તમે એટલે તમારી લાગણીઓ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
- પ્રેમના પ્રવાહમાં તરો
- ચિંતા કરવા જેવું કશું નથી
- તણાવમુકત કૌશલ્ય
- ભયનો સામનો કરો અને મુકત બનો
- પીડા એ મહાન શિક્ષક છે
- ઈચ્છા એક પ્રેરક શક્તિ
- અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
- તમે શ્રેષ્ઠ છો તુલના શા માટે ?
- તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો
- કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે
પ્રેમના પ્રવાહમાં તરો
માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારો મસ્તિષ્કમાંથી ઉદ્ભવે છે અને લાગણીઓ હૃદયમાંથી. બંનેનું ઉદ્ભવસ્થાન ગમે તે હોય પણ વિચારો અને લાગણીઓ જુદાં પાડી શકાય તેમ નથી. પ્રાચીન શાસ્ત્રો કહે છે કે વિચારો આપણું ઘડતર કરે છે. એજ પ્રમાણે લાગણીઓ પણ. આપણે એવા જ બનીએ છીએ જેવી આપણી લાગણીઓ હોય છે. આપણી લાગણીઓને જાળવવી એ આપણા જીવનના પરિવર્તન માટે અત્યંત અગત્યનું છે.
પ્રેમ એટલે શું?
જ્યારે પણ આપણે કોઈ વસ્તુ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ તેમાંથી આપણને શું પ્રાપ્ત થશે એની ગણતરી કરીએ છે. એ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ પણ હોઈ શકે. ક્યારેક ભયથી તો ક્યારેક લોભથી આપણા વિચારો કાર્યરત થાય છે અને આપણને શું મળી શકે એમ છે એવી ગણતરી કરીએ છે. આપણું સંપૂર્ણ ધ્યાન તે વસ્તુ અથવા તે વ્યક્તિમાં કેન્દ્રિત હોય છે.
આપણું ધ્યાન અંતરાત્મા તરફ દોરી જઈ એમ પૂછી શકાય કે હું શું યોગદાન કરી શકું ? હું શું ઉમેરો કરી શકું ? હું કઈ રીતે બીજાને સમૃદ્ધ કરી શકું ? પરંતુ આપણે માત્ર
એમ જ પૂછીએ કે મને આમાંથી શું મળશે? તો તે માત્ર કામનાનું જ પરિણામ કહેવાય. પરંતુ જો એમ પૂછીએ કે હું કેવી રીતે આને સમૃદ્ધ કરું ? તો એમા પ્રેમભાવ જ નિમિત્ત છે. મોહ માત્ર માંગણી કરી જાણે છે. જ્યારે પ્રેમવૃત્તિ હંમેશા આપી જાણે છે.
પ્રેમ અંતઃકરણની એક તીવ્ર અનુભૂતિ છે. ઘણા વિચારે છે કે પ્રેમ એ આપણી મરજીની ચીજ છે. આપણે વિચારીએ છે કે આપણી મરજી પ્રમાણે આપણે પ્રેમ અનુભવી એની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. આપણે એવુ વિચારીએ છીએ કે આપણી મરજી મુજબ ફાવે તો પ્રેમ કરીએ, નહી તો જવા દઈએ. ના, પ્રેમ એ આપણે વિચારીએ છીએ તેમ આપણી પસંદગીની ચીજ નથી. એ તો આપણા જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે.
જ્યારે હું ‘જીવન’ એમ કહુ છું ત્યારે તેનો અર્થ માત્ર શ્વસન અને જીવતા રહેવું એવો નથી. મારા માટે જીવતા રહેવું એટલે અત્યંત ભીતરના સ્તરેથી જીવંત સભાનતાથી જીવવું તે. જો તમે પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યા હો, પ્રેમની અનુભૂતિ કરી શકતા હો તો જ તમે ચૈતન્ય સ્વરૂપે જીવંત છો. જો તમે પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરી શકતા ના હો તો તમે શ્વસન અને ઉચ્છ્વાસન કરતા હોય તો પણ તમે ચેતના જીવંત છો
તમે જો બળજબરીથી પ્રેમ
ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો
તો તે કોઇ ફૂલની પાંદડીઓને
બળજબરીથી ખોલીને ફૂલને
ખીલવવાની ક્રિયા જેવો હશે.
એમ કહી શકાય નહીં. જેમ કેટલાય પ્રાણીઓ, વનસ્પતિઓ, અને અન્ય વસ્તુઓ શ્વસન અને ઉચ્છ્વસન રોજ કરે છે તમે પણ એવું જ અસ્તિત્વ ભોગવશો.
વાર્તા : એક શિષ્ય તેના ઝેન ગુરુને પૂછે છે – શું દિવ્યજ્ઞાની ગુરુ બોલે ? ગુરુએ કહ્યું – ના દિવ્યજ્ઞાની વ્યક્તિ ક્યારેય બોલતી નથી; માત્ર એ જ વ્યક્તિ બોલે છે જે દિવ્યજ્ઞાની નથી. પછી શિષ્ય પૂછે છે, દિવ્યજ્ઞાની ગુરુ મૌન રાખે છે ? ગુરુ કહે છે : દિવ્યજ્ઞાની ગુરુ ક્યારેય મૌન હોતો નથી. જો એ મૌન રહે તો એ દિવ્યજ્ઞાની નથી.
શિષ્ય ગૂંચવાય છે. તે પૂછે છે – તમે કહો છો કે તે બોલતો પણ નથી અને મૌન પણ રાખતો નથી. તો એ શું કરે છે ?
ગુરુ કહે છે – એ ગાય છે. તેનો અંતરાત્મા ગાય છે. તે બોલતો નથી કે મૌન રાખતો નથી પણ તેનો આત્મા ગાય છે.
પ્રેમ એ મનુષ્યની સર્વોત્કૃષ્ટ અનુભૂતિ છે. જ્યારે આ અનુભૂતિ થાય છે ત્યારે આ અનુભૂતિને આપણે પકડી શકતા નથી પણ અનુભૂતિ આપણને જ જકડી લે છે ! ગુરુનું કહેવાનું એ જ તાત્પર્ય છે, જ્યારે આ અનુભૂતિ આપણને જકડી લે છે ત્યારે આપણે જે કંઈ કરીએ છે એ તે એક સુંદર ગીત જેવુ બની જાય છે. જે શબ્દ આપણી ભીતરથી આવે છે તે એક કવિતા બની જાય છે. આપણે હળવા થઈ જઈએ છીએ અને આપણે તરવા લાગીએ છે. આપણું ચાલવું પણ એક નૃત્ય બની જાય છે. આપણી શારીરિક અભિવ્યક્તિથી પણ એક સૌંદર્ય છલકાય છે. આપણી બધી જ અભિવ્યક્તિઓ માનવ જગત માટે ઉપકારક થઇ પડે છે.
પ્રત્યેક માણસ એક પ્રેમની મૂર્તિ તરીકે જન્મે છે. નવજાત શિશુ નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ કરતું હોય છે. શું તેના જન્મ સમયે તે આજુબાજુના કોઇને પણ ઓળખતું હોય છે ? ના, નિઃસ્વાર્થ પ્રેમ તેની શક્તિ છે. આપણે જેમ જેમ મોટા થઇએ છીએ તેમ તેમ સમાજ આપણામાં ભય અને લોભ ઉત્પન્ન કરે છે અને આપણે આપણા પ્રેમને ભય અને લોભના આધારે કેળવીએ છીએ. પરિણામે એ પ્રેમ નિઃસ્વાર્થ રહેતો નથી. એ તો બૌદ્ધિક પ્રેમ બની જાય છે. આ તો ગૂંગળામણ કરનારો છે. ઈર્ષ્યા, ભય, ક્રોધ જેવી ઇતર લાગણીઓ આપણે અનુભવવાનું શરૂ કરીએ છીએ. આપણે સહેતુક જ પ્રેમની અનુભૂતિ કરીએ છીએ. પરંતુ થોડીક જાગૃતતા અને સાવધાની રાખીએ તો આપણા મૂળ પ્રેમને આપણે પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ.
પ્રેમ ઉત્પન્ન કરી શકાતો નથી
તાર્કિક નિર્ણયથી પ્રેમ થઈ શકતો નથી. આપણી માનસિક સંયોજના એ પ્રમાણે હોવી જોઈએ કે આપણે પોતે પ્રેમ બનીએ અને આપણાં કાર્યો પ્રેમને વ્યક્ત કરનારાં હોય. આપણો તર્ક એવા પ્રેમને પ્રગટ કરનારો હોય જે તર્કાતીત હોય.
તમે જો પ્રેમ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો તો તે કોઈ ફૂલની પાંદડીઓને બળજબરીથી ખોલીને ફૂલને ખીલવવાની ક્રિયા જેવો હશે. શું તેને ફૂલનું ખીલવું કહી શકાય ? ના પ્રેમ તો એક એવું પુષ્પ છે જે ચૈતન્યની ભીતરમાં ખીલે છે અને બહાર સૌરભ ફેલાવે છે, જે આપણે બધા જ પરસ્પર માણીએ છીએ.
પ્રેમ ખૂબ હિંમત આપે
રામાનુજના જીવનમાં એક સુંદર ઘટના ઘટે છે. તમે જો રામાનુજના જીવનનો અભ્યાસ કરશો તો જોશો કે તેઓ જીવનમાં એક એક ડગલું દિવ્યજ્ઞાન તરફ માંડે છે.
જ્યારે ગુરુ રામાનુજના ઉપનયન સંસ્કાર કરે છે ત્યારે તેમને એક વિશેષ મંત્ર આપે છે. તેઓ કહે છે કે આ મંત્ર તારે કોઇને આપવાનો નથી અને જો આપીશ તો તું નરકમાં જઈશ. રામાનુજ ગુરુને પૂછે છે કે જો તે મંત્ર બીજાને આપશે તો એ લોકોનું શું થશે? ગુરુ કહે છે કે તે બધાંને મોક્ષ મળી જશે.
આપણે હોત તો શું કર્યું હોત ? સ્વાભાવિકપણે આપણે મૌન રાખ્યું હોત અને વિચાર્યું હોત કે શા માટે આપણે નરકમાં જઈએ ?
રામાનુજે તરત જ મંદિરના ઓટલા પર ઊભા થઈને આખા ગામને બોલાવી લીધું. ગુરુએ આપેલો મંત્ર તેઓ જોર જોરથી બોલવા લાગ્યા અને લોકોને કીધું “તમે બધા જ સ્વર્ગમાં જાઓ. હું નરકમાં જઈશ એની મને ચિંતા નથી. તમે બધા ભલે સ્વર્ગને પ્રાપ્ત કરો.’’
તમે જ્યારે ગાઢ પ્રેમમાં હોવ તમને એમ લાગશે કે તમારું આખું જ વ્યક્તિત્વ ખુલ્લુ છે અને તમે કોઈના માટે કોઈ પણ હદ સુધી જઈ શકો છો. તમારી ભીતરમાં તમને રોકી શકનારું કોઈ નથી. તમે સંપૂર્ણપણે ખુલ્લા છો. તમે પ્રેમમાં પાગલ હોવ છો ત્યારે તમે અસુરક્ષિતતા અનુભવતા નથી. તેથી જ જે લોકો પ્રેમમાં હોય છે તે જોખમભર્યાં કામ કરે છે. તેઓ જોખમ લે છે કેમ કે તેમને લાગે છે કે એમાં કશું ગુમાવવાનું નથી. કોઈ પણ વસ્તુની અસુરક્ષિતતા હોતી નથી. તેઓ ખૂબ જ વિશાળતા અનુભવે છે. પ્રેમ એક જબરદસ્ત હિંમત અને શક્તિ આપે છે. તે તમને ભીતરથી ખીલવી દે છે. પ્રેમથી તમે તમારી જાતને પ્રાપ્ત કરો છો. અત્યારે તમે તમારી જાતને પ્રાપ્ત નથી કરી. પ્રેમથી એ થઈ શકે છે.
રામાનુજે શું કર્યું એ જ્યારે તેના ગુરુ જુએ છે ત્યારે એ સ્વીકારે છે કે તે તેના શિષ્ય પાસેથી શીખ્યા અને તેઓ કહે છે કે રામાનુજે તેમના કરતાં પણ ઘણી પ્રગતિ કરી છે. તેઓ રામાનુજને કહે છે ‘તું હવે જુદા જ વિશ્વમાં છે.’ :
ખુલ્લા થાઓ - તત્ત્વ ચર્ચામાં ન પડો
આપણે સૌ વ્યવહારમાં ફીલસૂફ બની ગયા છીએ. આ જ એક સમસ્યા છે. આપણે સમજતા નથી કે જીવન કોઈ ફીલસૂફી નથી. એ તો એક અચાનક જ સ્ફૂરણ પામતી નિત્ય વહેતી શક્તિ છે. પ્રત્યેક ક્ષણે નૂતન છે. ફીલસૂફી એ તો માત્ર જૂની જ વસ્તુઓનું જુદી જુદી રીતે પુનરાવર્તન કરવાની પ્રવૃત્તિ છે. તેમાં નવું તાજું કશું જ હોતું નથી. જીવન પ્રત્યેક ક્ષણે નવું છે. ફીલસૂફી જીવનની તાજગી લૂંટી લે છે.
વાર્તા : એક વાર એક દેશમાં દસ પંડિતોને જેલમાં પૂરવામાં આવ્યા. એક જ કોટડીમાં બધાને એક સાથે રાખવામાં આવ્યા હતા. ત્યાંથી કોઈ પણ રીતે છટકી જવા માટે તેઓ નક્કી કરે છે. તેઓ બેસીને એક યોજના બનાવે છે. તેઓ જેલના દરવાજાના તાળાની છાપ લઈને નકલી ચાવી બનાવે છે અને ભાગી જવાની તારીખ નક્કી કરે છે. આખી યોજના ઘડાય છે. તેઓ નક્કી કરે છે કે કોઈ એક રાતે તેમનામાંથી બે જણ નકલી ચાવીથી જેલનો દરવાજો ખોલશે અને બીજાને ઇશારો કરશે. બીજા બધા ભાગી જશે અને બાકીના બે જણ દરવાજો બંધ કરીને તેઓની પાછળ ભાગશે.
ભાગી જવાનો નક્કી કરેલો દિવસ આવે છે અને
બે જણ દરવાજો ખોલવા જાય છે. બાકીના બધા
ઇશારો મળવાની રાહ જુએ છે. તેઓ ખૂબ જ રાહ
જુએ છે પણ કોઇ ઇશારો મળતો નથી. ત્રણ કલાક
પસાર થઈ જાય છે. અચાનક તે બે જણ પાછા આવે
છે અને કહે છે : ભાગી જવાની આપણી યોજના
આપણે પડતી મૂકવી પડશે. આજે એ થઈ શકશે
નહીં, કોઇ બીજા દિવસે આપણે ભાગવાનું હવે
પછી ફરીથી નક્કી કરીશું.
બધા પૂછે છે, કેમ શું થયું ?
તેઓ કહે છે - શું જવાબ આપીએ ? મૂર્ખ
સિપાઇઓ દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગયા
હતા.
જે લોકો તત્ત્વચર્ચા જ કરે છે તેઓ નવું કશું વિચારી શકતા નથી. તે માત્ર બંધિયાર માનસિક વિચારણા જ હોય છે. કંઈક જુદી અને નવી પરિસ્થિતિનો સામનો કરવા તેઓ સર્જનાત્મક નવું કશું જ વિચારી શકતા નથી કારણ કે તેઓ સંકુચિત છે. તેઓ વિદ્યુત પ્રવાહના બંધમાર્ગ જેવા હોય છે.
આપણે પણ આપણી જિંદગી સાથે વ્યવહાર કરતી વખતે ફીલસૂફ જેવા થઇ જઇએ છે. આપણા ભૂતકાળની પ્રણાલીઓથી આપણે બંધાયેલા છીએ. આપણે સાંપ્રત સમય સાથે હોતા જ નથી. કંઈક નવું ઘટે છે ત્યારે આપણે ગૂંચાઇ જઇએ છીએ.
ફીલસૂફીની અસર હેઠળ આપણે વિચારોને બાંધી કુંઠિત કરીએ છીએ અને જડાગ્રહી બની જઈએ છીએ. જડાગ્રહી પ્રેમ કરી શકતો નથી. જડાગ્રહીપણુ એક પ્રકારનું આક્રમણ છે, અને પ્રેમવૃત્તિને એ રૂંધે છે. તમે દૃઢતાપૂર્વક પૂર્વનિર્ધારિત વિચારોને વળગેલા હોય ત્યારે પ્રેમને અવકાશ ક્યાંથી હોય ? પ્રેમને ખીલવા માટે તો સુંદર અવકાશ જોઇએ.
તત્ત્વચર્ચામાં પ્રેમનો ઉદય સંભવિત જ નથી. તમે જો અમૃતના સ્વાદનો અનુભવ કરવા માંગતા હોય તો શું માત્ર તેના વિચારોથી તેનો અનુભવ કરી શકો ખરા ? ના, તમારે અમૃતનો સ્વાદ જાતે કરવો જ પડે. તેને સ્થાન આપવુ પડે, તેને તમારી ભીતરમાં ઉતારવું પડે અને એના અસ્તિત્વને પામવું પડે. તો જ તેના સ્વાદને તમે જાણી શકો. તે જ પ્રમાણે પ્રેમની અનુભૂતિ માટે માત્ર થોડા વિચારો મદદરૂપ નહીં થાય. તમારી ભીતર તમારા ચૈતન્યમાં તેને અસ્તિત્વની સિદ્ધિ સુધી વિકસિત થવા દેવો પડે છે. તો જ તમે તેને જાણશો. પ્રેમને તમારા મસ્તિષ્કમાં નહીં પણ હૃદયમાં પાંગરવા દો. હૃદયનો સાથ આપવાનો નિર્ણય કરો ત્યારે જ એ થશે અને વિકસશે.
જે ક્યારેક મસ્તિષ્કમાં નિષ્ફળ થયુ છે તે હૃદયમાં સફળ થઇ શકે છે ! પ્રત્યેક વ્યક્તિએ એ અનુભવવુ જોઇએ કે પ્રેમ એ હૃદયની સફળતા છે, મસ્તિષ્ક અનુસાર રહેવુ સહેલુ છે. આખરે તો એ ભૌતિક અને પરિચિત બુદ્ધિ છે. આ બુદ્ધિને હૃદય સુધી લઇ જવાની હિંમત જોઇએ, કેમ કે હૃદય માટે કશું જ પરિચિત હોતું નથી. બધુ જ નવુ હોય છે, તમારા મસ્તિષ્કના સ્તરે તમારી પોતાની સખત ઓળખ અને પરિચિત પ્રણાલીઓ હોય છે. પણ હૃદયના સ્તરે કોઇ ઓળખ કે કોઇ પ્રણાલી હોતી નથી. આ એક મુક્ત સ્થાન છે. તેમાં પ્રવેશવા તમારી પાસે પ્રચૂર હિંમત હોવી જરૂરી છે, તેથી જ ઘણા લોકો માટે પ્રેમ ભયપૂર્ણ છે. આ અપરિચિત ક્ષેત્ર છે. મસ્તિષ્ક સાથે આપણી એક સગવડભરી પરિચિતતા હોય છે.
અહંકાર વિભક્ત કરે, પ્રેમ જોડે
જો સૃષ્ટિ (Cosmos) એક વિશાળ સમુદ્ર છે તો આપણે બધાં તેના ભાગ છીએ. આપણે સમુદ્ર સાથે એક રૂપ છીએ. ભિન્ન ભિન્ન બિંદુ રૂપ નહીં. આપણે જ્યારે આપણી જાતને વ્યક્તિગત બિંદુ સમજીએ છીએ ત્યારે આપણે આપણાં બંધનો અને લાગણીઓમાં અલગ હોઈએ છીએ. અને તે જ અહંકાર છે. આપણે ‘હું’ અને ‘મારું’ એવી લાગણીઓથી પ્રેરીત હોઈએ છીએ. જ્યાં સુધી આ પૃથકતા રહે છે ત્યાં સુધી આપણે પ્રેમના સમુદ્રની શક્તિને અનુભવી શકતા નથી, ક્યારેય તે નિઃસ્વાર્થ ઉભરાતા પ્રેમનો અનુભવ કરી શકતા નથી.
