KAILASA Library/જીવન મુક્તિ/પરમાનંદમય જીવનના માર્ગોSign in
જીવન મુક્તિ

પરમાનંદમય જીવનના માર્ગો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

■ ધ્યાન શા માટે કરવું ?

■ નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન

■ નિત્ય યોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે

■ નિત્યાનંદ માટેની આઠ ક્રિયાઓ

ધ્યાન શા માટે કરવું ?

હવેનાં ચાર પ્રકરણોમાં તેમજ તે પછીના ધ્યાન પ્રયુક્તિ વિશેના ભાગમાં આપણે અગાઉ વાર્તાલાપ કર્યો છે, તે સત્યોની અનુભૂતિ થાય એવા માર્ગો દર્શાવ્યા છે. અત્યાર સુધીમાં આપને બૌદ્ધિક રીતે એ તો ખ્યાલ આવી જ ગયો છે કે શું કરવાની જરૂર છે અને કેમ.

હવે આપણે સમજી એ કે આ કેવી રીતે કરવું ? બધું જ જ્ઞાન સૈદ્ધાંતિક બની રહે જો આપણે એનો વાસ્તવમાં અનુભવ ન કરી શકીએ તો.

જીવનનું સાચુ ધ્યેય શું છે ?

આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે ? વધારે કમાવવું ? ચિરતરુણ, નિરોગી અને સુંદર રહેવું ? વધુ સારા અને ચિરકાલીન સંબંધો કેળવવા ? આપણામાંથી બધા જ પરમાનંદનો અનુભવ કરવા માગીએ છીએ. આપણે જુદી જુદી રીતે તે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણામાંથી ૯૯ ટકા લોકોને એ ખબર જ નથી હોતી કે પરમાનંદની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. આપણે વિશ્વભરમાં બધે જે આનંદને શોધતા ફરીએ છીએ તે ખરેખર આપણા અંતરાત્મામાં જ છે, એ ખરેખર શોધાય એની જ રાહ જૂએ છે.

એક નાનકડી વાર્તા:

એકવાર સંધ્યાકાળે એક ભાઈ એમના આંગણામાં કંઈક શોધવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા. એમની પત્નીએ પૂછ્યું કે શું શોધો છો? એણે જવાબ આપ્યો કે એની એક સુવર્ણમુદ્રા પડી ગઈ છે. એની પત્ની પણ શોધખોળમાં જોડાઈ ગઈ થોડીવારમાં બીજા લોકો પણ જોડાયા અને લગભગ બધા જ પાડોશીઓ એ સુવર્ણમુદ્રાની શોધમાં પડયા.

અચાનક એક પાડોશીએ પેલા ભાઈને પૂછ્યું, કઈ જગ્યાએ તમારું નાણું પડી ગયું, હજી સુધી આપણને જડતું કેમ નથી ? પેલા ભાઈ બોલ્યા, ઓહ મારું નાણું તો ઘરમાં ખોવાયું. શોધકામ કરનારા બધા ગુસ્સે થઈ ગયા. અને એમણે પૂછ્યું તો પછી આપણે અહીંયાં કેમ શોધી રહ્યા છીએ ?

પેલા ભાઈ કહે છે 'મારી મુશ્કેલી એ છે કે મારા ઘરમાં દિવાબત્તી નથી એટલે અજવાળું નથી એટલે આ રસ્તાના દિવાના અજવાળામાં મેં શોધવાની શરૂઆત કરી.

આપણા જીવનમાં પણ આપણે આ જ કરીએ
છીએ. આપણી મૂંઝવણોનો ઉકેલ ખોટી જગ્યાએ
શોધવામાં આપણે પ્રવીણ છીએ.

પરમાનંદનો અનુભવ કરવા માટે આપણે પૈસા, તાકાત, પરસ્પર સંબંધો, આદર્શો બધાનો આધાર લઈએ છીએ પણ આંતરમુખ થઈ તે શોધવાનો પ્રયત્ન નથી કરતા.

પરમાનંદ શું છે ?

જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પરમસુખની લાગણીનો અનુભવ કરે છે. પરંતુ તે માટે કાંઈક કારણ હોય છે આ સુખની લાગણી હંમેશા માટે રહેતી નથી. તે ક્ષણિક હોય છે અને જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે ફરીવાર દુઃખ અનુભવાય છે.

જે સુખની લાગણી કોઈ પણ કારણ વગર અનુભવાય. જેનો ક્યારેય હાશ ન થતો હોય એ જ સુખ સાચું છે. અવિનાશી છે. આને જ આપણે પરમાનંદ કહી શકીએ. આવો આનંદ પોતાના સિવાયનાં કોઈ પણ બાહરી પરિબળો ઉપર આધારિત નથી.

આનંદ શબ્દનો અર્થ જ એ છે કે એવી લાગણી કે જેમાં ઘટાડો ન થઈ શકે, જે નષ્ટ ન થઈ શકે. આનંદનું ભાષાંતર સુખ એવું ન થઈ શકે. તમને જાણીને આશ્ચર્ય થશે એનો સીધો સાદો અર્થ એ જ છે કે એવી લાગણી જેમાં ઘટાડો ન થઈ શકે, જે નષ્ટ ન થઈ શકે. પરમાનંદ એક એવી લાગણી છે કે જેમાં કોઈપણ કારણસર ઘટાડો થતો નથી.

ધ્યાન શું છે ?

સભાનતા વધારવાની પ્રયુક્તિ

કોઈપણ તંત્ર, કોઈપણ કાર્યપદ્ધતિ, જેનાથી તમારી સભાનતામાં વધારો થાય એ ધ્યાન છે.

ધ્યાન એટલે શ્વાસોચ્છ્વાસની સામાન્ય ક્રિયા પણ હોઈ શકે. સામાન્ય નામસ્મરણ હોઈ શકે કે પછી સ્વસ્થબેસવાનું પણ હોઈ શકે.

ઝેન પરંપરામાં સ્વસ્થ બેસવું એ જ ધ્યાન છે.તમને એમ થશે કે આ તો બહુ સહેલી વસ્તુ છે પરંતુ હકીકતમાં સ્વસ્થ બેસવું એ જ ધ્યાનનો અઘરો પ્રકાર છે. કોઈપણ ક્રિયા ધ્યાન હોઈ શકે જો એનાથી તમારી સભાનતામાં વધારો થાય.

વર્તમાનમાં ઉત્કટ પરમાનંદની અનુભૂતિ

પરમાનંદનો અનુભવ કરતા હો એ ક્ષણ એટલે ધ્યાન. જે પળોમાં તમે સંપૂર્ણ મનઃશાંતિ અનુભવતા હો તે પળોમાં તમે ધ્યાનમાં જ છો.

જીવનની એ ક્ષણો યાદ કરો જ્યારે તમને બધું જ ખૂબ સુંદર લાગે, કદાચ એ ડુંગરાઓની પાછળથી ઉગતો સૂર્ય હોઈ શકે કે પછી પહેલીવાર સાંભળેલી સંગીતની ધૂન હોય, અચાનક જ આપ સ્તબ્ધ થઈ જાવ છો, નિઃશબ્દ નિર્વિચાર જાગૃતતા માં રહો છો. એ સૌંદર્યના સાક્ષાત્કારમાં આપ બીજો કોઈ વિચાર જ નથી કરી શકતા. તમે ફક્ત શાંત, સ્વસ્થ થઈ જાવ છો. તમારી જાતને તમે એ સૌંદર્યમાં વિસારી દો છો. આ ક્ષણ એ જ ધ્યાન છે.

ધ્યાન શા માટે કરવું ?

થોડીક પળોમાં તમારો આંતરિક ગણગણાટ જાગૃત થાય છે અને તમે કહો છો “કેટલો સુંદર સૂર્યોદય છે.” જે ક્ષણે તમે આ શબ્દો ઉચ્ચારો છો, તમારું ધ્યાન તૂટી ગયેલું હોય છે. તમે કાં તો વિચાર કરી શકો અથવા ધ્યાન ધરી શકો. બન્ને વસ્તુ એક સાથે કરવી શક્ય નથી. ધ્યાન એક અનુભૂતિ છે જેમાં તમે વર્તમાન ક્ષણ માણો છો, કોઇપણ હીંચકિચાટ વગર.

ધ્યાન કરતા થવાનો સાચો માર્ગ કયો ?

સૌ પ્રથમ તો નિષ્ઠા રાખો, તમારા મનના દરવાજા ખુલ્લા રાખો, નવા નવા પ્રયોગો ખુલ્લા મને કરો અને દરેક ક્રિયા ઉત્સાહપૂર્વક કરો.

આ બધા માટે ઝેન પરંપરામાં એક સારી શબ્દપ્રણાલી છે.” નવા નિશાળિયા જેવું મન રાખો.” અર્થાત્ જીવનમાં આવતી દરેક વસ્તુને અને દરેક વિષયને નવી દૃષ્ટિથી જુઓ જેથી જીવનમાં ઉત્સાહ અને રોચકતા આવશે.

બીજી વાત એ છે કે આશાવાદી બનો. તમારા માટે પરમાનંદ એ સહજતાથી પ્રાપ્ત થાય એવું લક્ષ્ય છે, ધ્યાનનું તંત્ર તમને ન ખબર હોય તો પણ.

એકવાર એક ભાઈ સાક્ષાત્કારી મહાન ગુરુ રમણ મહર્ષિને મળ્યા અને પૂછ્યું “હે ભગવાન, હું આધ્યાત્મિક જીવન જીવવા માટે યોગ્યતા ધરાવુ છું ?”

“તમે જીવો છો ને ?”

પેલા ભાઈ ચમક્યા અને બોલ્યા “હા ચોક્કસ,” ભગવાન બોલ્યા “બસ ત્યારે આટલું પૂરતું છે. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે આટલી યોગ્યતા પૂરતી છે.”

ઊંચા સ્તરની સભાનતા એ માત્ર માનવ માટે જ શક્ય છે.

માનવજીવનનું ધ્યેય જ સાક્ષાત્કાર જીવનમુક્તિ છે. જીવનમુક્ત થવાની શક્યતા કુંડલિની શક્તિમાં છે, દરેક માનવીના અંતરમાં છુપાયેલી એ એક અસામાન્ય ક્ષમતા છે. જો આ ક્ષમતાને જાગૃત કરવામાં આવે તો તે આપને સભાનતાના અસ્તિત્વના જુદા જ સ્તરે લઇ જશે.

ઊંચા સ્તરની સભાનતામાં જવું એ માત્ર માનવ માટે જ શક્ય છે. પશુ તે ન કરી શકે. એ સાક્ષાત્કારી ન થઈ શકે, સભાનતા કે જાગૃતતા ન બદલી શકે.

ત્રીજી વાત, રમતિયાળ બનો. ધ્યાન એક મોટું સાહસ છે, ધ્યાન બાબતે ગંભીર થવું એટલે તો ધ્યાનનો અર્થ જ ન સમજવા જેવું છે. ધ્યાન માણો, એનો ઉત્સવ મનાવો.

ચોથી વાત, ધીરજ રાખો. ધ્યાન ધરવાનું ચાલુ કરો કે તુરંત પરિણામની ચિંતામાં ન સરી પડો.

એક નાની વાર્તા:

ત્રણ વાંદરા હતા એમને એક પાકી રસાળ કેરી મળી. બધા વાંદરાઓની જેમ થોડીવાર તો એ કેરી માટે ઝઘડ્યા, પછી કોણ જાણે એમને સમજાયું, અને બુદ્ધિ જાગી.

કેરી ખાવાને બદલે એમણે આંબો વાવવાનું નક્કી કર્યું. એમને સમજાયું કે કેરીનો ગોટલો ફૂટશે, મોટું ઝાડ થશે અને ત્રણેયને જરૂરિયાત કરતા પણ વધારે કેરી મળશે.

આપણી બધી જ શારીરિક
અને માનસિક બિમારીનું
મૂળ સ્વપ્નાવસ્થામાં છે.

ત્ર ણ વાં દ રા ઓ એ આંબાના ઝાડની સંભાળ રાખવાનું કામ વહેંચી લીધું. પહેલા વાંદરાએ કહ્યું, હું છોડને રોજ પાણી પાઈશ. બીજો વાંદરો કહે ‘હું જમીનને ફળદ્રુપ રાખીશ, ખાતર નાખીશ અને છોડ મોટો થાય એની કાળજી રાખીશ.’ ત્રીજો વાંદરો કહે ‘હું છોડનું કાળજીપૂર્વક રક્ષણ કરીશ, ખરાબ હવામાન તેમજ બીજાં પ્રાણીઓથી એની રક્ષા કરીશ.’

એક મહિનો થઇ ગયો, બીજો થયો, ત્રીજો થયો
પણ જમીનમાંથી કોઈ છોડ ઊગતો દેખાય જ નહીં.
ત્રણેય વાંદરાઓએ તત્કાળ એક બેઠક કરી અને
આ વિષયની ચર્ચા કરી.

પહેલા વાંદરાએ જાહેર કર્યું કે નક્કી થયા પ્રમાણે હું છોડને રોજ પાણી નાખતો હતો. બીજાએ કહ્યું કે નક્કી થયા પ્રમાણે હું ખાતર નાખતો રહ્યો અને જમીનની દેખભાળ કરતો રહ્યો. ત્રીજો વાંદરો કહે નક્કી થયા પ્રમાણે હું ગોટલાની બરાબર કાળજી રાખતો હતો. એટલું જ નહીં પણ રોજેરોજ હું ગોટલો બહાર કાઢીને એને અંકુર આવ્યા છે કે નહીં તે પણ બરાબર જોતો હતો !

તાત્કાલિક પરિણામોના લોભમાં આપણે પ્રક્રિયા જ પૂરી થવા દેતા નથી. તમે પોતે જ પ્રક્રિયાને રુંધો છો.

પાંચમી વાત : એકાન્તને માણો.

પોતાને અંતર્મુખ થવાની એક તક આપો. જ્યારે ધ્યાન એ તમારું અવિભાજ્ય અંગ થશે ત્યારે પરમાનંદ સ્વાભાવિક રીતે ખીલશે.

ધ્યાન શા માટે ?

આપણા જીવનમાં આપણે ત્રણ અવસ્થા કાયમ

ચેતનાની વિવિધ અવસ્થાઓ
વિચારો સાથેવિચારો વગર
જાગ્રત જાગ્રતાવસ્થા વિચાર સાથેતુરીયા પરમાનંદાવસ્થા પૂર્ણ જાગુતાવસ્થા
સ્વપ્ન સ્વપ્નાવસ્થા સ્વપ્નમાંસુષુપ્તિ અજાગૃતઅવસ્થા ગાઢ નિંદ્રા

અનુભવીએ છીએ; જાગૃત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તાવસ્થા પરંતુ એક ચોથી અવસ્થા છે જેનો આપણે અનુભવ કર્યો નથી. આ અવસ્થાને “તુરીયા' કહે છે. આ અવસ્થામાં અસ્તિત્વ પ્રત્યેની સભાનતા તો રહે છે પણ મનમાં વિચારો રહેતા નથી. જેને આપણે વિચાર વગરની સભાનતા કહી શકીએ. ઘણા ઓછા લોકો પોતાના જીવનમાં આ અવસ્થાનો અનુભવ કરે છે કેટલાક લોકો થોડીક ક્ષણો માટે આનો અનુભવ કરે છે અને વળી પાછા પોતાની જાગૃત અવસ્થામાં સરકી જાય છે.

જો તમને અચાનક કોઈ આઘાત પહોંચે અથવા તો આપ નિસર્ગના સાંનિધ્યમાં, સંપૂર્ણ મુક્ત રીતે શાંતિથી બેઠા હો, ત્યારે શક્ય છે કે થોડીક ક્ષણો માટે આપ આવી વિચારો વગરની સભાનતાની અવસ્થાનો અનુભવ કરો છો. તમારી ઓળખ જીવિત હોય, તમારા અસ્તિત્વ પ્રત્યેની સભાનતા જીવિત હોય પણ મનમાં કોઈ વિચારો ન હોય. આ ચોથી અવસ્થાને આપણે “તુરિયા'' એવું કહીએ છીએ.

ધ્યાન શા માટે કરવું ?

આપણી બધી જ શારીરિક અને માનસિક બિમારીઓનું મૂળ સ્વપ્નાવસ્થામાં રહેલું છે. સ્વપ્નાવસ્થા જાગૃત અવસ્થા અને સુષુપ્તા અવસ્થામાં પગપેસારો કરતી જાય છે, તેમનો ઢાંકપિછોડો કરતી જાય છે. સ્વપ્નાવસ્થાનું જાગ્રત અવસ્થામાં પ્રવેશવું, એને આપણે દિવાસ્વપ્ન કહીએ છીએ. આ અવસ્થામાં આપણે ક્યાંય કલ્પિત વાતો અથવા અનંત વસ્તુઓનો વિચાર કરીએ છીએ જે આપણે કરવા ઇચ્છતા હોઈએ છીએ. જે સ્વપ્નાવસ્થા સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરે તો તેને આપણે બગડેલી ઊંઘએમ કહીએ છીએ.

રાતદિવસ આ સ્વપ્નાવસ્થા આપણને અસ્વસ્થ કરે છે. જ્યારે આપણી સુષુપ્તાવસ્થામાં ખલેલ પહોંચે છે ત્યારે હઠીલી શિથિલતા, અને અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.

જ્યારે આપણી જાગ્રત અવસ્થામાં સ્વપ્નો ખલેલ પહોંચાડે ત્યારે આપણે દિવાસ્વપ્નો જોતા થઈએ અને આપણી આસપાસના વિશ્વ પ્રત્યે ઓછા સજાગ રહીએ છીએ. સ્વપ્નાવસ્થા જેટલી વધારે જાગ્રત અવસ્થામાં પ્રવેશે તેટલી વધારે આપણે સભાનતા ગુમાવીએ છીએ.

આપણે માનવ શરીર ભલે ધારણ કર્યું હોય તો પણ આપણે ખરેખર માનવીય વ્યવહાર નથી કરતા. આપણી સભાનતામાં ઘટાડો થવાથી આપણે લીધેલા નિર્ણયોની બાબતમાં આપણે સજાગ નહીં રહીએ, આપણે કેવા શબ્દપ્રયોગ કરવા એ બાબતે આપણે સજાગ નહીં રહીએ. આપણા અંતરમાં શું ચાલી રહ્યું છે એની આપણને જાણ નહીં રહે. એ તો એવું થયું કે આપણે જે ઘરમાં રહીએ છીએ તે ઘરમાં શું ચાલી રહ્યું છે તેની આપણને જાણ નથી.

તમે પૂછો છો કે મારે ધ્યાન શા માટે ધરવું જોઈએ ? ધ્યાનની એટલા માટે જરૂર છે કે એથી તમારી જાગૃત અવસ્થામાં તેમજ સુષુપ્ત અવસ્થામાં સંપૂર્ણ સભાનતા કેળવી શકાય. તમારી જાગૃત અને સુષુપ્તાવસ્થામાં સ્વપ્નાવસ્થા પ્રવેશ કરે તેના બદલે ધ્યાનથી તુરિયાવસ્થા પ્રવેશ કરે અને પરમાનંદનો અનુભવ કરાવે.

ધ્યાનનો ઉદ્દેશ આ ચોથી તુરીયાવસ્થાનો અનુભવ કમસે કમ એકવાર તો કરાવવો જ એ છે. એકવાર આપણે આ ચોથી અવસ્થાનો અનુભવ કરીએ પછી તેનો પ્રભાવ આપણે જાગૃત અને સુષુપ્તાવસ્થામાં વધુને વધુ પાડી શકીએ.

જો આપણી જાગૃત અને સુષુપ્તાવસ્થા ચોથી અવસ્થાના (તુરિયાના) સંપૂર્ણ પ્રભાવમાં આવી જાય તો તેને આપણે કહીએ છીએ “જીવનમુક્તિ” અથવા "Living Enlightenment"

ધ્યાન ના લાભ

શારીરિક સ્વાસ્થ્ય

તમારામાં શારીરિક, માનસિક, ઊર્મિલ અને આધ્યાત્મિક ફેરફારો કરવાની તાકાત ધ્યાનમાં રહેલી છે. જરા જુઓઃ શારીરિક સ્વાસ્થ્ય એટલે ખાધેલું ચાવવું અને એ અન્નને તમારા શરીરનો અંશ બનાવવું, માનસિક સ્વાસ્થ્ય એટલે બધા વિચારોને અને સમસ્યાઓને પચાવવાં અને એક સ્પષ્ટ ઉકેલ શોધી કાઢવો. બીજા શબ્દોમાં કહીએ તો, સંઘર્ષ વગર જીવવું આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે સદ્વિચારો પ્રાપ્ત કરવા ઊર્જા પ્રાપ્ત કરવી અને તે આત્મસાત કરીને મુક્ત જીવન જીવવું.

આ ત્રણે પ્રકારનું સ્વાસ્થ્ય હોવું એટલે સંપૂર્ણ સ્વસ્થ હોવું. ધ્યાનની મદદથી તમે તમારો રક્તદાબ નિયંત્રિત કરી શકો છો; રક્તશર્કરા નિયંત્રિત કરી શકો છો અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. હઠીલા રોગો જેવા ચામડીના રોગો, અસ્થમા, અને સાંધાના દુખાવા પણ ધ્યાનની મદદથી મટાડી શકાય છે.

ધ્યાનની ઉપચારશક્તિમાંથી કોઈ રોગ બાકાત રહી શકે તેમ નથી.

માનસિક સ્વાસ્થ્ય - બુદ્ધિચાતુર્યનું જાગૃત થવું અને અંતઃસ્ફુરણાનું વિકસિત થવું

માનસિક દૃષ્ટિથી, ધ્યાન વડે વિચારોની સ્પષ્ટતામાં વધારો થાય. એકાગ્રતા વધારવા માટે અને સ્મરણશક્તિ વધારવા માટે ધ્યાન એક સર્વસંમત ઉપચાર છે અને તેથી વિશેષ એટલે ધ્યાન તમને બુદ્ધિથી સમજશક્તિમાં અને સમજશક્તિથી અંતઃસ્ફુરણા તરફ દોરી જશે.

