જીવનના ગહન સત્યો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
■ તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઈ શકો છો ■ કર્મચક્રને તોડી શકાય છે ■ મૃત્યુ એક ઉત્સવ છે ■ તમે જ પ્રજ્ઞા છો ■ જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે ■ નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહિ ■ ઉત્કટતા અચૂક માર્ગ છે ■ પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે ■ તમે વૈશ્વિક ચેતનાના અંશ છો ■ વિશ્વશાંતિની શરૂઆત થાય છે તમારાથી ■ સંન્યાસ એ છેવટનો જુગાર છે ■ પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજ્યની ચાવી છે
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઈ શકો છો
આપણે આપણને દોરનારી કેટલીક પાયાની લાગણીઓ વિષે વિસ્તૃત સમજણ મેળવી. જ્યારે આ લાગણીઓની નકારાત્મક અભિવ્યક્તિ થાય છે ત્યારે આપણી ભીતરની શક્તિનો નાશ કરીએ છીએ અને આપણી જાતને બાહ્ય શક્તિનો સ્વીકાર કરતાં અવરોધીએ છીએ. જો તમે આગળનાં પ્રકરણોના અંતે આપેલ ધ્યાનની વિવિધ ટેકનીકોનો અભ્યાસ કર્યો હશે તો તમે એ પણ સમજ્યા હશો કે નકારાત્મક લાગણીઓ પર કાબુ કેવી રીતે મેળવી શકાય છે અને આપણી જાતને બાહ્ય શક્તિઓને સ્વીકારવા માટે કઈ રીતે ખુલ્લી કરી શકાય છે.
હવે આપણે કેટલાક એવા બીજા મુદ્દાઓ જોઈએ, જેને આપણે જો બરાબર સમજી લઈએ તો તેનાથી આપણી જીવન શૈલી બદલી શકાશે. આ સમજણ આપણી અંદર પરિવર્તન લાવશે.
દસ મિનિટનો પ્રયોગ
દસ મિનિટ માટે એક ખૂબજ સહેલો પ્રયોગ કરો. પેન અને કાગળ લો. કોઈ એકાંત જગ્યામાં એકલા બેસી જાવ. તમારા મનમાં જે કંઈ પણ વિચારો આવે તેને લખી નાખો. જાણે કે તમારા મનમાં અસલમાંથી આબેહૂબ નકલ કરનારું સોફ્ટવેર મૂક્યું હોય તેમ જ તમને જે કોઈપણ વિચારો આવે તેને એ જ રૂપે લખી નાખો. તેમાં કોઈ સુધારો-વધારો ના કરો કે તેને દબાવો નહીં. આ પ્રયોગ માત્ર તમારા માટે જ છે. તમે શું લખ્યું છે, એ કોઈ જોવાનું નથી. જેવી રીતે ટેપ રેકોર્ડ સાથે નકલ કરનાર સોફ્ટવેર જોડ્યું હોય અને એ બધું આબેહૂબ નકલ કરે, એવી જ રીતે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તેને શબ્દશઃ લખી નાખો. દસ મિનિટ પછી જુઓ કે તમે શું લખ્યું છે ? તમે આશ્ચર્ય ચકિત થઈ જશો ! તમે જોઈ શકશો કે તમારા મનમાં વિચારો જે રીતે ઉદ્ભવે છે તેમાં કોઈ તર્ક જ નથી !
દા.ત. તમે રસ્તા પર એક કૂતરો જુઓ છો કે તરત જ તમને તમે નાના હતા ત્યારે જે કૂતરાથી તમે ડરતા હતા તે કૂતરાની યાદ આવે છે અથવા જે કૂતરા સાથે રમતા હતા તેની યાદ આવે છે. પછી વિચારો બાળપણના હશે, પછી તમે તમારા શિક્ષક સાથે જે ઓરડામાં બેસતા હતા તેના, શિક્ષક જે ઘરમાં રહેતા હતા એ ઘરના વિચારો આવશે. હમણાં જ રસ્તા પર જોયેલા કૂતરાને અને બાળપણના શિક્ષક વચ્ચે કોઈ તાર્કિક સંબંધ નથી. છતાં પણ તમે રસ્તા પરના અજાણ્યા કૂતરાને જોઈને થોડીજ ક્ષણોમાં
બાળપણની એક બાબત પરથી બીજી બાબત તરફ ફંગોળાયા કરો છે. એને ‘વિચાર’ પણ ના કહી શકાય. આ માત્ર જોડાણો છે. તમે કૂતરાને બાળપણ સાથે અને બાળપણને શિક્ષક સાથે જોડો છો. અને આ રીતે આગળ વધતા જાવ છો.
જો તમે આ માનસિક કસરત માત્ર એક વખત કરશો તો, તેમાંથી કેળવાતી સમજણથી જ તમે તમારી જાત વિશે જે રીતે વિચારો છો એ રીતે વિચારવાની રીત જ બદલાઈ જશે, અને તમે તમારી જાત સાથે અને બીજા લોકો સાથે જે વર્તાવ કરો છો તે બદલાઈ જશે. તમારું આખું જીવન જ પરિવર્તિત થઈ જશે.
આપણું મન કેવી રીતે કામ કરે છે ?
આપણે વિચારોનું સર્જન કરીએ છીએ અને તેને કેવી રીતે અર્થ આપીએ છીએ ? આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ ?
મનનો સ્વભાવ
મનમાં વિચારો કેવી રીતે વહે છે અને આપણે તેને કેવી રીતે જોડીએ છીએ તેને સમજવા માટે હું તમને એક આકૃતિ આપુ છું.
આપણા મનનો દરેક વિચાર અહીં ચોરસ અથવા લંબચોરસમાં દર્શાવ્યો છે. દરેકનો આકાર, પરિમાણ અને રંગ અલગ અલગ છે. ભિન્ન ભિન્ન વિચારો સતત તમારા મનમાં વહેતા રહે છે. કોઈ એક વિચાર પીડા સાથે અથવા પીડાદાયક અનુભવ સાથે જોડાયેલો હોઇ શકે છે. બીજો કોઇ વિચાર આનંદ સાથે અથવા આનંદ દાયક અનુભવ સાથે જોડાયેલો હોઇ શકે છે. જે વિચાર આનંદ સાથે જોડાયેલ હોય પણ તમે જેને પીડા દાયક છે તેમ વિચારો છો તેને આકૃતિમાં JP તરીકે દર્શાવ્યો છે. એવી જ રીતે તમને પીડાના અનુભવ સાથે સંકળાયેલ વિચાર આવ્યો પણ તમે તેને આનંદ દાયક સમજો છો તો તેને આકૃતિમાં PJ તરીકે દર્શાવ્યો છે.

સામાન્ય રીતે તમારા બધાજ વિચારો તમારા ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે જોડાયેલ હોય છે. વર્તમાનમાં તમારી પાસે કોઇ વિચાર હોતા જ નથી. વર્તમાન ક્ષણમાં તમારી પાસે માત્ર જાગૃતતા જ હોઇ શકે છે. તમારા વિચારો કાંતો ભૂતકાળમાં થયેલા સુખદ અનુભવ સાથે જોડાયેલા હોય છે, જે અનુભવો તમે ભવિષ્ય માં પણ ઇચ્છો છો અથવા તો ભૂતકાળના પીડાદાયક અનુભવો સાથે જોડાયેલા હોય છે જેને તમે ફરીથી ઇચ્છતા નથી.
અચાનક કોઇ ગંભીર સમસ્યા ઊભી થઈ હોય ત્યારે પણ, તમને હકારાત્મક વિચાર આવી શકે છે, એવી જ રીતે આનંદની શ્રેષ્ઠ ક્ષણોમાં પણ તમને તેની સાથે સંકળાયેલા હોય તેવો નકારાત્મક વિચાર આવી શકે છે. દરેક વિચાર સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે પહેલાના વિચારથી તદ્દન સ્વતંત્ર છે. માટેજ દુઃખ ના વિચારોની વચ્ચે પણ તમને ખુશીનો વિચાર આવી શકે છે. અને તેનાથી ઉલટું પણ બની શકે છે.
સમજી લો કે, કોઇપણ બે વિચારો તાર્કિક રીતે જોડાયેલા હોતા નથી. કોઈ વિચાર બીજા વિચારના સર્જન માટે જવાબદાર નથી. બધા જ વિચારો અસ્તવ્યસ્ત રીતે, સ્વતંત્રપણે અને અતાર્કિક પણે ઉદ્ભવે છે.
વિચારોના આ અવ્યવસ્થિત પ્રવાહની પકડમાંથી તમે કઈ રીતે મુક્ત થશો ? આપણે અહીં વારંવાર ‘પકડમુક્ત’ શબ્દ વાપરીએ છીએ તેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે સમજી લઈએ. આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ ત્યારે આપણે પહેલા ગીયરમાંથી બીજા ગીયરમાં, બીજામાંથી ત્રીજા ગીયરમાં જતી વખતે ન્યુટ્રલ ગીયરમાંથી પસાર થવું પડશે. ને પછીજ પછીના ગીયરમાં જઈ શકાય છે. બરાબર ? આવી જ રીતે આપણાં મનમાં પણ બે વિચારો વચ્ચે ન્યુટ્રલ અવકાશ હોય છે. બે વિચારો વચ્ચેનો આ ન્યુટ્રલ અવકાશ એટલે જ મૌન, અને એટલે જ શાંતિ અને દિવ્ય આનંદ. જ્યાં સુધી આપણે વિચારોના અસ્તવ્યસ્ત જોડાણોના વમળમાં અટવાતા નથી. વિચારોને ભૂતકાળ કે ભવિષ્ય સાથે જોડતા નથી. ત્યાં સુધી આપણે ‘પકડ મુક્ત’ છીએ. આપણે વિચારોથી જેટલા ‘પકડમુક્ત’ રહીએ છીએ, એટલા જ વિચારો વચ્ચેના ન્યુટ્રલ અવકાશ પ્રત્યે આપણે વધારે જાગૃત બનીએ છીએ, વિચારોના પ્રવાહથી આપણે મુક્ત રહીએ છીએ ત્યારે આપો આપ જ ન્યુટ્રલ અવકાશનું સ્થાન વિસ્તાર પામે છે. આર્થી આપણે એ સ્થાનમાં વધારે ને વધારે લાંબો સમય વધારે ને વધારે શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ કરીએ છીએ.
જાગૃતતા
સર્વોત્કૃષ્ટ ચાવી
જ્યારે તમે અચાનક જાગૃત થાવ છો, ત્યારે તમારી સામે પ્રવાહીત થતો કોઈપણ વિચાર એ ક્ષણ માટે તમારું જીવન બની જાય છે. એ વખતે તમે એ વિચારને પરિપૂર્ણ કરવા માટે અથવા તો તેમાંથી દૂર ભાગવા માટે તેના તરફ ધ્યાન રાખવાનું શરૂ કરો છો. આ પ્રોજેક્ટરની સામે મૂકેલી સ્લાઇડ જેવું છે. પ્રોજેક્ટરની લાઇટ સામે કોઈપણ સ્લાઇડ મૂકવામાં આવે તો તેમાંનુ દૃશ્ય પરદા પર વાસ્તવિકતા જેવું જ દેખાય છે. સમસ્યા એ છે કે તમારા ભીતરી અવકાશમાં પ્રોજેક્ટરની લાઇટ સતત ચાલુ નથી હોતી. એ ચાલુ થાય છે અને બંધ થાય છે. આવે છે અને જાય છે. તમે સંપૂર્ણ પણે સતત સભાન નથી હોતા. જ્યારે હું પ્રોજેક્ટરની લાઇટ કહું છું ત્યારે મારા કહેવાનો અર્થ તમારી જાગૃતતા છે.
ઘણી વખત તમારી આંખો ખુલ્લી હોય અને તમારું શરીર હલનચલન કરતું હોવા છતાં પણ તમે તમારા અસ્તિત્વ પ્રત્યે જાગૃત હોતા નથી. તમારી રોજિંદી જિંદગીના એક ઉદાહરણની જેમ જ્યારે તમે તમારી કારમાં બેસો છો અને અર્ધો કલાક કાર ચલાવીને તમારી ઓફિસે પહોંચો છો. ગાડી પાર્ક કરો છો અને બહાર નીકળો છો ત્યારે તમને અચાનક ભાન થાય છે કે “ઓહ હું આટલી વારમાં ઓફિસે પહોંચી ગયો !” આનો મતલબ એ છે કે કાર ચલાવતી વખતની એ ક્ષણોમાં મોટા ભાગનો સમય તમારી પ્રોજેક્ટર લાઇટ બંધ હતી.
જે ક્ષણોમાં તમારી પ્રોજેક્ટર લાઇટ, તમારી જાગૃતતા બંધ હોય એ વખતે તેની સામે મૂકેલી કોઈપણ સ્લાઇડ તમારી જીંદગીનો ભાગ નથી. તમે તેને યાદ પણ રાખતા નથી. જ્યારે ફરી વખત લાઇટ ચાલુ થાય છે, જ્યારે તમારી જાગૃતતા પાછી આવે છે, ત્યારે જે કોઈપણ વિચાર ઉદ્ભવે છે, એ સમયે એ તમારું જીવન બની જાય છે. સમજી લો કે આ એક ખૂબ જ છૂપું સત્ય છે. જ્યારે તમે અજાગૃત અથવા જાગૃત હો છો એ વખતના બધા વિચારોની સમગ્રતા જ તમારું જીવન છે.
કમનસીબે, ઘણી વખત એવા વિચારો હોય છે, ઘણા અગત્યના નિર્ણયો લેવાતા હોય છે અને જીંદગીને બદલી નાખતા બનાવો બનતા હોય છે જ્યારે આપણે જાગૃત નથી હોતા. આ પણ તમારી જીંદગીનો હિસ્સો, તમારા જીવન ચરિત્રનો ભાગ હોય છે. તમારી જાણ બહાર જ આવી બાબતોએ તમારી જીંદગીમાં મહત્ત્વપૂર્ણ રીતે યોગદાન કર્યું હોય છે.
સ્પષ્ટ રીતે સમજી લો કે, તમારી જીંદગીની જે જે ક્ષણોમાં તમે જાગૃત નથી ત્યારે તમે વર્તમાનમાં હાજર નથી અને એ જ તમારું દુઃખ છે, તમારી પીડા છે. સીધી રીતે અથવા આડકતરી રીતે તમે જ દુઃખદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરો છો. આ એના જેવું છે કે તમે કારની સિગ્નલ લાઇટ ચાલુ તો કરો છો પણ તમને ખબર નથી કે આ ક્યારે ચાલુ થાય છે અથવા ક્યારે બંધ થાય છે. એવી જ રીતે તમારી જાગૃતતા ઝબકે છે. પરંતુ તમારી જાગૃતતાની ખામીને લીધે તમે જાણી શકતા નથી.
એક દિવસ મેં એક જોક વાંચી હતી : એક માણસ ગાડીમાં બેઠો અને ગાડી ચાલુ કરી, તેણે વળાંક દર્શાવતી લાઇટ ચાલુ કરી અને તેના દીકરાને લાઇટ ચાલે છે કે નહીં તે જોવા કહ્યું.
તેના દીકરાએ કહ્યું "હા એ ચાલુ છે.... ના બંધ છે.... હા... ચાલુ છે.. ના બંધ છે... હવે ચાલુ થઈ.’’
જો તમે માત્ર તમારી સામે પ્રવાહિત થતા વિચારોને જોશો તો અચાનક જ તમને ભાન થશે કે “અરે ભગવાન, મારી અંદર આવી બધી બાબતો ચાલી રહી છે! મને ખબર જ નથી પડતી કે હું ક્યાં જઈ રહ્યો છું! હું જાણતો જ નથી કે મારી અંદર શું બની રહ્યું છે !’’
તમે જાગૃત નથી પરંતુ તમે સતત એવું જ માનો છો કે તમે જાગૃત છો. આ જ સૌથી પહેલો ભ્રમ છે.
જો તમે સતત જાગૃત રહી શકો તો તમે પહેલી વખત વાસ્તવિકતા સામે ખુલો છો. કદાચ શરૂઆતમાં તમને એનો તીવ્ર અનુભવ થાય કારણ કે અત્યાર સુધી તમે મોટા ભાગનો સમય અજાગૃતતામાં જ વિતાવ્યો છે. અંતે તો જાગૃતતા તમને ખુશી અને દિવ્ય આનંદના અનુભવ તરફ દોરી જશે.
તમારા સાચા ભૂતકાળ બાબતમાં તમે જાગૃત
નથી
તમારી સમક્ષ બની રહેતી બધી જ ઘટનાઓ પ્રત્યે તમે જાગૃત નથી. આ પહેલું સત્ય છે. તમે તમારી જીવનકથા જેવી રીતે ગુજરી હોય તેવી જ યાદ રહેતી નથી. તમે તમારી ઇચ્છાનુસાર જ યાદ રાખો છો.
આ એક સાદુ ઉદાહરણ લઇએઃ તમારી જીંદગી સુખ, દુઃખ, દોષભાવના, પીડા અને હતાશા સાથે સંબંધિત બનાવોથી ભરેલી છે. તમે જીંદગી જેવી છે તેવી જ નથી જોતા. સામાન્ય રીતે તમે શું કરો છો ? તમે દુઃખ સાથે સંબંધિત બનાવો ભેગા કરો છો અને એક શાફ્ટ (ધરી) બનાવો છો, આ બધા વિચારોને જોડીને તમે વિચારો છો કે તમારી જીંદગી દુઃખ સિવાય બીજું કશું જ નથી. તમે વિચારો છો કે તમારું જીવન દુઃખ ભરી ઘટમાળ, દુઃખની શાફ્ટ (ધરી) છે.
તમે ખુશીના શાફ્ટ (ધરી) નું ભાગ્યેજ નિર્માણ કરો છો. જવલ્લેજ તમે સુખના બનાવોને ભેગા કરો છો, સુખની ધરી બનાવો છો અને તમને જીંદગી આનંદ દાયક છે એવું લાગે છે. આવું ફક્ત આનંદની ધરી પર નોંધાતા પ્રસંગો સંખ્યાની દૃષ્ટિએ જ ઓછા હોય છે એમ નથી,
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઈ શકો છો
ગુણવત્તાની દૃષ્ટિએ પણ તે વિરલ હોય છે. મોટાભાગના સમયમાં તમે બધી પીડાદાયક સ્મૃતિઓ અને દુઃખદ બનાવો જ ભેગા કરો છો અને એવો ખ્યાલ રચો છો કે જીવન માત્ર પીડા જ છે.
જે ક્ષણે તમે એવું માનવા લાગો છો કે જીંદગી સતત પીડાદાયક ઘટનાઓની ઘટમાળ છે, એ ક્ષણે તમે અજાણતાં જ એ માન્યતાને વધારે દૃઢ કરવાનો પ્રયત્ન કરો છો, અને તેમ છતાં પણ તમે જાણી જોઈને, દુઃખની ધરીને તોડવાનો પ્રયાસ કરો છો. મહેરબાની કરીને સમજી લો કે, જીંદગી પીડા અથવા ખુશીનો શાફ્ટ છે એવી તમારી માન્યતા તમે અજાગૃત છો ત્યાં સુધી જ ટકી રહેશે. તમે જાગૃત થશો ત્યારે નહીં હોય.
તમારી જાગૃતતા અને તમારા આંતરિક અવકાશમાં ગોરંભાયેલા વિચારો વચ્ચેનો સંબંધ
જો સામાન્ય રીતે તમે વાસનાયુક્ત વિચારોનો આનંદ માણો છો તો પછી જ્યારે પણ વાસના પૂર્ણ વિચારો તમારી સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે તમે જાગૃતતામાં આવો છો, એટલે કે ‘હું’ અસ્તિત્વ ધરાવું છું એમ અનુભવો છો. જો સામાન્ય રીતે તમે હિંસાત્મક વિચારોનો આનંદ માણો છો, અને જ્યારે હિંસાત્મક વિચારો તમારી સિસ્ટમમાં આવે છે, ત્યારે તમે જાણો છો કે ‘તમે’ અસ્તિત્વ ધરાવો છો. તમને લાગે છે કે ‘મારું’ અસ્તિત્વ છે. આ બાબતને હું વિષચક્ર કહું છું : તમે વારંવાર નકારાત્મકતા અને નકારાત્મકતાને અધિકાર સંપન્ન કરો છો અને તમારી જીંદગીમાં પાછી લાવો છો : તમે નકારાત્મકતા વધારે ને વધારે શક્તિશાળી બનાવીને જીંદગીમાં પ્રવેશ કરાવો છો અને એક પ્રકારની રોમાંચકતા પ્રગટ કરો છો.
અસ્તિત્વ જ ન ધરાવતો શાફ્ટ (ધરી) તમને તમારી જીવનકથા જેવી બની હતી તેવી જ યાદ નથી. તમે જેવી ઈચ્છો છો તેવી જ યાદ છે.
પીડાનો શાફ્ટ (ધરી) તમારા જીવનમાં પીડાદાયક ઘટનાઓને નોતરે
ભારતના પ્રબુદ્ધ માસ્ટર રમણ મહર્ષિએ સુંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે : એક કૂતરો સુકું હાડકું ચાવે છે. તે જેવો હાડકું ચાવે છે ત્યારે હાડકાંની અણીઓ તેના મોંમાં વાગે છે અને તેના મોંમાંથી લોહી નીકળે છે. કૂતરો વિચારે છે કે લોહી હાડકામાંથી આવી રહ્યું છે અને તે લોહીનો સ્વાદ માણે છે. તે લોહીના સ્વાદનો આનંદ માણવા માટે હાડકું ચૂસવાનું ચાલુ રાખે છે ! તેને ભાન થતું જ નથી કે તે લોહી તેના પોતાના મોંમાંથી આવી રહ્યું છે અને હાડકામાંથી આવતું જ નથી.
જો હિંસા તમને રોમાંચિત કરે છે, તો તમે એવા પ્રકારના બનાવો તમારી જીંદગીમાં બને તેની રાહ જુઓ છો. પીડા તમને રોમાંચિત કરે છે તો, જો તમે એવું માનો છો કે જીંદગી પીડાનો શાફ્ટ (ધરી) છે, તો તમારી આ માન્યતાને દ્રઢ કરે એવા બનાવોની રાહ જુઓ છો અને તમારી માન્યતા દ્રઢ કરો છો. આ માણસની સામાન્ય માનસિકતા છે. લોકો હિંસાની ધરીને અથવા પીડાની ધરીને તોડી નાંખવા માંગે છે એવો દાવો કરે છે, તેમ છતાં પણ તેઓ અંદરખાને છૂપી રીતે તેને પોષણ આપે છે.
પીડાની ધરી
હું તમને વિશેષ ઊંડાણથી સમજાવું. જે પીડા તમે દસ વરસ પહેલાં, નવ વરસ પહેલાં, સાત વરસ પહેલાં, ત્રણ વરસ પહેલાં, અને ગઈકાલે અનુભવી હોય તો, આ બધી પીડા એક બીજીથી જોડાયેલ નથી, આ બધી જ પીડાઓ સ્વતંત્ર, વ્યક્તિગત બનાવો છે. પરંતુ તમે આ બધી પીડાઓને એક બીજા સાથે જોડવાનું શરૂ કરી દો છો અને પીડાની ધરીનું સર્જન કરો છો. તમે આ કાલ્પનિક ધરીઓને જોડી દો છો અને એક મોટી ધરી બનાવો છો. તમે એવું વિચારવાનું અને માનવાનું શરૂ કરો છો કે "મારી આખી જીંદગી પીડા છે" શું આ સાચું છે ? ના ! વચ્ચે વચ્ચે તમારી જીંદગીમાં અનુભવેલ સુખદ બનાવોનું શું થયું ? તે બસ ભૂલાઈ ગયા છે. તેને પકડીને ક્યારેય ધરી બનાવી નથી, માટે ધરી, કોઈપણ ધરી ક્યારેય સાચી હોતી નથી, કારણ કે તમારી સંપૂર્ણ જીંદગીના માત્ર થોડાક અંશો ઊપર કેન્દ્રિત થયેલ હોય છે.
પહેલાં તો તમે પીડાદાયક સ્મૃતિઓને તેના ઊપયોગના હેતુથી સાચવી રાખો છો. તમે બધીજ પીડાની નોંધ રાખો છો. મોટે ભાગે મેડિકલ હિસ્ટ્રી માટે અથવા તમારા ડૉક્ટરને કહેવા માટે આવી રીતે તમે એવું માનવાનું શરૂ કરી દો છો કે તમારી જીંદગીમાં બનેલી બધીજ પીડાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તમે નક્કી કરી નાખો છો કે તમારી જીંદગી પીડા જ છે; તમારી જીંદગી દુઃખોથી ભરેલી છે. જે ક્ષણે તમે એવા નિર્ણય પર આવો છો કે જીંદગી દુઃખદાયક છે અથવા પીડાદાયક છે, એ ક્ષણે તમે તમારી જાત માટે નર્કનું સર્જન કરી દો છો.
દા.ત. ગઈકાલ સુધી તમે ફક્ત ચાલતા હતા, તમે ઉડી શકવા માટે શક્તિમાન નહોતા. તમે જાણો છો કે ભૂતકાળમાં તમે ક્યારેય ઉડ્યા જ નથી. તમારે માત્ર ચાલ્યા જ છો. શું તમે માની શકો કે આવતીકાલથી તમે ઉડવાનું શરૂ કરી શકશો ? તમે નહીં કરી શકો. તમે જાણો છો કે આવતી કાલે પણ તમે માત્ર ચાલતા જ હશો. તમે યાદ રાખેલા ભૂતકાળના અનુભવોના આધારે ભવિષ્યનું અનુમાન કરો છો, અને ઘણી બધી નવી સંભાવનાઓને જતી કરો છો.
આનંદની ધરી
તમે દસ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, નવ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, ત્રણ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, એક વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, આ બધા જ અનુભવો સ્વતંત્ર, વ્યક્તિગત અને છુટા હોય છે; કાલ્પનિક ધરીઓ છે. વર્તમાનમાં તમે આ બધી જ ધરીઓને જોડીને આનંદની એક મોટી ધરીનું નિર્માણ કરો છો.
રજાઓ ગાળવા માટેના કોઈ આરામગૃહની જેમ તમે કોઈ વસ્તુ, શોક, આનંદ, કોઈ વ્યક્તિ કે સ્થળની સાથે સાંકળીને તમારી ખુશીને ઓળખાવો છો. હવે તમે વારંવાર તમારી જીંદગીમાં એ બધું યાદ કરો છો. એજ વ્યક્તિ, એજ વસ્તુ, એજ જગ્યા, એજ બનાવ ! ભલે તમે ગમે તેટલો પ્રયત્ન કરો, તો પણ ફરીથી એવો જ આનંદદાયક અનુભવ નહીં કરી શકો. આ બાબત તમને ફરીથી પીડામાં ધકેલે છે !
પીડાની ધરી અથવા આનંદની ધરી- બન્ને દુઃખ તરફ દોરી જાય છે
જીંદગીમાં, આપણે સતત કાંતો પીડા અથવા આનંદની ધરીઓનું નિર્માણ કરતા રહીએ છીએ. એક વખત જો તમે પીડાની ધરી બનાવી તો તમે તેને તોડવાનો પ્રયત્ન કરો છો. જો તમે આનંદની ધરીનું નિર્માણ કરો છો તો તેને તમે વધારેને વધારે લંબાવવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તમે જાણતાં નથી કે આનંદની ધરીને લંબાવી શકતા નથી કે પીડાની ધરીને તોડી શકતા નથી કારણ કે ધરીનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તે માત્ર પસંદ કરેલી યાદો જ છે. ધરી માત્ર તમારી કલ્પના જ છે.
વિચારો માછલીની ટાંકી (એક્વોરીયમ)માં
ઉઠતા પરપોટા જેવા છે
આપણામાં ઉઠતા એક પછી એક વિચારો વચ્ચે કશીય સંકલનના નથી હોતી. વિચારો વચ્ચે માત્ર એક જ સંબંધ છે તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. પરંતુ આપણે એક વિચારને પછીના વિચાર સાથે સતત સળંગ જોડતા રહીએ છીએ.

જેવી રીતે માછલીની ટાંકીમાં તળીયેથી પરપોટા ઉઠે છે તેવી જ રીતે આપણા વિચારો પણ ઉદ્ભવે છે; એક પરપોટો તળીયેથી સપાટીને ઉપર આવે છે અને પછી બીજો પરપોટો શરૂ થાય છે, પછી ત્રીજો પરપોટો શરૂ થાય છે. પરપોટા ખૂબજ ઝડપથી નીકળતા હોવાને લીધે તે એક સતત પ્રવાહ જેવા દેખાય છે ! હકીકતમાં બે પરપોટા વચ્ચે અવકાશ હંમેશા હોય જ છે.
વિચારો વચ્ચે માત્ર એક જ સંબંધ છે કે તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. પરપોટાઓની જેમ જ આપણે પણ બે વિચારોની વચ્ચે તટસ્થ (ન્યૂટ્રલ) અવકાશનો અનુભવ કરીએ છીએ. જ્યાં સુધી બે વિચારો વચ્ચેનો અવકાશ અથવા તટસ્થ (ન્યૂટ્રલ) અવસ્થા ટૂંકી હોય છે, ત્યાં સુધી આપણે વિચારીએ છીએ કે વિચારો જોડાયેલા છે અને ધરીનું સ્વરૂપ બનાવે છે. પરંતુ બે વિચારો વચ્ચે હંમેશા અવકાશ તો હોય જ છે.
હું તમને એક બનેલો બનાવ કહું છું :
એક મધ્યમ વયનો આદમી મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘હું મારા પત્નીને છૂટાછેડા આપવાનો છું કૃપા કરીને મને આશીર્વાદ આપો.’ એક પિસ્તાળીસેક વર્ષ ની ઉંમરનાં સદ્ગૃહસ્થે મને કહ્યું : ‘સ્વામીજી, હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો છું, કૃપા કરીને મને આશીર્વાદ આપો.’ મેં તેને કહ્યું: હું લોકોને માત્ર લગ્નના આશીર્વાદ આપું છું. તમે છૂટાછેડા લેવા માટે મારી પાસે આશીર્વાદ શા માટે માંગો છો ?” તેણે જવાબ આપ્યો,” નહીં, તમારે મને આશીર્વાદ આપવા જ પડશે. કારણ કે મેં ખૂબજ સહન કર્યું છે. “મેં તેને કહ્યું :’’ હું વ્યક્તિને માત્ર લગ્ન માટે જ આશીર્વાદ આપું છું. એવું શું થયું કે તમે મારી પાસે આવીને છૂટાછેડા માટે આશીર્વાદ માંગો છો ?’’, તેણે જવાબ આપ્યો;’’ નહીં નહીં, સ્વામીજી તમારે મને આશીર્વાદ આપવા જ પડશે. કારણ કે મેં હદ્દ બહાર સહન કર્યું છે.’’
મેં કહ્યું; ‘‘સહન કરવાનું હંમેશા અરસ-પરસ હોય છે. એમા માત્ર લેવાનું જ હોતું નથી. તમે પણ તમારી પત્નીને પૂરો ત્રાસ આપ્યો જ હશે. માટે મહેરબાની કરીને જે બન્યું હોય તે સાચું કહો અને પછી આપણે પરિસ્થિતિનું પૃથ્થકરણ કરીશું.’’
તેણે જવાબ આપ્યો. “હું કેવી રીતે નક્કી કરું કે કયો બનાવ તમને કહેવો અને કયો છોડી દેવો ? ઘણા બધા બનાવો છે. લગ્નના પહેલા દિવસથી જ તેણે મને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તમે જાણતા નથી મેં કેવો ત્રાસ સહન કર્યો છે ! પછી તેણે તેના લગ્નના દિવસનો એક બનાવ કહ્યો.
ભારતીય ગામડાંઓમાં જ્યારે લગ્ન થાય છે, ત્યારે નવ પરિણીત યુગલો લગ્ન સમારંભ પૂરો થાય પછી અમુક રમતો રમે છે. એમાંથી એક રમતમાં, પાણીથી ભરેલા વાસણમાં એક વીંટી નાંખવામાં આવે છે. પતિ-પત્ની બન્ને પાણીમાં હાથ નાખે છે અને વીંટી પહેલાં કોણ શોધી કાઢે તેની હરિફાઈ કરે છે. આવી નાની રમતો મુખ્યત્વે નવ પરિણીતો વચ્ચેનું અજાણપણું દૂર કરવા માટે રમાડાય છે કારણ કે ગોઠવાયેલ લગ્નોમાં વરકન્યા લગ્ન વિધિ વખતે પહેલી વખત જ મળતાં હોય છે આવી નાની રમતો તેમની વચ્ચેનું અંતર ઓછું કરે છે કારણકે તેઓ એકબીજા માટે નવાં હોય છે.
આ માણસે કહ્યું; “વીંટી શોધવાની રમત વખતે તેણે મારા હાથ પર ઉઝરડો પાડયો હતો. તેના નખથી મારા હાથ પર ઉઝરડો કર્યો હતો !” અને પછી તેણે એ દિવસ પછી જે કંઈ બન્યું હતું તેના વિષે મોટી વાર્તા કહેવાનું કરી દીધું ! તેણે સહેતુક પોલિસ રિપોર્ટની જેમ પોતાના લગ્નના પહેલા દિવસથી આજ સુધીની ફાઈલ બનાવી રાખી હતી.
બે ત્રણ બનાવોના વર્ણન પછી મેં તેને કહ્યું; મહેરબાની કરીને હવે અટકો ! જો આવું જ હોય તો છૂટાછેડા લેવા માટે તે તમારા કરતાં વધારે ખુશ હોવી જોઈએ. જે વ્યક્તિ પોતાના મગજમાં આટલી મોટી અને વિગતવાર ફાઈલ રાખતી હોય તેની સાથે રહેવું ખૂબજ મુશ્કેલ ભર્યું કામ છે!” પેલી કોઈપણ વખતે કંઈપણ કરે તરત જ આ માણસ ફાઈલોમાં જુએ છે.
પછી તેણે મને છૂટાછેડા માટેનું તાજું કારણ કહ્યું. તેણે કહ્યું; “તેણે મારા કપડાં પર કોફી રેડી! મેં તેને કહ્યું, “તમારા કપડાં પર કોફી રેડી એ કંઈ છૂટાછેડા માટેનું કારણ ના કહેવાય!”
તેણે કહ્યું; “ના, તમે જાણતા નથી. આજે તેણે કોફી રેડી; કાલે તે મારા પર એસિડ રેડી શકે છે!” તેણે ખરેખર આવું કહ્યું. હું કોફી અને એસિડ વચ્ચેનો સંબંધ સમજી શક્યો નહીં. મેં તેને પૂછ્યું તમે કોફી અને એસિડને કેવી રીતે જોડી શકો. ફરીથી તેણે કહ્યું; “નહીં, નહીં સ્વામીજી તમે જાણતા નથી.”
એ કદાચ વધારે પડતી વાત કરે છે એમ સમજીને તમને કદાચ હસવું આવશે. પરંતુ તમે ગહનતાથી તમારી જીંદગીમાં નજર કરો. તમે પણ આમજ કરી રહ્યા છો. સતત અતાર્કિક જોડાણો પેદા કરી રહ્યા છો. તમે બનેલા બનાવો એકબીજાથી સ્વતંત્ર છે એ ભૂલી જાવ છો. તમે વિચારો સ્વતંત્ર છે એ જોવાનું ભૂલી જાવ છો.
જો તમે માત્ર ‘પકડ-મુક્ત’ રહેવાની સરળ ટેકનીક શીખી જાવ તો તમે તમારી સિસ્ટમમાં, તમારી હસ્તીમાં શક્તિનો નોંધપાત્ર જથ્થો જાળવી રાખી શકો છો. પરિણામે, તમે વિશેષ ઉત્પાદક અને સર્જનાત્મક બનશો. તમારા સંબંધો વધારે લાગણી ભર્યા બનશે. કારણ કે તમે એકબીજાને સંબંધિત નહીં હોય એવા બનાવોને જોડશો નહીં. તમે લોકોથી અથવા તમારા તરફની તેમની અપેક્ષાઓથી ગૂંગળામણ અનુભવશો નહીં. તમારી ભીતરમાં તમારી જરૂરીયાતો અને સાથે સાથે બીજા લોકોની જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માટે પ્રચંડ અવકાશ હશે. તમારી અંદર બીજા લોકો શા માટે
દુઃખ સહન કરી રહ્યા છે તે જાણવાની ભરપૂર કરુણા હશે. ફક્ત, બીજા લોકો શા માટે દુઃખી છે તે તમે જાણતા ના હો ત્યારે જ તમે તેમના તરફ નિષ્ઠુર બની શકો છો. જ્યારે તમે પકડ-મુક્ત હો છો ત્યારે તમે તમારા ભીતરી અવકાશમાં એ વ્યક્તિને સ્થાન આપી શકો છો. તમે આપોઆપ કરુણામય બની જાવ છો. તમારી સમગ્ર જિંદગી અલગ ગુણવત્તાવાળી હોય છે અને તમે દુનિયામાં અલગ વ્યક્તિ બની જાવ છો.
એ ક્યારેય ‘એક સરખું’ હોતું નથી.
આપણી જીંદગીમાં બનતી દરેકે દરેક ઘટના અલગ અલગ હોય છે. આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે ખાવું-પીવું પણ, એક સરખી નથી હોતી. દરેકે દરેક અનુભવ તેની પોતાની રીતે સ્વતંત્ર હોય છે. ગઈકાલે પાણી પીવાની ઘટના અને આજે પાણી પીવાની ઘટના બન્ને સંપૂર્ણ અલગ અલગ ઘટનાઓ છે. ગઈકાલે તમે જે ખાધું હતું એ અને આજે તમે જે ખાવ છો એ, જો ભૌતિક રીતે એક સરખું દેખાતું હોય તો પણ અલગ છે ! પરંતુ તમારું મન આ બે ઘટનાઓ વચ્ચે ધરી બનાવે છે અને કહે છે; “હું દરરોજ એક સરખો ખોરાક ખાઉં છું.”
મહેરબાની કરીને ખૂબજ સ્પષ્ટ બની જાવ, તમે દરરોજ એક જ ખોરાક ખાતા નથી. તમે ખાવાના બન્ને અનુભવો માટે ‘ખાવું’ શબ્દ વાપરો છો પરંતુ તે અનુભવો એક સરખા હોતા નથી. તમે વાપરેલા શબ્દોથી છેતરાવ નહીં. ગઈકાલનું ખાવાનું, આજનું ખાવાનું અને આવતી કાલનું ખાવાનું અલગ અલગ બનાવો છે, અલગ અલગ અનુભવો છે. તે સંપૂર્ણપણે સ્વતંત્ર અને બિન જોડાયેલ છે.
મધ્ય ભારતના એક પ્રબુદ્ધ પુરુષના જીવનનો એક સુંદર પ્રસંગ :
તેમના જીવનના છેલ્લા દસ વરસો દરમ્યાન, ડોક્ટરોએ તેમને એક ખાસ પ્રકારનું જ ભોજન લેવાનું કીધું હતું. તેમને બીજું કશું જ ખાવાની છૂટ નહોતી. તેમણે દરરોજ દિવસમાં ત્રણેય વખતે એકજ પ્રકારનો ખોરાક લેવાનો હતો.
બે વરસ પછી જે માણસ તેમના માટે રસોઈ બનાવતો હતો તે તેમની પાસે આવ્યો અને ફરિયાદના સ્વરમાં કહ્યું; ‘સ્વામીજી, હું એક પ્રકારની રસોઈ બનાવીને કંટાળી ગયો છું, તમે એકનો એક ખોરાક દરરોજ કેવી રીતે ખાઈ શકો છો?’
સ્વામીજી બસ માત્ર હસ્યા અને કહ્યું, “હું દરરોજ એક જ ખોરાક ખાતો નથી. હું દરરોજ એક જ ખોરાક કેવી રીતે ખાઈ શકું ? હું માત્ર આ ખોરાક આજે જ ખાઈ શકું. આવતી કાલનો ખોરાક સંપૂર્ણપણે અલગ છે !”
જિંદગી દરેક ક્ષણે નવી હોય છે. મન જ તેને પુનરાવર્તિત થતી હોય તેવી, કંટાળાજનક અને ભૌતિક બનાવે છે.
બસ માત્ર જતું કરો.... અને તમે ઉડી શકશો !
મેં મારા આધ્યાત્મિક ભ્રમણના દિવસોમાં જોયું હતું કે ઉત્તર ભારતના જંગલોમાં શિકારીઓ પક્ષીઓને પકડવા માટે ફાંસલાનો ઉપયોગ કરતા હતા. તેઓ બે વૃક્ષો વચ્ચે એક દોરડું બાંધે છે. દોરડાંની મધ્યમાં તેઓ નાની લાકડી ગોઠવે છે. દોરડું લાકડીના મધ્ય બિંદુએ બાંધેલું હોય છે. હકીકતમાં પક્ષીઓ માટે શિકારીઓનો ફાંસલો હોય છે.
તમે કદાચ વિચારશો, નાની લાકડીથી પક્ષી પક્ષીને
જીંદગી દરેક ક્ષણે નવી હોય છે.
મન જ તેને પુનરાવર્તિત થતી
હોય તેવી, કંટાળાજનક અને
ભૌતિક બનાવે છે.
કે વી રીતે ફ સા વ શકાય? આ કેવી રીતે શક્ય બને ? હકીકતમાં તેઓ દોરડાનો ઉપયોગ કરીને બે વૃક્ષોની વચ્ચે લાકડીને લટકાવી દે છે. બસ આટલું જ. જ્યારે પક્ષી આવીને લાકડી પર બેસે છે, ત્યારે પક્ષીનું પોતાનું વજન આખી લાકડીને ઉપર નીચે ઘુમાવે છે; તે લાકડીને ઉલટ-સુલટ ઘૂમાવે છે. હવે પક્ષી લાકડીએ લટકીને ઊપર નીચે થાય છે.
જે ક્ષણે તે ઊપર નીચે ઘૂમે છે અને પોતાના સંતુલનનું ભાન ગુમાવી દે છે ત્યારે તે સંપૂર્ણપણે ત્રાસકો અનુભવે છે અને લાકડા પરની પકડ અતિશય મજબૂત બનાવી દે છે. તે બસ લાકડીને એવી રીતે વળગી જાય છે જાણે કે તેનાં જીવનમરણનો આધાર આ લાકડી જ હોય. કારણ કે ઊપર નીચે લટકવાથી તે વિચારે છે કે, ‘જો હું લાકડાની પકડમાંથી મુક્ત થઈશ તો શું થશે ? હું નીચે પડી જઈશ અને મરી જઈશ.’
ઇતિહાસમાં એવી કોઈ નોંધ નથી કે પક્ષી નીચે પડી ગયું હોય અને તેનું માથું ફૂટી ગયું હોય ! પરંતુ આ સમજવા માટે પક્ષીમાં ડહાપણ હોતું નથી. તે લાકડી ઉપર લટકી રહે છે. તેને છોડતું નથી. તેથી તે માત્ર
પોતાની સ્વતંત્રતા જ નથી ગુમાવતું, તે પોતાની જીંદગીપણ ગુમાવી દે છે, કારણકે અંતે શિકારી તેને ફસાવીને પકડી લે છે. પક્ષીની જેમ જ, તમને ભાન થતું નથી કે જો તમે બસ તમારા મનને છોડી દો તો એ ક્ષણેજ તમે પરમહંસ બની શકો છો. એ ક્ષણે જ તમે મુક્ત થઈ જાઓ છો. તમે બસ ઉડવાનું શરૂ કરી દો છો.
લાકડી સાથે વળગેલા પક્ષીમાં જે ભય હોય છે એ જ ભય અત્યારે તમારામાં છે. તમારો ભય અને પક્ષીનો ભય એક સરખા જ છે. પક્ષી માને છે કે તે છોડી નહિ શકે, જો

તેમ કરશે તો તે મરી જશે. આવી જ રીતે તમે તમારા મનને પકડી રાખો છો અને તમને લાગે છે કે, ‘હું જતું નહીં કરી શકું. જો હું વિશ્વાસ રાખવાનું શરૂ કરું કે હું બિન-જોડાયેલ, પકડ-મુક્ત, સ્વતંત્ર રીતે અતાર્કિક વિચારો છું. તો કદાચ હું મારી જાતને ગુમાવી દઇશ.’
શિકારી ચાર અથવા પાંચ કલાક પછી આરામથી આવે છે. પક્ષીને પકડે છે, પાંજરામાં પૂરે છે અને ચાલતો થાય છે. હવે પક્ષી પાસે નથી ઉડવાની સ્વતંત્રતા કે નથી સંતુલન જાળવવા લાકડી. મૂર્ખ પક્ષી જાણતું નથી કે જો તેણે બસ લાકડીને જતી કરી હોત તો તે સરળતાથી ઉડી જઈ શક્યું હોત !

આવી જ રીતે તમે જેને તમારી ઓળખ અથવા સલામતી છે એમ વિચારો છો તેને પકડી રાખો છો, જેમ

કે તમારું શિક્ષણ, તમારું મન, તમારી જીંદગી, તમારા સંબંધો, અથવા તમારું બેંક બેલેન્સ અંતે યમ, મૃત્યુના દેવ લાકડી ખસેડવા આવે છે. જે તમારી ઓળખ છે. પછી તમે નથી પરમહંસ, નથી મુક્ત આત્મા, અને નથી તમે તમારી ઓળખને પકડી રાખવા શક્તિમાન હોતા. નથી તમારી પાસે સ્વતંત્રતા હોતી, કે નથી હોતી તમારી પાસે ઓળખની લાકડી જેને તમે વળગી રહ્યા હતા, કારણ લાકડી પોતે જ એક ભ્રમ છે.
મને કહેવા દો, જો પક્ષીએ લાકડી જતી કરી હોત અને રીલેક્સ થઈ ગયું હોત તો તેને સંતુલન મેળવવા માટે એકાદ-બે ક્ષણ જ તરફડવું પડત. પોતાની જાતે જ સંતુલન મેળવી લેવા માટે એક બે ક્ષણ જ લાગે છે તે ક્યારેય પડીને મરી ગયું ના હોત. જ્યારે લાકડીને જતી કરે છે છોડી દે છે ત્યારે કદાચ થોડી સેકન્ડ માટે તે પડી જશે એવું લાગે પરંતુ તરત જ તે પોતાની જાતે જ સંતુલન મેળવી લેત અને ઉડવાનું શરૂ કરી દેત.
ખૂબજ સ્પષ્ટતાથી સમજી લો. જતું કરો અને તમે
તમારે માત્ર ભરોંસો રાખવાનો
છે કે તમે પકડ-મુક્ત છો.
જો તમે ભરોંસો નહીં રાખો
તો પણ આ સત્ય જ છે !
ક્યારેય પડશો
નહીં અને મરશો
નહીં. તમે માત્ર
‘પરમહંસ’ બની જશો!
આ ક્ષણે તમારી જાત પર ભરોંસો કરો. તમારી ઓળખ ખોવાઈ જશે તેના વિષે ચિંતા ના કરો. માત્ર તમારી જાત પર ભરોંસો રાખો અને તમારી ઓળખને જતી કરો. તમે તરત જ ‘પરમહંસ’ બની જશો અને મુક્ત થઈ જશો. તમારે માત્ર આટલું જ કરવાનું છે, ભરોંસો રાખવાનો છે કે તમે પકડ-મુક્ત છો. જો તમે ભરોંસો નહીં રાખો તો પણ આ સત્ય જ છે !
સંઘની સલામતી રક્ષક જાળી
જ્યારે તમે પકડ-મુક્ત થાવ છો, ત્યારે તમારી જીંદગીમાં, તમારી રોજિંદી વિચાર સરણીમાં, તમારા નિર્ણયો લેવામાં, અને તમારી રોજિંદી ધરેડમાં-તમારી જીવનશૈલીમાં અમુક ક્રાંતિકારી બદલાવો આવે છે. હિંમતપૂર્વક આ ક્રાંતિમાંથી પસાર થવું, તમારી અંદર થતા પરિવર્તનમાંથી પસાર થવું, એને જ હું તપસ્યા કહું છું.
મારા પરિભ્રમણ દરમ્યાન ભાગ્યેજ કોઈ પ્રસંગે મેં એક પક્ષીને લાકડી પર વળગેલું જોયું છે. બીજું પક્ષી જે એક વખત ફાંસલામાં ફસાઈ ગયું હતું, પરંતુ તેનામાં જતું કરવાની હિંમત હતી અને તે ઉડી ગયું અને પાછું આવ્યું અને તેણે પેલા વળગી રહેલા પક્ષીને ગોદા માર્યા અને કહ્યું, “હેય! જતું કર ! રિલેક્સ થઈ જા! હું તારા જેવું જ હતું. મારે પણ આવી જ સમસ્યા હતી. જ્યારે જ્યારે હું રિલેક્સ થયું ત્યારે મેં ઉડવાનું શરૂ કર્યું. સંતુલન મેળવવામાં માત્ર બે થી ત્રણ સેકન્ડ જ લાગે છે. જ્યારે મેં પકડ છોડી દીધી ત્યારે હું ક્યારેય પડ્યું નહીં અને મારું માથું પણ ભાંગ્યું નહી અને હું મરી પણ ન ગયું. હું ફક્ત મુક્ત બની ગયું. હું ફક્ત મુક્ત પક્ષી બની ગયું. ચાલ, કમ ઓન...જતું કર !” પરંતુ વળગી રહેલું પક્ષી આ વાત માનશે નહીં.
સમજી લો કે મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે તે બીજા પક્ષીઓને મુક્ત કરે. મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે ફસાઈ ગયેલા પક્ષીઓ પાસે જાય અને તેને ગોદા મારે અને કહે કે, “તમારી જાતને મુક્ત કરો.’’ હું એ મુક્ત પક્ષી છું અને મેં તમારા માટે સલામતી રક્ષક જાળી તૈયાર કરી છે. કદાચ જો તમે પડી જશો તોપણ તમારી જાતને ઇજા નહીં થાય. રિલેક્સ ! જતું કરો, તમે માત્ર ઉડતા જ હશો ! જુઓ, ‘સંઘ’ માસ્ટરની સમાજસુરક્ષા જાળી છે. જો તમે પડી જશો, તોપણ તમારી જાતને ઈજા નહીં થાય.
સૌથી પહેલાં તો તમે પડશો જ નહીં. પરંતુ તમને સલામતીની ગહન ખાત્રી આપવા માટે સંઘઆધ્યાત્મિક સમાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું તમને બધાંને આમંત્રણ આપું છું કે આવો અને સંઘનો અનુભવ કરો.
સમજી લો કે મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે તે ફાંસલામાં ફસાયેલા બધાંજ પક્ષીઓને મુક્ત કરે, તેમને મદદ કરે, તેમની જાતને મુક્ત કરવા માટે પ્રેરણા આપે.
વાંદરાની વાર્તા
પક્ષીઓની જેમ જ શિકારીઓ પાસે વાંદરાઓને પકડવા માટેનો ફાંસલો હોય છે. તેઓ વાંદરાને પકડવા માટે નાની પેટીના ફાંસલાનો ઉપયોગ કરે છે. તેઓ નાના કાણા વાળી પેટીમાં મીઠાઈ મુકે છે. વાંદરો કાણાંમાંથી હાથ નાંખીને મીઠાઈ પકડી લે છે. જ્યાં સુધી વાંદરો મીઠાઈને મુઠ્ઠીમાં પકડી રાખે છે. ત્યાં સુધી તે તેનો હાથ પેટીના કાણાંમાંથી બહાર કાઢી શકતો નથી, કારણ કે તેની મુઠ્ઠી કાણાં કરતાં મોટી હોય છે !
જો વાંદરો મીઠાઈને જતી કરે અને મુઠ્ઠી ખોલી નાંખે તો તે તેનો હાથ તરત જ બહાર ખેંચી શકે છે. પરંતુ વાંદરો એટલો સમજદાર નથી કે તેને આ બાબતનો ખ્યાલ આવે. તે મીઠાઈને પકડી રાખે છે. અને માત્ર રાખવાથી જ તે તેનો હાથ બહાર કાઢી શકતો નથી. જો તે ફક્ત મીઠાઈને જતી કરે તો તેનો હાથ બહાર કાઢી શકે અને મુક્ત બની શકે. જો તમે આ વાર્તાનો મર્મ તમારી અંદર ઉતરવા દો તો તમે તરતજ તમારી ધરીમાંથી પકડ-મુક્ત થઈ જશો અને એ ક્ષણે જ તમે મુક્ત હશો.
વર્તમાનમાં ઉત્કટતાથી જીવવું
તમારા મૂળભૂત સ્વભાવથી તમે દરેક ક્ષણે જતું
કરતા હો છો
સદ્ભાગ્યે, તમારા મૂળભૂત સ્વભાવથી તમારામાં એક સમયે ફક્ત એક જ વિચાર હોય છે. જે ક્ષણે તમારી સિસ્ટમમાં નવો વિચાર આવે છે, તેનો મતલબ એ છે કે જૂના વિચારે તમારા પરથી તેની શક્તિ અથવા પ્રભાવ ગુમાવી દીધો છે. જો નવો વિચાર દાખલ થઈ ગયો, તેનો અર્થ છે જૂનો વિચાર છૂટી ગયો કારણ કે તમારામાં એક જ સમયે બે વિચાર હોઈ શકે નહીં. તમારામાં એક સમયે એક જ વિચાર હોઈ શકે છે. જો તમે કહો કે જૂનો વિચાર પણ છે જ, તેનો અર્થ માત્ર એ થાય કે નવો વિચાર છૂટી ગયો છે !
રામકૃષ્ણ પરમહંસે એક સુંદર વાર્તા કહી છે.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
એક વખત વિશાળ કિલ્લામાં રહેતા રાજા પર બે લાખ સૈનિકોનું શક્તિશાળી સૈન્ય આક્રમણ કરે છે. રાજાની આસપાસ માત્ર બે-ત્રણ માણસો જ હોય છે. તે ખૂબજ ભયભીત થઇ જાય છે. તેણે તેના સલાહકારને કહ્યું કે; "આ બે લાખ સૈનિકો છે અને હું એકલો છું એ લોકો મને મારી નાંખશે !''
રાજાના સલાહકારે કહ્યું, "ચિંતા ના કરો રાજા. માત્ર એક જ દરવાજો ખોલો."
એક સમયે એક દરવાજામાંથી એક જ માણસ અંદર પ્રવેશી શકશે. જેવો તે અંદર આવે કે, તમે દરવાજાની બાજુમાં ઊભા રહીને તેને મારી નાંખજો. આ રીતે એક પછી એકને મારતા જજો. વાત પૂરી ! આખા ટોળા સામે લડવાનો પ્રયત્ન ના કરો.''
જો તમે વિચારો કે તમારા બધા જ દુશ્મનો એક સાથે ભેગા થઈ ગયા છે તો તમારામાં બિનજરૂરી ભય પેદા થવાનું શરૂ થઇ જાય છે. તમારામાં બે વિચાર એક સમયે હોઇ શકે જ નહીં. તમારામાં એક સમયે એક જ વિચાર હોઇ શકે છે. આનો મતલબ એ થયો કે દરેક વિચાર પછીના વિચારની જગ્યા લઇ લે છે.
હું ફરી કહીશઃ પહેલી બાબત એ છે કે તમારામાં એક સમયે માત્ર એક જ વિચાર હોય છે.
બીજી બાબત એ છે કે જ્યાં સુધી પહેલો વિચાર ધકેલાઇના જાય ત્યાં સુધી બીજો વિચાર આવી શકતો નથી.
ત્રીજી બાબત એ છે કે જો કોઇ વ્યક્તિ આવીને મને ધકેલીને મારી જગ્યામાં બેસી જાય તો એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ મારા કરતાં વધારે શક્તિશાળી છે !
કોઇપણ વિચાર જે અંદર આવે છે અને
દરેક ક્ષણે તમારી ભીતરનો અવકાશ જૂના વિચારથી મુક્ત થયા કરે છે.
તે જૂના વિચારને બહાર ધકેલી દે છે તેથી નવો વિચાર જૂના વિચાર કરતાં વધારે શક્તિશાળી છે. આનો અર્થ એ થયો કે જે વિચાર અંદર આવે છે તેનું મૂળ વર્તમાન ક્ષણમાં છે. ત્યજી દેવાયેલ વિચાર કરતાં તેનામાં વધારે શક્તિ છે. પછી તે વિચાર ગમે તે બાબત વિષેનો હોય.
તમારા મૂળભૂત સ્વભાવથી તમે ત્યાગ કરી રહ્યા છો! તમારે ત્યાગ કરવાનું શીખવાની જરૂર નથી. મારો અહીં 'ત્યાગ' શબ્દ વાપરવાનો અર્થ છે કે તમે દરેક ક્ષણે એક પછી એક વિચારને જતો કરી રહ્યા છો. પછી જ તમારી સિસ્ટમમાં બીજો વિચાર પ્રવેશ કરી શકે છે. દરેક ક્ષણે તમારી ભીતરનો અવકાશ જૂના વિચારથી મુક્ત થયા કરે છે.
વિચારો પોતાની જાતે સતત ત્યજાઇ રહ્યા હોય છે. માત્ર ચર્ચાનો મુદ્દો એ છે કે તમે તમારા વિચારો જોડાયેલા છે એ માન્યતા પેદા કરો છો, તમારી સમસ્યા દુઃખોની સાંકળની ધરીની છે. તમે એમ માનો છો કે તમારે સમસ્યા છે, એ જ એક માત્ર તમારી સમસ્યા છે.
દરેક ક્ષણે તમારી ભીતરના અવકાશનું નવા આવતા વિચાર દ્વારા શુદ્ધિકરણ થતું રહે છે. જો તમે આ પ્રક્રિયાને સતત ચાલવા દો તો આપોઆપ ચાલ્યા કરશે અને જાતે જ સ્વચ્છ પણ કરતી જશે. તમારે તમારા મનને સાફ કરવાની જરૂર નથી. તમારે એટલું જ કરવાની જરૂર છે કે બસ બહાર જતા રહો. બસ તમારી સિસ્ટમમાંથી બહાર નીકળી જાવ, જેથી સિસ્ટમ પોતાની રીતે તેનું કામ ચાલુ રાખી શકે.
એક મહત્ત્વનું સત્ય તમારે જાણી લેવું જોઇએ કે જો તમે ઈચ્છો તો પણ, જાગૃતપણે પ્રયત્ન કરો તોપણ, તમે દુઃખને લાંબો સમય સુધી પકડી રાખી શકતા નથી. જો તમે તેને પકડી રાખવાનો પ્રયત્ન કરો છો, તો પણ તમારા દુઃખને પકડી રાખી શકતા નથી કારણ કે જે વિચાર દુઃખ પેદા કરે છે તેને પણ બીજા નવા વિચારો સતત ખસેડતા રહે છે ! હકીકતમાં, દુઃખને પકડી રાખવા માટે તમારા પક્ષે ઘણા બધા પ્રયાસોની જરૂર પડે છે કારણ કે વિચારો સતત વહેતા રહે છે.
તમારા વિચારોને એકબીજાનું સ્થાન લેતા
રહેવા દો
તદ્દન સ્પષ્ટ બની જાવ, નવો વિચાર લાવવાની તમારી શક્તિ પોતે જ સાબિત કરે છે કે તમારામાં જૂનો છોડી દેવાની શક્તિ છે જ. સમસ્યા એ છે કે, તમે તમારામાં વહેતા નવા વિચારનું નિરીક્ષણ કરવાને બદલે તમે તમારી સિસ્ટમમાં જૂના વિચારને પાછો લાવવાનો પ્રયત્ન કરો છો. આ નિરર્થક ડીલીટ કરી દીધેલા ઇ-મેઇલોને ઇનબોકસમાં પાછા લાવવા જેવું છે. શું નિરર્થક ગણેલા ઇમેઇલને પાછો લાવવાની કોઈ જરૂર છે ? ના ! જો તમે સતત જૂના વિચારોને પાછા લાવીને જોયા કરશો તો, તમે માત્ર દુઃખી જ થશો.
સમજી લો કે જો તમે એ તથ્યની પુષ્ટિ આપો કે કોઈપણ દુઃખને તાજા વિચારોના પ્રવાહથી દૂર કરી શકાય છે, તો પછી એ તમારા માટે વાસ્તવિકતા બની જાય છે. અને ત્યાં દુઃખ છે જ નહીં. જો તમે એ વિચારને પોષણ આપો છો, ‘ના, હું ગમે તેટલી વખત બદલી નાખું છતાં દુઃખ પાછું આવે છે.’ તો તમે તેને વાસ્તવિકતા બનાવશો. જો તમે દુઃખ પાછું આવશે એ વિચારને મા બનીને પોષણ આપો છો તો તે પાછું આવશે જ. જો તમે મા બનીને વિચારને કહેશો કે તે દૂર જઈ રહ્યો છે તો તે દૂર જતો રહેશે.
તમારે જે કંઈ સમજવાની જરૂર છે તે એ છે કે જો તમે એકવાર પણ પહેલા વિચાર પર પાછા ફરવાની જગ્યાએ નવા વિચારને સ્થાન આપો છો તો તમારામાં આત્મવિશ્વાસ આવી જશે, “મેં તેની જગ્યાએ એક વખત બીજા વિચારને આવવા દીધો છે, હું આ ફરી વખત કરી શકું છું.” પછી તમે તમારી જાતને કહી શકો છો, “જો જૂનો વિચાર દસ વખત પાછો આવે છે, તો તેની જગ્યા હું દસ વખત નવા વિચારને લાવી શકું છું.” બસ, આટલું જ. તમે તરતજ જોઈ શકશો કે જૂનો વિચાર આવતો બંધ થઈ જશે.
બુદ્ધની જીંદગીનો એક ખૂબ જ સુંદર બનાવ છે :
બુદ્ધ કહે છે, “ધ્યાનમાં મેં જ્યારે પણ એમ કહ્યું, હું થોડા કલાકો પછી જાગી જઈશ, હું ક્યારેય પ્રબુદ્ધ બની શક્યો નહીં. એક વખત મેં સંકલ્પ કર્યો કે, ‘જો હું પ્રબુદ્ધ નહીં થાઉં, તો હું આ બેઠક પરથી ઊભો નહી થાઉં, ભલે આ જગ્યાએ જ આ શરીર સુકાઇ જાય. જ્યાં સુધી હું પ્રબુદ્ધ નહીં થાઉં, ત્યાં સુધી હું અહીંથી ખસીશ નહીં.’ બુદ્ધ કહે છે કે, જે ક્ષણે મેં મજબૂત સ્પષ્ટતા પેદા કરી, દૃઢ સંકલ્પ કર્યો, પછીની ક્ષણે જ તે પ્રબુદ્ધ થઈ ગયા, તેમને આત્મસાક્ષાત્કાર થઇ ગયો !
જ્યારે તમે તમારા દુઃખને દુર કરવા બેસી જાવ છો અને વિચારો છો. “આજે હું તેને દસ વખત દૂર કરીશ. જો તે અગિયારમી વખત પાછું આવશે, તો હું આવતી કાલે ફરીથી પ્રયત્ન કરી શકીશ, તો પછી કશું જ બનશે નહીં. તમારામાં કોઈ પરિવર્તન નહીં આવે. ખૂબ જ સ્પષ્ટ સંકલ્પ કરો.” જ્યાં સુધી તે આવતું બંધ નહીં થાય ત્યાં સુધી હું નકારાત્મક વિચારોને દૂર કરતો રહીશ. આને જ હું હિંમત કહું છું.
શારીરિક માનસિક અને ભાવનાત્મક લાગણીના પ્રશ્નો માટેના ઉકેલો
જ્યારે આપણે પકડ-મુક્ત બનીએ છીએ, ત્યારે આપણી સાથે પહેલી બાબત જે બને છે, તે ભીતરની ઉપચારક અસર રૂપે ગહન મૌન અને શાંતિ અનુભવાય છે.
બીજું એ ભીતરની ઉપચારક અસર શારીરિક સ્વસ્થતા રૂપે વિકિરણીત થવા લાગે છે, જે આપણી તંદુરસ્તી છે, આપણું સ્વાસ્થ્ય છે.
ત્રીજું, સ્વાભાવિક જ આ બાબત આપણા સંબંધોમાં પણ વિકિરણીત થવા લાગશે.
ચોથું, આ ત્રણે બાબત સુંદર રીતે ચાલવાથી આપણે સર્જનશીલ અને કર્મશીલ બની જઈશું!
અસાધ્ય બિમારી માટેનો ઉકેલ
લોકો મારી પાસે આવીને કહે છે, “સ્વામીજી, છેલ્લાં વીસ વર્ષથી મને ઘૂંટણમાં પીડા થાય છે ના આવું બની શકે જ નહીં! મહેરબાની કરીને સમજી લો કે વાસ્તવિકમાં આવું ખરેખર બની શકે જ નહીં. હું તમારું અપમાન નથી કરી રહ્યો અથવા બધી જ સમસ્યાઓ તમારા મનમાં જ હોય છે એવું કહીને તમારા દુઃખમાં ઉમેરો નથી કરી રહ્યો. હું માત્ર સત્ય જ કહી રહ્યો છું : તમારી બધી જ સમસ્યાઓ તમારા મગજમાં જ હોય છે ! હું માત્ર સત્ય રજુ કરી રહ્યો છું.
બે વરસ પહેલાં તમે ઘૂંટણની જે પીડાનો અનુભવ કર્યો હતો, એક વરસ પહેલાં તમે ઘૂંટણની જે પીડા અનુભવી હતી, બે મહિના પહેલા તમે ઘૂંટણની પીડા અનુભવી હતી આ બધા જ સ્વતંત્ર અનુભવો છે. માત્ર તમે આ બધાને એક સાથે જોડો છો તેથી જ તમે એવા તારણ પર આવો છો કે તમને વીસ વરસથી ઘૂંટણની પીડા થાય છે. એ ખરેખર સાચું છે કે તમને વીસ વરસ સુધી સતત ઘૂંટણની પીડા થઈ છે ? તો પછી ઘૂંટણની પીડા ના થઈ હોય તેવા વચ્ચેના સમય ગાળાનું શું ? મહત્ત્વની એ બાબત સમજી લેવાની જરૂર છે કે તમે આ બધા બનાવોને એકબીજા સાથે જોડીને જુઓ છો અને સતત બને છે એવું અનુભવો છો એટલે તમે સ્વ-ઉપચારની શક્યતાને અવરોધો છો.
હતાશા માટેનો ઉકેલ
એક મહીના પહેલાં અનુભવેલી હતાશા, એક વરસ પહેલાં અનુભવેલી હતાશા, અને ત્રણ વરસ પહેલાં અનુભવેલી હતાશા સ્વતંત્ર, વ્યક્તિગત, બિનજોડાયેલ અને પકડ-મુક્ત છે. આમાં સમસ્યા શારીરિક પીડા જેવી જ છે. તમે તેમને જોડવાનું શરૂ કરો છો અને પછી તારણ પર આવો છો કે તમને સતત હતાશાનો અનુભવ થાય છે. તમે એક ખ્યાલનું સર્જન કરો છો કે તમારી જીંદગી એક હતાશા છે. પછી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો. આ બાબત માત્ર હતાશાના વિચારોને જ ઉછેર્યા કરો છો.
જ્યારે તમે દૃઢપણે માનો છો કે તમારી જીંદગીનાં દસ વરસ દુઃખ અને હતાશાથી ભરેલાં હતાં, ત્યારે તમે તેની આસપાસ મજબૂત મનોલક્ષણનું નિર્માણ કરો છો. સ્વાભાવિકપણે જ તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે તમારું ભવિષ્ય પણ પીડાદાયક અને હતાશાથી ભરેલું જ હશે.
ધારો કે તમારી સામે બેઠેલી વ્યક્તિ તમારી દુશ્મન છે એવું તમે વિચારો છો. એકાએક તમારા ધ્યાનમાં આવે કે
‘હતાશાને જીવવા’ને બદલે હું કહું છું ‘પકડ-મુક્ત’ જીવો. તેનું માથું અલગ છે, તેના પગ અલગ છે અને તેના હાથ અલગ છે, તો શું તેના પ્રત્યે તમને પહેલાંની જેવી લડવાની લાગણી થશે? ના ! તેના સાથે લડવાનો કોઈ મતલબ જ નથી! તેનું કોઈ સઘન અસ્તિત્વ જ નથી, જેવું તમે પહેલાં કલ્પ્યું હતું. તેથી લડવા માટે શું રહે છે ?
આવી જ રીતે, માત્ર જ્યારે તમે કલ્પના કરો છો કે તમારી સામે ઢગલાબંધ સમસ્યાઓ છે. પેલી તમારી સામેની મોટી વ્યક્તિની જેમ, ત્યારે તમે તેની સામે લડવાનું શરૂ કરો છો અને વધારે મુશ્કેલીમાં ફસાવ છો. તમારી હતાશા તમે વિચારો છે એટલી વિશાળ દુશ્મન નથી. એ બિનજોડાયેલા શરીરનાં અંગો જેવી છે. એ તમે જ છો, જે એ અંગોને જોડે છે અને તેને જીવન આપે છે. હતાશા સામેની તમારી લડાઈ જ તમારી હતાશાનું મૂળભૂત કારણ છે.
રામાયણમાં એક સુંદર વાર્તા છે.
વાનરરાજ વાલી સામે જે કોઈ માણસ ઊભો રહે અને તેની સાથે લડાઈ કરે ત્યારે એ માણસની અર્ધી શક્તિ ઓછી થઈ જાય અને તે શક્તિ વાલીમાં આવી જાય. આવી જ રીતે જે કોઈ વિચારોના શાફ્ટ સામે ઊભું રહે છે અને શાફ્ટ સાથે લડવાનું શરૂ કરે છે. એજ વખતે તેની અર્ધશક્તિ પેલા શાફ્ટ (ધરી) પાસે જતી રહે છે.
જે ક્ષણે તમે શાફ્ટમાંથી પકડ-મુક્ત થાવ છો, તમને ન્યુટ્રલ અવકાશનો અનુભવ થાય છે, અને આંતરીક ઊપચાર શરૂ થઈ જાય છે. જે ક્ષણે આંતરિક ઉપચાર થઈ જાય છે, એ ક્ષણથી શારીરિક રીતે પણ તમે સ્વસ્થ થઈ જાવ છો.
તમારી હતાશાનો ત્યાગ કરવાનો પ્રયત્ન ના કરો, કારણ કે તે તમારા મૂળભૂત સ્વભાવથી જ તેનો ત્યાગ થતો હોય છે અને તમારાથી દૂર વહી જાય છે. તમારા મૂળભૂત સ્વભાવ પ્રમાણે જ તમારા મનમાંથી જેમ આનંદ અદ્રશ્ય થઈ જાય છે તેવી જ રીતે તમારા મનમાંથી હતાશા પણ અદ્રશ્ય થઈ જાય છે. જે ક્ષણે તમે હતાશાને દૂર કરવાનો પ્રયત્ન કરો છો. તમે તેને વિસ્તારશો અને તેને વધારે જીવન આપશો.
જુઓ, જો તમે ગંભીર હતાશામાં હો તો તમે ઓફિસ જવાનું છોડી દેશો ? ના ! તમે કદાચ હતાશાને તમારા મનમાં સાથે લઈ જશો પરંતુ તમારું શરીર હલન ચલન કર્યા કરશે. તમે કામ કરશો. તમે કદાચ એટલા ઉત્પાદક અથવા પૂરતા કાર્યક્ષમ નહીં હો. પરંતુ તમારું શરીર હજુ પણ કામ કરતું જ રહેશે.
‘હતાશાને જીવવા’ને બદલે હું કહું છું ‘પકડ-મુક્ત’ જીવો.
જ્યારે આપણે હતાશામાં જીવીએ છીએ ત્યારે આપણને ‘‘જો હું હતાશ હોઉં તો મારું શરીર કામ કેવી રીતે કરી શકે ?’’ જેવા પ્રશ્નો થતા નથી. હતાશા આપણા જીવનનો ભાગ બની જાય છે. શરૂઆતમાં કદાચ ‘‘હું પકડ-મુક્ત રહીને કેવી રીતે જીવી શકીશ?’’, હું મારું શરીર પણ કેવી રીતે હલાવીશ ?’’ જેવા પ્રશ્નો ઊભા થશે. સમજી લો કે પકડ-મુક્તિ સ્થિતિની સતત યાદ થી તમારા મન અથવા શરીરમાં કોઈ દખલ થતી નથી. તે માત્ર હતાશા દૂર કરે છે, કારણ કે તે હતાશાના વિચારોને ઉદ્ભવવા દે છે અને તેમાં પકડાયા વગર જ તેને છોડી દે છે.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
વ્યસનમાંથી છૂટવાનો ઉકેલ
વ્યસન શું છે ? એ એક વર્તન અથવા ક્રિયા છે જે તમે જો ના કરો તો તમે તલપ અનુભવશો; તમને એવું લાગશે કે તમે કંઇક ઊણપ અનુભવો છો. પરંતુ, તમે જો તે કરશો તો તમને આનંદનો કોઇ અનુભવ થશે નહીં, તે માત્ર યાંત્રિક ક્રિયા જ હશે. વ્યસનનો મતલબ છે કે અમુક વસ્તુ, વ્યક્તિ, સ્થિતિને લીધે આનંદ અથવા ઉન્માદ અનુભવાય છે એવું માનવું.
સમજી લો કે વ્યસનની વ્યાખ્યા આ છે : આનંદના શાફ્ટનું ફરી વખત સર્જન કરીને તેને પ્રલંબિત કરવાનો પ્રયત્ન કરવો. તમે જાણતા હોવા છતાં કે એ જ આનંદ ફરી વખત નથી માણી શકવાનો, તો પણ તમે એ જ વ્યક્તિઓ પરીસ્થિતિઓ, બનાવો અથવા ઘટનાઓ વારંવાર તમારી જીંદગીમાં લાવો છો. અમુક લોકો પાર્ટીઓના આદી બની ગયા હોય છે, અમુક ધૂમ્રપાનના અને અમુક દારૂ પીવાના- ઘણાં બધા વ્યસનો છે.
યાદ રાખો કે કોઇપણ બાબતને તમે તમારી જીંદગીમાં વારંવાર લાવશો તો એ તમને એણે પહેલી વખત જે રોમાંચ આપ્યો હશે એવો જ રોમાંચ ફરી વખત નહીં આપી શકે. તે માત્ર તમને વ્યસન તરફ દોરી જાય છે, સુખ તરફ નહીં. તમે પહેલી વખત મીઠાઇ ચાખો છો એ અદ્ભુત અનુભવ હોય છે. તેનો રોમાંચ સમગ્રપણે અલગ હોય છે. પરંતુ જો તમે એ જ મીઠાઇને વધારે ને વધારે ખાવાનું ચાલુ રાખો છો તે પહેલા જેવો જ અનુભવ વધારે વખત નહીં થાય. છેવટે જો તમે પૂરતી મીઠાઇ ખાઇ લેશો તો પછી તમને તેની સામે જોવાનું પણ નહીં ગમે. તમે તેની સામે જોઇને કહેશો, “ઓહ! હવે વધારે મીઠાઇ નહીં જોઇએ. એનાથી મને હવે ત્રાસ થશે.” આવી જ રીતે, વ્યક્તિને પહેલી વખતે મળતી વખતે જે રોમાંચનો અનુભવ થાય છે એ સમગ્રપણે અલગ હોય છે. પછીથી એ રોમાંચ ઓછો થતો જાય છે.
લોકો આવીને મને પૂછે છે : “હું મારી આદતો કેવી રીતે છોડી શકું ?” જુઓ આદત (Habit) સુંદર શબ્દ છે. જો તેમાંથી 'H' કાઢી નાંખોતો, 'a bit' બાકી રહેશે. જો તેમાંથી તમે 'b' કાઢી નાંખશો તો 'it' રહેશે. ફક્ત તમે જ્યારે 'I' કાઢી નાંખો છો, તરત જ શાફ્ટ 'it' મરી જશે. ફરી તમે જ્યારે 'I' ને દૂર ફેંકી દો છો, 'It' સંપૂર્ણ પણે મરી જાય છે.
સ્પષ્ટતાથી સમજી લો, બે દિવસ પહેલાંનું ધુમ્રપાન, ૧૦ વરસ પહેલાંનું ધૂમ્રપાન, અને ૨૦ વરસ પહેલાં તમે કરેલું ધૂમ્રપાન- આ બધી જ ઘટનાઓ સંપૂર્ણ પણે સ્વતંત્ર છે. તે એકબીજા સાથે જોડાયેલી નથી. જ્યારે તમે તેને માનસિક રીતે જોડવાનું શરૂ કરો છો, જ્યારે તમે એવું માનવાનું શરૂ કરો છો કે તમને ધૂમ્રપાન કરવાની આદત છે અને તમે તેના વ્યસની છો, ત્યારે આ માન્યતા (ધરી)શાફ્ટનું નિર્માણ કરે છે. પછી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો. મારા કહેવાનો મતલબ આ જ છે, હું જ્યારે કહું છું કે 'I' ને છોડી દેવો પડે. આ તમારી માન્યતા જ તેને વ્યસન બનાવે છે. જો તમે માન્યતા છોડી દો તો આદત છૂટી જાય છે.
જો તમે માનશો કે એ આનંદદાયક અનુભવ છે, તો તમે વધારે ને વધારે ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખશો. જો તમે માનશો કે એ પીડાદાયક અનુભવ છે તો તમે શાફ્ટ સાથે લડવાનું શરૂ કરી દેશો. બેમાંથી એક પણ રીતે તમે જીતશો નહીં. જો તમે ધૂમ્રપાન આનંદદાયક છે એવું માનતા હો તોપણ, કોઇપણ જાતના બંધન વગર ધૂમ્રપાન કરવાનો પ્રયત્ન કરો અને તમારી જાત માટે જ જુઓ કે તમને કેવું લાગે છે. તમે જ્યારે ધૂમ્રપાનનો કશ અંદર ખેંચો છો, ત્યારેય આનંદદાયક અનુભવ હોઇ શકે જ નહીં. એ ખરેખર ક્યારેય આનંદ દાયક હોતું નથી.
વ્યસન છે એ ખ્યાલને છોડી દેવો એ જ શ્રેષ્ઠ રસ્તો છે, અને વ્યસન છુટી જશે. જ્યારે તમે ધૂમ્રપાન કરો છો, એ ક્ષણે બસ તમારા અંદરના અવકાશમાં શું બની રહ્યું છે તેને માત્ર જુઓ. તમને તેમાં કોઈ મજા નથી આવી રહી. તમે બસ કોઇક બાબતમાંથી છટકવા માંગો છો. તમે કેવળ માનો છો કે ધૂમ્રપાન આનંદદાયક છે. તમે જ્યારે ધૂમ્રપાન કરો છો ત્યારે તમને મજા નહીં આવતી હોય તોપણ તમે તેમાંથી મજા નિચોવવાનો પ્રયત્ન કરો છો.
જો તમે તમારી જીંદગીને બારીકીથી તપાસી ને જોશો તો, તમે સમજી જશો કે, ધૂમ્રપાન હોય, સેક્સ હોય, અથવા પૈસા હોય, અથવા કોઈ બીજા આનંદ હોય, જો તમે પહેલી વખત તેમાંથી જે આનંદ માણ્યો હતો તેવો આનંદ ફરી વખત નહીં માણી શકો તો પણ તમે તેમાંથી આનંદ નીચોવવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી જાતને સાંત્વના આપવાનો પ્રયત્ન કરો છો. “ના, આજ આનંદ છે. આનંદ બીજો શું હોઇ શકે ?” તમે એ આનંદ જ છે, એવું માનીને તમારી અંદરની નિરાશાને ઢાંકવાની કોશિશ કરો છો. એ આનંદ છે એવું માનવાનું તમે ઈચ્છો છો.
કોઈ આદત છોડવા માટે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો. તમે ક્યારેય સફળ થશો નહીં. જો તમે તેને છોડી પણ દો છો તો તમે તેને કોઈ ભય અથવા લાલચને વશ થઈને છોડી દો છો, જે આદત કરતાં વધારે મોટી બાબત છે. જો તમે કોઈ ભય અથવા લાલચમાં આવીને ધૂમ્રપાન છોડી દો છો, તો તમે જાગૃતતા માટે, તમારા ભીતરી અવકાશ માટે કંઈ પણ સારું કરતા નથી. તમે માત્ર તમારી જાતને વધારે નુકસાન કરો છે.
તમે કદાચ ધૂમ્રપાન છોડી દીધું હશે, પરંતુ તમે જે ભય અથવા લાલચને કારણે છોડ્યું હશે તે તમારા આંતરિક અવકાશમાં ઉમેરાઈ જશે. ધૂમ્રપાનથી તમે વધુમાં વધુ તમારા આ જન્મના શરીરને પાયમાલ કરશો. પરંતુ ભય અથવા લાલચ સાથે તમે તમારા સમગ્ર ‘સ્વ’ને આવનારી જીંદગી અને પછીની જીંદગીઓને બરબાદ કરશો. હવે પછીના શરીરમાં તમે ભય અને લાલસા સાથે લઈ જશો. ધૂમ્રપાનની આદત કદાચ તમારા બીજા શરીરમાં સાથે નહીં જાય પરંતુ ભય અને લાલચની લાગણીઓ તમારા હવે પછીના શરીરમાં સાથે જ આવશે. માટે તમને વ્યસન છે એ ખ્યાલને છોડી દેવો એ જ શ્રેષ્ઠ રસ્તો છે, અને વ્યસન છૂટી જશે.
પકડ મુક્ત થાવ, કુશળતાથી, નહિ કે ભારે મહેનતથી કામ કરો
જે ક્ષણે તમે સાંભળશો કે તમે પકડ-મુક્ત થઇ ગયા છો, તમારી અંદર પહેલો ભય ઉદ્ભવશે, “જો હું મારા વિચારોને જોડ્યા વગર જીવવાનું શરૂ કરી દઈશ તો મારા બિલો કોણ ચૂકવશે ? હું મારી બધી જ સંપત્તિ ગુમાવી દઈશ. મેં મારા બધા પૈસા ક્યાં મૂક્યા છે તે ભૂલી જઈશ. હું મારી ચીજોની કાળજી કેવી રીતે રાખી શકીશ ? કંઈ પણ કર્યા વગર જ આરામથી પડ્યો ના રહું ? મારે ઓફિસે શા માટે જવું જોઇએ ?”
હું પૂછું છું, ‘તમે તમારી ઓફિસે શા માટે ના જઈ શકો?’ જે ક્ષણે તમે આ પૂછો છો તેનો અર્થ એ છે કે સ્વાભાવિક રીતે જ તમને ઓફિસના કામ પ્રત્યે થોડો તિરસ્કાર છે અથવા થોડી વેર વૃત્તિ છે ! આટલા માટે જ જે ક્ષણે તમને કોઈ બહાનું મળે છે કે તરત જ તમે તમારા કામમાંથી છટકી જવા ઈચ્છો છો. આ પ્રશ્ન પૂછીને તમે માત્ર તમારો ગુસ્સો, તમારી રોજિંદી ઘટમાળ તરફની તમારી હિંસા વ્યક્ત કરો છો બીજું કશું જ નહીં ! આ પ્રશ્નને તમારી પકડ-મુક્તિ સાથે કંઈ લેવા દેવા નથી.
જો તમને આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો, બસ પકડમુક્ત બની જાવ અને ૧૦ દિવસ માટે આરામથી ઊંઘી જાવ. આમાં કશું જ ખોટું નથી. દશ દિવસનું વેકેશન લઈ લો. નક્કી કરો કે, ‘હું બન્ને ઓળખમાંથી પકડ-મુક્ત થવા જઈ રહ્યો છું.’ તમને શું લાગે છે ? તમે કેટલા દિવસ સુધી ઊંઘી રહેશો ? તમે શું વિચારો છો પ્રવૃત્તિની આ નિષ્ક્રિયતા તમારામાં કેટલા દિવસ સતત રહેશે ? માત્ર તમારી અંદરની તમસ શક્તિ બહાર નીકળી જાય ત્યાં સુધી જ રહેશે. આના પછી તમે તરત જ કંઈક કરવાનું શરૂ કરી દેશો.
માટે, જો તમને એમ લાગતું હોય કે તમારામાં જવાબદારીની ઉણપ છે અથવા ખામીભર્યું વર્તન છે. તો થોડા દિવસ માટે પકડ-મુક્ત થઈ જાવ. પછી તમે સમજશો અને અનુભવશો કે જ્યારે તમે પકડ-મુક્ત હો છો ત્યારે તમારામાં આળસ અથવા નિષ્ક્રિયતાનો અભિગમ નથી. માનસિક રીતે તમે શાંત હશો. પરંતુ શારીરિક રીતે તમે સક્રિય અને જીવંત બની જશો.
જ્યારે તમે બિનજવાબદાર અથવા ખામીયુક્ત અભિગમમાં હો છો, ત્યારે તમે માનસિક રીતે ખૂબ જ સક્રિય હો છો, પરંતુ શારીરિક રીતે ખૂબ જ થાકેલા હો છો. જ્યારે તમે પકડ-મુક્ત હો છો, ત્યારે તમે શારીરિક રીતે સક્રિય અને જીવંત હો છો. પરંતુ માનસિક રીતે શાંત હો છો.
તમે સમજો, શરીરના ૩૩% ‘સત્ત્વ’ હોય છે. શુદ્ધ શાંતિ. શરીરના ૩૩% ‘રજસ’ હોય છે, અશાંતિ હોય છે અને બાકીના ૩૩% ‘તમસ’ ગહન ઊંઘ, આળસુપણું હોય છે. અત્યારે સૌથી પહેલાં તમારી અંદર એ ભય હોય છે કે જો તમે પકડ-મુક્ત થઈ જાવ તો તમે ‘તામસિક’, આળસુ વ્યક્તિ બની જશો.
પકડ-મુક્ત થઈ જાવ. પેલી તમારી ૩૩% આળસ તરત જ બહાર ફેંકાઈ જશે. તમારી સિસ્ટમમાંથી એ થોડા દિવસમાં જ અદૃશ્ય થઈ જશે. પછી તમે આપોઆપ તમારા જન્મસિદ્ધ ડહાપણમાંથી કામ કરવાનું શરૂ કરી દેશો. તમારી રોજિંદી જીંદગી જીવવા માટે તમારે ભય અને લાલચથી દોરવાવાની જરૂર નથી.
હું એમ નથી કહેતો કે તમારે સંપૂર્ણપણે વિચારવાનું બંધ કરી દેવાનું છે. હું માત્ર એટલું જ કહું છું કે જ્યારે તમે પકડમુક્ત બની જાવ છો, ત્યારે જે કંઈ પણ વિચારો આવવાના હશે તે આપોઆપ જ આવશે. શરૂઆતમાં જ્યારે તમે પકડ-મુક્ત થાવ છો ત્યારે તમને લાગશે કે વિચારો આવતા નથી. પાછળથી તમે સમજશો કે, પકડ-મુક્ત થયા પછી પણ, જ્યારે પણ વિચારવાનું જરૂરી હશે ત્યારે મન પકડમાં હશે જ. જ્યારે પણ વિચારવું જરૂરી નહીં હોય, ત્યારે મન પકડ-મુક્ત હશે. તમારા મનનો ઉપયોગ એક સાધન તરીકે થતો હશે. માલિકની જેમ નહીં.
આપણે શુદ્ધ પ્રેરણામાંથી જીવી શકીએ છીએ. પરંતુ સમસ્યા એ છે કે આપણને ક્યારેય આવો વિશ્વાસ આપવામાં આવ્યો નથી. આપણને ક્યારેય એવી હિંમત આપવામાં આવી જ નથી કે આપણે સહજતાથી આત્મસ્ફૂરણાથી જીવી શકીએ. ઘણી વખત તમે જોઈ શકો છો કે તમે કોઈપણ કારણ વગર જ ઉત્તેજના વિકિરણીત કરતા હો છો; અમૂક વખતે કારણ વિના જ ડહાપણ વિકિરણીત કરતા હો છો. હું આને જ પ્રેરણાઆંતઃસ્ફૂરણા કહું છું. એ માત્ર થોડી સેકંડો માટે જ ટકે છે, પરંતુ તમને એ ભાન થવાની જરૂર છે કે પેલી થોડી ક્ષણો તમારા માટે તમારી જીવવાની રીત બની શકે છે. આપણે પકડ-મુક્ત રહીએ, તો પછી આપણી જીંદગીમાં સતત અંતઃસ્ફૂરણા થયા કરશે.
તમે ભય અને લાલસાથી દોરવાયેલા હશો, તો તમે તમારી સાથે સતત ઉશ્કેરાટ લઈને ફરો છો.
પકડ-મુક્તિ સીધી જ આપણા ‘સ્વ’ની શક્તિને પ્રજ્વલિત કરે છે. આ શક્તિ પ્રેરણાની શક્તિ છે. પકડ -મુક્તિની શક્તિ છે.
શું તમારી જીંદગી ચલાવવા ‘તમારી’ જરૂર છે ?
એક મહત્વની વાત સમજી લો. આપણી પાસે એક સ્વયં સંચાલિત ડહાપણ છે. જે આપણી જીંદગીને ચલાવી શકે છે, તે આપણી રોજિંદી જવાબદારીઓની સંભાળ રાખી શકે છે. તે ફક્ત આપણી જીંદગી ચલાવી જ નથી શકતું, તે તેને સંભાળી શકે છે, વિસ્તારી શકે છે, અને લંબાવી પણ શકે છે.
પરંતુ સમાજ તમને બચપણથી એક ઢાંચામાં ઢાળી દે છે. તમને શીખવી દીધું છે, તમે આયોજન વગર ચાલી શકો નહીં, ભય અથવા લાલસા વગર જીવી શકો નહીં. તમારી પાસેથી તમારું આત્મસન્માન છીનવી લેવામાં આવ્યું છે તમે ભય અથવા લાલચ વગર તમામ જીંદગી અંતઃસ્ફૂરણાથી દોરી શકો છો, એવા વિશ્વાસને ગુમાવી દેવડાવવામાં આવ્યો છે. આથી જ તમે સતત તમારી જાતમાં લાલચ અથવા ભયને પ્રેરવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી જીંદગીને ચલાવવા માટે ભય અને લાલસાનો ઉપયોગ ઇંધણ તરીકે કરવાનો પ્રયત્ન કરો છો. તમારી જીંદગીને જીવંત રાખવા માટે કરો છો.
તદ્દન સ્પષ્ટ બની જાવ, તમે તમારી જીંદગીને ભય અને લાલસાના પાયા પર ચલાવી શકો નહીં. જો તમે ભય અને લાલસાથી દોરવાયેલા હો, તો તમે તમારી સાથે સતત ઉશ્કેરાટ લઈને ફરો છો. સવારથી રાત સુધી, જે ક્ષણથી તમે ઊંઘમાંથી જાગો છો ત્યાંથી લઈને જે ક્ષણે તમે ઊંઘી જાવ છો ત્યાં સુધી, તમે તમારામાં સતત ઉશ્કેરાટ લઈને ફરો છો, તમે ભડકવા માટેના કારણની બસ રાહ જુઓ છો. માત્ર એક નાનો સ્પર્શ જ પૂરતો છે. અને તમે બીજી વ્યક્તિ પર કૂદી પડવા તૈયાર છો. તેને કોઈ ભૂલ કરવાની પણ જરૂર નથી; તમને ભડકવા માટે બસ તેને તમારી સામે આવવાનું જ પૂરતું છે! આવું તમારી જીંદગીને ભય અને લાલચથી ચલાવવાની તાણને કારણે બને છે.
જો તમે બસ રિલેક્સ થઈ જાવ, તો અસ્તિત્વનું સ્વયં સંચાલિત ડહાપણ તમારા માટે, તમારી જીંદગીને સુંદર રીતે ચલાવશે. તમારી ક્રિયાઓ અસ્તિત્વની શક્તિથી આપોઆપ સંચાલિત થશે.
પ્રયુક્તિ - ‘હું કર્તા નથી’
અષ્ટાવક્ર કહે છે. તમને જેને અહમ્ ‘હું કર્તા છું’ ના મહાન કાળા સાપે દંશ દીધો છે. ‘હું કર્તા નથી’ એવું શ્રદ્ધાનું અમૃત પીને સુખી થાવ.
અષ્ટાવક્ર આ પ્રયુક્તિ જિજ્ઞાસુ રાજા જનકને આપે છે. મહેરબાની કરીને સમજી લો કે માત્ર ‘હું કર્તા નથી’ એવું વિચારવાથી અથવા ‘હું કર્તા નથી’ એવી શ્રદ્ધાથી તમે સીધા જ મુક્ત થઈ જવાના નથી. આ પ્રયુક્તિ પોતે જ તમને મુક્ત નહીં કરે. તે તમને માત્ર થકવી નાંખશે ! તમે કર્તા નથી એવું સહેજ પણ અટક્યા વગર સતત યાદ રાખી શકવા માટે તમે સક્ષમ નથી. જે ક્ષણે તમે બધાજ સમયે હું કર્તા નથી એ યાદ રાખી શકતો નથી એવું સમજશો, એ ક્ષણે તમે સંપૂર્ણપણે નાસીપાસ થઈ જશો અને તમારા મનને છોડી દેશો. જે ક્ષણે તમે તમારા મનને છોડી દેશો, એ જ ક્ષણે તમે કર્તા નથી એ સત્ય સરળતાથી વાસ્તવિકતા બની જશે ! અહીં ‘આ’ યુક્તિની ભલામણ કરવામાં આવી છે.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
પકડ મુક્તિ - સ્વ શુદ્ધિકારક અને
ધ્યાનની પ્રયુક્તિઓ
ઉત્ક્રાંતિ પામતી ટેકનીક
પકડ-મુક્તિ-કોઇપણ સમયે કોઇપણ સ્થળે
આ પકડ-મુક્તિની ખૂબજ સરળ સમજણ છે. તમારે ફક્ત આટલું જ કરવાની જરૂર છે. જ્યારે પણ તમારા જૂના વિચારોને અર્થ આપવાનું શરૂ કરો અથવા જ્યારે પણ તમે તમારા જુના વિચારોને જોડીને તેને તમને ચિંતિત કરવા દો, એ વખતે તમારે પકડ-મુક્ત થઇ જવાનું યાદ રાખવાનું છે.
કોઇ પણ વિચારને પેદા ના કરો, તેની સંભાળ ના રાખો અથવા તેનો નાશ ના કરો તો જો તમે આ ત્રણમાંથી એક પણ બાબત કરતા નથી, તમે જ સર્વોચ્ચ 'સ્વ' છો, પરબ્રહ્મ છો.
પકડ-મુક્તિ સ્વ-શુદ્ધિકરણની પ્રક્રિયા જેવી છે. સ્વશુદ્ધિકરણની અને મુક્તિ માટેની કોઇપણ યુક્તિ માટે, જે ક્ષણે તમે સૂક્ષ્મ બની જાવ છો. એ ક્ષણે યુક્તિ પોતે જ સૂક્ષ્મ બની જાય છે. પકડ-મુક્તિ એક આવી જ પ્રયુક્તિ છે.
જે પ્રયુક્તિ પોતે જ સૂક્ષ્મ નથી બની જતી એ સ્થૂળ સ્તરમાં રહે છે. તે પોતે પોતાની જાતને મારી શકતી નથી, જો પ્રયુક્તિ આત્મહત્યા કરવા શક્તિમાન નહીં હોય તો તે તમને મારી નાંખશે! પકડ-મુક્તિની સુંદરતા એમાં છે કે જેવા તમે વધારે સૂક્ષ્મ થતા જાવ છો તેવી તે પોતે પોતાની જાતે જ વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય છે. અંતે તે ઓગળી જશે.
જ્યારે તમે બેસો છો, ત્યારે સ્વાભાવિક રીતે જ અમુક વિચારો આવશે જ. જે ક્ષણે તમે જુઓ કે વિચાર આવી રહ્યો છે, તેને અર્થ આપો નહીં. તમે તેને તો જ અર્થ આપો છો જો તમે તેને ભૂતકાળ સાથે જોડો છો. તેને અર્થ આપ્યા વગર જ માત્ર પકડ-મુક્ત થવું છે, માટે તેને કોઇ અર્થ આપવો નથી એવું યાદ કરશો એટલે ત્યાં થોડી સેકંડો માટે નાનો શાંત અવકાશ હશે. જે ક્ષણે તમે અહીં શાંત અવકાશ છે એ બાબતે જાગૃત થઇ જાવ છો, તે બીજો વધારાનો વિચાર બની જાય છે. પછી એ વિચારમાંથી પણ પકડ-મુક્તિ થઇ જાવ. પછી, ફરીથી થોડી સેકંડોનો અવકાશ હશે. પછી એક વધારે વિચાર આવશે, ‘હું શાંતિમાં છું’ અથવા ‘હું પકડ-મુક્ત થઇ રહ્યો છું.’ આ વિચારમાંથી પણ પકડ-મુક્ત થઇ જાવ. માત્ર અવકાશ અથવા શાંતિ વધારે ને વધારે લાંબી થતી જવી જોઇએ. આજ સમગ્ર ખ્યાલ છે.
સ્વાભાવિક રીતે જ થોડી મિનિટો પછી ક્યાંક ભટકવું એ મનનો સ્વભાવ છે. જે ક્ષણે તમે યાદ કરો છો અથવા જાગૃત થઇ જાવ છો કે મન ભટકે છે. પકડ-મુક્ત થઇ જાવ. મન ભટકી ગયું છે એ માટે કોઇપણ દોષભાવના અનુભવવાની કે વ્યાકુળ થવાની બિલકુલ જરૂર નથી. જેવા તમે યાદ કરો છો કે પકડ-મુક્ત, આટલામાં બધું જ આવી ગયું.
શરૂઆતના સ્તરે આ ખૂબ જ સ્થૂળ-અશિષ્ટ, એક સખત લડાઇ જેવું લાગશે. તમારે કદાચ પકડ-મુક્ત
શબ્દ એક મંત્રની જેમ વારંવાર ગણ ગણવો પડશે, પરંતુ માત્ર થોડી જ ક્ષણોમાં, તમે જોઈ શકશો કે એ એક સૂક્ષ્મ પ્રક્રિયા બની જશે.
પકડ-મુક્તિ સાથે
દરેક ક્ષણ નવી હશે.
દરેક ક્ષણ પરમાનંદ હશે.
દરેક ક્ષણ આનંદિત હશે.
દરેક ક્ષણ રોમાંચ હશે.
પકડ-મુક્તિ અનંત રોમાંચ-‘નિત્યાનંદ સ્ફૂરણા’નો સ્ત્રોત છે.
કર્મચક્રને તોડી શકાય છે
જો આપણે આપણા મનને એ સમજ સાથે ખરેખર કાર્યરત કરી શકીએ કે એ મન જ છે જે વિચારોના પ્રવાહને દુઃખ અને સુખની અનુભૂતિઓથી સાંકળીને શાફ્ટ બનાવે છે, અને જો આપણે પકડ-મુક્ત રહીએ, તો જેને બુદ્ધ મનોપરિપક્વતા કહે છે તેમાં રહી શકીએ. આપણે જાગૃતતામાં અને વર્તમાન ક્ષણમાં રહી શકીએ. એ આપણી વૈચારિક પ્રક્રિયા છે જે આપણને સતત ભૂતથી ભવિષ્ય ભણી દોરી જાય છે. અને ત્યાંથી પાછા લાવે છે. અને વર્તમાન ક્ષણમાં આરામથી રહેવા દેતી નથી.
આ વાત બરાબર સ્પષ્ટતાથી સમજો, જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં હોઇએ છીએ ત્યારે આપણે ભય કે ઝંખના વિના આપત્તિઓથી મુક્ત રહી શકીએ છીએ. ભય કે કામના વગર આપણે કાર્યરત થઇ શકીએ છીએ. તમે પૂછી શકો કે જો મને કશું કરવાની ઇચ્છા જ ન હોય તો હું કંઈ પણ કાર્ય કરવા કેવી રીતે પ્રેરાઉં ? પ્રોત્સાહનની કોઇ જરૂરત જ નથી. તમે શું એમ માનો છો કે કોઇ પ્રકારની પ્રેરણા તમારી પાસે શ્વાસ લેવરાવે છે ? અથવા તમે અન્ન જે ખાઓ છો એને પચાવે છે ? આ આપણી અંદર રહેલી આંતરિક ઊર્જાની સહજસ્ફૂરણા છે. જે આપણા માટે જીવવાનું અને વૃદ્ધિ પામવાનું શક્ય બનાવે છે. આપણે જીવિત છીએ તે આપણા પોતાથી નહી પણ આપણા સિવાયના પરિબળોથી જીવીએ છીએ. કોઇ પણ પ્રકારના લગાવ વિના આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણી ક્રિયાઓના કોઇ પરિણામો હોતાં નથી. અને આપણી ક્રિયાઓમાંથી કોઇ 'કર્મ' પેદા થતું નથી.
કર્મ એટલે શું ?
ઇશાવાસ્ય ઉપનિષદ્માં સુંદર પંક્તિઓ છે :
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્,
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે,
પૂર્ણસ્ય પૂર્ણમાદાય,
પૂર્ણમેવાવસિષ્યતે ॥
પૂર્ણમાંથી જ પૂર્ણ આવ્યું છે, જો તમે પૂર્ણમાંથી કશુંય બાદ કરી દો તોય માત્ર પૂર્ણ જ રહે છે. આપણા મૂળભૂત સ્વભાવથી આપણે પૂર્ણતા શોધીએ છીએ. આપણા મૂળભૂત સ્વભાવથી આપણે જે કંઈ પણ કરીએ તેમાં પરિપૂર્ણતા શોધીએ છીએ.
pછી તે ખાવું, પીવું, નાચવું, કૂદવું, વાંચવું, વાતચીત કરવી, સૂઈ રહેવું કે ધ્યાનસ્થ થવું હોય - જે કંઈ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિમાં આપણું પૂર્ણ અસ્તિત્વ ઓતપ્રોત થઇ જવાનું ઇચ્છે છે અને સંપૂર્ણ
અનુભવ ઈચ્છે છે. જે કાર્યમાં આપણે આપણી જાતને વ્યસ્ત કરી દઈએ છીએ, શું એ દરેક કાર્ય વિશે આપણે સંપૂર્ણપણે જાગૃત હોઈએ છીએ? શું આપણા જીવનની પ્રત્યેક પળ બાબતે આપણે સજાગ છીએ?
એક નાની કથા : એક માણસ ગાડીમાં એરપોર્ટ જઈ રહ્યો હતો. ગાડીનો ડ્રાઇવર ગાડી પૂર ઝડપે ચલાવતો હતો. જ્યાં માર્ગમાં આવતા ખૂણાઓ અને તીવ્ર વળાંક હોય ત્યાં પણ એની ઝડપ ઓછી હોતી નથી. એની ઝડપ જોઈને અંદર બેઠેલ યાત્રી ભયાનક ત્રાસ અનુભવતો હતો. અંતે, ગાડીના ડ્રાઇવરે ભયથી ફફડી રહેલા યાત્રી સામે જોયું અને કહ્યું “જ્યારે હું વળાંક પાર કરું છું ત્યારે જે હું કરું છું એ તમે કેમ નથી કરતા? બસ તમારી આંખો બંધ કરી લો!”
તમે જ્યારે કોઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો અને એ બાબત પ્રત્યે સંપૂર્ણ જાગૃતતા હો, ત્યારે તમારું અસ્તિત્વ એની અનુભૂતિથી અપરિપૂર્ણ રહે છે. એ અપૂર્ણ અનુભૂતિ તમારી અંદર જ રહે છે અને તમને એ પ્રવૃત્તિ પૂર્ણ કરવા એક વધુ પ્રબળ ઈચ્છા જાગે છે. બસ, આ જ કર્મ છે.
આપણી અંદર રહેલ અપૂર્ણ અનુભૂતિઓનો સંગ્રહ જે ‘કર્મ’ છે. એ આપણને અપૂર્ણતા પરિપૂર્ણ કરવા સદા પ્રેરિત કરતું રહે છે.
જે કંઈ આપણે પ્રબળતાથી અને ગહનતાથી કરીએ છીએ એ હંમેશાં આપણી સિસ્ટમને છોડી દે છે. એ આપણને મુક્ત કરશે. જેને કારણે આપણે પૂર્ણત્વ પામતા નથી, જેના લીધે આપણને પૂર્ણ હોવાનો અહેસાસ થયો નથી, જેમાં આપણે આપણી બધી શક્તિઓ, બધું ધ્યાન, બધી ચેતના સંલગ્ન કરી શક્યા નથી અને એ આપણી અંદર ‘કર્મ’ તરીકે રહે છે.
તેમ છતાં અમુક કર્મ આપણે સાથે લઇ જઈએ છીએ, મૂળભૂત રીતે સંપૂર્ણ સમગ્રતા છીએ. આપણે માટે જે અપરિપૂર્ણ કર્મ છે એ આપણી અંદર લાંબા સમય સુધી બંધિયાર નથી રહી શકતું. એ પોતાને પરિપૂર્ણ કરવા પૂરતો પ્રયત્ન કરશે. આપણને ફરી ફરીને એ પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે, જેથી એ પરિપૂર્ણ થઈ શકે. કોઇ પણ કામના, કોઇ પણ અનુભૂતિ જે આપણી અંદર રહીને પૂર્ણ નથી થઈ, એ કર્મ રૂપે રહેશે અને જ્યાં સુધી એ પરિપૂર્ણતા ન પામે ત્યાં સુધી ફરીફરી આપણને એ પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે, ત્યાં સુધી કરશે જ્યાં સુધી એ પરિપૂર્ણ ન થાય.
આપણે આંતરસ્પષ્ટતા પ્રાપ્ત કર્યા વિના જ વિચારીએ છીએ, બોલીએ છીએ અને કાર્ય કરીએ છીએ. એ બધું પૂર્ણતા પામ્યા વિના કરીએ છીએ; ગહન અજ્ઞાનાવસ્થામાં કરીએ છીએ. આપણા આ બધા વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓ એકસાથે મળીને જે કર્મિક ભાર આપણા ઉપર છે એમાં ઉમેરો કરવા પ્રતિ જ યોગદાન આપે છે. કારણકે એમાંનું કોઈ પણ એની પોતાની ક્ષમતા પર આપણી અંદર પૂર્ણતા લાવી શકતું નથી. જ્યારે સંગઠિત રૂપે પણ પૂર્ણતા પ્રાપ્ત નથી થતી, ત્યારે આપણું કર્મ આપણને કોઇ પણ ભોગે એ પરિપૂર્ણતા મેળવવા દબાણ કરતું રહે છે.
આપણા પોતાના વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓ આપણું કર્મ બનીને આપણને કોઇ પણ રીતે પરિપૂર્ણતા હાંસલ કરવા પ્રતિ આગળ ધકેલે છે.
વર્તમાન એ ભૂતકાળના નિર્ણયોની સમગ્રતા છે
સ્પષ્ટતાથી સમજી લો કે અત્યારે તમે આ પુસ્તક વાંચી રહ્યો છો, એનું કારણ ભૂતકાળના તમારા બધા નિર્ણયો છે. આ પ્રકાશિત પુસ્તક પ્રતિ ધ્યાન દેવાનો તમે નિર્ણય લીધો. એને ખરીદવાનું તમે નક્કી કર્યું. તમે ઘેર જઇને બેસીને વાંચવાનું નક્કી કર્યું. આ બધા નિર્ણયોની સમગ્રતા તમને અહીં બેસીને વાંચવા પ્રેરે છે.
ભૂતકાળના બધા નિર્ણયોનો સરવાળો એ તમારી વર્તમાન ઘડી છે. એ જ તર્કના આધારે, તમારા વર્તમાન નિર્ણયોની સમગ્રતા તમારું ભવિષ્ય બનશે.
કર્મના સિદ્ધાંતનું આ મૂળ તત્ત્વ છે. તમારા ભૂતકાળની સમગ્રતા એ તમારો વર્તમાન છે. અને તમારા વર્તમાનની સમગ્રતા એ તમારું ભવિષ્ય છે.
સમસ્યા એ છે કે મોટા ભાગના આપણા નિર્ણયો આપણે અજાગૃતતામાં લેતા હોઇએ છીએ. હજારો નિર્ણય આવી અજાગૃતતામાં લેવાય છે. આ કારણસર આપણે નિમિત્ત અને પરિણામને એકબીજા સાથે સાંકળી નથી શકતા.
વધુ જાગૃતતા પ્રવાહિત કરો, તમારી વિચારધારામાં વધુ ડહાપણનો ઉપયોગ કરો. તમારી નિર્ણયાત્મકતામાં વધુ સચેતતા લાવો.
કોઇ પણ પળે ભવિષ્ય તો પૂર્વનિર્ધારિત છે જ, પરંતુ, શરતોને આધીન. એ સમય સુધીમાં ઘટેલી ઘટનાઓના પૂર્ણ નિચોડ રૂપે જે સ્થિતિ ઉત્પન્ન થઇ હોય એના આધાર પર એક નિશ્ચિત ભવિષ્યનું ઘડતર થશે. આ જ આપણું પૂર્વનિર્ધારિત ભવિષ્ય હોય છે. એમાં પરિવર્તન લાવી શકે એવું એક સબળ તત્ત્વ પણ છે. અને એ છે તમારી સચેતતા, તમારી સંકલ્પ શક્તિ.
એક નાની વાર્તા :
એક વખત બે ભાઇઓ એક એવા સંતને મળ્યા જેના વિશે કહેવાતું હતું કે એ ભવિષ્ય જોઇ શકે છે. ભાઇઓએ સંતને પ્રણામ કર્યા અને પૂછ્યું કે શું મહારાજશ્રી આપ અમો બે ભાઇઓના ભવિષ્ય બાબત બતાવી શકશો. સંતે એમને સલાહ આપી, “તમારા માટે તમારા ભવિષ્ય બાબત જાણવું ઠીક નહિ રહે. ઉપરાંત, હું તમને અત્યારે તમારા ભવિષ્ય બાબત જે કંઈ પણ કહું એ આગળ ઉપર બદલાઇ શકે છે.”
પણ, ભાઇઓને એમનું ભવિષ્ય જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. સંતે મોટા ભાઇ સામે જોયું અને કહ્યું : “એક વર્ષમાં તું રાજવી બની જશે.” પછી, નાના ભાઇ ભણી જોયું અને કહ્યું, “એક વર્ષમાં તારું એક ખૂનીના હાથે ખૂન થશે.” બંને ભાઇઓ ઘેર પાછા ગયા. મોટો ભાઇ બેહદ ખુશ હતો, જ્યારે નાનો ભાઇ પુષ્કળ નિરાશ હતો.
એ દિવસથી મોટો ભાઇ રાજા બનવાનાં સ્વપ્ન જોતો થઇ ગયો. નાના ભાઇને તો જીવવા માટે માંડ એક વર્ષનો સમય હતો. એ પોતાનો બાકી બચેલો સમય હવે ધાર્મિક ક્રિયાઓ, પૂજાપાઠ વગેરેમાં ગાળવા લાગ્યો. એ હવે જરૂરતમંદ લોકોની સેવા કરવા લાગ્યો અને તરતજ પોતાની હતાશામાંથી બહાર આવી ગયો.
વધુ જાગૃતતા પ્રવાહિત કરો,
તમારી વિચારધારામાં વધુ
ડહાપણનો ઉપયોગ કરો.
તમારી નિર્ણયાત્મકતામાં વધુ
સચેતતા લાવો.
આ મ અગિયાર માસ પસાર થઈ ગયા. એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને પોતાને ત્યાં આમંત્રિત કર્યો. મોટો ભાઈ હવે બહુ જલ્દી રાજા બનવાનો હતો એટલે જ્યાં એક વિશાળ મહેલ બાંધી શકાય એવી જમીનની તલાશમાં હતો. ખૂબ દૂર સુધી ફેલાયેલી ખુલ્લી જમીન પર એ બંને ચાલતા હતા અને ત્યારે જમીન નીચે અર્ધા દાટેલા એક ચરૂને નાનાભાઈની ઠોકર લાગી. બંને ભાઈઓએ મળીને ચરૂને બહાર ખોદી કાઢ્યો. ચરૂ સોનાના સિક્કાથી છલોછલ ભરેલો હતો.
મોટા ભાઈના આનંદનો પાર નહોતો અને એ ઊંચે સાદે બૂમો પાડવા લાગ્યો : "આ ધન તો મારા માટે જ છે. હું મારો મહેલ બાંધી શકું અને મારું રાજ સ્થાપિત કરી શકું એ માટે આ ધન છે.'' બરાબર એ જ સમયે ઝાડવામાંથી એક ડાકૂ બહાર આવ્યો. એણે મોટા ભાઈના માથા પર ઘા ઝીંક્યો અને ચરૂ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. નાનો ભાઈ મોટા ભાઈની મદદ માટે કૂદ્યો. પણ ડાકૂએ એના પર કુહાડીથી હુમલો કર્યો. આ ઝપાઝપી દરમ્યાન ડાકૂના હાથમાંથી ચરૂ પડી ગયો અને એ ત્યાંથી ભાગી છૂટ્યો.
મોટાભાઈ એની મદદે આવવા માટે નાનાનો ખૂબજ આભારી હતો. એણે હવે ચરૂના સિક્કા બંને વચ્ચે અર્ધોઅર્ધ વહેંચી લેવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ નાનાએ નમ્રતાપૂર્વક એમ કહીને ઇન્કાર કર્યો કે એ હવે લાંબુ જીવવાનો ન્હોતો. એ આ ધન લઈને શું કરે ? મોટો હવે આ બધીજ સંપત્તિનો માલિક થઈ ગયો એટલે રજવાડી ઠાઠથી જીવવા લાગ્યો.
એક વર્ષ પસાર થયું. ન તો કોઈ તાજ દેખાણો, ન કોઈ રાજ. નાનો ભાઈ પણ પૂર્ણ સ્વસ્થતાપૂર્વક જીવન જીવી રહ્યો હતો. એમણે નક્કી કર્યું કે પેલા સંતને એક વાર ફરી મળવું જોઇએ. બેઉ ભાઈ સંતને મળ્યા અને પૂછ્યું : “મહાત્મા, તમારું ભાખેલું ભવિષ્ય તો ખોટું ઠર્યું.’’ સંતને પણ એ જાણીને આશ્ચર્ય થયું. અને એમણે ફરી ચિંતન કર્યું. પછી સંતે ખુલાસો આપ્યો, “મેં તમને કહ્યું હતું ને કે તમારું ભવિષ્ય બદલાઈ શકે છે.”
સંતે મોટા ભાઈ તરફ જોયું અને કહ્યું, “છેલ્લા કેટલાક મહિનામાં તમારા બિનજવાબદાર વર્તનને કારણે તમારું ભવિષ્ય બદલાયું છે. જે તાજ તમને મળવાનો હતો એ સોનાના ચરૂમાં પરિવર્તિત થઈ ગયો.”
નાના ભાઈ તરફ ફરીને સંતે કહ્યું, “તમારું આધ્યાત્મિક જીવન, જનસેવા અને ઈશ્વરીય ઇચ્છાને આધીન થવું આ કારણોસર તમારું ભવિષ્ય બદલાણું. જે ખૂનીના હાથે તમારી હત્યા થવાની હતી એના હાથે તમને માત્ર થોડી ઇજા જ થઇ.”
સમજી લો. ભવિષ્ય એ કોઈ પથ્થરમાં કોતરાયેલો મુદ્રાલેખ નથી. જીંદગી તમારી સામે જે પરિસ્થિતિઓ ઊભી કરે એનો મુકાબલો તમે કઈ રીતે કરો છો એના આધાર પર તમારું ભવિષ્ય રચાય છે. જો તમે તમારા કર્તવ્ય પ્રતિ પૂરેપૂરા જાગરુક હશો, તો તમારામાં એ બૌદ્ધિક ક્ષમતા અને સાહસ પેદા થશે જેને લઈને તમે તમારા જીવન પ્રવાહને નવી દિશા ભણી વાળી શકશો.
કર્મ અને (TPS) - દર સેંકડે આવતા વિચારોની સંખ્યા
જો તમે તમારા ભૂતકાળને સંપૂર્ણપણે જાણતા નહીં હો તો તમે ભવિષ્યમાં પણ એ જ બાબતો વારંવાર કરશો. જો તમારા પળેપળના વિચારો તમારી સમક્ષ આવી શકે અને તમે તમારા ભૂતકાળને જે પ્રમાણે એ ઘટિત થયો એ પ્રમાણે જોઈ શકો, તો ભવિષ્યમાં તમે એ નહિ કરો જે પહેલાં કર્યું હતું. ત્યારે તમે કર્મમુક્ત થઈ જશો. કર્મના પ્રભાવથી સ્વતંત્ર. (કર્મ મુક્તિ એટલે જે કંઈ વ્યક્તિ કરે એ કોઈ પણ જાતના બંધન કે લગાવ વિના કરે.) અત્યાર સુધી તમે કર્મબદ્ધ છો. કર્મ સાથે જકડાયેલા છો. કારણ કે તમે તમારા ભૂતકાળને પૂર્ણત: જીવી ચૂક્યા નથી.
ઉદાહરણ રૂપે, તમારો બાલ્યકાળ સદા સુખદ જણાયો છે. એક સુખદ ભૂતકાળ. આજે તમને એમ પણ લાગે કે કોલેજના દિવસોનું જીવન કેટલું આનંદદાયક હતું. પણ જ્યારે તમે હકીકતમાં કૉલેજમાં હતા, ત્યારે તમને એવું ન્હોતું લાગતું. કેમ ? કારણકે પહેલાંની તુલનામાં આજે તમારો જીવનબોજ ઘણો વધી ગયો છે અને માટે તમને ભૂતકાળ સરખામણીમાં ઘણો સુખદ લાગે છે! તમારા આનંદનું શ્રેય તમે હવે ભૂતકાળને આપો છો. આટલું જ નહિ, જો શક્ય હોય તો તમે એ સમય ફરી જીવવા માંગશો. પણ હકીકત એ છે કે જ્યારે તમે એ પળોમાં જીવ્યા ત્યારે શું એવું ખરેખર કરેલું ? જી, ના !
જો તમે હાલની ઘડીઓમાં મનોભારથી રાહત મેળવી શકો, કમ થી કમ ૧૧ ક્ષણો માટે, તો પણ તમે સમયની ધરીને છેદી શકશો. જો તમે ૨૧ ક્ષણ પૂરતા (ક્ષણ એટલે બે વિચાર વચ્ચેનો સમયગાળો) શૂન્ય ટી-પી-એસ પર ટકી રહી શકો, તો સમયની ધરી સહેલાઈથી છેદી શકશો અને ભાવિ બદલી શકશો. આ તમારા હાથની વાત છે.
ધ્યાનની બધી
પદ્ધતિઓ તમારું
ટી-પી-એસ નીચે
લાવવા ની
કાર્યરીતિઓ છે.
એથી તમે સમયની
ધરીને છેદી શકો.
જીંદગી તમારી સામે જે
પરિસ્થિતિઓ ઊભી કરે
એનો મુકાબલો તમે કઈ
રીતે કરો છો એના આધાર
પર તમારું ભવિષ્ય
રચાય છે.
ક્ષણ
ક્ષણના ખ્યાલને સમજવું અગત્યનું છે. અંગ્રેજી ભાષામાં આ શબ્દનો કોઈ પર્યાય નથી. મને એ સમજાવવા દો કે ક્ષણનો અર્થ શું થાય છે ? ક્ષણ એ સમયનું એક પરિમાણ છે. ઘણા જેમ માને છે તેમ એનો અર્થ એક મિનિટ અથવા એક સેકન્ડ નથી.
બે વિચારો વચ્ચેનો અંતરાળ એ છે એક ક્ષણ. આપણે સમયને એક નિર્ધારિત અર્થમાં જોવાને ટેવાયેલા છીએ. પણ ક્ષણ પૂર્ણત: સાપેક્ષ છે. દરેક વ્યક્તિના વિચારો અને જે ગતિથી એ એનામાં આવે છે એનો આધાર પૂર્ણત: એ વ્યક્તિ પર રહે છે. માટે વ્યક્તિ વ્યક્તિમાં ક્ષણ જુદી જુદી રીતે હોય છે.
જો એક માણસ બેચેન હોય અને એક સેકન્ડમાં એને ઘણા વિચાર આવી જતા હોય, તો એની ક્ષણ નાની અથવા ટૂંકી હશે. કારણકે એના બે વિચારો વચ્ચેનું અંતર ઓછું હશે.
ધ્યાનસ્થ યોગીની જેમ જો માણસ શાંત હશે અને ઠંડકપૂર્વક વિચારવાની ક્ષમતા ધરાવતો હશે, તો એક નિર્ધારિત સમયમાં એને ઓછા વિચારો આવશે. એની ક્ષણ લાંબી હશે કારણકે એના બે વિચારો વચ્ચેનો ગાળો લાંબો હશે.
કર્મ-સચેત પસંદગીની સમગ્રતા
તમારું જીવન બીજું કશું નથી, પણ તમારી સચેતાવસ્થામાં જે નિર્ણયાત્મક પસંદગીઓ તમે સતત કરતા આવ્યા છો એનો એ સામૂહિક સરવાળો છે. તમે ઇચ્છતા હો કે નહિ, પણ પ્રત્યક્ષ રીતે યા પરોક્ષ રીતે, તમે જ દરેક બાબતની પસંદગી કરતા રહો છો. પસંદગી તમે જ કરો છો, તમારા માટે કોઇ બીજું નથી કરતું.
એક નાની કથા : એક નોકરિયાત એના માલિક પાસે ગયો. “સાહેબ મારી પત્ની કહે છે કે મારે પગાર વધારો માંગવો જોઇએ”.
માલિકે કહ્યું : “અચ્છા, હું રાત્રે મારી પત્નીને પૂછી જોઇશ કે મારે તને પગાર વધારો આપવો યા નહિ.”
વાત સમજ્યા ? હંમેશાં શું કરવું એ માત્ર તમારો અને તમારો જ નિર્ણય હોય છે. તમને એમ લાગી શકે કે કોઇ બીજો નક્કી કરે છે. પણ ના, એ માત્ર તમે જ છો, જે નિર્ણય લો છો.
એક નાનું ઉદાહરણ આપું છું જેથી આ વાત વધુ સારી રીતે સમજમાં આવશે. જો કોઇ તમારા વિશે ખરાબ બોલે છે. જો તમે એથી ક્રોધિત થાઓ છો. એ નિર્ણય તમારો છે. જો કોઇ તમારી પ્રશંસા કરે છે. તમે ગર્વિત થાઓ છો. એ નિર્ણય પણ તમારો હોય છે. આ પ્રકારે ક્રોધિત થવાની કે ગર્વિત થવાની તમને ટેવ પડેલી છે. કે બીજું કોઇ તમારા નિર્ણયો પર અસર કરે છે, તમે ભૂલી ગયા છો કે પસંદગી તમે જ કરો છો.
તમારે ક્યારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. કોઇ તમારા વિશે ખરાબ બોલે ત્યારે અસ્તવ્યસ્ત ન થવાનો નિર્ણય તમે લઇ શકો છો. તમે શાંત અને સ્વસ્થ રહેવાનો નિર્ણય લઇ શકો છો. ક્રોધિત થવું કે ન થવું એ તમારે નક્કી કરવાનું છે.
પ્રત્યેક મિનિટે તમે કોઇ ને કોઇ નિર્ણય લેતા રહો છો. સતત લેવાતી આ વ્યક્તિગત પસંદગીનું સામૂહિક એકત્રીકરણ જ તમારું જીવન ઘડે છે. જો શું કરવું કે ન કરવું એનો નિર્ણય તમે નથી લેતા, પણ ઘટનાઓને એમના પ્રવાહમાં નિર્બાધ વહેવા દો છો તો તમે તમારા જીવનને નિષ્ક્રિય બનાવી મૂકો છો. અત્યારે આપણાં જીવન આવી એક લકવો મારી ગયેલી અવસ્થામાંથી ગુજરી રહ્યાં છે. જ્યારે આપણે ખુદ જીવન જીવવાનો કોઇ નિર્ણય લઇએ છીએ, કોઇ પણ બાહ્ય પ્રભાવની અસર તળે આવ્યા વિના, ત્યારે જ આપણે ખરેખર જીવન જીવતા થઇએ છીએ.
જ્યાં સુધી તમે એ સમજતા નથી થતા કે જીવન એ તમારી પસંદ મુજબ ચાલવા નિર્મિત છે, ત્યાં સુધી તમારી જીંદગી લકવાગ્રસ્ત રહેશે.
વાસના, સંસ્કાર અને કર્મ
સંસ્કૃતમાં ત્રણ આંતર-સંકળાયેલ ખ્યાલો છે : વાસના, સંસ્કાર અને કર્મ.
વાસના : વાસના એ ઇચ્છાઓનું બીજ છે. દાખલા તરીકે તમે ક્યાંક ચાલતા જઇ રહ્યા છો અને તમે કોઇ દુકાનના પ્રદર્શન કક્ષમાં એક આકર્ષક રત્નજડિત હાર જુઓ છો. તમારી અંદર એ હાર પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે. બસ, આ વાસના છે.
સંસ્કાર : જ્યારે વાસનાનું બીજ ફૂટે છે ત્યારે જે છોડ ધીરેધીરે બહાર આવે છે એ સંસ્કાર છે. એ હાર તમે
જેટલી વાર ફરીફરીને જોતા રહો છો એટલીવાર એ પ્રાપ્ત કરવાની ઇચ્છા વધુ પ્રબળ થતી જાય છે. હાર પ્રાપ્ત કરવાની ભાવનાથી એને વારંવાર જોવો એ વાસના ના બીજને જળસિંચન દ્વારા ઉછેરવા બરાબર છે.
આને લઇને અંતરાત્મામાં જે વિકાર પેદા થાય છે એને હું સંસ્કાર અથવા સદા માટે અંકિત સ્મૃતિ કહું છું. આ એ સ્મૃતિ છે જે તમારા અંતરતમમાં પોતાનું એક ઊંડુ સ્થાન જમાવી લે છે અને એજ અનુભૂતિઓમાંથી ગુજરવા તમને વારંવાર પ્રેરી રહે છે. વિકાર તમને લાલચભરી ઇચ્છાઓ પ્રતિ ફરીફરીને ખેંચી જતા રહે છે, વિકૃત વૈચારિક પ્રવાહો ભણી ધસડી જાય છે – તમે એમ કરવા ન માંગતા હો તો પણ. સ્મૃતિઓના એ પ્રવાહને હું સંસ્કારો કહું છું.
કોઈ પણ સંસ્કાર જે તમારી અંદર સચેત કે અચેત સ્તર પર કાર્યરત હોય એ તમારા જીવનની પૂર્ણતામાં એક અવરોધ સિવાય બીજું કંઈ નથી. સારા કે ખરાબ સંસ્કાર જેવું કંઈ હોતું નથી. કોઈ સંસ્કાર સારો છે જ નહિ. સંસ્કારોથી ખલબલતો અંતરાત્મા એ એક પ્રકારનું નરકાગાર છે. જ્યાં અંતરાત્મા સંસ્કારોથી મુક્ત છે, ત્યાં જ સ્વર્ગ છે. માટે અમુક સંસ્કાર સારા અને અમુક ખરાબ એવું વર્ગીકરણ કરવાનો પ્રયાસ ન કરો.
સંસ્કાર એની પ્રકૃતિથી જ મૂળતઃ નિષેધાત્મક છે. એની મૂળભૂત પ્રકૃતિ હતાશામાં લઈ જનાર છે. તમારા અમુક સંસ્કાર છે અને એનાથી બંધાઈને તમે કંઈ કરો છો તો એ તમારા ‘સ્વ’ ને એ હદે સંકુચિત બનાવી મૂકશે કે પછી તમારી પાસે એક કષ્ટપ્રદ ખાલીપો રહી જશે. પણ, જે કંઈ તમારા નિર્વિકાર અંતરાત્માના ગહન ઊંડાણમાંથી ઉદ્ભવે છે, એ સદા તમારા અસ્તિત્વમાં વિશેષ ગરિમા ઉમેરે છે. જે કાંઈ પણ સંસ્કારોથી સંચાલિત થઈને ઘટે છે એ તમને વધુ ને વધુ બંધક બનાવે છે.
આપણી નાની ઉંમરથી જ જાતજાતના સંસ્કાર આપણે પાળતા પોષતા હોઇએ છીએ. આપણે એમને એકત્રિત કરીએ છીએ અને પુનઃ ઉત્પાદિત પણ કરીએ છીએ. સંસ્કારો આપણી તરફથી કોઈપણ ક્રિયા ના થાય તો પણ પુનઃઉત્પાદિત થયા કરે છે.
જુદી જુદી રીતે સંસ્કારોની પ્રબળતા વધતી રહે છે. કેટલાક સંસ્કાર એવા છે જે અમલી થાય તો વધે છે. એ માટે તમારે એક જ પ્રકારની પ્રવૃત્તિ પુનઃ કરવી પડે. બીજા કેટલાક સંસ્કાર છે જે એમનાથી સંબંધિત માહિતી પ્રાપ્ત થવાથી વિકસે. મતલબ કે, જ્યારે તમે એમને લગતી વિશેષ સામગ્રી વિશ્વભરમાંથી મેળવો ત્યારે. બીજા કેટલાક સંસ્કાર એવા છે જેને ન તો કોઈ પ્રવૃત્તિની કે ન કોઈ જાણકારીની જરૂરત પડે છે. માત્ર એમની યાદ હોય એટલું પર્યાપ્ત છે. એમની પ્રબળતા વધે છે.
આપણે આ વિવિધ સ્તરના સંસ્કાર એકઠા કરતા રહીએ છીએ. એમને સ્મૃતિમાં કંડારી રાખીએ છીએ. આપણી અંદર સંગ્રહિત કરી રાખીએ છીએ અને એમને વિસ્તારતા જઈએ છીએ.
કર્મ
અંતે, જ્યારે તમને તમારી કામના પ્રેરે છે અને તમે એ મુજબ વર્તો છો, ત્યારે એ કર્મ બને છે. આ અદમ્ય ઇચ્છા આખરે તમને પેલો હાર ખરીદવા મજબૂર કરે છે. આ ક્રિયા છે, – અને એ જ કર્મ છે.
કંઈ પણ કાચુંપોચું રહી ગયું હોય તો એ તમારી અંદર એક પ્રકારના સંસ્કાર–એક અપૂર્ણ સ્મૃતિ – અંકિત કરી જાય છે. પૂર્ણ ન થયું હોય એવું જીંદગીનું કોઈ પણ કાર્ય
> કોઈ ભાવનાને તમે ઉત્કટતા
> પૂર્વક જીવો છો ત્યારે તમે
> તેનાથી મુક્ત થાવ છો- એ ક્રોધ
> હોય, ભય હોય, ભોજનની
> લાલસા હોય કે કોઈ પણ વસ્તુ
> કે વ્યક્તિ પ્રતિ આસક્તિ હોય.
એની એક છાપ તમારા અસ્તિત્વ પર મૂકે છે જે તમને વારંવાર ડંખતી રહે છે, અને ફરીથી એ જ રાહ પર ચાલીને અપૂર્ણતા પરિપૂર્ણ કરવા તરફ ખેંચતી હોય છે.
વ્યસનના મૂળમાં પણ સંસ્કાર હોય છે. લાખો લોકોના સંપર્કમાં આવવાના મારા અનુભવ પછી કમ થી કમ થોડા હજાર તો એવા વ્યસનયુક્ત દાખલા છે જેમને ધ્યાન દ્વારા વ્યસન મુક્ત કરી શકાયા છે. વ્યસની બનીને તમે જીવનને બહુ સંદિગ્ધ રીતે જીવતા આવ્યા છો. ન પૂરેપૂરું કે ન તમારામાં રહેલ પૂર્ણત્વ અનુસાર. તમારી અપૂર્ણ કામનાઓ એવા સંસ્કાર ઉત્પન્ન કરે છે જે તમને ફરીફરીને એક જ પ્રકારની અનુભૂતિ દ્વારા અપૂર્ણ રહી ગયેલી ઇચ્છાઓની પરિપૃપ્તિ પામવા ભણી ખેંચતી રહે છે.
કોઈ એક ભાવના જેને તમે ઉત્કટતાપૂર્વક જીવનમાં અપનાવી છે એ જ તમને આખરે ભાવનાત્મકતાથી મુક્તિ અપાવશે. એ ક્રોધ હોય, ભય હોય, ભોજનની લાલસા હોય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રતિ આસક્તિ હોય. જ્યારે તમે કશું પૂર્ણતઃ માણી લો છો, ત્યારે તમે તેમાંથી પૂર્ણ મુક્તિ પામો છો. જો એક વ્યક્તિ એક સમસ્યાના ચક્કરમાં વારંવાર અટવાતો રહે, તો એ સ્પષ્ટ થાય છે કે એ વ્યક્તિ એની સમસ્યાને પૂર્ણપણે જીવી નથી.
જ્યારે આપણે જીવિત હોઈએ છીએ, ત્યારે આપણું અર્ધું મન તો ક્યાંય બીજે વિચરતું હોય છે. પતંજલિએ આ વાત બહુ ભાવાત્મક શબ્દોમાં કહી છે : ‘જેટલી સંખ્યા વધુ, એટલી ગુણવત્તા ઓછી’. જે ઘડી કોઈ પણ વસ્તુ પ્રતિ આસક્તિનું પ્રમાણ વધે છે, ત્યારથી આપમેળે એ જ માત્રામાં એના સંખ્યાબળનું મહત્ત્વ ઘટતું જાય છે. માટે ગુણવત્તા વધારવી જરૂરી હોય છે.
જીવન, માત્ર થોડા સમય માટે જલનારી મીણબત્તી નથી. એ તો એક ઝળહળતો પ્રકાશ પુંજ છે. તમારા જીવનમાં પ્રકાશના આ પૂંજને જેટલા ઝળહળાટપૂર્વક એ જલી શકે એટલો જલવા દો.
કર્મના ત્રણ પ્રકાર
અગમ્ય, પ્રારબ્ધ અને સંચિત
સંચિત કર્મ એ એક બેંક સમાન છે. એક આરક્ષિત બેંક. એક વાત સમજો. આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે તમે માનવ શરીર ધારણ કર્યું હોય અને પૃથ્વી પર અવતાર લીધો હોય. તમે આ પહેલાં પણ લાખો અવતારો ધારણ કર્યાં હશે. એ લાખો શરીરધારણઅવસ્થા દરમ્યાન જે વિચારો તમને આવ્યા હોય, જે તમે બોલ્યા હો, જે તમે કર્યું હોય એ બધી અપરિપૂર્ણ અનુભૂતિઓ તમારી સદા માટે કંડારેલી સ્મૃતિઓ બની ચૂકી છે. એ સ્મૃતિઓને એકત્રિત કરવાથી એક એવી બેંક ઊભી થાય છે જે તમારા સંચિત કર્મ છે. હું જ્યારે આને બેંક કહું છું ત્યારે એનો અર્થ એ નથી કે એ કોઈ પ્રકારની બચત અથવા કોઈ પ્રકારનું ભંડોળ છે. એ તો દેવું છે! એ તમારે બધું જ ચૂકવવાનું છે !
બીજા પ્રકારનું કર્મ છે, પ્રારબ્ધ કર્મ. એનો અર્થ આ પ્રમાણે છે : તમારા કર્મોની બેંકમાં સંચિત સંગ્રહમાંથી તમે અમુક કર્મ લો છો અને એમાંથી તમે તમારી આ કાયાનું ઘડતર કરો છો. પછી, આ કાયા સાથે કર્મોનું જે ભાતુ તમે સાથે લઈને આવ્યા છો એને માણવા અને છૂટથી વાપરવાનું તમે નિર્ધારિત કરી લો છો. એ રીતે પ્રારબ્ધ એ તમારા સંચિત કર્મોનો એક નાનો હિસ્સો છે જે તમે તમારી સાથે આ જીવનમાં લેતા આવ્યા છો. તમારી આ કાયાના માધ્યમ દ્વારા તમે એ હિસ્સાને માણવાનું અને બહાર ફેંકી દેવાનું આયોજન કર્યું છે.
કર્મનો ત્રીજો પ્રકાર સૌથી હલકો પ્રકાર છે. એ છે અગમ્ય કર્મ. આ એ કર્મ છે જે એકત્રિત કરવાનો આરંભ તમે આ ધરતી પર આવ્યા પછી કરો છો. આ કર્મનો ઉદ્ભવ વિચારો, વાણી અને વર્તનના કારણે થાય છે.
જે કોઈ પૃથ્વી પર અવતરે છે એને એનું પ્રારબ્ધ કર્મ એના મૃત્યુ પહેલા પૂરું કરી નાંખવું પડતું હોય છે. દાખલા તરીકે, માની લો કે તમારી પાસે તમારી સંચિત બેંકમાં એક હજાર કર્મ છે. આ હજાર કર્મોમાંથી માનો કે જ્યારે તમે કાયા ધારણ કરો છો ત્યારે તમારા પ્રારબ્ધ કર્મ રૂપે માત્ર દસ કર્મ જ સાથે લો છો. અને એમ કહો છો : “મને હાલ તો આ દશ કર્મ પૂરાં કરવા દો.'' પરંતુ, ધરતી પર આવી ગયા પછી તમારાં પ્રારબ્ધ કર્મ પૂર્ણ કરવાને બદલે, તમે બીજાઓને નિહાળવામાં વ્યસ્ત થાઓ છો અને એ કાર્યો કરતા જાઓ છો જે મૂળત: બીજાઓની કામના પર આધારિત છે. વાસ્તવમાં તો તમારા નવાં કર્મ માટેની લાલસા તમે તમારી આસપાસના લોકો પાસેથી ઉધાર લીધી છે. ઉધાર લીધેલી આ ઇચ્છાઓને લીધે તમે અમુક પ્રકારનાં વિચારો, અમુક જાતના શબ્દો અને ક્રિયાઓ પેદા કરો છો.
ઉદાહરણ રૂપે, તમે તમારા કરતાં સુંદર એવી કોઈ વ્યક્તિને જુઓ છો, તો તમારા વિચાર તરત એની સાથે પોતાની તુલના કરવા લાગે છે અને ઇર્ષ્યા પણ જાગે છે. તમે વિચારો પર આધારિત નવા કર્મ પેદા કરો છો. કેટલીક વખત તમે બીજાઓ વિશે નિંદા કરો છો અને આ ત્યારે થતું હોય છે જ્યારે તમે હકીકતથી પૂરી તરેહ માહિતગાર નથી હોતા. પણ, તમે જ્યારે આ પ્રારબ્ધ એ તમારા સંચિત કર્મોનો એક નાનો હિસ્સો છે જે તમે તમારી સાથે આ જીવનમાં લેતા આવ્યા છો. પ્રમાણે વર્તો છો ત્યારે એ કર્મ એકત્રિત કરો છો જે શબ્દો પર આધારિત હોય છે.
રોજિંદી વ્યાકુળતામાંથી છૂટવું- તમારા પ્રારબ્ધ કર્મને જીવી લેવાં
એક જુદા દૃષ્ટિકોણથી મને કર્મના ત્રણે પ્રકાર સમજાવવા દો.
જ્યારે તમે એ બધી સંભાવનાઓ જેમના વિશે તમને જાણકારી છે, અથવા જે આ વિશ્વમાં ગમે ત્યારે તમારી સાથે ઘટિત થઈ શકે એમ છે તેને ધ્યાનમાં લો છો, ત્યારે આપણે એમને અગમ્ય કહીએ છીએ. સંભાવનાઓ વિવિધ પ્રકારની છે. તમે એક માછલી રૂપે અવતરી શકો છો અથવા સર્પ રૂપે, તમે માનવી જન્મી શકો અથવા ભગવાન પણ બની શકો છો. આ બધી સંભાવનાઓ છે. આપણે એમને અગમ્ય કહીએ છીએ.
પણ અન્ય એવી સંભાવનાઓ ય છે જે તમને પ્રાપ્ત થઈ શકે છે. જે પ્રમાણે તમે માછલી, કૂતરો, વાંદરો, ગર્દભ કે માનવ જાતને જાણો છો, જે તમારી જાણકારીના પરિઘમાં આવી જાય છે. આ ઉપરાંત બીજી પણ એવી ઘણી સંભાવનાઓ છે જેનાથી તમે અજાણણ છો. એમને આપણે સંચિત કહીએ છીએ. સંચિત સંભાવનાઓ એ છે જેમાં પરિચિત અને અપરિચિત બંને શ્રેણીઓનો સમાવેશ કરે છે.
આ સમસ્ત સંચિત છે અને જે સંભાવનાઓ તમારી સામે ઊભી છે એ અગમ્ય છે. જ્યારે તમે શરીર ધારણ કરો છો ત્યારે તમે આ સંભાવનાઓની અમુક લક્ષ્મણરેખાઓમાં જ ખેલવું નિર્ધારિત કરી લો છો. એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ.
અહીં આવ્યા પછી એવી ઘણી સંભાવનાઓ તમે જુઓ છો જે પ્રાપ્ત કરવા, જેનો સંચય કરવા તમે મથો છો. એ સંભાવનાઓને આપણે અગમ્ય કહી શકીએ.
આ પ્રારબ્ધ જે તમે તમારી સાથે લઇ આવ્યા છો એમાં તમારું જીવન ચલાવવાની પ્રજ્ઞા છે જ.
એક મોટી મુશ્કેલી એ છે કે તમે ઘણી મોટી સંખ્યામાં અગમ્ય સંભાવનાઓ જુઓ છો. ઘણી સંભાવનાઓ તમારી સામે ઊભી છે. એના કારણે તમારા પ્રારબ્ધ પર તમારો વિશ્વાસ અથવા અગાઉથી નક્કી કરેલ શક્યતાઓ પરથી તમારી આસ્થા ઓછી થઇ જાય છે. તમને એમ લાગે છે કે આ અગમ્યના કારણે તમારું પ્રારબ્ધ તમારું જીવન સુપેરે ચલાવી શકે એટલું શક્તિશાળી નહિ હોય. એ શક્યતાઓ જે તમારી નજર સામે છે.
હવે મને એ કહેવા દો કે પ્રારબ્ધ પર વિશ્વાસ મૂકવો એ જ શક્તિ છે. તમારા પ્રારબ્ધની પરિપૂર્ણતા તમારા જીવનનું એક ખૂબ નકારાત્મક પાસું મીટાવી દેશે. એ પાસું છે, સતત રહેતી વ્યાકુળતા. સવારથી સાંજ સુધી જળવાતી વ્યાકુળતા અગમ્યની ભેટ છે.
સવારે તમે નીંદરમાંથી ઉઠો કે રાત્રે તમે પથારીમાં સૂઇ જાવ ત્યાં સુધી સતત તમે એક પ્રકારનો ઉશ્કેરાટ અનુભવો છો. કોઇક ક્યાંક ગોથું ખાય અને એના પર સવાર થઇ જાઉં એવી રાહ જુઓ છો. અને માત્ર જે આપણી છત્રછાયામાં છે એને જ આપણા શુભાશિષ મળી રહે! આ પ્રકારની મનોદશાનું મૂળ પણ અગમ્યમાં છે.
જો આપણી શક્તિ, આપણો ભીતરી અવકાશ પ્રારબ્ધ પર કેન્દ્રિત હોત, તો આપણે આ પ્રકારની વ્યાકુળતાઓનો ભાર ઉપાડતા ન હોત, જે આજે ઉપાડી રહ્યા છીએ. એવું નથી કે આપણે આપણી સંભાવનાઓ કે શક્યતાઓના માધ્યમ પર પ્રગતિ ન કરી શકીએ, કે એમની સાથે સદા સંકળાયેલા ન રહી શકીએ. એવું પણ નથી કે આપણે કામ કરતા અટકી જઇએ. આપણે જરૂર સતત કાર્યરત રહી શકીએ છીએ. પણ, એ માટે આપણો પાયો આપણા પ્રારબ્ધમાં હોવો ઘટે.
દરેક વસ્તુને હંમેશા નકારાત્મક દૃષ્ટિએ જોવાની વૃત્તિ કે સદા વ્યથિત રહેવું, એ પણ આપણાં અગમ્ય કર્મોને કારણે ઘટે છે. સંભાવનાઓ જે આપણી આસપાસ જોઇએ છીએ એ એમને લઇને ઘટે છે. આ પસંદગી કરવી કે તે પસંદગી કરવી એની પાછળ આપણે દોડતા રહીએ છીએ. પણ આપણે ભૂલી જઇએ છીએ કે પ્રારબ્ધ ઘણું પ્રભાવશાળી છે, મેધાવી છે.
સમસ્ત વિશ્વમાં માત્ર બે પ્રકારના લોકો છે. એક એવા જેમના મનોજગતનું કેન્દ્ર છે, પ્રારબ્ધ અને બીજા જેમના મનોજગનું કેન્દ્ર છે અગમ્ય. જે લોકોના મનોજગતનું કેન્દ્ર પ્રારબ્ધ છે એ લોકો એમની જીંદગી શાંતિપૂર્ણ સજાગતામાં જીવે છે.
જે વ્યક્તિની માનસિકતાનું મૂળ અગમ્યમાં છે એનું સંચાલન મહદ્ અંશે ભય અથવા લાલચ દ્વારા થતું હશે. જો તમારું મન એ પ્રમાણે સંચાલિત થાય છે, તો જ્યારે તમે જાગૃત અવસ્થામાં આવશો ત્યારે સ્પષ્ટ જોઇ શકશો. તમારી તંદ્રાભરી સ્થિતિમાંથી તમે બહાર ત્યારે આવશો જ્યારે કોઇ કામના કે કોઇ ભય તમને ઝકઝોરશે. દાખલા તરીકે, તમારી નાની બેબી ભણીગણીને પ્રગતિ કરે એવી ઇચ્છા તમને ઝકઝોરીને જગાડે એટલે તમે એને સ્કૂલે મોકલવા તૈયાર થાઓ છો. અથવા ઓફિસે મોડા પહોંચશો તો નોકરી જતી રહેશે એ ભય તમને તંદ્રામાંથી ઊભા કરી દેશે.
તમારી કાયાને ભય કે લાલસા દ્વારા કાર્યરત કરવી એને હું તમારી જીંદગી અગમ્યના આધારે જીવાય છે તેમ કહું છું.
કર્મચક્રમાંથી છુટકારો
તમારી બધી પ્રવૃત્તિઓ પાછળ કાં તો લાલસા છે, કાં ભય. તેથી જ અંતે તો એ છીછરી પ્રવૃત્તિઓ જ બની રહે છે. જે તમારા અગમ્ય કર્મોમાં ઉમેરો કરે છે.
અને આ રીતે તમે વધુ ને વધુ કર્મ એકત્રિત કરતા રહો છો. જ્યારે તમે અહીંથી પાછા જશો ત્યારે શું થશે ? તમારી ‘કર્મ બેંક બેલેન્સ’ તમારા અગમ્ય કર્મોની સંખ્યાથી ઘણી વધી ગઇ હશે.
માનો કે તમે દશ કર્મ લઇને ધરતી પર આવ્યા અને
તમારી કાયાને ભય કે લાલસા
દ્વારા કાર્યરત કરવી એને
હું તમારી જીંદગી અગમ્યના
આધારે જીવાય છે તેમ કહું છું.
તમે એ દશ કર્મો સમાપ્ત નથી કર્યા, પણ બીજાં બસો નવા એકઠાં કરી લીધાં છે !
તમે ફરી માનવ શરીર ધારણ કરશો ત્યારે શું થશે ? તમારાં સંચિત કર્મોની સંખ્યા અત્યારે એક હજાર છે અને એમાં હવે નવાં અગમ્ય કર્મ, સંખ્યા બસો, જે તમે અહીં આવીને એકત્રિત કર્યા છે એ ઉમેરાશે. તમારા આગલા જન્મમાં જેટલાં કર્મ હતાં એમાં હવે બસો બીજાં વધ્યાં. ફરી તમે આ ભંડોળમાંથી દશ લેશો અને બીજી એક કાયા સાથે આ પૃથ્વી પર આવશો. પણ દરેક વખતે તમે નવાં કર્મ એકત્રિત કરો છો અને પાછા જાઓ છો. આ એક દૂષિત ચક્ર છે. જેને આપણે જન્મ-મરણ ચક્ર કહીએ છીએ. એ ફરી ફરીને નવી કાયા ધારણ કરે છે, મરે છે, અને નવો અવતાર લે છે.
એને બદલે, જ્યાં સુધી તમે અહીં જીવિત છો, ત્યાં સુધીમાં કોઇ તમને જાણકારી આપે કે તમે ફક્ત શરીર કે મન નથી, વાસ્તવમાં એ તમારાં કર્મ છે જે તમારા અસ્તિત્વ પર પ્રભાવ પાડે છે. અને કર્મના પ્રભાવની અસર જન્મ દર જન્મ ઘટતી રહે છે. તો પછી તમે જે

પ્રારબ્ધ કર્મ લઈને અવતર્યા છો તેને બહાર ફેંકવાનું શરૂ કરો છો.
માનો કે તમે દશ પ્રારબ્ધ કર્મ લઈને પૃથ્વી પર અવતર્યા. માનો કે આ દશ પ્રારબ્ધ કર્મોમાં એ ત્રણ સંસ્કાર રહેલા છે જેમનામાં એ શક્તિ છે કે તમને વિષાદભરી અવસ્થામાં મૂકી શકે છે. જો તમે એ સંસ્કારોને તાબે થઈને વિષાદની ગર્તમાં ધકેલાતા રહો તો પેલા હાનિકારક સંસ્કાર માત્ર ત્રણ જ નહિ રહે, પણ કદાચ દશ થઈ જશે. જે સાત નવાં કર્મ ઉમેરાયાં એ અગમ્ય કર્મ છે. તમારાં પ્રારબ્ધ કર્મ ઘટાડવાને બદલે તમે એમને સાથે રાખ્યાં અને અગમ્યની સંખ્યા વધારી.
ત્યારે ત્યારે પ્રારબ્ધનો તો હ્રાસ થશે, પણ સાથેસાથે નવાં અગમ્ય કર્મો એકઠાં કરવાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જશે.
જ્યારે પ્રારબ્ધની અસર તમારા પરથી ઓછી થઈ જાય છે. ત્યારે તમે અગમ્ય ભેગાં કરતાં પણ અટકી જાવ છો. જ્યારે આ દશ પ્રારબ્ધ કર્મોની અસર અટકે છે, ત્યારે અગમ્ય પણ અટકશે કારણકે મૂળત: તો આ દશ સંસ્કાર જ આગળ જઈને નવાં અગમ્ય કર્મ એકત્રિત કરવા માટે જવાબદાર હોય છે
હવે આપણે સંચિત કર્મ પર આવીએ. સમજીલો, સંચિત કર્મોની તમારી જે બેંક ઊભી થઈ છે એમાં તમે સીધે સીધા કશું નહિ કરી શકો. સંચિત કર્મના નાશ માટે તો માત્ર ગુરુકૃપા જ કામ કરી શકે.
કેવળ આશયનું જ મહત્ત્વ છે
પૌરાણિક ગ્રંથ ભાગવતમાં એક સરસ વાર્તા છે :
શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે યમુના તીરે પહોંચ્યા. એમને નદી પાર કરવી હતી, પણ જવાનો કોઈ માર્ગ ન્હોતો. ત્યારે કૃષ્ણે કહ્યું “જો હું સાચો બ્રહ્મચારી રહ્યો હોઉં તો યમુના અમને માર્ગ આપે અને જવા દે.’’ યમુના તરત બે ભાગમાં વહેંચાઈ ગઈ અને વચ્ચેથી જવાનો માર્ગ બની ગયો.
પ્રથમ દૃષ્ટિએ એમ દેખાય કે અન્ય આમ આદમીઓની જેમ કૃષ્ણ પણ યુવતીઓની સોબતમાં હતા. પરંતુ શારીરિક કે માનસિક રોમાંચકતાથી કૃષ્ણ પરે હતા. એમની ક્રિયાઓમાં આમ આદમીનો હોય એવો આશય ન્હોતો. માટે દરેક કાર્ય પાછળ કેવો હેતુ રહેલો છે એ મહત્ત્વપૂર્ણ છે. અને નહિ કે કાર્ય પોતે.