જ્યાં સુધી આપણે સમુદ્રમાં બિંદુ સ્વરૂપે રહીએ છીએ ત્યાં સુધી આપણે જીવનને ‘ના’ કહીએ છે. આપણે પ્રેમ પણ કરતા નથી અને વિશ્વાસ પણ કરતા નથી. આપણે પરમ આનંદ અનુભવી શકતા નથી, કારણ કે પરમ આનંદ તેમના માટે જ શક્ય છે જે લોકો કેવી રીતે પ્રેમ કરવો અને કેવી રીતે વિશ્વાસ કરવો તે જાણે છે. તે એમના માટે શક્ય છે જે પોતાને સમુદ્રનો જ એક ભાગ ગણે છે. પરમ આનંદ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું હૃદય ‘હા’ કહે અને ‘ના’ સંપૂર્ણપણે હૃદયમાંથી વિલુપ્ત થઇ જાય. ‘ના’ એટલે અંધકાર અને ‘હા’ એટલે પ્રકાશ. ‘ના’ એટલે અહંકાર અને ‘હા’ એટલે અહંકાર હીનતા.
‘ના’ એ અસાવધ અને અજાગૃત વ્યક્તિનો માર્ગ છે અને ‘હા’ એ જાગૃત વ્યક્તિનો માર્ગ છે. આપણા જીવનમાં બધીજ યાતનાઓ આપણા ‘ના’ કહેવાથી ઉદ્ભવે છે. ‘ના’ એક લડાઇ છે, આપણા અસ્તિત્વ સાથેની લડાઇ. ‘હા’ એ પ્રેમ છે, સૃષ્ટિ સાથેનું સંયોજન છે. ‘હા’ એ આપણા સંપૂર્ણ અસ્તિત્વ સાથેની ભીતર સંમતિ છે. પરમ આનંદ એ સંમતિનું સંવાદનું બીજુ નામ છે.
પ્રેમ એટલે સૃષ્ટિના પ્રવાહમાં
રહેવું તેની સંપૂર્ણતામાં રહેવું.
અહંકાર થીજેલા બરફ જેવો છે.
પ ર મ આ નં દ નો માર્ગ એટલે સમુદ્રમાં ઓગળી જવું, એક બિંદુ બનીને રહેવું એમ નહીં, સમુદ્રમાં એક થઇ જવું. બિંદુ બનવું એટલે અડચણ રૂપ બનવું. બિંદુ બનવું એટલે અહંકારમય બનવું. અહંકાર બધી જ યાતનાઓનું મૂળ છે. જ્યારે અહંકાર હોતો નથી ત્યારે સૃષ્ટિરૂપી સમુદ્રના પ્રત્યેક ખૂણેથી આનંદ આપણા સુધી પહોંચે છે જાણે કે તે અહંકારના વિલુપ્ત થવાની પ્રતીક્ષામાં હોય.
અહંકાર એ ચૈતન્યની બંધ અવસ્થા છે. બધા જ બારી અને બારણાઓ બંધ છે. જીવન પોતે જ વિખંડિત અને જુદુ પડી જાય છે. અહંકાર આપણને આવરણની જેમ વળગી જાય છે. આપણો અહંકાર એક સખત આવરણ છે અને તેમાં કંઈ પણ પ્રવેશવા સહેજ પણ અવકાશ હોતો નથી. ભયને કારણે તે પોતે જ બંધ થઇ જાય છે. અને પોતાનામાં જ સંકુચિત થઇ જાય છે. આ રીતે આપણે પોતાના માટે યાતનાઓનું સર્જન કરીએ છીએ.
પ્રેમ એટલે સૃષ્ટિના પ્રવાહમાં રહેવું, તેની સંપૂર્ણતામાં રહેવું. અહંકાર થીજેલા બરફ જેવો છે. પ્રેમ એ પ્રવાહી પાણી જેવો છે. આપણે પ્રવાહી હોઇએ ત્યારે જ સમુદ્રમાં એક થઈ શકીએ. પછી આપણું આગવું ધ્યેય કે લક્ષ્ય હોતુ નથી. પછી પ્રત્યેક ક્ષણ આનંદમય, અત્યંત સુખમય અને સૃષ્ટિની યોજના મુજબની હોય છે.
બસ, હોવું અને વહેવું એ જ આનંદ છે. માત્ર ‘હોવુ’ એજ પૂરતું છે. આપણે આપણા અસ્તિત્વ એટલે કે હોવાપણાના આનંદની પ્રતિ લાગણીશીલ થવું જરૂરી છે. આપણે લાગણીમય થવાનું છે. આ લાગણીશીલતા એટલે પ્રેમ. પ્રેમ જ હોવાપણાના આનંદને અનુભવી શકે છે. જ્યારે તમે પ્રેમ સભર બનો છો, ત્યારે જીવન સ્વતંત્ર વિચારોની ઉપજ રહેતુ નથી પણ એક સતત વહેતી લાગણી બની જાય છે. અહંકાર પીગળવાનું શરૂ થાય છે. એક વાર જ્યારે આપણે વિચારોમાંથી લાગણી તરફ ખસ્યા પછી માત્ર એક જ સોપાન બાકી રહે છે અને તે છે લાગણીથી હોવાપણા (being) તરફનું અને તે ખૂબ સરળ છે.
વિચારોમાંથી લાગણી તરફ ખસવાનું પ્રથમ સોપાન અઘરૂં છે, કેમ કે અહંકારે આપણા મગજને ઘણુ બધુ વિચારવાની વધારે પડતી તાલીમ આપી છે. બીજુ સોપાન આપમેળે જ આવે છે. તેના માટે આપણે કશું જ કરવું પડતું નથી. આપણી લાગણીથી આપણા હોવાપણા (અસ્તિત્વ) સુધી કોઈ અંતર જ નથી. એ તો કોઇ પણ ક્ષણે થઇ શકે છે. કવિ કોઇ પણ ક્ષણે રહસ્યવાદી બની શકે છે. ખરી સમસ્યા એ છે કે આપણે કઇ રીતે આપણા વિચારોથી બહાર આવીએ અને વધુને વધુ લાગણીમય બનીએ.
હૃદયને અનુસરો, વધુ ને વધુ પ્રેમ કરો. વધારે પ્રેમની લાગણી અનુભવો. વધુ મજા કરો જેથી તમે હૃદયનું પોષણ કરી શકો. સંપૂર્ણ જાગૃકતા સાથે સૂર્યોદય, સૂર્યાસ્ત, વાદળો, મેઘધનુષ્ય, પક્ષીઓ, પુષ્પો, પશુઓ, પત્થરો અને લોકોને નીરખો. તેમની આંખોમાં જુઓ. આ વિશ્વમાં વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વો છે. બધાં જ પરિણામોને એક કવિ તરીકે જુઓ. તેની પ્રશંસા કરો, તેને અનુભવો. આનંદમય બનો ! તમારા ચૈતન્યનો વિસ્તાર કરો અને તમારા અસ્તિત્વની પ્રત્યેક માહિતીનો પ્રેમથી અનુભવ કરો. ધીરે ધરે અહંકાર પોતાની પકડ ગુમાવી દેશે અને અદૃશ્ય થઇ જશે.
પ્રેમને આડે એક માત્ર ભયની દિવાલ છે. જ્યારે કંઇક એવું બને છે કે પ્રેમની લાગણીથી જોડાઇને આપણે ઓગળી જઇએ છીએ, ત્યારે ભયભીત થઇ જઇએ છીએ. આપણા અહંકારના મૂળને ડર લાગે છે. અહંકાર એટલે જ જુદાઇ, જ્યારે પ્રેમ એટલે જોડાણ. આપણે ભય અનુભવીએ છીએ તે ખરેખર તો અહંકારના પીગળવાનો ભય છે. ભય તે આપણી આજુબાજુ થોડી ક્ષણો જ વળગેલો રહેશે. આપણે તેના તરફ ધ્યાન નહીં આપીએ તો તે આપણને છોડી ચાલ્યો જશે. અહંકારને ગુમાવવાનો ભય જ્યારે આપણામાંથી જતો રહેશે એ દિવસ મહાન હશે. ત્યારબાદ વિકાસ-સરળ, સહજ અને સ્વતઃ સ્ફૂર્ત બની જશે. પછી આપણે રહેતા નથી, માત્ર પ્રેમ રહે છે.
પ્રતિક્ષણ પ્રેમી બનો
જીવનની કોઇ પણ પરિસ્થિતિનો ગાઢ (deep) પ્રેમથી સામનો કરો. ઝડપથી તમે સ્વયં શુદ્ધ પ્રેમ બની જશો. કોઇ વ્યક્તિ હોય, કે તમારુ કામ હોય કે કોઇ મુસાફર હોય કે ભગવાન હોય કે પછી કોઇ પણ - પ્રત્યેક સાથે બસ પ્રેમ ખાતર પ્રેમના ભાવથી મળો. તમે જો ચિત્રકાર હો તો કલાને હૃદયથી ચાહો. તમે નૃત્યાંગના હો તો નૃત્ય કલાને સંપૂર્ણ પ્રેમ કરો, તમે કોમ્પ્યુટરનું કામ કરો છો તો સંપૂર્ણ લાગણીથી કરો, તેનામાં ખોવાઇ જાવ. પૂર્ણ નિષ્ઠા અને પ્રેમ ભાવથી પ્રતિક્ષણ સભર બનો.
તમે કોઇ ચિત્ર બનાવતા હોવ અને વિચારતા હોય કે કઇ ગેલેરીમાં ચિત્ર મૂકવું અને તેને કેટલામાં વેચવું, તો બહુ સ્પષ્ટ સમજો કે, તમે પ્રેમમાં ખોવાયા નથી. કોઇ ખાસ વસ્તુઓના કારણે જ તમે પ્રેમમાં છો. આમ પૈસા માટે તમે જો નૃત્ય કરતા હોય અને નૃત્ય પૂરું થશે તો શું મળશે એમ વિચારતા હોય તો બહુ સ્પષ્ટ સમજો, તમે પ્રેમમાં ખોવાયા નથી. આમ કરવાથી તમે વધુને વધુ બંધનોમાં બંધાતા જશો.
જો તમે પ્રત્યેક ક્ષણમાં ખોવાઈ જાવ છો, તો તમે સ્વયં પ્રેમ બની જાવ છો. પછી જ્યારે તમે કામ કરો છો ત્યારે સંપૂર્ણ ધ્યાનથી કામ કરો છો કેમ કે તમે તેના ઉંડા પ્રેમમાં છો. આ મુજબ, તમારું જીવન જ ઉંડો ધ્યાનમય પ્રેમ બની જાય છે.
પછી તમે દરેક વસ્તુ પ્રત્યે એક જીવંત અસ્તિત્વ તરીકે તમારા પોતાની જેમજ લાગણી, માન અને સંબંધ અનુભવશો. તમે બીજી વ્યક્તિના વિચારોને પણ લાગણી પૂર્વક અનુભવી શકશો. બીજી વ્યક્તિ જે તમારી સાથે ખુલ્લી નથી થતી, તેની સાથે તમે પ્રતિભાવ આપવાના અને સંબંધ બાંધવાના શરૂ કરો. તમે સંપૂર્ણ સૃષ્ટિને જીવંત અને નિર્મળ અનુભવશો. તમારી પાસે પ્રચૂર બુદ્ધિ છે. તમે જાણો છો કે કઇ રીતે બધી વસ્તુઓને સારી રીતે સાંકળવાની છે. આ જ પ્રેમની શક્તિ છે.
સૂફી (ઇસ્લામ ધર્મનો રહસ્યમય અંશ)સંત જલાલુદ્દીન રૂમી (૧૩મી સદીના પર્શિયન સૂફી સંત) કહે છે -'તમે જ્યાં પણ હોવ, તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ, તમે પ્રેમાળ રહેવાનો પ્રયત્ન કરો' સમગ્ર અસ્તિત્વ પોતાની જ સાથે એક ગાઢ રોમાંચમાં છે. તમે તેનો એક ભાગ છો. પ્રત્યેક ક્ષણે પ્રેમી બનવાનો તમારો સ્વભાવ છે. આ રીતે જ તમે તમારા મૂળ સ્વભાવની પરિપૂર્ણતાને અનુભવી શકો છો.
પ્રથમ પોતાને પ્રેમ કરો
આજની મોટી સમસ્યા એ છે કે ઘણા લોકો પોતાની જાતને જ પ્રેમ કરતા નથી. સમાજ ક્યારેય એ શીખવતો નથી કે પોતાની જાતને પણ પ્રેમ કરવો જોઇએ. જ્યાં સુધી આપણે પોતાની જાતને પ્રેમ કરી શકતા નથી ત્યાં સુધી આપણે બીજાને પણ પ્રેમ કરી શકતા નથી. જ્યારે તમે પોતે તમારી જાતમાં ખોવાઈ જાવ ત્યારે જ તમે બીજામાં ખોવાઈ શકો છો. આપણને એ શીખવાડવામાં આવ્યું છે કે કોઇ કારણ હોય તો જ આપણે આપણી જાતને પ્રેમ કરી શકીએ છે. આપણે જ્યારે સારુ કામ કરીએ ત્યારે પોતાની જાતને પ્રેમ કરીએ છે અને જ્યારે નિષ્ફળ થઇએ છે ત્યારે આપણે આપણી જાતને નફરત કરીએ છે. આ જ તર્ક બીજાને પણ લાગુ પાડીએ છે. આપણે બીજાને કોઇક કારણથી કોઇક પ્રયોજનથી જ પ્રેમ કરીએ છે.
તમે જ્યારે પોતાને જ પ્રેમ કરતા નથી ત્યારે તમે જીવન પ્રતિ નકારાત્મક અને તોછડા બની જાવ છો.
રોજ થોડીક ક્ષણો બેસો, અંતર્મુખ થાઓ અને પોતાના માટે જ પ્રેમનો ઉભરો અનુભવો. અનુભવો કે તમે કેટલા અદ્ભુત છો. જુઓ કે તમે તમારી જાતને કેટલી સામાન્ય માની લીધી છે. તમારી જાતને સૃષ્ટિના ભાગ તરીકે અનુભવો અને તે માટે તમારી જાતને પ્રેમ કરો. પોતાની જાત માટેના પ્રેમની લાગણીમાં વિલીન થઇ જાઓ. જો આ અભ્યાસ રોજ કરશો તો તમે જોશો કે એક સમયે તમે કેટલા કઠિન અને સ્વકેન્દ્રિત હતા જ્યારે હવે તમે કોમળ અને પ્રેમાળ બની ગયા છો?
પછી જ્યારે લોકો તમને પ્રેમ કરે છે ત્યારે તમે પોતાને દોષી કે અયોગ્ય માનતા નથી કારણ કે જેમ એ લોકો તમને પ્રેમ કરે છે તેમ તમે પણ તમારી જાતને પ્રેમ કરો છો. તમે બીજા પાસેથી પ્રેમ સ્વીકારવા તૈયાર થઈ જાવ છો. સામાન્ય રીતે એવુ થાય છે કે જ્યારે બીજા લોકો તમારા પ્રત્યે પ્રેમ દર્શાવે છે ત્યારે તમે પોતાની જાતને દોષી અથવા અયોગ્ય માનો છો કારણ કે તમે પોતે જ પોતાની જાતને પ્રેમને યોગ્ય માનતા નથી. જ્યારે તમે પોતાની જાતને જ ઉંડો પ્રેમ કરતા થશો ત્યારે તમે બીજાનો પ્રેમ ખુશીથી સ્વીકારવા લાગશો.
અસ્તિત્વને પ્રેમ કરો અને તેના પ્રેમને અનુભવો
અસ્તિત્વ એ કોઈ વસ્તુ નથી. એ તો એક જીવંત શક્તિનું અસ્તિત્વ છે. પ્રત્યેક વૃક્ષ, પ્રત્યેક છોડની ડાળ તમારા પ્રેમ, નફરત અને વિચારોને પ્રતિભાવ આપે છે.
(પોલિગ્રાફ એકસપર્ટ કલેવ બેકસ્ટ્રે : આઘાત અને પ્રેમની લાગણીના આધારે વનસ્પતિમાં વર્તનનો કેવા આઘાત પ્રત્યાઘાત જન્મે છે તેનો લાઇ ડિટેક્ટરથી અભ્યાસ કરે છે.) વનસ્પતિના વર્તનના નિષ્ણાંત, ક્લિવ બેકસ્ટર માનવીય લાગણી અને વિચારોની વનસ્પતિ પર થતી અસર જોવા ઘણા જુદા જુદા પ્રયોગો કર્યા. તેમણે એ શોધ્યું કે જેમ મનુષ્ય પ્રતિભાવ આપે છે તેજ પ્રમાણે વનસ્પતિ પણ મનુષ્યનાં વિચારોને પ્રતિભાવ આપે છે. એક છોડનાં પાંદડાઓને બાળવાનો કોઈ વ્યક્તિનો એક સાદો વિચાર છોડના પોલીગ્રાફમાં અસ્થિરતા નોંધે છે. બેકસ્ટર આ પ્રતિભાવને 'પ્રાથમિક દર્શન' કહે છે એટલે કે વનસ્પતિ, પશુ અને મનુષ્યમાં કોઈ પણ વિચારોને સમજવાની અને તેનો પ્રતિભાવ આપવાની ક્ષમતા.
એક વખત બેકસ્ટરનાં ગ્રાફમાં એક સીધી રેખા દોરાય છે જે છોડવાઓનાં આઘાતની લાગણીને સૂચવે છે. તે છોડનાં માલિકને પણ પૂછે છે કે શું તેમણે આ છોડને દુઃખી કર્યું છે ? તે મહિલા કહે છે - મેં તેના થોડા પાંદડાઓને સૂકા હોય ત્યારે વજન કેટલું હશે તે જાણવા શેક્યા હતા.
તમે જ્યારે અસ્તિત્વને પ્રેમ કરવા લાગો છો ત્યારે તે ખૂબ સુંદર રીતે પ્રતિભાવ આપે છે. તમે તમારી આસપાસની બધી જ વિષમતાઓથી પર થઇ જાઓ છો. વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, લાગણીઓ અને અન્ય વિષમતાઓ. બધુ જ એક એકતામાં વિલીન થઈ જાય છે. અને એ જ સત્ય છે. પ્રત્યેક વસ્તુ એક અખંડતાનો ભાગ છે. પ્રેમ જ એક એવી વસ્તુ છે જે તમને આ સત્યની જાણ કરાવે છે.
ભારતમાં આધ્યાત્મિક ભ્રમણની એક પ્રણાલી છે. દેશના ખૂણે ખૂણે પગપાળા ચાલીને વિભિન્ન મંદિરો અને તીર્થોનો પ્રવાસ કરે છે. મને આશ્ચર્ય થાય છે કે એ લોકો જંગલમાંથી પસાર થવું, જંગલી પશુઓ સાથે સૂઇ જવું અને ખાવા માટે ભિક્ષા માંગવી વગેરે કઇ રીતે કરી શકે છે ! તેની પાછળનું રહસ્ય એ છે કે એ લોકો પ્રકૃતિ સાથે સંપૂર્ણપણે સંપર્ક અનુભવે છે અને પછી એ જ પ્રકૃતિ તેમનું સુંદર રીતે રક્ષણ કરે છે. વરસાદ પડતો હોય કે તાપ હોય, વૃક્ષો અને પશુઓ, બધા જ તેઓની કાળજી લે છે. તાર્કિક રીતે આ સમજવું અઘરૂ છે પણ આ જ સાચુ છે.
