી જવાબદારી છે.” એમ કહી તેમણે આંધળા માણસના હાથમાંથી એ સાપ ઝૂંટવી લઇને દૂર ફેંકવાનો પ્રયત્ન કર્યો. એ આંધળા માણસે એ લાકડીથી જ ગુરુને મારવાનું શરૂ કર્યું.
તે છતાંય ગુરુએ કહ્યું “તું ભલે મને મારે એ ચાલશે. તને ખબર પડતી નથી માટે તને બચાવવો એ મારી જવાબદારી છે.” ગુરુએ સાપને પકડી જોરથી દૂર ફેંકી દીધો !
સદ્ગુરુ મેળવવા માટે તમને ખબર નથી કે તમે કેટલા જન્મો સુધી સંઘર્ષો કર્યા છે, કેટલી પ્રાર્થનાઓ કરી છે.
તમને તમારી પોતાની ઉત્કટ ઝંખનાઓ તમારા જીવનમાં સદ્ગુરુ પ્રત્યેની જાગૃતતા થવી એનો અર્થ એવો કે તમારી આંતરિક ઉત્કટ ઝંખનાઓ અને જીવનના હેતુ પ્રત્યે તમે સજાગ થયા છો. વિશે જાણ નથી. તમારા જીવનમાં ગુરુ હોવા એ કંઈ સીધી-સરળ વાત નથી. જીવંત-મૂર્ત એવા ગુરુને પામવા માટે તમે કેટલા જન્મોનો સંઘર્ષ કર્યો છે. આર્તનાદભરી પ્રાર્થનાઓ કરી છે એની તમને ખુદને ઝાંખી પણ નથી. તમારા જીવનમાં સદ્ગુરુ પ્રત્યેની જાગૃતતા થવી એનો અર્થ એવો કે તમારી આંતરિક ઉત્કટ ઝંખનાઓ અને જીવનના હેતુ પ્રત્યે તમે સજાગ થયા છો.
જીવનના આભાસી નાટકનો અંત
તમારા બધા સંબંધો જીવનના નાટકના ફક્ત પાત્રો જ છે. સ્પષ્ટતાથી સમજીલો કે સંબંધ તરીકે જે કંઈ થાય છે, બને છે તે ફક્ત મનનું એક નાટક જ છે.
તમારે સત્યને સમજવું જોઈએ. તમે એક કુટુંબમાં કોઈની સાથે તમારા માતા, પિતા, ભાઈ કે બહેનના સંબંધથી જન્મ્યા છો અને તેમની સાથે કુટુંબના સભ્ય તરીકે રમો છો. તમે બાળકોને ઢીંગલીઓ સાથે રમતા જોયાં હશે. ભલે કોઈ બાળક પાસે ઓછી ઢીંગલીઓ હશે તો પણ તેમાંની એકને તે માતા, બીજીને પિતા બાકીની ઢીંગલીઓને ભાઈ-બહેન બનાવશે. આ બધી ઢીંગલીઓ સાથે તે પોતાના જ રોજિંદા દિવસની જેમ ક્રિયાઓ કરી રમશે. પિતાજી ઓફિસમાં જતા હોય એવા અવાજો, માતા રસોડામાં રસોઈ કરતી હોય એવો ઢોંગ, ભાઈ સ્કૂલે જતો અને બહેન નિશાળે ન જવાની હઠ કરીને રડતી જીદ્દ કરતી હોય (એવી સ્થિતિઓ) તે રમતમાં પણ લાવે છે. બાળક આવી રીતે બધા રોલ જાતે જ રમે છે અને આનંદ કરે છે.
હવે, તમારા પોતાના જીવનમાં દૃષ્ટિપાત કરો. તમે વધુ ને વધુ મેળવવાની ધાંધલમાં પડ્યા છો, પછી ભલે તે સંબંધો હોય કે ભૌતિક સુખ સગવડને લગતું હોય ! તમે સજીવ અને નિર્જીવના માલિકીપણાને વિસ્તારો છો. અને એકાએક જ તમારા મૃત્યુથી આ નાટકનો અંત આવી જાય છે.
ફરીથી તમે બીજા કુટુંબમાં જન્મ લો છો જેમાં બીજા કોઈ તમારા માતા, પિતા, ભાઈ કે બહેન હોય છે અને એ જ રમત ફરી રમો છો. બાળકો ઢીંગલીથી જે રમત રમતાં હોય છે એનાથી આપણી જિંદગી જરાય અલગ નથી, સરખી જ છે. આ જ જીવનનું આભાસી નાટક છે. જે કોઈ ગુરુ-શિષ્યના સંબંધને પૂર્ણતાથી અનુભવ કરી જાણે છે તેના જીવનમાં ફરીવાર આવું આભાસી નાટક ભજવાતુ નથી.
સમર્પણ-સર્વોત્કૃષ્ટ ટેકનીક
ભગવદ્ગીતામાં અર્જુન કયો રસ્તો અનુસરવો તેની મોટી મૂંઝવણમાં ગૂંચાય છે. ભગવદ્ગીતાના છેલ્લા અધ્યાયમાં જે અંતિમ ઉપદેશ શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો તે આત્મ સાક્ષાત્કાર પામવાની સર્વોત્કૃષ્ટ ટેકનીક છે. ધ્યાન, ભક્તિ, જ્ઞાન જેવી વિવિધ પ્રવૃત્તિઓને સમજાવ્યા પછી શ્રીકૃષ્ણ અંતે એક સરળ, સચોટ અને સર્વોત્તમ પદ્ધતિ જણાવે છે અને તે ટેકનીક એટલે સમર્પણ, શરણે જવું તે.
એક વાત સ્પષ્ટતાથી સમજી લો કે, જ્યારે તમે કોઈ જીવનમુકત ગુરુના શરણે જાવ છો ત્યારે, તમે એવી વ્યક્તિને શરણે જાવ છો જેને કોઈ અહંકાર નથી, કોઈ ચોક્કસ ઓળખ નથી અને તેથી તેનો પોતાનો કોઈ ખોટો સ્વાર્થ નથી. તે તો અસ્તિત્વ સાથે ભળી ગયેલા અને અસ્તિત્વ (ની શક્તિ) થી ઉભરાતા હોય છે. તેમનો હાથ પકડીને તમે તેમને તમને પણ પરમાનંદના સાગરમાં જેમાં તે પણ ડૂબેલા છે ત્યાં લઇ જવાનું કહો છો.
જ્યારે તમે પોતે કર્તા છો એમ વિચારો છો ત્યારે જ ચિંતા અને તણાવ થાય છે. તમે તરત જ થાકી જાવ છો. પણ જો તમે આ કર્તાભાવ છોડી તે પરા શક્તિ ને સોંપી દો અને તમારું કાર્ય આનંદપૂર્વક કરવાનું ચાલુ રાખો તો તમે જબરદસ્ત હળવાશ અનુભવશો.