બીજી બાજુ, જો આ ત્રણ હાનિકારક સંસ્કાર જ્યારે તમને વિષાદયુક્ત સ્થિતિમાં મૂકે ત્યારે વિષાદમુક્ત થવાની કોઈ તકનીક તમે શીખ્યા હો તો આ ત્રણ હાનિકારક સંસ્કારોનો પ્રભાવ તમારા પર એમનું વર્ચસ્વ નહિ જમાવી શકે. અને અમુક સમયમાં હાનિકારક તત્ત્વો તમારાથી દૂર ચાલ્યાં જશે. જ્યારે જ્યારે પ્રારબ્ધની અસર તમે તમારા પરથી ઓછી થવા દેશો,
કર્મચક્રને તોડી શકાય છે
આશય એ સૌથી મોટો કર્મબોજ છે અને નહિ કે કાર્ય પોતે. પણ જો કાર્યના કારણે અમુક પ્રકારનો ઇરાદો પેદા થતો હોય તો એ ભાર બને છે. હેતુ રહિત શુદ્ધ કાર્ય, અલબત કર્મ નથી બનતું.
ગુરુની હાજરી આશય પર પ્રભાવ
પાડે છે
સમજો, ગુરુની ઉપસ્થિતિમાં તમે જે કંઈ કરો છો એ ગુરુ માટે કરો છો. તમે એ પણ જાણો છો કે એને લીધે તમને ન તો કોઇ ખ્યાતિ કે ન કોઇ પ્રતિષ્ઠા મળશે. એટલે એ કાર્ય હેતુરહિત થાય છે. એની પાછળ કોઈ હેતુ નથી હોતો. જે કંઈ હેતુ છે એ ગુરુ દ્વારા નિર્ણિત હેતુ છે. કાર્ય તમારું છે. હેતુ તો એ વ્યક્તિના અસ્તિત્વનો છે જેને પોતાનો કોઇ હેતુ નથી !
સંપૂર્ણ સંચિત કર્મ તમારું પણ હોઇ શકે અને મારું પણ. મારું કર્મ દૈવી ખેલ છે. જ્યારે તમારું કર્મ દુઃખભર્યું છે. જ્યારે તેનો આરંભ થયો, ત્યારે તમારું સંપૂર્ણ સંચિત કર્મ પણ એક દૈવી ખેલ રૂપે હતું. પણ, વધુ ને વધુ અગમ્ય કર્મ જેમજેમ એકત્રિત થતાં ગયાં, તેમ તેમ એ મલિન થઇ ગયું.
કારણ કે મારા ખાતામાં કોઇ કર્મ નથી, માટે તમે જ્યારે મારી સાથે વહો છો ત્યારે પણ નિષ્કામ કાર્ય કરશો. કોઇ પ્રકારનું ફળ પામવાની કામના વિના કરેલું કાર્ય એ જ જીવન મુક્તિ છે.
આશય વગરની ક્રિયા એ
કર્મ(બંધન)થી મુક્ત છે
જો એક માણસે દશ ખૂન કર્યાં હોય, તો એણે કરેલ
કોઇ પ્રકારનું ફળ પામવાની
કામના વિના કરેલું કાર્ય એ
જ જીવન મુક્તિ છે.
ખૂનોની સંખ્યા નહિ નોંધાય. ખૂનીના કાર્યના ઇરાદાની તીવ્રતા નોંધાશે. એની વિષમતા, એ કાર્ય પાછળ રહેલ માનસિકતા, એને લગતા અભિગમ વગેરે પર કાર્મિક ભારનો આધાર રહેલ છે.
અને માટે, ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં ફરી ફરીને કહે છે કે કાર્ય નહિ, એની પાછળ રહેલ આશય વધુ મહત્ત્વપૂર્ણ છે. પૂરી ગીતાનો આ જ સંદેશ છે. તે કહે છે, “જ્યારે તમે પૂર્ણતઃ કામના રહિત હશો, ત્યારે હું તમારી સારસંભાળ લઇશ.”
તમારા કાર્યની નોંધ લેવાતી નથી. તમારા આશયની નોંધ લેવાય છે.
મહાભારત આપણને ગણિકા અને સાધુની એક સરસ કથા કહે છે.
એક સાધુ હતો જે ગણિકાના મકાનની બરાબર સામે રહેતો હતો. ગણિકાને ત્યાં રોજ કેટલાય માણસો આવતા હતા એની એ ગણત્રી રાખતો હતો. અને એના જીવન સંબંધી જાતજાતની કલ્પનાઓ કરતો રહેતો. પાપકર્મોથી ભરેલા પોતાના જીવનથી મુક્તિ પામવા ગણિકા એની ફુરસદની એકેએક પળ કૃષ્ણની પૂજા કરવામાં ગાળતી.
એક વખત એવું બન્યું કે એક જ સમયે એ બંને મૃત્યુ પામ્યાં. બંને યમરાજના દરબારમાં પહોંચ્યાં. યમે પૃથ્વી પર જીવન દરમ્યાન બેઉની તવારીખ જોઇ અને આદેશ આપ્યો કે સાધુ નર્કમાં જાય અને ગણિકા સ્વર્ગમાં. એ સાંભળી સાધુને જબરદસ્ત
આંચકો લાગ્યો અને એણે વિરોધ નોંધાવ્યો, ‘હું તો સાધુ જીવન જીવ્યો છું, જ્યારે આ સ્ત્રી તો દુરાચારી જીવન જીવી છે. તો પછી મને કઈ રીતે નર્ક મળે અને એને સ્વર્ગ ?’
યમે ઉત્તર આપ્યો, ‘મારા ન્યાય અનુસાર તમારા સાધુત્વનું કોઈ મહત્વ નથી. જે મહત્ત્વ છે એ તમારી અંદર રહેલા આશયનું. તમે સાધુનો વેશ જરૂર પહેર્યો હતો અને બાહ્ય દૃષ્ટિએ સદાચારી જીવન જીવ્યા હતા. પણ ભીતરમાં તો તમે વાસનાથી ભરેલા હતા. જેથી બાહ્ય જગતમાં તમારી કાયાને સન્માનપૂર્વક અગ્નિદાહ આપવામાં આવે છે, પણ અહીં તમારે નર્કમાં જવું પડશે. ગણિકાનું મન સદા કૃષ્ણની ભક્તિમાં હતું, જો કે પોતાની કાયા એને પુરુષોને સોંપવી પડતી હતી. એથી એના મૃત્યુ સમયે એની અંત્યેષ્ટિ માટે ય કોઈ હાજર ન્હોતું. છતાં એ સ્વર્ગમાં જશે.’
એ ધ્યાનમાં રહે કે આશય અને મનોવૃત્તિનું જ મહત્ત્વ છે.
એક પ્રબુદ્ધ વ્યક્તિ, માનવ શરીરધારી હોઈને ય પરમ તત્ત્વ સાથે ઐકત્વ ધરાવે છે. પ્રબુદ્ધ હસ્તી અસ્તિત્વ સાથે લયમાં રહીને જ કામ કરી શકે છે. જે તે ક્યારેય બે-તાલ થતો જ નથી. તેની ક્રિયાઓ ક્યારેય જાગૃતતા અને કરુણા સિવાયની હોતી જ નથી.
જ્યાં સુધી આપણામાં એ ચેતના કે જાગરુકતા ના આવે ત્યાં સુધી આપણે આપણાં કાર્યો વિશે દાવા સાથે એમ નથી કહી શકતા કે એ બધાં એક પ્રબુદ્ધ વ્યક્તિના કાર્ય સમાન છે. સ્પષ્ટતાથી સમજી લો, બાહ્ય દૃષ્ટિએ કદાચ કાર્યોમાં સમાનતા જણાય, પણ એમની પાછળ રહેલ આશય, મનોવૃત્તિ, એ તદ્દન જુદાં હોય છે.
એક કથા છે આદી શંકરના જીવનમાંથી : એક વખત જ્યારે શંકર એમના અનુયાયીઓ સાથે ફરવા નીકળ્યા હતા, ત્યારે અચાનક એમને ખૂબ તરસ લાગી. એ આગળ દૂર સુધી ચાલતા ગયા અને અંતે એ એક દુકાન પર પહોંચ્યા. શંકર દુકાનના માલિક પાસે ગયા અને પીવા માટે પાણી માંગ્યું. દુકાનદારે કહ્યું : ‘બહુ દિલગીર છું, પણ મારી પાસે અત્યારે દારૂ સિવાય બીજું કશું નથી. માત્ર એ જ છે મારી પાસે.’
શંકરે કહ્યું, ‘ભલે મને એ આપો’. અને શંકરે દારૂનો એક ગ્લાસ પીધો તથા એ માટે દુકાનદારનો આભાર પણ માન્યો. એમના અનુયાયીઓ તો ગુરુને દારૂ પીતા જોઈએ અવાક થઈ ગયા હતા. અનુયાયીઓ પણ તરસ્યા હતા અને ગુરુને અનુસરીને એમણે પણ મન મૂકીને દારૂ પીધો.
જ્યારે ફરી ચાલવું શરૂ કર્યું, ત્યારે શંકર તો રોજિંદી ચાલે ચાલતા રહ્યા. પણ, દારૂની અસર નીચે અનુયાયીઓ લડખડાવા લાગ્યા. થોડે સુધી આગળ ગયા પછી એ સૌ લોઢું ગાળવાની એક ભઠ્ઠી પાસે પહોંચ્યા.
એક માણસ કે જે ઢળાઈ માટેના ‘મોલ્ડ’માં પીગાળેલું લોઢું રેડતો હતો એની પાસે જઈને શંકરે એક ગ્લાસ પાણી માંગ્યું. માણસે માફી માંગીને કહ્યું કે મારી પાસે પાણી નથી. શંકરે કહ્યું : ‘ભલે મને થોડું પીગાળેલું લોઢું જ આપી દો.’
શંકરના અનુયાયી અને લોઢું ગાળનાર બંને અચંબામાં પડી ગયા. પણ છેવટે શંકરને ગરમ પીગાળેલું લોઢું આપ્યું. અને શંકર એ રીતે પી ગયા જાણે એ પાણી હોય. પછી શંકર પોતાના અનુયાયીઓ તરફ ફર્યા અને કહ્યું, ‘હવે તમે પણ પી જુઓ’. અનુયાયીઓ માંથુ નીચું કરીને ચૂપ ઊભા રહ્યા. શંકરે કહ્યું, ‘જે હું કરું એનું અનુકરણ ન કરો. પણ જે કહું એને અપનાવો. નહિતર, માત્ર તમારું મન જે કહે એને અનુસરો.’
વાત સમજો. પરમ તત્ત્વ જે સ્તર પર છે એ આમ માનવી જે સ્તર પર જીવે છે એના કરતાં સાવ જુદું છે. એ તત્ત્વો ન તો આપણી સમજ અનુરૂપ કાર્ય કરે છે કે ન એમને એ પ્રમાણે કરવાની કોઈ જરૂરત છે. અગત્યનું જે છે એ એમની ક્રિયાઓ પાછળ રહેલ હેતુ છે અને એ સામાન્ય તર્ક અનુસાર સમજાવી શકાતો નથી.
પ્રબુદ્ધ વ્યક્તિત્વને કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો. કારણકે એમની કોઈ વ્યક્તિગત ઓળખ પણ હોતી નથી. એમની ઓળખ તો સમસ્ત બ્રહ્માંડની ઓળખમાં એકાકાર થઈ ગઈ હોય છે.
હેતુ અને પ્રવૃત્તિ
જો કોઈ પ્રવૃત્તિ પાછળ રહેલ હેતુ ગહનગંભીર છે, પણ કાર્યવાહી છીછરી છે તો એ વ્યક્તિ આળસુ છે અથવા તામસિક છે. જો હેતુ અને કાર્ય બંને સરખી ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે, તો વ્યક્તિ એની પ્રવૃત્તિમાં અશાંત છે, રાજસિક છે. જો પ્રવૃત્તિ પાછળ વ્યક્તિગત હેતુ જેવું કશું નથી, છતાં વ્યક્તિ કાર્યરત છે, તો એ નિરુદ્દેશ છે, એ સાત્ત્વિક છે.
માટે, કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે : ‘અર્જુન તું યુદ્ધ કર’ જે કાર્યની નોંધ લેવાશે એ યુદ્ધમાં હિંસાની નહિ, પણ એના મૂળમાં રહેલ હેતુની લેવાશે. હેતુ જે અર્જુનનો છે એ જ કૃષ્ણનો છે, છતાં કૃષ્ણ નિરુદ્દેશ છે કારણ કે એ બ્રહ્માંડ સાથે એકાકાર છે.’
પ્રબુદ્ધ વ્યક્તિત્વને કોઈ
વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો.
કારણકે એમની કોઈ વ્યક્તિગત
ઓળખ પણ હોતી નથી. એ તો
સમસ્ત બ્રહ્માંડની ઓળખમાં
એકાકાર થઈ ગઈ હોય છે.
જ્યારે તમે બ્રહ્માંડના સૂર સાથે એકરસ થઈને કોઈ પ્રવૃત્તિ કરો છો ત્યારે સમસ્ત બ્રહ્માંડની શુભેચ્છાઓ તમારી સાથે હોય છે. તમારી આસપાસ તમે બધાં સકારાત્મક બનાવો આકર્ષિત કરો છો. માટે જ જ્યારે લોકો કોઈ આવા પુરુષના કામમાં કઇપણ યોગદાન આપે, ત્યારે એમના પર ચારે દિશાઓથી આશીર્વાદ વરસે છે.
દૈનિક આશયનો પ્રભાવ
આપણી અંદર ઊર્જાના સાત સ્તર અથવા સાત શરીર સમાવિષ્ટ છે. એ છે : શારીરિક, પ્રાણિક, માનસિક, વાયુમય, કાર્ય-કારણીય, આનંદમય અને નિર્વાણિક. કાર્ય-કારણ સ્તર પર આપણે એકત્રિત કરેલ અગત્ય કર્મ આપણને પૂર્ણત: ઉપલબ્ધ છે. આ સ્તર પર આપણી કાયા, આપણી માનસિકતા ક્રિકેટ, ગૉલ્ફ કે ટેનિસ જેવી રમતો રમવાનું કૌશલ હાંસલ કરી લે છે. પણ માનો કે તમે ઘેરી નિદ્રાથી એક એવી પ્રબળ ઇચ્છા લઈને જાગો છો કે ક્રિકેટ રમવી છે, તો એની મેળે તમારા કાર્યકારણ સ્તરથી એ બૌદ્ધિક ઊર્જા પ્રાપ્ત થશે જેને લઈને ક્રિકેટ રમી શકાશે. એની મેળે એ માહોલ, એ વાતાવરણ, એ ક્ષમતા પ્રાપ્ત થઈ જશે. તમે જો રાત્રે ગૉલ્ફ રમવાની ઉત્કટ ઇચ્છા લઈને સૂઈ રહો છો અને સવારે જાગો ત્યારે પણ એ ઉત્કટ કામના લઈને જાગો કે ગોલ્ફ રમવું છે, તો તમારામાં ગૉલ્ફ રમવાની બૌદ્ધિક ક્ષમતા પેદા થઈ જશે.
કાર્ય-કારણ સ્તર આદાનપ્રદાન માટેનું સ્તર છે. કાર્ય-કારણ સ્તર દ્વારા તમે કોઈ પણ વસ્તુનું આદાનપ્રદાન કરી શકો છો. જ્યારે તમે કાર્યકારણ સ્તર પર વિચારો છો, ત્યારે જો તમારો આશય મજબૂત હોય તો આ જન્મના કર્મોનું પણ આદાનપ્રદાન થઈ શકે છે. એને એ જ સાચી મુક્તિ છે.
મક્કમ ઇરાદામાં એ તાકાત હોય છે કે એ એકત્રિત થયેલ અગમ્ય કર્મને અને આ જન્મમાં આપણે જે લઈને આવ્યા છીએ એ પ્રારબ્ધ કર્મને બદલી શકે. પણ એ સંપૂર્ણ સંચિત કર્મને બદલી નથી શકતો. સંચિત કર્મ માત્ર સદ્ગુરુની મહેરબાનીથી જ બદલાય છે. જે પોતે કર્મમુક્ત છે.
મિશન કે મશીન
સદ્ગુરુ સુધી પહોંચવું, એમના આદેશ અનુસાર કાર્ય કરવું અને નિષ્કામ ભાવ સાથે કરવું એ જ જીવનનો સંપૂર્ણ ખેલ છે.
હેતુરહિત કાર્ય એક મિશન છે. જો તમે કોઈ આશયથી પ્રેરાઈને કંઈ કાર્ય કરો છો, તો તમારામાં અને મશીનમાં કોઈ ફર્ક નથી.
જો તમે કાર્યરત હોઈને ય આશયરહિત છો, તો તમે પોતે જ એક મિશન છો, એક આદર્શ છો. મશીન બનવું કે મિશન બનવું એ તમારે નક્કી કરવાનું છે. જ્યાં સુધી તમે તમારો હેતુ વચ્ચે લાવ્યા વિના મારા ધ્યેય અનુસાર ચાલતા રહેશો, ત્યાં સુધી હું તમને માર્ગદર્શન આપતો રહીશ. હું જે કહું છું તે કરો અને તમારા આશયમાંથી પ્રેરણા લીધા વિના, તમારી લાલસા અને ભય દ્વારા સંચાલિત થયા વિના. આશય રહિત નિષ્કામ પ્રવૃત્તિ જ પૂર્ણત્વ ભણી લઈ જશે.
એ જ તલવાર તમારા તરફ પણ તાકેલી છે.
કર્મ કોઈ બક્ષિસ નથી અથવા સજાનો સિદ્ધાંત. લોકો જે દુષ્કર્મ કરે છે એ માટે એમને સજા કરવા પરમાત્માએ અખત્યાર કરેલ એ કોઈ રીત નથી. એ તો તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે જે તમને ‘સ્વર્ગ અને ‘નર્ક’ નો આભાસ કરાવે છે.
એક કથા છે: ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસે એક માણસને ખૂબ ઝડપથી ગાડી ચલાવવા માટે રોક્યો. ટ્રાફિક પોલીસ પેલા ડ્રાઇવરને દંડ ફટકારવાની નોટિસ આપવાની જ હતી કે, અચાનક પાછલી સીટ પર બેઠેલી એક સ્ત્રી ચીસો પાડવા લાગી: ‘મેં કહ્યું હતું કે પોલીસ તમને પકડશે. કોણે તમને આટલી ઝડપથી ગાડી ચલાવવા કહેલું ? જ્યારે જ્યારે મેં તમને ધીમે ચલાવવા કહ્યું, ત્યારે તમે મને ચૂપ રહેવાનો હુકમ કર્યો. હવે કેવા પકડાયા!’ ટ્રાફિક પોલીસે પૂછ્યું: ‘કોણ છે આ?’ પેલાએ ધીમા સ્વરે કહ્યું: ‘મારી પત્ની’, ટ્રાફિક પોલીસે દંડની નોટિસ ફાડી નાંખી અને ઉમેર્યું: ‘જાઓ આગળ જાઓ, મહેરબાન!’ પછી પેલી સ્ત્રી તરફ જોઇને કહ્યું: ‘તમને પૂરતી સજા થઇ ગઇ છે!’
જ્યારે તમે ક્રોધિત થાઓ છો, ત્યારે એનો અર્થ એ નથી કે તમે કોઈ પાપ કરી બેસશો અને એ માટે આવતા જન્મમાં તમને સજા થશે. તમને તમારા ક્રોધની સજા અત્યારે જ થઇ રહી છે. એ ક્રોધ જે તમે કરો છો એ નર્ક છે અને એની યાતના તમે ભોગવો છો. તમે જે માણસ પર ક્રોધ કરો છો એ જેટલી પીડા સહન કરે છે એટલી જ પીડા તમે તમારી અંદર વેઠો છો.
કર્મચક્રને તોડી શકાય છે
ક્રોધની જે આગ તમે બહાર ઓકો છો એ જ આગ, એટલા જ પ્રમાણમાં તમારી અંદર જલતી રહે છે. સામેના માણસને એ જલાવે કે ન જલાવે, પણ ક્રોધની આગ તમને તો જરૂર જલાવે છે. જે તલવાર બહાર બીજાને કાપે છે એ તલવાર એ જ તીક્ષ્ણતાથી તમને પણ કાપશે. યાદ રાખો, દરેક તલવાર બેધારી હોય છે.
ભગવાન બુદ્ધના જીવનની એક કથા છે : એક માણસ આવીને ગૌતમ બુદ્ધના મોઢા પર થૂંક્યો. બુદ્ધે ચહેરા પરથી થૂંક લૂછી નાંખ્યું અને પૂછ્યું : ‘તમારે હજુ વધુ કંઈ કહેવાનું છે કે બસ આટલું જ?’ બુદ્ધના પટ્ટશિષ્ય આનંદ આ જોઈને બહુ ક્રોધિત થઈ ઉઠ્યા. એમનો ક્રોધ એ વાત પર હતો કે એક માણસ આવ્યો અને કોઈ પણ કારણ વિના તથાગત બુદ્ધના ચહેરા પર થૂંક્યો. આનંદે બુદ્ધને કહ્યું, ભગવાન, જો આપ કહો તો હું આ માણસને ઠેકાણે લાવી દઉં. બુદ્ધે જવાબ આપ્યો : ‘તમે ભૂલી જાઓ છો કે તમે ભિખ્ખુ છો. એક સંન્યાસી છો. પેલો માણસ તો બિચારો એના ક્રોધનો શિકાર છે. એનો ક્રોધાયમાન ચહેરો જુઓ. એનું આખું શરીર ક્રોધથી કાંપે છે. એ મારા પર થૂંક્યો એ પહેલાં એ શું નાચતો—ગાતો હશે ? એ તો એના ક્રોધમાં પાગલ થઈ ગયો છે. અસ્થિર અવસ્થામાં એ આવ્યો અને મારા પર થૂંક્યો.’
‘આવી અવસ્થા હોય એનાથી વધુ મોટી સજા બીજી કઈ હોઈ શકે ? અને એણે મને શું મોટું નુકસાન કર્યું ? મારે મારા ચહેરા પરથી થૂંક લૂછવું પડ્યું એટલું જ ને. એ બાબત જરા ય ઉશ્કેરાવાની જરૂરત નથી. નહિતર તમે પણ એ જ પ્રકારના ક્રોધનો શિકાર બની જશો. તમે તમારી જાતને શું કરવા સજા કરો છો ? એ મૂર્ખતા છે. ઉલટું, એ બિચારા પ્રતિ સહાનુભૂતિ અનુભવો ?’
પેલો માણસ આ વાર્તાલાપ સાંભળતો હતો. એને આશ્ચર્ય થયું. એ ગડમથલમાં પડી ગયો કે બુદ્ધ કેમ આવી રીતે વર્તતા હતા. એને તો હતું કે બુદ્ધ એના વર્તનથી ક્રોધાયમાન થશે. એ એની અપેક્ષા હતી. એને બદલે અહીં બુદ્ધે જે સંવેદના અને સમજદારી વ્યક્ત કરી એ બાબત એના માટે આઘાત આપનારી બની ગઈ હતી.
બુદ્ધે એની સામે જોઇને કહ્યું ‘જા, ભાઈ ઘેર જા, તું થાકી ગયો હોય તેવું છે. તારી જાતને તું કાફી સજા કરી ચૂક્યો છે. જે વર્તન તેં મારી સાથે કર્યું એને ભૂલી જા. એથી મને કોઈ નુકસાન નથી થયું. આમ પણ, મારું આ શરીર તો એક દિવસ માટીમાં પાછું મળી જશે. ત્યારે લોકો કોને ખબર શું નહિ કરે. માટે તું ઘેર જા અને શાંત થા. આરામ કર.’
પેલો માણસ તો તદ્દન સ્તબ્ધ થઈ ગયો. એ ઘેર તો ગયો. પણ થોડા સમય પછી પાછો આવ્યો અને બુદ્ધના ચરણોમાં નમી પડ્યો. ‘પ્રભુ મને માફ કરો, ’ એણે કહ્યું. બુદ્ધે એને શાંતિપૂર્વક સમજાવ્યો : ‘હું તારા પર જરા પણ ક્રોધિત નહોતો. તો પછી, હું તને કઇ બાબતે માફ કરું. પણ, તને ક્રોધ મુક્ત અને શાંત થયેલો જોઈને હું ખરેખર ખુશ છું. માત્ર એટલું યાદ રાખ કે ફરી કદી આ રીતે ન વર્તતો. આમ તું તારા પોતાના માટે જ નર્ક ઊભું કરે છે.’
કર્મ અને પુનર્જન્મ
આપણે આપણો પુનર્જન્મ કઈ રીતે નક્કી કરીએ છીએ ?
એક વખત શરીરમાંથી પ્રાણ નીકળી જાય, પછી ત્રણ ક્ષણમાં એ પોતાની આગામી કાયા નક્કી કરી લે છે.
ધ્યાનસ્થ સ્થિતિ પ્રારબ્ધ કર્મનો પ્રભાવ ઘટાડવામાં સહાયક બને છે
મૃત્યુ સમયે જીવન દરમિયાન જે ત્રણ ખૂબ સુખદ અનુભૂતિઓ થઈ હોય એ સ્મૃતિમાં તરી આવે છે. આગામી કાયા જે આપણે ધારણ કરવા જઈ રહ્યા છીએ એનો આધાર આ ત્રણ અનુભૂતિઓ પર રહે છે.
આ ત્રણ વિચારો આપણાં સંચિત, પ્રારબ્ધ અને અગમ્યના આધાર પર હશે. આના એ આધાર પર નવા જન્મ સાથે પ્રારબ્ધ કર્મ અસ્તિત્વમાં આવશે.

જો વ્યક્તિએ એના જીવનકાળ દરમિયાન આધ્યાત્મિક જીવન વિતાવ્યું હશે તો એણે એકત્રિત કરેલ સંચિત કર્મમાં ઘટાડો થશે, કારણકે એ સમજણ તેને જાગૃતતા સાથે જીવવામાં મદદ કરે છે. ધ્યાનસ્થ સ્થિતિ પ્રારબ્ધ કર્મનો પ્રભાવ ઘટાડવામાં સહાયક બને છે. એનાથી માત્ર માનસિક સચેતાવસ્થા કે શારીરિક સ્તર પરની જાગરૂકતા જ કાર્યરત નથી થતી, પરંતુ એમાં શારીરિક અને માનસિક સ્તર પરની અચેતાવસ્થાને વિશુદ્ધ કરવાની પણ ક્ષમતા છે. તેમ છતાં પણ, કર્મની જે સૌથી મોટી બેંક છે, બધાજ સંચિત કર્મ, એને તો માસ્ટરની કૃપા દૃષ્ટિથી જ ઇચ્છે તો વિલીન કરી શકાય છે.
જેમ જેમ આ ત્રણે કર્મોનો પ્રભાવ ઓછો થતો જાય છે તેમતેમ આગામી જન્મ અમુક યોનીમાં જ થાય એને લગતાં નિયંત્રણ પણ ક્રમશઃ ક્ષીણ થતાં જાય છે. આ ત્રણે કર્મોમાંથી પ્રત્યેક દ્વારા જીવિતાવસ્થાને લગતો એક એવો અનુકૂળ આદેશ આપવામાં આવે છે કે જેથી પુનર્જન્મમાં મળનાર કાયાને એ પ્રકારની જીંદગી જીવવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ થતી રહે એ આવશ્યક બને.
વાત આ રીતની છે. જો હું કહું કેઃ 'મને એવો માણસ મળવો જોઈએ જે અંગ્રેજી બોલી શકતો હોય.' જો હું અંગ્રેજીનો જ આગ્રહ રાખું તો સ્પેનીશ કે જર્મન જાણનારા કરતાં અંગ્રેજી જાણનાર વધુ મળવાની સંભાવના રહે છે. એ જ પ્રમાણે
તમારા ભંડોળમાં ત્રણે પ્રકારનાં કર્મ હોય તો તમારા આગામી જન્મમાં નિયંત્રણોનું પ્રમાણ પણ વધી જશે. ઉદાહરણ રૂપે, તમારાં કુલ સંચિત કર્મોના પ્રભાવ તળે માનો કે તમારી કામના એ હોય કે “હું ખૂબ સુંદર બનું.” પણ, તમારા આ જન્મના કર્મ-પ્રારબ્ધ-અનુસાર માનો કે તમારી કામના એમ હોય કે ‘હું ખૂબ સમૃદ્ધ બનું’ અને તમારા એકત્રિત કરેલ કર્મ- અગમ્ય કર્મ- પ્રમાણે કામના એ હોય કે ‘હું અમેરિકામાં વસી જઉં.’
હવે, તમારા આગામી જન્મમાં એવી યોની પ્રાપ્ત કરવી કઠિન છે કે જેમાં તમારી ઇચ્છા અનુસાર આ ત્રણે કક્ષા પામી શકો. પરિણામે બને છે એવું કે આ ત્રણે કામનાઓમાંથી જે સૌથી પ્રબળ હોય એની પૂર્તિ કરી શકે એવી યોની, એવી કાયા તમને મળે છે. એકત્રિત થયેલ કામનાઓ, એ માટેની માનસિકતા જેનો હવે પૂર્વવર્તી કાયાએ ત્યાગ કર્યો છે એ જ અપરિપૂર્ણ રહી ગએલી વાસના છે. આ વાસના ઇચ્છાઓ બીજ છે. જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ.
આ ત્રણે કામનાઓ આભાસ રૂપે એક વાસના તરીકે નજરે પડશે. વાસના એક ટીવી ચેનલ જેવી હોય છે અને કાયા જે વાસનાને સંઘરે છે એ ટીવી સેટ બરાબર છે, જેમાં આ ચેનલ પ્રદર્શિત થાય છે. વાસના કેટલી ગહન છે તથા કાયાનો વાસના સાથે કેવો મેળમેળાપ છે એના પર જીવન ઊર્જા કાર્યરત થવાનું અવલંબન રહે છે. જેમ સેટેલાઇટ ચેનલ સાથે સંકળાએલ ટીવી સેટને વિદ્યુતચુંબકીય મોજાં મળે છે એમ વાસનાને પણ કાયા આકર્ષે છે.
જીવન ઊર્જા, જીવાત્મા આગલા ભવના શરીરમાંથી નીકળીને નવા શરીરમાં ત્યારે પ્રવેશે છે જ્યારે નવું શરીર માતૃગર્ભમાંથી અવતરવાનું હોય. આ નવા શરીરની પસંદગી પણ જીવાત્મા જ કરે છે. પુરાતન કાયાના અંધકારનો ત્યાગ કરીને એ હવે માતૃગર્ભના નવીન બોગદામાં પ્રવેશ કરે છે જે પહેલાં જેટલું જ ગાઢ હોય છે. આ નવીન કાયાનું ઘડતર એના માતાપિતાની ઊર્જા પર થએલું હોય છે એટલે એના જીવનપ્રવાહમાં પણ માતાપિતાની સંયુક્ત ઊર્જાનાં લક્ષણો જોવા મળે છે. આગલા ભવની કામનાઓ, વાસનાઓ, માનસિક વૃત્તિઓ વગેરેની ઝલક પણ મળે છે. એ રીતે મા-બાપ બાળકની પસંદગી નથી કરતાં, નવીન બાળક પોતાનાં માતાપિતાની પસંદગી કરે છે.
એક વિશેષ કાયા પસંદ કર્યા પછી જીવાત્માને બીજી જે બે કામનાઓ એનામાં હતી, પણ જેને અનુરૂપ કાયાની પસંદગી એ કરી ન્હોતું શક્યો એને સંતોષવાની રહે છે. પરંતુ અંધકારભર્યાં આ સંક્રમણ દરમ્યાન નવીન કાયામાં પ્રવેશ કરતાં પહેલાં જે ગહન પીડા જીવાત્મા અનુભવે છે એ જૂની વાસનાઓની
તમારા ભંડોળમાં ત્રણે પ્રકારનાં
કર્મ હોય તો તમારા આગામી
જન્મમાં નિયંત્રણોનું પ્રમાણ
પણ વધી જશે.
બધી સ્મૃતિઓને વિસારી દે છે. નવા અસ્તિત્વને જૂની વાસનાઓની યાદ નથી રહેતી. આગલા ભવની અપૂર્ણ કામનાઓને પૂર્ણ કરવાને બદલે જીવાત્મા એની નવી કાયામાં નવી કામનાઓ શોધે છે અને વધુ કર્મ એકત્રિત કરે છે.
હવે જો ત્રણે પ્રકારના કર્મમાંથી એક વિલીન થઇ ગયું હોય, તો પસંદગીનું ક્ષેત્ર નાનું થાય અને જીવાત્મા એની પસંદગી બાબત એકાગ્ર થઇ શકે. એકઠાં થયેલા અગમ્ય કર્મ મટાવાય અને હાલના અવતારના પ્રારબ્ધ કર્મોનો નિવેડો લાવી શકાય. આ ત્યારે થાય જો વ્યક્તિ જીવનને બરાબર સમજે અને આધ્યાત્મિક તાના ને પંથે ચાલે. માસ્ટરની સહાનુભૂતિભરી દ્રષ્ટિ એનાં સંચિત કર્મોની સંખ્યા પણ ઘટાડશે.
એક વખત સંપૂર્ણ સંચિત કર્મ મટી જાય, પછી બીજી કાયા ધારણ કરવાની કોઇ જરૂરત રહેતી નથી. છતાં જો પુનર્જન્મ થાય, તો એની પાછળ બીજું કોઇ કારણ હોતુ નથી પણ માત્ર આનંદ અને આશીર્વાદ હોય છે. આવો જન્મ સજાગતાપૂર્વક લેવાય છે, કારણ કે એના પર કોઇ કર્મનો પ્રભાવ નથી હોતો. જે જીવન જીવવામાં આવે એ નવા અવતારની લીલા અથવા ક્રીડા હોય છે જેને નવીન અવતાર માણે છે.
જીવન અને મૃત્યુનું ચક્કર કઇ રીતે શરૂ થાય છે?
દરેકના માટે આપણાં પૂર્ણ સંચિત કર્મ એ પ્રારંભમાં તો એક દૈવી ક્રીડા હતી. પ્રબુદ્ધ ગુરુ માટે તો એ આજે પણ ક્રીડા છે. કારણકે તેમને કોઇ બંધનકર્તા કર્મ નથી હોતું. આ ક્રીડા એટલા માટે છે કે તમે દૈવી ક્રીડા કરો છો.
બાળક પોતાનાં
માતાપિતાની પસંદગી કરે છે. આપણે જન્મ પસંદગી અનુસાર લીધો. આપણે પ્રારબ્ધ કર્મ ભૂલી ગયા અને અગમ્ય કર્મ એકત્રિત કરવા લાગ્યા. એ રીતે આપણાં સંચિત કર્મોનું ભંડોળ વધારતા ગયા. પછી એ વધેલા બોજને ઘટાડવા આપણે બીજો જન્મ લેવો પડ્યો. જેમાં આપણે નવી કામનાઓ અને નવાં કર્મ એકઠાં કર્યાં. બસ, આ રીતે જન્મ-મરણનું ચક્કર ચાલતું રહે છે.
વાત સમજો. જે અગમ્ય કર્મ તમે એકત્રિત કર્યાં છે એ તમારા માટે બંધન રૂપ છે. કુલ કર્મ સમૂહ અને જન્મ સમયનું કર્મ દૈવી ક્રીડા બની શકે છે. જો જન્મ પછી આપણે કોઈ પણ પ્રકારના સંગ્રહિત કર્મ વિના ક્રીડા કરતા રહીએ તો એ દૈવી ક્રીડાની ધારાવાહિકતા જ હશે. બંધન તો માત્ર એકત્રિત કર્મોના કારણે આવે છે.

શું માણસ એના આગામી જન્મમાં પ્રાણી રૂપે, પક્ષી રૂપે કે જંતુ રૂપે જન્મી શકે કે માત્ર માનવી રૂપે જ ફરી જન્મી શકે ?
આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર હું સ્પષ્ટ શબ્દોમાં આપવા માંગુ છું. અને કર્મને લઈને આ એક પ્રશ્નની આસપાસ જે તરેહ તરેહની રહસ્યમય કથાઓ ચકરાતી રહે છે એમને હું દૂર કરવા ઇચ્છું છું.
જ્યારે કોઈ માણસ રૂપે એક વખત જન્મ લે છે, ત્યારે એ સામાન્ય રીતે માનવી જીવન પ્રાપ્ત કરતો રહેશે, સિવાય કે એ પોતાની માનસિક ચેતના વિરુદ્ધ જઈને કોઈ કુકર્મ કરી બેસે અથવા શારીરિક, માનસિક કે શાબ્દિક રૂપે હિંસાત્મક કાર્ય કરે. અસ્તિત્વ તો વિવિધ રૂપે - પિતૃરૂપે, નૈસર્ગિક રૂપે, માનવીય ચેતના રૂપે - અભિવ્યક્ત થાય છે. માણસનાં આવાં કાર્યોની ઘનિષ્ઠતા અસ્તિત્વની કાર્મિક નોંધપોથીમાં નોંધાઈ જાય છે. ક્રિયા પોતે મહત્ત્વપૂર્ણ નથી. પરંતુ એની પાછળ રહેલ ઉત્કટતા વધુ મહત્ત્વ ધરાવે છે.
જ્યારે કોઈ પોતાની પૂરી જીંદગી નીચલા સ્તરની મનોવૃત્તિમાં ગુજારે છે ત્યારે એ પ્રાણી રૂપે પુનર્જન્મ પામી શકે છે. દાખલા તરીકે, જો કોઈ આખી જીંદગી માત્ર ખાવામાં અને ઊંઘવામાં ગાળી નાંખે તો એ નવા જન્મમાં પ્રાણી રૂપે જન્મી શકે છે.
જો વ્યક્તિએ અનૂઠી માનવીય અનુભૂતિઓ મેળવી ન હોય - જેવી કે, પ્રેમમાં પડવું, પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવી, વગેરે - જીવનમાં આવી અનુભૂતિઓ એક વાર પણ ન મેળવી હોય, તો એ પુનર્જન્મમાં પ્રાણી જન્મી શકે. કારણકે માનવશરીર એને મળ્યું હતું, પણ માનવીય અનુભૂતિઓની ચેનલો જાગૃત થઈ ન હોતી.
જો કોઈ બાબત આપણી માન્યતા પ્રબળ હોય,
પણ આ જન્મનું પ્રારબ્ધ એને અપનાવતું ન
હોય તો શું આપણે બીજા જન્મ સુધી એ માટે
રાહ જોવી ?
ના, તમે તમારું પ્રારબ્ધ મક્કમ મન અથવા સંકલ્પથી બદલી શકો છો. સંકલ્પ એવી પ્રબળ શક્તિ છે કે એની મદદથી તમે આ જન્મમાં જ પુનર્જન્મ પેદા કરી શકો છો. જન્મમાં જ આવતો જન્મ ઊભો થઈ શકે છે. દાખલા તરીકે, જેમના પોતાના કુટુંબકબીલા છે એવા અનુયાયીઓ એમ મહસૂસ કરે છે કે અમે તો જીમ્મેદારીઓની માયાજાળમાં અટવાઈ ગયા છીએ. એ મને પૂછે છે ‘સ્વામીજી, મને એ આશીર્વાદ આપો કે હું કમ થી કમ મારા આગામી જન્મમાં તો તમારી સાથે રહું.’ પરંતુ ત્યાર પછી થોડાક જ મહિનાઓમાં આ અનુયાયીઓ અહીં આશ્રમમાં આવીને વસી ગયા હોવાના ઘણા દાખલા છે. સંકલ્પ માટે જે જોઈએ છે એ છે, મક્કમ મનોબળ.
જીવન-મુક્તિ-પોતાને ઘેર પાછા ફરવું
તમે અસ્તિત્ત્વસાગરમાં એક લહેર સમાન છો. સાગરમાં લહેર આકાશ ભણી ઊંચે તો ઊઠે છે, છતાં એ સાગર સાથે જોડાયેલ જ રહે છે. લહેર એમ માની શકે કે મારું સ્વતંત્ર અસ્તિત્વ છે, પણ એ ખોટી માન્યતા છે. એ આકાશ ભણી ઊંચે ઊંઠતી હોય કે સાગરમાં પાછી પછડાતી હોય, રહે છે તો એ સાગરનો જ એક હિસ્સો.
એના આનંદના ઉન્માદમાં જ્યારે લહેર પોતાની આગવી હસ્તી ઉપસ્થિત કરે છે, ત્યારે એના પક્ષે કોઈ અગમ્ય કે સંગૃહિત કર્મ હોતાં નથી. પણ અગમ્ય કર્મ જ્યારે એકઠાં થાય છે, ત્યારે જે શુદ્ધ સંચિત કર્મ હતાં એમને પણ એ ભ્રષ્ટ કરી મૂકે છે. આ સંચિત કર્મ તો આગામી જન્મમાં નામશેષ કરી દેવાનાં હોય છે. પણ ભ્રષ્ટ થયેલાં સંચિત કર્મનો સમૂહ જન્મ-મરણનું ચક્કર પેદા કરે છે. અને આ રીતે કર્મનું ચક્ર ફરતું રહે છે.
જે નવી કાયા જીવાત્માએ ધારણ કરી છે એને પ્રારબ્ધ કર્મોની કોઈ યાદ હોતી નથી. માટે, તમને તમારી એ ઇચ્છાઓ યાદ નથી હોતી જેમની સાથે તમે તમારી આગલી કાયાનો ત્યાગ કર્યો હતો. જેનાથી તમે ફરી એ ઇચ્છાઓને તાજી કરો અને આ જન્મમાં એમને પરિપૂર્ણ કરો એનું નામ તપસ્યા છે. અને એના દ્વારા તમે પ્રબુદ્ધતા પ્રાપ્ત કરો છો.
તો પછી જન્મ સમયે જ્યારે તમે એ ભૂલી જાઓ છો કે દૈવી ક્રીડાના એક ભાગ રૂપે તમે બહાર આવ્યા છો, ત્યારે શું થાય છે ? જ્યારે કર્મોનો કુલ બોજ અતિશય થઈ જાય છે, ત્યારે તમને ભાન થાય છે, કે ‘ક્યાંક કોઈ સમસ્યા ઊભી થઈ છે.’ તમે તત્કાળ જાગૃત થઈ જાઓ છો ફરીથી પ્રબુદ્ધ થઈ જાવ છો, આ પુનઃ પેદા થતી જાગરૂકતા અને મૂળ સ્તર સાથે ફરી એકાકાર થવું એ જ પ્રબુદ્ધતા છે.
ક્યારેક જ્યારે તમને કોઈ ખરાબ સ્વપ્ન આવે છે, ત્યારે પ્રથમ તો એટલો જ વિચાર આવ્યો હશે કે મને સ્વપ્નું આવ્યું. પછી તમે ખરેખર જાગૃત થાવ છો. મને સ્વપ્નું આવ્યું એ ખ્યાલ હવે એક પ્રકારની જાગરૂકતામાં પરિવર્તિત થાય છે. જાગૃત થવું એ પ્રબુદ્ધતા છે. તમે માન્યું કે તમે સ્વપ્ન જુઓ છો પણ આ સમસ્ત જગત એક સ્વપ્ન છે. આ સમજ તમને આ કૃત્રિમ જગતનો પરિત્યાગ કરવા ભણી દોરી જાય છે અને એ વાસ્તવકતાની સમજ એ જ પ્રબુદ્ધતા છે. આ જગતમાં એક જ પ્રકારના અનુભવ થતા રહે છે અને અંતે માણસ એનાથી કંટાળી જાય છે. એને કારણે પણ એવી આશંકા પેદા થાય છે કે હું સ્વપ્ન તો નથી જોઈ રહ્યો. ત્યારે તમને વૈશ્વિક ગતિવિધિઓ બાબત શંકા થવા લાગે છે અને વિશ્વમાં કાલ સુધી જે આશાસ્પદ લાગતું હતું એમના વિશે પણ સંદેહ થાય છે.
બીજા સ્તર પર આવે છે, લાઇફ બ્લીસ મેડિટેશન કાર્યક્રમ - નિત્યાનંદ સ્ફુરણ પ્રોગ્રામ જેનું લક્ષ્ય વ્યક્તિનું કર્મ નામ શેષ કરવું. આ પ્રવૃત્તિ એવી છે કે જાણે કોઇ પ્રબુદ્ધ ગુરુની છાયામાં સંપૂર્ણ આધ્યાત્મિક સ્નાન ક્રિયા કરતા હોઇએ.
આ એ અખબારી જાહેરાતો જેવી વાત છે જેમાં રમણીય સમુદ્ર તટ બતાવવામાં આવે, તટ પર સહેલાણીઓ માટે સરસ હોટલ હોય જ્યાં સ્વાદિષ્ટ ખાદ્ય વાનગીઓ મળે, અને, બધુ સ્વર્ગ સમાન સુખદાયી લાગે. પણ, તમારા મનમાં થોડી શંકા જરૂર જાગશે કે સો લોકો અહીં આવે તો ઘણાને આ જગ્યા એટલી આનંદદાયક ન લાગે જેટલી તમને લાગે છે. આવી જ વાત જીવનમાં ઘટે છે. તમારું મન સ્વપ્ન તો માણે છે. પણ એકેય સાકાર થતું નથી.
દેવતાઓ અને જીવનમુક્ત ગુરુઓ- કર્મનું નિવારણ કરવાના માર્ગ
એક એવો રસ્તો પણ છે જેના દ્વારા આપણે ખુદને ફરીફરી એ યાદ દેવરાવી શકીએ કે નવાં કર્મ એકત્રિત ન કરો તથા જૂનાં સંગ્રાહિત કર્મોના પ્રભાવ તળે આવ્યા વિના જીવી શકાય. પ્રથમ પગલું છે એ સ્પષ્ટ સમજ હોવી કે એક ઉન્નત ચેતનાની ઉપસ્થિતિમાં કર્મ શક્તિહીન થઇ જાય છે.
કર્મથી છૂટકારો મેળવવાની રીત
છુટકારો મેળવવા પુનર્જીવન
આમ આદમી અને પ્રબુદ્ધ ગુરુ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ તફાવત છે. આમ આદમીમાં એ શક્તિ નથી હોતી કે એના પોતાના મનોરથ અનુસાર એની કાયાને જીવંત કરી શકે. એની કાયા યા તો જીવંત હોય છે અથવા મૃત. કાયા પર વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ નથી હોતું.
અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા-વિચારણા કરી એ કર્મોનો બોજ વધતો કઇ રીતે અટકાવવો એ બાબત હતી. પણ હવે, કર્મથી છુટકારો મળે એ વિશે હું તમને એક સરળ રીત બતાવીશ. આ પળથી જ તમારા જીવનના બધા અનુભવ યાદ કરવાનો પ્રયત્ન કરો. તમારા ભૂતકાળના દિવસો, છેક બાલ્યકાળના, એ તરફ જાઓ. જે કંઈ યાદ કરી શકો એ બધું જ યાદ કરો.
પણ પ્રબુદ્ધ વ્યક્તિના નિયંત્રણમાં એની કાયા હોય છે. એ પોતાની કાયાને જીવંત પણ કરી શકે છે, અથવા વિશ્રામ લઇ શકે છે. અને આ શક્તિના કારણે એ અન્ય કાયાને પણ જીવંત કરી શકે છે. જ્યારે એક પ્રબુદ્ધ વ્યક્તિ એક પથ્થર કે ધાતુને જીવંત કરવા ઇચ્છે છે, ત્યારે એ પથ્થર કે ધાતુ એના પોતાના ‘સ્વ’ની જ અભિવ્યક્તિ બની જાય છે.
જે ન કરી શકો એની ચિંતા કરવાની જરૂરત નથી. જે નથી કરી શકતા એ માત્ર અવશેષ છે. એ તમારા જીવનમાં બહુ ઊંડું ઊતર્યું ન્હોતું અને માટે એ તમારી સ્મૃતિમાં ટક્યું નથી. આ રીતનો એક વર્ષ સુધી પ્રયોગ કરતા રહો. વીતી ગએલા જીવનને આ રીતે પુનઃ જીવવું એ કર્મોની માયાજાળથી છુટકારો પામવાની સરસ પ્રક્રિયા છે.
આપણાં પ્રમુખ પારંપરિક મંદિરોમાં જે દેવદેવીઓ છે એમને ઊર્જા પ્રદાન કરી છે પ્રબુદ્ધ આત્માઓએ. થીરુવન્નામલાઇમાંથી અરુણાગીરી યોગીશ્વર,
ચિદામ્બરમમાંથી પાતંજલિ, થંજાવુરમાંથી કરુરાર, તીરુપતીમાંથી કંગનાવાર અને મદુરાઇ માંથી મીનાક્ષી જેવા પ્રબુદ્ધ ગુરુઓએ વિવિધ મંદિરોમાંનાં દેવદેવીઓ ને ઊર્જા બક્ષી છે.
અને માટે એમ મનાય છે કે દેવદેવીઓ એ પ્રબુદ્ધ આત્માઓનું પ્રતિરુપ છે. પ્રબુદ્ધ આત્માઓ ભૌતિક કાયા છોડીને અદ્રશ્ય થઇ જાય તો પણ અનુયાયીઓ દેવદેવીઓની સેવા કરતા રહે છે. દેવ કે દેવીની કાયા એ ગુરુની કાયા જ ગણાય છે. એ પ્રમુખ કારણ છે કે જેને લઇને જે ભક્તિ પ્રબુદ્ધ આત્માઓ પ્રતિ વ્યક્ત થાય છે એ જ ભક્તિ દેવદેવી પ્રતિ પણ વ્યક્ત થાય છે.
ઉદાહરણ છે : અરુણાગીરી યોગેશ્વરના અનુયાયીઓ સદીઓથી અરુણાચલ મંદિરમાં પણ એ જ ભક્તિભાવપૂર્વક જાય છે. તમે એ પણ જોશો કે જે કંઈ આદરપૂર્વક ગુરુના ચરણે ધરવામાં આવે છે એ દેવના ચરણે પણ ધરાવાય છે.
કાયાનો ત્યાગ કર્યા પછી પણ જે દેવને એમણે ઊર્જા બક્ષી હોય એના માધ્યમ દ્વારા ગુરુ નિરંતર અનુયાયીઓ માટે ઉપલબ્ધ હોય છે. દાખલા રૂપે, મારા જીવનકાળ દરમ્યાન મારું ભૌતિક અસ્તિત્વ દરેક વખતે દરેક સ્થળે સંભવિત નથી હોતું. માટે આ દેવદેવીઓ જ્યાં હું ઉપસ્થિત નથી ત્યાં મારું કાર્ય આગળ વધારવા હાજર છે. તેઓ મારું પ્રતિનિધિત્વ કરે છે.
દેવદેવીઓને એમનું પોતાનું સ્વતંત્ર ડહાપણ છે. આ દૈવી તત્ત્વોમાં ઊર્જા ઉત્પન્ન કરવી એ પણ એક મોટી પ્રક્રિયા છે. બાળકને જન્મ આપવા જેવું કઠિન કાર્ય. આ દૈવી તત્વો તમારી પ્રાર્થના પ્રતિ તત્કાળ પ્રતિભાવ આપે છે. જો તમે ખુલ્લા, હશો, તો એ તમારી સાથે સીધા સંપર્કમાં આવશે.
જો તમે અમારી પૂજા જુઓ અને આશ્રમની દિનચર્યા જુઓ, તો તમે જોશો કે સવારે પ્રમુખદેવતાને જગાડવા પ્રભાતિયાં ગવાય છે. પછી, દેવતાના વાળ ઓળવા માટે એક નાની વાડકીમાં તેલ અપાય અને દેવતાના દાંત સાફ કરવા એક નાના કપમાં દંતમંજન પાવડર પણ અપાય. પછી દેવતાને સ્નાન કરાવે અને તાજાં, ઇસ્ત્રી કરેલાં કપડાં પહેરાવે. લગભગ આ પ્રકારની જ સેવા ગુરુની પણ થતી હોય છે. પછી એમને ભોજન આપે અને સાંજે આરતી ઉતારવામાં આવે. રાત્રે દેવતાને શાનપૂર્વક સૂવરાવી દે.
સમજી લો કે,આ ઘટનાક્રમથી ન તો દેવતાના કે ન ગુરુના મોભામાં કોઇ જાતનો વધારો થય છે. દેવતા સાથે જીવવાની એ એક પ્રથા છે. ભગવાનનું મહત્ત્વ દર્શાવે છે. ગુરુનું અસ્તિત્વ પૂજા દ્વારા વ્યક્ત થાય છે. દરરોજ પૂજા થાય છે કારણ કે ભગવાનની હાજરીનું દરરોજ સ્મરણ કરવાની એ ટેકનીક છે.
નિત્યમ્-ધ્યાનમ્-આનંદમ્
અગમ્ય કર્મોનો સમૂહ એકત્રિત ન થાય એ માટે જરૂરી છે જીવન સમાધાન. એને હું નિત્યમ્ (અનંત) કહું છું કારણકે એ માટેની વિધિ તમે દરરોજ કરો છો. આ જન્મનાં કર્મ વિલીન કરવા માટે તમારે ધ્યાન (મેડિટેશન) કરવું જોઇએ, અને તમે જુઓ છો કે આ કારણસર આપણી મોટા ભાગની મેડિટેશનની ક્રિયાઓ મૂળત: શ્વાચ્છોશ્વાસ પર આધારિત છે. શ્વાસની આવનજાવનમાં પરિવર્તન લાવવું, એ ક્રિયાને ઝડપી બનાવવી અથવા ધીમી પાડવી અથવા અમુક સમય સુધી રોકી રાખવી, વગેરે ધ્યાનસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની આપણી કાર્યપ્રણાલી શ્વાસના આવાગમન પર આધારિત છે. પરંતુ અંતે તો જે એક તત્ત્વ સંપૂર્ણ કર્મોને ઓગાળી નાંખે છે એ ગુરુની કરુણા અથવા (દિવ્ય આનંદ) છે.
માટે સમજી લો, કર્મ હકીકતમાં તમારા વિચાર વાણી અને કરણીનું પરિણામ છે, જે ગહન અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે. એને લઇને તમે વારંવાર એ જ કંટકભર્યા પથ પર ચાલી નીકળો છો. આ ચક્રમાંથી છુટકારો મેળવવાનો ઉપાય છે ગુરુના ઉપદેશોનું મનન કરીને જીવન ચેતનાવસ્થાના ઉચ્ચ સ્તર પર જીવવું.
કર્મ વિષે ખોટી માન્યતાઓ
પ્રશ્ન: પરોપકારી સેવા કરવાથી શું આપણાં કર્મ ઓગાળી શકાય ?
સામાજિક સેવા કરવા પાછળ રહેલ પ્રેરક તત્ત્વ કયું છે એ તમારે જોવું જરૂરી છે. ખરેખર તો તમારું પોતાનું નિષ્પક્ષ નિરીક્ષણ કરો. સેવા કરીને તમે શું પામવા માંગો છો ? જો તમે સારાં કામ નહિ કરો તો તમારે નર્કમાં જવું પડશે એવો ભય તમારું પ્રેરક તત્ત્વ છે ? એક ખ્યાતિ, સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રેરે છે ? કે પછી તમને વ્યસ્ત રાખે એવું કંઈક જોઇએ છે ? મૃત્યુ પછી એક સારો ભવ મળે એની ખેવના કારણ છે ભૂત? આગામી જન્મ વધુ સારો હોય એ પ્રેરે છે ?
જો ભય અથવા કામના તમને પ્રેરે છે, તો સેવા કરવાનો મનોઆનંદ તમે કદી નહિ મેળવી શકો. તમારું એક અંગ સેવા કરતું હશે , તો બીજું આ સેવામાંથી લાભ શું મળે એની ગડમથલમાં રહેશે. એટલે તમે સેવા કાર્યમાં પૂર્ણતઃ ઓતપ્રોત નહિ થઇ શકો. અને તમને એનો પૂર્ણ સંતોષ પણ નહિ મળે.
આ ક્રિયા પણ બંધનકર્તા બને છે. બાહ્ય દૃષ્ટિએ સામાજીક દૃષ્ટિએ, કાર્ય સારું અને બંધન મુક્ત દેખાશે. પણ તમારા અંતરતમમાં ડોકિયું કરીને તમે જોઈ શકશો કે એવું નથી. માનવજાત પરિણામલક્ષી કાર્યોની આસપાસ ઝૂલતી રહે છે. આ વાત સેવાને પણ લાગુ પડે છે. સેવાકીય કાર્ય વખતે તો કમ થી કમ પૈસા કે પ્રતિષ્ઠાનો ખ્યાલ ન કરો. તમારી ઊંચી છાપ વિકસાવવાનો પણ વિચાર ન કરો. તમારું મહત્ત્વ દર્શાવવાનો હેતુ પણ ન રાખો.
એક કાર્ય કરવાનું છે અને એ કરવા માટે કરો. કોઈ યોજના ન બનાવો. સેવા કરવી છે અને એ ક્યાંય પણ કરો. એ જાતની સેવા તમારી અંદર વિપુલ શક્તિ ઉત્પન્ન કરશે. દિવસમાં કમ થી કમ અર્ધો કલાક તો કંઈક નિષ્કામ કાર્ય કરો. જેમાં તમારી જાત માટે ન તો ફળ કે મળનાર લાભની કોઇ વાત હોય ત્યારે તમને સેવા કર્યાનો ખરો આનંદ પ્રાપ્ત થશે.
ગહન સમજણ, જાગૃતિ અને કમ સે કમ એક ચેતનાની એક ઝાંખી દ્વારા જ કર્મના પ્રભાવને ઓગાળી શકાય.
પ્રશ્ન : જ્યારે કોઈ અકસ્માતથી કે આત્મહત્યા કરીને અકાળ મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે ?
અકાળ મૃત્યુ થાય છે ત્યારે આત્માને કુલ જેટલો સમય જીવવાનું હતું એટલો બાકી રહી ગએલો સમય બીજું શરીર ધારણ કરે તે પહેલાં અટકી જવું પડે છે. આત્મહત્યાના મામલામાં, સામાન્ય રીતે થવી જોઇએ એના કરતાં ઘણી વધુ વેદનાદાયક પીડા થતી હોય છે. આ એવી સ્થિતિ છે જ્યારે તમારી સામે ભાતભાતનાં ભોજન ભરેલી થાળી હોય, પણ એ આરોગવા માટે ન તો કાયા હોય કે ન હાથ હોય !
અકસ્માતના દાખલામાં આત્માને શરીરરહિત વિચરવું પડે છે. પણ જે પીડા આત્મહત્યાના દાખલામાં થાય છે એવી પીડા નથી હોતી. આત્મા એ કર્મચક્રને તોડી શકાય છે
ચેતનાવસ્થામાં જીવે છે જે અવસ્થામાં જો એ જીવિત હોય, તો હોત. બીજી કાયા મળે એની એ માત્ર રાહ જુએ છે.
પ્રશ્ન : પૂર્વજન્મમાં પુનરાવર્તન સુરક્ષિત અને લાભદાયી હોય ખરા ?
પૂર્વજન્મનાં કાર્યોનું પુનરાવર્તન કોઈ પ્રબુદ્ધ આત્માના માર્ગદર્શન વિના ન થવું જોઈએ. એની અસર એટલી ઘેરી હોય છે કે એ આ જન્મ પર પણ છાપ પાડે છે. દા.ત. કે પૂર્વજન્મમાં તમે એક અંધ વ્યક્તિ હો અને પછી જો એનું પુનરાવર્તન ઘટે તો તમે આ જન્મમાં પણ અંધ બની શકો છો.
પ્રબુદ્ધ આત્મા પણ પુનરાવર્તન પામે તો એ કર્મોની અસર તળે આવશે જે મૂળતઃ પૂર્વજન્મવાળી કાયાના હતાં. પૂર્વજન્મની છાયાથી મુક્ત થવા માણસે એ સમજવું પડે કે કઈ રીતે બહાર આવી શકાય, પૂર્વજન્મના સંસ્કારો દૂર કરી શકાય અને તેને બંધ કરી શકાય.
પ્રશ્ન : જો ગુરુ કર્મ મુક્તિ અપાવે, તો પણ આપણે વેદનાભર્યા તબક્કાથી ગુજરવું પડે ?
જો ગુરુ કર્મ દૂર કરે, તો પણ આપણે એને વેદનામય અનુભૂતિ કહીએ છીએ. હકીકતમાં, જે વેદના દૂર થતાં અનેક પુનર્જન્મ થયા હોત એ ગુરુ થોડી પળોમાં દૂર કરે છે. એટલે તુલનાત્મક દૃષ્ટિ એ કોઈ વેદના છે જ નહિ.
શારદા દેવી કહે છે કે ગુરુ જ્યારે પૂર્વજન્મના સંસ્કાર દૂર કરે છે ત્યારે હાડકું ભાંગ્યાની તીવ્ર પીડા સામે એ તો સહેજ ટાંકણી ઘોંચાઈ હોય એવી અનુભૂતિ છે.
મૃત્યુ એક ઉત્સવ છે
આજે, જો કર્મને લઇને આપણે વધુ ચિંતિત છીએ તો એનું એક કારણ એ છે કે આપણને મૃત્યુનો ડર લાગે છે. એ એક આદિમ ડર છે. જે કંઈક એવી અનુભૂતિનો ડર છે જેનાથી આપણે સાવ અજાણ છીએ. મૃત્યુ પછી આપણે છીએ તેના કરતાં વધુ સારી સ્થિતિમાં હોઈએ એવી ઇચ્છા આપણને આ જીવનમાં વિવિધ કાર્યો કરવા પ્રતિ પ્રેરે છે. અથવા ડર એ વાતનો છે કે મૃત્યુ પછી છીએ તેના કરતાં ખરાબ સ્થિતિમાં ન હોઈએ. શરીર અને મનને છોડવાનો આ ડર સદીઓથી હયાતીમાં છે.
યયાતિની કથા
આપણા મહાકાવ્ય મહાભારતમાં એક કથા છે : યયાતિ નામનો એક રાજા હતો. લગભગ સો વર્ષ સુધી એ બહુ સુખચેનમાં જીવ્યો, રાજપાટ ભોગવ્યું, જીંદગીની બધી શારીરિક અને માનસિક સુખ સુવિધાઓ ભોગવી. સો વર્ષ અંતે યમ રાજા યયાતિને લઇ જવા આવ્યા. યયાતિ માટે હવે પૃથ્વીનો ત્યાગ કરવાનો સમય આવી ગયો હતો. રાજાને તો યમને જોતાં જ ધ્રાસકો પડ્યો અને એની આંખોમાં આસું આવી ગયાં. ‘મને લઈ જવા તમે આટલા વહેલા કેમ આવી ગયા? અને તે પણ અચાનક ? કોઈ જાતની જાણ કર્યા વિના? હજુ તો હું મારી પૂરી જીંદગી જીવ્યો જ નથી. મને થોડો વધુ સમય આપો.’
યમે કહ્યું, જીવનને એના નિર્ધારિત સમય કરતાં વધુ જીવવા દેવાની કોઈ જોગવાઈ નથી. પણ યયાતિએ થોડો સમય વધુ જીવવા દેવા માટે આજીજી કરી. છેવટે યમે કહ્યું કે જો યયાતિ માટે એમનો કોઈ પણ પુત્ર પોતાનું જીવન આપવા તૈયાર હોય તો રાજાને એટલો સમય વધુ મળી શકે.
યયાતિએ પોતાના એક પુત્રને બોલાવ્યો ને બધી વાત કહી. પુત્રે કહ્યું, હું આપીશ મારું જીવન. જો મારા પિતાને જીવવા મળતું હોય તો અને પુત્રે પોતાનું જીવન અર્પી દીધું. યમે યયાતિને બીજાં સો વર્ષ જીવવાની મંજૂરી આપી.
યયાતિ ફરીથી જીવન પહેલાંની જેમ આનંદપૂર્વક જીવવા લાગ્યો. બીજાં સો વર્ષ વીતી ગયાં. સો વર્ષને અંતે યમ ફરી આવી પહોંચ્યા. ફરી યમને આજીજી કરી કે હજુ મને થોડું વધુ જીવવા દો.
> આપણી સાહજિક
> માનસિકતા છે કે આપણે
> બદલાવનો પ્રતિકાર કરીએ
> છીએ અને મૃત્યુ આપણા
> જીવનમાં આવતો એક
> આકસ્મિક બદલાવ છે.
યયાતિનો બીજો એક પુત્ર પોતાનું જીવન આપવા તૈયાર થયો. યમે યયાતિને બીજી એક તક આપી. યયાતિને બીજાં સો વર્ષ જીવવાની મંજૂરી મળી. એણે બીજાં સો વર્ષ મોજમજામાં ગાળ્યાં. ફરી યમરાજા આવી પહોંચ્યા. ફરી રાજાએ વધુ સમય માટે આજીજી કરી. આ વખતે યમે ના પાડી દીધી.
બલ્કે, યમે કહ્યું, ‘ઓ રાજા! તું શું એમ માને છે કે તેલ રેડીને તું ભભકેલો અગ્નિ ઓલવી શકશે? તારું શું એવું માનવું છે કે જીવન ફરી ફરીને લંબાવવાથી તું તારી બધી કામનાઓ પરિપૂર્ણ કરી શકશે?’ અને એ શબ્દો સાથે યમે રાજા યયાતિને સમજાવી દીધું કે મૃત્યુ અનિવાર્ય છે. આખરે યયાતિની સમજમાં આવ્યું કે મૃત્યુ ટાળી ન શકાય. અને આખરે એનો આત્મા પરમ તત્ત્વના ચરણોમાં વિલીન થઈ ગયો.
ભૌતિક ભોગવિલાસ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત નથી થતી. જો તમે જીવન સંપૂર્ણપણે નથી જીવ્યા, તો તમે નિખાલસતાપૂર્વક મૃત્યુને સ્વીકારી લેવા પણ તૈયાર નથી હોતા. માત્ર ઇંદ્રિયસુખો ખાતર જીવીને, ભોગવિલાસમાં રાચીને, અને તમારી મનસ્વિતા પ્રમાણે એને મતલબ પૂર્ણપણે જીવવું નથી. પણ, જ્યારે તમે ખરેખર પૂર્ણપણે જીવન જીવો છો, ત્યારે આપોઆપ મુક્તિ પામો છો.
આપણને મૃત્યુનો ડર કેમ લાગે છે ?
આપણી સાહજિક માનસિકતા છે કે આપણે બદલાવનો પ્રતિકાર કરીએ છીએ અને મૃત્યુ આપણા જીવનમાં આવતો એક આકસ્મિક બદલાવ છે. ગુરુ ચુઆંગ ત્સુ કહે છેઃ ‘આગામી વર્ષોમાં જીવિત રહેવાની આપણી તૃષ્ણા આપણને વર્તમાનમાં જીવવા નથી દેતી.
આપણે ડરીએ છીએ કારણ કે આપણે જાણતા નથી કે આપણે કોણ છીએ. એ ઓળખનો આધાર આપણા કુટુંબકબીલા પર, સંબંધો, કામકાજ, ધનદોલત, સામાજીક, પ્રતિષ્ઠા વગેરે પર છે. મૃત્યુ આવે છે ત્યારે એક જ ઝપાટે આ બધું મિટાવી દે છે. અને એ સાથે સાથે આપણી ઓળખ માટે પણ આપણે એમ માનીએ છીએ કે જે કંઈ મારું છે એ મૃત્યુ મારી પાસેથી છીનવી લે છે.
મૃત્યુ વિશેની આપણી આ સમજ કે ગેરસમજ, મૃત્યુને એક ડરામણો, ત્રાસદાયક અનુભવ બનાવી દે છે. જે માણસ મૃત્યુનો પ્રતિકાર કરે છે એ જીવિત અવસ્થામાં હોય ત્યારે જ મૃતપ્રાય બની જાય છે. એ પળપળ મરતો રહે છે કારણકે એને મૃત્યુનો ખ્યાલ સતત પજવતો રહે છે. જ્યારે હું ‘મૃત્યુ’ શબ્દ ઉચ્ચારું છું, ત્યારે હું માત્ર ભૌતિક મૃત્યુની વાત નથી કરતો. કંઈ પણ ખોવું એ એક પ્રકારનું મૃત્યુ છે. તમારું સુખદમય જીવનચક્ર ખોવું એ પણ મૃત્યુનો એક પ્રકાર છે. તમારા કોઈ નજદીકના સંબંધીને ખોવો એ પણ એક જાતનું મૃત્યુ છે. એ સમજી લો કે કોઈ પણ જાતની ક્ષતિહાની મૃત્યુ સિવાય બીજું કશું નથી.
બે મુદ્દા છે : એક, મૃત્યુ છે જે આપણો જીવન કાળ સમાપ્ત થયે આવે છે, અને બીજું માનસિક મૃત્યુ. સાચું મૃત્યુ તો માત્ર એક વાર જ આવે છે પણ માનસિક મૃત્યુ જેનું એક સ્થાયીપાસું છે મૃત્યુનો ડર, એ પૂરા જીવનકાળ દરમ્યાન વ્યાપ્ત રહે છે. મૃત્યુનો વિચાર અને એનો ડર આપણા સમસ્ત જીવન ઘડતરનું માળખું નિર્ધારિત કરે છે.
આપણી કાયાનો પ્રત્યેક હિસ્સો કોઇ ને કોઇની સાથે સંકળાયેલો તો છે જ. એ રીતે આપણું અસ્તિત્વ માત્ર વ્યક્તિકેન્દ્રિત નથી, એકાકી નથી. આપણે એકબીજા સાથે સંકળાયેલા છીએ. જ્યારે આપણે આપણા કોઇકને અથવા આપણું કંઇક ગુમાવીએ છીએ, ત્યારે તીવ્ર પીડા અનુભવીએ છીએ. દરેક ક્ષતિ જે તમે અનુભવો છો એને હું મૃત્યુ કહું છું. મૃત્યુનો ડર બેસ્તર પર રહે છે. એક, અવિચ્છિન્નતા જાળવી રાખવાનો ડર; બીજો, બધા પ્રયાસો છતાં વિચ્છિન્નતા થપ્પડ મારે એનો ડર. 'માટે હવે શું' ? એ ભય આપણને સતત સતાવે છે.
મૃત્યુના રહસ્યમાં જીવનનો જવાબ રહેલો છે
એક વખત અમેરીકામાં એક મહિલાએ સ્વામી વિવેકાનંદને પૂછ્યુંઃ ‘જીવન શું છે ?’ વિવેકાનંદે કહ્યું, મારી સાથે ભારત આવો ત્યાં હું તમને જીવનનો મર્મ સમજાવીશ. મહિલાએ કહ્યું: ‘તમે મને શું સમજાવશો?’ સ્વામીજીનો જવાબ હતો : ‘હું તમને એ શીખવીશ કે મૃત્યુને શી રીતે આવકારવું.’
જો તમે મૃત્યુનો ભેદ જાણતા હશો, તો તમારા જીવનની ગુણવત્તા જુદી હશે. દરેક વસ્તુ પ્રતિ તમારું વલણ અને સમજદારી બેઉ બદલાઈ જશે.
મૃત્યુ જીવનનો અંત છે એમ દર્શાવવાનું માધ્યમ નથી. એ જીવન સંબંધી એક ગહનગંભીર સમજદારી આપે છે. જો મૃત્યુને કઇ રીતે સ્વીકારવું એ તમને સમજાઇ જાય, તો તમે જાણી લેશો કે કેવી રીતે જીવવું. જીવવું તો જીવનને કઈ રીતે જીવવું એ પણ સમજાશે. અને આ જીવનનો ત્યાગ કરવો એ જન્મ અને મરણના દૂષિત ચક્રથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે : પ્રબુદ્ધતા પ્રાપ્ત કરો. બંને એક જ સિક્કાની બે બાજુ છે. એક વાર તમે મૃત્યુના મર્મને સમજી લેશો, પછી તમારું જીવન પૂરેપૂરું બદલાઇ જશે.
મૃત્યુમાં પ્રવેશ
મોટે ભાગે બધી પરંપરાઓએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો છે. પણ, એક એવું દળ નીકળ્યું જેમાં ખરેખર કુશળ લોકો હતા, અંતર્જ્ઞાની હતા, અને એ પણ ઘણા સંઘર્ષ પછી એ વાત સમજી શક્યા કે આપણે મૃત્યુને સમજવાનો પ્રયત્ન ખોટી દિશામાં કરી રહ્યા હતા. એમણે તદ્દન ઉલ્ટો અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો. મૃત્યુને એના સાચા અર્થમાં સમજવા એક જુદી રીત અપનાવી. એમણે ધ્યાનસ્થ અવસ્થાને એક એવી પ્રક્રિયા રૂપે કામમાં લીધી જે રીતે કરવાની બીજા હિંમત કરી ન્હોતા શક્યા. આ ગહન સમજદારી હાંસલ કરનારા ઉપનિષદ યુગના ઋષિ-મુનિઓ હતા, જેમણે કઠોપનિષદમાં મૃત્યુ નામક અવસ્થા સંબંધી એમનું બધું સંશોધન સંગૃહિંત કર્યું છે.
આ ઋષિઓએ મૃત્યુ પર ગહન સંશોધન કર્યું અને અંતે એ નિષ્કર્ષ પર આવ્યા કે મૃત્યુનો પ્રતિકાર કરવાથી ન તો એની ગહેરાઇ સમજી શકાય છે કે ન એને અટકાવી શકાય છે. મૃત્યુને રોકવાનો પ્રયત્ન કરીને તમે એનાથી પર જઇ નહિ શકો. જન્મ અને મરણના દૂષિત ચક્રથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે : પ્રબુદ્ધતા પ્રાપ્ત કરો. મૃત્યુનો ભય ત્યાગીને એના પ્રભાવ-ક્ષેત્રમાં પ્રવેશ કરો.
પુનઃ શરૂઆત કરવાના નિર્ણયને આપણે મૃત્યુ કહીએ છીએ.
એ પણ સમજી લો કે મૃત્યુનો પ્રભાવ તમારા પર છે કારણકે તમારી એના વિશે એક પૂર્વનિર્ધારિત માન્યતા છે, એક પ્રતીતિ છે. જો થોડો સમય કાઢીને મૃત્યુને લગતા તમારા ભયમાં જરા ડોકિયું કરી જુઓ, તો તમને સમજાશે કે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકવાની ક્ષમતા એનામાં છે. તમને એ પણ સમજાશે કે મૃત્યુ જીવનવિરોધી નથી, પણ જીવનપૂરક છે.
મૃત્યુ એક પ્રકારનો ગહન વિશ્રામ છે. એ જૂનાનો ત્યાગ કરીને નવાનો પ્રારંભ કરે છે. જ્યારે તમારો જીવાત્મા જાણી લે છે કે જે આ કાયા દ્વારા તે પ્રાપ્ત કરવા માંગે છે એ કરી નથી શકતો, ત્યારે એ આ જન્મનો અંત આણીને નવી દિશામાં આગળ વધે છે. આ આગળ વધવાની ક્રિયાને આપણે મૃત્યુ કહીએ છીએ.
રહસ્યોનું રહસ્ય
આપણા મહાગ્રંથ મહાભારતમાં એક સરસ કથા છે :
એક વખત યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું : ‘આ પૃથ્વી પર સૌથી વધુ રહસ્યમય શું છે ?’ યુધિષ્ઠિરે કહ્યું : ‘યમના દૂત દરરોજ કેટલીયે જિંદગીઓ અહીંથી લઈ જાય છે.છતાં, જે અહીં ઉપસ્થિત છે એ લોકો તો એ રીતે વર્તે છે કે તેઓ અમરત્વ પામીને આવ્યા હોય.
આપણે સદા એમ માનતા હોઈએ છીએ કે આપણે નહિ, કોઈ બીજાનો મૃત્યુકાળ આવી પહોંચ્યો છે. મૃત્યુ બાબત બે વાતો નિશ્ચિત છે. એક, દરેકનો સમય આવે એટલે એનું નિધન થવાનું જ છે. અને બીજું, આ સમય ક્યારે આવશે તથા મૃત્યુ કઈ રીતે અને કેવી પરિસ્થિતિમાં થશે એ કોઈ નથી જાણતું. પણ જે અવતરે છે, એ દરેક અવસાન પામે છે. એ જીવનનો સ્વભાવ છે.
ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે:
એક વખત ગૌતમ બુદ્ધ પાસે એક સ્ત્રી એના મૃત પુત્રનું શબ લઇને આવી. એ એનો એક માત્ર પુત્ર હતો અને તેના નિધનથી એ સ્ત્રી બહુ દુઃખી હતી. એણે બુદ્ધને વિનવણી કરી : ‘પ્રભુ, મને કોઈ એવું ઔષધ આપો કે મારો પુત્ર ફરી જીવિત થઇ જાય.’ બુદ્ધે એને કહ્યું : ‘મને એક ખોબો ભરીને રાઇના દાણા લાવી આપ’. સ્ત્રી તરત ઊભી થઇ અને બુદ્ધે માગ્યા હતા એ પ્રમાણે રાઇના દાણા લઇ આવવા નીકળી પડી. પણ, એ સ્ત્રી રાઇ રવાના થાય એ પહેલાં બુદ્ધે એક વિશેષ સૂચના આપી હતી કે ‘દાણા એવા ઘરેથી લાવજે કે જ્યાં કદી કોઇ મર્યું ન હોય – બાળક, પતિ, પિતા, કોઇ અન્ય સંબંધી–કોઇ કહેતાં કોઇ નહિ.’
પેલી સ્ત્રી રાઇના દાણા મેળવવા ઘરેઘેર ફરી. આ દુઃખી મા તરફ સંવેદનાથી પ્રેરાઇને લોકોએ રાઇ તો કાઢી આપી, પણ જ્યારે એણે કહ્યું કે બુદ્ધે મને એવા ઘેરથી લાવવાની સૂચના આપી છે જ્યાં કદી કોઇ પ્રિયજન મર્યું ન હોય. એવું તો એક પણ ઘર ન્હોતું. સવારથી સાંજ સુધી એ સ્ત્રી ઘરેઘેર ફરી પણ એક ય ઘર મૃત્યુની છાયાથી મુક્ત હોય એવું ન મળ્યું, ત્યારે એની સમજમાં આવ્યું કે મૃત્યુ તો અનિવાર્ય છે.
એણે એના પુત્રની અંત્યેષ્ટિ કરી અને એ બુદ્ધ પાસે પાછી આવી. બુદ્ધનાં ચરણોમાં વંદન કરીને એણે કહ્યું : 'પ્રભો, મને જીવનનું સત્ય સમજાવો, શું છે મૃત્યુ ? મૃત્યુ પછી શું ઘટે છે ?'
તે દિવસથી એ બુદ્ધની ભિક્ષુણી બની ગઈ તથા બાકીનું જીવન એણે બુદ્ધનું અનુસરણ કર્યું.
એક કહેવત છે : ‘આપણી આવતી કાલ કે
આપણું આગામી જીવન, બેમાંથી કયું પહેલાં
આવશે એ આપણે કદી નથી જાણી શકતા.’
પુનર્જન્મની વાત લોકપ્રિય નથી કારણકે એ વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાતું નથી. અલબત, આજકાલ ‘મૃત્યુના દ્વાર સુધી’ જેવા શબ્દ પ્રયોગ સામાન્ય બની ગયા છે. કારણકે કે દાક્તરો અને મનોવૈજ્ઞાનિકોએ એમની પાસે આવેલા આવા ગંભીર કેસોની નોંધ કરી છે. એ ઘણા દાખલા નોંધાતા હોય છે. એ પ્રકારની અનુભૂતિમાંથી પસાર થનારા એનું વિગતવાર વર્ણન કરતા હોય છે. એવાં પણ ઉદાહરણ છે જેમાં સંમ્મોહન શાસ્ત્ર(હીપ્નોટીઝમ)ના જાણકારો એમના દરદીઓને પાછલા જન્મો માં પાછા લઇ જઇ શકે છે. આ પણ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ જે તથ્ય ભાખ્યું હતું, કે 'તમારું મૃત્યુ થાય પછી શું ઘટે છે’ એનું એ વૃતાંત છે એના જેવું આ છે. જે કઠોપનિષદમાં નોંધાયેલું છે.
મારી હાજરીમાં મૃત્યુ - જીવનમુકત થતાં પહેલાં
આ ઘટના, જ્યારે હું આધ્યાત્મિક યાત્રા પર હતો, પણ પ્રબુદ્ધત્વ હજુ પ્રાપ્ત ન્હોતું કર્યું ત્યારની છે.
વારાણસી નજદીક આવેલા ઉત્તર ભારતના
ગાઝિયાબાદ નામક એક ગામ પાસે હું હતો.
વારાણસી હિંદુઓનું ધાર્મિક સ્થળ છે. એક
વખત જીવનમાં વારાણસી જવું એ હિંદુ પરંપરા
છે. એ શહેરમાં દરરોજ આશરે બે લાખ લોકોની
અવરજવર રહેતી હોય છે.
એક વૃદ્ધ સાધુની સાથે હું ત્યાં હતો. એ સાધુની તબિયત લથડતાં એમને હોસ્પિટલના આઇસીયુમાં ભર્તી કરવા પડેલા. વૈદિક પરંપરા અનુસાર યુવા સાધુઓ વૃદ્ધ સાધુઓની સારસંભાળ લેતા હોય છે. એક યુવા સાધુ તરીકે હું પણ એ વૃદ્ધ સાધુની સારવારમાં લાગી ગયો.
એક દિવસ જ્યારે હું એ વૃદ્ધ સાધુની સેવા કરી રહ્યો હતો, ત્યારે મને અચાનક સમજાયું કે બાજુના બીજા બેડમાં જે દરદી હતો એ મરવાની અણી પર હતો. એ પોતાનું જીવન બચાવવા તરફડિયાં મારી રહ્યો હતો. એની અંદર શું ઊથલપાથલ થતું હતું એ હું બરાબર જોઇ શકતો હતો. એ અરસામાં મારામાં આંતરિક આધ્યાત્મિકતા જરૂર જાગી હતી, પણ, પ્રબુદ્ધતાનું સ્તર મેં હજુ પ્રાપ્ત ન્હોતું કર્યુંઃ મારા જીવનનું લક્ષ્ય શું છે, એ જાગરૂકતા હજુ આવી હોતો. એ પ્રાપ્ત કરવા હું મથી રહ્યો હતો. પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા પછી મારામાં જે શક્તિ વિસ્ફોટ થવાનો હતો, તેના માટે મારું શરીર તૈયાર થઈ રહ્યું હતું.
વિવિધ ડાકતરો પેલા બાજુના બેડવાળા દર્દીને બચાવવા ભરપુર પ્રયાસ કરી રહ્યા હતા. પેલો બીમાર માણસ એક એક શ્વાસ માટે તરફડતો હતો. હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે મૃત્યુ કઈ રીતે એને ભરખી જતું હતું. હું સ્પષ્ટ પણે જોઈ શકતો હતો કે જીવન કઈ રીતે એની કાયાનો ત્યાગ કરતું જતું હતું.
અત્યાર સુધીમાં મારા જીવનનો આ સૌથી
ગંભીર અનુભવ હતો. મારી અંદર એ દશ્ય
જોઇને જે અનુભૂતિ જાગી એ જ મારા મિશનની
ખરી પહેચાન હતી.
જે કંઈ ઘટિત થઇ રહ્યું હતું એ હું જોઈ શકતો હતો. પણ એને સાંખી નહોતો શકતો. એક મહત્ત્વની વાત તમે સમજી લો. તમે જો કોઈને તીવ્ર શારીરિક પીડા અનુભવતો જુઓ છો, તો એ પીડા તમને માત્ર ૩૦/૪૦ ટકા જ અસર કરે છે. જો એ વ્યકિત સાથે તમારો કોઈ રીતે ઘનિષ્ટ સંબંધ છે, એ વ્યક્તિ હતાશા અનુભવે છે તો એ તમને ઘણા વધુ, પ્રમાણમાં સ્પર્શી જશે. લગભગ ૬૦ ટકા. વધુમાં, જો એ ભાવનાત્મક પીડા હોય અને જો તમે એ પીડાને સમજી શકો છો, તો એ તમને વધુ સ્પર્શશે લગભગ ૮૦ ટકા. પીડા જેટલી વધુ આંતરિક એટલી જ તમારા પર તેની અસર વધારે થશે.
મેં મરતા માણસની શારીરિક, માનસિક અને ભાવાત્મક પીડા જોઇ; એટલું જ નહિ, એ પીડાનું સ્તર પણ જોયું. એવું લાગતું હતું જાણે આ પીડામાંથી હું જ પસાર થઇ રહ્યો છું; હું ત્યાંથી નાસી જવા ઇચ્છતો હતો, પણ પેલા વૃદ્ધ સાધુ ગભરાઇ ગયા. એમણે મારો હાથ પકડી રાખ્યો અને ત્યાં જ રહેવા આજીજી કરી. હું છેલ્લા બે-ત્રણ મહિનાથી એમની સારવાર કરતો હતો. અને એમની પણ મારી સાથે ઘનિષ્ઠતા બંધાઇ ગઈ હતી.
નાનપણથી જ મને સાધુઓની સેવા કરવામાં આનંદ આવ્યો છે. હું મારે ઘેરથી ખાદ્ય વાનગીઓ અને વસ્ત્રો લઈ આવતો અને સાધુઓને આપી દેતો. સાધુઓની સેવા કરવી એ સદા મારી ધૂન રહી છે. હું હંમેશા એમ માનતો આવ્યો છું કે આજે પણ આ સાધુઓના કારણે જ વૈદિક પરંપરા જીવિત છે. એમણે આ વિજ્ઞાન જીવિત રાખ્યું છે.
મારા વિજ્ઞાનમાં સંશોધન કરવા માટે તમારે જુદાં જુદાં ક્ષેત્રોથી સમર્થન મેળવવું જરૂરી બને છે. દાખલા તરીકે, પશ્ચિમમાં બાહ્ય દુનિયાની ગતિવિધિઓમાં ઘણું સંશોધન થાય છે. કારણકે ત્યાં એ માટે સમર્થન આપનાર લોકો અને સંસ્થાઓ છે. જો દવાઓના ક્ષેત્રે સંશોધન કરવાનું છે, તો એને સહાયતા કરનારી ઔષધી ઉત્પાદક કંપનીઓ મળી રહે છે.જો કોઈ અવકાશ સંબંધી કે ખગોળ વિજ્ઞાન સંબંધી કંઈ સંશોધન કરવાનું છે, તો એ દેશની સરકાર એને સમર્થન આપશે.
ભારતમાં પણ એ પ્રમાણે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે સંશોધન કરવાનું હોય તો સમસ્ત દેશનું સમર્થન મળી રહે છે. જે સંશોધક અંતરતમ આધ્યાત્મિક જગતમાં કદમ માંડે છે એને વસ્ત્ર, ભોજન અને રહેઠાણ આપવાની જવાબદારી સમસ્ત દેશ ઉપાડી લે છે જેથી એ નિશ્ચિત થઈને આંતર જગતમાં સંશોધન કરી શકે. માટે મેં હંમેશા એમ માન્યું છે કે સાધુસંતોની સેવા કરવી એ મારી જિમ્મેદારી છે.
આઇ.સી.યુમાં રહેલા જે વૃદ્ધ સાધુની હું સારસંભાળ રાખતો હતો એ ન્હોતા ઇચ્છતા કે હું એમને છોડીને જતો રહું. કારણકે તે પોતાની બાજુના ખાટલામાં માણસને મરતો જોઇને ડરી ગયા હતા. એ મરતો માણસ અતિશય પીડા અનુભવી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે એની છ ફુટની કાયાના ટુકડે ટુકડા થઇ રહ્યા હતા. જ્યારે તમારી આંગળી પર ચપ્પુનો કાપો પડે છે ત્યારે થતી વેદનાની કલ્પના કરો. કલ્પના કરો કે જો તમારી ચામડી તમારા બદન પરથી નિર્મમતાપૂર્વક ઉતરડવામાં આવે તો ! એવી અનુભૂતિ થશે જાણે એક સાથે હજાર વીંછી તમને ડંખ મારતા હોય. હું એ માણસની પીડા બરાબર જોઇ-સમજી શકતો હતો.
એક તરફ એક એવો જીવાત્મા હતો જે ઘણી અપરિપૂર્ણ ઇચ્છાઓ, લાલસા અને અપરાધ સાથે સંકળાયેલો હતો અને એની તીવ્ર પીડા અનુભવી રહ્યો હતો. આ જીવાત્મા હજુ કાયામાં રહેવા માંગતો હતો અને પરિપૂર્ણ ન થયેલી ભાવનાઓ પૂર્ણ કરવા માંગતો હતો. પણ, એની કાયા હવે થાકી હતી અને આ જન્મથી વિશ્રામ લેવા માંગતી હતી. આ એક ભૌતિક કાયા અને જીવાત્મા વચ્ચેનો સંઘર્ષ હતો. શરીર હવે આ દુનિયાથી પ્રસ્થાન કરી જવા માંગતું હતું, પણ જીવાત્મા હજુ કાયાને વળગી રહેવા મથતો હતો. જમણો હાથ જતો રહે તો પણ આત્મા ડાબા હાથને વળગી રહેવાના પ્રયાસમાં હતો. જમણો પગ જતો રહે તો જીવાત્મા ડાબાને વળગી રહેવાના પ્રયાસમાં હતો. કાયાના જે કોઇપણ અંગને એ વળગી રહી શકે એને વળગી રહેવાના પ્રયાસમાં જીવાત્મા હતો.
કાયાનું એક એક અંગ મૃતપ્રાય થતું જતું હતું, હું જોઇ શકતો હતો કે નીચલા અંગમાં હવે વિશેષ હલનચલન ન્હોતું. પણ જ્યારે ઉપલા અંગ પર દૃષ્ટિ ગઇ ત્યારે જોયું કે એ આખું અંગ પીડાનું માર્યું ધ્રૂજતું અને તરફડતું હતું.
ધીરે ધીરે જીવાત્મા ભૌતિક કાયાનો ત્યાગ કરતો ગયો. એ સમજી લો કે જ્યારે શ્વાસ લેવાની ક્રિયા સદંતર બંધ પડી જાય છે ત્યારે એ પળ આવે છે કે જેમાં જીવાત્મા ભૌતિક શરીરનો ત્યાગ કરી જાય છે. આમ આપણી અંદર કાયાનાં સાત સ્તર હોય છે. માંસ, અસ્થિ અને રક્તનું બનેલું જે શરીર આપણે જોઇએ છીએ એ ભૌતિક કાયા છે. આપણી અંદર સક્રિય રીતે રહેલ ઊર્જા અથવા પ્રાણ એ પ્રાણિક કાયા છે. આ પ્રાણ અથવા આપણી અંદર થતી વાયુની આવનજાવન પાંચ પ્રકારની હોય છે. વાયુ જે શ્વાસ માર્ગે કાયામાં પ્રવેશે છે; વાયુ જે કાયાની અંદર સંચરણ કરે છે; વાયુ જે સમસ્ત કાયામાં જીવનસત્વ રૂપે પ્રસરી જાય છે; વાયુ જે શરીરમાંથી બહાર આવે છે; અને વાયુ જે મલિનતા સ્વચ્છ કરે છે. આ જ આપણી પ્રાણિક કાયાની સંરચના કરે છે. આ આપણી દ્વિતીય કાયા છે.
આપણી તૃતીય કાયા એ અંતરતમ કાયા છે જેમાં સતત આંતર વાર્તાલાપ થતો રહે છે. આ આંતર વાર્તાલાપ આપણી અંદર સદા વહેતા રહેતા શબ્દો અથવા વિચારોનો અસ્ખલિત પ્રવાહ છે.
ચોથી કાયા મનોભાવોની બનેલી છે. એમાં ભય, ક્રોધ, લાલસા સમી ભાવનાઓ છે જે સમસ્ત કાયામાં પ્રસરી જાય છે. એમને માટે શબ્દો કે ભાષાનો ઉપયોગ કરવાની જરૂરત નથી પડતી. આંતરિક લાગણી કે મનોભાવનાનો પ્રભાવ તમને કંપાવી શકે છે. આ ભાવનાત્મક સ્તર છે.
પાંચમું સ્તર એ કાયાનું છે જેની અનુભૂતિ તમને નિદ્રા દરમ્યાન થાય છે. આ એ સ્તર છે જેમાં તમારી બધી સ્મૃતિઓ કંડારાયેલી જરૂર રહે છે. પણ આ સ્મૃતિઓ સક્રિય નથી હોતી. એનો અર્થ એ નથી કે એ મૃતપ્રાય છે. એ એક ગહન સંમ્મોહક અવસ્થા હોય છે જેમાં તમે જેવી સક્રિય રીતે જીવવા માંગો છો એ પ્રમાણે જીવિત નથી હોતા. તો તમે મૃત પણ નથી હોતા. તમે આ અર્ધચેતન અવસ્થામાં ખૂંપી ગયેલા રહો છો.
કાર્ય-કારણ આધારિત કાયાથી પરે જીવાત્મા અંતરિક્ષીય કાયામાં આવે છે. છઠ્ઠું સ્તર આ અંતરિક્ષીય કાયાનું છે. એ સ્તર પર તમે પરમાનંદ અનુભવો છો. આ એ સ્તર છે જે તમને સદા એક અન્વેષક રૂપે પ્રેરિત કરે છે. જો તમે અન્વેષક છો તો તમારી અંદર આ છઠ્ઠું સ્તર વધુ પ્રબળ હશે. આ સ્તરને જેટલું અપનાવશો એટલું જીવન વધુ આનંદમય બનશે. આ સ્તર હોવા છતાં જો કોઈ સ્મૃતિ રહી ગઈ હશે તો તમે બીજી કાયા ધારણ કરશો અને ફરી અવતરશો.
જો તમે સતત સુખભરી અનુભૂતિઓ પામતા રહો છો, તો તમે સ્વર્ગમાં છો એમ માનવું રહ્યું. જો તમે યાતનાઓ અનુભવતા રહો છો, તો તમે નર્કમાં છો એમ માનવું રહ્યું. જીવન દરમ્યાન તમે કેટલી યાતના અનુભવી એના આધાર પર મૃત્યુ સમયે તમારી કાયા કષ્ટમય અથવા વૈશ્વિક અનુભૂતિ ભોગવશે. કેટલી અનુભૂતિ સુખમય તમે તમારા જીવનકાળ દરમ્યાન ભોગવી એના આધાર પર મૃત્યુ સમયે તમારી અનુભૂતિ સહજ કે સુખદ અથવા સ્વર્ગીય હશે. નર્ક કે સ્વર્ગ વાસ્તવમાં તો મનની અનુભૂતિઓ છે. કઈ સ્મૃતિઓ તમારી સાથે અંત સુધી સંકલિત રહે છે એના આધાર પર તમે સ્વર્ગીય કે નારકીય અનુભૂતિ પામો છો. માટે, જુદી જુદી સંસ્કૃતિઓ એમની પોતાની આગવી રીતે સ્વર્ગીય સુખનું નિરૂપણ કરે છે. સ્વર્ગ કોઈ એક સ્થળ કે સ્થાન નથી. એ તો એક અનુભૂતિ છે.
સાતમું સ્તર એ નિર્વાણ સ્તર છે. એ પ્રબુદ્ધતાનું સર્વોચ્ચ સ્તર છે.
મૃત્યુ સમયે વ્યક્તિનો જીવાત્મા અને એની કાયા વચ્ચે એક સંઘર્ષ ચાલતો હોય છે. કાયા કહે છે : ‘હું હવે થાકી ગઈ છું. હવે વધુ કાર્ય નહિ કરી શકું ’ જીવાત્મા કહે છે: ‘ના, ન ચાલે, મારે હજુ તારો ઉપયોગ કરવાનો છે.’
જો કાયા જીતે છે તો ભૌતિક શરીર મૃત્યુ પામે છે. અને જીવાત્મા બીજા સ્તર પર જવા ગતિ કરે છે. એ સ્તર છે પ્રાણિક કાયાનું જ્યારે તમે સામાન્ય રીતે સ્વપ્નસ્થ હો છો, ત્યારે તમારી તર્કવ્યવસ્થા એની ક્ષમતા ખોઈ બેસે છે. અને માત્ર કામનાઓ જીવિત રહે છે. સ્વપ્નની સીધી વ્યાખ્યા જ એ છે કે એક એવી સ્થિતિ જેમાં તર્કની કોઈ ભૂમિકા નથી હોતી અને માત્ર સ્મૃતિઓ તથા કામનાઓ કાર્યરત રહે છે. જ્યારે તમે અચેતન અવસ્થામાં હો અથવા કોમામાં હો, ત્યારે પણ તર્ક નિષ્ક્રિય થઇ જાય છે.
જ્યાં સુધી તમે ભૌતિક શરીરમાં વસો છો, ત્યાં સુધી કામનાઓ અને તર્ક એ વિશ્લેષણ કરે છે કે કઈ કામનાઓ જરૂરી છે અને કઈ નથી. તથા એ પણ કે કઈ કામના સર્વ પ્રથમ પરિપૂર્ણ થવી જોઇએ. કામનાઓ પર તમારું નિયંત્રણ રહે છે. એમની વચ્ચે સંતુલન જાળવવાની પણ વ્યવસ્થા હોય છે. કિંતુ, પાછળ જ્યારે તર્કનું સમર્થન નથી હોતું, ત્યારે એ જ કામનાઓ જીવાત્માને આમથી તેમ ફંગોળતી રહે છે. એક તરફ, એમાં અપરાધ ભાવ હોય છે, તો બીજી તરફ, એ કામનાઓ છે જે જીવાત્મા પર વર્ચસ્વ જાળવે છે.
જ્યારે મેં મરતો માણસ જોયો, ત્યારે હું જોઈ શકતો હતો કે જીવાત્મા ધીરે ધીરે એક પછી એક સ્તરથી વિમુક્ત થતો જતો હતો. હું એ પણ જોઈ શકતો હતો કે જીવાત્મા જ્યારે અપરિપૂર્ણ કામનાઓના સ્તરથી પસાર થતો હતો ત્યારે તીવ્ર પીડા અનુભવતો હતો. એની અપરાધ ભાવના એને કોરી ખાતી હતી. એને એમ પણ અભિપ્રેત થતું હતું કે હું જે લક્ષ્ય અને મિશન સાથે આ જગતમાં આવ્યો એ પૂર્ણ નથી કરી શક્યો. ખરેખર તો મૃત્યુ સમયે જ તમે ક્યા લક્ષ્ય સાથે જગતમાં આવ્યા એ તમને બરાબર યાદ આવશે.
જ્યારે તમે જન્મો છો ત્યારે તમારી કાયા માના ગર્ભાશયથી વિચરે છે અને પ્રસવની જે તીવ્ર પીડામાંથી તમે ગુજરો છો એને કારણે અચેતનાવસ્થાના ગહન કોમામાં તમે સરી જાઓ છો અને જન્મ પામવા પછીય જે આશય રહેલો છે એ સદંતર ભૂલી જાઓ છો. વાત લગભગ આવી છે : તમે વિમાનમાં સફર કરવાની ટિકિટ ખરીદી અને યોગ્ય સમયે વિમાનમાં બેસી પણ ગયા. પણ વિમાનની ઉડાન દરમ્યાન તમે કોમામાં સરી ગયા અને એટલે જ્યારે તમે આખરી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તમે એ જગ્યાએ શા માટે આવ્યા હતા એ પૂરેપૂરું ભૂલી ગયા હતા. જ્યારે તમે પાછા ફરો છો અને ફરી વિમાનમાં બેસો છો ત્યારે તમને અચાનક યાદ આવે છે કે તમે અહીં કેમ આવ્યા હતા.
એ જ પ્રમાણે જ્યારે તમે મૃત્યુ પામો છો ત્યારે તમે અપરિપૂર્ણ રહી ગએલ મિશનને લઈને તીવ્ર અપરાધ ભાવ અનુભવો છો અને એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ.
આ અપરાધ ભાવમાંથી પસાર થયા પછી બીજા ચરણ રૂપે જીવની બધી વિષમ અનુભૂતિઓ તમારી સમક્ષ આવી જશે. જેથી મૃત્યુ સમયે તમે પહેલાં શારીરિક પીડા અનુભવશો, ત્યારે પછી અતૃપ્ત કામનાઓની પીડા, પછી અપરાધ ભાવ અને ભાવાત્મક પીડા, અને આખરે આ જન્મમાં તમે જે સુખ અનુભવ્યાં એની યાદ પણ.
એકંદરે તો જેવો તમારો જીવાત્મા છઠ્ઠા સ્તરમાં પ્રવેશે કે તરત જ તમે ત્યાર પછીની કાયા અપનાવવાની તૈયારી કરી લો છો. મતલબ કે, ત્યાર પછીનો જન્મ જીવાત્મા પછીની કાયા સ્વીકારવા તૈયાર થઈ જાય છે. ક્યારેક, બહુ ભાગ્યે જ, જીવાત્મા છઠ્ઠા સ્તરથી સીધો નિર્વાણ સ્તરમાં પ્રવેશે છે. તો પછી પુનર્જન્મનો કે નવી કાયા અપનાવવાનો પ્રશ્ન ઊઠતો નથી.
જ્યારે તમે આ વિવિધ કાયાઓમાંથી ગુજરો છો અને અતૃપ્ત કામનાઓની અનુભૂતિ પામો છો, એની પીડા એની અપરાધ ભાવના અનુભવો છો, ત્યારે તમે અંતે નિર્ધાર કરો છો કે મને બીજી કાયા, બીજો જન્મ લેવા દો. જ્યારે એમ થશે ત્યારે હું આ જગતમાં આવવાનું લક્ષ્ય ખચીત નહિ ભૂલું. માયાજાળમાં નહિ અટવાઉં. પહેલેથી જ હું'સત્ય'ના પથને અનુસરીશ. પણ જ્યારે તમારો પુનર્જન્મ થાય છે ત્યારે સંભવતઃ પ્રસવ સમયની તીવ્ર પીડાના કારણે તમે કોમામાં સરી જાઓ છો. અને બધા શપથ વિસરી જાઓ છો.
અંતે, પેલો બાજુના ખાટલામાંનો માણસ મૃત્યુ પામ્યો. પણ એ દૃશ્ય અને એને મરતો જોવાની અનુભૂતિ મારા મન પર એક ઊંડો ચીરો મૂકતી ગઈ. સદ્ભાગ્યે, પેલા વૃદ્ધ સાધુની તબિયત સુધરતી ગઈ અને થોડા દિવસમાં એમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. થોડા મહિના પછી મૃત્યુને લગતી મારી પોતાની એક વધુ અનુભૂતિ મને પ્રાપ્ત થઈ. એ અનુભૂતિએ મારામાં પ્રબુદ્ધતાની પ્રથમ જ્યોત પ્રગટાવી. મને મારા જીવનનું
લક્ષ્ય અને મિશન સમજાયું. હકીકતમાં બાર વર્ષની વયથી હું મને પોતાને બંધનમુક્ત ગણતો થઇ ગયો હતો. અને ત્યારે મારો પોતાનો ગહન આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થયો હતો. પણ મારા મિશનની સ્પષ્ટતા અને મારી કાયાનો કઇ રીતે ઉપયોગ કરું એ સમજ પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા પછી મળી.
મારી હાજરીમાં થએલ મૃત્યુ -
પ્રબુદ્ધતા પ્રાપ્તિ પછી
પ્રબુદ્ધતાપ્રાપ્તિ પછી હું દક્ષિણ ભારત પાછો ફર્યો. હું બેંગલોરમાં એક અનુયાયીના ઘરમાં હતો. મારી પાસે જે આવતા અને જેમને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની જરૂરત હતી એમનાં દવાદારૂ કરતો હતો. અને ત્યારે મારા એક અનુયાયીને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો. મને અનુરોધ થયો કે હું એને સ્વસ્થ કરું.
ત્યાં પણ એવું બન્યું કે જેની સારવાર હું કરતો હતો એની બાજુના બેડ પરનો જ માણસ મરવાની કટોકટી પર આવી પહોંચ્યો. જ્યારે મેં જોયું કે એ માણસ મરી રહ્યો છે, ત્યારે મારી પહેલી ઇચ્છા અંતિમ યાતના અનુભવતા એ માણસથી દૂર ખસી જવાની હતી. પણ મારો અનુયાયી ભયભીત હતો અને એ મને છોડવા તૈયાર ન્હોતો.
અચાનક મેં જોયું કે આ વ્યક્તિ જે મૃત્યુના દ્વાર પર હતી એ પેલી આગળવાળી વ્યક્તિની જેમ જરા ય આખરી યાતના ન્હોતો અનુભવી રહ્યો. મને આશ્ચર્યભર્યો આંચકો લાગ્યો અને મારામાં જિજ્ઞાસા પણ જાગી. આગળ જે વ્યક્તિને મેં જોઇ હતી એનો જીવાત્મા તો એક એક સ્તરથી અસહ્ય પીડા અનુભવતો ગુજર્યો હતો. પણ આ જીવાત્મા સરળતાપૂર્વક સ્તર પછી સ્તરથી ગુજરતો જતો હતો. જે પ્રમાણે માખણના પિંડમાંથી એક છરી પસાર થતી હોય એ રીતે.
પ્રથમ સ્તર એટલે કે ભૌતિક કાયામાં કોઇ પીડા ભાગ્યે જ હતી. પછી તો, મામુલી પીડા પણ જતી રહી અને એ જીવાત્મા પ્રાણિક સ્તર ભણી સરકી ગયો. બહુ દરબારી ચાલથી જીવાત્મા એક સ્તરથી બીજા સ્તરમાં સરકતો ગયો. એનામાંએ સક્ષમતા હતી કે અપરાધ ભાવના, કામનાઓ અને યાતના એને સ્પર્શી ન્હોતાં શકતાં. કાર્ય-કારણસ્તર તંદ્રામય ન્હોતું. એ શક્તિશાળી હતો અને અંતે નિર્વાણ સ્તરમાં પ્રવેશ્યો અને જોતજોતામાં વિલીન થઇ ગયો. જે પ્રમાણે માખણના પીંડમાંથી છરી પસાર થતી હોય એ રીતે.
મને સમજાયું કે આ વ્યક્તિ પૂર્ણતઃ વિકાસશીલ છે. મેં એના સંબંધીઓને પૂછ્યું કે શું આ માણસ આધ્યાત્મિક હતો કે ધાર્મિક હતો. સંબંધીઓને આશ્ચર્ય થયું અને એમણે કહ્યું કે એના જીવનમાં ધાર્મિક પણ ન્હોતો અને આધ્યાત્મિક પણ નહિ. એ તો પૂર્ણતઃ સાંસારિક માણસ હતો.
મેં એ વાત પર ચિંતન કર્યું કે કેમ પહેલું મૃત્યુ જે મેં જોયું એ આટલું યાતનાભર્યું હતું, જ્યારે બીજું સાવ શાંતિપૂર્ણ હતું. જે હવે હું તમને કહેવા માંગું છું એ પ્રામાણિક સત્ય છે. આ હું તમને એટલા માટે કહું છું કારણ કે હું માનું છું કે એ મારી જવાબદારી છે કે તમારી આગળ સત્ય પ્રસ્તુત કરું. જ્યારે આ તફાવત સમજવા મેં ચિંતન કર્યું, ત્યારે રહસ્યોદ્ઘાટન થયું. તે એ કે બીજા મૃત્યુ સમયે હું એક પ્રબુદ્ધ વ્યક્તિ હતો. બીજી વ્યક્તિનું નિધન એક પ્રબુદ્ધ વ્યક્તિ સમક્ષ થયું હતું. પ્રથમ મૃત્યુ સમયે હું એ સ્તર પર ન્હોતો કે મારી ઉપસ્થિતિ સહાયક બની શકે. કારણકે ત્યારે હું એ ઊર્જા વિતરીત ન્હોતો કરી શકતો જે પ્રબુદ્ધતાના કારણે પેદા થાય. માટે પ્રથમ વ્યક્તિને એક ચીલાચાલુ મૃત્યુ મળ્યું. જ્યારે બીજી
વ્યક્તિનું મૃત્યુ હું જે સત્ય પામી શક્યો હતો એવી એક પ્રબુદ્ધ વ્યક્તિની ઉપસ્થિતિમાં થયું.
જ્યારે આ પ્રગટીકરણ આવ્યું, ત્યારે મને એ પણ અનુભૂતિ થઈ કે મારી અંદરથી એક માનવીય સંવેદના ઉદ્ભવિત થઈ. જો હું આ સંવેદના પ્રત્યેક વ્યક્તિને વિતરીત કરી શકું, તો મારું મિશન ફળીભૂત થશે. એક શાંતિપૂર્ણ મૃત્યુ એ કોઈને પણ માટે એક સુખદ અનુભવ છે. પણ એ માત્ર એક પ્રબુદ્ધ જીવાત્મા જ આપી શકે છે. મેં ત્યારથી જ એ ચિંતન શરૂ કરી દીધું કે હું કઈ રીતે આ પુરસ્કાર સૌને આપી શકું. નિર્વિવાદ, હું કંઈ દરેક હોસ્પિટલની આઇ.સી.યુ.માં હાજર ન રહી શકું અને પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ સુખદ બને એની રાહ ન જોઈ શકું. આ સમસ્ત ગતિવિધિ પાછળ રહેલ શાસ્ત્ર પર ચિંતન કરતો રહ્યો. અને એ સમજ્યો કે મૃત્યુ સમયે થાય છે શું એ હું સમજાવું :
જ્યાં સુધી તમે તમારા જરીપુરાણા તર્કોને વળગી રહો છો અને ભૌતિક સ્તર પર જીવો છો, ત્યાં સુધી ગુરુ તમારા એક માર્ગદર્શક હોય છે. આ ભૌતિક દુનિયા વધુ સબળ અને વધુ વાસ્તવિક જણાય છે. પણ જ્યારે તમે હજુ વધુ ગહન સ્તરો પર જાઓ છો, તેમ તેમ ગુરુમાં સત્યની અનુભૂતિ થાય છે અને ભૌતિક વિશ્વ અસ્પષ્ટ અને ધૂંધળું થતું જાય છે.
આ એના જેવી વાત છે કે રાત્રિની સ્વપ્નિલ દુનિયામાં સ્વપ્ન જ સાચું દેખાય છે અને જાગૃત વિશ્વ ધૂંધળું લાગે છે. કિંતુ, જ્યારે તમે જાગી જાઓ છો ત્યારે તમારામાં વધુ ઉચ્ચ સ્તરીય ચેતનાવસ્થા પ્રસરે છે અને સ્વપ્નિલ દુનિયા માત્ર એક કલ્પના બનીને રહી જાય છે. જ્યારે જાગૃત દુનિયા સત્ય બની રહે છે. સ્વપ્નિલ દુનિયામાં સ્વપ્ન જે તમે જોયું એ જીવિત લાગે છે. સ્વપ્નમાંથી તમે બહાર આવો છો ત્યારે આ સ્વપ્નની સમસ્ત દુનિયા અસ્પષ્ટ બની રહે છે.
લગભગ એ જ રીતે, જો તમે જાગૃતાવસ્થાના એક હજુ ઊંચા સ્તર પર ઊઠો, તો આજનું આ સક્રિય વિશ્વ તમને પોતાને જ શુષ્ક જણાશે. જ્યારે એની સામે આધ્યાત્મિક તથ્યો અને ગુરુ મૂળ સત્ય અને પરમતત્વ જણાશે. જ્યારે જીવાત્મા શરીરથી જુદો પડી જાય છે અને જાગૃતિના ઉચ્ચ સ્તર પર ઊઠે છે, ત્યારે ગુરુ અને પરાજાગૃત જીવાત્મા એક ઠોસ વાસ્તવિકતા બની જશે.
આના પછી આવનારી સ્થિતિ એ છે કે જેને આપણે દ્વિતીય મૃત્યુ કહી શકીએ. એ જ્યારે ઘટે છે ત્યારે પ્રબુદ્ધાવસ્થા સીધી જ પ્રાણ સાથે એકાત્મ થઈ જાય છે.
એ પણ સમજી લો કે અત્યારે જ્યારે તમે અહીં બેઠા છો, ત્યારે એવું શું છે જે તમને ગુરુના પ્રબુદ્ધ આત્માના સંપર્કમાં આવતાં અને એની સાથે એકાકાર થઈ જતાં અટકાવે છે ? તમારી તર્કબુદ્ધિ અને વિવેકબુદ્ધિ.
તમે અહીં ઉપસ્થિત છો પણ તમારા અચેત મનમાં એવી શંકા વ્યાપ્ત છે કે જો હું મારી સંપત્તિનો ત્યાગ કરીને આ મહાત્માના શરણે જતો રહીશ, તો આ મહાત્મા જ બધું લઈ જશે. બીજો હાલનો સવાલ એ છે કે અત્યારે તો મને પૃથ્વી પરની બધી વસ્તુઓ સાચી જ લાગે છે. એ રીતે ગુરુ પણ એક નશ્વર શરીરધારી સાચા માનવી દેખાય છે.
મને પણ તમે એ જ ધોરણે જુઓ છો જે ધોરણે આ ભૌતિક વિશ્વનું બધું બીજું જુઓ છો. દ્વિતીય મૃત્યુની બાબતમાં કહેવું રહ્યું કે આ વિશ્વની બધી બાહ્ય સાધનસામગ્રી વ્યક્તિ માટે એ સમયે અગમ્ય થઈ રહે છે. ન તો એ એની ચેકબુક પર સહી કરી શકે કે ન એની ગાડી ચલાવી શકે. જેને આ ભૌતિક દુનિયામાં એ વળગી રહ્યો હતો એ આપોઆપ એની પાસેથી છીનવાઈ ગયું. જ્યારે એણે આસપાસ જોયું ત્યારે એક હું, પ્રબુદ્ધ જીવાત્માના સ્તરે પહોંચેલ માત્ર, ત્યાં હાજર હતો. મારી અંદર પ્રજ્વલિત જ્યોતિ એણે જોઈ અને એ મને વળગી રહ્યો. એનું આત્મસમર્પણ સ્વયંભૂ જ આવ્યું હતું. કારણકે એ પળે ત્યાં હું હાજર હતો. આ ઘટનામાં પણ જ્યારે એ જીવિત હતો ત્યારે જો એણે મને જોયો હોત તો આત્મસમર્પણ કરતાં પહેલાં એણે અવઢવ અનુભવી હોત. અને અંતે એ સમર્પિત થયો હોત. જ્યારે એનું સર્વસ્વ એની પાસેથી લઈ લેવાયું હતું, ત્યારે મારી સાથે એકાકાર થવામાં એને અડચણરૂપ નડે એવું કશું ન્હોતું રહ્યું.
ભાગવતમાં આ વિષય પર એક સરસ કથા છે જે પ્રબુદ્ધ આત્મા શ્રીકૃષ્ણના જીવનમાંનું એક વૃત્તાંત આપે છે:
એક બહુ ધનવાન ભક્ત હતો. એણે કૃષ્ણને પૂછ્યું : 'પ્રભો, હું હજુ ધન અને સમૃદ્ધિ વધુ પ્રમાણમાં ઇચ્છું છું.' કૃષ્ણે કહ્યું તથાસ્તુ. ત્યારે એક ગરીબ મહિલા પણ ત્યાં હાજર હતી; એની પાસે એક ગાય અને એક નાનું ઘર હતું. કૃષ્ણ એક વખત એને ઘેર ગયા, ત્યાં ભોજન લીધું, એને આશિષ આપીને બહાર આવ્યા. એ દિવસે જ એ મહિલાની ગાય મરી ગઈ.
કોઈએ આ બાબત કૃષ્ણને પૂછ્યું: 'આવું કેમ કે પેલો ધનિક તો વધુ ધન મેળવી રહ્યો છે અને આ ગરીબ મહિલા એની ગાય પણ ખોઈ બેઠી. એ ગાયના દૂધમાં તો એની એક માત્ર આવક હતી.
કૃષ્ણે સમજાવ્યું : 'પેલો ધનિક સાંસારિક વિશ્વની ભ્રામક આસક્તિમાં જીવતો હતો. એને જે જોઈતું હતું એ મેં એને આપ્યું. પરિણામ એ આવશે કે અતિશય ભૌતિક ઉપલબ્ધિઓથી એ અંતે ત્રાસી જશે. અને પછી, આધ્યાત્મિકતા તરફ વળશે. પેલી ગરીબ મહિલાની વાત એમ છે કે એને માત્ર એક જ વસ્તુની ખેવના હતી. અને એ હતી મારું સાન્નિધ્ય. એ હવે પૂર્ણતઃ મારામાં સમાઈ જશે.'
મારા સાન્નિધ્યમાં આવતાં આ ગાય માત્ર એને અટકાવતી હતી. મેં ગાય એટલા માટે લઈ લીધી કે હવે એ પૂર્ણતઃ મારામાં ઓતપ્રોત થઈ શકે.
એ જ પ્રમાણે પેલા બીજા આઇ-સી-યુમાં જે 'ગાય' હતી એ લઈ લેવાઈ હતી. ભૌતિક સ્તરે એ માણસ એકાકાર ન્હોતો થઈ શક્યો. પણ પ્રાણિક સ્તરે એની સજાગતા એક જુદા જ અંતરિક્ષમાં પ્રવેશ કરી ચૂકી હતી. એ માણસ મને મારા પૂર્ણ પ્રકાશમાં બરાબર જોઈ શકતો હતો. ગુરુની ઉપસ્થિતિ એક પ્રખર જ્યોતિ પેદા કરે છે. ખૂબ શક્તિશાળી હોય છે અને આ જ્યોત આ વૈશ્વિક તરંગ લંબાઈ કરતાં વધારે ઊંચી તરંગ લંબાઈ વાળી હોય છે. કલ્પના કરો તો સમજાશે કે આ વિશ્વ જેમ તમારા સ્વપ્નિલ જગત કરતાં વધુ વાસ્તવિક છે તેમ.
એ માણસને એમ જ્ઞાત થયું કે અહીં કંઈક છે જે અપૂર્વ પ્રકાશમયતાથી અભિપ્રેત છે અને માટે હોસ્પિટલના આઇ-સી-યુમાંનો પેલો માણસ પૂર્ણતઃ એ તેજઃપૂંજને શરણે જતો રહ્યો. જ્યારે એ શરણે ગયો ત્યારે એની બધી કંડારાયેલી સ્મૃતિઓ એના પરથી વર્ચસ્વ ગુમાવી બેઠી. આંતરિક ચેતનાવસ્થા વધુ શક્તિશાળી બની. કામનાઓ, અપરાધ ભાવ, યાતના, આનંદાવસ્થા વગેરે બધું વિલીન થઈ ગયું. એ જીવાત્માની તેજસ્વિતામાં તત્કાળ વૃદ્ધિ થઈ.
તો સમજો, જો દ્રષ્ટા સબળ હોય તો જે દ્રષ્ય છે એનું તમારા પર કોઈ વર્ચસ્વ રહેતું નથી. મૃત્યુનું આ જ વિજ્ઞાન છે.
આઈ-સી-યુમાંનું જે પહેલું મૃત્યુ હતું એમાં જે દ્રષ્ય હતું એ દ્રષ્ટા કરતાં વધુ પ્રબળ હતું. બીજા મૃત્યુમાં દ્રષ્ટા દ્રષ્ય કરતાં વધુ પ્રબળ છે.
આ જ્ઞાન કઈ રીતે જનસામાન્ય સુધી પહોંચાડવું એના પર મેં ઘણું સઘન ચિંતન કર્યું. અને એક સુભગ પળમાં અચાનક એક પ્રકાશપૂંજ મારી અંદર પ્રગટ્યો.
સમજી લો કે, આંતરિક ઊર્જાને સમય અથવા અવકાશ અવરોધી શકતા નથી. અવકાશમાં જેમ અનુગામી પ્રવાહો વહે છે તેમ જ એ છે. એક પ્રબુદ્ધ ગુરુની ઊર્જા સમસ્ત બ્રહ્માંડમાં પ્રસરી રહે છે. મારે એ ઊર્જા લોકોમાં પ્રસરાવવી છે. જેમ માનવ હૃદયની ધમની બરાબર ચલાવવા માટે ‘પેસમેકર’ (ગતિ સંચાલક) મૂકાય છે તેવુંજ એ છે. પણ, હું એને ‘પીસમેકર’ (શાંતિ સ્થાપક) પણ બનાવવા માંગું છું. એક વખત એ બરાબર સ્થાપિત થઈ જાય, પછી તો જીવાત્મા કાયાની અંતિમ વિદાય લેતી વખતે ય એની સાથે સંકળાયેલ રહી શકે છે.
ગુરુ એ વ્યક્તિ છે જે એના પોતાના આંતરિક વિશ્વમાં સંગૃહીત દિવ્ય અનુભૂતિઓને બીજાના આંતરજગતમાં પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ પુનરુત્પત્તિને ‘લાઈફ બ્લીસ લેવલ-૨’ એવું નામ આપવામાં આવ્યું છે. અથવા એને ‘નિત્યાનંદ સ્ફૂરણા પ્રોગ્રામ’ કહેવામાં આવે છે. આ એ આયોજન છે જે વ્યક્તિમાં ‘પીસ મેકર’ ની સ્થાપના કરે છે.
તમારામાં શાંતિસર્જક (પીસમેકર) સ્થાપિત કર્યા પછી મારું એ વચન છે કે તમે જ્યાં પણ હશો, મૃત્યુ સમયે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હશો, હું સદા તમારી સાથે હોઈશ અને ધ્યાન રાખીશ કે તમે આનંદપૂર્વક નિર્વાણીય સ્તર પર કાયમ રહો. હું અત્યારે તમને જે કહી રહ્યો છું એની પૂર્ણ જવાબદારી મારી છે. હું આ કાયાનો ત્યાગ કરું તો પણ હું જવાબદાર છું. આ મારું વચન છે. જે કોઈ પણ મારા આ શબ્દો અહીં મારા મુખે બોલતાં સાંભળે છે., એ દરેક પ્રતિ મારી આ વચનબદ્ધતા છે.
જ્યારે આ તકનીક હું બીજાઓ સાથે વહેંચતો થયો, ત્યારે મને એ પણ સમજાયું કે એ લોકો શાંતિ માત્ર એમના જીવનના અંતકાળે જ નહોતા અનુભવતા, પરંતુ એમના જીવનકાળ દરમ્યાન પણ, જ્યારે હું એમની સાથે હતો, ત્યારે પણ, એમની અનુભૂતિ ગહન, આનંદદાયક અને હર્ષોલ્લાસ ભરી હતી.
એ સમજી લો કે જ્યારે તમારી અંદરથી ઊંડી કંડારાયેલી સ્મૃતિઓ સદંતર ભૂંસાઈ જાય છે, ત્યારે જીવન અને મૃત્યુ બંને દિવ્ય આનંદમય બની જાય છે. તમારું સ્વાસ્થ્ય સુધરે છે, તમારી સમૃદ્ધિ વધે છે, તમારા સંબંધો વધુ ઘનિષ્ટ થાય છે અને આ બધું એટલા માટે કે આંતરજાગૃતિનો પ્રભાવ જ જુદો હોય છે.
the તમે તમારી નિર્વાણીક કાયામાં પૂર્ણતઃ ત્યારે સમાવિષ્ટ થઈ જશો જ્યારે આ ‘પીસ મેકર’ તમારી અંદર સ્થાન ગ્રહણ કરી લેશે. પછી તમારી પાસે ત્યારે એ શારીરિક અને માનસિક મુક્તિ હશે કે તમે જાગૃતાવસ્થામાં હોઈને ય હજુ એક વધુ જન્મ લેવા ધારો તો લઈ શકો. અથવા પ્રબુદ્ધતા પૂર્ણતઃ પ્રાપ્ત કરો અને
અંતિમ પળોમાં જેની સ્મૃતિ તમારા પર છવાયેલી રહે છે, પછી ફરી કદી તમે પુનર્જન્મમાં એજ રૂપે પુનર્જન્મ લેવાની અવતરો છો. જરૂરત રહે જ નહિ.
અંતિમ પળોની સ્મૃતિઓ મહત્ત્વની હોયછે.
ઉપનિષદમાં એક સરસ કથા છે :
જડભરત નામના એક ઋષિએ એક હરણને શિકારીથી બચાવ્યું, ગમે તેમ પણ પછી તે એ હરણમાં જ આસક્ત થતા ગયા. આમ તો, એ એક સન્યાસીનું જીવન વ્યતીત કરી રહ્યા હતા, પણ આ હરણ પ્રતિ એની આસક્તિ વધતી ગઈ. સવારથી સાંજ સુધી એ હરણની દેખરેખમાં જ સમય વિતાવતા હતા. જ્યારે એનો મૃત્યુ સમય આવ્યો, ત્યારે પણ તેઓ આ હરણને વિસારે ન પાડી શક્યા. એમને હરણની સતત ચિંતા થતી હતી. “ઓહ ! મારો પછી હરણની સંભાળ કોણ લેશે ? મારા મૃત્યુ પછી એનું શું થશે ?”
મૃત્યુ પછી, એના બીજા જન્મમાં એ ખુદ હરણ જન્મ્યા.
બહુ ભાવવાહી રીતે ઉપનિષદની પંક્તિઓ કહે છે કે અંતિમ પળોમાં જેની સ્મૃતિ તમારા પર છવાયેલી રહે છે, તમે પુનર્જન્મમાં એજ રૂપે અવતરો છો.
કેટલાક ચતુર લોકો આનું એ રીતે અર્થઘટન કરે છે કે ‘હું સમસ્ત જીવન કેમ એ રીતે ન વર્તું જે પ્રકારે હું જીવનમાં જીવવા માંગું છું. મારી આખરી પળોમાં તો હું ભગવાનને જ યાદ કરતો રહીશ, એના નામનું રટણ કરતો રહીશ, જેથી મને સ્વર્ગ મળે’. આ બાબતમાં સ્પષ્ટ સમજ જરૂરી છે, જે બાબતનું તમે તમારા સમસ્ત જીવન દરમ્યાન સ્મરણ કર્યું હશે એ જ તમારી અંતિમ પળોમાં નજર સમક્ષ તરશે. એ સ્વપ્ને પણ ન ધારતા કે આખરી પળોમાં તમે રમત રમી જઈ શકશો. જી, ના !
હકીકતમાં, જ્યારે તમે શરીર ત્યાગ કરો છો, ત્યારે બધાં અંગ યાતનાગ્રસ્ત હશે. કારણકે જીવનનાં ૮૦/૯૦ વર્ષ દરમ્યાન જીવન તમે જે જીવ્યા એ બહુ ઝડપથી આગળ-પાછળ થતા ચલચિત્રની જેમ ઝડપી ચિત્ર તમારી મનમાં પસાર થશે. એમાંથી જીવનમાં જે તમે ખૂબ ગહન રીતે અનુભવ્યું હશે એ જ માત્ર તમારી સમક્ષ આવશે. તમારી આધ્યાત્મિક અનુભૂતિઓ વિવિધ રંગોમાં ઊભરી આવશે.
‘વિચાર શૂન્ય ચેતનાવસ્થા’ એ એક એવી અનુભૂતિ છે, જે જીવનકાળ દરમ્યાન સૌથી પ્રબળ હોય છે. અગર જો એક પળ માટે પણ તમે આ અનુભૂતિ કરી હશે, તો એ પૂરતું છે. સ્વાભાવિક રીતે જ, જ્યારે તમે શરીર ત્યાગ કરશો ત્યારે એ જ નજર સમક્ષ આવશે. એ તમારા માટે એક દીવાદાંડી બની રહેશે અને તમે ચેતનાવસ્થામાં સરકતા જશો.
મૃત્યુનો મારો પોતાનો અનુભવ
તમને હું મારી પોતાની સચેત મૃત્યુ અનુભૂતિ વર્ણવી બતાવું. એ ઘટી હતી વારાણસીમાં.
હું હંમેશા એમ વિચારતો હતો કે મને મૃત્યુની અનુભૂતિ મળવી જોઈએ. એક વાર હું સીધેસીધો મૃત્યુનો મુકાબલો કરું. પણ જાણે કેમ, એ વિચારને
પ્રાથમિકતા ક્યારેય ન મળી. કોઈપણ અનુભૂતિ
પામવા માટે એની સાથે સંબંધિત વિચાર તમારી
અંદર પ્રાથમિક મહત્ત્વ પામવો જોઈએ. એ મનના
એક ખૂણામાં લપાયેલો રહે એનો કોઈ અર્થ નહિ.
સામાન્ય રીતે જે કંઈ કાર્યો આપણે કરવાનાં હોય છે એમાં સફાઈ જાળવવી, નહાવું-ધોવું, ભાડું ચૂકવવું કે ટેલિફોનનું બીલ ભરવું, અને એ ઉપરાંત સમય મળે તો થોડું આધ્યાત્મિક ચિંતન કરવું. ના, આધ્યાત્મિક પ્રકાશ એ રીતે પ્રાપ્ત ન થાય. જ્યારે એ જીવનમાં પ્રાથમિકતા મેળવે, જ્યારે એને માટે લગન જાગે, ત્યારે તમારી આસપાસ રહેલું બધું જ તમે જે અનુભૂતિ પામવા જઈ રહ્યા છો એને અનુરૂપ થવા લાગશે. આવું ફક્ત આધ્યાત્મિક પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાની બાબતમાં જ નથી બનતું, દરેક સિદ્ધિની બાબતમાં બને છે.
જો તમે એવી ફરિયાદ કરતા રહેશો કે જે તમે ઇચ્છો છો એ ઘટતું નથી, તો એનું કારણ એ છે કે તમારા મનમાં એ પ્રાથમિકતા પ્રાપ્ત કરી નથી શક્યું નથી. બીજું કોઈ કારણ નથી. એ માટે કોઈને દોષ દેવાની જરૂરત નથી. તમે એ પણ જોઈ શકશો કે જે ઘડીથી એ ખ્યાલને પ્રાથમિકતા મળે છે એ ઘડીથી જ એક પ્રબળ પ્રવાહ પેદા થશે અને ઘટનાઓ ઘટવા માંડશે. ત્યાં સુધી બધું સુપ્ત રહેશે. મૃત્યુની અનુભૂતિ એ મારી પ્રાથમિકતા ન્હોતી અને માટે જ એ અસ્પષ્ટ રહી હતી.
જે દિવસોમાં હું ભારત ભ્રમણ કરી રહ્યો હતો, ત્યારે વારાણસી જવાનું થયું. હિન્દુઓનું એ પવિત્ર તીર્થધામ છે. એ શહેરમાં લોકોની દૈનિક અવરજવર ૩ લાખ જેટલી મનાય છે. અને એના મણિકર્ણિકા ઘાટ પર લગભગ ૧૦૦ જેટલા મૃતદેહોને દરરોજ અગ્નિદાહ અપાય છે. પવિત્ર ગંગા નદીના તટ પર આ ઘાટ છે. એક એવી પરંપરાગત લોક માન્યતા છે કે જે આ ઘાટ પર અગ્નિદાહ પામે છે એ સર્વ બંધનોથી મુક્તિ પામે છે.
આ એક પારંપારિક માન્યતા જ નથી, પ્રબુદ્ધ ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના જાત અનુભવથી આ માન્યતાનું સમર્થન કરે છે. એ કહે છે : ‘મેં બહુ સ્પષ્ટ સ્વરૂપે ભગવાન શિવને પ્રત્યેક અગ્નિદાહ પામેલ લાશ સમીપ જતા જોયા છે, એમાંથી જીવાત્માને લઇ જતા જોયા છે, અને એને મુક્તિ આપતા જોયા છે.’ માટે તમે એમ નહિ કહી શકો કે આ માત્ર એક પૌરાણિક માન્યતા છે. આ એક પ્રબુદ્ધ ગુરુની ઠોસ અનુભૂતિ છે.
મને પણ સદ્ભાગ્યે મણિકર્ણિકા પણ ઘાટ જવા મળ્યું. પારંપારિક રીતે, આ માત્ર માન્યતા જ નથી, પણ છેલ્લાં ૨૦૦૦ વર્ષ થયાં આ સત્ય જીવિત રહ્યું છે. કે જે અગ્નિથી ચિતાઓ જલતી રહી છે એ અગ્નિ કદી બુઝાયો નથી. વૃષ્ટિ થાય કે પૂર આવે, લાશ ઉપાડીને મણિકર્ણિકા ઘાટ આવનાર ડાઘુઓ કદી અગ્નિ સાથે લઇને નથી આવતા. અગ્નિ અહીં જલતો જ રહે છે; ડાઘુઓ તો માત્ર લાશને અગ્નિદાહ દે છે. લાશો આવતી રહે છે, અગ્નિ એમને જલાવતો રહે છે. કેટલીક વખત મેં એમ પણ જોયું કે બે યા ત્રણ લાશો એકીસમયે જલતી હોય છે.
સંધ્યા સમયે લાશો વધુ આવતી હોય છે. જે સ્થાન પર કોઈનું નિધન થયું હોય ત્યાંથી લોકો એની ઠાઠડી ઊંચકીને મંત્રોચ્ચાર કરતા આવતા હોય છે. એમનો મંત્ર છે ‘રામનામ સત્ય હૈ, રામનામ સત્ય હૈ !’ સાંજ સુધીમાં એ મણિકર્ણિકા ઘાટ પહોંચી જાય છે.
ત્યાંનું દૃશ્ય, ત્યાં ઉપસ્થિત હોવાની
દૃશ્યાનુભૂતિ હું તમારી આગળ વર્ણવી નથી
શકતો. એ અનુભૂતિ મેળવવા તો તમારે જ ત્યાં
હાજર રહેવું પડે.
તમને સત્ય કહું છું કે ત્યાં હાજર રહેવાથી જ મારો મૃત્યુનો ડર જાણે ક્યાં વિલીન થઈ ગયો. પ્રતિદિન તમે ત્યાં કેટલીયે લાશો જલતી જુઓ છો. તમે અનુભવો છો કે એક દિવસ હું પણ આ રીતે જઈશ. હા, જરૂર કેટલાય માણસો છે જે આ રીતે જઈ રહ્યા છે. જાણે આ એક સફર છે. તમે એકલા જ મરી રહ્યા છો એવો ભય તમને પજવતો નથી.
તમારી જિંદગીમાં તમે કદાચ એક કે બે લાશોને બળતી જોશો, માટે મૃત્યુનો ભય તમને ડરાવે છે. પણ મણિકર્ણિકા ઘાટ પર કોઈ અંતિમ વિધિઓ થતી નથી. એ લોકો લાશ લઈને આવે છે, એને ત્રણ વખત સીધી જ ગંગામાં ડૂબકી ખવરાવે છે, ત્યારે 'રામનામ સત્ય હૈ'નો મંત્ર ત્રણે વખત રટતા રહે. ત્યાં સુધીમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો હોય છે અને લાકડાં ગોઠવાઈ ગયાં હોય છે. ગંગાના પાણીમાંથી બહાર કાઢીને લાશ સીધી ચિતા પર ગોઠવી દેવાય છે અને અગ્નિદાહ થાય છે.
એક અજબ વાત જે ત્યાં જોવા મળી તે એ કે મરનારનું કોઈ સંબંધી ત્યાં ઊભું નથી રહેતું અને કોઈ વિધિ નથી થતી. જેવા લોકો લાશને ગંગાજળમાં ડૂબાડે અને ચિતા પર ગોઠવે પછી લોકો ચાલવા માંડે. પછી ઘાટના વાંસોદા ડાઘુઓ બાકીનું બધું સંભાળે. જે લાશ તમે લઈને આવ્યા એને પૂરેપૂરી જલી રહેતાં કેટલો સમય લાગ્યો એ પણ તમને જાણવા ન મળે ન મળે ત્યાં લાઇન હોય છે. લાશો તો એક પછી એક આવતી જ રહે છે અને જલતી રહે છે.
મને વિચાર આવ્યો : 'હું અહીં બેસું તો અને જોઉં ખરો કે પછી શું થાય છે.’ હું ઘાટ પર બેઠો. એક કલાકના ગાળામાં મેં અનુભવ્યું કે મૃત્યુ એ કોઈ આશ્ચર્યજનક ઘટના નથી. હા, કોઈ સગા-સંબંધી કે મિત્રને માટે એ ક્યારેક જ ઘટતી ઘટના હોઈ શકે. હું ત્યાં બેઠો રહ્યો અને જોતો રહ્યો કે લાશો એક પછી એક આવતી હતી. જીવનની કોઈ પણ બીજી ઘટના જેવી જ આ પણ એક ઘટના હતી. જુદી જુદી પ્રકૃતિ ધરાવતા, જુદી જુદી ઉંમરના, જુદી જુદી કોમના લોકો આવતા રહેતા હતા. અને લાશોને અગ્નિદાહ દેવાતો હતો.
જ્યારે તમે સતત મૃતદેહ જોતા રહો, એમને જલતા જુઓ, ત્યારે મૃત્યુનો પ્રભાવ ઘટી જાય છે. ત્યાં સુધી અલબત્ત, તમારા મન પર મૃત્યુનો ઘણો ડરામણો પ્રભાવ હતો. અત્યારે એ જ સમસ્યા છે. મૃત્યુ માત્ર આ જ છે જે વારાણસીના ઘાટ પર મેં જોયું. શ્વાસ જે આપણે ગ્રહણ કરીએ છીએ એ ફરી બહાર નથી આવતો. બસ, આટલું જ અને એ બાબતે આપણે કશું કરી પણ નથી શકતા.
હું આ દૃશ્ય અનવરત જોઈ રહ્યો હતો અને જેમ જેમ જોતો ગયો તેમ મૃત્યુનો જે થોડો ડર મને હતો એ પણ દૂર થઈ ગયો. ધીરે ધીરે મૃત્યુ પછીની ક્રિયાઓ જોવામાં મને રસ પડવા લાગ્યો. હું એમની પાસે ગયો જે સ્મશાન તથા ચિતાઓ વગેરેનો વહીવટ સંભાળે છે. હું એમના કામકાજમાં મદદ પણ કરવા લાગ્યો. ત્યારે હું એમ પણ વિચારતો હતો કે એક દિવસ મારું આ શરીર પણ એક નિષ્પ્રાણ લાશ બની જશે. અને આ લાશની જેમ જલાવી દેવાશે.
જયારે તમે એ યાદ રાખો કે મૃત્યુ તમારા જીવનમાં પણ આવવાનું છે, ત્યારે તમારો અંદર રહેલો અહમ્ પણ ઓછો થઇ જાય છે. કારણકે, જયારે તમે એમ વિચારો છો કે અમુક વસ્તુ પર તમારો દાવો રહેવો જોઇએ, ત્યારે એ બીજું કંઇ નહિ, પણ માત્ર તમારો અહમ્ હોય છે. જયારે તમે એ નિશ્ચિત રૂપે જાણો છો કે અહીં છે એ બધું એક દિવસ ત્યજી દેવાનું છે, ત્યારે તમારી અંદર રહેલો અહમ્ પણ અકલ્પનીય ઝડપથી ઘટી જાય છે. પહેલાં મને અહમ્ પ્રત્યે જે માન હતું; હવે એ એકદમ ઘટી ગયું.
મેં ત્યારે નક્કી કર્યું કે, 'આમેય હું મરવાનો તો છું જ. પછી, કાં તો મને અત્યારે મૃત્યુની સચેત અનુભૂતિ મળી રહે અને હવે પછી બાકીનાં મારા વર્ષો મૃત્યુથી ભયમુક્ત ગુજરે. અથવા હું ખરેખર મરી જઉં જેથી વાત પતી જાય. મેં નક્કી કર્યું કે એક યા બીજી રીતે મારા જીવનમાં આવનારા મૃત્યુને મારે નિહાળવું છે.
નજીકમાં એક નાનું શિવ મંદિર હતું અને એ મંદિર સાથે સંલગ્ન એક મિનારો હતો. હું મીનારામાં ચડીને એ રીતે બેસી ગયો કે કોઇ મારા એકાન્તમાં ખલેલ ન પાડી શકે. મિનારામાં બેઠો બેઠો હું ઘાટ પર આવતી લાશોને જોતો રહ્યો. એમને જલતી પણ જોતો રહ્યો.
એ દૃશ્યોએ મારામાં જે જાગૃતિ, જે ગહન સમજ તથા જે તત્કાળ અનુભૂતિ પેદા કરી એ મારી સ્મૃતિમાં આજે પણ તાજી છે. એક વયોવૃધ્ધ મહિલાની લાશ જલી રહી હતી. એનું પેટ ફૂલી ગયું હતું. એણે પહેરેલો પોષાક અગ્નિમાં જલતો હતો. વૃદ્ધ મહિલાના પેટમાં ચરબીનો જે થર જામ્યો હતો એ આગની ગરમીથી ઓગળવા લાગ્યો અને વહેવા લાગ્યો. તમને આવું જુગુપ્સાભર્યું ચિત્ર વર્ણવી બતાવવા માટે હું દિલગીર છું. પણ જે ગહન અનુભૂતિ મને મળી એ દર્શાવવા આ કહેવું પણ જરૂરી છે. હું એ પીગળતી ચરબીને વહેતી સ્પષ્ટ જોઇ શકતો હતો. એને કારણે અગ્નિ પણ વધુ ભભૂકતો રહ્યો. એ દૃશ્ય જોઇને મારા મનમાં ટકોર થઇ. મેં કહ્યું: 'પ્રભો! આ જ સ્થિતિ મારી કાયાની પણ એક દિવસ થવાની છે.’
આ દૃશ્યે મારી અંદર ઊંડે ઊંડે મૃત્યુનો એક ભય પેદા કર્યો. એ ભય સમસ્ત શરીરમાં વ્યાપી ગયો. એ ભય પ્રતિ હું સજાગ હતો. હું એ પણ જોઇ શકતો હતો કે ભય મારી અંદર ચોતરફ ફેલાઇ રહ્યો હતો. મારી સજાગતાને પણ એ ભયે ભરડામાં લીધી, એણે મને મૃત્યુની સૌથી ગહન અનુભૂતિ આપી. એ અનુભૂતિમાંથી હું પસાર થયો અને છેવટે બહાર પણ આવ્યો.
સમજી લો કે, જ્યારે તમારા ભયને પરાણે દબાવી દેવામાં આવે ત્યારે એ અંદર ને અંદર જ રહી જાય છે. જ્યારે પણ ભયની એ વૃત્તિ પ્રગટે ત્યારે તમે તેનો જાગૃતતાથી મુકાબલો ન કરો તો એ ભયનો હુમલો બને છે. અને તમારું પૂરું શારીરિક– માનસિક તંત્ર એની અસર તળે આવી જવાનું છે અને એની પ્રતિકારક શક્તિ ભાંગી પડવાનો પણ જ્યારે ભયનો સજાગતાપૂર્વક મુકાબલો કરવામાં આવે, ત્યારે એ મૃત્યુની અનુભૂતિ આપી જાય.
જે ભય પેદા થયો એને હું સ્પષ્ટઃ જોઈ શકતો હતો. જ્યારે સચેતાવસ્થામાં હું એની સામે આવ્યો, ત્યારે એમાંથી જ મને મારા મૃત્યુની અનુભૂતિ મળી. મારી કાયા ત્યારે નિષ્પ્રાણ થઇ રહી હતી; એ હાલતી-ચાલતી ન્હોતી.
લગભગ અઢી દિવસ સુધી ન તો મેં કોઇ ખોરાક લીધો, ન પાણી, ન હું કંઇ વિચારી શકતો હતો, ન કોઇ પ્રશ્નો હતા, ન કોઇ આકાંક્ષા. માત્ર શરીર હતું. એ અનુભૂતિમાંથી નીકળી આવ્યો પછી મેં જાણ્યું કે હું આ મૃત્યુ જેવી અવસ્થામાં અઢી દિવસ સુધી હતો. આંખો બંધ કરીને હું જોઇ શકતો હતો કે કાયા મૃતઃપ્રાય સ્થિતિમાં હતી અને કોઇ હલનચલન ન્હોતું. એકદમ અઢી દિવસ પછી સજાગતા ફરી આવી. મેં કહ્યું : ‘પ્રભો ! કાયા મરી ચૂકી છે, પણ હું હયાત છું. હું હજુ છું.’ જ્યારે સચેત અવસ્થા પાછી આવી ત્યારે જે સ્પષ્ટતા ઉજાગર થઇ એણે મારામાં એક પ્રકારનો ઉલ્લાસ પેદા કરી દીધો. સદા માટે મારી અંદરથી મૃત્યુનો ભય હવે વિલીન થઇ ગયો હતો.
હું એટલા બધા ઉલ્લાસમાં હતો, એટલા આનંદમાં હતો કે શું કહું! મેં ધીમે ધીમે મારી આંખ ખોલી અને હવે મારી કાયાને હું હલાવી-ચલાવી શકતો હતો. એક તરફ ઉલ્લાસનો ઉભરો હતો, તો બીજી તરફ કૃતજ્ઞતાનો. હું ગંગાના ઘાટ પર ગયો. મેં થોડું ગંગાજળ મારા પોતાના પર છાંટ્યું. એક કમંડળમાં ગંગાજળ સાથે લીધું. અગ્નિમાંથી થોડી રાખ પણ લીધી અને સીધો કાશી વિશ્વનાથમંદિર ગયો. શિવલિંગ સમીપ પહોંચ્યો. જે રાખ લઇને આવ્યો હતો એ લિંગને સમર્પિત કરી. અને ત્યાં પૂજા કરી. મારી કૃતજ્ઞતા ભાવપૂર્ણ રીતે વ્યક્ત કરી. મને એ અનુભૂતિ થઇ કે ભગવાન વિશ્વનાથ ત્યાં સાક્ષાત હાજર હતા.
એ સમજો કે હું મૃત્યુને ભેટ્યો તો વિશ્વનાથ સાક્ષાત ઉપસ્થિત થયા. એના એક દિવસ પહેલાં સુધી હું જીવિત હતો, માટે વિશ્વનાથ પથ્થરની એક મૂર્તિ માત્ર હતા. અને એ મૂર્તિને સ્પર્શ કરવાનું મન થતું. એ માટે હજારો લોકો દરરોજ દૂર દૂરથી આવતા હોય છે. કેવી નાદાનિયત ! મને ત્યારે પણ એમ જ લાગતું હતું કે આ વિશ્વનાથતો પથ્થરની એક મૂર્તિ જ છે. ત્યારે હું જીવિત હતો માટે એમ અનુભવતો હતો. હું મર્યો ત્યારે મેં સ્પષ્ટ જોયું કે હવે વિશ્વનાથ જીવિત હતા.
માત્ર એક જ જીવિત હોઇ શકે. કાં વિશ્વનાથ, કાં તમે. જ્યારે તમે સત્યને જુઓ છો, ત્યારે એ જીવિત થઇ ઊઠે છે. તમે અત્યારે જે રીતે માનો છો એ રીતે તમે ત્યારે જીવિત નહિ હો. એ પળોમાં મૃત્યુના ભયથી હું સદા માટે મુક્ત થઇ ચૂક્યો. હું એમ કહી શકું કે આ મારી એક મહત્વપૂર્ણ અનુભૂતિ હતી જેને લીધે મારામાં એ પરિવર્તન આવ્યું કે હું હવે પ્રબુદ્ધતાની અંતિમ અનુભૂતિ પામવા ઉત્સુક થઇ ઊઠ્યો.
મૃત્યુ સમયે શું થાય છે ?
એક પ્રબુદ્ધ આત્મા, એક એવી વ્યક્તિ જે સજાગ અવસ્થામાં મૃત્યુની અનુભૂતિમાંથી પસાર થઈ છે અને પુનઃ માનવ સ્વરૂપે આવેલ છે, એ જ બરાબર સમજાવી શકશે કે મૃત્યુ દરમ્યાન શું થાય છે ?
હું હવે મૃત્યુનું રહસ્ય બતાવીશ. આ વાત તમારામાંના ઘણાને આશ્ચર્યચકિત કરી જશે. પણ જે હું કહીશ એ સત્ય છે. તમે માનો કે ન માનો, એને સ્વીકારો કે ન સ્વીકારો, જે હું કહું છું એ જ બને છે મૃત્યુ સમયે.
આપણને માત્ર એક જ શરીર નથી મળ્યું. આપણી સાત કાયાઓમાં આ ભૌતિક કાયા એક છે. આ ભૌતિક શરીર જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. હકીકતમાં, આપણને કાયાકીય અસ્તિત્વનાં સાત જુદાં જુદાં સ્તર મળ્યાં છે. આ સ્તર બહુ ગૂઢ અસ્તિત્વ ધરાવે છે. માટે સામાન્ય આંખોથી જોઈ નથી શકાતાં કે અનુભવી નથી શકાતાં.
નીચે આપેલ આકૃતિમાં સાતે સ્તરનું પ્રતિનિધિત્વ છે :