અસ્તિત્વ અને તેનાં વિવિધ સર્જનો માટે થોડું પણ માન અને પ્રેમ સાથે જો તમે જીવશો તો તમે સમજશો કે આ જ વસ્તુ તમારા પોતાના જીવનમાં પણ બની રહી છે. કુદરત તમારા પ્રેમને ઘણી બધી સુંદર રીતે પાછો આપે છે.
પ્રેમ અને માન ભિન્ન છે
ઘણી વાર આપણે પ્રેમને માન સાથે ગૂંચવીએ છે. નાનપણથી જ બાળકોને માન આપવા માટે જ શીખવવામાં આવે છે, પ્રેમ નહીં. તમે ઘણા લોકોને બાળકોને એમ શીખવતા સાંભળ્યા હશે કે વડીલોને માન આપો તમે ભાગ્યે જ સાંભળ્યું હશે 'વડીલોને પ્રેમ કરો'. આ જ સમસ્યા છે.
અન્યને માન આપવાથી પોતે ઉતરતી કક્ષાના છીએ એવી અપરાધવૃત્તિ જન્મે છે. તમે જેને માન આપો છો
તેનાથી તમને જુદા પણું લાગે છે. જ્યારે પ્રેમ તમારામાં ખુશી અને એકતા ભરી દે છે. તે તમને બીજા લોકો સાથે અને અસ્તિત્વ ધરાવતી બધી જ વસ્તુઓ સાથે એકાત્મતાની લાગણી આપે છે. માન હોય છે ત્યાં ભય હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રમાણભૂત માન અને ઉંડી સમજ માટે અવકાશ હોય છે. માત્ર માન દ્વારા વધારે સમજણની શક્યતા નથી. પ્રેમ દ્વારા પ્રચૂર સમજણ અને પરિવર્તન થવાની શક્યતા રહેલી છે. પ્રેમ સ્વાભાવિકપણે જ પરિવર્તન લાવનારો હોય છે. તે તમને કોમળ બનાવે છે અને ભીતરથી ઓગાળી દે છે.
માન તમારા અને બીજા વચ્ચે અંતર ઊભું કરે છે. પ્રેમ તમારા અને બીજા વચ્ચે સેતુ બનાવે છે. લોકોએ પોતે પ્રેમનો અનુભવ કર્યો નથી તેના કારણે જ વર્તણૂંકના એક સ્વીકૃત નિયમ સ્વરૂપે તેઓ લોકોને માન આપે છે. માન આપવું સહેલું છે પણ પ્રામાણિક નથી. ઘણા લોકો પ્રેમ કેવી રીતે કરવો તે જાણતા નથી માટે પ્રેમ કરવો તેમના માટે અઘરો છે પણ તે પ્રામાણિક છે. પ્રેમ પૂર્વક માન આપવું એ સ્વાભાવિક અને પ્રામાણિક હોય છે. શુદ્ધ માન હોય, પણ તેમાં પ્રેમભાવ્ય સ્વાભાવિક નથી હોતો, અને પ્રામાણિકતો ક્યારેય ન હોય.
સર્વ ધર્મનું મૂળ પ્રેમ છે
પ્રેમ મૂળ ધર્મ છે. બધી જ આધ્યાત્મિકતાનું મૂળ છે. બધા ધર્મો તેના ફણગા છે. પ્રેમ એ વૃક્ષનાં મૂળ છે અને બધા જ ધર્મો તેના પાંદડાં અને ડાળીઓ છે. મોટા મોટા ધર્મો પણ પ્રેમના ધર્મની સરખામણીમાં માત્ર મોટી શાખાઓ જ છે.
પ્રેમના મંદિરો કે ગ્રંથો હોતા નથી. તે તો જમીનની ભીતર ઉંડે ઉતરેલાં મૂળિયાં છે જે જીવનભર પોષણ આપે છે. તેના વગર આખુ વૃક્ષ મરી જાય છે. પ્રેમ દ્વારા ઘણી શાખાઓ અને પાંદડાઓનું સર્જન કરી શકાય છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે મૂળિયાંના બદલે શાખાઓ અને પાંદડાંને જ વળગી રહીએ છીએ. આપણે જ્યારે મૂળિયાંને વળગી રહીએ છીએ ત્યારે આપણને સીધું પોષણ મળે છે. આપણે જ્યારે શાખાઓને વળગી રહીએ છીએ ત્યારે પોષણના એક જ પરિમાણને આપણે પામીએ છીએ. તમે જ્યારે વિશેષ પ્રેમાળ બનો ત્યારે પ્રેમનાં એક અદૃશ્ય મંદિરમાં પ્રવેશ કરો છો.
વાર્તા : એક વાર એક ગુરુ તેમના શિષ્યોને પૂછે છે કે કોઈ કહી શકશે કે રાત ક્યારે પૂરી થઈ અને દિવસ ક્યારે શરૂ થયો? એક કહે છે- જ્યારે તમે દૂરથી જોઈને કહી શકો કે તે પશુ ગાય છે કે ઘોડો ગુરુ કહે છે – ના.
બીજો શિષ્ય કહે છે – તમે દૂરથી જોઈને કહી
શકો કે તે અનાનસનું ઝાડ છે કે આંબો ? ગુરુ
ફરીથી કહે છે – ના.
તેઓ ગુરુને પૂછે છે – તો એ શું છે ?
ગુરુ કહે છે – જો તમે કોઈ વ્યક્તિના ચહેરામાં તમારા ભાઈનો ચહેરો ન ઓળખી શકતા હોય અને કોઈ સ્ત્રીના ચહેરામાં તમારી બહેનનો ચહેરો ન ઓળખી શકતા હોય તો એ દિવસનો ક્યો સમય છે એ મહત્ત્વનું નથી. એ હજુ રાત જ છે.
ગુરુ થોડા સંકેત આપે છે પછી આપણે આપણી જાતે કાળજીપૂર્વક આપણો રસ્તો શોધવાનો છે. પ્રેમ પણ માત્ર સંકેત છે. પણ આપણે જો ધીરે ધીરે પ્રેમને અનુસરીશું ત્યારે આપણે આશ્ચર્ય પામીશું કે ભગવાન વધુ ને વધુ સત્ય સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તે હવે માત્ર એક વિચાર કે ધારણા નથી પણ કંઈક એવું છે જે
તમારા જીવનમાં એક સંબંધ તો એવો હોવો જ જોઈએ જે નિઃસ્વાર્થ હોય.
આપણે અનુભવીએ છીએ. પ્રેમની જેટલા ભીતર જઈએ તેટલા જ આપણે લાગણીની વધુ નજીક આવીએ જે દિવસે આપણે પ્રેમમાં પીગળી જઈએ તે સમયે આપણે તેની સાથે એક થઈએ છીએ.
ઘણા પ્રાચીન સમયથી ઘણા રહસ્યવાદીઓ એવા સિદ્ધાંત પર આવ્યા છે કે પદાર્થ અને પ્રેમ પરસ્પર સંકળાયેલો છે. એક અદ્રશ્ય શક્તિ અણુ અને પરમાણુને સાંકળી રાખે છે. આ અદ્રશ્ય શક્તિને કારણે તે જુદા પડતા નથી. વિજ્ઞાન હજુ પણ આ સર્વોત્કૃષ્ટ શક્તિને શોધી રહી છે. વિજ્ઞાન આ શક્તિના ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત જેવા સ્થૂળ પરિપ્રકાશને જ શોધી શક્યો છે. જે દિવસે વિજ્ઞાન પ્રેમને શોધી કાઢશે તે દિવસે ધર્મ અને વિજ્ઞાન સંવાદી ભાષામાં વ્યવહારશે.
અત્યારે તો આનંદ કરો કેમ કે માત્ર પ્રેમ શક્ય છે. એ વાતથી ખુશ થાઓ કે પ્રેમ તમારી અંદરની તાકાત છે. પ્રેમ દ્વારા તમે પરમ ઉન્નતિ સુધી પહોંચી શકો છો. પ્રેમમાં કશુ અશક્ય નથી કારણ કે પ્રેમ પોતાને ભગવાનમાં પરિવર્તિત કરી શકે છે.
ત્રણ પ્રકારના પ્રેમ અને તેનું ઐક્ય
ઘણા લોકો પ્રેમને કામ સાથે ગૂંચવી નાંખે છે. આ સૌથી મોટી કરુણતા છે. જે વ્યક્તિ કામને જ પ્રેમ સમજે છે તે માત્ર શારીરિક સ્તર સુધી જ સીમિત રહે છે. તેનાથી ઉપર તે પહોંચી શકતો નથી. આનાથી ઉપર પણ કંઈક છે એવો તેને ખ્યાલ હોતો નથી. તે તેના ઘરના ભોંયતળિયે જ રહે છે. સંભોગ એ તળિયું છે. તે રહેવા માટેની જગ્યા નથી. તેને બીજા કારણો માટે તમે ઉપયોગ કરી શકો છો પણ એ તમારું ઘર બની શકતું નથી. તમારું ઘર તેનાથી ઉપર છે.
મનુષ્ય જીવનને ત્રણ સ્તરે જીવી શકે છે. – પશુ, મનુષ્ય અને દિવ્ય જીવ. પહેલું સ્તર કામનું છે જે પશુનું સ્તર છે. આ પ્રેમનું અપરિપક્વ સ્વરૂપ છે. ત્યાં પ્રેમ નથી એવું નથી પણ લોભ અને ઇચ્છાઓથી પ્રેમ દૂષિત થયેલો છે.
જ્યારે આપણે વધુ સંસ્કારી થઈએ છે ત્યારે આપણે સામાન્ય માનવીય પ્રેમના બીજા સ્તર સુધી પહોંચીએ છે. માનવીય પ્રેમમાં ઇર્ષ્યા અને માલિકીપણુ હોય છે. પશુના પ્રેમ કરતા માનવીય પ્રેમ વધુ સમજણના આધારવાળો હોય છે માટે કોઈ બીજી વ્યક્તિનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકતા નથી. માનવીય પ્રેમ બીજાને પોતાનામાં સમાયેલા જુએ છે.
ત્રીજા પ્રકારનો પ્રેમ દિવ્ય પ્રેમ છે. પ્રાર્થનાની જેમ આ પ્રેમ સર્વોત્કૃષ્ટ અવસ્થાનો છે. એમાં અધિકારની ભાવના હોતી નથી. તેમાં પાર્થિવ કશું જ હોતુ નથી. તે અદ્રશ્ય શક્તિશાળી બળ છે. પ્રેમ જ્યારે પ્રાર્થના બને છે ત્યારે પહેલી જ વાર આપણે પરિપૂર્ણ તૃપ્તિ અનુભવીએ છે. પરિપૂર્ણ એટલા માટે કહું છું કે બીજા બે પ્રકારના પ્રેમ આધિક્ય માટે પ્રવર્તિત થાય છે અથવા કંઈક તેમાં ખૂટે છે. તેમાં પરિપૂર્ણતા હોતી નથી, ત્રીજા પ્રકારનો પ્રેમ થાય છે ત્યારે સંભોગ પણ માત્ર શારીરિક સુખ ઉપરાંત એક દિવ્ય નિર્હેતુક ક્રિયા બની જાય છે.
નિષ્કારણ પ્રેમમાં પ્રવેશો
સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે સંબંધો નિર્હેતુક હોઈ શકે છે. આપણને એ સમજાશે કે પ્રેમપાત્ર કરતાં પ્રેમનો અનુભવ વધારે મહત્ત્વનો છે. તમારા
જીવનમાં એક સંબંધ તો એવો હોવો જ જોઈએ જે નિઃસ્વાર્થ હોય. જો આવો સંબંધ તમારી પાસે નથી તો ગમે તેટલા પૈસા હશે તો પણ ભીતરથી તમે દરિદ્ર છો.
આજથી જ કોઈકની સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધવાની શરૂઆત કરો. એ સંબંધથી પૈસાની કે શારીરિક કોઈ ફાયદાની અપેક્ષા ન હોવી જોઈએ. જ્યારે એકવાર એ સંબંધમાં નિઃસ્વાર્થપણું તમે અનુભવો પછી જો પૈસા કે શરીરની લેવડદેવડ થાય તો બરાબર. આવા સંબંધની ગુણવત્તા અલગ જ છે. હું પૈસા કે લગ્નની વિરુદ્ધ નથી. એ જ પ્રમાણે હું શારીરિક સંબંધની પણ વિરુદ્ધ નથી, પણ જો એ જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય તો તમે કંઈક ખૂબ જ અગત્યનું ગુમાવો છો. બસ આ જ મારે તમારા સુધી પહોંચાડવાનું છે. તમારી પોતાની એક કેન્દ્રીય શક્તિ અથવા મહત્ત્વનું અંગ ગુમાવી રહ્યા છો.
હું લોકોને હંમેશા કહું છું - રોજ અડધો કલાક એવું કામ કરો જેનાથી પૈસા, નામ કે યશ મળવાના નથી. કોઈ મંદિર કે ચર્ચામાં જઈ કચરો વાળો, સાફસફાઈ કરો કંઈક સેવા આપો. એ જગ્યાની કોઈ કમિટીના સભ્ય થવાના પ્રયત્નો ના કરો ! એવું ના વિચારો કે તેનાથી તમને ખૂબ સારું માન મળી જશે કે સ્વર્ગ મળી જશે ..... ના ... અડધા કલાકના એ કામથી આગળ વધુ ના વિચારશો.
શરૂમાં તમને એમને લાગશે કે આ અડધો કલાક એટલે સમય વેડફવા જેવું છે. થોડા દિવસ પછી એમ લાગશે કે ખરેખર તો એ અડધો કલાક જ તમે જીવો છો. એ અડધો કલાકના સમયગાળામાં જ તમે ભય કે લોભથી દોરવાયેલા નથી. આજુબાજુના લોકો તરફ કોઈ ગણતરી વિના જ તમે સ્મિત કરો છો. આથી પહેલા ક્યારેય ન અનુભવી હોય એવી સહજતા તમે અનુભવશો.
બીજા સમય દરમ્યાન તમે એ જોઈ શકશો કે એક માનસિક ગણતરી કરીને જ તમે કોઈને સ્મિત આપો છો. હસતી વખતે પણ તમે એ જોશો કે તમારી બાજુમાં કોણ છે. આ બધી ગણતરીના આધારે જ તમે નક્કી કરો છો કે કેટલા ઇંચ મોઢું ખોલવુ, કેટલા સરળ બનવું અને બીજાની સામે કેટલા વ્યક્ત થવું. અત્યાર સુધી તમારી બધી જ ક્રિયા ભય અને લોભથી દોરવાયેલી છે. તમે ભય અને લોભથી સિંચાયેલા છો અને તેથી જ થાક અને એકલતા અનુભવો છો.
તમે જો આ તકનીક અજમાવશો તો અચાનક જાણવા મળશે કે તમારું શરીર અને મન ભય અને લોભની જરૂરિયાત વિના કામ કરશે ! એક વાર આ સાદી અને સરળ યોજના જાણી લેશો તો તમે પ્રેમમાં પ્રવેશ કરશો. પ્રેમની શક્તિમાં કઈ રીતે પ્રવેશવું એ તમે જાણશો. પ્રેમની સુંદર શક્તિ દ્વારા જીવનને કઈ રીતે ચલાવવું તે જાણશો. ત્યારે જ તમને સમજાશે ‘પ્રેમ’ શબ્દનું શું તાત્પર્ય છે.
તમારી ભીતરમાં એક કેન્દ્ર જાગૃત થશે. એક નવી જ શક્તિ તમારામાં પ્રવર્તતી હશે. પછી તમે સમજશો કે એક નિઃસ્વાર્થ પ્રેમમય સંબંધ કેવી રીતે શક્ય બને છે.
પ્રેમ, ધિક્કાર અને ધ્યાન ખેંચવાની જરૂરિયાત
જ્યાં સુધી પ્રેમ શરતી છે ત્યાં સુધી પ્રેમ અને ધિક્કાર સિક્કાની બે બાજું છે. આપણી અપેક્ષાઓ ખતરામાં જણાતાં જ પ્રેમ ધિક્કારમાં પરિવર્તિત થઈ શકે છે. આ પ્રકારના પ્રેમમાં ત્યાં સુધી જ પ્રેમ ટકી રહે છે જ્યાં સુધી શરતો આપણી અપેક્ષા મુજબની હોય છે. જે ક્ષણે શરતો બદલાય છે તે ક્ષણે પ્રેમ પણ બદલાય છે.
મોટે ભાગે આપણે એમ સમજીએ છીએ કે પ્રેમ સમય અને અંતર સાથે સંકળાયેલો છે. જ્યાં સુધી બે પ્રેમીઓ વચ્ચે અંતર વધારે છે અને સંપર્કનો સમય ઓછો છે ત્યાં સુધી તેઓ એકબીજા પ્રત્યે પ્રેમ અનુભવે છે. જેવા તેઓ એકબીજાની વધુ નિકટ આવે છે અને વધુ સમય સાથે ગાળે છે ત્યારે તેઓ એમ અનુભવે છે કે હવે વધુ પ્રેમ રહ્યો નથી ! એટલે જ એમ કહેવાયું છે કે ‘પરિચિતતા ધિક્કારને ઉછેરે છે’. પરિચિતતા પ્રેમને નફરતમાં બદલી નાંખે છે. પ્રેમ ને નફરત બંનેને ટપી જવા આપણી અપેક્ષાઓને આપણે પડતી મૂકવી પડશે. અપેક્ષા એ પ્રેમની પ્રથમ દુશ્મન છે.
આપણા જીવનકાળમાં વિવિધ સ્તરમાંથી આપણે પસાર થઈએ છીએ. સંબંધની કોઇ પણ અવસ્થામાં આપણે હોઈએ ત્યારે આપણે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ અને ત્યારે આપણે બીજા વ્યક્તિનું ધ્યાન આકર્ષવા માંગતા હોઇએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે કોઇ વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતી તો એનો અર્થ એમ થાય છે કે તે વ્યક્તિ પૂરતું ધ્યાન આપતી નથી. બીજાથી ધ્યાન આકર્ષિત કરવું એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે. ધ્યાનાકર્ષણની જરૂરિયાત અને અસ્તિત્વ માટે અન્ય ઉપર આપણો આધાર એટલે જ પ્રેમ.
બીજા પર આધાર એ માનસિક, શારીરિક કે આધ્યાત્મિક હોઇ શકે. ઉદાહરણ તરીકે જ્યારે રડવા માટે તમે કોઇના ખભાની અપેક્ષા કરતા હોય ત્યારે તમે માનસિક રીતે તે વ્યક્તિ પર આધાર રાખો છો. જ્યારે તમે બીજા પાસેથી ધનની કે શારીરિક સુખની અપેક્ષા રાખો છો ત્યારે તમે તેના પર શારીરિક રીતે આધાર રાખો છો. કોઇ પણ રીતે લોકો આપણો આધાર બને, તેનો નિચોડ તો તેમણે આપણા તરફ આપેલું ધ્યાન છે. પ્રેમનો નિચોડ એટલે બીજું કંઈ નહીં પણ કોઇ પણ રીતે બીજાનું ધ્યાન આકર્ષિત કરવું.
ધ્યાનશિબિરના પ્રથમ સત્રમાં મેં લોકોને તેઓના જીવનમાં તેઓ જે એક કે બે વ્યક્તિને પ્રેમ કરતા હોય તેમની વિશ્વાસપૂર્વક યાદી બનાવવા કહ્યું. શરૂઆતમાં લોકો પતિ, પત્ની, પિતા, માતા, ભાઇબહેન વગેરેની લાંબી સૂચિ બનાવવા લાગ્યા. જાતે ખુશ થવા માટે તેઓએ એવા લોકોનો સમાવેશ કર્યો જેમને તેઓ ખુશ કરવા ઇચ્છે છે. જેવી મેં સાચા પ્રેમની વાત કરી કે તરત જ તેઓ એક પછી એક નામ કાઢવા લાગ્યા. જ્યારે તમે કંઇક કાઢો છો એનો અર્થ એ થાય છે કે પ્રથમ તબક્કે તે સાચું ન હતું.