એક નાનકડી વાર્તા:
એક બેંકનો મેનેજર હતો. તેને એવી ટેવ હતી કે બેંકની બધી રકમ તે ઘરે જતી વખતે પોતાની સાથે લઇ જતો અને બીજે દિવસે લઇ આવતો. તેણે આવું એક મહિના સુધી કર્યું અને તેને લાગ્યું કે તે આ કામથી ત્રાસી ગયો છે.
તે રોજ ઘરેથી આવતા-જતાં, રસ્તામાં સતત ચિંતામાં રહેતો કે રકમ સલામત છે કે નહીં. આ ચિંતાને કારણે તે રાત્રે સરખું ઊંઘી પણ શકતો નહોતો. રાત્રે પણ પોતાના ઘરમાં બેંકની રકમ સહીસલામત રહે તે માટે તે ચિંતા કર્યા કરતો હતો. અંતે થાકીને તેણે પોતાના બોસને કહ્યું કે તેને આ નોકરીમાંથી છૂટા થવું છે. આવું કામ હવે તે કરી શકે તેમ નથી. હવે તેનાથી વધારે તણાવ સહન થાય તેમ નથી.
એના બોસે એને કહ્યું કે ભલે કદાચ રકમ ખોવાઇ જાય તો પણ બેંક એના ઉપર આરોપ મૂકશે નહીં તેથી તે આ નોકરી ચાલુ રાખે... અને એ દિવસથી એ મનેજર શાંતિથી ઊંઘવા લાગ્યો. એનામાં શો ફેરફાર થયો ? એ કામ તો એનું એ જ કરતો હતો, તે છતાંય હવે તેનામાં ચિંતા કે તણાવ કેમ નહોતા? કારણ કે પૈસા સાચવવાની જવાબદારી હવેથી ઉચ્ચ અધિકારીની હતી ! બસ એટલું જ ! એણે જે કામ કરતો હતો, એ જ કામ કરવાનું ચાલુ રાખ્યું.
જ્યારે તમે કોઈ ઉચ્ચ શક્તિને શરણે જાવ છો ત્યારે તમને ક્યારેય થાક-કંટાળો કે હતોત્સાહનો અનુભવ થતો નથી. કારણ કે તમે પોતે એવી વ્યક્તિના સાંનિધ્યમાં છો કે જે સ્વયં એક પરમ શક્તિ છે.અને એ જ તમારી શરણાગતિની ભેટ છે.
સમર્પણની ત્રણ કક્ષા
શરણાગતિનાં ત્રણ સ્તરો વિશે હવે હું તમને સમજાવું. બુદ્ધિનું સમર્પણ, લાગણીઓનું સમર્પણ અને જ્ઞાનેન્દ્રિયોનું સમર્પણ.
શરણાગતિનો પહેલો પ્રકાર તે બુદ્ધિની શરણાગતિનો છે, જેમાં તમારી પોતાની બુદ્ધિ કરતા ગુરુની બુદ્ધિમાં વધારે વિશ્વાસ હોય છે. આ ફક્ત બૌદ્ધિક શરણાગતિ છે. આ સ્તરે, ગુરુ જે જીવનશૈલી બતાવે તેને તમે અનુસરો છો.
બીજા પ્રકારમાં તમને ગુરુની લાગણીઓ ઉપર તમારી પોતાની લાગણીઓ કરતાં ઘણો વધારે વિશ્વાસ હોય છે. આનો અર્થ એવો કે બીજી કોઈ સંબંધ કરતાં ગુરુ સાથેનો તમારો સંબંધ સર્વોત્કૃષ્ટ છે એવો વિશ્વાસ. જો ઈશ્વર તમારી સમક્ષ હાજર થઈને પૂછે કે, આખી પૃથ્વી ઉપર તમારા સિવાય માત્ર એક જ વ્યક્તિની હાજરી તમને જોઈએ તો તમે કોને પસંદ કરો ? જો આ પ્રશ્નનો જવાબ
- મારા ગુરુ એવો હોય તો સાચા અર્થમાં તમારી લાગણીઓની શરણાગતિ થઇ છે.
અલબત્ત, ગુરુનો નાશ ક્યારેય ન થાય એ વાત જુદી છે ! એવું વિચારવાની જરૂર નથી કે તમે એમને પસંદ કર્યા છે એટલે તેઓ જીવંત છે ! તમે એમને પસંદ કરો કે ન કરો તો પણ ગુરુ તો જીવંત રહેવાના જ છે.
જો તમને એવું લાગે કે તમારી ગુરુ પ્રત્યેની લાગણી બીજી કોઈ પણ લાગણી કરતાં વધારે જોરદાર છે, તો તમને લાગણીભરી શરણાગતિ થઈ ગઈ છે. એક વાત સ્પષ્ટ સમજી લો કે ૯૯ ટકા જેટલા લોકો પહેલાં સ્તરના હોય છે. ઘણા ઓછા લોકો બીજા સ્તરના ઊંડાણ સુધી પહોંચી શકે છે. બાકીના જ્યાં છે ત્યાં જ રહી જાય છે.
શરણાગતિનો ત્રીજો પ્રકાર તે જ્ઞાનેન્દ્રિયોની શરણાગતિ.
શ્રીકૃષ્ણના જીવનનો એક સુંદર પ્રસંગ છે. મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણ અને અર્જુન શાંતિથી બેઠા હતા. શ્રીકૃષ્ણે-અચાનક કહ્યું, ‘અરે અર્જુન ! ત્યાં જો, લીલો કાગડો !
અર્જુને કહ્યું “સુંદર ! લીલો કાગડો !”
શ્રીકૃષ્ણે કહ્યું “અરે મૂર્ખ ! એ કાળો છે, લીલો નથી.”
અર્જુને કહ્યું, “હા કૃષ્ણ! એ કાળો છે, લીલો નથી.”
શ્રીકૃષ્ણે પૂછ્યું “તને શું થયું છે ? હું જ્યારે લીલો કહુંછું ત્યારે તું લીલો કહે છે અને જ્યારે હું કાળો કહું છું ત્યારે તું કાળો કહે છે. તારી સાથે શું બની રહ્યું છે?” જો આપણા જીવનમાં ગુરુ છે તો પછી બીજા કશાંની જરૂર રહેતી નથી. અર્જુને જવાબ આપ્યો: શ્રી કૃષ્ણ, મને પ્રામાણિકતાથી કહેવા દો. એ કાગડાનો રંગ કયો છે તે હું જાણતો નથી. પણ તમે જ્યારે કહ્યું કે તે લીલો છે ત્યારે મને એ લીલો દેખાયો, તમે જ્યારે કહ્યું કાળો તો મને એ કાળો દેખાયો. હું બીજું કશું જાણતો નથી.!’