પ્રત્યેક સ્તરની સાથે કોઈને કોઈ ભાવના સંકળાયેલી છે. દાખલા તરીકે, પ્રાણિક કાયા સાથે જીવનની બધી કામનાઓ ગૂંથાયેલી છે. જીવન દરમ્યાન અનુભવેલી બધી અપરાધ ભાવનાઓ આપણા મનોજગતમાં સંગ્રાહેલી હોય છે. જે ઇથરીક કાયા છે, એ જીવન કાળ દરમ્યાન અનુભવેલી બધી માનસિક પીડાઓ સંઘરી રાખે છે.
જ્યારે આત્મા કાયાનો ત્યાગ કરે છે ત્યારે એ કાયાનાં સાતે ય સ્તર ઓળંગી જાય છે. ભૌતિક કાયા મૃત્યુ પામે છે. પણ, બીજી છ કાયાઓ પૂર્ણતઃ મૃત્યુ નથી પામતી. જો તમે તમારા જીવનકાળ દરમ્યાન અનેક કામનાઓ સેવી હોય, તો એ બધી અપૂર્ણ કામનાઓ પ્રાણિક કાયામાં સંઘરાએલી રહે છે. ભૌતિક કાયા નાશ પામે છે, પણ પ્રાણિક કાયા નાશ નથી પામતી. જ્યારે જીવન તત્ત્વ પ્રાણિક કાયાથી છૂટું પડે છે, ત્યારે જીવ અસહ્ય પીડા અનુભવે છે.
તમે જ્યારે ભૌતિક કાયાનો ત્યાગ કરો છો, ત્યારે તમારી સજાગવસ્થા પણ તમારી કાયાથી છૂટી પડી જાય છે અને તમે તરત કોમા(મૂર્છિતાવસ્થા)માં સરી જાઓ છો. દાક્તરોના કહેવા પ્રમાણે કોમા એ મૂર્છિતાવસ્થાવાળી એક એવી સ્થિતિ છે, જેમાં પછી શારીરિક તંત્ર એની મેળે જ એવી કક્ષાએ પહોંચી જાય છે, જ્યાં પછી વેદના કે પીડાનો કોઈ અનુભવ થતો નથી. આ એક સ્વ-સંચાલિત બેશુદ્ધાવસ્થા છે. જો પીડા અસહ્ય થઈ જાય તો તમે સહન નહિ કરી શકો અને આપોઆપ કોમામાં સરી જશો.
જ્યારે તમે જીવનના પ્રથમ સ્તરથી બીજા સ્તર તરફ આગળ વધો છો, ત્યારે જીવનની બધી અપૂર્ણ કામનાઓ, તમે જે રીતે જીવવા માંગતા હો, પણ જીવી ન શક્યા હો, એ બધું હવે ઉજાગર થાય છે. જ્યારે આ બને છે, ત્યારે એવું લાગે છે કે જાણે એક નાના ઓરડામાં દસ જણ ફૂટબોલને લાતો મારીને ફંગોળતા હોય. ત્યારે શું થાય ? જેમ ફૂટબોલને એક ખૂણાથી બીજા ખૂણામાં ઉછાળવામાં આવે એ રીતે તમારી સજાગાવસ્થા પણ એક ખૂણાથી બીજા ખૂણામાં ફંગોળાતી રહેશે છે. દરેક ખૂણામાં કોઈને કોઈ કામના એને લાત મારવા તૈયાર ઊભી હશે. આ એ પળ છે જ્યારે તમારી સજાગાવસ્થા તમારી કાયાનો ત્યાગ કરવા માંગતી હશે. પણ, તમારી
આપણે માનસિક કાયાથી ગુજરતા હોઈએ છીએ, ત્યારે બધી કામનાઓ જીવનકાળ દરમ્યાન જે અપરાધ તમને ફરી ભાવ એકત્રિત કર્યો હોય એ કાયામાં પ્રવેશ તમામ આપણી નજર સામે કરવા દબાણ ઉપસ્થિત થાય છે. કરતી રહેશે. એ એટલા માટે કે તમે અપૂર્ણ રહી ગયેલી કામનાઓ પૂર્ણ કરી શકો અને માણી શકો.
એક તરફ કામનાઓ તમને ફરી કાયાપ્રવેશ કરવા દબાણ કરશે, તો બીજી તરફ કાયા કહેશે કે હું હવે થાકી છું. હું હવે તમને વધુ નહિ સંઘરું, માટે વિદાય થાઓ. મૃત્યુ સમયે કાયા અને કામના વચ્ચે જે ખેંચતાણ ચાલે છે તે આ છે. આ ખેંચતાણ એ કાયા અને કામના વચ્ચે ચાલતો સંઘર્ષ છે.
કોઈ પણ રીતે તમે પ્રાણિક કાયાથી દૂર જતા રહો છો, અને પછી મનોકાયામાં પ્રવેશો છો, જ્યારે તમે મનોકાયામાં પ્રવેશો ત્યારે તમારી બધી અપરાધ ભાવનાઓ જાગે. જે રીતે તમારે જીવવું જોઈતું હતું, પણ જીવ્યા નહિ, એ લગતી અપરાધ ભાવના, ભૂલો જે તમે જીવનમાં કરી અને પણ લગતી, અને જીવનના બધા પશ્ચાત્તાતથી બધું નજર સમક્ષ તરી રહે છે.
એ પણ સમજી લો કે કામનાઓ ભવિષ્યલક્ષી હોય છે, જ્યારે અપરાધભાવના ભૂતકાળ સાથે સંકળાયેલી રહે છે. પણ હકીકતમાં બેઉ એક જ મૂળમાંથી પાંગરે છે. જે રીતે આપણે જીવવા માંગીએ છીએ એ કામના છે. જે રીતે આપણે જીવવા માંગતા હતા પણ જીવ્યા નહિ એ અપરાધ ભાવના છે. અપરાધ ભાવ એ આમ તો બીજું કશું નથી, પણ આજની આપણી વિવેક બુદ્ધિ અનુસાર ભૂતકાળના નિર્ણયોનું અવલોકન છે. અને એ પ્રમાણે, કદમ દર કદમ,તમે કાયાનાં જુદાં જુદાં સ્તરથી ગુજરો છો. અપૂર્ણ કામનાઓની સંખ્યા જેટલી ઓછી, એટલો પ્રાણિક કાયા પર ભાર ઓછો. એટલે વિદાય વેળાએ કાયાનો ત્યાગ કરવો સરળ થઈ જાય છે. એ જ પ્રમાણે જેટલી અપરાધ ભાવના ઓછી, એટલી માનસિક કાયાથી વિદાય લેવી પણ સરળ થાય છે.
એક બીજી વાત. જ્યારે કામનાઓ, અપરાધ ભાવ અને વેદના ઓછાં હોય, ત્યારે તમારું મૃત્યુ પણ સરળ હશે, એ સમયની પીડા ઓછી હશે, અને તમે વયસ્ક પણ બહુ આસાનીથી થશો. આ આસાનીપૂર્વક વયસ્ક થવું એ જ ‘વાનપ્રસ્થસંન્યાસ’ છે. આ વાનપ્રસ્થસંન્યાસની સૌથી મોટી દેન એ છે કે તમે જીવનનાં પાછલાં વર્ષો બહુ આરામમાં અને સંતોષપૂર્વક જીવો છો. એ એક ઘણો મોટો આશીર્વાદ છે.
જ્યારે આપણે માનસિક કાયાથી ગુજરતા હોઈએ છીએ, ત્યારે આપણા જીવનકાળ દરમ્યાન જે અપરાધ ભાવ આપણે એકત્રિત કર્યો હોય એ તમામ આપણી નજર સામે ઉપસ્થિત થાય છે. ત્યાર પછી આપણે ઇથરીક કાયા તરફ આવીએ છીએ અને એનો સંબંધ આપણે સહેલી બધી શારીરિક/માનસિક યાતનાઓ સાથે છે. જીવનકાળ દરમ્યાન જે બધી યાતનાઓથી આપણે ગુજર્યા હોઈએ એનો સંચય અહીં થયેલો હોય છે.
આ પ્રથમ ચારે કાયાઓ વધતે-ઓછો અંશે ભૌતિક મન-કાયા તંત્ર સાથે સંકળાયેલી હોય છે. જીવનકાળ દરમ્યાન અનુભવેલી બધી કામનાઓ, બધા અપરાધ ભાવ, મનોવેદનાઓ વગેરે સાથે અનુભવેલ બધી સ્મૃતિઓ અહીં સંઘરાયેલી હોય છે. પંચમ સ્તરની અનુભૂતિ શરીર છોડતી વખતે અને ગાઢ નિદ્રા દરમ્યાન થાય છે. કાયાનું છઠ્ઠું સ્તર સુખદ સ્મૃતિઓ સાથે સંકળાયેલું હોય છે. અને સાતમું તથા અંતિમ સ્તર સુખ અને દુઃખથી પર હોય છે. એ સચેતાવસ્થાનું ચરમ સ્તર છે.
સમજી લો કે સુખદ સ્મૃતિઓ પ્રતિ વિશેષ લગાવ હોય તો પણ જન્મ અને મૃત્યુના ચક્કરમાં પાછા ફસાવું પડે છે. એ પ્રકારની સુખદાયી અનુભૂતિઓ વારંવાર કરવાની કામના હકીકતમાં આપણને પાછળ ઘસડી જાય છે અને પરિણામે આપણે વધુ જન્મો લેવા પડે છે.
સુખદ અનુભૂતિ એક અલ્પકાલિક લાગણી છે જેને મન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. દિવ્ય આનંદ સાચી વાસ્તવિકતા છે. જે કાયાનું સાતમું સ્તર છે. આ સ્તર કોઈ પણ પ્રકારના કાર્ય-કારણના નિયમથી જકડાયેલું નથી. પણ, તમારા અંતરાત્મામાં ઉદ્ભવિત થતી નૈસર્ગિક ઊર્જા છે જે અસીમ પણ છે અને જેમાં પરમ આનંદ તથા પાવિત્ર્યનો સમાવેશ છે. એ એક એવા ઝરણા સમાન છે જે તમારી અંદર સતત કોઈપણ કારણ વગર જ વહે છે અને વહેતું રહે છે.
તમને પ્રિય એવું કોઈ મિષ્ટાન જો એક પ્રકારની સુખાનુભૂતિ આપે છે, તો એનું કારણ એ છે કે એ તમને એક એવા માહોલમાં લઈ જાય છે, જેને તમે તમારી માનસિકતા અનુસાર પરમ સુખ માનો છો. પણ તમારું આ સુખ બાહ્ય પદાર્થ-મિષ્ટાનોના કારણે છે એ વાત તમે ભૂલી જાઓ છો. આ ભૌતિક સુખ થોડીક પળો માટે મળે છે. એ પળો છે જ્યારે તમે તમારી આંતરિક માન્યતાના સંપર્કમાં આવો છો.
કાયા જેટલી શુધ્ધ હશે, એટલી એ હળવી હશે અને જીવનતત્વ એટલી જ આસાનીથી એવી કાયાને ત્યજી પણ દઈ શકશે. પાકેલા ફળ પરથી એનું છોતરું જેમ ઝડપથી ઊતરી જાય છે,તેમ જીવનતત્વ પણ આવી કાયામાંથી સરળતાપૂર્વક બહાર નીકળી જઈ શકે છે.
મૃત્યુ- દરરોજની ઘટના
જ્યારે તમે નિદ્રામાં સરી જાઓ છો ત્યારે કાયાનાં સાત સ્તરોમાંના પ્રથમ ચાર સ્તર, ભૌતિક, પ્રાણિક, માનસિક અને વાયવીય-કાર્યકારણ સિદ્ધાંત આધારિત કારણ રૂપ શરીરમાં અસ્તિત્વમાં સરી જતાં હોય છે. કારણ રૂપ શરીરનો અંધકાર ગાઢ નિદ્રા સાથે સંકળાયેલો છે. જે તમને પ્રતિદિન તરોતાજા બનાવે છે. તમે પાંચમા સ્તરમાં સરી જાઓ ત્યાં સુધી આ મૃતઃપ્રાય સ્થિતિ દરરોજ ઘટે જ છે. તમારી ગાઢ નિદ્રા અવસ્થામાં ઘટિત થતો આ ઘટનાક્રમ છે.
જ્યારે વિદાય લેતો આત્મા પાંચમા સ્તરને પાર કરીને છઠ્ઠા સ્તર પર પહોંચે છે જે અંતરિક્ષીય સ્તર(આકાશમય) છે, ત્યારે મૃત્યુની ક્રિયા પૂર્ણ થાય છે.
જો જીવાત્માને એની અપૂર્ણ રહી ગયેલી કામનાઓ પૂર્ણ કરવા અર્થે બીજી કાયા ગ્રહણ કરવાની હોતી નથી, તો એ સાતમા સ્તરમાં નિર્વાણીક શરીરમાં પ્રવેશ કરે છે, જે પ્રબુદ્ધતાનું સ્તર છે. જો જીવાત્માને કામનાઓની પૂર્તિ અર્થે બીજી કોઈ કાયામાં પ્રવેશીને અવતરવાનું હોય તો એ મૃત્યુ છે.
જાગૃત અને સ્વપ્નાવસ્થાનું જગત
એક વાત હજુ વધારે : જ્યારે તમે સ્વપ્નિલ અવસ્થામાં પ્રવેશો છો અને સ્વપ્નો જોવા લાગો છો, ત્યારે આ સમસ્ત જગત જેમાં તમે જીવો છો, એ એક બ્લેક એન્ડ વાઇટ હસ્તી બની જાય છે. કારણકે ત્યારે તમે સ્વપ્નોની દુનિયામાં વસો છો. તમે જાગૃતાવસ્થા વાળી તમારી આ દુનિયાને ભૂલીને સ્વપ્નોની વિવિધ રંગી દુનિયામાં સરી જાઓ છો. હવે એ દુનિયા તમારા માટે યથાર્થ બની રહે છે. પણ જ્યારે તમે સ્વપ્નોની
દુનિયામાંથી બહાર આવો છો, ત્યારે આ દુનિયા તમને ચાર પરિમાણીય દેખાશે.
જ્યારે તમે ભૌતિક કાયા ધારણ કરેલી હોય છે અને તમે જાગૃતાવસ્થામાં છો, ત્યારે આ સમસ્ત વિશ્વ ચાર પરિમાણીય જણાશે. જ્યારે તમે સ્વપ્નોની દુનિયામાં રાચો છો, ત્યારે તમે એ દુનિયાને ચાર પરિમાણોમાં અનુભવો છો. જ્યારે તમે આ દુનિયામાં હો છો ત્યારે સ્વપ્નની દુનિયા બ્લેક એન્ડ વાઇટ હોય છે. અને ત્યારે સ્વપ્નમાં હોં છો, ત્યારે આ દુનિયા બ્લેક એન્ડ વાઇટ બની જાય છે અને તમને સ્વપ્નોની દુનિયા અનેક રંગી દેખાશે.
એ જ રીતે જ્યારે તમે મૃત્યુ વેળા ભૌતિક કાયામાંથી પ્રાણિક કાયામાં સરો છો, ત્યારે આ સમસ્ત ભૌતિક વિશ્વ અવાસ્તવિક બની જાય છે. તમારી બધી સિદ્ધિઓ, તમારો અહમ્, તમારાં દર્દ-દુઃખ, તમારાં સુખચેન કશાનો કોઈ અર્થ નથી રહેતો. તમને આશ્ચર્ય થશે : ‘આ બધું મેં શાના માટે ઊભું કર્યું ? મેં એમ કેમ માન્યું કે આ બધું મારા જીવનના પાયારૂપ છે ?’
આમ કેમ બને છે, હું સમજાવું. જ્યારે તમે જીવિત હો છો, ત્યારે તમારી બધી શક્તિ તમારા વ્યક્તિત્વના વિકાસ પાછળ ખર્ચાય છે. ધન, પ્રતિષ્ઠા, કીર્તિ, પરસ્પર સંબંધો, અને એવો અહમ કે તમારી પાછળ મોટું સામાજિક પીઠબળ છે. તમે આ બધાના આધારે તમારું વ્યક્તિત્વ ઘડયું હોય છે.
જ્યારે તમે ભૌતિક શરીરનો ત્યાગ કરો છો, ત્યારે આ બધા સ્તંભ હચમચી જાય છે. તમે એટલા કમજોર બની જાઓ છો કે ચેક પર સહી પણ નથી કરી શકતા. તમારી સહી બેંક સ્વીકારતી નથી. બેંકમાંના તમારા પૈસા હવે તમારા નથી. તમારી મોટર તમે નથી વાપરી શકતા. હવે તો એક માત્ર એમ્બ્યુલન્સ જ તમને કામ આવી શકશે !
જે તમારી સાથે આવશે એ હશે માત્ર તમારી સચેત ઝાંખીઓ, બાકી જે કંઈ તમારી જાત માટે હશે, એ પાયામાંથી બધું હાલીડોલી જશે. અને જ્યારે પાયો હાલી ઉઠે ત્યારે, સ્વાભાવિક છે કે, એવું કંઈ હશે જ નહિ જેનો સહારો લઈને તમે ટકી રહો.
અત્યારે તો તમને આ સમસ્ત વિશ્વ અનેક આયામી દેખાશે. અને આ આધ્યાત્મિકતા, મેડિટેશન, અંતરાત્માની જાગૃતિ, સચેતાવસ્થા ઇત્યાદિ વાતો ‘બડી બડી બાતાં’ સમાન લાગતી હશે. માટે જ, જ્યારે હું લોકોને ધ્યાનસ્થથવા નિમંત્રિત કરું છું, ત્યારે તેઓ કહે છે : ‘હમણાં તો મારી પાસે એ માટે સમય નથી. હું મારું બાકી રહેલું બધું કામ પતાવી લઉં પછી આવીશ. હજુ મારી પાસે જીંદગીનાં થોડાં વર્ષો છે એ બધું વિચારવા માટે.’
પણ હા, કોઈ એમ નથી કહેતું કે, ‘ના, મારી પાસે ધ્યાન ધરવા માટે સમય નથી.’ તમારી જાત સાથે સ્પષ્ટ રહો : ‘મને એવું નથી લાગતું કે હાલ મારી જીંદગીમાં ધ્યાન ધરવા બેસવું એ બહુ મહત્ત્વનું કાર્ય હોય.’ એ, અલબત્ત, એક પ્રામાણિક જવાબ હશે. પણ જો તમે ઉભડક એમ કહી દો કે, ‘ના, મને સમય નથી,’ તો તમે ખરેખર તમારી પોતાની જાતને છેતરી રહ્યા છો. જે પોતાને કરવાનું છે એ કરવા માટે તો દરેકને એ જ ચોવીસ કલાક મળે છે.એવું પણ નથી કે જે થોડા ઘણા લોકો કામધંધા વિના બેકાર રખડી રહ્યા છે એ લોકો જ ધ્યાન ધરવા બેસે છે. આ તો માત્ર એક પ્રાથમિકતાનો પ્રશ્ન છે; તમે જીવન દરમ્યાન હકીકતમાં શું પામવા માંગો છો. જો આધ્યાત્મિતા કે ધ્યાનસ્થાવસ્થા તમને અત્યારે અવિશ્વસનીય લાગતાં હોય તો તમે તમારી કાર્યશક્તિ એ તરફ નહિ વાળો- બસ એટલું જ.
અત્યારે હવે આપણે બે આયામી જીવન જીવી રહ્યા છીએ. એક ભૌતિક; અને બીજું, આધ્યાત્મિક. હાલ જે થઈ રહ્યું છે તે એ કે ગમે તેટલા મજબૂત સ્થંભો પર આપણે આપણું જીવન અને આપણું વ્યક્તિત્વ ઘડીએ, પણ એ બધા સ્થંભ ઊભા તો થયા છે આ ભૌતિક જગતની ભૂમિ પર. એક પણ સ્થંભ એવો નથી જે આપણી આંતરચેતનાના પાયા પર ઊભો હોય. આપણું સમસ્ત વ્યક્તિત્વ આપણા બાહ્ય અસ્તિત્વ પર ઊભું છે-આપણું નામ, આપણી પ્રતિષ્ઠા, સમાજ આપણા વિશે શું કહે છે, ઇત્યાદિ. જો બધાનો અભિપ્રાય એ છે કે તમે મહાન છો, તો તમે પણ એમ માનો છો કે તમે મહાન છો. જો બધા એમ કહેતા હોય કે તમે ‘નકામા’ માણસ છો, તો તમે હતાશ થઇ જાઓ છો.
આવું એટલા માટે બને છે કે આપણા અસ્તિત્વનો એક પણ સ્થંભ, આપણું અંતરતમ અથવા આપણી હસ્તી, એમાં ક્યાંય આધ્યાત્મનો અંશ નથી. આપણું પૂરું માળખું બાહ્ય જગત પર ઊભું છે. આ એક કારણ છે કે જ્યારે આ સ્થંભોને કોઈ હલાવે છે, ત્યારે આપણે ભીષણ પીડા અનુભવીએ છીએ. જો આપણા અસ્તિત્વનો એક પણ સ્થંભ આંતરચેતના પર ઊભો હોય, તો આપણે એના સહારે કોઈ પણ પ્રકારની પીડા કે વેદના અનુભવ્યા વિના ટટાર ઊભા રહી શકીએ છીએ. જો આપણે આપણી કમથી કમ આંતરચેતનાના એક સ્થંભ પર મંડાણ કરીએ, તો મૃત્યુ સમયે એ સ્થંભ ઝળહળી ઊઠશે અને આ કાયાનો મોભભેર ત્યાગ કરવામાં સહાયક થશે.
મૃત્યુ પામવાની કળા
એક સરસ ઝેન ઉક્તિ છે : ‘મરવાની કળા શીખી લેવી એ જ સાચું અને સર્વોચ્ચ જ્ઞાન છે. જે આપણે આપણી જીંદગીમાં શીખી શકીએ છીએ.’
એક ઝેન કથા:
એક દિવસ એક પ્રબુદ્ધ ગુરુએ અચાનક જાહેર કર્યું કે બીજે દિવસે સવારે છ વાગ્યાની આસપાસ હું આ દુનિયાનો ત્યાગ કરી જઇશ. અલબત્ત, પ્રબુદ્ધ ગુરુઓને સદા એમના અવસાનની અગાઉથી આગાહી મળી જતી હોય છે અને એ ક્યારે આ દુનિયા છોડી જશે એની અગાઉથી જાહેરાત કરી શકતા હોય છે. ગુરુએ એમ જાહેર કરી દીધું કે સવારે છ વાગ્યા આસપાસ એમનું નિધન થશે.
એમના અનુયાયીઓએ કહ્યું : ‘ના, ના, ગુરુજી કૃપા કરીને બે-ત્રણ કલાક લંબાવી દો. સવારે એટલા વહેલા ખૂબ ઠંડક હોય છે. થોડુંક તમે કેમ લંબાવી ન શકો કે અમે અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી શકીએ’. ગુરુજીએ વાત સ્વીકારી લીધી અને અનુયાયીઓને કહ્યું, ‘કે ઠીક છે; હું લગભગ બાર વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લઇશ’. બરાબર બાર વાગે ગુરુજીએ સૌને આશીર્વચન કહ્યા અને દેહત્યાગ કર્યો.
મંગલ મૃત્યુ
એક સત્ય ઘટના
૧૯૨૦માં ભારતથી એક પ્રબુદ્ધ ગુરુ પરમહંસ યોગાનંદ, અમેરિકા ગયેલા અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગયા. એમણે દેહત્યાગ શી રીતે કર્યો એ વાત જાણવા જેવી છે. છેલ્લી ઘડી સુધી તેઓ પ્રવચનો આપવાનું તથા બીજા કાર્યક્રમો સંચાલિત કરવાનું પોતાનું નિત્ય કર્મ કરતા રહ્યા હતા. એમના દેહ વિસર્જનના દિવસે એ એક સમારંભમાં ઉપસ્થિત હતા.
એ સમારંભ અમેરિકામાં પધારેલ અતિથિ ભારતીય રાજદૂત, બિનય રંજન સેનના સન્માનમાં લોસ એન્જેલીસ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. ત્યાં એમણે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. થોડો વિશ્રામ કર્યો. અને મૃત્યુ પામ્યા.
ત્યાર પછી આશરે વીસ દિવસ સુધી એમની કાયામાં કોઈ પણ જાતની વિકૃતિ પેદા ન થઈ. એમના મૃત શરીરમાંથી કયારેય કોઈ દુર્ગંધ પણ ન આવી. એમની આત્મકથાના એક પરિશિષ્ટમાં એમણે પોતાના આવનારા મૃત્યુ વિશે સરસ વર્ણન આપ્યું છે. એ એક સુખદ અનુભવ હતો. એમના માટે મૃત્યુ પણ એક શુભ ઘડી હતી.
વાસ્તવિકતા એક સ્વપ્ન છે
તમે આંખો નથી. આંખો એક સાધનમાત્ર છે. આપણે ઘણી વખત એક દૃશ્ય સામે ઊભા હોઈએ છીએ, આપણી આંખો ખુલ્લી હોય છે, પણ આપણે કંઈ જોતા નથી. જે આપણે જોઈ રહ્યા છીએ એ મન પર અંકિત નથી થતું.
તમે આંખો દ્વારા જુઓ છો. તમને એકાએક એમ લાગે છે કે તમે બધું જોઈ રહ્યા છો. તમે આંખો નામનાં બે બાકોરાં જ નથી. એ આંખોથી તો તમે ફક્ત જોવાની ક્રિયા કરો છો.
જ્યારે તમને એમ લાગે છે કે તમે જ દૃષ્ટિ છો, ત્યારે તમે અહમ્માં જકડાઈ ચૂક્યા છો. તમારા સ્વપ્નામાં જ્યાં સુધી તમારું ધ્યાન કોઈ એક વિષય કે વસ્તુ પર કેન્દ્રિત હશે, ત્યાં સુધી તમે સ્વપ્નિલ દુનિયામાં વિચરતા રહેશો. પણ જ્યારે તમારું ધ્યાન તમારા પોતાના પર કેન્દ્રિત થવા લાગશે, મતલબ કે દૃશ્યથી દ્રષ્ટા પર થશે, ત્યારે તમને ભાન થશે કે આ દુનિયા પણ તમારા સ્વપ્નની જેમ જ બનાવેલી છે.
જે ઘડીએ તમે એમ અનુભવ કરશો કે તમે માત્ર ભૌતિક દૃષ્ટિ કરતાં કંઈક વિશેષ છો, ત્યારે તમારું ધ્યાન તમારામાં રહેલ દ્રષ્ટા પર કેન્દ્રિત થશે. અને ત્યારે તમને એ અનુભૂતિ પણ થશે કે આ જગત એ જ સામગ્રીનું બનેલ છે જેનું તમારું સ્વપ્ન બનેલ છે.
જ્યાં સુધી તમે એમ માનો છો કે તમે જુઓ છો, ત્યાં સુધી તમારું સંપૂર્ણ ધ્યાન દૃશ્ય પર હોય છે. એને હું અહમ્ કહું છું. એક ડગલું પાછળ ખસીને તમે એમ અનુભવ કરો છો કે તમે જે જુઓ છો એ તો આંખો દ્વારા, ત્યારે એની મેળે પૂરું ધ્યાન દ્રષ્ટા પર કેન્દ્રિત થાય. એને હું વિરક્તિ કહું છું. આ વિરક્તિનો સ્પષ્ટ અર્થ એ છે કે જે કંઈ તમે આ બાહ્ય, ભૌતિક જગતમાં જુઓ છો એ બધું એ સામગ્રીમાંથી બન્યું છે, જેમાંથી તમારાં સ્વપ્ન સર્જિત થાય છે.
એક પછી એક કદમ આ પ્રમાણે છે : સર્વ પ્રથમ એ ખ્યાલ આવવો કે જે તમે જુઓ છો એ સ્વપ્ન છે. ત્યાર પછી, એ શક્તિ, એ ઊર્જા પેદા થવી જે સ્વપ્નને બદલી શકે. ત્યારે પછીનું પગથિયું છે, બુદ્ધિ એ પ્રજ્ઞા જેના દ્વારા સંપૂર્ણ ખાત્રીપૂર્વક સમજાઈ જાય કે આ ભૌતિક જગત એક સ્વપ્ન જ છે. એ બાબત ઠોસ પ્રજ્ઞા આવી ગયા પછી કંઈ બદલવાની જરૂરત જ રહેતી નથી.
જીવન અને મૃત્યુ વિ. જાગૃતિ અને સુષુપ્તિ
વાયુ અને પ્રાણ
આ શક્તિશાળી અને જીવન પરિવર્તિત કરનારું તથ્ય સમજવા-સ્વીકારવા માટે, આપણું સ્વપ્નિલ જગત, આ વિશ્વ જે સામગ્રીઓનું બનેલ છે એમને સમજવી રહી.આપણે આપણી અંદર રહેલ પ્રાણ, આપણી જીવન ઊર્જા જે આપણને ટકાવી રાખે છે એને પણ પૂરી રીતે સમજવી રહી.
એ સમજી લો કે જે આપણે શ્વાસ લઈએ છીએ એ માત્ર એક વાહન છે જેના પર સવાર થઈને પ્રાણ આપણી અંદર આવે છે અને બહાર જાય છે. પ્રાણ જ જીવન સત્વ છે, આપણી ઊર્જા. આ ઉદાહરણ સમજો. જો એક ટ્રક મકાનના પ્રાંગણમાં પ્રવેશે છે અને કંઈક મૂકીને જતી રહે છે, તો એ ટ્રક શ્વાસ સમાન છે. અને એ જે મૂકીને જાય છે એ પ્રાણ છે.
જીવન હોય કે મૃત્યુ, એનો આધાર છે પ્રાણની ગતિ
એક વાત વધુ : જ્યાં સુધી આગંતુક શ્વાસ આપણી અંદર વધુને વધુ પ્રાણ રેડે છે અને પછી એક ખાલી થયેલા વાહનની જેમ બહાર નીકળી જાય છે, ત્યાં સુધી તમારું જીવન સુચારુ જળવાઈ રહેશે.
જો એથી ઊંધું બનવું શરૂ થઈ જાય, એટલે કે શ્વાસ દ્વારા વાયુ ઓછું પ્રાણ તત્ત્વ લઈને પ્રવેશે અને વધુ પ્રાણ તત્ત્વ લઈ બહાર નીકળે, તો એમ સમજી લેવું રહ્યું કે મૃત્યુ નજદીક આવી રહ્યું છે. અથવા જીવન તત્ત્વ હવે મૃત્યુ ભણી ઘસડાઈ રહ્યું છે. મૃત્યુ જ્યારે નજદીક આવે છે ત્યારે માત્ર ખાલી હવા શરીરમાં પ્રવેશે છે. પણ એ જ્યારે બહાર નીકળે છે ત્યારે પ્રાણ સાથે લઈને નીકળે છે.
જે ઘડીએ તમે જાગૃતિ
પ્રાપ્ત કરશો, એ ઘડીથી
તમે તમારા જીવન અને
મૃત્યુ પર નિયંત્રણ મેળવશો.
આયુર્વેદમાં એક સરસ અવધારણા છે. એને ‘ચરમવય’ (પીક એજ) કહે છે એનો પૂર્ણ આધાર, આ પ્રાણનું વિજ્ઞાન છે. એક નિર્ધારિત વય સુધી વ્યક્તિમાં આગંતુક શ્વાસ દ્વારા વધુ પ્રાણ તત્ત્વ મળતું રહે છે. અને બહાર જતા શ્વાસમાં ઓછું પ્રાણ તત્ત્વ જાય છે. પરંતુ, જે ઘડીથી બહાર જતો શ્વાસ વધુ પ્રાણ તત્ત્વ લઈને નીકળવા લાગે કે નિષ્ણાત આયુર્વેદાચાર્યો જાણી લે કે આ વ્યકિત હવે એના અંત ભણી જઈ રહી છે.
સચેતાવસ્થા દ્વારા જીવન નિયંત્રણ
જીવન તો સતત સરકતું રહે છે અને મૃત્યુની પરિધમાં પ્રવેશતું રહે છે. સજીવાવસ્થામાં મૃત્યુ ભણી સરકતા રહેવું એને જ આપણે જીવન કહીએ છીએ. હકીકતમાં આપણે જીવતા નથી. આપણે તો માત્ર મૃત્યુના આગમનની રાહ જોઈએ છીએ. સાધારણ માણસ જાત જીવતી નથી. એનું જીવન મૃત્યુની ગર્તમાં સરકતું જાય છે; એક દિવસ વિલીન થઈ જાય. આજ એક કારણ છે કે તમે જીવો ગમે તેટલાં વર્ષ, પણ મન ભરાતું નથી. તમને એમ લાગતું નથી કે તમે જીવન જીવ્યા. કારણકે જીવન એટલે શું એ તમે જાણતા નથી.
જ્યારે તમે જીવન વિશે જાગૃત થાઓ છો, જીવન વિશે વિચારતા થાઓ છો, ચિંતન કરતા થાઓ છો, તમારા જીવનમાં જ્યારે જાગૃતાવસ્થા લાવે છો, ત્યારે tમે તમારા અસ્તિત્વ પરત્વે એક નવું કેન્દ્ર સ્થાપિત કરો સ્વપ્ન અને નિદ્રા, જીવન અને મૃત્યુ, આ બધુ સંચાલિત કરવાની આ એક સરળ ચાવી છે, આ એક તંતુ છે. એને પ્રાણ કહે છે. છે. આ જીવન અને મૃત્યુ વચ્ચે જ્યારે તમે નવીન ચેતનાવસ્થા લાવો છો, ત્યારે એક નવું કેન્દ્ર ઊભું કરો છો. એને જ તો હું સચેતાવસ્થા કહું છું.
જ્યારે પણ તમે સચેતાવસ્થામાં હશો, તમે તમારી જીંદગી વિષે નિર્ણયો લેવાનું શરૂ કરશો. દાખલા તરીકે તમે જેટલા વધુ જાણકાર થશો, એટલા જ એ બધું અધ્યયન કરતા અને નક્કી કરતા થઈ જશો કે તમારે કઇ ગાડી પસંદ કરવી, કેવા પ્રકારના ઘરમાં રહેવું, કેવું જીવન જીવવું. દરેક બાબતમાં તમે એક સ્પષ્ટ નિર્ણય લેતા થઇ જશો. દરેક વિષય સંબંધી તમારામાં એક જાગૃતિ પેદા થશે. કઇ રીતે બોલવું, કઇ રીતે વિચારવું, કઇ રીતે વર્તવું. નાનામાં નાની બાબતમાં તમે જાગૃત થઇ જશો.
જે ઘડીએ તમે જાગૃતિ પ્રાપ્ત કરશો, એ ઘડીથી તમે નિર્ણય લેતા થઈ જશો. તમારા જીવન પર નિયંત્રણ જાળવતા થઇ જશો. જ્યારે તમે પૂર્ણતઃ જાગૃત થશો ત્યારે મૃત્યુ પર પણ નિયંત્રણ જાળવતા થઇ જશો.
જીવન અને મૃત્યુની આ બેઉ ઘટનાઓ ત્યાર પછી એક જાગૃત સ્તર પર ઘટવાની. જો તમે જાગૃતાવસ્થામાં ચિંતન કરતા હશો, તો એ જીવન છે. જો તમે અંતરતમથી ચિંતન નહિ કરી શકતા હો, તો એ મૃત્યુ છે.
જાગૃતાવસ્થા-નિયંત્રિત સ્વપ્ન અને ગાઢ નિદ્રા, જીવન અને મૃત્યુ
અજાગૃતાવસ્થામાં બે ઘટનાઓ ઘટે :સ્વપ્ન અને ગાઢ નિદ્રા. અજાગૃત સ્તર પર જો તમે જોઇ શકતા હો તો એ સ્વપ્ન છે. જો તમે કંઇ જોઇ શકતા હો, કંઈક મહસૂસ કરી શકતા હો, કંઈક પ્રતીત કરી શકતા હો, કોઇ પ્રકારની ગતિશીલતા અનુભવતા હો, તો એ સ્વપ્ન છે. જો તમે કંઇ પણ જોઈ શકતા ન હો, કંઇ પણ પ્રતીત ન કરતા હો, કોઈ ગતિ અનુભવતા ન હો,તો એ ગાઢ નિદ્રા છે.
જાગૃતાવસ્થામાં જ્યારે તમે જોઈ શકતા હતા અથવા જેને મનોવિજ્ઞાન સચેતાવસ્થા કહે છે એમાં હતા, ત્યારે એ જીવન હતું. જો તમે જાગૃત નથી તો એ મૃત્યુ છે. જ્યારે જીવનમાં તમે વધુ જાગૃતિ લાવો છો, ત્યારે તમે તમારું જીવન સંચાલન કરો છો. એ જ રીતે જો સ્વપ્નમાં પણ તમે વધુ જાગૃતિ લાવતા થશો, તો તમે તમારા સ્વપ્નનું અને નિદ્રાનું પણ સંચાલન કરતા થશો.
જીવન અને મૃત્યુ તથા સ્વપ્ન અને ગાઢ નિદ્રા, બંને માટે એક મહત્ત્વપૂર્ણ સ્થિતિનું હોવું જરૂરી છે. જાગૃતાવસ્થા જીવન અને મૃત્યુ, સ્વપ્ન અને ગહન નિદ્રા, આ બધાંને નિયંત્રિત કરવા માટેની પ્રમુખ જરૂરિયાત છે, જાગૃતાવસ્થા. તમારાં સ્વપ્નોમાં જો તમે જાગૃતિવાળી સ્થિતિ લાવી શકો તો એનો લાભ માત્ર તમારા સ્વપ્ન અને નિદ્રાને જ મળે એવું નથી, પણ એનું નિયંત્રણ જીવન અને મૃત્યુને પણ મદદકર્તા થશે.
નિદ્રામાં અને સ્વપ્નમાં પ્રાણની ગતિ
જે ઘડીથી તમે સ્વપ્ન અવસ્થા ભણી સરકતા થાઓ છો, એ ઘડીથી જ પ્રાણ ગળામાં સ્થિત વિશુધ્ધિ કેન્દ્ર તરફ જવા માંડે છે. જેમ તમે ગાઢ નિદ્રા ભણી વધુ જતા જાઓ તેમ પ્રાણ હ્રદયના અનાહત કેન્દ્ર ભણી જવા માંડે છે. જીવન અને મૃત્યુની બાબતમાં પણ એ જ પ્રમાણે છે. તમે જેટલા વધુ જીવંત અને સક્રિય, પ્રાણ એ પ્રમાણમાં સંચિત થશે અને ભાલ પ્રદેશમાં કેન્દ્રિત થશે.
જ્યારે આગન્તુક શ્વાસ વધુ પ્રાણ લઇને આવે છે અને બહાર જતો શ્વાસ ખાલી જતો હોય છે, ત્યારે તમારો પ્રાણ ભાલપ્રદેશમાં કેન્દ્રિત થાય છે. જો આગન્તુક શ્વાસ ઓછા પ્રમાણમાં પ્રાણ પ્રાપ્ત કરે અને બહાર જતો શ્વાસ વધુ પ્રાણ બહાર કાઢે, તો ધીરેધીરે પ્રાણ વિશુદ્ધચક્રમાં સરકી જશે જે ગળામાં કેન્દ્રિત છે. જો આગન્તુક શ્વાસ પ્રાણ લીધા વિના જ આવે છે અને માત્ર બહાર નીકળતો શ્વાસ પ્રાણને બહાર કાઢે છે, તો તમે પૂર્ણતઃ હૃદયના વિસ્તારમાં લપસી જશો.
હકીકતમાં, જીવનમાંથી મૃત્યુમાં સરકવું, જાગૃતાવસ્થામાંથી ગાઢ નિદ્રાધીન અવસ્થામાં સરકવું, આ બંને સ્થિતિઓ પ્રાણના આવન-જાવન સાથે સંકળાયેલી છે. જો શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની ગતિ યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવે, તો તમે જીવન અને મૃત્યુ તથા સ્વપ્ન અને નિદ્રાવસ્થા બધાને યોગ્ય રીતે સંચાલનમાં રાખી શકશો. સ્વપ્ન અને નિદ્રા, જીવન અને મૃત્યુ, આ બધું સંચાલિત કરવાની આ એક સરળ ચાવી છે, આ એક તંતુ છે. એને પ્રાણ કહે છે.
જીવન મૃત્યુના ચક્કરને થોભાવવું
ક્યારે તમે સ્વપ્નિલ સ્થિતિમાં સરકી રહ્યા છો એની જો તમને સમજ હોય, ક્યારે તમારી ચેતના ક્ષીણ થઇ રહી છે, ક્યારે તમે નિદ્રાધીન થઇ રહ્યા છો એની સૂઝ હોય, તો તમે સ્વપ્નને પણ બદલી શકો છો.
જો તમે સ્વપ્નને બદલી શકશો તો એ સમજી લો કે સૌથી પહેલું કામ તમે એ કરશો કે સ્વપ્ન જોવાં બંધ કરશો. તમે એ વાત સમજશો કે આ સ્વપ્ન જોવાં અર્થહીન છે. તમે એ સમજશો કે તમે સ્વપ્નોમાં સમય અને કાર્યશક્તિ બંને બગાડી રહ્યા છો. જે માણસ સ્વપ્ન બાબત બરાબર સમજ ધરાવે છે એ સ્વપ્ન નથી જોતો. એ સ્વપ્ન જોતો અટકી જાય છે. જે વ્યક્તિ જીવન સંબંધી જાગૃત હશે એ જીવન-મરણનું ચક્કર અટકાવી દેશે. એ પછી બીજું શરીર ધારણ નહિ કરે.
એ પણ સમજી લો કે જ્યારે હું ‘મૃત્યુ’ શબ્દનો ઉલ્લેખ કરું છું ત્યારે એનો અર્થ આત્મહત્યા નથી હોતો. હું એમ કહું છું કે તમે જ્યારે જીવન બાબત જાગૃત થાઓ છો, ત્યારે તમે મૃત્યુની પરિધમાં પ્રવેશ કરો છો. એનો અર્થ એ નથી થતો કે તમે આત્મહત્યા કરી લો છો. માત્ર તમે તમારી સામાન્ય જીંદગી જીવશો નહીં! તમે તમારી ઓળખ સાથે જીવવાનું બંધ કરી દેશો. તમે ઓળખને મહત્ત્વ નહીં આપો. એક રીતે તમારો પુનર્જન્મ થશે.
જો તમને જાણકારી હોય કે પ્રતિદિન ક્યારે પ્રાણ હૃદયના કેન્દ્રસ્થાને પહોંચે છે, તો તમે તમારાં સ્વપ્ન અને તમારી ગાઢ નિદ્રાના પ્રવાહને અટકાવી શકશો, એમની દિશા બદલી શકશો અને તમારાં સ્વપ્ન તથા નિદ્રાને સુચારુ રીતે સંચાલિત કરી શકશો. જો તમે એ બાબત જાણકારી ધરાવતા હો કે દરેક વખત જ્યારે તમે નિદ્રાધીન થાઓ છો, ત્યારે પ્રાણ આજ્ઞાચક્રથી અનાહત ચક્રમાં સરી જાય છે, તો એનો અર્થ એ થાય છે કે જીવનના અંતે તમે તમારા જીવન અને મૃત્યુમાં પરિવર્તન લાવી શકશો. જો તમે ઇચ્છતા હશો, તો પરિવર્તન થોડું જલ્દી પણ લાવી શકશો. જો તમે એને અમુક સમય રોકી રાખવા ઇચ્છતા હશો, તો એમ પણ થઇ શકશે. જે રીતે તમે ઇચ્છતા હશો, એ પ્રમાણે થશે.
ધ્યાનની પ્રયુક્તિ
આ પ્રયુક્તિના બે ભાગ છે : એક જ્યારે તમે નિદ્રાધીન અવસ્થામાં હો, જ્યારે તમે પલંગ પર સૂઇ રહેલા હો ત્યારે કરવાની છે, અને બીજું, ત્યારે જ્યારે તમને દિવસ દરમ્યાન યાદ આવે ત્યારે, કોઈ પણ ઘડીએ કરવાની છે.
પ્રથમ સ્તર પર જે રીત છે એ બીજી રીત કરતાં ધ્યાન ધરવા માટે વધુ ઊર્જા શક્તિ પેદા કરશે. અને એ જ પ્રમાણે વિપરીત સ્તર પર પણ થશે. આ બેઉ સ્તર એકબીજાના સંપૂરક છે.
પ્રથમ સોપાન : જ્યારે તમે લાંબા થઇને સૂઈ રહો છો, ત્યારે સુપ્ત અવસ્થામાં સરી જતાં પહેલાં આજ્ઞા ચક્ર (બે આંખોની ભ્રુકુટિ વચ્ચેનું સ્થાન, પર ધ્યાન કેન્દ્રિત કરો. એ સ્થાનને ત્રીજું નેત્ર પણ કહે છે. ભાલપ્રદેશનું એ કેન્દ્ર સ્થાન છે, એના પર ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત ન કરશો. જો તમે પરાણે માનસિક એકાગ્રતા લાવવાનો પ્રયત્ન કરશો, તો તમારી નિંદ્રામાં ખલેલ પહોંચશે અને માથું પણ દુખવા આવશે. માત્ર સહજ ભાવે એ સ્થાનને યાદ કરો. જેમ સહજ ભાવે બગીચામાં કોઈ ફૂલ ભણી જોતા હો તેમ ધીરે ધીરે તમને પોતાને લાગશે કે તમે આરામ અનુભવી રહ્યા છો. તમે ધીરે ધીરે એ સ્તર ભણી સરી રહ્યા છો જે ગાઢ નિંદ્રાનું સ્તર છે.
ગાઢ નિંદ્રા ભણી લઇ જતી આ ગતિ બાબત સજાગ રહો, એટલું પૂરતું છે. પ્રથમ દિવસે તમને એમ લાગશે કે તમે નિંદ્રા ભણી જરા પણ નથી ઢળી રહ્યા અને તમારી નિયમિત નીંદર પણ દસ-પંદર મિનિટ મોડી થઇ રહી છે. એની ચિંતા ન કરશો. માત્ર આજ્ઞાચક્રમાં પ્રાણની ગતિ બાબત સજાગ રહે.
તમને એ ખ્યાલ આવશે કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો. જો તમે સ્વપ્ન જોવું ઇચ્છતા હશો તો જોતા રહેશો. જો તમે નહિ ઇચ્છતા હો, તો નહિ જુઓ. પણ સ્વપ્ન પાછળ કોઈ પ્રકારની ઉત્કટતા નહિ હોય.
બીજા ભાગમાં, તમને સ્વપ્ન રહિત નિંદ્રા આવવી શરૂ થશે. એ નીંદરનું ગાઢ સ્તર હોય છે. એક વખત તમને સ્વપ્ન રહિત નીંદર આવવી શરૂ થઈ જાય પછી તમારા દિવસ પણ દિવાસ્વપ્ન વિના ગુજરશે. દિવાસ્વપ્ન વિનાનો દિવસ, એનો અર્થ એ કે તમારી આંતરિક ઊર્જા દિવસે સ્વપ્નો જોવામાં વેડફાઈ નહિ જાય અને જળવાઇ રહેશે.
જો તમે પ્રાણ બાબત સજાગ હશો, તો એટલું પૂરતું છે. એ આપોઆપ જ વધુ ઊર્જા ઉત્પન્ન કરશે અને પ્રાણનો પ્રવાહ તમારી દરેક પ્રકારની શારીરિક બીમારી સાથે સંકળાયેલો હોવાના કારણે તમારી કાયા એની મેળે જ તંદુરસ્તી અનુભવશે. તદુપરાંત, જ્યારે તમે તમારા સ્વપ્નને બદલી શકવાને સક્ષમ હશો, તમે તમારા સ્વપ્નને સંચાલિત કરી શકશો, ત્યારે તમે એ ઉત્કૃષ્ટ શક્તિ અને ઊર્જા પ્રાપ્ત કરશો જેના દ્વારા તમારા જીવનની ઘટનાઓને પણ સંચાલિત કરી શકશો.
(પરમાનંદ પ્રોગ્રામ કક્ષા-૨) નિત્યાનંદ સ્ફુરણા પ્રોગ્રામ (LBP લેવલ ૨ - NSP)
દ્વિતીય સ્તર પરનો આપણો ધ્યાનસ્થાવસ્થા કાર્યક્રમ, એલબીપી લેવલ ૨ એનએસપી, તમને તમારા જીવન પથ પર એ રીતે સફર કરાવે છે કે એના દ્વારા એકીસમયે જ મૃત્યુનાં સર્વ રહસ્ય પ્રગટ થઇ જાય. એનાથી તમારા અંતરતમની લાગણીઓનો ભાર જે ઉપાડીને તમે સતત ફરતા રહો છો એ સાફ અને સ્વચ્છ થઈ જાય છે. એ તમને શાંતિપૂર્વક અને આનંદપૂર્વક જીવતાં શીખવે છે. એ મૃત્યુને એના સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે જેથી જીવન તમારું અર્થપૂર્ણ અને આનંદિત બની રહે.
એક પછી એક એ તમારાં ઊર્જા સ્તર કાર્યરત કરી આપે છે. તમારી વેદનાઓ, તમારાં સુખચેન, તમારી કામનાઓ અને તમારો અપરાધ ભાવ બધું જ ખુલતું જાય. એક વખત એ બધું સ્પષ્ટ નીરખી શકાય અને એમને સુધારી શકાય તો પછી તમે તમારી અંદર જ ઇશ્વરીય તત્ત્વની ઝાંખી અનુભવી શકશો.
તમે જ પ્રજ્ઞા છો
મૃત્યુના ભયથી મુક્ત થવું, જે ખરેખર તો આપણી વિશિષ્ટ ઓળખ ખોવાના ભયથી મુક્ત થવું. એ માટે એ બરાબર સમજવું રહ્યું કે આપણે આ શરીર અને મન ઉપરાંત પણ કંઈક વધુ છીએ. આ વાત સમજવા માટે આપણને પ્રજ્ઞાની જરૂરત પડે છે. અને ત્યારે આપણી સામે કેટલાક સવાલ ઉઠે છે :
પ્રજ્ઞા ખરેખર શું છે ?
શું આપણામાંથી કેટલાક બીજાઓ કરતાં વધુ પ્રજ્ઞાવાન હોય છે ?
શું આપણે આપણી પ્રજ્ઞાનું ક્ષમતાનું સ્તર વધારી શકીએ ?
કુદરતી પ્રજ્ઞા
પ્રજ્ઞા એવી વસ્તુ નથી જે પ્રાપ્ત કરી શકાય; દરેક વ્યક્તિને એના જન્મ સાથે એક સ્થાયી નિધિ રૂપે પ્રજ્ઞા મળે જ છે. આપણા દરેકમાં પ્રજ્ઞા છે જ. જીવનની એ એક જન્મજાત, અંતરનિહિત વિશેષતા છે, જે રીતે અગ્નિ ગરમ હોય છે અને હિમ શીતળ.
‘બુદ્ધિશાળી’ લોકો પર પ્રચલિત એક વ્યંગ્ય મને યાદ આવે છે : એક ખાનગી વિમાનમાં એક વખત ચાર જણ સફર કરી રહ્યા હતા. અચાનક વિમાનની પૂંછડીમાં આગ લાગવાના કારણે સંકટભરી સ્થિતિ પેદા થઇ ગઇ. કમનસીબે, આ ચાર યાત્રીઓ વચ્ચે ત્રણ જ હવાઇ છત્રીઓ (પેરેશૂટ) હતી. જે સૌથી આગળ હતો, એણે ગભરાટભરી સ્થિતિમાં એક પેરેશૂટ ઉપાડ્યું અને કહ્યું : ‘‘હું તાજેતરમાં પરણ્યો છું. મારી પત્ની મારા આવવાની રાહ જોઈ રહી છે.’’ અને એ પેરેશૂટ લઇને કૂદી પડયો. બીજા મુસાફરે કહ્યું : ‘‘હું આ વિશ્વની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું. દુનિયાને મારી સમજદારીની જરૂરત છે.’’ અને એ પણ પેરેશૂટ લઇને કૂદી પડયો. હવે બાકી રહેલ બે યાત્રીઓમાં એક વૃદ્ધ હતો. એણે બીજાને કહ્યું : ‘‘જો ભાઇ, હું તો વૃદ્ધ છું. પણ તારી સામે આખી જીંદગી પડી છે. તું આ પેરેશૂટ લે અને કૂદી જા.’’
પેલી ચોથી જુવાન વ્યક્તિએ કહ્યું : ‘‘તમે પણ આવી શકશો, સાહેબ. આપણે બંને કૂદી શકીશું, પેલો બીજો માણસ જે પોતાને દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ કહેતો હતો, એ પેરેશૂટને બદલે મારો પીઠથેલો લઈને કૂદીપડયો છે. એટલે આપણે બંને કૂદી શકીશું.’’
તમારી અંદર રહેલા પૂર્ણ ‘સ્વ’ ને
એની પોતાની રીતે અભિવ્યક્ત
થવા દો. હું એને જ એક સૂત્રિત
અને પરિપૂર્ણ થવું કહું છું.
આપણામાંથી ઘણા પોતાની જે કુદરત દત્ત પ્રજ્ઞા છે એની સાથેનો સંપર્ક ખોઇ બેઠા છે; અને માટે આપણે જીવનને એની સંપૂર્ણતામાં જીવી નથી શકતા. જે જ્ઞાન અથવા જાણકારી આપણે બાહ્ય જગતમાંથી મેળવી છે એને આપણે પ્રજ્ઞા માની બેઠા છીએ. આપણે હવાઈ સફર કરનારા એ માણસ જેવા છીએ જે પીઠથેલાને પેરેશૂટ માની બેઠો હતો અને એ લઇને કૂદી પડયો હતો.
કુદરતે દરેક વ્યક્તિને એની પોતાની અંતરનિહિત પ્રજ્ઞા બક્ષી છે. પક્ષીઓને પણ એમની કુદરતી સમજ હોય છે જેના આધારે એ ઊડતાં થાય છે. પ્રવાસી પક્ષીઓને આકાશમાં હજારો માઇલ ઊડીને સફર કરતાં જોવાં એ પણ એક આશ્ચર્ય છે. એમની પાસે ના તો કોઇ નકશો હોય છે કે એમની સાથે ન કોઇ માર્ગદર્શક. અને જ્યારે જ્યારે ઋતુ બદલાય ત્યારે એ પાછાં પોતાના મૂળ સ્થાન પર પહોંચી જાય છે.
પતંજલિ, આપણા એક પ્રબુદ્ધ ગુરુ અને પુરાતન યોગવિદ્યાના સંસ્થાપક કહે છે, કે, સર્વ નિમ્ન કક્ષાની ચેતનાઓ જેવી કે, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની પૂર્ણ બૌદ્ધિક ક્ષમતા માણસમાં સંગૃહિત છે.
વૃક્ષોની જેમ માણસમાં ખોરાક ઉત્પન્ન કરવાની કાબેલિયત છે. માણસમાં એ જન્મે ત્યારથી એના પોતાના સામર્થ્ય પર જીવવાની ક્ષમતા છે. જેવી કે, પ્રાણીઓ અને પક્ષીઓમાં હોય છે. કુદરતે આપણને અમાપ બુદ્ધિ શક્તિ આપણા માનવ શરીરમાં આપી રાખી છે. મુશ્કેલી એ છે કે આપણે દૃઢપણે એમ માનીએ છીએ કે આપણી ક્ષમતા સીમિત છે. આપણને એ રીતે ઉછેરવામાં આવ્યા છે કે આપણે એમ વિચારતા રહીએ છીએ કે આપણું કૌશલ સીમિત છે, કંઈ પણ વાત પર ‘ના, આપણે આ નહિ કરી શકીએ...’ વાળું વલણ અખત્યાર કરીએ છીએ, અને માટે જ આપણી શક્તિઓનો ઉપયોગ કઇ રીતે કરવો એ આપણે ભૂલી ગયા છીએ. આપણે એ રીતે ટેવાયેલા નથી કે આપણામાં રહેલ શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ.
બાળકો જન્મજાત બુદ્ધિશાળી હોય છે
એક કથા છે : એક છોકરો શાળાએથી આવ્યો એને એણે એની માને કહ્યું : “મા, તેં તો કહ્યું હતું કે સ્કૂલનો જે દંતચિકિત્સક છે એ પીડારહિત છે, પણ એવું નહોતું.” એની માએ ચિંતિત સ્વરે પૂછ્યું : “કેમ દીકરા, એણે તને કોઇ પીડા કરાવી ?” “ના, મા,” છોકરાએ કહ્યું : “પણ મેં એની આંગળી પર બટકું ભર્યું તો એ ચીસ પાડી ઊઠયો.”
બાળકો જન્મથી જ બુદ્ધિશાળી હોય છે. એ ઉત્સાહી અને હાજરજવાબી હોય છે. પણ તર્ક, ભૂતકાળની યાદો અને ચીલાચાલુ ધોરણો અપનાવનારી રૂઢિચુસ્ત શિક્ષણ સંસ્થાઓ બાળકના કુદરતી વિકાસનો, એની સાહજિક પ્રજ્ઞાનો નાશ કરે છે. શિક્ષા પ્રાપ્ત કરવા માટે એને જે કીમત ચૂકવવી પડે છે એ ઘણી મોટી હોય છે. બાળક એની અનોખી અમૂલ્ય સર્જનશક્તિ ગુમાવે છે અને એને પોતાને એ વાતની જાણ પણ હોતી નથી.
થોડા દિવસ પહેલાં મેં એક તરુણ યુવકના ટી-શર્ટ પર લખાણ વાંચ્યું : “હું પ્રજ્ઞાવાન હતો, પણ શિક્ષણે મારી બરબાદી કરી નાંખી.”
તમારી અંદર રહેલા પૂર્ણ ‘સ્વ’ ને એની પોતાની રીતે અભિવ્યક્ત થવા દો અને તમે જોશો કે તમારી નિજની બુદ્ધિમતા કેટલી સુંદર રીતે ખીલે છે. હું એને એક સૂત્રિત અને પરિપૂર્ણ થવું કહું છું.
ભય અને લોભ - ચાલક પરિબળો
આપણે એમ માનીએ છીએ કે આપણે બહુ બુદ્ધિશાળી છીએ અને માટે આપણે આપણાં બાળકો પણ આપણાં જેવાં બુદ્ધિશાળી થાય એ હેતુસર એમને ઢાળવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે એ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે ત્યારે આપણે બાળકને જીવનમાં યા તો ભય અથવા લાલચ દ્વારા ધકેલાઈને દોડતાં શીખવાનો તર્ક સર્વ પ્રથમ શીખવીએ છીએ.
કાં તો એને કંઈક સિદ્ધ કરવા માટે કશુંક કરવું પડે છે, અથવા તો જે ન થાય એમ એ ઇચ્છે છે એને અટકાવવા માટે કંઈક કરવું પડે છે. જ્યારે કંઈક થાય એમ તમે ઇચ્છો છો, ત્યારે એ લાલસા હોય છે. જ્યારે તમને એમ ડર રહે છે કે કંઈક ના ગમતું થશે જ, ત્યારે એ ભય હોય છે.
કાં તો એને અભ્યાસ કરવો પડે છે જેથી એને સારા માર્ક્સ મળે અને કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળે-આની પાછળ રહેલ તત્ત્વ લાલસા છે. અથવા એને અભ્યાસ એટલા માટે કરવો પડે છે કે એના ભાવિ વ્યાવસાયિક જીવનમાં બીજા લોકોની સામે સ્પર્ધાઓમાં એ પાછળ ન રહી જાય-અને આના મૂળમાં રહેલ તત્ત્વ છે, ભય.
બાળક માટે પ્રેરક તત્ત્વ પણ કાં તો લાલસા હોય છે અથવા ભય; કદી પણ આંતરિક પરિતોષ નથી હોતો. સ્વાભાવિક છે કે બાળક પણ ચીલાચાલુ સ્પર્ધા દોડમાં સામેલ થઈ જાય છે. એની પાસે એ જોવાનો વખત નથી હોતો કે એ ખરેખર જ મેળવવા ઇચ્છે છે, શું એના માટે જ એ દોડી રહ્યો છે. એને એ પણ સમજ નથી કે એ એની દોડનો આનંદ માણી શકે, કેમ, એને શરૂથી એ શીખવવામાં આવ્યું છે કે જો ધ્યાન બીજે ક્યાંય વાળ્યું તો પોતાના નિર્ધારિત ધ્યેય પર પહોંચવા માટેનો અમૂલ્ય સમય વેડફાઈ જશે.
પણ, આ તથાકથિત ધ્યેય પર પહોંચીને કેટલા લોકો એ પરિપૂર્ણતાનો અનુભવ કર્યો છે ? જ્યારે તમે એક ધ્યેય નક્કી કર્યું હોય અને ત્યાં પહોંચો ત્યારે પ્રતીત થાય કે ધ્યેયબિંદુ જેવું કશું છે જ નહિ. બલ્કે, ધ્યેયબિંદુ તો ક્યાંક આગળ વધી ગયું છે અને હવે તમારે કશું નવું સર કરવાનું છે.
સમજી લો, જો બીજા જે કરે છે, એના પર દૃષ્ટિ ઠેરવીને એ ધોરણે તમે તમારું જીવન જીવતા હશો, તો તમે તમારું અમૂલ્ય જીવન વ્યર્થ વેડફી રહ્યા છો. આને જ ‘ગાડરિયો પ્રવાહ’ કહે છે – ચીલાચાલુ દોડમાં સામેલ થઈ જવું, કારણકે બીજા બધા એ કરી રહ્યા છે. તમે દોડ જીતો તો પણ રહી તો છો માત્ર એક સાધારણ દોડનાર જ.
બૌદ્ધિક શક્તિનું માપ શું ?
શું આપણે બૌદ્ધિક શક્તિને માપી શકીએ ? બૌદ્ધિક શક્તિ માપવાનું કોઈ ધોરણ છે ખરું ?
છેક શાળાના દિવસોથી કોઈ એક માપદંડ અનુસાર કોઈ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાનો અંદાજ કાઢતા રહ્યા છીએ. આ ધોરણ વ્યવસ્થા જેનો ઉપયોગ શાળાના પ્રાથમિક દિવસોથી છેક કૉલેજના દિવસો સુધી આપણે વિદ્યાર્થીઓના કૌશલને અને એમની અભિરુચિને માપવા માટે કરતા આવ્યા છીએ.
આપણે અહીં એક મહત્ત્વની વાત સમજવી રહી:
એક વૈજ્ઞાનિક બનવા માટે અમુક પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જોઈએ, જ્યારે એક કવિ બનવા માટે એના જુદા જ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જોઈએ. ઓલિમ્પિકના તરવૈયા બનવું હોય તો વળી ત્રીજા જ પ્રકારની ક્ષમતા જરૂરી છે.
બુદ્ધિ કોઈ પરિસ્થિતિ કે પડકાર (ચેલેન્જ)નો મુકબિલો કરવાની ક્ષમતા છે. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જન્મે જ છે; સવાલ માત્ર દરેકની પોતાની વિશિષ્ટ બૌદ્ધિક ક્ષમતા શોધી કાઢવાનો હોય છે.
સહજ સ્ફુરણા-નિષ્કપટ બુદ્ધિ
તમારી અંદર કુદરતી અને સહજ એવું બુદ્ધિચાતુર્ય રહેલું છે. અને એની પ્રતીતિ તમે બાલ્ય વયથી મેળવતા આવ્યા છો.
બાલ્ય વયમાં તમે દરેક વસ્તુ પ્રતિ સીધી સાદી, નિષ્કપટ દૃષ્ટિએ જોતા હતા. અને માટે, તમારી દરેક પ્રવૃત્તિ સરળ તથા સ્વાભાવિક હતી. પરંતુ, જેમ જેમ તમે મોટા થતા ગયા, તેમ તેમ એવું તે શું થયું કે તમારી એ સ્વાભાવિકતા અદૃશ્ય થતી ગઈ ? એ સામાજિક માળખું જે તમને બાળપણથી એમ કહેતું આવ્યું છે કે ‘ના, આ પૂરતું નથી...’ એને કારણે તમે હંમેશા કંઈક વિશેષ બનવા માટે પ્રયત્નશીલ રહ્યા. બીજાઓ આગળ તમારી જાતને પુરવાર કરવા. જે તમે છો એ પૂરતું નથી એમ સતત વિચારતા રહીને તમે બીજાઓનું અનુકરણ કરતા થયા છો અને તમારી અંદર જે ભરપૂર કુદરતી ઊર્જા છે એને વ્યર્થ વેડફાઈ જવા દો છો.
એક કંપનીના નોટીસ બોર્ડ પર મેં એક રમુજી ઉક્તિ વાંચી હતી : મૃત્યુને તો એક અનિવાર્યતા રૂપે સ્વીકારી લઈ શકાય, પણ અમને તમારા તરફથી બે સપ્તાહની નોટીસ જોઈએ, કારણ અમે માનીએ છીએ કે તમારા અવસાન પહેલાં તમારા અનુગામીને તમારું કામ શીખવાડીને જવું એ તમારી ફરજ છે. નોંધ : આ નવા લાભદાયી કાર્યક્રમનો આરંભ હજુ ગઈ કાલથી જ થયો છે.
જો તમે બીજાના કાર્યનું કે વર્તનનું આંધળું અનુકરણ કરશો અને તમારી અંદર રહેલ કુદરતદત્ત, સ્વાભાવિક બુદ્ધિકૌશલનો ઉપયોગ નહીં કરો, તો તમારી પોતાની અંદર રહેલ આશ્ચર્યજનક સંભાવનાઓનો લાભ લેવાને બદલે તમે તમારી પોતાની જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છો.
એક વખત એક આંકડાશાસ્ત્રનો વિદ્યાર્થી હતો, જે હંમેશાં ગાડી ચલાવતાં વખતે જ્યારે કોઈ જંક્શન નજીક આવતો ત્યારે ગાડીની ઝડપ વધારી મૂકતો, પૂર ઝડપે જંક્શન પાર કરી જતો, અને પછી ઝડપ ઓછી કરીને સ્વાભાવિક ગતિ પર આવી જતો. એક દિવસ એની સાથે એનો એક મિત્ર પણ હતો. એક જંક્શન આવ્યું અને એની રોજિંદી રીત પ્રમાણે પેલા વિદ્યાર્થીએ ઝડપ વધારી મૂકી અને એ લોકો પસાર થઈ ગયા. પેલા મિત્રને આશ્ચર્ય થયું : એણે પૂછ્યું “અરે ભાઈ જંક્શન પર તો બધા ડ્રાઈવર ઝડપ ઘટાડી દે, જ્યારે તું તો પૂરપાટ ગાડી દોડાવી ગયો. એવું કેમ ?”
પેલા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીએ જવાબ આપ્યો : “આંકડાશાસ્ત્ર મુજબ અકસ્માત થવાની સૌથી વધુ સંભાવના જંક્શન પર રહે છે. માટે જંક્શન પર ઓછામાં ઓછો સમય ગાળવો પડે એ હેતુથી ત્યાં પહોંચતાં જ હું કાર મારી મૂકું છું.”
જ્ઞાન જો સમજદારીપૂર્વક કાર્યમાં લેવામાં આવે તો જરૂર સારી વસ્તુ છે. ખરું પરિણામ બુદ્ધિશક્તિ આપે છે, અને નહિ કે માત્ર જ્ઞાન. જ્યારે યોગ્ય સ્થાને અને યોગ્ય સમયે જ્ઞાનનો ઉપયોગ થાય, ત્યારે એ બૌદ્ધિક શક્તિ છે. સ્વાભાવિકતાનો અર્થ એ છે કે આપણે સહેલાઈથી યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને જ્ઞાન વ્યક્ત કરીએ; મતલબ કે, આપણી બૌદ્ધિક શક્તિનો ઉચિત ઉપયોગ કરીએ.
સજાગતા માટેની ચાવી
એક લઘુ કથા : એક છોકરો એના ઘરમાં અને એની શાળામાં અનેક નવી વસ્તુઓ શીખી રહ્યો હતો. એક દિવસ એણે એના શિક્ષકને કહ્યું : “ગઇ કાલે મેં ત્રણ નારી માખીઓ અને બે નર માખીઓની હત્યા કરી.” કુતૂહલવશ શિક્ષકે પૂછ્યું : “પણ તને ખબર કઇ રીતે પડી કે કઇ નર માખી હતી અને કઇ નારી માખી ?” છોકરાએ કહ્યું: “સહેલી વાત છે. ત્રણ નારી માખીઓ અરીસા પર ચોંટેલી હતી અને બે નર સિગારેટ બોક્ષ પર.”
પ્રજ્ઞા એટલે સજાગ હોવું અને સ્વાભાવિક હોવું. જ્યારે તમારી અંદર ગહન સજાગતા હોય છે, ત્યારે તમારાથી ભૂલ થતી નથી.
સજાગ હોવાથી બીજા લોકોએ તમને શું શીખવ્યું છે એ વાત પર તમે આધાર નથી રાખતા. ઉપરાંત, વર્ષો સુધી તમારી અંદર જે ગૂંથાતું રહ્યું છે એના પર પણ આધાર નથી રાખતા. સજાગ હોવાના કારણે તમારી અંદર જે તાજા બૌદ્ધિક પ્રવાહો જાગે છે એના પર આધાર રાખીને તમે કાર્યરત થાઓ છો.
સજાગતાનો પ્રકાશ વર્ષોથી ઘરેડ પ્રમાણે જીવવાથી ફેલાયેલ અંધકારને દૂર કરવા પુરતો છે
સજાગતાનો પ્રકાશ વર્ષો જૂની ચીલાચાલુ રીતો અનુસાર જીવવાની ટેવે જે અંધકાર ફેલાવ્યો હોય છે એને દૂર કરવા માટે પર્યાપ્ત છે. આ બાબતની ચાવી સભાનતામાં સમાયેલી છે જેના ઉદયથી તમારી સમજ શક્તિ સાચા માર્ગ પર કાર્યરત થઇ શકે છે. ધ્યાનસ્થ અવસ્થાનો સારાંશ જ એ છે કે એના લીધે તમે તમારી પ્રત્યેક પળ સંપૂર્ણ સભાનતામાં જીવતા થાઓ છો.
જવાબદારી-નિયમોથી ઉપરવટ
એક લઘુ કથા : એક વખત શિક્ષાર્થીઓને કેળવણી આપવાના એના સત્ર દરમ્યાન એક સાર્જન્ટે પૂછ્યું કે બંદૂક બનાવવામાં અખરોટનું લાકડું કેમ વપરાય છે. લાંબો વિચાર કર્યા પછી એક જણે જવાબ આપ્યો કે અખરોટનું લાકડું બીજાં બધાં લાકડાં કરતાં મજબૂત હોય છે.
સાર્જન્ટને એ જવાબ રુચ્યો નહિ. “ના, ખોટી વાત.” બીજા શિક્ષાર્થીનો ઉત્તર હતો : “કારણકે એ વધુ ટકાઉ હોય છે.” આ વાત પણ બરાબર નહોતી. સાર્જન્ટ ફરી કહ્યું : “ખોટું.” ત્રીજાનું કહેવું હતું : “અખરોટ વોટરપ્રૂફ હોય છે.” સાર્જન્ટ હવે આ જવાબોથી થાક્યો હતો. છેવટે એણે જ ખુલાસો કર્યો : “તમારે લોકોએ હજુ ઘણું બધું શીખવાનું છે. સીધું કારણ એ છે કે બંદૂક બનાવવાની નિયમાવલીમાં અખરોટનું લાકડું વાપરવાનું કહ્યું છે.”
અહીં અને અત્યારે
પ્રજ્ઞાવંત બનવા માટે તમે તમારી જાત પ્રતિ નિષ્ઠાવાન રહો. એ માટે તમે ટેવાયેલા નથી. એટલે ભૂતકાળના તમારા અનુભવો પર આધાર રાખીને તમે પ્રતિક્રિયા વ્યક્ત કરતા હોવ છો.
સામાન્ય રીતે, આપણે એક મશીનની જેમ પ્રતિક્રિયા આપતા રહીએ છીએ. પરિસ્થિતિ અનુસાર પ્રતિભાવ આપતા નથી. કોઈ તમારું અપમાન કરે કે તમે ક્રોધાયમાન થઈ ઊઠો છો. તમને એ વખતે એ પણ ખ્યાલ નથી હોતો કે તમે શું કરી રહ્યા છો.
તથાગત બુદ્ધના જીવનની એક કથા છે :
એક વખત એક માણસે બુદ્ધનું ખુલ્લંખુલ્લાં અપમાન કર્યું. એમના પટ્ટશિષ્ય આનંદે કહ્યું : “પ્રભુ, એ માણસ પર મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. પણ તમે કેમ શાંત રહ્યા ? મેં એને ખખડાવ્યો હોત અને ઠપકો આપ્યો હોત.”
બુદ્ધે શાંત સ્વરે ઉત્તર આપ્યો : “મને આશ્ચર્ય થાય છે. આનંદ. તું જાણે છે કે જે એ કહી રહ્યો હતો એ સાવ અસંગત હતું. તો પછી ક્રોધિત થવાનું કારણ શું ? એ રીતે તો તું તારી પોતાની જાતને બિનજરૂરી સજા કરે છે. જ્યારે ભૂલ કોઈ બીજાની છે ત્યારે તું શું કરવા એનું દુઃખ વેઠે છે ?”
સમયની સાથે ચાલતા રહેવું, જીવન સાથે વહેતા રહેવું, એક કઠિન, અતૂટ અહમ્ બની રહેવાને બદલે જીવનમાં તરલ પ્રક્રિયા અપનાવવી-એનું નામ જ પ્રજ્ઞા છે.
સામાન્ય રીતે, આપણે એક મશીનની જેમ વર્તતા રહીએ છીએ. પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા નથી આપતા. જીવનમાં જવાબદારીનો બોજ કોઈના પણ ઉપર ઢોળી દેવો સહેલો હોય છે. આપણે આંખ મીંચીને બીજાનું અનુકરણ કરતા હોઈએ છીએ, આપણી પોતાની બુદ્ધિ પર આધાર રાખતા નથી.
જવાબદારીની વાત કરતી વખતે, લોકો જવાબદારીને શું સમજે છે એ વિશે એક નાની જોક :
એક વખત એક અપરાધી એના વકીલને ખખડાવતો હતો: “તમે નકામા વકીલ છો. તમને તમારી જવાબદારીનું ભાન નથી. અદાલતમાં ક્યારે વિરોધ કરવો એની પણ તમને સમજ નથી.”
પેલા વકીલે પૂછ્યું : “હું કાંઈ સમજ્યો નહિ. તમારા માનવા પ્રમાણે મારે ક્યારે વિરોધ કરવો જોઈતો હતો અને મેં ન કર્યો ?”
અપરાધીએ કહ્યું : “જ્યાં વિરોધ પક્ષનો વકીલ બોલતો હતો, ત્યારે તમે એનો વિરોધ કર્યો. પણ જ્યારે ન્યાયાધીશે મને ગુનેગાર જાહેર કર્યો, ત્યારે તો તમે સાવ ચૂપ રહ્યા. ત્યારે જ તો ખરો વિરોધ કરવાનો સમય હતો !”
હંમેશાં જે કંઈ થાય એ માટેનો દોષ બીજા પર ઢોળવો સહેલો હોય છે. પણ જો થોડી સમજદારીપૂર્વક જુઓ તો જણાશે કે જીવનમાં જે કંઈ બને છે એ માટે ખુદ તમે જ કઈ રીતે પૂરેપૂરા જવાબદાર છો.
દિમાગની પેલે પાર પ્રેમાળ બુદ્ધિનું પ્રવેશદ્વાર
એક રાત્રે એક સસ્તી હોટલમાં એક પિતા-પુત્ર રોકાયા. પિતાએ પુત્રને સુવડાવ્યો અને બત્તી બંધ કરતી વખતે કહ્યું : “જો, દીકરા ડરતો નહિ. સ્વર્ગના દેવતાઓ આપણી રખેવાળી કરી રહ્યા છે.” “હા, મને ખબર છે,” દીકરાએ કહ્યું. “બે તો હમણાં જ મને કરડી ગયા !”
કુદરત દત્ત બુદ્ધિનો ઉપયોગ કરવો એનો અર્થ એ છે કે જે નિષ્કપટતા સાથે તમે જન્મ્યા હતા એને કાર્યરત કરવી.એ કંઈક બનવાની પ્રક્રિયા નથી. એ કોઈ નવી સિદ્ધિ પણ નથી. એ તો પોતાની જાતને ફરી શોધી કાઢવાની પ્રક્રિયા છે. તમે તમારી પોતાની જાતને સાચા અર્થમાં ઓળખો એ માટેની એ પ્રક્રિયા છે.
જ્યારે તમે એક બુદ્ધિજીવી હો છો, ત્યારે તમે તમારા મસ્તિષ્કનો પૂરો ઉપયોગ કરીને કામ કરો છો. તમે તર્કસંગત વર્તન કરો છો.
એક લઘુ કથા :
એક માણસ પી.એચ.ડી. (ડોક્ટર ઓફ ફિલોસોફી)ની ડીગ્રી મેળવવા માટે અભ્યાસ કરતો હતો. પોતાના અભ્યાસ અને સંશોધનમાં એ પૂરેપૂરો ઓતપ્રોત હતો. એટલો બધો ઓતપ્રોત હતો કે એની પત્નીને લાગ્યું કે જો હું એને વખતોવખત યાદ નહિ કરાવતી રહું તો એ મને એની પત્નીને-પણ ભૂલી જશે. એટલે એણે એક દિવસ સ્વાભાવિક સ્વરમાં કહ્યું: “પ્રિય, એવું કયું એક કારણ છે કે જેને લીધે તમે મને આટલી બધી ચાહો છો ?” પુરુષે બહુ ગંભીર સ્વરે સામું પૂછ્યું: “જ્યારે તું એમ કહે છે કે ‘આટલી બધી ચાહો છે’ ત્યારે તું શાનો નિર્દેશ કરે છે : ઊંડાણનો, ઉચ્ચ કોટિની ગુણવત્તાનો કે અભિવ્યક્તિતના પ્રકારનો ?”
જ્યારે તમે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મસ્તિષ્કના ઉપયોગ દ્વારા શોધવા મથતા હો છો, ત્યારે તમે એમ માનતા થઈ જાઓ છો કે તમારો તર્ક તમારું મગજ જીવનના સંપૂર્ણ તથ્યને પામી શકે છે. તમે તમારા મસ્તિષ્કની સમજશક્તિના ચોખટામાં આ સમસ્ત વિશ્વને ગોઠવી દેવાનો પ્રયત્ન કરો છો.
એક બીજી લઘુ કથા : એક વખત એક વિદ્યાર્થી પ્લમ્બીંગના કામમાં તાજે ગ્રેજ્યુએટ થયો હતો. એ એના મિત્રો સાથે નિયાગ્રા ફોલ્સ હરવા-ફરવા ગયો. એણે એ વિશાળ ધોધને એક નજર જોયો અને બોલી ઊઠ્યો : “અરે, હું આ ધોધમાર વહી જતા પાણીને હારબંધ નળોમાં ગોઠવી દઈ શકું છું.”
તમારું જ્ઞાન તમારા મનમાં એવો ભ્રમ પેદા કરે છે કે, તમે બધું જ કરી શકો છો. તમારી સમસ્ત સમજ શક્તિ તમારા મસ્તિષ્કમાં જ અટવાઈ રહે છે.
જ્યારે તમારી પ્રજ્ઞા જાગૃત થાય છે, ત્યારે તમે મસ્તિષ્કમાંથી હૃદય ભણી ઊતરી આવો છો. તર્કશાસ્ત્રથી પ્રેમના શાસ્ત્ર પર આવો છો. ત્યારે તમારું અસ્તિત્વ ન તો માત્ર મસ્તિષ્ક સંચાલિત હોય છે કે ન તો પૂર્ણત: લાગણીપ્રધાન પ્રેમ પર આધારિત. ત્યારે તમે પ્રેમવિભોર બૌદ્ધિકતાના એવા સ્તર પર આવી જશો કે તમારી અંદર એની મેળે જ ચોતરફ અનુકંપા વિકિરણીત કરો છો.
સમજવું નહિ કે વિચારવું
એક લઘુકથા:
એક વખત ત્રણ જિજ્ઞાસુ માણસો શહેર તરફ જવા નીકળી પડ્યા. એ આશા સાથે કે ત્યાં એમને જીવન વિશે જરૂર કંઈક વધુ જાણકારી પ્રાપ્ત થશે. એક મહાનગરમાં એ ગયા અને એક ગગનચુંબી મકાન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે એ મકાન દૂરથી જોયું હતું, એટલે એ આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આટલું ઊંચું આ છે શું.
તેઓ ભેગા બેસીને વિચારવા લાગ્યા કે કરવું શું. એટલી ઊંચી જગ્યાની નજદીક જતાં એમને ડર લાગતો હતો. એમને એ ડર હતો કે એની અંદર કંઈક ભયંકર હોવું જોઈએ. જો એ એને અંદર જાય અને બહાર શી રીતે નીકળવું એની સમજ ન પડે તો ? એટલે એમણે એમ નક્કી કર્યું કે પહેલાં એ શું છે એ શોધી કાઢવું જોઈએ. એમણે લાંબી ચર્ચા કરી અને જાતજાતની સંભાવનાઓ પર અટવાતા રહ્યા. અલબત્ત, આ સંભાવનાઓ વિશે એમની ગણત્રી એમના ભૂતકાલીન અનુભવો પર આધારિત હતી. છેવટે તેઓ એ નતીજા પર આવ્યા કે આ કંઈક એટલું બધું વિશાળ છે કે એ માનવપ્રાણીઓ માટે ન હોઈ શકે. એ રાક્ષસોનું કાર્ય હોવું જોઈએ. માટે, આવા રાક્ષસોના શહેરમાં રહેવું એમના માટે સુરક્ષિત ન્હોતું.
એમને એ વાતનો સંતોષ હતો કે એમને આ નવું જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાનાં પેટી-બિસ્તર બાંધીને એ પોતાના ગામ પાછા જતા રહ્યા !
જુઓ, તમે તમારા ભૂતકાળના જ્ઞાનમાંથી વધારે સમજી નહિ શકો. તમે કોઈ વસ્તુ વિશે મનમાં એક ધારણા બનાવી લો અને પછી એ વસ્તુ બાબત બધું એ જ ધારણા અનુસાર માનતા જાઓ એ પ્રમાણે ન થાય. તમારે એને ધ્યાનપૂર્વક નિરખવી પડે, એને પૂરી રીતે અનુભવી પડે, અને, તો જ તમને એના વિશે યોગ્ય સમજ પડી શકે.
એક બીજી વાત: જે બાબત તમને કંઈક જાણકારી હોય, જેનો તમને કંઈ અનુભવ હોય, એના વિશે તમે વિચાર કરી શકશો. જેના વિશે તમે કંઈ જાણતા નથી એના વિશે વિચારી શકશો ? હા, જે અજાણ છે એના વિશે તમે કલ્પના કરી શકશો, પણ એનો ય આધાર તો ભૂતકાળમાં તમે જે જોયું હશે એના પર જ હશે.
જ્યારે તમે વિચારતા હશો ત્યારે તથ્ય અને નિર્ભેળ બૌદ્ધિક ક્ષમતાની ઊર્જા તમારી સાથે નહિ હોય. પરિણામે ઉત્તર જે તમને મળશે એ તમારા સીમિત અનુભવ પર આધારિત હશે, એને કારણે સદા બીજા નવા પ્રશ્નો અને નવાં સંશયો પેદા થતા રહેશે.
સમજશક્તિ એ વાતમાં છે કે ભૂતકાળની
અનુભૂતિઓ પર આધાર ન રાખવો, પણ વર્તમાનની
સજાગતાના આધાર પર કામ કરવું.
મન-સ્વામી કે સેવક ?
વિચારવાની શક્તિ પેદા થાય છે મનમાંથી. મન એ એક અદ્ભૂત અને આશ્ચર્યજનક સાધન છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે મન આપણા હાથમાંનું એક સાધન મટીને આપણું સ્વામી બની જાય.
એક લઘુકથા:
એક રાજા હતો તેનો એક ખૂબ વફાદાર સેવક
હતો. સેવક એટલો વફાદાર હતો કે એક બે વખત
રાજાની જિંદગી બચાવવા એણે પોતાનું જીવન
જોખમમાં મૂક્યું હતું.
એવા એક પ્રસંગે રાજા એના સેવક પર એટલો બધો ખુશ થઈ ગયો કે એણે સેવકને જે જોઈએ તે માંગવા કહ્યું. સેવકે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો : “મને કંઈ નથી જોઈતું, મહારાજા. મારી જરૂરત મુજબનું બધું જ તમે મને આપ્યું છે. ”
પણ, રાજાનો આગ્રહ હતો કે કંઈક તો માંગ. અંતે, સેવકે કહ્યું : “જો તમે મને ખરેખર કંઈક આપવા માંગતા હો, તો મને એક દિવસ માટે રાજા બનાવી દો. ” રાજાને થોડી અકળામણ તો થઈ , પણ એ વચન આપી ચૂક્યો હતો અને વચન જાળવવું એનું કર્તવ્ય હતું.
જે દિવસે સેવક રાજા બન્યો એ દિવસની વાત. એણે રાજા તરફ આંગળી ચીંધી અને સંરક્ષકોને હુકમ કર્યો ; “આને મારી નાંખો !” રાજા ચકિત થઈ ગયો; એણે સેવકને પૂછ્યું: “અરે, તું શું કહી રહ્યો છે, એનો તને કંઈ ખ્યાલ છે ?” સેવકે શાંત સ્વરે જવાબ આપ્યો: “અત્યારે રાજા હું છું. માટે હું જે હુકમ હું કરીશ એ પ્રમાણે થશે. ”
રાજાની હત્યા કરી નાંખવામાં આવી અને પછી સેવકે રાજ કર્યું. એ જ પ્રમાણે જ્યારે આપણે મનને સર્વ સત્તા આપી દઈએ છીએ, ત્યારે એના નિયંત્રણ પ્રમાણે આપણે ચાલવું પડે છે.
કાયાની બૌદ્ધિક ક્ષમતા
આપણામાંથી કેટલાને ખબર છે કે આપણી કાયા આશ્ચર્યજનક બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે ?
પાચનતંત્રની બૌદ્ધિક ક્ષમતા
ઉદાહરણ રૂપે આપણું પાચનતંત્ર લો. રોટીને રક્તમાં પરિવર્તિત કરવાની પૂરી પ્રક્રિયા ખૂબ જટિલ અને નાજુક છે - એટલા માટે કે એ પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારના અન્નને શરીરને ગતિમય રાખનાર ઊર્જામાં પરિવર્તિત કરવા માટે શ્રેષ્ઠ પ્રજ્ઞાની જરૂર પડે છે.
આપણા પેટમાં ગૂંચળું વળીને રહેલાં થોડા ફીટ લાંબા આંતરડાં જે કાર્ય સિદ્ધ કરે છે એ કરવા માટે જો આંતરડાં શરીર બહાર હોત તો ન જાણે કેટલી લંબાઈની જરૂરત પડત.
અન્ન પચાવવાની પ્રક્રિયાનો પ્રારંભ આપણા મોંથી થાય છે. આપણે ખોરાક ચાવીએ છીએ અને મોંઢામાં રહેલ લાળ પાચનક્રિયાની શરૂઆત કરે છે. એ ઉપરાંત શરીરમાં બીજા કેટલાય નાનાં-મોટાં અવયવો છે જે આ પ્રક્રિયામાં આશ્ચર્યજનક ફાળો નોંધાવે છે. આપણે ખોરાક ગળા નીચે ઉતારી દઈએ છીએ અને એ અન્નનળીમાં જાય છે. એવી સરસ વ્યવસ્થા કુદરતે કરી છે કે ખોરાક શ્વાસનળીમાં નથી જતો પણ અન્નનળીમાં જાય છે. ખોરાક હોજરીમાં દાખલ થાય છે જે એક સ્થિતિસ્થાપક થેલી જેવું અંગ છે અને એમાં શક્તિશાળી પાચનક્રિયા સમાએલી છે. કયા પ્રકારનો ખોરાક તમે ખાધો છે, એમાં કેટલું કાર્બોહાઇડ્રેટ છે (ગળપણભર્યો પદાર્થ), પ્રોટીન છે (માંસપોષક તત્ત્વ), અને કેટલાંક ચરબીયુક્ત તત્ત્વો છે, એના આધાર પર પાચનક્રિયા કાર્ય કરે છે. આપણી અંદર રહેલ પાચકઅગ્નિ જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ એ હોજરીમાં રહેલ અમ્લ સાથે સંકળાયેલ છે. આમ, હોજરી એક નાજુક અંગ છે, પણ હકીકતમાં આ અંગ જ આપણે ખોરાક ખાઈએ છીએ એને પચાવવા માટે જરૂરી અમ્લ રાખે છે. હોજરીની આ જલદ, શક્તિશાળી અમ્લથી સરસ રીતે રક્ષા કરવામાં આવે છે. જેના માટે એની દીવાલોની અંદર ચારે બાજુ ઘટ્ટ બલગમ (મુકસ)નું એક રક્ષાત્મક કવચ હોય છે જેને કારણે અમ્લ હોજરી જલાવી શકતો નથી.
જે પણ ચટાકેદાર ખોરાક આપણે ખાઈએ છીએ એ થોડાક કલાકોમાં તો હજમ થઈ જાય છે અને આપણે શારીરિક વ્યવસ્થામાં એકરસ થઈ જાય છે. પણ ધ્યાનમાં લો કે આવી એક પણ પ્રક્રિયા બાબત આપણે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી. કારણકે આ બધું એની મેળે ગોઠવાઈ જાયછે અને એમાં ક્યાંય ભૂલ નથી થતી. આ વ્યવસ્થા એટલી સુરેખ હોય છે કે એ દરેક પ્રકારનો ખોરાક સ્વીકારી શકે છે.
હોજરીમાં પહોંચ્યા પછી ખોરાક નાના આંતરડામાં જાય છે અને મોટા ભાગની પાચનક્રિયા ત્યાં જ ઘટે છે. આ આંતરડું આમ તો લાંબુ હોય છે, પણ એને એટલી સરસ રીતે વાળીને ગોઠવવામાં આવ્યું હોય છે કે એ અનાજ પચાવવાની ક્રિયામાં મદદરૂપ બને છે. મોટા ભાગના પૌષ્ટિક તત્ત્વો આ નાના આંતરડામાં પાચન થતુ હોય છે. કાર્બોહાઇડ્રેટસ અને પ્રોટીન જેવા પદાર્થો પણ એમનાં મૂળ તત્ત્વોમાં વિભાજિત થઇને અહીં ઓગળે છે. જે પૌષ્ટિક તત્ત્વો ઓગળે છે એ યકૃતમાં પહોંચે છે અને એમના પર આગળની પ્રક્રિયા થાય છે.
અને પછી અનાજ મોટા આંતરડામાં સરે છે જ્યાં મુખ્યત્વે પાણીમાં એને ઓગાળવાની ક્રિયા ઘટે છે. પછી, એ ખોરાક જે ઓગળતો નથી, જેમ કે તન્તુમય અન્ન, એને શરીરના બીજા કચરા સાથે મેળવી દેવામાં આવે છે અને અંતે એનો બહાર નિકાલ કરી દેવાય છે. પાચનક્રિયાની આ પાયાની તમને રૂપરેખા આપી. પણ, શરીરની અંદર આ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને સુવ્યવસ્થિત રીતે ચાલે છે.
વિતરિત બૌદ્ધિક પ્રતિભા
માનવશરીરના ગઠનનો આરંભ માત્ર એક કોશિકામાંથી થાય છે જે આગળ જઈને અનેક કોશિકાઓમાં વિભાજીત થતી અંતે આશરે ૨૫૦ જેટલી વિભિન્ન પ્રકારની કોશિકાઓમાં વિતરિત થઈ જાય છે.
કલ્પના કરો કે એક કોશિકા કેટલી બધી વિવિધ અને વિશિષ્ટ કોશિકાઓમાં પરિવર્તિત થાય છે અને એ બધી મળીને માનવ શરીરના જુદા જુદા જટિલ ભાગોનું ગઠન થાય છે. આ કોશિકાઓ પોતપોતાની વિશિષ્ટ જવાબદારી તો અદા કરે જ છે, પણ એમની જાળવણી માટે અનેક સાધનોની જરૂરત પડે છે. એ કોશિકાઓની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સમન્વય હોવો પણ જરૂરી છે. તો જ માનવશરીર એક એકમ રૂપે કાર્ય કરી શકે. વિતરિત બૌદ્ધિક શક્તિની કાર્યક્ષમ ક્ષમતાનું આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તમારા શરીરમાંની દરેક કોશિકાની પોતાની બૌદ્ધિક ક્ષમતા છે
આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે આપણી બૌદ્ધિક ક્ષમતાનું કેન્દ્ર આપણા મગજમાં છે અને માણસ એના શરીર પર બુધ્ધિ દ્વારા નિયંત્રણ જાળવે છે. વિજ્ઞાન એમ પણ કહેતું આવ્યું છે કે માણસનું મગજ એના શ્વાચ્છોશ્વાસ, પાચનક્રિયા, રક્તભ્રમણ અને શરીરની અન્ય એવી ક્રિયાઓ પર નિયંત્રણ જાળવે છે.
પરંતુ હવે ગહન સંશોધન એક નવા ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે જેને અધિજનન (ઇપીજેનેટીકસ) કહેવામાં આવે છે. આ ક્ષેત્રના એક નિષ્ણાત, ડૉ. બ્રુસ લીપ્ટન, જે એક અગ્રણી જીવવિજ્ઞાની (બાયોલોજીસ્ટ) છે, એ આ ઇપીજેનેટીકસના વિષય પર છેલ્લાં દસ કરતાં ય વધુ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. એમના પુસ્તક, 'ધી બાયોલોજી ઓફ બિલીફ'માં કહે છે કે આપણું મગજ આપણી કાયાને નિયંત્રિત નથી કરતું. હકીકતમાં, એવા પુરાવા છે કે દરેક કોશિકાને-અરે કોશિકાની આંતરત્વચાને પણ - પોતાની બૌદ્ધિક ક્ષમતા છે.
અમેરિકાની સેન્ડીઆ નેશનલ લેબોરેટીઝના તાજેતરનાં સંશોધન અનુસાર પણ કોશિકાની બૌદ્ધિક ક્ષમતા સંબંધી સિદ્ધાંતને સમર્થન મળે છે. ત્યાંના વૈજ્ઞાનિકોએ એ વાતનો અભ્યાસ કર્યો કે જ્યારે જનનવિરોધી (એન્ટીજન) કોઈ હાનિકારક પદાર્થ શરીરમાં રહેલી કોશિકાઓ પર આક્રમણ કરે છે, ત્યારે કોશિકાઓ એ બાહ્ય પદાર્થનો પ્રતિકાર કરે છે. અને વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પણ પહોંચ્યા કે કોશિકાઓની આંતરત્વચાનું પણ એવું સરસ ગઠન હોય છે કે એ વિરોધી તત્ત્વોનો સામનો કરી શકે. પહેલાં માનવામાં આવતું હતું, કે આંતરત્વચાનું ગઠન આવું નાજુક નથી હોતું.
આપણું શરીર એવી વ્યવસ્થા નથી કે જેનું સંચાલન મગજ દ્વારા જ થતું હોય. માનવ શરીર એક ખૂબ જ સરસ રીતે વિતરિત અને સંકલિત લયબદ્ધ એવી બૌદ્ધિક વ્યવસ્થાનું સંકુલ છે.
તમારા જીવનના સંચાલન માટે 'તમારી' જરૂરી નથી
એક અગત્યની વાત સમજાવી રહી જે તમને ચોંકાવી શકે.
તમને એવી સ્વતંત્ર બૌદ્ધિક ક્ષમતા મળી છે જે ખુદ જ તમારી કોઈ પણ જાતની દરમિયાનગિરી વિના તમારા જીવનનું સંચાલન કરે છે.
> તમને એવી સ્વતંત્ર બૌદ્ધિક ક્ષમતા
> મળી છે ખુદ જ તમારી કોઈ પણ
> જાતની દરમિયાનગીરી વિના તમારા
> જીવનનું સંચાલન કરે છે.
અત્યારે તમે એમ માનો છો કે તમારે તમારું જીવન ચલાવવા તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને એના સંચાલનમાં માથું મારવું જોઈએ. પણ સત્ય એ છે કે જે બૌદ્ધિક શક્તિ લઈને જ તમે આ ધરતી પર અવતર્યા છો, એ બૌદ્ધિક શક્તિએ જ તમારી કાયાનું સર્જન કર્યું છે અને તમારા માટે તમારી જીવનનૈયા એ જ સુચારુ રીતે ચલાવશે.
એ બુદ્ધિ અથવા આંતરિક ઊર્જા જેના આધાર પર જન્મ સમયે તમે તમારી કાયાનું સર્જન કર્યું એને તમારી જીવ-જાગૃતિ (બાયો-મેમરી) કહે છે. અહીંયા એક અગત્યનું તથ્ય સમજવું જરૂરી છે : તમારી કાયાની રચના તમે જ કરી છે - તમારું જીવન વિશિષ્ટ રીતે જીવવાના હેતુસર, એક લાંબી જીવન યાત્રા માણવા માટે, અને વિશિષ્ટ કાર્યો કરવા માટે.
જ્યારે તમે જન્મ લો છો ત્યારે તમે તમારું જીવન તમારાં સુખ-આનંદ, તમે શું કરવા માંગો છો એ નક્કી કરી લો છો અને એ બધાનો આધાર, તમે શાને તમારો જીવન સારાંશ માનો છો, એના પર છે. તમારી (બાયોમેમરી)માં જીવ-જાગૃતિમાં જીવવા, ટકી રહેવા અને વિકાસ સાધવા માટે પૂરતી બૌદ્ધિક ક્ષમતા છે. તમે માનો કે ન માનો, પણ એ અદ્ભૂત બૌદ્ધિક ક્ષમતા તમારી પ્રત્યેક પળનું સંચાલન કરે છે. પરંતુ, આપણા સીમિત જ્ઞાનના કારણે આપણે આ તથ્ય પૂર્ણ રૂપે સમજી નથી શકતા. અને સતત એમ માનતા રહીએ છીએ કે જે
આપણી કુદરતી બૌદ્ધિક શક્તિ
સાથે તાદાત્મ્ય સાધીને જીવન
જીવવું, એ જ છે, આધ્યાત્મિક
જીવન જીવવું.
જિંદગી આપણે
અત્યારે જીવી
રહ્યા છીએ
એના કરતાં જુદી
હોવી જોઈએ.
એ બૌદ્ધિક સંચાલનમાં વિશ્વાસ રાખવો અને નિશ્ચિંત બનીને જીવવું એને હું નિષ્ઠા કહું છું. એ ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાને સમર્પિત રહેવું એ સાચું સમર્પણ છે. આપણી કુદરતી બૌદ્ધિક શક્તિ સાથે તાદાત્મ્ય સાધીને જીવન જીવવું, એ જ છે, આધ્યાત્મિક જીવન જીવવું.
આધ્યાત્મિક ચિંતનની તકનીક-સ્વીકારનું
નિત્ય સૂત્ર
ટટ્ટાર બેસો. આંખો બંધ કરો અને શરીર હલાવ્યા વિના તનાવ મુક્ત સ્થિતિમાં રહો. જો શરીર હલાવશો તો વિચારો જાગશે. જો તમારું શરીર હલનચલન વિના સ્થિર હશે, તો તમે ગહન શાંતિ અનુભવશો.
સજાગતાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક એવી ધારણા પેદા કરો કે તમે જેવા છો, એવા આ ઘડીએ બાહ્ય અને આંતર બંને જગતમાં સ્વીકૃત છો.
તમારી જાતને કહોઃ ‘બાહ્ય જગતમાં મારી પાસે ઘણી સુંદર વસ્તુઓ છે; હું એમનો માલિક છું. હું મારી જાતને પૂર્ણતઃ સ્વીકારું છું. સાથે સાથે મારા આંતર જગતમાં પણ ઘણા સરસ ગુણો છે; મારી ભાવનાઓ છે. હું એમને પણ સ્વીકારું છું. માટે મારા બાહ્ય કે આંતર જગતમાં મારે હવે મારો વધુ વિકાસ સાધવાની જરૂરત નથી. જો મારામાં અહમ હશે તો ઠીક છે. જો મારામાં અપરાધ ભાવ હશે તો એ પણ ઠીક. જો ભય હશે તો ભલે હોય. જો લાલચ હશે તો હશે. જે કંઈ મને કહેવામાંઆવ્યું છે એ મારામાં હોય તો ભલો હોય. જો હું આવતી મિનિટે જ ગુજરી જવાનો હોઉં તો એ પણ ઠીક છે.’
જે નિર્ણય કરો, જાગૃતાવસ્થામાં કરો. ‘હું સર્વ બાબતોનો સ્વીકાર કરું છું.’ શું સાચું, શું ખોટું એની ચિંતા કરવાની જરૂર નથી. અને તમારું મન કોઈ અસંગતિ દર્શાવે તો એને પણ સ્વીકારી લો.
વર્તમાન ક્ષણને સ્વીકારી લો. બધી ભાવિ પળોને આવકારો. જે કંઈ ખરાબમાં ખરાબ તમારું મન વિચારે એ ભવિષ્યમાં તમારા જીવનમાં ઘટી શકે છે, એ પળોને પણ સ્વીકારી લો. જો એવું કંઈ ઘટે તો તમે એને ટાળી નહિ શકો. જે અનિવાર્ય છે, એની અનિવાર્યતાને સમજો અને એનો સ્વીકાર કરો.
આ ક્રિયા એકવીસ મિનિટ કરો.
તમારી બૌદ્ધિક ક્ષમતા આપોઆપ જાગૃત થઈ જશે અને દરેક ક્ષણે કેવી રીતે વર્તવું એ તમને દર્શાવશે. દરેક પરિસ્થિતિમાં શી રીતે વર્તવું, દરેક સંબંધ શી રીતે જાળવવો એ દર્શાવશે.
વૈશ્વિક પ્રજ્ઞા આપણને પ્રતિભાવ આપે
છે
આ એક આશ્ચર્યભર્યું રહસ્યોદ્ઘાટન હશે, પણ સત્ય એ છે કે વૈશ્વિક અથવા અંતરિક્ષી પ્રબુદ્ધતા આપણા પ્રત્યેક વિચારને પ્રતિભાવ આપે છે. જાપાની વૈજ્ઞાનિક, ડૉ. મસારુ ઇમોટોએ કરેલ નોંધપાત્ર સંશોધન આ વાત બહુ સ્પષ્ટરીતે દર્શાવે છે.
પાણી આપણા વિચારોને પ્રતિભાવ આપે છે
ડૉ. મસારુ ઇમોટોએ પાણી પર પ્રયોગ કર્યા. એમણે જુદાં જુદાં સ્થાનોથી પાણીના નમૂના એકત્રિત કર્યા. અને
એમને વિવિધ પ્રકારના વિચારો આગળ પ્રસ્તુત કર્યા. પછી એમણે આ નમૂનાઓને થીજવી દીધા. અને પાણીના સ્ફટિક આકારોનો સૂક્ષ્મદર્શક યંત્ર (માઇક્રોસ્કોપ) તથા અતિ-ઝડપી ફોટોગ્રાફી દ્વારા ગહન અભ્યાસ કર્યો. બહુ ચોક્સાઈપૂર્વક નિયંત્રિત એવા ઉષ્ણતામાન, પ્રકાશઆયોજન તથા શીતલતાયુક્ત વાતાવરણમાં આવાં હજારો સ્ફટિકોનો અભ્યાસ કર્યો.
એમણે પાણીના આ નમૂનાઓ પર જાત જાતના પ્રયોગ કર્યા. જુદી જુદી જાતનું સંગીત વગાડ્યું, પાણી સાથે વાતો કરી, પૌરાણિક શાસ્ત્રોમાંથી વાચન કરી સંભળાવ્યું, સારા ઉદ્દેશ્યથી પ્રાર્થના પણ કરી. એમણે જોયું કે જ્યારે આનંદદાયક સંગીત વગાડવામાં આવ્યું ત્યારે જળ-સ્ફટિકો બહુ સુંદર અને ચમકદાર દેખાતા હતા. પણ જ્યારે એ સ્ફટિકો આગળ કરુણ કે નિરાશાવાદી ભાવ અથવા અનુભૂતિઓ વ્યક્ત કરવામાં આવી ત્યારે પાણીના સરસ પાસાદાર સ્ફટિક રચાવાને બદલે ગમે તેવી આડેધડ ખાંચા ખડબાવાળી આકૃતિ રચાતી હતી, જે મહદ્ અંશે પાણી સાથે સંપર્ક કરનાર વ્યક્તિના મનોભાવ પ્રતિબિંબિત કરતી હતી.
આપણા શરીરમાં ૭૦% ભાગ તો પાણી છે. આપણી ધરતીનો પણ ૭૦ % કરતાં વધુ ભાગ જળમગ્ન છે. પાણી પર મનોભાવોનો અભ્યાસ કર્યા પછી એ વિચારો કે આપણા મનોભાવો, શબ્દો કે આશયોની આ પૃથ્વી પર અને આપણા પર પણ કેવી પ્રભાવશાળી અસર થતી હશે.
ઇતિહાસનાં પાનામાંથી એક સત્ય કથા :
જ્યારે ભારત પર બ્રિટિશ રાજ્ય હતું, ત્યારે અંગ્રેજ સૈનિકોએ જોયું કે જે જે વખતે એ લોકો ઇંગ્લેન્ડથી એમના વહાણોમાં ભારત પાણી લાવ્યા, તે તે વખતે એ પાણી વહાણમાં જ બગડી ગયું, પણ જ્યારે સૈનિકો પાણી ભારતથી ઇંગ્લેન્ડ લઈ ગયા ત્યારે પાણી પૂરી સફર દરમ્યાન તાજું રહ્યું. એટલું જ નહિ, પણ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી પૂરું પાણી એ લોકો પી ગયા. ત્યાં સુધી એ તાજું અને પીવાલાયક રહ્યું. જ્યારે વૈજ્ઞાનિકોએ આ આશ્ચર્યજનક બીનાની સમીક્ષા કરી ત્યારે એમને સમજાયું કે જે પાણી તાજું રહેતું હતું એ કલકત્તા પાસેની પવિત્ર નદી ગંગાનું હતું. આ ગંગાજળની તો લાખો લોકો પૂજા કરતા હતા. એ પાણીમાં કુદરતી શક્તિ હતી કે હાનિકારક કીટાણુઓનો નાશ કરે અને શુદ્ધતા જાળવે.
સદીઓથી કરોડો લોકો ગંગાની પૂજા કરતા આવ્યા છે. એમણે એમના શક્તિશાળી વિચારોની છાપ ગંગાજળ પર છોડી છે અને એ પાણી સામર્થ્યવર્ધક અને શુદ્ધિકર છે.
ઇજીપ્તમાં પણ ત્યાંના લોકોએ હજારો વર્ષો થયાં નાઇલ નદીના પ્રવાહનો, એના સ્તરનો, એના ઉછાળ વગેરેનો અભ્યાસ કર્યો છે. એમને એ સમજાયું છે કે ઘણી વખત નદીનાં આ લક્ષણોએ ભૂકંપ, જ્વાળામુખી ફાટવો, સુનામી આવવું વગેરે આપત્તિઓની આગાહી કરી છે અને આ ઘટનાઓ દૂરના પ્રદેશમાં ઘટી હોય અથવા ઘટવાની હોય તો એના પ્રતિ પણ ઇશારો કર્યો છે.
પ્રકૃતિ સાથે અનુસંધાન
એવું શું છે જે આપણને કુદરત પ્રત્યે અસંવેદનશીલ બનાવી દે છે ? જે ઘડીથી આપણો અહમ વચ્ચે આવે છે એ ઘડીથી આપણે કુદરત પ્રતિ ભાવશૂન્ય બની જઈએ છીએ.
એક સરસ વાર્તા હું વાંચી રહ્યો હતો. એ એક
એવા કવિ વિશે હતી જે એની યુવા વયમાં એના
ઘર પાસે ફરતાં વન્ય પશુઓ સાથે રમવા જતો.
એના પિતા એને ઘણી વખત ચેતવતા કે વન્ય
પશુઓ સાથે નહિ રમ. એ પ્રાણીઓ ક્યારેક તેને
ઇજા કરી બેસશે.
પણ એ તો ઘર બહાર જતો રહ્યો અને શક્ય હોય ત્યારે વન્ય પશુઓ સાથે મૈત્રી બાંધતો રહ્યો. એનું કહેવું હતું; જ્યારે હું આત્મકેન્દ્રી બની જાઉં છું અને મારી અંદર એ ભય જાગે છે કે સંભવતઃ આ પ્રાણીઓ મને ઇજા કરશે, ત્યારે એ કદી મારી નજીક નથી આવતાં. અમારા વચ્ચે કોઈ સંપર્ક નથી રહેતો, કોઈ સંબંધ નથી બંધાતો.
પણ જ્યારે જ્યારે હું હિંમતપૂર્વક અથવા હસતોખેલતો એમની નજીક જાઉં છું, જ્યારે મને કોઈ ભય નથી હોતો, અથવા મારું માનસ આત્મકેન્દ્રી નથી હોતું, ત્યારે મારી અને પ્રાણીઓ વચ્ચે સંપર્ક અને સંબંધ ઘનિષ્ટ સ્તર પર સ્થાપિત થાય છે. હું એ અનુભવ કરી શકું છું કે પ્રાણીઓ મારી સમીપ આવે છે અને મારી સાથે મૈત્રીપૂર્ણ ભાવે વર્તે છે.’
આ વાર્તા પરથી એક વાત સમજો. જ્યારે હું તમને એમ કહું કે તમારો અહમ્ વધુ સભાન બન્યો છે, ત્યારે એનો અર્થ એ થાય છે કે તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો એવી તમારી ઓળખને તમે વધુ મહત્ત્વ આપી રહ્યા છો. આવું જ્યારે બને છે ત્યારે પ્રકૃતિ સાથેનો તમારો સંબંધ અસ્તવ્યસ્ત થઇ જાય છે. સંપર્કનો નિષ્કામ માર્ગ ખોવાઇ જાય છે. સંબંધની ભાવના ખોવાઇ જાય છે. કોઇ પણ માનવી માટે આ એક ઘણું મોટું નુકસાન છે.
કંઈક અંશે આ એવી વાત છે કે, જે જન્મજાત અંધ છે એને કદી સમજાવી નથી શકાતું કે એણે જીવનમાં શું ખોયું છે. લગભગ એ જ રીતે જે માણસ અંતરતમથી ભાવનાત્મક સંપર્ક સાધવાની સમજ ગુમાવી ચૂક્યો છે એને કદી સમજાવી નથી શકાતું કે એ શું ખોઈ બેઠો છે.
અંતર એ અંતરાય નથી
હું એક પ્રયોગ વિશે વાંચતો હતો. કેટલાંક વર્ષ પહેલાં વૈજ્ઞાનિકો ‘ઇઇજી’મશીન (ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફ આ મશીન મગજના તરંગો માપવા માટે વિદ્યુત બેટરીઇલેક્ટ્રોડ ખોપરી સાથે જોડી એનો ઉપયોગ કરે છે) નો ઉપયોગ એકી સમયે ધ્યાનસ્થ એવા બે ઉપાસકોના મસ્તિષ્કના તરંગ માપવા માટે કરતા હતા. એમને એ જાણવા મળ્યું કે કેટલાક ઉપાસક જોડીના મસ્તિષ્ક તરંગોમાં આશ્ચર્યજનક સામ્ય હતું. એકબીજા સાથે સંકલિત આ જોડીને કહેવામાં આવ્યું કે અમુક સમય માટે તમે બાજુ બાજુમાં બેસીને ધ્યાન ધરો. થોડો સમય એ પ્રમાણે ધ્યાનસ્થ રહ્યા પછી એમને જુદા જુદા કમરામાં બેસાડવામાં આવ્યા.
પછી આમાંની એક ધ્યાનસ્થ જોડી પર એમના કમરામાં ઉત્તેજક એવો પુષ્કળ તેજસ્વી પ્રકાશ ફેંકવામાં આવ્યો. પ્રકાશ જેમના પર ફેંકવામાં આવ્યો હતો એમના મગજના તરંગોનું ઇઇજી રેકોર્ડિંગ તો ધાર્યા પ્રમાણે આવ્યું; પણ આશ્ચર્યની વાત એ હતી કે જે જોડી બાજુના કમરામાં ધ્યાનસ્થ હતી-જેમના પર પ્રકાશ ન્હોતો ફેંકાયો-એમના મગજના તરંગોનું રેકોર્ડિંગ પણ એ જ પ્રકારનું આવ્યું અને તે પણ એની મેળે તથા તત્કાળ !
જે કંઈ તમારા મનમાં ઘટે છે, એની અસર માત્ર તમને જ થાય છે એવું નથી, પણ તમારી આસપાસ જે હોય એમને પણ થાય છે. વિચારોનો પ્રસાર રોકવામાં તમે જ પ્રજ્ઞા છો
અંતરની સીમા કામ નથી લાગતી. એ તો હવામાં તરતા પ્રસરે છે. માટે તમારા ઘરમાં તમે જો ચિંતાભર્યા અને નકારાત્મક વિચારો વારંવાર વ્યક્ત કરતા રહો છો તો પૂરા કુટુંબ પર એક પ્રકારનો બોજ પેદા થઈ જાય છે. જે નકારાત્મક ભાવ તમે વ્યક્ત કરતા રહો છો એની હતાશાભરી માનસિકતા તળે કુટુંબીજનો પણ કચરાય છે.
બુદ્ધિ વિ. પ્રજ્ઞા
આપણી સંપૂર્ણ શિક્ષણવ્યવસ્થા માહિતીના મૂલ્યાંકન પર આધારિત છે, નહિ કે બૌદ્ધિક શક્તિના વિકાસ પર. એની પાછળ રહેલ તત્વ છે,માહિતી અને માત્ર શબ્દો અને નહિ કે માનસદર્શન.
જ્યારે તમે માહિતીના આધાર પર આગળ વધવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે તમારી અંદર રહેલ બૌદ્ધિક ક્ષમતા ગુમાવી દો છો. હકીકતમાં, જો તમે તર્કશાસ્ત્ર અનુસાર તાર્કિક છો, તો તમને એ સમજાશે કે તર્ક પોતે જ તર્કસંગત નથી. જીવન ફક્ત તર્ક નથી. એને ભૌતિક તર્ક અને માહિતીના પાયા પર પ્રસ્તુત ન કરી શકાય. એ જે સ્તર પર ચાલે છે એ માહિતી આધારિત સ્તર કરતાં અનેક ઘણું ઊંચું સ્તર છે.
પ્રજ્ઞા ધરાવનાર વ્યક્તિ પળેપળ જીવે છે, નહિ કે તર્ક આધારિત એ ઉછીના લીધેલ જવાબોને નથી સ્વીકારતો. એ પરિસ્થિતિના પડકારને સમજે છે અને એનો સીધો પ્રતિભાવ આપે છે.
માહિતી અવલંબિત વ્યક્તિ એક તસ્વીર બરાબર છે; એ પોતાના પર વીતી ગયેલી ગઈકાલની છાપ ધરાવે છે. જ્યારે બૌદ્ધિક ક્ષમતા ધરાવનારની તુલના આયના સાથે કરી શકાય; એ વાસ્તવિક અનુભૂતિને સ્વીકારે છે અને પ્રતિબિંબિત કરે છે. માટે એ સ્વયં સ્ફુરિત હોય છે.
કુદરતદત્ત બૌદ્ધિક ક્ષમતા
સર્જનાત્મક છે. કારણકે એ
ઈશ્વરીય શક્તિનો હિસ્સો છે.
બૌદ્ધિકતા એક સુંદર યંત્રરચના છે, પણ જ્યાં સુધી એ એક સાધન રૂપે વપરાય ત્યાં સુધી જ. એ તમારા પર નિયંત્રણ કરનાર શક્તિ ન બનવી જોઈએ. જ્યારે તમે બાહ્ય બૌદ્ધિકતાને બાજુએ મૂકી દો છો, ત્યારે એક ઘણી ગહન બૌદ્ધિક ક્ષમતા તમારા આંતરજગતમાં જાગે છે. તમે તમારા આંતરજગતના સંચાલન કેન્દ્ર દ્વારા કાર્યરત થાઓ છો, અને નહિ કે કોઈ બાહ્ય પરિધ પરથી. અને આંતર કેન્દ્ર તમારી શુદ્ધ પ્રજ્ઞા છે.
બૌદ્ધિક શક્તિની પુનઃ શોધ કરી શકાય છે. એને પ્રાપ્ત કરવાનો એક માત્ર માર્ગ છે ધ્યાનાવસ્થા. ધ્યાન બધા અવરોધોનો નાશ કરે છે. સમાજે જે અવરોધો ઊભા કર્યા છે, જે તમને આધ્યાત્મિક પ્રજ્ઞા સુધી પહોંચતા અટકાવે છે એમનો નાશ કરે છે. એક સતત વહેતી નદીનો પ્રવાહ જેમ એના માર્ગમાં આવતી શિલાઓને દૂર કરી દે છે, તેમ ધ્યાન પણ માર્ગના અવરોધોને દૂર કરે છે.
પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે પુષ્કળ સાહસિકતા જરૂરત પડે છે; એના માટે અભૂતપૂર્વ લગન જોઈએ. જ્યારે તમે એક અપરિચિત ક્ષેત્રમાં કદમ મૂકતા હો, ત્યારે પ્રજ્ઞાનો કુદરતી આવિર્ભાવ થાય છે અને એ ધારદાર પણ હોય છે. પળેપળે જેમજેમ એ અજાણ્યાં તત્વોનો મુકાબલો કરે છે, તેમ તેમ તે વધુ વિકસિત થાય છે.
કોરી બુદ્ધિ માત્ર માનસિક રમત છે; એ સર્જનાત્મક નથી થઈ શકતી. એ કાલ્પનિક છે, પણ સર્જનાત્મક નથી. જ્યારે કુદરતદત્ત બૌદ્ધિક ક્ષમતા સર્જનાત્મક છે. કારણકે એ ઈશ્વરીય શક્તિનો હિસ્સો છે.
ધ્યાનસ્થાવસ્થાની તકનીક-બુદ્ધિચાતુર્ય બાજુએ મૂકો
આવતા અડતાળીશ કલાક આ કરી જુઓ. પૂર્ણ ચેતનાવસ્થામાં નક્કી કરો કે, તમે તમારી સમસ્યાઓ બાબત વિચારશો નહિં. તમારા એ બુદ્ધિચાતુર્યને બાજુએ મૂકી દો જે તમને સદા એમ કહેતું રહે છે કે તમારી પાસે એ ચાતુર્ય છે જ નહિ કે જેનાથી તમારી સમસ્યાઓનો હલ તમે જાતે શોધી શકો. તમારામાં એટલી હેસિયત નથી કે તમે સ્વયં સ્ફુરિત ઉકેલ લાવી શકો.
હિંમતપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે તમારી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો અને તમે જોશો કે તમારી આંતરિક પ્રજ્ઞા કામે લાગશે. એક પાઠ તમે એ પણ શીખશો કે તમે પોતે જાણી શકો એ પહેલાં જ તમારી પ્રજ્ઞા શક્તિ તમારા પ્રશ્નો ઉકેલવા કાર્યરત થઈ જશે. જેમ તમે આ બાબત સંવેદનશીલ થતા જશો, તેમ તેમ તમારી મનોજાગૃતિ પણ અનેક ગણી વધતી જશે. અને પછી, તમને તમારી સમસ્યાઓ હલ કરવા માટે મહેનત કરવાની જરૂરત નહિ પડે. તમારા જીવનમાં સ્વયં સ્ફુરિત થતી પ્રજ્ઞા એ રીતે પ્રગટશે કે એની તેજસ્વિતામાં સમસ્યાઓ આપો આપ ઓગળી જશે.
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
આપણે કોણ છીએ અને અહીં આપણે શું કરી રહ્યા છીએ એ વિશે ગહન સમજ મેળવ્યા પછી બીજાઓ પ્રતિ જવાબદારી અદા કરવાની વાત આવે છે. પછી આપણે જાણીએ છીએ કે આપણે બીજાઓથી સ્વતંત્ર નથી પણ એક બીજા સાથે અંદરથી સંકળાયેલા છીએ.
કેટલાંક વર્ષો પહેલાં દક્ષિણ ભારતના તામીલનાડુમાં ક્ષયરોગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. અંતે, એ માટેની દવાઓ પણ શોધાયી અને રોગચાળો કાબૂમાં આવ્યો. જે અધિકારીઓએ એ રોગ કાબૂમાં લાવવામાં ભૂમિકા અદા કરી હતી એ ગર્વપૂર્વક એમ દાવો કરવા લાગ્યા કે આ રોગ મટ્યો હોય તો અમારા કારણે. પણ એમનામાંથી એ જવાબદારી કોઇએ લીધી ખરી કે સર્વપ્રથમ એ રોગ ફેલાયો તો એ માટે એ અધિકારીઓ જ જિમ્મેદાર હતા ? જી, ના. એ રોગ ફેલાયો એમાં એમની બિનજવાબદારી એ માટેનું મૂળ કારણ હતું. એમણે શરૂમાં જ એને અટકાવવાનાં પગલાં લેવાં જોઇતાં હતાં. અને નહિ કે રોગ પ્રસર્યા પછી. હવે દાવો કરવો એ નામના મેળવવા માટે આત્મશ્લાઘા કરવા બરાબર છે.
એ જ પ્રમાણે આપણા જીવનમાં પણ કંઇક સારું થાય, તો એની પ્રતિષ્ઠા મેળવવા આપણે દાવો કરીએ છીએ. પણ જ્યારે કંઇ ખરાબ બને છે ત્યારે એની જવાબદારી આપણે આપણા પર નથી લેતા. જવાબદારી પણ આપણે લાક્ષણિક ભેદભાવપૂર્વક લઇએ છીએ.
જે કંઈ આપણા જીવનમાં ઘટે છે એની પૂર્ણ જવાબદારી ખેલદિલીપૂર્વક આપણે લઇએ તો આપણો વિકાસ થવા લાગે છે. સ્વામી વિવેકાનંદ વાત સરસ રીતે કહે છે ; “જેટલી જવાબદારી તમે ઉપાડી શકો એટલી ઉપાડો. જેટલી વધુ જવાબદારી તમે ઉપાડશો એટલો તમારો વધુ વિકાસ થશે. વિસ્તરણ એ વિકાસ છે. વિસ્તાર વિના તમે સંકોચાઇ જશો અને મરી જશો. ’’
એક લઘુકથા :
એક ચેરિટેબલ કલબમાં એક વકતા જવાબદારી પર વક્તવ્ય દઈ રહ્યા હતા. થોડા દિવસ પહેલાં શું બન્યું એની એ વાત કરતા હતા. તેમણે કહ્યું; ‘હું ને મારો એક મિત્ર સડક પર ચાલતા
તમારી આસપાસ જે ઘટે છે એને માટે તમે પોતાને કંઈક જવાબદાર મહસૂસ કરો તો જ તમે અગ્રણી બની શકો. બાગ ભણી જતા હતા. ત્યારે અમે એક નિઃસહાય વ્યક્તિને બેભાન હાલતમાં રસ્તા પર પડેલી જોઇ.’ એટલું કહીને એ અટક્યા અને શ્રોતાઓના ચહેરા ભણી જોઈ રહ્યા. પછી એમણે આગળ કહ્યું, ‘એને મદદ કરવાની કોઇએ તકલીફ લીધી ન્હોતી. એટલું જ નહિ, પણ જ્યારે અમે બાગમાં હરીફરીને પાછા ફર્યા, ત્યારે પણ એ નિઃસહાય માણસ સડક પર એમ જ પડ્યો હતો.’
બીજાઓને દોષ દેવા કરતાં આપણે આપણી અંદર ડોકિયું કરી જોઇએ અને એ જોઇએ કે આપણે પોતે શું કરીએ છીએ ? જેટલી જવાબદારી આપણે વધુ લઇશું એટલો આપણો વધુ વિકાસ થશે. તમારી આસપાસ જે ઘટે છે એને માટે તમે પોતાને કંઈક જવાબદાર મહસૂસ કરો તો જ તમે અગ્રણી બની શકો. ત્યાં સુધી તમે માત્ર એક અનુયાયી જ રહેવાના.
કરુણા એટલે જવાબદારી અને ચેતના
મારા એક શિષ્યે એક વખત મને પૂછ્યું : ‘સ્વામીજી, એવું કેમ છે કે તમારી અંદરથી સતત આટલો બધો શક્તિનો પ્રવાહ વહેતો જોવા મળે છે ?’
જ્યારે તમે બીજાઓની પીડા પ્રતિ સંવેદના અનુભવો છો, ત્યારે સંપૂર્ણ ભાવના એક પ્રકારની જવાબદારીમાં બદલાઈ જાય છે અને એની અભિવ્યક્તિ માનવીય ચેતનામાં થાય છે અને માટે, જ્યારે કોઈ વ્યક્તિ બીજાની પીડા હળવી કરવાની જવાબદારી ઉપાડી લે છે, ત્યારે તત્કાળ એનામાં દૈવી ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે.
એ બરાબર સમજી લો કે જો તમે જનસામાન્યના વિકાસ અર્થે પોતાને જવાબદાર સમજશો તો જ તમે દ્રઢ મનોબળ સાથે ઊભા રહી શકશો, જ્યારે તમે દાવા સાથે એમ કહી શકશો કે જે કંઈ તમે કરી શકશો એ બીજાઓ માટે કરશો, ત્યારે તમે જવાબદારીપૂર્વક ઊભા રહેશો, અને ત્યારે તમારો વિકાસ પણ થશે અને દૈવી ચૈતનાનો પ્રવાહ તમારી નસોમાં વહેવા લાગશે. આ વાત પર ઊંડો વિચાર કરો, જેથી તમે એને બરાબર ગ્રહણ કરી શકો. તમે અહમ્ મુક્ત હશો અને માનવીય જવાબદારીપૂર્વક ઊભા રહો છો, ત્યારે વિકાસ આપોઆપ ઘટિત થાય છે અને તમે મધુર સૂર રેલાવતી વાંસળીની જેમ મધુરપ રેલાવો છો. જેમ વાંસળીના વેહમાંથી પસાર થતી હવા કર્ણપ્રિય સૂર રેલાવે છે, તમે તમારી અંદર પ્રવેશતો શ્વાસ પણ ચેતન નાના પ્રવાહ રૂપે બહાર આવશે.
જ્ઞાન પ્રક્રિયાત્મક બદલાવ
જ્યારે તમે જવાબદારી ઉપાડો છો, ત્યારે તમારામાં એક જ્ઞાનાત્મક બદલાવ આવે છે. તમારી માનસિકતા બદલાય છે. આપણામાંથી ઘણા ગુલામોની જેમ જીવન જીવે છે. દાખલા તરીકે, તમે તમારી ઓફિસમાં હુકમ અનુસાર આઠ કલાક કામ કરો છો, ત્યારે તમે અંતે થાકેલા અને નિષ્ક્રિય હો એવું મહસૂસ કરવા માંડશો. એને બદલે જો તમે સ્વતંત્ર જવાબદારી ઉપાડો અને
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
આત્મનિર્ભર બનો, તો એ જ આઠ કલાક ઘણા સરળ અને વધારે આનંદદાયક બની રહેશે.
ઉદાહરણ રૂપે, એક એવા માણસનો દાખલો લો જે પોતાનો વ્યવસાય ચલાવે છે અને એક એવો બીજો માણસ લો જે કોઇ કંપની માટે કામ કરે છે. જે પોતાનો વ્યવસાય ચલાવે છે એના માથે પોતાના કામની પૂર્ણ જવાબદારી છે, પણ જે બીજી કંપની માટે કામ કરે છે એ સાચા અર્થમાં કદી પૂર્ણ જવાબદારી અનુભવતો નથી. ત્યારે બધું કામ એને એક બોજ સમાન લાગે છે. એમાં યા તો આત્મપ્રેરણા સદંતર નથી હોતી, યા બહુ ઓછી હોય છે. એ વારંવાર એની ઘડિયાળ ભણી જોતો રહે છે કે કયારે ઘેર જવાનો સમય થાય. એને માટે તો દર મહિનાની પહેલી તારીખ બહુ સુખદાયી હોય છે, કારણ કે એ પગારનો દિવસ હોય છે. માત્ર એ એક દિવસના સુખ માટે એ પોતાના ઓગણત્રીસ દિવસનો ભોગ આપે છે. પણ જો વ્યક્તિગત જવાબદારીની સૂઝ હોય તો માણસ ગમે તેવી પરિસ્થિતિમાંથી પાર ઊતરી શકે છે. વ્યક્તિગત જવાબદારી ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી શકે છે.
જ્યારે તમે એક જવાબદારી સાથે ઊભા રહો છો, ત્યારે તમે એક મજબૂત શક્તિ બની જાઓ છો. આવું ના કરો ત્યાં સુધી તમે તમારી જાત માટે પણ અને બીજાઓ માટે પણ એક બોજ સમાન છો. આપણે ઘણી વખત એમ માનતા હોઇએ છીએ કે આપણે એક બહુ મામૂલી કામમાં અટવાયેલા છીએ. આપણને એમ પણ તાજુબી થાય છે કે આપણે શું કરવા વધુ જવાબદારીભર્યું કામ ઉપાડવું જોઇએ, જ્યારે આપણા ઉપરી અધિકારીઓ તો ઉપાડતા જ નથી.
એ પણ તમને કહું કે જ્યારે કોઇ ઓફિસમાં એક દરવાન પણ એની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય, ત્યારે એ બીજાઓને પણ એ રીતે વર્તવા પ્રેરિત કરે છે. કોઇ પણ સંસ્થાના ઉપરી અધિકારીએ તો જવાબદાર રહેવું જ પડે છે અને એ માટે એને કોઇ વિશેષ ઉપાધિ નથી મળતી. પણ જ્યારે નીચલી કક્ષાનો કોઇ કર્મચારી આવી જવાબદારી અદા કરી બતાવે, ત્યારે એ ખરેખર એક પ્રેરક બળ બની રહે છે.
ઊંચી કક્ષાના અધિકારીઓ કરતાં નીચી કક્ષાના કર્મચારીઓ એમના જવાબદારીભર્યા વર્તનથી બીજાઓને પોતાની જવાબદારી અદા કરવાની પ્રેરણા આપે એ સંભાવના વધુ રહે છે. માટે કોઇ અધિકારી પોતાની જવાબદારી અદા કરે છે કે નહિ, એની રાહ જોવા રોકાઓ નહિ.
બીજું, એમ પણ ન માનો કે તમે નીચલી કક્ષામાં છો, એટલે તમારે જવાબદાર થવાની જરૂરત નથી.
ત્રીજું, જ્ઞાનાત્મક બદલાવ તમારામાં પણ પ્રસરવા દો.
ગૌતમ બુદ્ધના જીવનને લગતી એક સરસ કથા.
કહેવાય છે કે જ્યારે બુદ્ધ ભિક્ષા માંગવા જતા, ત્યારે એમનો પ્રભાવ રાજા જેવો પડતો અને રાજાઓ જે એમને ભિક્ષા આપતા હતા, એ ભિક્ષુક સમાન લાગતા હતા ! ભિક્ષુક જેવા લાગવું કે રાજા જેવા લાગવું એનો આધાર તમારી સમૃદ્ધિ કે દરજ્જા પર નથી. એ તો તમારી આંતરિક સ્થિતિ પર આધારિત હોય છે.
જ્યારે તમે સમસ્ત પ્રાણી જગતની જવાબદારી ધારણ કરો છો, ત્યારે તમે વિસ્તારિત થાઓ છો અને માર્ગદર્શક બનો છો. એક આગેવાન મોટા સિંહાસન પર બેસે, પણ જવાબદારી ધારણ નથી કરતો, પણ બીજાઓ પ્રતિ એમની જવાબદારી માટે આંગળી ચીંધામણ કરશે, તો એ વામણો દેખાશે. તમારી મનોસ્થિતિ તમને મોભો બક્ષે છે. પણ મોભો તમને ક્યારેય ઉચ્ચ માનસિકતા નથી આપી શકતો. નિત્યાનંદા (નિત્ય+આનંદ) નિત્યાનંદના મોભા કરતાં જુદી બાબત છે.
અહં વિ. જવાબદારી
જ્યારે જવાબદારી અનુભવ કરતા તમે અડીખમ ઊભા રહેશો, ત્યારે તમારી સમસ્યાઓ ઓગળી જશે. તમારી અંદર નવી બૌદ્ધિક ક્ષમતા જાગશે. એમ ન માનશો કે તમારામાં વિશેષ અહંભાવ જાગી રહ્યો છે.અહમ્ અને જવાબદારી એ જુદી વસ્તુઓ છે. જ્યારે તમે જવાબદારી અનુભવો છો, ત્યારે તમે નેતૃત્વ ધારણ કરો છો અને નહિ કે અહંકારી બનો છો. માત્ર જ્યારે તમે એમ માનો છો કે બીજા કરતાં તમે વધુ ઊંચી સિદ્ધિ મેળવી હોત, ત્યારે તમારો અહમ વ્યક્ત થાય છે. અને જ્યારે અહમ્ હોય, ત્યારે તમે જવાબદારી ઉપાડવાને લાયક નહિ હો.
વિશ્વાસ અને ધૈર્ય
હું લોકોને હંમેશાં કહું છું : ‘એમ ન માનશો કે તમારામાં ઊર્જાનો અમુક જથ્થો છે અને તમે એ પ્રમાણે કામ કરો છો. જી, ના. જે પ્રકારનું કાર્ય અને જવાબદારી તમે ઉપાડશો, તમારી શક્તિઓ પણ એ પ્રમાણે પ્રતિભાવ આપશે. જેટલી કઠિન જવાબદારી તમે લેશો એટલી વધારે ઊર્જા પ્રગટશે. જે પણ જવાબદારી તમે તમારા પર લેશો, અને તમે જોશો કે એ મુજબ તમારું આંતરિક મનોબળ પણ વિકસિત થશે અને શક્તિનો પ્રવાહ તમારી અંદરથી વહેશે.’
તમારી આસપાસ જે કંઈ ઘટે છે એ માટે જો તમે તમારી જાતને જવાબદાર ગણશો, તો તમે તત્કાળ નેતૃત્વ ધારણ કરી લેશો. તમારું જીવન પણ બદલાશે અને તમારી સાથે બીજાઓનું પણ. સજાગતાપૂર્વક વિકાસ સાધવાની રસ્તાઓમાંનો જવાબદારી અખત્યાર કરવી એ એક માર્ગ છે.
તમારે માત્ર બે વસ્તુઓ કરવાની જરૂર છે : એ શ્રધ્ધા રાખો કે જીવન સારું છે, અને એ સમજી લો કે જે પ્રમાણે તમે જવાબદારીઓ ઉપાડશો એ પ્રમાણે તમારો વિકાસ પણ થશે.
એક ત્રીજી વાત : જ્યારે વિકાસ થાય ત્યારે એને જાળવી રાખો અને પરિવર્તનની પ્રક્રિયા દરમ્યાન ધીરજ રાખો. પરિવર્તન દરમ્યાન ધૈર્ય જળવાય એને હું તપ અથવા તપસ્યા કહું છું. શીરડીના સાંઈબાબાએ આપેલ એક સુંદર સૂત્ર છે : ‘શ્રધ્ધા સબૂરી’ - વિશ્વાસ અને ધૈર્ય. બસ, આ જ જીવનનું સત્વ છે.
શા માટે આપણે જીવનમાં મોટી સિદ્ધિઓ નથી મેળવી શકતા ? કારણ કે આપણને વિશ્વાસ નથી રહેતો કે જીવન નવી ઊંચાઈઓ ભણી દોરી જાય છે. વિશ્વાસ
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
રાખો અને ધૈર્ય જાળવો. સીધું તથ્ય એ છે કે જયારે તમે વધુ જવાબદારી ઉપાડો છો, ત્યારે તમે વધુ વિકસિત થાઓ છો અને તમારા માધ્યમ દ્વારા વધુ ઊર્જા અભિવ્યક્તિ થાય છે.
જીવનમુક્તિની જવાબદારી
સમજી લો, પ્રબુદ્ધતા અસાધારણ જવાબદારી સાથે આવે છે. એક પ્રચંડ સંવેદનાત્મક દબાવ સાથે આવે છે. તમારું સમગ્ર અસ્તિત્વ તીવ્ર કરુણાથી સ્પંદિત થઇ ઊઠે છે. અતિગહન સંવેદના સાથે તમને એક પ્રસંગ કહું છું :
એક સવારે સ્વામી વિવેકાનંદ અચાનક જાગી ઊઠ્યા ને એમણે કહ્યું : ‘મારા જમણા હાથમાં સખત દુખાવો થાય છે.’ ત્યારે એ એક પલંગ પર સૂઈ રહ્યા હતા. એમણે કહ્યું, ‘મહાસાગરની આ બાજુએ કુદરતી આપદાનો માર કોઇ દેશ ઝેલી રહ્યો છે. એ શોધી કાઢો કે ક્યાં આપણી જરૂરત છે. અને આપણા સ્વામીઓને ત્યાં મોકલી આપો કે ત્યાં જઇને શીઘ્ર રાહત કાર્ય કરી શકે.’ બીજી સવારે એમને સંદેશ મળ્યો કે નજદીકના એક ટાપુ પર ભૂકંપ આવ્યો હતો. બધા સ્વામીઓ તરત રાહત કાર્ય માટે ત્યાં રવાના થઇ ગયા.
સ્વામીજી એટલા બધા સંવેદનશીલ હતા કે, કેટલાય માઇલો દૂર વસેલા લોકો જે પીડા અનુભવી રહ્યા હતા, એ પીડા સ્વામીજીએ પોતે અનુભવતી હતી.
પ્રબુદ્ધતાની પ્રાપ્તિ પછી પૂરું બ્રહ્માંડ તમે તમારી અંદર અનુભવતા થઇ જશો. એક ઘેરી કરુણા તમારી અંદર જાગશે, અલૌકિક જવાબદારી એ એક વિશિષ્ટ જાગૃતિ છે. પ્રબુદ્ધતાની સાથે સાથે જ. સમજી લો એ એક ઘણી મોટી જવાબદારી છે. એનો અર્થ અમાપ સ્વાતંત્ર્ય નથી. એ એક મહાન જવાબદારી પણ છે.
અવસ્થા, મોભાદાર પદવી નહિ
આપણામાંના મોટા ભાગના જવાબદારી અપનાવતા પહેલાં એક મોભાદાર પદવી મળે એની રાહ જુએ છે. એ સમજી લો કે એ પ્રમાણે કશું નથી થતું. જો તમે જવાબદારી ઉપાડો છો, તો મોભામય પ્રતિષ્ઠા આવશે. જે પદવીની રાહ જુએ છે, એ જવાબદારી નહિ સ્વીકારે, એમને મોભાદાર સ્થાન મળી જશે તો પણ, એ કોઇને કોઇ બહાનુ કે કારણ આગળ ધરતા રહેશે.
એ સમજી લો કે જવાબદારી એ એક વિશિષ્ટ જાગૃતિ છે.
ઘણા એમ પણ માને છે કે જો એ પ્રબુદ્ધતા પ્રાપ્ત કરી લે તો એમને સ્વર્ગનું સુવર્ણ સિંહાસન પ્રાપ્ત થઇ જશે. એ એમ માને છે કે કોઇ એમને ભાવતાં પકવાન અને રહેવા માટે સરસ આવાસ આપશે. એમને છે કે લોકો એમના ચિત્રની પૂજા કરશે. જે પ્રબુદ્ધ ગુરુઓ છે એમને તમે જુઓ, તો તમને સમજાશે કે તમે એક ભ્રામક સ્વપ્ન સેવી રહ્યા છો. પણ જો તમે પ્રબુદ્ધ ગુરુ જે સ્તર પર પહોંચ્યા છે એ સ્તર સિદ્ધ કરવા નિષ્કામ પ્રયાસ કરશો તો તમે સફળ થશો, સુખી થશો. આ જ ફર્ક છે સ્થિતિ અને પદવી વચ્ચે.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહીં
આપણે જ્યારે બીજા માટે જવાબદાર બનીએ છીએ, ત્યારે આપણે સ્વકેન્દ્રિત નથી રહી શકતા. આપણે અન્ય લોકોની સેવા કરવા તરફ વળીએ છીએ. અન્યોની સેવા કરવી એ જ નેતૃત્વ છે. આપણે બીજાની ફિકર કર્યા વગર આપણી જ જરૂરિયાતોને પંપાળીએ છીએ, એ નેતૃત્વનો અભાવ છે.
પૂર્વભૂમિકા
અત્યારે નેતૃત્વના વિષય પર અનેક પુસ્તકોની ઉપલબ્ધિ એ બતાવે છે કે એક સંગઠનને સફળ બનાવવામાં તેનો એક અગત્યનો હિસ્સો છે. કહેવાતા નેતૃત્વ ‘ગુરુઓ’ ઘણા છે, જે સંગઠનોમાં લોકોને નેતૃત્વ કેળવવાની તાલીમ આપે છે. છતાં પણ જ્યારે આપણે સંગઠનોનું અવલોક કરીએ છીએ, ભલે તે નફાલક્ષી અને ધંધાદારી હોય, સરકારી હોય અથવા સામાજિક સેવા આપતાં હોય, ત્યારે જોવા મળશે કે સાચા નેતા જૂજ હોય છે.
કોઈ પણ સંગઠનને જુઓ તો ખબર પડશે કે ૧% થી ઓછા સદસ્યો સંગઠનનાં કહેવાતા નેતા બનવા માટેનું વલણ ધરાવતા હોય છે. ધંધાદારી સંગઠનોને જોઈએ તો, એવું કહી શકાય કે કદાચ જ તેમાંના એક ટકા સંગઠનો તેમનાં ક્ષેત્રોમાં આગેવાન હોવાનો અને ઉમદા કામગીરી બજાવ્યાનો દાવો કરી શકશે, જેમકે નફો કરવો, જરૂરી વસ્તુઓ સમાજ સુધી પહોંચાડવી અને સમાજને સેવા આપવી, અને પોતાને ત્યાં કામ કરનારાઓને સંતોષ આપવો વગેરે.
એટલે એવું કહી શકાય, કે વાસ્તવમાં સાચા નેતા, જે ૧% સફળ ધંધાદારી સંગઠનો છે, તેમાંનો પણ ૧% છે. આનો અર્થ એવો થાય છે કે આવા સંગઠનોમાં કાર્યશીલ સમગ્ર વસ્તીમાંથી ફક્ત ૦.૦૧% લોકોમાં જ નેતૃત્વનાં ગુણો હોય છે! આવું જ બીજા ક્ષેત્રોનાં સંગઠનો માટે પણ કહી શકાય. હું આ અર્થમાં કહેવા માગું છું કે ખરા નેતૃત્વ કરનારા જુજ હોય છે.
હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવું કેમ છે? આના માટે આપણે સમજવું પડશે:
- નેતૃત્વ શું છે?
- શું નેતાઓ સર્જી શકાય કે તેઓ જન્મજાત નેતા હોવા જોઈએ?
- સફળ નેતા બનાવે તેવા મુખ્ય તત્ત્વો ક્યા છે?
- એવું કેમ હોય છે કે અમુક લોકો સ્વભાવથી જ સરળતાથી નેતૃત્વ કરી શકે છે, જ્યારે મોટા ભાગનાં બીજાઓને એ માટે ઝઝૂમવું પડે છે?
- નેતા બનવા માટેનો આપણો સ્વપ્રવાસ કેવી રીતે શરૂ કરી શકાય?
હવે આપણે આ પ્રત્યેક મુદ્દાને એક પછી એક સમજીએ.
નેતૃત્વ શું છે?
નેતૃત્વના આ વિષય પર મેનેજમેન્ટ ગુરુઓ, અધ્યાપકો અને સલાહકારોએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. મોટા ભાગનાઓએ એક સફળ આગેવાન કેવો હોવો જોઈએ, તેની વાત કરી છે. નેતૃત્વ, સંગઠિત કામગિરિ, વગેરે, ઉપર કંપની-આયોજિત અનેક કાર્યક્રમો છે.
કોર્પોરેટ જગતમાંથી આવતાં મારા અનુયાયીઓએ મને આ કાર્યક્રમો કેવી રીતે ચલાવવામાં આવે છે અને તેમનાં દ્વારા શું મેળવવાની આશા હોય છે, તેનું વર્ણન કરી બતાવ્યું છે. તેઓએ મને એ પણ કહ્યું છે, કે આ કાર્યક્રમો તેમને મદદરૂપ થયા છે પણ આ કાર્યક્રમોની અસર, કાર્યક્રમો પૂરા થયાના થોડા જ સમયમાં ક્ષીણ થઈ જાય છે.
મને શનિ-રવિ દરમ્યાન ચાલતાં બૂટ કેમ્પસના વિષયમાં કહેવામાં આવ્યું છે, જેમાં રોપ-ક્લાઈમ્બિંગ, રમત-ગમત તથા મિત્રતાના ભાવ દ્વારા ટીમ સ્પિરિટનું ઘડતર કરવામાં આવે છે. મારા અનુયાયીયો પાસેથી મેં જે સાંભળ્યું છે, તેનો સાર હું એવો કાઢું છું, કે આ બધાં કેળવણીનાં કાર્યક્રમો વ્યક્તિને બહારથી બદલી શકે છે, પરંતુ તેના આંતરિક માળખાને બહુ સુધારી શકતાં નથી, જેથી કરીને નેતૃત્વ વ્યક્તિની અંદરથી સ્ફૂરી શકે. નેતૃત્વ લક્ષણ નથી, પણ એક અનુભવ છે જે એવી વ્યક્તિમાંથી સ્ફૂરી શકે, જેણે પોતે ઉન્નતિ અને વ્યક્તિગત બદલાવનો અનુભવ કર્યો હોય.
હવે હું તમને એ સમજાવવા માગું છું, કે નેતૃત્વને પરંપરાગત રીતે કેવી રીતે વર્ણવામાં આવ્યું છે. ઈન્ટરનેટ ઉપર "લીડરશિપ" અને "લીડર" શબ્દોનાં અર્થ જોઈને અચંબો થાય એવું છે. હાલમાં જ જ્યારે મેં ગૂગલ પર "લીડરશિપ" શબ્દ ટાઈપ કર્યો, તો તેનાં ૧૫૬ પર્યાય હતા અને "લીડર" શબ્દના ૨૭૮ પર્યાય હતા !
માટે આ વિષયો ઉપર જે કંઈ પણ લખવા અથવા કહેવાની જરૂર છે, તે થઈ ચૂક્યું છે. માટે હું તો મુખ્યત્વે તમને અગ્રણી વ્યવસ્થાપક ગુરુઓ પાસેથી અમુક ઉદાહરણો અને નેતા વિષે તેમના ખ્યાલો રજુ કરવા માગું છું. વધુમાં હું તમને નેતા કેવી રીતે બનાય, તે માટેનાં સાધનો અને પદ્ધતિ શું છે, તેની સાચી સમજ આપવા માંગું છું. હું એ બતાવવા માગું છું, કે નેતા કેવી રીતે બનાય છે અને વ્યક્તિગત પરિવર્તનનાં પરિણામરૂપે વ્યક્તિની અંદરથી નેતૃત્વની સ્ફુરણા કેવી રીતે થાય છે.
સમજવાની જરૂર છે, કે પ્રત્યેક વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય જ છે. નેતૃત્વ ગુણ નથી અને હાલના સંદર્ભમાં તેને જે રીતે સમજવામાં આવે છે, તેવી રીતનું નેતૃત્વ અમુક જ લોકોમાં જન્મજાત રીતે હોય છે એવું નથી. કોઈ પણ વ્યક્તિ આગેવાન બની શકે છે અને આગેવાની લેવાનો ગુણ વ્યક્તિના કોઈપણ સંગઠન, પરિસ્થિતિ અથવા વર્તુળમાં જવાબદારી લેવાની ક્ષમતાથી પેદા થાય છે.
શું નેતાઓનું ‘સર્જન’ કરી શકાય ? કે જન્મજાત નેતા હોવું જરૂરી છે ?
નેતા કેવો હોવો જોઈએ, એના વિષયમાં ઘણા લોકોએ ઘણું બધું કહ્યું છે. પણ ત્યાં સુધી કેવી રીતે પહોંચાય તેના વિષયમાં બહુ ઓછું કહેવાયું છે. આનો અર્થ શું થાય છે?
શું નેતૃત્વ એવું લક્ષણ છે, જે જન્મજાત હોવું જોઈએ કે તેને કેળવી શકે? નેતૃત્વની આવડત વ્યક્તિ કેવી રીતે કેળવી શકાય? કોઈ વ્યક્તિ જે વ્યક્તિગત સંઘર્ષો અને મૂંઝવણોથી ઘેરાયેલી હોય, તે કોઈ સંગઠનનું નતૃત્વ ખરેખર સંભાળી શકે?
આ બધી વિગતોમાં જતાં પહેલાં હું એ કહેવા માગું છું, કે નેતૃત્વની આવડત અવશ્ય કેળવી શકાય છે. આ પ્રક્રિયા ચેતનાની એક અવસ્થા કેળવવાનો પ્રયાસ છે, નેતા બન્યા પછીનો હોદ્દો મેળવવાનો પ્રયાસ નથી.
તમે જ્યારે આ વાંચો ત્યારે એવું ના વિચારશો કે હું તમને એક આધ્યાત્મિક પ્રવાસ ઉપર લઈ જવાનો છું. હું જે પ્રક્રિયામાંથી તમને લઈ જવાનો છું, તે સમયની ધાર ઉપર પૂરવાર થયેલ વ્યક્તિગત પરિવર્તનનું વિજ્ઞાન છે. તે પૂર્વના આંતરિક વિજ્ઞાનનાં દસ હજાર વર્ષનાં સંશોધનો અને વિકાસનું ફળ છે. આવું કહેવાનો મારો મતલબ શું છે ?
પહેલાં સમજવું જોઈએ, કે પ્રત્યેક સંસ્કૃતિએ તેની શક્તિઓ અમુક ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી છે. પશ્ચિમનાં પ્રયાસો, ભૌતિક વિજ્ઞાન, સંશોધન, વસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓ અને વ્યક્તિગત જીવનની ગુણવત્તામાં સુધારા પર કેન્દ્રિત રહ્યાં. આ ભૌતિક વિજ્ઞાનીઓની અનેકવિધ વસ્તુઓ અને સેવાઓની શોધને લીધે સમગ્ર માનવજાતિને લાભ થયો છે અને તેનાંથી દુનિયાભરનાં લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.
ભૌતિક વિજ્ઞાનની જેમ આંતરિક દુનિયાનું પણ એક વિજ્ઞાન હોય છે, જે આપણાં સૌની અંદર રહેલું છે. આપણી જુદી-જુદી લાગણીઓ અને મનનાં સંતુલન માટે આપણી આંતરિક દુનિયાનાં વૈજ્ઞાનિકોએ, એટલે આપણાં ઋષિઓએ અનેક સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વિષે વિચાર્યું છે. છેલ્લાં દસ હજાર વર્ષોમાં આ આંતરિક દુનિયાનાં વૈજ્ઞાનિકોએ એવાં સાધનો અને પદ્ધતિઓનું સર્જન કર્યું છે, જે આપણને આપણી લાગણીઓનું સમતોલપણું જાળવવામાં અને લાગણીઓમાંથી પેદા થતાં તનાવ અને હતાશામાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. તેઓએ એવી પદ્ધતિઓનું સર્જન કર્યું છે જેનાં દ્વારા આપણે આપણી પોતાની સાથે આનંદથી રહી શકીએ. આ સાધનો અને પદ્ધતિઓને હું ધ્યાન માટેની પદ્ધતિઓ કહું છું.
એટલે નેતૃત્વ પરની મારી મોટા ભાગની ચર્ચાનું કેન્દ્ર હશે- માનવ લાગણીઓની સમજ, મન અને કેવી રીતે આપણે આંતરિક વૈજ્ઞાનિકોએ આપેલી સમજ દ્વારા એક સફળ અને પરિપૂર્ણ જીવન જીવી શકીએ.
મોટા ભાગનાં સંગઠનોમાં, જેઓ આગેવાન બન્યા છે, તેમણે આગેવાનનો હોદ્દો હાંસલ કર્યો છે. જરૂરી નથી કે તેઓએ નેતૃત્વની સ્થિતિ પ્રાપ્ત કરી હોય. આનો શો અર્થ થાય છે? આ સમજવા માટે, પહેલાં આપણે સફળ આગેવાન બનાવનારા મુખ્ય તત્ત્વોને સમજીએ.
સફળ નેતા બનાવનારા મુખ્ય ગુણો કયા છે ?
એક ટૂંકી વાર્તા:
એક સમયે બે રાષ્ટ્રો વચ્ચે મહાયુદ્ધ થયું. આ લડાઈ થોડા સમય સુધી ચાલતી રહી અને સૈનિકો લાંબી ચાલતી લડાઈથી કંટાળવા લાગ્યા.
એક દિવસ, બપોરની ગરમીમાં સાદા કપડાં પહેરેલ એક ઘોડેસવાર, મોટો ખાડો ખોદી રહેલા સૈનિકોના એક સમૂહ પાસેથી પસાર થયો. સમૂહનો આગેવાન મોટેથી હુકમો આપતો હતો. અને એક કલાકમાં કામ પૂરું ના થાય તો સજા આપવાની ધમકી ઉચ્ચારતો હતો.
ઘોડેસવારે થોભીને તેમને પૂછ્યું, “સાહેબ, તમે શા માટે ફક્ત હુકમો આપી રહ્યા છો? તમે પોતે શા માટે તેમને મદદ નથી કરતા?”
સમૂહના આગેવાને તેની સામે જોઈને જવાબ આપ્યો, “તમે શું કહેવા માગો છો? હું આગેવાન છું, આ માણસો હું કહું એ પ્રમાણે કરે છે.” ફરી ઉમેર્યું, “તમને એમની મદદ કરવાનું બહુ મન હોય તો તમે પોતે કરી શકો છો!”
ઘોડેસવાર નીચે ઉતરીને કામ કરતા સૈનિકો તરફ આગળ વધ્યો. સમૂહનો આગેવાન દંગ રહી ગયો! એ માણસે ઓજારો લઈને કામ પૂરું થવા સુધી સૈનિકો સાથે કામ કર્યું.
જતાં પહેલાં તેણે સૈનિકોને તેમનાં કામ માટે શાબાશી આપી અને તે સમૂહના આગેવાનને મળ્યો.
એણે કહ્યું, “હવે પછી તમારો હોદ્દો જો તમને તમારા માણસોનો સાથ આપતાં રોકતો હોય, તો તમારે તમારા ઉપરી વર્ગને જણાવવું જોઈએ, અને હું તેનું કાયમી નિરાકરણ લાવી આપીશ.”
સમૂહનો આગેવાન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તે જ વખતે એણે ઘોડેસવારને ધ્યાનથી જોયો ને તેને સમજાવ્યું કે એ સેનાનો સેનાપતિ હતો!
હવે આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે, કે સંગઠનના કહેવાતા કેટલાક આગેવાનોમાં આગેવાનના ગુણો હોય છે. તેઓ આગેવાનનો હોદ્દો પ્રાપ્ત કરી લે છે, પણ નેતૃત્વની અવસ્થા નહીં.
બહુ ઓછા લોકો હોય છે જે ખરેખર કામ કરવામાં મદદ કરતા હોય છે.
સેનાના સેનાપતિમાં અમુક મુખ્ય લક્ષણો હતાં જે સાચા નેતા માટે અગત્યના હોય છે.
- ઈમાનદારી અને જવાબદારી
- લોકો પ્રત્યે સાચી સહાનુભૂતિ
- આત્મવિશ્વાસ
- કાર્યકુશળતા અને વિશાળ વિચારસરણી
- વિગતોની ચોકસાઈ
- કાર્યકુશળતા અને અસરકારિતા
- વિશાળ વિચારસરણી અને કામગીરી
આવતા વિભાગોમાં હું આ લક્ષણોની ખૂબજ ઝીણાવટ ભરી છણાવટ કરીશ.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહીં
નેતૃત્વની સભાનતા
નેતૃત્વ-વ્યક્તિએ સભાનતાપૂર્વક કરેલી પસંદગીનું પરિણામ
હું “નેતૃત્વની સભાનતા” દ્વારા શું કહેવા માગું છું?
આપણામાંથી મોટા ભાગનાં લોકો નેતાનો હોદ્દો મેળવી લે છે, પણ નેતૃત્વની અવસ્થા નથી મેળવતા. આ અવસ્થા હોદ્દા કરતાં સાવ જુદી છે. હોદ્દો સમાજ તરફથી આપવામાં આવે છે. જ્યારે તમે લોકોના સમૂહની આગેવાની કરી રહ્યા હો, અથવા તમારા ઉપર કોઈ વિભાગની જવાબદારી લેવાનું દબાણ હોય અથવા તો તમે લાલચથી પ્રેરાઈને જવાબદારી લો, તો હોદ્દો મળે છે. પણ અવસ્થા એકદમ જુદી બાબત છે.
જ્યારે હું “અવસ્થા” શબ્દનો પ્રયોગ કરું છું, ત્યારે મારો સંકેત તમારી આંતરિક દુનિયા તરફ છે, અથવા તમે તમારા માથે લીધેલી જવાહદારી નિભાવવા જેટલા પરિપક્વ હોવા જોઈએ. જ્યારે અવસ્થા સુધી પહોંચ્યા વગર હોદ્દો મળી જાય છે, ત્યારે કોર્પોરેટર જગતમાં ઊભી થતી તમામ મુશ્કેલીઓની શરૂઆત થવા માંડે છે જેમ કે વ્યક્તિગત સ્તર પર તનાવ, પીઠ પાછળની નીંદા અને ટીમની અંદર કાવાદાવા જેવી બધી મુશ્કેલીઓની શરૂઆત થાય છે. આવું ત્યારે બને છે જ્યારે કોઈ વ્યક્તિ અવસ્થાને પામ્યા વગર ફક્ત હોદ્દો મેળવી લે છે.
અહિયાં હું તમારી સમક્ષ પૂર્વની મહાન પરંપરાઓના સત્યો વ્યક્ત કરવા માગું છું. નેતૃત્વની સભાનતા કેવી રીતે કેળવી શકાય, નેતૃત્વનો હોદ્દો જ નહીં, પણ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. જુઓ, હોદ્દો મેળવવો સહેલો છે અવસ્થા કંઈક એવી બાબત છે જેને આપણે ખરેખર પામવી પડે છે.
જે વ્યક્તિએ નેતૃત્વની અવસ્થા પ્રાપ્ત કરી જ લીધી છે, તેની પાછળ હોદ્દો તો આવી જ જાય છે. હોદ્દો મેળવતા સમય લાગે તો પણ તેને પડી નથી હોતી, તે રાજાની જેમ જ રહેતો હોય છે. તેનું જીવન બધી રીતે સંપૂર્ણ હશે. જે વ્યક્તિઓમાં નેતૃત્વની સભાનતા પ્રાપ્ત કરી હોય છે, તેઓ સંપૂર્ણતાની અમૂલ્ય અનુભૂતિ કરી શકે છે.
નેતાની અવસ્થા વિ. હોદ્દો
“નેતાની અવસ્થા” શબ્દ દ્વારા હું શું કહેવા માગું છું?
સાચો નેતા એ છે જે સભાનતાપૂર્વક જવાબદારી લેવા તૈયાર હોય છે, જે સભાનતાપૂર્વક જીવનનું સંચાલન કરવા તૈયાર હોય છે, અને જે હંમેશા ભૂતકાળ અથવા તેની સ્મૃતિઓ ઉપર નિર્ભર નથી હોતો. જો તમે નિર્ણયો લેવા માટે તમારી સ્મૃતિઓ અથવા ભૂતકાળ પર નિર્ભર છો, તો એક વાત જાણી લો, કે તમે આગેવાન નહીં બની શકો. તમે અનુયાયી બનશો.
જવાબદાર નેતા એવી વ્યક્તિ છે જેનામાં પરિસ્થિતિઓ પ્રત્યેના ત્વરિત અભિગમને દાખવવાની ક્ષમતા હોય છે, જેનામાં નવીનતા છે, જે પોતાની જાતને