ઘણા લોકોએ કેટલીક ચોક્કસ વ્યક્તિઓનાં નામ યાદીમાં એટલા માટે સમાવ્યાં હતાં કે તેઓ ફીલ ગુડ ની ભાવના આપે છે. ફીલ ગુડ ની ભાવનાનો મારી દૃષ્ટિએ શું અર્થ છે ? ‘તમે સારા છો’ એવુ એક પ્રમાણપત્ર. તમે આ છો કે તમે તે છો વગરે. કોઇ પણ આપણી પ્રશંસા કરે તેને આપણે પ્રેમ કરીએ છીએ. તેમની સાથે દલીલ કરતા આપણે બે વાર વિચાર કરીએ છીએ. ખાનગી રીતે પ્રેમના નામે આપણે આપણી પ્રશંસાને પોષીએ છીએ. જો તેઓ પ્રશંસામાંથી પાછા વળે તો આપણે માનસિકપણે નબળા થઇ જઇએ છીએ. તેથી આપણે તેમને ખુશ રાખવાનું અને પ્રેમ કરવાનું ચાલુ રાખીએ છીએ. આ પ્રમાણે, આપણા પ્રેમનું હંમેશા કંઈક છુપાયેલું કારણ હોય છે.
કેટલાક લોકો મને કહે છે, ના સ્વામીજી, અમે કોઇ પણ કારણસર અમારા પુત્ર કે પુત્રીને પ્રેમ કરતા નથી. મેં તેમને પૂછ્યું કે- ચાલો સારું, પણ જો તમારો દીકરો અચાનક જાતે જ નિર્ણયો લેવા માંડે કે જો અચાનક તે તમારા નક્કી કરેલા પરિસરમાં ન રહે તો, કે તે તમારા માર્ગદર્શનમાં ન ચાલે તો, કે પછી તે તમારા નિયમોને ના અનુસરે તો શું તમે એને પ્રેમ કરશો ?
તેઓએ કીધું ‘ના, એમ નહીં થાય. મારો પ્રેમ થોડો ઓછો થઈ જશે.’
એનો અર્થ શું થયો ? આપણે આપણી પછીની પેઢીને ત્યારે જ પ્રેમ કરીએ છીએ જ્યાં સુધી તેઓ આપણા જીવનનો વિસ્તાર બનીને રહે છે. જ્યાં સુધી તેઓ આપણી પ્રણાલીને અનુસરે છે કે જ્યાં સુધી તેઓ આપણી રૂઢિને અનુસરે છે ત્યાં સુધી જ આપણે તેમને પ્રેમ કરીએ છીએ. તેમના દ્વારા આપણે માત્ર આપણી જ ઈચ્છાઓને પરિપૂર્ણ કરીએ છીએ, તેમના દ્વારા આપણે આપણું જીવન પરિપૂર્ણ કરીએ છીએ. જે કંઈ આપણે આપણી યુવાનીમાં મેળવી નથી શક્યા તે બધુ જ આપણે તેમના દ્વારા પૂર્ણ કરવા પ્રયત્ન કરીએ છીએ. અને કોઈ કારણસર આપણે ડૉક્ટર બનવાની આપણી ઈચ્છા પૂરી ના કરી શક્યા તો આપણે તેમને ડૉક્ટર બનવા પ્રેરિત કરીએ છીએ. જ્યાં સુધી આપણા જીવનના વિસ્તારરૂપે તેઓ કર્મ કરે છે અને જીવે છે ત્યાં સુધી સંબંધ સુંદર હોય છે. પણ જે ક્ષણે તેઓ જાતે નિર્ણયો લેવા માંડે છે, જે સમયે તેમને એમ લાગે કે આપણે તેમને રોકીએ છીએ, જે ક્ષણે તેઓ ઊભા થઈને ‘ના’ કહેશે, તે ક્ષણે સંબંધ કંઈક જુદો જ વળાંક લઈ લેશે.
પ્રેમ કરો અને મુક્તિ આપો, માલિક ના બનો
જ્યાં સુધી આપણને પ્રેમ કોઈ એક વસ્તુ પ્રતિ હોય છે ત્યારે એ વસ્તુ કોઈ વ્યક્તિ પણ હોય તો આપણે તે વ્યક્તિને એક વસ્તુના સ્તર સુધી નીચે ઉતારી લાવીએ છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે લાગણીથી બંધાયેલ હોઈએ છીએ ત્યારે બરાબર આ જ કરીએ છીએ. જે રીતે ફર્નિચર, ઘર કે અન્ય વસ્તુની આપણે માલિકી રાખીએ છીએ એ જ પ્રમાણે આપણે વ્યક્તિની પણ માલિકીનો પ્રયત્ન કરીએ છીએ. આપણે વ્યક્તિને આપણી ઇચ્છા મુજબ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે હકીકતમાં આપણે વ્યક્તિને એક પદાર્થના સ્તર સુધી લઈ આવીએ છીએ.
જ્યાં સુધી આપણે આપણો પ્રેમ કે આપણું ધ્યાન વિશેષપણે કોઈના તરફ રાખીશું તો આપણે માત્ર ભૌતિકવાદી બનીને પોતાના માટે અને અન્ય માટે એક પ્રકારની પીડા જ ઊભી કરીએ છીએ. આપણે વસ્તુ અથવા તો વ્યક્તિને ગૂંગળાવીએ છીએ. પણ જો આપણે આપણું ધ્યાન ત્યાંથી હટાવી પ્રેમની અનુભૂતિ કરીએ તો આપણે પ્રેમના વિષયને મુક્ત કરીશું અને જાતે પણ તે વિષયથી મુક્ત થઈશું. પ્રેમની આ જ સુંદરતા છે અને તે જ પ્રેમ છે, માત્ર વિષયને ખાતર પ્રેમ નથી.
તમે જ્યારે બીજાની માલિકી રાખવાનું શરૂ કરો છો ત્યારે તમે પોતાની જાતને પણ બાંધી દો છો. તમે જ્યારે તમારા કૂતરાનો પટ્ટો પકડી ચાલો છો ત્યારે તમે પણ બંધાયેલા જ હોવ છો. એવું ના વિચારો કે માત્ર કૂતરો જ બંધાયેલો છે, તમે પણ બંધાયેલા છો, એવું ના વિચારો કે કૂતરો જ દોડી નથી શકતો, તમે પણ દોડી નથી શકતા. તમે એમ વિચારતા હશો કે તમે દોરડુ પકડી રાખ્યું છે ને કૂતરો એમ વિચારતો હશે કે તેણે દોરડુ પકડી રાખ્યું છે. કોણ જાણે ?
જેની સાથે તમે મુક્ત થઈ શકો એવા કોઈ મિત્ર સાથે તમે હોવ ત્યારે આ યુક્તિનો અભ્યાસ કરવાનું યાદ રાખજો. તેની પાસે બેસો. તમે શું કરવાના છો કે શું કહેવાના છો તેનાથી તેમને હેરાન ના કરશો. બસ, માત્ર બેસો. એ જ યુક્તિ છે. વાસ્તવમાં બોલવું એટલે બીજા વ્યક્તિને ઉપેક્ષિત કરવું. કેમ કે તમે બીજી વ્યક્તિની આંખોમાં જોઈ શકતા નથી, માત્ર બોલ્યા કરો છો. એ જ
સાચો પ્રેમ બિરાદરી જેવો હોય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધનો રણકો છે. સત્ય છે. બીજો માણસ સાંભળે છે કેમ કે જેથી તમે જ્યારે વિરામ લો ત્યારે તે બોલી શકે. જ્યારે વ્યક્તિ સાંભળે છે ત્યારે ક્યાં તો તે કંઈક જુદું જ વિચારે છે અથવા તો તેનો વારો આવે તેની તૈયારી કરે છે. એ ત્યાં બેસે છે જેથી તમે બોલવાનું બંધ કરો એટલે એ ચાલુ કરે.
આ યુક્તિ તમને એક છલાંગ દ્વારા સાકારથી નિરાકાર સુધી અને સ્વાર્થી પ્રેમથી નિઃસ્વાર્થ પ્રેમ સુધી લઈ જાય છે. જ્યારે પ્રેમ નિઃસ્વાર્થ અને સ્વતઃસ્ફુરિત થાય છે ત્યારે તમે તમારી જાતને મુક્ત કરો છો અને બીજાને પણ તમારા અધિકારપણાથી અને અનુરાગથી મુક્ત કરો છો. અધિકારપણું માત્ર બીજાને જ બંધનમાં બાંધતું નથી પણ તમને પણ બાંધે છે. તે બીજાને અને તમને પણ પીડાદાયક હોય છે ! સાચો પ્રેમ બંનેને મુક્ત કરે છે. તે તમને અને બીજાને પણ સ્વતંત્ર કરી દે છે.
જ્યારે હું પ્રવાસ કરું છું ત્યારે લોકો મને પૂછે છે – સ્વામીજી ગઈ રાત્રે તમે સારી રીતે સૂઈ શક્યા ? આ તમારા માટે નવી જગ્યા છે. હું તેમને કહું છું - જ્યારે કોઈ એક ઘર માટે તમને આસક્તિ હોય ત્યારે જ બીજું ઘર તમારા માટે નવું બની જાય છે અને તમે સંઘર્ષ કરો છો. પણ જ્યારે તમને કોઈ પણ ઘર માટે આસક્તિ જ નથી ત્યારે તમે ગમે ત્યાં જાવ તમને ઘર જેવું જ લાગશે.
મને કોઈ પણ જગ્યા કે કશું પણ મારું લાગતું નથી. ગમે તે જગ્યાએ મને સંપૂર્ણપણે ઘર જેવું લાગે છે. સગવડો આપણી અંદર જ હોય છે, ક્યારેય બાહ્ય હોતી નથી. આપણી ભીતર જ આપણે સગવડ કે સુવિધા અનુભવતા નથી ત્યારે આપણે તેને બહાર શોધીએ છીએ. પોતાની ભીતરમાં જ સુવિધા હોતી નથી ત્યારે આપણે આપણાથી બહાર તેને શોધીએ છે. આપણી ભીતર જ વિશ્રાંતિ અનુભવવી એ નિઃસ્વાર્થ પ્રેમશક્તિનું પરિણામ છે.
કોઈ એક ઘર સાથે આપણે આસક્તિ અનુભવતા નથી ત્યારે સમસ્ત વિશ્વમાં આપણે ઘરનો અનુભવ કરીએ છીએ. આખા વિશ્વમાં ગમે ત્યાં આપણે પૂર્ણ વિશ્રાંતિ અનુભવીએ છીએ.
સંબંધોમાં પ્રેમ
વાસ્તવિક જીવનમાં આપણે હંમેશા આપણે પ્રેમની લાગણીને સ્પર્શક્ષમ અભિવ્યક્તિ આપવાનો કરતા હોઈએ છીએ. અત્યારના સમયમાં સ્પર્શક્ષમ પ્રેમ જ પ્રેમ તરીકે ઓળખાય છે.
સાચો પ્રેમ બિરાદરી જેવો હોય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધનો રણકો છે. તે કોઈ પણ અભિવ્યક્તિ વગર પણ અનુભવાય છે. તે પોતે જ એક સંવાદ હોય છે માટે તેને સંવાદની જરૂર નથી.
તમે જ્યારે સાચે જ કોઈને ચાહો છો ત્યારે તમારી શારીરિક અભિવ્યક્તિ જ તેને પ્રદર્શિત કરે છે. શબ્દોમાં તેને વ્યક્ત કરવું એ વધારે પડતુ જ છે. કોઈ પણ શબ્દો તેની અભિવ્યક્તિ માટે યોગ્ય નથી અને તમારા પ્રેમને નીચે જ લઈ આવશે. પણ તમે જો શબ્દોનો ઉપયોગ કરો છો તો ક્યાંક પ્રેમ ખરેખર થયો નથી. તમારે જો પ્રેમને વ્યક્ત કરવો પડે, કહેવો પડે તો તેમાં ક્યાંક જૂઠાણું છે ! આ જૂઠાણાને શણગારવા તમે શબ્દોનો ઉપયોગ કરો છો.
સાચો પ્રેમ તો તમને મુક્ત કરી દે છે કારણ કે તે બધા જ સમયે તેને વ્યક્ત કરવા તમને બાંધતો નથી. બસ તે હોય છે. સાચો પ્રેમ તમે જે ઇચ્છો છો તે વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. તમારી અસંમતિ કે ક્રોધને તમે
સહેલાઈથી વ્યક્ત કરી શકો છો અને તેનાથી પ્રેમ ઓછો થઈ ગયો છે એવું સમજવાનું નથી.
સાચા પ્રેમવાળા સંબંધોમાં અમલદારી કે સત્તાની રમત હોતી નથી. પ્રત્યેક વ્યક્તિ એક પુષ્પ જેવી છે જે પોતાની વિશેષ સુવાસ ફેલાવે છે. સાચા પ્રેમમાં ભય કે અસુરક્ષાની ભાવના હોતી નથી. પણ સામાન્ય પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેનું શારીરિક અંતર ઘણી અસુરક્ષા અને અવિશ્વાસ ઊભો કરે છે.
વાર્તા : એક યુવાન સૈનિક તેના ઉપરી અધિકારી પાસે જઈને પૂછે છે ‘સાહેબ, મારો મિત્ર હજુ યુદ્ધભૂમિથી પાછો આવ્યો નથી. મને બહાર જઈને તેને શોધી લાવવાની પરવાનગી આપો.’ અધિકારીએ કીધું – પરવાનગી નહીં મળે. તારો મિત્ર મોટે ભાગે મરી જ ગયો હશે. તને ત્યાં મોકલી હું તારા જીવનનો ખતરો લેવા માંગતો નથી.
છતાં પણ યુવાન સૈનિક તરત જ ત્યાંથી જાય છે અને મરણતોલ ઘાયલ થઈને તેના મિત્રના મૃત શરીરને લઈને આવે છે. અધિકારી ગુસ્સે થઈને લઢે છે – મેં તને કીધું હતુ કે તે મરી ગયો છે. હવે મેં તમને બંનેને ગુમાવ્યા. હવે મને કહે કે તેના મૃત શરીરને લેવા જવું યોગ્ય હતું ?
મરતા મરતા સૈનિકે જવાબ આપ્યો, યોગ્ય જ હતું, સાહેબ હું ત્યાં ગયો ત્યારે એ જીવતો હતો અને તેણે મને કહ્યું કે તેને ખાતરી હતી કે હું ચોક્કસ આવીશ.
સાચો પ્રેમ ઉપયોગિતા જોતો નથી. એ તો માત્ર વિશ્વાસથી જ ચાલે છે અને તે સમય અને સ્થળની પરિસીમાથી બહાર છે.
આજકાલ મેં જોયું છે કે લોકો પ્રેમ વ્યક્ત કરવા એકબીજાને ઘણી ભેટસોગાદો આપે છે. ભેટ આપવી એ પ્રેમની અભિવ્યક્તિ બની ગઈ છે. નિઃસ્વાર્થભાવે ભેટ અપાતી હોય તો બરાબર છે. પરંતુ જો એ એક શરતના પાલન કરવા જેવુ હોય તો તે સમસ્યા બની જાય છે. પરિણામે એ સાચા પ્રેમનો એક નબળો વિકલ્પ બની જાય છે.
જ્યાં સુધી પ્રેમ શુદ્ધ છે કોઈ પણ સંબંધ કંટાળાજનક નથી બનતો. એક આશ્રમવાસીએ એક દિવસ મને પૂછ્યું – તમે રોજ અમને અમારી ભૂલો અને મથામણો સાથે જુઓ છો. એ તમારા માટે રોજનું છે. તમે કંટાળતા નથી? આ એક ખૂબ જ પ્રામાણિક પ્રશ્ન હતો. મેં તેમને કહ્યું- દિવ્યજ્ઞાની માટે પ્રેમના લીધે પ્રત્યેક વ્યક્તિ વિશેષ છે. તેઓ લોકોને ટોળાની દૃષ્ટિએ નથી જોતા પ્રત્યેક વ્યક્તિ તેમના માટે વિશેષ છે.
અને એટલે જ ગુરુ પ્રત્યેક સાથે ખૂબ જ ધીરજથી કામ કરી શકે છે. આમાં જો માત્ર સંખ્યાનું જ મહત્ત્વ હોય તો વાત જુદી હતી. તમારામાં પ્રેમની ભાવના છે તો તમારા કર્મ પાછળ કોઈ તાર્કિક કારણો હોતા નથી. તમે એક સંવાદિતા અનુભવો છો અને તમારામાંથી પ્રેમ છલકાય છે.
માત્ર એટલું જ નહીં પણ નિઃસ્વાર્થભાવે છલકાતો પ્રેમ હંમેશા તેની અભિવ્યક્તિમાં પૂર્ણ હોય છે. તેમાં લોભ કે ભય ભેળવાયેલા હોતા નથી. તેથી તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને કોઈ પણ પ્રકારની પૂર્વગ્રંથિ વિના જ સંપૂર્ણતાથી પ્રેમ કરો છો. તેની રીતભાતોની પરવા કર્યા વગર તમે તો બસ તેને પ્રેમ કરો છો. તમે જ્યારે આ રીતે પ્રેમ કરો છો ત્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી જતો રહે તો પણ તમે દુઃખી થતા નથી. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તમને દુઃખ એટલા માટે થાય છે કે તમે તેને સંપૂર્ણપણે પ્રેમ કરી નથી શક્યા. તમે કોઇને પૂર્ણપણે ત્યારે જ પ્રેમ કરી શકો છો જ્યારે તમારો પ્રેમ પૂર્ણ હોય. બીજા લોકો સાથે તેને કોઇ સંબંધ હોતો નથી. તે વ્યક્તિ કેવો છે તેનું પણ મહત્ત્વ હોતું નથી. સાચા પ્રેમની એ જ સુંદરતા છે. પ્રેમને ખાતર પ્રેમ કરો વ્યક્તિને ખાતર નહીં.
તમે કોઇ વ્યક્તિને ગુમાવવા પર દુઃખી થાવ છો ત્યારે એટલું સ્પષ્ટપણે સમજો કે તમે તેને પૂર્ણપણે પ્રેમ ન કરી શકવાને લીધે દુઃખી થાવ છો. જો તમે તેને પૂર્ણપણે પ્રેમ કર્યો છે તો તમે સંપૂર્ણ આરામથી તેને વિદાય આપી શકો છો, દુઃખી થઈને નહીં, એ પછી તમારા પોતાના પિતા, પતિ કે પત્ની કેમ ના હોય. તેમના જીવતા જો તમે તેમના પ્રતિ પ્રેમ છલકાવ્યો હોય તો તેઓ જ્યારે છોડીને ચાલ્યા જાય છે ત્યારે તમને દુઃખ ના થવુ જોઇએ. પણ જો તમે એક પ્રકારના સ્વાર્થ ખાતર તેમને પ્રેમ કર્યો હશે તો જ્યારે તેઓ તમને છોડી જાય છે ત્યારે તેમના પ્રતિનો અપૂર્ણ પ્રેમ જ એક પ્રકારની તરછોડાયાની ભાવના તમારામાં ઉત્પન્ન થાય છે. એ જ દુઃખ છે એ જ શોક છે.