અર્જુનની પ્રત્યેક ઇન્દ્રિય શ્રીકૃષ્ણને જ વિશ્વાસ કરતી હતી. અર્જુનને પોતાની ઇન્દ્રિયો કરતાંય ગુરુની ઇન્દ્રિયો ઉપર વધારે વિશ્વાસ હતો !
પ્લેસેબો જેવી અસર કે કંઈક વધારે
મેડિકલની ભાષામાં આપણે (પ્લેસેબો અસર) ‘બનાવટી દવા જેવી અસર’ જેવો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. કોઈ દર્દીને બનાવટી દવા આપવામાં આવે છે પણ તેને એમ કહેવામાં આવે છે કે એ ખરી દવા છે. અને તે સાજો થઈ જાય છે. જો કે તાજેતરમાં થયેલા સંશોધનો એમ પણ કહે છે કે આવી પ્લેસબોની અસર ખરેખર ઘણું વધારે કહી જાય છે, સૂચન કરે છે.
ઇટાલીની તૂરીન (Turin) યુનિવર્સિટીમાં થયેલું એક રસપ્રદ સંશોધન મારા વાંચવામાં આવ્યું. તેમણે એક એવો પ્રયોગ કર્યો કે જેમાં એક વ્યક્તિને ઇલેક્ટ્રોડ જોડી માપી માપીને શૉક્સ આપ્યા. પહેલા તેમણે તે માણસના દુખાવાનો એક સ્કેલ તૈયાર કર્યો. જેમાં ઓછામાં ઓછો કેટલા કરન્ટનો શૉક તેને અસર કરે છે અને વધારેમાં વધારે કેટલા કરન્ટનો શૉક તે સહન કરી શકે છે તે શોધી કાઢ્યું.
હવે, કરંટ આપતા પહેલા, દર્દીની સામે એક બોર્ડ ઉપર એક લાલ અને એક લીલી એમ બે લાઇટો રાખવામાં આવી હતી. લીલી લાઇટનો અર્થ એવો થતો હતો કે કરંટનો શૉક ભારે હશે. કરંટ નો શૉક હળવો હશે. લાલ લાઇટનો અર્થ એવો હતો કે તે માણસે તેને અનુભવાતા શૉક નું દુઃખ ૧ થી ૧૦ના સ્કેલમાં ઓછું છે કે વધારે છે તે જણાવવાનું હતું.
તે માણસ ઉપર આ પ્રયોગ પંદર મિનિટ સુધી કરવામાં આવ્યો. પ્રયોગના અંતે એણે અનુભવ્યું હતું કે શરૂઆતમાં શૉક ભાર હતા અને અંતમાં તે હળવા થયા હતા.
આંચકો લાગે તેવી વાત તો એ હતી કે હકીકત આનાથી એકદમ વિરૂદ્ધ હતી. પ્રયોગના અંતિમ ભાગના કરંટના આંચકા ભારે હતા. તો પછી તેની અસર હળવી કેમ નોંધાઈ હતી ? વાત એમ હતી કે હળવા આંચકા આપતા પહેલા, દર્દીને લીલી લાઇટ બતાવવામાં આવી હતી. જેનાથી સ્પષ્ટ થતું હતું કે હવેનો કરંટનો આંચકો હળવો રહેશે.
લીલી લાઇટને કારણે દર્દીનું મન આવી રહેલો આંચકો (શૉક) હળવો હશે એ પ્રમાણેની માન્યતાથી બંધાઈ ગયું હતું. પછી જ્યારે કરંટ આપવામાં આવ્યો ત્યારે હકીકતમાં તો તે ઘણો ભારે કહેવાય એટલો હતો તે છતાંય માણસનું મન હળવાં આંચકો હશે એમ માનતુ હતુ અને તેને માટે તૈયાર હતું, તેને કારણે આ ભારે કરંટની અસર દર્દીના શરીર ઉપર હળવી નોંધાઈ હતી.
તેથી સંશોધકો એવા તારણ ઉપર આવ્યા કે બનાવટી દવાની અસર ઘણી ઊંડી હોય છે અને તેનું મહત્ત્વ પહેલા ધારતા હતા તેની સરખામણીમાં ઘણું વધારે છે.
તેમણે એ પણ શોધી કાઢ્યું છે કે દવાઓ પણ દરેક વખતે સીધી જ અસર કરતી નથી. તેનાં પરિણામો અપેક્ષાના પ્રભાવ આધારિત હોય છે. ડાક્ટરો એ પણ શોધી કાઢ્યું છે કે જો દર્દીને એમ કહ્યું ના હોય કે તેને દુઃખશામક દવાનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે તો તેને દુઃખશામક અસર માટે વધારે મોટો ડોઝ આપવો પડે છે. જો દર્દીને તેને દર્દશામક દવા આપવામાં આવી રહી છે એવી ખબર હોય તો ઘણા ઓછા ડોઝથી ધારેલી અસર થાય છે.
મન ઘણું શક્તિશાળી છે, તે સીધી રીતે તમારા શરીરમાં ફેરફાર કરી શકે છે. જેમ બધી ઇન્દ્રિયો મનની શરણાગતિમાં રહી શકે છે, તેવી જ રીતે બધી ઇન્દ્રિયો પણ પરમ ચૈતન્યને સમર્પણ થઇ શકે છે. આવું જ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે બન્યું હતું, જ્યારે શ્રીકૃષ્ણે અર્જુનને લીલો કાગડો જોવાનું કહ્યું તો અર્જુનને પણ લીલો કાગડો જ દેખાયો.
તમારી ઇન્દ્રિયો કહે છે કે તમે મનુષ્ય છો પણ હું કહું છું કે તમે આધ્યાત્મિક હસ્તિ છો. જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખો છો ત્યાં સુધી તમે મનુષ્ય છો. જ્યારે તમે ગુરુ ઉપર વિશ્વાસ મૂકો છો ત્યારે તમે અનુભવો છો કે તમે આધ્યાત્મિક હસ્તિ છો. આ ફેરફારને હું ‘જ્ઞાન પ્રક્રિયાત્મક ફેરફાર’ કહું છું.