સાચો નેતા એ છે જે
સભાનતાપૂર્વક, જવાબદારી
લેવા તૈયાર હોય છે, જે હંમેશા
ભૂતકાળ અથવા તેની સ્મૃતિઓ
ઉપર નિર્ભર નથી હોતો.
જીવંત રાખે
છે, અને જે
ભૂતકાળમાં
દબાઈ નથી
જતો.
મનની કામગીરીનું ચિત્રણ હું એક નાના ચિત્ર દ્વારા કરવા માગું છું. નેતૃત્વની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય છે, આપણાંમાં નેતૃત્વની સભાનતા કેવી રીતે જાગે છે. મન કેવી રીતે કામ કરે છે, તે આપણે સમજીએ – આપણે કેવી રીતે ડેટા (માહિતીઓ) મેળવીએ છીએ અને તેના દ્વારા નિર્ણયો લઈએ છીએ.
દાખલા તરીકે, તમે આંખોથી કંઈક જોઈ રહ્યાં છો. એ ખરું છે, કે આપણે પાંચે ઈન્દ્રિયો દ્વારા માહિતીઓ મેળવીએ છીએ, જેમકે – આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ અત્યાર પૂરતું આપણે આંખનું ઉદાહરણ લઈએ. આપણે આંખોથી જ્યારે જોઈએ છીએ, ત્યારે એની છાપની ફાઈલ તરત જ ચક્ષુ નામની જગ્યા સુધી પહોંચી જાય છે. એ (DSP) અથવા (Digital Signal Processer) જેવું કાર્ય છે. તમે આંખોથી જે કંઈ જુઓ છો, તેનું ડિજીટલ સિગ્નલ ફાઈલની જેમ એક બાયો સિગ્નલમાં રૂપાંતરિત થાય છે. આ ફાઈલ, સંસ્કૃતમાં જેને ‘ચિત્ત’ કહે છે, તેની તરફ આગળ વધે છે, જે કૉમ્પ્યૂટરની સ્મૃતિ જેવું છે. અહીંયાં ઓળખવાની પ્રક્રિયા શરૂ થાય છે. દાખલા તરીકે, અત્યારે તમે આ ચોપડી જોઈ રહ્યા છો- આની આખી ફાઈલ DSP ચક્ષુ સુધી પહોંચે છે, અને આ આખી ફાઈલ બાયો-સિગ્નલ ફાઈલમાં રૂપાંતરિત થાય છે, અને પછી તે ‘ચિત્ત’, સ્મૃતિ તરફ વધે છે.
સ્મૃતિ વિશ્લેષણ કરવા માંડે છે - ‘આ પત્થર નથી, આ ઝાડ નથી, આ પ્રાણી નથી...’ બાદબાકીની પ્રક્રિયા પછી ‘આ ચોપડી છે, તમે ઓળખવા માંડો છો, ‘આ ચોપડી છે,’ ‘એ આધ્યાત્મિકતા પરની ચોપડી છે,’ ‘તે એક પ્રબુદ્ધ વ્યક્તિએ લખી છે.’
ઓળખની પ્રક્રિયા પછી, ફાઈલ નિર્ણય લેવાની જગ્યા, એટલે કે ‘અહમ્’ તરફ વધે છે. ‘અહમ્’માં તમે વિચારવા માંડો છો, ‘હું કંઈ રીતે આ પરિસ્થિતિ સાથે સંકળાયેલો છું?’ આ પ્રકારની ચોપડીઓ સાથેનાં તમારા પહેલાના અનુભવો સારા હોય, તો તમે વાંચવાનું ચાલુ રાખવાનો નિર્ણય લો છો. આ પ્રકારની ચોપડીઓ સાથેના તમારા પાછલા અનુભવો સારા ના હોય, અથવા નકારાત્મક હોય, જેમકે તમને એવું લાગ્યું હોય, કે આ ચોપડી વાંચવાનો કોઈ અર્થ નથી, મને ગયે વખતે બહુ કંટાળો આવ્યો’તો મેં આ પ્રકારની ચોપડીઓ વાંચી છે, પણ કોઈ લાભ નથી થયો, તો તમે વાંચવાનું ચાલુ નહીં રાખો. ‘અહમ્’ પાછલા અનુભવોના આધાર પર નિર્ણય લે છે. તમારું મન આ રીતે કામ કરે છે.
હવે, અગત્યની વાત સમજવાની એ છે, કે નિર્ણય અભાનપણામાં લેવાય છે. જો આ પ્રક્રિયા સીધી અને સરળ હોત, તો તમને કોઈ મુશ્કેલી ના પડત અને તમારા જીવનમાં બધું સરળતાથી ચાલતું હોત. બધું જ સાફ અને સરળ હોત!
પણ આ પ્રક્રિયા હંમેશા સરળ નથી હોતી. ઘણીવાર અજ્ઞાત રીતે કાર્યો થવા માંડે છે. દાખલા તરીકે આ પ્રકારની ચોપડીમાંથી કંઈક વાંચીને તમને ઠેસ પહોંચી હોય, તો જ્યારે તમે આ ચોપડી જોશો, તો અજ્ઞાત રીતે, પહેલાંનીએ સ્મૃતિ જાગૃત થઈ જશે.
જેમકે તમે તમારા જીવનમાં અનુભવ કરો છો, કે તમને કોઈ એક જગ્યા પર, કોઈ પરિસ્થિતિથી અથવા કોઈ વ્યક્તિનાં કપડાંના રંગથી ઠેસ પહોંચી હોય, તો ફરી
વખત તમે જ્યારે એ જગ્યા પર, જાઓ છો, અથવા તમે બીજી કોઈ વ્યક્તિને એજ રંગના કપડાં પહેરેલાં જુઓ છો, ત્યારે તમે એવી જ હતાશા અનુભવો છો, જ્યારે તાર્કિક રીતે તમને ખબર હોય છે કે એ જગ્યા અથવા એ વ્યક્તિને તમારા પાછલા અનુભવો સાથે કંઈજ લેવાદેવા નથી. તમારા મનમાં ફરીથી એજ સ્મૃતિ હશે. તમને ફરીથી એજ અનુભવ થશે. આને હું 'સંસ્કાર' અથવા 'દૃઢ થઈ ગયેલી સ્મૃતિઓ' કહું છું.
ચિત્ત – સ્મૃતિ
ચક્ષુ – જોવાની ક્ષમતા પાછળની શક્તિ
મનસ – મન
આ દૃઢ થઈ ગયેલી સ્મૃતિઓ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને વિચલિત કરે છે અથવા તેમાં ખલેલ પેદા કરે છે. તમે જોશો, કે આ મનના નકશાની આખી પ્રક્રિયા જેનું મેં હમણાં જ વર્ણન કર્યું છે, જો સભાનતાપૂર્વક થાય, તો એ એક સરળ અને તાર્કિક પ્રક્રિયા છે. પણ ઘણીવાર અજ્ઞાત મનના કારણે આ પ્રક્રિયા સરળ નથી હોતી. જેમકે મેં પહેલાં વર્ણન કર્યું છે, એમ આપણા મનમાં, કોઈ વ્યક્તિ અથવા જગ્યા સાથેના અનુભવનો પૂર્વગ્રહ હોય છે. આ ભૂમિ પર કાવાદાવા થાય છે! આ ભૂમિ પર બધું અતાર્કિક રીતે ચાલે છે. આ જગ્યા પર ભૂતકાળની સ્મૃતિઓ ઘર કરીને બેઠી હોય છે અને તમને ખબર પણ નથી હોતી કે તમે શું નિર્ણય લઈ રહ્યા છો!
અજ્ઞાત મનની સમજ આપતો હું તમને એક વધુ દાખલો આપું છું. તાર્કિક રીતે અથવા સભાનતાથી આપણે અવલોકન કરીએ તો આપણને સૌને ખબર છે, કે સિગરેટ પીવાની આદત તબિયત માટે હાનિકારક છે આંખોથી મન સુધીની પ્રક્રિયા દ્વારા આપણને સાફ ખબર પડે છે, કે સિગરેટ પીવાની આદત તબિયત માટે હાનિકારક છે. તમારો તર્ક તમને સિગરેટ પીવાની ના પાડે છે, છતાં પણ, તમારા તર્ક અને સભાનતાની ઉપરવટ જઈને તમે અચાનક સિગરેટ પીવાનો નિર્ણય લો છો. આ તમારા અજ્ઞાત મનની ક્રિયા છે.
સિગરેટ પીવાની આદત હાનિકારક છે, એવી સભાનતા હોવા છતાં, જ્યારે ડેટા અહમ્ તરફ જાય છે, ત્યારે તમે સિગરેટ પીવાનો નિર્ણય લો છો. બની શકે કે ભૂતકાળની તમારી કોઈ સ્મૃતિ અથવા અનુભવ હોય, જેમાં તમને સિગરેટ પીવાથી આરામનો અનુભવ થયો હોય. અથવા એવું બની શકે, કે તમારી જુવાનીમાં જ્યારે તમે સિગરેટ પીતા હતા, ત્યારે તમને હીરો જેવી અનુભૂતિ થતી હતી, તો આ બધી છાપ આ આદત સાથે જોડાયેલી છે, અને એટલે જ સિગરેટ પીવાનું હાનિકારક છે, એની જાણ હોવા છતાં તમે તરત જ સિગરેટ પીવાનો નિર્ણય લઈ લો છો.
આવી જ રીતે જીવનમાં ઘણીવાર આપણે ખરું શું છે એ જાણતા હોઈએ છીએ, છતાંય આપણા જીવનના પાછલા અનુભવોની છાપને લીધે, આપણે અજ્ઞાત રીતે નિર્ણય લઈ લઈએ છીએ. આપણું જીવન અજ્ઞાત મનની છાપના તાબામાં હોય છે, આપણા પોતાના તાબામાં નહીં. તમને એવું લાગતું હોય છે, કે નિર્ણય તમે લઈ રહ્યાં છો, પણ તમારા નિર્ણયો તમારા અજ્ઞાત મનની છાપ લઈ રહી હોય છે.
આ સંસ્કાર અથવા છાપ આપણી વર્તણૂંકનું મૂળભૂત કારણ હોય છે. આજ કારણે આપણે અમુક લોકો સાથે અમુક રીતે વર્તીએ છીએ. આ બધી છાપો આપણી નિર્ણય શક્તિને અવરોધે છે. તેમની અસર, આપણે સંગઠનમાં આપણાં કાર્યો કેવી રીતે સિદ્ધ કરીએ છીએ, તેના ઉપર પડે છે. આ બધી છાપો આપણી ઉત્પાદકતા, લોકો સાથેના અરસ-પરસનાં સંબંધોની આવડત, ટીમવર્ક, નિર્ણય શક્તિ અને આપણા બધાજ અભિગમો અને વર્તણૂકને તાબામાં રાખે છે. પણ આ બધી છાપોને ક્યારેય સમજવામાં નથી આવતી, અને વધુ અગત્યની વાત એ છે, કે કૉરપોરેટ ક્ષેત્રમાં કેળવણી અને નેતૃત્વના વિકાસના ક્ષેત્રમાં તેમનું કોઈ મહત્ત્વ નથી.
પૂર્વના યોગીઓ અને ભીતરી ‘સ્વ’ના વૈજ્ઞાનિકોએ આ દ્રઢ થઈ ગયેલી છાપોને ભૂંસી નાખવા માટેનાં સાધનો અને ધ્યાન-પદ્ધતિઓ વિકસાવવામાં હજારો વરસો ખર્ચી કાઢ્યાં છે. આ સંસ્કારોને ધ્યાન-પદ્ધતિઓથી અસરકારક રીતે ભૂંસી શકાય છે.
હાલમાં જ મેં મારા એક અનુયાયીના ઘરના આગળના ખંડમાં રહેલી એક સુંદર વાત વાંચી ‘હું આ ઘરનો માલિક છું. આ કહેવા માટે મારી પાસે મારી પત્નીની પરવાનગી છે!’
એવી જ રીતે તમે માની શકો, કે બધું તમારા તાબામાં છે, પણ તમારા અજ્ઞાત મનની છાપ તમને દોરતી હોય છે! જ્યાં સુધી તમે આ અજ્ઞાત સંસ્કારોના તાબામાં હો, ત્યાં સુધી તમે નેતૃત્વની અવસ્થા ક્યારેય ના પામી શકો. ઘણી તકલીફો અને કશ્મકશ ભોગવ્યા પછી તમે કદાચ નેતાનો હોદ્દો મેળવી શકો.
બહુ જ સાફ વાત છે, કે તમે જો બહુ તકલીફો ઉઠાવીને અને કશ્મકશ સાથે નેતાની ખુરશીમાં બેસશો, તો બની શકે કે તમે તમારા હાથ નીચેના માણસો માટે પણ એવી જ પીડા અને કશ્મકશ ઊભી કરશો!
વારે-વારે તમારું મન કહેશે, ‘જ્યારે મેં આટલી બધી પીડા અને કશ્મકશ ભોગવી છે, તો આ લોકો કેમ ના ભોગવે! તમે તમારી જૂની માનસિક અવસ્થાનું બીજાઓ ઉપર નિરૂપણ કરશો. સંગઠનોમાં આવું તત્ત્વ ઘણી જ હતાશા ફેલાવનારું બની શકે છે.
ઉત્પાદકતા
વ્યાખ્યાઓ અને સમજ
એક ટૂંકી વાર્તા:
એક વખત એક શેઠ પોતાનાં કર્મચારીને પૂછે
છે, “આટલું સરળ કામ પતાવતાં તમને કેમ છ
મહિના લાગ્યા ?
કર્મચારીએ જવાબ આપ્યો, “તમારી મૂંઝવણભરી સૂચનાઓ, સતત સૂચવાતાં બદલાવો અને કામ કરવાના ટૂંકા દિવસોને લીધે!”
શેઠ જવાબ આપે છે, “તમે કંઈક આળસુ તો નથી બની ગયાને એ ચકાસવા માંગતો હતો!”
સંગઠનોમાં ઉત્પાદકતાના વિષયમાં ઘણુંબધું લખાયું છે અને કહેવાયું છે. સંગઠનોમાં છેલ્લા બે થી ત્રણ દાયકાઓથી ઉત્પાદકતાનો મંત્ર જપાતો થઈ ગયો છે. કોમ્પ્યુટર અને નવી સંપર્ક પદ્ધતિઓને લીધે, જેમકે ઈન્ટરનેટ અને સેલ-ફોન, જેણે દુનિયાનો વિસ્તાર સંકુચિત બનાવ્યો છે. કંપનીઓની ઉત્પાદકતામાં જે વધારો થયો છે, તે ઘણી મોટી કીંમત ચુકવીને થયું છે. તે મેળવવા માટે કંપનીઓના કર્મચારીઓનાં સ્વાસ્થ્ય (શારિરિક અને માનસિક) નો ભોગ લેવાયો છે. હવે આપણે એ સમજવાની શરૂઆત કરીએ કે ઉત્પાદકતા શું છે અને તનાવ જેવી આડસરો વગર તેને કેવી રીતે વધારી શકાય.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહીં
ઉત્પાદકતાનું સરળ માપ છે. ઉત્પાદકતા = આઉટપુટ/ ઈનપુટ
આઉટપુટનું માપ, એક વ્યક્તિ અથવા ટીમ દ્વારા કરેલા કાર્યોની સંખ્યા અથવા ઉત્પાદન કરતી કંપનીના સંદર્ભમાં રેવેન્યુ હોઈ શકે. ઈનપુટનું માપ, એક પ્રોજેક્ટ પર કામ કર્યાના કલાક, ઉત્પાદન ખર્ચ, વગેરે હોઈ શકે.
પૂર્વના ગૂઢવાદની દ્રષ્ટિએ, ઉત્પાદકતા પર
અંકિત થયેલી સ્મૃતિઓની અસર
મનુષ્યની ઉત્પાદકતા વધારવા દુનિયાભરની કંપનીઓ અબજો ડોલરો ખર્ચે છે. આમાના મોટા ભાગના પ્રયત્નો સંગઠનના કોઈ ખાસ ક્ષેત્રમાં કામ આવતી કેળવણી પર, અથવા ટેક્નોલોજીનો ઉપયોગ વધુ સારો બને, જેમકે કોમ્પ્યુટર, ઈંટરનેટ અથવા મીડીયા અને સંપર્કનાં સાધનો પર કેન્દ્રિત હોય છે. અમુક કંપનીઓ, જેમને ‘સૉફ્ટર સ્કિલ્સ’ કહેવાય છે, તેમને વિકસાવવામાં નિવેશ કરે છે, જેમકે અરસ-પરસનાં સંપર્કની આવડત, ટીમ બનાવવાની આવડત, વગેરે. પણ આમાંની મોટા ભાગની કેળવણી ફક્ત બહારનાં ક્ષેત્રે કામ કરે છે, એટલે કે, એ આપણાં જાગૃત મનને આવરી લે છે – જેમ કે કાર્યો, વર્તણૂંક અને દૃષ્ટિબિંદુઓ પણ આપણી ૯૦% થી વધારે લાગણીઓ અને વર્તણૂંકો જાગૃત મનની-નીચે ઘણાં ઊંડાણમાં રહેલી હોય છે. મનોવિશ્લેષક, સિગમંડ ફ્રોઈડ આને અજાગૃત મન કહે છે.
મનને જોતાં, દેખાય છે, કે તેમાં જાગૃત રીતે ભેગા થયેલા વિચારો અને ખ્યાલો છે. પણ મનનાં ઊંડાણમાં સ્મૃતિઓ અને ભરી રાખેલું જ્ઞાન હોય છે, જેનો ઉપયોગ આપણે મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા માટે કરીએ છીએ. પછી આપણાં અજાગૃત મનમાં જડાયેલી લાગણીઓ અને અનુભવોની એક શ્રેણી હોય છે. આ આપણા સંસ્કારો અથવા દૃઢ થઈ ગયેલી સ્મૃતિઓનું રહેઠાણ છે.
મોટા ભાગના કોર્પોરેટ કેળવણીના કાર્યક્રમો જ્ઞાત મન પર કેન્દ્રિત રહીને, ખાસ કામગિરી મોટું જ્ઞાન પ્રદાન કરે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે લાગણીઓના જ્વાળામુખી ઉપર બેઠેલાં છીએ, જે ગમે તે વખતે ફાટી શકે છે! આ છૂપી લાગણીઓને લીધે અમુક સમયે આપણે બિનકાર્યકુશળ અને અતાર્કિક રીતે પણ વર્તીએ છીએ!
એટલે સંસ્કારી અથવા દૃઢ થઈ ગયેલી સ્મૃતિઓ નિર્ણય લેવાની પ્રક્રિયાને અવરોધે છે. આને મનની બિનકાર્યકુશળતા કહી શકાય! દૃઢ થયેલી સ્મૃતિઓ જેટલી વધારે હશે, એટલી જ આપણી વિચારવાની પ્રક્રિયા વધારે ધુંધળી હશે અને ઉત્પાદકતા પણ નીચા સ્તરે હશે. બીજી રીતે કહીએ તો એક ખાસ આઉટપુટ મેળવવા માટે, જેટલા વધારે સંસ્કારો એટલો જ વધુ સમય અથવા વધુ માણસો અથવા વધુ ખર્ચની જરૂર પડે છે. તેનું પરિણામ છે, ઓછી ફળદ્રુપતા.
ફ્રોઈડની દ્રષ્ટિએ અજ્ઞાત મન
મોટા ભાગના વાચકો, જેમણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે, તેઓ ફ્રોઈડના મન વિષયનાં અવલોકનને જાણે છે. વિવિધ સંગઠનોમાં પરંપરાગત કેળવણી અને વિકાસની પદ્ધતિઓ ફક્ત જાગૃત મન પર કેન્દ્રિત રહે છે, જે ફક્ત આપણી શક્તિઓના દસ ટકા છે. સંસ્કારો સુધી પહોંચવામાં આવે પછી જ બાકીની નેવું ટકા શક્તિઓ બહાર આવે છે. આ વિશાળ શક્તિઓનો અનુભવ ધ્યાન-પદ્ધતિઓ દ્વારા થઈ શકે છે.
મેં હમણાં જ જેનું વર્ણન કર્યું છે, એનું ઉદાહરણ આપવા માટે મારી ઇચ્છા છે, કે તમારા સમયમાંથી પંદર મિનીટ એક સરળ કસરત માટે આપો. એક સફેદ કાગળ લો અને મનમાં જે આવે તે લખો. તમારા મનમાં આવતા વિચારોમાં બાદ-બાકી ના કરશો, સુધારા-વધારા ના કરશો, અથવા તેના પર કોઈ નિર્ણય પસાર ના કરશો. એવી રીતે વર્તો કે તમારી સાથે એક વિચાર-રેકોર્ડર, (જેવું કે અવાજ-રેકોર્ડર) જોડાયેલું છે, અને તમારા મનમાં જે કંઈ આવે છે, તેને તમે નોંધી રહ્યા છો. પંદર મિનીટ પછી, કલમ બાજુ પર મૂકીને તમારું લખેલું વાંચો.
તમારાં મનમાં જે કંઈ આવ્યું એને તમે ઈમાનદારીથી નોંધ્યું હશે, તો સમજાશે કે તમારા મનમાં કેવા છૂટા છવાયા, સંબંધ વગરનાં અતાર્કિક વિચારો પસાર થાય છે. આ વિચારો મશીનમાં થતાં ઘર્ષણ જેવાં છે. એ મશીનને ખૂબજ બિનકાર્યકુશળ અને બિનઉત્પાદક બનાવે છે. નીચી ઉત્પાદકતાનું આ મૂળભૂત કારણ છે.
મારા અનેક અનુયાયીઓ, જે આ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને જેમણે સભાનતાપૂર્વક પોતના સંસ્કારોને દૂર કર્યા છે, તેઓ હંમેશા મારી પાસે આવીને મને કહે છે, કે તેમનાં વ્યસ્ત જીવનમાં પણ હવે તેમની પાસે ઘણો સમય હોય છે, કારણ કે હવે અનિર્ણાયિક મન અથવા અતાર્કિક વિચારો તેમને સતાવતા નથી.
મારા મત પ્રમાણે સંસ્કારોમાંથી ઉદ્ભવતા છૂટા છવાયા વિચારોને દૂર કરવાનું સાધન છે ધ્યાન. સંસ્કારોમાંથી ઉદ્ભવતા છૂટાછવાયા વિચારોને દૂર કરવાના સાધનને હું ધ્યાન કહું છું. એકવાર આ વિચારો દૂર થયા પછી એવું લાગે છે, જાણે મશીનમાંનું ઘર્ષણ ઓછું થઈ ગયું હોય અને મશીન વધારે કાર્યકુશળતા અને ઉત્પાદકતાથી કામ કરી રહ્યું હોય.
પ્રત્યેક જાતિના, રાષ્ટ્રના સામાજિક અને આર્થિક માળખાઓમાંથી આવતા હજારો લોકો, અમારા આ ધ્યાન-કાયક્રમો દ્વારા દૂર થતાં સંસ્કારોની પ્રક્રિયામાંથી પસાર થયાં છે. હજારો લોકો મને આવીને કહે છે, કે ઉત્પાદકતામાં સુધારા ઉપરાંત, તેઓ અસર-પરસનાં સંબંધો વધુ સારી રીતે જાળવી શકે છે, તેઓને ઓછા તણાવનો અનુભવ થાય છે, અને તેઓ તેમના અંગત અને બાહ્ય જીવનમાં વધુ સર્જનાત્મક બની શકે છે. મારે આ વિષય પર આગળ પડતા કૉરપોરેટ, લીડરો અને નોબેલ ઈનામ-વિજેતાઓ સાથે રસપ્રદ વાતચીત થઈ છે, જેમાં સંસ્કારોના દૂર થવાના પરિણામે તેમણે સુધરેલી સર્જનશક્તિ અને આંતરિક શક્તિનાં અદ્ભુત પુરાવાઓની મારી સાથે વાત કરી છે.
એટલે હવે આપણે ઉત્પાદકતાનું વર્ણન કરતા સમીકરણનું વિસ્તરણ કરી શકીએ છીએ.
ઉત્પાદકતા = આઉટપુટ / ઈનપુટ ઈનપુટ = (બુદ્ધિ + ટેકનિકલ કુશળતા + સંસ્કારો) જેમકે તમે જાણો છો, કે આપણે આપણા મન સાથે દિવસના ૨૪ કલાક અને વર્ષનાં ૩૬૫ દિવસ રહીએ છીએ. મોટા ભાગના લોકો માટે મન સતત દોડતું, વિશ્લેષણ કરતું, લોકો પર નિર્ણયો પસાર કરતું અનેક લાગણીઓ ધરાવતું અને પરિસ્થિતિઓ પ્રત્યે અભિગમ દર્શાવતું હોય છે, જે બધું આપણી સમક્ષ 'ભણકારા' મારી રહેલા સંસ્કારો ઉપર આધારિત હોય છે.
તમે જોશો કે આ સંસ્કારોના ભાર વગર, તમારા ભણતર, કેળવણી અથવા જીવનના અનુભવો દ્વારા વિકસાવેલી તમારી કુદરતી વિચાર શક્તિ અને કુશળતા તમારા મનને લીધે અથડાયા કરવાને બદલે સીધી જ પેદાશ આપશે તમે જોશો કે ઉત્પાદકતા એકદમ જ ઊંચે જશે.
આ એવું ક્ષેત્ર છે જેના ઉપર કંપનીઓએ અને સંગઠનોએ મોટા ભાગે ધ્યાન નથી આપ્યું. પણ પૂર્વના ગૂઢવાદીઓએ મનમાંથી સંસ્કારોને સાફ કરવાનાં સરળ સાધનો અને પદ્ધતિઓ વિકસાવી છે.
ક્યારેક લોકો મને પૂછે છે, “જો આપણે સંસ્કારોથી મુક્ત થઈ જઈશું, તો આપણે વિચારવાનું બંધ કરી દઈશું? આપણે આળસું અને નિરૂત્સાહી બની જઈશું? “હું તમને કહું છું, કે ખરેખર તો આનાથી ઉલટું બનશે. મેં તમને કાગળ ઉપર પંદર મિનીટ માટે તમારા વિચારો નોંધવાનો પ્રયોગ કહ્યો હતો, તેને કરી, જુઓ. જો મન સંસ્કારોની અસરથી મુક્ત હશે, તો તમે બુદ્ધિમત્તામાં મોટો ઉછાળો આવેલો જોશો અને તમે સર્જનાત્મક હશો અને બુદ્ધિમત્તાનું એક આખું નવું ક્ષેત્ર ઊભરશે. તમે જોશો કે, તમે એકાએક જ આંતરિક શક્તિ અને સર્જનાત્મકતાને વિકસાવી શકો છો, જે તમારા અસ્તિત્વમાંથી ઉદ્ભવે છે.
એ સમજો, કે તમે જેમાં પ્રવેશી રહ્યા છો એ કોઈ ગૂઢ ક્ષેત્ર નથી. એ સાફ વાત છે, કે અંતઃસ્ફુરણાની શક્તિ આપણા સૌમાં રહેલી છે. સંસ્કારોની અસર નીચે તે ધૂંધળી બની ગઈ છે. હવે મને વર્ણન કરવા દો, કે માનસિક-શારિરીક વ્યવસ્થા, જે સંસ્કારોથી મુક્ત છે, તે કેવી રીતે આંતરિક શક્તિ અને સર્જનાત્મકતાને સુધારી શકે.
આંતર-સ્ફુરણા અને સર્જનાત્મકતા પર સંસ્કારોનો પ્રભાવ
આંતર-સ્ફુરણા એક અદ્ભુત વિષય છે. જો આધુનિક યુગના મુખ્ય કાર્યકારી અધિકારીઓને એ પૂછવામાં આવે કે તેમણે તેમના જીવનના મુખ્ય નિર્ણયો કેવી રીતે લીધા હતા અને તેમના જીવનની દિશા
મારાં મત પ્રમાણે સંસ્કારોમાંથી ઉદ્ભવતા છૂટા છવાયા વિચારોને દૂર કરવાનું સાધન છે ધ્યાન.
બદલનારું કારણ શું છે, તો વારે-વારે તેમનો જવાબ આપણને ચકિત કરી દેતો હોય છે. વારેવારે તેઓ આપણને કહેતા હોય છે, કે તેમની સફળતાનું કારણ અને જેણે તેમને નિર્ણયો લેવાની શક્તિ અને હિંમત આપી એ બુદ્ધિથી પર છે. આ ફક્ત મુખ્યકાર્યકારી અધિકારીઓની વાત નથી, વૈજ્ઞાનિકો સાથે પણ આવું જ બનતું હોય છે.
લેસર અને મેસરનાં ક્ષેત્રમાં નોબેલ ઇનામ વિજેતા, ડૉ.ચાર્લ્સ ટાઉન્સ સાથે થોડા દિવસ પહેલાં મને જમવાનો મોકો મળ્યો હતો. મેં તેમને પૂછ્યું હતું, “સર, તમારા આવિષ્કારનું કાર્ય કેવી રીતે થયું હતું?” તેમણે ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યો, હું વૉશિંગ્ટન ડી.સી.ના એક ઉદ્યાનમાં આમ જ બેઠો હતો અને અચાનક કંઈક બન્યું. મારી અંદર તારણ હતું. એકદમ જ તારણનો મને સાક્ષાત્કાર થયો, મેં મારો અનુભવ નોંધી લીધો. હવે મારી સામે એક મોટી મુશ્કેલી હતી. મારી પાસે તારણ હતું પણ તે પહેલાંનું માળખું નહોતું. હું કોઈ સમક્ષ એને પ્રસ્તુત નહોતો કરી શકતો, કારણ કે મને ફક્ત તારણની ખબર હતી. ત્યાં સુધી પહોંચવાના પગથિયાંની જાણ નહોતી’'
આવું ફક્ત ચાર્લ્સ ટાઉન્સ સાથે જ નહોતું બન્યું, તે આલબર્ટ આઇનસ્ટાઇન સાથે પણ બન્યું હતું. તે કહે છે “મારી સાથે જે કંઈ પણ નવી ઘટના ઘટતી હતી, તે આંતર-સ્ફુરણા દ્વારા આવતી હતી, બુદ્ધિ દ્વારા નહીં’’ એમણે બહુ સુંદર રીતે એનો સારાંશ આપતા કહ્યું “આંતરમન એક દિવ્ય ભેટ છે, તાર્કિક મન એક વફાદાર નોકર છે. આપણે એવો સમાજ બનાવ્યો છે, જે નોકરને માન આપે છે અને ભેટને ભૂલી ગયો છે.’’
આપણે માનીએ કે ના માનીએ, સ્વીકારીએ, સ્ફુરણાનું અસ્તિત્વ છે જ. હા, આઇનસ્ટાઇન પણ એને ભેટ કહે છે, કારણ કે આપણે જાણતા નથી કે, એ કયારે આવશે, અને એ આવશે કે નહીં આવે.
પણ યોગીઓ અને ગૂઢવાદીઓ અવારનવાર કહે છે, કે તેના માટે તમે પ્રયત્ન કરી શકો અને એના વિષયમાં નિશ્ચિત પણ બની શકો છો. આંતરચેતના ભેટ છે એવું તમારે વિચારવાની જરૂર નથી. તમે તેના માટે પ્રયત્ન કરી શકો છો. તે તમારા જીવનનો એક ભાગ બની શકે છે. જે પણ નવી ઘટનાઓ ઘટી છે, તે આંતરપ્રેરણા દ્વારા જ ઘટી છે, એટલે કે, જ્યારે બુદ્ધિથી પર હોય એવું કંઈક બન્યું છે, જેના લીધે તમારું સમગ્ર અસ્તિત્વ એકસૂત્રિ બની ગયું હોય.
તમે જ્યારે તમારા શિખર ઉપર હો છો, ત્યારે કંઈક ખુલે છે, જે બુદ્ધિથી પર હોય છે. તમે તેને સાક્ષાત્કાર અથવા આંતરપ્રેરણા કહી શકો. ગૂઢવાર્દિઓએ વારે વારે કહ્યું છે કે આ એક વિજ્ઞાન છે. આ આંતર પ્રેરણા અથવા શક્તિ, જે સતત તમારી અંદરથી મેળવી શકાય છે, તેની સાથે જો તમે તાલમેળ સાધી શકો, તો તમે તેને તમારા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઇ શકો છો. ગૂઢવાર્દિઓ વારે વારે કહે છે કે આ એક ઘટના છે જેને તમે અસ્તિત્વમાં લાવી શકો છો. આને કેવી રીતે સાકાર બનાવવી તેની તમને ખબર હોય છે. આપણે જોઇશું, કે તમારી અંદરની એ શક્તિને તમે કેવી રીતે જાગૃત કરી શકો. આપણે જોઇશું કે આંતરિક કુશળતાને, મનનાં કાર્યો, જેની મેં પહેલાં વાત કરી છે, તેની સાથે કેવી રીતે જોડી શકાય.
આંતર-પ્રેરણાના વિષયે વધુ વિગતવાર વાત કરતાં પહેલાં, આપણે તેના વિષયમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરીએ, જેમકે આંતર-પ્રેરણા, ‘સદ્ભાગ્યે આવતો અણસાર’ ક્યારેક જ જોવા મળતો ગુણ છે. હું તમને એ સમજાવવા માગું છું કે અંતઃસ્ફુરણા એક નિપુણતા છે, જેને વિકસાવી શકાય છે. એ તમારામાંથી જ આવે છે, બીજા કોઇનામાંથી નહીં ! આપણે આપણા ‘સ્વ’ના એ વિસ્તારનો, એ હિસ્સાનો, એ પરિમાણનો અનુભવ કર્યો નથી એટલે એને ભૂલી ગયા છીએ.
એક ધ્યાનકાર્યક્રમમાં કોઇકે મને પૂછ્યું હતું, ‘હું કોઇને યાદ કરું છું અને બીજી જ ઘડીએ ફોનની ઘંટડી વાગે છે, અને એ જ વ્યક્તિનો ફોન હોય છે. કોઇ પાર્ટીમાં હું કોઇને યાદ કરું છું અને બીજી ઘડીએ હું એને જોઉં છું. ધ્યાનકાર્યક્રમમાં આવેલા લોકોને મેં પૂછ્યું કે તેમના જીવન દરમ્યાન એકાદવાર પણ તેમણે આવી ઘટનાનો અનુભવ કર્યો છે કે નહીં. સિત્તેર ટકાથી વધુ લોકોએ કહ્યું કે આવું બન્યું હતું! જો આવું એક વ્યક્તિના જીવનમાં એકાદવાર બને તો એને યોગાનુયોગ કહી શકાય, પણ જો એ સિત્તેર ટકા લોકો સાથે બને તો યોગાનુયોગ ના કહી શકાય! આ ઘટનામાં કંઈક વધારે છે. તેની પાછળ કોઈ તર્ક છે.
બની શકે કે આપણે તેને તાર્કિક રીતે ના જાણી શકીએ, પણ આપણે તેને નકારી ના શકીએ. જ્યારે તમને તર્ક ખબર હોય, ત્યારે તમે તેને ઘટના કહો છો. જ્યારે તમને તર્ક ખબર નથી હોતી ત્યારે તેને યોગાનુયોગ કહો છો. પૃથ્વી ઉપર કંઈ પણ કારણ વગર બનતું નથી. તેમાં હંમેશા કાર્ય અને કારણ હોય છે, જ્યારે તમને કારણ અને અસરના મૂળની ખબર હોય છે ત્યારે તમે તેને ઘટના કહો છો, જ્યારે તેની ખબર નથી હોતી, ત્યારે તમે તેને યોગાનુયોગ કહો છો.
આંતરપ્રેરણાની પ્રક્રિયા સમજવાના પ્રયત્નરૂપે, આપણે જેની પહેલા વાત કરી હતી, તે મનના નકશાનો
સંદર્ભ લઇને માહિતી મેળવવાની પ્રક્રિયા કેવી રીતે ચક્ષુ, ચિત્ત અને માનસ દ્વારા અહમ્ તરફ છલાંગ મારે છે, જ્યાં નિર્ણયો, સંસ્કારો અથવા દ્રઢ થઇ ગયેલી સ્મૃતિઓથી ઘેરાયેલાં હોય છે, તેની વાત કરી હતી.
ચક્ષુ અને મનસ વચ્ચેના ભાગમાં આ પ્રક્રિયા સભાનરૂપે ચાલતી હોય છે. તમે આ પ્રક્રિયાથી સભાન હોવ છો. તે તમારી સભાનાવસ્થામાં બને છે પણ મનસથી અહમ્ સુધીની પ્રક્રિયાના વિષયમાં તમે સભાન નથી હોતા. ઘણીવાર આ પ્રક્રિયા તમારી જાણ વગર બની જાય છે. તમે તમારા તર્કની વિરુદ્ધમાં નિર્ણય લો છો. તમે તમારી વિચાર પ્રક્રિયાની વિરુદ્ધમાં નિર્ણય લો છો. દાખલા તરીકે તમારા ભેગા કરેલા ડેટા પ્રમાણે તમને ખબર છે કે સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે તમારા શરીર અને મન માટે સારું નથી. પણ જ્યારે અભાન મન અહમ્ તરફ છલાંગ ભરે છે (મોટું પગલું ભરાય છે), ત્યારે તમે સિગારેટ પીવાનો નિર્ણય લઇ લો છો!
સભાન પ્રક્રિયા કહે છે ‘ના, તે સ્વાસ્થ્ય માટે સારી નથી’ પણ અજાગૃત ચાલતી પ્રક્રિયા કહે છે... તે તો કહેતી પણ નથી, તે નિર્ણય જ લઇ લે છે અને તમે એનો અમલ કરો છો. આ નિર્ણયો આપણા કાબૂમાં નથી હોતા, કારણ કે અજ્ઞાત મન ઘણું જ શક્તિશાળી હોય છે.
અજ્ઞાત મનનો ઉપયોગ ત્રણ રીતે થઇ શકે છે – કુદરતી ઇચ્છાના સ્તરે બૌદ્ધિક સ્તરે અને આંતર પ્રેરણાના સ્તરે. જ્યાં સુધી અજ્ઞાત મન નકારાત્મક સ્મૃતિઓ અને બેચેનીઓથી ભરેલું હોય છે, ત્યાં સુધીએ તે કુદરતી ઇચ્છાના સ્તરે કામ કરે છે. તમે સહજ રીતે નિર્ણયો લઇ લો છો. તમે કેમ ગુસ્સે છો તેની તમને ખબર પણ નથી હોતી. તમે એકદમ વરસી પડો છો. ક્યારેક તમે અમુક કાર્યો અને તમારા બોલેલા શબ્દો જુઓ છો, તો તમને લાગે છે કે ‘‘આ હું નથી.’’ તમે કંઇક કરી નાંખો છો અને પછી વિચારો છો, ‘‘આ હું નથી. મેં આ કેવી રીતે કર્યું?’’ આવું થાય છે કારણ કે અજ્ઞાત મન સહજ ઇચ્છાના સ્તરે કામ કરી રહ્યું હોય છે.
ઘણીવાર કોઇપણ જાતના તાર્કિક સંબંધ વગર આપણે વસ્તુઓને જોડી દઇએ છીએ. દાખલા તરીકે કોઇ શ્વેત વસ્ત્રો પહેરનાર કોઇ વ્યક્તિએ તમને વિચલિત કર્યા હોય, તો જ્યારે તમે સફેદ વસ્ત્રોમાં કોઇને જુઓ છો, ત્યારે એ ભૂતકાળની સ્મૃતિ ઊભરાઇ આવે છે અને તમે ગુસ્સાનો અનુભવ કરો છો. આ સહજ-ઇચ્છાનું સ્તર છે. તમારી સભાનતા કે સમજ વગર તે એમ જ થઇ જાય છે.
તમારું અજ્ઞાત મન સંસ્કારોથી ભરેલું હશે, તે વિચલિત હશે, તો તમે સહજ ઇચ્છાના સ્તર પર હશો. તેના પછી આવે છે, બૌદ્ધિક સ્તર. તમારામાં સભાનતા છે, પણ પૂરતો ઉમળકો નથી. તમે સભાન મન સાથે જાવ છો, પણ તમે સર્જનાત્મક નથી. તમે મોટા પગલાં નથી ભરતા, તમે વિકાસ નથી કરતા. જેમ આઇનસ્ટાઇન કહે છે તેમજ એ વફાદાર નોકર જેવું છે. તમે જીવનભર નોકર રહી શકો છો. તમે ફક્ત નોકર બની શકો, પણ તમારા દ્વારા કોઇ મોટું કાર્ય ના થઇ શકે. તમે ડેટા ભેગો કરીને, પ્રક્રિયા દ્વારા તેને પહોંચતો કરશોઆમાં કોમ્પ્યૂટર કરતાં કંઇ જ વિશેષ નહીં હોય. જો તમે ફક્ત બૌદ્ધિક સ્તરે ઊભા હશો, તો તમે તમારી શક્તિઓનો મહત્તમ ઉપયોગ નહીં કરતા હોવ, જેટલો કે થવો જોઇએ.
આના પછી છે આંતરપ્રેરણા. તેને સમજવા તમારે આખા વિજ્ઞાનમાં ઊંડા ઊતરવું પડશે; ત્યારે જ તમે સમજી શકશો કે હું ‘આંતર પ્રેરણા’ શબ્દ દ્વારા શું કહેવા માગું છું. આંતરપ્રેરણા બુદ્ધિથી પરની ઘટના છે. એકદમ
જ્યારે તમને તર્ક ખબર નથી
હોતી ત્યારે તેને યોગાનુયોગ
કહો છો. પૃથ્વી ઉપર કંઈ
પણ કારણ વગર બનતું નથી.
જ ત મ ને ચોક્કસ પણે ખબર હોય છે કે આ ખરું છે અને તમારી પાસે એ કરવા માટેની પૂરતી તાકાત પણ હોય છે. પણ તમને એ ખબર નથી હોતી કે તમે પરિણામ સુધી કેવી રીતે પહોંચ્યા પરંતુ તમને ખાતરી હોય છે કે આ ખરું છે.
જ્યારે તમે પહેલાં ક્યારેય ના સર્જાઇ હોઇ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, ત્યારે આ શક્તિની જરૂર પડે છે–જ્યારે તમે સાવ ઓછા ડેટા સાથે અટકી પડ્યા હો અને તમારે નિર્ણયો લેવાના હોય અથવા તમારી સામે અનેક વિકલ્પો હોય અને તમારે શું કરવું જોઈએ એ તમે નક્કી ના કરી શકતા હો આવી પરિસ્થિતિઓમાં આંતરિક શક્તિ તમને મદદ કરી શકે છે. આંતરિક શક્તિ તમને હિંમત આપી શકે અથવા તમને ખરો વિકલ્પ આપી શકે. વારંવાર આંતરપ્રેરણા તમને ફક્ત નિર્ણય લેવાની શક્તિ જ નહીં પણ લીધેલા નિર્ણય પર અમલ કરવાની શક્તિ પણ આપે છે.
લોકો મને પૂછે છે, “હું કેવી રીતે શોધી શકું કે મને આંતરપ્રેરણા થઈ રહી છે કે હું ફક્ત બૌદ્ધિક સ્તર પર છું? ક્યારેક મને મૂંઝવણ હોય છે કે એ બુદ્ધિ છે અથવા આંતર પ્રેરણા.” હું તેમને કહું છું, ખૂબ સાફ રહો, તમે જો મૂંઝાયેલા હો તો એ ફક્ત બુદ્ધિ છે. તમે જ્યારે આંતરપ્રેરણાનો અનુભવ કરો છો, ત્યારે તમને ફક્ત બૌદ્ધિક ચોખવટ અને જવાબ જ નથી મળતા પણ તેનો અમલ કરવાની શક્તિ પણ મળે છે. તમારી અંદર સંગ્રહિત રહેલી શક્તિઓ મોકળાશથી બહાર આવે છે. તમે આઝાદ થાવ છો અને સહજતાથી તેની અભિવ્યક્તિ કરવા માંડો છો અને અમલ કરવા માંડો છો.
હવે પછીનો સવાલ છે : આંતરપ્રેરણાને કેવી રીતે જાગૃત કરવી? આંતરિક શક્તિને કેવી રીતે જગાડવી? તમે જો એને થોડા સમય માટે સ્થિર રાખી શકો તો અજ્ઞાત સ્તરમાં રહેલી એ શક્તિ જાગૃત થઈ જશે અને મોટે ભાગે જ્યારે અજ્ઞાત સ્તરની શક્તિ જાગૃત થાય છે ત્યારે આપણે જેને દબાવી રાખ્યું હોય તે સૌથી પહેલાં બહાર આવે છે. ત્યાર પછી, શુદ્ધ શક્તિ, જેને આપણે અંતર પ્રેરણા કહીએ છીએ, વ્યક્ત થવા માંડે છે.
જ્યારે શુદ્ધ શક્તિ અજ્ઞાત મનના સ્તરેથી વ્યક્ત થવા માંડે છે, ત્યારે તમે અજ્ઞાત મનનો ઉપયોગ કુદરતી ઇચ્છા અથવા બૌદ્ધિક સ્તર પર નથી કરતા. તમે એનો ઉપયોગ આંતરપ્રેરણા માટે કરો છો. ઊંચા સ્તર પર રહેલી શક્તિ તમારી અંદર કાર્યરત થવા માંડે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ગૂઢવાદીઓએ હજારો વર્ષો પહેલાં સિદ્ધ કર્યું છે કે એ ઊંચા પ્રકારની શક્તિ શરીર, મન અને લાગણીઓને લીધે ઉત્પન્ન થતી વ્યાધિઓને, તદ્ઉપરાંત એ તણાવને ઘટાડવામાં અને ત્વરિત નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આંતરસ્ફુરણાને તમે તમારા ભેગા કરેલા ડેટા સાથે કોઇ નિસ્બત નથી. તેનો સંબંધ તમે એ ડેટા કેવી રીતે પ્રોસેસ કરો છો, તેની સાથે છે. એક જ ડેટા અને માહિતીને અનેક રીતે પ્રોસેસ કરી શકાય છે. આંતરપ્રેરણા એટલે તમે માહિતીને કેવી રીતે પ્રોસેસ કરો છો અને તમારા બૌદ્ધિક સ્તરથી આગળ વધીને તમે કેવી રીતે નિર્ણય સુધી પહોંચો છો એ છે.
આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ છીએ અને ધ્યાન–પદ્ધતિઓ દ્વારા તેની સાથે તાલ–મેલ સાધી શકીએ છીએ. પૂર્વમાં ‘ધ્યાન’ શબ્દનો પ્રયોગ આ ઊંચી શક્તિ સાથે તાલ–મેલ સાધવા માટે વપરાય છે, જે આપણી અંદર છે અને જે વારે વારે આપણને તેનો
અનુભવ કરવા માટે આમંત્રે છે. જ્યારે પણ આપણને સમય મળે, આપણે આપણી સાથે બેસવું જોઇએ. તમે હંમેશા જોઇ શકો છો કે આપણે બધાને સમય આપીએ છીએ, પણ આપણી જાતને ક્યારેય સમય નથી આપતા. તમે જો તમારી જાતને સમય આપ્યો હશે તો તમે હંમેશા જોઇ શકશો કે તમારા અસ્તિત્વના અમુક ભાગને વ્યક્ત થવું છે, કંઈક વધારે કરવું છે પણ આપણે એ ભાગને ક્યારેય મોકો અથવા સમય નથી આપતા. આપણે બૌદ્ધિક સ્તર પર જ અટવાઇ ગયેલાં હોઇએ છીએ. આપણે આપણી બુદ્ધિને જ સર્વોત્તમ માનીએ છીએ પણ વારંવાર ગૂઢવાદીઓ સિદ્ધ કરે છે કે બૌદ્ધિક શક્તિથી પણ ઊંચી શક્તિનું અસ્તિત્વ શક્ય છે.
કોઇપણ ખોજ અથવા આવિષ્કારમાં તમે જોઇ શકશો કે આંતરપ્રેરણા કાર્યરત હોય છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન હોય કે આઇસેક ન્યૂટન, તેમની પાસે બુદ્ધિથી પર કોઇ શક્તિ હતી. બુદ્ધિથી વિશેષ કંઈક તેમનામાં કાર્યરત હતું. આ જ શક્તિ આપણા સૌની અંદર છે. આ શક્તિ આપણા સૌની અંદર અભિવ્યક્ત પણ થઇ શકે છે, જો આપણે તેની સાથે સુમેળ સાધી શકીએ. આ શક્તિ સાથે સુમેળ સાધવો એટલે ધ્યાન, એટલે જ મેડિટેશન.
ધ્યાનની પ્રયુક્તિ
મહામંત્ર ધ્યાન
મહામંત્ર ધ્યાન પ્રાચીન તિબેટીયન-બૌદ્ધ પદ્ધતિ છે જેના દ્વારા હૃદયના કેન્દ્રમાં આવેલું અનાહત ચક્ર જાગૃત થાય છે.
આ ધ્યાન તમારા મનને દૃઢ અને સ્થિર બનાવે છે. તમારું મન પ્રત્યેક સમયે વિચારોમાં ભમતું હોય છે. આ ધ્યાન તમારાં મનને અ-મનના વિસ્તારમાં લઇ જઇને શાંત કરે છે. તે અનંતતામાં કૂદકો મારવા માટેના પાટીયા જેવું છે.
આંતરસ્ફુરણાને તમે તમારા
ભેગાં કરેલા ડેટા સાથે કોઇ
નિસ્બત નથી. તેનો સંબંધ
તમે એ ડેટા કેવી રીતે પ્રોસેસ
કરો છો, તેની સાથે છે.
તેને ખાલી પેટે કરવું જોઇએ, વહેલી સવારનો સમય વધારે અનુકૂળ રહેશે અથવા જમ્યાના બે કલાક પછીનો સમય. તેને એકલા અથવા સમૂહમાં કરી શકાય છે. જ્યારે તેને સમૂહમાં કરવામાં આવે છે, ત્યારે એ જે જગ્યામાં કરવામાં આવ્યું હોય તે જગ્યામાં તે અસરકારક રીતે શક્તિનો સંચય કરે છે.
સૂચનાઓ
કુલ સમય – ૩૦ મિનિટ પહેલું ચરણ ૧: સમય ગાળો ૨૦ મિનીટ પલાંઠી વાળીને, જમીન ઉપર આરામદાયક અવસ્થામાં બેસો. તમારું માથું, ગળું અને કરોડરજ્જુ સીધી લીટીમાં હોવાં જોઇએ. તમે જો જમીન ઉપર ના બેસી શકતા હો તો ખુરશી પર બેસી શકો છો. આરામનો અનુભવ કરો અને તમારી આંખો બંધ કરી દો. આંખો બંધ કર્યા પછી પણ આપણે આકારો અને છબીઓને જોઇ શકીએ છીએ. આ સ્થિતિને સંભાળવા એવી કલ્પના કરો કે તમારી આંખોની કીકીઓ પથ્થર જેવી થઇ ગઇ છે. માનસિક શક્તિથી તેમને સખત કરો, ત્યારપછી એ છબીઓ ઓસરી જશે. આપણી આંખોની હલન ચલન અને મનનાં વિચારોની હલનચલનને ખૂબ નિકટનો સંબંધ છે. એટલે જ તમને તમારી આંખોની કીકીઓની હલન ચલનને પકડી રાખવાનું કહેવામાં આવે છે. તેમને પકડી રાખવાની બાબતે બહુ ચિંતિત ન થતાં, ધ્યાનમાં આગળ વધ્યા કરજો.
તમારા હોઠ બંધ રાખો અને અંદરથી 'મમમમ...' અવાજ કાઢો. જો તમે એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોઢું રાખીને ગણગણશો તો આવો અવાજ આવશે. યાદ રાખો કે આ 'હમ' અથવા 'ઓમ' નથી, ફક્ત તમારા હોઠ બીડેલા રાખીને 'મમમમ...' ધ્વનિ ઉત્પન્ન કર્યા કરવાનો છે. આ ધ્વનિને, આગળનો શ્વાસ લેતાં પહેલાં જેટલો લાંબો કરી શકાય એટલો લાંબો કરવાનો છે અને તે બની શકે તેટલા ઊંડાણમાંથી આવવો જોઈએ, જેમકે પેટના મધ્ય ભાગમાંથી, અને તેનો અવાજ બની શકે તેટલો મોટો હોવો જોઈએ.
દરેક વખતે 'મમમમ...' કર્યા પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયત્ન ના કરશો. શરીરને જરૂર હશે, ત્યારે તે જાતે જે શ્વાસ લઈ લેશે. તણાવ-ગ્રસ્ત ના બની જતાં.
આ વાતાવરણનું સર્જન કરવા માટે તમારા સંપૂર્ણ અસ્તિત્વ અને શક્તિને કામે લગાડી દો. તમે સ્વયં એ ધ્વનિ બની જાઓ. તમારા આખા શરીરમાં એ ધ્વનિને ભરી દો. થોડીવાર પછી તમને લાગશે કે તમારા પ્રયત્ન વગર ધ્વનિ ચાલુ રહે છે અને તમે ફક્ત તેને સાંભળનાર બની ગયા છો.
એ ગણગણાટ વાળો ધ્વનિ, વર્તમાન ક્ષણ પ્રત્યે તમારી સભાનતા કેળવવાનું શક્તિશાળી માધ્યમ છે. જો તમે તીવ્રતાથી ગણગણશો તો તે વખતે તમને કોઈ વિચાર નહીં આવી શકે એટલે કે પ્રત્યેક ક્ષણે આવતા તમારા વિચારો આપોઆપ ઓછા થઈ જશે. ગણગણાટ દ્વારા પેદા થયેલી શક્તિ, શારીરિક-માનસિક વ્યવસ્થામાં રહેલા શક્તિ-અવરોધકોને સાફ કરી નાંખે છે.
જ્યારે તમે તીવ્રતાથી ગણગણાટ કરો છો ત્યારે તમારા પોતાના માટેના બધા જ વિચારો પૂરેપૂરા હચમચી જાય છે. ધરતી-કંપની જેમ આ 'માનસિક -કંપન' માટેની પદ્ધતિ છે!
(૨) સમય : ૧૦ મિનિટ
ગણગણાટ રોક્યા પછી, તમારી આંખો બંધ રાખો અને હસતું મોઢું અને પ્રસન્ન ચિત્ત રાખીને નિષ્ક્રિય બની જાવ, શાંત રહો. તમને કોઇપણ વિચાર આવતો હોય તો આવવા દો. તમારા મનના વિચારોને રોક્યા વગર અને તેમના પર કોઇપણ નિર્ણય પસાર કર્યા વગર, ટેલિવિઝન જોતા હો, તેવી રીતે તમારા મનનું નિરીક્ષણ કરો. શાંત અને પ્રસન્ન રહો-આ સમય દરમ્યાન ગણગણાટ દ્વારા પેદા થયેલી શક્તિ તમારા અસ્તિત્વના પ્રત્યેક ખૂણા સુધી પહોંચીને તેને સ્વચ્છ કરશે. તે તમને વર્તમાનની ક્ષણમાં સ્થાપિત કરશે. નકારાત્મકતાઓને ઓગળીને, ચોખ્ખી દૃષ્ટિ લાવવા માટે અને તમારી ખરી શક્તિનો અનુભવ કરાવવા માટે આ સભાનતાની જ જરૂર છે.
ઉત્કટતા અચૂક માર્ગ છે
આપણે દોરીએ કે દોરાઈએ, આપણે જે કંઈ કરીએ તેમાં પરિપૂર્ણતાના અનુભવ માટે, આપણે તીવ્ર બનવાની જરૂર છે.
એક ટૂંકી વાર્તા:
એક ઝેન માસ્ટર અને તેમનો અનુયાયી એક નદીના કિનારે ચાલતા હતા. અનુયાયીએ પહેલા ઘણી વખત પૂછી શકતો હતો તેમ ખૂબ આશાભરી રીતે પૂછ્યું “ગુરુજી, મને સત્યનો સાક્ષાત્કાર કરાવો.”
ગુરુજી એકદમ જ વળ્યા, તેમણે અનુયાયીનું માથું તેમના હાથમાં પકડીને નદીમાં ડૂબાડ્યું. અનુયાયીને આંચકો લાગ્યો અને તે તેનું માથું પાણીની ઉપર લાવવા માટે ફાંફા મારવા માંડ્યો. હવે અનુયાયી શ્વાસ લેવા માટે તરફડવા માંડ્યો— પછી ગુરુજીએ આશ્ચર્યચકિત થયેલા અને પૂરેપૂરા હચમચી ગયેલા અનુયાયીને છોડી દીધો.
ગુરુજીએ પૂછ્યું, ‘તારું માથું પાણીમાં હતું ત્યારે તને જેટલી તીવ્રતાથી શ્વાસ લેવા માટે હવાની જરૂર હતી શું એટલી જ તીવ્રતાથી તને સત્યનો સાક્ષાત્કાર કરવાની ઇચ્છા છે?
માત્ર જ્યારે ઇચ્છા પૂરતી ઉત્કટ બને છે, જ્યારે સવાલ એક ઉત્કંઠા બને છે, ત્યારે જ પરમ અનુભવ થાય છે. આત્મ સાક્ષાત્કાર માટે મુખ્યરૂપે જેની જરૂર છે, તે છે તીવ્રતા.
ઉત્કટતા શું છે ?
તમે જોશો કે બહારની દુનિયા પ્રત્યે આપણને ભયંકર અજંપાનો ભાવ હોય છે જેમકે, ‘મેં આ નથી કર્યું, મેં તે નથી કર્યું’ આ જ અજંપાને જ્યારે આંતરિક દુનિયા તરફ વાળવામાં આવે છે, ત્યારે એને ઉત્કટતા કહેવામાં આવે છે.
તમને શું થઈ રહ્યું છે અને શું થવાનું છે તે ખબર નથી, પણ અંતરમાં શું છે તેના વિષેનો જે ઊંડો અસંતોષ છે, તેને હું ઉત્કટતા કહું છું.
તમે વિચારશો કે હું શા માટે અસંતોષના વિષયમાં ભણાવું છું. એ ખરી વાત છે કે મારે સંતોષના વિષયમાં
ઉત્કટતા અંદર કે બહાર કોઈ
વિખવાદ ઊભો નથી કરતી.
તે આસાનીથી અને છતાં
મજબૂતીથી વહે છે.
વાત કરવાની છે. હું તમને કહું છું કે તમારો અસંતોષ જે અત્યારે બહારની દુનિયા તરફ છે, તે આંતરિક દુનિયા તરફ વળવો જોઈએ અને ત્યારે જ તે સંતોષ સુધી લઈ જશે.
પહેલાં જે થવાની જરૂર છે, તે સંતોષ નથી, પણ દિશાનું બદલવું છે, એટલે કે મનોવૈજ્ઞાનિક ક્રાંતિ– અજંપો ઉત્કટતા બનવો જોઈએ. જો તમારી ચેતના સતત બહારની દુનિયા તરફ વધ્યા કરતી હોય, તો તેને અજંપો કહેવાય છે. જો તે આંતરિક દુનિયા તરફ આગળ વધતી હોય, તો તેને ઉત્કટતા કહેવાય છે.
ઉત્કટતાનો અર્થ એ છે કે વ્યક્તિને મરણિયા બનીને એવું લાગે કે તરત કંઈક કરવાની જરૂર છે. તેને પકડ– મુક્ત થઈને આંતરિક દુનિયામાં વિહરવાનું મન થાય છે.
ઉત્કટતા કોઈ લાગણી નથી. જ્યારે તમે ઉત્કટ બનો છો, ત્યારે તેનો એક ભાગ લાગણીશીલ હોઈ શકે છે, પણ ઉત્કટતાને લાગણી ના કહેવાય. તે ઉષ્ણતા જેવી છે. ઉત્કટતાનો જે ભાગ ઓગળીને બહાર આવે તેને લાગણી કહી શકાય. દાખલા તરીકે, જ્યારે તમે તમારી જાતને ઉત્કટતા સાથે એકરૂપ બનાવો છો ત્યારે તમારો એક ભાગ ઓગળી જાય છે. આપણે એવું કહીએ કે હૃદય ઓગળે છે, પછી તેને લાગણી કહી શકાય. તમારા હૃદયની સાથે, તમારી બુદ્ધિ પણ ઓગળી જશે, તમારું અસ્તિત્વ પણ ઓગળી જશે. ઉત્કટતાની આડ– અસર એ લાગણી છે.
તમારી તીવ્રતા શેનાં માટે હોવી જોઈએ તેની ચિંતા ના કરશો. “શેનાં તરફ” એ બાબતની ચિંતા ના કરશો. તે ગુણવત્તા બનવી જોઈએ. તમે ગમે તે કરો, કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સ્પર્શ કરો, એ સ્પર્શમાં પણ ઉત્કટતા આવવા દો.
તમે જો વાત કરી રહ્યાં હોવ તેમાં તો ઉત્કટતા આવવા દો વર્તમાન ક્ષણમાંથી છટક્યા વગર, તમારા સંબંધો, નિર્ણયો, સ્મૃતિ, વિચારો, ઇચ્છાઓ અને તમારાં ભયમાં પણ ઉત્કટ બનો.
ઉત્કટતાનો અર્થ છે, એવી શક્તિને ફેલાવવી જે અંદર કે બહાર કોઈ પણ જાતનો વિરોધાભાસ ઊભો ના કરતી હોય. ઉત્કટતા એટલે ઉત્કટતાથી પોતાની અંદર રહેવું. ઉત્કટતા અંદર કે બહાર કોઈ વિખવાદ ઊભો નથી કરતી. તે આસાનીથી અને છતાં મજબૂતીથી વહે છે.
આપણે હંમેશા વિચારીએ છીએ કે જો નદી આસાનીથી વહેતી હશે, તો તેનામાં ઉત્કટતા નહીં હોય અને જો તે પથ્થર જેવી ઉત્કટ હશે તો તે આસાનીથી વહેતી નહીં હોય. ના ઉત્કટતા પૂર જેવી છે. જે ઉત્કટ છે, અને વહે છે.
મેં લોકોને પ્રત્યેક ક્ષણે ઉત્કટતાથી વિખવાદ ઊભો કરતા જોયાં છે! તમે તેમને કંઈપણ કરવાનું કહો, તેઓ વિખવાદ ઊભો કરવા તૈયાર હોય છે.
એક ટૂંકી વાર્તા : એક કેદી જેલમાંથી ભાગીને બાર વર્ષ પછી તેને ઘેર પહોંચ્યો. તેની પત્ની બારણું ખોલતાંની સાથે જ બૂમો પાડવા માંડી. “તમે આટલા મોડા આવવાની હિંમત કેવી રીતે કરી! તમે જેલમાંથી ચોવીસ કલાક પહેલાં ભાગી છૂટ્યા હતા. તમે ક્યાં ગયા હતા? તમારે સીધા પાછા ઘેર આવવું જોઈતું હતું!”
એ સ્ત્રીને ફક્ત એની ચિંતા હતી કે ભાગી છૂટ્યા પછી તે કેમ સીધો ઘરે ન હોતો આવ્યો. તે ઉત્કટતા જરૂર હતી, પણ ફક્ત વિખવાદો ઊભા કરતી હતી. ખરેખરી ઉત્કટતા વિખવાદો ઊભા નથી કરતી. તે વહેતી હોય છે. પણ ઉત્કટ હોય છે.
ઉત્કટતા એકસૂત્રતા છે. ઉત્કટતા ધ્યાન-મુગ્નતા છે. ઉત્કટતા નિષ્ઠા છે.
સામાન્ય રીતે ઉત્કટતા એક નક્કર ભાવ પેદા કરે છે. બની શકે કે તમે ઉત્કટ હો, પણ તમે વહેવાની શક્તિ ખોઈ નાંખી હોય અથવા તો તમે વહેતા હો, પણ તમે ઉત્કટતા ખોઈ નાખી હોય.
જુઓ, તમે ઉત્કટ હોઈ શકો, પણ તમે વહેતા રહેવાની આવડત ખોઈ દીધી હોય- કારણ કે તમે તમારા અહંકાર દ્વારા દોરાયેલા છો. તમારે જે મેળવવું છે, તેના માટે તમે નિશ્ચિત છો પણ ત્યાં સુધી પહોંચવા માટેના તમારાં પોતાનાં નક્કર ખ્યાલો છો. તમે એ સમજવામાં નિષ્ફળ રહો છો કે તમે વિચારી શકો છો, એના કરતા પણ ઘણી વધારે સુંદર અને અસરકારક રીતે અસ્તિત્વ ઘટનાઓ બનાવો રચી શકે છે.
હું મારા અનુયાયીઓને કહું છું કે તમારી આવડતનો સારામાં સારો ઉપયોગ કરીને, સારામાં સારી રીતે વિચારો. પછી તેને છોડી દો. એવું લાગી શકે કે તમારી બધી પૂર્વ યોજનાઓ પૂરી રીતે કચરાઈ રહી હોય- આ ક્ષણે ગૂંગળામણ ના અનુભવશો તમે યોજના ઘડી હતી તેના કરતાં પણ કંઈક ઘણું વધારે સુંદર અસ્તિત્વમાં આવશે.
બીજી શક્યતા એ છે કે તમે વહેતા હો પણ તીવ્રતા ગુમાવી દીધી હોય. આવું તેવા લોકો સાથે બનતું હોય છે, જેમનું કોઈ લક્ષ્ય નથી હોતું, અને સામે જે કંઈ આવે તેનાથી વિચલિત થઈને તેઓ તેમની શક્તિઓનો વ્યય કરતાં હોય છે.
તમે ઉત્કટતાથી મહાસાગર તરફ વહેતી નદીની જેમ તમારો રસ્તો બનાવી શકશો.
એ સમજો કે પાણી ફક્ત ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ પર જ વરાળ બને છે. ૯૯ ડિગ્રી સેલ્સિયસ પર તે હજુ પાણી છે, તે વરાળમાં પરિવર્તિત નથી થતું. એવી જ રીતે, તમે જો તમારી શોધમાં એકસૂત્રી નથી હોતાં, તો તમારી તમામ શક્તિઓ એક સૂત્રતામાં નથી હોતી. તેથી સંપૂર્ણ પરિવર્તન થઇ શકતું નથી.
કોઇ કામ હાથમાં લો અને પૂરી તીવ્રતાથી તેની પાછળ પડો. તીવ્રતાનો અર્થ એવો નથી થતો કે નવીનીકરણ અને બદલાવ માટે અવકાશ રાખ્યાં વગર જ, સજ્જડ અભિગમ રાખીને કાર્ય કરવું. તમે જ્યારે બદલાવ સ્વીકારવા તૈયાર હશો ત્યારે જ તમે ઉત્કટતાથી મહાસાગર તરફ વહેતી નદીની જેમ તમારો રસ્તો બનાવી શકશો.
‘હોવુ’ એટલે જ ઉત્કટતા
હોવું એટલે શું? સંપૂર્ણ અને એકરૂપ હોવું અને પોતાની પૂરી શક્તિઓને વ્યક્ત કરવી, એને હું ‘હોવું’ કહું છું, એટલું સાફ સમજજો કે, જો તમે તમારા અનુભવમાં અથવા અભિવ્યક્તિમાં આંશિક હશો, તો તમે દંભી બની રહ્યા છો.
ગુસ્સામાં તીવ્રતા
તમારો ગુસ્સો પણ દંભી છે. તમે માત્ર ગુસ્સા વ્યક્ત કરવો કે નહીં તેની પસંદગી કરો છો. તમારા ગુસ્સાને પણ તમારા તર્ક સાથે સીધો સંબંધ છે.
તમે ક્યારેય તમારા તર્કથી પર થઈને ગુસ્સે નથી થતાં, તે હંમેશા તમારા તર્કથી સંચાલિત હોય છે. તમે પૃથક્કરણ કરો છો, "અત્યારે, આ પરિસ્થિતિમાં હું કઈ ગુમાવવાનો છું?" જો તમને ખોવાની ખાતરી હશે, તો તમે તમારા ગુસ્સાને દાબી દો છો. જો તમને ખાતરી હોય, ‘હું કંઈ ખોવાનો નથી. હું આ વ્યક્તિ પર ગુસ્સો કરી શકું છું. એ શું કરી શકશે?’’ તો તમે વિસ્ફોટ કરતાં હો એવી રીતે, જરૂર કરતાં અનેક ગણો વધારે ગુસ્સો વ્યક્ત કરો છો. તમે તમારામાં જે કંઈ ભરી રાખ્યું છે, એને ખોલીને તમે બધું જ આપી દો છો!
અભિવ્યક્ત કર્યા વગર, કશું જ દાબી રાખ્યાં વગર, ફક્ત તમે જેવા છો, તેવા બની રહો અને મુક્તિ મેળવો.
એ સમજવાની જરૂર છે, કે જો તમારા ગુસ્સા ઉપર તમારા તર્કનું વર્ચસ્વ હશે તો તમને બે મુશ્કેલીઓ નડશે. પહેલાં તો તમે કારણ વગર બૂમો પાડશો અથવા જરૂર વગર તમારા ગુસ્સાને વ્યક્ત કરશો. બીજી મુશ્કેલી એ છે, કે તમે જ્યારે વ્યક્ત નહીં કરી રહ્યા હો, ત્યારે તમે એનું દમન કરી રહ્યા હશો.
પહેલી વાત, તમે જો વ્યક્ત કરી રહ્યા હશો, તો જરૂર કરતાં ઘણું વધારે વ્યક્ત કરી રહ્યા હશો અને જો તમે વ્યક્ત નહીં કરી રહ્યા હો, તો તમે એને દાબી રહ્યાં હશો. એ સમજી લો, કે બન્ને વાત ખોટી છે.
અભિવ્યક્તિને દાબી રાખવી અને વ્યક્ત થવા દેવી, બન્ને એક સાથે મદદરૂપ ના થઈ શકે. તમે કદાચ પૂછશો, ‘‘તો પછી આપણે શું કરવું જોઈએ?’’ તમને કશું જ કરવાનું કહેવામાં નથી આવ્યું. ફક્ત તમે છો, તેવા બની રહો.
આધુનિક ગૂઢવાદિ, જે ક્રિષ્નામૂર્તિ સુંદર રીતે કહે છે, જ્યારે પણ કોઈ ભાવ તમારા ઉપર વર્ચસ્વ જમાવે, ત્યારે એ ભાવથી અલિપ્ત રહીને, જો તમે તમારાં શરીરને હલન-ચલન વગર સ્થિર રાખી શકો, તો તમે એ ભાવમાંથી મુક્ત થઈ જશો.
એકવાર પણ જો તમારી અંદર કોઈ ભાવનું પૂર આવે અથવા તેનું વર્ચસ્વ તમારી ઉપર છવાઈ જાય, ત્યારે તમે શરીરને સ્થિર રાખી શકો તો તરત જ તમે એ ભાવમાંથી મુક્ત થઈ જશો. હું એવું નથી કહેતો કે તમારે સતત આ કર્યા કરવાનું છે. ના, એક વાર, ફક્ત એક જ વાર કરવાનું અને તમે એ ભાવમાંથી મુક્ત થઈ જશો.
ઉત્કટતા કામનાં પ્રકારથી સ્વતંત્ર છે
ઉત્કટતા કામ અથવા કામના પ્રકાર સાથે નથી જોડાયેલી. તે અબજો રૂપિયાની કંપની ચલાવવા જેટલી અટપટી હોઇ શકે છે અથવા પરસાળ સાફ કરવા જેટલી સરળ. આ બાબતમાં તે ‘શું’ છે તે અગત્યનું નથી પણ તે ‘કેવી રીતે’ તે અગત્યનું છે.
જો તમે કંઈપણ કરી રહ્યા હો, તેમાં સમગ્રપણે અને ઉત્કટતાથી ખોવાઇ જશો તો, તમે ઉત્કટતાનો દોર પકડી લીધો છે.
જે ક્ષણે તમે ઉત્કટતામાં ખોવાઇ જશો, તમે અસ્તિત્વના હોઠ પરની વાંસળી જેવાં બની જશો. જે હવા વાંસળીની અંદર જાય છે તે સંગીત બનીને બહાર આવે છે, કારણ કે તમે અસ્તિત્વની ઉર્જાને પસાર થવાનું એક માધ્યમ બની જાઓ છો. સંપૂર્ણ અને ઉત્કટ બનીને તીરને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે ફક્ત આટલી જ જરૂર હોય છે. પછી એ કંઈ પણ હોય.
અભિરૂચી વિરુદ્ધ ઉત્કટતા
ઉત્કટતા કોને કહી શકાય? ઉત્કટતા અને રૂચિ વચ્ચેનો ભેદ શું છે?
રૂચિ ઓસરી જઈ શકે છે, પણ ઉત્કટતા નહી. રૂચિ મનમાંથી ઉદ્ભવે છે. ઉત્કટત અસ્તિત્વમાંથી આવે છે.
લાંબા અથવા ટૂંકા, પણ થોડાંક સમય પછી તમે તમારી રૂચિથી ધરાઈ જાઓ છો. તીવ્રતાની સાથે એવું છે કે તમારા અસ્તિત્વની તૃષ્ણા છે. તે તમારા બૌદ્ધિક તર્કની પર જાય છે. તીવ્રતા અંતરના ઊંડાણનો અવાજ છે. તમારે તેના માટે જેટલી વધારે રાહ જોવી પડે, તૃષ્ણા એટલી જ વધે છે, આગ એટલી જ વધારે ભડકે છે.
લાઈટ અને લેઝર વચ્ચેનો ભેદ જુઓ. બન્ને એક જ પ્રકારનાં પ્રકાશ કિરણોમાંથી બનેલાં છે. પણ લેઝરનું એક જ લક્ષ્ય પ્રત્યેનું તીવ્ર ધ્યાન, તેના પ્રકાશ કિરણોનાં સંગઠિત સ્વભાવ અને કૉમન ફ્રીક્વન્સીમાંથી આવે છે.
તીવ્રતાની આ શક્તિ લેઝરને ધાતુને પણ બાળીને તેમાં કાણું પાડવાની અગાધ શક્તિ આપે છે. તેની સાથે જ તે એક નિયંત્રિત લક્ષ્ય છે. આ બાબત તેને આંખમાંથી મોતિયો કાઢવા જેવું નાજુક કરવાની ક્ષમતા આપે છે.
રણની અંદર જો તમારી પાણીની તરસ ખરેખર તીવ્ર બને તો તમે એક ગ્લાસ પાણી માટે તમારા જીવને દાવ પર લગાડવા તૈયાર થઇ જાઓ છો. જ્યારે આત્મજ્ઞાન માટેની તમારી તૃષ્ણા તીવ્ર બને છે, ત્યારે તમે સત્યનાં સાક્ષાત્કાર માટે તમારા જીવની કિંમત આપવા તૈયાર થઈ જાઓ છો.
રૂચિ મનમાંથી ઉદ્ભવે છે.
ઉત્કટત અસ્તિત્વમાંથી
આવે છે.
એ ક સુંદર ઝેન વાર્તા:
એક વિદ્યાર્થીએ ઝેન શીખવાની ઇચ્છાથી ઝેન ટીચરનો સંપર્ક કર્યો. શિક્ષકે તેને કહ્યું, “એક હાથની તાળીનો અવાજ સાંભળ.”
વિદ્યાર્થીએ આ માટે ત્રણ વર્ષ પ્રયત્ન કર્યો, પણ સફળ ના થયો. તેના શિક્ષકનું કહેલું નહીં કરી શકવા બદલ તે હતાશ થઇ ગયો. તે શિક્ષક પાસે રડતો આવ્યો અને કહ્યું, કે તમે જે કહ્યું તું તે નહીં કરી શકવા બદલ મારે જતા રહેવું પડશે.
શિક્ષકે કહ્યું ‘વધુ એક અઠવાડિયું રાહ જો. સતત ધ્યાનમાં બેસ’ વિદ્યાર્થી વધુ એક અઠવાડિયું રહીને ધ્યાન ધરવાનું ચાલુ રાખ્યું. કશું જ પરિણામ ના આવ્યું. શિક્ષકે કહ્યું, ‘વધુ પાંચ દિવસ પ્રયત્ન કર.’
વિદ્યાર્થી વધુ રહ્યો, છતાંય કંઈ ના થયું. વિદ્યાર્થી હતાશ બનીને મુક્ત થવા માટેની આજીજી કરવા માંડયો પછી શિક્ષકે કહ્યું “વધુ ત્રણ દિવસ ધ્યાન ધર. જો તને આત્મજ્ઞાન ના થાય તો, તું આત્મહત્યા કરી લે એ વધારે સારું છે.”
બીજા દિવસે વિદ્યાર્થીને આત્મજ્ઞાન મળ્યું.
જ્યારે તમારું આખું અસ્તિત્વ ફક્ત સત્યને જાણવાની ઉત્કટ ઇચ્છાથી ભડકી રહ્યું હોય, ત્યારે તમે ગુરૂની સૂચનાઓને શોષી લેશો. પરિવર્તનનો જાદુ કામ
જ્યારે તમે ખાવ, ઉત્કટતાથી
ખાવ. તમારું સમગ્ર ધ્યાન
અને શક્તિને ખાવા પર
કેન્દ્રિત થવા દો.
કરશો જ. ત્યારે જ તમે તેને સ્વીકારવા તૈયાર હશો. ત્યાં સુધી તે ફક્ત એક રૂચિ છે.
તમે જે કંઈ પણ કરો તેમાં ઉત્કટ બનો
ધ્યાન પદ્ધતિઓનું ગૂઢ વિજ્ઞાન, તંત્ર, કહે છે કે સત્યને જાણવા માટે એક જ સ્થિતિની આશ્યકતા છે અને તે છે ઉત્કટતા. તમે જે છો અને જે કરો છો, તેમાં સમગ્ર બનો.
પ્રત્યેક ક્ષણમાં ઉત્કટતાથી જીવો અને જીવનનો ખરો સ્વાદ ચાખો. નહીં તો, તમે જીવી નથી રહ્યા. તમે ફક્ત મૃત્યુની રાહ જોઇ રહ્યા છો.
જ્યારે તમે ખાવ, ઉત્કટતાથી ખાવ. તમારું સમગ્ર ધ્યાન અને શક્તિને ખાવા પર કેન્દ્રિત થવા દો. તમારા ધ્યાન અને વિચારોને ભમવા ના દેશો. એવું બધું ના વિચારશો, જેમકે આવતીકાલે તમારે તમારા કામ પર શું કરવાની જરૂર છે અથવા તમારી આવતી રજાઓ ગાળવા તમારે ક્યાં જવું છે.
તમારી બધી જ ઇન્દ્રીયો દ્વારા ખાવાની મજા લો. તમારાં મોઢામાં ભોજનના સ્વાદને ચાખો અને આંખોથી મિજબানী માણો, ભોજનને પ્રેમથી સ્પર્શ કરો અને તેનો સુંગધ માણો. તમે જ્યારે સંપૂર્ણપણે આ રીતે ખાશો, ત્યારે તમે પ્રત્યેક કોળિયાને માણતા હશો. ભોજન તમને જે જીવંત શક્તિ આપવા માંગે છે, તેને તમે સાક્ષાત રીતે તમારી અંદર ઉતારશો.
જો તમે પાણી પીતા હો, તો તેને તીવ્રતાથી પીઓ. તૃષ્ણા બની જાવ. પાણીની ઠંડકનો તમારા મોંમાં, ગળામાં અને અન્નનળીમાં અનુભવ કરો. તમારી અંદર જતાં પ્રત્યેક ટીંપાને તમને સંતૃપ્તિનો અનુભવ કરાવવા દો.
તામિલ ક્લાસિક, ‘પેરિયા પુરાણમ’માં નયનમારની વાર્તાઓનું વર્ણન છે, જેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમાં એવાં અનેક કિસ્સાઓ છે, જેમાં ભક્તોએ ભગવાન માટે હાર બનાવવા જેવા સામાન્ય કામો દ્વારા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કર્યો હોય. એક ઉદાહરણ છે, ભગવાનના ભક્ત, ગણનાથ નયનારનું, જે સામાન્ય કાર્યોમાં રચ્યો પચ્યો રહેતો હતો, જેમકે પૂજા માટે ફૂલો ચૂંટવા, મંદિરમાં કચરો અને પોતું કરવાનું અને મંદિરના દીવાઓને પ્રગટાવી રાખવાનાં. ફક્ત આવા સામાન્ય જીવન દ્વારા તે પરમતત્ત્વ સુધી પહોંચ્યો અને ‘ગણનાથ’ એવા નામને પામ્યો, જેનો અર્થ થાય છે ભગવાન શિવનાં ગણોનો કાર્યકરોનો વડો.
જ્યારે તમે પ્રાર્થના કરો, સાચા અને કુદરતી બનો. તમે જે કંઈ અનુભવો, તે સંપૂર્ણપણે અનુભવો અને તેને દિવ્યશક્તિને અર્પણ કરો. તમે જે અનુભવો છો તેનો અસ્વીકાર કરીને તમારી જાતને છેતરશો નહીં. તમે ભગવાનથી કશું જ છુપાવી નહીં શકો. તે તમને તમે ઓળખો છો તેનાં કરતાં વધારે ઓળખે છે.
ફક્ત તમારી ઉત્કટતા જ નક્કી કરે છે કે તમે જે વસ્તુની શોધમાં છો તે ક્યારે મળશે. જો ઉત્કટતા સંપૂર્ણ હશે, તો તે તે જ ક્ષણે મળી જશે. જો ઉત્કટતામાં એકસૂત્રતા અને સમગ્રતા નહીં હોય તો તે વધારે સમય લેશે કારણ કે ઉત્કટતાને તે સમયમાં પ્રબળતા મેળવવી પડે છે.
જો તમારી ઉત્કટતા પૂરતી હશે તો પરમતત્ત્વ સુધી પહોંચવામાં સમય નથી લાગતો. તમે ક્યાં છો અને કોણ છો તે અપ્રસ્તુત છે. તમે સત્ય સુધી અહીંયાં અને અત્યારે જ પહોંચી શકો છો. એક સુંદર વાર્તા :
એક ભયાનક ડાકુ હતો, જેનાથી રાજ્યને ભય રહેતો હતો. મોટી સંખ્યામાં લોકોને લૂંટયા પછી તેને પોતાનાં કર્મો પ્રત્યે અજંપો અને અસ્વસ્થતાનો અનુભવ થવા માંડયો. તેણે એક ગુરુનો સંપર્ક કર્યો અને તેમને પૂછ્યું “ગુરુજી, હું પાપી છું શું મારા માટે કોઈ રસ્તો છે? મને મુક્તિ મળી શકે?”
ગુરુએ ડાકુ સામે જોઈને તેને પૂછ્યું, કે તે શેમાં પારંગત છે. ડાકુએ જવાબ આપ્યો ‘કશામાં નહીં’ ગુરુએ પૂછ્યું, “કશામાં નહીં? તમે કશાકમાં તો પારંગત હશો?” ડાકુએ લાંબા સમય સુધી વિચાર કરીને કહ્યું, “ગુરુજી મને ફક્ત ચોરી કરતાં આવડે છે. મેં જિંદગીભર આ જ કામ કર્યું છે.”
ગુરુએ સ્મિત સાથે કહ્યું, “બહુ સારું. હવે તમે એનો જ ઉપયોગ કરશો. એક શાંત જગ્યાએ જઈને તમારા બધાં અનુભવો, વિચારો અને મંતવ્યોની ચોરી કરો. પૃથ્વી પરના બધાં જ ઝાડ, ખડકો અને નદીઓની ચોરી કરો. આકાશમાંથી બધા જ ગ્રહો અને તારાઓની ચોરી કરો. તેમને તમારી અંદરના વિશાળ ખાલીપણામાં ઓગળી નાખો.”
ડાકુએ સાચા મનથી બધીજ સૂચનાઓનું શબ્દશઃ કર્યું. એકવીસ દિવસની અંદર ડાકુને તેના ખરા સ્વભાવનો સાક્ષાત્કાર થયો–તેને સત્યનો સાક્ષાત્કાર થયો. તે આત્મજ્ઞાની બની ગયો.
ઉત્કટતા અને ચેતનાની ચાર અવસ્થાઓ
ચેતનાની ચાર અવસ્થાઓ
જ્યારે તમારી પાસે 'હું' વિષેની સભાનતા અને વિચારો હોય, ત્યારે તમે, અત્યારે જે અવસ્થામાં છો, એટલે, તે જાગૃતાવસ્થામાં છે. આ અવસ્થામાં વિચારો કરતાં 'હું'નો વિચાર વધારે આવતો હોય છે. એટલે તમે તમારા વિચારોને નિયંત્રણમાં રાખી શકો છો.