ધ્યાન - ઉભરાતા પ્રેમને અનુભવો
આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. તમારા હૃદય તરફ ધ્યાન આપો. બાકી બધુ જ છોડી દો. માત્ર હૃદય તરફ ધ્યાન આપો. તમારું હૃદય પરમ આનંદનું એક અનંત સ્રોત સ્થાન છે એ દ્રષ્ટિથી હૃદયને જુઓ. હૃદયના પ્રત્યેક ધબકારાને અનુભવો. તમારા પ્રત્યેક ધબકારાને તમારી ભીતરમાં ગૂંજવા દો. અને હૃદયના આ સ્પંદનો વચ્ચે પ્રેમની શક્તિને અનુભવો. તમે અનુભવશો તમારા શરીરના અંગોની ભીતરમાં, મનમાં અને આત્મામાં પ્રેમની આ શક્તિ અસ્તિત્વની શોધમાં છે.
તમારા શરીરના અંગોની ભીતરમાં, મનમાં, અને આત્મામાં સમાવી જવા, છલકાવવા માટે હૃદયની આ પ્રેમશક્તિને આમંત્રણ આપો, આવાહન આપો.
હવે ધીમેથી તમારી આંખો ખોલો.
ચિંતા કરવા જેવું કશું નથી
હમણાં સુધી આપણે પ્રેમની વાતો કરી. અન્ય સાથેના આપણા સંબંધો એટલે પ્રેમ. આપણો આપણી સાથેનો સંબંધ એટલે પણ પ્રેમ. પોતાની જાતને પ્રેમ કર્યા વગર આપણે બીજાને પ્રેમ કરી શકતા નથી. આપણી ભીતરમાં આપણા દ્વારા જ સતત સર્જન પામતી ચિંતા અને ચીડ જ આપણને પોતાની જાતને પ્રેમ કરતા રોકે છે. બધું સારું ચાલતુ હોય કે ખરાબ પણ આપણે ચિંતા કરીએ છીએ. ચિંતા આપણા સ્વાભિમાનને કોરી ખાય છે. આ ચિંતા શું છે?
ચિંતા એટલે શું ?
વાર્તા : એક ખૂબ જ ચિંતિત અને દુઃખી માણસ દારૂની દુકાને જાય છે.
દારૂ વેચવાવાળો તેને પૂછે છે – શું વાત છે ? તું આટલો ચિંતિત કેમ છે ? તે માણસ કહે છે– મારી પત્ની સાથે મને ઝઘડો થયો અને તેણે મને કહ્યું કે તે એક મહિના સુધી મારી સાથે વાત નહીં કરે. દારૂવાળાએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે – બધું જવા દે, એક મહિનો બહુ લાંબો સમય નથી તે માણસે કહ્યું, હું જાણું છું, મહિનો આજે પૂરો થાય છે.
પ્રત્યેક માણસની પોતાની ચિંતાઓ હોય છે. હું જો તમને પૂછું કે તમને શેની ચિંતા છે તો તમે કહેશો કે, મારી પાસે નોકરી નથી એ મારી ચિંતા છે. તમારા પાડોશી કહેશે કે, મારી નોકરી જ મારી ચિંતા છે ! બીજા કહેશે કે, મારા બાળકો મારી ચિંતા છે. બીજું કોઇ કહેશે કે, મારે બાળકો નથી એજ મારી ચિંતા છે. એક વ્યક્તિનું સ્વપ્ન એ બીજા વ્યક્તિ માટે ચિંતા છે. તમને આમાં કશુંજ તાર્કિક નહીં લાગે.
‘ચિંતા’ નો અર્થ શું છે ? તમે જેમ ઇચ્છો એમ કશું ના થાય એટલે ચિંતા ઊભી થાય છે. એ તમારી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેની વિષમતા છે. ઉદાહરણ તરીકે, તમે એમ ઇચ્છતા હોય કે તમારો દીકરો તમારી સાથે રહે જ્યારે એ એમ ઇચ્છે કે તે તમારાથી જુદો રહે. તમે તમારા કામો ઝડપથી પતાવવા માંગતા હોવ પણ બધુ જ ધીમે ધીમે થઇ રહ્યું છે અને લક્ષ્ય અશક્ય લાગે છે. આ બધાં જ ચિંતાનાં કારણો છે. તમારી ઇચ્છાઓ અને અપેક્ષાઓ બીજાની ઇચ્છાઓ અને અપેક્ષાઓ સાથે મેળ ખાતી નથી.
ચિંતાનાં મૂળ કઈ રીતે નંખાય છે ?
તમારા પોતાના જ વિચારોમાંથી ચિંતાના મૂળ નંખાય છે. બે વસ્તુ તમારામાં સતત થયા કરે છે. એક છે વાતચીત અને બીજું છે મનોસંવાદ – આંતરિક લવરી. ક્યાં તો તમે તમારી બહાર લોકો સાથે વાતો કરો છો ક્યાં તો તમારી ભીતર જ લવરી કરો છો. કોઈ પણ સંજોગોમાં શબ્દો અને વિચારો જ ચિંતાના આધારસ્તંભો છે.
તમે જ્યારે બીજા સાથે વાત કરો છો ત્યારે તમે જે કહો છો તે સામાજિક નિયમોને આધીન હોય છે. તમે આપોઆપ જ બાધિત કે રાજકીય રીતે ખોટા એવા શબ્દો વાપરતા નથી. પણ તમે તમારી ભીતર જે કહો છો તેને કોઈ જાણી શકતું નથી. તમારી ભીતરમાં ઉદ્ભવતા વિચારો જ ચિંતાના સર્જક છે.
એ આ પ્રમાણે હોય છે : દિવસના ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ તમારી અંદર લવરીનો એક પ્રવાહ સતત જ હોય છે. આ પ્રવાહમાંથી કેટલાંક શૂળ ઊભાં થાય છે. આ જ શૂળને તમે ચિંતા તરીકે વ્યક્ત કરો છો અને અનુભવો છો. ચિંતા એ બીજું કંઈ નથી. પરંતુ તમારી અંદર ચાલતા વિચારોના પ્રવાહમાં થતાં શૂળ.
આ વિચારો મોટે ભાગે નકારાત્મક હોય છે. એ જ સમસ્યા છે. તમને જો તમારા જીવન વિશે થોડાક પાનામાં લખવાનું કહેવામાં આવે તો તમે ક્યાં અને કેટલો સંઘર્ષ કર્યો છે એવી ઘટનાઓને મહત્ત્વ આપી લખશો. પરંતુ વચ્ચે વચ્ચે બનેલી આનંદદાયક ઘટનાઓ અંગે તમે નહીં લખો. આપણું મગજ માત્ર નકારાત્મક બાબતોને નોંધવા ટેવાયેલું છે. કંઈક આનંદદાયક બને છે તો પણ તમે એ ક્ષણો જ યાદ રાખશો કે તે ખુશી ક્યારે પૂરી થઈ, પણ એ ક્ષણો યાદ નહીં રાખો કે તે શરૂ ક્યારે થઈ. કારણ કે જ્યારે તમે ખુશીની પરિસીમા પર હશો ત્યારે પણ આ ખુશી ક્યારે પૂરી થઈ જશે તેની ચિંતા કરતા હોવ છો ! નાની ઉંમરથી જ આપણને એ શીખવવામાં આવ્યું છે કે જીવન એક ચિંતાથી બીજી ચિંતા તરફ, એક પીડાથી બીજી પીડા તરફ જાય છે પણ એક ખુશીથી બીજી ખુશી તરફ નહીં.
એક વાર શાળાના વર્ગખંડમાં એક શિક્ષક જુએ છે કે એક છોકરો ખૂબ ઉદાસ થઈને બેઠો છે. તે પૂછે છે – શું થયું ? કેમ તું આટલો ચિંતિત દેખાય છે?
પેલો છોકરો કહે છે કે મારા માતા-પિતાને લીધે. સારાં કપડાં અને શિક્ષણ અપાવવા મારા પપ્પા આખો દિવસ કામ કરે છે. મને જે જોઈએ તે વસ્તુ તેઓ અપાવે છે. સવારથી તો રાત્રે હું સૂઈ જાઉં ત્યાં સુધી મારી મમ્મી મારું ધ્યાન રાખે છે અને સારું ખાવાનું બનાવે છે.
શિક્ષકે પૂછ્યું – તો પછી તારી સમસ્યા શું છે ? શા માટે ચિંતા કરે છે?
છોકરો કહે છે – મને ડર છે કે આ સુખ જતું રહેશે.
આપણું મન દુઃખને જ ઓળખે છે, સુખને નહીં, અને તેથી જ સુખદ ક્ષણોને યાદ કરવી પણ દુઃખમય બની જાય છે.
ખુશી આપણા મનમાં ક્યાંયે વિચારો તરીકે મુદ્રિત થતી નથી પણ દુઃખ મુદ્રિત થાય છે. તેથી જ આપણા મનના આંતરિક મુદ્રણમાં માત્ર નકારાત્મક વિચારો જ હોય છે. ખુશી એ તો જાણે ખાલી મુદ્રણ છે. દા.ત. તમારી આખી જિંદગી સમયની ધરી જેવી છે તો તે ધરી પર તમારી સુખદ ક્ષણો
માત્ર ખાલી જગ્યાઓ છે ! પણ ચિંતા અને પીડા બહુ જ સ્પષ્ટપણે એક કાળી છાયારૂપે મુદ્રિત થઈ જાય છે.
જે છે તેવું જૂઓ અને આગળ વધો
જે જેવું છે તેવું જોવું તેના માટે દિવ્યજ્ઞાની ગુરુ બુદ્ધે ‘તથાત’ શબ્દ વાપર્યો છે. કોઈ પણ પ્રકારના નિર્ણયો, દલીલો વગર જે જેવું છે તેવું જોવું એ એનો અર્થ છે. પણ મોટે ભાગે આપણે ચિંતા દ્વારા જ બધું જોઈએ છીએ. એક સામાન્ય કહેવત છે કે – ‘આપણે બધું જેવું છે તેવું જોતા નથી પણ આપણે પોતે જેવા છીએ તે રીતે બધુ જોઈએ છીએ.’ તમે જે જુઓ છો તેમાં જો કંઈક ખોટું દેખાય તો તમે તમારી જાત તરફ જ પાછું વાળીને જોજો. કારણ કે તમે બહાર જે કંઈ જુઓ છો તે તમારા ભીતરનું જ પ્રતિબિંબ છે. જો તમે અંતરમાં શુદ્ધ પ્રેમ અનુભવતા હશો તો જ બહાર પણ માત્ર પ્રેમ જ જોશો. તેને તમારી સાથે જ સંબંધ છે, તમે જે જુઓ છો તેની સાથે નહીં.
વાસ્તવિકતાથી ભિન્ન તમે કઈ રીતે વિચારી શકો ? તમે કઈ રીતે પ્રત્યેક ક્ષણને માણી શકો ?
આ નાની પ્રયુક્તિ અજમાવી જુઓ. તમે જ્યારે કોઈ વ્યક્તિને, પરિસ્થિતિને, પુસ્તકને કે કોઈ પણ વસ્તુને જુઓ છો ત્યારે અચાનક જૂના વિચારો અને પરિચિત પ્રતિભાવો જ તમારી સામે આવશે. પ્રસ્થાપિત થયેલા વિચારો અને સંસ્મરણો તમારી નિર્ણયશક્તિને આચ્છાદિત કરી દે છે અને વિચારોને વિખંડિત કરી દે છે. ફરીથી પરિસ્થિતિને, વ્યક્તિને કે વસ્તુને નવી દ્રષ્ટિથી પહેલી વાર જોતા હોય એ રીતે જુઓ. અચાનક તમને સમજાશે કે તમારી ચિંતા અને વિચારોને લીધે તમે કેટલું બધું ગુમાવો છો !
તમે તમારા પતિ, પત્ની, ભાઈ કે અન્ય તરફ તેમને પહેલીવાર જોતા હોય એ રીતે જુઓ. અચાનક જે જેવું છે તેવું જોવાનું તમે શરૂ કરશો તો તમારી બધી જ શક્તિ તમારામાં જ સંકલિત થઈ જશે. તમે અનુભવશો કે તમારામાં ચિંતા તો ઉભી નથી જ થતી પણ અજાણ્યા કે ઓળખીતા બધા જ તમને એક સરખા જ લાગશે. એ જ સાચો માર્ગ છે. કોઈ પરિચિત કે સ્થિર નથી. તમારી પત્નીને પણ તમે જાણતા નથી. પ્રત્યેક વ્યક્તિ તેમના અસ્તિત્વની સાથે સતત બદલાતો રહે છે. માત્ર તમારું મન જ તેમને કાયમી બતાવે છે.
જે જેવું છે તેવું જોવાનું તમે શરૂ કરશો તો તમારી બધી જ શક્તિ તમારામાં જ સંકલિત થઈ જશે. પછી કોઈ ચિંતા કે કોઈ દ્વંદ્વ રહેતા નથી. વિખ્યાત ભારતીય દાર્શનિક જે. ક્રિષ્ણામૂર્તિને કોઈએ પૂછ્યું, - જે જેવું છે તેવું કઈ રીતે સ્વીકારવું ? તેમણે સુંદર જવાબ આપ્યો, ‘બસ, તેને કોઈ નામ ના આપો. તમે અનુભવશો કે તમે તેની સાથે છો !’
જ્યારે પણ આપણે કશું જોઈએ છીએ ત્યારે આપણે ક્યાં તો પોતાને તેની સાથે જોડાઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યાં તો તેની સાથે વિરોધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દા.ત. તમને કોઈ અહંકારી કહે તો તમે ક્યાં તો એ સ્વીકારી લો છો નહીં તો તમે અહંકારી ન બનવાનો પ્રયત્ન કરો છો. તમે ક્યારેય સમજતા જ નથી અને ક્યારેય અહંકારને છોડી શકતા નથી. તમે માત્ર પરિચિત વસ્તુઓને તમારી પરિસીમામાં જ સમજી શકો છો, પરિણામે તમે ખૂબ જ મર્યાદિત શક્યતાઓમાં જકડાઈ જાઓ છો. સાચી સમજ કેળવવા આ મર્યાદિત દ્રષ્ટિકોણથી પર જવાની જરૂર છે. એ કરવા માટે તમારે તેને અહંકાર એવું નામ આપવાનું બંધ કરવું પડશે. પછી અહંકાર નહીં રહે. તેને નામ આપીને જ તમે લડાઈ શરૂ કરો છો. આ જ પ્રમાણે જે જેવું છે તેવું તમે જોઈ શકશો – નામ આપવાથી નહીં.
પ્રત્યેક વસ્તુ શુભ છે એવું
જો તમે સમજશો તો તમે
અપેક્ષાઓ છોડી દેશો
જે જેવું છે તેવું જોવાનું તમે શરૂ કરશો તો તમે સ્વર્ગમાં હશો, તમે જેવું જોવા માંગો છો, તે રીતે જોશો, તો તમે નરકમાં હશો. પ્રત્યેક વસ્તુ શુભ છે એવું જો તમે સમજશો તો તમે અપેક્ષાઓ છોડી દેશો અને બધુ જેવું છે તેવું જોઈ શકશો.
વાર્તા : એક શિષ્ય તેના ગુરૂને વારંવાર પૂછ્યા કરે છે, ‘ગુરૂજી, સ્વર્ગ ક્યાં છે’?
છેવટે એક દિવસ ગુરૂ કહે છે – ‘શું તું સાચે જ જાણવા માંગે છે?’
શિષ્ય બેઠો થઇ જાય છે. અને કહે છે – ‘હા’, ગુરૂ કહે છે – ‘સારૂ, મારો પહેલો શિષ્ય હેમચન્દ્ર સ્વર્ગમાં છે.’ આટલું કહીને ગુરૂ આંખો બંધ કરી લે છે અને ધ્યાન કરવા લાગે છે.
શિષ્ય જાણે છે કે ગુરૂજી આંખો ખોલશે એમાં હજુ ખૂબ વાર છે. તે કેટલાક શિષ્યોને પૂછે છે કે હેમચન્દ્ર ક્યાં રહે છે? કોઇને ખબર હોતી નથી.
છેવટે એક શિષ્ય કહે છે, મને ખબર છે, હું ત્યાં જવા તને માર્ગદર્શન આપીશ પણ હું પોતે ત્યાં ક્યારેય ગયો નથી. બરફાચ્છાદિત પર્વતોથી દૂર એ એક ઉંડી ખીણમાં છે.
તે શિષ્ય બધી દિશાઓ લખી આપે છે અને ગુરૂજી પાસે જતો રહે છે. તે કહે છે, ‘ગુરૂજી, મારે હેમચન્દ્રને મળવું છે.’
ગુરૂજી કોઇ કાર્યમાં સંપૂર્ણ વ્યસ્ત હતા એટલે તેના તરફ જોયા વિના જ કીધું, ‘જા’.
શિષ્ય તેની યાત્રા શરૂ કરે છે. તાપ, વરસાદ, બરફ વગેરેથી પસાર થતા થતા તે ઘણા દિવસો સુધી ચાલ્યા જ કરે છે. તે થાકીને મૃત્યુની આરે આવીને ઉભો થાય છે. ખીણ સુધી પહોંચતા તેને સો દિવસો લાગે છે. છેવટે ત્યાં પહોંચીને તે વિચારે છે કે આ ખીણ તો એટલી મહાન નથી. મેં તો ઘણી સુંદર ખીણો જોઇ છે. ગુરૂજી આને સ્વર્ગ શા માટે કહે છે?
તે આસપાસ જુએ છે, આગળ ચાલે છે અને છેવટે હેમચન્દ્રની ઝૂંપડી જુએ છે. હેમચન્દ્ર તેને જોઇને ખુશ થઇ જાય છે. તે તેને ખાવાનું આપે છે અને ગુરૂજી તેમજ અન્ય શિષ્યોની ખબર પૂછે છે.
શિષ્ય વિચારે છે કે ગુરૂજી આ જગ્યાને સ્વર્ગ કહે છે પણ મને તો એવું કશું લાગતું નથી.
એક અઠવાડિયું ત્યાં રહીને તે ગુરૂજી પાસે પાછો આવે છે. પાછા જવા ફરી બીજા સો દિવસ લાગે છે.
તે સીધો જ ગુરૂજી પાસે જાય છે અને કહે છે – ‘તમે તે જગ્યાને સ્વર્ગ કહો છો પણ મને તો તે એક સામાન્ય જગ્યા લાગે છે.’ ગુરૂજી કહે છે, ‘અરે ભગવાન! તેં જ્યારે મને પૂછ્યું ત્યારે તારો શું હેતુ છે એની સ્પષ્ટતા કરી હોત તો મેં તને સત્ય કીધું હોત.’
શિષ્ય પૂછે છે – તો પછી સત્ય શું છે?
ગુરૂ કહે છે – હેમચન્દ્ર સ્વર્ગમાં નથી. સ્વર્ગ હેમચન્દ્રમાં છે.’
તમે પ્રકૃતિની નજીક રહીને કોઇ પણ અપેક્ષા વગર જીવો છો અને જે જેવું છે તેવું જુઓ છો અને તેમાં જ આનંદને શોધો છો તો તમે તમારી ભીતર જ સ્વર્ગને ધારણ કરો છો. સ્વર્ગ ભૌગોલિક નથી, શારીરિક નથી પણ એ માનસિક છે. તમે નક્કી કરો તો તમે અત્યારે જ સ્વર્ગમાં હોઇ શકો છો.
ચિંતા - એક વારસો છે
ચિંતા વારસાગત છે, જે દાદાથી પિતા અને માતાપિતાથી બાળકો સુધી સંક્રમિત થાય છે. બાળકો વાદળી જેવા હોય છે. તે ખૂબ જ સરળતાથી માતા-પિતાની શારીરિક ભાષા અને અભિગમો અપનાવે છે. માતાપિતાને આની જાણ પણ થતી નથી. દા.ત. માતાને ચાર થી પાંચ વાર એકની એક ચિંતા વિશે બોલતા બાળક સાંભળે છે ત્યારે તે પણ આવી જ ટેવને પોતાનામાં ઉછેરે છે. મૂળે આ તેની માતાનો જ ઇજારો હોવા છતાં તે બાળક મોટું થઇને લગ્ન કરીને તેની પત્ની સાથે ચિંતાના આ અભિગમને જ અપનાવે છે. અને જો તેમના બાળકો જે જેવું છે તેવું અપનાવી જીવવાનું શીખતા નથી તો તેમને પણ ચિંતા કરવાનો આ અભિગમ તેઓ સંક્રમિત કરે છે.