ધ્યાનપ્રક્રિયામાં તમે મનથી પર અસ્તિત્વની અનુભૂતિ કરો છો. અસ્તિત્વની કોઈ નિયમાવલી નથી. તમારી સંપૂર્ણ ક્ષમતાની તપાસ કરવા માટે તમે મુક્ત છો માટે જ ધ્યાનપ્રક્રિયાથી તમને જણાશે કે તમારા આસપાસના વાતાવરણ સાથે તમારો સુમેળ સધાયેલો છે, નવા સંજોગો સાથે તમે મેળ સાધી શકો છો. તમારામાં રહેલી સ્વયં પ્રેરણાને તમે નવેસરથી અનુભવશો.

સ્વયમોપચાર કરાવતા (Self Healing) વિચારો

તમે શારીરિક દૃષ્ટિથી તંદુરસ્ત ભલે હો. એનો અર્થ એમ થતો નથી કે તમે સંપૂર્ણતઃ સ્વસ્થ છો. મારા લાખો લોકોને મળવાના અનુભવમાંથી હું કહી શકું છું કે નવ્વાણું ટકા લોકો કે જેઓ સ્વયમોપચારની રીત પોતાના જીવનમાં આત્મસાત કરી શક્યા નથી તેઓ પોતાનું શારીરિક સ્વાસ્થ્ય પણ જાળવી શકતા નથી. હું જ્યારે સ્વયમોપચારની સ્પષ્ટતા સંબંધી વાત કરું છું, જ્યારે પણ હતાશા તમારી ચેતના ઉપર હાવી થવાના પ્રયત્ન કરે. ત્યારે પોતાને હતાશાની અવસ્થામાંથી બહાર કાઢવાની સમજની વાત કરું છું.

એકાદ વરસ પહેલાં મેં એક નાનો સંશોધનાત્મક અભ્યાસ કર્યો. મેં એક સમુદાયમાં એવા લોકોને પસંદ કર્યા કે જેમણે ધ્યાનના કેટલાક વર્ગો કરેલા હતા અને જેમણે આધ્યાત્મિકતાનો થોડો અભ્યાસ કરેલો હતો. મેં એમને ૨૦ મિનિટ માટે સંપાદન કર્યા વગર જે મનમાં આવે તે લખવાનું કહ્યું. મેં બીજો એક સમુદાય પસંદ કર્યો કે જે લોકોને ક્યારેય આધ્યાત્મિકતાનો કોઈ પરિચય થયો ન હતો. એમને પણ ૨૦ મિનિટ માટે સંપાદન કર્યા વગર જે મનમાં આવે તે લખવાનું કહ્યું. મારા અભ્યાસનાં તારણો આશ્ચર્યકારક હતા.

જે સમુદાયનો પરિચય આધ્યાત્મિકતા સાથે થયો ન હતો, તેમણે લખેલા ૧૦૦ વિચારોમાંથી ૮૦ ટકાથી વધારે વિચારો તેમને વધુ ને વધુ હતાશા તરફ દોરી જનારા હતા. ફક્ત ૨૦ વિચારો એવા જણાયા કે જે તેમને હતાશામાંથી બહાર કાઢી શકે. જે સ્વયમોપચાર તરીકે કામ કરે. પરંતુ એ સમુદાયના જેનો પરિચય ધ્યાન અને અધ્યાત્મ સાથે થયેલો હતો. તેમના વિચારોમાં જણાઈ આવ્યું કે ૬૦ ટકાથી ઉપરના વિચારો સ્વયમોપચારકારક હતા. ૪૦ ટકા જ વિચારો હતાશા તરફ દોરે એવા હતા. ધ્યાનનો આ પ્રભાવ છે. ધ્યાન તમને બધી રીતે સ્વસ્થ બનાવે છે.

હતાશાને મહાત કરવા માટે જ્ઞાનના શસ્ત્રો

સત્યના જ્ઞાનને હું જ્ઞાનનું શસ્ત્ર કહું છું અથવા શાસ્ત્રનું શસ્ત્ર કહું છું.

શાસ્ત્ર એટલે જ સત્ય અને જ્ઞાન, શાસ્ત્ર-શસ્ત્ર એટલે જ જ્ઞાનનું શસ્ત્ર. જ્ઞાન એ સત્યનું એવું શસ્ત્ર છે જે તમારી હતાશાનો નાશ કરી શકે. જ્ઞાનરૂપી શસ્ત્રો તમારી પાસે જેટલા વધારે હશે તેટલી હતાશા તમારાથી ડરશે. તમારી પાસે જો મોટી સેના હશે તો સ્વાભાવિક રીતે તમારી દુશ્મન સેના તમારા પર આક્રમણ કરતા ગભરાશે. એ જ પ્રમાણે તમે સ્વયમોપચારના વિચારો જેટલા ભેગા કરશો, જ્ઞાનના શસ્ત્રો ભેગા કરશો તેટલી હતાશા તમારી પાસે ફરકવામાં ગભરાશે.

મુક્તિ

ધ્યાન વડે તમે તમારું જીવન વધુ સારી રીતે જીવી શકશો, તમારા વિચારોની સ્પષ્ટતા અને ઉત્કટતા સાથે. તમે વધુ સચેત હશો, વધુ સર્જનશીલ હશો. આંતરિક દૃષ્ટિથી તમે ખૂબ અને ખલેલરહીત શાંતિ અનુભવશો.

હવે તમે કર્તા નહીં રહો, તમે માત્ર નિરીક્ષક બની જશો. ધ્યાનનું રહસ્ય આ જ છે. તમે નિરીક્ષક બની જાવ છો. તમારી પોતાની ક્રિયાઓના અને ઉમંગોના તમે જ સાક્ષી બની જાવ છો.

એકવાર એક વાત તમારા ધ્યાનમાં આવી જાય કે આ જે કોઈ ક્રિયા કરે છે તે હું નથી, આ જે ક્રોધિત થાય છે, દુઃખી થાય છે, નિરાશ થાય છે તે હું નથી ત્યારે તમે સંપૂર્ણ મુક્તિનો અનુભવ કરશો. ધ્યાનથી આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. આ જ ખરી મુક્તિ છે.

જ્ઞાન એ સત્યનું એવું
શસ્ત્ર છે જે તમારી
હતાશાનો નાશ કરી શકે.

આપણું સંપૂર્ણ જીવન આપણે મુક્તિની શોધમાં રહીએ છીએ. એ આપણને મળે કે ના મળે પણ આપણામાંથી દરેક જણ મુક્તિની શોધમાં છે. આપણે એવું માની બેઠા છીએ કે મારી મુક્તિનો આધાર બીજાઓ છે હવે તમારા ધ્યાનમાં આવશે કે કોઈ બીજી વ્યક્તિનો તમારી મુક્તિ સાથે સંબંધ નથી.

પ્રેમ અને આનંદ તે પણ કોઈ કારણ વગર

ધ્યાનના માધ્યમથી પહેલી જ વાર તમારા
ખ્યાલમાં આવશે કે કોઈ કારણ વગર પ્રેમ કરવો
એટલે શું ?

પહેલી જ વાર કાંઈક પ્રાપ્ત કરવા માટે તમારે કાંઈક આપવું નહીં પડે. તમે પ્રેમ કરતા થશો કારણ કે તમારી પાસે આપવા માટે ઘણું છે. જેવી રીતે એક વાદળું પૃથ્વી પર વરસે છે તેમ તમે વિશ્વ પર પ્રેમની વર્ષા કરશો, એક ફૂલની જેમ તમારી સુગંધ ચારે દિશામાં ફેલાવશો. તમારામાં પ્રેમભાવ એટલો બધો ઉભરાતો હશે કે તમે સહુને પ્રેમ કરશો.

કામ એજ રમત

જરા આ કરી જુવો. તમે જે કાંઈ કરો તે સભાનતાથી કરો.જમતા હોવ તો સભાનતાથી જમો. વધારાનો સમય આપવાની જરૂર નથી. વાસ્તવમાં તમને ઓછો સમય

ધ્યાનના માધ્યમથી પહેલી જ વાર તમારા ખ્યાલમાં આવશે કે કોઈ કારણ વગર પ્રેમ કરવો એટલે શું ?

જોઈશે કારણ કે જ્યારે તમે સભાન અવસ્થામાં ખાઓ છો ત્યારે તમે એટલું જ ખાશો કે જેટલું તમારા શરીર માટે આવશ્યક છે. અવિચારીપણે ગળા સુધી અન્ન ઠોંસશો નહીં.

જાગરૂકતામાં જ્ઞાનનો ભંડાર છે. જાગરૂકતાથી એવા ચમત્કાર કરી શકો કે જેનો વિચાર પણ ન કર્યા હોય. જાગરૂકતા એ તમારા આયોજનમાં અવરોધ સમી નથી. તે તો પૂરક છે. એનાથી તમારા આયોજનની ક્ષમતા વધે છે.

તમે જ્યારે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે ‘હું’ પણું રહેતું નથી. જાગૃત અવસ્થામાં તમારો ગર્વ-અહંકાર લોપ પામે છે. જ્યારે ગર્વ-અભિમાનનો ભાવ હાજર હોય ત્યારે જાગૃત અવસ્થા શક્ય નથી. નિરહંકારમાં જ જીવનમુક્તિ છે.

જ્યારે તમે જાગૃત હશો ત્યારે યથાયોગ્ય કામ કરશો અને તમારી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરશો. જેથી દિવસના અંતમાં તમે એટલા જ ઉત્સાહી હશો જેટલા સવારે હતા. તમે જોશો કે તમને થકાવટ આવે છે તે કામને કારણે નહીં, એનો સબંધ તમારા મન સાથે છે. મનોવૃત્તિ સાથે છે. ધ્યાનની પૂરી પ્રક્રિયામાં જ એ છે કે તમારા મનને એવું કેળવો કે તે કાર્ય પ્રેરિત ના હોય, જીવનની પ્રત્યેક ક્ષણ એતો દિવ્યતાની રમત છે, એમ માનો.

ધ્યાન ક્યારે કરવું ?

બીજો પ્રશ્ન છે ધ્યાન ક્યારે કરવું. આ હંમેશા એક વિવાદનો વિષય રહેલો છે. બધા તરૂણો વિચારે છે કે એ તો હું મોટી ઉંમરે કરીશ કે જ્યારે હું મારું જીવન પૂર્ણતઃ જીવી ગયો હોઈશ અને મારી પાસે કરવા જેવું બીજું કાંઈ પણ બાકી નહીં હોય. બધા વૃદ્ધો વિચારે છે કે આ તો મારે મારી તરૂણાઈમાં કરવું જોઈતું હતું કે જ્યારે હું ઉત્સાહી હતો, મારામાં તાકાત હતી.

એટલે કે પ્રશ્ન એટલો જ નથી કે દિવસમાં કેટલો સમય ધ્યાન ધરવું, એ પણ છે કે ધ્યાનકરવાનુ ચાલુ કરવાનો નિર્ણય ક્યારે લેવો? જરા સમજો, ધ્યાન એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. આમાં કોઈ વિકલ્પ નથી. આ એક પાયાની જરૂરિયાત જ છે.

ધ્યાન ના પ્રકારો

ધ્યાનના ત્રણ પ્રકાર છે.

તમારા જીવનમાં સત્યને ઉજાગર કરવું, સભાનતા લાવવી એ પહેલો પ્રકાર.

આ ધ્યાન દિવસના ચોવીસે કલાક રહેવું જોઈએ. શ્વસનક્રિયાને લગતી ટેકનીક જેવી કે વિપશ્યના અથવા એવી પ્રક્રિયા જે તમારી સભાનતાને વર્તમાનની ક્ષણમાં કેન્દ્રિત કરે તે બધા આ પહેલા પ્રકારમાં આવે. આ તમારા નિત્યકર્મનો ભાગ નથી. એ તો તમારા નિત્યકર્મની ગુણવત્તા બની રહેવી જોઈએ.

તમે લખતા હો, વાંચતા હો, રાંધતા હો કે પછી ચર્ચા વિચારણા કરતા હો, આ ધ્યાનાવસ્થા તો બધી જ ક્રિયાઓમાં સાથે સાથે ચાલુ રહેવી જોઈએ અંદર ભૂગર્ભમાં વહેતા પ્રવાહની જેમ.

ધ્યાનાવસ્થાના બીજા પ્રકારની પ્રક્રિયામાં તમારે કોઈ

વિશિષ્ટ સમય આપવો પડે. જેમ કે સવારનો એક કલાક કે સાંજનો એક કલાક કે પછી તમારી સગવડ અનુસાર બીજો કોઇ સમય.

મહામંત્રનું ધ્યાન કે જેમાં તમે થોડી મિનિટ માટે ગુંજન કરો છો ને પછી થોડી મિનિટ સાક્ષી રહો છો. તેને આ પ્રકારનું એક ઉદાહરણ ગણી શકાય. ‘નિત્ય ધ્યાન’ એ પણ આ જ પ્રકારનું એક ઉદાહરણ છે. કારણ કે દિવસમાં સુનિશ્ચિત સમય માટે તે રોજ કરવામાં આવે છે.

ત્રીજા પ્રકારની ધ્યાનપ્રક્રિયામાં ફક્ત તે ટેકનીક યાદ કરવી તે પણ પૂરતું છે.

આનાં ઉદાહરણો છે સનાતન સત્યોના મહાકાવ્યો. જ્યારે તમે પ્રગલ્ભાવસ્થામાં હો ત્યારે તમારે બીજી કોઈ ટેકનીકની આવશ્યકતા નથી. આખો દિવસ અથવા સુનિશ્ચિત સમયે એવું કરવાની જરૂર નથી.

માત્ર આ સત્યોને યાદ કરવાથી જ તમે ઉન્નત અવસ્થામાં પહોંચી જશો. આ ત્રીજો પ્રકાર છે. જેના ઉદાહરણો ઝેન કોયડાઓ(Zen Koans)માં મળે છે. આ અગાધ સત્ય છે જે સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. આ સત્યોને યાદ કરવાથી માત્ર, તમે સત્યના અવકાશમાં પહોંચી જશો.

ઉપનિષદોમાં એક સુંદર વાર્તા છે. જેમાં એક શિષ્ય ગુરુ પાસે આવે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ એમ પૂછે છે.

ગુરુ માત્ર એટલું જ કહે છે; તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ.

તું જ એ છે, તું જ એ છે, તું જ એ છે;તું જ એ સત્ય છે.

અને વાર્તા એવું કહે છે કે તે શિષ્યને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.

આ ખૂબ વિચિત્ર જ લાગે છે. ગુરુએ કેટલાક શબ્દોનો પુનરોચ્ચાર કર્યો અને અચાનક શિષ્ય આત્મજ્ઞાની થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે ? આ અવિશ્વસનીય લાગે છે. પરંતુ ખરેખર એ એવું નથી. તમે જો પહેલાં બે પ્રકારની રીત અપનાવી હોય, એટલે કે ચોવીસ કલાક ધ્યાન કરવાની ટેકનીક અને નિશ્ચિત સમયે રોજ ધ્યાન કરવાની ટેકનીક, તો તેમાંથી ઉદ્ભવતી પ્રગલ્ભતા જ તમને સત્યાર્થનો પ્રકાશ આપશે, ગુરુના મોઢે એ શબ્દો સાંભળવાની સાથે જ.

વાસ્તવિકતા એક સ્વપ્ન સમાન

તમે વિચારતા હશો, ‘એવું તે કેમ થતું હશે કે હરરોજ હું ઊંઘમાંથી જાગૃત અવસ્થામાં આવું છું ત્યારે મને એ રોજ પરિચિત જગત દેખાય છે. પરંતુ રોજ રાત્રે જ્યારે હું સ્વપ્નાવસ્થામાં જાઉં છું ત્યારે એક એ જ વિશ્વ દેખાતું નથી. તો પછી આને માપદંડ ગણી શકાય ? આપણે એવું કહી શકીએ કે જાગૃત અવસ્થામાં દેખાતું વિશ્વ સત્ય છે, હકીકત છે ?

આપણે એક રાત્રિના સપનાનું પૃથક્કરણ કરીએ ઉદાહરણાર્થ, આપણે એવું કહીએ કે તમે ૧૪ મીએ રાત્રે સુવા માટે ગયા અને ૧૫મી તારીખે સવારે તમે જાગી ગયા. તમે લગભગ દસ કલાક સુતા. મને ખાતરી છે કે તમારામાંથી ઘણા બધા લોકોએ રાત્રિના સ્વપ્નામાં તમારા જીવનના દસથી વીસ વરસની ઘટનાઓ નિહાળી હશે, માત્ર દસ કલાકમાં જ.

કદાચ એ સ્વપ્નની શરૂઆત તમારા કોલેજના દિવસોમાં થતી હશે અને ધીમે ધીમે ક્રમશઃ તમારા વિવાહ સુધી, તમારી પુત્રપ્રાપ્તિ સુધી, એના વિવાહ સુધી એમ વધતા રહેશો. આ રીતે તમે તમારા જીવનના ૨૦ વરસ માત્ર એક રાત્રિના સ્વપ્નામાં જ જીવી જશો. આવો અનુભવ જો તમને એકાદવાર પણ થયો હોય તો હું હમણાં જે વિષય પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તે તમને બરાબર સમજાશે.

જુઓ, નિદ્રામાં આપણે સ્વપ્નાવસ્થા અને સુષુપ્તાવસ્થામાંથી પસાર થઈએ છીએ. શક્ય છે કે તમે અડધા કલાક માટે સુષુપ્તાવસ્થામાં રહો છો અને પછી સ્વપ્નાવસ્થામાં સરકી જઈ કેટલાંક સ્વપ્નો જુઓ છો. વળી પાછા સુષુપ્તાવસ્થામાં આવો છો અને વીસેક મિનિટ પછી ફરી સ્વપ્નાવસ્થામાં આવો છો આ રીતે તમે સ્વપ્નાવસ્થામાં સુષુપ્તાવસ્થા અને સુષુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં ફર્યા જ કરો છો.

સમજી લો કે એક રાત્રિમાં તમે તમારા જીવનનાં વીસ વર્ષ જીવી ગયા છો. એવાં સ્વપ્ન જુઓ છો તમારા સ્વપ્નના પહેલા પ્રસંગમાં તમે કોલેજમાં છો બીજા પ્રસંગમાં જ્યારે તમે સુષુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં પાછા આવો છો ત્યારે તમારા લગ્ન થતા હોય છે. અને સ્વપ્નના ત્રીજા પ્રસંગમાં તમને એક દીકરો હોય છે. શક્ય છે કે ચોથા પ્રસંગમાં તમે તમારા દીકરાનો વિવાહ જોશો.

એક મહત્ત્વની વાત સમજી લેવા જેવી છે તે એ કે જ્યારે તમે સુષુપ્તાવસ્થામાં હોવો છો, અને વળી પાછા સ્વપ્નાવસ્થામાં પ્રવેશ કરો છો અને આ ક્રમ દોહરાતો રહે છે ત્યારે જુદા જુદા પ્રસંગોમાં તમે તમારી સ્વપ્નાવસ્થામાં પણ તે જ વિશ્વને નિહાળો છે. હું ખરૂં કહું છું ને ? ક્યારેક ક્યારેક સ્વપ્નાવસ્થામાં પણ આપણને એ જ દુનિયા દેખાય છે.

સમજી લો, આ એક ગહન મુદ્દો છે, એક ખૂબ જ આંતરિક સમજ છે. જો તમે આ મુદ્દો પકડી શકો તો તમારા મનમાં વિષયની સ્પષ્ટતા થશે જેથી જીવન તરફ જોવાની રીતમાં, જીવનના સંદર્ભમાં વિચારવાની વાતમાં ક્રાંતિ આવશે.

કલ્પના કરો કે એક માણસ સ્વપ્ન જોઈ રહ્યો છે. સપનામાં એ જુવે છે કે વાઘ તેની પાછળ પડ્યો છે, એ બુમરાણ કરે છે “ઓહ, એક વાઘ મારી પાછળ પડ્યો છે, મને બચાવો, મને બચાવો ! એનાં પત્ની તેની પાસે જ સૂતેલાં હોય છે. તે જાગી જાય છે અને જુએ છે તેના પતિ બુમરાણ કરી રહ્યા છે. પત્ની વિમાસણમાં છે ‘મારે શું કરવું?’ એણે પતિને એટલું જ કહેવાની જરૂર છે, ‘‘ જરા જાગી જાઓ' પરંતુ તેના બદલે એ પતિને હથિયાર આપે કે જેનાથી તે પેલા સ્વપ્નમાંના વાઘને મારી શકે. એથી શું થશે ?

પેલા ભાઈ કદાચ પોતાને જ મારશે અથવા પેલા બહેનને મારશે. જગાડવા સિવાયનું બીજો કોઈપણ ઉત્તર શોધવાનો પ્રયત્ન વધારે મુશ્કેલી ઊભી કરશે, વધારે સમસ્યાઓ ઊભી કરશે. પતિએ તો માત્ર જાગી જવાની જરૂર છે.

તમે જો આ પાયાની વાતો સમજો તો તમને જણાશે કે તમારી નિર્ણય કરવાની પદ્ધતિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયું છે. તમને જ્ઞાનબોધ થાય છે. તમે જે રીતે વિચારો છો, જે રીતે નિર્ણય લો છો, જે રીતે તમારી સમસ્યાઓનો ઉકેલ શોધો છો તે બધામાં જ પરિવર્તન આવશે. તમે સાચા ઉકેલો મેળવવા તરફ આગળ વધશો. તમે જ્યારે સ્વપ્નાવસ્થામાં હો ત્યારે દસ કલાકમાં તો તમે વીસ વરસનું જીવન જીવી લો છો. તમે સુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં ઘણીવાર આવી જાવ છો, જ્યારે જ્યારે સ્વપ્નાવસ્થામાં પાછા આવો છો ત્યારે

તમારા પહેલાંના સ્વપ્ન સાથે કોઈ સંબંધ હોતો નથી પણ તમારું વિશ્વ તો એ જ રહે છે. એટલે તમારે એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે તે જ વિશ્વ ફરીવાર સ્વપ્નાવસ્થામાં આવવાથી દેખાતું હોય તો પણ તે વિશ્વ એ વાસ્તવ નથી. જ્યારે ક્યારે તમે જાગૃત અવસ્થામાં આવો છો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે દસ કલાકમાંતમે વીસ વરસનો ગાળો પસાર કર્યો છે.

એવી જ રીતે તમે જ્યારે આ જાગૃતસ્વપ્ન કે જેમાં તમે હાલ જીવી રહ્યો છે તેમાંથી જાગી જાઓ છો, ત્યારે અચાનક તમને ખ્યાલ આવશે કે આ નેવું વર્ષનું આયુષ્ય કેટલાક કલાકોનું સ્વપ્ન માત્ર છે. જાગૃત અવસ્થામાં વિતતું આ જીવન માત્ર એક દીર્ઘ સ્વપ્ન છે.