ગુરુ-સર્વોત્કૃષ્ટ વૈભવ
ગુરુ એ તમારા જીવનની સર્વોચ્ચ ખુશી કે સગવડ છે. જો આપણા જીવનમાં ગુરુ છે તો પછી બીજા કશાંની જરૂર રહેતી નથી. જો ગુરુ નથી, તો બીજું કાંઇ પણ કંઇ ઉપયોગી નથી. ગુરુ જ આપણા જીવનમાં ડહાપણ(પ્રજ્ઞા) પ્રગટાવે છે અને તેનો આપણી જરૂરિયાત પ્રમાણે ઉત્કર્ષ કરે છે.
જીવનની ઊર્જા અને ગુરુ એ બંને અલગ-અલગ બાબતો નથી. દરેક ગુરુ વારંવાર ભારપૂર્વક એક સુંદર સમજ આપે છે કે તમારે તમારી અંદર રહેલા ગુરુનો અનુભવ કરવાનો છે. જ્યાં સુધી તમે અંદરના ગુરુનો અનુભવ કરતા નથી ત્યાં સુધી જ તમને બહારની દુનિયાના ગુરુની આવશ્યકતા લાગે છે. એકવાર તમે અંદરના ગુરુને અનુભવો પછી તો બહારના ગુરુની કોઇ જરૂર નથી.
ગુરુનું સાન્નિધ્ય
જ્યારે ધ્યાનની કોઇ ટેકનીક ગુરુની હાજરીમાં કરવામાં આવે ત્યારે તે એક ‘સિદ્ધ પ્રક્રિયા’ બની જાય છે. જો તમે તમારા ઘરમાં એકલા જ કરો તો એને ધ્યાન કહેવાય. જ્યારે તમે એ જ ક્રિયા ગુરુની સાથે,ગુરુની હાજરીમાં, ગુરુનાં માર્ગદર્શન પ્રમાણે કરો તો એ સિદ્ધ પ્રક્રિયા બને છે. એ તો તમને (સિધ્ધ કરવાની આયુર્વેદિક ક્રિયાની જેમ) ઉકાળતા હોય એવું છે. એ ટેકનિક જીવંત અને ઉત્કટ બની જાય છે.
એક નાનકડી વાર્તા:
એક યુવતી હતી તેને રાંધતા આવડતું નહોતું. એક દિવસે તેણે પોટલક (Pot luck) માટે એક વાનગી બનાવવી હતી. તે રસોઇ અંગેનું પુસ્તક લઇ આવી અને એક મીઠાઇ બનાવવાનું શરૂ કર્યું.
તેણે એક હાથમાં પુસ્તક પકડી રાખ્યું હતું, તેમાં સૂચનાઓ હતી. તપેલીને ગેસ ઉપર મૂકો. તેણે તપેલીને ગેસ ઉપર મૂકી; તેમાં અડધો કપ લોટ નાખો, તેણે અડધો કપ લોટ નાંખ્યો. તેમાં અડધા લીટર જેટલું પાણી ઉમેરો, થોડીક ખાંડ નાખો અને ૨૦ મિનિટ સુધી હલાવો.” એ યુવતીએ પુસ્તકમાંની પ્રત્યેક સૂચના પ્રમાણે તેનો અમલ કર્યો તે છતાંય ૨૦ મિનિટ બાદ કશું જ બન્યુ નહીં. કેમ ? પુસ્તકમાં ગેસ સળગાવવાનું કહ્યું નહોતું માટે !
બસ એવી જ રીતે જ્યારે તમે તમારી મેળે જ ધ્યાન કરો છો ત્યારે તમે ગેસ સળગાવવા જેટલી મહત્ત્વની વાત જ ભૂલી જાવ છો. ગુરુની હાજરી પોતે જ એક અગ્નિ છે. તેનાથી જ સિદ્ધ પ્રક્રિયા થાય છે અને વસ્તુ બને છે.
લોકો મને પૂછે છે “સ્વામીજી, તમે ગુરુની હાજરીનો આગ્રહ કેમ રાખો છો ?” અલબત્ત, તમે મારો અવાજ સીડી કે ડીવીડી ઉપર સાંભળી શકો છો. પણ તમે અહીં બેસો છો ત્યારે, મારી આંખોમાંથી વ્યક્ત થતી પ્રામાણિકતા અને મારી આંગિક ભાષા (બોડી લેન્ગ્વેજ) ના દ્વારા વ્યક્ત થતું સત્ય તમને જકડી લે છે. તમે તેને પકડી લો છો. તમને ક્લીક (આંતરિક ઝબકારો) થાયછે, તમને કનેક્શન (જોડાણ) થઇ જાય છે કે હા, એ તો ખરેખર સત્ય જ કહી રહ્યા છે.
તે છતાંય તમને શંકા જાગે તો તમે તરત જ અનુભવશો કે તમારા તર્કમાં તમારા ઉપર કંઈ પણ અસર કરવાની કોઈ શક્તિ જ નથી, આ શબ્દો તમારા તર્કની ઉપરવટ જઈ તમારામાં પ્રવેશે છે- તમારા મગજમાં ઘૂસી જાય છે. અને આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તમે ગુરુની પાસે હો, આપણે તેને ‘ઉપનિષદ-આસપાસ રહેવું કે હોવું, બેસવું અને ગુરુ આગળ ખુલ્લા થવું એમ કહીએ છીએ.
વિશ્વાસપૂર્વક તમારી જાતને ખુલ્લી કરો અને પોતાની જાતને જ એ વિશ્વાસમાં ડૂબાડી દો. તમે જોશો કે ગુરુ તમને હાથ આપવા ત્યાં જ ઊભા છે. તમારી જાતને માથા(મગજ) માંથી કાઢી હૃદયમાં ઊંડે પડવા દો. ગુરુ તમને ત્યાં પકડી લઈ જીવનમુક્ત બનાવવા હાજર હશે જ. બસ! એટલું જ!
ઉપનિષદ
ઉપનિષદનો અર્થ ‘બેસવું’ એવો થાય છે. જ્યારે કોઇ શિષ્ય ગુરુની હાજરીમાં બેસે છે ત્યારે ગુરુ પોતાને થયેલો એવો અનુભવ શિષ્યમાં પણ ઊભો કરે છે, શિષ્યને પણ પોતાના જેવા જ અનુભવની અનુભૂતિ કરાવે છે.
જે શિષ્ય ગુરુને પોતામાં જ અનુભવે છે અને જેના હૃદયમાં ગુરુ સાક્ષાત્ ઉદ્ભવે છે તે આ પ્રક્રિયા કેવી રીતે થઇ તે અનુભવના સંસ્મરણો આલેખે છે. ગુરુ શિષ્ય કે અન્ય કોઇ વ્યક્તિ આ અનુભવને ગુરુએ-શિષ્યમાં કેવી રીતે આરોપિત કર્યો તેની વિગતો લખે છે. તેમાં આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે શું બન્યું હતું તે કેવી રીતે પૂરી થઇ તેના અંતે શું થયું હતું જેવી બાબતોની ઝીણી-ઝીણી વિગતોનું વર્ણન પણ કરે છે. આ પૂરી માહિતીભર્યા ગ્રંથને ‘ઉપનિષદ’ કહેવામાં આવે છે.