જ્યારે તમારી પાસે વિચારો હોય છે, પણ ‘હું’ની સભાનતા નથી હોતી, ત્યારે તમે સ્વપ્નાવસ્થામાં છો. સ્વપ્નાવસ્થામાં 'હું'ની સભાનતા કરતાં વિચારોનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે સ્વપ્નાવસ્થામાં વિચારો આવે છે પણ તમે તેને નિયંત્રિત નથી કરી શકતા.
જ્યારે તમારી પાસે ‘હું’ની સભાનતા અને કોઈપણ વિચારો નથી હોતા, ત્યારે તમે ગાઢ નિદ્રાવસ્થામાં છો. સામાન્ય રીતે આપણે ફક્ત આ ત્રણ અવસ્થાઓથી સભાન હોઈએ છીએ – જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા. ચોથી અવસ્થામાં તમારી પાસે ‘હું’ની સભાનતા છે, પણ વિચારો નથી હોતા, એ તૂરીયા અવસ્થા છે.
ત્રણેય અવસ્થાઓમાં ઉત્કટતા સભાનતા
ઉત્કટતા એટલે તમે જે કંઈ કરો તેની પ્રત્યેક ક્ષણમાં ઉત્કટ બનવું. એટલે તમારે બધી જ અવસ્થાઓમાં તમારી જાત પ્રત્યે સભાન હોવાની જરૂર છે. ત્યાર પછી જ તમે બધી જ અવસ્થાઓમાં ઉત્કટ રહી શકો છો.
અત્યારે તમે કોની સાથે છો, એની સભાનતા ફક્ત જાગ્રુતાવસ્થામાં જ અનુભવી શકો છો. તમને લાગે છે, 'હું ડોક્ટર છું,' 'હું વકીલ છું,' 'હું એન્જીનીયર છું.' આપણે જે ઓળખ લઈને રહીએ છીએ, તેનાથી સભાન હોઈએ, અને ત્રણેય અવસ્થાઓમાં, ખુશ હોઈએ તો આપણે જાગ્રુત, સ્વપ્ન અને ગાઢ નિદ્રાવસ્થાનાં દોરને સમજ્યાં કહેવાઈએ. જ્યારે આપણે આ ત્રણેય અવસ્થાઓની દોર પકડી પાડીએ છીએ, ત્યારે એકદમ જ આપણને આ ત્રણેય અવસ્થાઓમાં આપણી ઓળખને મૂર્ત કરી શકીએ છીએ.
કોઈકે મને, પૂછ્યું, “મને નથી લાગતું કે ગાઢ નિદ્રાવસ્થામાં હું સભાન હોઉં છું.” તો પછી એ કોણ છે જે પાછા આવીને કહે છે, કે ગાઢ નિદ્રા દરમ્યાન ખૂબ શાંતિ હતી? એ કોણ છે જે યાદ કરીને કહે છે, “તે અંધકારથી ભરેલું હતું. એવું પ્રતીત થતું હતું કે હું ત્યાં છું જ નહીં?” એ કોણ છે, જે પાછું આવીને આ વિચારને યાદ કરે છે, “હું ત્યાં બિલકુલ નહોતો?”
જો વ્યક્તિ એ અવસ્થામાં છે જ નહીં તો કોણ ત્રણેય અવસ્થાઓને જોડવા પાછું આવે છે? આપણે ગાઢ નિદ્રાવસ્થામાં હોવાનું નકારી ના શકીએ. આપણે એમાં હતાં, પણ તે અવસ્થામાં આપણી શું ઓળખ છે, તેનાં વિષે આપણે સભાન નહોતાં.
એ સમજો, કે જે વ્યક્તિ આ ત્રણેય અવસ્થાઓથી સભાન છે, તે જાગૃત છે. જો આપણે આ ત્રણેય અવસ્થાઓમાંના વ્યક્તિત્વથી સભાન છીએ, તો આપણે પૂરતાં સભાન છીએ, આપણી શોધ તેનાં લક્ષ્ય સુધી પહોંચી શકે તેટલી ઉત્કટ છે અને આપણે દીક્ષા અને આશીર્વાદને પાત્ર બનીએ તેટલાં ઉત્કટ છીએ.
જો આપણે આ ત્રણેય અવસ્થાઓથી સભાન નથી થઈ ચૂક્યાં, જો આપણે સમાન ઓળખ સાથે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ નથી કર્યો, તો પછી હવે આપણે આપણી શોધને વધુ ઉત્કટ બનાવવાની જરૂર છે.
ઉત્કટ ત્રણેય અવસ્થાઓમાંથી પોતાના વ્યક્તિત્વને પસાર કરી શકશે. જો એક કે બે વખત પણ તમે તમારી જાગ્રુતાવસ્થાની ઓળખ સ્વપ્નાવસ્થામાં અનુભવી હોય, તો તમે ઉત્કટ છો.
સ્વપ્નાવસ્થામાં એકદમ ક્યારેક તમને યાદ આવે છે, કે તમે તે અવસ્થામાં સ્વીકારેલા તમારા વ્યક્તિત્વથી પર છો. મેં શોધકોને સ્વપ્નાવસ્થામાં આ અનુભવમાંથી પસાર થતાં જોયા છે. તેઓ સ્વપ્નાવસ્થામાં એકદમ જ જાગૃત અવસ્થાની તેમની ઓળખ સાથે તેઓ જોડાઈ જશે. અને ત્યાર પછી તેઓ સ્વપ્નાવસ્થાનો વિચાર કરશે, “ઓ, આ તો બહુ નાનું છે. આ તો કંઈ નથી.’
જો તમને તમારા જાગૃતાવસ્થાનાં વ્યક્તિત્વનો અનુભવ સ્વપ્નાવસ્થામાં થયો હોય, તો સમજી લેજો કે તમારાંમાં ઉત્કટતા છે. તમારી શોધ ઉત્કટ છે.
આત્મ-સાક્ષાત્કાર કેવી રીતે મળે ? મારે એ ગમે તે ભોગે પામવો છે
સમજો: પ્રશ્ન શબ્દ છે. શોધ અનુભૂતિ છે.
માણસ એક શોધ તરીકે જન્મ્યો છે. બાકીનાં જીવો માણસ કરી શકે છે, તેવી રીતે દિવ્ય શક્તિને પ્રતિબિંબિત નથી કરી શકતાં. માણસ દર્પણ જેવો છે. તેની પાસે દિવ્ય શક્તિને સામે રહીને પ્રતિબિંબિત કરવાનો અથવા તેનાથી અળગા થઈ જવાનો વિકલ્પ છે. માણસ સભાનપૂર્વકની પસંદગી કરી શકે છે, એટલા માટે તેનો વિકાસ થઇ શકે છે. માણસ પોતાનાં વ્યક્તિત્વ દ્વારા દિવ્યતાનો અનુભવ કરવાની પસંદગી કરી શકે છે. અસ્તિત્વમાં બીજા કોઈ જીવ પાસે આ વિકલ્પ નથી.
"હું આત્મ સાક્ષાત્કાર કેવી રીતે મળે ? મારે ગમે તે ભોગે એ પામવો છે..." જો આ શબ્દો બહાર આવી જાય, જો આ પ્રશ્ન ગહન ઉત્કંઠા સ્વરૂપે બહાર આવી જાય તો પછી તમારે બીજા કશાની જરૂર જ નથી.
ઉકળવા દો. તમારા આખા અસ્તિત્વને આ શોધથી સળગવા દો. એ પૂરતું છે. બીજું કંઈ કરવાની જરૂર નથી. આ ઉકળાટને ઉત્કટતા બની જવા દો.
આ ઉકળાટ થવા દો. આ આગ લાગવા દો. આ ઉત્કટતા રહેવા દો. આ તાકીદને પેદા થવા દો.
અંદરની ઇચ્છાને ઉત્કટતા બનવા દો. સવાલને
તમારી તૃષ્ણા-તડપ બની જવા દો. તેને તમારા
અહમ્ને, તમારી ભીતરની જગ્યાને ખાઈ જવા દો.
લોકો મને પૂછે છે, 'શું તમે ઈશ્વર કૃપાથી સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અથવા તમારા પ્રયત્નોથી અથવા તમારી ઉત્કંઠાથી કર્યો છે?'
> માણસ દર્પણ જેવો છે. તેની પાસે દિવ્ય શક્તિને સામે રહીને પ્રતિબિંબિત કરવાનો અથવા તેનાથી અળગા થઈ જવાનો વિકલ્પ છે.
હું તેમને કહું છું, કે તમારી અંદર એ શોધ માટેની તલપ હોવી, એજ ઈશ્વર કૃપાની નિશાની છે. ઈશ્વર કૃપા વગર તમારી અંદર એ શોધ માટેની ઇચ્છા જ નહીં જાગે.
એ સમજો, કે આ શોધ, આ તલપ એક બીજ સમાન છે. એ એવા બીજ સમાન છે, જેને કોસલાની અંદર ગૂંગળામણ થઇ રહી છે. કોસલાની અંદરનાં જીવનને જ્યાં સુધી ગૂંગળામણનો અનુભવ નહીં થાય, ત્યાં સુધીએ ખુલશે નહીં અને વૃક્ષ નહીં બને.
જે ક્ષણે બીજને ઉઘડવાનું મન થાય, જે ક્ષણે એનાંમાં સત્યની શોધની ઝંખના જાગે, ઉત્કટતાથી વૃક્ષ બનાવનું મન થાય, એનો અર્થ એ થાય છે, કે બીજની અંદર રહેલાં વૃક્ષે પોતાની જાતને વ્યક્ત કરવા માંડી છે.
જો તમને એવી અનુભૂતિ થાય છે કે તમને સત્યનો સાક્ષાત્કાર થવો જોઈએ, તો તેનો અર્થ છે, કે તમારી અંદરનાં બુદ્ધે તેમનાં ચક્ષુ ઉઘાડ્યાં છે. તમારી અંદરના બુદ્ધ જાગૃત થવા માંડ્યાં છે. તમારે ફક્ત તમારી આંખો ખોલવાની જરૂર છે!
આ શોધને ચાલવા દો. સવારથી સાંજ સુધી તેને ઉકળવા દો, તમારી ભીતર ગહન અસંતોષ પેદા થવા દો. તમારી ચામડીનાં દરેક છિદ્રને, તમારા શરીરનાં પ્રત્યેક જ્ઞાનતંતુને તે તીવ્રતા સાથે સ્પંદનનો અનુભવ કરવા દો. તેને તમારાં જીવનની બધી જ હતાશાઓને ગળી જવા દો. બની શકે, કે તમને જીવનમાં ઘણું બધું ના મળવાની હતાશાઓ અને દુઃખો હોય. આ એક દુઃખને, પેલા બધાં જ દુઃખોને ગળી જવા દો.
જો તમને એવી અનુભૂતિ થાય છે કે તમને સત્યનો સાક્ષાત્કાર થવો જોઈએ, તો તેનો અર્થ છે, કે તમારી અંદરનાં બુદ્ધે તેમનાં ચક્ષુ ઉઘાડ્યાં છે.
એક સુંદર ઝેન વાર્તા.
એક ઝેન વિદ્યાર્થીનો, તીવ્રતાથી તેના ગુરુ પાસે અભ્યાસ કરી રહ્યો હતો, પણ લાંબા સમય સુધી તેને સાચા ધ્યાનનો અનુભવ થતો નહોતો. પૂનમની એક રાતે તે વાંસ ઉપર પાણીની બાલદી લઇને જઇ રહ્યો હતો. તેણે બાલદીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોયું, એકદમ જ બાંબુ તૂટી ગયો.
પાણી બાલદીમાંથી બહાર પડ્યું. ચંદ્રનું પ્રતિબિંબ અદ્રશ્ય થઇ ગયું અને તેની સાથે તેનો અહંકાર પણ. જો શોધ ઉત્કટ હશે, તો તે તમારા અહંકારમાંથી રસ કાઢી નાખશે. લીલું ઘાસ સૂકું બની જાય છે. સૂકા ઘાસને બાળવા એક જ દીવાસળી પૂરતી છે. પરમ સત્યનો અનુભવ પળ વારમાં, સામાન્ય ઘટના દ્વારા થઇ શકે છે.
એટલે સમજો, આ શોધને તમારા સવાલને ‘સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? મારે ખૂબ ઉત્કટતાથી તેનો અનુભવ કરવો છે,’ આ તલપને તમારાં બધાં દુ:ખો, હતાશાઓ, તમારી બીજી બધી ઇચ્છાઓ, અને જીવનનાં વિષયની ચિંતાઓને બાળી નાખવા દો.
તેને થવા દો, અને એકદમ જ તમે જોશો, કે એ તલપ અચાનક જ અદ્રશ્ય થઇ જાય છે, તે હોતી જ નથી. જ્યારે એ તલપ અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે તમને સત્યનો સાક્ષાત્કાર થઇ ગયો હોય છે. તમે જેને શોધતાં હતાં, તેને તમે મેળવી લીધું હોય છે.
ઉત્કટતા તમને પરમતત્ત્વ સુધી પહોંચવા માટે તૈયાર કરે છે
દીક્ષા
ઉપનિષદો, જે ઋષિ મુનિઓનાં સાક્ષાત્કાર રૂપે રચાયેલાં આપણાં પ્રાચીન વૈદિક ગ્રંથો છે, એમ કહે છે, કે જે વ્યક્તિએ દીક્ષા લીધી છે, તેનાં માટે તો આખો સંસાર સ્વર્ગ સમાન છે. ‘દીક્ષા’ શબ્દને સમજો. તેનો અર્થ કોઇ પૂજા-વિધિ નથી થતો.
દીક્ષા એટલે તમારી અંદર થતો ત્વરિત અનુભવ, અથવા સાક્ષાત્કાર. એટલે એક એવો અનુભવ જેમાં તમારી સમક્ષ જ્યારે ગુરુ સત્યને વ્યક્ત કરે છે, અને તમને તરત જ એવું લાગે છે, કે “હે ભગવાન! તે જે કહી રહ્યાં છે, તે સાચું છે. હું હંમેશા આ પ્રમાણે જ વિચારતો હતો. તેમણે તેને યોગ્ય રીતે વ્યક્ત કર્યું છે,” આ જ દીક્ષા છે. જો તમને એવું લાગે, કે હું જે બોલી રહ્યો છું, તે તમે હંમેશાં વિચારતાં હતાં, અને હું તેને શબ્દોમાં વ્યવસ્થિત રીતે મૂકી રહ્યો છું, તો તમને દીક્ષાનો અનુભવ થયો કહેવાય.
એ સમજવા વિનંતી છે, કે પૂરી તૈયારી થયા પછી જ અને જ્યારે તમે ખૂબ ઉત્કટતાની અવસ્થામાં હો, ત્યારે જ ગુરૂએ ઉચ્ચારેલા સત્યનો સાક્ષાત્કાર થાય છે.
જ્યારે ગુરુ કહે કે હવે વધારે શોધ કરવાની જરૂર નથી અને હમણાં જ તમારી જાતને મુક્ત કરો, તમે એ ત્યારેજ કરી શકશો જ્યારે તમે પૂરતી શોધ કરી હશે અને ઉત્કટતાનું સર્જન કર્યું હશે. આ એક પરસ્પર વિરોધી બાબતોને સમર્થન કરતું કથન છે.
ઉત્કટતાનું સાચું વલણ પેદા કરવું, એ આની પદ્ધતિ છે. ખરેખર જો તમારાંમાં ઉત્કટતાની શક્તિ હશે, તો તમારાંમાં આપમેળે જ ખરું સાંભળવાની ક્ષમતા હશે. તમે ફક્ત એક ઝલક ઝડપવા માટે રાહ જોતાં હશો. તમે માત્ર સાંભળવા માટે જ રાહ જોઈ રહ્યાં હશો. તમે માત્ર ગ્રહણ કરવા માટે ઉત્સુક હશો.
એટલા માટે જ ગુરુઓ વર્ષોનાં વર્ષ સુધી ફરી ફરી ને એક જ વાત કહેતાં હોય છે. મેં ફક્ત થોડાં વર્ષો પૂર્વે બોલવાનું શરૂ કર્યું છે. બુદ્ધ ચાલીસ વર્ષ સુધી બોલતાં રહ્યાં, પણ સંદેશ એક સરખો જ હતો. તેમનો પહેલો અને છેલ્લો બોધપાઠ લગભગ સરખાં જ છે.
તો તમે વિચારશો કે, હજારો અનુયાયીઓ રોજ બેસીને એનો એ જ બોધપાઠ કેમ સાંભળ્યા કરે છે. કારણ કે, સાક્ષાત્કાર તમે ઉત્કટતાની શક્તિમાં હો ત્યારે જ થાય છે. તે ઉત્કટતા સાથે જ થાય છે. તમે બસ જ્યોતને પકડી લો છો અને સાક્ષાત્કાર થઈ જાય છે.
ગહન આધ્યાત્મિક અનુભવ
આધ્યાત્મિક અનુભવ માટેની જરૂરતો
આધ્યાત્મિક અનુભવ માટે બે શરતો પૂરી થવી જરૂરી છે. પહેલું, કે તમે સંપૂર્ણ રીતે મુક્ત હોવા જોઈએ અને તમારી આજુબાજુનાં વાતાવરણમાં સમાવવાં તૈયાર હોવા જોઈએ. બીજું છે, તીવ્ર શક્તિનું ક્ષેત્રમાં હોવા જોઈએ.
ક્યારેક જો તમે મુક્ત હો છો, પણ તીવ્ર શક્તિનાં ક્ષેત્રમાં નથી હોતા, તો તમારા અહંકારનાં તૂટવાની શરૂઆત નથી થતી. પ્રથમ આધ્યાત્મિક અનુભવ નારિયેળને તોડવા સમાન છે. પહેલીવાર તોડ્યા પછી બાકીનું નાળિયેર તોડતા વાર નથી લાગતી. પ્રથમવાર તોડવા માટે તીવ્ર આધ્યાત્મિક શક્તિનાં ક્ષેત્રની જરૂર હોય છે.
> આધ્યાત્મિક અનુભવ માટે
> તમે સંપૂર્ણ રીતે મુક્ત હોવા
> જોઈએ અને તીવ્ર શક્તિનું
> ક્ષેત્રમાં હોવા જોઈએ.
આ બે વસ્તુઓ દ્વારા હું મારાં પહેલા આધ્યાત્મિક અનુભવ સુધી પહોંચ્યો હતો. હું મુક્ત હતો અને મારી આજુબાજુનાં વાતાવરણમાં સમાવવા તૈયાર હતો અને હું અરૂણાચલની તીવ્ર શક્તિના ક્ષેત્રમાં હતો. નસીબજોગે હું પર્વતની સુંદરતા તરફ આકર્ષાયો હતો. સામાન્ય રીતે, તમે રોજ કોઈ પર્વત, નદી અથવા મહાસાગર જોતા હો તો તમે તેને સહજતાથી લઇ લેશો. મેં ક્યારેય પર્વતને સહજતાથી નહોતો લીધો. મેં ક્યારેય વિચાર્યું નહોતું, કે મને તેનાં વિષયમાં ખબર છે. હું સતત મુક્ત અને ભળી જવા તૈયાર હતો.
એ સમજો, હંમેશા મુક્ત અને ભળી જવા તૈયાર હોવું, એટલે તેને રોજ સવારમાં તાજગીવાળી આંખોથી જોવું અથવા ‘ખુલ્લા થવું અને ઉપલબ્ધ હોવું’ આપણે ઘણી વખત આપણી જાતને સમાજથી એકદમ વિમુખ કરી દઇએ છીએ.
ક્યારેક આપણે કોઈ નિર્ણય, કોઇ તારણ અથવા
સમજણ પર આવી જઇએ છીએ, અને ત્યાર પછી,
પરિણામ જોઈને આપણે ક્યારેય આપણી સમજ અથવા
આપણાં પ્રયત્નને સુધારતા નથી.
પ્રત્યેક દિવસ અરૂણાચલ પર્વત મારાં માટે જીવંત હતો. રોજ તે ક્યારેય ગઇ કાલે જોયેલો જૂનો-પુરાણો પર્વત નહોતો. મારી દિનચર્યા ખૂબ વિચિત્ર હતી. સવારમાં જાગીને હું મારી આંખો નહોતો ખોલતો. હું ઉમરાની દિવાલનાં આધારે ધીમે-ધીમે મારાં ખંડમાંથી
બહાર આવતો. હું બહાર આવીને એવી જગ્યાએ ઊભો રહેતો, કે જ્યાંથી પર્વત જોઈ શકાય છે, તેની મને ખબર હતી. ત્યાર પછી જ હું આંખો ઉઘાડતો, જેથી કરીને સવારમાં સૌથી પહેલી જેનાં ઉપર મારી નજર પડતી, એ તે પર્વત હતો.
કોઇ રીતે મારાં ભાઈઓને ખબર પડી ગઈ હતી, કે સવારમાં સૌથી પહેલાં મને એ પર્વત જોવાની ઇચ્છા હતી. તેઓ મને ચિડાવવાની મજા લેવા માંગતા હતાં. જ્યારે તેમને ખબર પડતી કે હું પથારીમાંથી ઉઠીને ધીમેધીમે ચાલી રહ્યો છું, તો તેઓ મારી સામે આવીને ઊભાં રહેતાં.
જો હું આંખો ઊઘાડીને પર્વતને બદલે તેમના મોઢાં જોઈ લેતો તો હું પાછો જઈને સૂઈ જતો. હું અડધો કલાક સૂઈને પાછો ઊઠીને ધીમે-ધીમે પર્વત જોવા માટે ચાલતો અને મારી આંખો ઊઘાડતો. સૌ પ્રથમ એ પર્વત જોઉં પછી જ હું મારી દિનચર્યાનો આરંભ કરતો.
કદાચ વિચિત્ર અને અંધશ્રદ્ધાળુ લાગશે, પણ મને હંમેશા એવું લાગતું કે મેં આ પર્વતનાં કારણે અને આ પર્વતમાં દિવ્યતાનો અનુભવ કરી ચૂકેલી વ્યક્તિઓએ જે શક્તિનું ખેંચાણ હતું તેના કારણે જ જન્મ લીધો છે અને આ શરીર ધારણ કર્યું છે.
તામિલ ભાષામાં એ પર્વતનું વર્ણન કરતી બહુ સુંદર પંક્તિઓ છે, જેમાં કહ્યું છે, કે “આ પર્વત આંતરજ્ઞાન પામેલી વ્યક્તિઓને પોતાનાં તરફ આકર્ષે છે. આ પર્વત પૃથ્વીનાં અંતરજ્ઞાન પામેલાં જીવોને તો આકર્ષે જ છે, પણ બીજા ગ્રહો અને વિશ્વોનાં જીવોને પણ પોતાનાં તરફ આકર્ષવા માટે તેને ખાસ માન આપવામાં આવે છે. મેં કયારેય એ પર્વતને સહજ રીતે લીધો જ નહોતો. તે એક સદા જીવંત અસ્તિત્ત્વ હતો.
દિવ્ય તત્ત્વ સાથેની મુલાકાત
એક દિવસ હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દિવસે પૂર્ણિમા હતી અને જેમ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો તેમ ચંદ્રનો ઉદય થઇ રહ્યો હતો. હું અરુણાચલ પર્વતનાં એક પત્થર ઉપર બેઠો, રમણ મહર્ષિનાં અનુયાયી, આંતરજ્ઞાની ગુરૂ, અન્નામલાઇ સ્વામિગલે ભણાવેલ ધ્યાન પદ્ધતિ દ્વારા ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
પત્થર ઉપર બેસીને હું, ‘હું’નો ભાવ ક્યાંથી પ્રગટ થાય છે, તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દિવસે હું વિશેષ રીતે, ઘણાં લાંબા સમય સુધી બેસીને તેનું ઉદ્ભવ સ્થાન શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
એકદમ જ કંઈક થયું અને મને એવું લાગ્યું કે જાણે હું ક્યાંક અંદર ખેંચાઈ રહ્યો છું. હું બંધ આંખે બેઠો હતો, પણ મેં સ્પષ્ટતાથી અંદર કંઈક ઉઘડતું જોયું. હું મારી આજુબાજુ પૂરાં ૩૬૦ અંશે જોઈ શકતો હતો. મારી આંખો બંધ હતી, છતાંય હું પૂરાં ૩૬૦ અંશે જોઈ શકતો હતો, બધી જ દિશાઓમાં જે કંઈ પણ થઇ રહ્યું હતું – આગળ, આજુબાજુ, પાછળ, ઉપર અને નીચે, બધું જ જોઈ શકતો હતો.
એટલું જ નહોતું કે હું જોઈ શકતો હતો, પણ હું ખૂબ જ સ્પષ્ટ રીતે અને એટલી જ તીવ્રતાથી મારી અંદરની જીવંત અવસ્થાને અનુભવી શકતો હતો, હું એ અનુભવી શકતો હતો, કે હું જે પણ જોઈ શકું છું, તે સર્વમાં જીવંત છું.
મારી આજુબાજુ જે કંઈ હતું તે બધું જ હું જોઈ શકતો હતો. જેમકે – છોડ, પત્થરો, ઝાડ અને બીજું બધું જ – હું બધામાં જીવંત છું તેવો અનુભવ કરી શકતો હતો. જેવી રીતે તમને બધાને તમારી અંદરનાં જીવનનો અનુભવ થાય છે, તેવી જ રીતે મને એવું લાગ્યું કે હું સઘળા બ્રહ્માંડ અને સઘળી સૃષ્ટિ સાથે જીવંત છું.
અત્યાર સુધી હું ફક્ત એક શરીર હતો. એ પછી મને એ સમજાયું કે, હું શરીર પણ છું. સમજો, એવું લાગ્યું કે, ‘હું શરીર પણ છું.’
એ બહુ ઊંડો અનુભવ હતો. જો એ ફક્ત એક શબ્દ અથવા કલ્પના હોત, તો એ આંતરમન ઉપર આટલો મોટો પ્રભાવ ના પાડી શકત. તે એક ઉત્કટ જાગૃત અનુભવ હતો.
તમે જોશો, કે હવે તમને એ જ્ઞાન થશે કે તમે તમારી ચામડીની અંદર છો. હવે તમે કંઈ પણ સાંભળશો, જ્યાં સુધી એ તમને વ્યગ્ર ના બનાવે ત્યાં સુધી સાંભળશો. એ સહજ છે કે તમને તમારું રક્ષણ કરતાં આવડે છે, કારણ કે તમે તમારાં શરીરની અંદર જીવંત છો અને આ તમારો જાગૃત અનુભવ પણ છે.
ગમે તેટલા માણસો ભલે તમને શીખવાડે કે તમે ફક્ત શરીર જ નથી, તમે ફક્ત તેમને સાંભળશો, પણ તેમને તમારા ઉપર પ્રભાવ નહીં પાડવા દો! કારણ કે તમારો જાગૃત અનુભવ તમારું શરીર છે.
મારો અનુભવ, કે ‘હું આ સંપૂર્ણ અસ્તિત્વ છું.’ મારું સત્ય બની ગયું. એટલા માટે જ હું એને અનુસરીને જીવવા લાગ્યો.
લોકોને નવાઈ લાગે છે, કે આટલી નાની ઉંમરમાં હું આટલી શક્તિશાળી અને ઉત્કટ જીંદગી જીવ્યો. તેમને લાગે છે, કે આ ખૂબ જ અઘરું અને કલ્પી ના શકાય એવું છે. એ તમારી કલ્પનાની બહાર છે, કારણ કે એ તમારો જાગૃત અનુભવ નથી. એ મારા માટે સહેલું હતું, કારણ એવો અનુભવ કરવો કે આખી સૃષ્ટિ હું છું, એ એક ખૂબ જ નક્કર અનુભવ બની ગયો હતો.
બુદ્ધની ઉત્કટતા
બૌદ્ધ ધર્મનાં પ્રબુદ્ધ ગુરુ અને સંસ્થાપક ગૌતમ બુદ્ધની કથાને જુઓ. તેમણે છ લાંબા વર્ષ સુધી શોધ ચાલુ રાખી. તેમણે અનેક પથ અજમાવી જોયા, પણ તે સર્વમાં સુંદર વાત તો એ છે, કે દરેક પ્રયત્નમાં તેમણે તેમનાં સમગ્ર અસ્તિત્વને સમાવી દીધું હતું.
તેમણે જેને પણ અનુસરવાનો નિર્ણય લીધો, તેને સંપૂર્ણ અને અફર ઉત્કટતાથી અનુસર્યાં તેમણે અનેક પદ્ધતિઓ, જેમકે ઉપવાસ, સતત તપસ્યા, ભગવાનનાં નામનો ઉચ્ચાર વગેરે, અજમાવી જોઈ. તેમણે શક્ય તેવી બધી પદ્ધતિઓ અજમાવી જોઈ, પણ કશું પરિણામ ના આવ્યું.
તેમની શોધ દરમ્યાન, એક શિક્ષકે તેમને ત્રણ મહિનાં સુધી રોજ ચોખાનો એક જ દાણો ખાવાનો કહ્યો. બુદ્ધે નિષ્ઠાપૂર્વક તેમની સૂચના માની. તેમનાં હાડકાં દેખાવા લાગ્યાં હતાં અને તેઓ ખૂબ જ અશક્ત બની ગયાં હતાં.
એક દિવસ તેઓ નદીમાં નહાવાં ગયાં. તેઓ એટલા બધા અશક્ત થઈ ગયાં હતાં, કે તેઓ તેમનાં પગ પણ ખસેડી નહોતાં શકતાં અને નદીની લહેરો તેમને વહેવડાવીને લઇ જઇ રહી હતી. તેમણે એક ઝાડની ડાળી પકડી લીધી અને તેનાં ઉપર લટકી રહ્યાં. તે વખતે તેમને એકદમ જ તેમનાં બધાં જ પ્રયત્નોની વ્યર્થતાનું જ્ઞાન થયું. તેઓ શરીરને ત્રાસ આપી રહ્યાં હતાં, પણ તે દરમ્યાન તે કશું મેળવી નહોતાં શક્યાં. તેમનાં શરીરની શક્તિ જતી રહી હતી.
તેમને એ વાતની ઘેરી હતાશા હતી, કે તેઓ આંતરિક દુનિયામાં કશું મેળવી નહોતાં શકતાં અને બહારની દુનિયામાં તેમને બધું અર્થહીન લાગતું હતું.
તેઓ નદીમાંથી બહાર આવીને ઝાડ નીચે બેઠાં. તેઓ હતાશ હતાં, પણ બુદ્ધની હતાશા અને સામાન્ય હતાશા વચ્ચે તફાવત એ હતો, કે તેઓ હતાશામાં પણ સંપૂર્ણ અને ઉત્કટ હતાં.
તેમનામાં આશાનો એક કણ પણ નહોતો. તેમણે બધાં પ્રયત્નો બંધ કરી દીધાં હતાં. કશું મેળવવાની આશા નહોતી રહી.
એવું કહેવાય છે, કે તે રાત્રે સૂવાની તૈયારી કરીને તેમણે આકાશ સામે જોયું, અને તેમને નિર્વાણ મળી ગયું.
જેનાં દ્વારા બુદ્ધ નિર્વાણને પામ્યાં એ હતી ઉત્કટતા. આપણાંમાંથી કેટલાય લોકો એવું માને છે, કે તેઓ બધું જ કરી રહ્યાં છે પણ કશું પરિણામ નથી આવતું. થોડીક ભીતરમાં ઊંડે નજર કરીને જુઓ કે તમે તમારી તૃષ્ણા અને શોધમાં કેટલાં એકાગ્ર છો. તમે જે પણ શોધી રહ્યાં હો, તમારી શક્તિઓને સંપૂર્ણ રીતે એકસૂત્રિત બનાવો અને આગળ વધો. ત્યાર પછી તમને આખી સૃષ્ટિ તમારી સમક્ષ સંપૂર્ણ રીતે ઉઘડતી દેખાશે.
મારી ગહન આધ્યાત્મિક અનુભવ માટે ની ઉત્કટતા
મેં મારા ઊંડા આધ્યાત્મિક અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં મને સૃષ્ટિ સાથે એકરૂપતાનો અનુભવ થયો અને ૩૬૦ અંશમાં મને મારી આજુબાજુનાં બધાનો અનુભવ થયો. કેટલા બધાં લોકો, કેટલી વિવિધ પ્રકારની ધ્યાન-પદ્ધતિઓનું આચરણ કરે છે. શું તફાવત છે, શું કારણ છે, જેનાં લીધે એક નાનાં છોકરાને એ અનુભવ થયો?
હું કહી શકું, કે એક મહત્ત્વનું કારણ એ હતું, કે મારી અંદરનો સમગ્ર અવકાશ આ પદ્ધતિથી જાગૃત થવા અને ઉઘાડવાં તૈયાર હતો. મારી સભાનતા વગર હું સતત ગુરૂઓની ઊંચી ઉત્કટતા અનુભવતો.
જુઓ, ખાસ કરીને નાની ઉંમરમાં, તમને જે કોઈ પ્રેરણા આપે અથવા તમારા ઉપર પ્રભાવ પાડે, તે તમારી આંતરિક દુનિયાનો હીરો બની જાય છે. આ મહાન ગુરૂઓનો મારાં ઉપર એટલો બધો પ્રભાવ હતો, કે પ્રત્યેક પરિસ્થિતિમાં હું વિચારતો, જેમકે, ‘આ મહાન ગુરૂઓની વર્તણૂંક કેવી હોય છે?’ દાખલા તરીકે, મને કોઈ બીક હોય તો હું યાદ કરતો અન્નામલાઇ સ્વામિગલ આ બીકનો સામનો કેવી રીતે કરશે? તેમને કંઈ પડી નહીં હોય. તેઓ અંતરજ્ઞાની છે. મારે પણ તેવા બનવું છે.
અંતરનો અવકાશ આ મહાન ગુરૂઓ દ્વારા એટલો બધો પ્રેરિત અને પ્રભાવિત હતો, કે મારાં જીવનમાં કોઈ પણ પગલું ભરતાં પહેલાં હું વિચારતો, “તેઓ કેવી રીતે વર્તશે? મને પણ એવું કરવા દે.” અંતરનો અવકાશ નાની ઉંમરમાં એટલો નિર્મળ હતો, કે તે ગુરૂઓ સિવાય મારાં બીજાં કોઈ આદર્શો નહોતાં. દરેક પગલે હું વિચારતો હતો, “તેઓ કેવી રીતે વર્તશે? મારે પણ તેવું જ કરવું છે – તે કરશે. હું પણ તેવી જ રીતે કરીશ.”
હું અરૂણાચલ પર્વતની પ્રદક્ષિણા કરવા જતો હતો. પર્વતની પરિક્રમાનો વિસ્તાર ૧૨ કિલોમીટરથી પણ વધારે છે. હું મોડી રાત્રે જતો હતો. જ્યારે મને થોડી બીક લાગતી, હું કહેતો, “અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે? તેઓ બીકની પરવા નહીં કરે. તો પછી મારે પણ એવા બનવું જોઇએ.”
સ્મશાનમાં ચાલવું
હું તમને એક બનાવ વિષે વાત કરું.
એક રાતે હું પર્વતની પરિક્રમા ફરતો હતો, ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો. ધોધમાર વરસાદ, ગર્જના અને વિજળીઓ જોઇને મને થોડી બીક લાગી. તરત જ મેં વિચાર કર્યો, ‘અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે? તેઓ ચિંતા ના કરત. મારે પણ તેવું જ કરવું જોઇએ.’
હું પરંપરાગત સ્મશાનગૃહમાંથી ચાલી રહ્યો હતો. હિંદુસ્તાનમાં અગ્નિદાહ અને દાટવાની ક્રિયા એક જ જગ્યાએ થાય છે. હું તેમાંથી પસાર થઇ રહ્યો હતો, કારણ કે પર્વતની ચોતરફ ફરતાં ફરતાં રસ્તો તે સ્મશાનગૃહમાંથી જાય છે.
અચાનક મેં એક કૂતરાને કશાંકને બચકાં ભરીને ખાતો જોયો. હું નજીક ગયો, એટલે એ કૂતરો મને ભસવા લાગ્યો. ભય લાગવા માંડ્યો એટલે મેં વિચાર્યું, “અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે? તેઓ ધ્યાન નહીં આપે. મારે આગળ વધવું જોઇએ.’’ હું આગળ વધવા માંડ્યો. હું આગળ વધવા માંડ્યો એટલે કૂતરાને બીક લાગી અને તે ભાગી ગયો.
જ્યારે હું નજીક પહોંચ્યો તો મેં જોયું, કે તે એક માનવ શબ હતું જેને પૂરી રીતે દાટવામાં નહોતું આવ્યું. તે વરસાદને લીધે બહાર આવીને રસ્તા ઉપર પડ્યું હતું. કલ્પના કરો, એક બાર–તેર વર્ષનો છોકરો, એકલો, મધરાતે માથા વગરનું શબ જુએ, કારણ કે માથું કૂતરાનાં મોઢામાં હતું.
ભયની શરૂઆત તો થઇ પણ તે મારાં અસ્તિત્વને સંપૂર્ણપણે ઘેરી પણ ના શક્યો. જેવો ભયનો પહેલો વિચાર આવવાનો શરૂ થયો કે તરત જ મેં તીવ્ર સભાનતા સાથે વિચારવા માંડ્યું, “અન્નામલાઇ સ્વામિગલનો અત્યારે શું પ્રતિ ક્રિયા હોત? તે બાજુમાંથી પસાર થઇને આગળ વધી જાત.”
મેં ચાલવાનું ચાલું રાખ્યું. બસ હું બીજે રસ્તેથી આગળ ચાલ્યો. મેં પાછું વળીને જોયું પણ નહીં ભયનો અનુભવ પરપોટા જેવો હતો, અને જેની શરૂઆત થવાની તૈયારી હતી, એ ઉઘડીને મારાં શરીર સુધી પહોંચ્યો પણ નહીં. ભયથી શરીરનું તપી જવું અથવા ધ્રૂજવું પણ થયું જ નહીં. તે બસ શમી ગયું.
અંદરની પૂરી સૃષ્ટિ તીવ્રતાથી તૈયાર થઇ ગઇ હતી. એજ કારણ છે, કે ફક્ત એક નાનકડી પ્રેરણાએ મને એ અનુભવમાં મૂકી દીધો. આને હું “જીવન મુક્તિ” કહું છું.
ઉત્કટ, નિર્દોષ આંતરિક અવકાશ
તમે ગુરૂનાં હાવભાવ પ્રમાણે જીવો છો, ત્યારે તમે
તમે ગુરૂનાં હાવભાવ પ્રમાણે જીવો છો, ત્યારે તમે જીવનમુક્તિ અનુભવો છો. જીવન મુક્તિ અનુભવો છો. જ્યારે પણ મારી અંદરની દુનિયામાં કોઈ પણ વિચાર આવતો, પછી ભલે એ કપડા સંબંધી હોય, ખાવાના અથવા ગમે તેનો હોય, સૌથી પહેલાં હું વિચારતો, ‘અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે? એમને કોઈ ઇચ્છા તો નહીં જ હોય. તો પછી તેનાં વિષયે ભૂલી જવું જોઇએ!’
મને જ્યારે ધ્યાન ધરવાનું અથવા પર્વતની પરિક્રમાં કરવાનું આળસ આવતું, ત્યારે હું વિચારતો, ‘અન્નામલાઇ સ્વામિગલ કેવું વિચારી શકે? તેઓ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થશે? તેમને આળસની તો નહીં જ પડી હોય. તેઓ તો ઊઠીને ધ્યાન ધરવા બેસી જાત. એટલે, એ પ્રમાણે જ કરવું જોઇએ.’ આવી જ રીતે, દિવસથી રાત સુધી સતત આ ગુરૂઓ મારાં માર્ગદર્શક બની ગયાં હતા. તેઓ મારાં જીવનનું કેન્દ્રબિંદુ બની ગયાં હતા.
એક વખત મેં અન્નામલાઇ સ્વામિગલને પૂછ્યું હતું, “મેં મારાં સ્વપ્નમાં દેવોને જોયાં. તમે પણ તેમને સ્વપ્નમાં જુઓ છો?” અન્નામલાઇ સ્વામિગલે જવાબ આપ્યો, ‘ના, મને સ્વપ્ન નથી આવતાં.’ હું ચકિત રહી ગયો. ‘તમને સ્વપ્ન નથી આવતાં! તો મને સ્વપ્ન ક્યાંથી આવી શકે!’
તે રાત્રે, મેં મારી જાતને કહ્યું, ‘હવે કોઈ સ્વપ્ન નહીં આવે. અન્નામલાઇ સ્વામિગલે કહ્યું છે, ‘સ્વપ્ન ના આવવાં જોઇએ’ એટલે મને સ્વપ્ન ના આવી શકે. તમને નવાઇ લાગશે, તે રાત્રે જ્યારે કોઈ સ્વપ્નની શરૂઆત થવા માંડી, ત્યારે મેં સ્પષ્ટ રીતે સ્વપ્નની અંદરથી કહ્યું, “ના, અન્નામલાઇ સ્વામિગલને સ્વપ્ન નથી આવતાં. મને કેવી રીતે સ્વપ્ન આવી શકે?”
એ સ્વપ્ન અદ્રશ્ય થઇ ગયું. અંદરની સૃષ્ટિ એટલી વ્યવસ્થિત, નિર્દોષ અને સ્પષ્ટ હતી, કે આ બસ, બની ગયું.
મને ઠંડી લાગતી અથવા કોઇ પણ અનુભૂતિ થતી, તો હું યાદ કરતો, “અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે? તેઓ પરવા નહીં કરે. તો પછી પરવા કરવાની જરૂર નથી. બસ મારી અંદર બીજાં કોઇ પ્રશ્નો અથવા દલીલો નહોતાં.
જીવંત મુક્તિનો સંદેશ - ગુરુ કેમ વર્તશે?
તમે પણ આ સરળ અને સબળ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. એ એટલી સરળ છે, કે તમારું મન છટકવાનું કોઇ બહાનું નહીં શોધી શકે.
કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જાતને પૂછો, ‘ગુરુજી કેવો પ્રતિસાદ આપશે? ગુરૂજી આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે? તમે પણ એ પ્રમાણે કરો. તમે જોશો કે એક નવો દરવાજો ઉઘડે છે. આને હું ‘જીવન મુક્તિ’ કહું છું. તમને બીજાં કશાની જરૂર નથી. આ એક વસ્તુ પૂરતી છે.
તમે વિચારોમાં બેઠા હો, ત્યારે પણ તમારા મનને પૂછી જુઓ, ‘જો ગુરૂજી આવી રીતે બેઠાં હોત, શું કરત? સ્વાભાવિક રીતે જ મૌન, તો પછી તમે કેમ વિચારી રહ્યાં છો? શાંત રહો,’ બસ બીજું કંઈજ નહીં.
જો તમારું મન કહે, “ના, ના, મને ખબર છે. આ સાચું છે. મને આ ખબર છે, પણ એ વધારે પડતું છે. તો પછી વિચારો, ‘જો ગુરુજીનું મન આ પ્રમાણે કહે, તો તેઓ કેવી રીતે વર્તી શકે?’ તેમણે તે જ ક્ષણે મનને ખતમ કરી દીધું હોત! બસ એકદમ સ્પષ્ટ રહો.
જીવન મુક્તિનો આ એક સંદેશો લઈ લો અને તેને તમારી અંદર જીવંત બનવા દો. સમજો, મેં મારી દસ વર્ષની ઉંમરથી, જ્યારે હું અન્નામલાઇ સ્વામિગલથી પ્રેરિત અને પ્રભાવિત હતો, ત્યારથી આ પદ્ધતિને આચરણમાં મૂકી છે. મને ત્યારે એ જાણ પણ નહોતી કે આ ધ્યાન-પદ્ધતિ છે.
એ આમ જ શરૂ થઈ ગયું, ‘અન્નામલાઇ સ્વામિગલ આ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તશે?
હું નાનો છોકરો હતો ત્યારે મેં મારાં ઘરમાં ઘણીવાર મારાં ભાઈઓ અને કુટુંબીજનોને કશાકમાં પોતાના ભાગ માટે લડતા જોયા છે, અને હું વિચારતો, “અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે? તેમને કંઈક પડી ના હોત! છોડો, તેમને બધું લેવા દો.’ બસ.
ગુરુ સાથેનો સાચો સંબંધ
ખરી રીતે, હું આને ગુરુ સાથેનો સાચો સંબંધ કહું છું. ગુરુ સાથેનો સંબંધ એટલે કોઈ પૂજા-વિધિ કરવી, ફૂલ અર્પણ કરવા, અથવા તેમની ભક્તિ કરવી એ નથી.
જ્યારે તમે ગુરુથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થાવ છો, ત્યારે સંબંધ બંધાય છે. જ્યારે કંઈ પણ આવી પડે, જેમકે, ભય અથવા અસલામતિ અથવા લોભ અથવા ક્રોધ, ત્યારે બસ જુઓ, ‘ગુરુજી કેવી રીતે વર્તી શકે?’ તે બધું અદ્રશ્ય થઇ જશે.
હું ઘણીવાર લોકોને કહું છું, કે ગુરુ સાથે ગાઢ સંબંધની અનુભૂતિ પૂરતી છે. તમને બીજા કશાની જરૂર નથી. તે માત્ર તમારો સામાન્ય સંબંધ નથી. સામાન્ય સંબંધમાં તમે ગુરુને સમજવાનો કે તેમનું તમે ગુરુથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થાવ છો, ત્યારે સંબંધ બંધાય છે. અનુકરણ કરવાનો પ્રયત્ન નથી કરતા ફક્ત થોડી ઘણી અનુભૂતિ હોય છે. હું તેને એક સંબંધ પણ ના કહી શકું. તે એક સામાન્ય નિયમિત રીતે થતો વ્યવહાર છે.
ગુરુ સાથે જોડાયેલા હોવાનો અર્થ છે, તેમને જીવવા. જ્યારે તમે ગુરુની હસ્તી જીવો છો ત્યારે તમે તેમની સાથે તીવ્ર જોડાણ અનુભવો છો. ત્યારે જ તમારી સાથે કંઈક બને છે. આપણાં બીજા અનેક સંબંધોને લીધે, આ આપણાંમાંના મોટા ભાગનાં લોકોમાં આ નથી બનતું. તમારી અંતર-સૃષ્ટિમાં બીજા કેટલાંય લોકો રહે છે અને કેટલાં બધાંએ તમને પ્રેરિત અથવા પ્રભાવિત કર્યા છે, અને એવી અનુભૂતિ કરાવી છે, કે તેઓ મહાન છે. તમારી અંતર-સૃષ્ટિને ગુરુથી ભરી દો અને તમારી મુશ્કેલીઓને ઓગળી જતી જુઓ.
ઉત્કટતા-ઉત્કૃષ્ટ પદ્ધતિ
તમે જે કંઈ કરો તેમાં ઉત્કટ બનો. તમે જે કંઈ કરો, જેમકે ખાવું, ગાવું, નાચવું પ્રાર્થના કરવી, કામ કરવું, તે ક્ષણે તેની સાથે સંપૂર્ણ રીતે એકરૂપ બની જાઓ.
ઉત્કટતા એ અંતરજ્ઞાન છે. સામાન્ય રીતે તમારાં અસ્તિત્વનો અમુક ભાગ ઉત્કટ હોય છે અને અમુક ભાગ આળસુ હોય છે. સો ટકા ઉત્કટ હોવું એ અંતરજ્ઞાન છે.
જીવન મુક્તિ મેળવવા માટેની સૌથી પહેલી જરૂરત તીવ્રતા છે. તીવ્રતા તલવાર છે જેનાથી તમે મનને ભાંગી શકો છો.
તે સ્વપ્નમાંથી જાગૃત થવા જેવું જ છે. સૌથી પહેલાં એ વિચારની જરૂર છે, કે તમારે જાગૃત થવું છે. એટલે
હવે, જાગૃત થવા માટેના ઉત્કટ વિચારની જરૂર છે.
એ સમજો, કે જે ઉત્કટતાથી તમે ધન, સંબંધો વગેરે, માટે કામ કરો છો, તેને થોડીક જો અંતરજ્ઞાન તરફ વાળશો, તો જાગૃત થઇ જશો.
ઉત્કટતાથી નિર્ણય કરો, "હું એ જીવનમાંથી જાગૃત થઇશ, જેને હું જીવન કહું છું.'' એક ઉત્કટ આત્મબળ અથવા પ્રાર્થનાનું સર્જન કરો. જ્યારે તમે આત્મબળનું સર્જન કરીને તેને તમારી તરફ દોરો છો, ત્યારે તેને આત્મબળ કહેવાય છે. જ્યારે તમે આત્મબળનું સર્જન કરીને ઈશ્વર તરફ વાળો છો, તેને પ્રાર્થના કહેવાય છે.
ઉત્કટતા, જાગૃત થવા માટે, સંપૂર્ણતાનો અનુભવ કરવા માટે, જીવન મુક્તિ માટે અને પરમાનંદનો અનુભવ કરવા માટે સબળ ઇરાદો છે. તમારી અને અંતરજ્ઞાન વચ્ચેનું અંતર ફક્ત ઉત્કટતા છે.
ઉત્કટતા કેવી રીતે મળે
યાદ કરો, તમને આનંદ આપતી વસ્તુઓ પાછળ તમે કેટલી ઉત્કટતાથી અને આતૂરતાથી દોડો છો. ધારો કે હું તમને અત્યારે કહું, કે જે કોઇ ઉત્કટતાથી પ્રાર્થના કરશે, તેને દસ અબજ રૂપિયાનું ઇનામ મળશે, તો તમે ક્યારેય ના બતાવી હોય તેવી ઉત્કટતા બતાવશો ને ? તમે ફક્ત એટલે માટે ઉત્કટ છો, કે તમને એવું લાગે છે, કે કોઇક એવી વસ્તુ છે, જે તમને પૂર્ણતાનો અનુભવ કરાવી શકશે. પૈસાની બાબતમાં તમને ખબર છે, કે તે તમારાં જીવનમાં કંઇક ઉમેરો કરશે. તેવી જ રીતે આત્મજ્ઞાન પણ તમારાં જીવનમાં કશાકનો ઉમેરો કરશે.
આત્મજ્ઞાન માટે ઉત્કટતા કેળવવાની શરૂઆત રૂપે, એ વસ્તુઓ માટે ઉત્કટતા કેળવી શકાય, જેમને માટે આપણને ઇચ્છા હોય. દાખલા તરીકે – તમને જો તંદુરસ્તી અથવા ધનની ઇચ્છા હોય, તો તેનાં પ્રત્યે ઉત્કટ બનવું જોઇએ. એ પિપાસા સંચિત થઇને અજ્ઞાત તરફ એટલે કે આત્મજ્ઞાન તરફ દોરાશે. ફક્ત એટલું જ નહીં, તમારી અપરિપૂર્ણ ઇચ્છાઓ ઉત્કટતાની અગ્નિમાં બળી જશે.
પરિપૂર્ણતા તરીકે તમને જેનો પણ અનુભવ થતો હોય, તેની ઝંખના કરો. તીવ્ર ઝંખના પૂરતી છે, તે તમને ઊંચે લઇ જશે. અને તમને જે પૂર્ણતાનો અનુભવ થશે, તે તમારાં અગાઉનાં પૂર્ણતાનાં અનુભવ કરતાં અનેક ગણો હશે.
ઉત્કટતા માટેની ધ્યાન પદ્ધતિઓ
શિવ સૂત્રોમાંની આ એક શક્તિશાળી પદ્ધતિ છે. સૂત્રમાં કહ્યું છે,
જ્યાં તમારું અસ્તિત્વ રહેતું નથી, એ અનંતના ખાલીપણામાં વિલીન થઇ જાઓ.
ઇન્દ્રીયોથી પર જઇને શિવ-ચેતનામાં સમાઇ જાવ.
આ પદ્ધતિને શન્મુખી મુદ્રા કહેવાય છે. આ મુદ્રા લાંબો સમય ટકાવી રાખવી અઘરી હોય છે, જેથી અનુકુળતા સાધવા માટે તમે જમીન ઉપર બેસીને તમારા હાથને ખુરશીનો ટેકો આપી શકો છો. તમે તમારી આગળ ખુરશી મૂકીને, તેને તમારી સન્મુખ રાખીને તમારા હાથને ટેકો આપી શકો. વિકલ્પરૂપે, તમે એક ખુરશી પર બેસીને તમારી આગળ મૂકેલી બીજી ખુરશીનો ઉપયોગ તમારાં હાથને ટેકો આપવા માટે કરી શકો. તમારાં હાથને ખુરશીનો ટેકો આપવાથી ખભાનાં દુઃખાવામાંથી બચી શકશો.
ઉત્કટતા અચૂક માર્ગ છે
આ પદ્ધતિ તમારી ઈન્દ્રીયો તરફ જતાં દરવાજા બંધ કરી દે છે. આ પદ્ધતિનું આચરણ તેમણે જ કરવું, જેમને ધ્યાન ધરવાનો અમુક અનુભવ હોય. બધા મેડિટેશનોની જેમજ પલાંઠી વાળીને આરામ દાયક સ્થિતિમાં અથવા ખુરશીમાં પીઠ, ગરદન અને માથું સીધી લીટીમાં રહે એ રીતે બેસો.
જ્યારે તમે શન્મુખી મુદ્રામાં હો છો, ત્યારે મોઢાનાં સાત છિદ્રો (બે કાન, બે આંખ, બે નસ્કોરા અને મોઢું) દ્વારા બહારની દુનિયા તરફ જતી ઉર્જાને રોકીને અંદર વાળવામાં આવે છે. તમારા હાથ બહુ શક્તિશાળી હોય છે. હાથમાં રહેલાં ઊર્જા–કેન્દ્રો એટલાં બધાં શક્તિશાળી છે, કે તે વહેતી ઊર્જાને રોકીને, તેને સંચિત રૂપમાં બદલીને, 'આજ્ઞા ચક્ર' અથવા ત્રીજી આંખ તરફ વાળી શકે છે.
સામાન્ય રીતે આપણાં શ્વાસની આવન–જાવન અવ્યવસ્થિત હોય છે. આંગળીઓ વડે નસ્કોરાંઓને થોડાંક બંધ કરીને, તમે હવાની અવર–જવરને ઘટાડીને તેને સમતોલ બનાવી શકો છો.
શન્મુખી મુદ્રા સૌથી પહેલાં બહાર વહેતી ઉર્જાને રોકે છે.
બીજું, આપણે ઈન્દ્રીયોને અંદરની બાજું વાળીએ છીએ.
ત્રીજું, આપણે તેમને ત્રીજી આંખ તરફ કેન્દ્રિત કરીએ છીએ.
સૂચનાઓ
ચશ્મા પહેરતાં હો, તો તેમને કાઢી નાખો. તમારી આંગળીઓ કહ્યાં પ્રમાણે મૂકો.
અંગૂઠાઓને નાનાં કાનનાં પડદા ઉપર ત્યાં સુધી દાબી રાખો જ્યાં સુધી તમને ગણગણાટભર્યો અવાજ ના સંભળાય.
પહેલી આંગળીઓને હળવી રીતે આંખો ઉપર દાબો.
મધ્ય આંગળીઓને તમારાં નાકની રેખા ઉપર દાબો.
વીંટી પહેરાય છે, તે આંગળીઓને હળવાશથી નસ્કોરાંની નીચે દાબો.
નાની (ટચલી) આંગળીઓને હોઠ ઉપર દાબો.
hવે ૨૧ મિનીટ સુધી આપેલાં ક્રમનું અનુકરણ કરો:
નાકને થોડુંક બંધ કરો. પ્રાણપ્રવાહને વહેતો ઘટાડો. જ્યારે તમારું મન તેની મેળે શાંત પડી જશે ત્યારે પ્રાણવાયુ આપોઆપ ઘટી જશે. શન્મુખી મુદ્રામાં રહીને શ્વાસનું શ્વસન બને એટલું ધીમું અને ઊંડું રાખો. તમારું મોઢું એકદમ બંધ રાખો. કલ્પના કરો, કે તમારી આંખોની બન્ને કિકિઓ પત્થર બની ગઈ છે, અને તેમને હાલવા ના દેશો.