જ્યારે તમે સ્વપ્ન જોતા હશો ત્યારે તે પરિસ્થિતિને જ તમે વાસ્તવ માનશો. જ્યારે જે અવસ્થામાં હશો ત્યારે તે સમયની વાસ્તવિકતા હશે. આનું બીજું કોઈ પરિમાણ નથી. સ્વપ્નાવસ્થામાં તમને ક્યારેય નહીં લાગે કે આ સપનું છે. ખરેખર તો તમે વિચાર જ નહીં કરી શકો કે આ એક સપનું છે. જ્યારે સ્વપ્નાવસ્થામાંથી બહાર આવો ત્યારે જ લાગશે કે આ તો સપનું છે. પરંતુ જ્યાં સુધી સપનામાં હશો ત્યાંસુધી તો એ સ્વપ્ન છે એવું લાગશે જ નહીં.

સ્વપ્નાવસ્થામાં તમને તમારા વાસ્તવિક જીવનની યાદ આવે તો પણ તે તમને સ્વપ્ન લાગશે. વાસ્તવિક જીવનમાં સ્વપ્ન યાદ આવે તો પણ એ તમને સ્વપ્ન જ લાગશે. એટલે કે તમે કઇ જાતનાં કંપનો અનુભવો છો તે જ આધાર છે. વાસ્તવિકતા શું છે અને સ્વપ્ન શું છે એના માટે બીજો કોઈ આધાર નથી.

આ જીવિત જાગૃત અવસ્થા એક બીજું દીર્ઘ સ્વપ્ન હોઈ શકે એ વાતની જાણ થવાથી, એ વાતને સમજવાથી તમારું ધ્યાન, તમારી ચેતના કેંદ્રિત થશે, અંતિમ સત્ય તરફ મૂળભૂત ચૈતન્ય તરફ. જ્યારે તમે આ જાગૃત અવસ્થાના તરંગોની ફ્રીકવન્સી ની પાર જશો ત્યારે તમને આ જીવન એક સ્વપ્ન સમાન જ લાગશે.

આધ્યાત્મિકતા તરફ આ પહેલું પગથિયું છે. માનસિક ક્રાંતિનું આ પહેલું પગથિયું છે.

ફરી ફરી વાર તમારી પીડાઓ તમને એ વાતની જાણ કરે છે તમે વાસ્તવિકતામાં નથી જીવી રહ્યા.

ઘણીવાર મને એક બીજો પ્રશ્ન પૂછવામાંઆવે છે” આ વિશ્વ હું જોઈ રહ્યો છું. એટલું જ નહીં પરંતુ મારી આજુબાજુ ફરતા બધા જ લોકો એ જ વિશ્વ જુએ છે, તો પછી આ બધું એક સ્વપ્ન છે એમ કેવી રીતે કહી શકાય?”

જરા સમજો, સપનામાં તમે કોઈ શહેરમાં ગયા છો, અને એ સપનામાં તમારી સાથે તમારું પૂરું કુટુંબ છે, એમને પણ એ જ શહેર દેખાશે, કારણ કે તે કુટુંબીજનો પણ તમારા મનના જ આવિષ્કાર છે એટલે કે તમારી આજુબાજુના લોકો એ જ દૃશ્ય જોતા હોય કે જે તમે જુઓ છો. એનો અર્થ એ નથી કે તે વાસ્તવિકતા છે. તમારી આજુબાજુના લોકો પણ એ જ દૃશ્યની મૂર્ત કલ્પના હોઈ શકે.

અંતિમ સત્ય એ છે કે જે વસ્તુ તમારા સ્વપ્નને સાકાર કરે છે તે જ વસ્તુ આ જાગૃત વિશ્વને સાકાર કરે છે.

જો તમારું લક્ષ્ય આ વસ્તુ ઉપર કેન્દ્રિત રહેશે તો સ્વાભાવિક છે કે આંતરિક રૂઝાવાની પ્રક્રિયા થશે નહીં. જો તમારું લક્ષ્ય આ વસ્તુ ઉપરાંત ચેતના ઉપર પણ સરખી રીતે રહેતું હોય તો એવા જીવનને હું નીરોગી જીવન, સંતુલિત જીવન કહી શકું. તમારા જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા હશે. તમારું જીવન ધબકતું થશે.

જો તમારું લક્ષ્ય માત્ર ચેતના ઉપર જ કેન્દ્રિત થયું હોય, આ વિશ્વના અસ્તિત્વ માટે કારણભૂત વસ્તુ ઉપર ન હોય તો એવી અવસ્થાને હું "Living Enlightment" અર્થાત જીવનમુક્તિ કહું છું.

તમને જીવનમુક્તિ જોઈએ કે નહીં, તમને આત્માનુભૂતિ જોઈએ છે કે નહીં એ બાબત ગૌણ છે. જો તમારું લક્ષ્ય આત્માનુભૂતિ તરફ આપવામાં આવે, સત્ય તરફ વાળવામાં આવે, કેન્દ્ર તરફ વાળવામાં આવે તો અચાનક જ તમને એ અનુભવ થશે કે આંતરિક રૂઝાવ થઈ રહ્યો છે.

ઉદાહરણ, જો તમે કોઈ મુશ્કેલીનો સામનો કરતા હોઈ, હતોત્સાહી થયા હોય અને તમને એવું સ્પષ્ટ સમજાય, સભાનતાથી એવું લાગે કે આ બધું એક સ્વપ્ન છે. તમે સંપૂર્ણ વિશ્રાંત થઈ જશો, તમને આત્મસંતોષ થતો જણાશે આ આંતરિક રૂઝાવને જ હું ધ્યાન કહું છું. તમારામાં આવતી આ વિશ્રાંત, સભાન અવસ્થાને જ હું 'સતોરી' (Satori) કહું છું જે સમાધિઅવસ્થાની પહેલી ઝાંખી છે.

તમે જે જોઈ રહ્યા છો તે તમે વિચારો છો તેવુ વાસ્તવિક ન પણ હોય એવી સાદી સમજ સાથેનો મૂળભૂત મનોદૃષ્ટિનો બદલાવ કે માનસિક ક્રાંતિ તમારામાં જબરદસ્ત આંતરિક રુઝ(Inner Healing) લાવી શકે અને ઊંચી વિશ્રાંત સભાનતા કે જાગૃતતા પણ લાવી શકે.

ધ્યાનના સંદર્ભમાં થયેલ વૈજ્ઞાનિક સંશોધનની ઝલક

ધ્યાનમાં રહેલી પ્રચંડ શક્તિની ઓળખ હમણાં હમણાં જ વિજ્ઞાનને થઈ રહી છે જેથી શરીર-મન સંબંધોનું માળખું જ બદલાઈ જશે. ધ્યાનથી થતા ફાયદા અગણિત છે અને સર્વસ્પર્શી છે, શારીરિક હોય કે માનસિક હોય, ભાવાત્મક હોય કે પછી આધ્યાત્મિક હોય. ધ્યાન તમારા જીવનની મૂળ ગુણવત્તાને આમ જ બદલી શકે છે.

મગજની કાર્યશક્તિમાં વધારો

હમણાં હમણાં સુધી એવો ખ્યાલ હતો કે માણસના મગજમાં રહેલ મજ્જાતંતુઓનું ઘડતર નાનપણમાં જ થાય છે અને પછી તે બદલાતું નથી એટલે કે મગજની વૃદ્ધિ જીવનમાં વહેલા જ બંધ થઈ જાય છે. હવે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવી રહ્યા છે કે મગજનો વિકાસ એટલે મજ્જાતંતુઓની વૃદ્ધિ જીવનભર નિરંતર થતી રહે છે. આને તે ‘ન્યૂરો પ્લાસ્ટીસીટી’ કહે છે.

એક દિવસ, વિસ્કોન્સીન વિશ્વવિદ્યાલય દ્વારા ધ્યાનની મગજ ઉપર થતી અસર એ વિષય ઉપર કરેલા સંશોધન વિષયે વાંચ્યું (વોશિંગ્ટન પોસ્ટ ૩-૧-૨૦૦૫) વરસો સુધી ધ્યાન કરનારા તિબેટના સાધુઓના સંદર્ભમાં આ સંશોધનઅભ્યાસ કરવામાં આવ્યો, કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ હમણાં હમણાં જ ધ્યાનની ક્રિયા શીખ્યા હતા અને ધ્યાન કરતા હતા તેમને પણ આવરી લેવામાં આવ્યા. એવા નિષ્કર્ષ પર આવ્યા કે તિબેટના ધ્યાન કરતા સાધુઓ નવા વિદ્યાર્થીઓ કરતા વધુ સચેત હતા, એમના મગજની ક્રિયાઓ વધુ તેજ અને ઘણી વધારે સુનિયોજિત અને સુગ્રથિત હતી. એટલું જ નહીં પણ મગજનો એ ભાગ જે સુખાનંદ, સકારાત્મક વિચાર અને ભાવનાઓ સાથે સંકળાયેલો છે તે પણ સાધુઓ માં ખૂબ કાર્યશીલ જણાઈ આવે છે.

સંશોધનકર્તાઓને એક વધુ મહત્ત્વની વાત એ જણાઈ કે વિદ્યાર્થીઓ કરતાં ધ્યાન કરતા સાધુઓના મગજની ક્રિયાઓ ધ્યાન કરતા પહેલા પણ વધુ ઉત્કટ અને સુનિયોજિત હતી. એનો અર્થ એ કે ધ્યાનથી કાયમી લાભ થાય છે. ધ્યાનથી તમારા મગજના જ્ઞાનતંતુઓની કામ કરવાની રીત જ બદલાઈ જશે.

અમેરિકામાં ઘણા વિશ્વવિદ્યાલયો જેવાં કે યેલ, હાર્વર્ડ અને એમઆઈટીએ ધ્યાનની અસર કેવી થાય છે તેનો અભ્યાસ કર્યો છે.

'મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીંગ' (MRI) જેવી પરીક્ષણ પદ્ધતિથી એવું પુરવાર થયું છે કે ધ્યાન દ્વારા ચેતના અને મનની એકાગ્રતાને નિયંત્રિત કરનાર ભાગનો વિકાસ થાય છે. ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને ભાવાત્મક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

સંશોધનકર્તાઓએ જાણ્યું કે રક્તવાહિનીઓ પહોળી થાય છે, પૂરક માળખામાં વધારો થાય છે અને એમાં વધારે શાખાઓ અને જોડાણો થાય છે.

ધ્યાન વિરુદ્ધ નિંદ્રા

બીજું એક સંશોધનકાર્ય કેન્ટકી વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું. માણસને ઊંઘ આવતી હોય તો તેની સંવેદનશીલતા પર શું અસર થાય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો. એક જૂથને પડદા તરફ તાકીને જોવાનું કહેવામાં આવ્યું. જ્યારે પડદા પર કોઈ ચિત્ર દેખાય કે તરત જ એમણે એક બટન દબાવવાનું હતું. સામાન્યત: જે વ્યક્તિની ઊંઘ પૂરી ના થઈ હોય તે વ્યક્તિને પડદા પરના ચિત્રને પ્રતિક્રિયા આપવામાં વધુ સમય લાગે છે જેની ઊંઘ બરાબર થઈ હોય તેવી વ્યક્તિની સરખામણીમાં. ક્યારેક તો ઊંઘ પૂરી ના થઈ હોય એવી વ્યક્તિ પડદા પર આવેલ ચિત્રને જોતી જ નથી.

સંશોધનકર્તાઓએ ભાગ લેનાર વ્યક્તિઓની બે વાર તપાસ કરી- ચાલીસ મિનિટની ઊંઘ, ધ્યાન, વાંચન કે એવી કોઈ સામાન્ય ક્રિયા પહેલાં અને પછી.

એમના ધ્યાનમાં એવું આવ્યું કે ચાલીસ મિનિટના ધ્યાન પછી બધા જ ભાગ લેનારાઓની પ્રતિક્રિયામાં સૌથી વધારે સુધારો આવ્યો, જો કે એમાંથી કોઈ નિયમીત ધ્યાન કરનારા ન હતા તો પણ વાસ્તવમાં સંપૂર્ણ રાત્રી ઉજાગરો કર્યા પછી પણ તેમની પ્રતિક્રિયા બહુ સારી હતી.

એકાગ્રતામાં અને પ્રતિક્રિયામાં સુધારો

ધ્યાનની ગ્રહણશક્તિ અને પ્રતિક્રિયા ઉપર શું અસર થાય છે તે જાણવા માટે ઘણાં અધ્યયનો હાથ ધરવામાં આવ્યા છે.

બે અધ્યયન 'લીવરપૂલ જહોન મૂર્સ વિશ્વવિદ્યાલય, લીવરપૂલ, ઇંગ્લેન્ડ'માં કરવામાં આવ્યા. એક અધ્યયનમાં ભાગ લેનારાઓને કેટલીક લીટીઓમાં જુદા જુદા અક્ષર લખીને આપ્યા હતા. દરેક અક્ષર ઉપર એકબે-ત્રણ-ચાર એવી જુદી જુદી લઘુરેખાઓ પાડવામાં આવી હતી. ભાગ લેનારાઓને જે અક્ષર પર એકથી વધુ લઘુરેખાઓ હોય એવા અક્ષરો પર ઝડપથી ચોકડી પાડવાની હતી.

બીજા એક અધ્યયનમાં ભાગ લેનારાઓને જુદા જુદા રંગોમાં લખેલા, લાલ, વાદળી, લીલો એવા શબ્દો બતાવવામાં આવ્યા. તેમણે ઝડપથી તે શબ્દ કયા રંગની શાહીથી લખેલો છે તે કહેવાનું હતું સામાન્યતઃ આ મુશ્કેલ હોય છે કારણ કે તમારું મગજ શબ્દ વાંચવામાં પરોવાયેલું રહે છે નહીં કે એ શબ્દ ક્યા રંગની શાહીથી લખાયો છે તે જોવામાં.

એમણે (સંશોધકોએ) જાણ્યું કે જે લોકો ધ્યાન કરે છે તે લોકો ધ્યાન નહીં કરનાર લોકો કરતા અડધાથી પણ ઓછી ભૂલો કરે છે અને એમની પ્રતિક્રિયા પણ ઝડપી હોય છે.

ધ્યાનથી પ્રત્યક્ષપણે અને મોટા પ્રમાણમાં, સંવેદનશીલતા, એકાગ્રતા, સ્મરણશક્તિ, પ્રતિક્રિયા, ભાવાત્મક નિરામયતા અને સામાન્ય આરોગ્ય વિગેરે બાબતોમાં સુધારો જોવા મળે છે.

વિજ્ઞાને તો હજી ધ્યાનથી થતા ફાયદા અને પરિણામોની તપાસ કરવાની શરૂઆત જ કરી છે. પરંતુ હજારો વરસોથી, છેક વેદોના સમયથી માનવ ધ્યાનથી થતા લાભોને ભોગવે છે. પરમાત્મા સુધી પહોંચવાનો એ સૌથી સારો માર્ગ છે. એ આત્મસાક્ષાત્કારની સમયની કસોટીમાંથી ઉતરેલી સંપૂર્ણ અને સચોટ પધ્ધતિ છે.

ધ્યાનના ફાયદા

આરોગ્ય

ધ્યાનથી સર્વાંગીણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. એનાથી શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિત ધ્યાન કરે છે એમણે જણાવેલા કેટલાક ચોક્કસ ફાયદાઓ આ પ્રમાણે છે.

(૧) રક્તદાબ, મધુમેહ, શરીરની ઉષ્મા, હૃદયના ધબકારાઓને સુસ્થિતિમાં રાખવામાં મદદરૂપ થાય છે. (૨) શરીર અને માનસનો તાલમેલ સાચવે છે. (૩) સ્નાયૂઓનો તણાવ ઓછો કરે, હાડકાઓ મજબૂત કરે અને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરે. (૪) શરીરમાં ઉદ્ભવતા કેફી દ્રવ્યો અને કચરાનો નિકાલ. (૫) નિદ્રાનાશનો લોપ અને ઘેરી ઊંઘની પ્રાપ્તિ. (૬) ઉત્સાહ અને કાર્યશક્તિમાં વધારો. (૭) દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ ચયાપચયને ક્રિયામાં સુધારો. લાંબું જીવતા શરીરના બંધારણનાં અંશ. (૮) શરીરમાં ઉદ્ભવતાં રસાયણોના સ્ત્રાવમાં સુધારો, હતોત્સાહી કરતાં રસાયણોમાં ઘટાડો. (૯) ધ્યાનથી તમે પોતાની જાત સાથે અને બીજાઓ સાથે સુમેળ સાધો છો. આનું પરિણામ દૂરગ્રાહી છે, એકબીજા વચ્ચેના સંબંધોને એક નવો અર્થ પ્રાપ્ત થાય છે જેથી તમારા કૌટુંબિક, મિત્રોમાંના અને જીવનમાં આવતી દરેક વ્યક્તિ સાથેના સંબંધમાં અર્થપૂર્ણ બદલાવ આવે છે. (૧૦) બુદ્ધિમત્તા, ક્ષમતાપૂર્વક કાર્ય કરવું હોય તો બુદ્ધિમાની જોઈએ. ધ્યાન વડે તમને આંતરિક સ્ફૂર્તિ મળે છે જે તમને વધુ કાર્યક્ષમ બનાવે છે. એનું સ્વાભાવિક પરિણામ એ થાય છે કે તમારું કામ વધુ સુંદર, ધાર્યું પરિણામ લાવનારું અને શ્રમવિરહીત થાય છે. (૧૧) સર્જકતા: આપણા બધામાં એક આવડત અને ક્ષમતા રહેલી છે. ધ્યાનથી તમે તમારી આ તાકાતને ઓળખો. (૧૨) પ્રમાણિતતા :ધ્યાન વડે તમે તમારા વ્યક્તિત્વના મૂળ સુધી જાઓ છે અને પોતાને ઓળખો છો. જેથી તમારો આત્મવિશ્વાસ જાગૃત થાય છે. (૧૩) સમતુલા : આપણામાંથી ઘણા ખરા એક ઉપર નીચે થતી જિંદગી જીવતા હોય છે. આપણે ડર, ઇર્ષા, અસમાધાન, ચિંતા, ક્રોધ, અપરાધ વગેરે ભાવનાઓ જેની ઉપર આપણો કોઈ પ્રભાવ નથી એવી ભાવનાઓ સાથે જીવીએ છીએ. ધ્યાન વડે તમે આંતર્મુખ થઈ શકો છો એને આંતરિક સમતુલા પ્રાપ્ત કરી પોતાના ઉપર પ્રભાવ જાળવી શકો છો. (૧૪) વિશ્રાંતિ, શાંતિ અને પરમાનંદ. ધ્યાનની એક સ્વાભાવિક આડપેદાશ એ છે કે જે મેળવવા માટે આપણે આપણું લગભગ સંપૂર્ણ જીવન કામે લગાડીએ છીએ. આંતરિક વિશ્રાંતિ અને શાંતિ ધ્યાન વડે તમે ડર, મોહ અને તણાવના ફેરામાંથી બહાર આવી જાવ છો અને પરમાનંદનો અનુભવ કરો છો. (૧૫) સર્વાંગી આધ્યાત્મિક વિકાસ : બુદ્ધિમત્તાનો માપદંડ કાઢવા માટે આપણી પાસે નિશ્ચિત સર્વમાન્ય આઇ-ક્યૂ ટેસ્ટ હોય છે. હમણાં હમણાં બીજા એક પરિમાણને મહત્ત્વ પ્રાપ્ત થઇ રહ્યું છે, ખાસ કરીને ઔદ્યોગિક જગતમાં જેને કહે છે ઇક્યુ ટેસ્ટ (લાગણીનું પરીક્ષણ) પરંતુ આપણા જીવનનું સહુથી મહત્ત્વનું પરિબળ છે, આંતરિક સમાધાન અને સંતોષ. છેવટે તો એ જ મહત્ત્વનું છે. ધ્યાન વડે આજે વસ્તુને ઉજાગર કરવામાં આવે છે જેને આપણે એસ ક્યૂ કહી શકીએ.

(૧૬) જીવન ઃ અત્યારે તો આપણી માનસિકતા જડ છે અને જે આપણા વ્યક્તિત્વમાં દેખાઈ આવે છે. આ જે પોતાની એક છબિ આપણે આપણા મનમાં રાખીએ છીએ તેના લીધે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આપણે આપણું જીવન સંપૂર્ણપણે માણી શકતા નથી. ધ્યાન આપણા મનની કાર્યપ્રણાલીને બદલી નાખે છે. અને તમે તમારું જીવન મુક્તતાથી સંપૂર્ણપણે જીવી શકો છો.

(૧૭) પરમ શક્તિ ઃ તમે એક વિમાન જેવા છો, જેની ઊડવાની ક્ષમતા છે પરંતુ તમે એમ માનો છો કે તમે તો એક બળદગાડા જેવા છો કારણ કે તમે તમારી ક્ષમતાને ચાલના આપી નથી. ધ્યાન વડે તમને અનુભવ થાય છે કે ખરેખર તમે કોણ છો અને તમારામાં કેટલી અપાર શક્તિઓ જન્મથી જ પ્રાપ્ત થયેલ છે.

નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન

સર્વોત્તમ પદ્ધતિ

ધ્યાનની કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે ખાસ સમય અને ખાસ લોકો માટે હોય પણ છતાંય કેટલીય પ્રવૃત્તિઓ એવી છે કે જે વિશ્વવ્યાપક છે સર્વસામાન્ય છે. નિત્યધ્યાન એ માનવીનો પોતાનો આજનો તાગ મેળવવા માટેનું ધ્યાન છે. એ આજના સાયબર યુગનું ધ્યાન છે.