ઉપનિષદ કેવી રીતે થાય - કાર્યકારણના નિયમથી પર
આપણે કાર્ય-કારણના સિદ્ધાંત વિશે જાણીએ છીએ. જો તમે દડો છોડી દેશો તો એ નીચે પડશે. જો તમે પાણીને ગરમ કરશો તો ૧૦૦ ડીગ્રીએ તેની વરાળ થવાનું શરૂ થશે. જો મીઠાને તમે પાણીમાં નાખશો તો એ ઓગળી જશે. આ કાર્ય કારણનો સિદ્ધાંત છે. દરેક ક્રિયા કોઇ ચોક્કસ અસરમાં પરિણમે છે. વિજ્ઞાનનો કાર્યકારણનો પોતાનો આગવો સિદ્ધાંત છે.
અસ્તિત્વનો ફક્ત આ એક જ નિયમ નથી. બીજો
એક અગત્યનો નિયમ જે હર પળે કામ કરી રહ્યો છે તે અંતઃસ્ફૂરણા કે ફીલસૂફ કાર્લ યંગ જેને સીન્ક્રોનીસીટી (સમકાલિન) કહે છે તે છે. અહીં એવું કશું બનતું નથી કે જેના પરિણામ સ્વરૂપે કંઈક બને છે. કંઈક બને છે અને એની સાથે સાથે બીજુ કશુંક બને છે.
આપણે દરેક બાબતને કારણ અને અસરની દૃષ્ટિથી જોવા ટેવાયેલા હોઈએ છીએ. આપણે કારણ અને તેનામાંથી સર્જાતી તેની અસરને પણ જોઈ શકતા હોઈએ છીએ. પણ જીવન એટલી બધી ઘટનાઓ કે ક્રિયાઓથી સભર અને સક્રિય હોય છે કે તાત્કાલિક તમે દરેક બાબતનું કારણ જોઈ શકતા નથી. ઘણા વખત પછી આવેલી અસરનું કારણ ક્યારેક આપણે સમજી શકતા નથી. એ એવું છે કે જેમ તમે પાણીમાં કાંકરો નાખો, તો તરત જ એને કારણે ઊડતા તરંગો તમે જોઈ શકો છો. પણ તમે થોડા સમય પછી ત્યાં આવ્યા હોય તો બીજા તબક્કાના તરંગો જુઓ છો જે શાને કારણે થયા છે તેની તમને ખાત્રી નથી.
તમારા જીવનમાં પણ એવા કેટલાક ચોક્કસ અનુભવો થયા જ હશે. તમે વિચારતા હો કે તમે તમારી મિત્રને તમારી મનગમતી મીઠાઈ બનાવવાનું કહેશો,એમ વિચારીને તમે એની ઘરે જાવ અને જુઓ કે એણે તો એ જ મીઠાઈ બનાવી છે ! એને પણ એમ થયું હશે કે આજે હું આ જ મીઠાઈ બનાવીશ. આ જ એક સમકાલીન પ્રક્રિયાની શક્તિ છે.
આવી (સમકાલીન પ્રક્રિયા) મિત્રો, પ્રેમીઓ અથવા પતિ-પત્નિ જેવા ગાઢ સંબંધો કરતા પણ વધારે ગુરુશિષ્યના સંબંધમાં હોય છે. ગુરુ શિષ્યનો સંબંધ એ અસ્તિત્વનો (દુનિયાનો) સૌથી વધારે ઊંડો સંબંધ હોવાથી તે સર્વોત્કૃષ્ટ પ્રેમાનુબંધ છે.
તે સૌથી વધારે રહસ્યમય છે કારણ કે તે તર્કની સાંકડી સીમાથી પર છે. હકીકતમાં તો, જીવનની શરૂઆત ત્યારે જ થાય છે કે જ્યારે તર્કથી પર કંઈક વિશેષને પામો છો, સ્પર્શો છો, જેને મન દ્વારા કોઈ ચોકઠામાં બેસાડી શકાય નહીં, પણ જે હૃદયના તારને હલાવી નાખેછે. તે મનની દલીલો જે હંમેશા ટીકા કરવાનું ખોળે છે તેને બાજુમાં ફેંકી દે છે.
કોઈ શિષ્ય એટલા માટે શિષ્ય નથી બનતો કે ગુરુએ તેને કંઈક કહ્યું છે, પણ ગુરુ જે (સ્થિતિએ) છે તેના કારણથી તે સાચા શિષ્યત્વને પામે છે. અને એટલે જ ફક્ત ગુરુ પાસે બેસવાથી જ શિષ્ય ગુરુના અદ્ભૂત રીધમ(તાલ) ની સાથે તાલમાં(ટ્યુનમાં) આવી જાય છે. અને આ જ ઉપનિષદ છે. આ જ સાચું ‘શિષ્યત્વ’ છે. જેમાં ગુરુ સમક્ષ ખુલ્લા થવાય છે જેથી ગુરુ એમનો પ્રેમ તમારા ઉપર વરસાવી શકે છે અને તમે એને એ(પ્રેમ)ની ભવ્યતા અને દિવ્યતા સાથે સ્વીકારી શકો છો, અને તમારો ઉત્કર્ષ સાધી શકો છો.
હાર્ડવેર અને સોફ્ટવેરનો બદલાવ
આપણા મનમાં રહેલો અજાગ્રત ભાગ એ એક સોફ્ટવેર જેવો છે કે જેને આપણે ધ્યાનથી શુદ્ધ કરી શકીએ છીએ. હાર્ડવેર, મગજ પોતે ગુરુના દર્શન કે તેમની કૃપાથી આ નવા સોફ્ટવેરને સમાવી શકે તે રીતે બદલાઈ જાય છે. જ્યારે તમે તમારી જાગ્રતતા અને અજાગ્રતતાને ધ્યાન થકી સાફ કરીને તમારામાં ફેરફાર કરો છો ત્યારે હાર્ડવેર (તમારું મગજ) તેને સમાવવા અને તે પ્રમાણે તેની અસરને કાયમ રાખવા પહેલા દિવસથી જ સક્ષમ ન પણ હોય. પણ જો ગુરુનાં દર્શન થાય કે તેમની કૃપા થાય તો એ પ્રમાણે હાર્ડવેરમાં પણ તેની અસર સમાવવાનો ફેરફાર થાય છે. જો તમને આ પ્રમાણે કૃપા ન મળે તો સતત ધ્યાન અને ઉપદેશ આખરે હાર્ડવેરમાં તે ફેરફાર લાવવા મદદ કરે છે.