તમારી સભાનતાને ઉત્કટ બનાવો. તનાવ પેદા કર્યા વગર, ઊંડી સભાનતા સાથે, અંદર જવાનો પ્રયત્ન કરો. દબાવ પેદા ના કરશો, ફક્ત સભાનતા પેદા કરજો. ઉત્કટતાથી એવું જોવાનો પ્રયત્ન કરો, જાણે તમે તમારી ત્રીજી આંખમાં પ્રવેશી રહ્યાં હો. ઊંડાણથી જુઓ, જાણે તમે તમારી ત્રીજી આંખમાં એકધાર્યો પ્રવેશ કરી રહ્યાં છો.
હળવા થાઓ. ધીમેથી તમારી આંખો ઉઘાડો.
શન્મુખી મુદ્રામાં એ અગત્યનું છે, કે તમે તમારી જાતને બરાબર ટેકો આપીને આરામનો અનુભવ કરો. તમે જોશો, કે તમારી અંતર-ચેતનાને જાગૃત કરવા માટે તમારી ત્રીજી આંખમાં પ્રચંડ ઉર્જાનું સર્જન થયું છે. તમે જ્યારે આરામની અવસ્થામાં હશો, ત્યારે જોશો કે તમે ઊંડી શક્તિઓ અથવા મહાન ચેતનાની અવસ્થામાં પ્રવેશી રહ્યાં છો.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
નિર્દોષતા બાબતે કશું કહેવામાં આવે તો કદાચ વિચિત્ર લાગે, અને તે પણ ઉત્કટતાની વાત કર્યા પછી. પરંતુ, સૌથી સાચા અર્થમાં તમે કાંઈપણ કરો તેમાં તમે ઉત્કટ થઈ શકતા નથી, સિવાય કે તમે અન્ય કોઈ બાબતોમાં નિર્દોષ હોતા નથી. હું જે નિર્દોષતા વિશે વાત કરું છું તે તમારા શબ્દકોષ (ડીક્ષનરી)એ સમજાવેલી નિર્દોષતાં જેવી વાત નથી. હું જે નિર્દોષતાની વાત કરું છું તે તો એક બાળકની નિર્દોષતા છે. એક બાળક જે કાંઇ કરે છે, તે બાબતે તે ઉત્કટ હોય છે. વધતી ઉંમર સાથે વ્યક્તિ તે શક્તિ ગુમાવે છે, પણ તે પુનઃપ્રાપ્ત કરી શકાય છે.
નિર્દોષતા શું છે?
નિર્દોષતા એટલે આંતરિક અવકાશની શુદ્ધતા, જે કોઈ-વિચારોથી અસર પામતી નથી કે કોઈ મનમાં કંડારાઈ ગયેલી યાદોથી ધૂંધળી થતી નથી. તમે એ સ્પષ્ટ રીતે સમજી લો કે, ભલે તમે તમારા ક્રોધ, લોભ, લાલચ કે લાલસા જેવા ભાવોને વ્યક્ત કરતા ન હો પણ જો આ ભાવો તમારી ભીતરમાં પ્રવર્તતા હોય તો તમે હજી સુધી પૂર્ણ રીતે નિર્દોષ વ્યક્તિ નથી. સામાજિક રીતે તમે શુદ્ધ હોઈ શકો, માત્ર એટલું જ. બીજી તરફ તમે જો તમારો ક્રોધ વ્યક્ત કરો છો, કે લાલચ કે લાલસા વ્યક્ત કરો છો, પરંતુ તેમાંનું કશું જ તમારા આંતરિક અવકાશને સ્પર્શતું નથી અને તમે એક નિર્દોષ બાળકની જેમ જીવો છો, તો તમે ખૂબ જ સ્પષ્ટ બની જાવ કે તમે શુદ્ધ અસ્તિત્વ છો.
તમે બાળકોને ગુસ્સે થતા જુઓ છો. બાળકો લાલચુ પણ હોય છે. તેઓ તેમનું વ્યક્તિત્વ મોટે ભાગે લાલચ પર બનાવે છે. તેથી જ તેઓ ‘મારા’ પણાના વલણ વિશે ખૂબ જ જાગ્રત અને સચેત હોય છે. તમે કોઈ બાળક પાસેથી તેનું રમકડું લઇ લેવાનો પ્રયત્ન તો કરી જુઓ. બાળક જાણે એમ વર્તશે કે જાણે તેનું જીવન જ છીનવાઈ જતું હોય છે. તે ચીસો પાડશે, બુમરાણ મચાવી દેશે. આનું કારણ એ છે કે તેનું સમગ્ર વ્યક્તિત્વ ‘મારું’ અભિગમ પર બંધાયેલું છે. બાળકોમાં લાલચ અને ગુસ્સો હોય છે, પરંતુ તમે તેને અશુદ્ધિ ના કહી શકો. કારણ કે તમે જેને અશુદ્ધિ તરીકે વિચારો છો તેનો પ્રભાવ તેમની ભીતરમાં પડતો નથી. તેઓ તેમના રમકડાં લઈને બેસશે અને તેની સાથે રમશે અને થોડાક કલાકો પછી તેઓ તેને ફેંકી દેશે અને જતા રહેશે. તેઓ તેમનામાં કશું જ સાથે લઇ જતા નથી. તેમની આંતરિક સ્થિતિ સુંદર અને શુદ્ધ છે.
નિર્દોષતા આંતરિક અવકાશ સાથે સીધી રીતે જોડાયેલી છે. તેનો બાહ્ય જગત સાથે કોઈ સંબંધ નથી.
શિવ” શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કોઈ કારણ વિનાનું માંગલ્ય.
‘ ‘ શિ વ સૂ ત્ર ’ ’ માં નિર્દોષતા મેળવવાની પદ્ધતિઓ બતાવે છે. તમે જો ભગવાન શિવના જીવનને હિન્દુધર્મની પુરાણ કથાઓમાં વર્ણવવામાં આવી છે એવી રીતે અનુસરો તો તમે તેમનામાં કોઈ પ્રકારની સામાજિક કે પરંપરાગત નિર્દોષતા જોઈ શકશો નહિ. જે જગ્યાએ તેઓ રહે છે કે જે રીતે જીવન જીવે છે, તેને શુદ્ધતા કે નિર્દોષતા સાથે કોઈ સીધો સંબંધ નથી. શિવજી સ્મશાનમાં રહે છે જ્યાં માનવશરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અને જ્યાં આસપાસમાં ભૂત અને પિશાચો ફરતા રહે છે.
શિવ” શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કોઈ કારણ વિનાનું માંગલ્ય. આ કારણવિહીન માંગલ્ય, એવી શક્તિ છે કે, તે જ્યાં પણ હોય ત્યાં દિવ્ય આનંદ પેદા કરે છે, જ્યાં પણ હોય, ત્યાં તેમના નિર્દોષ આંતરિક અવકાશમાંથી ઉદ્ભવ પામે છે.
વૈદિક પરંપરામાં, ‘ઉપનિષદો’ નામના શાસ્ત્રીય ગ્રંથો છે. સંસ્કૃતમાં ‘‘ઉપનિષદ’’ શબ્દનો સંદર્ભ ગુરુએ તેમના શિષ્યોએ તેમની પાસે બેસીને પ્રાપ્ત કર્યું હોય એ શિક્ષણનો નિર્દેશ કરે છે. આવા ૧૦૮ ઉપનિષદ છે. આ ઉપનિષદો વૈદિક સમયના મહાન ગુરુઓએ પ્રબુદ્ધતાના વિજ્ઞાનના સાર રૂપે લખેલાં છે. તેમાંનું એક છે, ‘‘છાન્દોગ્ય ઉપનિષદ’’, જે એક સુંદર વાર્તા કહે છે:
સત્યકામ નામનો એક બાળક તેના ગુરુ પાસે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ માટે જાય છે. ગુરુજી તેને ચારસો ગાયો આપે છે અને તેને કહે છે, ‘‘આ ગાયોને લઈ જા. જંગલમાં જા અને ત્યાં રહે અને આ ગાયોની સંભાળ રાખજે. જ્યારે આ ગાયો ની સંખ્યા વૃદ્ધિ પામીને એક હજાર ગાયોની બને ત્યારે તેમને મારી પાસે પાછી લાવજે.’’
સત્યકામ જંગલમાં જાય છે, ગાયો સાથે રહે છે અને તેમની સંખ્યા વધવાની રાહ જુએ છે. ગાયોને એક હજારની સંખ્યા સુધી વધતા ઘણાં વર્ષો લાગે છે. આ બધાં વર્ષો દરમ્યાન તે એકલો બેસી રહે છે, કોઈની સાથે વાત કરતો નથી અને માત્ર ગાયો સાથે જ રહે છે. થોડી વારમાં તે માણસની ભાષા ભૂલી જાય છે. ઊંડા મૌનમાં, તે પોતાને કોઈ માનવી સાથે સંપર્કમાં રાખતો નથી અને ધીમે ધીમે તે પોતાની બાહ્યજગતની ઓળખ ગુમાવતો જાય છે.
ત્યાં સુધીમાં ગાયોની સંખ્યા વધીને એક હજારની થાય છે. તે ભૂલી જાય છે કે તેમની ગણતરી કેવી રીતે કરવી. તે માત્ર રાહ જોતો બેસી રહે છે, એક પ્રકારનાં સુંદર ભાવની ઉત્કટતા સાથે.
છેવટે એક ગાય તેની પાસે આવે છે અને કહે છે, ‘‘ભાઈ, હવે તો એક હજારની સંખ્યા થઈ ગઈ છે. આપણે ગુરુજી પાસે પાછા જઈ શકીએ છીએ.’’
તે જવાબ આપે છે, ‘‘ઓ હો’, એમ છે? ઠીક છે.’’
સત્યકામ ઉત્કટ અવસ્થામાં છે. તે પાછા જવાનો રસ્તો ભૂલી ગયો છે. ગાયો તેને તે રસ્તે દોરી જાય છે. પાછા ફરવાનો રસ્તે, પ્રાણીઓ, પક્ષીઓ અને તેનું ખાવાનું બનાવવા માટે જે અગ્નિ તે પ્રગટાવે છે તે બધાં જ તેને બ્રહ્મતત્વના ભાવ પર સૂચના આપે છે, જે પરમ સત્ય છે.
જ્યારે સત્યકામ ગુરુજી પાસે પાછો ફરે છે, ત્યારે ગુરુજી તેને જુએ છે અને હસે છે. તે કહે છે, ‘‘ઓ સત્યકામ, સત્યને જાણનાર વ્યક્તિની જેમ તું પ્રકાશિત દેખાય છે. તેને કોણે ભણાવ્યું?’’
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
સત્યકામ, તેણે પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી કેવી રીતે સત્ય સમજ્યો તે ગુરુને કહે છે અને તેમને વિનંતી કરે છે કે તેઓ તેમના પોતાના શબ્દોમાં તેને સત્ય શીખવે.
ગુરુજી કહે છે, "તું સત્યને સારી રીતે જાણે જ છે" અને તેને આશીર્વાદ આપે છે.
આ વાર્તા કહે છે કે માત્ર અસ્તિત્વ બની રહેવાથી, માત્ર કુદરત શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવાથી સત્યકામે તે પોતાની જાતને સત્યમાં પ્રસ્થાપિત કરી. તે પ્રબુદ્ધ બની ગયો.
પૂર્ણ નિર્દોષતા પ્રબુદ્ધતા તરફ દોરી જાય છે.
સત્યકામ ગુરુજીને પ્રબુદ્ધસ્થિતિ માટે પૂછે છે અને ગુરુજી તેને ગાયોની સંખ્યા વધારવાનું કહે છે! તમારામાંના ઘણા પૂછશે કે ગાયોને વળી પ્રબુદ્ધસ્થિતિ સાથે શું લેવા દેવા? સદ્નસીબે સત્યકામ એટલો બુદ્ધિશાળી ન હતો. સદ્નસીબે તેણે વ્યવસ્થિત બૌદ્ધિક શિક્ષણ પ્રાપ્ત કર્યું ન હતું. તેથી તેણે આવો પ્રશ્ન ન પૂછયો! તે સરળ હતો, નિર્દોષ હતો અને નમ્ર હતો અને જીવનમાં રૂપાંતરણ માટે તૈયાર હતો. તેની પાસે ઉપયોગમાં લેવા માટે કોઈ તર્ક ન હતો.
એટલું સમજો, તમે જ્યાં સુધી તર્ક વિનાના ન હોવ અથવા તર્કથી કંટાળ્યા ન હો ત્યાં સુધી તમે પરિવર્તન માટે તૈયાર થતા નથી. તર્ક તમને તમારા પોતાના જીવનને સમજવામાં પણ કોઇ મદદ કરતો નથી. તર્ક તમને તમારા મનની ભીતર જોવામાં પણ મદદ કરી શકતો નથી, તે તમને બદલવામાં કઈ રીતે મદદ કરી શકશે ?
તમે તર્કથી કંટાળ્યા ન હો
ત્યાં સુધી તમે પરિવર્તન
માટે તૈયાર થતા નથી.
લોકો મને પૂછે છે, “સ્વામીજી, તમે તર્કથી વિરૂદ્ધ કેમ છો?” હું તર્કથી વિરૂદ્ધ નથી. હું તો તમને એટલું જ કહી રહ્યો છું કે તમારા બધાં જ દુઃખો પ્રજ્ઞાવિહીન તર્કને કારણે છે. તમારો તર્ક તમારી અંદર સવારથી લઈને સાંજ સુધી બધું રાજકારણ પેદા કરે છે.
રાજકારણ શું છે? તે બીજું કાંઈ જ નથી, પણ એક જ વિષય પર અલગ અલગ અભિપ્રાયો છે, શું આવું નથી? હવે તમારા મનનું નિરીક્ષણ કરો. તે એક જ વિષય પર સવારમાં કંઈક કહે છે અને સાંજે કંઈક અલગ કહે છે. આ તમારા મનમાં દ્વિધા પેદા કરે છે. તમારું મન પોતેજ એક દ્વિધા છે.
લોકો કહે છે કે દરેક આધ્યાત્મિક સંસ્થાઓમાં ઘણું બધું પોલીટીક્સ (રાજકારણ) હોય છે. હું તેમને પૂછું છું, “તમારો કહેવાનો અર્થ શું છે?” જે વ્યક્તિઓ આવા વિધાન કરે છે, તેમની પોતાની અંદર જ પોલીટીક્સ હોય છે! રાજકારણ પેદા કરવા માટે તમને બે વ્યક્તિઓની પણ જરૂર પડતી નથી. એક જ વ્યક્તિ તે માટે પૂરતી છે. કારણ કે સવારે તેનો તર્ક એક વાત કરશે અને સાંજે કંઈ અલગ જ વાત કરશે ! અને સ્વાભાવિક રીતે જ તમારી અને તમારી વચ્ચેનો ઝઘડો જ પોલીટીક્સ છે! શું હું સાચો છું? તો પછી તમે કેમ એવી વાત કરો છો કે આધ્યાત્મિક સંસ્થાઓમાં પણ રાજકારણ હોય છે?
જો તમે તમારા સવારમાં લીધેલા નિર્ણયને સ્થાને તમારા સાંજે લીધેલા નિર્ણયને એક સાથે સામે મૂકશો તો તમને જોઈ શકશો કે તમારી અંદર પણ એક રાજકારણી બેઠેલો છે!
તર્ક તમને સરળ અને નિર્દોષ બનવા દેતો નથી. તે તમારામાં સરળતાથી રૂપાંતરણ થવા દેતો નથી.
જીવનમાં બદલાવ થવા દેવા માટે તર્ક ઉપર ઉઠવું પડે છે. માત્ર જ્યારે તર્ક ના હોય, ત્યારેજ નિર્દોષતા હોય છે. જીવનમાં ફેરફાર થવા દેવા માટે નિર્દોષતા જ સાચો અવકાશ છે.
સત્યકામના કિસ્સામાં, સદ્ભાગ્યે તે તર્કથી ખરડાયેલો ન હતો. શિષ્ય ગુરુ પાસે પ્રબુદ્ધતા માટે જાય છે અને ગુરુજી તેને કહે છે, “ભલે, આ ગાયો લઈ જાઓ, જંગલમાં જા અને ત્યાં રહે. ગાયોની સંખ્યા વધીને એક હજાર થઈ જાય, ત્યાં સુધી ત્યાં જ રહે. પછી પાછો આવજે!”
જો આજનો સાધક તે શિષ્યની જગ્યાએ હોત તો તેણે કહ્યું હોત, “મને લાગે છે કે ગુરુજી મારું શોષણ કરવાનો પ્રયત્ન કરે છે, તેમને એક હજાર ગાયો જોઈએ છે અને તેથી જ તેઓ મને આ કામ કરવાનું કહે છે. તે પોતાનું કામ કઢાવવા માટે મારો ઉપયોગ કરે છે.” નિર્દોષતા તર્કથી ગુમાવી દેવાય છે! તેથી જ આજનો કોઈ આધુનિક સાધક આવી અદ્ભૂત ટેકનીક મેળવતો નથી.
સમજો કે આ કોઈ વાર્તા નથી. તેની પાછળ એક મહાન સત્ય છુપાયેલું છે. નિર્દોષતા વડે જ સત્યકામ ગુરુજીએ તેને જે કહ્યું તેનું અનુકરણ શક્યો.
વધુમાં, તેણે ગણતરી કરવાનો તર્ક પણ ગુમાવ્યો. તે ઉત્કટતા અને આનંદમાં પૂર્ણરૂપે ખોવાઈ ગયો. મન કાર્ય કરતું બંધ થઈ ગયું. તેણે એક હજાર કે બે હજારની દરકાર કરી નહિ. માત્ર નિર્દોષતા અને સ્વીકારને કારણે જ તેનામાં મહાન ઘટના બની– પ્રબુદ્ધ સ્થિતિ થઈ! તમે જ્યારે સંપૂર્ણ રીતે સ્વીકાર કરો છો, ત્યારે તમારે મનની જરૂર રહેતી નથી. મનની જરૂર ત્યારે જ પડે છે જ્યારે તમે સંઘર્ષો સાથે જીવન જીવો છો; જ્યારે તમે લડાઈ કરી રહ્યા છો. બસ, આ ક્ષણે જ તમારી જાતનો બાહ્ય જીવનમાં અને તે જ રીતે આંતર જગતમાં પણ સ્વીકાર કરો. તેનાથી તમે પ્રબુદ્ધ થઈને બહાર આવશો.
ઘણાં વર્ષો સુધી સત્યકામ ગુરુજીએ જે કહ્યું તેનો સ્વીકાર કરીને માત્ર ‘હતો.’ પછી તમારામાં પ્રબુદ્ધ સ્થિતિ નહિ, તો બીજુ શું થઈ શકે છે?
તમે કદાચ વિચારશો, ‘માત્ર સરળ સ્વીકારથી આટલું મોટું કાર્ય શક્ય કઈ રીતે બને?” પ્રશ્ન એ છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાનને પણ બુદ્ધિયુક્ત મન દ્વારા મેળવવા માંગીએ છીએ. આ બુદ્ધિના સ્થાનેથી જ આપણે પ્રશ્ન કરીએ છીએ, ‘કેવી રીતે?’ બુદ્ધિ હંમેશ પ્રશ્નો કરે છે. નિર્દોષતા ગુરુ જે કહે છે તેનો સીધો જ અમલ કરવાનું શરૂ કરી દે છે. આ જ ફરક છે બન્નેમાં.
તમે જ્યારે તદ્દન નિર્દોષ અને નિખાલસ હો છો, દીક્ષા જ પ્રબુદ્ધ સ્થિતિ બને છે. પ્રબુદ્ધ બનવા માટે માત્ર એક શબ્દ જ પૂરતો છે. શિવસૂત્રમાં શિવ કહે છે; “માસ્ટર જ્યારે સત્ય વ્યક્ત કરતા હોય ત્યારે બસ તેને સાંભળો, અને પ્રબુદ્ધ બનો!”
માત્ર સાંભળવું જ પ્રબુદ્ધ સ્થિતિ કઈ રીતે તરફ દોરી જઈ શકે ? તે માત્ર સત્યકામ સાથે જ કેમ બન્યું અને અમારી સાથે કેમ બનતું નથી? પહેલી વાતઃ તે નિર્દોષ હતો અને તેથી ગુરુજીના સૂચનો સ્વીકારવા જેટલો પ્રજ્ઞાવાન હતો. બીજું, તે એની સાથે જીવવા માટે હિંમતવાન હતો. તેને ગુરુજીમાં પૂર્ણ શ્રદ્ધા હતી. નિર્દોષતા હંમેશા શ્રદ્ધા સાથે જ આવે છે.
હું કાંઈ તમને મારા માટે એક હજાર ગાયો લાવવાનું કહેતો નથી. ના! હું તો તમને કહું છું કે તમે સત્યકામ જેવી જ માનસિકતા સાથે મારી પાસે આવો. તમે તેવી જ નિર્દોષતા સાથે આવો. સત્યકામે જે કંઈ કર્યું તે બધું તમારે કરવાની જરૂર નથી. પરંતુ, તમારે તેના જેવા થવાનું છે. જો તમારું વ્યક્તિત્ત્વ તેના જેવું થશે, તો આ જ ક્ષણે તમારામાં પરિવર્તન શરૂ થઈ શકે છે. બસ આ જ ક્ષણે પ્રકાશ પ્રવાહિત થઈ શકે છે.
ખાલી રહો
“ઉપનિષદ” શબ્દનો અર્થ છે. “ગુરુજીના ચરણે બેસવું.” પ્રાચીન ભારતમાં ગુરુ-શિષ્યની ગુરુકુળ પ્રથા અસ્તિત્વમાં હતી. બાળકોને ગુરુજીને ત્યાં સાતેક વર્ષની ઉંમરે જ મૂકવામાં આવતા હતા. અને તેઓ તેમના ચૈતન્યમાં સુંદર રીતે કેન્દ્રિત બનીને મોટાં થતાં હતાં. ગુરુજીઓ સત્યના જીવંત દૃષ્ટાંતરૂપ હતાં. તેમનાં વિચારો, શબ્દો અને કાર્યો સનાતન સત્યમાંથી ઉદ્ભવતા હતા. શિષ્યો આ સત્યને તેમની આસપાસ રહીને પકડી લેતા હતા.
સ્વામીશ્રી યુક્તેશ્વરગિરિ, ભારતના પ્રબુદ્ધ ગુરુ કહે છે, “ગુરુજી પાસે બેસવું તે માત્ર ભૌતિક સ્થિતિ જ નથી, પરંતુ તેમને તમારા હૃદયમાં સ્થાન આપવાનું છે, તેમની સાથે સૈદ્ધાંતિક એકતા અનુભવવાની છે અને તેમની સાથે લય જાળવવાનો છે.” ઉપનિષદની આ છે સમગ્ર પદ્ધતિ. ગુરુજી મહાન ચેતના શક્તિ છે. તમે જ્યારે તેમની સાથે લય સાધો છો ત્યારે તમે તે ચેતના શક્તિ સાથે લયબદ્ધ થાઓ છો. તમે આ લય બદ્ધતા માત્ર નિર્દોષ, નિખાલસતા દ્વારા જ પ્રાપ્ત કરી શકો છો.
ખુલ્લાપણું એ ખાલીપણું છે. તેને જ્ઞાનથી ભરાવા દો. જ્ઞાન બીજું કાંઈ નહિ પણ માત્ર સાધન છે અને તે કાંઈ તમારુ તત્ત્વ નથી. તમે બધાં પ્રકારનાં જ્ઞાનને “આ નહિ”, “આ નહિ” તરીકે ફગાવી દો. હું જ્યારે કહું છું ફગાવી દો ત્યારે મારો અર્થ છે સનાતન સત્ય વિનાના કોઈ પણ બીજા જ્ઞાનને તમારામાં સ્થિર થવા દેશો નહિ. કારણ કે જ્યારે તમે તમારી અંદર સતત પેદા થતું બધું જ છોડી દો છો, પછી તમારે બીજે જવાનું હોતું નથી. તમને તમારી જાતમાં પણ ધકેલી દેવામાં આવે છે અને ત્યાં જ તમને અંતિમ સત્ય મળે છે. અને પછી જ તમે તે સત્યથી પોતાને ભરી દેવા તૈયાર રહો છો, તેનાથી જ “ઉપનિષદ” શક્ય બને છે.
જો તમે બાળકોને જોશો તો, હંમેશા તેમની આંખો આશ્ચર્ય અને તાજગીથી ભરપૂર હોય છે. અંદરના ભાગે તે તદ્દન ખાલી હોય છે. તેઓ કોઈ વસ્તુ માટે કોઈ અભિપ્રાય પકડી રાખતા નથી. તેઓ દરેક વસ્તુ આવકારવા તૈયાર હોય છે તેમની તૈયારી તેમની આંખોમાં અભિવ્યક્ત થાય છે. તમે ક્યારેય કોઈ પુખ્ત વયની વ્યક્તિ જોઈ છે જેમની પાસે આવી આંખો હોય? જેમ જેમ આપણી વય વધે છે તેમ તેમ આંખો તેમની ચમક ગુમાવે છે. કારણ કે આપણે જેમ વધારે જાણતા જઈએ છીએ, તેમ આપણે ઝાંખા બનતા જઈએ. જ્ઞાન આપણને ઝાંખા બનાવે છે. આપણે ઘણી વાતો જાણતા હોઈ શકીએ, પરંતુ જાણકારીથી આપણે કોઈ રીતે ઝાંખા પડવું જોઈએ નહિ. આપણે હંમેશા આત્મામાં ખાલી રહેવું જોઈએ.
તમે જો જીવન પ્રતિ કોઈ અભિપ્રાયો વિના, કોઈ વર્ણનના શબ્દો વિના કે કોઈ જડ વિચારો વિના નજર કરશો, તો પછી તમે ચાના ખાલી પ્યાલા જેવા છો, જેમાં ઊકાળેલી ચા રેડી શકાય છે. તમે મેળવી શકો છો, કારણ કે તમારી પાસે કશું નથી, કારણ કે તમે ખાલી છો. પછી તમે ક્યારેય તમારો ઉત્સાહ ગુમાવતા નથી. તમે ક્યારેય કંટાળતા નથી. તમે બાળક જેવા બનો છો, નિર્દોષ અને તાજગીપૂર્ણ.
નિર્દોષતા પાછળ ઘણી બધી
તાજગી રહેલી હોય છે.
નિર્દોષતા સાથે જીવન દરેક
ક્ષણે સતત રહસ્યોનું
ઉદ્ઘાટન કરતું રહે છે.
એ ક ના ની છો ક રી કા ગ ળ ના ટૂકડા પર કંઈક લખી રહી હતી. તેના પિતાએ તેને પૂછ્યું શું લખી રહી છે.
તેણે કહ્યું, “હું પત્ર લખી રહી છું.”
તેમણે પૂછ્યું, “કોને?”
“મને,” તેણે જવાબ આપ્યો.
“તે પત્ર શું લખ્યું છે?” તેમણે પૂછ્યું.
તેણે જવાબ આપ્યો, “મને કઈ રીતે જાણ થાય? મેં તેને પોસ્ટ દ્વારા મોકલ્યો નથી અને મને હજી સુધી તે મળ્યો પણ નથી.”
નિર્દોષતા પાછળ ઘણી બધી તાજગી રહેલી હોય છે. નિર્દોષતા સાથે જીવન દરેક ક્ષણે રહસ્યનું ઉદ્ઘાટન કરનારું, બને છે તે જ સત્ય છે. જીવન સતત રહસ્યોનું ઉદ્ઘાટન કરતું રહે છે. એ આપણું મન છે જે તેને એક બીબામાં ઢાળી દે છે. મન હંમેશા ઇચ્છે છે કે જીવન તેની પોતાની ચોક્કસ શરતો મુજબ જ હોય. નિર્દોષતા જીવનને આલિંગન આપે છે, તે પણ જીવનની પોતાની રીતે.
તમે બાળકો સાથે સંતાકૂકડી રમો તો તમે જોશો કે તેઓ પોતાને એ જ જગ્યાએ સંતાડશે જ્યાં તમે છેલ્લી વખતે છૂપાયા હતા! એ માત્ર એક વખત જ નહિ પણ મોટાભાગના સમયે! તે કઈ રીતે શક્ય બને? તે એક વસ્તુને કારણે હોય. તેઓ નિર્દોષતાથી ફરે છે. તેમના મનમાં કોઈ વિચાર હોતો નથી. તેઓ તો માત્ર તેમના હૃદયને જ અનુસરે છે. તેમને તમારામાં ખૂબ જ શ્રદ્ધાં હોય છે, તેથી જ તેઓ સીધી રીતે તે જ જગ્યાએ પોતાને સંતાડશે જ્યાં તમે સંતાયા હતા, અને તેઓ એવી શંકા પણ નહિ કરે કે તમે તેમને ત્યાં જોઈ લેશો! તે જ છે સુંદરતા.
નિર્દોષતા વિશ્વાસ રાખે છે, નિર્દોષતા ક્યારેય પોતાનું શોષણ કરાશે એવી ચિંતા કરતી નથી. ન્યુરોસાયન્ટીસ્ટો પાસે આ બાબતે હવે ખુલાસો છે.
તેઓ કહે છે કે પાંચ કે છ વર્ષની ઉંમર સુધી બાળકના મગજના તરંગોની પદ્ધતિ “થીટા” અને “ડેલ્ટા” સ્થિતિમાં ગોઠવાયેલી છે. આ એવી અત્યંત સહેલાઈથી અસર પામતી મનની સ્થિતિઓ છે, જેમાં આપણે સ્વપ્ન જોઈએ છીએ અને નિદ્રા લઈએ છીએ. આ એવી સ્થિતિઓ છે, જેમાં આપણી કોઈ ઓળખ રહેતી નથી. તેઓ કહે છે કે છ થી બાર વર્ષની ઉંમર સુધી મનના તરંગોની સ્થિતિ ‘આલ્ફા’ સ્થિતિમાં હોય છે, ત્યારે પણ તે ઘણી અસર પામવાની સ્થિતિમાં હોય છે. તેને કારણે જ બાળકોને મોટા ભાગની પુખ્ત વ્યક્તિઓ જે કાંઈ કહે તે તેઓ માની લે છે. તેમની નિર્દોષતામાં તેઓ વિશ્વાસ કરે છે.
જ્યારે તમે ખાલી આંખો સાથે જુઓ છો, ત્યારે તમે જે કાંઈ જુઓ છો તે ઊંડાણમાં જાય છે, અને તાજગીપૂર્ણ આંતર્દષ્ટિ પેદા કરે છે. જીવન અનંતપણે રહસ્યો ઉદ્ઘાટન કરનારું બને છે. તે સાથે તમારો પ્રશ્ન પૂછવાનો મૂળ સ્વભાવ બદલાઈ જાય છે. પ્રશ્નોના પ્રકારથી પ્રશ્ન પૂછનારની નિર્દોષતાની ગહનતા જાણમાં આવે છે.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પ્રશ્ન પૂછવાની ત્રણ રીત છેઃ તમે નિર્દોષ ભાવે પૂછી શકો છો, અથવા તમે તમારા જ્ઞાનને કારણે પ્રશ્ન પૂછો છો, તે એટલું બતાવવા માટે કે તમે ઘણું જાણો છો, અને ત્રીજું, તમે જે જાણો છો તે સાચું છે કે નહિ તેની ખાતરી કરવા માટે પ્રશ્ન પૂછો છો. તમે જ્યારે નિર્દોષ ભાવે પ્રશ્ન પૂછો છો, ત્યારે તમે જવાબ સ્વીકારવા પૂરેપુરા તૈયાર હો છો. તમે જ્યારે જ્ઞાનમાંથી પ્રશ્ન પૂછો છો, ત્યારે તમે જવાબ, ચૂકી જાવ છો. તમે જ્યારે ચોક્કસાઈ કરવા માટે પ્રશ્ન પૂછો છો તમે જવાબનો માત્ર પ્રતિકાર જ કરો છો. યોગ્ય શિક્ષણ અને જ્ઞાનનું મૂળભૂત રહસ્ય છે નિર્દોષ સ્થિતિમાં કાર્ય કરવું.
સમસ્યા એ છે કે જેઓ ખાલી નથી તેઓ ક્યારેય જાણતા નથી કે તેઓ ખાલી નથી. તમે તેમને કહી શકતા નથી કે તેઓ ભરેલા છે. તેઓ તે બાબત સમજશે નહિ કે સ્વીકારશે પણ નહિ. પરંતુ નિર્દોષ ભાવવાળી વ્યક્તિ કહી શકે છે, "હું જાણતો હતો તેથી હું તે ચૂકી ગયો. ખરેખર તો હું જાણતો નથી. હવે હું તે જાણવા આતુર છું.'' જે ક્ષણે આવો અવકાશ બનાવવામાં આવે છે, શીખવાની પ્રક્રિયા ચાલતી જ રહે છે. આ અવકાશની સ્થિતિમાં જ્ઞાન અંગે કોઇ અહમ્ હોતો નથી. પ્રતિકારને પડતો મૂકવામાં આવે છે અને શુદ્ધ આવકારની સ્થિતિ રહે છે.''
મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણામૂર્તિ સુંદર રીતે કહે છે, "જ્ઞાનથી મુક્તિ ત્યારે જ મળી શકે, જ્યારે જ્ઞાન ભેગું કરવા માટેની પ્રેરણા સમજાઈ ગઇ હોય.''
સામાન્ય રીતે જ્ઞાન મેળવવા માટેની પ્રેરણા શું હોય છે ? તમે સમજોઃ વર્તમાન, અસ્તિત્ત્વનો ખુલી રહેલો ચમત્કાર અને રહસ્ય છે. આપણે તેને જ્ઞાનની જાળ વડે પકડી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાન માટે આ જ પ્રેરણા છે. પરંતુ આવું ક્યારેય બનતું નથી! અજાણ્યું ક્યારેય જાણેલાની પકડમાં આવી શકતું નથી. "અજાણ'' ને ત્યારે જ જાણી શકાય જ્યારે તમે તેના શરણે જાઓ છો. આ સમર્પણને જ પ્રજ્ઞા કહેવામાં આવે છે! પ્રજ્ઞા વર્તમાન ક્ષણના રહસ્યને ઓળખે છે અને આનંદપૂર્વક તેને સમર્પિત થાય છે. આ આનંદ જ નિર્દોષતાનો આનંદ છે.
બીજી તરફ જ્ઞાન વર્તમાન ક્ષણના રહસ્યને નકારે છે. તે તેને દરેક મિનિટે ચકાસે છે, અને વર્તમાનની ચકાસણી ક્યારેય થઈ શકતી નથી. તેથી તમે સતત રીતે "અજાણ્યા ભય'' સાથે જીવો છો. વર્તમાન ક્ષણને ચકાસવાની પ્રક્રિયા દ્વારા જ અજાણ વિશેના ભયના મૂળિયા નંખાય છે. નહિં તો, તમારે કોઇ ભય નથી! તમે ઘણા સ્પષ્ટ છો કે વર્તમાન ક્ષણ એક રહસ્ય છે.
જ્ઞાન દ્વારા તમે ગમે તેમ કરીને આ ક્ષણની 'નજાણવાની' સ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરો છો. અહંકાર માટે, 'ન-જાણવું' એ "કશું' ન હોવા બરાબર છે. કશું ન હોવાને કારણે તમે કશુંય કરી શકતા નથી. પરંતુ, નિર્દોષતા 'કશું ન હોવું' અને છતાં વર્તમાન ક્ષણનો આનંદ લેવો એ છે! વર્તમાન એવી ભેટ છે જેને હજી ખોલવામાં આવી નથી. પરંતુ જ્ઞાન તેના રહસ્યને લૂંટી છે. જ્યારે જ્ઞાન એમ સમજે છે કે 'સ્વ'ની રીતોને હજી પણ શોધવાની બાકી છે, ત્યાર પછી તે સનાતન જ્ઞાનને પામવાની પ્રક્રિયાને અવરોધતું નથી. પછી તે એક સાધન તરીકે વર્તે છે, જે જ્યારે જરૂર પડે ત્યારે પોતાનો ભાગ ભજવે છે અને જીવનના રહસ્યોને આલિંગન આપવાના રસ્તામાં આડખીલી રૂપ બનતું નથી.
એક વખત જ્ઞાન માનવીના અસ્તિત્વમાં નક્કર બની જાય, પછી અનુભવ માટે કોઇ અવકાશ બાકી રહેતો નથી. પછી માત્ર જ્ઞાનના પુનરાવર્તનનો અવકાશ બાકી રહે છે. બધું જ ભૂતકાળનું પ્રતિબિંબ બની જાય છે પ્રવૃત્તિ થાક પેદા કરે છે, જ્યારે કાર્યોથી પેદા થાય છે શક્તિ અને પ્રેરણા. અથવા ભૂતકાળનું અમુક તારણ બની જાય છે. ભવિષ્ય, ભૂતકાળની ઘરડો અને અનુભવોનું સાતત્ય બની જાય છે. તમે ફૂલોની સુગંધ વિશે પહેલેથી જ જાણો છો. તમે દરિયાના મોજાંના આવાજને પણ પહેલેથી જ જાણો છો.
જુદી રીતે તારવણી કાઢે છે અને તે પણ ચાર જુદી માન્યતાઓ સાથે. માન્યતાઓમાં કોઇ છેવટની સર્વાંગ સંપૂર્ણ વાસ્તવિક્તા હોતી નથી. તે માત્ર વ્યક્તિગત સૂઝ છે. પરંતુ નિર્દોષતા તમારી સૂઝને ખુલ્લી રાખે છે. આ જ તો છે તેની સુંદરતા. તે કોઇપણ બાબતે તારણ કાઢતું નથી કે નથી કોઇ બાબત માટે બારણાં બંધ કરતી.
અસ્તિત્વ કોઇ પણ બાબતનું સાતત્ય નથી. તે તો દરેક ક્ષણે તાજું જ હોય છે. તેથી કશું પણ જાણવું શક્ય નથી. બીજી ક્ષણે શું બનવાનું છે તે વિશે તમે શું જાણો છો? જો આ બાબત સમજમાં આવે, તો બધી જ જાણકારી છૂટી શકે છે. પછી માત્ર સમજણ જ રહે છે અને આ સમજણ જ નિર્દોષ પ્રજ્ઞા છે. તે જ્ઞાનની કોઇ પ્રકારની આડખીલી વિના અનુભવને થવા દે છે. આત્મા અને આત્માની આસપાસનું હોય અને તે બન્નેને જોડતા રહસ્ય બાબતે મહાન શોધો થાય છે.
કોઇ પણ બાબતે અસંખ્ય પ્રકાર અર્થઘટનો આપી શકાતા હોય છે. નિર્દોષતાનો સાર એ છે કે કોઇપણ એક અર્થઘટન પકડી રાખવું નહિ. પછી જ જીવનના જુસ્સાને જીવંત રાખી શકાય છે.
નિર્દોષતાથી ગ્રહણ કરો
તમે જ્યારે નિર્દોષતા સાથે હોવ છો, ત્યારે તમે એ ક્ષણનો આનંદ માણો છો. તમે નિર્દોષ લોકોને જુઓ તો તેઓ ક્યારેય કોઇ મહાન હેતૂ સાથે હોય એવા દેખાતા નથી. તેઓ તો બસ ક્ષણમાં સમગ્રપણે ખુલે છે, સરળતા સાથે ક્ષણને ગ્રહણ કરે છે જ્યારે જ્ઞાન ક્ષણને ગુમાવી દે છે. જ્ઞાન માત્ર હેતુ વિશે જ જાણે છે, જ્યારે નિર્દોષતા હેતૂવિહિનતાના સૌંદર્યને જાણે છે.
જે કૃષ્ણમૂર્તિ સાચું જ કહે છે કે માન્યતા ઘણી બધી શક્યતાઓનો છેદ ઉડાડી દે છે અને એક ખાસ પ્રવૃત્તિ તરફ દોડાવતું રહે છે. મન સતત પ્રવૃત્તિ શોધે છે એટલે તમે માન્યતાથી દોરવાઓ છો. આપણી આખી જિંદગીનો પાયો માન્યતાઓ છે. પ્રવૃત્તિ ક્યારેય બંધ રાખવી શક્ય નથી જો તે બંધ થાય તો માનવમન નિરાશામાં ડૂબી જાય છે. જરૂર મુજબ પ્રવૃત્તિ થતી રહે છે અને પછી તે બંધ થઇ જાય છે. પ્રવૃત્તિ માન્યતામાંથી થતી રહે છે. કાર્યો વ્યક્તિની પોતાની સમજમાંથી થાય છે. પ્રવૃત્તિ થાક પેદા કરે છે, જ્યારે કાર્યોથી પેદા થાય છે શક્તિ અને પ્રેરણા. તમારે જેની જરૂર છે તે છે કાર્ય, નહિ કે પ્રવૃત્તિ.
તમે જો તમારા જ્ઞાનને એકવાર બાજૂ પર મૂકી દો, તો તમે ક્ષણને ગ્રહણ કરવા અને સત્યને પામવા તૈયાર હો છો. વર્તમાને પોતાનામાં સત્યને ધારણ કરેલું હોય છે. સમસ્યા એ થાય છે કે આજનું શિક્ષણ તમને માત્ર જ્ઞાન જ શીખવે છે અને પછી હોશિયાર કેમ થવું. તે શીખવે છે. તે નિર્દોષતા વિશે ક્યારેય શિક્ષણ આપતું નથી, કઇ યુનિવર્સિટીમાં નિર્દોષતા ભણાવવામાં આવે છે?
એટલું સમજો કે માન્યતા બીજું કશું જ નથી પરંતુ કોઇ બાબત માટેની તમારી સમજ છે અને તે સત્ય નથી. કોઇપણ ધારેલી પરિસ્થિતિમાં ચાર જુદી જુદી વ્યક્તિઓ
આજે હોશિયાર થવા માટે ઘણું દબાણ થઇ રહ્યું છે. “હોશિયાર કેવી રીતે થવું” એવા બીબાંમાં બાળકોને ઢાળવામાં આવે છે અને તેઓ તેમની નિર્દોષતા ગુમાવી દે છે. સમય જતાં, આ નાના છોકરાની જેમ,
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
નિર્દોષતાનો પણ હોશિયારપણું પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે!
એક પિતાએ પોતાની ઑફિસના સહકર્મચારીઓ સમક્ષ પોતાના પુત્રનો પહેલીવાર પરિચય આપ્યો.
તેમના બધા જ કર્મચારીઓ બાળકની ફરતે ઊભા હતા અને પિતાએ કહ્યું, “બેટા, આ લોકોને તારી ઉંમર શું છે એ કહે.’’ છોકરાએ પોપટની જેમ કહ્યું; “હું જ્યારે ઘેર હોઉં છું, ત્યારે સાત વર્ષનો હોઉં છું, જ્યારે બસમાં બેઠો હોઉં છું ત્યારે હું પાંચ વર્ષનો હોઉં છું.’’
બાળકોને આજે આ રીતે કેળવવામાં આવે છે. તેમ દરેક બાબતમાં તેની ઉપયોગિતા વિષે જ તાલિમ આપવામાં આવે છે. શિક્ષણ તમને તમારી ઉપયોગિતા મુજબ મૂલવે છે. પરંતુ તમે તમારી ઉપયોગિતા નથી. તમે તો તમારા ‘સ્વ’ છો. તમારા ‘સ્વ’ને ક્યારેય મૂલવી શકાતા નથી. માત્ર તમારા મનને જ મૂલવી શકાય છે અને તમારું મન પોતેજ એક છળ છે! ભ્રમણા છે! સમાજ ભ્રમણા પેદા કરે છે, જે છે તમારું મન છે, અને પછી તેને એક માપદંડ તરીકે આગળ ધરે છે, તમારા મૂલ્યાંકન માટે. આ જ કારણ છે કે આજે જ્ઞાન આટલું લોકપ્રિય થયું છે.
એક નાની વાર્તાઃ ચાર મિત્રો એક ગામમાં રહેતા હતા. તેમણે ઘણો બધો સમય સાથે વીતાવ્યો. તેમાંના ત્રણ ઘણું ભણેલા હતા. ચોથો મિત્ર તેમના જેટલું ભણેલો ન હતો, પણ ડાહ્યો હતો.
નિર્દોષતા હેતૂવિહિનતાના સૌંદર્યને જાણે છે.
એક દિવસ, તેમણે બીજા દેશોમાં જવાનું નક્કી કર્યું, જ્યાં તેઓ તેમના જ્ઞાનનો ઉપયોગ લોકો સામે કરીને પૈસાની કમાણી કરી શકે.
ચોથા મિત્ર પાસે વખાણવા લાયક કશું જ ન હતું, પરંતુ તેણે તેમની સાથે જવા માટે તેની ઇચ્છા વ્યક્ત કરી.
પહેલા મિત્રે કહ્યું, “તું કશું વધારે જાણતો નથી, તું જો અમારી સાથે આવીશ તો અમારે નાહકના અમારા પૈસામાંથી તને ભાગ આપવો પડશે.’’
બીજા મિત્રે કહ્યું, “હા, તે સાચું છે. તે જ સારું રહેશે કે તુ અહીં જ રહે.’’
ત્રીજો મિત્ર થોડો વધારે માયાળુ હતો. તેણે કહ્યું, “આપણે આટલાં વર્ષો સાથે ઉછરીને મોટા થયા છીએ. તેથી તેને અહીં પાછળ રહેવા માટે કહેવું તે યોગ્ય નથી, તેને આપણી સાથે આવવા દેવો જોઇએ.’’
તેથી તે ચારેય મિત્રોએ તેમની મુસાફરી ચાલુ કરી.
તેઓ ગાઢ જંગલમાંથી પસાર થયા. તેમણે ઘણા જંગલી પ્રાણીઓ જોયાં અને ઘણી બધી રોમાંચક ક્ષણો માણી. અચાનક એક દિવસે તેઓ એક પ્રાણીના હાડકાંના ઢગલા પાસે પસાર થયા.
તેમાંના એકે કહ્યું, “મને લાગે છે કે આપણા
જ્ઞાનની ચકાસણી માટેનો આ ખૂબ જ સારો રસ્તો
છે. ચાલો, આપણે આ પ્રાણીને ફરીથી જીવંત
કરીએ.
બાકીના બે જણ સંમત થયા, પરંતુ ચોથાએ કહ્યું, “મને લાગે છે કે આ હાડકાં કોઈ મોટા પ્રાણીના છે. તેથી આપણે આવો કોઈ પ્રયાસ કરવો જોઈએ નહિ.”
બાકીના ત્રણે મિત્રો તેના પ્રત્યે હસ્યા અને તેને બાયલો કહ્યો. તેમણે કહ્યું, “તારી પાસે જો અમારા જેવું જ્ઞાન હોત તો તને આવી બાબતનો ડર લાગત નહિ. તું ચૂપ રહે અને અમને જોયા કર.”
તે ત્રણે મિત્રો પોતાના પ્રયોગમાં આગળ વધ્યા.
તેમાંના એક જણે હાડકાં એ રીતે ગોઠવ્યા કે જાણે તે એક પશુ જેવું જ લાગે. પછી તેણે કેટલાક મંત્રો ભણ્યા અને તેના પર પવિત્ર જળનો છંટકાવ કર્યો. તેમ કરતાં તે હાડકાઓ અચાનક હાડપિંજરના આકારમાં ઊભા થઈ ગયા. તેમને પોતાના જ્ઞાનની શક્તિ બાબતે ઘણું જ અચરજ થયું.
બીજો મિત્ર આગળ આવ્યો અને બીજા મંત્રો બોલ્યો અને બીજું વધારે પાણી છાંટ્યું. તેનાથી તે હાડપિંજર ઉપર અચાનક સ્નાયુ, માંસ, લોહી અને રૂંવાટીનું પડ આવી ગયું. તે સિંહ હતો અને તેનામાં માત્ર જીવન જ નહોતું.
મિત્રોને તેમના પોતાના પ્રત્યે અચરજ થયું.
ત્રીજો મિત્ર આગળ આવ્યો અને તેણે કહ્યું કે તે તેનામાં પ્રાણ ભરશે.
ચોથા મિત્રએ બીજી એક ચેતવણી આપી, પરંતુ તેમણે તેને હસી કાઢયો. પછી ચોથો મિત્ર ધીમેથી વૃક્ષ પર ચઢી ગયો અને ત્યાં બેસીને જોવા લાગ્યો.
ત્રીજા મિત્રએ તે સિંહના શરીરમાં પ્રાણ પૂર્યા અને સિંહ જીવતો થઈ ગયો.
એક ત્રાડ સાથે સિંહ તે ત્રણ જણ સામે ધસ્યો. તેમણે ઉપર નજર કરી કે ચોથો મિત્ર ક્યાં છે, તે તો ઝાડની ડાળી પર બેઠો હતો અને આખી ઘટના જોતો જોતો.
સિંહે ત્રણેનું કામ તમામ કરી નાંખ્યું.
જ્ઞાન એક સાધન છે. તે સીધું જ પ્રજ્ઞા તરફ દોરી જતું નથી. તે તો માત્ર સાધન જ છે. જ્યાં સુધી તેને જ્યાં જરૂર હોય ત્યાં એક સબળ સાધન તરીકે ઉપયોગમાં લઈએ તો તે સારું છે, તે ઘણી અચરજપૂર્ણ બાબતો કરી શકે છે. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણું આખું જીવન આપણે જ્ઞાનના હાથમાં સોંપી દઈએ છીએ, બીજી તરફ નિર્દોષતા તમને શુદ્ધ પ્રજ્ઞા તરફ દોરી જાય છે.
નિર્દોષતાએ પરિમાણને ગ્રહણ કરે છે, જે હોશિયારી ચૂકી જાય છે. નિર્દોષતા કદાચ હકીકતોને છોડી દેતી હોય, પરંતુ તે સત્યને પકડે છે. હોશિયારી હકીકતો સાથે જ વધારે પડતી મગ્ન રહે છે. જ્યારે હોશિયારી નિર્દોષતા સાથે જોડાય છે, ત્યારે તે પ્રજ્ઞા અને નિર્દોષતાનું વિરલ સંયોજન બની જાય છે. નિર્દોષતા પ્રાપ્ત કરવા માટે એક વખત જ્ઞાનને પણ બાજુએ મૂકી દેવું, તેનું જ નામ છે
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પ્રજ્ઞા. મારો કહેવાનો મતલબ એ કે તે મારે જ્ઞાનપ્રાપ્તિ બંધ કરી દેવી જોઈએ. બસ, સમજી લો કે નિર્દોષતાનું સ્થાનજ્ઞાન લઈ શકે નહીં.
જો તમે નિરીક્ષણ કરશો, તો તમે જોઈ શકશો કે અભણ ગામડીયાઓ શુદ્ધ પ્રજ્ઞા દાખવતા હોય છે! માટે જ તમે જોશો કે તમે જ્યારે અટવાઈ ગયા હો છો, ત્યારે એક ગામડાનો માણસ કોઈપણ પ્રયત્ન વિના અંદર ઘૂસી જાય છે અને તમને મદદ કરે છે! નિર્દોષ પ્રજ્ઞામાં તેવી શક્તિ હોય છે.
આજે બધી જ યુનિવર્સીટીઓ વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાને ધારદાર બનાવવા માટે કાર્ય કરે છે. તેઓ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને, સમાજને વધારે ઉપયોગી કેમ બનાવવી અને કઈ રીતે આપણે વધુ ઉત્પાદક અને અસરકારક બનવું. ઉત્પાદક કે અસરકારક બનવામાં કશું ખોટું નથી, પરંતુ તે પ્રક્રિયા દરમ્યાન આપણે એ ભૂલી જઈએ છીએ કે નિર્દોષ અને ગ્રહણકર્તા કેવી રીતે બનવું. આપણે ભૂલી જઈએ છીએ કે આ વિશ્વ (બ્રહ્માંડ) અને અસ્તિત્વ પ્રત્યે કઈ રીતે જાતને ખોલી દેવી. આપણે ભૂલી જઈએ છીએ કે બ્રહ્માંડના સુસંકલન સાથે કઈ રીતે ગતિ કરવી અને વૈશ્વિક યોજનાના લય સાથે પોતાની ઉત્પાદકતાને કાર્યરત કેવી રીતે કરવી. આ વૈશ્વિક યોજના જ બધી ઉત્પાદકતાનું મૂળ સ્ત્રોત છે. આમ બને છે કારણ કે આપણે "કરવામાં" અને "મેળવવામાં" જકડાઈ ગયેલા છીએ અને આપણું 'હોવાનું' ભૂલી જઈએ છીએ.
ત્રણ મહત્ત્વની સ્થિતિઓ છે: ‘હોવું' (Being) ‘કરવું' (Doing) અને ‘મેળવવું' (Having). અત્યારે આપણે કરવાની સ્થિતિમાંથી મેળવવાની સ્થિતિ તરફ જઈ રહ્યા છીએ. આપણે સતત કાર્ય કરતા હોઈએ છીએ. આપણે શીખીએ છીએ અને પછી શીખેલી વસ્તુને ઉપયોગી કાર્યમાં મૂકી દઈએ છીએ, તે પછી આપણે પ્રાપ્ત કરીએ છીએ જે આપણે ઈચ્છીએ છીએ; તે પછી પૈસો હોય, સંબંધો હોય, એશો આરામ હોય અને બીજું ગમે તે હોય, આપણે વધારે સારી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ. અથવા વધારે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ અને તેથી જ આપણે સતત કાર્ય કરતા રહીએ છીએ. કાયમ આપણે 'કરવું' અને 'મેળવવું' વચ્ચે જ રહીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન, ‘હોવું' ભૂલાય જાય છે. આપણી સાચી શાંતિ માત્ર આપણી ‘હોવું'ની સ્થિતિમાં જ રહેલી છે. તેને કારણે, આપણે ગમે તેટલું વધારે કાર્ય કરીએ અને પ્રાપ્ત કરીએ, તેમ છતાં આપણને શાંતિની તલાશ તો રહે છે જ. આ ભાવનાને 'અસ્તિત્વ'નો પોકાર કહે છે.
આપણે જો આપણા ‘સ્વ' સ્વભાવને પોષશું અને કાર્ય કરવાનું કારણ ‘સ્વ’ના સ્વભાવમાંથી પેદા થવા દઈશું તો પછી આપણે ‘પ્રાપ્તિ' માટે આટલું બધું કામ કરવું નહિ પડે. તે તો માત્ર આડપેદાશની જેમ જ આવશે. આ જ રહસ્ય છે અસ્તિત્વનું. પરંતુ યુનિવર્સીટીઓ આને સમાજની સીધી ઉપયોગિતા તરીકે જોતી નથી. એજ સમસ્યા છે. પરંતુ આ જ એ છે જે દરેક વ્યક્તિને માત્ર સમાજને જ નહિ, પરંતુ આખા બ્રહ્માંડને ઉપયોગી બનાવે છે. આપણે હંમેશા સમગ્રનો ખ્યાલ રાખવો જોઈએ.
તક્ષશિલા અને નાલંદા જેવી ભારતની પ્રાચીન યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને હંમેશા ‘સ્વ’ના સ્તરે તૈયાર કરવામાં આવતા હતા બાહ્યજગત વિશેનું શિક્ષણ તેના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે થતું હતું. ભારતે હંમેશા ‘સ્વ’ની નિર્દોષતાને પોષણ આપવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે કારણ કે માત્ર એજ ‘સ્વ’ની તાકાત તરફ દોરી જઈ શકે છે. જ્યાં ‘સ્વ’ની તાકાત હોય છે ત્યાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે.
પરમહંસ યોગાનંદ આધ્યાત્મિક શિક્ષણનો હેતુ સુંદર રીતે વર્ણવે છે. તેઓ કહે છે કે શરીરમાં અબજો કોષો રહેલાં છે. દરેક કોષ બુદ્ધિશાળી હસ્તી જેવો છે. દરેક કોષમાં DNA નામનો પદાર્થ હોય છે, જેમાં સમગ્ર નવું શરીર અને મગજની વૃધ્ધિ કરવાની પ્રજ્ઞા અને માહિતી હોય છે. આ છૂપાયેલી પ્રજ્ઞાને જાગૃત કરવાની જરૂર હોય છે, જેથી મન દુઃખો તરફ આગળ ના વધે અને દિવ્ય આનંદમાં રહે.
તેઓ આગળ કહે છે કે આધ્યાત્મિક શિક્ષણ, મન અને કરોડરજ્જુ આસપાસ જીવન પ્રવાહ મોકલીને કોષોને ચુંબકીય બનાવી વ્યક્તિના ઉત્ક્રાંતિપૂર્ણ વિકાસ જાળવી રાખે છે. આ દૈવી ચુંબકીયબળ સાથે, દરેક કોષ જાણે જાગ્રત (જીવંત) મગજ બની જાય છે અને જ્ઞાનના દરેક ધબકારને સમજવા માટે તૈયાર થઇ જાય છે. આવા જાગ્રત મગજ સાથે, વ્યક્તિની માનસિક ક્ષમતા અનેક ગણી વધી જાય છે! આધ્યાત્મિક શિક્ષણનો આ પ્રભાવ છે.
ગ્રીસના સમ્રાટ એલેક્ઝાન્ડરે ત્રણ ચતુર્થાંશ ભાગની પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એશિયાને જીતવા તે તરફ આગળ વધ્યો. ભારતવર્ષ પર વિજય પ્રાપ્ત કરવા માટે તેણે સિંધુ નદીના પટમાં છાવણી નાખી અને ત્યાં રહ્યો.
આ જ નદીના કિનારે એક સાધુ રહેતો હતો.
જેવો એલેક્ઝાન્ડર અને તેનું લશ્કર ત્યાંથી પસાર થયું, તે સાધુ ધ્યાનમગ્ન હતો અને તેથી તે તેની સલામ કરવા ઊભો ન થયો.
એલેક્ઝાન્ડરને તેથી અપમાન લાગ્યું અને તેના તરફ બૂમ પાડી ઉઠ્યો, “મને સલામ ન કરવાની તને હિંમત ક્યાંથી થઇ?’’ અને તેણે તેની તલવાર એ સાધુનો શિરચ્છેદ કરવા માટે બહાર ખેંચી કાઢી.
સાધુએ તેના તરફ જોયું અને હસ્યો.
એલેક્ઝાન્ડરને આંચકો લાગ્યો. તેણે પૂછ્યું, “ હું તમને મારી નાંખવાનો છું અને તમે હસો છો?’’
સાધુએ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તું શું મારવાનો પ્રયત્ન કરે છે! મને ક્યારેય મારી શકાતો નથી. હું અમર, અનંત અને અવિનાશી છું. મને શસ્ત્રો કાપતા નથી, મને અગ્નિ બાળતો નથી, મને પાણી ભીંજવતું નથી, અને આ આત્માને પવન સૂકવી શકતો નથી.’’ તેમણે ભગવદ્ગીતામાંથી શ્લોકો ટાંક્યા.
એલેક્ઝાન્ડરે તેની તલવાર ફેંકી દીધી અને તે સાધુને નમન કર્યા અને કહ્યું, “ભારતમાં આવા મહાન લોકો છે જે મૃત્યુ વિશે ભય વિનાનાં છે. હું આ મહાન દેશને મારા સલામ પાઠવું છુ.’’ તે એક ડાહ્યા માણસની જેમ ભારતની ભૂમિ પરથી પોતાના લશ્કરને પાછું લઇ ગયો.
પ્રાચીનકાળની યુનિવર્સિટીઓ ઉચ્ચતમ જ્ઞાનની શક્યતા ઊભી કરે છે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસ પ્રગટાવે છે, અને તે સાથે તે તેમની નિર્દોષતાને જાળવવાનું પણ ધ્યાન રાખે છે. પછી દરેક વિદ્યાર્થી ઋષિઓના ગુણ પ્રાપ્ત કરતો. ઋષિ પાસે બાહ્ય જગતનું વિશાળ જ્ઞાન હોય છે, તેમજ આંતરિક જગતની સચોટ નિર્દોષતા હોય છે.
વ્યક્તિ અહીં તહીં વાંચ્યા જ કરે અને પોતાની જાતનું મનોરંજન કરી શકે છે. જો તેનો ઇરાદો માત્ર પુસ્તકો વાંચીને મનોરંજન મેળવવાનો હોય તો તે તેમ કરી શકે પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
છે. મનોરંજન પ્રબુદ્ધતા કરતાં અલગ બાબત છે. કેટલાંક સારા પુસ્તકોમાંથી તેણે મનોરંજન મેળવ્યું હોવાના કારણે જ તે પ્રબુદ્ધ બની જતો નથી, પુસ્તકો જે તમારા તર્કને ધારદાર બનાવવામાં મદદ કરે છે તે તમને એવો ભાસ કરાવે છે કે તમે બધું જ જાણો છો. ત્યાં જ સમસ્યાની શરૂઆત થાય છે.
એક વધારે વાત. વ્યક્તિ નિર્દોષતા ગુમાવવા માટે અર્વાચીનતા ને દોષ દઈ શકતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘‘હું સમય છું’’ જ્યારે કૃષ્ણ એમ કહે છે કે તમારે એ સમજવાની જરૂર છે કે અર્વાચીનતા પણ અસ્તિત્વની દૈવી લીલા જ છે. વ્યક્તિ એ અર્વાચીનતાને સાચા પ્રકાશમાં સમજવી જોઈએ અને તેને વૃદ્ધિના પ્રાચીન પાયાના વિકલ્પ તરીકે નહીં.
કોઈપણ વસ્તુ સ્વીકારવા તૈયાર રહો
તમે જ્યારે નિર્દોષ હો છો, ત્યારે અસ્તિત્વ તમને જે કાંઈ શીખવવા માંગે છે, તે દરેક બાબત આવકારવા તૈયાર રહો છો! તમે જો તમારા મનને બંધ રાખો છો, તો તમે તમારી આસપાસ એક દિવાલ ઉભી કરી દો છો. આ દિવાલ બહારની ઠંડી તાજગીને તમારા અસ્તિત્વને સ્પર્શ કરવા દેતી નથી, અને નથી તમને બહાર જવા દેતી. તમારો સ્વીકાર (સંવેદનશીલતા) કરવાની તૈયારી આ દિવાલને તોડી પાડે છે અને ઠંડી તાજગીને આવકારે છે, જેથી જ્યારે જ્યારે તે વહે છે તમારા ભીતરી ‘સ્વ’ને સ્પર્શ કરે છે.
તમારી સ્વીકારવાની સંવેદનશીલતા દરેક બાબતને તમારા આત્માને સ્પર્શવા દે છે તમે જ્યારે સ્વીકારવાની તૈયારી બતાવો ત્યારે આખું બ્રહ્માંડ તમારી પાસે આવે છે.
સ્વીકારવાની તૈયારી એ તમારી કોઈ નબળાઈ નથી. જે દિવાલ તૂટી જાય છે, તેનાથી તમને કોઈ ભય નથી. આ દિવાલ તો પોતે જ તમારા વાસ્તવિકતાના સંપર્કમાં આવવાના ભયને કારણે જ બનાવવામાં આવી છે. તમારી વાસ્તવિકતા એ તમારી સંવેદનશીલતા છે અને તમે બ્રહ્માંડમાં પોતાની જાતને ખુલ્લી કરવા માટે ખૂબ ડર રાખો છો. તમે ઊંડે ઊંડે એટલું તો સમજો જ છો કે તમે પોતાને ખુલ્લા કરી દેશો તો તમે નિર્દોષતામાં તણાઈ જશો. તેથી તમે તમારી જાતને ખુલવા નથી દેતા. પણ ત્યાં અંદર રહેવું તે જાતને ગૂંગળાવવા જેવું છે કારણ કે એની એ જ હવા છે, જે ત્યાં ફરતી રહે છે. મન જે ધરેડને જાણે છે તે જ ધરેડ તમે અનુભવો છો. તો પછી આ દિવાલનો અર્થ શું છે? જ્યારે દિવાલને તોડવામાં આવે છે, ત્યારે તમને ભાન થાય છે કે કોઈ વસ્તુ તમને છોડી જતી નથી. ખરેખર તો, માત્ર જીવનની તાજગી જ પ્રાપ્ત કરો છો.
પાનખરના એક દિવસે, બે જ્યોતિષીઓ રસ્તા પર મળ્યા. તેમાંના એક જણે કહ્યું, “સુંદર પાનખર. આ કંઈક એવું છે જેને આપણે પહેલાં કદી જોઈ નથી જોયું.
બીજાએ જવાબ આપ્યો, “સાચું છે. મને સન ૨૭૭૦ના વર્ષની પાનખર યાદ આવે છે.’’
તમે સ્વીકારવાની તૈયારીવાળા હો છો તો તમે દરેક બાબત ભીતરી ‘સ્વ’ના સ્તરે અનુભવો છો. નહિ તો, તે એવો અનુભવ રહે છે, જે મસ્તિષ્ક દ્વારા જ થતો હોય છો. ‘સ્વ’એ કાવ્ય છે, મસ્તિષ્ક એ ગદ્ય છે. જીવન કાવ્ય છે.
એક રાત્રે પત્નીએ પોતાના પતિને પોતાના બાળકના ઘોડિયાની ઉપર નમીને ઊભેલો જોયો.
> તમે તેને હા કહો છો, ત્યારે
> તમારી શક્તિ નવી દિશામાં
> ગતિ કરવા લાગે છે.
જે વો તે ઘોડિયામાંના બાળકને જોતાં ઊભો રહ્યો હતો, તેણે તેના ચહેરા પર અવિશ્વાસ, ભય, શંકાશીલતા, સંશય, અચરજ અને એવા કાંઇ કેટલાય ભાવોના મિશ્રણરૂપી અસર જોઇ.
તે ધીમેથી તેની પાસે ગઇ અને તેની ફરતે પોતાનો હાથ વીંટાળ્યો અને કહ્યું, “તમે શું વિચારમાં પડી ગયા છો?”
પતિએ જવાબ આપ્યો, “તે અચરજ પમાડે તેવું છે. હું કલ્પી નથી શકતો કે કોઇ ખાલી ૪૦૦ રૂપિયામાં આ પ્રકારનું ઘોડિયું કઇ રીતે બનાવી શકે!”
તમારા મસ્તિષ્કથી તમે સ્વીકારવાની (સંવેદનશીલ) તૈયારીવાળા બની શકતા નથી! અને જ્યારે તમે સ્વીકારની (સંવેદનશીલ) તૈયારીવાળા થતા નથી, ત્યારે તમે તમારા મકાનની મોટી દિવાલ પાછળ એમ જ બેસી રહો છો. જીવનની તો હજી શરૂઆત પણ થઈ નથી. જીવનની સાચી શરૂઆત થાય છે કંઈક સ્વીકારવાની તૈયારી સાથે.
સ્વીકારવાની (સંવેદનશીલતા) તૈયારી હોય તો તમે જુદા જુદા માર્ગોમાં જે સત્ય રહેલું છે, તેના તરફ ગતિ કરો છો. અને તે તમારા માટે આનંદનો માર્ગ બની રહે છે. કારણકે દરેક ક્ષણે તમે સીધું જ અસ્તિત્વ પાસેથી કંઈક મેળવો છો. અસ્તિત્વ તમને આપવાને સમર્થ છે. કારણ કે તમે સ્વીકારવા (સંવેદનશીલ) તૈયાર છો અને આવકારવા તૈયાર છો! અસ્તિત્વને પોતાના નીતિનિયમો હોય છે. પ્રબુદ્ધ ગુરુઓને તેમના નીતિનિયમો હોય છે. જ્યાં સ્વીકારવાની તૈયારી છે, તેઓ સીધા જ તેની તમારા પર વર્ષા કરે છે. જ્યારે ત્યાં દિવાલ હોય છે ત્યારે તે મુશ્કેલ બને છે. તેમના નીતિ નિયમો તેને ભેદવા માટે સંમતિ આપતા નથી. તેથી તેઓ દિવાલ તૂટવાની રાહ જુએ છે.
તમે જ્યારે સ્વીકારની તૈયારી વાળા બનો છો ત્યારે જ તમે અસ્તિત્વને ‘હા’ કહો છો. અસ્તિત્વ મહાનતમ રહસ્ય છે અને સનાતન શિક્ષક છે. જ્યારે તમે તેને હા કહો છો, ત્યારે તમારી શક્તિ નવી દિશામાં ગતિ કરવા લાગે છે. તે મસ્તિષ્કમાંથી હૃદય તરફ ગતિ કરવા લાગે છે અને તમને તમારા પોતાના ભીતર ‘સ્વ’માંથી ઘણા પાઠ મળવાની શરૂઆત થાય છે. પહેલાં જે કોઈપણ ‘ના’ કહી હોય તેની ‘હા’ બનવાની શરૂઆત થઈ જાય છે. પછી તમે જોશો કે જગત તમે જે વિચારતા હતા, તે ના કરતાં ઘણું જ જુદું છે.
લોકો મને પૂછે છે કે મારી હાજરીમાં મારું કેવું રહેવું. તમે માત્ર પૂર્ણ રીતે સ્વીકારની તૈયારી વાળા અને નિખાલસ બની જાવ. ખુલ્લાપણા સાથે તમે તમારા ભીતરી ‘સ્વ’માં સત્યને સીધુંજ સ્વીકારી શકો છો. ગુરુ અસ્તિત્વની શુદ્ધ અભિવ્યક્તિ છે. તેમને કામ કરવા દઈને તમે અસ્તિત્વને તમારી અંદર પ્રવેશ કરવા દો છો. જ્યારે અસ્તિત્વ તમારામાં પ્રવેશે છે ત્યારે તે તમારા આત્મા પર સત્યની છાપ છોડે છે. ગુરુના દરેક દર્શન અથવા સ્પર્શ સાથે આ અસર વધારે ઘેરી થતી જાય છે. આ છાપ તેઓ તમને જે કંઈ ઊપદેશ આપી શકે છે, તેના કરતાં વધારે મહાન હોય છે.
ગુરુ તમને આધ્યાત્મિકતા શીખવી શકતા નથી. પરંતુ તમે તેમના પ્રત્યે ખુલ્લું દિલ રાખીને અને તેમનામાં શ્રદ્ધા રાખીને આધ્યાત્મિકતા શીખી શકો છો. આધ્યાત્મિકતાને શબ્દો સાથે કાંઈ લેવા દેવા નથી. તે એક અનુભૂતિ છે. તમારે તમારા ગુરુના હાવભાવનું નિરીક્ષણ કરીને તમારામાં અનુભવવાની હોય છે, વળી તેમનામાંથી વિકિરણીત પ્રબુદ્ધ શક્તિને સૂંઘીને પણ તેને જીવનમાં ઉતારવાની છે. તમે જો સભાન રહો છો, તો જ તેને પકડી શકો છો.
તમે જ્યારે સ્વીકારવાની તૈયારીવાળા સંવેદનશીલ અને તમારાં પ્રતિભાવની આખી પ્રક્રિયામાં ખુલ્લા મનના હો છો, ત્યારે તમે ક્યારે ય તમારા પ્રશ્નો પૂછવાની ઉતાવળમાં હોતા નથી. તમે આ બ્રહ્માંડની પ્રજ્ઞાને તમારા દ્વારા કાર્યરત થવાનો અવકાશ આપો છો.
સ્વીકારવાની તૈયારી વાળા ખુલ્લા મનથી વ્યક્ત થવા માત્રથી જ તમને મુક્ત પક્ષી જેવું લાગશે, જેને નથી પોતાના ભૂતકાળની ચિંતા કે નથી ભવિષ્યની, તે તો માત્ર જેવું છે તેવું જ બસ, ‘હોય’ છે. ઝેન ગુરૂઓએ આ જ બાબત પોતાના શિષ્યોને શીખવી હતી.
શ્રદ્ધા સાથે સમર્પિત થાવ
શ્રદ્ધા વ્યક્તિને સમર્પણ તરફ લઇ જાય છે. સમર્પણ હૃદયની સરળતા છે. તમારે સત્ય બાબતે જાણકારી વિશે નક્કી કરવાનું નથી, તમારે માત્ર તેની સાથે જ ચાલવાનું છે. તમે જ્યારે સત્યની શક્તિશાળી ઉપસ્થિતિને જાગ્રત કરો છો, ત્યારે સમર્પણ આપોઆપ થઈ જાય છે.
તમે જો તમારા પાળેલા કૂતરાને જુઓ તો તમને જણાશે કે તમે જો એકાદ વખત તને છેતરશો તો પણ તે તમારી પાસે જ પાછો આવશે અને તે પણ પૂરેપૂરી શ્રદ્ધા સાથે. તેની શ્રદ્ધા પૂરેપૂરી અને નિખાલસ છે. શ્રદ્ધા આવે છે, ત્યારે કોઇ પણ કારણ વગર જ આવે છે. તેની પાસે કોઇ પ્રશ્નો હોતા નથી, તેથી કોઇ જવાબો આપવાની જરૂર રહેતી નથી. તે કોઇપણ વસ્તુમાં કોઇ ઉપયોગીતા જોતો નથી. તે માત્ર ખુલ્લા પુસ્તકની જેમ જ હોય છે. માત્ર એટલું જ.
માત્ર નિર્દોષભાવ જ શ્રદ્ધા અને સમર્પણમાં કૂદી પડવા શક્તિમાન બને છે.
પાણીની ટાંકીમાં બે સોનેરી માછલીઓ હતી. એકે બીજીને પૂછ્યું, “શું તું ઇશ્વરમાં શ્રદ્ધા રાખે છે?”
બીજીએ જવાબ આપ્યો, “હાસ્તો પણ. તું શું વિચારે છે. આપણી ટાંકીનું પાણી રોજ કોણ બદલે છે?”
માત્ર નિર્દોષભાવ જ શ્રદ્ધા અને સમર્પણમાં કૂદી પડવા શક્તિમાન બને છે. જ્યારે જ્ઞાન કોઇ રીતે દરેક બાબતમાં ઉપયોગીતા જુએ છે. તે દરેક બાબતમાં તર્ક જુએ છે. સમર્પણ અને તર્ક એકબીજાથી અલગ જ રહેતા હોય છે. સમર્પણ શ્રદ્ધા સાથે જ કરવાનું હોય છે. કારણ કે સમર્પણ નિર્દોષભાવ વડે જ માત્ર શક્ય બને છે.
સમર્પણભાવમાંથી ગહન હળવાશ ઉદ્ભવે છે. સમર્પણભાવમાંથી જન્મે છે તાજગીપૂર્ણ પ્રજ્ઞા, જે જુદા સ્તર પર વસ્તુઓને જાણે છે. આ સ્તર પર પરિણામની કોઇ ચિંતા નથી, ત્યાં તો માત્ર શુદ્ધ શક્તિ દ્વારા દોરવાયેલી કાર્યશક્તિ જ છે. અને આ શક્તિ છે પ્રજ્ઞા. શ્રદ્ધાનો અર્થ નિષ્ક્રિયતા થતો નથી. તેનો અર્થ થાય છે કાર્યમાં સતત પ્રવૃત્ત રહેવું અને તે પણ બુદ્ધિથી નહિ પણ પ્રજ્ઞાથી, તે છે વિચારોમાં શ્રદ્ધા હોવી, અને કાર્યમાં પ્રજ્ઞા હોવી.
એક શિષ્ય તેના સૂફી ગુરુ પાસે તેમના તંબુ આગળ ઊંટ પર સવાર થઇને આવ્યો. તે ઊંટ પરથી નીચે ઉતર્યો, ગુરુના તંબુની અંદર ગયો, નીચા વળીને નમન કર્યા અને કહ્યું, “ગુરુજી, ઇશ્વરમાં મારી શ્રદ્ધા એટલી મહાન છે કે મેં મારા ઊંટને બહાર કશે બાંધ્યા વિના જ છોડી દીધું છે. મને એ વાત બાબતે પૂરેપૂરો વિશ્વાસ છે કે ભગવાન એવા લોકોના હિતોની રક્ષા કરે છે, જેઓ તેમને પ્રેમ કરે છે. ''
ગુરુજીએ બૂમ પાડી, “ઓ મૂર્ખ, જા જઇને તારા ઊંટને બાંધી દે. તું જે કામ તારી જાતે સરખી રીતે કરી શકતો હોય છે, તેને માટે ભગવાનને તકલીફ આપી શકાતી નથી!''
શ્રદ્ધા એ અભિગમ છે. તે કોઈ યોગ્ય કાર્યનો વિકલ્પ નથી. શ્રદ્ધાની ભાવના જ જીવનનો સાર છે. તે આપણને નિર્દોષભાવ પ્રતિ લઈ જાય છે, સાથે સમર્પણ, શાંતિ અને દિવ્ય આનંદના અનુભવ તરફ પણ દોરી જાય છે. જો તેને પૂરેપૂરી સમજથી અનુસરવામાં આવે તો તે માર્ગમાં કશું પણ ગુમાવવાનું રહેતું નથી. તેમ ન થાય ત્યાં સુધી પણ, તમે અત્યારે શ્રદ્ધાના માર્ગે જ છો.
પ્રબુદ્ધ ગુરુઓ એવા જ્ઞાનમાં સ્થિર થયા હોય છે કે અસ્તિત્વના અવકાશમાં કોઈ બાબત અશક્ય નથી. તેઓ મૂર્તિમંત શ્રદ્ધા સ્વરૂપ છે. તેમનો દિવ્ય આનંદ જ આ બાબતની અભિવ્યક્તિ છે. તેમને વિશ્વનું બધું જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે, પરંતુ તેઓ તદ્દન નિર્દોષ જ હોય છે. તેઓ જાણે છે કે તેમનું જ્ઞાન અસ્તિત્વનું જ્ઞાન છે. તેમનું જ્ઞાન એ જ્ઞાન નથી પરંતુ આ ક્ષણના સત્યનો થતો સતત અનુભવ છે.
આપણી પાસે પણ જ્ઞાન છે. પરંતુ સમસ્યા એ છે કે આપણે એમ વિચારીએ છીએ કે 'આપણું' જ્ઞાન તે જ માત્ર સાચું જ્ઞાન છે અને બીજાં જ્ઞાન ખોટાં છે. સમજો: દરેક માટે છેવટનું જ્ઞાન તો સરખું જ હોય છે. વચ્ચે જે કાંઇ છે, તે તો ઉધારે લીધેલા વિચારોનો સમૂહ માત્ર જ છે. જો આ બાબત વસ્તુ સ્પષ્ટ સમજાય તો સમર્પણભાવ આવશે અને આપણે જ્ઞાનનો ભાર નીચે ફેંકી દઇશું અને નિર્દોષ બની જઈશું.
“આપણે જાણતા નથી'' તે જાણવાની શરૂઆત કેવી રીતે કરવી? માત્ર એટલી જ સ્પષ્ટતા કે આપણે જાણતા નથી તે જ પૂરતું છે. માત્ર અસ્તિત્વ પર ધ્યાન ધરો, જે બધાં જ જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. તમે બધો સમય તે પ્રત્યેના પ્રાર્થના ભાવ અને સમર્પણભાવમાં રહો. અસ્તિત્વના જ્ઞાનને સમર્પિત થવામાં મક્કમ રહો. તમે જોશો કે તમારી આસપાસ ચમત્કારો થવાના શરૂ થઈ ગયા છે.
હનુમાનજી વિશે વાર્તા છે. ભારતીય પુરાણ કથામાં તેમને વાનરરૂપમાં ઇશ્વર ગણવામાં આવે છે, જે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હતા.
હનુમાનજીને એક વખત પૂછવામાં આવ્યું કે ચંદ્રવર્ષ મુજબ તે ક્યો દિવસ હતો.
તેમણે જવાબ આપ્યો, “હું મહિનાના દિવસ બાબતે કશું જ જાણતો નથી, વળી આકાશમાં તારાંની સ્થિતિની પણ મને જાણ નથી. હું તો માત્ર પ્રભુ શ્રીરામ વિશે જ માત્ર વિચારું છું.”
તમે જ્યારે સત્યના આશ્ચર્યમાં સ્થાપિત થાવ છો, ત્યારે તમે એટલા તો નિર્દોષ બની જાઓ છો કે તમારે પોતાનું જીવન જ ધ્યાન મગ્ન અને ચમત્કારિક બની જાય છે. તે હનુમાનજી જ હતા જેઓ ભારતથી શ્રીલંકા વચ્ચેનો સમુદ્ર ઓળંગી શક્યા અને તે પણ માત્ર એક જ કૂદકામાં ત્યાં તેમણે જપ્યું શ્રીરામજીનું નામ રામે પોતે જ પુલ બાંધવો પડ્યો. જેથી તેમનું સૈન્ય સમુદ્રને ઓળંગી શકે! આવી શક્તિ છે, અસ્તિત્વ અને તેનાં બધાંજ સ્વરૂપે પ્રત્યે થતાં નિર્દોષ સમર્પણની.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
એક વધુ વાત: તમે જ્યારે વિશ્વાસ રાખો છો અને સમર્પણ કરો છો, ત્યારે તમને છેતરાવાનું મુશ્કેલ બની જાય છે. નિર્દોષ ભાવનો વિશ્વાસ (શ્રદ્ધા) તમને હંમેશ કોઈ પણ પ્રકારની છેતરામણીથી બચાવે છે. તે એક પ્રકારની શક્તિ પ્રગટ કરે છે.
એક મહાન સૂફી સંત હતા જેમનું નામ હતું હબીબ આઝમી. તેઓ એક દિવસ નદીમાં સ્નાન કરવા ગયા અને તેમનો કોટ નદી કિનારે કોઈના પણ ધ્યાન વિના છોડી દીધો.
તે સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ અને તેણે તે કોટ જોયો. તેણે એમ વિચાર્યું કે કોઈએ તેને બેદરકારીથી ત્યાં છોડી દીધો હશે અને તેને સાચવવાની જરૂર હતી. આવા વિચારથી તેણે નક્કી કર્યું કે તે ત્યાં તેની ચોકીદારી કરે, જ્યાં સુધી તેનો માલિક ત્યાં આવી ન જાય.
હબીબ તેમના કોટને શોધતા પાછા આવ્યા. તે માણસે તેમને પૂછ્યું, “તમે જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે તમે તમારો કોટ કોને ભરોસે છોડી ગયા હતા?” તે કદાચ ચોરાઈ પણ જાત!
હબીબે જવાબ આપ્યો, “હું તેને ‘તેની’ કાળજીમાં (ભરોસે) છોડી ગયો હતો, જેણે તમને તેના પર ધ્યાન રાખવાનું કામ સોંપ્યું હતું!”
જ્યારે શ્રદ્ધાભાવ થાય છે, તે પણ પૂરેપૂરી સમજ સાથે, કશું જ ગુમાવવાનુ રહેતું નથી, શ્રદ્ધાનો ગુણ જ તેનો સાચો સાર છે. હું મારા શિષ્યોને મારી હિમાલયની આધ્યાત્મિક યાત્રા દરમ્યાન મેં જોયેલા સાધુઓની હંમેશા વાત કરું છું. સાધુઓ હિમાલયમાં મેડિટેશન કરવા માટે પોતાનું બધુંજ પાછળ છોડીને આવે છે.
પરંતુ ત્યાં તેઓ તેમની પાણીની નાની મટકી માટે પણ ઝઘડો કરે છે! માત્ર માલિકપણાના ભાવનો પદાર્થ બદલાય છે, એટલું જ! એટલું સમજો, તમે જ્યારે વિશ્વાસ કરો છો, ત્યારે બધા જ ભૌતિક પદાર્થો જાણે તે પરમતત્ત્વને આધીન છે તેમ જ લાગે છે. પછી વસ્તુ ધરાવવાનો મૂળ ભાવ જ છોડી દેવામાં આવે છે. તેનાથી મન હળવું બને છે. હળવા થવાનો એ જ અવકાશ છે.
સન ૨૦૦૪ના વર્ષમાં અમે એક જૂથ રૂપે તરીકે હિમાલયમાં ગયા હતા. તમારા જીવન દરમ્યાન કમસે કમ એક વખત તો તમારે હિમાલયમાં જવું જ જોઈએ. અમે ‘ગોમુખ’ ગયા, જે પવિત્ર ગંગા નદીનું મૂળસ્થાન ઉદ્ભવ છે. રસ્તો ખચ્ચરની પીઠ પર કાપવાનો હોય છે, ઉપર જવા માટે પાંચ કલાક લાગે છે. રસ્તો માત્ર ચાર ફૂટ જ પહોળો છે. તમે જો તમારો પગ ચૂકી જાઓ, તો તમે નીચે ધસમસતી ગંગા નદીમાં પડી જશો! અમે એક વખત ગોમુખ પહોંચી ગયા પછી, અમે ત્યાં થોડો સમય ત્યાં ગાળ્યો અને પછી અમારું ગ્રુપ પાછું ફર્યું. જ્યારે હું થોડા શિષ્યો સાથે ત્યાં રોકાયો.
જે ગ્રુપ પાછું ફર્યું હતું તે સંધ્યાકાળે નીકળ્યું હતું. મેં તેમને કહ્યું કે તેઓ ચિંતા ન કરે અને પરમતત્ત્વ તમારી કાળજી લેશે. ગાઢ અંધકારમાં તેમને ખબર ન હતી કે ખચ્ચર પર્વતનો વળાંક લેતું હતું કે સીધું અંધકારમાં જ આગળ વધતું હતું. અને એમ કરતા આખું ગ્રુપ પરત ફર્યું બીજે દિવસે તેમનો અનુભવ કેવો રહ્યો તે બાબતે મેં તેમને પૂછ્યું. તેમનામાં એક જણે કહ્યું, “સ્વામીજી, અમે અનુભવ્યું કે આંધળી શ્રદ્ધાનો અર્થ શું થાય!” જો તે શ્રદ્ધાની ક્ષણોને આગળ વધારવામાં આવે, તે તમારા જીવનનો મૂળભૂત સાર બની જાય છે પછી તમે માત્ર કાર્ય જ કરો છો અને ફળ પરમતત્ત્વ પર છોડી દો છો.
બીજી મહત્વની બાબત એ છે કે, જ્યાં સુધી નિર્દોષભાવ થતો નથી, ત્યાં સુધી આત્મીયતા આવી શકતી નથી. પરમતત્ત્વની ભાષા છે. મન આત્મીયતા જાણતું નથી. માત્ર ‘સ્વ’ જ તેને જાણે છે. નિકટતા સાથે નિખાલસતા આવે છે. અને તમે જે કહી શકો છો અને કરી શકો છો, એવી દરેક બાબત વિશે તમે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક અનુભવ કરો છો. તમારા શબ્દો અને કાર્યોમાં એક પ્રકારની પ્રમાણભૂતતા આવશે. તમે તમારામાંથી શક્તિ વિકિરણીત કરો છો, જે તમારી આસપાસના બીજા લોકોને પણ નિર્દોષ અને નિખાલસ બનવાની પ્રેરણા આપે છે. પછી તમે પરમતત્ત્વના સાચા સૌંદર્યનો અનુભવ કરી શકો છો.
આધ્યાત્મિકતા - નિર્દોષ નમસ્કારનો માર્ગ
એક જાણીતી કહેવત છે, ‘‘તમે જો ચિંતા કરો છો, તો તમે પ્રાર્થના કરી નથી, તમે જો પ્રાર્થના કરી છે, તો તમે ચિંતા કરો નહીં’’
આધ્યાત્મિકતા ચિંતાને સમર્પિત કરીને મુક્ત થઇ જવાનો સીધો માર્ગ છે આજના અર્વાચીન યુગના માનવી માટે તો એ ભારે રાહતની વાત છે. તે સિદ્ધ થયેલું વિજ્ઞાન છે. આજના જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં અસ્તિત્વના પોકારને સહૃદયતાથી અને તુરંત સમજવાની જરૂર છે. આધ્યાત્મિકતા આ માટેનો રસ્તો છે. આધ્યાત્મિકતા આ બ્રહ્માંડને ફરીથી તેની પવિત્રતા અને રહસ્યોથી સમૃદ્ધ કરી દે છે. તે માનવીને યાદ કરાવે છે કે આ પૃથ્વીગ્રહ પર તે જ માત્ર સૌથી મહાન પ્રાણી નથી. તે તેને શક્તિશાળી પરમતત્ત્વની શક્તિ જે બ્રહ્માંડમાં (વિશ્વમાં) ચારે તરફ પ્રસરેલી પરમ તત્ત્વની શક્તિની યાદ અપાવે છે. તે જ તમારા મનમાં ‘ન જાણવાનો’ ભાવ અને નિર્દોષ સમર્પણભાવ પેદા કરે છે.
આધ્યાત્મિકતા એ કોઇ વિધિવિધાન નથી. તે તો વિજ્ઞાન છે, પરમતત્ત્વ સાથે એકરૂપ થવાનું. પુરાણકાળથી વિશ્વના બધા જ ધર્મોએ જે પહેલું કામ કર્યું તે એ કે તેમણે માનવજીવનમાં એવો અવકાશ સર્જ્યો, જેથી દિવ્યતા જીવનનો એક ભાગ બની જાય. મંદિર એવું સ્થાન (અવકાશ) છે, જ્યાં આપણે પરમતત્ત્વ (બ્રહ્માંડીય શક્તિ) સાથે ફરી અનુસંધાન સાધીએ છીએ અને તેમાં આરામ પામીએ છીએ. વિશ્વના બધા જ ધર્મોનો આ જ મૂળભૂત હેતુ હતો. જ્યારે આ જોડાણ વધુ ગહન બને છે, ત્યારે તે વ્યક્તિમાં આનંદપૂર્ણ અવકાશ બની જાય છે. ધર્મ, આધ્યાત્મિકતા તરફ ઉપર ગતિ કરવા માટેનું સ્પષ્ટ પગથિયું છે.
માણસ જ્યારે માત્ર વિજ્ઞાનમાં જ આગળ વધે છે, ત્યારે તે ખૂબ જ્ઞાની બને છે. કારણ કે તેની શોધો કે આવિર્ભાવો તેના પોતાના વિચારના પરિણામ સ્વરૂપે જણાય છે દરેક વસ્તુ તેની પોતાની બુદ્ધિના પરિઘમાં રહેલી જણાય છે. બીજી તરફ આધ્યાત્મિકતા બ્રહ્માંડના રહસ્યોને જીવંત રાખે છે. તે જીવનશક્તિ પ્રત્યે નમ્ર નમસ્કારનો ભાવ પેદા કરે છે કે તે બુદ્ધિશક્તિ કરતાં વધુ સશક્ત છે. તેથી જ આધ્યાત્મિકતા નિર્દોષતાને પાછી મેળવી શકે છે.
એક તાતી જરૂરિયાત એ છે કે બ્રહ્માંડની શક્તિને નમન કરીને બુદ્ધિ શક્તિને શાંત પાડવામાં આવે. નમ્રભાવ સાથે તાજી પ્રજ્ઞા આવે છે, જે બ્રહ્મતત્ત્વને પ્રવૃત્તિઓના કેન્દ્રબિંદુ તરીકે જુએ છે. પછી, માણસને આ અમાપ ગહન બ્રહ્માંડનો ડર નહિ લાગે. તે તો માત્ર ઊંડો ભક્તિ ભાવ, પ્રેમ અને ઉત્કટતાથી તેની સાથે લય માં આવી જશે.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
ભારતના સૌથી મહાન સંતો, જેમની પાસે એવી ઇચ્છાશક્તિ હતી, જેનાથી આ બ્રહ્માંડ તેમને પ્રેમપૂર્વકનો પ્રતિભાવ આપી શકે. આ શક્તિ તેમણે આધ્યાત્મિકતા દ્વારા મેળવી હતી.
મુરુગનાર નામે એક વ્યક્તિ હતો, જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. રોજ સવારે પ્રાતઃકાળ પહેલાં તે નદીના ઠંડા પાણીમાં સ્નાન કરતો, છોડ પરથી ફૂલો વીણતો, ખેતર, વેલો માંથી ફૂલો ભેગા કરતો અને મંદિરમાં રહેલા દેવ ભગવાન શિવ માટે ફૂલમાળાઓ બનાવતો. દરરોજ તે મંદિર સુધી ચાલતો જતો અને તે વખતે એવી કાળજી રાખતો કે ફૂલમાળામાં પરોવેલા ફૂલોની, ગોઠવણી ચાલતી વખતે આડા અવળી ના થઈ જાય ! માળા ચડાવ્યા પછી તે કલાકો સુધી પવિત્ર મંત્રોનો જપ કરતો. કહેવાય છે કે, તેણે માત્ર આવી નિર્દોષ પૂજા દ્વારા પ્રબુદ્ધ પ્રાપ્ત કર્યું હતું.
આજે તેમની પૂજા નયનમાર નામથી ઓળખાતા ૬૩ સંતોમાંના એક સંત તરીકે થાય છે, જેમણે નિર્દોષ ભક્તિ દ્વારા પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી.
જેઓ આધ્યાત્મિકતાથી આઘા રહે છે, તેઓએ તેની પરિવર્તનની મીઠાશનો સ્વાદ લીધો નથી હોતો. તેઓ એવા લોકો છે જેઓ વિચારે છે કે આધ્યાત્મિકતા તો ગંભીર બાબત છે, ના! ઈશ્વરતો હંમેશ આનંદ સ્વરૂપ છે, તો પછી આધ્યાત્મિકતા ગંભીર કઇ રીતે હોઇ શકે? માણસે તેને આ ચીલાચાલુ વિધિઓ બનાવીને તેને ગંભીરતાનું સ્વરૂપ આપી દીધું છે.
આપણા ગુરુઓએ તો એવો ખાસ સમય પણ દર્શાવ્યો છે કે જેમાં આપણે પ્રાર્થના દ્વારા આપણા ભીતરી અસ્તિત્વની વધારે ઊંડી સૃષ્ટિ સાથે આપણને જોડી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે વહેલી સવારે પ્રાર્થના કરી ઘણી સારી છે. આ માટેનું કારણ શું છે? રાત્રિ દરમ્યાન બુદ્ધિને સારો એવો આરામ મળી ગયો હોય છે અને સવારમાં તો તેણે કાર્યરત થવાની હજી તો શરૂઆત પણ નથી કરી હોતી. આ વખતે જ્યારે આધ્યાત્મિકતાની સાધના કરવામાં આવે ત્યારે તેની મન પર થતી અસર વધારે સારી હોય છે. અસર ત્યારે જ થાય છે જ્યારે મન હજી પણ તાજગીપૂર્ણ અને નિર્દોષ હોય છે, જ્યારે મને બુદ્ધિને વાગોળવાની શરૂઆત હજુ કરી હોતી નથી, મહાન ગુરુઓએ આપણને આધ્યાત્મિકતાની ભેટ એમ જ નથી આપી છે જ્યારે આશય સમજાય છે, ત્યારે આધ્યાત્મિકતા નિર્દોષતા અને શ્રદ્ધા પાછી મેળવવાનો સીધો રાજ માર્ગ બની જાય છે.
એક નાની વાર્તા:
એક સાંજે એક ખેડૂત જ્યારે બજારમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેની પાસે પ્રાર્થનાનું પુસ્તક ન હતું. તેના ગાડાનાં પૈડાં સીધા જ જંગલની વચ્ચે આવી પહોંચ્યા અને તેને ખેદ થયો કે આ દિવસ પ્રાર્થના કર્યા વિના પસાર થશે.
તેથી તેણે ઇશ્વરને પ્રાર્થના કરી. તે મોટેથી બોલ્યો, “હે પ્રભું, મેં કંઇક મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. હું આજે મારી પ્રાર્થનાની ચોપડી ઘેર છોડી આવ્યો છું અને મારી યાદશક્તિ તો એટલી નબળી છે કે હું પુસ્તક વિના એક પણ પ્રાર્થના બોલી શકતો નથી. તેથી હું કંઇક આવું કરવાનો છું. હું મૂળાક્ષરના શબ્દો પાંચ વખત બોલીશ અને તે ઘણું ધીમેથી. અને તમે, તો બધી જ પ્રાર્થનાઓ જાણો છો, તો મહેરબાની કરીને બધા મૂળાક્ષરોને સાથે ગોઠવીને તમે પ્રાર્થના બનાવી લેજો, જે મને યાદ રહેતી નથી. અને ઈશ્વરે તેના દૂતોને તે દિવસે કહ્યું કે, “મેં સાંભળેલી બધી જ પ્રાર્થનાઓમાંથી મેં આજે સાંભળેલી પ્રાર્થના સારામાં સારી પ્રાર્થના હતી. કારણ એ કે તે પ્રાર્થના સીધી એવા હૃદયમાંથી સ્ફૂરેલી (પ્રગટેલી) હતી, જે સરળ અને નિષ્ઠાવાન હતું.
આધ્યાત્મિકતા એક એવું ખુલ્લાપણું છે, જેના દ્વારા નિર્દોષતાને તેના શુદ્ધતમ્ રૂપમાં અભિવ્યક્ત કરી શકાય છે. નિર્દોષતા પોતે જ ઈશ્વરને કરાયેલી શ્રેષ્ઠ પ્રાર્થના છે.
ધર્મ પોતાની રીતે કોઇ માન્યતા નથી, જેવું તેના માટે માનવામાં આવે છે. દરેક ધર્મ એ મહાન ગુરુની ઊંડી આધ્યાત્મિક અનુભૂતિનું પરિણામ છે જેમણે તેને સ્થાપ્યો હોય છે. તેમણે જે કાંઇ અનુભવ્યું તે તેમણે ધર્મના રૂપમાં માનવજાતને આપ્યું, જેથી તેના દ્વારા માનવજાત પણ તેવો જ અનુભવ પ્રાપ્ત કરી શકે. તે સિવાય બીજો કોઇ આશય નથી. જો આ સમજાય જાય તો કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ધર્મ પાળી શકે છે. આજ છે બધા જ મૂળ ધર્મોની સુંદરતા.
તમે જ્યારે તમારા ગુરુજીની આસપાસમાં રહો છો તો આ વાત સાચી બની જાય છે. તમે નિર્દોષ સમર્પણ ભાવમાં રહો. તમે જ્યારે નિર્દોષ અને પ્રાર્થના પૂર્ણ હો છો, ત્યારે ગુરુજીનું મૌન તમારા અસ્તિત્વને આરપાર ભેદી જાય છે. મૌનનો ધર્મ સૌથી મહાન ધર્મ છે. તે મહાન ગુરુઓ અને તેમના શિષ્યોનો ધર્મ છે, તે સાચી આધ્યાત્મિકતા પણ છે.
લુચ્ચાઈ છોડો અને નિખાલસ બનો
મેં જ્યારે સત્યકામની વાર્તા કહી હતી ત્યારે લોકોના સમૂહમાંથી એક વ્યક્તિએ મને પૂછ્યું, “સ્વામીજી, કદાચ પદ્ધતિઓ ઘણા ઉચ્ચ કક્ષાની આત્માની સ્થિતિને પ્રાપ્ત થયેલા આત્મા માટે હોઇ શકે. તે વાર્તામાં, શિષ્ય જ્ઞાનથી પ્રકાશિત ત્યારે બને છે, જ્યારે ગુરુ તેને માત્ર આશીર્વાદ આપે છે. આવું થવા માટેતે આત્મા ઘણી ઉચ્ચ કક્ષા પામેલા હશે.”
મેં તે વ્યક્તિને કહ્યું, “ના, તે માત્ર ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓ માટે જ નથી, તે તો ઉચ્ચ કક્ષાની નિર્દોષતા પ્રાપ્ત થયેલી હોય, એવા આત્માઓ માટે હોય છે!” તમે આ સમજો, ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થયેલ આત્માઓને કોઇ પદ્ધતિની જરૂર રહેતી નથી. જે પદ્ધતિઓ સતકામને આપવામાં આવી હતી, તે એવા નિર્દોષ વ્યક્તિઓને આપી છે, જે લુચ્ચાઇ કરતાં થાકી ગયા છે. આ શબ્દો તમે સમજો, “લુચ્ચાઇ કરીને થાકી ગયા છો.”
આ લુચ્ચાઇ શું છે? તે પ્રજ્ઞાથી તદ્દન વિરૂદ્ધનો ભાવ છે. તમે ક્યાં તો લુચ્ચા હો છો, કાંતો તમે બુદ્ધિશાળી હો છો, એક જ સમયે તમે બન્ને હોઇ શકતા નથી. લુચ્ચાઇ, ચતુરાઇ એ વ્યક્તિને અસર થઇ જાય તે સ્થિતિથી વિરૂદ્ધ છે, તમે જ્યારે લુચ્ચા હો છો, ત્યારે તમને કોઇ અસર ભેદી શકતી નથી. તમે જ્યારે અસર પામવાની સ્થિતિમાં હો છો, ત્યારે તમે બાળક જેવા શુદ્ધ હો છો. બાળક એક જ સમયે બુદ્ધિવાન પણ હોઇ શકે છે, અને નિર્દોષ પણ હોઇ શકે છે. સમય જતાં, તેની બુદ્ધિ વિકસે છે, પરંતુ તેની નિર્દોષતા કોઇ નિરાપવાદ પણે બદલાઇને અને લુચ્ચાઇ બની જાય છે! પછી તે બાળકની જેમ શુદ્ધ રહેતો નથી. સમાજનો ઢાંચો નિર્દોષતાને બુદ્ધિમાં અને પછી ચતુરાઇમાં પરિવર્તિત કરવા માટે કારણરૂપ બને છે. બાળકોને તેમના પર છોડવામાં આવે તો તેઓ નિર્દોષ રહે છે. પરંતુ આપણે તેમને ઘણી બધી બાબતો શીખવાડીએ છીએ, જેથી તેઓ સામાજિક પ્રાણી બની શકે. આ સમજો, બાળકોના ઉછેરની મહાન જવાબદારી આપણે ઉપર છે, અને તે પણ તેમને ચતુર બનાવ્યા વિના.
કવિ ખલીલ જીબ્રાન બાળકો વિશે સુંદર રીતે કહે છે, તમે તેમને તમારો પ્રેમ આપો પરંતુ તમારા વિચારો નહિ, કારણ કે તેમની પાસે તેમનાજ પોતાના વિચારો છે.
ચતુરાઈ ભેદ ઊભો કરે છે, તે સતત એક ગણતરી છે. તે મુક્ત અને નિર્દોષ અભિવ્યક્તિમાં અડચણ કરે છે. તે માત્ર ગણતરી દ્વારા જ અભિવ્યક્ત કરવાનું જાણે છે. ગણતરી તો જાણે ઠીક વાત છે અંકગણિત માટે, પરંતુ તે જીવન માટે નથી. આપણે ગણતરી કરીએ છીએ, ખોટા કારણો માટે. આપણે ક્યારેય આપણા આશીર્વાદની ગણતરી કરીએ છીએ? ક્યારેય નહિ! તને તો બસ એમ જ કાઢી નાંખવામાં આવે છે.
ચતુરાઈની શરૂઆત થાય છે, પૂર્ણતાનું વિભાજન કરવાથી. જ્યારે મને નિર્દોષતા ત્યારે ગુમાવે છે જ્યારે મનને ભેદ કરતા શીખવી દેવામાં આવે છે, ત્યારે નિર્દોષતા ખોવાઈ જાય છે. એક વખત મન ચતુરાઈની દોરી પકડી લે છે, પછી તે તેને ચાલુ રાખે છે અને મૂળભૂત નિર્દોષતાથી ઘણું બધું દૂર જતું રહે છે.
બે બાળકો એક મોલમાં એક બાબાદાડી (પ્રામ)માં એકબીજાને અડીને સૂતા હતા.
તેમાં એકે બીજા તરફ ફર્યો અને પૂછ્યું, “શું તુ છોકરી છે કે છોકરો છે?”
બાળકે જવાબ આપ્યો, “હું જાણતો નથી.”
પહેલા બાળકે કહ્યું, “હું કહી શકું છું.” અને તેણે
ગણતરી તો જાણે ઠીક
વાત છે અંકગણિત માટે,
પરંતુ તે જીવન માટે નથી.
કપડાંની નીચે ઊંડે ડૂબકી મારી અને બહાર આવ્યો અને કહ્યું, “તું બેબી (છોકરી) છે અને હું બાબો (છોકરો) છું.”
તે બાળકીને આશ્ચર્ય થયું અને પૂછ્યું, “તે કઈ રીતે જાણ્યું?”
સીધો જ જવાબ મળ્યો, “તે તો ઘણું સહેલું છે. તેં ગુલાબી કપડાં પહેર્યા છે અને મેં ભુરાં કપડાં પહેર્યાં છે!”
ઘણી નાની ઉંમરથી બાળકને લોકો પાસેથી ભેદ કરવાનું શીખવા મળે છે. આ એવા લોકો છે, જેઓ ચતુરાઈ સાથે સંઘર્ષ કરતા હોય છે. બાળક પણ અજાણતાં જ આવી તેની નિર્દોષતાનો વ્યય કરે છે ચતુરાઈ મેળવવા.
ચતુરાઈ સાથે ભય એ છે કે તે ઘણી દિશાઓમાં મૂળિયાં ઉગાડે છે અને વ્યક્તિના પોતાના સ્વભાવને સખત બનાવે છે. વ્યક્તિ પોતે એ પણ જાણતો નથી કે તે ચતુર છે, તે એ પણ જાણતો નથી કે તેનો પોતાની સાથેનો સંઘર્ષ એ પણ ચતુરાઈનું જ પરિણામ છે.
એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો, “સ્વામીજી, મારે લગ્નેતર સંબંધો છે.” મેં પૂછ્યું, “તમને લાગે છે કે તે ખોટું છે.” તેણે કહ્યું, “હા, હું જાણું છું કે તે ખોટું છે, અને હું એ બાબતે સ્પષ્ટ છું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું.” મેં તેને કહ્યું, “તો પછી તેને બંધ કરો,” મેં તેને કહ્યું, “એય, હું કાંઈ તે સંબંધ ધરાવતો નથી કે તેને બંધ કરું! તમે તે ધરાવો છો, તો તે તમારે જ નક્કી કરવાનું છે અને બંધ કરવાનો છે!” તે શાંત ઊભો રહ્યો. મેં તેને પૂછ્યું, “તમારો શું અર્થ છે કે મારે બંધ કરવો જોઈએ? તમારો કહેવાનો અર્થ એ છે કે મારે તમારી કારની ચાવી લેવી અને તમને ત્યાં જવા ના દેવા જોઈએ? મારે બંધ કરવો જોઈએ એમ કહેવાનો તમારો મતલબ શું છે?”
આ જ છે ચતુરાઇ. તેમણે મને કહ્યું, “ના, મેં મારી જાતને તમને સમર્પિત કરી છે, તો તેની સંભાળ તમારે લેવી જોઈએ.” મેં તેમને કહ્યું કે “તે વાર્તા સારી હતી!” પછી મેં તેને કહ્યું, “તમે હમણાં જ મને કહ્યું કે તમે બધું જ મને સમર્પિત કરી દીધું છે. ઠીક છે, તો માત્ર અહીં બેસો અને ધ્યાન કરો.” તેણે પૂછ્યું, “તમે શું કહો છો સ્વામીજી?” મે તેમને પૂછ્યું, “તમે એ જ છો, જેમણે હમણાં જ કહ્યું કે તમે બધું જ મને સમર્પિત કરી દીધું છે! તો પછી હું જે કહું તેટલું જ માત્ર કરો. અહીંથી હાલશો નહિ અને અહીં જ બેસો.” તેમ કરવા તે તૈયાર ન હતો!
એક નાની વાત:
એક દિવસ નદીઓ ભેગી મળી અને સાગર વિરુદ્ધ ફરિયાદ કરી. તેમણે સાગરને કહ્યું, “એમ કેમ થાય છે કે અમે જ્યારે તમારા પાણીમાં પ્રવેશીએ છીએ, ત્યારે પીવા માટે તાજાં અને યોગ્ય હોઈએ છીએ અને તમે અમને ખારાશવાળા અને ન પી શકાય તેવા બનાવી દો છો?”
સાગરે પોતાના પર થતો આક્ષેપ જ્યારે
સાંભળ્યો ત્યારે જવાબ આપ્યો, “તમે ન આવો
પછી તમે ખારાશવાળા બનશો નહિ.”
તમે જો સાદા ઉકેલ માટે પણ તૈયાર ન હો તો તમે ખાત્રી રાખજો કે તમે ચતુરાઇની બાજી રમી રહ્યા છો! જ્યાં સુધી તમે ચતુરાઇપણાથી થાકી જતા નથી, ત્યાં સુધી તમને કોઇ પ્રકારની મદદ થઈ શકતી નથી. કોઇ પદ્ધતિ તમને મદદરૂપ થતી નથી કારણ કે તમારી ચતુરાઇ જાણે છે કે દરેક પદ્ધતિથી કઇ રીતે છટકી જવું. લોકો આવે છે અને કહે છે, “સ્વામીજી, આપ જે કહો છો તે સાચું છે, પરંતુ....,” આ ને સમજો. જે ક્ષણે તમે ‘પરંતુ’ કહો છો! તે ક્ષણ ચૂકી ગયા હો છો! જે ક્ષણે તમે કહો છો “પરંતુ” તે વખતે વાત પતી જાય છે. તમે તમારી ચતુરાઇથી તેનાથી છટકવાનો પ્રયત્ન કરો છો.
કેટલાક લોકો મને કહે છે, “તમે જે કહો છો તે સાચું છે, પરંતુ તમે જેમ કહો છો, તેમ મને કરાવો.” આનો શું અર્થ થયો. શું મારે સતત બે-ત્રણ માણસો રાખવા જે તમારા પર નજર રાખે અને તમને તે પ્રમાણે કરવા માટે ફરજ પાડે? તમારી ચતુરાઇની બાજી પડતી મૂકો, પછી આપમેળે જ તમે હું જેમ કહું તેમ કરવા લાગશો. ચતુરાઇ એ ચોખ્ખી સંતાકૂકડીની રમત છે જે તમે તમારા આત્મા સાથે રમો છો. તમે તે રમત મારી સાથે રમી શકો નહિ. મને સીધેસીધું ખબર છે તમે ક્યાં છુપાયેલા છો. તમને શોધી કાઢવા માટે તમારી પાસે આવવાની જરૂર રહેતી નથી. માટે સમજી લો, કે તમે માત્ર તમારી સાથે જ રમત રમી રહ્યા છો. માત્ર તમે મક્કમ નિર્ણય કરો કે તમે પૂરી રીતે નિષ્ઠાવાન અને તમારી જાત પ્રત્યે જવાબદાર બનવાના છો. ત્યારે જ તમે તમારી ચતુરાઇ છોડી શકશો.
જ્યારે ચતુરાઇ ઓગળે છે, ત્યારે જવાબદારી અને નિષ્ઠા આવે છે. અને તમે તરત જ પ્રબુદ્ધ બની જાવ છો. વળી, જવાબદારીના ભાવ સાથે તમે ક્યારેય કોઇપણ પ્રકારના ગપગોળામાં પડશો નહિ. ગપગોળા એ ચતુરાઇની ચોખ્ખી અભિવ્યક્તિ છે. તમે જ્યારે એટલા ચતુર હો છો કે તમે વ્યક્તિને તેના મોઢે કશું કહી શકતા નથી, ત્યારે તમે તેની પીઠ પાછળ વાત કરતા રહો છો.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
તમે જ્યારે ચતુરાઈ છોડી દો છો, ત્યારે સહજતા ખીલે છે. સહજતા ગણતરીથી તદ્દન ઊલટી બાબત છે. પ્રજ્ઞા વત્તા નિર્દોષતા એટલે સહજતા. પ્રજ્ઞા વત્તા ચતુરાઈ એટલે ગણતરી. સરળતા (સ્વાભાવિકતા) એટલે નિર્દોષ ભાવની સતત વહેતી અભિવ્યક્તિ છે. તે ગણતરી ન કરતા મનની સ્થિતિ છે. તેને “સહજ” કહે છે, ‘સહજ’ એટલે કોઈ પણ ભાર વિના માત્ર ‘હોવું’ બની રહેવું. જે ભાર હોય છે તે સતત કરાતી ગણતરીનો જ હોય છે.
આ સમજો., ચતુરાઈને લીધે તમે વિચારો છો કે તમને ઘણી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. પરંતુ સત્ય એ છે કે તમે તમારી નિર્દોષતા ગુમાવો છો. નિર્દોષતા ગુમાવવી એટલે તમારા આખા જીવનને ગુમાવવા જેવું છે. તમને ગમેતે ગુમાવવાનું પોષાશે પરંતુ તમારી નિર્દોષતા ગુમાવવાનુ તો ક્યારેય નહિ પોષાય.
નિર્દોષતા, પૂર્ણતા અને ઠરેલપણું
ધમ્મપદ કહે છેઃ
“ભીતરમાં દીવો પ્રગટાવો, શાણપણ (ડહાપણ) પ્રાપ્ત કરવાનો સખત પ્રયત્ન કરો. શુદ્ધ અને નિર્દોષ બનો, અને પ્રકાશમય જગતમાં જીવો.”
તમે જ્યારે આ જગતમાં આવો છો, ત્યારે તમે એક નિર્દોષ શિશુ તરીકે આવો છો. તમે ત્યાં સુધી જ નિર્દોષતાનું સૌંદર્ય પ્રસારતા રહ્યા હતા, જ્યાં સુધી સમાજે તમને મન ન હોતું આપ્યું. હવે, તમે મનથી મુક્ત થઈ ફરીથી નિર્દોષ બનવા માંગો છો. જે નિર્દોષતા ફરીથી પ્રાપ્ત થાય છે તેને ઠરેલપણું કહેવાય છે. તેને ફરીથી પ્રાપ્ત કરવું શક્ય છે. માત્ર એટલું માનો કે એક વખત તમે નિર્દોષ હતા. એટલો વિશ્વાસ રાખો કે નિર્દોષતા હજી પણ તમારી અંદર રહેલી છે. પછી તેને ફરીવાર પ્રસરાવવાનું શક્ય બને છે. આવી સમજ જ આ પ્રક્રિયાને ફરી શરૂ કરશે.
પ્રપંચ નો પ્રશ્ન ઊભો થાય છે
કારણ કે સમાજ તમને હંમેશા
કંઈક ‘ખાસ’ બની રહેવાનું
શીખવે છે.
શાણપણ આપણને પૂર્ણતાથી જીવવા માટેનું કારણ આપે છે. પૂર્ણતા કાર્યરત થાય છે ગાઢ નિર્દોષતામાંથી, અને તે ક્ષણ ને તમે સમગ્ર આપો છો. તમારી ભીતર કોઈ અભિપ્રાય, નિર્ણય કે ખંડિત થઈ ગયેલો અંશ રહેતો નથી. આતો માત્ર ઊંડો ઉત્સાહ છે, જે તે ક્ષણ માટે. ક્ષણ પ્રત્યેની નિખાલસતા તે જ છે નિર્દોષતા છે.
તમારે ઠરેલ બનવા માટે પહેલાં તો તમારે અંતર્મુખ થવાની જરૂર છે. કારણ કે, શાણપણ એવો નિર્દેશ કરે છે કે કોઈ પણ ડોળ વિના તમારા સાચા સ્વભાવ સાથે સરળતા રાખવી. એ જ બધું છે. તમારું સ્વાભાવિક ‘સ્વરૂપ’ બનવાનો સૌથી સારો માર્ગ ભીતર મૂળ ‘સ્વ’ના શાંત થવાનો છે. તમારા અંદરના ‘સ્વ’ને હંમેશા શાંત રહેવા દો, પછી ભલે ગમે ત્યાં રહો અથવા ગમે તે કરો. પછી જ તમે તમારી શુદ્ધતા જાળવી શકશો. હંમેશા તમારા સ્વાભાવિક સ્વરૂપને તમારી અંદર અનુભવો, અને તે પણ કોઈ જાતના દબાણ વિના, કોઈ પ્રયત્ન કે દેખાવ વિના.
પ્રપંચ નો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે સમાજ તમને હંમેશા કંઈક ‘ખાસ’ બની રહેવાનું શીખવે છે. બધો જ સમય કંઈક ‘ખાસ’ બની રહેવાની જરૂર જ નથી. બધો જ વખત કંઈક ‘ખાસ’ બની રહેવું એ અપરિપક્વતા છે. એક વખત એ વિચારને છોડી દેવામાં આવે છે, ત્યારે મન હળવું થઈ જાય છે. તેને ચતુરાઈ કરવા માટેનું કોઈ દબાણ લાગતું નથી, આ હળવાશ નિર્દોષતાને જન્મ આપે છે.
તમારે નિર્દોષતાને પાછી પ્રાપ્ત કરવાની ઇચ્છાને અનુભવવી હોય તો તમારે અલગ માર્ગ લેવો પડે. કારણ કે જ્યારે તમે કોઇ અલગ રસ્તો લો છો અને તેના પરિણામો ભોગવો છો, ત્યારે આંતરિક ચિંતનની શરૂઆત થાય છે. આ આંતરિક ચિંતન નિર્દોષતાને ફરી પ્રાપ્ત કરવાની જરૂરિયાતને ધક્કો મારે છે. કોઇ અન્ય માર્ગ લેવા માટે તમારી જાતને દોષ ન દેશો. માત્ર તમે એવી જાગૃતતા રાખો કે તમારે કાયમ માટે સાચા રસ્તે તમારી જાતને જોડી દેવાની છે. જો તમારામાં શાણપણ આવવાનું છે, તો આ રસ્તો ચોક્કસ અર્થ ‘પૂર્ણ’ છે.
તરીકે, જો બાળક પૂછે, ‘‘પેલું આકાશ ક્યારેક ભૂરા રંગનું અને ક્યારેક સફેદ રંગનું કેમ દેખાય છે?’’ તો બાળકને એમ કહો કે આકાશ ક્યારેક ભૂરા રંગનું અને ક્યારેક સફેદ રંગનું હોય છે. જોકે તે વિશે બાળક તેની નિશાળના પાઠમાં તો ભણવાનો જ છે. પરંતુ જો તમે તેને કહી શકો કે તે જેમ છે, તેવું જ માત્ર છે, તો તે કુદરતની સ્વાભાવિકતાને સીધી રીતે જ સમજશે. પછી તે તેના સંતોષ માટે બીજા કોઇ વિજ્ઞાનની શોધ કરતો નહિ ફરે. જોકે આ બાબતને તો આપણી યુનિવર્સિટીઓ જ સારી રીતે સંભાળી લે છે.
શાણપણ એ મજબૂત નિર્ણય લેવાની વાત છે, કે તમે હવે વધારે વખત તમારી જાતને ભ્રમણામાં રાખશો નહિ. એ તમારી ભીતરમાં જાગૃતતા જગાડવા ની વાત છે. તે તો તમારી જાતને પ્રમાણિકતાથી એક સૂત્રિત કરવાની વાત છે. જ્યારે આ બને છે, ત્યારે તમે ફરી બાળક બનવાની શરૂઆત કરો છો. એક બાળકની રીતે તમે નિર્દોષ હતા પરંતુ તેમાં જાગ્રતતા ન હતી. ક્યાંક મોટા થવાની પ્રક્રિયામાં તમે નિર્દોષતા ગુમાવી દીધી હતી. તમે હવે તેને ફરીથી પ્રાપ્ત કરી રહ્યા છો. નવી નિર્દોષતા પૂર્ણ જાગ્રતતા સાથેની હશે અને તે જ છે સાચી નિર્દોષતા.
તમારા ઘરમાં, તમે જ્યારે તેના જીવનમાં સૌથી વધુ અસર કરનારી વ્યક્તિ હો, અને જો તમે તેને એવું સમજવા દો કે બાબતો આ રીતે જ હોય છે, અને તેમને જ્ઞાન વડે જાણવાની કોઇ જરૂર રહેતી નથી. તો તેમની નિર્દોષતા ટકી રહે છે, જીવંત રહે છે. તે કુદરત વિશે કરાતા અછડતા તારણોને પકડી લેતો નથી. તે શબ્દોને વચ્ચે લાવ્યા વિના બાબતોને જોવાનું શીખે છે. તે માત્ર ‘જોવાનું’ અને ‘હોવાનું’ જ શીખે છે. જે ક્ષણે શબ્દોને વચ્ચે લાવવામાં આવે છે, આપણે નિર્દોષતા ગુમાવી દઇએ છીએ. પછી તે માત્ર સહજતાથી ‘જોવાનું’ રહેતું નથી. પછી તે અર્થ સાથે ‘જોવાનું’ બની જાય છે. પછી તેની સમગ્ર સુંદરતા ખોવાઇ જાય છે.
તમે જ્યારે નિર્દોષતા ફરી પાછી મેળવો છો ત્યારે તમે એ સમજણ વડે ખીલી ઊઠો છો કે બાળક જેવા બનવા કરતા વધુ અમૂલ્ય કશું જ નથી. આ જ છે પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા.
ઉંમરનો વિકાસ થવો તેને હંમેશા ગંભીર વાત માનવામાં આવે છે. તમે જો ગંભીરતાપૂર્વક ઉંમરમાં મોટા થાઓ છો, તો તમે માત્ર મોટા જ થાઓ છો. તમે જો રમતાં રમતાં મોટા થાઓ છો, તો તમે યુવાન રહો છો! એ જેવું સારી વાત છે કે બાળકો, પ્રાણીઓ અને અન્ય સજીવો અવાર નવાર શું કરે છે, કારણ એ કે તે બધાં હંમેશા નિર્દોષભાવ સાથે અને રમતિયાળ પણે જીવન જીવે છે. તે તમારી સમજને મદદરૂપ થશે અને તમને નિર્દોષતા સાથે ફરી જોડશે.
તેથી જ બાળકની નિર્દોષતાને ખૂબ જ માવજતપૂર્વક પોષવી જોઇએ. બાળક જે કાંઇ નિર્દોષ નિરીક્ષણ કરે છે, તે દરેક માટે જો આપણે તેના પર કોઇ પ્રકારના જ્ઞાનને લાદ્યા વિના રહી શકીએ, તો બાળક તેની નિર્દોષતાને જાળવી રાખીને વિકાસ કરશે. દ્રષ્ટાંત
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
બાળક સમાન નિર્દોષતા ઘણી વાતો શોધી કાઢે છે, પરંતુ તેમાંની મોટાભાગની વાતોને તે સમજી શકતો નથી. તે તેનો નિર્દોષતાના સ્તરે આનંદ મેળવે છે, માત્ર એટલું જ. જ્યારે પુનઃપ્રાપ્ત થયેલી નિર્દોષતા નવા આવિષ્કાર કરે છે, એટલું જ નહિ, પરંતુ તેમાંના બધા વિશે સમજ રાખે છે. આ જ છે એ વચ્ચેનો ફરક.
બાળક સમાન નિર્દોષતા સુંદર છે, પરંતુ પૂરતી નથી, તેને જીવન માટે ગુમાવવાની જ હોય છે અને ફરી તેને પૂરી જાગ્રતતા અને પુખ્તતા સાથે ફરીથી કરવાની હોય છે.
એમ કહેવાય છે કે, ગાંડો માણસ અને સંત સરખા જ દેખાય છે. બંને જણ તેમના વર્તનમાં વિચિત્ર જણાય છે. તેઓ અચાનક હસવા માંડે છે અને ન સમજાય તેવી બાબતો કરે છે. પરંતુ તેઓ એક જ અવસ્થાના ખરેખર તો બે વિરૂદ્ધ છેડાઓ પર જ રહેતા હોય છે! ખૂબ જ વિરોધીભાવો એક સરખા જણાય છે. બહારથી તેઓ સરખા જણાય છે, માત્ર એટલું જ, તે જ રીતે બાળક અને સંત તેમના નિર્દોષ ભાવમાં એક સરખા જ દેખાય (જણાય) છે, પરંતુ તેઓ એક જ અવસ્થાના બે ખૂબ જ વિરૂદ્ધ છેડાઓ પર હોય છે. બાળકે નિર્દોષતાની પુનઃપ્રાપ્તિની સ્થિતિ પામવાની પ્રક્રિયા તો હજી શરૂ પણ નથી કરી, જ્યારે સંત તો તે પ્રક્રિયા પૂરી કરીને બેઠા છે.
બાળકની નિર્દોષતા તો ઈશ્વરે બક્ષેલી નિર્દોષતા છે. જે લઈને તે આ પૃથ્વી પર જન્મ્યો છે. આ એ નિર્દોષતા નથી જે તેણે જીવન દ્વારા પુનઃપ્રાપ્ત કરી છે. બાળકની નિર્દોષતા બહુ સહેલાઈથી ડહોળાઈ જાય છે. જ્યારે સંતની નિર્દોષતા ક્યારેય પણ ડહોળાતી નથી. તમારી નિર્દોષતાને ડહોળવી અને તેને કાયમ માટે પુનઃ પ્રાપ્ત કરવી એ જ છે પરિપક્વતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા.
રંગપટના સામે છેડે
સંત બનવા માટેનો
આ આરપારનો
પ્રવાસ છે.
તમે જ્યારે નિર્દોષતા પાછી મેળવો છો, ત્યારે ‘દ્વિજ’, પુનર્જન્મ પામેલા, કહેવાય છો.
એક વખત નિર્દોષતા પુનઃ પ્રાપ્ત થાય છે તો તમે બીજાની આંખોમાં આંખ પરોવી જોવા માટે ફરી એકવાર સમર્થ બનો છો. તમારી નિર્દોષતા તમને સંવેદનશીલ બનાવે છે એટલું જ નહિ, તે તમને સુસંકલિત પણ બનાવે છે. જ્ઞાનથી તમે તમારી અંદરથી ટુકડે ટુકડા થઈ જાવ છો. પુનઃ પ્રાપ્ત થયેલી નિર્દોષતા વડે તમે તમારી જાત પ્રત્યે અને બીજા પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક બનો છો. પ્રમાણિકતાની ચમક તમારી આંખોમાંથી પ્રસરશે અને બીજા લોકોને સ્પર્શશે. આ પ્રમાણિકતા જ પરિપક્વતા છે.
નિર્દોષ બનવાની ઇચ્છા થવી તે જ માત્ર પૂરતું છે. તે તમારામાં ‘તમે’ જે ખરેખર નથી, તેનો વિનાશ કરવાની શરૂઆત કરે છે. અંતે તો એ તમારા પર અંકિત કરેલ સ્તરો છે. પરંતુ જ્યાં સુધી પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યાં સુધી તમારી નિર્દોષ બનવાની ઇચ્છાને પકડી રાખવાનું અગત્યનું છે. આ ઇચ્છા તમને સતત યાદ અપાવે છે કે તમારે કોઈ ચતુરાઈ વિના નિષ્ઠાવાન અને પ્રમાણિક બનવાનું છે. નક્કી કરો કે જ્યાં સુધી અંકિત થયેલા સ્તરો પૂરેપુરા દૂર ના થાય ત્યાં સુધી તમે જંપશો નહિં.
પરિપક્વતાનું સૌંદર્ય એ છે કે તે તમને પરિપક્વ વ્યક્તિ તરીકે કાર્ય કરવા દે છે અને બાકીનો બધો સમય બાળક જેવા જીવવા દે છે. તે તમને એકથી બીજા તરફ સરળતાથી વહેવા દે છે, જેથી મને પૂર્ણતત્ત્વ સાથે લયબદ્ધતા માં રહો છો.
તમે જ્યારે નિર્દોષતા પાછી મેળવો છો, ત્યારે
‘દ્વિજ’, પુનર્જન્મ પામેલા, પરિપક્વ કહેવાય છો. તેની ચાવી નિર્દોષતા પુનઃ પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો છોડવામાં નથી. તે પ્રવાસ અવારનવાર નિરાશ જન્માવતો હોઈ શકે, કારણ કે તે વિલંબ કરે છે અને તે તરત જ બનતું નથી. તેવું થાય છે કારણ કે સમાજે તમને તે અસરોના ઘણા પડળોથી બાંધી દીધા છે. ડુંગળીના કેન્દ્ર ભાગે પહોંચવા માટે તેના છોતરાનાં એક પછી એક પડળ ખોલવા પડે છે. જીવનમાં બદલાવની શરૂઆત કરવાની પહેલી શરત છે નિરાશા. તેથી જરાય હળવા ન થાઓ, તેટલું જ પૂરતું છે. તે થશે જ. યાદ રાખો, નિર્દોષતા તો તમારામાં છે જ. તે બહારના કોઈ આખરી હેતુ સિદ્ધ કરવા માટેની નથી. માત્ર આટલું જ યાદ રાખવાથી દરેક નિરાશાના અનુભવ પછી તમને તે હળવાશ આપશે.
દરરોજ થોડી ક્ષણો માત્ર બેસી રહો, તમારામાં લીન થઈ ને બેસો અને શાંત ચિત્તે તમારા નિર્દોષભાવમાં જતા રહો. તમારામાં નિર્દોષતાનો અનુભવ કરો. તમારામાંની શુદ્ધતાનો અનુભવ કરો. તમારામાંથી ઉભરાતી લાગણીઓને અનુભવો. તેને તમારા શરીર દ્વારા પ્રસરવા દો, વળી મન અને અસ્તિત્વ દ્વારા પણ પ્રસરવા દો. તમે એવું અનુભવો કે તમારી નિર્દોષતામાં તમે કેટલા સુંદર છો. આમ દરરોજ કરો. થોડા વખતમાં તમને દેખાશે કે તમે તમારા પોતાના સ્વભાવ ‘સ્વ’ના પ્રત્યે જાગ્રત થતા જાવ છો. તે બધું જ જે ‘તમે નથી’, તે બળી જશે અને વાસ્તવિક ‘તમે’ બહાર આવશો.
નિર્દોષતાની તેની પોતાની સમગ્રતા છે. આ સમગ્રતા ને કહેવાય છે મનોહરતા. આપણે વિચારીએ છીએ કે જે વયસ્કો રડે છે તેઓ અપરિપક્વ છે. તેમને એવી માન્યતામાં બાંધી દેવામાં આવે છે કે લાગણીની અભિવ્યક્તિ અપરિપક્વ સ્વભાવવાળી હોય છે. નિર્દોષતાની નિશાની એ છે કે લાગણીઓને કોઈ રીતે ગાળ્યા વિના અભિવ્યક્ત કરવી. ચતુર લોકો પોતાની લાગણીઓમાં પણ તોડજોડ કરે છે. એકાદ વખત લોકો સામે રડીએ તો તે ઠીક કહેવાય. તેમાં ખોટું પણ શું છે? તમે તે છૂંપાવવાનો પ્રયત્ન કેમ કરો છો? તમે જ્યારે રડો છો, ત્યારે તમે માત્ર સાચી લાગણીઓને જ અભિવ્યક્ત કરો છો. તો પછી તેમાં છુપાવવા જેવું શું છે? સમસ્યા એ છે કે સમાજે આપણને આપણા સાચા સ્વભાવને છૂંપાવવાનું જ અને આપણા દેખાડવાના વ્યક્તિત્વને જ માત્ર બતાવવું એવું શીખવ્યું છે. તેથી જ સમય જતાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણો સ્વભાવ શું છે. આપણે ભૂલી જઈએ છીએ નિર્દોષ કેવી રીતે થવું.
પેરેન્ટ્સ-ટીચર્સ મીટિંગ (સ્કૂલમાં થતી શિક્ષક અને વાલીઓ વચ્ચેની મીટિંગ) દરમ્યાન એક શિક્ષકે કહ્યું, “તમારી પુત્રી તેની બધી પ્રવૃત્તિઓમાં ઘણી જ સારી છે. તે માત્ર થોડી લાગણીની રીતે અપરિપક્વ છે. પરંતુ તે સારી થઈ જશે.”
માતા-પિતા એ મુંઝવણ સાથે તેની સામે જોયું અને પૂછ્યું, “ત્રણ વર્ષની ઉંમરે, તમે તેની કેવી હોય તેની અપેક્ષા રાખો છો?”
માત્ર બાળકો સાથે મિત્રભાવે, તેમની સાથે રમનારા દોસ્ત તરીકે રહેવાથી જ તેમની નિર્દોષતા ફરી મેળવવાનું શક્ય બને છે. તમે જ્યારે તેમની સાથે હો, ત્યારે તમે બાળક જેવા થવાનો માત્ર દેખાવ જ ન કરો, ખરેખર નિષ્ઠાથી બાળક બનો! આ જ મોટામાં મોટો ઉપકાર તમે તમારી જાત ઉપર કરો છો.
તમારામાં જે બાળક છુપાયેલો છે, તેને ફરીથી શોધવાના ઘણા બધા રસ્તાઓ છે. માત્ર તેમની સાથે સંતાકૂકડી રમો અથવા કૂકીઝ (બિસ્કીટ) કેમ બનાવવા તે શીખો અથવા ટોમ અને જેરી કાર્ટૂન જોતા રહો અથવા જુદા જુદા રંગો વાળી કોટન કેન્ડી ખાતા રહો અથવા માટીના ઢીંગલા બનાવો! આ બધું જ તમારામાંના બાળકને બહાર લાવશે. તમારી નક્કર ઓળખ છે, તે તેમાં ઓગળી જશે. તમે નદીની જેમ એક પ્રવાહ બની વહેવા માંડશો. તમારી ગંભીરતાનો ભાર ખરી પડશે અને તમે હળવા અને આનંદમય થઇ જશો.
ગંભીરતા એ અહમ્ છે. તમને જ્યારે કોઇ ઇજાથી ડર લાગે છે, જ્યારે તમારું સમતોલન કે શક્તિ ગુમાવવાનો ડર લાગે છે, ત્યારે તમે ગંભીર બની જાઓ છો. તમે જ્યારે વધારે પડતા સ્વકેન્દ્રિત રહો છો, ત્યારે આવું થાય છે. તમે જ્યારે જતું કરો છો, અને રમતમય બનો છો, ત્યારે તમે તમારી નિર્દોષતા ને ફરીથી સ્પર્શ કરો છો. અચાનક તમે તમારાથી એક વિરામનો આનંદ મેળવશો. આ વિરામ છે તમારી ગંભીરતાથી અલગ થઇ જવું. તમને લાગશે કે હવે ભીતરમાં પકડી રાખવા જેવું કશું બાકી નથી, હવે માત્ર મુક્ત આત્માજ છે. તમે જ્યારે આ બાબતમાં જાગ્રત બનો છો ત્યારે તમે સચેત પણે તેના પર કામ કરી શકો છો અને પૂર્ણરીતે નિર્દોષ અને નિષ્ઠાવાન બનવા તરફ ગતિ કરો છો.
નિર્દોષતા ચૈતન્યને મસ્તકમાં સ્થિર ન થવા દેતાં હૃદયના સ્તર પર રાખવાની વાત છે.
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
આપણે હવે થોડા જટિલ વિષય તરફ વધીએ. તે આપણા આપણી આસપાસના વિશ્વ સાથેના સંબંધ અંગે છે. આપણે જે જોઈએ છીએ તે શા માટે જોઈએ છીએ? આપણે જે જોઈએ છીએ તે કઇ રીતે જોઈએ છીએ? આ વિશ્વના અસ્તિત્વની યોજનામાં આપણે કઇ રીતે બંધબેસતા થઇએ છીએ?
પદાર્થ, શકિત અને એથી પર
આ વિશ્વ શેનાથી બનેલું છે? આપણી પાંચ ઇન્દ્રિયો જેવી કે દ્રશ્ય, શ્રવણ, સુગંધ, સ્વાદ અને સ્પર્શ આ દુનિયાને જોવાના-અનુભવવાના દરવાજા છે તેઓ બતાવે છે કે આ વિશ્વ પદાર્થનું બનેલું છે –આ પદાર્થો અલગ અલગ રૂપૉમાં, આકારોમાં રંગોમાં અને ગુણોમાં છે.
આપણે આપણને ત્રિવિધ પરિમાણવાળા વિશ્વમાં જીવતા જોઈએ છીએ, જે મૂળભૂતરુપે પાંચ મૂળ તત્વોનું બનેલું છે -પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણે આ વિશ્વમાં બધા પદાર્થોને સમય સાથે બદલાતા જોઈએ છીએ. સમય ના પસાર થવા સાથે તે બધા સર્જન, પોષણ અને વિનાશની ત્રિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
આધુનિક ભૌતિક પ્રાચીન વિજ્ઞાન દર્શાવે છે કે પદાર્થ ભૌતિક વિજ્ઞાનના ત્રણ નિયમો જેવાં કે ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો અને પ્રવાહી ગતિના નિયમો, વગેરેથી નિયંત્રિત થાય છે. બધા જ પદાર્થો અણુંથી બનેલા છે એવું મનાય છે, અણુંઓ પરમાણુંથી બનેલા છે. આ પરમાણું ત્રણ પ્રકારના અણુના બનેલા છે - જેમકે પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન. આપણે આ બધી મૂળભૂત વાતો સ્કૂલમાં શીખ્યા છીએ.
પરંતુ, અર્વાચીન વિજ્ઞાન પ્રમાણે આ વિશ્વ મૂળભૂત રીતે પદાર્થોનું બનેલું નથી, મૂળભૂત(પાર્ટીકલ)અણું પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન નથી. અર્વાચીન વિજ્ઞાન કહે છે પદાર્થ પોતે તો ખરેખર શક્તિ છે!
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું પ્રસિધ્ધ સમીકરણ, E=mc2 (જ્યાં 'E' એ શકિત છે, 'm' એ પદાર્થનો જથ્થો છે અને 'c' એ પ્રકાશની ગતિ છે) સાબિત કરે છે પદાર્થ અને શકિત વચ્ચેની સમાનતા. હું તાજેતરનો લેખ વાંચતો હતો, જે અમેરિકાની “જર્નલ સાયન્સ” માં પણ પ્રસિધ્ધ થયો છે. (htt:// www.phyorg.com/news146415074. html)
પદાર્થ ખરેખર તો એવી શક્તિ છે,
જે જુદાં જુદાં આવર્તનોમાં કંપન
કરતી રહે છે અને જુદાં જુદાં
રૂપોમાં પ્રગટ થતી રહે છે
આ લે ખ આઇન્સ્ટાઇ ન ન ા સમીકરણ પરના સંશોધન અંગેનો છે. ન્યુક્લિયસમાં આવેલા પાર્ટિકલો મૂળભૂત કવાર્ક(quark) નામના વધુ નાના અણુંથી બનેલા છે એવું મનાય છે. આ ક્વાર્ક ગ્લુઓનથી બંધાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે ગ્લુઓન (gluon)નો જથ્થો શૂન્ય છે અને ક્વાર્કનો જથ્થો છે માત્ર પાંચ ટકા. અભ્યાસ દર્શાવે છે કે બાકી રહી જતા પંચાણું ટકા ક્વાર્ક અને ગ્લુઓનની ગતિ અને પરસ્પરની અસરની શક્તિમાંથી આવે છે. માટે શક્તિ અને જથ્થો સમાન છે.
વિજ્ઞાને થોડા દાયકાઓ પહેલાં શોધેલા આ સત્યો આપણા ઋષિઓએ ‘ઉપનિષદોમાં’ જે વૈદિક જ્ઞાનનો સાર છે તેમાં જાહેર કરેલા છે. “ઈશાવાસ્ય ઉપનિષદ” ની સર્વ પ્રથમ પંક્તિ, જે હજારો વર્ષો પહેલાં લખાયેલી હતી, તે દર્શાવે છે, “ઈશા વાસ્યમ સર્વમ્ ઇદમ્” જેનો અર્થ થાય છે, આ જે કંઈ અસ્તિત્વમાં છે તે શક્તિ છે!
પદાર્થ એ કંપન પામતી શક્તિ છે
પદાર્થ ખરેખર તો એવી શક્તિ છે, જે જુદાં જુદાં આવર્તનોમાં કંપન કરતી રહે છે અને જુદાં જુદાં રૂપોમાં પ્રગટ થતી રહે છે આપણે આ કંપનો આપણી આંખથી જોઇ શકતાં નથી, કારણ કે કંપનોની આવૃતિ (આવર્તન) ઘણા જ ઉંચી ગતિનાં હોય છે અને આપણી આંખ અતિશય ઝડપથી હાલતા પદાર્થોને અલગ અસ્તિત્વ તરીકે જોઇ શકતી નથી. આંખ આ પદાર્થોને એકબીજામાં સતત ભળતા જોઈ શકે છે.
તે જ રીતે, શક્તિનું કંપન આંખથી જોઈ શકાતું નથી. તે ઘન પદાર્થ લાગે છે. શક્તિ જ્યારે જથ્થાના રૂપમાં હોય, ત્યારે પદાર્થ બને છે. પદાર્થ તેના સૂક્ષ્મ રૂપમાં શક્તિ હોય છે. માનવનું શરીર સૂક્ષ્મ મનનું ઘન રૂપમાં પ્રગટીકરણ છે માનવમન એ આ ઘન શરીરનું સૂક્ષ્મ પ્રગટીકરણ છે. અહીં એક અગત્યની વાત એ સમજવાની છે કે આ વિશ્વની સમજ વ્યક્તિ એ વ્યક્તિએ બદલાતી રહે છે, કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ માનવમનની કાર્યરીતિ બદલાતી રહે છે !
વળી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની પરસ્પરની આપલેની અસરો માત્ર શક્તિની પરસ્પરની અસરો છે. દાખલા તરીકે, એક પરમાણું જે ન્યૂલીઅસથી તેની આસપાસના ઇલેક્ટ્રોન વાદળ સાથે બનેલો છે તેને ફૂટબોલના મેદાન સાથે સરખાવી શકાય. ન્યૂક્લીયસ ફૂટબોલના મેદાનની મધ્યમાં રહેલા સીંગદાણા જેવો છે અને ઇલેક્ટ્રોનનું વાદળ મેદાનમાં રહેલી ખાલી જગ્યા જેવુ છે. બીજી સરખામણી જે મારા ધ્યાનમાં આવી તે એ છે કે જો તમારે પૃથ્વી ગ્રહ પરના બધાજ પરમાણુઓ વચ્ચેની બધીજ (અવકાશને) જગ્યાને દૂર કરવાની હોય તો બાકી રહેતો પદાર્થ માત્ર ખાંડના એક ચોરસા જેટલા માપનો થાય છે!
આપણે જેને ઘન પદાર્થ તરીકે જોઈએ છે, જેમકે આ દષ્ટાંતમાનં ફૂટબોલનું મેદાન, તે હકીકતમાં તો ઇલેક્ટ્રોનનું વાદળ જ છે. - ખૂબ જ મોટી ખાલી જગ્યા (અવકાશ)
- જે પરસ્પર અસર કરતી રહે છે. તે જ રીતે, બીજા લોકો અને પદાર્થો સાથેના આપણા સંપર્કો અને પારસ્પરિક અસરો માત્ર શક્તિઓની પારસ્પરિક અસરો જ છે. આ શક્તિઓનો પારસ્પરિક વિનિમય છે. જે બનતો રહે છે. તમે બીજી વ્યક્તિ કે પદાર્થને તમારી થોડી શક્તિ આપો અને તમે પણ પેલી વ્યક્તિ કે પદાર્થ પાસેથી શક્તિ મેળવો છો.
અનંત શક્યતાનું વિશ્વ
હવે, પદાર્થ અને શક્તિનો ઉદ્ગમસ્ત્રોત શું છે? માનવ શરીર અને માનવમનનું ઉદ્ગમસ્થાન શું છે? દરેક પદાર્થમાં રહેલી શક્તિ ક્યાંથી પેદા થાય છે? તો પછી આ દશ્યમાન વિશ્વ પાછળની વાસ્તવિકતા શું છે? જો આપણે આ વાસ્તવિકતા જેવી છે તેવી આપણી ઇન્દ્રિયો દ્વારા જોઈ શકતા નથી, તો પછી વાસ્તવિકતાનો સ્વભાવ શું છે?
આ પ્રશ્ન “શિવસૂત્રો” છે.– “શિવસૂત્રો” પ્રબુદ્ધતાના વિજ્ઞાન પરનો પ્રાચીન વૈદિક ગ્રંથ છે– માં પૂછાયેલો છે. ભગવાન શિવની પત્ની દેવી તેમને પ્રશ્ન કરે છે, “આ આશ્ચર્યોથી ભરપૂર વિશ્વનો સ્વભાવ શું છે?” તેના પ્રત્યુત્તર રૂપે ભગવાન શિવ આત્મસાક્ષાત્કાર ની ૧૧૨ પદ્ધતિઓનો નિર્દેશ કરે છે જે, તેને જ્યારે પણ કાર્યાન્વિત કરવામાં આવે છે. ત્યારે તેનો જવાબ એક સીધા જ અનુભવ રૂપે આવે છે!
વાસ્તવિકતા અંગેનો આ પ્રશ્ન આપણને પદાર્થ અને શક્તિથી પારના વિશ્વમાં દોરી જાય છે, જે અવકાશ અને સમયની મર્યાદાઓથી પર છે. આ એવું વિશ્વ છે, જ્યાં બધી જ શક્યતાઓ બીજ રૂપે વિદ્યમાન છે. તે જ વિચારોનું તત્વ અને મૂળ સ્ત્રોત છે, અને તે જ પદાર્થો થી ભરેલા વિશ્વમાં બનતા બનાવોનું તત્ત્વ અને મૂળ સ્ત્રોત છે.
આ પર થયેલા વિશ્વમાં સામાન્ય તર્કનું કોઈ જ અસ્તિત્ત્વ નથી. કાર્ય-કારણ સંબંધો પણ નથી હોતા. એક ઘટનાનું બનવું બીજી ઘટના બનવામાં કારણભૂત થતું નથી. પરંતુ તે અન્ય કોઈ બનતી ઘટના સાથે પરસ્પર સંબંધિત હોય છે. ઘટનાઓ ના આ પારસ્પરિક સંબંધનો અવકાશ કે સમય પર કોઈ આધાર હોતો નથી. જેથી આપણે જેને બીજ કહીએ છીએ, તે તો છે અનંત
શક્યતાઓનો
મહાસાગર,
અસ્તિત્વ દિવ્ય આનંદ અને
પરમાનંદ નો મહાસાગર છે.
જ્યાંથી ઘટનાઓ મોજાંઓના રૂપમાં ઉભરે છે.
આ આખુંય અસ્તિત્વ અને તેની સઘળી ઘટનાઓ કારણવિહિન માંગલ્ય રૂપે બનતી હોય છે, જેમકે સમુદ્રમાં મોજાંઓ ઉઠતા હોય. અસ્તિત્વ દિવ્ય આનંદ અને પરમાનંદ નો મહાસાગર છે. કારણવિહિન ઉભરાતા પરમાનંદમાંથી જ સર્જનનું મોજું અસ્તિત્વના મહાસાગરમાંથી ઊઠે છે! આજના રીતે બાબતો બનતી રહે છે. દિવ્યતા તેના અનંત આવિર્ભાવો સાથે અગણ્ય વિશ્વોમાં રમે છે તેને ‘પોષણ’ કહે છેઃ તમે આ રમતમાંથી બહાર નીકળી જાઓ અને ‘સ્વ’ માં લીન થઇ જાઓ તેને કહે છે લય અથવા વિસર્જન. વિસર્જન એટલે પોતાના અંતિમ પરબ્રહ્મ ભાવમાં પાછા સ્થિર થઇ જવું. તે પછી...... કોઇપણ તાર્કિક કારણ વિના... રમત ફરી શરૂ થાય છે! તે ચાલુ જ રહે છે. જેને આપણે પરિણામ સ્વરૂપે આ વિશ્વમાં થતી રહેતી અનંત ઘટનાઓ રૂપે જોઈએ છીએ.
મૂળ સ્વભાવ
આપણે આપણી વ્યક્તિગત સમજથી અસ્તિત્વની આ વિનાકારણ અને પરમાનન્દ આપનારી રમત જોતા રહીએ છીએ! આપણી પોતાની સમજ જ આ સુંદર ઘટનાઓને સ્થાનિક વાસ્તવિક રૂપે ઉતારી દે છે. દરેક વ્યક્તિ સુંદર ઘટનાઓને તેની પોતાની વ્યક્તિગત વાસ્તવિકતામાં નીચે લાવે છે.
કોઈકે મને પૂછ્યું હતું, “હું અહીં આ ટેબલ જોઉં છું. આ રૂમમાં હાજર બધા જ લોકો આ જ ટેબલને જુએ છે. તો પછી આપ કઇ રીતે કહી શકો કે આ ટેબલ
એ નિરીક્ષણનું જ કાર્ય
માત્ર છે, જે શક્યતાઓને
એક ખાસ વાસ્તવિકતામાં
બદલી દે છે.
વાસ્તવિકતા નથી?” મહેરબાની કરીને એટલું સમજો કે તમે ટેબલ તરીકે જે ને અહીં જુઓ છો અને બીજા લોકો જે ટેબલ જુએ છે તે સરખા નથી! આ રૂમમાં રહેલી દરેક વ્યક્તિ આ ટેબલને જુદી જુદી રીતે જુએ છે. આ જ સત્ય છે આ જ બાબત હું અહીં આપને સમજાવવાની કોશિશ કરું છું.
જ્યાં સુધી મન જે સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી તેને જે સમજાય છે તે અંતિમ વસ્તિક્તા નથી. માત્ર અનંત જીવ જ વાસ્તવિકતાને જેમ ઘટે છે તેમ ચોક્સાઈથી સમજી શકે છે. તે તમને શબ્દોથી સમજાવી નહીં શકે. કારણ કે અવકાશ અને સમયની પર જે છે તેને શબ્દોથી વર્ણવી શકાતું નથી. તે માત્ર તમને એટલું જ કહેશે કે જ્યાં સુધી તે તમને પોતાને અનુભવ ન થાય ત્યાં સુધી રાહ જુઓ. તેથી જ ભગવાન શિવ જવાબ આપે છે અને તે તત્ત્વજ્ઞાનથી નહિ, પરંતુ કાર્યપ્રણાલીથી. તે સીધાજ દેવીને કાર્ય પ્રણાલીજ બતાવે છે. જેથી તેમને વાસ્તવિકતાનો અનુભવ પ્રાપ્ત થાય - વિશ્વના મૂળ સ્વભાવનું દર્શન થાય.
મને આ મુદ્દો શક્તિ-પદાર્થના ખ્યાલના આધારે સમજાવવા દો. આપણે જોયું છે કે પદાર્થ ખરેખર તો શક્તિ જ છે. પ્રાચીન પદાર્થ વિજ્ઞાને કહ્યું છે કે ઇલેક્ટ્રોન એ અણું છે. તેમ છતાં, ક્વોન્ટમ પદાર્થવિજ્ઞાન કહે છે કે તે મોજું માત્ર છે. ખરેખર તો, ઇલેક્ટ્રોન કણ અને તરંગ માત્ર છે. ખરેખર તો, ઇલેક્ટ્રોન અને તરંગ એમ કણ બન્નેના ગુણો દર્શાવે છે. પદાર્થ વિજ્ઞાનીઓએ હવે તારવ્યું છે કે ઇલેક્ટ્રોનનો પોતાનો બેવડો સ્વભાવ છે જે છે “કણ-તરંગ !”
નિરીક્ષણ પોતે જ શક્યતાને વાસ્તવિકતામાં ઢાળી દે છે
જો ઇલેક્ટ્રોન પદાર્થ છે, તો તેનું સ્થાન શું છે? તે તરંગ છે તો તે તરંગની ગતિ શું છે? આ પ્રશ્નોના જવાબો આશ્ચર્યજનક સંશોધન તરફ લઇ જાય છે કે કણ-તરંગ (પાર્ટીકલ-વેવ) કાં તો તે કણ હોય, કાં તો તરંગ હોય, કાં તો એક જ સમયે બન્ને પણ હોઇ શકે. પરંતુ તમે એક જ સમયે ઇલેક્ટ્રોનના સ્થાન અને ગતિ બંને નક્કી કરી શકતા નથી. કારણ કે, ઇલેક્ટ્રોનના સ્થાનના નિરીક્ષણની ક્રિયા જ તેની ગતિ બદલી દેશે! આ વિજ્ઞાનમાં ‘હેસનબર્ગની અનિશ્ચિતતા’ ના નિયમ તરીકે જાણીતો છે.
નિરીક્ષણની ક્રિયા થતા સુધીનો ‘કણ-તરંગ’ કણ અને તરંગ એક જ સમયે બન્ને હોય છે. નિરીક્ષણની આ ક્રિયાને હવે આપણે અસ્તિત્વની કારણવિહિન ઘટનાના જોવાના કાર્ય સાથે જોડી શકાય. આપણે જ્યારે નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે આપણી મર્યાદાઓનાં માળખાં, કે જે અંકિત યાદો છે, તેના દ્વારા કરીએ છીએ, આ એન્ગ્રામ જે અગાઉથી વિચારાયેલા હોય છે અને સ્મૃતિ અને તારણોમાં ઊંડે સુધી કોતરાયેલા હોય છે. દરેક વ્યક્તિના નિરીક્ષણનું કાર્ય તેની મર્યાદાઓ અને અંકિત યાદોની (એન્ગ્રામ) ની અસરવાળું હોય છે. તેના આધાર પર તે ઘટનાઓને વાસ્તવિકતાને તેના અનુભવને અનુરૂપ ગોઠવી દે છે!
કણ-તરંગના સંબંધે, નિરીક્ષણની ક્રિયા કણતરંગને કણ અને તરંગમાં અલગથી “ઢાળી’’ દે છે. આ આપણને એવી ઊંડી સમજ તરફ લઈ જાય છે કે બન્ને શક્યતાઓ એક જ સમયે અસ્તિત્વ ધરાવે છે, અને એ નિરીક્ષણનું જ કાર્ય માત્ર છે, જે શક્યતાઓને એક ખાસ વાસ્તવિકતામાં બદલી દે છે.
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
મને બીજા એક વૈજ્ઞાનિક પ્રયોગ વિશે કહેવા દો જે એમ દર્શાવે છે કે માપ કાઢવાની આ ક્રિયા સુંદર વાસ્તવિકતા ને કઇ રીતે કલુષિત કરે છે. તમે પ્રકાશ સાથેના બેવડા-વિભાજનના પ્રયોગ વિશે સાંભળ્યું હશે.
આ પ્રયોગમાં, પ્રકાશના પૂંજને એવા પડદા પર ધરવામાં આવે છે જેમાં બે ઊભી ફાટ હોય. પડદાની બીજી તરફ ફોટોગ્રાફની પ્લેટ હોય છે, જે પ્રકાશ અંતરાયમાંથી પસાર થાય પછી તેના પર પડે એટલે તેની નોંધ લે છે. જો માત્ર એક જ ફાટ ખુલ્લી હોય તો ફોટોગ્રાફની તકતી પર ધાર્યા મુજબની નક્શી ઊપસે છે, જે ફાટ સાથે મેળખાતી પ્રકાશની એક રેખા હોય છે. જો ફાટ ખુલ્લી હોય તો પ્રકાશની બે રેખા તકતી પર ફાટની બે મેળમાં ઊપસે એવું આપણે ધારીએ છીએ પરંતુ જે જોવા મળે છે તે તો પ્રકાશની અને અંધકારની અનેક રેખાઓ જુદાં જુદાં ખૂણેથી હોય છે. આ સિદ્ધાંત છે ઇન્ટરફરન્સનો સિદ્ધાંત (પ્રીન્સીપલ ઓફ ઇન્ટરફરન્સ), જ્યાં પ્રકાશના પૂંજ મોજાં તરીકે વર્તે છે અને એકબીજાની વચ્ચે આવી ઇન્ટરફરન્સ કરે છે.
હવે, જો પ્રકાશનો પૂંજ એટલો ધીમો પડે કે જેથી પ્રકાશના કણોના કિરણો અથવા ‘ફોટોન’ જે તકતી સાથે અથડાય છે ત્યારે દરેક ‘ફોટોન’ અલગ રીતે તકતી પર અથડાય છે. ત્યાર પછી કોઇ દખલ ન થવી જોઇએ અને તકતી ફાટ (કાપા) સાથેના મેળ (સીધ)માં પ્રકાશની નક્શી (ભાત) બતાવવી જોઇએ. પરંતુ, મળતી (પ્રાપ્ત થતી) નક્શી હજી પણ દખલ કરતી હોવાનું દર્શાવે છે !
તે કેવી રીતે શક્ય બને ? આ માત્ર એક જ ફોટોન છે અને તે કોની સાથે દખલ કરે... પોતાના સિવાય? એવું તારણ મેળવવામાં આવ્યું કે દરેક ‘ફોટોન’’ બન્ને ફાટમાંથી પસાર થાય છે એટલું જ નહિ પણ સાથે સાથે છેલ્લા લક્ષ્યને પહોંચવાના દરેક શક્ય રસ્તા લે છે!
આમ કેવી રીતે બની શકે તે જોવા માટે દરેક પ્રોટોનના માર્ગને શોધવા પ્રયોગો કરવામાં આવ્યા. પરંતુ બન્યું એમ કે લીધેલા માપને કારણે કોઇ રીતે પ્રોટોનના માર્ગમાં અવરોધ ઊભો થયો. જ્યારે પણ તે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે ફોટોગ્રાફીની તકતી પર ફાટની લાઇનમાં (મેળમાં) બે ચમકતી રેખાઓ હતી! તેમણે જો તેનું માપ ન લેવાનો પ્રયત્ન કર્યો, તો પ્રકાશ અને અંધકારની અનેકગણી રેખાઓની ભાત (નક્શી) બની હતી.
એટલું સમજો, ફોટોન એક સાથે એક જ સમયે ઘણા બધા માર્ગમાં ફરતા રહે છે. પરંતુ, આ માર્ગોને માપવાનો પ્રયત્ન જ તેમને માર્ગમાં ઢાળી દેવામાં કારણભૂત બને છે! તે જ રીતે, અસ્તિત્વના સમુદ્રના અનંત ઉછળવાને સમજવાનો પ્રયત્ન માત્રજ એવું દેખાવા માટે કારણભૂત બને છે, જે આપણું મર્યાદિત મન સમજે છે.
એક વખત એક શિષ્યએ ઝેન ગુરૂને પૂછ્યું, ‘‘માર્ગ શું છે ?’’ ગુરૂએ જવાબ આપ્યો, ‘‘રોજ બરોજનું જીવન એ જ માર્ગ છે.’’ શિષ્યએ પૂછ્યું, ‘‘તેનો અભ્યાસ થઇ શકે છે?’’
ગુરૂએ કહ્યું, ‘‘તમે જો તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમે તેનાથી દૂર થઇ જશો.’’ શિષ્યએ પૂછ્યું, ‘‘હું જો તેનો અભ્યાસ ન કરૂંતો હું કઇ રીતે જાણી શકું કે તે જ માર્ગ છે?’’
ગુરૂએ કહ્યું, ‘‘માર્ગ સમજશક્તિના વિશ્વ સાથે સંલગ્ન નથી અથવા તે સમજશક્તિ વિનાના વિશ્વ સાથે પણ સંલગ્ન નથી. સમજશક્તિ એ ભ્રમણા છે, અને સમજશક્તિનો અભાવ અર્થવિહિન છે. જો તમે સાચા માર્ગે શંકાથી પર પહોંચવા માંગતા હો તો તમારી જાતને આ આકાશ જેવી સ્વતંત્ર સ્થિતિમાં રાખો, તમે તેને સારા કે નરસા બેમાંથી કોઈ નામ નહિ આપો.'
આવિર્ભાવનું શરીર ક્રિયા વિજ્ઞાન
જ્યારે આપણે બાબતોને સમજીએ છીએ, ત્યારે
ભૌતિક સ્તરે ખરેખર શું થાય છે તેનાથી આપણે
શરૂઆત કરીએ.
આપણે જ્યારે ભૌતિક વાસ્તવિકતાની સમજણ મેળવતા હોઈએ છીએ, ત્યારે મગજના જુદાં જુદાં ભાગો મજ્જાતંતુઓની ક્રિયામાં ફરક બતાવે છે 'ન્યૂરોન' તરીકે જે જ્ઞાનતંત્રના બંધારણની મૂળભૂત એકમો છે, તેમને એકબીજા સાથે સુમેળ સાધવા માટેનું તત્ત્વ (અગ્નિ) છે. તે પ્રકાશને ચોક્કસ આકાર અને રૂપમાં દર્શાવતી અવ્યવસ્થિત દૃશ્ય ભાતમાં પરિણમે છે. આ રીતે જ આપણી ઇન્દ્રિયોથી મળેલ આવિર્ભાવ ચોક્કસ પ્રકારના ધ્વનિ, સ્પર્શ, ગંધ, સ્વાદ અને દૃશ્યના અનુભવ તરીકે આપણને સમજાય છે.
તમે હવે જો એક ડગલું પાછા જઈને જુઓ, તો તમે જોઈ શકો છો કે નિરીક્ષણ પહેલાં કે તેની સમજ પહેલાં આ વિશ્વ અને તમે એક બન્ને, જે જુએ છે (દ્રષ્ટા) અને જે દેખાય છે (દૃષ્ય), તે ક્રિયાશીલ તેમજ અવ્યવસ્થા વાળી સ્થિતિમાં હતા. સમજની પ્રક્રિયા આ અવ્યવસ્થાની સ્થિતિને એક પ્રકારની વ્યવસ્થામાં બદલી દે છે, જે બન્ને બને છે, જે બહારની દુનિયામાં દેખાય છે તે અને 'જોનારા' માં જોવાની પ્રક્રિયા તરીકે (જ્ઞાનતંત્રની પ્રવૃત્તિ તરીકે) એક જ સમયે હોય છે. જોવાની ક્ષણે જે જોવાય છે, જે જોવાયું છે તેની સંભાવના કોઈ એક ચોક્કસ રૂપમાં ઢળી જાય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ, જે જગદ્ગુરુ પણ છે, અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શનના અનુભવો આપવાનું પસંદ કરે છે. એ પહેલાં અર્જુને કૃષ્ણને માત્ર છ ફૂટ ઊંચાઈ ધરાવતા સુંદર રૂપવાળા મિત્ર તરીકે જ જોયા હતા. પરંતુ અર્જુનની વિનંતીને આધારે, કૃષ્ણ જુએ છે કે અર્જુન વિશ્વરૂપ દર્શનના અનુભવને પ્રાપ્ત કરવા તૈયાર છે તે પછી, તેઓ તેને અનુભવ આપવાનું નક્કી કરે છે. પછી જ અર્જુન કૃષ્ણને વિશ્વની સઘળી દેખીતી અવ્યવસ્થા સાથે સમગ્ર બ્રહ્માંડ તરીકે જુએ છે.
તે બૂમ પાડી ઊઠે છે, “ઓ ભગવાન (પ્રભુ)! હું બધા જ દેવતાઓને અને દેવીઓને આપના શરીરમાં જોઈ શકું છું. હું સર્વ ઋષિઓ એને દૈવી સર્પને જોઈ શકું. છું. ઓ વિશ્વનિયંતા, હું ઘણા બધા હાથ, પેટ મુખ, આંખો અને તમારા અમર્યાદિત રૂપને જોઉં છું. ઓ વિશ્વરૂપ ભગવાન, હું આપની શરૂઆત, મધ્ય અથવા અંતને જોઈ શકતો નથી.”
અર્જુન આ અનુભવને સહન કરવા સક્ષમ નથી. કારણ કે તે વસ્તુઓ પરનો બુદ્ધિયુક્ત કાબૂ ગુમાવે છે! તે સમતૂલા માટે પ્રાર્થના કરે છે, એટલે કે તે પોતાના મનને ફરીથી પોતાની બુદ્ધિના કાબૂમાં રાખવા માંગે છે. તે બાબતોનું કાર્ય-કારણ જાણવા માંગે છે અને એવું અનુભવે છે કે તે તેના વશમાં છે. કારણ કે અનુભવ તેને કાર્ય-કારણના તર્કની સમજથી જ દૂર લઈ જાય છે.
જ્યાં સુધી કાર્ય અને કારણનો તર્ક તમારા વશમાં હોય છે ત્યાં સુધી તમને લાગે છે કે તમે વાસ્તવિકતાને સમજી રહ્યા છો! તમારો પોતાનો અહંકાર મજબૂત અને સ્થિર છે. પરંતુ જે ક્ષણે તમારો તર્ક ડગી જાય છે, તે ક્ષણે તમે અત્યંત ભયની સ્થિતિ અનુભવો છો, તમને લાગે છે કે તમે તો વિશાળ સમુદ્રમાંનું એક ટીંપુ માત્ર જ છો. અર્જુન જે જુએ છે તે તો પરિપૂર્ણતા વાસ્તવિકતા જ છે,
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
પરંતુ તેને આ જ વાસ્તવિકતાનો ભય લાગે છે. કારણ કે એ તેના તર્ક સાથે સુસંગત નથી. તે પોતાને અગાઉની સમજની સ્થિતિ પર પાછા લઈ જવા માટે પ્રાર્થના કરે છે, અને તે પણ તેની પાંચ ઈન્દ્રિયો દ્વારા જ, તેમ જ તેની નક્કર ઓળખ અને તેના નક્કર અહંકાર દ્વારા જ.
અવકાશ-સમય અંગેની સમજ
ચાલો આપણે અવકાશ શું છે તેનું પૃથ્થકરણ કરીએ. ત્રણ પ્રકારના વિશ્વ છે :
એક પરિમાણી, દ્વિ પરિમાણી અને ત્રી પરિમાણી
મૂળભૂત એકમ લો, એક બિંદુ એક પરિમાણવાળી વસ્તુ. જ્યારે એક બિંદુ કોઈ એક દિશા તરફ આગળ વધે છે, ત્યારે એક રેખા બને છે.

હવે આપણે લીટીની ગતિને દોરી જોઈએ, જે બમણા પરિમાણ વાળો પદાર્થ છે, જો તે એક જ દિશામાં ખસતો હશે, જેમાં તે છે જ. તો તે એક રેખા (લીટી) માં જ ચાલુ રહેશે. જો તે તેમાં રહેલી દિશા કરતા જુદી દિશામાં ખસે છે, તો તે સપાટી કે સમતલ દોરે છે.
આવી જ રીતે, જો સપાટી કે સમતલ તેમાં ન રહેલી દિશામાં ખસે છે તો તેઓ નક્કર ત્રિવિધ પરિમાણવાળા પદાર્થને દોરે છે. ત્રિ-પરિમાણીય વસ્તુ બનાવે છે.

તેથી, એક લીટી (રેખા) અનંત બિંદુઓથી બનેલી છે. સપાટી અનંત લીટીઓથી બને છે, અને નક્કર અનેક સપાટીઓ થી બને છે. તે જ રીતે, આપણે કલ્પી શકીએ છીએ કે ચાર પરિમાણવાળા અવકાશ જે ત્રિવિધ પરિમાણવળી અનંત સપાટીઓવાળો અવકાશ છે.

હવે જેવી રીતે આપણે ઉચ્ચ પરિમાણ ને નીચલા પરિમાણથી બનાવી શકીએ છીએ તેવી જ રીતે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે નીચલું પરિમાણ ઉપલા પરિમાણવાળા અવકાશના ભાગ અથવા અંશો તરીકે જોઈ શકાય છે.

દ્રષ્ટાંત તરીકે, બિંદુ બે લાઇનો એકબીજાને છેદે તે સ્થાન છે. તેથી બિંદુ એ રેખાનો જ એક ભાગ છે.

રેખા એ સપાટીનો જ ભાગ છે. સપાટી એ નક્કર પદાર્થનો ભાગ છે.
આને વિસ્તારીને આપણે કહી શકીએ કે નક્કર ઘન પદાર્થ ચાર-પરિમાણીય પિંડનો જ એક ભાગ છે.
આપણો ત્રિ-પરિમાણીય અવકાશ ચાર પરિમાણીય અવકાશનો એક ભાગ છે.
પી.ડી. આઉસપેન્સ્કી પોતાના પુસ્તક Tertium Organum (તેરતીયમ ઓર્ગેનમ) માં આને સુંદર રીતે સમજાવે છે. તે આ વાતને એક કહેવા માટે તેને આગળ વધારે છે કે ઘણાં અલગ ત્રિ-પરિમાણીય પિંડો જેવાં કે માનવી પોતે, ખરેખર ચાર પરિમાણવાળી પિંડનો ભાગ હોઈ શકે છે.
તે આ સરળ દૃષ્ટાંત સાથે સમજાવે છે. ધારો કે, સમક્ષિતિજ સપાટી વૃક્ષના ઉપરના ભાગને છેદન કરે છે, જે પૃથ્વીની સપાટીને સમતલ (પેરેલલ) હોય, હવે આ સપાટી પર, વૃક્ષની ડાળીઓની શાખાઓના ભાગો છૂટાછવાયા જણાય છે, અને તેઓ એકબીજા સાથે જોડાયેલા નથી પરંતુ ત્રિવિધ પરિમાણવાળા અવકાશથી આપણે જોઈ શકીએ છીએ કે આ બધાજ ભાગો એક જ વૃક્ષની ડાળીઓના જ ભાગો છે.

ત્રિપરિમાણી(3D) વૃક્ષ. દ્વિપરિમાણીસપાટી પર અલગ વર્તુળો જેવું દેખાય છે.
અવકાશ - સમયનું ચાર પરિમાણી વિશ્વ
આપણા આ ચાર પરિમાણવાળા વિશ્વમાં, કોઇપણ અવકાશના વધારેમાં વધારે ત્રણ પરિમાણ હોઇ શકે છે. આપણે આ ચોથા પરિમાણને સમય કહીએ છીએ. તેથી, આ ચાર પરિમાણ વાળા વિશ્વને અવકાશ અને સમયના અખંડ પ્રવાહ કે દ્રવ્ય તરીકે જોઈ શકાય છે.
આપણે સમયને ત્રણ રૂપમાં સમજીએ છે – ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આપણે વિચારીએ છીએ કે ભૂતકાળ તો વીતી ગયો અને તેનું હવે કોઈ અસ્તિત્વ નથી. ભવિષ્ય તો હજી બન્યું જ નથી, તેથી તેનું પણ અસ્તિત્વ નથી. વર્તમાન આ રીતે અસ્તિત્વ ન ધરાવતા ભવિષ્ય અને અન્ય અસ્તિત્વ ન ધરાવતા ભૂતકાળના સંક્રાંતિ સમયે બને છે.
ત્રિપરિમાણવાળા વિશ્વમાં આપણે જોઇએ છીએ કે બે પરિમાણવાળા વિશ્વમાં વૃક્ષના જે બે ભાગો જુદાં દેખાતા હોય છે, તે ત્રીજા પરિમાણથી ખરેખર તો જોડાઇ જાય છે. તે જ રીતે જો આપણે કલ્પીએ કે અંતરાત્મા જે આપણા જીવનના સ્તરથી ઉપર ઊઠી શકે છે, અને આ જ અંતરાત્મા સમયના ચોથા પરિમાણમાં સાતત્ય પણ જોઇ શકે છે – ભૂત વર્તમાન અને ભવિષ્ય તે સઘળાં એક સાથે/એક સમયે જ અસ્તિત્વ ધરાવે છે. આ અંતરાત્મા ઘટનાઓને એક સાથે એક સમયે બનતી જુએ છે, જે સામાન્ય ચેતના જુદી જુદી ઘટનાઓને સમયના ગાળા દ્વારા અલગ પડેલી જુએ છે.
ત્રણ પરિમાણવાળું શરીર, જે સમયમાં ગતિ કરે છે, તે ચાર પરિમાણવાળા શરીરને શોધી લે છે. સમય જતાં આપણે ગતિ જોઈએ છીએ જેમ આપણે બાળક અવસ્થામાંથી યુવાવસ્થા, પુખ્તાવસ્થા, આધેડ અવસ્થામાં વૃદ્ધિ પામીએ છીએ. પરંતુ આપણે આ
“ચાર-પરિમાણવાળા” શરીર ને જોઈ કે અનુભવી શકતા નથી અને તેનું કારણ છે આપણી મર્યાદિત સમજશક્તિ અથવા દ્રષ્ટિ. તે જ ત્રણ પરિમાણવાળા વિશ્વમાં રહીને આપણે ચાર પરિમાણવાળા શરીરનો માત્ર ભાગ જ જોઈ શકીએ છીએ. જે સામાન્ય ત્રણ પરિમાણવાળુ શરીર જ છે. તે સિનેમાની પટ્ટી પરના હારબંધ ચિત્રોમાંના સળંગ દેખાતા એક ચિત્ર જેવું જ છે.
ચાર પરિમાણવાળા વિશ્વને ત્રણ પરિમાણવાળા રૂપમાં કઈ રીતે જોવાય છે, તે સમજવા માટે પહેલાં તો આપણે ત્રણ પરિમાણવાળી ઘટના, બે પરિમાણવાળા વિશ્વમાં કઈ રીતે બનતી જોવાય છે તે જોઈએ.
ધારો કે તમે બે પરિમાણવાળા વિશ્વમાં છો ! જે વિશ્વ છે સપાટી અને સીધી સ્તરનું બનેલું. તમારું જીવન, તમારી સમજ સપાટી સુધી જ મર્યાદિત છે, જેમકે ઊભી દિવાલ. હવે કલ્પના કરો કે એવું ચક્ર જેના દરેક આંકડા જુદા રંગમાં રંગેલા હોય, અને તે સપાટી જેના પર તમે રહો છો, તેની સીધમાં કાટખૂણે ગોળ ગોળ ફરે છે.
તમે આ ચક્રની ગતિને કેવી રીતે સમજશો? જ્યારે ચક્રનો આંકડો સપાટીને છેદે છે, ત્યારે તમે ચક્ર અને સપાટીના પરસ્પરના છેદનની જગ્યાએ એક ચોક્કસ રંગની એક રેખા (લીટી) જોશો, પછી એક આંકડો પસાર થયા પછી એક અવકાશ (ખાલીપણું) રહેશે જ્યારે તમે કશું પણ જોશો નહિ, તે પછી બીજો અલગ રંગથી રંગાયેલો હોય તેવો આંકડો સપાટીની આરપાર પસાર થશે. જેથી તમે તે ચક્રની ગતિ જોઈ શકશો કે જાણે અલગ અલગ રંગની રેખાઓ સમયના ચોક્કસ ગાળાએ બનતી હોય.
નીચલા પરિમાણવાળા વિશ્વમાં થતી મર્યાદિત દૃષ્ટિ અવકાશની સમજને સમયની ઘટનામાં બદલી દે છે.
બને છે એમ કે નીચલા
પરિમાણવાળા વિશ્વમાંની
મર્યાદિત દૃષ્ટિ અવકાશની
સમજને સમયની ઘટનામાં
બદલી દે છે.
બને છે એમ કે નીચલા પરિમાણવાળા વિશ્વમાંની મર્યાદિત દૃષ્ટિ અવકાશની સમજને સમયની ઘટનામાં બદલી દે છે. તમે અવકાશના ત્રણ પરિમાણમાંથી માત્ર બે જ પરિમાણને જોઈ શકો છો, તેથી તમે ત્રીજા પરિમાણને ત્યારે જ જોઈ શકો છો, જ્યારે તે સમય જતાં તમારી સપાટી પર આવિર્ભાવ પામે. તેથી જ તમે તેના અવકાશને તમારા બે પરિમાણ સાથે સંબંધિત ન હોય તેમ જુઓ છો અને તમે તેને કહો છો સમયની ઘટના.

ત્રિપરિમાણી(3D) ચક્ર દ્વિપરિમાણી (2D) સમતલ પર જોઈએ ત્યારે નિયમિત અંતરે આવતી લીટીઓ જેવું દેખાય છે.
હવે કલ્પના કરો કે, લીલો આરો સમથલ સપાટી પરથી પસાર થાય છે, એ જ વખતે બીજી એક સમાંતર ઘટના બને છે, જેમ કે કૂતરો ભસે છે. બે પરિમાણના વિશ્વમાં તેને લીલા આરાના દેખાવ અને ભસતાં કૂતરાના અવાજ વચ્ચેના પરસ્પરના સંબંધ તરીકે જોઈ શકાય, જ્યારે હકીકતમાં એવું હોતું નથી !
આપણે જેને આપણા જીવનની રોજની વાસ્તવિકતા તરીકે અનુભવીએ છીએ, તે પણ “સાપેક્ષ” વાસ્તવિકતા જ છે. બે પરિમાણવાળા હસ્તી માટે એમ માનવું શક્ય નથી કે તેની સમજના સ્તરની બહાર કોઇ ઘટનાઓ ઊભી થઇ શકતી હોય છે. તેનો અર્થ એ થાય કે ત્રણ પરિમાણવાળા વિશ્વને સમજવા માટે, તે બે પરિમાણવાળા અંતરાત્મામાં રહી ન શકે. તેણે ત્રણ પરિમાણવાળા અંતરાત્મામાં ઉપર ઊઠવું જોઇએ. તેજ રીતે, ચાર પરિમાણ વાળા વિશ્વને સમજવા માટે આપણે ચોથા પરિમાણ ધરાવતા અંતરાત્મામાં રહેવું પડશે.
શું આ શક્ય છે? શું આપણા માટે એ શક્ય છે કે આપણે ઇન્દ્રિયોની સમજથી આગળ જઇ શકીએ છીએ, જે માત્ર આપણને ત્રણ પરિમાણવાળી ખ્યાલ (દૃષ્ટિ) આપે છે ? આપણે શું વાસ્તવિકતાને ખરેખર જોઇ શકીએ છીએ, જે વાસ્તવિકના અલપ ઝલપ દૃશ્ય માત્રને બદલે સમયમાં બનતી ઘટના હોય. તેનો જવાબ છે, ‘હા’
ઊંડા સંશોધન અને વિકાસ દ્વારા પૂર્વના ઋષિ મુનિઓએએ શોધી કાઢ્યું હતુ કે વાસ્તવિકતા જે રીતે છે, તે રીતે સમજી શકાય છે, અને તેનો અનુભવો પણ શક્ય છે. આ જીવનના સ્વાભાવિક રસ્તે થઇ શકે છે, અને માત્ર આકસ્મિક ઘટના તરીકે નહિં. આવો અનુભવ તેમણે કરેલો છે.
ધ્યાન દ્વારા, આપણા માટે પણ એવી જ જાગ્રત અવસ્થાનો અનુભવ મેળવવાનું શક્ય છે.
એક સુંદર ઝેન વાર્તા:
એક વખત, બે સિપાઈઓ હવામાં ફરકતા ધ્વજ તરફ જોઈ રહ્યા હતા. તેમાનાં એકે કહ્યું, “ધ્વજ ગતિ કરે છે!” બીજાએ કહ્યું, “ના, આ તો પવન છે જે ગતિ કરે છે.” એક ઝેન ગુરુ પાસેથી પસાર થતા હતા, તેમણે જોયું કે વિવાદ ચાલતો હતો, સિપાઈઓ એ ગુરુને કહ્યું કે તેઓ કંઇક મદદ કરે, જેથી આ ગંભીર બાબતનો ઉકેલ આવી જાય.
સિપાઈઓમાંના એકે પૂછ્યું, “ગુરુજી, હું કહું છું કે ધ્વજ ગતિમાન છે, પરંતુ તે કહે છે કે પવન ગતિ કરે છે. આ બેમાંથી સાચું શું?
ગુરુ કહે છે, “બન્ને માંથી કોઇ જ સાચું નથી. માત્ર અંતરાત્મા જ ફરે છે.
અત્યારે જેમ છે તેમ, આપણે જેને આપણા જીવનની રોજની વાસ્તવિકતા તરીકે અનુભવીએ છીએ, તે પણ “સાપેક્ષ” વાસ્તવિકતા જ છે. તે માત્ર એવી સમજ છે કે તેઓ અવકાશ અને સમયમાં જુદા છે. તમે જો ઊંડાણથી જોશો, તો તમે જોઇ શકશો કે આ વિશ્વ અંગેની આપણી સમજ માત્ર જ પ્રશ્નાર્થને યોગ્ય છે. આપણે અંતરાત્માની જે કોઇપણ ગુણવત્તાંથી જોઇએ, ‘તે’ આપણને વાસ્તવિકતા તરીકે દેખાય છે, અને તે આખરી નિરપેક્ષ વાસ્તવિકતા નથી.
વાસ્તવિકતા અગિયાર પરિમાણોની બનેલી છે
આપણે વિચારીએ છીએ કે આપણે અવકાશના ત્રણ પરિમાણો અને ચોથા સમયના પરિમાણોથી બનેલી દુનિયામાં રહીએ છીએ. જોકે, ખરેખર તો પરિમાણો અગિયાર છે. પાયાના પરિમાણો છે લંબાઈ, પહોળાઈ ઊંડાઈ, સમય અને અંતરાત્મા. ઉચ્ચ પરિમાણો આ પાયાના પરિમાણોના સંયોજનો છે.
દાખલા તરીકે, એક લાકડીને લંબાઇ, પહોળાઇ અને ઊંડાઇ હોય છે. તે સમય અને અવકાશમાં છે. હવે, જો આપણે તેની લંબાઇ અને પહોળાઇ જાળવીએ અને માત્ર ઊંડાઇને કાઢી નાખીએ, તો લાકડી તો દેખાશે, પરંતુ લાકડીની આસપાસ હાથ પસાર થશે. તમે તેની ઊંડાઇ પણ રાખી શકો અને લંબાઇ અને પહોળાઇ કાઢી શકો. તેનાથી તમે કશું જોઇ શકશો નહિ, પરંતુ જો તમે તેને તેમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરશો તો હાથ કશીક ચીજને અથડાશે.
આ જ રીતે, એવા ઘણા બધા જોડાણો છે, જે અગિયાર પરિમાણો તરફ દોરી જાય છે, જે આ વિશ્વને બનાવે છે. તમે જ્યારે સમય અને અવકાશના ચાર પરિમાણોથી ઉપરની સપાટીમાં હો તો એ તમે અત્યારે જ જોઇ શકો છો તે તમે આ અગિયાર પરિમાણો જોઇ શકો છો, તમે પ્રબુદ્ધ હસ્તીઓ જોઇ શકે તે રીતે વાસ્તવિકતાને જોઇ શકો છો.
અંધાધૂંધી એ વ્યવસ્થિત છે અને વ્યવસ્થાએ અંધાધૂંધી છે
અણુમાંની શક્તિ હોય કે પછી આ વિશ્વમાંની શક્તિ હોય, તો શક્તિની રમતમાં મોટી અવ્યવસ્થા હોય છે. આ અવ્યવસ્થાની અંદર એક વ્યવસ્થા રહેલી છે,જેની તમે કલ્પના પણ નહિ કરી શકો.
અવ્યવસ્થા એ શક્તિ છે
અવ્યવસ્થામાં કોઇપણ બાબત જંગલી અને શક્તિપૂર્ણ છે. જે બાબતમાં વ્યવસ્થા છે તે ફિક્કી અને મંદ છે. કોઇ પણ નિયમ સ્વતંત્રતાને દબાવી દે છે, શક્તિને ઘટાડે છે. કોઇ પ્રકારનું નિયંત્રણ તમારી શક્તિના સ્રોતને ઓછો કરે છે. તમારા પોતાના ઘરમાં પણ જો કોઇ કહે, “તે જગ્યાએ બેસીશ નહિ” તમને એમ થશે કે તમે એ જ જગ્યાએ બેસો, પરંતુ જ્યાં સુધી એ નિયમ બનાવવામાં ન આવે તમે ત્યાં બેસવાનો વિચાર સુધ્ધાં નહિ કરો!
ધૂમ્રપાન જેવી ટેવો પણ એક જાતના સૂક્ષ્મ માનસિક સંતોષ માટે જાળવવામાં આવે છે, કે તમે છુટા છો અને તમે બંધનમાં નથી. તમે તમારી જાતનું આબેહુબ નિરક્ષણ કરશો, તો તમે સમજી શકશો કે મોટે ભાગે તમારૂ બધું જ સુખ તમે જ્યારે અમુક નિયમો તોડો છો, તમે અવ્યવસ્થિત હો માત્ર ત્યારે જ આવે છે!
અંધાધૂંધી વ્યવસ્થા છે
આ આખું અસ્તિત્વ અવ્યવસ્થા છે.બ્રહ્માંડમાં ઘણાં બધા ગ્રહો ફરી રહ્યા છે. ત્યાં કોઇ પણ ટ્રાફીકના સીગ્નલો, પોલીસ કે પાટીયાં દેખાતા નથી! છતાં, ગ્રહો ખૂબ જ સુંદર રીતે એક વ્યવસ્થામાં ફરી રહ્યાં છે. તે જ રીતે ક્વૉન્ટમ પદાર્થ વિજ્ઞાનમાં નાનામાં નાના તત્ત્વો કણ માત્ર જ નથી, તેઓ કણ પણ છે અને તરંગ પણ છે, અને શક્યતાઓનો અનેકગણો જથ્થો પણ છે! પરંતુ તે અવ્યવસ્થામાં પણ એક વ્યવસ્થા છે.
જો આ બ્રહ્માંડ કોઇ વ્યવસ્થા વિનાની અવ્યવસ્થા હોય, તો તે વિનાશ તરફ જશે. “વ્યવસ્થામાં અવ્યવસ્થા છે જેને હું “બ્રહ્માંડિય પ્રજ્ઞા” કહુ છું.
મારે ડો.ચાર્લ્સ ટાઉન્સને મળવાનું થયું હતું. જેઓ નોબેલ ઇનામ મેળવનારા પદાર્થ વિજ્ઞાની હતા. તે પોતાના લેસર અને મેસર પધ્ધતિઓ વિશેના સંશોધન કાર્ય માટે ઘણા જાણીતા છે. તેમણે મને સુંદર રીતે કહ્યું, મને લાગે છે કે સમગ્ર બ્રહ્માંડ કંઇક ખાસ છે. આખું વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્વ છે. તેની પોતાની પ્રજ્ઞા છે. હું
વિશ્વ પોતે જ સર્જક છે.
જોકે માત્ર શબ્દો દ્વારા તેને સાબિત તો કરી શકતો નથી, પરંતુ મને લાગે છે કે તે પ્રજ્ઞાવાન અને આધ્યાત્મિક અસ્તિત્વ છે.”
આ બ્રહ્માંડ એ માત્ર શક્તિ નથી. તે ’શક્તિ પણ છે અને બુદ્ધિ પણ છે,’ તે તમારા વિચારોને પ્રતિભાવ આપે છે, તમારી પ્રાર્થનાને સાંભળે છે અને તમારા અસ્તિત્ત્વ પ્રત્યે પણ પ્રતિભાવ આપે છે, કારણ કે તે પ્રજ્ઞા છે.
એક વખતે કોઈએ ભગવાન બુદ્ધને પૂછ્યું, “આ વિશ્વનો સર્જક કોણ છે ? ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, “વિશ્વ પોતે જ સર્જક છે.”
જો સર્જક અને સર્જન બે અલગ હસ્તીઓ હોય તો તેનો અર્થ એ થયો કે એક બુદ્ધિગમ્ય છે અને બીજું બુદ્ધિગમ્ય નથી. આ બ્રહ્માંડ પોતે જ સર્જક છે, કારણ કે તેની પોતાની પ્રજ્ઞા છે. બ્રહ્માંડ જીવંત શક્તિ છે. તમે આ જીવંત શક્તિની અંદર બેઠા છે.
આ વિશ્વ માત્ર એક પદાર્થ છે, તેવું માનવું એ પાયાની ભૂલ છે. આવી માન્યતા જ બધા જ આતંક અને હિંસા જે પૃથ્વી ગ્રહને ધમરોળે છે તેનું મૂળ કારણ છે. જ્યાં સુધી આપણે માનીએ કે આ વિશ્વ માત્ર નિર્જીવ પદાર્થ છે , તે માત્ર વધારે ને વધારે સત્તા મેળવવાની લાલસા જ પેદા કરશે.
આપણને જ્યારે સમજાશે કે વિશ્વને પાતાની પ્રજ્ઞા છે, જ્યારે આપણને સમજાશે કે આ વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્વ છે. શાંતિનું બીજારોપણ થાય છે. જ્યારે આપણે સમજીએ કે આપણા વિચારોને પ્રતિભાવ સાંપડે છે. જીવનના આપણા માર્ગને ઇનામ મળતું હોય તેમ લાગે છે, આપણી પ્રાર્થનાઓને યોગ્ય જવાબ મળી જાય છે, એવું જીવંત બુદ્ધિશાળી તત્ત્વ છે, અને આ અવ્યવસ્થામાં પણ વ્યવસ્થા છે, માત્ર પછી જ આપણે સમજી શકીએ અને શાંતિ, દિવ્ય આનંદ અને આધ્યાત્મ માટે કાર્ય કરી શકીએ છીએ. પછી, આપણે આપણી સરહદો અને સીમાડાઓની માલિકી ધારણ કરવાનાં અને વિસ્તૃત કરવાના પ્રયત્ન કરવાને બદલે આપણે આપણી ચેતનાને વિસ્તારવાનો પ્રયત્ન કરીશું. જે ક્ષણે આપણે માનવા કે વિશ્વાસ કરવા લાગીશું કે આ વિશ્વ એક ‘પ્રજ્ઞા’ છે, આપણે સીધી રીતે જ હળવા થઈ જઈશું અને ‘તેના’ માં વિશ્વાસ કરતા થઈ જશું.
વ્યવસ્થા અંધાધૂંધી છે
એક સુંદર ઝેન વાર્તા છે: એક શિષ્ય ઝેનગુરુ પાસે જાય છે અને પૂછે છે, “ગુરુજી, મને મહેરબાની કરીને એ સમજાવો કે આપે શરૂઆત કેવી રીતે કરી હતી, આપે આ માર્ગ પર પ્રવાસ કઈ રીતે કર્યો અને આપે અંતિમ અનુભવ કઈ રીતે પ્રાપ્ત કર્યો!’’
ગુરુએ કહ્યું, ‘મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પર્વત પર્વત જ હતો, નદી નદી જ હતી અને વૃક્ષ એ વૃક્ષ જ હતું. હું જ્યારે પ્રવાસ કરતો હતો, ત્યારે પર્વત પર્વત ન હતો, નદી એ નદી ન હતી અને વૃક્ષ એ વૃક્ષ ન હતું. ફરીવાર, જ્યારે મને પ્રબુદ્ધત્વ પ્રાપ્ત થયું, ત્યારે પર્વત એ પર્વત છે, નદી એ નદી છે અને વૃક્ષ એ વૃક્ષ છે.’
તમે પ્રાપ્ત કરો તે પહેલાં તમે વિચારો છો કે તમે અસામાન્ય છો, તેમ છતાં તમે સામાન્ય છો. તમે તે પ્રાપ્ત કરો તે પછી તમે અસામાન્ય છો, તેમ છતાં તમે સમજો છો કે તમે સામાન્ય છો.
તમે માત્ર સાદું શરીર જ નથી, તમે માત્ર સૂક્ષ્મ
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
માઇક્રોઝમ નથી. તમે લઘુ રૂપમાં રહેલું વૈશ્વિક સ્વરૂપ (મેક્રોઝમ) છો. તમને અનુભવો છો કે તમે અંતિમ, ખૂબ જ કાર્યક્ષમ શક્તિનો અમર્યાદ સાગર છો, જે વિશ્વ જેવો જ છે. ફક્ત તમે જ્યારે તમારા શરીરમાં વૈશ્વિક ચેતનાની અનુભૂતિ કરો છો, તમારા સૂક્ષ્મ શરીરમાં રહેલાં વૈશ્વિક શરીરની અનુભૂતિ કરો છો ત્યારે તમે ખરેખર વ્યવસ્થાવાળા થઇ જશો, તમે ખરેખર શીખી જશો કે તમારી શક્તિને ઓછી કર્યા વિના વ્યવસ્થાવાળા કઇ રીતે થવું. તમે જ્યાં સુધી વ્યવસ્થિત થવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે તમારી શક્તિને માત્ર દબાવી દેશો, અને તમે બીજા બધાને પણ દબાવતા રહેશો.
પહેલાં, તમે જ્યારે અવ્યવસ્થામાં રહેલી વ્યવસ્થાને સમજો છો, ત્યારે તમે અધ્યાત્મિક બની જશો, તમે પ્રેમ અને દિવ્ય આનંદ નો અનુભવ કરશો. તમે જ્યારે વ્યવસ્થામાં અવ્યવસ્થાનો અનુભવ કરો છો, ત્યારે તમે કરુણામય વ્યક્તિ બની જશો. તમે જ્યારે અવ્યવસ્થામાં વ્યવસ્થાની અનુભૂતિ કરશો, તમે પ્રેમ અને આનંદના અંશની અનુભૂતિ કરશો. જ્યારે તમે વ્યવસ્થામાં અવ્યવસ્થાની અનુભૂતિ કરો છો, ત્યારે તમે કરુણા કે જે પ્રેમનો જ ભાગ છે તેની અભિવ્યક્તિ કરશો.
આ વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્ત્વ છે.
દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન
આપણે ‘જોવાની’ પ્રક્રિયામાં બે વસ્તુ જોઇએ છીએ
- દ્રષ્ટા અને દૃશ્ય. હકીકતે, જોવાની પ્રક્રિયામાં શું બનતું હોય છે? (અહીં આંખનું દૃષ્ટાંત લેવાય છે, તેમ છતાં તે બધી જ ઇન્દ્રિયો માટે લાગૂ પડે છે).
દ્રષ્ટાથી ચેતના દૃશ્ય પદાર્થ તરફ સતત કૂદકો મારતી રહે છે, કારણ કે તે પોતાના જોનાર ‘સ્વ’માં જ હળવો થઇ શકતો નથી. તેના અજંપાને કારણે તે દૃશ્યને જીવન આપે છે.
દ્રષ્ટા અને દૃષ્ય વચ્ચે જે સતત કૂદવાની ક્રિયા બને છે
- દ્રષ્ટાથી લઇને દૃષ્ય સુધી અને દૃષ્ય થી દ્રષ્ટા સુધી, અને ફરી પાછું દ્રષ્ટા થી દૃષ્ય સુધી અને ફરી પાછું દૃષ્ય થી દ્રષ્ટા સુધી સુધી - આ જ “જોવાની ક્રિયા’’ છે.
જ્યારે જોનાર પોતાની ભીતરના દિવ્ય આનંદમાં પૂરેપૂરો નથી રહેતો, ત્યારે તે અશાંત બનવાનું શરૂ કરે છે અને કૂદકા મારે છે. તે જ્યારે કૂદકો મારે છે, ત્યારે તે

દૃશ્ય દર્શન દ્રષ્ટા

દ્રશ્ય વિલીન થાય છે.
દ્રષ્ટા દ્રષ્ટામાં વિશ્રાંત થાય છે.
દ્રષ્યને જીવન આપે છે તે કારણે કૂદકો મારવાની ક્રિયા 'દ્રષ્ટિ' બને છે.
જોવાની આ પ્રક્રિયાને પડતી મૂકવાના બે રસ્તા છે. કાંતો દ્રષ્ટા પડતો મૂકાય, કાંતો દ્રષ્ટિ પડતી મૂકાય, જેનાથી જોવાની પ્રક્રિયા બંધ પડી જાય છે.
જ્યારે જોવાની વસ્તુ ને છોડી દેવાય છે, ત્યારે તે જોનાર વ્યક્તિ પરની પોતાની શક્તિ ગુમાવે છે. પછી કૂદકા મારવાનો કોઈ અર્થ નથી કારણ કે કશું જ જોવા માટે રહેતું નથી. દ્રષ્ટા જ્યારે ત્યાં કૂદકો મારવાની જગ્યા નથી, ત્યારે પોતાનામાં જ રિલેક્સ રહે છે, તે પછી જોવાની ક્રિયા બનતી નથી. જ્યારે જોવાની ક્રિયા ન હોય ત્યારે જોનાર વ્યક્તિ પ્રબુદ્ધ હોય છે.
જે વ્યક્તિ જોવાનું છોડીને કૂદકો મારવાનું બંધ કરે છે તે ત્યાગી છે, સંન્યાસી છે. તે વસ્તુઓને જોવાની બધી જ ઝંખનાઓને દૂર કરે છે અને એ માન્યતા કે કોઈપણ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ તેને માટે મૂલ્ય ધરાવે છે. જે જોવાય છે તે ઉત્સાહહીન બને છે અને કૂદકો મારવાની ક્રિયા બંધ થાય છે. તે ત્યાગ દ્વારા પ્રબુદ્ધ બને છે. આ જ આત્માનું સાચુ જ્ઞાન છે - 'જ્ઞાન'
જ્ઞાન માર્ગમાં જોનાર વ્યક્તિ વિતરાગનો અનુભવ કરે

દ્રશ્ય
દ્રષ્ટા દ્રષ્યમાં વિલીન થાય છે. છે અને જીવનને સંપૂર્ણ સાક્ષીભાવે અનુભવ કરે છે. આ રીતે તે ‘વાસ્તવિકતા’ શોધવાનો પ્રયત્ન કરે છે.
એનો મુખ્ય હેતૂ હોય છે તીવ્ર અને શુદ્ધ પ્રજ્ઞાનો વિકાસ. જે દ્વારા ‘વાસ્તવિકતા’ ને અનુભવી શકાય.
બીજી તરફ, જ્યારે દ્રષ્ટા પોતાને જ પડતો મૂકે છે, ત્યારે જે રહે છે તે માત્ર દૃશ્ય અને ફરીથી દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનો કૂદકો બંધ થઈ જાય છે. ‘‘વાસ્તવિકતા’’ દેખાય છે. દ્રષ્ટા ભક્તિ દ્વારા પ્રબુદ્ધ બને છે.
જ્યારે દ્રષ્ટાની ઓળખ પડતી મૂકાય છે, તે દૃશ્યમાં લય પામે છે, ત્યારે અસ્તિત્ત્વ પ્રત્યેની ઊંડી ભક્તિ ઉદ્ભવે છે ! તેને માટે દરેક વસ્તુ અસ્તિત્વનો ઉત્તેજનાત્મક આવિર્ભાવ બની જાય છે! ત્યાં તેની કોઈ ઓળખ રહેતી નથી. તે પોતે જ અસ્તિત્ત્વમાં એકરૂપ બની જાય છે. તેથી જ ભારતના મીરાઁબાઈ જેવા સ્વયં પ્રબુદ્ધ સંતો, જેઓ ભક્તિમાર્ગે ચાલ્યા, તેઓ બધો જ સમય ધ્યાનાવસ્થામાં જ રહેતા, અને ઈશ્વરીય તત્ત્વમાં એકરૂપ થઇ ગયા હતા. તેઓ પોતાની ઓળખ ભૂલી ગયા હતા. મીરાઁબાઇએ તો માત્ર પ્રભુના ગુણગાન ગાયાં અને શેરીઓમાં ફરી અને તે પણ કોઈપણ જાતની પોતાના માટેની સભાનતા વિના.
માટે કોઈ રીતે, દ્રષ્ટા અથવા દૃશ્યને પડતા મૂકવા પડે છે તો જ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનો કૂદકા મારવાની ક્રિયા બંધ થશે. જ્યારે કૂદકાની ક્રિયા બંધ થાય છે ત્યારે જોવાની ક્રિયા પણ બંધ થાય છે.
તમે દ્રષ્ટા સાથે, અથવા તો દૃશ્ય સાથે ચોંટી જાઓ છો - તમે પૂરેપૂરા ચોંટી જાઓ છો - અને તમે પ્રબુદ્ધ બનો છો! તમે જો દ્રષ્ટા અને દૃષ્ટિ વચ્ચે કૂદકા મારો છો, તો તમે તે બેમાંથી ક્યાંય રિલેક્સ હોતા નથી. તમે દ્રષ્ટા અને દૃષ્ટિના અલગ અસ્તિત્ત્વની ભ્રમણામાં રહો છો. આ કૂદકાની ક્રિયા દ્વારા જ તમારી વ્યક્તિગત જોવાની ક્રિયા આવિર્ભાવ પામે છે.
જ્યારે દૃષ્યની ગતિ દ્રષ્ટા કરતાં વધારે હોય, ત્યારે દ્રષ્ટાને કાં તો બદલી શકાય છે, કાં તો દ્રષ્ટા દ્વારા દૃષ્ય કુશળતા પૂર્વક ઉપયોગ કરી શકાય છે.
વૈશ્વિક ચેતના
આપણે જેવું વિચારીએ છે, તેવા આપણે એકલા અટૂલા દ્વીપ જેવા નથી. ભૌતિક સ્તર પર કદાચ આપણે એકલા દ્વીપ જેવા જણાતા હોઇશું. પરંતુ આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે બધાં જ સામૂહિક ચેતનાથી પરસ્પર સંકળાયેલા છીએ.
આ આના જેવું છે : જો ભોજન ઝેરી હોય તો તેને ખાનાર જ દુઃખી થાય છે, બધા જ નહીં. આ કિસ્સામાં, તમે વ્યક્તિગત રીતે તમારી જાત માટે જ વિચારી શકો છો. પરંતુ જ્યારે તમે અસ્તિત્વના સૂક્ષ્મ સ્તરો તરફ આગળ વધો છો, ત્યારે તમે આપણા આંતર જોડાણો વધારે સ્પષ્ટતાથી જોઈ શકો છો. દા.ત. જો હવા પ્રદૂષિત થઈ ગઈ હોય, તો જે કોઈપણ શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયા કરે છે તે બધાને સહન કરવું પડે છે, તે એકબીજાથી દૂરના અંતરે હોય તો પણ. આ જોડાણ શ્વાસના સ્તરે છે. આનો અર્થ એ થાય છે કે સૂક્ષ્મ શક્તિના સ્તરો પર આપણી વચ્ચેનું અંતર ઘટી જાય છે.
શારીરિક અને શ્વાસના સ્તરો કરતાં પણ આપણો માનસિક સ્તરે વધારે ગાઢ રીતે જોડાયેલા છીએ. હું જ્યારે માનસિક સ્તર કહું છું, ત્યારે હું વિચારોના સ્તરની વાત કરું છું. આપણા વિચારો માત્ર આપણા ઉપર જ નહીં
એક વખત તમે જાગૃત થઈ
જાવ અને તમને ભાન
થઈ જાય કે તમે સામૂહિક
ચેતનાના એક અંશ છો,
તો તમે દુઃખી નહીં હો.
પરંતુ આપણી
આસપાસના
બધાજ લોકો ઉપર
અને તેનાથી
આગળ પણ
નીચે આપેલ આકૃતિ જુઓ. આ આકૃતિના પાયા પર હું તમને આ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરું છું.