નિત્ય ધ્યાનનો ઉદ્ભવ

સૌ પ્રથમ તો હું તમને એ જણાવવા માંગુ છું કે ધ્યાનની આ પ્રવૃત્તિ નિત્ય ધ્યાન કેવી રીતે ઉદ્ભવી. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં તો હું ધ્યાનની કેટલીયે પ્રવૃત્તિઓનો અનુભવ કરી ચૂક્યો હતો. ૧૨ વર્ષની ઊંમરે મને ઊંડા ગહન આધ્યાત્મિક અનુભવો થયા હતા. ૧૨ થી ૨૧ વર્ષ સુધીમાં ધ્યાનની કેટલીયે પધ્ધતિઓને તપાસી. તેનાથી થતાં ફાયદાઓનું વર્ગીકરણ કર્યું હતું. સ્વયંપ્રકાશિત થયા પછી જ્ઞાનોદય થયા પછીનાં ત્રણ વર્ષો સુધી આ જ્ઞાનોદયના બીજા લોકોને અનુભવ કરાવવા માટે એક ચોક્કસ પધ્ધતિ શોધવા માટે મેં કામ કર્યું હતું. આ સંપૂર્ણ આંતરિક જગતની શોધનું, સારતત્ત્વનું મેં નિત્યધ્યાન યોગની પ્રવૃત્તિમાં રૂપાંતરણ કર્યું.

નિત્યધ્યાન એ એક સૂત્ર અને એવી પ્રવૃત્તિ છે કે જે સંપૂર્ણ અસ્તિત્વને જ્ઞાનોદયના અંતિમ અનુભવ માટે સજ્જ કરે છે, તૈયાર કરે છે. આ સર્વોત્તમ પ્રવૃત્તિનો દરેક અંશ વ્યક્તિગત ચેતનાને સતેજ કરવા માટે તેના પ્રત્યેક ભાગને સંપૂર્ણપણે સહાયક બને છે. આંતરિક સુખ મેળવવા માટેનું તે નિત્યધ્યાન છે - નિત્ય આનંદ છે.

ચક્ર-જાગૃતિ

આ પધ્ધતિને સમજવા માટે આપણને ચક્રોની અથવા તો સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રોની થોડીક માહિતી હોવી જરૂરી છે. સાત ચક્રો સાથે કામ કરવું એનો અર્થ એવો કે ઊર્જાની એક નવી કડીને જાગૃત કરવી, ટીવી ઉપર નવી ચેનલને સેટ કરવા જેટલું જ એ સાહજિક છે.

આપણી અંદર કુલ સાત ઊર્જા કેન્દ્રો આવેલાં છે. દરેક કેન્દ્ર કોઇ એક ચોક્કસ સંવેદના સાથે સંકળાયેલું છે. આ સાત સંવેદનાઓ એટલે કામ (વિષયવાસના) ચિંતા, ભય, સ્વકેન્દ્રિયતા (સ્વાર્થ) ઇર્ષા, અહંકાર અને અસંતોષ. હાલમાં આ સાત સંવેદનાઓ અંગે જે માનવી વિચાર કરી શકે છે તેનું શરીર આ સાત સંવેદનાઓમાંથી જ કોઈ એકના આધારે કામ કરતું હોય છે. કેટલાક લોકો તેમની ઈચ્છાઓને આધારે જ કામ કરતા હોય છે. વિષયવાસના કે સ્પર્શનો પણ તેમાં સમાવેશ થાય છે કેટલાક ફક્ત ભયથી જ કામ કરતા હોય છે. ઈચ્છાઓને આધીન રહીને કામ કરવું તેમાં કશુંય અજુગતું નથી. પણ તમારે બીજા અન્ય પાસાનો જેમકે પ્રેમ તેનો પણ અનુભવ લેવો જોઇએ. તમારે એ સમજવું જોઈએ કે (તમે કોઈ નિર્મળ સૂક્ષ્મ ઊર્જાથી પણ કાર્યાન્વિત રહી શકો છો, નહીં કે ફક્ત આ સંવેદનાઓને આધીન રહો.) આ બધી ઈન્દ્રિયજન્ય સંવેદનાઓને આધીન રહ્યા વગર કોઈ સૂક્ષ્મ નિર્મળ ઊર્જાથી પણ કાર્યાન્વિત રહી શકો છો.

આ ચક્રોને જાગૃત કર્યા પછી આ બધી માનસિક સંવેદનાઓથી મુક્ત થઈ શકો છો. તમે એક મુક્ત વ્યક્તિ તરીકે નવેસરથી શરૂઆત કરી શકો છો. એકવાર જો તમે આવી માનસિક પરિસ્થિતિથી છૂટકારો મેળવી શકો તો જ તમે મુક્તિનું મૂલ્ય સમજી શકો.

ઉદાહરણ તરીકે જો તમે કોઈ ચોક્કસ ચક્રથી મુક્તિ મેળવી લો જેમ કે ઈર્ષા સાથે સંકળાયેલા ચક્રથી તમે મુક્ત થઈ જાવ તો તમે ઈર્ષા વગરના એક નવા જ વિશ્વનો અનુભવ કરી શકશો. જે ઓળખને કારણે તમે હાલમાં વ્યક્તિત્વ ધરાવો છો જે વિચારને કારણે તમારું જીવન ચાલી રહ્યું છે એ બધું જ ઓગળી જશે. તમને એક નવી જ ઊર્જાનો અનુભવ થશે.

ઉદાહરણ તરીકે જો અચાનક જ શેરમાર્કેટમાં તમારો રસ જાગૃત થઈ જાય તો તમે શેરમાર્કેટની તમામ માહિતી ટેલીવિઝન, મેગેઝીન, તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ વગેરે પાસેથી મેળવવાનું શરૂ કરશો. એકાદ મહિના પછી અથવા થોડો સમય પસાર થયા બાદ તમને એવું લાગવા માંડશે કે ઘણાં બધા લોકોને શેરબજારની બધી વિગતો તો ખબર જ છે! તમારી આસપાસનાં મોટાભાગનાં લોકો શેરબજાર વિશે ઘણું જાણે છે એવું તમને લાગશે. શેરબજારની માહિતી ધરાવતા લોકોથી તમે પોતાને ઘેરાયેલા જોઈ શકશો. એવું નથી કે દુનિયા બદલાઈ ગઈ, પરંતુ તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે. જ્યારે તમે તમારા ઊર્જા કેન્દ્રને બદલો છો, ત્યારે એ જ પ્રકારની વ્યક્તિઓ તમારી આસપાસ જોઈ શકશો.

જો તમે તમારું ઊર્જા કેન્દ્ર બદલી શકો તો તમે જે જગતને જોઈ રહ્યા છો તેને બદલી શકો છો. હિંદુ પુરાણોમાં સાત વિશ્વની વાત કરવામાં આવી છે. એનાં સંદર્ભમાં તેઓ આ સાત સંવેદનાઓની વાત કરે છે, જે તમે આ દુનિયાને કેવી રીતે જુઓ છો તે નક્કી કરે છે.

નિત્ય ધ્યાન મેડીટેશન ટેકનીક

આ પાંચ પ્રકારની ક્રિયાઓની ક્રમવાર પદ્ધતિ છે, જેમાં દરેક ક્રિયા સાત મિનિટની છે.

૧. અનિયમિત શ્વસન : સમય ૭ મિનિટ

વજ્રાસનમાં બેસો (ઘૂંટણ વાળીને પગ નીચે લઈ,

વજ્રાસનમાં બેઠેલ વ્યક્તિ

ઉપરનું શરીર પગની પાનીએ આવે એવી સ્થિતિ)

સામાન્ય રીતે
આપણા શરીરમાં
સહસ્ત્રચક્ર
ઉપરથી (માથાનો
મુગટ ભાગ)

નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન

મૂલાધાર ચક્ર મૂળ કેન્દ્ર) તરફ ઊર્જાનું વહન થતું હોય છે. વજ્રાસનની સ્થિતિ ઊર્જાના આ વહનને તેની અવળી દિશામાં વહેવા માટે સહાયક બને છે અને ઊર્જાનું આમ ઉર્ધ્વારોહણ થાય છે.

આંખો બંધ કરીને નિતંબ ઉપર હાથ મૂકી અનિયમિત ઊંડા શ્વાસ લો. શ્વાસને કોઈપણ ચોક્કસ તાલ વગર અંદર-બહાર લો-કાઢો. ફક્ત શ્વાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમારું સમગ્ર વ્યક્તિત્વ પોતે જ શ્વાસ બની જશે.

આ પ્રક્રિયાનો પહેલો ભાગ શારીરિક ક્રિયાનો છે, જેમાં વજ્રાસનમાં બેસી ઊંડો અનિયમિત શ્વાસ લેવાનો છે. જો તમને પાચન સંબંધી કોઈ તકલીફ હશે તો તમે અનુભવી શકશો કે આ ક્રિયાને કારણે તકલીફ દૂર થઈ ગઈ છે. તમારું શરીર હવે તૈયાર થઈ રહ્યું છે.

જ્યારે તમારા શરીરની કાર્યશક્તિ/કાર્યસાધકતા વધારવી હોય તો તમારી પાચનશક્તિ સતેજ હોવી જરૂરી છે. નિત્યધ્યાનની પ્રક્રિયાનો આ ભાગ તંદુરસ્ત શરીરનું નિર્માણ કરવા માટે છે.

અહીં એક અગત્યની વાત તમારે સમજી લેવા જેવી છે કે શ્વાસોચ્છવાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ ઉપર આધારિત હોય છે અને તે પ્રમાણે બદલાતી રહે છે. તમારી સંવેદનાઓનો પ્રભાવ તમારા શ્વાસોચ્છવાસ ઉપર પણ પડતો હોય છે. જ્યારે તમે ચિંતાગ્રસ્ત હોવ છો ત્યારે તમારા શ્વાસની ગતિ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈ ટેન્શન અનુભવતા હો ત્યારે ઊંડા શ્વાસ લેવાથી થોડા જ સમયમાં હળવાશ અનુભવાય છે. પોતાની ઉપર કાબુ મેળવી શકાય છે અને ટેન્શન વગરની પ્રફુલ્લ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

શ્વાસોચ્છવાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ પ્રમાણે બદલાતી રહે છે.

શ્વાસોચ્છવાસ અને મન એ બંને આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે, એકની અસર બીજા ઉપર તરત જ પડે છે. એકની સ્થિતિ બદલાય કે તરત જ બીજાની પરિસ્થિતિ પણ આપોઆપ બદલાઈ જતી હોય છે. આપણી સંવેદનાઓ કદાચ આપણા કાબુમાં નથી રહેતી પણ આપણા શ્વાસ આપણાં કાબુમાં હોય છે. જો આપણે શ્વાસોચ્છવાસ ઉપર નિયંત્રણ રાખી શકીએ અથવા તો આપણી શ્વાસ લેવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરી શકીએ તો ચોક્કસપણે આપણે આપણી સંવેદનાઓ અને મગજની સ્થિતિ ઉપર ધાર્યો પ્રભાવ પાડી શકીએ.

આપણે ચોક્કસ પદ્ધતિથી શ્વાસ લેતા હોઈએ છીએ. આપણા ભૂતકાળનાં સંસ્કારો જૂની સ્મૃતિઓ આપણા અચેતન માનસપટમાં અકબંધ રહેલી હોય છે. અને આ તમામ શ્વાસની કોઈ ચોક્કસ પધ્ધતિને આપણામાં સ્થાપિત કરે છે. પરિણામે આપણે આપણા જેવી જ સંવેદનાઓ તથા સંસ્કારો પ્રત્યે આકર્ષાતા હોઈએ છીએ. આપણે એક વિષચક્ર જેવી સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ કે જ્યાં આપણા ભૂતકાળના સંસ્કારો આપણી શ્વાસ પધ્ધતિનું નિર્માણ કરતા હોય છે અને પછી એ શ્વાસ પદ્ધતિ એવા જ સંસ્કારો તથા ઘટનાઓને ભવિષ્યમાં પણ આકર્ષે છે. આ વિષચક્ર તૂટવું જરૂરી છે.

નિત્યધ્યાનની શરૂઆત અનિયમિત શ્વસનથી થાય છે. જ્યાં સુધી શ્વાસ અનિયમિત રહે છે ત્યાં સુધી તેની કોઈ ચોક્કસ પદ્ધતિ કે ગતિ હોતી નથી. મનની જે સ્થિતિ તેના અસ્તિત્વની તેમજ અભિવ્યક્તિ માટે જવાબદાર છે. તે સ્થિતિને દૂર કરવી જરૂરી છે. વિચારો કોઈ પદ્ધતિને કે પ્રણાલિકાને અનુસરતા નથી. એ તો વર્ષોનાં વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા જ કરે છે.

આપણા સ્નાયુઓ આપણી ભૂતકાળની તમામ સ્મૃતિઓનો ઊર્જાનાં સ્વરૂપમાં (જીવસ્મૃતિ) સંગ્રહ કરતા હોય છે. ઊંડા અનિયમિત શ્વાસ લેવાથી મસલ્સમાં રહેલી ચિંતા મુક્ત થવા માંડે છે. આ ચિંતાયુક્ત સંસ્કારો, સ્નાયુઓને પોતાની ઘેરી અસરમાંથી મુક્ત કરે છે. સામાન્ય રીતે આપણા સ્નાયુઓ હંમેશા તણાવગ્રસ્ત હોય છે. અનિયમિત શ્વાચ્છોશ્વાસ સ્નાયુઓને હળવાશ આપે છે અને તેને સ્મૃતિઓની ઘેરી અસરમાંથી મુક્ત કરે છે.

આપણી પ્રત્યેક સંવેદના એક ચોક્કસ શ્વાસની પદ્ધતિનું નિર્માણ કરતી હોય છે. તમે કદાચ જોયું હશે કે બાળકો અને સંપૂર્ણ આનંદની પરિસ્થિતિમાં લેવાય એવો હર્ષોલ્લાસથી ભર્યો ઊંડો શ્વાસ લેતા હોય છે. પણ જેમજેમ તેમની ઉંમર વધતી જાય છે. તેમતેમ સમાજની રૂઢિમાં જોડાય છે. દુઃખસુખ, અપરાધ, માન્યતાઓ વગેરેમાં ઘેરાતા જાય છે. તેમની શ્વાસ લેવાની ગુણવત્તામાં સંપૂર્ણ રીતે ફેરફાર થઈ જાય છે. ટેવવશ અંકુશમાં રાખેલી વૃત્તિઓ પર અસર કરતી પદ્ધતિને બદલવા માટે તેમાં થોડો ફેરફાર જરૂરી બને છે. જો કે બીજી પદ્ધતિ અપનાવવા એ કંઈ આ વાતનો ઉકેલ નથી.

ભૂતકાળની સ્મૃતિઓને કે તેની છાપને મનનાં ઊંડાણમાંથી બહાર કાઢવા માટે તમારે તમારી પધ્ધતિમાં સંપૂર્ણ અનિયમિતતાનું નિર્માણ કરવું જોઈએ. આ કારણે હું અહીં પ્રાણાયમ જેવી કોઈ પધ્ધતિસરની શ્વસન પ્રક્રિયાની ભલામણ કરતો નથી. ફક્ત અનિયમિત શ્વાસ લો. આ અનિયમિત શ્વસન તમારી ભૂતકાળની તમામ લાગણીઓ કે સંવેદનાઓ સાથે જોડાયેલી સ્મૃતિઓને ભૂંસી નાંખશે. તે એક સૂકાઈ ગયેલાં પાંદડાંવાળા ઝાડને હલાવી તમામ સૂકાં પાંદડા ખંખેરી નાખવા જેવું છે. ઝાડને હલાવવાથી તેમાં સૂકાઈ ગયેલાં મૃતઃપ્રાય થયેલાં પાંદડાં ખરી પડશે. અનિયમિત શ્વસન પધ્ધતિ પણ સૂકા ઝાડને હલાવવા જેવી જ વાત છે જે તમારી દબાયેલી વણઉઘડેલી એવી પ્રવૃતિને માર્ગ કરી આપે છે ભૂતકાળની બધી જ ઘેરી અસર ધરાવનારી સંવેદનાઓ મુક્ત કરી આપે છે.

ઊંડા અનિયમિત શ્વાસ લેવાથી શરીરમાં શુદ્ધ ઓક્સિજન નો સંચાર થાય છે અને કાર્બન ડાયોકસાઇડ જેવાં તત્ત્વો શરીરની બહાર ફેંકાય છે. તેને કારણે શુદ્ધ ઓક્સિજન શરીરમાં જવાથી ઝડપથી મન શાંત થાય છે તથા તમે વધુ કાર્યશક્તિ અને ઉત્સાહનો અનુભવ કરી શકો છો. શરીરમાં રક્તમાં ઓક્સિજનમાં વહનને કારણે શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે તથા શરીરના દરેકે દરેક કોષને નવજીવન મળવાથી તે સતેજ થઈ જાય છે. શરીરમાં ઉત્પન્ન થયેલી નવી ચેતનાને કારણે નવી ઊર્જાને કારણે સંસ્કારોનું શુદ્ધિકરણ થાય છે જેનાથી તમે હળવાશ સ્ફૂર્તિ તેમજ આનંદનો અનુભવ કરો છો.

સઘન/તીવ્ર ગણગણાટ કરવો :(બંધ મોંઢા માંથી ગુંજવું કે અવાજ કાઢવો) સમય: ૭ મિનિટ

woman in vajrasana yoga pose

વજ્રાસનમાં બેસો
આંગળીઓથી ચીન
મુદ્રા કરવી. (હાથને
ગોઠણ ઉપર મુકવા
અને હથેળી ઉપરની
તરફ રાખવી.)

આ સ્થિતિમાં મોઢું
અને હોઠ એકસાથે
બંધ કરી જેમ બને
તેટલો વધારે મોટો,
લાંબા સમય સુધી અને
તીવ્રતાથી હં.... જેવો

અવાજ કાઢવાનો પ્રયત્ન કરવો.

આ હં... જેવો અવાજ શરીરમાંથી જ કાઢતા રહો. કોઈ એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોઢું મૂકીને હં... જેવો અવાજ આવે તેવો જ અવાજ નીકળશે. એકવાત ખાસ ધ્યાનમાં રાખો કે આ ફક્ત હં... કે ઓમ્... જેવો ઉચ્ચારાયેલો અવાજ નથી પણ મોઢું તથા હોઠ બંધ રાખીને સ્વાભાવિક રીતે નીકળતો અવાજ છે. શ્વાસોચ્છવાસની વચ્ચે એટલે કે શ્વાસ લેતી વખતે, શ્વાસ છોડતી વખતે આ હં... નો ગણગણાટ જેમ બને તેમ વધુ સમય સુધી કાઢતા રહેવાનો પ્રયત્ન કરો. તે શક્ય એટલો ઊંડો અને શક્ય એટલો મોટો (સ્વરપેટીથી શક્ય હોય એટલો) હોવો જોઈએ. અહીં જાણી જોઈને શ્વાસ ઊંડો લેવાની જરૂર નથી. શરીર પોતે જ જ્યારે જરૂર હોય ત્યારે એટલો ઊંડો શ્વાસ લઈ શકે છે.

તમારું સમગ્ર ધ્યાન આ હં...મ્...નાં અવાજ (ગુંજન) ઉપર કેન્દ્રિત કરો. તમે પોતેજ એ હં...મ્... અવાજ (ગુંજન) બની જશો. મનમાં કોઈ વાતચીત સતત રીતે ચાલતી રહે છે. આ ગુંજન એ આંતરિક વાતચીતનાં કોલાહલને શાંત કરવાની સૌથી ઉત્તમ પદ્ધતિ છે. આ આંતરિક કોલાહલ તે બીજું કંઈ નથી. પણ આપણી અંદર સતત ચાલતા રહેતા સ્વતંત્ર વિચારોનું આવન-જાવન છે. ગુંજનને કારણે (હં...મ્...) તમે તમારા શરીરને એક ઊર્જા તરીકે જોઈ શકો છો. જે ક્ષણે તમે આ ગુંજન શરૂ કરો છો (હં...મ્) તેની બીજી ક્ષણથી જ તમને હળવાશનો અનુભવ થાય છે, જાણે કે તમે ક્યાંક તરી રહ્યા હોવ એવી અનુભૂતિ થાય છે. ગુંજનને કારણે તમે શરીરમાં ભાર અનુભવતા નથી કારણ કે મનનાં તરંગો સાથે આ ગુંજન શરીરમાં તરંગોને પણ સાંકળી લે છે તમે પોતાનો જ એક ઊર્જા તરીકે અનુભવ કરો છો.

આ ગુંજન એ આંતરિક વાતચીતનાં કોલાહલને શાંત કરવાની સૌથી ઉત્તમ પદ્ધતિ છે.

ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એને હળવાશથી લો તમારા સમગ્ર અસ્તિત્વનો અને ઊર્જાનો આ તરંગો બનાવવામાં ઉપયોગ કરો. બે ગુંજન વચ્ચેનો સમયગાળો ઓછો કરવાનો પ્રયત્ન કરો. થોડા સમય પછી તમે અનુભવશો કે આ ગુંજન તમારા કોઈપણ પ્રયત્ન વગર આપો આપ જ થઈ રહ્યું છે, અને તમે એને ફક્ત સાંભળી જ રહ્યા છો. શરીર અને મન બંને આ ગુંજનનો જ પડઘો પાડી રહ્યા છે.

આ ગુંજન મનમાં એક સમરસ વાતચીતનો નાદ ઉત્પન્ન કરે છે અને કાર્યક્ષમ સંવેદનાઓ અંગે આપણને જાગૃત કરે છે.

૩. ચક્રો વિશેની સભાનતા : સમય ૭ મિનિટ

યોગાસનમાં બેઠેલી સ્ત્રી

વ્રજાસનમાં બેસી શકો છો અથવા તો પલાઠીવાળીને પણ બેસી શકાય. તમારી આંગળીઓથી ચીન મુદ્રા કરો. હવે તમારી ચેતનાને દરેક ચક્ર (ઊર્જા કેન્દ્રો) તરફ લઈ જાવ મૂલાધાર ચક્ર (મૂળ કેન્દ્ર)થી શરૂ કરી સહસ્ત્ર ચક્ર (મસ્તક કેન્દ્ર) તરફ જાવ. જ્યારે તમારી ચેતનાને જે તે ઊર્જા કેન્દ્ર તરફ લઈ જવામાં આવે છે ત્યારે તમે પોતે જ એ ઊર્જા કેન્દ્ર બનો છો તમારું સમગ્ર અસ્તિત્વ એ ઊર્જા કેન્દ્ર બની ચૂક્યું છે એવો સર્વાંગ અનુભવ જે તે ઊર્જા કેન્દ્રમાં થશે.

આ ગુંજન મનમાં એક
સમરસ વાતચીતનો નાદ
ઉત્પન્ન કરે છે અને
કાર્યક્ષમ સંવેદનાઓ અંગે
આપણને જાગૃત કરે છે.