જો આ હાર્ડવેર જૂનું હોય તો એકવાર નવું સોફ્ટવેર નાખ્યા પછી ધીમે ધીમે એ પણ અપડેટ થવાનું શરૂ કરે છે. તે છતાં પણ જો હાર્ડવેરમાં ફેરફાર તમને ઝડપથી જોઇતો હોય તો, ગુરુનાં ‘દર્શન’ એ એકદમ સચોટ ઉપાય છે. તે હાર્ડવેરને સીધેસીધું બદલી નાખશે.
કેટલીકવાર, નવું સોફ્ટવેર નાખ્યા વગર પણ જૂના હાર્ડવેરને બદલી શકાય છે અને પરિણામે જે-તે વ્યક્તિ તરત જ એ નવા સોફ્ટવેરની ગુણવત્તા રેડીએટ કરવા માંડશે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે શિષ્ય પૂર્ણપણે ગુરુ સામે ખુલ્લો હોય. ક્યારેક કોઈ શિષ્ય કોઈ કારણ વગર જ ગુરુના પ્રેમમાં પડી જતો હોય છે. એ કોઈ ઉપદેશથી આકર્ષાયેલો હોતો નથી કે તેનાથી પરિચિત પણ હોતો નથી. એ ધ્યાનની પ્રક્રિયાઓથી આકર્ષાયેલો હોતો નથી કે એને એના વિષે કંઈ માહિતી પણ નથી હોતી, પણ તે છતાંય તે ગુરુના પ્રેમમાં પડે છે. કોઈ જ કારણ વગર કોઈ શિષ્ય ગુરુના પ્રેમમાં પડી જાય તો તરત જ ગુરુ સોફ્ટવેર સાથે હાર્ડવેરને પણ બદલી નાખે છે. આવા શિષ્યો (ગુરુના) ઉપદેશ અને ધ્યાનથી થતા ગુણાત્મક ફેરફારો, એમાંનું કાંઈ પણ શીખ્યા વગર, સહજ રીતે પ્રદર્શિત કરશે.
હાલમાં, હાર્ડવેર અને સોફ્ટવેર બંને બહારનાં ભૌતિક જગત તરફ ગોઠવાયેલા હોય છે. સોફ્ટવેરનો જાગૃત કે ચેતન ભાગ ઉપદેશના શ્રવણ દ્વારા આંતરિક જગત તરફ વળે છે અને સોફ્ટવેરનો અજાગૃત કે અચેતન ભાગ ધ્યાન દ્વારા દિશા બદલે છે. સોફ્ટવેર અંતરનાં ઊંડાણમાં જાય તો પણ હાર્ડવેર તેને સમાવી શકતું નથી. તેથી સ્વાભાવિક રીતે જ હાર્ડવેર પોતાની તમામ મૂળભૂત ગુણવત્તાને સાચવવાનો પ્રયત્ન કરશે. જો સોફ્ટવેર ઘણું મજબૂત હોય તો એ પોતાના સ્થાને જ રહે છે અને હાર્ડવેર પોતે બદલવાનું શરૂ કરે છે. શીખવાડ્યા પછી અને ધ્યાનની ક્રિયાઓ પછી તરત જ જો ધ્યાન સાથે દર્શન પણ થાય તો હાર્ડવેર બદલાઈ જાય છે અને એ સોફ્ટવેરના બદલાવને સમાવવા સક્ષમ બને છે તેથી તે આ જ અનુભવ કાયમ માટે સંઘરી શકવા લાયક બને છે.
DNA ની આભાસી અસર
USA ની હાર્ટમથ (Heart Math)ઇન્સ્ટીટયૂટ દ્વારા હાથધરવામાં આવેલું આ રસપ્રદ સંશોધન છે :
આ પ્રયોગમાં, લાઇટને છિન્નભિન્ન કરી નાખતી (Light scattering)ચેમ્બરમાં લાઇટ ફોટોન્સનાં લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેનો ગ્રાફ પારંપારિક રીતે દેખાતા અનિયમિત વલયો દર્શાવતો હતો.
ત્યારબાદ લાઇટને (પ્રકાશને) છિન્નભિન્ન કરતી ચેમ્બરમાં DNA નું સેમ્પલ (નાનું ઘટક) મૂકવામાં આવ્યું. DNA તેમજ પ્રકાશના ફોટોન્સ વચ્ચે થતી ક્રિયા પ્રક્રિયાઓ ગ્રાફ ઉપર અંકિત થવા લાગી.
પછી DNA ને ચેમ્બરમાંથી કાઢી લેવામાંઆવ્યું. જ્યારે DNA કાઢી લેવામાં આવ્યું હોય તો સ્વાભાવિક છે કે ગ્રાફ જ્યારે DNA ની ઉપસ્થિતિ પહેલા હતો તેવો જ દેખાવો જોઈએ. પણ આશ્ચર્યની વાત એવી બની કે DNAનું સેમ્પલ નાખતા પહેલા જેવો હતો તેવા ગ્રાફને બદલે તદ્દન જુદો જ ગ્રાફ અંકિત થયો હતો.
DNA ને કાઢી લીધા છતાંય, તેનો પ્રભાવ પ્રકાશના ફોટોન્સની ગતિવિધિ ઉપર ચાલુ રહ્યો. તેમની સ્વાભાવિક ગતિવિધિઓમાં ફેરફાર આવી ગયો હતો. DNA ને કાઢ્યા પછીનાં તરતના થોડા સમય પછી નહીં પણ ખાસ્સા લાંબા સમય સુધી એની ઝાંખી અસર ફોટોન્સ ઉપર દેખાઇ હતી.
એક રસપ્રદ તારણ એવું પણ છે કે આવો પ્રભાવ કે આવી અસર નીચલી કક્ષાની ચેતનાના DNA થકી જોવા મળ્યો ન હતો, તેથી આપણે એવું તારણ કાઢી શકીએ કે કોઇ પદાર્થની કે કોઇ વ્યક્તિની ચેતના હંમેશા પ્રસરતી હોય છે અને તે પોતાના પ્રભાવને અસર કરે છે. કુદરતમાં પણ આ વાતને સમર્થન મળે છે કે ઊંચી કક્ષાની ચેતના તેની હાજરી માત્રથી નીચી કક્ષાની ચેતના ઉપર અસર કરે છે. (આ અંગે વધુ વિગત માટે http : // twm.co.nz// DNAPhantom.htm).