આ સાત ચક્રો આપણી અંદર રહેલાં શક્તિના સાત સ્તરો રજૂ કરે છે. પહેલું સ્તર ભૌતિક શરીર છે. એવું શરીર જેને તમે હાથ, પગ વગેરેથી અનુભવી શકો છો. બીજું સ્તર 'પ્રાણીક' શરીર છે, જેમાં તમારો ‘પ્રાણ’ અથવા જીવન શક્તિ અથવા શ્વાસ પરિભ્રમણ કરે છે. આવી રીતે શક્તિના સાત સ્તરો છે જે આપણું સમગ્ર શરીર બનાવે છે. આપણું ભૌતિક શરીર આમાંના એક સ્તરે છે.
હવે, આ ભૌતિક સ્તરમાં, તમે, ભગવાન અને હું વર્તુળમાં વિવિધ બિંદુ પર રજૂ થયા છીએ. ભૌતિક સ્તરમાં આપણી વચ્ચેનું અંતર ખૂબ જ છે.
જો તમે થોડા અંદર તરફ ભીતરમાં પ્રાણીક સ્તર જાવ છો તો આપણી વચ્ચેનું અંતર ઓછું થાય છે. જો તમે વધારે ઊંડા માનસિક સ્તર સુધી જાવ છો, તો અંદર હજુ વધારે ઘટી જાય છે. જ્યારે તમે વધારેને વધારે, ઊંડા જાવ છો ત્યારે અંતે વધું એકરૂપ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આ બધા જ સ્તરોનું સૌથી ભીતરનું બિંદુ ભગવાન, તમે અને હું એક જ છે. ત્યાં કોઈ અંતર છે જ નહીં. સમગ્રતાના સ્તરે પણ આ જ સત્ય છે ! એ તમારી
પ્રભાવ પાડે છે. તમારા વિચારો તમારી શરદી કરતાં પણ વધારે ચેપી છે. હકીકતમાં લોકો તમારી શરદીના ચેપમાંથી તો કદાચ છટકીને બચી જાય, પરંતુ તમારા વિચારોના ચેપથી બચી શકતા નથી.
જો એક વ્યક્તિનું મન પ્રદુષિત થઈ જાય તો, માત્ર તે વ્યક્તિ જ નહીં પરંતુ ઘણાં મોટા સમૂહના લોકોને સહન કરવાનું આવે છે. દા.ત. એક વ્યક્તિ જેનું મન પ્રદૂષિત થઈ ગયું છે, તે જો શહેરનો આગેવાન બની જાય, તો તેણે લીધેલા દરેક નિર્ણયોથી સમગ્ર શહેર પર અસર પડવાની છે ! તેની પ્રદુષિત વિચાર સરણીને લીધે ખોટા નિર્ણયો લેવાશે અને તેને લીધે આખા શહેરને નુકશાન થશે.
એક ડગલું આગળ વધીએ, એક ભ્રષ્ટ મનોદર્શન ચોક્કસ ક્રિયા તરફ દોરી જાય છે, જેનો વિશાળ વસ્તી પર પ્રચંડ પ્રભાવ પડે છે, માત્ર એક વ્યક્તિ પર જ નહી જેણે ભ્રષ્ટ મનોદર્શન કર્યું છે.
દા.ત. અણુબોમ્બનું જ ઉદાહરણ લો. તે ન્યુક્લીઅર થિયરીના મનોદર્શન સિવાય બીજું કશું જ નથી ! અણુબોમ્બનો પાયો વિખ્યાત સૂત્ર E=mc2 માં શોધી શકાય, જેની શોધ પદાર્થ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કરી હતી. પરંતુ આ સૂત્રનું ભ્રષ્ટ મનોદર્શન સમગ્ર પૃથ્વી ગ્રહને ડામાડોળ કરવા સુધી લઈ ગયું છે. આપણે બધા જ આ સૂત્ર, આ શોધથી સર્વનાશના પડછાયાના ઓથાર નીચે છીએ. આજે, પૃથ્વી પર એટલા બધા અણુ શસ્ત્રો છે કે તે પોતેજ પૃથ્વીનો ૭૦૦ વખત નાશ કરી શકે. વારંવાર તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
સમજ છે કે ‘જેને લીધે' તમે અલગ હસ્તી છો એવું વિચારો છો. એક વખત તમે જાગૃત થઇ જાવ અને તમને ભાન થઇ જાય કે તમે સામૂહિક ચેતનાના એક અંશ છો, તમારી અલગ વ્યક્તિગત ઓળખ નથી, તમારો અલગ અહમ્ નથી તો તમે દુઃખી નહીં હો.
વિચારનો યોગનુ યોગ
જો તમે માછલીઓના ઝૂંડને તરતાં નિહાળ્યું હશે અથવા પક્ષીઓના ઝૂંડને એક સાથે ઉડતા ધ્યાન પૂર્વક જોયું હશે કે તેમની ગતિમાં થતી સહકાલિકતા જોઇ હશે. કદાચ 'V' આકારમાં સેંકડો પક્ષીઓ એક સાથે ઉડતા હોય છે, પરંતુ જ્યારે તેમને દિશા બદલવી હોય છે, ત્યારે તેઓ બધાજ તે એક જ સમયે કરે છે, કોઇ પણ જાતની ગૂંચવણ વિના અને સહેજ પણ વિલંબ કર્યા વિના ! વૈજ્ઞાનિકો આવું કેવી રીતે શક્ય બને છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જીવજંતુઓ અને પ્રાણીઓના અભ્યાસે પણ દર્શાવ્યું છે કે જ્યારે તેમને ભયનો સામનો કરવાનો આવે છે, ત્યારે તેમનો આપસનો પ્રતિભાવ એટલો બધો ઝડપી હોય છે કે તેને આદાન-પ્રદાનની સામાન્ય રીતોથી સમજાવી શકાય નહીં.
ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વિશાળ ત્સુનામી ત્રાટકયું, ત્યારે જોવા મળ્યું હતું કે, ટાપુઓ પર ત્સુનામી પહોંચ્યું તે પહેલાં જ બધાજ પ્રાણીઓ જેમાં વિશાળકાય હાથીઓ પણ સામેલ હતા, એ બધા જ દરીયાથી દૂર ઊંચી સલામત જગ્યાએ જતા રહ્યા હતા. એવા અસંખ્યા પ્રાણીઓ અને જીવજંતુઓ છે, જેઓ ધરતીકંપ આવે એ પહેલાંની મિનિટોમાંજ એમને જાણ થઇ જાય છે. આ પ્રાણીઓ અને આપણામાં શું ફરક છે ? એ તેમનું કુદરત સાથેનું જોડાણ છે ! કુદરત સાથે લયમાં રહેવાથી, તેમને કુદરતના ઈશારા પ્રત્યે જાગૃત રહેવા સક્ષમ બનાવે છે. માણસોના કિસ્સામાં ઓળખ અને અહમ્ની ખોટી સમજને લીધે આપણે કુદરત સાથેનું અનુસંધાન ગુમાવી દીધું છે અને આપણે કુદરતના સીધા ઈશારાઓ પ્રત્યે અસંવેદન શીલ બની ગયા છીએ.
ઉચ્ચ પ્રજ્ઞા સાથે લયમાં આવવું
ઇતિહાસમાં તમે એવા ઘણા બધા ઉદાહરણો જોઇ શકશો કે દુનિયાના અલગ-અલગ ભાગમાં, રહેતા લોકો એકબીજાને જાણતાં પણ ના હોવા છતાં એક જ સમયે એક જ સરખી શોધ કરી હોય છે. આનું કારણ એ છે કે એ ખ્યાલો સામૂહિક ચેતનામાં વહેતા હોય છે. આ આવું છે : હવામાં સેંકડો ઇલેક્ટ્રો મેગ્નેટિક (વિદ્યુત-ચુંબકીય) મોજાંઓ હોય છે, પરંતુ તમારું ટી.વી. તમે જે ચેનલ પર મૂક્યું હોય એ તરંગો જ પકડે છે. આવી જ રીતે, જે ચેનલ પર મૂક્યું હોય એ તરંગો જ પકડે છે. આવી જ રીતે, જે મન તૈયાર હોય અને ખ્યાલો સાથે લયમાં હોય તે મન એ સંભાવનાને વાસ્તવિકતામાં બદલી નાંખશે !
આપણને એક હસ્તી તરીકે વિશ્વ ઘણા બધા
અણસારાઓ આપે છે. આપણે કુદરતમાંથી કુદરતના
સ્વભાવના સંકેતો શોધી શકીએ છીએ. ૧૯૨૦માં
વિચારની શક્તિનો અભ્યાસ કરવા માટે કૂતરાઓ ઉપર એક રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. કૂતરાના માલિકોને કહેવામાં આવ્યું હતું કે તેમણે કોઇ ખાસ જગ્યાએ જવાના ઇરાદા વગર જ ઘર છોડીને જવાનું છે. ઘર છોડયા પછી તેમને અમુક ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સમયે જગ્યાની સૂચનાઓ આપવામાં આવી હતી, અને પછી પાછા આવવાનું કહેવામાં આવ્યું હતું. એવું જોવા મળ્યું હતું કે જે સમયે માલિકે ઘર તરફ પાછા ફરવાનું શરૂ કર્યું હતું, મોટે ભાગે એજ સમયે, કૂતરા દરવાજા પાસે જતા હતા અને પોતાના માલિકની રાહ જોતા હતા. કરવામાં આવેલા શ્રેણી બધ્ધ પ્રયોગોમાં જોવા મળ્યું હતું કે, ઊંદરના મગજનો ભાગ કાઢી નાંખવા છતાં, ઓપરેશન પહેલાં મુંઝવણ ભર્યા કાર્યો માટે શીખેલી યાદો તેનામાં સચવાઇ રહેલી હતી. હકીકતમાં ઊંદરોના મગજે 'હોલોગ્રાફી મેમરી' બતાવી હતી. વૈજ્ઞાનિકો કહે છે કે યાદો ન્યુરોન્સમાં અંકિત નથી હોતી, પરંતુ ચેતાઓના ધબકારની પેટર્ન્સમાં હોય છે, જે મગજને પરસ્પર કાપીને પસાર થતા હોય છે. જેવી રીતે લેસર પ્રકાશની વિવિધ પેટર્નસ્ એકબીજાને છેદીને હોલોગ્રામ બનાવે છે. આનાથી કદાચ સમજી શકાશે કે બે મુઠ્ઠી જેટલા કદનું માનવ મગજ દસ અબજ જેટલી માહિતી સંગ્રહ કેવી રીતે કરી શકે છે !
વિશ્વ હોલોગ્રામ છે અને આપણે તેનો હિસ્સો છીએ. હોલોગ્રામમાં, હોલોગ્રામનો દરેકે દરેક ભાગ, એક ફાટ પણ, એ હોલોગ્રામની સમગ્રતાને પ્રતિબિંબિત કરે છે. એવી જ રીતે આપણે પણ વિશ્વની સમગ્રતાને પ્રતિબિંબિત કરીએ છીએ. વિશ્વ જીવનનું વસ્તુ વૈવિધ્ય અને નિર્જીવ પદાર્થ નથી. તે પરસ્પર સંબંધિત સમગ્રતા છે. તમે તમારી આસપાસના માણસો અને વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને પૃથ્વી પરના ખડકો, તેમજ ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડમાં રહેલી આકાશગંગાઓ સાથે ગાઢ રીતે જોડાયેલા છો. તમે તેને સમજો છો કે નહીં તેનો આધાર તમે ચેતનાના કયા સ્તરે તેને સમજવાનો પ્રયત્ન કરો છો તેના પર હોય છે.
વિશ્વશાંતિની શરૂઆત થાય છે તમારાથી
જ્યારે આપણે બાબતો અસ્તિત્વની યોજનામાં આપણે કયો ભાગ ભજવવાનો છે તે સમજીએ છીએ, ત્યારે આપણે ક્યારેય એવું નહિ અનુભવીએ કે આપણે આપણી આસપાસની બધી દુનિયાથી અલગ છીએ. આપણે અલગ હોવાનો અનુભવ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ભજવવાના ભાગ પ્રત્યે અજાણ હોઇએ, જ્યારે આપણે અજાગૃત હોઇએ.
એવો સમય આવ્યો છે, જ્યારે પૃથ્વીગ્રહ પર પ્રબુદ્ધ લોકોનો પુરતો સમૂહ આપણે પેદા કરીએ. વધારે ને વધારે એવા લોકો પેદા કરવાથી જ–જેઓ જાગ્રત હોય, જેઓ પ્રબુદ્ધ હોય, જેનાથી વ્યક્તિગત નકારાત્મક વલણની સામૂહિક અસરનો નાશ થઇ શકે છે. દુનિયાભરમાં થતી સઘળી સંકટપૂર્ણ પરિસ્થિતિ અચેત માનવો દ્વારા જ ઊભી થતી હોય છે. ગ્લોબલ વોર્મિંગ, એચ.આઇ.વી. ધાર્મિક કટ્ટરતા, આતંકવાદ, નિરાશાવાદ અને અણુશસ્ત્રોના ઢગલા, આ બધા જ આ નકારાત્મકતાના પરિણામો છે. આજે આપણે ઘણાં બધાં ભયોનો સામનો કરીએ છીએ, અને જો આપણે શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ, સંતોષપૂર્ણ અને પ્રબુદ્ધ સમાજનું નિર્માણ નહિ કરીએ, તો આ સુંદર પૃથ્વીગ્રહને જાળવવાનું આપણા માટે શક્ય નહિ બને.
મારું મિશન છે. એક શાંતિપૂર્ણ, દિવ્ય આનંદપૂર્ણ, સંતોષપૂર્ણ, જાગૃત અને પ્રબુદ્ધ સમાજનું નિર્માણ કરવું !
વિશ્વ શાંતિ વ્યક્તિગત દિવ્ય આનંદની આડપેદાશ છે
પરસ્પર વિરોધાભાસી વિચારો
ખરેખર તો, આપણામાંના મોટાભાગના આપણી પોતાની જાત સાથેની લડાઈમાં જોતરાયેલા છીએ. આપણે સ્વયંના વિરોધાભાસી વિચારો અને ઇચ્છાઓના જાળામાં ગૂંચવાયેલા છીએ. આપણા વિચારો અને શબ્દો એટલા શક્તિમાન છે, પરંતુ આપણે તેમને ખૂબજ બીનકાળજીથી ઉપયોગમાં લઇએ છીએ.
દાખલા તરીકે, માનો કે તમને શિરદર્દ છે, તમે શું કરશો? તમે તમારી જાતને કહેશો, “ઓહ હું એવું ઇચ્છું કે આ શિરદર્દ દૂ ર થ ઈ જાય!’ આ શબ્દો બોલીને તમે “શિરદર્દ’’ શબ્દને એટલી જ શક્તિ આપો છો, જેટલી શક્તિ તમે ‘‘દૂર થઈ જાય!’’ શબ્દને આપો છો. આને જ હું કહું છું સ્વયં વિરોધાભાસી વિચારો. તમારા વિચાર દ્વારા જ તમે તમારી મૂળ ઈચ્છાને વિરોધી વલણ દાખવો છો. વળી તમારો હકારાત્મક આશય પણ આ લડાઇમાં અટવાયો છે, તમારા પોતાના વિચારો અને શબ્દોની ખેંચતાણમાં ફસાયો છે. તમે પછી પૂછશો, “હું આ શિરદર્દ થી મુક્તિ કઇ રીતે મેળવું?” એમ જ કહો, ‘‘મને સાજો થવા દો,’’ માત્ર એટલું જ.
જ્યારે આપણે આપણા તંત્રમાં સાજા થવાના વિચારો વારંવાર મોકલીએ છીએ ત્યારે આપણે હકારાત્મક શબ્દો અને વિચારોને શક્તિ આપીએ છીએ. તેઓ આપણા જ્ઞાનતંત્રની સ્મૃતિમાં સારી રીતે સ્થિર થઇ જાય છે તેથી મૂળ ખરાબ કે નિરુત્સાહી હોય અથવા નિરાશાજનક સમય હોય, ત્યારે આ સાજા કરનારા વિચારો આપમેળે જ આપણા અંતરમાં ઉપર ઊઠશે અને નિરુત્સાહી સ્થિતિમાંથી મનને બહાર ખેંચી કાઢશે.
વ્યક્તિગત શાંતિ સ્વાભાવિક રીતે વિશ્વને સ્પર્શે છે
બુદ્ધ ભગવાનના જીવનમાંથી એક સુંદર વાર્તા છે:
દેવદત્ત, બુદ્ધ ભગવાનના કાકાના દીકરા, બુદ્ધ ભગવાનના સાધુઓનો સંઘમાં જોડાયા. તેઓ સત્તા અને સ્થાન માટેની તીવ્ર ભૂખ ધરાવતા હતા. તેઓ સાધુઓના સંઘના મુખ્ય અધિકારી બનવા માંગતા હતા, પરંતુ બુદ્ધ પોતે આવા આછકલા (ઠરેલ ન હોય તેવા) વ્યક્તિને તો પ્રવેશ ન જ આપે, જે પ્રબુદ્ધતા પાછળ દોડવાને બદલે, એ ધ્યેયને આગળ ધપાવવાને બદલે પોતે સત્તાસ્થાન પ્રાપ્તિ માટે દોડે. આથી દેવદત્તને ઇર્ષા થઇ અને બુદ્ધ પ્રત્યે ખરાબ લાગણી જન્મી અને વળી તેમણે બુદ્ધને મારવાના કેટલાક ઉપાયો પણ પ્રયોજ્યા અને અમલમાં મૂક્યા.
એક વખતે દેવદત્તે રાજાના મહાવતને સમજાવી લીધો કે તે ભયંકર હાથી બુદ્ધ ભગવાનના માર્ગમાં છૂટો મૂકી દે. હાથી ને ખૂબ દારૂ પીવડાવવામાં આવ્યો હતો, અને તે તેમાં મસ્ત હતો, અને તેને શેરીઓમાં છોડી દેવામાં આવ્યો, જ્યાં બુદ્ધ ભગવાન નિયમિત રીતે ચાલતા હતા. ગાંડો હાથી ધસમસતો આવ્યો. લોકો ભયભીત થયા અને ચારેય દિશાઓમાં નાસવા માંડ્યા.
હાથી બુદ્ધ ભગવાન પર ધસી આવ્યો. બુદ્ધ તો ચાલતા જ રહ્યાં, અને તે પણ એ જ શાંતિ અને સ્થિરતા પ્રસારતા રહીને, તે પણ આવા ભયને સામે હોવા છતાં, તેમની શાંતિ અને આનંદને ભયંકર હાથીના ભયની કોઇ પ્રકારની અસર થઇ નહિ. હાથી ભયંકર ક્રોધ સાથે બુદ્ધ ભગવાન તરફ ધસમસતો આવ્યો, તે જેવો બુદ્ધ પાસે પહોંચ્યો કે
તરત જ તે પૂરી રીતે શાંત થઈ ગયો. તેનો ભયજનક (જંગલી) સ્વભાવ બુદ્ધની પ્રબુદ્ધ હાજરીમાં બસ સીધો જ ઓગળી ગયો. બુદ્ધે હાથીના કપાળને સ્પર્શ કર્યો અને તેના પર હળવેથી ટપલી મારી. બુદ્ધની હળવી ટપલીથી શાંત પડેલો હાથી, તેના ઘૂંટણિયે નમી પડ્યો અને બુદ્ધને પ્રણામ કર્યા.
આ આખું દ્રશ્ય ભાળીને લોકો તો અચંબો પામ્યા!
શાંત વ્યક્તિમાંથી ઉઠતા દિવ્ય આનંદના તરંગો સ્વાભાવિક રીતે અને આપમેળે લોકોને સ્પર્શે છે, તેમજ પ્રાણીઓ, વૃક્ષો, ખડકો અને નજીકમાં રહેલી દરેક વસ્તુને સ્પર્શે છે.
આખા વિશ્વને આનંદમય અને સુખી બનાવવા માટે તમારે કશું જ કરવાનું નથી. તમારે માત્ર તમારું કેન્દ્રબિન્દુ બદલવાનું છે. તમે જ્યારે હોરર ફિલ્મ જુઓ છો, ત્યારે તમારી દુનિયા ભયની લાગણીથી ભરાઈ જાય છે. પરંતુ જો તમે ચેનલ બદલો છો અને હાસ્ય પ્રધાન ફિલ્મ જુઓ છો, તો તમે જોઈ શકો છો કે તમારી દુનિયામાં કેટલો બધો બદલાવ આવે છે !
જ્યારે ભીતરમાં જાગૃતતા આવે છે, ત્યારે ઉચ્ચ કક્ષાની લાગણીઓ પેદા થાય છે. તે બધું અંતે જે કંઈ બન્યું હોય તેના તમારા પોતાના અનુભવ પર આધાર રાખે છે. તમારે જો દુનિયાને બચાવવી હોય, તો તમારે તમારી જાતને બચાવવાની જરૂર છે !
દરેક વસ્તુ આ વિશ્વમાં ખરેખર બને છે. - મહાન ધાર્મિક સત્સંગ જ્યાં પ્રબુદ્ધતાની વહેંચણી થાય છે અને તે જ સમયે એક આતંકવાદી તાલિમ કેન્દ્ર છે, જ્યાં હિંસાની વહેંચણી થાય છે. તમે જેની સાથે તાદાત્મ્ય કેળવો છો તે પ્રમાણે તમે જે દુનિયાને આકર્ષો છો અને જુઓ છો, તે પણ તેવી જ નજરે પડશે. તમે તે જ પ્રકારના લોકોને આકર્ષશો. અને જીવનમાં પણ તેવી જ પરિસ્થિતિઓને આકર્ષશો.
એક વ્યક્તિ પણ જો પ્રબુદ્ધતા માટે સંઘર્ષ કરે, શોધ આદરે તો તે છેવટે દસ લાખ લોકોના અંતરાત્માને ઉર્ધ્વગામી બનાવે છે.
વિશ્વમાં રહેલા દુઃખ બાબતે શું કરવું
પ્રથમ તો આપણે એ સમજવાનું છે કે દરેક મુખ્ય નિર્ણય જે સત્તાના ઉચ્ચ સ્તરે અને સરકારમાં લેવામાં આવ્યો હોય તે સામૂહિક સકારાત્મકતા અથવા સામૂહિક નકારાત્મકતાની અભિવ્યક્તિ છે. કારણ કે તે બહોળા લોકોનો અંતરાત્મા છે, અથવા સામૂહિક અંતરાત્મા છે જે નેતાઓ પેદા કરે છે. તેથી જ બીજાને દોષ દેવા કરતાં, તે પછી નેતા હોય, રાજકારણી હોય, અથવા અધિકારી હોય આપણે જો આપણા તરફ થોડી વધારે શક્તિ મૂકી શકીએ અને આપણા અંદરના અંતરાત્મામાં વધારે સકારાત્મક ચૈતન્યભાવ પેદા કરવા તરફ પ્રયત્નો આદરીએ તો આપણે ખરેખર કંઈક ઉપયોગી કામ કરીશું. આ સમય છે......
આપણે આપણા પક્ષે વધારે સકારાત્મકતા પેદા કરીએ.
આપણે આપણા કાર્યોને વધારે પ્રેમભાવયુક્ત બનાવીએ.
આપણે આપણી વ્યક્તિગત ચેતનાની આવર્તનગતિ વધારીએ.
અસ્વસ્થ થવાને બદલે કે કોઈ રીતના નકારાત્મક નિર્ણયોથી વિચલિત થવાને બદલે તમે માત્ર સકારાત્મક શક્તિને પેદા કરો, જેથી તમારી આસપાસ રહેલા લોકો અને વિશ્વમાં રહેલા લોકો તમારા આ સકારાત્મક ભાવથી પ્રભાવિત થશે. પછી તમે જોશો કે તે નેતાઓ દ્વારા પણ વિકિરણીત થશે. જ્યારે વધારે ને વધારે લોકો તેમનામાં બદલાવ ની શરૂઆત કરશે ત્યારે સામૂહિક સકારાત્મકતાએ સાચા રાજકારણી કે સાચા નેતા દ્વારા પોતે જ વ્યક્ત થવું પડશે.
તમે જો અસ્વસ્થ અને વિચલીત થાવ છો, તો શું થાય છે? કશું જ નહિ બને સિવાય કે તમને થોડીઘણી હતાશા અનુભવાશે, થોડાંઘણા નકારાત્મક ભાવ આવશે અને તેને કારણે તમે આ વિશ્વમાં વધારે નકારાત્મકતાનો ઉમેરો કરશો, વળી તમે નકારાત્મક અંતરાત્માના સમૂહમાં થોડો વધારો કરશો.
તેથી જ ક્રાંતિ એ રસ્તો નથી ઉત્ક્રાંતિ એ સાચો રસ્તો છે.
દરેક ક્રાંતિએ સત્ય અને આખરી ઉપાય વિશે ખાતરી આપી છે, પરંતુ આપણે જો પાછા વળીને જોઈએ છીએ તો આપણને શું દેખાય છે? પૃથ્વીગ્રહના છેલ્લા ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં આપણે પાંચ હજાર લડાઈઓ લડ્યા છીએ! સંશોધકોએ એક અંદાજ લગાવ્યો છે કે પૃથ્વીગ્રહના ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં ઓછામાં ઓછા ૯,૦૦૦ શાંતિ કરાર કરવામાં આવ્યાં છે અને આ શાંતિકરારોનું સરેરાશ આયુષ્ય માત્ર આઠ વર્ષો જ હતું !
તમે સકારાત્મક શક્તિ પેદા કરો, જેથી તમારી આસપાસના લોકો અને આસપાસની દુનિયા આ સકારાત્મક ચેતનાથી પ્રભાવિત થાય. તે પછી તમે જોઈ શકશો કે તે નેતા દ્વારા પણ વિકિરણીત થશે.
શાંતિ ઉપર ધ્યાનની અસરોના અભ્યાસ
સમાજો ઉપર થતી જુથ મેડિટેશનની અસરો માપવા માટે વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા છે. કેટલાક અભ્યાસોમાં અમુક ઓછામાં ઓછા લોકોના જુથના ધ્યાનની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ લોકોએ ટ્રાન્સકેન્ડટલ મેડીટેશન કર્યું હતું. આમાં સામૂહીક ધ્યાનથી શહેરી વિસ્તારોમાં ગુનાના પ્રમાણમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય અહેવાલોએ હિંસાત્મક કાર્યોમાં નોંધપાત્ર એવો સત્તર ટકાનો ઘટાડો બતાવ્યો છે અને પરસ્પર સહકાર અને મદદવાળા કાર્યોમાં તેર ટકાનો વધારો દર્શાવે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં દરરોજના યુદ્ધથી થતા મરણમાં પચાસથી વધારે ટકાનો ઘટાડો નોંધાયો હતો અને યુદ્ધથી થતી ઇજાઓમાં પચીસથી વધારે ટકાનો ઘટાડો નોંધાયો છે. એકંદરે આંકડા બતાવે છે કે ગુનાના પ્રમાણમાં ઘટાડો, હોસ્પીટલમાં થતી ભરતીમાં ઘટાડો અને હિંસામાં ઘટાડો થાય છે, જે આપણને સમગ્ર જીવનની ગુણવત્તાના વધારા તરફ દોરી જાય છે.
વિશ્વશાંતિ માટેનું ધ્યાન
૨૧મી સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય શાંતિદિન તરીકે મનાવવામાં આવે છે. આખા વિશ્વમાંથી લાખો લોકો પ્રાર્થના માટે ભેગા મળે છે અને વિશ્વશાંતિ અને વિશ્વએકતા માટે ધ્યાન, ઉજવણી અને સહકાર્યક્રમો યોજે છે.
દર વર્ષે આ પ્રસંગે, નિત્યાનંદ મીશનના કેન્દ્રો આખા વિશ્વમાં સમૂહધ્યાનના કાર્યક્રમો હાથ ધરે છે. જ્યારે ધ્યાનને સમૂહમાં કરવામાં આવે છે, ત્યારે સામૂહિક ચેતનાને વધારે શક્તિશાળી કક્ષાએ ઊંચે લઈ જવાય છે.
જ્યારે પદાર્થની વહેંચણી થાય છે, ત્યારે તેની સાઇઝ ઓછી થાય છે. દાખલા તરીકે, જો સફરજનને ચાર વ્યક્તિઓમાં વહેંચવામાં આવે, તો તેને ચાર ટૂકડામાં આપવું પડે છે. તેની સાઇઝ ઓછી થાય છે. જ્યારે વિદ્યુતશક્તિની વાત થાય. ત્યારે, જ્યારે વોલ્ટેજની વહેંચણી થાય છે ત્યારે તે ઓછા થતા નથી, તે એક સરખા જ રહે છે દા.ત. જો તારમાં આપણી પાસે દસ વોલ્ટ વિદ્યુત શક્તિ હોય તો એક વ્યક્તિ તે તારને અડે તો તેને દસ વોલ્ટના આંચકાનો અનુભવ થાય છે, અને જો તે જ તારને ચાર વ્યક્તિઓ પકડે તો તે ચારેય જણ પણ દસ વોલ્ટોનો અનુભવ કરશે.
પરંતુ શક્તિશાળી અને સૂક્ષ્મ એવી ધ્યાનની શક્તિ બાબતે કંઈક જુદુંજ છે. જ્યારે લોકોના સમૂહ દ્વારા ધ્યાન કરવામાં આવે છે. ત્યારે અનેકગણું થઈ જાય છે! તેને ઓછું કરવા કે તેટલું જ રાખવાને બદલે તેના લાભ વહેંચી લેવામાં આવે છે અને તે આખા સમૂહમાં વૃદ્ધિ પામે છે. તેમજ તેનાથી ઊપર પણ વૃદ્ધિ પામે છે. જો ધ્યાન ધરનાર એક વ્યક્તિ દસ વોલ્ટની શક્તિ પેદા કરે છે, તો એવી સો વ્યક્તિઓ એક સાથે સમૂહ ધ્યાનમાં બેસીને ૧૦ × ૧૦૦ અથવા ૧૦૦૦ વોલ્ટની શક્તિ પેદા કરે છે. માત્ર કલ્પના કરો! જે શક્તિ પેદા થાય છે તેના બળથી જ્યાં ધ્યાન થાય છે તે આખી જગ્યાને સરળતાથી શુદ્ધ કરી શકાય છે. તેથી જ સામૂહિક ધ્યાનને ઉત્તેજન આપવામાં આવે છે.
પ્રબુદ્ધ હસ્તીઓનો અનિવાર્ય પ્રેમાળ સ્પર્શ
ભગવાન બુદ્ધના જીવનની એક વાર્તા છે:
અંગુલિમાલ નામે એક ડાકૂ હતો. તે જંગલમાં રહેતો હતો. ઘણા લોકોને તે જંગલમાંથી પસાર થવું પડતું હતું. તે લોકોને પકડી લેતો અને તેમની કિંમતી વસ્તુઓને લૂંટી લેતો. પછીતે એ વ્યક્તિની ટચલી આંગળી કાપી લેતો અને આવી આંગળી ઓની માળા બનાવી લેતો. તેથી જ તેનું નામ પડ્યું અંગુલિમાલ – આંગળીઓની માળા.
એક વખત જ્યારે બુદ્ધ પોતે પ્રવાસમાં હતા અને જંગલમાંથી પસાર થવાના હતા. લોકોએ તેમને ભયંકર ડાકૂ અંગુલિમાલ વિશે ચેતવ્યા. પરંતુ બુદ્ધ ભગવાન તેનાથી વિચલિત થયા નહિ અને પોતાના રસ્તે ચાલતા જ રહ્યા. જંગલમાં ઊંડે જતા અંગુલિમાલ જાડીઓમાંથી દોડી આવ્યો અને બુદ્ધ તરફ ઝાડીમાંથી બહાર કૂદો. તેણે બુદ્ધ તરફ ધમકી આપતાં સ્વરમાં બૂમ પાડી, “ત્યાં જ ઊભા રહો.”
ભગવાન બુદ્ધ રોકાઈ ગયા અને જવાબ
આપ્યો, “હું તો સ્થિર છું જ. તમે પણ સ્થિર
થાઓ.”
અંગુલિમાલ તેના આખા જીવનમાં પહેલી વાર અંદર બહાર તેના અસ્તિત્વમાં હચમચી ગયો હતો. બુદ્ધ વિશે કોઈ વાત તેને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તે પોતાની જાતને બુદ્ધ પર આક્રમણ કરવા દબાણ કરી શક્યો નહિ. તેના હાથ થીજી ગયાં. તે માત્ર ભગવાન બુદ્ધના ચરણે પડી ગયો અને રડતાં અને કરગરતાં તેમની માફી માંગવા લાગ્યો.
આ વાર્તા પ્રબુદ્ધ વ્યક્તિઓના સત્યોમાંથી એક સત્યને દર્શાવે છે. કોઈપણ પ્રકારના પ્રયત્ન વિના કે આશય વિના પ્રબુદ્ધ વ્યક્તિ ઘણીબધી શાંતિ અને કરુણા વિકિરણીત કરે છે, જેમાં શક્તિ છે બીજાના જીવનમાં બદલાવ લાવવાની.
આ અસર માત્ર માનવીઓ પૂરતી જ મર્યાદિત રહેતી નથી. પ્રબુદ્ધ હસ્તીઓમાંથી વિકિરણીત થતી શુદ્ધ પ્રેમ અને કરુણાભાવથી પ્રાણીઓ પણ સ્પર્શ પામે છે. દરેક બાબત જ્યારે તે ઊંચા આવર્તનવાળી શક્તિક્ષેત્રની સન્મુખ આવે છે, ત્યારે તે બદલાઈ જાય છે.
આદિ શંકરાચાર્યના જીવનમાંથી એક સુંદર વાર્તા છે. આદિ શંકરાચાર્ય પ્રાચીન ભારતના પ્રબુદ્ધ ઋષિ હતાં.
શંકરાચાર્યજી દક્ષિણ ભારતના શ્રૃંગેરી ગામમાં ફરી રહ્યા હતા. એક દિવસ તેમની સમક્ષ વિચિત્ર અને સુંદર વાત બની. એક ખડક પર બે દેડકાં બેઠાં હતાં. વાતાવરણ અચાનક ગરમ થઇ ગયું અને તેથી આ દેડકાં પાણીમાં કૂદવાની તૈયારીમાં હતાં. તે જ સમયે એક કોબ્રા સર્પે તેની ફેણ ઊંચી કરી અને તે બે દેડકાંની ઉપર તેની ફેણ છાંયો કરતી હોય તેમ ધરી દીધી. તે દેડકાઓ પણ શીતળ છાંયડાનો આનંદ માણવા લાગ્યા અને તે જ રીતે થોડો સમય બેસી રહ્યાં. થોડા સમય પછી પાણીમાં કૂદી પડ્યાં. કોબ્રા સર્પ પણ તેની ફેણ સંકેલી લઈને ચાલ્યો ગયો.
શંકરાચાર્યજી આ જોતાં હતાં અને તેનાથી આશ્ચર્ય પામ્યા. તે ખૂબ તીવ્ર બુદ્ધિશક્તિવાળા વ્યક્તિ હતાં. તેમણે એ ઘટનાને ત્યાં જ છોડી દીધી. તેમણે તરત જ જાણી લીધું કે જો કોઈ ઉચ્ચ શક્તિના પ્રવાહને કારણે આ જગ્યા કોઈ રીતે પવિત્ર થઇ ના હોય, તો પ્રાણીઓ માટે એ શક્ય ના બને કે તેઓ તેમની દુશ્મનાવટ ભૂલી જાય અને સુંદર રીતમાં સહઅસ્તિત્વની ભાવના અનુભવે. તેઓ આજુબાજુ ફર્યા અને તે સ્થળની વિગતો વિશે તપાસ કરી. તેમણે જાણ્યું કે ભૂતકાળમાં કોઈ સમયે કોઇ મહાન મુનિએ ત્યાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને ઘણાં વર્ષો સુધી પોતાનો આશ્રમ ત્યાં જ જાળવી રાખ્યો.
આ આખી ઘટનાથી શંકરાચાર્યજી ભારે પ્રભાવિત થયા. તેથી તેમણે નક્કી કર્યું કે તેઓ પણ
તે જ જગ્યામાં પોતાના ધ્યેય માટેના મીશનની સ્થાપના કરશે. વર્ષો પછી જ્યારે તેઓ તે જ જગ્યાએથી પસાર થયા, ત્યારે તેઓ ત્યાં રોકાયા અને ત્યાં પોતાના પહેલા આશ્રમની સ્થાપના કરી. તેને શ્રુંગેરીમઠ એવું નામ અપાયું. આજે પણ તે વિશ્વમાંના અદ્યાત્મિક ડહાપણના મુખ્ય મથકોમાંના એક તરીકે અસ્તિત્વમાં છે.
પ્રબુદ્ધ વ્યક્તિ કોઇપણ પ્રયાસ વિના પોતાના સર્વગ્રાહી આંતરિક અવકાશને વિકિરણીત કરે છે જે સામૂહિક સકારાત્મકતાનો ભાવ પેદા કરે છે.
મુનિ પતંજલિ તેમના યોગસૂત્રમાં કહે છે, તેમ, ‘‘પ્રબુદ્ધ વ્યક્તિની હાજરીમાં કુદરતી રીતે જેઓ દુશ્મન છે તેઓ પણ પોતાની દુશ્મની છોડી દે છે.’’
નિત્યાનંદા મિશન
પૃથ્વીગ્રહ પરનું મારું આગમન વ્યક્તિની ચેતનાનુ એક નવુ ચક્ર પેદા કરવા માટે છે, જેનાથી સામૂહિક ચેતના ઉત્પન્ન કરી શકાય છે અને તે પછી અતિ ચેતનાના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાય.
આ મેળવવા માટે, એક લાખ વ્યક્તિઓને ‘‘જીવનમુક્ત’’ તરીકેની દિક્ષા આપવામાં આવશે, જે દ્વારા તેઓ જીવન મુક્તિનો અનુભવ કરી શકે.
પ્રબુદ્ધ વ્યક્તિની હાજરીમાં કુદરતી રીતે જેઓ દુશ્મન છે તેઓ પણ પોતાની દુશ્મની છોડી દે છે.
તેમજ એક અબજ લોકોને ‘‘નિત્ય ધ્યાન’’ની દિક્ષા આપવામાં આવશે - જે ‘‘જીવન આનંદના ધ્યાન’’ તરીકે ઓળખાય છે, આને પૃથ્વીગ્રહ પરની વ્યક્તિગત ચેતનામાં સકારાત્મક બદલાવ લાવવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
વિશ્વશાંતિ માટેની ધ્યાન પ્રયુક્તિ
વિશ્વશાંતિ પેદા કરવાનો ઉપાય છે, વ્યક્તિગત શાંતિ ઉત્પન્ન કરવી. વિશ્વશાંતિ માટેનું ધ્યાન એક પ્રકારનું સમૂહ ધ્યાન છે. આ ખૂબ જ સાદું પરંતુ ઘણું શક્તિશાળી ધ્યાન છે.
એક વર્તુળમાં બેસો અથવા એક કેન્દ્રિત વર્તુળમાં બેસો. તમે એકબીજાના હાથપકડો અને તે એવી રીતે કે તમારા જમણાં હાથની - તમારી હથેળી જમીન તરફની રહે - જે દર્શાવે છે કે તમે શાંતિ અને આનંદ આપો છો. જ્યારે તમારો ડાબો હાથ તમે આપો છો - તેમાં પણ હથેળી ઉપરની તરફની રહે - જાણે કે તમે તમારી ડાબી તરફ રહેલી વ્યક્તિ પાસેથી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરો છો. આ એકબીજા સાથે જોડાયેલું વર્તુળ લોકોમાં ખૂબ જ શક્તિશાળી શક્તિનું ચક્ર પેદા કરે છે. એક વ્યક્તિના ધ્યાનની શક્તિ બીજી બધી વ્યક્તિઓ વચ્ચે વહેંચાય છે આ ધ્યાનને ઓછામાં ઓછું ૨૧ મીનીટ સુધી કરવું જોઇએ.
સંન્યાસ એ છેવટનો જુગાર છે
અન્ય સાથે અને અસ્તિત્વ સાથે સાતત્ય જાળવી રાખવાની આપણી ક્ષમતા આપણે આપણી જાત સાથે કેવું વર્તીએ છીએ તેના પર આધારિત છે. તે જીવનમાં આપણે જેની અગ્રતાક્રમમાં પસંદગી કરીએ તેના પર આધારિત છે. જો આપણે કશું પણ પસંદ ન કરીએ તો શું થાય? જો આપણે બાબતોને જેવી બને છે તેવી જ સ્વીકારી લઈએ તો શું થાય?
હવે સમય આવ્યો છે, ત્યાગ વિશે વાત કરવાનો. ત્યાગ એ જીવનથી દૂર ભાગવાની પ્રવૃત્તિ કે ચેષ્ટા નથી. ત્યાગ છે કોઈપણ પ્રકારના પ્રતિકાર વિના જીવન સાથે વહેતા રહેવાની કળા. સંસ્કૃત શબ્દ "સંન્યાસ" અસ્તિત્વ સાથેના વિશ્વાસની આ સ્થિતિનો નિર્દેશ કરે છે જે આપણને જીવનમાં અન્ય બધી બાબતોને વસ્તુઓને જતી કરવાની સંમત્તિ આપે છે.
સંન્યાસ...
ભગવાન બુદ્ધના જીવનમાંથી એક સુંદર વાર્તા છે;
નિર્વાણની ઘટના પછી ભગવાન બુદ્ધે ઘણાં સ્થળોની મુલાકાત લીધી અને પોતાના “ધમ્મ” અથવા “ધર્મ શિક્ષા” વિશે બોધ આપ્યો અને તે દ્વારા લોકોને આધ્યાત્મિક જીવનમાં દિક્ષીત કર્યા.
એક વખત ફરતા ફરતા, તેઓ કપિલ વસ્તુમાં પ્રવેશ્યા, જે તેમનું જન્મસ્થળ હતું, તેઓ તેમના શિષ્યો સાથે શહેરની શેરીઓમાં ફરવા લાગ્યા. તેમણે ભગવારંગનો ઝભ્ભો પહેર્યો હતો. દરેક જણ તેમને ભારે આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા. બુદ્ધના પત્ની, યશોધરાએ શેરીમાંથી આવતો અવાજ સાંભળ્યો અને પૂછ્યું કે એ શું છે. તેની દાસીએ તેને કહ્યું કે તેઓ બીજા કોઈ નહિ પરંતુ તેમના પોતાના જ પતિદેવ છે. જેઓ “બુદ્ધ” બનીને પરત આવ્યા છે. “પ્રબુદ્ધ આત્મા બનીને આવ્યા છે. તે તેમને મળવા ન ગઈ. તેને બદલે તેણે તેના પુત્ર રાહુલને બોલાવી મંગાવ્યો. રાહુલ એ જ રાત્રે જન્મ્યો હતો, જે રાત્રે બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો અને તે પણ પ્રબુદ્ધતાની શોધમાં.
તેણે રાહુલને કહ્યું, તું પેલા દેદીપ્યમાન વ્યક્તિને જુએ છે, જેણે હાથમાં ભિક્ષા પાત્ર પકડી રાખ્યું છે અને છતાં રાજા જેવા દેખાય છે? તે તારા પિતા છે. જા, જઈને તમને તારા વારસા બાબતે પૂછ.”
ઉત્ક્રાંતિ કે પ્રબુદ્ધતાની સ્થિતિ તરફ દોરી જાય છે. તે જ છે સંન્યાસ, વ્યક્તિમાં થતી સૌથી મહાન ક્રાંતિ. તે નાનો બાળક નીચેના માળે દોડી ગયો અને બુદ્ધ જ્યાં ઉભા હતા એ જગ્યાએ ટોળામાંથી જગ્યા કરતો પહોંચી ગયો. તે બુદ્ધના પગે પડયો અને હિંમતથી તેની માતાએ જે કાંઇ તેને કહ્યું હતું તે સઘળું તેમને ફરી કહી બતાવ્યું.
બુદ્ધે સ્મિત સાથે હળવેથી તેને ઉભો કર્યો અને તેના તરફ જોયું. તેમણે માત્ર તે બાળકે પહેરેલ સુવર્ણજડિત વસ્ત્રોને તેના શરીર પરથી દૂર કરી દીધાં અને તેની જગ્યાએ ભગવા વસ્ત્રો પહેરાવી દીધાં.
માત્ર સાત વરસના બાળકને તે વારસો
આપવામાં આવ્યો. તે પહેલો અને એકમાત્ર
બાળક હતો, જેને બુદ્ધ ભગવાનના સંન્યાસી
શિષ્યોની શૃંખલામાં આવવા દેવામાં આવ્યો.
કોઈએ મને પૂછ્યું, “જીવનમાં દરેક બાબત જો સ્વાભાવિક રીતે જ ઉઠતી હોય અને તે પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયાને આધારે, જેમ કે, વાનર ફેરવાયો માનવમાં, અને સારું નરસામાં ફેરવાયું, તો શું માનવી છેવટે ઈશ્વરમાં ઉત્ક્રાંતિ પામી ન શકે ? તો પછી ધ્યાન માટેની જરૂરિયાત જ ક્યાં રહી, સંન્યાસ માટેની જરૂરિયાત પણ ક્યાં રહી... પછી પ્રેરણા માટેની જરૂરિયાત જ ક્યાં રહી?”
મેં જવાબ આપ્યો, “વાનરને માનવ બનતા પાંચ હજાર વર્ષો લાગ્યા, અને માનવીને ઈશ્વર બનતા કદાચ એટલો જ લાંબો સમય લાગશે. તમે જો એટલી રાહ જોવા તૈયાર હો તો મારે કોઈ વાંધો નથી !”
બીજી તરફ તમે જીવન, નિયમો, બ્રહ્માંડની રચના અને ધ્યાન અંગેની સ્પષ્ટ સમજ કેળવી જાગ્રત રહીને જીવવાનું નક્કી કરી શકો છો. તમે તમારી ઉત્ક્રાંતિ ની પૂરી પ્રક્રિયામાં ક્રાંતિ લાવી દેશો. ઉત્ક્રાંતિ કે પ્રબુદ્ધતાની સ્થિતિ તરફ દોરી જાય છે. તે જ છે સંન્યાસ, વ્યક્તિમાં થતી સૌથી મહાન ક્રાંતિ. પરમહંસની જેમ જીવન જીવવાની એ રીત છે, એ પ્રબુદ્ધ હસ્તીની જેમ જીવન જીવવું છે.
આદિ શંકરાચાર્યજી, ભારતવર્ષના પ્રબુદ્ધ ગુરુ તેમના ગ્રંથ“વિવેક ચૂડામણિ” માં સુંદર રીતે કહે છે:
સર્વ જીવો માટે મનુષ્યજીવન વિરલ છે. અને તેનાથી પણ વિરલ છે સાત્ત્વિકભાવ અને તેથી પણ વિરલ છે આધ્યાત્મિક માર્ગે દ્રઢતા રાખવી. વેદોમાં આવી રીતે સમજાવ્યું છે.
આ શબ્દોની સ્વામી વિવેકાનંદના જીવન પર ઘણીજ પ્રબળ અસર થઈ હતી. સ્વામી વિવેકાનંદ પણ ભારતમાં જન્મલા પ્રબુદ્ધ ગુરુ હતા, જેઓ આદિ શંકરાચાર્ય બાદ હજારો વર્ષો પછી જન્મ્યા હતા. સ્વામી વિવેકાનંદ જ્યારે તેમની કાયદાની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ શબ્દો તેમના પર વિજળીની જેમ ત્રાટક્યાં, તેઓ આગળ વાંચી ન શક્યા. તેમણે તેમનાં પુસ્તકો છોડી દીધા અને રસ્તાની બાજુમાં દોડવા માંડ્યા, તેઓ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તરફ દોડી રહ્યાં હતા, જ્યારે તેઓ દોડી રહ્યા હતા, ત્યારે આદિ શંકરાચાર્યજીના શબ્દોનું સત્ય તેમના સમગ્ર અસ્તિત્વમાં જાણે રણકી રહ્યું હતું. તેમણે જાતે વિચાર્યું, “મેં આ ત્રણેની પ્રાપ્તિ કરી છે: હું માનવી તરીકે જન્મ પામ્યો છું, મેં મુક્તિ માટેની ઇચ્છા પ્રાપ્ત કરી છે. મને ખૂબ જ મહાન ગુરૂ મળ્યા છે... તો પછી હું મારું જીવન શા માટે વેડફુ છું?” ફરી ફરીને આ શબ્દો તેમના પર હાવી બની ગયા હતાં. સ્વામી વિવેકાનંદ પ્રબુદ્ધ બનવાના માર્ગે ચાલ્યા અને રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક મિશનને આખા વિશ્વમાં પ્રસરાવ્યું.
સંન્યાસનો રસ્તો એવા લોકો માટે છે, જેઓ તેમના પોતાના પર વિજય પ્રાપ્ત કરવા માંગે છે, જેઓ પોતાને ઇર્ષા, ક્રોધ, તણાવોમાંથી હંમેશ માટે પકડ-મુક્ત કરવા માંગે છે. લોકો વિચારે છે કે બધું ગુમાવી દીધેલા લોકો સન્યાસ પસંદ કરે છે. ના. અલબત્ત, કેટલીક વખત ઘણી એવી વ્યક્તિઓ જેમને પોતાના જીવનથી શું કરવું તે જાણતા ના હોય તેવા સંન્યાસ સ્વીકારે છે, પરંતુ, આ સંન્યાસ નથી.
સંન્યાસ એ પ્રથમવાર સભાન બનવાનો પ્રયત્ન છે, તમારી આસપાસ જે કાંઈ થઇ રહ્યું છે, તે પ્રત્યે માનવી તરીકે સચેત બનવું. તમે અસ્તિત્વનો ભાગ છો. અસ્તિત્વ તેના પોતાના આયોજન મુજબ ગતિ કરે છે, તેના પોતાના સંગીત સાથે લયબદ્ધતાં જાળવે છે. સંન્યાસનું વિજ્ઞાન એટલે આ બધા સાથે તાલ મેળવવો. સંન્યાસ એ અસ્તિત્વના સ્તરનો સંબંધ છે. આખા અસ્તિત્વ સાથે લયબદ્ધ થવું. જીવનમાં સફળતા પામવાનો આ છે ટૂંકામાં ટૂંકો રસ્તો.
અસ્તિત્વના ગીતને સાંભળવા માટે તમારે સાચા અવકાશમાં ભ્રમણ કરવાનું શરૂ કરવું જોઈશે. તે અવકાશ શોધવા તમારે પ્રથમ તો જે કંઈ જાણો છો, તેને પડતું મૂકવું પડશે અને ઊંડી જાગ્રતતા સાથે ગીતને ધ્યાનપૂર્વક સાંભળવું પડશે. આમ કરવાથી એ તમને મળશે. એ અવકાશમાં જીવન પ્રવાહ એવો વહેશે. જાણે સાગર પ્રતિ નદીનો પ્રવાહ વહેતો હોય. આ સિવાયનો અન્ય કોઈ પણ માર્ગ લાંબો સમય લેશે.
જ્યારે જીવન વહેતી નદી સમાન બને છે ત્યારે તેણે સાગરમાં વિલીન થવાનું જ હોય છે. તે સિવાય બીજો કોઈ રસ્તો નથી. સંન્યાસ અસ્તિત્વના સ્વાભાવિક પ્રવાહ સાથે વહેતા રહેવાનું અને છેવટે તેમાં વિલીન થવાનું વિજ્ઞાન છે.
નદીની જેમ વહેતા રહો
નદીનું ગમન માત્ર સાગર પ્રતિ જ હોય છે તે કોઈ જગ્યાએ વચમાં રોકાઈ જતી નથી. સંન્યાસી માત્ર તેના પ્રબુદ્ધતાના ધ્યેય તરફજ આગળ વધે છે. તે અવરોધને ઓળખતો જ નથી. નદી આનંદ પૂર્વક વહ્યા કરે છે, પછી તેની અંદર ગમે તે વસ્તુઓ ફેંકવામાં આવે, નદીમાં ઘણી બધી વસ્તુઓ ફેંકવામાં આવે છે - ફૂલો, ડાળખીઓ, ખાદ્યપદાર્થો, પશુઓ, પક્ષીઓ, મૃત શરીરો, વિ. પરંતુ નદી તો વહેતી જ રહે છે, તે કશાની પણ પરવા કરતી નથી.
તે જ રીતે, સંન્યાસી આનંદ પૂર્વક ગતિમાન રહે છે, તે પણ તેના માર્ગમાં આવતી કોઈ પણ વસ્તુ અસ્પર્શીત રહે છે.
નદીનો પ્રવાહ નદીને તેના અવરોધોની ઉપરથી આગળ ખેંચે છે, તે સતત સંગીત સાથે ગૂંજતી રહે છે અને સાગર પ્રતિ ગતિ કરતી રહે છે. વૈશ્વિક બુદ્ધિમત્તા સંન્યાસીને માર્ગમા આવતા અવરોધોની ઉપરવટ ખેંચતી રહે છે, અને તે પોતાના છેવટ ના ધ્યેય પ્રતિ ગતિ કરે છે. તે જાણતો નથી કે તે અવરોધો શું છે. તેને માટે તો, એ આનંદના માર્ગે રાખેલા પગથિયા માત્ર જ છે.
એક જેન ગુરુને પૂછવામાં આવ્યું, “જેન શું છે?
તેણે જવાબ આપ્યો, “ચાલતા રહો,’’
સંન્યાસ એ તમારા જીવનમાં
તરત જ સત્યને જીવવાનો,
નિર્ણય સભાન છે.
ઝેન બૌદ્ધધર્મ સુંદર રીતે કહે છે, જીવન નદી જેવું છે જે વહે છે, દરેક સ્વરૂપને ભરે છે અને પોતાની મર્યાદાઓ તોડીને પોતાની તે સમર્થતાને વધારતી રહે છે. જીવનનું આ જ છે તત્વ અને સંન્યાસનું પણ. જીવનની ગતિ સાથે કાર્ય કરતાં શીખવું એટલે સંન્યાસ, ફીલસુફી કરવાનું નહિ. તે બળ છે, નહિ કે માત્ર સિદ્ધાંત. સાચા સંન્યાસી માટે જીવન માત્ર સાચી દિશામાં જ ગતિ કરે છે. આ ગતિ દરમ્યાન જ શીખવાની પ્રક્રિયા બને છે, અને કોઇ જુદી બાબત નથી.
સંન્યાસ એ બીજું કાંઇ નથી, પણ જીવનની પસાર થતી દરેક ક્ષણે સત્યનું સીધે સીધું જ અમલીકરણ કરવું એ સંન્યાસ છે. જગતમાં પૂરતું તત્ત્વજ્ઞાન છે પરંતુ તેનું પાલન કરનાર કોઇ જ નથી. સંન્યાસ એ તમારા જીવનમાં તરત જ સત્યને જીવવાનો નિર્ણય સભાન છે.
ઝેન ગુરુ તેમના શિષ્યને ખૂબ સુંદર રીતે કહે છે, “સત્યનો અભ્યાસ તત્ત્વજ્ઞાન તરીકે કરવો એનો અર્થ છે માત્ર ઉપદેશને યોગ્ય સાહિત્ય જ ભેગું કરવું. યાદ રાખો કે તમે જો સતત અમલ કરતા નહિ રહો તો તમારા સત્યનો પ્રકાશ અલોપ થઈ જશે.”
મહાવરો એ બીજું કાંઇ નથી પરંતુ સ્થગિત થયા વિના સતત સાચી દિશામાં વહ્યાં કરવું. સ્થગિતતાની સ્થિતિમાં પણ, પ્રવાહને ફરી ચાલુ કરવા છે. અવરોધની આસપાસ ગતિ થતી રહે છે. રોકાવાનું નથી.
સંન્યાસી સમર્પણની ભાવના સાથે અસ્તિત્વની પ્રજ્ઞા સાથે સતત વહેતો રહે છે. સમર્પણનો અર્થ અકર્મણ્યતા કે કર્મ ન કરવું એમ નથી. મારો અર્થ એ છે કે સમર્પણની ભાવના સાથે થતું કર્મ. તેમાં ક્યાંય રોકવાનું નથી. તેવી ક્ષણમાં તે સહજતાથી અને સમયની જરૂરિયાત પ્રમાણે રહે છે, જેને કહેવાય છે પ્રવાહિતા.
સંન્યાસ એ ત્યાગ નથી
સંન્યાસને હંમેશા ત્યાગ સાથે ખોટી રીતે જોડી દેવામાં આવ્યો છે. તમારે કોઇ બાબત છોડવાની જરૂર નથી. તમારે માત્ર એટલું સમજવું જોઇએ કે તમે આમાંની કેટલીક સંપત્તિના કામ ચલાઉ રખેવાળ(કસ્ટોડિયન) માત્ર જ છો, અને એ સંપત્તિ અસ્તિત્વનો જ એક ભાગ છે, જે રીતે તમે પોતે પણ છો. પછી તમારે કંઇ ત્યાગવાની જરૂર નથી, કારણ કે તમારું કશું છે જ નહિ. તમારે જો સંપત્તિમાંથી કોઈક ભાગ આપવો પણ પડે તો તમે ક્યારે એવું નહિ અનુભવો કે તમે આપી રહ્યા છો કે ગૂમાવી રહ્યા છો. માલિકીપણાના ભાવને કારણે જ, આવો પ્રશ્ન ઉભો થાય છે “મારાપણા” ની ભાવનાને કારણે જ.
સંન્યાસીએ ક્યારેય દુનિયા છોડવાની જરૂર નથી તે જ રીતે સંસારીએ ક્યારેય ત્યાગ કરતી વખતે ડરવાની જરૂર નથી. બસ, એક સીધી સમજ પૂરતી છે કે આ અસ્તિત્વ યોગ્ય સમયે આપે છે અને પાછું લઇ લે છે. પછી તમે જાણો છો કે જે કંઇ બને છે તે તે ક્ષણ પૂરતી યોગ્ય બાબત છે અને જીવન જે રીતે વહેવું જોઇએ એ રીતે વહેતું રહે છે. આને કારણે તમારી અને તમારી સંપત્તિ વચ્ચે એક માનસિક અંતર ઊભું થાય છે અને આ અંતરને કહેવાય છે ત્યાગ! તે માત્ર અંતર જ છે, માલિકીપણાની ભાવનામાં તિરાડ છે, બીજું કાંઇ નહિ. તેને સંન્યાસ ના સંદર્ભમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે.
નાની સંપત્તિ પ્રત્યે મમત્ત્વભાવ રાખતો નથી. તે એવું જ્ઞાન છે, જે સમજાવે છે કે સંપત્તિ પણ અસ્તિત્વનો એક આવિર્ભાવ માત્ર જ છે અને નહિ કે જીવનનું પોતાનું સારતત્વ.
સંન્યાસ એ આત્મહત્યા નથી. તે જ જીવન છે. સંન્યાસ એટલે, તમારી બહારથી અને તમારી અંદરથી ભવ્ય સુંદરતામાં જીવવું.
એક વાત સમજો, બાહ્ય સૌંદર્ય અને સંપત્તિ સંન્યાસમાર્ગના દુશ્મનો નથી. તે બન્ને તો પૂરક છે. સંન્યાસ તમારા બાહ્ય સૌંદર્ય અને સંપત્તિમાં આંતરિક સંપત્તિ અને સૌંદર્યનો ઉમેરો કરે છે. તે એવી પ્રજ્ઞા આપે છે, જેનાથી આપણે બાહ્ય સંપત્તિને અને સૌંદર્યને તેને લગતા કોઈપણ દુઃખમાં ફસાયા વિના સંભાળી શકીએ છીએ.
સંસાર અને સંન્યાસ
સંસારનો શાબ્દિક અર્થ છે આ દુનિયા અથવા તો જીવનનો માર્ગ. તે દુન્વવી જીવનને નિર્દેશે છે, જે જીવન-મરણ ના અનંત ચક્રને પેદા કરે છે.
કોઈપણ માર્ગ માં જવા માટે બે રસ્તા છે: કાં તો તમે સરસામાન અને લોકો સાથે જાવ અથવા તમારી જાતે એકલા જ જાવ. પહેલાં કિસ્સા તમારે લાંબો સમય રાહ જોવી પડશે. બીજા કિસ્સામાં, તમે માત્ર આજ મિનિટે પહોંચી શકો છો.
સંન્યાસ એવો નિર્ણય છે, જેમાં જતી વખતે કોઈ સરસામાન લઈ જવાનો નથી. તમારી પાસે બધું જ હોય છે, પરંતુ તે તમારે સાથે લઈ જવાનું નથી. જ્યારે તમે કશું લઈ જતાં નથી, ત્યારે અસ્તિત્વ તમને જે ક્ષણે જેની જરૂર છે, તેને તમારી પાસે લઇ આવે છે. તે છે સન્યાસ!
ભગવાન બુદ્ધ ના જીવન માંથી એક સુંદર વાર્તા છે:
એક દિવસ ભગવાન બુદ્ધના શિષ્યો તેમની આસપાસ ભેગા થયા અને તેમને સંન્યાસનું રહસ્ય શીખવવા કહ્યું. તેમણે તેમને એક વાર્તા કહી:
એક માણસ એક ટાપૂ પર એકલો રહેતો હતો. અચાનક તેને એવી લાગણી થઇ કે હવે તે ટાપૂ પરથી હટીને બીજે દૂર જવાનો સમય થયો છે. તેની પાસે હોડી ન હોતી. તો તેણે વૃક્ષની ડાળીઓથી, શાખાઓથી પાંદડાં કે જે કંઈ તેને મળ્યું તેનાથી એક નાવડી બનાવી, તે અત્યંત મુશ્કેલ પ્રવાસ હતો પરંતુ તેણે જેમ તેમ પાણી ઓળંગીને બીજે કિનારે પહોંચ્યો.
બુદ્ધે શિષ્યોને કહ્યું, "બીજે કિનારે પહોચ્યાં પછી શું તે માણસે નાવડીને રાખવી જોઈએ કે તેને કાઢી નાખવી જોઈએ ?
શિષ્યોએ જુદાં જુદાં જવાબો આપ્યા.
બુદ્ધે વાત ચાલુ રાખી, "સંન્યાસ ધારણ કરેલ વ્યક્તિ નાવડીને છોડી (ત્યાગી ) દે છે અને તે એવી સમજ સાથે કે ભવિષ્યમાં જ્યારે તેની જરૂર પડશે, ત્યારે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંસારી માણસ નાવડીને પોતાની પાસે જ રાખી લે છે જેથી તેણે કરેલી મહેનત નકામી ન જાય અને તે પણ ત્યારે જ્યારે તેણે પાછા ફરવાનો પ્રવાસ કરવાનો હોય!"
સંન્યાસી સમર્પણની ભાવના સાથે અસ્તિત્વની પ્રજ્ઞા સાથે એક નાની કરવા માટે તમારા પૈસા છોડ્યા!” સતત વહેતો રહે છે. વાર્તા:
ત્યાગનો અર્થ છે, સંપત્તિ ધારણ કરવી અને તે પણ બે સંન્યાસીઓ સાથે પ્રવાસ કરતા હતા. માલિકી ભાવના રાખ્યા વિના, તેમજ સંપત્તિથી અલગ તેમાનો એક સંપત્તિ ભેગી કરવામાં મક્કમ રીતે થવું અને તે પણ તેનાથી દૂર થયાના વિચાર વિના. નહિ માનતો હતો તે દ્વારા તે આધ્યાત્મિકતાની સાધના તો, બાહ્ય રીતે સંપત્તિને છોડવા માત્રથી તમે કશું જ કરતો હતો. બીજો સંન્યાસી ત્યાગના માર્ગને પામવાના નથી, તમે માત્ર પોતાનું “કંઇક” છોડ્યાનું મક્કમતાથી અનુસરતો હતો તેઓ જીવનના આ બે (બલિદાન કર્યાનું) દુઃખ જ અનુભવશો. “સંન્યાસ” એ માર્ગની ચર્ચા કરતા હતા. તેઓ જ્યારે ચર્ચા કરતા ‘મારાપણાં’થી દૂર ભાગવાનું (છટકવાનું) નથી. તે તો હતા ત્યારે રાતનો સમય થયો અને તેઓ નદી તટે ‘મારાથી’ પર થવાની સ્થિતિ છે, અને તે શક્ય બને છે, પહોંચ્યા. તેમને નદી ઓળંગવાની હતી. માત્ર યોગ્ય સમજ દ્વારા જ. તમે જો એ સમજ સાથે ત્યાગ કરશો તો તે ઠીક છે. નહિ તો, ‘મારાપણું’ તમે જે સંન્યાસી ત્યાગમાં માનતો હતો, તેની પાસે જ્યાં જશો ત્યાં તમારો પીછો કરશે. એટલું જ નહીં કે જો પૈસા ન હતા. તેણે કહ્યું, “આપણે પાસે નદી તમે ‘તમારા’નો ત્યાગ કરો છો એવા ખ્યાલ સાથે ત્યાગ ઓળંગવા માટેના પૈસા નથી, આપણે અહીં જ કરશો તો, તો તે સાચી ક્રિયા બને છે, પરંતુ ખોટા કારણ રાત પસાર કરીએ અને કાલે સવારે કોઈ આપણને માટે ! સંપત્તિનો બાહ્ય રીતે ત્યાગ કરવા થી જ માત્ર તમે નદી પાર સામે કિનારે લઈ જશે.” ક્યારેય સંન્યાસી થઈ શકો નહિ. સંન્યાસ એ આંતરિક મનોસ્થિતિમાં આવતો બદલાવ, નહિ કે બહારની બીજા સંન્યાસીએ જવાબ આપ્યો, “એ શક્ય ભૌતિક સ્થિતિનો કોઈ ફેરફાર સંન્યાસી થવા માટે બાહ્ય નથી. આપણે જો અહીં રાત રોકાઈશું. તો જંગલી રીતે સંપત્તિનો ત્યાગ કરવો એ સાચી ક્રિયા કરવા જેવું છે પ્રાણીઓ આપણને ખાઈ જશે. મારી પાસે પૈસા પરંતુ ખોટા કારણ માટે. છે. આપણે નાવિકને પૈસા આપી દઇએ અને નદી પસાર કરીએ.” સંપત્તિ અને સંન્યાસ એકબીજાથી અલગ નથી. હકીકતે તો, સંન્યાસ સંપત્તિને કોઇપણ ખામી વિના એ લોકોએ જેવી નદી સલામત રીતે પસાર કરી સર્જન કરવાની કળા અને વિજ્ઞાન છે. કે તેણે પોતાના સાથીદારને પૂછ્યું, “હવે તને સમજાયું પૈસાનું મૂલ્ય ? જો હું પણ તારી જેમ ત્યાગ તમે જો વૈદિક ગ્રંથો વાંચો તો તમને જણાશે કે તે ભાવનામાં માનનારો મનુષ્ય હોત તો આપણું શું માત્ર જીવનની ભરપૂરતાની જ વાત કરે છે. તે ક્યારેય થયું હોત? જીવનથી ભાગવાની શિક્ષા આપતા નથી. તેઓ શીખવે છે ધારણ કરેલી સંપત્તિ પરનો મમત્વ ભાવ શિથિલ પહેલા સંન્યાસીએ જવાબ આપ્યો, “તે કરવાનું, અને નહિ કે તેને છોડવાનું કે તેને નફરત તમારી ત્યાગ ભાવના હતી, જેણે આપણને નદી કરવાનું. સંન્યાસ એવી દ્રષ્ટિ છે, જે જીવનની વિશાળ પાર સલામત રીતે પહોચાડ્યા, તમે તે નદી પસાર ભરપૂરતાને સમગ્ર રીતે જોઈ શકે છે, અને તેથી તે તમારી સંન્યાસી નાવડીનો ઉપયોગ જીવનરૂપી સાગરને પાર કરવા માટે કરે છે. જ્યારે સંસારી નાવડીની જરૂરિયાત જે તે સમયે પૂરી થઈ જાય તો પણ છે, તે નાવડીને પોતાની સાથે લઈ જાય છે, તેને એટલી સમજ નથી કે તે તેને છોડી શકે છે. આજ તફાવત છે. જીવવાની આ બે અલગ અલગ રીતો છે. આમાં કશું ખરું કે ખોટું નથી.
હું તમને મને સંન્યાસનો અર્થ ‘કર્મ’ ના અનુસંધાનમાં સમજાવું છું. કારણ કે સંન્યાસ એ કર્મ પૂરાં કરવાનો ટૂંકો રસ્તો છે.
કર્મ તે બીજું કાંઇ નહિ પણ તમારા ભૂતકાળની અધૂરી રહેલી ક્રિયાઓ જ છે, જે તમને જન્મ લેવા અને તે દ્વારા તેમની પૂર્તિ કરવા માટે. વારંવાર ખેંચતી રહે છે. જીવન–મરણના ચક્રનું એજ તો છે ખરૂં કારણ. તેના કારણે તમારે આ જગતમાં અવાર નવાર જન્મ ધારણ કરવો પડે છે, જે જ્યાં સુધી તમારાં કર્મોની પૂર્તિ ન થાય.
કર્મના ત્રણ પ્રકાર છે: ‘સંચિત’, ‘પ્રારબ્ધ’ અને ‘આગમ્ય’. ‘સંચિત કર્મ તમારાં આગલા ઘણાં જન્મોના અપૂર્ણ કર્મોનો ભેગો થયેલો હિસાબ કિતાબ છે. પ્રારબ્ધ કર્મો તમે આ એક જન્મ દરમ્યાન તમારા સંચિત કર્મોનો એક નાનો ભાગ સાથે લાવો છો જેની તમારે આ જન્મ દરમ્યાન પૂર્તિ કરવાની હોય છે. જ્યારે જ્યારે તમે જન્મ ધારણ કરો છો ત્યારે તમે તમારી સાથે તમારા સંચિત કર્મોનો એક નાનો ભાગ પ્રારબ્ધ કર્મ તરીકે સાથે લાવો છો, જેની પૂર્તિ તમારે કરવાની તેમાં હોય છે. જેમાં તમારી અધૂરી ઇચ્છાઓ, લાલસાઓ, ક્રોધ, ભય, અને એવી બાબતો સામેલ હોય છે. ત્રીજું કર્મ જે ‘અગમ્ય કર્મ’ છે, તે નવા કર્મો છે, જે તમે આ જન્મમાં નવી અને અપૂર્ણ ક્રિયાઓને કારણે પેદા થાય છે.
છેવટે, આ ત્રણે વસ્તુઓ કરવાની જરૂર રહે છે જેથી
બધાં જ
કર્મોનું
સંપૂર્ણ રીતે
પૂર્તિ થાય.
પ્રથમ તો,
નવા
આગમ્ય
સંન્યાસી નાવડીનો ઉપયોગ
જીવનરૂપી સાગરને પાર કરવા
માટે કરે છે. જ્યારે સંસારી
નાવડીની જરૂરિયાત જે તે સમયે
પૂરી થઈ જાય તો પણ સાથે લઈ
જાય છે, તેને એટલી સમજ નથી
કે તે તેને છોડી શકે છે.
કર્મોને પેદા ન કરવા. કારણ કે તે માત્ર જૂના બેંક બેલેન્સ (જથ્થા)માં જ વધારો કરે છે અથવા તો આ જીવનને અંતે સંચિત કર્મોમાં જ વધારો કરે છે. બીજું, જે પ્રારબ્ધ કર્મોની સાથે તમે આ જીવનમાં આવ્યા છો, તેની પૂર્તિ થવી જોઇએ. તે પૂરાં થવા જોઇએ તે પણ આ જ જીવનમાં અને તે પણ કોઇ તેની પ્રકારની નિશાની છોડ્યા વિના. ત્રીજું, સંચિત કર્મોના જથ્થાને જ કોઇ પણ રીતે પૂરેપૂરો બાળી નાખવો જોઇએ, જેથી તમારા જન્મ ધારણ કરવાના ચક્કર ઘટી જાય. આમ ત્યારે જ બને છે, જ્યારે આ જીવનમાં નવા આગમ્ય કર્મ ભેગા કર્યા સિવાય પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરવામાં આવે.
જો પ્રારબ્ધ કર્મોની સાચી રીતે પૂર્તિ કરવામાં આવે તો આગમ્ય કર્મો પેદા થશે નહિ. જે બુદ્ધિ શક્તિ પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરે છે તે જ નવાં અગમ્ય કર્મો પેદા થવા નહિ દે. સંચિત કર્મો તો સ્વયં પ્રબુદ્ધ ગુરુની કૃપાથી જ નાશ પામશે.
હવે સ્પષ્ટ રીતે સમજો : જો પ્રારબ્ધ કર્મોનું તમારું ખેંચાણ તમારી બુદ્ધિમત્તા કરતાં વધુ પ્રબળ હોય, તો સંસાર જ તમારે માટે રસ્તો રહે છે. જો પ્રારબ્ધ કર્મો માટેનું તમારું ખેંચાણ તમારી બુદ્ધિશક્તિ કરતાં ઓછું હોય, તો તમારા માટેનો રસ્તો છે સંન્યાસ. સંન્યાસના માર્ગમાં તમારા પ્રારબ્ધ કર્મ પર તમારી બુદ્ધિશક્તિનો વિજય થાય છે અને તે તેના પર નિયંત્રણ કરે છે અને છેવટે તેની પૂર્તિ કરે છે. સંસારમાર્ગમાં જીવન તમને જુદા
જુદા રસ્તાઓ શીખવે અને તે રીતે તમે સેંકડો જન્મો દરમ્યાન તમારા પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરી શકો છો.
પતંજલિના “યોગસૂત્ર”માં પ્રબુદ્ધતા પ્રાપ્તિના આઠ અંગો વાળો માર્ગ (અષ્ટાંગ યોગ) બતાવાયો છે આ બધા જ આઠ ભાગોને એક સાથે પ્રયોજવાના છે. તેમાંના ત્રણ ભાગ છે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. પ્રત્યાહારનો અર્થ એ થાય છે કે મનને અંતઃર્મૂખ કરવું અને પાંચેય ઇન્દ્રિયોથી વિમુખ કરવું. બીજું છે ધારણા, જેમાં મનને અંતરઆત્મામાં લીન કરવાનું હોય છે. ત્રીજું છે ધ્યાન, મેડિટેશન.
પાંચ કર્મેન્દ્રિયોથી મનને પાછું ખેંચી લેવાનું ત્યારે જ શક્ય બની શકે, જ્યારે મન અંતરઆત્મામાં લીન થઇ જાય! ઉદાહરણ તરીકે, તમે તમારા પગને સીડીના નીચલા પગથિયેથી ત્યારે જ છૂટો કરી શકો, જ્યારે તમે તમારા બીજા પગને ઉપલે પગથિયે બરાબર ગોઠવી દો, શું એમ નથી થતું? તમે વૃક્ષની નીચલી ડાળીને ત્યારે જ છોડી દો છો, જ્યારે તમે ઉપરની ડાળીને પકડી લો છો. આપણે સૌ વિચારીએ છીએ કે માત્ર દુન્યવી લગાવોનો ત્યાગ કર્યા પછીજ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. ના! સત્ય એ છે કે માત્ર ભગવાનને પ્રાપ્ત કર્યા પછી જ તમે દુન્યવી બાબતોને ખંખેરી શકો છો.
તમે નિત્યાનંદનો અથવા અનંત દિવ્ય આનંદનો
અનુભવ કરો, પછી જ મિથ્યાનંદ અથવા દુન્યાવી
માયાઓને ફગાવી શકો છો.
જો તમે ઉપરના પગથિયા અંગે જાગ્રત હોવ અને તેના પર મક્કમ પણે વળગી રહી શકો છો તો જ તમે નીચલા પગથિયાને સરળતાથી છોડી શકશો. આ જાગ્રત અવસ્થાને જ “સંન્યાસ” કહે છે. તે ઉચ્ચ સ્થિતિ માટેની સમજ કેળવી તે પ્રત્યે ગતિ કરવાની અને સાથે નીચલી સ્થિતિને છોડવાની પ્રક્રિયા છે. તમે જેમ જેમ ગતિ કરો છો, તેમ તેમ ત્યાગ એક આડપેદાશની રીતે થતો જાય છે. કારણ કે તમે સભાન બનો છો કે તમારે ઉર્ધ્વ ગતિ કરવાની છે અને તે માટે તમારે તમારી જાત સિવાય બીજા કશાની જરૂર નથી પડવાની ! તમે તમારી સાથે જે કંઈ પણ લઈ જાઓ છો તે તમને ઊંચે ચઢવામાં મુશ્કેલી જ પેદા કરવાનું છે.
સંસારી ફર્યા કરે છે તેની માયાની પાછળ, તે સ્થળોની મુલાકાત લે છે અસ્તિત્વના સૌંદર્યને નીરખવા માટે. સંન્યાસી તેની આસપાસની દરેક બાબતને પહેલેથીજ દિવ્ય અને સુંદર હોય તે રીતે જુએ છે! તે જે જુવે છે તેનાથી આશ્ચર્ય પામે છે! જ્યારે સંસારી અંતઃર્ભાવ તરફ વળે છે, ત્યારે સંન્યાસી બને છે. જ્યાં સુધી તેને તે માટેની તીવ્ર ઇચ્છા ન જણાય ત્યાં સુધી જે કંઇ કરે છે, તે કરતા રહેવું જોઇએ. સંન્યાસી માટે તો તેનું મન સદાય આનંદમય હોય છે. તેને જે મળે છે તે તેણે પોતે ઇચ્છેલું જ હોય છે. તે હંમેશ અહોભાવ અને સહર્ષ સ્વીકારના ભાવમાં જીવ્યા કરે છે. સંસારી માટે તો મન ઘણાં બધાં સંઘર્ષોથી ભરેલું હોય છે. તે જે ઇચ્છે છે તે મેળવવા માટે પ્રયત્નો કરતો રહે છે. પોતાની બુદ્ધિ વડે, સંસારી માણસને એ સત્યનું ભાન થાય છે કે તેને એ જ પ્રાપ્ત થાય છે જેની તેને જે ક્ષણે જરૂર છે અને જે તેની અંતિમ પરિપૂર્ણતા માટે છે.
સંસારીને નિસ્બત છે ભૌતિક વસ્તુઓ સાથે અને જીવનને પોતાની મર્યાદાઓ સાથે જીવવામાં સંન્યાસીને મૃત્યુ વિશે ચિંતા છે એ બાબતોના મૃત્યુની જે તે પોતે નથી. જેમકે અહંકાર, માલીકી ભાવ, લાલચ, ક્રોધ, ભય, ઇર્ષા અને અસંતોષ. તે જાણે છે કે તે આ બધાથી પર છે. તેની આખી શોધ આ ખોળવા માટેની જ છે, કારણ કે એક વખત જો તે આ શોધી લે, તો તેને સીડીનું ઉપલું પગથીયું મળી જાય છે અને તે સાથે તે નીચલું પગથીયું છોડી શકે છે, જ્યાં આ બધી લાગણીઓ અને દુન્યવી વસ્તુઓની સતત ધક્કામુક્કી જ થતી રહે છે.
સંન્યાસ એ એવી ખોજ છે, જે દ્વારા એક પ્રશ્ન, ‘હું કોણ છું?’ નો જવાબ મેળવાય છે. સંન્યાસી તેની સઘળી શક્તિ તેમાં લગાવી દે છે, જેથી તે આ પ્રશ્નનો જવાબ મેળવી શકે. જો લોકો તમને પૂછે કે, ‘‘તમે કોણ છો?’’ તમે સામાન્ય રીતે ઉત્તર આપશો, ‘‘હું ફલાણી વ્યક્તિનો પુત્ર છું, એન્જિનિયર છું, પ્રોફેસર છું.’’ પરંતુ આ શબ્દો તમને તમારો આ વિશ્વ સાથેનો સંબંધનો નિર્દેશ કરે છે. જો આ વિશ્વ હોય જ નહીંતો પછી તમે કોણ છો ?
આપણા મહાન પ્રબુદ્ધ ગુરૂઓ જેમણે વિશ્વના ધર્મોની સ્થાપના કરી છે, તેમણે વારંવાર કહ્યું છે કે,‘અહં બ્રહ્માસ્મિ’- હિન્દુ તત્ત્વજ્ઞાન પ્રમાણે તેનો અર્થ થાય છે હું જ ‘તે’ છું. અથવા ‘તમે સ્થિર રહો અને જાણો તમે જ ઈશ્વર છો,” એમ ખ્રિસ્તીયન પરંપરા પ્રમાણે, અથવા ‘અનલ-હક’ જેનો અર્થ થાય છે ‘હું જ સત્ય છું” તે ઈસ્લામ તત્ત્વજ્ઞાન પ્રમાણે તમે જ ભગવાન છો એવો અનુભવ કરવો એજ માનવ જીવનનો હેતુ છે.
એક વખત જો આ હેતૂનો અનુભવ થાય છે, તો આ બધાં મહાન ગુરૂઓ જે વિશે વાત કરે છે તે અંતરનો આનંદ સ્ફૂરણા પામે છે. પછી જ તમે સમજો છો કે આ બહારની દુનિયા એક સુંદર રંગમંચ છે જ્યાં દિવ્ય નાટક ભજવાય છે. પછી દુનિયાની બધી જ મુશ્કેલીઓથી છેવટે મુક્તિ મળી જાય છે. તમે કરો છો, છતાં તમે કરતા નથી, તમે બોલો છો અને છતાંય તમે મૌન છો. તમે રડો છો અને છતાંય તમે રડતા નથી. તમે જે કાંઇ કરો છો, તેનાથી તમારો અંતરઆત્મા અલિપ્ત રહે છે તમે અનંત દિવ્ય આનંદમાં મગ્ન રહો છો. -નિત્યાનંદમાં
સમસ્યા એ છે કે, લોકો સામાન્ય રીતે વિચારે છે કે સંન્યાસ દુન્યાવી જીવનમાં ખલેલરૂપ છે. તેઓ સમજે છે કે સંન્યાસ એક ગંભીર ભાવ છે. ના! સંન્યાસ તો એવી ગુણવત્તાથી જીવવાની રીત છે, જેનાથી જીવન પૂર્ણપણે જીવાય છે. ગંભીરતા વ્યક્તિને પોતાના જીવનને પૂર્ણ શક્તિ સાથે જીવવામાં ક્યારેય મદદરૂપ થતી નથી. આમાં મદદરૂપ થાય છે. જીવન પ્રત્યે નિષ્ઠા અને હાસ્ય. હાસ્ય જ સૌથી મહાન આધ્યાત્મિક ગુણવત્તા છે.
ગુરુ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. તેઓ ખીલવાના મૂડમાં હતા અને તેમના શિષ્યોએ નક્કી કર્યું કે તેમને પૂછવું કે તેઓ આ દિવ્ય સ્થિતિએ પહોંચવા માટે કેવી સ્થિતિઓમાંથી પસાર થયા હતા.
ગુરુએ સુંદર રીતે તે સમજાવ્યું...
“ઇશ્વરે મારો હાથ ઝાલ્યો અને પહેલાં તો કર્મભૂમિમાં લઇ ગયા, ત્યાં હું ઘણાં વર્ષો રહ્યો. તે પછી ઇશ્વર પાછા આવ્યા અને દુઃખની ભૂમિમાં લઇ ગયા. હું ઘણા ઊંડા દુઃખ અનુભવતો રહ્યો પરંતુ છેવટે તેમાંથી બહાર આવ્યો. મને સારું લાગ્યું તે પછી અચાનક મેં જોયું કે ઇશ્વરે મને પ્રેમની ભૂમિમાં મૂકી દીધો છે. હું બળતી લાગણીઓમાંથી પસાર થયો અને મારી જાતને પૂરેપૂરી શુદ્ધ થયેલી જોઈ. તે પછી તે મને મૌનની દુનિયામાં લઇ ગયા, ત્યાં હું શીખ્યો જીવન મૃત્યુના રહસ્યો.’
શિષ્યોએ પૂછ્યું, “શું આપની શોધની એ છેવટની સ્થિતિ હતી?”
ગુરુજીએ કહ્યું, “ના, એક દિવસ ઇશ્વરે કહ્યું, આજે હું તને મારા હૃદય સુધી લઇ જઇશ અને તે પછી તેઓ મને હાસ્યની દુનિયામાં લઇ ગયા.”
સંન્યાસ તમારી મૂળભૂત શક્તિ છે, તો પછી તે કોઇપણ બાબતે રુકાવટ કઇ રીતે થઇ શકે? એટલું જ નહિ, સંન્યાસની શક્તિને કારણે તો તમે હંમેશા યુવાન રહો છો. સંન્યાસની શક્તિ વડે તમે જીવનમાં ઉભાં થતાં પડકારનો સામનો કરવા તૈયાર રહો છો.
લોકો મને પૂછે છે, “આપણે સંસારમાં જ સંન્યાસીની જાગ્રત અવસ્થા સાથે એ કેમ નથી રહી શકતા”? તમે સમજો, માણસનો સ્વભાવ એવો છે કે, જ્યાં સુધી સભાનપણે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેની ચેતનામાં કાયમી પરિવર્તન લાવવું મુશ્કેલ બને છે. સન્યાસ એ ચેતનામાં બદલાવ લાવવા માટે જાગ્રતભાવે લેવાયેલો નિર્ણય છે. સંન્યાસ એ જાગ્રતભાવે લીધેલો નિર્ણય છે, તેથી જ સંન્યાસ લેવો પડે છે. એક જાગ્રત નિર્ણય સાથે જાગ્રતાવસ્થા સતત રહે છે.
સતત જાગ્રતાવસ્થા પાછા લપસી પડવાની શક્યતાને ઘટાડી દે છે. તેના વિના, બીજી કોઇ એવી બાબત નથી જે પોતાનો માર્ગ પકડી રાખવા માટે વ્યક્તિને બંધનમાં રાખે તેમાં લપસી પડવાનું ઘણું સહેલું બની જાય છે.
સંન્યાસ લીધા પછી તમે જે કંઇ કાર્યસન્યાસમાં તમે કરતા હો છો તે કરવાનું ચાલુ રાખો છો પરંતુ તમે કાર્ય ઘણી વધારે સારી રીતે કરો છો. સન્યાસ સાથે તમે દરેક બાબતોનું અવલોકન કરવાનું શરૂ કરો છો. તમે સાક્ષી બની જાવ છો. આ સાક્ષી ભાવને કારણે તમારી અને બીજી વ્યક્તિની વચ્ચે એક અવકાશ સર્જાય છે. આ અવકાશની ‘ત્યાગ’ તરીકે ગેરસમજ થાય છે. જો તમે ધ્યાનમાં લેશો, તો તમને ખ્યાલ આવશે કે આ અવકાશ પહેલાં નહોતો. દરેક એક બીજાને ગૂંગળાવી રહ્યા હતા. હવે વચ્ચે અવકાશ છે. આ અવકાશ અંતરનો નથી પરંતુ એ જાગૃતતાનો અવકાશ છે.
સન્યાસ પણ ભીતરી પુરુષ અથવા ભીતરી સ્ત્રીના બોજ વગર જીવવું જ છે. ભીતરી સ્ત્રી અથવા ભીતરી પુરુષનો અર્થ શુ છે ? એ તમારા મનમાં છૂપાયેલી વાસના સિવાય બીજું કશું જ નથી, એ તમે તમારા મનમાં પેદા કરેલી માયાજાળ છે. તંત્રમાં શિવ સુંદર રીતે કહે છે, “એક પુરુષ જેણે પોતાની સુંદર, ભીંતરી સ્ત્રીને ત્યાગી દીધી છે. એ સન્યાસી છે, પછી ભલે તે હજુ પણ તેના કુટુંબમાં જ રહેતો હોય.”
સામીબાજુ જો સ્ત્રી વિશેનો વિચાર સંન્યાસીના મનમાં ચાલુ જ રહે છે, તો તેને સન્યાસી કહી શકાય નહિ. આ જ માપદંડ છે માપવાનો કે વ્યક્તિ સંન્યાસી છે કે નહિ.
ભગવાન બુદ્ધના ઉપદેશમાં ચાર ઉમદા સત્યો છે. તેમાં નું બીજું સત્ય દુઃખના કારણ પ્રતિ નિર્દેશ કરે છે. તેઓ સુંદર રીતે કહે છે કે દુઃખ તે કારણે છે કે આપણે દરેક ક્ષણે જીવન પાસે માંગણી કર્યા કરીએ છીએ. તે એવું છે કે આપણે કેળાના વૃક્ષ પાસે કેરી ધારણ કરવાની માંગણી કરીએ છીએ! આપણને આ ટેવ બાબત ત્યારે જ સમજાશે, જ્યારે આપણે જાગ્રતાવસ્થા લાવીશું.
તેટલું જ નહિ, તમે જ્યારે નિરીક્ષણ કરો છો, ત્યારે સંબંધમાં કેવા વહેવાર થાય છે તે ચોક્સાઇ થી દેખાય છે. તમે જોઇ શકો છો કે કેવી રીતે અપેક્ષાઓ આખી બાબતને આગળ ચલાવે છે. દરેક બાબતમાં ગુપ્ત ઉદ્દેશ દેખાવા માંડે છે.
સંન્યાસીની જવાબદારી
સંન્યાસી બાબતે એક ખૂબ ઓછું જાણીતું સત્ય છે, તે છે સંન્યાસી સમગ્ર અસ્તિત્વ માટેની જવાબદારી વહન કરે છે. તેના કુટુંબ અને બાકીના વિશ્વ વચ્ચેનો તફાવત તે જાણતો નથી. તેને માટે બધા જ સરખા છે. તે જે કોઈ તેના માર્ગે આવે તેને માટે મુક્તિની ઇચ્છા રાખે છે. બીજી તરફ, સંસારી એક કુટુંબની જ જવાબદારી ઉપાડે છે અથવા તો થોડી એક સંસ્થાઓ માટે જવાબદારી લે છે. આ જવાબદારી લેવાનું હંમેશા કોઈ એક ચોક્કસ કારણ માટે હોય છે. તે કાં તો સેવા કરવાની આબરૂ ભેગી કરવા માટે હોય છે અથવા તો તેની આસપાસના લોકો સાથે સરળતાથી સહજીવન ગાળવા માટે હોય છે. કાં તો કોઈ ઉપકારનો બદલો વાળવા માટે કરવામાં આવે છે.
સંન્યાસીની જવાબદારી તદ્દન જુદા પ્રકારની તદ્દન છે. તેને માટે આખું વિશ્વ તેનું કુટુંબ છે. તેને દોરનાર કોઈ ઉપકાર નથી. તેની જવાબદારીની ભાવના તેની સંપૂર્ણ આંતરિક અવકાશની ગુણવત્તામાંથી જ બનતી હોય છે બીજી તરફ સંસારી વ્યક્તિ પણ જીવનના જે તે સમયે પોતાની દરેક જવાબદારી નિભાવીને આરામ લઇ શકે છે. સંન્યાસી સતત કામ કરે છે, કારણ કે લોકોને તેમના જીવનમાં સત્યની જરૂરિયાત સતત પડતી રહે છે.
સંન્યાસ સમૃદ્ધ સંબંધોમાં સ્થિત છે. લોકો વિચારે છે કે સંન્યાસી સંબંધોથી દૂર ભાગે છે. એક વખત જ્યારે હું કોલેજમાં વિદ્યાર્થીઓના સમુદાય ને સંબોધી રહ્યો હતો, ત્યારે યુવાન છોકરીએ મને પૂછ્યું, “શું પ્રેમમાં મળેલી નિષ્ફળતા તમારા સંન્યાસી બનવાનું કારણ છે?’’
મેં તેને કહ્યું, “એ પ્રેમની સફળતા હતી જેણે મને સંન્યાસી બનવાનું કારણ આપ્યું!’’ ખરેખર તો સંન્યાસ એવી વસ્તુ છે જે તમને સાચા પ્રેમ માટે કોમળ બનાવે છે, તે એવો પ્રેમ જે કોઈ એક વ્યક્તિ માટે નથી પરંતુ આખા અસ્તિત્વ પ્રત્યેનો છે.
સામાન્ય પ્રેમ કારણ સાથે પેદા થાય સંન્યાસી સમગ્ર અસ્તિત્વ માટેની જવાબદારી વહન કરે છે. તેના કુટુંબ અને બાકીના વિશ્વ વચ્ચેનો તફાવત તે જાણતો નથી. છે, અથવા તો કોઇ લાલસા સાથે. સાચો પ્રેમ કોઈ કારણ જોતો નથી, તે તો માત્ર કારણ વિના એમ જ અસ્તિત્વમાંની દરેક બાબત તરફ ઊભરાઇને વહેતી શક્તિ છે.
હકીકતમાં, સંન્યાસ એ રાજાની જેમ જીવાતું જીવન છે. સંન્યાસી એ રાજા જેવા જીવનની શરૂઆત છે, કારણ કે તમે તમારા સઘળાં દુઃખોથી તમારી જાતને સાફ કરી નાંખી હોય છે, પછી એ દરેક વસ્તુ મેળવી લીધી હોય છે. જે તમને ક્યારેય મળી શકે છે! તમને ઘણું બધું મળે છે, જે એક સંપત્તિ તમને આપી શકે તે કરતાં ઘણું બધું છે.
સંન્યાસી અસ્તિત્વની અનંત સમૃદ્ધિને ઓળખે છે. તેની દૃષ્ટિ સમુદ્ર સમાન વિશાળ છે. તે સંકુચિત દ્રષ્ટિકોણમાં ભેરવાઇ પડતો નથી. તે સંપૂર્ણ અસ્તિત્વને એક તરીકે જુએ છે. તે પોતાને આખા અસ્તિત્વનો એક ભાગ સમજે છે. તેથી જ સમૃદ્ધ છે. જે સમૃદ્ધ વ્યક્તિ એમ સમજે છે કે તે કેટલાક એકર જમીનનો માલિક છે, તે ખરેખર સમૃદ્ધ નથી. જે સંપૂર્ણ અસ્તિત્વના ભરપૂરપણાને અનુભવે છે એ વ્યક્તિ ખરેખર સમૃદ્ધ છે.
સમજો કે મૂળમાં તો, “સમૃદ્ધ’’ શબ્દ નું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. થોડા ઘણા બંગલામાં આનંદ પ્રમોદ કરતી વ્યક્તિ સમૃદ્ધ કઇ રીતે હોઇ શકે ? તે થઈ જ ના શકે! સમૃદ્ધ માણસ એ છે કે જે તેની આસપાસ રહેલી દરેક બાબતોનો સતત આનંદ માણતો રહે છે. તેની સમૃદ્ધિ સમગ્ર અસ્તિત્વની સમૃદ્ધિ છે.
સાકલ્ય સાથે જીવવા માટે કોઈપણ બાબતનો ભોગ આપવા માટેની હિંમતની જરૂર પડે છે.
એકસૂત્રતા-સંન્યાસીનો ગુણ
'તપ' શબ્દનો અર્થ બીજો કશો નથી, તેનો અર્થ છે, તમારી જાતને એકસૂત્રી બનાવવી અને તમારી જાતને અખંડ હસ્તી બનાવવી. તમે કદાચ પૂછશો, “શું અમે એવા અત્યારે નથી?” તમે જો નજદીકથી જોશો, તો તમને જણાશે કે આપણે જુદી જુદી હસ્તીઓ તરીકે જીવીએ છીએ. એક તરીકે ક્યારેય પણ નહિ. આપણા જીવનમાં બીજું બધુંજ છે, સિવાય કે એકસૂત્રતા.
તમે જો અંતરમાં ઊંડી નજર કરો તો તમને સમજાશે કે તમારી અંદર સેંકડો એવા અવાજો છે જે સતત તમારી અંદર વાતો કરતા રહે છે. એક ક્ષણે મન કહે છે, “ચાલો આપણે આ કરીએ,” તો બીજી જ ક્ષણે એવો વિચાર ઉદ્ભવશે કે, “ના, આપણે તે નહીં કરીએ!” તેની આડ અસરો વિશે વિચાર કર્યા પછી અને પાછળથી થતી અસરો વિશે વિચારતા મન આમ તેમ ડોલવા માંડે છે.
મનના વિખરાઇ ગયેલા ભાગોનો સમન્વય કરવો એ જીવનનો સાર છે. લાગણીઓનો અને મનનો સમન્વય કરવો, તમારા ચહેરા અને મનનો સમન્વય સાધવો, એ વાતની ખાત્રી કરાવવી કે તમારું મન જે વિચારે છે, તે જ વાત તમારો ચહેરો દર્શાવે છે. આ જ જીવનનો સાર છે.
તમે જો મહાન વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરો અને તેમના બધાના જીવનમાં પાયાનો સાર શોધવા પ્રયત્ન કરો, તો તમને જણાશે કે તે જ્ઞાન નથી કે નથી ભક્તિ. તે તો છે સમન્વય! તેઓએ જે માન્યું તેવું જ તે જીવ્યા. માત્ર એટલું જ! તેમનો સમન્વય નક્કર હતો. તેઓ તેમના જીવનનું બલિદાન આપવા તૈયાર થાય, પણ તેમની પ્રામાણિકતા તો ક્યારેય નહિ.
ચૈતન્ય મહાપ્રભુ જેઓ ભારતના પ્રબુદ્ધ ગુરૂ હતા, તેઓ શેરીઓમાં ફરતા હતા અને માત્ર ભક્તિભાવના ગીતો ગાતા હતા. તેમણે બીજા શું કહેશે તેની ક્યારેય પરવા કરી નહિ. તેમણે જે અનુભવ્યું તેજ તેમણે ઉચ્ચાર્યું. આ રીતના વ્યક્તિ થવા માટે કોઈપણ બલિદાનની આપવાની ઊંડી ભાવનાની જરૂર પડે છે. સાકલ્ય સાથે જીવવા માટે કોઈપણ બાબતનો ભોગ આપવા માટેની હિંમતની જરૂર પડે છે.
તેથી જ આ મહાન વિભૂતિઓએ તેમના જીવનમાં જે કાંઈ પણ કર્યું તે સર્વશ્રેષ્ઠ માંગલ્યમાં રૂપાંતરિત થયું! તેમણે જે કાંઈ કર્યું. તે તેમની ઊંડી નિષ્ઠા અને ભક્તિ સાથે સમન્વિત થવા માટેના જ પ્રયત્નો હતા. પોતાની જાતને સંપૂર્ણ રીતે સમન્વિત કરવાના ભારે પ્રયત્નોને જ પૂરું ‘તપ’ કહેવાય છે. તપ હંમેશા માંગલ્યમાં પરિણમે છે. તમારા જીવનમાં આખો વખત અસંખ્ય બાબતો બનતી રહેશે. તે બધી જ વસ્તુઓને સહન કરવી અને તે સાથે તમારો સમન્વય વધુ ગાઢ બનાવવો તેને ‘તપ’ કહેવાય છે. બીજી બાજુ, તમે જો જીવનની ઘટનાઓથી તમે પોતાને અસ્થિર થવા દો છો, તો તમે છેવટે અવકૃપાજ મેળવો છો. તમે ક્યાં રસ્તે જવા માંગો છો, તે તમારા પર આધારિત છે.
આદિ શંકરાચાર્યજી ભારતના એન્લાઇટેન્ડ માસ્ટર હતા. યુવાન બાળક તરીકે તેઓ એક વખત મૂંઝવણમાં પડ્યા કે તેઓ સંન્યાસના માર્ગે ક્યારે જવા ઇચ્છતા હતા. તેઓ તેમની માતાની સંમતિ લઇ ઘર છોડવા ઇચ્છતા હતા. પરંતુ તે તેમને જવા દેવા ઇચ્છતી ન હતીં.
એક દિવસ તેઓ નદીમાં નાહવા ગયા. અચાનક, તેમની માતાએ તેમને મદદ માટે મોટેથી બૂમો પાડતા સાંભળ્યા. તેણી ત્યાં દોડી ગઇ જોયું કે
સન્યાસ એ છેવટનો જુગાર છે
એક મગરે તેના છોકરાનો પગ પકડી લીધો છે, અને તે મુક્ત થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
અચાનક તેમને એક વિચાર ઝબક્યો અને તેમણે તેમની માતાને બૂમ પાડી "ઓ માતા તમે જો મને સંન્યાસી બનવાની સંમત્તિ આપશો તો હું આ મગરની પકડમાંથી મુક્ત થઈશ અને મારું જીવન જીવવાનું ચાલુ રહેશે. ''
માતાને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું તે કેવી રીતે થાય? તેમણે સમજાવ્યું, “વેદોમાં કહ્યા પ્રમાણે જો હું નવા આશ્રમમાં પ્રવેશ કરું છું, જીવનના નવા તબક્કામાં પ્રવેશું છું, તો તે નવા જન્મ ધારણ કરવા બરાબર જ છે. જો તમે મને સંન્યાસાવસ્થામાં પ્રવેશવાની સંમતિ આપો તો કદાચ ઈશ્વર મને જીવનનો નવો તબક્કો જીવવાની આજ્ઞા આપે!”
માતા પૂર્ણપણે લાચાર હતા. તેમણે તરત જ તેમનું મન મક્કમ કર્યું, કે પુત્રને મરેલો જોવા એના કરતાં સન્યાસી તરીકે જોવો વધારે સારું રહેશે. તેણી તરત જ સંમત થઈ ગઈ.
મગરે તરત જ પકડ ઢીલી કરી! ઘણા આનંદ સાથે આદિ શંકરાચાર્ય તેમની માતા પાસે દોડી ગયા, તેઓ જે સત્યની શોધમાં હતા તે સત્ય તેમણે તે જ ક્ષણે જીવી લીધું હતું... અને તે કામ કરી ગયું હતું.
જુઓ, અહીં ત્રણ બાબતો છે :
સત્ય વિશે વિચારવું
સત્ય ઉચ્ચારવું
સત્ય જીવવું
આમાંના પહેલા બેનું પાલન કરવું સહેલુ છે. પરંતુ ત્રીજું, દરેક સમયે સત્યપૂર્વક જીવવું તે મુશ્કેલ છે. તે ઘણું જ વિરલ છે. સંન્યાસ એવી હિંમત છે, જેનાથી આપણે જે સત્ય વિચારીએ છીએ તે મુજબ જીવન જીવાય છે. આપણે સત્ય બોલવાને મહત્વ આપીએ છીએ. પરંતુ સત્યપૂર્વક જીવન જીવવું તે સૌથી વધારે મહત્વનું છે. તમે જો તમારા સત્ય સાથે જીવવાની શરૂઆત કરો છો, તો તમારા પોતાના વિશેનું સન્માન વધી જશે. આ જ છે તેની સુંદરતા.
તમે જ્યારે સાકલ્ય સાધો છો અને સત્યપૂર્વક જીવન જીવો છો તો તમે ઢોંગ કે દેખાડાપણાને પડતા મૂકો છો. ઢોંગ એવી વૃત્તિ છે, તમે જે નથી તે હોવાનો દેખાવ કરો છો. ઢોંગ ઘણી જગ્યાએ તમારી જાતને છૂપાવવા માટે કરાય છે, જેથી લોકો તમે ખરેખર કોણ છો તે જોઈ ના શકે. તમારામાં જે ટૂકડા પડેલા છે તે એકબીજા પર હાવી થાય છે અને તેનાથી તે તમને ઢોંગી બનાવે છે. તમે જ્યારે તમારા પોતાના ટૂકડા સાથે લડો છો અને જીતો છો. તમે ‘ધીર’ એટલે ધીરજવાન છો. હિંમતવાન છો અન્યો સાથે લડવું અને જીતવું એ સહેલું છે, જેમાં તમે વીર છો, યોદ્ધા છો. પરંતુ પોતાની જાત સાથે લડવા માટે વધારે હિંમતની જરૂર પડે છે. જ્યાં સુધી તમે તમારા જીવનથી કંટાળી જશો નહિ, ત્યાં સુધી લડશો નહિ. તમે જ્યારે કંટાળી જાવ છો, ત્યારે જ તમે સ્વીકારો છો કે તમારે હવે લડત શરૂ કરવી જોઈએ.
એક વખત તમે એક સૂત્રિત બની જાવ છો, એટલે તમે પહેલી વાર જાણો છો કે તમે ખરેખર કોણ છો. બધાં જ મહોરા ખરી પડે છે. તમે તમારી જાતને ખુલ્લી મૂકવા તૈયાર હો છો. તમે વધારે ભરોસાયુક્ત બનો છો. તમને અચાનક ખ્યાલ આવે છે કે તમે તમારે કારણે જ જીવનમાં ઘણી ચીજો ગૂમાવી ચૂક્યા હતા! સંન્યાસ એ વધારે ખાતરી લાયક થવા માટેની પ્રક્રિયા છે. હું જ્યારે કહું છું ખાતરી લાયક, ત્યારે મારો અર્થ છે કે તમે તમારા બાહ્ય વ્યક્તિત્વને બદલે તમારી વ્યક્તિગતતા વિકરણીત કરો છો. ટૂકડાઓ સાથે તમે વ્યક્તિત્વ છો. એક સૂત્રતા સાથે, તમે વ્યક્તિગતતા છો. વ્યક્તિગતતા એટલે તમારી વિશ્વાસપાત્રતાને તમારી પોતાની આંખોથી જોવી. વ્યક્તિત્વ સમાજની આંખોમાં ઊભી થયેલી તમારી છબી છે. માસ્ટરનું કાર્ય તમારામાં અવકાશ પેદા કરવાનું છે. જ્યાં તમારે તમારા વ્યક્તિત્વનું જતન કરવાનું નથી, જ્યાં તમે સ્વતંત્ર રહી શકો છો, ત્યાં બસ, સમજ જ જીવનમાં પરિવર્તન પેદા કરી શકે છે.
ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને કહેતા, "તમારા જીવનની ઉંમરની ગણતરી તમે સંન્યાસ લીધો હતો તે પછીના વર્ષથી જ કરો.
કોઇએ મને પૂછ્યું કે શું બ્રહ્મચર્ય કે સંન્યાસની પ્રતિજ્ઞા લેવાથી પ્રબુદ્ધતા તરફ જઇ શકાય છે. પ્રતિજ્ઞા લીધી હોય અને તેથી પ્રબુદ્ધતા તરફ ગતિ થાય કે નહિં તે તો ગૌણ બાબત છે. પરંતુ તમે જો આ પ્રતિજ્ઞાનું માત્ર એક મહિના પૂરતું કડક પાલન કરો છો અને તે પણ સફળતાપૂર્વક, તો તમને તમારા માટે જે સન્માન છે તે અનેકગણું વધી જશે. તે જ પૂરતું છે. તેને કહે છે "અશક્ય સાધના" અથવા દેખીતી રીતે અશક્ય લાગતું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું. જેના વિશે તમારું મન કહે કે આ તમે કરી શકશો નહિ, તે જ તમે કરી બતાવો છો. અગ્નિ પર ચાલવા જેવી ટેકનીકો આ કક્ષામાં આવે છે. સામાન્ય રીતે તમારું મન કહેશે કે તમે અગ્નિ પર ચાલી શકતા નથી. તમે જો એક વખત તે કરો, તો તમને તમારી જાત માટે જે સન્માન છે, તે વધી જશે! તે પછી તમે સમન્વયમાં આવી જશો.
સમન્વયને બે રીતે સમજવાની જરૂર છે.
પ્રથમ ભાગ છે, મનના એકબીજા સામે યુદ્ધે ચઢેલ ભાગોનો એકત્વમાં સમન્વય કરવો. જુઓ, મનની હાલકડોલકમાં દશામાં, આખું જીવન વ્યર્થ બની જાય છે. તમે જો કોઇ એક માર્ગને અનુસરો છો, તો તમે તેને પ્રાપ્ત કરશો. ઉદાહરણ તરીકે, તમારે બેંગલોર પહોંચવાના બે રસ્તા છે. એક રસ્તો છે ૩૦ કિલોમીટરના અંતરનો, જ્યારે બીજો રસ્તો છે ૩૦,૦૦૦ કિલોમીટરના અંતરનો તમે આ બે રસ્તા વચ્ચે કયો પસંદ કરવો એ બાબત આમ તેમ થાઓ છો, તો અનિર્ણિત અવસ્થામાં રહો છો. તમે જો કોઇ એક રસ્તો પકડો અને તેમાં આગળ વધો તો તમે બેંગલોર તો પહોંચશો જ.
પરંતુ તમે જો અનિર્ણિત દશામાં આમ તેમ ડોલતા રહેશો, તમે જો એક રસ્તે અડધો કલાક માટે જશો અને પછી તમારું મન બદલી નાખશો અને પછી બીજા રસ્તે બીજા અડધા કલાક માટે જશો, તો શું થશે? તમે ક્યારેય બેંગલોર પહોંચી નહિ શકો ! તમે જો છેવટે એમ પણ નક્કી કરો મારે ૩૦,૦૦૦ કિલોમીટરવાળો રસ્તો લેવો છે, તો તમે બેંગલોર તો પહોંચશો જ, પછી ભલે તે તમારા માટે એક વર્ષનો સમય લે! પરંતુ જો તમે આ બે રસ્તા વચ્ચે અનિર્ણિત દશામાં હાલકડોલક થતા, રહેશો, તો ત્રીસ વર્ષે પણ તમે બેંગલોર નહિ પહોંચો.
તમે લીધેલો માર્ગ ખોટો પણ હોય, જે કોઇ એકસૂત્રતા સાથે આગળ વધે છે, તે આપમેળે સાચા રસ્તે આવી જાય છે. તે એ મેળવે જ છે જે તેણે મેળવવું જરૂરી છે. આ પૃથ્વીગ્રહ પર માત્ર બે પ્રકારના લોકો છે - જેઓ એકસૂત્રતા સાથે જીવે છે અને જેઓ એકસૂત્રતા સાથે નથી જીવતાં. માત્ર એટલું જ! વ્યક્તિને માપવાનો માપદંડ તે ક્યા રસ્તે ગયો છે તે નથી, પરંતુ તે એકસૂત્રતા સાથે જીવ્યો છે કે નહિં તે છે.
એકસૂત્રતા તમારી માન્યતા પ્રમાણે જીવવા માટેની તાકાત છે, પછી ભલે ગમે તે થાય.
બીજી વાત, બાહ્ય અસરોમાં મંદ ન પડી જવું તે પણ એકસૂત્રતા છે. એ ભીતરની મુંઝવણો અથવા બહારની અસરોથી આપણી એકસૂત્રતાને અથવા આપણી જાતને મંદ ન પડવા દેવાની ક્ષમતા છે. જે વ્યક્તિ એકસૂત્રતા સાથે જીવે છે, તે પછી ભલેને રેલ્વે પ્લેટફોર્મ પર મરી જાય, પરંતુ તે એ સંતોષ સાથે મરશે કે તે તેનું જીવન પૂર્ણ રીતે જીવ્યો છે. જે વ્યક્તિ એકસૂત્રતા વિના જીવે છે, તે પછી ભલેને સારામાં સારી હોસ્પીટલમાં મૃત્યુ પામે, તે અસંતોષ સાથે મરશે. વ્યકિતના જીવનની ગુણવત્તાનું માપ એ છે કે તેણે જીવન શું છે તે વિશે જે વિચાર્યું છે તેની સાથે લયમાં રહીને કેટલું જીવ્યો. ઉદાહરણ તરીકે, તે જો નાસ્તિક છે અને જો મક્કમ નાસ્તિક તરીકે જીવ્યો છે, અને મક્કમ નાસ્તિક તરીકે મર્યો છે, તેમાં કશું ખોટું નથી, તેને પ્રાપ્તિ થશે! આ શક્તિ જ તે જેમ વધારે ને વધારે ઊંડો અંતરમાં ઉતરશે તેમ તેને સત્યનું દર્શન કરાવશે!
મનને એકસૂત્ર કરવું એ જ જીવનનું સારતત્ત્વ છે, તમે નક્કી કરો કે તમને જે કંઈ સાચું લાગે તે જ તમે હંમેશા બોલશો અને તે જ તમે કરશો પછી, તમે આંતરિક અને બાહ્ય દુનિયામાં પ્રચંડ સ્પષ્ટતા અને અટલ શ્રદ્ધામાં આવી જશો.
સ્વામી વિવેકાનંદ તેમના જીવનમાં યાદ કરે છે કે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તેમના પર મિશનની જવાબદારી છોડીને મૃત્યુ પામ્યા. તે જ સમયે સ્વામી વિવેકાનંદના પિતાજી પણ પોતાની પાછળ કુટુંબને અત્યંત ગરીબ અવસ્થામાં છોડીને મૃત્યુ પામ્યા. સ્વામી વિવેકાનંદ તેમના કુટુંબ માટે એક માત્ર આશાનું કિરણ હતા, તેઓ કુટુંબને બચાવવું કે જગતને બચાવવું એ વચ્ચે ઊભા હતા. તેમણે મિશન વિશે વાત કરી પરંતુ કોઇએ તે પ્રત્યે ધ્યાન ન આપ્યું. તેમણે સુંદર રીતે કહ્યું, “એક બાળકની કાલ્પનિક વાતો સાથે કોણ સહાનુભૂતિ બતાવે?” છેવટે તો તે યુવાન બાળક જ હતા!
તે થોડા દિવસો તેમના માટે કેવા “અકલ્પનીય નરક” જેવા બની ગયા હતા તેનું વર્ણન કરે છે. તેઓ બાળકોના નાના સમુદાય સાથે હતા, પૈસા ન હતા, તેમની પાસે માત્ર એક જ વસ્તુ હતી, અને તે હતી તેઓ જે માનતા હતા તેવું એકસૂત્રતાથી જીવન જીવવું, એવું જીવન જેનો ઉપદેશ તેમના ગુરુએ આપ્યો હતો. દસ વર્ષ પછી, તેઓ કહે છે, “દસ વર્ષ પહેલાં હું ગુરુજીની વાર્ષિક જન્મતિથિ ઉજવવા સો વ્યક્તિઓ પણ મેળવી શકતો ન હતો. આજે તો પચાસ હજાર છે!” સંન્યાસ અચેત મનને જાગૃત-મનમાં કોઇ અવરોધ ઊભો કરવા નહિ દેવો એવો મજબૂત નિર્ણય છે અને જાગૃત-મનને સુદ્રઢ રીતે ગુરુજીમાં અને તેમણે કહેલ વચનોમાં સ્થાપિત કરવું.
સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ આવા સમયે પોતાના કુટુંબને તરછોડી કેમ શક્યા. તેમણે સુંદર રીતે જવાબ આપ્યો, “હું માનતો હતો કે રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ ભારતવર્ષને અને ઘણી વિદેશી જાતિઓને વૈચારિક દર્શન કરાવી શકતો હતો. તે માન્યતા સાથે એવો આવિર્ભાવ થયો કે થોડા વ્યક્તિઓને ભલે થોડું સહન કરવાનું થાય, પરંતુ આ વિચારો જગતમાંથી લુપ્ત ન થાય તે વધારે સારું છે. માતા મરી જશે કે ભાઈ મરી જશે તો શું ? તે બલિદાન છે. તેમ થવા દો. બલિદાન આપ્યા વિના કોઇ મહાન કાર્ય થઇ શકે નહિ. હ્રદયને બહાર ખેંચી કાઢવું જોઇએ અને લોહી નીકળતા હ્રદયને બલિદાનની વેદી પર મૂકવું જોઇએ. પછી જ, મહાન કાર્યો થાય છે!”
આવી હતી તેમની એકસૂત્રતા.
તેટલું જ નહિ, જે લોકો એમ કહે છે કે સ્વામી એકસૂત્રતાની શક્તિ સાથે જ અત્યંત મુક્તિ વિવેકાનંદે તેમના અને દિવ્ય આનંદની કુટુંબને તરછોડી દીધું પ્રાપ્તિ થાય છે. હતું, તો તેઓ સાચી હકીકતો જાણતા નથી. તેમણે તેમની જરૂરી જરૂરિયાતો પૂરી પાડીને પોતાની ફરજ પૂરી કરવાનું ચાલુ રાખ્યું. કોર્ટમાં તેમના કેટલાક કેસો ચાલતા હતા, તે માટે કોર્ટમાં હાજરી આપવા પણ તેઓ ગયા હતા.
નાનકડી વાર્તા:
જાપાનમાં લોક ક્રાંતિની લડાઈ ચાલતી હતી, તે દરમ્યાન, જે લશ્કરે ચઢાઈ કરી હતી તે એક નાના ગામમાં પ્રવેશ્યું અને આખા ગામનો કબ્જો લઈ લીધો. લશ્કર ગામડામાં આવ્યું તે પહેલાં દરેક વ્યક્તિ ભાગી ગઈ હતી, સિવાય કે ઝેન ગુરુ.
લશ્કરના વડા જનરલને આ ગુરુ વિશે ઉત્કંઠા થઈ, તો તેઓ મંદિરમાં ગયા તે એ જોવા કે ગુરુ ક્યા પ્રકારના વ્યક્તિ હતા. ગુરુએ પેલા જનરલને આવકાર સુધ્ધાંય આપ્યો નહિ. ત્યારે જનરલ ઘણા ગુસ્સે થયા, કારણ કે તેમને સામાન્ય રીતે મળતું સન્માન આપવામાં ના આવ્યું. તેમને તો તેવા સન્માનની આદત પડી ગઈ હતી.
તેમણે તેમની તલવાર બહાર કાઢી અને બૂમ પાડી, “ઓ મૂર્ખ! તને શું ખ્યાલ નથી તું એવી વ્યક્તિ સામે ઊભો છે જે તને આંખના એક જ પલકારમાં રોળી નાખશે?”
ગુરુ શાંત રહ્યાં અને પૂછ્યું, “અને શું તમને એ ખ્યાલ નથી, તમે એવી વ્યક્તિ સામે ઊભા છો, જે તમને આંખના પલકારો માર્યા વગર જ રોળી કાઢશે.”
એકસૂત્રતાની શક્તિ સાથે જ અત્યંત મુક્તિ અને દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. મુક્તિ અને દિવ્ય આનંદ સાથે આંતર અથવા બાહ્ય જગતમાં કોઈ ભય રહેતો નથી!
જીવન પ્રબુદ્ધતા માટે છે
જીવનનું મૂળ ધ્યેય છે, પ્રબુદ્ધ થવું. તમારા જીવનમાં બીજા ધ્યેયો ભલે હોય, પરંતુ જાણતા કે અજાણતા પ્રબુદ્ધ થવાના ધ્યેયના જુજુદાં જુદાં નામો છે. તે જ રીતે, તમે જે કંઈ પણ શોધ આદરો છો, તમે ખરેખર જે શોધો છો તે માત્ર સંન્યાસ જ છે. પરંતુ તમે તે જાણતા નથી. આ જ સમસ્યા છે.
તમે કદાચ વિચારતા હશો, કે તમારું ધ્યેય વધારે પૈસા મેળવવા અને વધારે સંબંધો કેળવવાના છે. સત્ય એ છે જે કોઈ વ્યક્તિ પૈસાની શોધમાં છે તે સ્વયં પ્રબુદ્ધતાને પણ શોધે છે! જુઓ, માત્ર બે બાબતો છે. એક છે પૈસો અને બીજી છે નામ અને યશ. નામ અને યશનો અર્થ બીજો કોઈ નહિ, પણ વધારે સંબંધો કેળવવાનો છે. તમે પૈસા કે સંબંધ દ્વારા જે કંઈ પણ અનુભવ પ્રાપ્ત કરવાના છો. તે તમે માત્ર પ્રબુદ્ધતા સ્થિતિ દ્વારા જ પ્રાપ્ત કરી શકશો!
તેથી જ જ્યાં સુધી પ્રબુદ્ધ સ્થિતિ પામતા સુધી આત્મા શાંતિથી બેસતો નથી. ગમે તેટલા પ્રમાણમાં પૈસો હોય, તે આત્માને સંતોષ આપી શકતો નથી. કોઈ પણ પ્રકારનો સંબંધ આત્માને સંતોષ પમાડી શકતો નથી. જ્યારે પૈસા કે સંબંધો સંતોષ આપતા નથી, તે
સન્યાસ એ છેવટનો જુગાર છે
સ્થિતિને 'સફળતાની ઉદાસી' કહે છે. તમે તમારી કારકિર્દીના શિખરે પહોંચો ત્યારે આવું જ કાંઇક બને છે, લોકો મારી પાસે આવે છે અને કહે છે, "મેં જે હુ મેળવવા માંગતો હતો, તે બધું જ મેળવ્યું છે પરંતુ હું જેને માટે એ મેળવવા ઇચ્છતો હતો, તે મેં મેળવ્યું નથી. હું અધુરપ અનુભવું છું" તમે સમજો, આ જ તમારા 'સ્વ'નો પોકાર છે, જેને અન્ય કોઇ ધ્યેય નહિ, પરંતુ પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આનો પ્રતિભાવ જ સંન્યાસ છે.
જીવનમાં દરેક સમસ્યાઓનું મૂળ કારણ ધ્યેયની યોગ્ય સમજણનો અભાવ છે. સંન્યાસ એટલે આ ધ્યેયને યોગ્ય રીતે જાણવું અને તેને પ્રાપ્ત કરવા એક એકસૂત્રતા રાખવી. તમે તમારા જીવનમાં જે કોઇ ધ્યેયને અનુસરતા હો, તે પછી પૈસો હોય કે સંબંધ અથવા અન્ય કોઇ પણ, તમારું છેવટનું ધ્યેય દિવ્ય આનંદ પ્રાપ્તિનું છે. જીવનમાં પછી અન્ય કોઇ ધ્યેય રહેતુ નથી!
લોકો માત્ર બે જ પ્રકારના છે. એક એવા જે દિવ્ય 'આનંદ' અને 'પ્રબુદ્ધતા' જેવા શબ્દોને સમજે છે અને તે પ્રાપ્ત કરવાનો રસ્તો પણ જાણે છે. તેઓ તેમનું જીવન એ પ્રમાણે જીવે છે. બીજો સમૂહ આ શબ્દો કે તેમની પ્રાપ્તિના માર્ગને સમજતા નથી અને ચક્કરમાં પડી જાય છે. માત્ર એટલું જ! પહેલા વાળા લોકો 'સંન્યાસી' છે, અને પછીના સમૂહવાળા 'સંસારીઓ' છે.
તમને માનવ શરીર પ્રાપ્ત થયું છે, જે તમને ચૈતન્યમાં કૂદકો મારવાની ઊંચામાં ઊંચી શક્યતા આપે છે. કાય સૂર્યપ્રકાશનું પ્રતિબિંબતો પાડે જ છે. હવે કાયે માત્ર પ્રતિબિંબ જ્યાંથી ઉઠે છે તે મૂળ સ્ત્રોતને જોવાની જરૂર છે. માત્ર તેટલું જ! પ્રતિબિંબના મૂળસ્થાનમાં વિલીન થવું એ જ પ્રબુધ્ધ સ્થિતિ છે. તે છે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના લીન કરી દેવી.
જો આમ બને, તો પછી જીવનનું જે ધ્યેય છે અને જે હેતુ માટે કાય બનાવાયો હતો, તે પ્રાપ્ત થઇ જાય છે. પછી જો કાય તૂટે છે, તો પણ તેનો કોઇ પ્રશ્ન રહેતો નથી. પરંતુ તેને પ્રાપ્ત કર્યા વિના જો કાય તૂટે છે, તો તે ઘણી મોટી ખોટ છે. જો માનવ શરીર નાશ પામે છે અને તે પણ પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કર્યા પહેલાં, તો તેના કરતાં કોઇ મોટું નુકશાન હોઇ શકે નહિં.
તમને માનવ શરીર પ્રાપ્ત
થયું છે, જે તમને ચૈતન્યમાં
કૂદકો મારવાની ઊંચામાં ઊંચી
શક્યતા આપે છે.
સંન્યાસ આ પ્રાપ્ત કરવાનું સાધન છે. સંન્યાસ જીવનનો અંત નથી. તે તો જીવનની શરૂઆત છે. સંન્યાસ એટલે પ્રબુદ્ધ સ્થિતિ તરફ ગતિમાન થવું, અને તે જ જીવનનો માત્ર અને કાયમી હેતુ છે.
ઢાંચામાં જકડાઇ રહેવું અપરાધ છે
જો જીવનનું પોતાનું જ ધ્યેય પ્રબુદ્ધ સ્થિતિ છે, તો પછી આપણે હાલમાં ક્યાં ભેરવાઇ પડ્યા છીએ? આપણે જીવનના કયા ક્ષેત્રમાં ખોટી દિશામાં જઇ રહ્યા છીએ? એટલું સમજો કે પ્રશ્ન છે, સાચા ધ્યેયને ઓળખવાનો. જો ધ્યેય સાચું હશે તો તે તમે તે પ્રાપ્ત કર્યું જ છે, તમારું ધ્યેય જો સાચું છે, તો તેનો અર્થ એ જ કે તમે તેને જીવી રહ્યા છો.
ઢાંચામાં જકડાઇ રહેવાથી તમે ધ્યેય ચૂકો છો. તમે જ્યારે જન્મ્યા હતા, ત્યારે તમે એક મુક્ત પંખી એક પરમહંસ અથવા સર્વોચ્ચ કક્ષાના હંસ તરીકે આવ્યા હતા, એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરવું, આનંદપૂર્વક આસપાસ ઉડવું અને આખા અસ્તિત્વનો આનંદ માણવો. પરંતુ, અહીં આવ્યા પછી તમે આજુબાજુ ઉડ્યા એટલું જ નહિ પણ અજાણપણે આ
સંન્યાસ લેવાથી, તમે તમારા
ભૂતકાળને ખંખેરી નાખી અને
નવા જીવનમાં પ્રવેશ કરવા
તરફ સભાનપણે ડગલું
માંડો છો.
પૃથ્વી ગ્રહ પર પણ ઉતરણ કર્યું. સમસ્યા ત્યાં જ હતી. ઘણા લોકો એવા છે, જે ઓ જમીન પર ઉતરણ કરનારા આવા પક્ષીને પકડી લેવા રાહ જોતા હોય છે! સમાજ તમને દેશ, ધર્મ, જ્ઞાતિ, સમાજ અને આસ્થાના ઢાંચામાં ઢાળી દેવા રાહ જ જુએ છે.
તમે ખૂબ જ સારા આત્મા હતા જ્યારે તમે પૃથ્વી ગ્રહ પર ઉતરણ કર્યું હતું. ત્યારે તમે ન તો હિન્દુ હતા, ન તો ઇજનેર, ન તો કોઈ કામદાર હતા. પરંતુ એટલું સમજી લો કે, સમાજને તો જોઈએ છે ઇજનેરો અને કામદાર. તેને તમારી ચેતના વિશે કોઈ ચિંતા નથી. ખરેખર તો, તમારા માતાપિતા કે તમારા સમાજને એટલી જાગ્રતતા નથી કે ચેતના જેવું કંઈક છે. તેમના પોતાનામાં તો આ વિશે કોઈ બુદ્ધિતત્ત્વ નથી. તેઓ તમને શીખવે છે, જે તેમને ભણાવવામાં આવ્યું હતું. માત્ર એટલું જ! તેઓ તમને જાણી જોઈને રોકવા કે ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન નથી કરતાં.
ઢાંચામાં ઢાળવું, અનિચ્છનીય દહેજ જેવું છે. જે પેઢી દર પેઢી અને જન્મૉજન્મ એક હાથમાંથી બીજા હાથમાં અપાતું જતું હોય છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિને મળે છે. પ્રથમ તો ઢાંચો માતાપિતાનો હોય છે. પછી સમાજનો ઢાંચો છે. આ બે પર આધારિત તમે તમારા માટે કેટલાક નિયમો બનાવો છો, જે તમારા પોતાને માટે હોય છે. આ જ છે પોતે પોતાના પર લાદેલો ઢાંચો, પોતાનો તમારો ‘ધર્મ’, છે, આ જ તમારો પોતાનો સચ્ચાઈનો માર્ગ છે.
આપણે ઢાંચાઓના અનેક પડ પેદા કરીએ છીએ, તેથી જ આપણે સત્યને સીધું જોઈ શકતા નથી. આપણે આપણા ધ્યેયને પણ સીધું જોઈ શકતા નથી, આપણે આપણા ધ્યેય મુજબ જીવી પણ શકતા નથી. આપણે ઢાંચામાં જકડાઈ ગયા છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે ખરેખર આપણે કોણ છીએ. ઢાંચાઓ આપણામાં કેટલીક મર્યાદાઓ પેદા કરે છે અને પછી આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ કે આપણી મર્યાદાઓ જ ખરેખર આપણે છીએ. આપણા કપડાં પણ જે આપણે પહેરીએ છીએ તે આપણને ઢાંચામાં નાખે છે અને આપણે માનીએ છીએ કે આ કપડાં જ આપણે છીએ!
ઘણાં બધાં ઢાંચાઓ સમાજમાં એટલા માટે બનાવવામાં આવે છે, જેથી આપણે એક બીજા સાથે શાંતિથી રહી શકીએ. ઉદાહરણ ની રીતે, સરળ સંદેશ વ્યવહાર માટે ઘણી ભાષાઓ ભણાવવામાં આવે છે. ભાષા શીખવામાં શું ખોટું નથી, પરંતુ તેને બંધન તરીકે લેવી અને ભાષાને જ તમારું જીવન બનાવી દેવું અને તે દ્વારા તમારા પોતાના માટે કે અન્ય માટે દુઃખ ઊભું કરવું તે ખોટું છે. આવી માનસિકતા જ ખોટી છે. ભાષાના કારણે ઘણા લોકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું છે. જો આવો કોઈ ઢાંચો ના હોત તો આટલાં બધા લોકોએ જીવ ગુમાવ્યો ના હોત ! માણસ જાતનો ઈતિહાસ જ કંઈક જુદો લખાયો હોત. ઢાંચામાં ઢાળવાની પ્રક્રિયા જ માણસજાતમાં ફેલાયેલા ત્રાસવાદનું કારણ છે. આજે, ઢાંચા મુજબના ભાગલા જ ચોક્કસ રાજકીય પક્ષો સાથેની સંલગ્નતા બનાવવા સુધી જાય છે !
સંન્યાસ લેવાથી, તમે તમારા ભૂતકાળને ખંખેરી નાખી અને નવા જીવનમાં પ્રવેશ કરવા તરફ સભાનપણે ડગલું માંડો છે. તમારો ભૂતકાળ તમારે માટે જાણીતો છે અને તેથી તમને તે સાથે લઈ ફરવો ગમે છે. મનને હંમેશા