આ સાત ઊર્જા કેન્દ્રોમાંનું દરેક કેન્દ્ર આપણી જે તે સંવેદનાઓ સાથે આપણા સમગ્ર અસ્તિત્વ સાથે સંકળાયેલું છે. ફોટોગ્રાફી દ્વારા આ દરેક ચક્રનું ઊર્જા કેન્દ્ર અસ્તિત્વ ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે. આ બધી સંવેદનાઓ પોતે ભૂતકાળમાં બનેલી ઘેરી અસર ધરાવનારી સ્મૃતિઓનો જ સંચય હોય છે. આ ભૂતકાળની ઘેરી સ્મૃતિઓ આપણને એ જ જૂની પદ્ધતિથી પ્રતિકાર કરવાનું શીખવે છે. પણ પ્રતિકારનો કોઈ અર્થ કે ઉત્તર નથી મળતો ત્યારે એ સંવેદના બની જાય છે. આ રીતે ઉદ્ભવેલી સંવેદનાઓ કોઈ એક ઊર્જા કેન્દ્ર સ્થગિત કરી નાખે છે. જેને પરિણામે માનસિક અને શારીરિક તકલીફો ઉદ્ભવે છે. આ પ્રથમ ચરણમાં આપણે દરેક ઊર્જા કેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેની સંપૂર્ણ જાણકારી મેળવી છે. કરોડરજ્જુ નાં અંતિમ કેન્દ્રથી શરૂ કરીને મસ્તકના મુગટકેન્દ્ર સુધી પહોંચ્યા છીએ. જ્યારે આપણે કોઈપણ બાબતની સંપૂર્ણ માહિતી કે તે અંગેની જાગૃતિ મેળવી લઈએ છીએ ત્યારે નકારાત્મક આપોઆપ દૂર થઈ જાય છે. શારીરિક તકલીફો માટે આ ઘણું લાગુ પડે છે.જો આપણા શરીરના કોઈ અંગમાં તકલીફ હોય તો એ અંગને આપણે સંપૂર્ણપણે ચેતનાથી ભરી દઈએ તો એ તકલીફ ક્રમશઃ ઘટતાં-ઘટતાં સંપૂર્ણપણે દૂર થઈ જાય છે!

આ દરેકે દરેક એવા સાત ઊર્જા કેન્દ્રોને પૂરેપૂરી ચેતનાથી ભરી લો. એમાંથી ફક્ત કોઈ એક જ ઊર્જા કેન્દ્રનું આ સંપૂર્ણ વિશ્વમાં અસ્તિત્વ છે એવો અનુભવ કરો. એના સિવાય બીજુ કશું જ નથી. તમે પોતે જ એ ઊર્જા કેન્દ્ર બની જાવ. એ ઊર્જા કેન્દ્ર તમે પોતે જ છો એવી અનુભૂતિ કરો. તમારું સમગ્ર અસ્તિત્વ એ જ ઊર્જા કેન્દ્ર બની ગયું છે એવો અનુભવ થશે ત્યારબાદ બીજા કેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આ ચરણના અંતે તમે અત્યંત હળવાશ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે.

જેમ જેમ તમે અન્ય ઊર્જા કેન્દ્રોનો અનુભવ લેશો તેમ તેમ તમારી જીવંતતા સઘનતા પણ વધતી જશે. તમે પોતે સઘનતા પ્રાપ્ત કરશો. આ કલ્પાનને તંદુરસ્ત મન અને સંવેદનાઓ, સમરસ એવો આંતરિક સંવાદ અને લાગણીઓની જાગૃતિ માટે સહાયક બને છે. આ ચરણને અંતે તમે ઊર્જાથી સભર અને હળવાશભર્યાં બની શકશો.

જો તમે ઊર્જા કેન્દ્રો તરફ ધ્યાન કેન્દ્રિત કરશો તો, તમારું મન સહેલાઈથી બેધ્યાન કે ગાફેલ નહીં રહે (એટલે કે તમારું મન પણ તેમાં સક્રિય થશે)તે સહેલાઈથી તમારી આ ક્રિયામાં ભળી જશે કારણ કે એ ઊર્જા કેન્દ્રો પોતે જીવંત હોય છે. જો તમે તમારા શરીરનાં અન્ય કોઈભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું મન ગાફેલ રહે અથવા યોગ્ય પ્રતિભાવ ન આપે એ શક્ય છે.

૪. મુક્ત બનો. (સમય ૭ મિનિટ)

આ ચરણમાં તમે તમારા વિચારો બંધ બેસતા નથી, અર્થહીન છે અને કોઈ ચોક્કસ પૂર્વગ્રહોમાં જકડાયેલા છે એવી સમજણ ધરાવો છે. તમારી પાસે વિચારો હોવા છતાંય તમે એને દબાવવાની કોશિશ પણ નથી કરતા અને એ પ્રમાણે પ્રતિભાવ પણ નથી આપતા તમે એ મુક્ત છે- એવા દૃષ્ટિકોણથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. આપોઆપ જ આપણી ચેતના એની સાક્ષી બનશે અને ધીમે ધીમે એ પ્રમાણે બધું ગોઠવાતું જશે.

તમને એની અનુભૂતિ થાય કે ન થાય, તમે એનો સ્વીકાર કરો કે ન કરો. તમે આંતરિક રીતે પ્રકાશમય થયા છો. તમે તમારા જ સ્વભાવથી મુક્ત બન્યા છો. શાંતિથી બેસો અને આ મુક્તતાનો અનુભવ કરો. આ મુક્તતાને કારણે મળેલા તમારા નવા અસ્તિત્વ અને આનંદને અનુભવો. પ્રકાશમય પરિસ્થિતિને અનુભવવાની આ એક અંતિમ પદ્ધતિ છે.

આ અંગે વધારે માહિતી મેળવવા 'માટે તમે તમારી માનસિક મૂંઝવણોથી મુક્ત થઇ શકો છો' એ પ્રકરણના સંદર્ભો જુઓ.

  1. ગુરૂપૂજન (સમય : ૭ મિનિટ)

બ્રહ્માંડની ઊર્જા સાથે સંકળાઇને હળવાશથી અને આનંદથી આપણે આ નિત્ય ધ્યાન પૂરું કરીએ.

ગુરુપૂજન ધ્યાનાવસ્થા

હળવાશથી, શાંતિથી બેસી પૂરા બ્રહ્માંડ સાથે એકરૂપ બનો. તમને ગુરુ પ્રત્યે પ્રેમ, આદર હોય તો અથવા કોઇ ઇશ્વર સાથે તમારી કાયા અનન્ય રીતે જોડાયેલી હોય તો, ઊંડાણથી એમની સાથે એકરૂપતા સાધી એમના સાનિધ્યનો અનુભવ કરો. હળવાશથી શાંત થાવ અને સામાન્ય પરિસ્થિતિમાં આવો.

શાંતિથી આનંદથી ગુરૂપૂજનનાં મંત્રો સાંભળો તમારા અસ્તિત્વ સાથે જોડાયેલા રહીને એ મંત્રોના શક્તિશાળી તરંગોના અનુભવ કરો. મંત્ર દ્વારા આપણે કોઇનો આદર, સ્નેહભાવ વ્યક્ત કરતા હોઇએ છીએ. એ પરમ શક્તિશાળી, પૂજ્ય એવા સમર્થ વ્યકિતના દિવ્ય વ્યક્તિત્વનો કે જે આપણને તમામ દુઃખોથી રાહત આપી આંતરિક આનંદ આપે છે. તેના માટેનો પૂજ્યભાવ વ્યક્ત કરતા હોઇએ છીએ અને એ આંતરિક આનંદ નિત્યાનંદ આપે છે -

સંસ્કૃતમાં રચાયેલા મંત્રોનું શાબ્દિક અને મૌખિક એમ બંને રીતે ગાનનું ઘણું મહત્ત્વ હોય છે. પ્રાર્થના કરતી વખતે પોતાની જાતને કેન્દ્રમાં રાખી એ સંસ્કૃત ઉચ્ચારો જ્યારે આપણે કરતા હોઇએ છીએ ત્યારે એ શબ્દોથી પર જઇને દરેક જણને માનસિક શાંતિ આપતા હોય છે. આપણે સંસ્કૃત શબ્દોનો અર્થ ન પણ જાણતા હોઇએ તે છતાં સંસ્કૃત શબ્દનો અવાજનો પ્રભાવ આપણને શુદ્ધતા અને શાંતિ આપે છે, આપણા શરીર અને મનનું શુદ્ધિકરણ કરી આપણામાં સકારાત્મકતાનું સિંચન કરતા હોય છે.

તમે પોતે પણ ગુરુપૂજન કરી શકો છો. (પૂજા દ્વારા ગુરુ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરી શકો છો) આ ચરણમાં મંત્રોનું ઉચ્ચારણ કરીને અને ધાર્મિક રીતે પણ ગુરુ પૂજન કરી શકાય છે. (વધુ માહિતી માટે 'ગુરુપૂજન તમે જાતે કરો' પુસ્તકના સંદર્ભો જુઓ.)

દિવસમાં એકાદવાર ધ્યાનની આ પધ્ધતિનો અમલ કરીને જીવનનો એક નવો અભિગમ નવું અસ્તિત્વ મેળવી શકો છો. નિત્યધ્યાન તમારા શરીર અને મનને શુદ્ધ ચેતના તથા આનંદની અનુભૂતિ માટે સજ્જ કરે છે.

નિત્યધ્યાનના ફાયદા

અડધા કલાકના નિત્યધ્યાનથી તમે આટલું મેળવો છો :

  • માનસિક તાણમાંથી મુક્તિ
  • સંબંધોમાં સુધારણા
  • આંતરિક શાંતિ તથા સંતોષ
  • જાગૃત અંતઃ સ્ફુરણા
  • બ્લડ પ્રેશર નોર્મલ રહે
  • ઊંઘમાં ફેરફાર થવાથી તાજગી
  • પારદર્શિકતા - દિવસભર કામકાજ માટે જરૂરી ઊર્જા
  • દૈવી ઊર્જા સાથે તમારું જોડાણ.

તમે તમારા સગાંવ્હાલાં અથવા મિત્રોને નિત્યધ્યાન કરવા માટે પ્રેરી શકો છો. એનાથી સમગ્ર પૃથ્વી ઉપર વધુને વધુ લોકો મુક્ત જીવન જીવી શકશે, સકારાત્મક બનશે અને ‘જીવન મુક્ત’ની જેમ રહી શકશે. કોઈ એકાદ વ્યકિતની સકારાત્મક ઊર્જા અન્યોમાં પણ પ્રગટશે અને આમ સામૂહિક એવી આ વૈશ્વિક ઊર્જા દરેકના જીવન ઉપર ઘણો સારો પ્રભાવ પાડી શકશે.

નિત્ય યોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે

યોગ એ ફક્ત શારીરિક સ્વસ્થતા માટે જ થતી ક્રિયા નથી. આપણને શરીરથી મનથી અને આત્માથી આપણી એકરૂપતાને અનુભવવા માટે સુસજ્જ થવામાં મદદરુપ થાય છે. પતંજલીની સમજુતી મુજબ નિત્યયોગ એ આ એકરૂપતાને કેળવવા માટે નિર્માણ કરાયેલી પધ્ધતિ છે. જેમ આપણે ધ્યાનની બાબતમાં નિત્યધ્યાનની વાત કરીએ છીએ એવી જ રીતે હાલના યુગમાં યોગની વાત આપણે નિત્યયોગથી સમજાવી શકીએ.

યોગ એટલે શું?

પતંજલી કે જેઓ યોગ શાસ્ત્રનાં આદ્યપિતા છે, તેઓ તેમના પ્રત્યેક યોગ સુત્રની શરૂઆતમાં શાસ્ત્રનું આ વિધાન ટાંકે છે : 'યોગઃ ચિત્તવૃતિ નિરોધઃ'

તેઓ કહે છે કે, યોગ એટલે ચિત્તનો સંયમ છે. પણ એ વાત અહીં સમજવી જરૂરી છે કે યોગની વાત મનની શરણાગતિ સાથે પુરી થઇ જતી નથી, પરંતુ જ્યાં મનની વાત કે તેનું ક્ષેત્ર પૂરું થાય છે ત્યાંથી યોગની શરૂઆત થાય છે. વાસ્તવમાં યોગ ક્યારેય પુરો થતો જ નથી, એને હંમેશા ફક્ત શરૂ જ કરી શકાય છે. એ સતત થતી રહેલી સાહજિક બાબત છે.

યોગ સતત કેવી રીતે થયા કરે છે તે સમજવા માટે સૌ પ્રથમ તો આપણે આ મહત્ત્વનું પરમ સત્ય સમજી લેવું પડે : જે કાંઇ થઇ રહ્યું છે તે જ કલ્યાણકારી જ છે. હંમેશા સ્પષ્ટ રહો, દરેક અનુભવ તમારી ચેતનાને સતેજ બનાવે છે અને આમ તમે ઘડાવ છો, પાકા બનો છો, ભલે તમે તમારી તમામ સંપત્તિ ગુમાવી દીધી હોય તો પણ એમાંથી તમે કશું ક સમજ્યાં હો છો, કંઇક મેળવી રહ્યા હો છો. જ્યારે તમે આ સત્યને આત્મસાત કરી શકો છો ત્યારે તમે જીવનની દરેકદરેક ક્ષણમાં કંઇકને કંઇક મંગલકારી બનતું જોઈ શકો છો.

એક નાનકડી વાર્તા :

એકવાર એક જ દરિયામાં સફર કરી રહ્યું હતું એકાએક જહાજનાં કેપ્ટને થોડે દૂર ખાસ્સું ચમકતું અજવાળું જોયું. તેણે તરત જ સામેનાં જહાજને તેની દિશામાંથી થોડુંક ખસવાની સૂચના આપતાં મોટેથી કહ્યું “અથડામણથી બચવા માટે તમારું સુકન ઉપર તરફ પંદર ડીગ્રી સુધી ફેરવો. સામેથી અવાજ આવ્યો “તમે તમારું જહાજ સુકાન પંદર

ડિગ્રી દક્ષિણ તરફ
વાળશો તો અથડાવવાથી બચી શકશો એમ
અમારું કહેવું છે. ’’

આ સાંભળી, જહાજનો કેપ્ટન ગુસ્સે થયો અને એણે મોટેથી અભિમાન પૂર્વક, ડરાવતા અવાજે કહ્યું, “આ આખા દેશનું સૌથી મોટું જહાજ છે. અમારી આસપાસ સામનો કરી શકે તેવા ત્રણ મોટા જહાજો ઉપરાંત સંરક્ષક સાધનો તથા સહાયક જહાજો પણ છે. તેથી હું એવી માંગણી કરું છું કે તમે તમારા જહાજને પંદર ડિગ્રી ઉત્તર તરફ ફેરવો. નહીં તો અમે અમારા જહાજની સલામતી માટે યોગ્ય પગલાં લઈશું.

સામેથી સપાટ અવાજે જવાબ આવ્યો – ‘‘આ લાઇટ હાઉસ છે!’”

એક વાત સમજી લો, કે અસ્તિત્વ તો સતત જ રહેશે અને તમને તમારા જીવનમાં જ્યારે પણ કંઈક બને તો એને તમારા સમગ્ર સામર્થ્યથી કરવાનો પ્રયત્ન કરવા માટે તમને માર્ગદર્શન પણ આવશે. તમે એની ગતિમાંજ રહો, એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે! યોગ એ તેની ગતિમાં રહેવાની જ પ્રક્રિયા છે, જેમ કોઇ રેડિયાને તેની સૌથી ઉંચી ફ્રિકવન્સી ઉપર મૂકી એ એટલું જ એ સહેલું છે. યોગ શબ્દનો શાબ્દિક અર્થ જ એકરૂપતા એવો થાય છે.

પતંજલી-યોગ વિજ્ઞાનના જનક

પતંજલી યોગની પ્રવૃત્તિઓના સંસ્થાપક હતા તેજોમય અનુભવ માટેની સ્પષ્ટ, વૈજ્ઞાનિક તાર્કિક એવી પ્રવૃત્તિ સૌ પ્રથમ તેમણે જ નિર્માણ કરી હતી.

પતંજલી એવા નિષ્ણાત હતા, તેઓ ‘આધ્યાત્મિકત વહાણવટી’ હતા. જેમણે સંપૂર્ણ તેજોમય અવસ્થા તરફ પહોંચવા માટેનાં દિશાસૂચનો આપ્યાં, માર્ગ બતાવી આપ્યા. તેમણે સરળ અને સ્પષ્ટ નિર્દેશો આપ્યા, એક પછી એક એમ સંપૂર્ણ તેજોમય અવસ્થા તરફ જવાના પગથિયાં બતાવી આપ્યાં. જેમ કોઇ વૈજ્ઞાનિક કોઇ ભૌતિક પદાર્થની રચના અથવા તે માટેનાં સૂત્રો રચી આપે એટલી જ સાહજિકતાથી પતંજલીએ આપણી આંતર તેજોમય અવસ્થાને સમજી શકાય એવી રીતે આ યોગની સુંદર આગવી કાર્યપ્રવૃત્તિનું સર્જન કર્યું છે.

રઘુપતિયોગી-યોગના ગુરુ

હું એટલો ભાગ્યશાળી છું કે મને યોગના નિષ્ણાત, યોગીરોજ યોગાનંદપુરી કે જેમને રઘુપતિયોગી’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની પાસે રહેવા મળ્યું છે. તેમણે યોગ વિજ્ઞાનમાં યોગવિજ્ઞાનના સંસ્થાપક એવા પતંજલી જેટલી જ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

તેમણે યોગનાં શારીરિક ઉપરાંત શરીરને વિવિધ રીતે વાળીને બનાવાતી મુદ્રા કે જેને ‘આસાન’ તરીકે ઓળખવામાં આવે છે, તે સિવાય ‘પ્રાણ’તરીકે ઓળખવામાં આવતી જીવનઊર્જાને નિયંત્રિત કરી, મન સાથે કામ પાર પાડવામાં, ફક્ત કલ્પના કે વિચાર સાથે કામ કરવામાં, દરેક સંવેદનાઓને સાથે સાંકળીને કાબૂમાં રાખવા જેવાં યોગનાં વિવિધ પાંસાંઓમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તેમનામાં યોગનાં મર્મરૂપ સત્યને સમજવાની ઘણી ઊંડી આંતરદૃષ્ટિ છે.

પતંજલી જેવી ચેતનાનો અનુભવ કરનાર વ્યકિત જ પતંજલીને પોતાના જીવનમાં પાછી લાવી શકે છે. હું પોતાની જાતને ખુશનસીબ સમજુ છું કે મને પતંજલી જેવી ચેતનાનો અનુભવ કરનાર નિષ્ણાત પાસે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

તેમનામાં અદ્ભુત શક્તિઓ હતી અને અકલ્પનીય શારીરિક બળ હતું અને તેઓ ઘણી સાહજિકતાથી એ દર્શાવી પણ શકતા હતા. તેઓ શ્વાસ લેતી વખતે પોતાની છાતીની આજુબાજુ લોખંડી સળીયા દોરીની જેમ વીંટી દેતા અને શ્વાસ છોડતી વખતે એ લોખંડી સળિયાનાં ટૂકડેકૂકડા થઈ નીચે પડતા!

સામાન્ય રીતે કોઈનું તાર્કિક મન આવી વાતને શક્ય ન પણ માને, આવું કશું બને એ તેઓ ન પણ સ્વીકારે પણ આ મહાન યોગી દરેક વાતને શક્ય કરી બતાવવાનું સામર્થ્ય ધરાવતા હતા એ વાત પણ એટલી જ સાચી છે. એમના સાન્નિધ્યમાં રહીને એક નહીં પણ અનેકવાર તમને આ પ્રકારની છોકરમત કરતા જોવા એને હું મારા અહોભાગ્ય સમજું છું.તેઓ ઊંડો શ્વાસ લઈ શ્વાસ રોકી રાખતા. જેણે તેઓ આમ કરતાં એ જ ક્ષણે હવા ભરેલા ફુગ્ગાંની જેમ તેઓ જમીનથી ઉપર ઉડતા હતા.

ત્રણ વર્ષની ઉંમરથી માંડીને તેર વર્ષ સુધી તેમનાં ચરણોમાં મને માર્ગદર્શન, હૂંફ અને પ્રેમ મળ્યાં છે. રોજ સવારે બપોર થતાં સુધી લગભગ ચાર થી પાંચ કલાક સુધી તેઓ મારી પાસેથી વિવિધ યૌગિક પદ્ધતિઓ જેમકે આસનો, નેતી, ધૌતી કરાવતા જેમાં મારે કાપડનો એક લાંબો ટૂકડો ગળામાં-ગળવા જેટલો નાખવો પડતો-એનાથી મારાં આંતરડા તેમજ અન્ય આંતરિક અવયવોનું શુદ્ધિકરણ થતું!

શરીરનું સહેતુક હલનચલન કરી પરિણામ મેળવો

ક્યારેક કોઈ દિવસે, રઘુપતિ યોગી મને શાંતિથી

સ્થિર બેસીને શાંતિ, સત્યતા ઉપર ધ્યાન જે કોઈપણ હેતુથી તમે તમારું શરીર તેનું હલન-ચલન કરો છો, તેની સ્મૃતિ તમારા માનસમાં ઝીલાઈ જાય છે. કેન્દ્રિત કરવાનું કહેતાં. ત્યારપછી ૧૦ મિનિટે તેઓ અચાનક જ મને ઊભો થઈ આખા મંદિરની આજુબાજુ જેટલી ઝડપે દોડી શકું એટલી ઝડપે દોડવાનું કહેતા!!

તેઓ મને અહીંથી ત્યાંથી બધેથી શરીર વાળવાનું કહેતા. જે મંદિરમાં તેઓ મને યોગ શીખવતા હતા, તે મંદિરમાં કુલ ત્રીસ જેટલા થાંભલા હતા.તેઓ મને દરેક થાંભલા ઉપર ચડવાનું અને ઉતરવાનું કહેતા. મારે ફક્ત એક જ હાથનો ઉપયોગ કરીને થાંભલો ચડવાઉતરવાનું હતું.