આ ઉપરથી તમે કલ્પી શકો છો કે જીવન-મુક્ત વ્યક્તિની પરમ ચેતનાની ઊર્જા કેવી રીતે તેની આજુબાજુના કે આસપાસ ના દરેક પદાર્થની અને દરેક વ્યક્તિની ચેતનાને અસર કરે છે.
પરિવર્તનને ટકાવી રાખવાની શક્તિ
કોઇ જીવનમુક્ત વ્યક્તિની હાજરીમાં કે સાંનિધ્યમાં રહેવાથી હાર્ડવેર સીધું જ બદલાય છે કે જેથી તે પરિવર્તન નવા સોફ્ટવેર અને આ સંપૂર્ણ પ્રક્રિયાને ટકાવી શકે.
એકવાત સમજી લો કે જીવન-મુક્ત થવાથી તમારું શારીરિક તંત્ર પણ બદલાઇ જાય છે. જ્યારે ગુરુ સ્પર્શ કરે છે ત્યારે, જીવનમુક્ત શારીરિક સોફ્ટવેર પણ તમારા શરીરતંત્રમાં ડાઉનલોડ થતું હોય છે, જે તમારા શારીરિક તંત્રને બદલી નાખે છે.
ગુરુના સ્પર્શ દરમ્યાન જો તમે સંપૂર્ણપણે ખુલ્લા હો તો જીવનમુક્ત શરીરતંત્રનું સોફ્ટવેર પણ તમારામાં ડાઉનલોડ થતું હોય છે. તમારું શરીર પણ એ વાત શીખે છે કે તે અત્યારે છે એના કરતાં વધુ સારી સ્થિતિએ પહોંચી શકે તેમ છે ! તમારા શરીરની (Bio-memory) જીવ-સ્મૃતિ વધારે સારા અસ્તિત્વ માટેની શક્યતાનું જ્ઞાન મેળવે છે.
વસુધૈવ કુટુંબકમ્ (वसुधैव कुटुम्बकम् ।)
ગુરુના પ્રેમની સાથેસાથે શિષ્યમાં અન્ય સહાધ્યાયી શિષ્યો તરફનો પ્રેમ પણ વિકસિત થાય છે. હવે તે ‘હું’ નહીં પણ ‘અમે’ બને છે. સહાધ્યાયી શિષ્યો સાથે એક ખાસ સંબંધ વિકસે છે, જે લોહીનાં સંબંધોથી પણ વધારે મજબૂત હોય છે. ગુરુ પ્રત્યેના મૂળભૂત પ્રેમની જરૂરિયાત સિવાય બીજી કોઇ શરતો અહીં હોતી નથી. આસપાસ માટેનો ગૌણ પ્રેમ આપોઆપ ફાલે છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ “સમગ્ર વિશ્વ આપણું કુટુંબ જેવું જ છે”
- એ શ્રી કૃષ્ણનું સ્વપ્ન અહીં સાર્થક થાય છે.
તમે બધા સાથે જૂથમાં વિકાસ પામો છો, તો પણ દરેક વ્યક્તિનો ગુરુ સાથેનો સંબંધ અનન્ય હોય છે. આ અનુબંધ બુદ્ધિથી કે હૃદયથી શરૂ થાય છે. બહુ જલદી તે આત્માનુબંધમાં પહોંચી જાય છે. જ્યારે એકનો આત્મા બીજાના આત્મામાં મળી જાય છે, શિષ્યનો -ગુરુના સાથે, ત્યારે મુક્તિ થાય છે, નિત્યાનંદની અનુભૂતિ થાય છે.
જીવન-મુક્ત થવું એટલે ગુરુની સાથે જીવવું તે-તે એટલું જ સહેલું છે.
પ્રશ્નોત્તરી
શું ગુરુ શિષ્યની પસંદગી કરે છે કે શિષ્ય ગુરુની પસંદગી કરે છે ?
પહેલીવાત હકીકતમાં તો શિષ્ય ગુરુની પસંદગી કરે છે, કારણ કે ગુરુ ક્યારેય પસંદગી કરતા નથી. ગુરુ તો સતત વરસતા જ રહે છે. તે પવિત્ર નદી ગંગા જેવા છે. તે સતત વહેતા જ રહે છે. જો તમારી ઇચ્છા થાય તો તમે નદીમાં જઇ શકો છો, ડૂબકી મારી શકો છો, પાણી પી શકો છો અથવા રમત કરી શકો છો. તમારી જે ઇચ્છા થાય તે કરી શકો છો. પણ ગંગા પોતે તો સતત વહેતી જ રહે છે. તે કંઈ પસંદગી કરતી નથી. એવું જ ગુરુનું છે. ગુરુ તો પસંદગી વગરની શક્તિ છે, પસંદગી વિનાના પરમાનંદ સ્વરૂપ છે.
તેથી હું એમ કહીશ કે ગુરુ શિષ્યનો સંબંધ શિષ્ય દ્વારા જોડાય છે. શિષ્ય પાસે અમર્યાદ સ્વતંત્રતા છે, ગુરુશિષ્યનો સંબંધ બાંધવા માટે ની અંતિમ પૂર્ણ સ્વતંત્રતા. આ સંબંધ સ્થપાયા પછી તેની પાસેની બધી જ સ્વતંત્રતા તે ગુમાવે છે કારણ કે તે જીવન-મુક્ત થઈ જાય છે. તમારા જીવનમાં તમે જે કાર્ય સૌથી છેલ્લું કરી શકો છો કે જે પસંદગી સૌથી છેલ્લી કરી શકો છો તે તમારા ગુરુની પસંદગી કરો તે. બસ ખલાસ, જે ક્ષણે, તમે ગુરુની પસંદગી કરો છો તે ક્ષણે તમે 'તમે' તરીકે મટી જાઓ છો. પછી તમે એક જુદી વ્યક્તિ રહેતા જ નથી, તમે ગુરુ બની જાવ છો.
હું તમારો શિષ્ય કેવી રીતે બની શકું ?
તમે જો પકડમુક્ત (Unclutched) થાવ તો તમે મારા વર્તુળમાં આવી શકો છો. ‘પકડમુક્તિ’ તમને મારી સાથે સીધા જોડી આપે છે. એક જબરદસ્ત શક્તિ તમારામાં થઇને વહેવાનું શરૂ કરે છે. ‘પકડમુક્ત’ એટલે હું શું કહેવા માગુ છું? કોઇપણ વ્યક્તિ, વિચાર કે વસ્તુને વળગી રહ્યા વગર હળવાશમાં કે નિખાલસતામાં રહેવું તે.