એક માણસ તેના બાળકને પારણામાં નાંખતો હોય છે. બાળક ખૂબ જ જોરથી ચીસો પાડે છે. તે માણસ વારંવાર કહે છે, 'જ્યોર્જ શાંતિ રાખ, ચીસો ના પાડ, બધુ બરાબર થઇ જશે.' તેની પત્ની તેને શાંત રહેવા કહે છે.
એક સ્ત્રી જે આ જોતી હોય છે તે તેની પત્નીને કહે છે ‘તું કેમ આટલી ક્રૂર બને છે? તે ખરેખર તારા દીકરાને શાંત કરી રહ્યો છે'. પત્ની તેની તરફ ગુસ્સે થઇને જુએ છે અને તેના પતિને બતાવીને કહે છે આ જ્યોર્જ છે.
જ્યારે માતા-પિતા સતત ચિંતા વ્યક્ત કરતા હોય ત્યારે બાળકો એવી વિચારસરણી જ બાંધી લે છે કે જીવન માત્ર ચિંતા દ્વારા જ ચાલે છે ! એટલું સમજો કે જીવન તમારા થકી નથી ચાલતું પણ તમારા સિવાય પણ ચાલે છે !
માતા-પિતાની હંમેશા એવી અપેક્ષા રહે છે કે તેમના બાળકો ચિંતા કરે ! જો તેઓ ચિંતા ન કરે તો તેઓ તેમને નિષ્કાળજીવાળા માને છે. ચિંતા કર્યા વિના પણ કાળજી તો લઇ શકાય છે. કાળજી એટલે કંઇક ક્રિયા કરવી જ્યારે ચિંતા એટલે પ્રલાપ કરવો એમ થાય છે. આનો કોઇ ઉપયોગ નથી. પ્રલાપ એક સેતુ જેના મળ્યા પહેલા જ તેને ઓળંગવો એવો અર્થ થાય છે.
એક વાર એક યુવક તેની માતાને બાજુના
ગામડામાં લઇ જતો હતો. તેઓ ગામની નજીક જ
હતા ત્યારે તેમને એક ખૂબ જ જૂના અને
વણવપરાયેલા પુલની યાદ આવે છે.
માતા ખૂબ જ ચિંતિત થઇને કહે છે કે કારમાં હું આ પુલ પરથી પસાર નહીં થાઉં.
તેનો દીકરો તેને કહે છે, 'પહેલા જોઇએ તો ખરા કે તે પુલ કેવો દેખાય છે.'
તેની માતા કહે છે – મને ખાતરી છે કે જો આપણે તેના પરથી જઇશુ તો પુલ તૂટી જશે.
દીકરાએ જવાબ આપ્યો – આપણે જોઇએ તે કેટલો મજબૂત છે. આપણે તેને બરાબર તપાસ્યા વગર તેના પરથી નહીં જઇએ. માતા કહે છે – ‘જો તને કે મને કંઈ થઈ જશે તો તારા પિતા આપણને માફ નહીં કરે.’ આમ બોલી બોલીને તે વધારે ને વધારે દુઃખી થયા કરતી.
તરત જ તેઓ પુલ પાસે પહોંચે છે. તે જૂના પુલની જગ્યાએ હવે નવો પુલ છે.
બે વસ્તુ સમજવાની છે : ક્રમિક યોજના અને માનસિક ચિંતા. કોઈ એક સોંપેલું કામ કે આયોજન પૂર્ણ કરવા માટે ક્રમિક યોજના જરૂરી છે. દા.ત. તમે નક્કી કરો છો કે હું સવારે ૧૦ વાગે ઓફિસ જવા નીકળીશ, સાંજના પાંચ વાગ્યા સુધી કામ પતાવી દઇશ અને સાંજના છ વાગ્યા સુધી ઘરે પાછો જઈશ.
આ પ્રકારનું આયોજન એકદમ બરાબર છે. પરંતુ તમે બનાવેલા ક્રમ અનુસાર કામ કરતા પહેલાં જ તમે અસ્વસ્થતાનું નિર્માણ કરવા માંડો છો. તમે દરેક બાબતે ખૂબ વિચારવા લાગો છો. આ જ માનસિક ચિંતા કહેવાય છે ! આ બિનજરૂરી છે. ક્રમિક આયોજન બરાબર છે પણ માનસિક ચિંતા જરૂરી નથી. એ પુલ આવતા પહેલાં જ તેને ઓળંગવા જેવું છે.
ચિંતા કરવામાં શક્તિ નિરર્થક જ વેડફાઈ જાય છે. ઉપર વાર્તામાં મેં વર્ણવ્યું છે કે દીકરો કાળજી નથી લેતો એવું નથી પણ તે ચિંતા કર્યા વગર કાળજી લે છે એ મહત્ત્વનું છે. પુલ આવે એ પહેલાં તેની ચાર તરફથી આટલી બધી તપાસ કરવાનો શું અર્થ ?
તમે તમારા ઘરનાં ખંડો, શેતરંજી, ભૉંયતળિયું વગેરે સાફ કરી શકો છો પણ તમારા ઘરની ભીતરમાં જે પરિવેશ છે તેનું શું ? આ પરિવેશ એ એક શક્તિ છે જે તમારામાં હંમેશા સંક્રમિત થયા કરે છે. તમારા વિચારોને તે ઝીલે છે. તમારી ચિંતાઓ કરોળિયાના જાળાની જેમ તમારા ઘરના આંતરિક પરિવેશમાં લપેટાય છે. તેથી જ જ્યારે તમે તમારા ઘરમાં પ્રવેશો છો તો એક ચોક્કસ પ્રકારની પરિચિત ચિંતાઓનો અનુભવ કરો છો. તમે જ્યારે ઘરે પાછા આવો છો ત્યારે આ ચિંતાઓ જે ઘરના પરિવેશમાં છે તે તમને વળગી જાય છે. એટલું સમજો કે તમારી માનસિક સ્થિતિ તમારા ઘરના પરિવેશમાં સ્થાયી થઈ જાય છે.
મોટી સમસ્યા એ છે કે તમે તમારી ચિંતાની પદ્ધતિથી એટલા બધા ટેવાઈ ગયા છો કે તમે મુખ્ય ભૂમિની સુવાસથી છૂટા પડેલા ટાપુ જેવા થઈ જાવ છો. તમે ચિંતાઓને કારણે તમારા અસ્તિત્વની સુવાસથી અલગ થઈ ગયા છો. તમારી આસપાસ સતત સર્જન પામતા અસ્તિત્વોને તમે ગુમાવો છો. તમે પ્રશંસા કરવાનું ભૂલી જાવ છો અને માત્ર ફરિયાદ કરવાનું યાદ રાખો છો. તમે હસવાનું ભૂલી જઈ માત્ર ચિંતાઓ જ યાદ રાખો છો. તમે આનંદ ભૂલી જાવ છો અને માત્ર તાણને યાદ રાખો છો. આ નકારાત્મક વસ્તુઓ યાદ રાખવી એ તમારી ટેવ બની જાય છે.
સજાગતા-નિરુપદ્રવી વાયરસ
મનની આ આંતરિક વિકૃતિનો શું ઉકેલ છે ? સઘન સજાગતા એ જ તેનો ઉકેલ છે. સઘન સભાનતા, કહો કે, એક નિરુપદ્રવી વાયરસ જેમ છે, અલબત્ત એવું કોઈ વાયરસ હોય તો ! એક વાર સભાનતા તમારી સીસ્ટમમાં આવી જાય અને તમે તમારા મન પર સાથે વધુ કામ કરવા માંડો સભાનતા તમારા ચિંતાળુ સ્વભાવનો એટલો નાશ કરે છે. સભાનતા બીજું કશું નથી, આપણા મન અને આજુબાજુ બહાર શું થઈ રહ્યું છે તે વિશે ધ્યાન આપવું એજ છે, સાક્ષીભાવ.
કોઈ પણ વસ્તુનું સભાનતાથી નિરીક્ષણ કરીઍતો તે
ચિંતા કરવા જેવું કશું નથી
મનમાંથી લોપ પામે છે. સભાનતાની આ જ શક્તિ છે. પછી તે શારીરિક કે માનસિક પીડા હોય, ચિંતા હોય કે બીજુ ગમે તે હોય. આપણે જ્યારે સભાનતાથી બધું જોઈએ છે તો આપણી ભીતરની લડાઇ બંધ થઇ જાય છે. આપણે બધી વસ્તુના સ્વાભાવિક સ્રોતને અનુભવીએ છે.
જ્યારે આપણે સભાનતાથી ચિંતાને નિરખીએ છે ત્યારે ચિંતા કઇ રીતે નિર્માણ થઇ અને કઇ રીતે અત્યારે ટકી રહી છે તેના પર આપણે ધ્યાન આપીએ છે. એક વાર આમ થાય છે ત્યારે ચિંતા વિલુપ્ત થવાનું શરૂ થાય છે અને સ્પષ્ટતાઓ થવા માંડે છે.
ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોની એક નાની વાર્તા છે:
એક વાર ભગવાન બુદ્ધ રોજ પ્રમાણે સવારે ઉપદેશ આપવા શિષ્યો સાથે આવ્યા. તેમના હાથમાં ગાંઠ મારેલો એક રૂમાલ હતો. તેમણે શિષ્યોને રૂમાલ બતાવીને કહ્યું કે કોઇ અહીં આવો અને આ રૂમાલની ગાંઠ છોડો.
એક શિષ્ય આવ્યો અને ગાંઠ છોડવાનો પ્રયત્ન કર્યો. તે ખેંચાખેંચ કરે છે પણ ગાંઠ વધુ સખત બની જાય છે. બીજો શિષ્ય આવે છે, તે ગાંઠ તરફ ધ્યાનથી જુએ છે અને થોડીક જ ક્ષણોમાં સરળતાથી ગાંઠ છોડી દે છે.
તે ખૂબ ધ્યાનથી જુએ છે કે પહેલી જગ્યાએથી જ ગાંઠ કઇ રીતે મારેલી છે. તે બધુ જ વળતી રીતે કરે છે અને ગાંઠ ખૂલી જાય છે. ગાંઠ પોતે જ શીખવે છે કે તેને કઇ રીતે ખોલવી.
કોઇ પણ વસ્તુનું
સભાનતાથી નિરીક્ષણ
કરીએ તો તે મનમાંથી
લોપ પામે છે.
જીવનમાં પણ ચિંતાઓ રૂમાલમાં પડેલી ગાંઠો જેવી છે. જો આપણે સભાનતાથી તેને જોતા શીખીએ તો આપણને સમજાશે કે તેને કઇ રીતે દૂર કરવી. આપણે જાણીશું કે ચિંતાઓ કઇ રીતે ઉદ્ભવી તો તેનો ઉકેલ પણ શોધી શકીશું. ચિંતા પોતે જ તેનો ઉકેલ શીખવાડે છે.
અંતઃપ્રેરણાર્થી કામ કરો - ચિંતાથી નહીં
તમે જો ધ્યાનથી જોશો તો સમજાશે કે ધ્યેય હંમેશા આપણામાં ચિંતા ઊભી કરે છે. જ્યારે પણ આપણે ધ્યેય તરફ વધીએ છે ત્યારે આપણે પરિણામની ચિંતા સાથે જ વધીએ છે.
ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે કે - જે વ્યક્તિ કોઇ પણ વસ્તુના લાભ કે હાનિની આશા વગર ખુશીથી કામ કરે છે તેને પ્રેરણાની પણ જરૂર હોતી નથી.
જ્યારે તમે પરિણામની ચિંતા કરો છો ત્યારે ચિંતાની અસર પરિણામ પર થાય છે. કારણ કે તમે જ્યારે ચિંતા કરો છો ત્યારે તમારા કામ પર તેની અસર થાય છે. કોઇ પણ કામ પ્રેરણાથી થવું જોઇએ. ચિંતાથી નહીં. પ્રેરણા એક ઉભરાતી શક્તિ છે જેનાથી તમારી કાર્યક્ષમતા વિસ્તાર પામે છે. તે સંપૂર્ણપણે શક્તિદાયક છે. ચિંતા તમારી ક્ષમતાને સંકુચિત કરી દે છે. ચિંતા તમારી કાર્યશક્તિને મર્યાદિત કરી દે છે. કારણ કે તે તમારી શક્તિ ને જ હણી લે છે.
તમે જ્યારે ચિંતા રાખીને કામ કરો છો ત્યારે તમે પરિણામ અંગે વિચારો છો. પણ જ્યારે તમે પ્રેરણાથી
| તમે કોઈ અપેક્ષા વગર જીવો છો ત્યારે તમે પરિતૃપ્ત જ છો. ચિંતા માટે કોઈ અવકાશ જ નથી હોતો. | કામ કરો છો તમે પરિણામ અંગે વિચારતા નથી. તમે માત્ર |
|---|
નક્કી કરેલા કામની પૂર્ણતા અંગે જ વિચારો છો. જે કોઈ કામ પ્રેરણાશક્તિથી કરવામાં આવે છે તેનું પરિણામ સારું જ આવે છે. અપેક્ષિત પરિણામ ન મળે તો પણ તમે તેના વિશે ખરાબ વિચારતા નથી કેમ કે તેને પૂર્ણ કરવાનો સંતોષ તમને મળે છે. કામ કર્યાનો સંતોષ તમને થાય છે.
ચિંતા માટે કોઈ અવકાશ ન રાખો
તમે કોઈ અપેક્ષા વગર જીવો છો ત્યારે તમે પરિતૃપ્ત જ છો. ચિંતા કે અસંતોષ માટે કોઈ અવકાશ જ નથી હોતો. તમને જ્યારે કોઈ ચિંતા હોતી નથી ત્યારે તમે જે જેવું છે તેવું જુઓ છો. કઇ વસ્તુ કેવી હોવી જોઈએ અને કેવી ના હોવી જોઈએ તેની ચિંતા તમે કરતા નથી. ચિંતા ત્યારે જ જન્મે જ્યારે તમે એને મનમાં જગ્યા આપો, અને ચિંતાનું રહેઠાણ એટલે ભૂતકાળ અથવા ભવિષ્ય. વર્તમાન પાસે ચિંતા માટે કોઈ જગ્યા હોતી નથી.
નાની વાર્તાઃ એક વાર એક સ્ત્રી તેના પુત્ર માટે ખાવાનું બનાવી રહી હતી. કઠોળનો ડબ્બો તવામાં ખાલી કરી ગેસ પર મૂકે છે. એટલામાં ફોનની ઘંટડી વાગે છે. તેને ફોન પર કોઈની સાથે વાત કરવાની હોય છે પણ તેને થાય છે કે તે જો આ રૂમ છોડીને ફોન લેવા જશે તો એટલા સમય માટે તેનો પુત્ર એકલો થઈ જશે. તે તેના દીકરાને કહે છે, – ‘હું અહીં જ રહું છું ફોન લઉં છું. હું તરત જ પાછી આવું છું. બિલકુલ તોફાન ન કરીશ અને આ કઠોળના દાણા તારા નાકમાં ના નાખીશ.’
આપણે હંમેશા શું થઈ રહ્યું છે તે વિશે અને શું થવાનું છે તે વિશે ચિંતા કરીએ છીએ. તે છોકરો કદાચ દાણા નાકમાં ન પણ નાખે ! પણ હવે તેની માતાએ આ વિચાર તેના મનમાં મૂકી આપ્યો છે. ચિંતા એવી ઘણી નવી વસ્તુઓનું સર્જન કરે છે જે પહેલા ક્યારેય ન હતી. હવે જ્યારે તે છોકરાએ નાકમાં દાણા નાખ્યા ત્યારે તેની ચિંતા સાચી કરી ! અને પછી તે એવા તારણ પર આવે છે કે તેની ચિંતા સાચી જ હતી.
ચિંતા એક ભ્રમણા માત્ર છે
તમે ચિંતાનું નિરીક્ષણ કરશો, તો સમજાશે કે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરતી પરમ સત્તા વિશેનું ઘોર અજ્ઞાન જ તેનું કારણ છે ! તમે ભીતરમાં જોશો તો સમજાશે કે ચિંતા માત્ર ભ્રમણા છે. મૃત્યુના સમયે શું થાય છે એ જોઈને આ સમજાય છે. તમે જ્યારે જીવો છો ત્યારે તમને ઘણી બધી ચિંતાઓ હશે પણ ધારો કે તમે મરી રહ્યા છો. તે સમયે પહેલાની જેમ કેટલી ચિંતાઓ તમારા પર હાવિ થશે ? ચોક્કસપણે એક જ ચિંતા મુખ્ય હશે – તે એ કે તમે મૃત્યુ પામવાના છો. પાછલી બીજી કોઈ ચિંતાઓ વધારે પ્રભાવ પાડતી નથી. બહારની દુનિયા એ જ રહે છે પણ ચિંતાઓ અદ્રશ્ય થઈ જાય છે. માત્ર તમારા પ્રિયજનો માટે પ્રેમની લાગણી જ રહે છે. આ કઈ રીતે શક્ય છે ? આ શક્ય બને છે કેમ કે આ પહેલા તમારી ચિંતાઓ તમારો આંતરિક ભાગ હતી જ નહીં. એ તો માત્ર તમારા મનનું જ કારણ હતી. ચિંતાઓ કોઈ નક્કર વસ્તુ નથી. જો તે નક્કર હોત તો તમારા મૃત્યુ સમયે તે ચિંતાઓએ તમને પ્રભાવિત કર્યા હોત.
જે નથી તે અંગે જ ચિંતાઓ થાય છે. એ ચિંતાનો સ્વભાવ છે. જો તમારી પાસે પૈસો છે તો સંબંધોની, જો સંબંધો છે તો ભણતરની જો ભણતર છે તો તમારા દેખાવની ચિંતા થાય છે. જો બધુ જ છે તો પણ શું છે તેવી શંકા રહે છે !
સમર્પણ કરો અને હળવા બનો
તમે જો એ સ્પષ્ટપણે સમજી લો કે તમે પરમ સત્તાની જ એક મહાન યોજના છો તો કોઇ ચિંતા તમને ઘેરે નહીં. પરમસત્તા એક જીવંત શક્તિ છે. તેની પાસે પ્રચૂર પ્રજ્ઞા છે જેનાથી આ આખી યોજના ચાલી રહી છે. આપણે બધાં જ તેનો ભાગ છીએ. જે પ્રજ્ઞાશક્તિ આખી સૃષ્ટિનું નિયંત્રણ કરે છે તે આપણી પાસે પણ છે. આપણે જો તેની સાથે સંવાદિતા રાખીશું તો આપણા બધાં જ કાર્યો સૃષ્ટિના સર્જનની જેમ જ સતત, નિત્ય અને અચાનક સ્ફૂરણ થતાં રહેશે. જો આવી સંવાદિતા નહીં રાખીએ તો આપણે માત્ર ચિંતા, ભય અને સંકુચિતતાના શિકાર બની જઇશું.