હું તેમને પૂછતો કે શા માટે તેઓ મને થાંભલાઓ ઉપર ચડવાનું-ઉતરવાનું કહેતા હતા કારણ કે હજી સુધી એક પણ પુસ્તક કે સૂત્ર મને એવું મળ્યું નહોતું કે જેમાં થાંભલા ચડવા-ઉતરવાની ક્રિયાને યોગનો કોઈ ભાગ ગણવામાં આવ્યો હોય!

તેમણે ખૂબ જ સુંદર વાત કહી કે, “જે કોઈપણ હેતુથી તમે તમારું શરીર વાળો છો કે તેનું હલન-ચલન કરો છો, એ સમગ્ર ક્રિયા તમારા શરીરમાંઅને મનમાં બરાબર યાદ રહી જાય છે, તેની સ્મૃતિ તમારા માનસમાં જડાઈ જાય છે, ઝીલાઈ જાય છે.

આ ઘણી આશ્ચર્યજનક માહિતી હતી. તેમણે કહ્યું, “કોઈપણ હેતુથી તમે તમારું શારીરિક હલન ચલન કરો છો, શરીરને વાળો છો, તમારાં શરીરને ગતિશીલ કાર્યરત રાખો છો એ હેતુનો તમારા શરીરમાં સંગ્રહ થઈ જાય છે અને એની તમારા સંસ્કાર દ્વારા તમારા શરીરમાંથી અભિવ્યક્તિ થાય છે.

તમારું પોતાનું શરીર તમારી
પોતાની સ્મૃતિઓથી જ
બનેલું છે.

આજકાલ ખાસ કરીને પશ્ચિમમાં વિવિધ રોગો અને આસનો વચ્ચે ઘણો સંબંધ જોવા મળે છે, જેમકે આ રોગમાં આ આસન કરો, આ તકલીફ માટે આ પદ્ધતિથી યોગ કરો જેવું ઘણું બધું ચાલે છે. એક વાત સમજી લો કે, રોગોમાંથી સાજા થવા માટે યોગ કરવા એ કંઈ યોગનો હેતુ નથી! જ્યારે તમે કોઈ રોગનો વિચાર મનમાં કરીને એને સાજો કરવા માટે કોઈ યોગ કરવાનું વિચારો છો ત્યારે તમે જાણતાં – અજાણતાં એ રોગની છાપ તમારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં વધુ મજબૂત બનાવો છો.

(૧) નેતી-યોગની પધ્ધતિથી નાક સાફ કરવાની પ્રક્રિયા (૨) ધોતી યોગની પદ્ધતિથી આંતરડા સાફ કરવાની પ્રક્રિયા

રઘુપતિ યોગી કહેતા કે, કોઈપણ હેતુથી કોઈ આસન કરવામાં આવે, શારીરિક હલન-ચલન કરવામાં આવે તો એની એ હેતુની અસર તમારા શરીર ઉપર પડે છે. તેઓ કહેતા કે આ વાત તો સ્થિર બેસવાની સાદી-સરળ પ્રક્રિયાને પણ લાગુ પડે છે. જો તમે મજબૂત મનોબળ રાખી નક્કી કરો કે તમે સારી તંદુરસ્તી માટે બેસશો અને તમે ખરેખર બેસો તો ચોક્કસપણે તમે થોડા સમય પછી તમારી તંદુરસ્તી સુધરી હોવાનો અનુભવ કરી શકશો.

યાદ રાખો, તમારું પોતાનું શરીર તમારી પોતાની સ્મૃતિઓથી જ બનેલું છે. તમારું મન તમારા વિશે જેવું વિચારશે એવુંજ તમારું શરીરનું બંધારણ થશે.

તમારા સ્નાયુઓમાં તમારી દરેક સ્મૃતિઓનો સંચય થયેલો છે. તેથી જ્યારે તમે સ્મૃતિઓ બદલો છો ત્યારે તમે તમારી પદ્ધતિ પણ બદલી નાખો છો. તમે જેવી સ્મૃતિઓ રાખશો એવી જ પ્રતિક્રિયાઓ તમારી પધ્ધતિ પણ આપશે. શરીર અને મનમાં નિત્યયોગને કારણે આવું જ સર્વાંગી પરિવર્તન થાય છે. સૌ પ્રથમ આંતરિક મન નિર્મળ કરવાથી મગજ એની જ ગતિમાં ચાલવા માડે છે. ત્યારબાદ શરીર પણ એ જ હેતુને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ગતિ શરૂ કરે છે. આ હેતુ સ્નાયુઓની સ્મૃતિઓમાં અને સૂક્ષ્મ બૌદ્ધિકતામાં રૂપાંતરણ પામે છે.

વૈજ્ઞાનિક પુરાવા

જેવો આપણો દૃષ્ટિકોણ હોય છે એવા જ આપણે હોઈએ છીએ. જે પ્રમાણે આપણો દૃષ્ટિકોણ હોય છે એ પ્રમાણે આપણી ક્રિયાઓ હોય છે. જે પ્રમાણે આપણી ક્રિયાઓ હોય છે એ પ્રમાણે આપણું પ્રારબ્ધ ઘડાય છે. – આ ઉપનિષદમાંથી લીધેલી પંક્તિઓ નથી પણ ડૉ. બ્રુસ લિપ્ટન કે જેઓ કોષ સંબંધીત જીવવૈજ્ઞાનિક છે અને તેમણે પોતાના પુસ્તક ધ બાયોગ્રાફી ઓફ બિલીફ માં કોષોની વર્તણૂંક અંગે એક નવીન થિયરી પ્રસ્તુત કરી છે, તેમાંથી લીધેલી છે. આપણે વર્ષોથી સમજતાં આવ્યા છીએ કે આપણે આપણા વંશપરંપરાગત કોષોના (જીન્સ) બંધારણ પ્રમાણે વર્તન કરતા હોઈએ છીએ. ડૉ. લિપ્ટન આ જ વાતને તદ્દન જુદી જ રીતે કહે છે‘‘આપણે જે પ્રમાણે વર્તન કરીએ છીએ એ પ્રમાણે આપણું વંશપરંપરાગત કોષોનું બંધારણ ઘડાતું હોય છે!’’

આપણા હેતુની સમર્થતા, કાર્યક્ષમતા અને તેની કલ્પનાને વાસ્તવમાં શારીરિક/ભૌતિક રીતે મૂર્તરૂપ થવાના અનેક બનાવો નોંધાય છે. ઉદાહરણ તરીકે ઘણાં લોકો કેન્સર જેવા અનેક અસાધ્ય રોગોથી પીડાતા હોવા છતાંય પોતાની કલ્પના કે પોતાની ઇચ્છાશક્તિને સતેજ કરી, પોતાની શારીરિક ક્ષમતાને સુધારી, બિમારીની હદ પાર કરી સાજા થઈ જાય છે. આ બધી બાબતો હેતુ અથવા ઇચ્છાશક્તિની સમર્થતાને કારણે બને છે, જે સામાન્ય કોષોમાં પોતાની સતેજ એવી સૂક્ષ્મ સ્મૃતિઓને આરોપવાથી સરળ બને છે.

વર્ષો જુના આ સત્યને હવે વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સમર્થનનો આધાર પણ મળ્યો છે. આપણે જે વાતનો સતત ઊંડો વિચાર કરતા હોઇએ છીએ તેની અસર આપણા શરીર મન તથા આધ્યાત્મિકતા ઉપર પણ થતી હોય છે આ વાતને પણ હવે સ્વીકારવામાં આવી છે.

નિત્ય યોગનો હેતુ

નિત્યોગ વિશ્વને મારું પ્રદાન છે તે એક વિજ્ઞાન છે, સૂત્ર છે-સિદ્ધાંત છે જેનાથી મને મારામાં તેજોમયતાનો અનુભવ થયો છે અને તેવો જ અનુભવ તે બીજા લોકોને પણ કરાવશે.

નિત્યયોગનો હેતુ એકદમ સરળ છે - આનંદનો અનુભવ અને તેની અભિવ્યક્તિ. નિત્યયોગને કારણે આંતરિક આનંદનો અનુભવ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે, તમારા આંતર મનમાં તે છવાઇ જાય છે. આનંદના અનુભવની આ વધેલી ક્ષમતા તમારા શરીરની આસપાસ એક આત્માનું સર્જન કરે છે.

જેમકે અત્યારે તમારી પધ્ધતિ એ આંતરિક તેજોમયતાને અનુભવવા માટે સજ્જ નથી. તમારી આસપાસ એવા કોઇ આત્માનું સર્જન થયેલું નથી. નિત્યયોગને કારણે તમારું શરીર એ તેજોમયતાનાં અનુભવ માટે આત્મા માટે સુસજ્જ બને છે.

નિત્યયોગ દ્વારા હું સાધકોને ફક્ત તેજોમયતા અથવા

નિત્યયોગથી તમારી ક્રિયાઓમાં
કે હલન ચલનમાં નથી વધારતો,
એ તમારા જીવનની ક્રિયાઓમાં
જીવંતતા વધારે છે.

આં ત રિ ક આનંદ માટે જ માર્ગદર્શન આપું છું એમ નથી, પણ આ અનુભવને તેમનામાં કાયમ માટે સ્થિર કરીને તેમના સંપૂર્ણ જીવનને આ આત્મતેજથી સભર કરવા માંગુ છું. લોકોને વિમુક્ત કરી આંતરિક આનંદથી સભર બનવામાં સહાય કરવી એ નિત્યયોગનો હેતુ છે. લોકોને આ આંતરિક આનંદની સાથેસાથે શારીરિક સ્વસ્થતા મળે એ તેનો આડ ફાયદો ગણાવી શકાય. અહીં એકવાત ખાસ યાદ રાખવી જોઇએ કે યોગ એ શારીરિક સ્વાસ્થ્યથી કંઈક વિશેષ છે, તે યોગના ઘણા ફાયદાઓમાંથી એક છે. તેના સંવેદનાત્મક ફાયદાઓ તો અઢળક છે એને પણ તેની આડ-પેદાશો તરીકે ગણી શકો.

એવી જ રીતે, ધ્યાન પણ ફક્ત માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જ કરવામાં આવતું નથી. માનસિક સ્વસ્થતાને ધ્યાનથી થતા ફાયદાઓમાંથી જ એક ગણાવી શકાય નિત્યયોગનો હેતુ તમારા સંપૂર્ણ જીવનને, તેની પ્રત્યેક પ્રવૃત્તિને તથા એના પ્રત્યેકે હલનચલનને યોગમાં, આંતરિક આનંદમાં આંતર કરવાનો છે.

હવે તો વિશ્વભરમાં નિત્યયોગનું સંચાલન કરવામાં આવે છે. નિત્યોગના દરેક સત્રમાં શરીર, મન, આધ્યાત્મિક ઊંડાણની એકરૂપતા સાધી પતંજલીના અષ્ટાંગયોગ કે જેમાં આસન, પ્રાણાયામ, મુદ્રાનો સમાવેશ થાય છે એવા તમામ આઠ પ્રકારો દ્વારા તેજોમયતાના અનુભવ માટે શરીરને સજ્જ કરવામાં આવે છે.

નિત્યયોગથી તમારા જીવનમાં ક્રિયાઓમાં કે હલન ચલનમાં વધારો કરવા માટે નથી. એ તમારા જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં જીવંતતાનો વધારો કરે છે.

જો તમે વર્તમાનમાં હો, જો તમે સભાન હો અને તમે સમગ્ર રીતે ક્રિયાશીલ હો તો યોગ જ છે- નિત્ય યોગ છે.

નિત્યાનંદા માટેની આઠ ક્રિયાઓ

પરમાનંદમય જીવન

જે આઠ ક્રિયાઓથી જીવનને આનંદી બનાવી શકાય છે તેને અષ્ટાંગ આનંદ કહી શકાય.

અષ્ટાંગ આનંદ અથવા આનંદમય જીવન એ તેજોમય અવસ્થા પ્રાપ્ત કરવા માટેનો આઠ ક્રિયાઓથી બનેલો એવો સરળ રસ્તો છે. તેમાં એવી સહેલી પદ્ધતિઓ છે કે જે તમને તેજોમય અવસ્થા તરફ લઇ જાય છે અને તે પણ અન્ય કશુંય સમજ્યા કે જીવનમાં ઉતાર્યા સિવાય! આ બધી પદ્ધતિઓ એટલે

(૧) હાસ્યાનંદ
(૨) આનંદ સંકલ્પ
(૩) આનંદ માટે શુદ્ધિકરણ
(૪) આનંદ યોગ
(૫) આનંદ ધ્યાન
(૬) આનંદ માટેના સાધનો
(૭) આનંદમય ઊર્જા
(૮) આનંદમય મંત્રોચ્ચાર

હાસ્યાનંદ

હાસ્યનું ધ્યાન અથવા હાસ્યધ્યાન

ધ્યાન

હાસ્યધ્યાન

સવારે ઊંઘમાંથી
જયારે તમે જાગો કે તરત
જ પથારીમાંથી ઊભા
થતા પહેલાં જ પાંચ
મિનિટ જેટલો સમય
હસો ! તમારી જાત ઉપર
જ હસો. કોઇ પણ કારણ
વગર હસો!

હાસ્ય એ ધ્યાનની એક અદ્ભુત પદ્ધતિ છે. પ્રાચીન ઝેન પરંપરાનાં નિષ્ણાતોએ હાસ્ય દ્વારા અમન સ્થિતિનો સ્પર્શની એક પ્રક્રિયા શોધી છે. આપણે માનીએ કે ન માનીએ હાસ્યથી ફેર પડતો હોય છે, તે છે. તેની અસર તાત્કાલીક થતી હોય છે. બીજી બધી પદ્ધતિઓને આપણે પ્રયત્નો દ્વારા શીખવી પડતી હોય છે. તેના પરિણામની થોડીક રાહ જોવી પડતી હોય છે. જયારે હાસ્યમાં આપણને આમાંથી કશુંય કરવું પડતું નથી તે પહેલીવારમાં પણ થાય છે અને દરેકવાર થતું રહે છે તે આપણને શારીરિક અને માનસિક રીતે સાજા રાખે છે.

હાસ્ય એ પોતે જ તંદુરસ્તીમાંથી ઉદ્ભવે છે અને આપણને તંદુરસ્ત પણ રાખે છે. તે સતત રીતે વહેતી રહેતી ઊર્જા છે. તે માનસિક દબાણને હળવું કરે છે.

હાસ્ય એ સૌથી ઉચ્ચત્તમ એવી આધ્યાત્મિક ગુણ છે. હાસ્યથી આપણે બુદ્ધ જેવા તેજોમય બની શકીએ છીએ. બુદ્ધ એ ‘અ-મન’ સ્થિતિ છે. જ્યારે આપણે હસતા હોઈએ છીએ ત્યારે એટલા સમય પૂરતા ‘અમન’ હોઈએ છીએ. કાં તો હાસ્ય અથવા તો મનનું હોવું. આ બંને વાતો એક સાથે ક્યારેય શક્ય બનતી નથી. જ્યારે આપણે હસતા હોઈએ છીએ, એટલી ક્ષણો સુધી આપણું મન અદૃશ્ય હોય છે અને આપણે અસ્તિત્વની ઊર્જાથી સભર બનીએ છીએ. આપણને આપણા અસ્તિત્વની અનુભૂતિ થતી નથી. હાસ્યની ચરમ સીમાએ આપણને આપણા પોતાનો અનુભવ થતો હોય છે ખરો? ને ! એટલા સમય સુધી આપણું અસ્તિત્વ મનથી પર એવી સ્થિતિમાં હોય છે. અને એટલે જ આપણે વધારે હસવું જોઈએ. પોતાના અસ્તિત્વને અદૃશ્ય થવાની ક્ષણોને વધુ સમય સુધી અનુભવવા માટે આપણે પોતાનું અસ્તિત્વ જ ભૂલવું પડે છે અને પોતાના આ અહં વગર ફક્ત ઊર્જાથી જીવવું જોઈએ.

ચેતાતંત્રને લગતા વિવિધ રોગો તેમજ ગળાનાં રોગોની સારવાર માટે હાસ્ય એ ઉત્તમ દવાની ગરજ સારે છે. પ્રસન્નતાભર્યાં હાસ્યને આપણા સૂક્ષ્મ કોષની ઉત્તમ કામગીરીની આડપેદાશ કહી શકાય.

આનંદ સંકલ્પ

મુદ્દામયતાનો સંકલ્પ અથવા મુદ્દા સંકલ્પ

આનંદ એટલે મુદ્દામયતા સ્થિતિ. સંકલ્પ એટલે કોઈ બાબતની પ્રતિજ્ઞા લેવી. મુદ્દા સંકલ્પ એટલે નિરપેક્ષ આનંદની પ્રતિજ્ઞા લેવી.

તમે મુદ્દામય રહેવાનું નક્કી કરી શકો. એ મુદ્દા તમારી પસંદગી હોય. વાસ્તવમાં પસંદગી કર્યા વગરની ખુશીમાં પણ ખુશ રહેવું. એ સ્થિતિને આપણે એ તમે પસંદ કરેલી વસ્તુ નથી. અસ્તિત્વની ઇચ્છા મુજબ, પસંદગીમુક્ત તમે તમારી ચેતનાને વહેવા દો ત્યારે પ્રયત્નો દ્વારા પામી શકીએ છીએ. પોતાને કેળવી શકીએ છીએ.

ધ્યાનનો આ ભાગ ‘સૂફી, રહસ્યવાદ એવા અબ્દુલ્લા સાથે જોડાયેલો છે. સૂફી સંપ્રદાય એ હંમેશથી પરમાનંદમાં રાચતો સંપ્રદાય છે. એમની પ્રાર્થના એ બીજું કશું નહીં પણ કૃતજ્ઞતા હોય છે. અબ્દુલા તેમના સતત હસતા ચહેરા માટે પ્રખ્યાત હતા. એવું કહેવાય છે કે તેમની મૃત્યુશૈયા ઉપર પણ તેઓ હસતા હતા. છેવટે તેમના કેટલાક શિષ્યોથી પૂછ્યા વગર રહેવાયું નહીં કે તેઓ સતત આટલા હસતા-આનંદી કેવી રીતે રહી શકતા હતા! તેમણે અબ્દુલ્લાને પૂછ્યું, ‘‘ગુરુજી મૃત્યુમાં એવું તે શી રમૂજ રહેલી છે?

પછી અબ્દુલ્લાએ પોતાના ગુરુએ કહેલું રહસ્ય જણાવતા કહ્યું કે ‘‘યાદ રાખો, તમારી ખુશી હંમેશા તમારા હાથમાં જ છે. તમારી ખુશી એ સોએ સો ટકા જેટલી મારી પોતાની પસંદગી છે. રોજ જિંદગી તમને ખુશ રહેવાનો કે દુઃખી રહેવાનો એક મોકો આપે છે. તમે શું પસંદ કરો છો એ જો આધાર તમે પોતે છો!’’

ધ્યાન આનાથી વધુ સહેલી એવી ધ્યાનની કોઇ પદ્ધતિ નથી. તે છતાંય તે સૌથી વધુ અસરકારક પ્રદ્ધતિ છે.

ધ્યાન મુદ્રામાં બેઠેલી સ્ત્રી

રોજ સવારે તમે ઊંઘમાંથી જાગો કે તરત જ આંખો ખોલતા પહેલા જ પથારીમાંથી બેસો.

તમારું પોતાનું નામ મોટેથી બોલો. જો ઘરમાં સૂતેલી અન્ય વ્યકિતઓને તમે ખલેલ પહોંચાડવા ન માંગતા હો તો, ધીરેથી મનમાં જ તમારું નામ બોલો.

તમારી જાતને પ્રશ્ન પૂછો. : (તમારું નામ લઇને).... આજે શું અનુભવવાનું પસંદ કરું છું? હું ખુશ રહીશ કે દુઃખી ?

સ્વાભાવિક રીતે જ સવારે સૌથી પહેલાં તો તમે દુઃખી થવાનું તો નહીં જ કરો! તેથી તમારું મન કહેશે કે ‘હું ખુશી પસંદ કરું છું.’

પછી કહો સારું (તમારું નામ) ‘બોલીને ખુશ રહો.’ બસ આટલું જ!

ત્યારબાદ, તમારી આંખો બંધ રાખીને જ, થોડીક ક્ષણો સુધી, દૃઢતાથી જાગૃત રહીને સમજણ કેળવો થઇને એ નક્કી કરી મારી પોતાની મૂક સંમતિ વગર કશુય મને દુઃખી નહીં કરી શકે તમે દુઃખી થાવો છો કારણ કે તમે આંતરિક રીતે બહારની પરિસ્થિતિથી તરત જ અસરગ્રસ્ત થઇ જાવ છો. તમારામાં સતત રીતે ખુશ રહેવાની ઊર્જા રહેલી જ છે. હવે તમારી આંખો ખોલો અને તમારા નિવેદન પ્રમાણે સંકલ્પ પ્રમાણે જીવવાનું શરૂ કરો!

દિવસ દરમ્યાન તમે એ અનુભવી શકશો કે તમારા સંકલ્પશક્તિને કારણે તમે તમારી માનસિકતાને બદલી નાખી છે. તમને ખ્યાલ આવશે કે કેવી રીતે તમે તમારી ભૂલોનો દોષ બીજાઓ ઉપર ઢોળતા હતા અને દરેક વખત જે તે અનુભવ ઉપરથી દુઃખી થઇ જવું પોતે જ પસંદ કરતા હતા. વાસ્તવમાં એ દુઃખ તમે જ ઓઢી લેતા હતા. સુખી થવાનો દ્રષ્ટિકોણ તમે કેળવી શકશો, બહારનાં સંજોગોને કારણે નહી, તિરસ્કાર કે નફરતથી નહીં પણ આ બધાની પરવા કે દરકાર કર્યા વગર કેવળ માનસિકતા બદલવાથી. તમે સુખી છો ખુશ છો કારણ કે તમે ખુશ છો, સુખી છો, બસ એટલું જ!