સન્યાસ એ છેવટનો જુગાર છે
જાણીતી ધરેડો, ખાતો ગમે છે. તમને ભૂતકાળ યાદ રાખવાનું શીખવે છે જેથી તે તમારામાં દોષ ભાવના અને ભય મૂકી શકે, જે ભૂતકાળના બનાવો આધારીત હોય છે. ભૂતકાળ બિનજરૂરી સામાન છે. સંન્યાસનો અર્થ છે ભૂતકાળ સાથેનો તમારો સંબંધ કાપી નાખવો. તમે જ્યારે તમારા ભૂતકાળથી અળગા થાઓ છો અને નવા ભવિષ્ય તરફ ગતિ કરો છો, ત્યારે શરૂઆતમાં તીવ્ર અસલામતીનો અનુભવ થાય છે. સંન્યાસ એ તીવ્ર અસલામતી જ છે. તીવ્ર અસલામતીમાં, તમારી પાસે એવી બીજું કાંઇ પણ હોતું નથી જેને તમે વળગી શકો છો. તેથી જ તમે ભગવાનને શોધી લેશો !
હું તમને અધ્યાત્મિક નામ શા માટે આપું છું? હું તમને અધ્યાત્મિક નામ એટલા માટે આપું છું કે જેથી તમને સરળતાથી તમારા ભૂતકાળથી અળગા થવામાં મદદ મળે, તમને હું જે નવું નામ આપું છું તે તેમને સતત માનસિક ક્રાંતિની યાદ અપાવતું રહે છે, જે તમારામાં થઇ હતી. નામ તમારા વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગ તરફ પણ નિર્દેશ કરે છે, જે તમારા આંતરિક સ્વભાવ પ્રમાણે હોય છે, અને જે તમને તમારા ચેતનાની અંતિમ ખીલવણી તરફ લઇ જાય છે.
સંન્યાસી વર્તમાન ક્ષણ માટે કામ કરે છે. તે તેના સમગ્ર જીવનને અસ્તિત્વને સમર્પિત કરવા માટે કામ કરે છે અને પરિણામની કોઇ દરકાર કરતો નથી. પરિણામો જ પોતાની રીતે પોતાને સંભાળી લે છે. તેની તેવી જ રીત છે. તે માત્ર ક્ષણને જાણે છે, તે સિવાય બીજું કશું જ નહિ એટલા માટે જ તે હર ક્ષણે અસ્તિત્વ પાસેથી જ સીધું કંઇક શીખે છે. તેથી જ તેનો કોઇ સિદ્ધાન્ત નથી, કોઇ જ ધર્મ નથી. તે આખા અસ્તિત્વ સાથે સુમેળ સાધી ફરતો રહે છે. અને તે દ્વારા કંઇક શીખે છે.
એક સૂફી કહેવત છે, ‘‘સૂફી તો ક્ષણનું સંતાન છે.’’
સૂફી ગ્રંથોમાં, દરેક ક્ષણને શ્વાસ કહેવાયો છે અને સૂફી વ્યક્તિઓ ને ‘‘શ્વાસના લોકો’’ કહેવાય છે, કારણ કે તેઓ દરેક શ્વાસ વિશે જાગ્રતતા કેળવીને જીવન જીવે છે, દરેક ક્ષણ વિશે પણ જાગ્રત રહે છે. તેમના પ્રમાણે દરેક ક્ષણે નવો જ આત્મા આવે છે. સંન્યાસની આ છે ભાવના, તેનો અર્થ એ થાય છે કે દરેક ક્ષણે તરોતાજા રહેવું. ક્ષણની વ્યક્તિ ક્ષણ પાસેથી શીખે છે. તેને માટે, અસ્તિત્વ તેનો શિક્ષક છે.
જ્યારે હસન નામના મહાન સૂફી સંત મૃત્યુ
પામવાની અણીપર હતા ત્યારે કોઈકે પૂછ્યું,
‘‘હસન, તમારા ગુરુ કોણ હતા?’’
તેમણે કહ્યું, ‘‘મારે તો ઘણા ગુરુઓ હતાં. હું જો તેમના નામો બતાવવા માંડુ તો મહિનો કે કદાચ એક વર્ષ પણ નીકળી જાય, અને હવે તો ઘણું મોડું થઇ ગયું છે. હું ગમે તે ક્ષણે મૃત્યુ પામવાનો છું. હું તમને ત્રણ ગુરુઓ વિશે કહીશ.
પહેલો ગુરુ હતો એક ચોર. એક વખત હું એક રણ પ્રદેશમાં ખોવાઇ ગયો, અને હું જ્યારે પાસેના ગામે પહોચ્યો ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. બધું જ બંધ થઇ ગયું હતું. છેલ્લે મેં એક માણસને એક ઘરની દિવાલમાં બાકોરું પાડતા જોયો. મેં તેને પૂછ્યું કે મને કોઇ એવી જગ્યા બતાવો જ્યાં હું રાત વાસો કરી શકું. તેણે કહ્યું, ‘‘રાત્રિના આવા સમયે તો તે મુશ્કેલ બનશે. તમને જો એક ચોર સાથે રહેવામાં વાંધો ન હોય તો મારી સાથે રહેવા માટે આવી શકો છો.’’
હું તે વ્યક્તિ સાથે એક મહિનો રહ્યો. દરેક રાત્રિએ તે મને કહેતો, ‘‘હું હવે મારા કામ માટે જાઉં છું. તમે આરામ કરો અને મારે માટે પ્રાર્થના કરો.’’ તે જ્યારે પાછો આવતો ત્યારે હું તેને પૂછતો, “શું તમને કાંઈ મળ્યું?” તે કહેતો, ના, આજે રાત્રે તો નથી મળ્યું. પરંતુ આવતી કાલે, ભગવાન ઇચ્છશે તો, હું ફરી પ્રયત્ન કરીશ.” તે હંમેશ ખુશ રહેતો અને આશાવાદી પણ રહેતો, તે કદીય નિરાશાવાદી સ્થિતિમાં રહેતો ન હતો!
હું જ્યારે ઘણાં વર્ષો સુધી ધ્યાનમાં રત રહેતો હતો અને કશું જ બનતું ન હતું. ત્યારે ઘણી વખતે એવી ક્ષણ આવી જતી પરિણામની પરવા વગરનો થઈ જતો અને નિરાશાવાદી બની જતો, કે હું આ બધી અર્થ વગરની વાતો બંધ કરું, અને અચાનક મને તે ચોરની વાત યાદ આવી જતી, જે દરેક રાત્રે મને કહેતો, “ઇશ્વરની ઇચ્છા હશે તો આવતી કાલે તો આ થવાનું જ છે.”
મારો બીજો ગુરુ હતો એક કૂતરો. એક દિવસ હું નદી કિનારે મારી તરસ છૂપાવવા માટે ગયો ત્યારે એક કૂતરો આવ્યો અને તે પણ તરસ્યો હતો. તેણે નદીમાં જોયું અને તેમાં તેણે બીજો કૂતરો જોયો, જે બીજું કાંઈ નહિ પણ તેનું જ પ્રતિબિંબ હતું. તે ગભરાયો, તે ભસ્યો હોત અને ભાગી ગયો હોત. પરંતુ તેની તરસ એટલી તીવ્ર હતી કે તે પાછો આવ્યો. છેવટે, તેને ભય લાગવા છતાં તે પાણીમાં કૂદી પડ્યો તેમ કરતાં તેનું પોતાનું પ્રતિબિંબ વિખરાઈ ગયું. મને ખ્યાલ આવ્યો કે ઇશ્વર તરફથી મારા માટે સંદેશો આવ્યો છે: ડર લાગે તેમ છતાંય વ્યક્તિએ કૂદી પડવાનું જ છે.
ત્રીજો ગુરુ એક નાનો બાળક હતો. હું એક ગામમાં ગયો જ્યાં એક બાળક મીણબત્તી સળગાવી રહ્યો હતો. તે મસ્જિદમાં જતો હતો. ત્યાં મીણબત્તી મૂકવા.
મેં બાળકને પૂછ્યું, “આ મીણબત્તી તારી જાતે સળગાવી છે?” તેણે કહ્યું, “હા”. પછી મેં તેને પૂછ્યું, “એક એવી ક્ષણ હતી જ્યારે મીણબત્તી સળગેલી ન હતી, અને પછી એવી પણ ક્ષણ હતી જ્યારે મીણબત્તી સળગેલી હતી. તમે શું મને બતાવી શકશો કે એવો ક્યો સ્ત્રોત છે, જ્યાંથી આ પ્રકાશ આવ્યો છે?”
તે બાળક હસ્યો, મીણબત્તીને ફૂંક મારીને ઓલવી નાંખી અને કહ્યું, “હવે તમે પ્રકાશને જતાં જોયો છે. તે ક્યાં ગયો? તે તમે મને કહો.”
મારો અહંકાર છિન્નભિન્ન થઈ ગયો અને મારું સમગ્ર જ્ઞાન પણ વિખરાઈ ગયું.
એ સાચું છે કે મારે કોઈ ગુરુ ન હોતા. તેનો અર્થ એ નથી કે હું શિષ્ય ન હોતો. મેં આખા અસ્તિત્વને મારા ગુરુ તરીકે સ્વીકાર્યું હતું. મે વાદળો પર વિશ્વાસ કર્યો, વૃક્ષો પર વિશ્વાસ કર્યો. હું દરેક શક્ય સ્ત્રોતોમાંથી શીખ્યો છું.
સંન્યાસ મસ્તીભરી જાગૃતતા છે કે ‘ક્ષણ’ તમને તમારી પ્રબુદ્ધતાની નજીક લઈ જાય છે. તમારે માત્ર બદલાવા તૈયાર બની જવાનું છે.
આવતી કાલ પણ આજના સ્વરૂપમાં જ આવે છે. તો પછી આજ પર જ માત્ર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરવું? તમે જ્યારે ક્ષણમાં હો છો, ત્યારે દુઃખ કે પીડા માટે કોઈ સ્થાન નથી હોતું. તમે જ્યારે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જીવો છો, ત્યારે તમે દુઃખ માટે જગ્યા પેદા કરો છો. તમે જ્યારે વર્તમાન ક્ષણમાં જીવો છો ત્યારે, આપોઆપ જ એવો અવકાશ પેદા કરો છો કે દરેક વસ્તુ સુંદર છે. જીવન પોતે જ અસ્તિત્વ સાથેનું સંવનન બની જાય છે! તમે
સન્યાસ એ છેવટનો જુગાર છે
સમગ્ર બાબત રણકતા રહો છો. તમે દરેક બાબત સાથે પ્રેમ કરો છો અને દરેક વ્યક્તિને ચાહો છો અને તે પણ કોઈ પણ કારણ વિના જ. આ જ સંન્યાસ છે. પછી તમારે સંગ્રહ કરવાની જરૂર નથી. તમારે ભય રાખવાની જરૂર નથી. તમે ચિંતા નહીં કરો. તમારી આસપાસ દરેક બાબત સુંદર સ્વપ્નની જેમ બનશે.
સંન્યાસી તત્વત: શાશ્વત અનંત ફરનારો છે. જો તે કોઈ એક જગ્યાએ હોય તો પણ તેનો આત્મા કોઈપણ પ્રકારની ઘરેડ વિના ફર્યા કરે છે અને દૂર-સુદૂર રહેલી અનેક વસ્તુઓને સ્પર્શ્યા કરે છે. તે કોઈ બાબતનો સંગ્રહ કરવાની દરકાર કરતો નથી. તે તેની પાસે જે કંઈ આવી મળે તેને આપતો જ રહે છે. તેને જરૂર હોય તેના કરતાં વધારે મળે છે. તે રાજાની જેમ જીવન જીવે છે.
ક્ષણભંગુરતાનો આનંદ માણો
સંન્યાસ એ દરેક બાબતની ક્ષણભંગુરતાના સ્વભાવને સમજવાની વાત છે. બધી જ ઈચ્છાઓ, પોતાની પાસેની વસ્તુઓ અને લાગણીઓ ગતિ કરતાં રહે છે અને બદલાતા રહે છે. દરેક બાબત બદલાયા કરે છે અને ગતિ કર્યા કરે છે. કોઈ વસ્તુ કાયમી નથી. તમે જો તમારી ઇચ્છાઓનું વિશ્લેષણ કરશો, તો એક ઇચ્છા પૂર્ણ થાય તે પહેલાં ઇચ્છાઓનો પહાડ સામે હોય તેવું લાગે છે. અને તે જ વિશાળ ધ્યેય લાગે છે. એક વખત સંતોષાઈ જાય પછી તે જ ઇચ્છાઓ ગાલ પરના તલ જેટલી લાગે છે. ઇચ્છા સંતોષાયા પહેલાં તે જ તમારા જીવનનાં સર્વસ્વ હોય તેવું લાગે. એક ઇચ્છા સંતોષ્યા પછી, તમે સીધા જ બીજી ઇચ્છા તરફ ગતિ કરો છો! તમે સમજો કે, આ પ્રક્રિયા પોતે જ બતાવે છે કે ઇચ્છાઓ ક્યારેય નક્કર કે કાયમી નથી. તેઓ તો મનનાં બદલાતાં રહેતાં તરંગો જ માત્ર છે.
તમે ભલે આ ભૌતિક દુનિયામાં રહો છો, પરંતુ તેમાંનુ કશું જ તમને ખેંચશે નહિ. સંન્યાસ ઇચ્છાઓની આવી ક્ષણભંગુરતાને સમજવામાં મદદ કરે છે. ધીમે ધીમે, ઇચ્છાઓ પેદા થવી બંધ થશે. પછી તમારી સઘળી શક્તિ જે અત્યાર સુધી ઇચ્છાઓમાં બંધ થઈ ગયેલી હતી, તે હવે તમને છૂટથી પ્રાપ્ત થશે. સ્વાભાવિક રીતે જ (આપમેળે જ), તમારી આવડત હરણફાળ ભરશે. તમે કશું પણ કરવા તૈયાર હો છો. તમે ભલે આ ભૌતિક દુનિયામાં રહો છો, પરંતુ તેમાંનુ કશું જ તમને ખેંચશે નહિ. તમે કોઈ સુંદર વસ્તુ જુઓ છો તો પણ તમને એને ધારણ કરવાની (માલિક થવાની) ઇચ્છા થશે નહિ. તમે માત્ર તેનો આનંદ લો છો અને આગળ વધી જાઓ છો., માત્ર એટલું જ. આ જ છે સંન્યાસ.
સંન્યાસ લાકડાના ટૂકડા જેવું કામ કરે છે. જેનો ઉપયોગ મૃત શરીરને બાળવા માટે થાય છે, અને પછી તે જ ચિતામાં તેને છેવટે ફેંકી દેવામાં આવે છે. તે તમારામાંના સઘળા કલ્પના તરંગોને બાળી નાખે છે અને પછી છેવટે પોતાને ચિતાને અર્પણ કરે છે. તે એક સાધન છે.
આદિ શંકરાચાર્યજી તેમના પ્રસિદ્ધ ભજન “ભજ ગોવિન્દમ્” માં સુંદર રીતે કહે છે.
દિવસ અને રાત પણ જો જતી રહે,
શિયાળો અને ઉનાળો પણ ગયા છે
અને જીવન છેવટે અંત સમયે પહોંચે છે
ઇચ્છાઓનો પહાડ તો તોયે રહે જ છે!
અચેતન સ્તરે ઇચ્છાઓનું એટલું ખેંચાણ રહે છે કે પોતાને તેમાંથી મુક્ત કરવું તે જ મોટામાં મોટી મુક્તિ છે.
એક નાની વાર્તા છે:
ઘણા વખત પહેલા એક પથ્થર ફોડનારી વ્યક્તિ રહેતો હતો. તે જીવનમાં તેની સ્થિતિથી જરાય સંતુષ્ટ ન હતો. એક દિવસે એ એક પૈસાદાર (ધનિક) વેપારીના ઘર પાસેથી પસાર થતો હતો. દરવાજો ખુલ્લો હતો જેમાંથી તેણે જોયું કે વેપારીના ઘરમાં ઘણી બધી વસ્તુઓ હતી અને મહત્ત્વના મુલાકાતીઓ હતા. તેણે વિચાર્યું કે વેપારી ખૂબ જ શક્તિશાળી હોવો જોઈએ. તેને ઇર્ષા થઈ અને ઇચ્છયું કે તે પેલા વેપારી જેવો બને.
તેના મોટા આશ્ચર્ય સામે તે પથ્થર ફોડનારો
અચાનક વેપારી બની ગયો. તેણે કલ્પનાપણ ના
કરી હોય તેવો એશ આરામ અને શક્તિનો આનંદ
માણવા માંડ્યો.
એક દિવસ તે રસ્તામાં ઊભો હતો. ત્યારે તેણે એક અધિકારી પસાર થતા જોયાં. તે મહાનુભાવને સુંદર પાલખીમાં લઈ જવાતા હતા અને તેમની સાથે ઘણાં બધા નોકર-ચાકરો હતાં અને સૈનિકો દ્વારા તેમનો કાફલો આગળ વધતો હતો. દરેક વ્યક્તિ, તે પછી ગમે તેટલી ધનિક હોય, તેમને નગરયાત્રામાં આગળ આવી પ્રણામ કરવા પડતા હતા.
તેણે વિચાર્યું, “તે અધિકારી કેટલો “શક્તિશાળી છે? મારી એવી ઇચ્છા છે કે હું પણ ઉચ્ચ અધિકારી બનું!”
તરત જ તે ઉચ્ચ અધિકારી બની ગયો અને તેને દરેક જગ્યાએ તેમની સુંદર પાલખીમાં લઈ જવાનો હતો.
એક દિવસ અત્યંત ગરમ વાતાવરણ હતું અને તેને એ ચોંટયા કરતી ખુરશીમાં ઘણું અસ્વસ્થ લાગ્યું. તેમણે સૂર્ય સામે ઊંચે જોયું, તે આકાશમાં અત્યંત તેજસ્વી અને સુંદર દેખાતા હતા. તેણે વિચાર્યું “સૂર્ય કેટલો શક્તિશાળી છે! મારી ઇચ્છા છે કે હું પણ સૂર્ય બની શકું!”
તે તરત જ સૂર્ય બની ગયો અને તેણે પોતાની
શક્તિશાળી સ્થિતિ દરેક વસ્તુ પર અનુભવવા
માંડી.
એક દિવસ, એક મોટું કાળું વાદળ તેની અને પૃથ્વી વચ્ચે આવી અટકી ગયું, જેથી તેનો પ્રકાશ નીચે રહેલી દરેક વસ્તુ પર તેની ચમક ન પાથરે. તેને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, “પેલું મોટું કાળું ઝંઝાવાતી વાદળ કેટલું શક્તિશાળી છે. હું એવી ઇચ્છા રાખું છું કે હું પણ તે વાદળ બની શકું!”
તે ઝંઝાવાતી વાદળ બની ગયો, જેનાથી ખેતરોમાં અને ગામોમાં જળ બંબાકાર થઈ ગયું.
તુરત જ તેને લાગ્યું કે તે કોઈ મોટા બળ વડે દૂર ખેંચાઈ ગયો છે અને તેને સમજાયું કે તે તો પવન છે. તેણે વિચાર્યું, “આ પવન કેટલો શક્તિશાળી છે! મારી ઇચ્છા છે કે હું પવન બનું.”
તે પવન બની ગયો અને બધાં મકાનોના
છાપરાં પરથી અને જંગલોની આરપાર ખૂબ જ
જોરપૂર્વક ફૂંકાયો.
એક દિવસ તેણે એવી વસ્તુ જોઈ જેને કોઈ ખસેડી શકે નહિ, પછી તે ગમે તેટલા બળપૂર્વક તેના તરફ ફૂંકાયા કરે. તે એક મોટો અને ઊંચો ખડક હતો. તેણે વિચાર્યું, “પેલો ખડક કેટલો શક્તિશાળી છે. મારી ઇચ્છા છે કે હું ખડક બનું!”
તે પછી તે ખડક બની ગયો, જે આ પૃથ્વી પરની અન્ય કોઈ પણ વસ્તુ કરતાં વધારે શક્તિશાળી હતો. પરંતુ, જેવો તે ત્યાં ઉભો રહ્યો. તેણે હથોડીનો અવાજ સાંભળ્યો, જે તેની કઠણ સપાટી પર છીણથી ઘા કરતી હતી. તેમ થતાં તેને પોતાને બદલાયાનો અનુભવ થયો. તેણે વિચાર્યું, “ખડક કરતા વધારે શક્તિશાળી શું હોઇ શકે?”
તેણે નીચે જોયું અને તો નીચે પત્થર ફોડનારો જોયો.
આ વાર્તા સ્પષ્ટ રીતે સમજાવે છે કે મન હંમેશા જે વસ્તુ પ્રાપ્ત થઇ ગઇ છે તેના કરતાં જે બાબત પ્રાપ્ત નથી થઇ તે વધારે મહાન છે એવું જ વિચારે છે. બીજી બાજુ રહેલું ઘાસ હંમેશ વધારે લીલુંછમ જણાય છે. પરંતુ, જ્યારે આપણે તે બીજી બાજુએ જઇએ તો શું થાય છે? ત્યારે આપણને લાગે છે કે હવે સામેની બાજુએ રહેલું ઘાસ વધારે લીલું છમ છે! આપણે એક વસ્તુથી બીજી વસ્તુ પર કૂદ્યા કરીએ છીએ તે જ રીતે એક ઇચ્છાથી બીજી ઇચ્છા પર કૂદ્યા કરીએ છીએ, એક અભિપ્રાયથી બીજા અભિપ્રાય પર જઇએ છીએ, પરંતુ આપણે ભાગ્યે જ ખુશ રહીએ છીએ.
સંન્યાસી એવી વ્યક્તિ છે જે સ્પષ્ટ રીતે જોઇ શકે છે કે દરેક બાબત દરેક સમયે બદલાતી રહે છે અને દરેક બાબત સુંદર છે. તે જેમ છે તેમ જ. તે એ પણ જાણે છે કે સુંદરતા તો જોનારની આંખમાં જ વસે છે. તેથી જ તે પ્રથમ તો પોતાની આંખો-દૃષ્ટિ સાફ કરવાની શરૂઆત કરે છે. આંખો એ આત્મામાં નજર કરાવતી બારી છે અને તેથી જ તેમનું કામ અંતરના સ્તર પર રહે છે. તમે જો દુનિયાને લાલ રંગવાળા કાચમાંથી જોશો તો દરેક
ખૂબ મુશ્કેલ સમયમાં પણ
સંન્યાસી એવી જાગ્રત
અવસ્થામાં રહે છે કે આ
જીવન તો ઝડપથી પસાર
થતું સ્વપ્ન માત્ર છે!
બાબત લાલ દેખાશે. તમે જો લીલા રંગના કાચમાંથી જોશો તો દરેક બાબત લીલી દેખાશે. તમે જો નરી (ચોખ્ખી) આંખે જુઓ છો, તો દરેક વસ્તુ સાફ(સ્પષ્ટ) અને સુંદર દેખાય છે. અસ્તિત્વ હંમેશા સુંદર હોય છે, પરંતુ આપણે તે જોવાનું ચૂકી જઇએ છીએ. સન્યાસ સાફ આંખોથી જોવાનો નિર્ણય છે.
જો જીવન પોતે જ કાયમ બદલાતું રહે તું હોય તો આપણે તેને એક ચોકઠામાં બંધ કરવા શા માટે માંગીએ છીએ? ભગવાન બુદ્ધ તેમના “ધમ્મપદ”માં કહે છે, “જીવનતો આકાશમાં થતી વિજળીના ચમકારા જેવું છે.” જીવન ક્ષણિક છે. તો પછી આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણે અશક્ય કાર્ય કરવા માંગીએ છીએ. આપણું કામ છે “જોવું, માણવું અને આગળ વધવું.” જો દરેક વસ્તુ અસ્તિત્વનો બદલાતો અવિર્ભાવ છે, તો પછી અહમ્ અથવા ભય અથવા લોભ રાખવાની જરૂર જ ક્યાં છે? સંન્યાસ, એ રીતે, કોઇ બાબતને બદલતો નથી. દરેક બાબત એ જ રહે છે. પરંતુ એ તમે બાબતોને જે રીતે જુઓ તેની રીત બદલી નાંખે છે. સંન્યાસ તમારી અંદર બનતો ભાવ છે. સંન્યાસને બાહ્ય જગત સાથે કાંઇ લેવાદેવા નથી.
સંન્યાસ એ સારથીને જાગ્રત કરવાનો છે. માનવ શરીર જાણે એક રથ છે અને તેની ચેતના સારથી છે. ચેતના ગાઢ નિંદ્રામાં છે. રથ તેને જોડેલા ઘોડાઓને ભરોસે ચાલે છે. તેના પાંચ ઘોડા એ આપણી પાંચ ઇન્દ્રિયો છે, તેમાંથી દરેકને પોતાનો અલગ વિચાર છે. તેમાંની એક પણ ઇન્દ્રિય સત્ય નથી, તે તો માત્ર ક્ષણિક વિચારો જ છે.
ખૂબ મુશ્કેલ સમયમાં પણ સંન્યાસી એવી જાગ્રત અવસ્થામાં રહે છે કે આ જીવન તો ઝડપથી પસાર થતું સ્વપ્ન માત્ર છે! તે સફળતા અને નિષ્ફળતા વિશેની તદ્દન જુદી વ્યાખ્યાઓ ધરાવે છે. તે સફળતા અને નિષ્ફળતાને પોતાની સાથે લઇને ફરતો નથી. બીજી તરફ સંસારી જ્યાં જાય છે, ત્યાં પોતાની સફળતા અને નિષ્ફળતાને સાથે લઇ જતો હોય છે. ત્યાં જ મુશ્કેલીની શરૂઆત થાય છે.
સમર્પણ, પ્રેમ, કરૂણા, સંન્યાસ
સંન્યાસ એટલે અસ્તિત્વને “હા” કહેવી. “હા” કહેવીએ સમર્પણ છે. “હા” કહેવી એ પ્રેમ છે અને દયા છે.
માનવીનું મન હંમેશા “ના” કહેવા ટેવાયેલું છે “ના” કહેવાથી અભિમાનને પોષણ મળે છે. “હા” બોલવાથી અભિમાનને લાચાર (હુમલાપાત્ર) બનાવે છે, તેથી જ મન સતત “ના” કહ્યા કરે છે. સંન્યાસ એ અસ્તિત્વને “હા” કહેવી છે. અસ્તિત્વએ તમને જન્મ આપ્યો છે. તે તેની દૈવી લીલાને તમારા દ્વારા વ્યક્ત કરવા માટેની રાહ જુએ છે. તમે જો “હા” કહો છો, તો તમે દૈવી લીલાને તમારા દ્વારા વ્યક્ત થવાની સંમતિ આપો છો. જ્યારે દૈવી લીલા થાય છે, ત્યારે દરેક બાબત અસ્તિત્વના પ્રવાહ પ્રમાણે બરાબર જ થાય છે. પછી, દરેક બાબત પવિત્ર ભાવવાળી બને છે.
‘હા’ કહેવાના પ્રયત્નોમાં તમે કોમળ બનવાનું શરૂ કરો છો. “સંન્યાસ” એ “કોમળ” – “ઋજૂ” બનવા વિશેની સ્થિતિ છે. જ્યાં સુધી તમે “ના” કહો છો, તમે કડક રહો છો. તમે જ્યારે “હા” કહેવાના પ્રયત્નો કરો છો તમે નમ્ર બનવાની શરૂઆત કરો છો. તમે જ્યારે ‘હા’ કહેવાનો સચેત નિર્ણય લો છો તો તેની શરૂઆત થાય છે. ત્યાં જ ગુરૂને પોતાનું કાર્ય કરવાનું છે. “સંન્યાસ” એ ગુરુને “હા” કહેવાનું છે અને તે માટે કોઈ ખુલાસો માંગવાનો નથી. તમે જ્યારે ગુરૂનો સંપૂર્ણ રીતે વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, તમારામાં સંન્યાસની ભાવના પ્રગટ થવાનું શરૂ થાય છે. ક્યાંક તમને એક ટકોર મળી જાય છે કે તમારા ગુરૂ તમારા કરતાં વધુ સારું જાણે છે. તે પછી તમે તમારા મન પરની પકડ જવા દો છો અને ગુરૂનો હાથ પકડવાનું શરૂ કરો છો. ગુરુના હાથ હંમેશ ફેલાયેલા જ છે, પરંતુ તમે તે પકડવા માટે તૈયાર ન હતા. તમે એક વખત “હા” કહેવાની શરૂઆત કરો છો, તો તમે તેમના હાથ પકડી લો છો.
તે પછી એવી જગ્યા ઊભી થાય છે જ્યાં પ્રેમનું પ્રગટીકરણ થાય છે. પ્રેમ ત્યારે જ પ્રગટે છે, જ્યારે તમે “હા” કહેવાની શરૂઆત કરો છો. “હા” કહેવાથી, માત્ર તમે જ પ્રેમની શરૂઆત કરો છો તેમ નથી, તમે અન્ય વ્યક્તિને પણ તમને પ્રેમ કરવા દો છો. પછી તમારું અંતર જે પહેલાં ખડક જેવું કડક હતું, તે રૂ જેવું નરમ થવાનું શરૂ કરે છે! તે પ્રેમથી પ્રભાવિત થાય છે પ્રેમ એ માત્ર એક વ્યક્તિ તરફ કે કોઈ કારણસર હોતો નથી, તે તો સતત વહેતી શક્તિ છે. તે કોઇ પણ કારણ વિના સમગ્ર અસ્તિત્વ તરફ વહેતો રહે છે. તમે વૃક્ષો સાથે વાત કરો છો. તમારી આસપાસની દરેક વસ્તુ સાથે સંવાદ કરો છો. તમને લાગે છે કે જીવન એક ગીત છે, અસ્તિત્વનું ગીત જેનો તમે પોતે જ ભાગ છો. તમે દરેક બાબત સાથે, તમારી આસપાસની દરેક વ્યક્તિ સાથે, ગહન લયમાં રણકો છો. તેમાં તમારી જાતનો સમાવેશ થઇ જાય છે. તમારી ક્રિયા સીધી સાદી આનંદ અને પરમાનંદની અભિવ્યક્તિ છે, જે હંમેશા તમારા પર છવાયેલી રહે છે.
એક નાની વાર્તા:
એક ઝેન ગુરૂ કેમ્બ્રિજ બુદ્ધીસ્ટ સોસાયટીના સભા સ્થળે આવી પહોંચ્યા. તેમણે જોયું કે દરેક
જણ તેમની મુલાકાતની અપેક્ષાએ આખી જગ્યાને
સાફસૂથરી બનાવવા ધૂળ ઉડાવીને સાફ કરતાં
હતાં.
તેમને એ જોઇને જ નવાઇ લાગી, કારણ કે તેઓ આગલા દિવસ પહેલાં તો આવવાના ન હતાં.
તેમણે બસ, તેમના ઝભ્ભાની બાંયોને ઊપર ચડાવી દીધી અને તૈયારીમાં લાગી ગયા. તેઓ માની શક્યા નહિ કે તે મદદ કરવા ઇચ્છતા હતા. તેમણે પૂછ્યું, “શા માટે હું મારા આગમન ના ભવ્ય દિવસની તૈયારી ન કરી શકુ?”
તમે જ્યારે અસ્તિત્વ સાથે રણકતા હો છો, તમે દરેક બાબતનો આનંદ લો છો, તમારી જાતનો પણ. તમે તમારી જાતને અન્ય કોઇ બાબતથી જુદા સમજતા નથી, તમે કોઇ પણ બાબત માટે કોઇ જુદું કારણ જોતાં નથી, એવા લોકો હોય છે, જેઓ કુદરત સાથે સંવાદ સાધે છે, પરંતુ જ્યારે લોકો સાથે સંવાદ સાધવાનો આવે છે ત્યારે (દુઃખદ) રીતે પાછા પડે છે પછી, તેમનો કુદરત સાથે સુમેળ (સંવાદ) પણ અસલી સંવાદ બનતો નથી. માત્ર કુદરત વિશે લાગણી હોવી તે કોઇ માપદંડ નથી, જેનાથી પ્રેમની માપણી થાય છે.
લોકો કહે છે કે તેઓ અસ્તિત્વ સાથે સંવાદ તો કરે જ છે. વૃક્ષો અને પશુઓ તમારા માટે કોઇ મુશ્કેલી પેદા નથી કરતા. તેથી જ તમે દાવો કરી શકો છો કે તમે તેમની સાથે સંવાદમાં છો! તેઓ શાંત રહે છે. તમે તેમની સામે કોઇપણ વ્યક્ત કરી શકો છો. તમે તમારી લાગણી તેમના પર લાદી(ઠોકી) શકો છો, તમે તે બહાર ખેંચી શકો છો અને તમને સારું લાગે છે, માત્ર એટલું જ. એ તો માત્ર અહંકારને પોષવા માટે કરેલો પ્રવાસ જ છે. ખરૂં સાર તત્ત્વ છે, સમગ્ર અસ્તિત્વ સાથે સંવાદ સાધવાની શક્તિમાં, પછી ભલે તમે મુશ્કેલીનો સામનો કરતા હો!
જો તમે પ્રેમની એ જગ્યા બનાવી શકો છો, એવી શરતો નીચે, તો પછી તમે સંવાદ સાધી લો છો.
એક વખત એક કવિએ પ્રેમગીત લખ્યું . અને તેના મિત્રોને મોકલ્યું. થોડા દિવસો પછી, તેને એક એવી સ્ત્રી તરફથી પત્ર મળ્યો જેને તેણે કાવ્ય મોકલ્યું હતું.
તે સ્ત્રીએ તેને એમ લખ્યું હતું, “હું તમારું કાવ્ય મને ખૂબજ સ્પર્શી ગયું છે હું અભિભૂત થઇ ગઇ છું. તમે કૃપા કરી મારે ઘેર આવો, મારા માતાપિતા ને મળો, અને તેમને પૂછો કે શું તમે મારી સાથે લગ્ન કરી શકો છો. ”
તે કવિને આશ્ચર્ય થયું, તેમણે તે સ્ત્રીને જવાબ આપ્યો, “તે કાવ્ય હતું મારા હૃદયના પ્રેમનું. જે હું કેટલાક થોડાં આત્માઓ સમક્ષ ગાવા માંગતો હતો. તેનાથી વિશેષ એ કાંઇ ન હતું. !”
તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે ઢોંગી(બનાવટી) છો. તમારા કારણે હું ક્યારેય મારી જિંદગીમાં કવિને ફરીવાર આવકાર નહિ આપી શકું.”
સમસ્યા એ છે કે, દરેક બાબત બુદ્ધિના તર્ક પ્રમાણે બને છે. પ્રેમને માત્ર બીજી વ્યક્તિના શરીર પ્રત્યેની લાલસા તરીકે નીચો લઇ જવાયો છે. આજ સમસ્યા છે. સાચો પ્રેમ (તમારી અંદર) ઉભરાતી શક્તિની અભિવ્યક્તિ છે, જે થવાની શરૂઆત તમારી અંદરથી થાય છે, અને તે પણ જ્યારે તમે અસ્તિત્વને “હા” કહો છો.
પ્રસિદ્ધ કવિ કબીર કહે છે જ્યારે પ્રેમ તમારો કબજો
સાચો પ્રેમ અને કરૂણા,
ક્ષણ પ્રત્યે આપોઆપ પ્રગટ
થતા પ્રતિભાવો છે. તે લોકો કે
પરિસ્થિતિને ગણકાર્યા વિના
બહાર આવી જતા હોય છે.
લઇ લે છે ત્યારે તમે બીજી બાબતોનો કોઇ વિચાર કરતા જ નથી. માત્ર તેમાં કૂદકો મારી દો છો. તમે જો વિચાર કરવા લાગશો તો, જ્યારે નિંદ્રાદેવી તમારી આંખો બોર કરી ઊંડી નિદ્રામાં ઢાળી દેતી હોય, ત્યારે તમે તકિયા ગોઠવવામાં લાગી જાવ એવું કાઇક થશે. તે કહે છે, “એક વખત માથું પણ જો આપી દેવાની વાત આવે, તો તમારે શા માટે એના પર વિલાપ કરવો જોઇએ!”
તમારા ગુરૂ ઘણા જન્મોથી તમારી રાહ જુએ છે. પરંતુ તમારે તેમને કહેવું જ પડશે “હા”. યાદ રાખો, ગુરૂ સત્પુરુષ છે. તે તમને બંધનમાં રહેવાની છૂટ આપે છે. તે રાહ જુએ છે. એક વખત તમે “હા” કહો છો તો તે તેમને તેમના બાહુઓમાં લઇ લે છે. ગુરુ જ માત્ર એવી વ્યક્તિ છે, જે તમને પ્રેમની શક્તિના દર્શન કરાવી શકે છે.
પ્રબુદ્ધ હસ્તીનો પ્રેમ અને કરૂણા અનંત છે. સંન્યાસ પ્રબુદ્ધ હસ્તી જેવું જીવન. એટલે એજ જીવનમુક્તિ છે.
સંન્યાસી એવી વ્યક્તિ છે, જે આંતરજગતમાંના પ્રેમ અને કરૂણામાં સ્થિર હોય છે, જ્યારે બાહ્ય જગતમાં એકાગ્રતા અને યથાર્થતામાં સ્થાપિત હોય છે. સાચા સન્યાસીમાં તલવારની ચોક્કસના હોય છે. જ્યારે તે તેની આંખો બંધ કરે છે, પછી તેને માટે બહારની દુનિયા રહેતી જ નથી. તે જ્યારે આંખો ખોલે છે, ત્યારે તેનું કામ પૂર્ણ હોય છે. પૂર્ણતા માત્ર કામમાં જ નહિ, પરંતુ સંબંધોમાં પણ! તે પિતા છે, માતા છે, ભાઈ છે, અને મિત્ર છે, આ બધું જ તે એક જ સમયે હોય છે.
તે ગતિ કરે છે, આંતરિક પ્રજ્ઞાના માર્ગદર્શન મુજબ. તેથી જ તે હંમેશા આ ક્ષણમાં જ હોય છે. તે ક્ષણને પ્રતિભાવ આપે છે. તે જ તેની અંતિમ જવાબદારીની લાગણી છે – ક્ષણને પ્રતિભાવ આપવો અને તે પણ આપમેળે ઉઠતા અંદરના ભાવથી. સાચો પ્રેમ અને કરૂણા, ક્ષણ પ્રત્યે આપોઆપ પ્રગટ થતા પ્રતિભાવો છે. તેથી જ તે લોકો કે પરિસ્થિતિને ગણકાર્યા વિના બહાર આવી જતા હોય છે.
એક નાની વાર્તા:
એક વ્યક્તિ ઝેન મઠમાં ગયો અને ગુરૂને કહ્યું, “ગુરુજી હું મારી બાકીની જીંદગી માટે ઝેનનું પાલન કરવા માંગુ છું. પરંતુ હું લાંબા સમય સુધી કશી બાબતને વળગી રહ્યો નથી, હું હંમેશા દરેક બાબતમાં ટૂંકાં રસ્તા શોધું છું. શું પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવાનો કોઇ ટૂંકો રસ્તો છે?
ગુરૂએ તેને કહ્યું, “તમારો આ મઠમાં બે દિવસ માટે સ્વીકાર કરવામાં આવે છે. આ બે દિવસમાં તમને પ્રબુદ્ધ સ્થિતિ માટેનો ટૂંકો માર્ગ શીખવવામાં આવશે. તમે કંઇક ખાસ કરવા માંગતા હો એવી કોઇ બાબત ?”
તે વ્યક્તિએ કહ્યું, “હું લાંબા સમય સુધી કશાયને વળગી રહેતો નથી, તેને કારણે આપનેએ બતાવવા હું અસમર્થ છું કે હું સૌથી વધુ શું કરવા માગું છું. પરંતુ મને ચેસ રમવાનું ગમે છે.
ગુરૂએ એક જુવાન શિષ્યને બાલાવી મંગાવ્યો જે સારા ચેસના ખેલાડી તરીકે જાણીતો હતો તેમણે તે બંનેને બેસી જવા કહ્યું અને તે બે વચ્ચે ચેસ
બોર્ડ મૂક્યું. તેમણે પછી તેમની તલવાર કાઢી અને બન્નેની સામે મૂકી અને કહ્યું, “તમારે બન્ને જણે રમવાનું છે. જે ક્ષણે તમારા બેમાંથી જે કોઈ બાજી હારશે એટલે હારનારાનું માથું કાપી લેવામાં આવશે. ”
ગુરુના શબ્દો સાંભળી તેમને આઘાત લાગ્યો. તેમણે રમત શરૂ કરી અને રમ્યા પણ ખરા.
તેમણે રમત પર એટલું ધ્યાન આપ્યું, કે તેમણે પહેલાં ક્યારેય આપ્યું ન હતું.
શરૂઆતમાં, પેલા યુવાન ભિક્ષુકે સારી ચાલો રમી અને તેને એમ લાગ્યું કે તે જ રમત જીતી જશે. પછી અચાનક તેણે ભૂલ કરી. પેલા માણસે તે તક ઝડપી લીધી અને રમતને પોતાના હાથમાં લઇ લીધી. થોડી જ વારમાં તે સ્પષ્ટ રીતે જીત તરફ આગળ વધતો હતો.
અચાનક, તેણે જુવાન ભિક્ષુક તરફ જોયું અને વિચાર્યું કે આ ભિક્ષુકે તેની જુવાન વયે ગુરુ સાથે કયા સમર્પણ અને ભક્તિ ભાવથી આ ઉંમરે ગુરુ સાથે જીવન જીવ્યું હશે. પછી તેણે પોતાની જિંદગી માટે વિચાર્યું અને તેને થયું કે તેણે તેને કેવી વેડફી નાંખી છે. એકાએક નિર્ણય કર્યો કે, જો કોઈ એક જણને મરવાનું જ હોય તો, હું જ મરીશ. તેણે જાણી જોઇને ખોટી ચાલ ચાલી. યુવાન ભિક્ષુકે તે જોયું અને ફરીથી રમત સંભાળી લીધી.
ગુરુ આ બધી વાત જોઇ રહ્યા હતા. તે તબક્કે તેમણે ચેસબોર્ડ ખસેડી લીધું અને હવામાં પ્યાદા ઉછળી પડ્યા. તેમણે કહ્યું, “કોઈપણ જીતતો નથી, કોઈપણ હારતો નથી, રમત પૂરી થઈ છે. પ્રબુદ્ધ અવસ્થા માટે બે જ વસ્તુ જોઈએ, તે છે એકાગ્રતા અને કરુણા. આજે તમે બન્ને શીખ્યા છો. તમે મારી સાથે રહો અને તમે આજે જે રીતે ચેસ રમ્યા છો, તે જ રીતે અભ્યાસ કરો. પ્રબુદ્ધ અવસ્થા તમને પ્રાપ્ત થશે જ!”
સંન્યાસ એકાગ્રતા અને કરુણાને ભેગા કરવાની વાત છે. એકાગ્રતાથી તમે ક્યારેય જીવનના ધ્યેયને ભૂલી શકશો નહિ, જે છે પ્રબુદ્ધ અવસ્થા. કરુણાને કારણે તમે તમારા પોતાના જીવનનું જ બલિદાન આપવા માટે તૈયાર રહો છો, જેથી તમે ધ્યેય પ્રાપ્તિ કરી શકો! જ્યારે બન્ને તમારી પાસે છે, ત્યારે તમે અને બીજા એમ બન્ને ત્યાં પહોંચી શકશો! આ જ છે સંન્યાસની મહાનતા એ જ છે સંન્યાસનો અવકાશ.
સંન્યાસીનો સૌથી મહાન ગુણ છે તેનો અસ્તિત્વમાં ભરપૂર વિશ્વાસ. સમાજ તમને શીખવે છે કે તમે તમારી જાતને દરેક બાબત સામે રક્ષણ આપો. ત્યાં જ સમસ્યા છે, તમને એવી માન્યતા શીખવવામાં આવે છે કે અસ્તિત્વ તમારો દુશ્મન છે અને તમારે તેનાથી તમારી જાતને બચાવવાની છે. તમે એ જ નિયમ લાગુ પાડો છો અને તમારી જાતને ગુરુ થી પણ બચાવો છો. ગુરુ તમારા જીવનમાં આવે છે માત્ર એક હેતુથી–તમારા અહંકારનો નાશ કરવો અને તમારી અંદર સંન્યાસની વૃત્તિને ખીલવા દેવી.
સંન્યાસ ખરેખર તો તમે કયા ખોટે રસ્તે જઇ રહ્યા છો, તે શોધી કાઢવા સિવાય બીજું કશું જ નથી. તે ચોક્કસ સ્થાન અહંકાર સિવાય બીજા કોઈ નામથી જાણીતું નથી. તમે જો આ સમજો, તો તમે તમારા ગુરૂને સીધા જ ખુલ્લા થાવ છો અને તેમને તમારા અહંકાર પર હુમલો કરવા દો છો. તમે માત્ર તમારા બધા જ બચાવના
ઉપાયોને છોડી દો છો અને ખુલ્લાં થઈ જાઓ છો. ગુરૂજીના સાન્નિધ્યમાં નિકટ રહેવું એ તમારા નાકને તમારી આંગળીઓ વડે બંધ કરવાં જેવું છે, જ્યારે સુગંધીદાર મંદ મંદ હવા સુગંધી ફેલાવતી હોય છે. જ્યારે તમે તે ખુલ્લું કરી દો છો એક વિશ્વાસ સાથે, તો તમે જોશો કે તમારી આસપાસ ચમત્કાર થતાં રહે છે.
વિશ્વાસ પાસે આશ્ચર્યજનક શક્તિ છે. તે કોઇ પ્રકારના તર્ક થી પર થઇને કામ કરે છે. જે કોઇ બાબત તર્કથી પર થઇ કામ કરે છે તે જ છે, સીધું સત્ય. તે ક્યારેય નિષ્ફળ થતું નથી. તમે જ્યારે ગુરૂ પર વિશ્વાસ કરો છો, જ્યારે તમે ગુરૂને સમર્પિત થાવ છો, ત્યારે તમે તેમને તમારી જાતની જવાબદારી સોંપો છો. તે ક્યારેય નિષ્ફળ રહેતા નથી, તેનો અર્થ એ નથી કે, તમે તેમને સમર્પિત થાવ છો, અને મૂર્ખામીભરી બાબતો કર્યા કરો. ના! પહેલી વાત એ છે કે તમારે તે સમજવાનું છે કે જ્યારે સાચું સમર્પણ થાય છે, ત્યારે તે ક્યારેય તમને મૂર્ખતાભરી બાબતો કરવા પ્રેરિત કરશે નહિ. સમર્પણના નામે થતું કહેવાતું સમર્પણ જ માત્ર મૂર્ખતા ભરી બાબતો કરવા પ્રયત્ન કરશે. સાચું સમર્પણ ચેતના છે, નહિ કે અખતરો કરવાનો માત્ર ખ્યાલ.
સંન્યાસી એવી ચેતના છે, જે ગુરૂજીની હાજરીમાં અને લોકોના સમૂહ વચ્ચે ખીલે છે. વર્ષોથી, સંન્યાસ હંમેશ સમૂહમાં જ થતો આવ્યો છે. બધા જ મહાન ગુરૂજીઓએ સંન્યાસીઓના સમૂહને દીક્ષા આપી છે. જ્યારે પણ લોકોનો સમૂહ પ્રેમમાં વિલીન થાય છે, જ્યારે લોકોનો સમૂહ પીગળવા માંડે છે, સંન્યાસ પ્રગટ થવાની શરૂઆત થાય છે. અચાનક, ઘણું બધું સૌંદર્ય પ્રકાશી ઉઠે છે. અચાનક, અસ્તિત્વ અત્યંત ભરપૂર રીતે રહસ્યપૂર્ણ અને સુંદર લાગે છે. જોગાનુજોગની શક્તિ જીવનની એક રીત થઇ જાય છે. ભરપૂર શક્તિ વહેવાની શરૂઆત થાય છે. દરેક બાબત પૂર્ણ સ્વરૂપે ભાસે છે. ચારે બાજુ જાણે બધું જ મહેકી રહ્યું હોય તેવી સમજાવી ન શકાય તેવી લાગણી થાય છે.
આનો અર્થ એ નથી કે અસ્તિત્વ વધારે સુંદર બની ગયું છે. અસ્તિત્વ તો હંમેશા તેવું જ છે. તમે તે પ્રત્યે પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું છે, બસ એટલું જ. તમારા પોતાના જ માનવીય ગુણો અત્યંત સારી રીતે સમૃદ્ધ બન્યા છે. આ જ છે સંન્યાસ! તમે જ્યારે અસ્તિત્વ સામે પ્રતિભાવ આપવાની શરૂઆત કરો છો, તે પણ તમારા સમૃદ્ધ ગુણોથી, તમે જ્યારે અસ્તિત્વમાં લીન થઈ જવાની શરૂઆત કરો છો, તમે જ્યારે તે માટેની તીવ્ર ઝંખના રાખતા થાવ છો, ત્યારે સંન્યાસ તમારામાં પ્રગટવાની શરૂઆત થાય છે.
જ્યારે સંન્યાસ પ્રગટે છે, ત્યારે આપમેળે જ તે અસ્તિત્વમાં વધારે સુંદરતા ભરી દે છે. તમે સર્જક બની જાઓ છો. લોકો વિચારે છે કે સંન્યાસી સર્જનતાને છોડી દે છે. ના! સંન્યાસ તો ઈશ્વર તરફ એક પગલું નજીક જવાની ગતિ છે અને ઈશ્વર છે છેવટના સર્જક. સંન્યાસની મૂળભૂત શક્તિ જ છે, સર્જનશક્તિ. આ જ સંન્યાસ અંગેની એક બાબત છે, જેની લોકોને ઘણી જ અલ્પ જાણ હોય છે.
સંન્યાસ થાય તે જ સાચી ક્ષણ...
એક નાની વાર્તા:
એક દિવસ એક યુવાન વ્યક્તિ સોક્રેટીસને મળી, જે મહાન ગ્રીક તત્ત્વચિંતક હતા. તેણે કહ્યું, “ઓ મહાન સોક્રેટીસ, હું આપની પાસે જ્ઞાન મેળવવા આવ્યો છું.” સોક્રેટીસ તે વ્યક્તિને દરિયા પાસે લઇ ગયા અને તેનું માથું થોડી સેકન્ડ માટે પાણીમાં નીચે દબાવી દીધું.
જ્યારે તેમણે તેને છોડી દીધો તે વ્યક્તિ શ્વાસ લેવા મોઢું ખોલતો ઉપર આવ્યો. સોક્રેટીસે તેને કહ્યું કે તને જે જોઇએ છે તે ફરીથી જણાવ. તે વ્યક્તિએ કહ્યું, “મારે જ્ઞાન જોઇએ છે.”
સોક્રેટીસે ફરી તેને પાણીની નીચે મૂકી દીધો, અને આ વખતે તો વધુ સમય માટે. પછી તેમણે તેને છોડી મૂક્યો અને પૂછ્યું, “તારે શું જોઇએ છે?”વ્યક્તિ એ જવાબ આપ્યો, “જ્ઞાન.”
સોક્રેટીસે તેમ જ કરવાનું થોડા વધુ વખત ચાલુ રાખ્યું.
થોડા સમય પછી, સોક્રેટીસે ફરી પૂછ્યું, “તારે શું જોઇએ છે?” તે વ્યક્તિ મોટું ખોલી બોલવા માંડ્યો, “હવા, મારે હવા જોઇએ છે!”
સોક્રેટીસે કહ્યું, “સારું, જેવી તને હવાની જરૂર હતી, તેવી જ જરૂર જ્ઞાનની પડશે ત્યારે તને તે મળી જશે.”
સંન્યાસ એ તમારી અંદર ઉઠતી ઊંડી ઉત્કંઠા છે, તે ઊંડી તમન્ના છે. સમય સાથે તમારી ઇચ્છા એક સરખી ન પણ હોય તો ઠીક છે. તમે કૂદકો મારી શકો છો. તમે એક સરખા ન રહી શકો. પરંતુ એક સરખા રહેવું તે કોઈ જરૂરી માપદંડ નથી. જ્યારે તે મૂળીયાં ઘાલે છે, તે જ પૂરતું છે. તમે તૈયાર છો. એક વખત તમે અંદર કૂદકો મારો છો એટલે દરેક બાબત બરાબર થઈ જાય છે.
એક વ્યક્તિ શિયાળાના મહિનાઓ દરમ્યાન હિમાલય પર્વત તરફ ચાલતા જતા હતા. એક વૃદ્ધ વ્યક્તિએ તે જોયું. અને પૂછ્યું, “પર્વતોમાં ઘણી ઠંડી હોય છે. તમને ખાત્રી છે તમે ત્યાં રહી શકશો?” તે વ્યક્તિએ જવાબ આપ્યો, “મારું હ્રદય તો ત્યાંજ છે. તેથી મારામાંથી બાકીની બાબતોને ત્યાં પહોંચવું સહેલું પડશે.”
શરૂઆત થવી તે જ પ્રક્રિયાને વેગીલી બનાવે છે. સંન્યાસનો બાહ્યવેશ અંદરના વેશની કાળજી લેશે. તેથી જ, શરૂઆતની રીતે, નવું નામ અને ભગવા કપડાં આપવામાં આવે છે. તે જ તમારા માટે મોટા ભાગના કાર્યો કરશે. તે દરેક ક્ષણે સભાનતાને જીવંત રાખશે.
પરંતુ જો તમે કૂદકો મારવાના નિર્ણયનું વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો, તો તમે તેને ગૂમાવી બેસો છો. માત્ર તમારી શક્તિ જોઈને જ હું તમને કહી શકું છું કે તમે સંન્યાસ માટે તૈયાર છો! તમે આ શક્તિનું વિશ્લેષણ કોઇ તર્કથી કરી શકશો નહિ. આ શક્તિ તર્કની ઉપરવટ છે. તમે જ્યારે પણ સંન્યાસ લો છો તે ક્ષણ બરાબર છે, માત્ર એટલું જ તમે જો તેને પાછળથી છોડી દો છો તો તેનું પણ કોઇ દુઃખ ન કરશો. તેનું બીજ રોપાઈ ચૂક્યું છે. એક વખત કોઇ વ્યક્તિ સંન્યાસી બને છે, તે હંમેશા સંન્યાસી જ રહે છે. તે જ સમય છેવટનો સમય હોઇ શકે છે.
સંન્યાસ એવો નિર્ણય છે જે બુદ્ધિશાળી લોકો દ્વારા લેવાય છે. જ્યારે વ્યક્તિનું જીવન પાણી ઉકળે તેવા ઊંચા તાપમાને આવી જાય છે, હતાશાની ટોચે આવી જાય છે, એવા તબક્કે કે જ્યાં તમને બાહ્ય જગત કોઇ કામનું રહેતું નથી, જ્યારે આગળ કશું જ નથી, જે તમારી સ્થિતિમાં તમને મદદરૂપ થઇ શકે ત્યારે તમારી પાસે ત્રણ પસંદગીઓ હોય છે, જે તમે લઇ શકો છો.
પહેલી પસંદગી તમે કરી શકો છો તે છે આત્મહત્યા. આત્મહત્યા તુરંત મળતી મુક્તિ જેવું જણાય છે. પરંતુ તે તો ભયંકર દુઃખ ઊભું કરે છે. લોકો એમ માને છે કે
આત્મહત્યા માટે હિંમત જોઈએ. હિંમત એ સુંદર શબ્દ છે, જેને અહીં ખોટી રીતે ઉપયોગમાં લેવાયો છે. તમારે તમારી આંખમાં મરચાંની ભૂકી ઘસવા માટે શું કોઈ હિંમતની જરૂર રહે છે? ના! એ તો નરી મૂર્ખતા છે. તે જ રીતે, આત્મહત્યા કરવા માટે કોઈ હિંમતની જરૂર રહેતી નથી. તે તો માત્ર મુર્ખતા જ છે. તેમાં હિંમત બતાવવા જેવું કશું જ નથી.
આત્મહત્યા પાછળના વિજ્ઞાનને સમજીએ. ધારો કે તમારા આ જન્મનું સામાન્ય આયુષ્ય નેવું વર્ષ છે, અને તમે પીસ્તાલીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરો છો. તો તમારે બીજા ૪૫ વર્ષ જીવ તરીકે બીજો જન્મ લેવા માટે અન્ય કોઈ શરીર મેળવવા રાહ જોવી પડશે. આ પીસ્તાલીસ વર્ષે તમારે માટે એવા નર્ક સમાન અસહ્ય લાગશે જેનો અનુભવ તમે ક્યારેય કર્યો નથી. તે તમારા હાલના શરીરમાં રહેતા થતા સંઘર્ષ કરતાં પણ વધારે ખરાબ બની રહેશે. તમે વિચારો છો, તેમ આત્મહત્યા એ કોઈ પ્રકારનો છૂટકારો નથી.
બીજો વિકલ્પ છે કોઈ પ્રકારના નશાના બંધાણી બની જવું, જેમ કે નશાયુક્ત દવા કે દારૂ, અને જે તમે મૃત્યુ ન પામો ત્યાં સુધી શરીર માટે ધીમા ઝેર જેવું કામ કરે છે. આ પણ એટલું જ મૂર્ખતા ભર્યું છે. કારણ કે તમે જાણી જોઈને માનવ શરીરનો દુરુપયોગ કરો છો.
ત્રીજો અને ખૂબ જ બુદ્ધિશાળી માર્ગ છે તમારી પોતાની ભીતરમાં દૃષ્ટિ કરવી. જ્યારે બાહ્ય જગત તમારા મનમાંથી પૂરું થતું જણાય છે ત્યારે હવે સમય આવ્યો તમારે તમારી અંદર દૃષ્ટિ કરવી. સંન્યાસ ત્યારે જ થાય છે જ્યારે તમે અંદર દૃષ્ટિ કરી આંતર્દર્શન કરવાનું નક્કી કરો છો. સંન્યાસ એવી દવા છે જે તમારા સમગ્ર જીવનની પદ્ધતિને બદલી નાખે છે અને તમારી સમગ્ર શક્તિને પ્રબુદ્ધ અવસ્થા તરફ દોરી જાય છે. જ્યારે અંદર દૃષ્ટિ કરવાનો પહેલો વિચાર આવે છે, ત્યારે આધ્યાત્મને આલિંગન આપવાનો પહેલો વિચાર ઉદ્ભવે છે, અને બુદ્ધિશાળી વ્યક્તિ સંન્યાસમાં કૂદી પડે છે. સંન્યાસ જ ટૂંકો રસ્તો છે.
એક નાની વાર્તા છે:
પ્રબુદ્ધ અવસ્થા શોધતો પચાસ વર્ષનો એક વિદ્યાર્થી ઝેન ગુરૂ પાસે આવ્યો અને કહ્યું, “હું નાનો બાળક હતો ત્યારથી માંડીને આજ સુધી આધ્યાત્મવિદ્યાનો અભ્યાસ કરી રહ્યો છું. મેં શીખ્યું છે કે ઘાસ અને વૃક્ષો પણ પ્રબુદ્ધ બનશે આ મને ઘણું વિચિત્ર લાગે છે.”
ગુરૂએ પૂછ્યું, “ઘાસ કે વૃક્ષો કઇ રીતે પ્રબુદ્ધ બને છે તે વિશે ચર્ચા કરવાનો શું અર્થ છે? પ્રશ્ન એ છે કે તમે પોતે કઇ રીતે પ્રબુદ્ધ બની શકો છો. તમે ક્યારેય તે બાબતે વિચાર કર્યો છે?”
તે વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો, “મે તે રીતે ક્યારેય વિચાર્યું નથી.”
ગુરૂએ કહ્યું, “તો પછી ઘેર જાઓ અને તે વિશે વિચાર કરો.”
સંન્યાસ તમારી પોતાની સાથેની જ કેન્દ્રીત થયેલી મુલાકાત છે. તે તમે તમને પોતાને સભાનાવસ્થામાં આપેલ વચન છે કે તમે પોતે જ જે નથી તે બધાનો નાશ કરવાનાં છો. અને તમારી જાતનું પૂરેપૂરું શુદ્ધિકરણ કરવાનાં છો.
સન્યાસ એ છેવટનો જુગાર છે
તમે એક વખત તમે સંકલ્પ કરો છો તો તમારું જોવાનું, સાંભળવાનું, બોલવાનું અને લાગણી અનુભવવાનું જુદાં જ બનવા માંડશે. આ જ તમારામાં નવી સમજણ લાવવાનું કારણ બનશે. ભવિષ્ય માટેના જો કોઈ ઉકેલ હોય તો, તે સંન્યાસ જ છે. કારણ કે આ જ માત્ર એવી વસ્તુ છે જે તમને શીખવે છે તમારા પોતાનામાં સ્થિર કઈ રીતે થવું, અને છતા બાહ્ય જગતમાં રમતિયાળ પણે આનંદપૂર્વક અને મસ્તીભરી રીતે વર્તવું. સંન્યાસ તમને તમારી ઓળખ બનવા દીધા વિના અસંખ્ય ભૂમિકાઓ કરવા દે છે. તે તમને સતત રોમાંચિત અને હંમેશા મસ્તીમાં રાખે છે. તે તમને આ પૃથ્વીગ્રહ પર જન્મ ધારણ કરવાના મૂળ તત્વનો અનુભવ કરાવે છે.
સાચો પ્રેમ કદી અવરોધ ન બને
સાચી મા એ છે જે યોગ્ય સમયે તેના બાળકને જવા દે છે. જે માતા તેના બાળક માટે અત્યંત મમત્વ રાખતી હોય છે, તે પહેલાં તો કદાચ જન્મ આપવામાં જ સંકોચ કરે છે! જન્મ આપવાની ક્રિયા પણ એક પ્રકારે જવા દેવા જેવી જ વાત છે. કારણ કે તેનાથી બાળક માતાનું શરીર છોડીને દૂર થાય છે ! તે જ માતા જે બીજા સ્તરના વિસ્ફોટ માટે તૈયાર હોય છે, એ એવી માતા છે જે જવા દેવા તૈયાર છે, તે જ માત્ર સાચી માતા બની શકે છે.
તમે જો વધારે પડતું મમત્વ રાખતા હો, તમે જો તમારા બાળકથી અલગ થવાનું વિચારતાં પણ દુઃખી થઇ જતા હો, તો પછી તમારે બાળકને જન્મ આપવો જ ન જોઇએ! તમારે તેને સતત ‘‘નાળ’’ દ્વારા જ પોષણ આપવું જોઇએ. નાળનું જોડાણ તમારે સતત જીવંત રાખવું જોઈએ! જેવી રીતે, બાળકનો ભૌતિક વિકાસ ત્યારે જ થાય છે, જ્યારે તમે તેને પ્રથમ નવ મહિનાની અવધિ પછી બાહ્ય જગતમાં મોકલો છો. તે જ રીતે તે માનસિક રીતે પ્રગતિ ત્યારે જ કરી શકશો, માત્ર જ્યારે તમે તેને તમારાથી અલગ થવા દેશો.
> ભૌતિક રીતે છૂટા પડવું તેને જન્મ કહેવાય છે. અને માનસિક રીતે અલગ પડવું તેને સંન્યાસ કહેવાય છે.
ભૌતિક રીતે છૂટા પડવું તેને જન્મ કહેવાય છે. અને માનસિક રીતે અલગ પડવું તેને સંન્યાસ કહેવાય છે.
આ રીતે હું ઘણો જ નસીબવાળો છું, હું જ્યારે મારી માતા પાસે ગયો અને તેને કહ્યું કે મારે સંન્યાસ માટે ગૃહત્યાગ કરવો છે, મોડી રાત હતી, લગભગ અગિયાર વાગે. હું મંદિર ગયો, રોજ મુજબ થોડો સમય ત્યાં પસાર કર્યો અને મારા રોજના સમયે ઘેર આવ્યો. મેં મારી પાસેની ચાવીથી બારણું ખોલ્યું અને અંદર ગયો. મેં લાકડાની ચાબડી પહેરી, જે સામાન્ય રીતે ફરતા રહેતા સંત પહેરતા હોય છે. તેનાથી ગ્રેનાઇટની લાદી પર ઘણો મોટો અવાજ થયો. મારી માતાનો નિત્યક્રમ હતો જાગતી રહી,, મારી પસંદનું જમવાનું બનાવવાનું અને હું જ્યારે ઘરમાં પ્રવેશું ત્યારે મને તે પીરસવાનું. જો મે મારું રાત્રિનું ખાણું મંદિરમાં જ લીધું હોય તો હું તેને જણાવી દઉં અને પછી અમે બન્ને સૂઈ જઈએ.
ખાસ તે રાત્રે મારી માતા ઊઠી અને જમવાનું બનાવવાની તૈયારી કરતી હતી. મેં તેમને બોલાવ્યા અને કહ્યું ‘‘મેં નક્કી કર્યું છે કે હું સંન્યાસ લેવા માટે ઘર છોડું છું. તમે મને આજે જમવાનું આપી શકો છો, જોકે મેં જમી લીધું છે છતાં હું અત્યારે જમીશ. કારણ કે કાલે તો હું જતો રહીશ.’’
મારા તરફથી એ ખૂબ સામાન્ય પ્રકારની જાહેરાત હતી. જો કે, તેમને આઘાત તો લાગ્યો, પરંતુ તેઓ કશું બોલ્યા નહિં. એક વાત છે કે મારું આખું કુંટુંબ પહેલેથી જાણતું હતું કે મને બીજુ કંઈ કરવાનું કહેવું કે સમજાવવાનો પ્રયત્ન કરવો એ નકામું છે તેઓ જાણતા હતા કે કંઈ પણ કહેતા પહેલાં હું મારી અંદર તે બાબતે ઘણો જ સ્પષ્ટ હોઈશ. એ પછી જ હું આમ કરવાનો છું એ મોટેથી જણાવીશ. હું જ્યારે કંઈક કહું છું તેનો અર્થ એ છે કે તે કરવાનું જ છે - માત્ર તેટલું જ.
તેમની આંખોમાંથી આંસુ પડવાના શરૂ થયા. મેં તેમની તરફ જોયું અને પૂછ્યું, "તમારો રડવાનો શો અર્થ છે? તમારો અર્થ એ છે કે મારે જવું ન જોઈએ?"
તેમણે તેમનું માથું હલાવ્યું અને કહ્યું, "ના, હું એમ કહેતી નથી કે તારે જવું ન જોઈએ. હું રડું છું કારણ કે હું મારા પર કાબૂ રાખી શકતી નથી. હું આ વાત સ્વીકારી શકતી નથી. હું એમ પણ કહી શકતી નથી કે તું જઈ શકે નહિ."
પહેલેથી તે જાણતી જ હતી કે એક દિવસ આ તો થઈને જ રહેવાનું છે. એક યા બીજા દિવસે હું જતો રહીશ. મારા જન્માક્ષરમાં જ તેની આગાહી થઈ હતી. તેની સુંદર બાજુ એ હતી કે તેણે મને ક્યારેય કહ્યું નહિ, "ના!" તેમણે એમ પણ કહ્યું નહિ કે તારે ના જવું, એટલું જ નહિ તેમણે મારા પિતાને પણ આ બાબત જણાવી. મારા પિતાએ વિચાર્યું કે મારા પર ખીજવાઈ હશે અને કોઈ મુશ્કેલી ઊભી કરી હશે અને તે કારણે જ મેં જવાનું નક્કી કર્યું હશે. તેમણે તેમને પૂછ્યું, "તમે શું તેને ધમકાવ્યો? તમે શું કોઈ મુશ્કેલી ઊભી કરી?"
મારી માતાએ કહ્યું, "ના, મેં કાંઈ તેને ધમકાવ્યો નથી કે નથી એને કંઈ કહ્યું. તે જ તેની મેળે આવ્યો અને મને આ કહ્યું," તે પછી મારા પિતાજી શાંત પડ્યાં.
તે સીધી સાદી જાહેરાત હતી. મારા પિતા મારી પાસે આવ્યા, બેઠા અને પૂછ્યું, "સ્વામી તમારી માતા કહે છે, "વાત સાચી છે?"
મજાકમાં, તે લોકો મને 'સ્વામી' કહીને જ બોલાવતા હતા, તે પણ એ દિવસોમાં પણ.
મેં તેમને કહ્યું, "હાં, મેં નક્કી કર્યું છે કે સંન્યાસ લેવા માટે ઘર છોડી દઉં અને પ્રબુદ્ધ બનું."
તેમને માટે આ આઘાત જનક હતું. પરંતુ તેમણે જોયું કે હું ઘણો સ્પષ્ટ, સમતોલ, શાંત અને હળવો હતો. તેમણે માત્ર એક જ જાહેરાત કરી. તેમણે કહ્યું, "તું માંદો પડે તો અમને જાણ કરજે. એવી વિનંતી. અમે તારી સંભાળ લેવા માંગીએ છીએ." માત્ર એટલું જ તેમણે કહ્યું કે, "તું તમારા પ્રવાસ દરમ્યાન ક્યારેય પણ માંદો પડો તો અમને જાણ કરજે એવી વિનંતી. અમે તારી કાળજી લેવા માંગીએ છીએ. અમે માત્ર એટલી જ વાત ઇચ્છીએ છીએ, તે સિવાય કશું નહિ. હવે પછી તું જે ઈચ્છે તે કરી શકે છે."
મારા માતાપિતા ક્યારેય મારા રસ્તામાં અવરોધ રૂપ બન્યા ન હતા. સમજો: કોઈ પણ સંબંધ, તેમાં માતા પિતા નો સંબંધ પણ આવી જાય છે, સંબંધ ત્યારે જ તંદુરસ્ત હોય છે જ્યારે વ્યક્તિ પછીનાં તબક્કાને બનવા દેવા તૈયાર હોય. મેં હજારો યુવાનો જોયાં છે જેઓ એટલા બધા ઉત્સાહિત છે અને જેઓ પૂરતા હિંમતવાન છે, જેઓ આધ્યાત્મિક શોધના આ માર્ગને અનુસરવાની પૂરતી હિંમત ધરાવે છે. તેમ છતાં, તેમના માતાપિતાને કારણે તેઓ પોતાની જાતને આગળ શોધના પ્રયત્ન કરતા નથી.
માતાપિતા જીવનની એક ઘરેડમાં જ સામાન્ય રીતે રહે છે, જેમકે બીજાના અહંમને પોષવા માટે જ જીવવું અને બાળકો ને મોટાં કરવાં. ભાગ્યેજ થોડા આત્માઓને
સન્યાસ એ છેવટનો જુગાર છે
પ્રેરણા મળે છે અને શોધ આદરવાની હિંમત મળે છે. તમે એ સમજવાનો પ્રયત્ન કરો કે હું તમને એમ કહેતો નથી કે તમે તમારા બાળકોને એવી તાલિમ આપો અને તમારા બાળકોને સ્વામીઓ બનવા દબાણ કરો. ના! મારું એ કહેવું છે કે જો તેમને ક્યારેય સંન્યાસ તરફની ઈચ્છા જાગે, તો તમે તેમના રસ્તામાં અવરોધ બનશો નહિ. તમે જો તેમના રસ્તામાં અવરોધ નહિ બનશો તો ઈશ્વરની તમારા પર કૃપા થશે.
તેથી જ આ વખતે હું સફળ બન્યો છું! તમે એ સમજો કે જ્યારે સંઘર્ષ સંન્યાસ માટેનો હોય છે તો પ્રબુદ્ધ અવસ્થા ન પણ બને, તો તે નિષ્ફળતા નથી. તે મહાન સફળતા છે, કારણ કે તમે નિષ્ઠાથી જીવ્યા છો અને તે પણ ચૈતન્યના ક્ષેત્રમાં. ચૈતન્યના ક્ષેત્રમાં અસ્તિત્વ પૂર્ણ રીતે તમારું નિરીક્ષણ કરે છે. દરેક પગલે તમારી કાળજી લેવાય છે. તેથી તમે સમજો કે કોઈ પણ પ્રકારનું અભિયાન, કોઈ શોધ, કોઈ સાહસ જે ચૈતન્યના ક્ષેત્રમાં કરવામાં આવ્યું હોય તેમાં પ્રોત્સાહન, સંમતિ અને સમર્થન આપવું જોઈએ.
તમારા બાળકે જે રસ્તો પસંદ કર્યો છે તે સમજવાની બુદ્ધિ દાખવો. તેણે છેવટનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યો છે. તે જો રડે, સંઘર્ષ કરે કે એક વખત નિષ્ફળ પણ બને, તેમાં કશું જ ખોટું નથી. - જો તેનો તમને ડર હોય તો હું મારા અગાઉના દસ જન્મોમાં કદાચ નિષ્ફળ પણ રહ્યો હોઉં,
હું મારા માતાપિતા પ્રત્યે કાયમ માટે આભારી છું કે તેઓ મારા માર્ગમાં અવરોધ રૂપ થયા નથી.
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજ્યની ચાવી છે
હવે આપણે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ, અથવા જેને હું સ્વાનુભવનો શિરોમણી કહું છું. હું કોણ છું તે જાણવું અને આ વિશ્વમાં મારે શું ભૂમિકા ભજવવાની છે. તેનું જ્ઞાન પ્રાપ્ત થવું એ સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે, અનુભવ છે. અજ્ઞાનના અંધારામાંથી આપણે સત્યના પ્રકાશમાં પ્રવેશ કરીએ છીએ. આપણે પ્રબુદ્ધ બનીએ છીએ.
પૃથ્વી પર પ્રબુદ્ધ લોકો કેમ અવતરે છે
જ્યા તમે કોઇને પાણીમાં તરતા જુઓ છો ત્યારે ત્રણ વાતો તમારા ધ્યાનમાં આવે છે. પહેલી એ કે આપણને સમજાય છે કે તરવું શક્ય છે. બીજી વાત, તમારામાં જબરદસ્ત ઉત્તેજના આવી જાય છે, જો એ તરી શકે, તો હું કેમ નહીં ? હું કેમ ન કરી શકું ? હું કરી શકીશ જ. ત્રીજી વાત, મને કૂદી પડવા દો. તમને પ્રોત્સાહન મળે છે, અને હિંમત ધૈર્ય મળે છે !
એવી જ રીતે, જ્યાં તમે પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિને આ ધરતી પર હરતાં ફરતાં જુઓ છો, એમના સાંનિધ્યમાં રહો છો, ત્યારે ત્રણ વાતો તમારા ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ કે, પ્રબુદ્ધતા પામવી શક્ય છે. તમે આ પૃથ્વી પર એક ભગવાનની જેમ જીવન જીવી શકો છો.
બીજી વાત, જો એ પ્રબુદ્ધતા પામી શકે છે, તો હું કેમ નહીં? આવું લાગવાનું કારણ એ વ્યક્તિની સાદગી, વિનમ્રતા અને સર્વસામાન્ય માણસ જેવો વ્યવહાર જે તમને તમારા વ્યવહાર જેવો જ લાગે છે. સ્વાભાવિક છે કે તમારામાં આત્મવિશ્વાસ આવે છે કે હું પણ પ્રબુદ્ધતા પામી શકીશ. ત્રીજી વાત, સાહસ, ધૈર્ય મને ઝંપલાવવા દો ! આ ત્રણે વાત ત્યારે જ શક્ય બને, જ્યારે તમે પ્રબુદ્ધતા પામેલ ગુરુની સાથે વાસ્તવમાં રહો, એના શરીરના હાવભાવ સતત નિહાળો. બીજી કોઇ વાતથી આવી પ્રેરણા મળે નહીં.
પ્રબુદ્ધતા એટલે...
(૧) અમર્યાદ, અખંડ પ્રવાહનો અનુભવ કરવો
અમર્યાદ, અખંડ પ્રવાહના અનુભવ સાથે જીવવું એ જ પ્રબુદ્ધતા છે. એ અનુભવ ત્યારે જ થઇ શકે, જ્યારે તમે તમારી આંતરિક અને બાહ્ય ઓળખાણો ભૂલી જાવ અને તેમાંથી રીલેક્સ થઇ જાવ.
જો તમે કાર્યરત રહો અને છતાંય એ અમર્યાદ
ઉત્કટ પ્રેમભાવના જે
કોઈ એક બાબત માટે
મર્યાદિત ન હોય એ જ
આત્માનુભૂતિ.
અખંડિતતાનો પૂર્ણપણે સતત અનુભવ કરો છો તો તમે પ્રબુદ્ધતાને જીવી રહ્યા છો એમ કહી શકાય. જો તમે એમાં પૂર્ણપણે રચ્યા પચ્યા ન રહો પરંતુ એકાદવાર તમને એ અમર્યાદ અખંડિતતાનો અનુભવ થયો હોય, તો તમને 'સાતોરી'નો અનુભવ થયો છે એમ કહેવાય.
(૨) પોતાને, આ દુનિયાને અને ભગવાનને સ્પષ્ટપણે જાણવું
આત્માનુભૂતિ પામવા માટે મૂળભૂત રીતે જે આવશ્યક છે, તે છે ‘માનસશાસ્ત્રીય ક્રાંતિ’, જીવ, જગત અને ઈશ્વરના સંદર્ભમાં નવી ઓળખ, સ્પષ્ટતા.
તમે કેવી રીતે વિચારો છો, શું વિચારો છો, તમને કોણ સ્ફૂર્તિ આપે છે, કોણ પ્રેરણા આપે છે, તમને જીવનમાં કોણ પ્રવૃત્ત કરે છે, આવી બધી બાબતોની બાબતમાં સ્પષ્ટતા હોવી, એ તમારી જાત ‘જીવ’ની બાબતમાં સ્પષ્ટતા છે.
આ જગતમાં તમારી આકાંક્ષાઓની પૂર્તિ કેવી રીતે કરવી, દુનિયાએ તમારા પર લાદેલી પરિસ્થિતિઓ અને ભયનો સામનો કેવી રીતે કરવો, નિડર કેવી રીતે બનવું એ બાબતોની સ્પષ્ટતા હોવી એ ‘જગત’ના સંદર્ભમાં રહેલી સ્પષ્ટતા છે.
હું પોતે અને આ જગતના ઉદ્ભવના સંદર્ભમાં સ્પષ્ટતા હોવી એ ‘ઈશ્વર’ની સમજ છે. આ ઉદ્ભવસ્થાનને પ્રાપ્ત કરવું, આ ત્રણેયને જાણવા એનો જ અર્થ પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવી છે.
જ્યારે તમને સ્પષ્ટ સમજ હોય કે હું જે વિચારું છું તે કેમ વિચારું છું, કેવી રીતે વિચારું છું ત્યારે આ સમજ જ તમને સ્પષ્ટ આત્માનુભવ કરાવે છે. આ જગત સાથે કેવી રીતે જોડાવું તમને જે અપેક્ષિત છે તે કેવી રીતે મેળવવું અને અનાવશ્યક વસ્તુઓને કેવી રીતે દૂર રાખવી, આ જ્યારે તમને સમજાય છે, ત્યારે આ જગતનો તમે સ્પષ્ટ અનુભવ મેળવશો. ત્રીજી વાત છે ઈશ્વર, જે સ્ત્રોત છે પોતાનીજાત અને આ જગતનો.
પોતાની જાતની, આ જગત અને ઈશ્વર આ ત્રણેયના સંદર્ભમાં સાચી સમજ પ્રાપ્ત કરવી એ જ પ્રબુદ્ધતા છે.
(૩) કોપણ કારણ વગરની તીવ્ર ઉત્તેજના
મને લોકો પૂછે છે ‘‘આત્માનુભૂતિ પ્રાપ્ત થયા પછી પ્રબુદ્ધ વ્યક્તિ આનંદનો અનુભવ કરે છે કે ?’’ હું તમને જણાવી દઉં કે આત્માનુભૂતિ પછી જ એ વ્યક્તિ પરમ આનંદ અનુભવે છે. પહેલાં તો તમે માત્ર કલ્પના જ કરો છો કે તમે આનંદમાં છો.
આત્માનુભૂતિ પછી આનંદ મેળવવા માટે તમને જ્ઞાનેન્દ્રિયોની પણ જરૂર રહેતી નથી. તમે સર્વકાળ આનંદનો જે અનુભવ કરશો, કોઈપણ કારણ વગર તમે તીવ્ર ઉત્તેજનાનો અનુભવ કરશો. મારે જો બે શબ્દોમાં આત્માનુભૂતિની વ્યાખ્યા કરવાની હોય તો, હું એમ જ કહીશ કે કારણ વગરની તીવ્ર ઉત્તેજના એ જ આત્માનુભૂતિ, ઉત્કટ પ્રેમભાવના જે કોઈ એક બાબત માટે મર્યાદિત ન હોય એ જ આત્માનુભૂતિ. કોઈ એક વસ્તુ વિશેષ નથી, પણ ઉત્કટ પ્રેમ છે, કોઈ કારણ નથી પણ તીવ્ર ઉત્તેજના છે. આવી સ્થિતિને હું પ્રબુદ્ધતા કહું છું. આત્માનુભૂતિ એમાં નથી કે બધું છોડીને ક્યાંક જતા રહેવું. જીવનનો અહીંયા જ અને હમણાં જ પૂર્ણ આસ્વાદ લેવો એને હું આત્માનુભૂતિ કહું છું.
(૪) તમે પોતાને જે રીતે જુવો છો, તેમજ બીજાને જોવા
હું જેને આત્માનુભૂતિ કહું છું તે એ છે કે, તમારી અંદર ધબકતા જીવનનો જે અનુભવ તમે કરો છો, તે જ અનુભવ તમે તમારા શરીરની બહાર પણ કરો. તમારા પ્રાણ, તમારું જીવન માત્ર તમારા શરીરમાં જ નથી, પણ તમે જીવો છો બીજા બધાના શરીરમાં, વૃક્ષોમાં અને ખડકોમાં તમારો તમારા ભૌતિક શરીર પર જે અધિકાર છે. તે પૂરા વિશ્વ ઉપર ફેરવાઇ જાય છે ! બ્રહ્માંડના અણુંએ અણું માં તમે જીવો છે. દરેક અણુંઓ પૂર્ણ છે અને બ્રહ્માંડનો પરિપૂર્ણ ભાગ છે.
સમજી લો, હું મારા શરીરની બહાર એટલો જ જીવિત છું જેટલો આ શરીરમાં. એનો અર્થ એ થયો કે હું લાખો માથાઓ, આંખો અને પગમાં, તેમજ બ્રહ્માંડમાં રહેલ લાખો જીવોમાં જીવીત છું.
આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દરેક વસ્તુને એવી રીતે જુઓ કે જાણે પહેલી જ વાર જોતા હો, તમારા સંસ્કાર કે તમારા અનુભવોને વચમાં ન લાવો. પછી જ તમે અનુભવશો કે જે જીવન આ શરીરમાં ધબકે છે, તે જ આ શરીરની બહાર પણ ધબકે છે. દસ દિવસ આનો પ્રયોગ કરો. એક વાર તમને ક્ષણિક દર્શન થશે, તો પણ તમે એ કદી પણ ભૂલશો નહીં. તમને જણાશે કે કોઇ વિશેષ કારણ વગર પણ તમે પરમાનંદનો અનુભવ કરી રહ્યા છો. કોઈ કારણ વગર તમારામાં ઉત્તેજના વ્યાપ્ત છે. તમે કોઇ બાબતને આ આમ જ હોય, એમ માની નહીં લો. તમે હંમેશા આનંદમય રહેશો.
(૫) પકડ-મુક્ત થવું
હાલમાં તમે તમારા અનુભવોને ભેગા કરીને એક ધરી બનાવી લો છો. ભવિષ્યમાં તમે જે અનુભવશો તેનો આધાર આ ધરી તમે કેવી રીતે બનાવી છે, એના પર છે. ભૂતકાળમાં તમે કેવા શબ્દો વીણ્યા છે અને આ ધરીને કેવી રીતે સાકાર કરી છે, તે તમારા અનુભવોનો આધાર રહેશે. ભવિષ્યમાં તમારી ભાવનાઓ, પ્રતિક્રિયાઓ, વિચારો અને શબ્દોનો આધાર માત્ર આ ધરી જ રહેશે. પરંતુ પ્રબુદ્ધતા પામ્યા પછી તમારું જીવન આથી કાંઈક જુદું જ હશે. વિચારો ઉદ્ભવે છે અને એ જો તે કરવા ઈચ્છતા હોય, તો તમારું શરીર આ વિચારોની પાછળ ચાલે છે. એક વાર કામ પતે, એટલે એ વિચારો લુપ્ત થાય છે. તે પછી ફરીવાર જ્યારે કાંઈક કરવાનું આવે ત્યારે વિચારો ફરી ઉદ્ભવે છે અને આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. આ બધુ જ બહુ સુંદર રીતે આપમેળે જ થાય છે. કોઈ ધરીની જરૂર રહેતી નથી.
હાલમાં પથારીમાંથી ઊઠીએ, ત્યાંથી તે ફરી પાછા પથારીમાં સુઈ જઈએ ત્યાં સુધી, આપણે સતત એક પ્રકારની અસ્વસ્થતા ભોગવીએ છીએ. સતત આપણે એક યા બીજા પ્રકારનો અજંપો અનુભવીએ છીએ. આપણે બીજાઓના દોષ કાઢવાની રાહ જ જોતા હોઈએ છીએ, આપણને કાંઈક બહાનું જ જોઈએ છે.
પ્રબુદ્ધતા પામ્યા પછી આપણને સતત પજવતી ભય અથવા અપરાધ અથવા વાસનાની ભાવના રહેતી નથી એ ધરીના સંસર્ગમાંથી તમે એક પળ માટે પણ જો પકડ મુક્ત થાવ છો, તો તમને પ્રબુદ્ધતાની ઝાંખી થશે.
આ ધરીથી દૂર થવાની પ્રક્રિયા ક્ષણભરમાં થાય છે. જો તમે પૂર્ણત: સભાન હશો, તો ધરીથી દૂર થવાની આ કિંમતી ક્ષણ તમે પકડી શકશો. આપણું બધું તપ આપણને એ ક્ષણને પકડવા માટે તૈયાર કરે છે. ધરીથી દૂર થવાની પ્રક્રિયા ઘણીવાર થાય છે. તમારે તો માત્ર જાગૃત રહેવાની જ જરૂર છે જેથી તમે એ ક્ષણ પકડી સીધી સાદી વાતમાંથી પણ તીવ્ર ઉત્તેજના અને આનંદનો અનુભવ થાય છે.
શકો. જ્યારે તમે આ
ધરીથી કાયમ માટે
પકડમુક્ત થાવ છો,
ત્યારે તમે પ્રબુદ્ધ છો.
(૬) ચાર કાયમી ફેરફારો
હું એમ કહી શકું છું જ્યારે હું પ્રબુદ્ધ થયો, ત્યારે મારામાં કેટલાક કાયમી ફેરફારો થયા.
પહેલી વાત એ કે બધોજ આંતરિક ગણગણાટ લુપ્ત થયો. આંતરિક ગણગણાટ અદ્રશ્ય થઇ ગયો. એટલે આપણી ભીતરમાં સતત ઉભરાતા શબ્દો હમણાં હું આ ભાષણ કરૂં છું ત્યારે પણ બે શબ્દો વચ્ચેના સમયમાં કોઇ ગણગણાટ નથી. ફક્ત સંપૂર્ણ અવકાશ છે, નિરવ શાંતિ છે.
બીજી વાત એ કે આ અહીંયાં મારું શરીર પૂર્ણ થયું અને બાહ્ય વિશ્વ ચાલુ થયું, એવા ખ્યાલો નાશ પામ્યા. સીમારેખાઓની કલ્પના વિસરાઇ ગઈ. મને એવું નથી લાગતું કે હું એટલે માત્ર આ છ ફૂટનો દેહ. હું પોતાને દરેક બાબતમાં જોઉં છું અને અનુભવુ છું. તમે જો મને નિહાળશો તો તમારા ધ્યાનમાં આવશે કે ફોટોગ્રાફી પછી કે પુસ્તકના આવરણ પર હું જ મારી તસ્વીરોનો પહેલા આનંદ ઉઠાવું છે. ચાર-પાંચ દિવસ તો હું એમાં જ રમમાણ રહું છું.
ત્રીજી વાત એ કે આ શરીર ભલે એક પુરુષનું શરીર હોય આંતરિક રીતે તો નર અને નારી એવો ભેદ અદ્રશ્ય થઇ ગયો છે. મનો વૈજ્ઞાનિક ખ્યાલ કે 'હું નર છું' અથવા 'હું નારી છું' એ મારામાં હવે છે જ નહીં.
અને ચોથી બાબત એ કે સતત ભીતરના ઉત્તેજના છે, બધી જ બાબતો ઉત્તેજિત થવાય છે. ઘણી નાની બાબતો પણ મોટી ઉત્તેજના પેદા કરે છે. સીધી સાદી વાતમાંથી પણ તીવ્ર ઉત્તેજના અને આનંદનો અનુભવ થાય છે.
હું એમ કહી શકું કે પ્રબુદ્ધતા પછી મારામાં આ ચાર બદલાવ કાયમી રીતે આવ્યા. અંતિમ પરંતુ નિર્ણાયિક નહીં (છેવટનું)
એક વાતને સ્પષ્ટ સમજીલો કે પ્રબુદ્ધતા એ અંત નથી, એ પરમાનુભવ છે પણ આખરી અનુભવ નથી.
તમારે આ બે શબ્દો સમજવાની જરૂર છે. 'અંતિમ' અને 'નિર્ણાયિક' તેમનો ભાવાર્થ તદ્દન જુદો છે. ઉદાહરણાર્થ, મારી વ્યાખ્યાનમાળાના પહેલા દિવસના અંતમાં એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું "તમે તો બધું જ કહી દીધું છે, હવે આપણને બીજા વ્યાખ્યાનની શું જરૂર છે ? બીજે દિવસે બીજા એક ભાઈએ આવીને કહ્યું “સ્વામીજી, પહેલે દિવસેજ મને થયું કે તમે આનાથી વધારે ઉંડાણમાં ન લઈ જઈ શકો. આપણે પૂરા ઉંડા ઉતરી ગયા અને આજે અચાનક મારા ધ્યાનમાં આવ્યું કે તમે અમને કાલના કરતાંય ઉંડાણમાં લઈ ગયા અને હવે આનાથી ઊંડાણમાં ન લઈ જઈ શકો. રોજ મને લાગે છે કે તમે આજના કરતાં વધારે ઉંડાણમાં ન જઈ શકો. પણ તમે તો ઊંડાને ઊંડા ઉતરતા જાઓ છો.”રોજ રોજ એ ભાઈને લાગતું હતું કે આ અનુભવ તો અંતિમ છે.
અંતિમનો અર્થ છે દરેક પળ સંપૂર્ણપણે જીવવી. અંતિમ એ છેવટનું નથી. તેમાં ફેરબદલ થઈ શકે છે. જ્યારે એક વ્યક્તિ પ્રબુદ્ધ બને છે, ત્યારે એને પોતાની ક્ષમતાઓનો જ અનુભવ નથી થતો, પરંતુ એ બીજી વધારે વ્યક્તિઓને પણ પ્રબુદ્ધ કરવાનું શરૂ કરે છે.
(૮) શબ્દાંકન નહીં, મનોદર્શન
જ્યારે તમે પ્રબુદ્ધ થાવ છો, ત્યારે તમારી નાભિ અને ગળા વચ્ચે કોઈ અક્ષરો કે શબ્દોની કે વિચારની હેરફેર નહીં થાય. શબ્દો માત્ર ગળામાંથી આવશે. હું એમ કહી શકું છું કે પ્રબુદ્ધતાની જો કોઈ ચોક્કસ વ્યાખ્યા હોય તો તે આ છે. તમારી નાભિ અને ગળા વચ્ચે કોઈ પણ પ્રકારની, શબ્દો, વિચારો, અક્ષરો કે અવાજની હેરફેર નહીં થાય.
શબ્દો ત્યા જ ફૂટશે, જ્યારે તમે બોલતા હશો. જ્યારે તમે બોલતાનહીં હો ત્યારે ભીતરમાં કોઇ શબ્દો નહીં હોય. ફક્ત શક્તિની અવરજવર રહેશે. કોઈ વિચાર નહીં હોય, કોઈ શબ્દાંકન નહીં હોય, અને સતત ચાલતો આંતરિક ગણગણાટ પણ નહીં હોય.
સમજી લો, જ્યારે આંતરિક ગણગણાટ ન હોય, ત્યારે નિર્જીવ શાંતિ હોય છે એવું નથી. એ તો તીવ્ર ઊર્જા છે ! આ ઊર્જામાંથી જે કાંઇ કરવાનું છે તે પૂર્ણતઃ દૃશ્યમાન થશે. જો તમારામાં આંતરિક ગણગણાટ હશે, તો તે એક પછી બહાર આવશે, જેમ કે, સવારે માટે ઊઠવું જ પડશે, પછી ઓફિસ જવાનું રહેશે, પછી હું નવા પ્રોજેક્ટ ઉપર કામ કરીશ. સાંજે હું પાછો આવીશ, પછી હું બહાર જમવા જઈશ..... વગેરે એકધારા એક પછી એક વિચારો અને શબ્દો આવતાં જ રહેશે.
જ્યારે તમારામાં આંતરિક ગણગણાટ નહીં હોય... જ્યારે તમે તમારામાં જ મગ્ન હશો, ત્યારે સંપૂર્ણ દ્રશ્ય એક પેકેજની જેમ સામે આવશે, એક માહિતીના ટૂકડા પ્રમાણે સામે આવશે. એને જ આપણે અંતસ્ફુરણા કહીએ છીએ. જ્યારે તમે તાર્કિક ક્રિયામાંથી પસાર થાવો છો, ત્યારે એને આપણે આંતરિક ગણગણાટ કહીએ છીએ. એ બુદ્ધિમાની છે. પરંતુ જ્યારે આંતરિક ગણગણાટ ન હોય, ત્યારે અંતર્દૃષ્ટિથી તમારામાં આંતરિક ગણગણાટ નહીં હોય. તમે તમારામાં જ મગ્ન હશો, ત્યારે સંપૂર્ણ દ્રશ્ય અંતસ્ફુરણા રૂપે સામે આવશે, બધી બાબતો વ્યક્ત થવાનું શરૂ કરે છે. તમને સીધે સીધી ખબર પડી જાય છે.
(૯) આંતરિક ગણગણાટ અને બાહ્ય શબ્દોનો સમન્વય.
વ્યક્તિ જે પોતાના અંતરાત્મામાંથી દંભને દૂર કરે છે, તે પ્રબુદ્ધતાનો અનુભવ કરે છે. રામકૃષ્ણ પરમહંસ, ભારતના પ્રબુદ્ધ ગુરુ, બહુ જ સુંદર રીતે કહે છે કે ‘તમારો આંતરિક ગણગણાટ અને તમે ઉચ્ચારેલા શબ્દોનો સમન્વય સાધવો એ જ પ્રબુદ્ધતા છે.’
તેઓ કહે છે કે, તમારા આંતરિક ગણગણાટનો અને તમે ઉચ્ચારેલા શબ્દો સાથે સમન્વય સાધો. બસ તે બંને એકરૂપ થવા દો અને તમે પ્રબુદ્ધ છો.
(૧૦) દિવ્ય ચેતનાની જાગૃતિ માંથી સંશોધન અને વિકાસ
કોઈ વ્યક્તિ પ્રબુદ્ધતા પામે પછી એનામાં ખૂબજ તીક્ષ્ણ દિવ્ય ચેતના અને જાગરૂકતા હોય છે. એ દિવ્યચેતના અને જાગરૂકતાના માધ્યમથી સંશોધન, પ્રયોગ અને પૃથક્કરણ કરવું બહુ સહેલું હોય છે. પ્રબુદ્ધતા પામ્યા પછી પણ, હું ઘણાં પ્રયોગો કરતો હોઉં છું, આંતર્વિશ્ચ અને બાહ્ય દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે ઘણીવાર પ્રત્યક્ષ પ્રયોગો કરૂં છું અને ઘણીવાર પોતાની જાતે જ પ્રયોગો કરૂં છું.
સમજો, જ્યારે એક પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિ આધ્યાત્મિકતાના સંદર્ભમાં કંઈપણ કરતાં હોય છે ત્યારે આવે છે. જ્યારે તમે આ સિદ્ધિઓથી પણ આગળ જાઓ છો. પ્રબુદ્ધતામાં એ ક્ષમતા છે કે જ્યારે જરૂર પડે, ત્યારે તમે આ સિદ્ધિઓનો ઉપયોગ કરી શકો છો, અને એ બુદ્ધિમાની પણ હોય છે કે, જ્યારે જરૂર પડે એ સિદ્ધિઓને છોડી પણ શકો છો.
એક દિવસ મારા વાંચવામાં એક લેખ આવ્યો જે “ઑકલ્ટ કેમિસ્ટ્રિ” એટલે “રહસ્યમય રસાયનશાસ્ત્ર” નામના પુસ્તક ઉપર આધારિત હતો. આ પુસ્તક ‘જ્ઞાન એ જ ઈશ્વર’એ સિદ્ધાંતના પ્રણેતા એની બેસંટ અને ચાર્લ્સ લીડબીટરે જુદા જુદા પદાર્થોના અણુઓની રચનાના સંદર્ભમાં કરેલા સંશોધનો ઉપર આધારિત છે. એ લેખમાં એવું પ્રતિપાદન કરેલું છે કે, ભૌતિક શાસ્ત્રે અણુનો એ કેન્દ્ર ભાગ હોય છે, એવું સંશોધન કર્યું તેથી ઘણા સમય પહેલાથી જ થીઓસોફીસ્ટ લોકોએ ઘણાં મૂળભૂત પદાર્થોના અણુના બંધારણ બાબતે અભ્યાસ કરેલો હતો. એને તે પણ તેના છેલ્લા નાનામાં નાના ઘટક સુધી જે આજે ક્વૉંટમ ફીઝીક્સ તરીકે ઓળખાય જાણવામાંઆવે છે.
આજના યુગના વૈજ્ઞાનિક ઉપકરણો વગર એમણે એની શોધ કેવી રીતે કરી? ક્વૉંટમ ફીઝીક્સ તો એ વખતે વિચારણામાં પણ ન હતું. એ અહેવાલ એવું કહે છે કે આ માત્ર સિદ્ધિથી જ શક્ય બન્યું અથવા તો અજ્ઞાત શક્તિથી જેને ‘અણિમા’ કહીને પતંજલિનાં યોગસૂત્રોમાં વર્ણવવામાં આવે છે. પતંજલિ એટલે ભારતનો એક પ્રબુદ્ધ પુરૂષ અને યોગ વિજ્ઞાનના પ્રણેતા. પતંજલિએ અણિમાનું વર્ણન કરતાં એવું કહ્યું કે કે, સૂક્ષ્મ વસ્તુઓનું જ્ઞાન મેળવવું, ગુપ્ત વસ્તુઓનું જ્ઞાન મેળવવું, ખૂબ દૂર પર રહેલી વસ્તુઓનું જ્ઞાન મેળવવું, તે માટે આપણી દિવ્ય શારીરિક શક્તિઓનો ઉપયોગ કરવો તે અણિમા.
જે નરી આંખે જોઈ શકાતી ન હોય એવી સૂક્ષ્મ
તે માત્ર તેના માટે જ હોતું નથી. એ કરવાથી એના અનુયાયીઓ માટે એક સાચું સમીકરણ પ્રાપ્ત થાય એજ હેતુ હોય છે, જેથી તે પોતાના અનુયાયીઓમાં પણ એ વો અનુભવ ફરીથી પેદા કરાવી શકે.
આધ્યાત્મિક અનુભવ કરી
રહેલા માનવ નથી. તમે
એક આધ્યાત્મિક હસ્તી છો
જે માનવીય અનુભવો
કરી રહી છે.
(૧૧) માનવદેહનું ભૌતિક વિશ્વની મર્યાદાઓથી પર થવું
કોઈએ મને પ્રશ્ન કર્યો કે “શું પ્રબુદ્ધતા માનવની નૈસર્ગિક સ્થિતિ છે કે પછી ભૌતિક વિશ્વની મર્યાદાઓથી પર એવી સ્થિતિ છે?”
ચોક્કસપણે મુક્તિ એ માનવદેહની ભૌતિક વિશ્વની મર્યાદાઓથી પર એવી સ્થિતિ છે. એક માનવસ્થિતિ તરીકે તમે જે કાંઇ વિચારો છો તે સંપૂર્ણ હોતું નથી. તમે તો માત્ર બીજ છો, જેમાં અનેક ક્ષમતાઓ અને શક્યતાઓ સમાયેલી છે. તમે કોઈ વૃક્ષ નથી. તમારી કોઈ યથાર્થતા નથી. તમારી યથાર્થતા પ્રબુદ્ધતામાં જ છે.
તમે તમારી ક્ષમતાવાળી અવસ્થામાં રહેલ માનવ કહેવામાં આવે છે. તમારી વાસ્તવિક અવસ્થામાં જ્યારે તમને આત્મજ્ઞાન થયેલું હોય છે, ત્યારે તમને પ્રબુદ્ધતા જીવ કહેવામાં આવે છે. એક વાત સ્પષ્ટ સમજી લો કે તમે આધ્યાત્મિક અનુભવ કરી રહેલા માનવ નથી. તમે એક આધ્યાત્મિક હસ્તી છો જે માનવીય અનુભવો કરી રહી છે.
(૧૨) યોગિક સામર્થ્યથી આગળ
તમે જ્યારે ધ્યાન કરો છો, ત્યારે તમે યોગિક સામર્થ્ય અથવા સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો. પરંતુ પ્રબુદ્ધતા ત્યારે જ બાબતોની તેઓ યોગાભ્યાસથી કલ્પના કરતાં. યોગશક્તિ વડે પાંચ નવા ઘટકો તેમણે શોધી કાઢ્યા એટલું જ નહીં તેમણે(ક્લાર્ક) નાના નાના ઘટકોથી પણ આગળ જઈને અને એમના બંધારણથી પણ આગળ જઈને ઘટકોનાય પેટા ઘટકોની શોધ કરી જે આજનું વિજ્ઞાન હજી પણ શોધી શક્યું નથી. આ જ પ્રકારનાં સંશોધનો દુનિયામાં કમસે કમ ત્રણ વૈજ્ઞાનિકોએ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે કરેલા છે, એ આ જ પ્રકારની રહસ્યમય ક્ષમતાનો ઉપયોગ કરીને.
એમણે એવો નિષ્કર્ષ કાઢ્યો કે અદ્રશ્ય દોરામાં પરોવેલાં મોતીઓની જેમ, પદાર્થ અવકાશમાં એક પરપોટાની જેમ હોય છે. એ લેખ એવું કહે છે કે, ‘વૈજ્ઞાનિકોએ અણુના ઘટકો જોયા એટલું જ નહીંપણ, તેઓ અણુની અંદર છેક નાના ઘટકો પણ જોઈ શક્યા, જે જોવા માટે આજના વૈજ્ઞાનિકોને લાખો ડૉલર ખર્ચીને પ્રચંડ ક્ષમતાવાળુ પરમાણુ વેગ વધારનારા યંત્રો મૂકવા પડે.
એવા ઘણા યોગીઓ છે, જેમણે આ પ્રકારની સિદ્ધિ મેળવેલી છે. એટલે ધ્યાનથી મેળવી શકાતી ક્ષમતાઓ પ્રાપ્ત કરેલી છે. જ્યાં સુધી તમે એમનામાં ભેરવાઈ જતા નથી, ત્યાં સુધી તેઓ સારા છે. નહીં તો એવું થશે કે પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાનું તમારું અંતિમ ધ્યેય તમારા ખ્યાલ બહાર રહી જશે.
(૧૩) નિરવ ખલેલરહીત શાંતિ
પ્રબુદ્ધતામાં ભીતરમાં શાંતિનો ભાવ એટલા તીવ્ર અને સ્પષ્ટ હોય છે કે તમારા પોતાના વિચારો પણ તમને ચલિત કરી શકતા નથી.
એમ નહીં વિચારતા કે પ્રબુદ્ધ ગુરુઓના મનમાં વિચારો જ હોતા નથી. એ તો એવું છે કે એમની ભીતરનો અવકાશ એટલો વિશાળ હોય છે કે મન એક નાનો સરખો નગણ્ય ભાગ બની રહે છે. તમારી બાબતમાં જો તમારું મન દસ એકર જેટલું વિશાળ હોય તો એ દસે એકર એક પ્રાણી સંગ્રહાલય જેવું છે. પ્રબુદ્ધ વ્યક્તિની બાબતમાં દસ એકરનો પ્રાણી સંગ્રહાલય તો હોય છે, પણ મનની વિશાળતા દસ લાખ એકર જેટલી થઈ જાય છે. દસ લાખ એકરમાંથી દસ એકરમાં ક્યાંક કોઈ હીલચાલ થતી હોય તો, તમે તેની શાંતિનો ભંગ કરી શકો કે ? ના ! એ નગણ્ય જેવું જ છે. એ વાસ્તવમાં નથી જ. એટલા માટે જ એક સાધારણ માણસને લાગે છે કે “હું એટલે મારું આ શરીર પરંતુ પ્રબુદ્ધ હસ્તી માને છે કે, “હું એટલે આ શરીર પણ ખરું.’
એવું નથી કે “હું એટલે આ શરીર’’ વિચાર લુપ્ત થાય એ છે, પણ એ વિચાર એટલો વિસ્તૃત થાય છે કે ‘હું એટલે આ શરીર પણ’’ એવો વિચાર પ્રસ્થાપિત થાય છે.
(૧૪) પરમાનંદથી આગળ
‘હંમેશા ઉત્કટ હોવું’ એ પ્રબુદ્ધ ગુરુ નું લક્ષણ છે. તમે જ્યારે એ જુઓ છો, ત્યારે તમે તેને ‘પરમાનંદ’ અથવા ‘પરમસુખ’ તરીકે સમજો છો. પ્રામાણિકતાથી કહું તો, મને પોતાને હું એક પરમાનંદ પામેલ જુદી જ હસ્તી હોઉં એવું નથી લાગતું. મને એટલી જ ખબર છે કે કંઈક અસામાન્ય મારી ભીતરમાં હંમેશા ઘટતું જ રહે છે, જે ખૂબ જ તીવ્રતાથી અનુભવાય છે. વાસ્તવમાં તે પરમાનંદ પણ નથી. એ એક એવી ગુણવત્તા છે કે જેને વર્ણવી શકાતી નથી, કે જેને મનથી સમજી શકાતી નથી.
(૧૫) અનુભવ, અનુભવકર્તા અને અનુભવાયેલ ની વિલીનતા
હાલ પૂરતું તમે ત્રણ સ્વતંત્ર બાબતો જુઓ છો: અનુભવ કરનાર, અનુભવ અને જે અનુભવાયું છે તે. દા.ત. તમે હમણાં આ પુસ્તક વાંચી રહ્યા છો તો તમે અનુભવ કરનાર છો એટલે કે વાંચક થયા. અનુભવ તો વાંચવાનો છે, અને જે અનુભવ થયો છે તે પુસ્તક છે. તમને જ્યારે પ્રબુદ્ધતા મળે છે, ત્યારે આ ત્રણેય અનુભવકર્તા, અનુભવ અને અનુભવાયેલ બાબત એક થઈ જાય છે. તમે માત્ર અનુભવકર્તા છો, તમને તમારો અનુભવ છે અને તમેજ અનુભવાયેલ છો !
જીવન મુક્તિ
(૧) બ્રહ્માંડમાં ચાલી રહેલ ઉથલપાથલનો આનંદ આ શરીરમાં માણવો.
હાલમાં તમે એટલા પરિપક્વ નથી કે આ ઉથલપાથલ, આ બ્રહ્માંડને તમારા શરીરમાં જકડી શકો. તમારે આ અંધાધૂંધવાળી સ્થિતિમાંથી વ્યવસ્થિત ગોઠવણ કરવી પડશે. કારણ કે આ બ્રહ્માંડ જેમ છે તેવી સ્થિતિમાં તેને સંભાળી નહીં શકો. આ છ ફૂટના તમારા દેહમાં એટલી પરિપક્વતા નથી કે તમે ઉથલપાથલને જેમ છે તેમ માણો અને આ બ્રહ્માંડનો જેમ છે તેવી પરિસ્થિતિમાં આનંદ અનુભવો.
શરીર, મન અને બુદ્ધિને જાગૃત અવસ્થામાં આ બ્રહ્માંડને જેમ છે તેમ માણવા માટે સુસંગત કરવું તેનું જ નામ છે જીવંત પ્રબુદ્ધતા.
આ માટે આ શરીર, મન અને મગજને તૈયાર કરવાની જરૂર છે. શરીરને નિત્યયોગા જેવી પદ્ધતિથી તૈયાર કરી શકાય છે.
મન એક સોફ્ટવેર જેવું છે. મન સચેત છે અને અચેત પણ છે. સચેત મનને શિક્ષણથી ખોટા ખ્યાલો દૂર કરીને સ્પષ્ટ અને સાચા ખ્યાલો આરોપીત કરીને સ્વચ્છ કરી શકાય છે. અચેત મનને મેડિટેશનની ટેકનીકોથી સ્વચ્છ કરી શકાય છે.
પરંતુ અંતતઃ સોફ્ટવેરમાં કાયમી બદલ થાય એ માટે હાર્ડવેરમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. તમારા મસ્તિષ્કની રચનામાં બદલાવ આવે એ જરૂરી છે, જેથી કરીને તે જીવંત પ્રબુદ્ધતાનો આનંદ અનુભવી શકે અને ફેલાવી શકે. તમારા ગુરુના સ્પર્શથી, એમની પાસેથી મેળવેલ દીક્ષાથી આ બની શકે છે. દીક્ષા એટલે ગુરુ પાસેથી સીધી જ પ્રાપ્ત કરેલી શક્તિ જે મેળવ્યા પછી તમારા વ્યક્તિત્વનો જુદા જુદા પાંસાઓ ખિલતા જશે, જાગૃત થવાનું શરૂ કરશે.
(૨) સંઘર્ષમુકત જીવન જીવવું.
જીવંત પ્રબુદ્ધતાનો તમે પરણિત જીવન જીવો છો કે બ્રહ્મચર્ય પાળો છો, એની સાથે કોઈ સંબંધ નથી. એનો સંબંધ માત્ર એવું જીવન જીવવા સાથે છે, જ્યાં કોઈ વિસંવાદિતા, સંઘર્ષ નથી અને તમારી ક્રિયાઓ અને તમારું જ્ઞાન તમારી ઇચ્છાઓને અનુરૂપ છે.
(૩) વિચારોની સંખ્યામાં ઘટાડો
કોઈપણ વાતની પરમ સીમામાં ના રહેવું, કોઈપણ ઉત્કટ લાગણીને વશ ના થવું. એને મધ્યમમાર્ગ/પંથ કહે છે. મધ્યમપંથમાં એકા એક તમને જણાશે એ કોઈપણ ક્રિયા કરતાં પહેલાં મનમાં ઊભરાતા વિચારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ એવો સમયગાળો છે જેને
જીવંત પ્રબુદ્ધતા કહી શકાય. જ્યારે વિચારો પૂર્ણપણે બંધ થાય છે અને તમે તમારી ક્રિયાઓ કોઈપણ વિચારો વગર કરી શકો છો, ત્યારે તમે પ્રબુદ્ધ થઈ ગયા છો.
(૪) “મસ્તિષ્કના (યંત્રવત્ નહીં ચાલતા) ભાગને જાગૃત કરવું”
જ્યારે તમે 'સત્ત્વ' એટલે કે સકારાત્મક શક્તિમાં કેન્દ્રીત થાવ છો, ત્યારે તમને ‘જીવ’ એટલે કે ‘સ્વ’નું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તમને સ્પષ્ટપણે સમજાય છે જગતની સાથે મારો શું સંબંધ છે. 'સ્વ' અને જગતની સ્પષ્ટતા હોવાને લીધે જ તમે ઉગમસ્થાન, સ્ત્રોત સુધી એટલે કે ઈશ્વર સુધી પહોંચો છો.
આ સમજ જ તમને સ્પષ્ટતા આપશે. આ સ્પષ્ટતાજ આપોઆપ તમારા મસ્તિષ્કના બિન-યાંત્રિક ના ભાગોને જાગૃત કરશે. આ જાગૃતતા આવશે ત્યારે તમારા નિત્ય કર્મમાં ઉથલપાથલ સર્જાશે. તમારું નિત્ય કર્મ આપમેળે જ નવેસરથી ગોઠવાતું જશે. આ ક્રિયામાં માત્ર સહકાર આપો. આને જ હું જીવંત પ્રબુદ્ધતા કહું છું. તમારામાં જે જાગૃતતા આવી રહી છે, એની સાથે સહકાર કરવો એનો જ અર્થ અનુયાયી થવું અથવા જીવંત પ્રબુદ્ધતા.
(૫) પરમ સત્યો પર આધારિત જીવન
જીવંત પ્રબુદ્ધતા સાચા અર્થમાં ત્યારે જ થાય, જ્યારે તમોને જે પરમ સત્યની જાણ થઈ છે, તે પ્રમાણે તમે જીવન જીવતા હો.
તમે સત્યનું આચરણ કરતા હો, એ અપેક્ષિત છે પરમ સત્યને અનુસરીને તમે જીવન જીવો એ જ પ્રબુદ્ધતા છે. જે જાગૃતતા આવી રહી છે, એની સાથે સહકાર કરવો એનો જ અર્થ જીવંત પ્રબુદ્ધતા. પ્રબુદ્ધતાનો અર્થ એ નથી કે તમે તમારા શરીરનો ત્યાગ કરો અને મરી જાવ. ના ! તમે પાંચે જ્ઞાનેંદ્રિયો સાથે જીવશો, પરંતુ પાંચે જ્ઞાનેંદ્રિયોથી પર જઈને જીવશો. ફક્ત તમારા જીવનું કેન્દ્રસ્થાન બદલાય છે. તમારી ભીતરમાં જ જ્ઞાનબોધથી બદલાવો આવશે. આને જ હું જીવંત પ્રબુદ્ધતા કહું છું.
અહંકાર વિરુદ્ધ પ્રબુદ્ધતા
તમારો અહંકાર એટલો પ્રબળ નથી કે તમારી પાસેથી 'તમારી પ્રબુદ્ધતા'ને અલગ કરી શકે. સમજી લો કે તમારો અહંકાર એટલો પ્રબળ નથી કે તમારી પ્રબુદ્ધતાને છીનવી શકે.
એવું વિચારવાનું બંધ કરો કે તમને અહંકાર છે. તમારો અહંકાર પણ એટલો મોટો નથી કે જેટલો તમે સમજો છો, તમે પોતાને જેટલા મોટા સમજો છો, તેટલા મોટા તમે ક્યારેય હોતા નથી. તેથી જ કહું છું કે, તમારો અહંકાર તમારી મુક્તિને લઈ જઈ શકે નહીં.
તમે વિશ્વાસ રાખો કે ન રાખો, અનુભવો કે ન અનુભવો, તમે જ શાશ્વત ચેતના છો.
તમારા તર્ક પણ એટલા સબળ નથી જેટલા તમે વિચારો છો. હું હંમેશા લોકોને કહું છું” તમારું અજ્ઞાન એટલું પ્રબળ નથી કે પ્રબુદ્ધતાને તમારાથી દૂર કરી શકે.''તમારા અજ્ઞાન કે અહંકાર સાથે પણ તમે એટલા
પ્રબુદ્ધતા મેળવવા માટે પોતાને અસ્તિત્વમાં ભેળવી દો.
મોટા માણસ નથી, અને એ જ સત્ય છે !
કૃપાદૃષ્ટિ અને આશીર્વાદ માટે માત્ર ગહન ઈચ્છા સિવાય વિશિષ્ય લાયકાત જરૂરી નથી
લોકો મને પૂછે છે “શિષ્યની કોઈ લાયકાત હોય કે ન હોય તો પણ જો ગુરુ ધારે તો એ શિષ્યને પ્રબુદ્ધતા અપાવી શકે ?”
પ્રબુદ્ધતા પામેલ ગુરુ કોઇપણ વ્યક્તિને માત્ર સ્પર્શથી અથવા સ્પર્શ પણ નહીં, માત્ર વિચારથી પ્રબુદ્ધતા આપી શકે છે. બીજા કશાની જરૂર નથી. એ કોઈને પણ પ્રબુદ્ધતા કરી શકે છે.
આ પૃથ્વી ઉપર મોટામાં મોટી ઘટના જો કોઈ હોય તો એ છે કે એક પ્રબુદ્ધતાના પામેલ વ્યક્તિ એક પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિ પાસે બેસે અને પ્રબુદ્ધ બની જાય છે.
એક ગુરુ કોઇપણ વ્યક્તિમાં પ્રબુદ્ધ શારીરિક શાસ્ત્રનું સોફ્ટવેર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. જ્યારે તમે ગ્રહણ કરવા માટે સંપૂર્ણ રીતે ખુલ્લા હો છો, ત્યારે પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિના શરીરની કાર્યપ્રણાલી તમારા શરીરમાં ગોઠવી શકાય. તમારા શરીરને એ જણાય છે કે એ જેવું છે એના કરતાં વધુ સારું થઇ શકે છે. તમારા શરીરની બાયો-મેમરી કેન્દ્ર શીખે છે કે સારા અસ્તિત્વની શક્યતાઓ શામાં રહેલી છે.
ગૌતમ બુદ્ધના જીવનમાંથી એક વાર્તા :
બુદ્ધને એકવાર પૂછવામાં આવ્યું “તમે બધાને પ્રબુદ્ધતા કેમ નથી આપતા ? એણે કહ્યું ‘ગામમાં જઇને પૂછો કે પ્રબુદ્ધતા કોને જોઈએ છે. એમને મારી પાસે લઈ આવો અને હું એમને પ્રબુદ્ધતા આપીશ’’
પેલાભાઇ આખો દિવસ ગામમાં ફર્યા અને પૂછ્યું કે પ્રબુદ્ધતા કોને જોઈએ છે. સાંજે નીચું મોઢું કરીને તે બુદ્ધ પાસે આવ્યા.
બુદ્ધે તેને પૂછ્યું “શું થયું ? કોઈને પ્રબુદ્ધતા જોઈતી નથી કે શું ?
પેલા ભાઈ થોડા આનંદીત સ્વરે બોલ્યા “ના, એવું નથી બે વ્યક્તિઓને પ્રબુદ્ધતા જોઈએ છે.’’
બુદ્ધે જવાબ આપ્યો “એમને તુરંત જ લઈ આવો. હું એમને હમણાં જ પ્રબુદ્ધતા આપીશ.’’
પેલા ભાઈએ નીચા અવાજમાં જવાબ આપ્યો, ‘ના, એમને અહીંયાં આવવું નથી જો તમે પ્રબુદ્ધતા ત્યાં મોકલી આપશો તો તેઓ તે લેશે.’’
કોઈને સાચા અર્થમાં મુક્તિ મેળવવી નથી. તેઓ એને એક સાધન બનાવવા માગે છે અથવા તેમના સજાવટના ખાનામાં રાખવા માગે છે. સમજી લો, ભગવાને તમને બંધનમાં રહેવાની પણ છૂટ આપેલી છે. પ્રબુદ્ધતા તમારા ઉપર ક્યારેય થોપી ન શકાય. જો થોપવામાં આવે તો પ્રબુદ્ધતા પણ બંધન થઈ જશે.
બે વાતો છે : પાત્રતા અને અભિલાષા
પ્રબુદ્ધતા મેળવવા માટે પાત્રતાની જરૂર પડતી નથી, પણ તીવ્ર ઇચ્છા, તીવ્ર અભિલાષા કે મારે પ્રબુદ્ધતા મેળવવી જ છે, ‘હોવી જરૂરી’ છે.
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજ્યની ચાવી છે
એક વાત સ્પષ્ટપણે જાણી લો, મને પણ તમારી જેમ જ અસ્તિત્વનો સ્વીકાર ન કરવો, પોતાના ઉપર વિશ્વાસ ન હોવો, જેવી બધી જ સમસ્યાઓ હતી. હું એટલું જ કહી શકું કે પ્રબુદ્ધતા માટે વિશેષ પાત્રતાની કોઈજ આવશ્યકતા નથી. કોઈને પણ પ્રબુદ્ધતા મેળવવા માટે વિશેષ પાત્રતાની જરૂર નથી.
પ્રબુદ્ધતા મેળવવા માટે પોતાને અસ્તિત્વમાં ભેળવી દો. તમને જે પ્રાપ્ત થાય છે અને તમે જે ભેળવી દો છો, આ બે બાબતો એક સરખી નથી. તમે તમારું જીવન અર્પી દો, તો પણ એ પ્રયત્ન અથવા એનું મૂલ્ય એક લોટરીની ટિકિટ ખરીદવા જેટલું જ છે.
પ્રબુદ્ધતા મળ્યા પછી તમને સમજાશે કે આ બધું જ અસ્તિત્વના આશીર્વાદ અને ભવ્યતા સિવાય બીજું કશું જ નથી. તમારામાં આવતો બદલાવ એટલો મોટો, એટલો શ્રેષ્ઠ હશે કે તમે વિચાર પણ નહીં કરી શકો કે આ બદલાવ માટે તમને કેમ પસંદ કરવામાં આવ્યા છે, તમારા ઉપર આ કૃપાદૃષ્ટિ કેમ વરસાવવામાં આવી છે! કોઈ લાયકાતની આવશ્યકતા નથી, પરંતુ પ્રબુદ્ધતા પામવાની તીવ્રેચ્છા હોવી અને તલપ હોવી જરૂરી છે. પરિપૂર્ણતા એ હંમેશા એક પુરસ્કાર હોય છે. પુરસ્કાર મેળવવા માટે, હું પાત્ર છું કે નહીં એવી કોઈ ગણતરી થતી નથી.
સ્વામી રામકૃષ્ણ કહેતા હતા “માનો કે તમે ગરીબાઈમાં જીવી રહ્યા છો અને અન્ન અને વસ્ત્ર વગર મરવા જેવા થઇ ગયા છો, પણ ક્યાંકથી તમને ખબર છે કે નજીકની રૂમમાં ઘણું બધું દ્રવ્ય તિજોરીમાં બંધ કરીને રાખવામાં આવેલું છે. અને તમે એ લઈ લો, તો પણ કોઈને તેની ખબર પડે તેમ નથી, તો હવે તમે શાંતિથી સૂઈ શકશો ? કાં તો તમે એ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરશો અથવા એને તોડી નાંખશો. જ્યાં સુધી એ દ્રવ્ય તમારા કબજામાં ના આવે, ત્યાં સુધી તમે સુઈ શકશો નહીં.
આ પૃથ્વી ઉપર પ્રબુદ્ધતા
પામેલ ગુરુઓ છે.
ત્યાં સુધી આ પૃથ્વીનો
વિનાશ શક્ય નથી!
એ જ રીતે, તમારે જાણી લેવું જોઈએ કે હાલ તમે આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી ગરીબ છો. તમારે સમજવું જોઈશે કે તમારી અંદર એક ઓરડી છે, જેમાં ઘણું દ્રવ્ય છે, પણ એ તાળા-કૂંચિમાં બંધ છે. એ જ્ઞાન, એ મનોવૃત્તિ, એ ઉત્કટતા, એ મનઃસ્થિતિ મૂળભૂત આવશ્યકતા છે. આ સાથે તમે કરેલો શોધના પ્રયત્નો તમારું સંપૂર્ણ જીવન જ બદલી નાંખશે.
તમારા સમર્પણમાં જ તમને પ્રબુદ્ધતા તરફ દોરી જવાની તાકાત છે.
વાસ્તવમાં, પ્રબુદ્ધતા, વ્યવહારમાં રસોઈ કરવા જેવું છે. કાંઈક ઉમેરવું પડે અને કાંઈક ઓછું કરવું પડે, જે ઉમેરવાનું છે તે છે તમારી પામવાની ઉત્કટ ઇચ્છા. જે અનાવશ્યક છે, જેમ કે અસ્વસ્થતા વગેરે તે સ્વાભાવિક રીતે નીકળી જશે અને પ્રબુદ્ધતા પ્રાપ્ત થશે !
પ્રબુદ્ધ સમાજ
વેદકાળમાં ભારતમાં સમગ્ર જીવન, સમગ્ર સમાજ પ્રબુદ્ધતા ઉપર આધારિત હતો, જ્યાં ૭૦ ટકા લોકો પ્રબુદ્ધતા પામેલા હતા અને બાકીના ૩૦ ટકા લોકો પ્રબુદ્ધતા મેળવવાની શોધમાં હતા, તે માટે પ્રયત્નશીલ હતા.
કલા, વિજ્ઞાન, શિક્ષણજીવનની પદ્ધતિ અને મુક્તિ પામવાના જીવનના બધા જ પાસાઓ, દરેક ક્રિયાઓ પ્રબુદ્ધતાનો અનુભવ કરવાના એક જ ધ્યેય તરફ દોરી
તમારા સમર્પણમાં જ તમને પ્રબુદ્ધતા તરફ દોરી જવાની તાકાત છે.
જતાં હતાં. શાસ્ત્રીય નૃત્યો જેવાં કે ભરતનાટ્યમ્, શાસ્ત્રીય કંઠ અને વાદ્ય સંગીત, પરંપરાગત મંદિરોનું વાસ્તુશાસ્ત્ર અને શિલ્પકલા, શાસ્ત્રીય ચિત્રકલા અને કલાના બીજા બધા જ આવિષ્કારો, ભાષાનું શાસ્ત્ર જેવું કે સંસ્કૃત, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર શિક્ષણની એકમેવ ગુરુકુલ પદ્ધતિ, પરંપરાગત ઉત્સવો જન્મથી માંડીને લગ્ન અને મૃત્યુ સુધીના, જીવનના બધા જ પાસાંઓની બધી જ ક્રિયાઓ એટલે મહાત્માઓએ દર્શાવેલી પ્રબુદ્ધતાની પરિભાષા હતી. પ્રબુદ્ધતા તરફ લઈ જતી ક્રિયાઓ હતી અને પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાની રીત હતી.
પરમશક્તિ કે જે સનાતન છે
આ પૃથ્વી ઉપર પ્રબુદ્ધતા જેવો બીજો કોઈ અનુભવ ન હોઈ શકે. કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ પદ્ધતિ કોઈ સિદ્ધાંત, કોઈ વિચારસરણી એક પેઢી કરતા વધારે સમય ટકતા નથી, ફેલાતા નથી, જો એના પાયામાં પ્રબુદ્ધતા પરિકલ્પના ના હોય અથવા તો જેનો પ્રચાર, પ્રસાર કોઈ પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિ દ્વારા કરવામાં ન આવ્યો હોય.
પ્રાચીન ભારતમાં જુદા-જુદા સમયે ૩૦૦૦થીય વધુ રાજાઓ રાજ્ય કરતાં હતા. એવું એકપણ રાજ્ય કે રાજા નહોતો જેને કોઈ પ્રબુદ્ધતા પામેલ ગુરુ માર્ગદર્શન કરતા ના હોય. આજે પણ જો તમે દક્ષિણ ભારતના ગામોમાં જશો, તો પથ્થરમાંથી બનાવેલ વિશાળ મંદિરો ઊભેલા જોશો. જે બંધાવવા પાછળ કોઈ પ્રબુદ્ધતા પામેલા ગુરુ રહેલા છે. પરંતુ એ જ અરસામાં એ જ રાજાઓએ પોતાના માટે બનાવેલા રાજમહેલો અત્યારે અસ્તિત્વમાં નથી.
સમજી લો, એ જ રાજા અને એ જ સ્થપતિ કે, જેણે પરમશક્તિને સંગૃહીત કરવા માટે મંદિરો બાંધ્યા, તેમણે જ રાજાને રહેવા માટે મહેલ પણ બાંધ્યા હતા. કદાચ કોઈ એવું વિચારી શકે છે કે રાજાએ પોતાના મહેલ માટે વધુ સારી સાધનસામગ્રી વાપરી હશે ! પરંતુ આજે તમે જોઈ શકો છો કે મંદિરો આજે પણ અસ્તિત્વમાં છે, જ્યારે રાજમહેલો સમય જતા અદ્રશ્ય થઇ ગયા છે.
મારા પોતાના ગામ, તિરૂવન્નામલાઇમાં, જે દક્ષિણ ભારતમાં છે, જ્યાં મારો જન્મ થયો અને હું મોટો થયો, ત્યાં એક મંદિર છે, જેનું બાંધકામ ૨૫ એકર જેટલું છે. એ જ રાજાએ બાંધેલો રાજમહેલ અસ્તિત્વમાં નથી. ફક્ત ખંડેર છે. પણ એણે જ બાંધેલું મંદિર અસ્તિત્વમાં છે, કારણ કે પ્રબુદ્ધતા પામેલ ગુરુની શક્તિઓમાં તેમાં વસેલી છે.
માનવીની મોટામાં મોટી સેવા - પ્રબુદ્ધતાના વિજ્ઞાનને જીવંત રાખવું
મોટામાં મોટી કોઈ સેવા જો તમે કરી શકો, તમારા જીવનનો કોઈ સારામાં સારો ઉપયોગ જો તમે કોઈ કરી શકો, તો તે એ છે કે પ્રબુદ્ધતાનું વિજ્ઞાન આ પૃથ્વી ઉપર જીવંત રાખો. આપણે ખડકેલા અણુ શાસ્ત્રોના ભંડારો, ઓછાં થતાં જંગલો, ખનીજો અને નૈસર્ગિક સંસાધનો, છતાંય આ પૃથ્વી આજે જીવંત છે એનું કારણ પ્રબુદ્ધતા પામેલ ગુરુઓની હાજરી જ છે. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પ્રબુદ્ધતા પામેલ ગુરુઓ છે. ત્યાં સુધી આ પૃથ્વીનો વિનાશ શક્ય નથી!
પ્રબુદ્ધ થવા માટેના દસ મુખ્ય કારણો
(૧) ચિંતા ન કરો, આનંદી રહો !
સ્વયંસ્ફૂર્ત સર્જનાત્મકતાની અભિવ્યક્તિમાં ચોક્કસ સફળતા છે.
(૨) તીવ્રતાથી જીવનનો આનંદ માણો!
જીવનમાં પ્રત્યેક ક્ષણ શુદ્ધ ઉત્સાહપૂર્વક આનંદથી માણો!
(૩) બધામાં મંગળ જુવો!
જીવનમાં જે કોઈ થશે તે મંગળ જ થશે!
(૪) ‘હંમેશા ખરૂં’ એ જ સૈદ્ધાંતિક આયોજન!
સંબંધો, વ્યવહાર કે જીવન-હંમેશા ખરા નિર્ણયો કરો!
(૫) પ્રત્યેક પળે અંતિમ અનુભવ!
જીવનને બધી દિશામાં ફૂલવા ફાલવા દો!
(૬) અધ્યયન નહીં, જીવનમાં ઉતારો!
વિજ્ઞાન, કલા, ધર્મ, વ્યવહાર કે રસોઈ બધું જ પરમ શક્તિમાંથી મેળવો!
(૭) લાલચ નહીં, ભયમુક્ત રહો!
મેળવવા કે ગુમાવવા જેવું કશું જ નથી-તમને જે જોઈએ તે હમણાં જ અને અહીંયાં જ પ્રાપ્ત કરો!
(૮) પકડ-મુક્ત થાવ સૌથી ઝડપી ગિયર!
મન ઉપર કાબૂ મેળવો, મનનાં બંધનોમાંથી હંમેશ મુક્ત થાવ!
(૯) ભગવાન બનો!
તમારી નિયતિના સ્વામી થાવ. તમારી વાસ્તવિકતા ઊભી કરો!
(૧૦) અવકાશ, સમય અને મનથી આગળ નીકળો!
અનંત દિવ્ય આનંદના ખોળામાં આનંદ માણો!
તમે જ શાશ્વત આનંદ છો – નિત્યાનંદા