આ સત્તા પાસેથી ઘણું બધું શીખવાનું છે ! પશુઓનો જ દાખલો લો ને ! તમે ક્યારેય ચિંતિત ઘેટાં કે ગાય વિશે સાંભળ્યું છે? ના, તેઓ પણ તમારી જેમ જ જીવન જીવે છે. તેઓ પણ તમારી જેમ જન્મ લે છે. પ્રજનન કરે છે, ખાવાનું શોધે છે. મૃત્યુ પણ પામે છે. આપણી જેમ તેઓ જીવનમાં પડકાર ઝીલતા નથી પણ તેઓની પ્રજનન, મૃત્યુ વગેરે ક્રિયાઓનું શું ? આ બધી ક્રિયાઓ માટે તેઓ ચિંતિત હોય છે ? ના, પણ છતાં આ બધી જ ક્રિયાઓ તેઓ કરે છે એટલે આપણે એટલું સમજવું જોઇએ કે આ સત્તા જ આખી જીવસૃષ્ટિને ચલાવે છે. તેથી એ તમારી પણ કાળજી લેશે જ !
આ સત્તાના નિયમોના શરણે થઇ જવાથી ચિંતામાંથી મુક્તિ મળી જશે.
છદ્મવેશી અહંકાર
તમારામાં ઉદ્ભવતી પ્રત્યેક ચિંતાઓનું જો તમે ગંભીરપણે વિશ્લેષણ કરશો તો સમજાશે કે તમારી નવ્વાણું ટકા ચિંતાઓ પાયા વગરની છે. પણ તમારો અહંકાર તે સ્વીકારવા તૈયાર નથી. અહંકાર ઘણી માત્રામાં ચિંતા સાથે ભળી ગયો છે. ચિંતાને દૂર કરવી એટલું સહેલું નથી ! કોઇ પણ વ્યક્તિને તમે એમ કહો કે તમારી ચિંતા પાયા વગરની છે તો તે વ્યક્તિ ખૂબ જ નિરાશ થઇ જશે. તમે એવી આશા રાખી હશે કે કોઇને એમ કહીએ કે તેની ચિંતા સાચી નથી તો તે વ્યક્તિ ખુશ થશે. પણ એવું નથી. તે નિરાશ થઇ જશે. પણ જ્યારે ચિંતાને માન ને સ્થાન નથી મળતું તો અહંકારને ઠેસ પહોંચે છે.
અહંકારને કારણે જ ચિંતા ટકે છે. અજ્ઞાનથી ચિંતા ઊભી થાય છે અને અહંકારથી તે ટકી રહે છે. ચિંતા ધરી છે, એની આસપાસ અહંકાર ભ્રમણ કરે છે. જો ચિંતાને ખસેડી લેવામાં આવે તો અહંકાર પીડાય છે. કામની ચિંતા અને જવાબદારીની ચિંતા આ બે તેનાં ઉદાહરણ છે.
તમે કેટલાક એવા લોકો જોયા હશે જે આ વિશ્વમાં પોતાને ખૂબ જ મોટી ચિંતાઓ છે એવું સાબિત કરવા પરિસ્થિતિઓને પણ મોટી કરી બતાવે છે. તમે જો તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કરશો તો તેમને આઘાત લાગશે.
બીજા લોકો આપણા માટે શું કહેશે એવી ચિંતા પણ અહંકારજનિત જ હોય છે. અહંકારને પણ સતત એવી ચિંતા હોય છે કે તેની પોતાની છબીને બીજી લોકો નુકશાન પહોંચાડશે. એ પણ એવા અહંકારને કારણે જ હોય છે કે આપણે હંમેશા કોઇના વિશેષ બની રહેવા માંગતા હોય છે. આપણી છાપ અંગે ચિંતા કરવામાં
> આપણી ચિંતાઓ જ આપણું
> આશ્વાસન બને છે. આપણે તેમાં
> છુપાઈએ છીએ. આ આપણને
> આળસુ રહેવામાં મદદ કરે છે.
આપણે ઘણો સમય વેડફીએ છીએ. સૌથી મોટો આનંદ એ છે કે આપણે કંઈ જ નથી એમ સમજવું ને છતાં આનંદમય રહેવું. એ મહાન વિશેષતા છે. એવું કહેવાય છે કે એ દિવ્યજ્ઞાની માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એ પોતાને સામાન્ય સમજે છે ! દિવ્યજ્ઞાન જતમારી ભીતરમાં હળવા થવા માટેની એક યાત્રા છે. તમે વિશેષ ત્યારે જ છો જ્યારે તમે ચિંતા અને અહંકારનો ત્યાગ કરો છો.
તમે માનેલી સુખમય સ્થિતિમાંથી બહાર આવો
તમે જો તમારી ચિંતાઓમાંથી બહાર આવવા માંગતા હો તો તમારી ચિંતાઓને પૂરવાર કરવાનો પ્રયત્ન કર્યાં વિના હમણા જ બહાર આવી શકો છો.
વાસ્તવિકતા એ છે કે આપણી ચિંતાઓ જ આપણું આશ્વાસન બને છે. આપણે તેમાં છૂપાઈને રહીએ છીએ. ચિંતાઓને છૂપાવવાથી અને માત્ર વાતો કરવાથી આપણને આળસુ થવામાં મદદ મળી રહે છે.
કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું કે, ‘એવું કોણ છે જેને ચિંતા છે ?’
તેમણે સુંદર જવાબ આપ્યો, ‘એ વ્યક્તિ જે ચિંતિત છે.’
તેઓએ પૂછ્યું - ‘ચિંતાનું કારણ શું છે?’
તેમણે કહ્યું - ‘આળસ’
તેઓએ પૂછ્યું - ‘ચિંતાઓ કોણ દૂર કરશે ?’
તેમણે કહ્યું - વ્યક્તિ જાતે જ.
‘ચિંતાઓ કઇ રીતે દૂર કરી શકાય ?’
તેમણે કહ્યું - ‘આળસ છોડવાથી’
તમે જો આળસ છોડી દેશો તો તમે સાચાં કામો કરવા માંડશો. તમે જ્યારે કામો કરવા માંડશો એટલે ચિંતા આપોઆપ જતી રહેશે. તમે બીજા માણસની ચિંતાઓ માટે કઇ રીતે પ્રતિભાવ આપો છો તે પરથી પણ તમો ચિંતાઓ દ્વારા આશ્વાસનો શોધો છો તે સમજી શકાય છે. કોઈ વ્યક્તિ તેની ચિંતાઓ વિશે વાત કરે ત્યારે તમે જોશો કે તમે પહેલાં એમ કહેશો કે, ‘તમે શું કરી શકો છો એ તો થયા કરે ?’ તમે તેને સીધા જ ઉકેલો નથી બતાવતા. તમે જ્યારે આમ કરો છો ત્યારે તમે માત્ર તેમને પ્રોત્સાહિત કરો છો એવું નથી પણ તમે પોતે પણ ચિંતાના એ વાતાવરણમાં સહજતાથી રહેવા માટે પોતાની જાતને પણ પ્રોત્સાહિત કરો છો.
એ આપણને ચિંતા કરવી અને તે અંગે વાતો કરવી ગમે છે. આપણે જાણે એવું અનુભવીએ છે કે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આપણને એમ લાગે છે કે આપણા સિવાય આખી દુનિયા પણ ચિંતાની કાળજી લઇ શકતું નથી.
સમસ્યા આવે ત્યારે જો તમને ઉકેલ જોઈતો હોય તો તમે સમસ્યા પર એક પળ પણ વિચાર ન કરો. તમે માત્ર તેના ઉકેલ માટે વિચારો. એ જ રીતે પ્રત્યેક ચિંતા માટે તાત્કાલિક ઉકેલ હોય છે. તમારે તેનો વિચાર કરવો તે જ તેની ચાવી છે.
મોટે ભાગે તમે તમારી ચિંતાના આશ્વાસનમાં રત રહેવાનું પસંદ કરો છો, ચિંતા તમને ત્યાં જ સ્થાયી કરે છે. દા.ત. તમે કોલેજમાં તમારી દીકરીને મળવા જાવ છો. તમે જુઓ છો કે કેટલાક વિદ્યાર્થીઓ તેમનો ઓરડો અવ્યવસ્થિત રાખે છે. એકબીજાના કપડાં પહેરે છે. તમે આ આખા દૃશ્યને તમારી આંખમાં કંડારી લો છો અને વિચારી લો છો કે તમારી દીકરીની જીવવાની રીત પણ આ જ છે. તમે તમારી દીકરીને તેની વસ્તુઓ વ્યવસ્થિત રાખવાની અને બીજાનાં કપડાં ન પહેરવાની સલાહ આપો છો. એ એમ કહે કે તે તેની વસ્તુઓ વ્યવસ્થિત રાખે છે અને તે બીજાનાં કપડાં પહેરતી નથી તો પણ તમે પેલા દૃશ્યને મગજમાંથી ભૂંસી શકતા નથી. પૂર્વે મગજમાં છે નોંધાયું છે તેને જ તમે વળગી રહો છો.
ત્યાં વિદ્યાર્થીઓની ખુશી, કૉલેજનું સુંદર પરિસર વગેરે અનેક સારી વસ્તુઓ પણ હતી જે તમે મગજમાં નોંધી શક્યા હોત પણ પ્રત્યેક ક્ષણે તમે પેલું જ દૃશ્ય વિચારી તમારી દીકરી અંગે ચિંતા કરો છો. એટલું જ નહીં પણ જ્યારે પણ તમે કોઈને મળો ત્યારે તમે પેલા ઓરડામાં વસ્તુઓ કેવી અવ્યવસ્થિત હતી અને બધાં કઈ રીતે એકબીજાનાં કપડાં પહેરતાં એ જ વાતો કરો છો ! કેવળ મગજે લીધેલી નોંધ જ સાચી નથી. પરંતુ તમે તમારી સગવડ ખાતર આ જ પસંદ કરો છો. તમે એને જ આ આધાર ગણો છો.
ધન અંગેની તમારી ચિંતા પણ આ જ પ્રકારની છે. જો પૈસા કમાવા એ ચિંતા છે તો એ સ્પષ્ટ છે કે ક્યાંક તમારી આળસ જ તમને ચિંતા તરફ ખેંચી રહી છે. જો તમે આળસ છોડશો અને કામ કરશો તો પૈસા કમાશો. આજની દુનિયામાં પૈસા કમાવાની અઢળક તકો છે.
ચિંતા છોડો, સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન આપો
તમે જ્યારે ચિંતાથી ઘણા વિચારો કરો છો ત્યારે તમારા નાભિપ્રદેશમાં ઘણો ભાર વધી જાય છે.
ચિંતા એક એવી ટેવ છે જે આપણને સંપૂર્ણ શક્તિથી જીવવાથી દૂર રાખે છે.
નાભિપ્રદેશથી જ ચિંતા કે વિચારો ઉદ્ભવે છે. તમે વધુ ને વધુ વિચારો કરશો ત્યારે તમારું પેટ ભારે થઈ જશે. નાભિપ્રદેશમાં મણિપુરક ચક્ર નામનું એક શક્તિનું કેન્દ્ર રહેલું છે. શક્તિનું આ કેન્દ્ર ચિંતાના ભારથી સંકોચાવા લાગે છે. આ કેન્દ્ર ચિંતાને પ્રતિભાવ આપે છે અને તમારા પેટ પર તેની અસર થાય છે. તેથી જ જ્યારે તમે કોઈ વસ્તુની ચિંતા કરશો ત્યારે તમને પેટમાં કંઈક ગરબડ લાગશે. તમે જ્યારે કોઈ આઘાતના સમાચાર સાંભળો તો કહો છો કે, ‘હું આ પચાવી શકતી નથી’, તમને વિચલિત કરનારા કોઈ પણ સમાચાર તમારા પેટને વલોવી નાખશે. વિચારો પ્રત્યે આપણું પેટ ખૂબ જ લાગણીશીલ છે.
સંધિવાના એક ખૂબ જ નિષ્ણાંત ડૉક્ટર હતા. તેમના દવાખાનામાં ખૂબ ભીડ રહેતી. એક વાર, પીઠથી વાંકી વળી ચૂકેલી એક વૃદ્ધ સ્ત્રી લાકડીના સહારે ચાલતી ચાલતી તેમની ઑફિસમાં આવી. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તે ડૉક્ટરની રૂમમાં ગઇ અને પાંચ જ મિનીટમાં ખૂબ જ ટટ્ટાર થઈને બહાર આવી.
બીજી એક સ્ત્રી દોડીને તેની પાસે ગઇ અને કહેવા લાગી, ‘આ તો ચમત્કાર થઇ ગયો ! તમે તો વાંકા વળેલા અંદર ગયા હતા અને અત્યારે ટટ્ટાર ચાલો છો ! એ ડૉક્ટરે શું કર્યું ?’
તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ‘ડૉક્ટરે મને એક લાંબો વાંસ આપ્યો’.
ઘણી વાર આપણે એક રીતે જીવવા માટે એવી રીતે ટેવાયેલા છીએ કે આપણે જીવવાની વધુ સારી રીત જોઈ નથી શકતા. ચિંતા એક એવી ટેવ છે જે આપણને સંપૂર્ણ શક્તિથી જીવવાથી દૂર રાખે છે અને શરીરમાં રોગોને આમંત્રણ આપે છે. રોગો મનમાં જ શરૂ થાય છે.
ચિંતાના કેટલાક અતિશયતાપૂર્ણ સ્વરૂપો છે જે આપણામાં સ્થાયી થઇ આપણી ક્રિયાશીલતાને ધીમી પાડી દે છે. ચિંતાનું આ સ્વરૂપ જનરલાઇઝડ એન્કઝાઇટી ડિસઓર્ડર (GAD) તરીકે ડૉક્ટરો દ્વારા ઓળખાયુ છે. રોજિંદા જીવનમાં સામાન્ય માણસ દ્વારા અનુભવાતી તાણથી આ ભિન્ન છે. USAની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા થયેલા સંશોધન અનુસાર GAD ની ૬૮ લાખ અમેરિકનોને અસર થઇ છે અને તેમાં પણ પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા બેવડી છે.
ધ્યાન કેવી રીતે મદદ કરે ?
ચિંતા થાય છે એટલે આપણે મનોચિકિત્સકને મળીએ છીએ. ચિંતાનું કારણ તો આપણા મનમાં છે. બહાર નથી. એકલી દવા કઇ રીતે મદદ કરશે ?
આ દુનિયામાં મોટી સંખ્યામાં લોકો ચિંતા અને તાણના નિદાન માટે મનોચિકિત્સકને મળે છે. દવા તો અસર કરે જ છે પણ ચિંતા વગેરે માનસજન્ય પીડાઓ માટે ધ્યાનની પણ આવશ્યકતા છે.
ધ્યાન તમને કોમળ, સરળ બનાવે છે. પછી પ્રેમ અને કૃતજ્ઞતા તમારામાં ઉત્પન્ન થાય છે. ધીરે ધીરે પછી ચિંતા માટે જગ્યા જ રહેતી નથી. ચિંતા એ પણ હિંસાનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે એ એક છૂપાયેલું આંદોલન છે.
ધ્યાન આપણામાં જાગૃકતા પ્રચૂર માત્રામાં વધારે છે. આ જાગૃકતા જ્યારે વધી જાય છે ત્યારે તમે બાહ્ય પરિસ્થિતિ સાથે પૂર્ણ સંકળાયેલા હશો તો પણ તમારા અંતરમાં તો તમે બની રહેલી ઘટનાઓથી નિર્લિપ્ત જ રહો છો અને આ જ ચિંતામુક્ત સાચું જીવન છે.
તણાવ મુક્ત કૌશલ્ય
તણાવ એટલે શું ?
ચિંતા અને તણાવ ઘનિષ્ઠ રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે. માતા-પિતા અને બાળક જેવો આ સંબંધ છે. એકબીજા વગર રહી શકતાં નથી. જે એક માટે કામનું છે તે બીજા માટે પણ કામનું છે.
ચારસો વર્ષ પહેલાં એક ફ્રેન્ચ દાર્શનિક રેને દેકાર્તે જાહેર કર્યું હતું કે ‘હું વિચારું છું માટે હું છું.’ તેનું આ સૂત્ર આધુનિક વિચારણાનો પાયો બન્યું છે. આ દુનિયાના પેઢી દર પેઢીથી અબજો લોકો દેકાર્તની વિચારણાને અનુસરે છે અને સ્વીકારે છે કે જ્યાં સુધી વ્યક્તિઓ પરસ્પર વૈચારિક સામનો નહીં કરે ત્યાં સુધી તે આ દુનિયામાં સફળ થશે નહિ.
દેકાર્ત સાચા હતા અને ખોટા પણ. તે સાચા એ રીતે કે માનવ વ્યવસ્થા, મન કે વિચારો વિના જીવવાનું જાણતો નથી. પરિણામે માનવજાત તેના મનની દાસ બની જાય છે. તેઓ એક બંધનમાં જીવે છે.
દેકાર્તથી પણ ઘણાં વર્ષો પૂર્વે વૈદિક ઋષિઓએ કહ્યું હતું કે મનુષ્ય જ્યાં સુધી વિચારવાનું બંધ કરતો નથી ત્યાં સુધી જીવન શરૂ કરતો નથી. એક વાર આદિ શંકરાચાર્ય તેમની આઠ વર્ષની ઉંમરે પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે તેમના ભાવી ગુરુને મળે છે. ગુરુ તેમને પૂછે છે – ‘તું કોણ છે ?’
જવાબમાં શંકરાચાર્ય કહે છે – ‘હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું ઇન્દ્રિય નથી, હું આ બધાથી પર છું, હું પવિત્ર અંતરાત્મા છું.’
જ્યાં સુધી આપણે પોતાને મન અને શરીર એમ વિચારીશું ત્યાં સુધી આપણે માત્ર એક જૈવિકયંત્ર છીએ. જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રીયોને આપણને માર્ગદર્શન આપવા માટે પરવાનગી આપીએ છીએ ત્યાં સુધી આપણે માત્ર આપણા પશુપૂર્વજની પ્રતિછાયા છીએ. પરંતુ મનુષ્યની સાચી તાકાત માત્ર વિચારવામાં અને પશુથી ચઢિયાતા છે એ સાબિત કરવામાં નથી. અતિક્રમી જવું અને ચૈતન્યના ઉચ્ચતમ સ્તર સુધી આરોહણ કરવું એ જ મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે. આ અવસ્થામાં સાચે જ આપણે દિવ્યતામાંથી ઊતરી આવ્યા છીએ તે દિવ્યતાને પ્રાપ્ત કરીએ છીએ.
ઐક્યની અવસ્થા જ્યાં સુધી આપણે ન પહોંચીએ
તમે તાણ અનુભવતા નથી પણ તમે પોતે જ તાણ છો. ત્યાં સુધી આપણે સહેજ મથામણમાં રહેવાના. આપણા સ્વભાવ શું છે અને આપણે શું બનવાનો ઢોંગ કરીએ છીએ એ વચ્ચેની મૂંઝવણ એ જ છે તણાવ.
મન એ કોઈ યંત્ર નથી
વૈદિક માનસશાસ્ત્ર અનુસાર આપણે અશાંત નથી, પરંતુ ચોક્કસપણે અશાંતિનાં સ્રોત છીએ. એટલું સમજી લો કે તમે ચિંતિત નથી પણ પોતે જ ચિંતા છો. તમે તાણ અનુભવતા નથી પણ તમે પોતે જ તાણ છો, બંનેમાં ઘણો તફાવત છે. ચાલો આપણે આની ભીતરમાં જોઈએ તો જ તમે સમજશો, તમે ચિંતામાં નથી, તમે જ ચિંતા છો, તમે અશાંત છો અને તમે અશાંતિનાં સ્રોત છો આ બેમાં ઘણો મોટો તફાવત છે.
ઘણાં વર્ષો સુધી સંશોધન કર્યા બાદ ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓએ કહ્યું કે- જ્યાં સુધી આપણે માણસને તેની ભીતરમાં શું ચાલી રહ્યું છે તેને સંભાળીને લાગણીઓને નિયંત્રણ કરવાનું શીખવતા નથી ત્યાં સુધી આપણે માણસને તેનાં કર્મો માટે જવાબદાર બનાવી શકતા નથી.