આનંદ માટે શુદ્ધિકરણ

  • ઓઇલ પુલીંગ (Oil Pulling)

શરીરની અંદર શું-શું ચાલી રહ્યું છે થઇ રહ્યું છે તે જાણવાનો સૌથી સહેલો ઉપાય તે આપણી જીભ છે. જીભને શરીરનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. જીભને તપાસવાથી કે તેના રંગ ઉપરથી જે-તે વ્યક્તિની તંદુરસ્તીનો ખ્યાલ મેળવી શકાય છે. આયુર્વેદ પ્રમાણે જીભ ઉપરથી શરીરના અન્ય ભાગોની સ્વસ્થતા તપાસી શકાય છે. જીભનો દરેક ભાગ શરીરનાં પ્રત્યેક અંગ સાથે સંકળાયેલો જ હોય છે. જેમકે કીડની, ફેફસાં વગેરે જ્યારે આપણે નાકમાં તેલ રેડીએ છીએ ત્યારે એ તેલને કારણે શરીરમાંથી કફ, લીટ વગેરે બક્ટેરીયા તેમજ અન્ય ઝેરી કચરો જીભ અને લાળ દ્વારા બહાર ફેંકાય છે. આયુર્વેદ મુજબ કફ-લીંટ એ ઝેરી કચરો છે. જેને શરીરમાંથી બહાર કાઢવો અત્યંત જરૂરી છે.

ધ્યાન

વહેલી સવારે ઊઠીને, દાંત સાફ કરતાં પહેલાં કંઈપણ ખાધા-પીધા વગર, એક ચમચા જેટલું તલનું તેલ અથવા શુદ્ધ કરેલું એવું સૂર્યમુખીનું તેલ લો. તેલ મોઢામાં રેડી દો અને એક જગ્યાએ શાંતિથી બેસો તમારી ગરદન શક્ય એટલી ઊંચી કરી તેલને છેલ્લાં દાંત સુધી જવા દો. ધીમેથી તમારા દાંતને એકબીજા સાથે પંદરથી વીસ મિનિટ સુધી મોઢું બંધ રાખીને જ ઘસો.

glass cup with oil

આ ક્રિયા કરતી વખતે બીજી કોઈ પ્રવૃત્તિ કે કામ કરવું નહીં જ્યારે સમય પુરો થઈ જાય ત્યારે, વોશ બેઝનમાં મોંઢામાંથી તેલ થૂંકી નાખવું અને બ્રશ કરી લેવું જોઈએ. જો તમે આ તેલ રેડવાની ક્રિયા બરાબર કરી હશે તો તમારું થૂંક પાતળું અને સફેદ હશે. બ્રશ કર્યા પછી મોઢું ધોઇ, કોગળા કરી બે ગ્લાસ પાણી પીવું.

નોંધ : મોંઢામાં રેડેલું તેલ પીવું નહીં તેમાં બેક્ટેરિયા તેમજ સૂક્ષ્મ વિષાણુઓ રહેલા હોય છે.

તમારે જમ્યા પછી આ ક્રિયા કરવી હોય તો જમ્યા પછી ઓછામાં ઓછા ચાર કલાક બાદ જ આ ક્રિયા શરૂ કરવી.

મોંઢામાં તેલ નાખવાની આ ક્રિયા ઘણા રોગોમાં ફાયદો કરતી હોવાનું નોંધાયું છે. તૂટેલી પાનીથી માંડીને કેન્સર જેવા રોગમાં પણ તે અસરકારક સાબિત થઈ છે. આ પ્રક્રિયાથી થતા અન્ય લાભો વિશે માહિતી મેળવવી હોય તો તેના ઊંડા અભ્યાસપૂર્ણ રિપોર્ટસ વેબસાઇટ ઉપરથી જાણી શકાય છે.

આનંદ યોગ

સૂર્યનમસ્કાર

સૂર્ય નમસ્કાર એ નિત્યયોગનો જ એક ભાગ છે. નિત્યયોગની વિશિષ્ટ પરિસ્થિતિ એ છે કે તે પતંજલીની પ્રવૃત્તિઓને આધુનિક યુગમાં અનુકૂળ આવે તે રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. પતંજલી ઋષિ કે જેઓ દક્ષિણ ભારતીય હતા તે યોગના પિતા ગણવામાં આવે છે.

સૂર્ય નમસ્કાર એ સૂર્યને રોજ કરવામાં આવતા પ્રણામ છે. તેનાથી ફક્ત શરીરની જ કાર્યશક્તિ નથી વધતી પણ શરીર અને મન વચ્ચેની સભાનતાની સંપૂર્ણ અનુભૂતિ પણ થાય છે.

સૂર્યનમસ્કારથી થતા ફાયદા

રોજ સૂર્યનમસ્કાર કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. એ સ્ફૂર્તિ સીધી સૂર્યમાંથી આવે છે.

આપણી આસપાસ પ્રસરેલી અવકાશી ઊર્જા આપણને મળે, એ માટે સૂર્યનમસ્કારની પ્રક્રિયા નકકી થયેલી છે. શરીર, મન અને આત્મા પર તે પ્રક્રિયાની પ્રભાવક અસર પડે છે. મંત્રોચ્ચાર અને યોગ્ય શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઉગતા સૂરજના સમયે આ ક્રિયા કરવાથી વિશેષ પ્રભાવ અનુભવી શકાય છે. આ પ્રક્રિયા કરીએ તો બીજી કોઇ પ્રક્રિયાની જરૂર રહેતી નથી. આધ્યાત્મિક ચક્રો પ ર કામ કરે છે. વ્યવસ્થિત શ્વસનક્રિયા સમયે ગતિશીલ શારીરિક મુદ્રાઓ આ નમસ્કારોમાં થતી હોય છે. રોજ સવારે ૬ થી ૧૨ સૂર્યનમસ્કાર તમે કરી શકો છો. બધાં આસનોમાં આ શ્રેષ્ઠ પ્રક્રિયા છે.

મંત્ર વણ, પદસમૂહ કે વાક્યો દ્વારા રચાયેલ હોય છે. એનું જ્યારે રટણકતાંના શરીર અને મન પર તેનાં આંદોલનોનો સૂક્ષ્મ પ્રભાવ પડતો હોય છે. સૂર્ય નમસ્કાર મંત્રમાં બીજ મંત્ર રહેલો છે. એમાં સૂર્યદેવની પ્રશસ્તિ થયેલ છે. બીજ મંત્રનો કોઇ અર્થ થતો નથી, પણ એનું ઉચ્ચારણ શરીર મનમાં આંદોલન સંચારિત કરે છે. વૈદિક ઋષિઓએ સદીઓએ સદીઓ પૂર્વે આંદોલન સંચારનો સિદ્ધાંત આ દ્વારા રજૂ કર્યો છે. આપણા વિજ્ઞાનીઓએ આજે આ શોધ્યું છે, આપણી વાર્તા આ સમજની પ્રાચીન પરંપરા છે, એ ગૌરવપ્રદ છે.

જાપાનના વિજ્ઞાની ર્ડા. મશરુએ ધ્વનિ-આંદોલનોની પાણી પર થતી અસર પડે છે, તો સંશોધન કરીને પ્રતીત કરાવ્યું છે. માનવ શરીરમાં ૬૦% જેટલો પાણીનો જથ્થો હોય છે, એથી એ સ્પષ્ટ છે કે શરીર-મનના વ્યવસ્થાતંત્ર પર ધ્વનિ આંદોલનનો ઠીકઠીક પ્રભાવ પાડી શકે છે.

અંતઃકરણમાં અસંપ્રજ્ઞાત વિચારો અને ઊવૃત્તિઓ સબળ આંદોલનનો રચે છે અને સંસ્કારો કે સંચિત સ્મૃતિઓ રૂપે આપણે અનુભવીએ છીએ. સભાનતા પૂર્વક આપણે એ સંસ્કારવૃત્તિઓને ઓગાળી નાખવાની છે સૂક્ષ્મ રૂપે સુષુપ્ત આંતરશુદ્ધિને હકારાત્મક સ્વરૂપમાં ત્યારે જ આપણે અનુભવી શકીએ.

બીજ મંત્રો છ છે:

ૐ હ્રૉં, ૐ હીં, ૐ હૂં, ૐ હૈ, ૐ હૌં, ૐ હ:,

પ્રશસ્તિરૂપ આ મંત્રો સૂર્યદેવના દૈવી ગુણોનું સંકીર્તન કરે છે. સૂર્યનમસ્કારનું એક વર્તૂળ પૂરું કરતાં પહેલાં, આરંભે, પ્રત્યેક મંત્ર, પૂરી સભાનતા સાથે, રટવાનો હોય છે. સૂર્યનમસ્કાર કરનાર સાધકમાં તે મંત્રનો શક્તિ સંચાર થતો હોય છે.

સૂર્યનમસ્કારનાં નિશ્ચિત સરળ સોપાનો સૂચવે છે કે સૂર્યદેવતા આપણા આંતરિક બૌદ્ધિક ઓજસનું પ્રતીક છે. સર્વવ્યાપક વૈશ્વિક ઊર્જા સાથેનો આપણો નાતો આપણી સમજમાં આવે છે. બીજમંત્રયુક્ત સૂર્યનમસ્કાર પ્રક્રિયાના મંત્રો : (૧) ૐ હ્રૉં મિત્રાય નમઃ । (૨) ૐ હીં રવયે નમઃ

શ્વાસનિયંત્રણ

સૂર્ય નમસ્કારમાં શરીરની પ્રત્યેક ગતિવિધિ શ્વાસ સાથે સમાંતરે ચાલે છે. દરેકવાર શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે, તમે સ્પષ્ટતાથી અનુભવી શકો છો કે એક આનંદમય એવી ઊર્જા લઇ-છોડી રહ્યા છો. આ આનંદી ઊર્જાને તમારા સમગ્ર શરીરના પ્રત્યેક કોષમાં ફરતી અનુભવી શકો છો. તમારા મનને તે ઉત્સાહિત કરી રહી હોય એવું પણ બને.

ધ્યાન

સૂર્યનમસ્કાર બને તો સવારે અને ખાલી પેટે કરવા જોઇએ.

સૂર્ય નમસ્કાર આસન ચક્ર

સૂર્ય નમસ્કાર

સૂર્યનમસ્કારની ક્રમિક આસનમુદ્રા :

(૧) બંને પગને સહેજ પહોળા કરી, સંતુલન સાચવીને ઊભા રહો. છાતી પાસે બંને હાથ નમસ્કારની મુદ્રામાં રાખો. સૂર્યનમસ્કાર કરતી વખતે તે પૂર્ણ થાય ત્યાં સુધી આંખોને ખુલ્લી રાખો. આપેલા સૂર્યમંત્રો પૈકી ક્રમાનુસાર મંત્ર બોલો.

(૨) શ્વાસ લઇને ધીમેથી બંને હાથને પાછળ કુલઇ જાવ. માથું પણ શક્ય એટલું પાછળ લઈ જાવ. કરોડરજ્જુને બને તેટલી પાછળની તરફ વાળવાનો પ્રયત્ન કરો.

(૩) શ્વાસ છોડીને ધીમેથી બંને હાથને આગળની તરફ લાવી નીચે ઝૂકો. હાથ જમીનને સ્પર્શે અથવા પગના પંજાને સ્પર્શે એટલાં નીચે લાવો માથું જો શક્ય બને તો ઘૂંટણ અડાડવાનો પ્રયત્ન કરો. માથાને ઘૂંટણીન નજીક લાવો. અનુકૂળતા પ્રમાણે ઘૂંટણને થોડા વાળી શકાય.

(૪) શ્વાસ લઇને જમણા પગને પાછળથી તરફ શક્ય એટલો વધારે લંબાવો હ્રદયની લાઈનમાં જ જાણે પગ હોય એ પ્રમાણે ડાબો પગ ગોઠવો. આ વખતે માથું ઊંચુ રાખવું.

(૫) શ્વાસ રોકીને ડાબા પગને પાછળની તરફ લઇ જઈ, કરોડરજ્જુ સીધી રહે તે પ્રમાણેની સ્થિતિમાં જમણા પગને સમાંતરે જ ગોઠવો આમ કરવાથી

નિત્યાનંદા માટેની આઠ ક્રિયાઓ

કરોડરજ્જુ ગરદન અને માથું સીધી લાઇનમાં રહેશે અને આખા શરીરનું વજન તમારા ખભા ઉપર આવશે. બંને હાથને જમીન ઉપર ટેકવી થોડાંક ઊંચા થાવ. આમ કરતી વખતે નજર નીચેની તરફ રાખો.

(૬) શ્વાસ છોડીને ઘૂંટણને નીચેની તરફ વાળી, છાતી-હડપચીને જમીન ઉપર મૂકો. આ ક્રિયાને અષ્ટાંગ નમસ્કાર કહેવાય. (શરીરનાં આઠ ભાગોને સાંકળી તેમને જમીન સરસાં ચાંપી પ્રણામ કરવાનો પ્રકાર) તમારા પેટના ભાગને જમીનથી થોડો ઊંચો ઉઠાવી, તમારા નિતંબને પણ ઊંચા કરવાનો પ્રયત્ન કરો. કોણી અંદરના ભાગે રહેવી જોઈએ.

(૭) શ્વાસ લઈને પગના પંજાને બહારની તરફ વાળી, પેટને હળવા હાથે જમીન ઉપર મૂકો, કોણીને નેવુ અંશના કાટખૂણા જેવી સ્થિતિમાં વાળો. પછી, ધીમેથી તમારા હાથને ઊંચા કરી છાતીના ભાગને જમીનથી ઉપર લાવો. આ સ્થિતિને ભુજંગાસન કહેવાય છે. (કોબ્રા જેવી સ્થિતિ)

(૮) શ્વાસ છોડીને હાથને સીધા રાખી નિતંબને ઉપરની તરફ લઈ જાવ. કમરની નીચેની તરફ ઝૂકો. આ સ્થિતિને અધોમુખ અવાસન કહી શકાય. આંગળીઓને ફેલાવી પગની એડી જમીન સરસી મૂકો. જો તમે એડીથી જમીનને સ્પર્શી ન શકો તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જમીનને અડકવામા તમારી સ્થિતિમાં કોઈ ફેરફાર કરશો નહીં.

(૯) આગળની તરફ જોતાં, બંને હાથવચ્ચે અનુકૂળ એવું અંતર રાખી જમણો પગ શક્ય એટલો આગળ લઈ હાથની લાઈનમાંજ પગ લેવાનો પ્રયત્ન કરો. શ્વાસ લઇ તમારી છાતી અને હડપચી શક્ય એટલી ઊંચે લઇ જાવ.

(૧૦) ડાબા પગને આગળ લઈ જઈ, જમણા પગની સમાંતરે જ મૂકો. આ વખતે અનુકૂળતા મુજબ ઘૂંટણને થોડાંક વાળી શકાય.શ્વાસ છોડીને, માથાને પગની નજીક લાવવાનો પ્રયત્ન કરો.

(૧૧) શ્વાસ લઈને બંને હાથને ઉપરની તરફ ઉઠાવી માથાને તેમજ કરોડરજ્જુને ધીમેથી પાછળની તરફ લઈ જઈ, સૂર્યને પ્રણામ કરો.

(૧૨) શ્વાસ છોડીને, તમારા હાથ નીચે લાવો. છાતીની આગળ નમસ્કારની મુદ્રા કરો.

દરેક ગતિવિધિમાં બે મુખ્ય ક્રિયાઓ હોય છે. જેમાં દરેક ૧૨ સ્થિતિઓનો સમાવેશ થાય છે. પહેલી ગતિવિધિનાં પહેલાં ભાગમાં જમણો પગ આગળ લઈ ૪થી ૯ સુધીની ક્રિયાઓ કરવાની હોય છે. બીજી ગતિવિધિમાં ડાબા પગની આ ક્રિયાઓ કરવાની હોય છે.

આમાંથી ઓછામાં ઓછી ૬ ક્રિયાઓ તો કરવી જ જોઈએ. જો શક્ય હોય તો બાર ક્રિયાઓ પૂરી કરવી હિતાવહ છે. દરેક ક્રિયાવિધિ શરૂ થતા પહેલાં તે પ્રમાણેનો મંત્ર બોલાવો.

આનંદ ધ્યાન

લાઈફ બ્લીસ મેડીટેશન અથવા નિત્યધ્યાન

અગ્યાર વર્ષની ઊંમર સુધી મેં ધ્યાનની પારંપારિક વિવિધ પદ્ધતિઓના પ્રયોગો કર્યા. કેટલાક નવા શોધ્યા. બાર વર્ષની ઊંમરે મને મારો ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. બારથી માંડીને એકવીસ વર્ષ સુધીના સમયમાં સભાનતાથી વિવિધ થોડી પ્રવૃત્તિઓથી થતા ફાયદાઓનું વિશ્લેષણ કર્યું. મારા આધ્યાત્મિક તેજોમય અનુભવ પછીનાં ત્રણ વર્ષ મેં એક નવી પદ્ધતિનું સર્જન કર્યું. જેનાથી હું મારા જેવો અનુભવ બીજાઓને પણ કરાવી શકું. આંતિરક ખોજ માટેની આ પધ્ધતિનું સારતત્વ તે આ નિત્યધ્યાનની પ્રવૃત્તિ છે.

નિત્યધ્યાન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે તમારા સમગ્ર અસ્તિત્વને તેજોમયતાના સંપૂર્ણ અનુભવ માટે સુસજ્જ કરે છે. આ અદ્ભુત પદ્ધતિની દરેક ક્રિયા તેની અન્ય ક્રિયાઓને સહાયરૂપ બને છે. અને વ્યક્તિની ચેતનાને સતેજ બનાવવામાં મદદ કરે છે. આંતરિક આનંદ માટેની આ રોજની/નિત્ય ધ્યાનની પદ્ધતિ છેનિત્યાનંદ.

ધ્યાન

કુલ પાંચ પ્રક્રિયાઓની બનેલી આ પધ્ધતિ છે. જેમાં દરેક પ્રક્રિયાનો સમય સાત મિનિટ જેટલો છે. ધ્યાન માટેની સૂચનાઓ માટે ‘નિત્યધ્યાન’ પ્રકરણની માહિતી જોવી.

આનંદ માટેના સાધનો

જ્ઞાનશસ્ત્ર અથવા શાસ્ત્રશસ્ત્ર

ધ્યાન

રોજ અડધા કલાક સુધી તેજોમય એવા ગુરુનું પુસ્તક વાંચવું અથવા તેમનાં પ્રવચનો સાંભળવાં.

ગુરુના શબ્દો એ સીધું જ શાસ્ત્ર હોય છે –અદ્ભુત જ્ઞાન અને સત્યથી સભર એ હોય છે.

અજ્ઞાનને દૂર કરનારાં શસ્ત્રોને શાસ્ત્ર કહેવાય છે. જ્યારે અજ્ઞાનને દૂર કરવા માટે શબ્દો એ જ શસ્ત્રો બને ત્યારે તેને શાસ્ત્ર શસ્ત્રો અથવા જ્ઞાનશસ્ત્રો કહેવાય છે !

ગુરુના શબ્દો જ્ઞાનનાં એવાં શસ્ત્રો છે કે જે તમારી અજ્ઞાનતતા દૂર કરે છે. ગુરુ સતત રીતે ઘણા વિચારો પ્રગટ કરતા હોય છે. અચાનક જ, તેમાંથી કોઈ વિચાર તમને બંધબેસતો આવે. જે તમને માનસિક હતાશામાંથી મુક્તિ અપાવે છે. તે તમારી કોઈ મુંઝવણનો ઉકેલ લાવી શકે છે. એ જ તેની મુક્તિ છે અને આ મુક્તિ એટલે જ જ્ઞાનનો આરંભ, દીક્ષા!

જે વ્યકિત તમને જ્ઞાનનાં શસ્ત્રો શબ્દો દ્વારા આપે છે,તેની પ્રવૃત્તિઓ શીખવાડે છે શારીરિક સંતુલન શીખવે છે તેજ તમારા ગુરુ છે.

જે વ્યકિત ગુરુ દ્વારા જ્ઞાનનાં શસ્ત્રો મેળવે છે તે દીક્ષાર્થીશિષ્ય બને છે.

ગુરુ એ એવી વ્યકિત છે કે જે પોતાને થયેલા અનુભવોની બીજાઓને પણ અનુભૂતિ કરાવે, તે માટેની પદ્ધતિઓનું જ્ઞાન આપે,માર્ગદર્શન આપે છે. દીક્ષા એ પણ એક પ્રવૃત્તિ જ છે. જ્ઞાનનાં શસ્ત્રો પણ આપણી ચેતનાને વધુને વધુ સતેજ બનવામાં મદદ કરે છે. આ તમામ જ્ઞાનશસ્ત્રોનું હાર્દ કે મર્મ આપણી અંદર બેઠેલા ગુરુ જ છે. જ્યાં સુધી આ અંદરના ગુરુ જાગૃત ન થાય ત્યાં સુધી બીજા ગુરુ આપણને માર્ગદર્શન આપે છે. તે શબ્દો, પદ્ધતિ, તેમની શારીરિક- આંગિક ભાષાનો ઉપયોગ કરીને આપણને જ્ઞાનનો ઉપયોગ કરવાનો આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરે છે તે ઉપરાંત એક તેજોમય વ્યકિત તરીકે જીવન જીવવા માટે સહાયક બને છે.

તેજોમય વ્યકિતઓના આશિર્વાદ સાથે આપણી આનંદ ખુશી સંકળાયેલી છે. આ સંબંધ તાર્કિક રીતે બંધાતો નથી. અચાનક જ ગુરુના મુખેથી નીકળેલા કેટલાક શબ્દો આપણા હૃદયને સ્પર્શી જાય છે. આવું જ્યારે પહેલીવાર થાય છે ત્યારે અચાનક જ આપણને ખબર પડે છે કે એ વ્યક્તિ આપણા ગુરુ છે અને હવે આજ આપણો માર્ગ છે. આ ઝબકાર માત્રમાં બની જતી ઘટના એ સૌથી પહેલી દીક્ષા છે. જે કોઇને ગુરુના શબ્દોથી આવી પ્રેરણા મળી હોય તે વ્યકિતની પદ્ધતિઓ પુસ્તકો, ખુશી, ઊર્જા શારીરિક- હલન-ચલન એ બધું જ આશિર્વાદ બની જાય છે.

એક વાત સમજી લો : ધરતીમાં રોપેલો દાણો બહાર નીકળવા માટે અંકુરિત થવા માટે /હંમેશા ડરતા હોય છે. પણ જે દાણો આવા ડરમાંથી મુક્ત થઈ જાય છે તેજ દાણો અંકુરિત થાય છે. તેનામાંથી એક વટવૃક્ષ ઊભું થાય છે. આ વટવૃક્ષે હંમેશા અંકુરિત થવા માટે ડરતા એવા દાણાઓને હિંમત આપતાં કહેવું જોઇએ કે, “ડરશો નહિ, તમે બહાર આવશો તો તૂટી નહીં જાવ, તમે જીવી જશો. તમે મારા જેટલા ફુલી-ફાલી શકશો. મારા જેટલો તમારો પણ વિકાસ થશે” પણ પેલો ધરતીમાં રોપેલો દાણો વટવૃક્ષ તેને આટલું કહે તે માટે રાહ જુએ છે અને વટવૃક્ષ એ દાણો જમીનમાંથી બહાર આવે તેની રાહ જુએ છે. અને એ જ ખરી મુશ્કેલી છે.