હું હંમેશા લોકોને એમ કહેતો હોઉં છું કે જે વ્યક્તિ ફક્ત પોતાનું જ દુઃખ અનુભવે છે અને તેના ઉપચાર માટે મારી પાસે આવે છે તે ભક્ત છે. જે વ્યક્તિને ફક્ત પોતાની જ સમસ્યાઓ અંગે ફરિયાદ હોય તે (મારો) ભક્ત છે !
જે વ્યક્તિ મારું “દુઃખ’’ અનુભવે છે અને આ આખા મિશન તરીકે જે જવાબદારી મેં લીધી છે તે (જવાબદારી) સ્વીકારે છે તો તે (મારો) શિષ્ય છે.
જે વ્યક્તિ મારી જવાબદારી સ્વીકારી લીધા પછી એવું અનુભવે કે ‘‘કોઇ જીવન-મુક્ત વ્યક્તિને દુઃખ હોઈ શકે ખરું ? હું આ જવાબદારી સ્વીકાર્યા પહેલા જેને દુઃખ સમજતો હતો તે દુઃખ છે નહિ, એ તો ‘નિત્યાનંદ’ છે. હંમેશાનો પરમાનંદ છે. પછી તમે અંદરના માણસ બનો છો.
તો હવે તમે જાણી ગયા કે શિષ્ય કેવી રીતે બની શકાય. મારી જવાબદારી જે અસ્તિત્વની જ જવાબદારી છે તે અનુભવો પછી તમે શિષ્ય બની જશો.
કોઇ જિજ્ઞાસુને કેવી રીતે ખબર પડે કે તે તેના ગુરુ પાસે પહોંચી ગયો છે અથવા તો તેણે વધારે ગુરુઓ કરવા જોઈએ ?
જ્યારે તમે ગુરુ પાસે પહોંચો છો ત્યારે એ મારા ગુરુ છે કે નહીં? એ પ્રશ્ન આપોઆપ જ ઓગળી જાય છે. એ બરાબર સમજી લો. લોકો મને પૂછે છે કે, “શું અમે
તમને અમારા ગુરુ તરીકે સ્વીકારી શકીએ ?” હું તેમને કહું છું કે, એ ભૂલ ક્યારેય ન કરતા. ના, હું ક્યારેય તમારા ગુરુ તરીકે મારી જાતને આગળ લાવતો નથી. હું તમને તમારા ગુરુ તરીકે મને સ્વીકારવા માટે ક્યારેય કહી શકુ નહીં.
જો હું તમારો ગુરુ છું તો તમારી બુદ્ધિથી પર બીજું કશુંક પણ છે જેનાથી તમે મને ભૂલી શકવાના નથી. હવે હું પડકારુ છું કે, જો તમે મને ભૂલી શકતા હો તો ભૂલી જાવ. પછી હું તમારો ગુરુ નથી. હળવા થઈને તમારી શોધ ચાલુ રાખો. તમને સાચા ગુરુ મળશે જ. ચિંતા કરવાની જરૂર નથી.
પણ જો તમે મને ભૂલી ન શકો, તો જ હું તમારો ગુરુ છું.
હું લોકોને હંમેશા કહેતો હોઉં છું કે મને ગુરુ તરીકે સ્વીકારશો નહીં. જો હું તમારો ગુરુ છુ તો હું દિવસ-રાત સતત તમારા મનમાં જ હોઇશ. હું તમારા સ્વપ્નમાં પણ હોઇશ. જો મારા વિચારો તમને રાત-દિવસ ભરી દેતા હોય તો જ હું તમારો ગુરુ છું.
લોકો મને પૂછે છે કે, “સ્વામીજી, મારે તમને યાદ કરવા જોઇએ ? હું તમારું ધ્યાન ધરી શકું ?” હું તેમને કહું છું કે “ના, મને ભૂલી જવો એ સમસ્યા હશે. મને યાદ રાખવામાં કોઇ સમસ્યા નહીં હોય. ત્યારે જ હું તમારો ગુરુ છું. જો તમે મને ભૂલી શકો તો ભૂલી જાવ અને તમારી યાત્રા ચાલુ રાખો. તમારા માટે એ જ સારું રહેશે.
જો તમે મને ભૂલી નથી શકતા તો હું તમારો ગુરુ છું. જો આ અંગે એકાદ પણ શંકા તમારા મનમાં કોઈક ખૂણે ઉદ્ભવે, તો એ એ વાતની ખૂબ મજબૂત સાબિતી છે કે હું તમારો ગુરુ નથી. હળવા થઈ જાવ. વધારે મહેનત કરશો નહીં. વધારે પીડા સહન કરવાની જરૂર નથી. પોતાની જાતને દુઃખી કરવાની કોઈ જરૂર નથી. સરસ રીતે આવજો કહીને તમારી યાત્રા ચાલુ રાખો.
મારો પ્રેમ, આદર અને શુભેચ્છાઓ તમને તમારા ખરા ગુરુ, જે તમારા ગુરુ થવાના હશે તેની પાસે પહોંચી જવા તમારી સાથે રહેશે, શોધ કરશો તો ગુરુ ચોક્કસ મળી આવશે. મેં મારી જાતે જ ઘણા શિષ્યોને બીજા ઘણા ગુરુઓ પાસે મોકલ્યા છે. એ રીતે મેં ઘણા લોકોને માર્ગદર્શન આપ્યું છે. આ કોઈ દુકાન નથી. તમે મારી દુકાનમાં આવો અને પછી બીજી દુકાનમાંન જઈ શકો એવું નથી. આ વેપાર નથી.
હું હંમેશા લોકોને એમ કહેતો હોઉં છું કે ભલે તમે મારા શિષ્ય હો તો પણ બીજા ગુરુઓ પાસેથી કંઈક શીખવાનું બંધ કરી દેતા નહીં. બધા બગીચામાંથી ફૂલો ચૂંટીને પોતાના માટે સુંદર ગુલદસ્તો બનાવો. અંતિમ ઉદ્દેશ તો જીવનને સમૃદ્ધ બનાવવાનો છે.
પહેલી વાત : જો હું તમારો ગુરુ છું તો તમે મારા શિષ્ય છો કે નહીં એ પ્રશ્ન તમને થશે જ નહીં. જો તમને આવી શંકા હોય તો એ વાતની ખાતરી રાખજો કે હું તમારો ગુરુ નથી. તમારી શોધ ચાલુ રાખો.
બીજી વાત : કોઇપણ શંકા ઉદ્ભવે જ નહીં અને તમે માનતા હો કે હું તમારો ગુરુ છું અને તમે મારી સાથે સંપૂર્ણ આત્મસાત્ હો તો પણ બીજા સ્ત્રોતો બીજા ગુરુઓ પાસેથી શીખવાનું, બંધ કરશો નહી. શક્ય એટલા બધા સ્ત્રોતો પાસેથી શીખતા રહો.