હું જે કંઈ કહી રહ્યો છું તેનું સત્ય મને ખબર છે! ઓ અમરત્વનાં સંતાનો, અંકુરિત થવાની હિંમત કેળવો અને વટવૃક્ષ બનો!

આ ઊર્જા, આ પ્રેરણા એજ ગુરુ છે. જીવનમાં ગુરુનું આગમન થવું એ જ જીવનનું સૌથી સાહસિક પગલું છે. એકવાર આપણા મનોજગતમાં ગુરુનો પ્રવેશ થઈ જાય ત્યાર પછી આપણે ફક્ત વિશ્વાસ, હિંમત અને આત્મવિશ્વાસથી જ કામ કરવાનું રહે છે.

ફરી ફરીવાર તમારા જીવનમાં થયેલા આવા એકાદ ઝબકારનો ઉપયોગ કરો. જે શસ્ત્રનો આપણે ઉપયોગ નથી કર્યો તેનાં ગુણો આપણામાંથી ઓછા થવાના નથી. પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે ચોક્કસ ભૂલી જઈએ છીએ. ફરી એકવાર, જે શસ્ત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણને તેને વાપરવાની હિંમત અને સ્પષ્ટતા મળે છે. તેના વિવિધ ઉપયોગો કરવાની આપણામાં સૂઝ કેળવાય છે.

ગુરુના શબ્દો કે ઉપદેશ સાંભળીને આવા વધુને વધુ જ્ઞાનના ઝબકારા જીવનમાં ઉતારવા જોઈએ. તેમને તમારા મનોજગતમાં સ્થાન આપો. કુટુંબના નિર્માણમાં મિત્રો બનાવવામાં, આધ્યાત્મિક વર્તૂળ બનાવવામાં આવાં શસ્ત્રો આપણને મદદ કરે છે, પ્રેરણા આપે છે.

બીજી એક વાત જ્યારે આપણે ગુરુની વાત સાંભળતા હોઈએ છીએ, તેમને જોતા હોઇએ છીએ ત્યારે આપણે એ તેજોમય વ્યકિતની શારીરિક હલન ચલનની ક્રિયાઓ જ જોતા હોઇએ છીએ. કોઇપણ વ્યકિતની શારીરિક હાવભાવ તેનાં સત્ય અને સંપૂર્ણતાને વ્યક્ત કરતા હોય છે. ગુરુ એ તેમના અસ્તિત્વનું અંતિમ સત્યનું મૂર્ત સ્વરૂપ હોય છે. આ કારણે તેમની શારીરિક અંગભંગિમાઓ અસ્તિત્વની ઉત્તમ અંગભંગનામો હોય છે. તેમને ફક્ત જોવાથી તેમનું સત્ય આપણા તરફથી પર થઈ જાય છે.

આનંદમય ઊર્જા

અસ્તિત્વની ઊર્જા માટેની સાધનસામગ્રી અથવા શક્તિધારણા

આ પદ્ધતિ તંત્ર શાસ્ત્રમાંથી લેવામાં આવી છે. અસ્તિત્વની ઊર્જા સાથે સંકળાયેલી આ એક સુંદર પદ્ધતિ છે.

આ ધ્યાનને રાત્રે સુતા પહેલાં કરવી વધુ હિતાવહ છે. તે સવારે પણ કરી શકાય છે પરંતુ તેમાં પંદર મિનિટ સુધી આરામ લેવાની જરૂર પડે છે અથવા તો તમે એક આનંદી એવી અમૃત અવસ્થા પ્રાપ્ત કરો છો – જે તમને આ ધ્યાનની અસર તરીકે પ્રાપ્ત થાય છે. આ ધ્યાન તમને તમારા અસ્તિત્વની ઊર્જા સાથે જોડી આપે છે. આ શક્તિધારણા ધ્યાનનું મહત્ત્વ એટલા માટે છે કે તે તમને એક તૂરીય અવસ્થામાં લઈ જાય છે જ્યાં તમે જાગૃત કે સભાન તો હો છો પણ તે છતાંય વિચારશૂન્ય પરિસ્થિતિમાં તમે મુકાતા હો છો.

ધ્યાન

તમારા ઘૂંટણ ઉપર સમતુલન જાળવીને ઊભા રહો તમારી એડી ઉપર બેસવાની જરૂર નથી. આંખો બંધ કરીને બંને હાથને હથેળીઓ આકાશ તરફ રહે તે રીતે ઊંચા કરો. તમારું માથું શક્ય સેવતું છત તરફ ઊંચુ કરો.

આ જ સ્થિતિમાં અસ્તિત્વની ઊર્જાને તમારામાં વહેતી હોય એવો અનુભવ કરો. એવી કલ્પના કરો કે એક પ્રકાશનો લીસોટો (તેજકિરણ) તમારામાંથી જ નીકળી રહ્યો છે. શરૂઆત કરવા માટે તમે તમારા કોઈપણ આધ્યાત્મિક ગુરુનો ચહેરો આંખો સમક્ષ લાવી શકો છો. (પણ આંખો બંધ કરીને જ મનથી જોઈ શકો છો.) જેમ કોઈ કંજૂસ વ્યક્તિ પૈસા ગણતી હોય એની પૈસા ગણતી વખતની ઊર્જા કોઈ પ્રેમી જ્યારે પોતાની પ્રેમિકા પાસે હોય એ વખતની તેની ઊર્જા–એવી જ રીતે કોઈ ગુરુ જ્યારે હસતા હોય કે સ્મિત કરતા હોય એ વખતની તેમની ઊર્જા !

A woman standing on her knees with arms raised

એટલે જ મેં તમને કોઈ કલ્યાણકારી વ્યકિતનો ચહેરો જોવાનું કહ્યું હતું અને એ પ્રમાણે ઊર્જાને તમારામાં વહેતી હોવાનો અનુભવ કરવાનું કહ્યું હતું. તમારું મન ભટકે અને બીજા કશાનો વિચાર કરે તેના કરતાં કોઈ ગુરુનો ચહેરો જોવાથી એકાગ્રતા જળવાઈ રહે તે માટે મેં તમને આમ કરવાનું કહ્યું હતું.

જેમ જેમ અસ્તિત્વની ઊર્જા તમારા હાથમાંથી ઉતરીને વહેવા માંડશે તમને એક જુદો જ અનુભવ થશે. થોડીક ધ્રુજારી પણ થઈ શકે, તમારું સંતુલન થોડુંક હલી પણ શકે. એ અનુભવ જેમ ઝાડ ઉપરથી કોઈ પીંછું ખરીને હવામાં તરંગાતું હોય; એવો હશે. થોડીક ધ્રુજારી થતી હોય તો થવા દો. એ ધ્રુજારીમાં તમારા શરીરને ઊર્જા સાથે વહેવા દો. ધ્રૂજવા દો. જે થતું હોય તે થવા દો. તમને કદાચ એવો પણ અનુભવ થાય કે પૃથ્વી અને સ્વર્ગ એકમેકમાં ભળી રહ્યા છે. જેમ સ્ત્રી-પુરુષ એકમેકમાં ખોવાઈ જાય છે ઓગળી જાય છે તેવી રીતે તમને કદાચ કશાંકમાં પોતે ભળી રહ્યા હો એવો અથવા તો તમે વહી રહ્યા હો એવો પણ અનુભવ થશે. કોઈપણ સંવેદન થતું હોય તેને થવા દો. તેમાં તમારી જાતને ડૂબાડેલી રાખો હવે ‘તમે’ ત્યાં નથી તમે અસ્તિત્વમાં ભળી ગયા છો.

નિત્યાનંદ માટેની આઠ ક્રિયાઓ - યોગ મુદ્રા

જ્યારે તમને એવું અનુભવાય કે તમારું અસ્તિત્વ ઊર્જામાં ઓગળી ગયું છે- ઊર્જાથી ભરાઈ ગયું છે ત્યારે બે-ત્રણ મિનિટ પછી હાથ નીચા કરો, ઘૂંટણને ઢીલા કરો, કોણીઓને વાળી, પૃથ્વી જમીનને ચુંબન કરો અથવા તમારું કપાળ જમીનને અડાડો. તમે દિવ્ય ઊર્જાનાં વહન માટે કે જે પૃથ્વીની ઊર્જા સાથે એકરૂપતા સાધીને વહન કરે છે તે માટેનું માધ્યમ બન્યા છો. તમારી ઊર્જાને ધરતીમાતામાં ભળી જવા દો. આ વખતે તમે તમારા કોઈ ગુરુનાં ચરણોની કલ્પના કરી શકો છો. તમારી ઊર્જા ધરતીમાતામાં સમાઈ જતી હોય ત્યારે તમે પૃથ્વીમાતાના શરણે છો -એવી ભાવના રાખો.

હવે તમારી સામાન્ય પરિસ્થિતિમાં પાછા ફરો અને આજ પ્રક્રિયા લગભગ છ વાર કરો. તમે કુલ ૭ વાર આ પ્રક્રિયા કરી શકો છો.

આ ધ્યાનથી શરીરમાં ઊર્જાનાં વહનમાં અદ્ભુત સુધારણા કરી શકાય છે. કરોડરજ્જુ સાથે સંકળાયેલા તમામ દર્દો આ ધ્યાનથી દૂર થાય છે. કારણ કે આ ધ્યાનમાં ઊર્જા સીધી મુલાધાર ચક્ર તરફ જાય છે કે જ્યાં કરોડરજ્જુનું મૂળ આવેલું છે અને તે ઊર્જાનું કેન્દ્ર પણ છે.

આ ધ્યાન પૂરું કર્યા પછી એવી જ ધ્યાનસ્થઅવસ્થામાં તમે ઊંઘી શકો છો. આ અવસ્થાને કારણે આવતી ઊંઘ સ્વપ્ન રહીત અને ગાઢ હોય છે. સવારે તમે જ્યારે ઊઠો છો ત્યારે એકદમ તાજગી અને ઊર્જાથી સભર એવો અનુભવ થાય છે.

આ અત્યંત શક્તિશાળી પ્રવૃત્તિ છે એને નિયમિત રીતે કરવાથી એક નવું જીવન એક નવો અર્થ નવું સત્ય તમારામાં વહેવાનું શરૂ કરે છે. તમારામાં અને તમારા અસ્તિત્વ વચ્ચે એક સુંદર-નવા સંબંધનું નિર્માણ થાય છે તમે વધુને વધુ આનંદ અનુભવશો અને રોજ તમારા માટે એક નવો ઉજવણીનો દિવસ ઉગશે!

આનંદમય મંત્રોચ્ચાર

  • મુદ્રામય મંત્રોચ્ચાર કરવો અથવા પુરુશ્વરણ કરવું.

મંત્રોની રચના વૈદિકભાષા સંસ્કૃતમાં થયેલી હોય છે. સંસ્કૃત ભાષાનું વૈશિષ્ટય એ છે કે શક્ય એટલા બધા ઉચ્ચારોને એકાવન વર્ણોમાં સમાવવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષામાં શબ્દનો ફક્ત અર્થ જ વ્યક્ત થતો નથી પણ તેનાં ધ્વનિ તરંગો પોતાની સાથે એક ખાસ પ્રકારના અર્થોમાં કંપનો-તરંગો પણ ઉત્પન્ન કરે છે. તમને કોઈ મંત્રનો અર્થ ખબર ન હોય તે છતાંય તેના તરંગો તમને સ્પર્શે છે.

પૂર્વમાં સંસ્કૃત મંત્રોનો ઉપયોગ દીક્ષા આપવામાં કરવામાં આવે છે. ગુરુ કોઈ મંત્રનો ઉચ્ચાર કરે છે અને એ ઉચ્ચાર દીક્ષાર્થીમાં નવો ભાવ જન્મઆવે છે એ મંત્રના તરંગો સીધા જ દીક્ષાર્થીના અસ્તિત્વમાં ઉતરી જાય છે અને કાર્યરત થાય છે.

ગુરુ મંત્ર : ઓમ હિમ નિત્યાનંદાય નમઃ

હિંદુ વિચારધારામાં દરેક નાનું કામ અનેક મોટીમોટી સમજુતીઓમાંથી ઘડાઇને થતું હોય છે. આ સમજુતીઓ જે-તે વ્યક્તિની ચેતના અને સભાનતાઓ ઉપર આધારિત હોય છે. ‘ઓમ’ શબ્દનો અથવા અવાજનો અર્થ ઘણી જગ્યાએ જુદો-જુદો થઇ શકે છે.

‘ઓમ’ એ પ્રકૃતિના પંચમહાભૂતો સંબંધી ધ્વનિ છે. સમગ્ર સ્મૃતિનું નિર્માણ એના મધ્ય કેન્દ્રમાંથી થયું હોવાનું માનવામાં આવે છે. તેમાં ત્રણ વર્ણો સમાયેલા છે. અ-ઉ-મ તેમાંથી અ-બ્રહ્મા સાથે કે જેઓ હિંદુ ધર્મ પ્રમાણે સૃષ્ટિનું સર્જન કરે છે-ઊ-વિષ્ણુ સાથે કે જેઓ સૃષ્ટિનું લાલન-પાલન-પોષણ કરે છે અને મ- (શંકર) સાથે કે જેઓ સૃષ્ટિનો સંહાર કરે છે જેમાંથી ફરી નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમની સાથે સંકળાયેલો છે. તેથી જ ઓમનો (આ ત્રણે વર્ણોનો એકસાથે ) ઉચ્ચાર કરવાથી તેમાંથી સમગ્ર સૃષ્ટિનો નિર્દેશ થાય છે.

આ વાતને ઊંડાણથી જોતાં દરેક ઇશ્વર જે તે ક્રિયાઓની ઊર્જાનું જેમ કે નિર્માણ, પોષણ અને સંહારનું પ્રતિનિધિત્વ કરે છે, જે અતિ સૂક્ષ્મપણે આ વિશ્વમાં આપણા શરીરમાં મગજમાં તેમજ પૂર્ણ અસ્તિત્વમાં સતત કાર્યરત રહે છે.

ઓમનું ઉચ્ચારણ કરવાથી તેના તરંગો પૃથ્વી ઉપર રહેવાનો આપણો આશય વ્યક્ત કરે છે. તે ગુસ્સો રઘવાટ અને માનસિક રોગોથી મુક્તિ આપે છે. તે આપણામાં એકાત્મક્તાનો અને પૃથ્વીમા તરફનો આભારભાવ ઉત્પન્ન કરે છે. તે મનને નકારાત્મક વિચારોથી મુક્ત રાખે છે. તે અદ્ભુત ઊર્જા આપે છે અને મનને ચેતનવંતુ રાખે છે. તે માનસિક શાંતિની સાથોસાથએકાગ્રતા કેળવવાની શક્તિ પણ આપે છે. તેનાથી મનમાંથી બહાર નીકળીને પોતાનાં મનોજગતમાં પ્રવેશ કરી શકાય છે.

હીં એ દેવીનો બીજમંત્ર છે.

પ્રાચીન સમયમાં ભારતના ઋષિમુનિઓ આ આદિકાળથી ચાલ્યાઆવતા મંત્રોના ઉચ્ચારથી તન-મન અને અસ્તિત્વને અનુભવી શકતા હતા. તેમણે એક વિજ્ઞાન રજૂ કર્યું અને તેનો ઉપયોગ કરવાનું શિખવાડયું જેનાથી માનવજાત પણ ઋષિઓએ અનુભવેલા દિવ્ય અનુભવથી પરિચિત થઇ શકે. વૈદિકકાળથી ચાલ્યા આવતા મંત્રો એ ઋષિમુનિઓએ અનુભવેલો દિવ્ય અનુભવ અને તેમના માનવજાત પ્રત્યેના પ્રેમને કારણે આપણને મળ્યા છે. પોતાનો અનુભવ તેમણે આપણી સાથે વહેંચવાનો પ્રયત્ન કર્યો છે.

ઓમ અને હીં બીજમંત્રનો એકસાથે મંત્રોચ્ચાર કરવાથી આપણામાં રહેલી પૌરુષી ઊર્જા અને સ્ત્રી ઊર્જા બંનેને જાગૃત કરી શકાય છે.

નિત્યાનંદે સત્યને તેની ચરમસીમાએ વ્યક્ત કરવા માટે ઇશ્વરની સહાય માંગી-પ્રાર્થનાઓ કરી છે. તે પૂર્ણમૂલમંત્ર છે (સંપૂર્ણ અને દરેક મંત્રનું મૂળ છે) કારણ કે તેનાથી જ આધુનિક જગતમાં શક્તિ (સફળતા) અને શિવ (સફળતા) બ્રહ્માંડમાં પરમપદને ઓળખવામાં સફળતા મેળવવા માટે તેજોમય અવસ્થા મેળવી શકાય છે.

‘નિત્યાનંદ’નો અર્થ જ ‘આંતરિક આનંદ’ એવો
થાય છે. તેનો ઉચ્ચાર કરવાથી આપણે આપણા
અસ્તિત્વને એક નવો હેતુ આપી શકીએ છીએ તેમજ

નિત્યાનંદા માટેની આઠ ક્રિયાઓ

વિશ્વમાં આપણી અંતિમ ઇચ્છા તરીકે આનંદ અથવા તેજોમય અવસ્થાનો હેતુ રાખી શકીએ છીએ.

નમઃ નો અર્થ - ‘હું નથી’ એવો થાય છે. હું નથી એમ કહેવાથી આપણે આપણા અહંનો ત્યાગ કરીએ છીએ અથવા જે આ અહંથી પર છે એવા ગુરુના શરણે જઈએ છીએ. નમઃ શબ્દનો વારંવાર ઉચ્ચાર કરવાથી આપણે શરણે જઈએ છીએ એવી ભાવના દ્રઢ થાય છે તેનાથી આપણામાં વિનમ્રતા અને નમસ્કાર કરવાની પ્રેરણsingleાનો સંચાર થાય છે.

ધ્યાન

રોજ ચોપનવાર, અગિયાર દિવસ સુધી ગુરુ મંત્રનો ઉચ્ચાર કરો અથવા જ્યારે જ્યારે યાદ આવે ત્યારે મંત્રોચ્ચાર કરો. મંત્રોચ્ચાર મોટેથી પણ કરી શકાય છે અને જો શક્ય ન હોય તો મનમાંજ મંત્રોચ્ચારણ કરી શકાયછે. મંત્રોચ્ચાર કરવાની ઝડપ દરેક વ્યક્તિત્એ અલગ-અલગ હોઈ શકે છે.

મંત્રોમાં તમારા મનોજગતને ચેતવંતુ કરવાની શક્તિ રહેલી છે. તેમજ તે તમારા મનમાં આવતા નકારાત્મક તેમજ વણ જોઇતા વિચારોને અટકાવી શકે છે. વિચારો નાભી કેન્દ્રમાંથી શાંત શબ્દોની જેમ ઉત્પન્ન થતા હોય છે. નાભી કેન્દ્ર એ મણીપુરચક્ર જે નાભીની આસપાસનાં વિસ્તારનું સૌથી સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર છે. જ્યારે તમે ગુરુ મંત્રનો ઉચ્ચાર કરો છો ત્યારે નાભી કેન્દ્રનું શુદ્ધિકરણ થાય છે. એનાથી આપોઆપ જ ચિંતા નકારાત્મક વિચારો તેમજ લાગણીઓ ઉદ્ભવતી અટકી જાય છે.

ગુરુમંત્રનો ઉચ્ચાર કરવાથી વાણી સ્પષ્ટ થાય છે. અવાજ તેમજ ઉચ્ચારણના ગુણદોષો દૂર થાય છે. જેને વાક ઊર્જા કહેવાય છે તે પ્રગટે છે તેમાંથી જીવનમાં ઉત્સાહ અને ખુશીની ઉત્તેજના છવાય છે. સમગ્ર જીવન આનંદમય બને છે.

A woman meditating

આ મંત્રના તરંગો કે કંપનો જીવનની નવી દિશાનો નિર્દેશ કરે છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે મંત્ર અંગે આપણામાં સભાનતા હોવી જોઈએ. જ્યારે તમે દૃઢ નિશ્ચયી થઈને મંત્ર અંગેની સભાનતા કેળવો છો ત્યારે તમે તમારી આંતરિક ચેતનાની વધુ નજીક પહોંચો છો.

જેવી રીતે પાણીની ટાંકીમાં આપણે સૌથી નીચે ભૂરો પાવડર નાખીએ છીએ તો તેમાંથી બનતું ફીણ પણ ભૂરૂં જ બને છે. તેવી જ રીતે, જ્યારે તમે આ મંત્રને તમારી આંતરિક ચેતનાની નજીક રાખો છો ત્યારે તમારી સમગ્ર વિચારશક્તિનું શુદ્ધિકરણ થઈ જાય છે.

ધીમે ધીમે તમે જોશો કે મંત્ર જાણે કે આપેઆપ જ, વગર પ્રયત્ને થઈ રહ્યો છે. તમે સ્વાભાવિક રીતે જ ધ્યાનસ્થસ્થિતિમાં આવો છો.

કોઈ ચોક્કસ ધ્યેય લઈને આપણે જ્યારે મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તે એક સાધન પ્રાર્થના બની જાય છે. તબીબી દૃષ્ટિથી જોતાં એ સાબિત થઇ ચૂક્યું છે કે પ્રાર્થનાનો શરીર, મન અને આત્મા ઉપર ઘેરો પ્રભાવ પડે છે, તે ઊંડી અસર કરે છે.

અમેરિકાની આગળ પડતી યુનિવર્સિટીઓએ તારણ કાઢયું છે કે પ્રાર્થનાને કારણે કેન્સર તેમજ હૃદયની બિમારીઓને કારણે થતા મૃત્યુમાં ચૌદ ટકા જેટલો ઘટાડો થાય છે. હૃદયના દર્દીઓનાં ઓપરેશનની સફળતામાં ચાલીસ ટકાનો વધારો થાય છે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો સમય ત્રણ અઠવાડીયાં જેટલો પાછળ ઠેલાય છે. પ્રાર્થનાથી થતા ફાયદાઓ અંગેની ઘણી માહિતી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.