પાંચ હજાર વર્ષો પૂર્વે આપણા વૈદિક શાસ્ત્રોમાં જે કંઈ કીહ્યું છે તે જ આજે આધુનિક વિજ્ઞાનીઓ કહી રહ્યા છે. વર્ષો જૂની સમસ્યાઓ માટે આ શાસ્ત્રો પાસે પણ ઉપાયો અને ઉકેલો છે. તેનાથી પાશ્ચાત્ય માનસશાસ્ત્ર અને વૈદિક માનસશાસ્ત્ર વચ્ચેની ખાઈને પૂરી દઈ શકાય છે.
પાશ્ચાત્ય માનસશાસ્ત્ર સતત આપણને એક એવી આશા બંધાવે છે કે આપણા 'હું' ને જાળવી રાખીને પણ આપણે સામાન્ય અવસ્થામાં પાછા ફરી શકીએ છીએ.
દા.ત. આ રૂમમાં આપણને ગરમી લાગે છે તો એરકંડિશન મુકાવીને આપણે તેને ઠંડો કરી શકીએ છીએ. પણ આપણે એક મહત્ત્વનું પાસું ભૂલી જઈએ છીએ. જે ક્ષણે આપણે આ રૂમમાં એરકંડિશન લાવીએ છીએ ત્યારે તેને સંભાળવું જરૂરી બની જાય છે. આ એક વધારાની ચિંતા ઊભી કરે છે. અને વધારાની સમસ્યા પણ આવે છે. હવે આપણને વિદ્યુતની જરૂર છે. પછી આપણે બિલ ભરવાં પડે છે અને આ બધી સગવડો માટે આપણને પૈસાની જરૂર પડે છે. તમે જ્યારે કામ કરવા બહાર જાવ છો ત્યારે આ રૂમનો આનંદ માણી શકતા નથી. રૂમ અને એરકંડિશન તેની જગ્યાએ જ છે પણ તેના બિલ ભરવા માટે તમે બીજી જગ્યાએ કામ કરી રહ્યા છો !
આપણે એક અગત્યની વસ્તુ ભૂલી જઈએ છીએ. 'તમે તમે છો' એવુ માનવું એ એક રોગ છે. પાશ્ચાત્ય માનસશાસ્ત્ર અનુસાર મન એક યંત્ર છે. વૈદિક માનસશાસ્ત્ર અનુસાર મન એક પ્રક્રિયા છે. તે સતત થાય છે. મન માટે સંસ્કૃતમાં 'મનસ્' શબ્દ છે અને તેનો અર્થ સતત થયા કરવું તે છે, કંઈક એવું થયા કરવું જે મૃત અને અક્રિયાશીલ નથી પરંતુ તે જીવંત અને જોમવાળું છે.
પાશ્ચાત્ય માનસશાસ્ત્ર એ વાત પર જ ભાર આપે છે કે મન એક જૈવિકયંત્ર છે. અજાણતાં જ આપણે એવું માનીએ છીએ કે મન કોઈક વસ્તુ અથવા યંત્ર છે. તેથી જ આપણે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓને સાંકળની જેમ જોડીએ છીએ; એવું માનવા લાગીએ છીએ કે મન એક નક્કર વસ્તુ છે.
વણજોડાયેલું જોડવું
એક દ્રષ્ટાંત જોઈએ. દસ વર્ષ પહેલાં, નવ વર્ષ પહેલાં, આઠ વર્ષ પહેલાં, સાત વર્ષ પહેલાં અને હજુ કાલે જ
તણાવ મુક્ત કૌશલ્ય
અનુભવેલી મનની નબળી અવસ્થા સંપૂર્ણપણે ભિન્ન છે, જોડાયેલી નથી અને સ્વતંત્ર ઘટનાઓ છે. ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં અને સમયમાં ભિન્ન કારણો અને ઉદ્દેશ્યથી આ બધું થાય છે. આ બધી જ વણજોડાયેલી ઘટનાઓને આપણે જોડીએ છીએ અને પછી ‘મારું જીવન જ ઉદાસ છે’ એવું આપણે કહીએ છીએ.
તમે વર્ષો પહેલાં, મહિનાઓ પહેલાં, દિવસો પહેલાં અનુભવેલી મનની ઉદાસ સ્થિતિ પાછળ બધી જ ઘટનાઓ વણજોડાયેલી અને સ્વતંત્ર છે. પંદર વર્ષ પહેલાં તમારાં રમકડાં ખોવાઈ ગયાં એટલે તમે ઉદાસ હતા. નવ વર્ષ પહેલાં તમારી સ્ત્રીમિત્ર ગુમાવવાના કારણે તમે ઉદાસ હતા, થોડાં વર્ષો પહેલાં તમારો પુત્ર તમારું કહ્યું સાંભળતો ન હતો એટલે તમે દુઃખી હતા. કારણો જુદાં જુદાં હતાં, પરિસ્થિતિઓ જુદી હતી. છતાં પણ આ બધી જ હતાશાઓને આપણે જોડીએ અને કહીએ છીએ. ‘મારું જીવન જ હતાશા છે.’ તમે જાતે જ તમારા માટે નરકનું નિર્માણ કર્યું છે.
જે ક્ષણે તમે એમ વિચારશો કે તમારું જીવન હતાશા છે તે જ ક્ષણે સાચે જ તમારું જીવન ઉદાસી બની જશે. એટલું સમજી લો કે તમે તમારા ભૂતકાળને જેવું માનશો તેવું જ તમારું ભવિષ્ય નિર્માણ થશે. આપણે બધા જ જાણીએ છે કે ભૂતકાળના આપણા અનુભવોથી આપણે ખસી શકતા નથી. આપણે એવું કેવી રીતે માનીએ કે આવતીકાલથી આપણે આપણા ભૂતકાળથી દૂર થઈ જઈશું ? ના, એમ નથી થતું, આપણા ભૂતકાળને આપણે જેવો માનીએ તેવું જ આપણું ભવિષ્ય પણ બનશે. તેથી જ આપણો ભૂતકાળ ઉદાસીઓથી ભરેલો હતો એવું માનવાનું શરૂ કરીશું તો આપણામાં અભાનપણે એક વિશ્વાસ ઘર કરશે કે આપણું ભવિષ્ય પણ ઉદાસ જ હશે.
આપણે જ્યારે એવું માનીએ કે મન એ માત્ર એક વસ્તુ છે, એક જૈવિકયંત્ર છે ત્યારે આપણે આપણા માટે નરકનું નિર્માણ કરીએ છીએ. સારા નસીબે આપણા માટે મન એ કોઈ વસ્તુ નથી. તેમાં આશા છે. આપણને શીખવાડવામાં આવ્યું છે એમ મન કોઈ વસ્તુ નથી, એ તો એક પ્રક્રિયા છે. એ નામ નથી પણ ક્રિયા છે.
મન એક વસ્તુ છે એમ માનીએ તો આપણે જે છે જ નહીં એવી સમસ્યાઓનું નિર્માણ કરીએ છીએ.
વાર્તા : એક વાર એક માણસ મનોચિકિત્સક પાસે જાય છે અને કહે છે – ડૉક્ટર, મારું જીવન સમસ્યાઓથી ભરેલું છે, ડૉક્ટરે કહ્યું- બધાંની જ જિંદગી સમસ્યા છે. ચિંતા ના કરો. પ્રત્યેક અઠવાડિયે આપણે ત્રણ બેઠક કરીશું અને તારે સો ડોલર આપવા પડશે.
પેલા માણસે કહ્યું – ડૉક્ટર, એક
અઠવાડિયાની ત્રણ બેઠકના સો ડોલરથી તમારી
સમસ્યાનો હલ થશે પણ મારી સમસ્યાનું શું?
આપણે મનને યંત્ર સમજવાનું શરૂ કર્યું કે તરત જ આપણે અસહાય બની જઈએ છીએ. કોઈ મનોચિકિત્સક મદદ કરી શકતો નથી. કોઈ મનોવિશ્લેષક મદદ કરી શકતો નથી. મૂળ માન્યતા જ ખોટી છે એટલે કોઈપણ પદ્ધતિ કામ લાગતી નથી. ખોટી માન્યતાના આધારે આપણે જે કોઈ તારણો બાંધીએ છીએ તે બધાં જ ખોટાં પુરવાર થાય છે. તે સાચાં હોતાં નથી. મન એક પ્રક્રિયા છે એવું મૂળભૂત સત્ય આપણે માનવું પડશે. આપણે તણાવમાં નથી પણ આપણે પોતે જ તણાવ છીએ.
આપણે નિર્ણય કેવી રીતે લઈએ છીએ ?
આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે જે કંઈ જોઈએ છીએ તેમાંથી માત્ર દસ ટકા જ આપણા ચેતન મનમાં નોંધ લેવાય છે. બાકીનું બધું સીધું જ આપણા અચેતન માનસમાં સંગ્રહ પામે છે. તેથી જ જ્યાંથી રોજ પસાર થઈએ છીએ તે જગ્યાને પણ આપણે યાદ રાખી શકતા નથી. જ્યાં સુધી ઇન્દ્રિયજન્ય જ્ઞાન કોઈ પણ રીતે આપણામાં રુચિ ઊભી કરતું નથી ત્યાં સુધી તે આપણા માનસમાં નોંધાતું નથી.
ચાલો આપણે જોઈએ કે ચેતન માનસમાં નોંધાતું નથી તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનું શું થાય છે ? મનના અમુક ભાગો દ્વારા સંગ્રહ પામેલી આ પ્રતિછાયાઓને ઓળખવામાં આવે છે. તમારી સમક્ષ ઊભેલી વ્યક્તિ ઓળખિતી છે કે કોઈ અજાણી વ્યક્તિ છે તે તમારું ચેતન માનસ નોંધે છે. તે વ્યક્તિ સાથે તમે કઈ રીતે વાત કરશો તે તમારી ચેતનાના સ્તરે લેવાયેલ નિર્ણય નથી હોતો જો તમે તેને ઓળખો છો તો તેના પ્રત્યેનો તમારો અભિગમ અને ક્રિયાઓ તમારા માનસમાં કંડારાયેલી સ્મૃતિઓના આધારે હશે. અને જો તે વ્યક્તિ અજાણી હશે તો પણ તેનું ધ્યાન જ તમારા અચેતનમાં પડેલા પ્રતિભાવોના ઘોડા દબાવશે. કોઈપણ સંજોગોમાં તમારી અચેતનાના સ્તરે જ તમારે શું કરવું જોઈએ તેના નિર્ણય માટેની પ્રક્રિયા થતી હોય છે.
આપણું મન દસ ટકાથી એ ઓછું જાગૃત હોય છે. તમારી ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં જ્ઞાનનો દસ ટકાથી પણ ઓછો ભાગ તમારી ચેતનામાં નોંધાતો હોય છે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયોમાંથી એક ટકાથી પણ ઓછા નિર્ણયો યોગ્ય અને તાર્કિક હોય છે.
સંયમ જાળવવાના બે ઉપાયો છે. બંધનકર્તા ગ્રંથીઓ ઘટાડવી એ પહેલો ઉપાય છે. ધ્યાનના આપણા કાર્યક્રમમાં આપણે બંધનકર્તા સંસ્કારોને દૂર કરવાનો અને નાશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ જાગૃત અને સંયમથી રહી વર્તમાનમાં જ જીવવું એ બીજો ઉપાય છે.
સમયથી પર થાઓ - વર્તમાનમાં રહો
હંમેશા તમે તમારા ભૂતકાળ કે ભવિષ્ય અંગે વિચાર કરતા હોવ છો, ભૂતકાળમાં શું બન્યું હતું અને ભવિષ્યમાં શું થશે તે અંગે જ તમે વિચારી શકો છો, ભૂતકાળ અંગે વિચારીને તમે શું ના કરી શક્યા તેની દિલગીરી અથવા તો તમે શું કર્યું તેનો પસ્તાવો જ તમે કરો છો. ભવિષ્યના વિચારો તમે શું કરવા ઇચ્છો છો તે અંગેના હોય છે.
કૃપા કરીને એટલું સમજી લો કે ભૂતકાળ કે ભવિષ્ય કશું જ સાચું હોતું નથી. ભૂતકાળ નાશ પામ્યો છે. ભૂતકાળ પાસેથી આપણે કશું શીખતા નથી અને ભૂતકાળના આધારે આપણે ભવિષ્યને દોરીએ છીએ એ પાછળ જોવાના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું છે ! તમે ચોક્કસપણે જાણો છો કે તમે ક્યાં પહોંચી જશો.
ભવિષ્ય તો આનાથી પણ વધારે અવાસ્તવિક છે. તે હજુ બન્યું જ નથી. તમારા બધાં જ કર્મો અચેતન માનસ દ્વારા દોરવાયેલાં હોવાના કારણે તમારા ભવિષ્ય પર તમારો કાબૂ નથી. ભૂતકાળનાં સ્મરણોથી તમે દોરાવ છો. તમારા વિચારો બીજું કશું નથી પણ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ચાલી રહેલી તમારા મનની મથામણ છે. તમારું મન આરામ ઇચ્છતું નથી. જો તે આરામ કરશે તો તેના વગર તમે કામ કરશો એ તમે જાણો છો !
જો તમે તમારા મનને વિશ્રામ આપો કે તમે તેને
વિશ્વામ માટે પ્રેરિત કરો ત્યારે જ તમે, પરમ સુખની અવસ્થા સુધી પહોંચો છો. એ અવસ્થા એટલે જ વર્તમાન ક્ષણ. તમારું ભવિષ્ય આ જ વર્તમાન ક્ષણમાં રચાવું જોઈએ. તમે આ વર્તમાન ક્ષણમાં જે નક્કી કરો છો તેનાથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે. એક વાર જો તમે વર્તમાન ક્ષણ પ્રત્યે ધ્યાન આપશો, તો જ તમે સંપૂર્ણ ચેતનાથી આ વર્તમાન સમયમાં જીવશો; તો તમને તમારાં પાછલાં કર્મો માટે દિલગીરી કે પસ્તાવો નહીં થાય.

મધ્યભાગ ‘સમય’ની ધરીનું સૂચન કરે છે. કોઇ નિયત સમયે દર સેકંડે વિચારોનો જેટલે વધારે વેગ તેટલા તમે દૂર તમારી વર્તમાનની જાગૃતતાથી દૂર ફેંકાયેલા છો. તમે ભવિષ્ય વિશે ચિંતિત છો અને એટલે તમે ભૂતકાળમાં સરી પડો છો ! અને વર્તમાનની કશીય
ધ્યાન મનને અલગ કરી દે છે કે જેથી એ રમતો ન રમી શકે.
ઝાંખી થઈ શકતી નથી ! પરંતુ વિચારોનો વેગ જેમ જેમ ઘટવા માંડે છે, તેમ તેમ તમે વર્તમાનમાં પ્રવેશો છો. આવું જ્યારે બને છે, ત્યારે ભૂત-ભવિષ્યનું સુરેખ દર્શન તમે કરી શકો છો. તમને કદાચ આશ્ચર્ય થાય કે ભૂતકાળ વિશેની સ્પષ્ટતાનો પ્રશ્ન જ કઇ રીતે થાય ? હા, ભવિષ્યની સ્પષ્ટતા ન હોય, એવું બને પણ ભૂતકાળ વિશે શા માટે ? હું જ ભૂતકાળ જીવ્યો છું, તો પછી એ અસ્પષ્ટ કેવી રીતે હોઇ શકે ? તમારે, અહીં સમજવાનું એ છે કે તમને જે ભૂતકાળનું સ્મરણ છે તે ઘટના નહીં પણ ઘટના વિશેનો તમારો અભિપ્રાય હોય છે. કેવી રીતે એ ઘટના બની તે નહીં ! સુવર્ણયતા ભૂતકાળ વિશે આપણે કેટલી બધીવાર વાતો કરીએ છીએ. ‘સુવર્ણમય ભૂતકાળ’ વિશે કશુંય સુવર્ણમય હોતું નથી ! આપણે જ કેવળ સારી લખેલી ઘટનાઓને પસંદ કરીએ છીએ; એથી એ સુવર્ણમય લાગે છે. અંતઃસ્ફુરણાની સ્થિતિમાં તમે હોય, ત્યારે સ્પષ્ટ થાવ. એ ક્ષણોમાં TPS (સેકન્ડદીઠ વિચારની ગતિ) ઘટી ગઇ હોય છે; તમે બહુધા વર્તમાન હો છો. જ્યારે તમારી TPS શૂન્ય પર આવે (નિર્વિચાર થવાય) ત્યારે તમે સમગ્ર ભૂત ભવિષ્ય સ્પષ્ટ જોઇ શકો છો.
ભવિષ્ય અને ભૂતકાળની મિલન ક્ષણ તે જ વર્તમાન કહેવાય. આ વખતે તમારી વિચાર-ગતિ શુન્ય થઇ તે તમે અ-મન સ્થિતિમાં હો છો. તમે મને દબાવ્યું કે કાબુમાં કર્યું હોતું નથી પણ તમે મનથી પર ઉઠો છો.
ધ્યાન મનને સ્થિર કરે છે. ધ્યાન મનને અલગ કરી દે છે કે જેથી એ રમતો ન રમી શકે. ગુરુના સાનિધ્યમાં પણ આપણે આ સ્થિતિમાં પહોંચી શકીએ. ગુરુ હંમેશા શૂન્ય TPS અથવા અ-મનની સ્થિતિમાં હોય છે જ્યારે તમે ગુરુના સાનિધ્યમાં - પ્રત્યક્ષ અથવા બીજી રીતે - તમારા પોતાના TPS પણ ઘટી જાય છે તમે માત્ર ગુરુની
તમે ગુરુની સાનિધ્ય માત્રથી જ શુન્ય TPS હાજરીમાં જ શૂન્ય પર પહોંચી શકો. TPS પર પહોંચી શકો. ગુરુનું સાનિધ્ય અને ગુરુ અંગેની સભાનતા એ જ ધ્યાન છે.
આપણા હાથ-પગમાં પ્રસરે છે. પછી આપણે લડાઇ કે પલાયન જેવી પ્રતિક્રિયા માટે તૈયાર થઈએ છે. આ શક્તિ આપણને ક્યાં તો પરિસ્થિતિ સાથે લડવા તૈયાર કરે છે અથવા પરિસ્થિતિથી ભાગી જવા માટે તૈયાર કરે છે.
તણાવની દૈહિક અસર
તણાવ કેમ થાય છે તે અંગે મારા વિચારો અને આપણા શાસ્ત્રો શું કહે છે તે આપણે જોયું. હવે વિજ્ઞાન આ અંગે શું કહે છે તે આપણે જોઈએ.
આપણા બધા પાસે મગજનો એક એવો ભાગ છે જે આપણી શ્વસનક્રિયા, પાચનક્રિયા અને અન્ય ક્રિયાઓને કાબૂમાં રાખે છે આ ક્રિયાઓ આપણું શરીર આપોઆપ જ કરે છે. કુદરતે જ આપણા મગજના એક ભાગમાં નિષ્ફળ સામે સુરક્ષાની હાઇપોથેલામસ નામનું એક વ્યવસ્થાતંત્ર બનાવ્યું છે. પ્રાણીવિજ્ઞાનીઓ જેને સર્પ જેવા પ્રાણીઓનું મગજ કહે છે તે પણ આપણા મગજના આ ભાગમાં સમાયેલું છે.
વર્તનશાસ્ત્રવિદ્ ઘણીવાર લડાઇ અથવા પલાયન પ્રતિક્રિયા અંગે વાત કરે છે. જ્યારે પણ આપણું શરીર અને મગજ આપણા અસ્તિત્વ સામે ખતરો અનુભવે છે ત્યારે હાઇપોથેલામસ નામનો મગજનો સંવેદનશીલ છે. ભાગ અચેતન મન દ્વારા સાબદું બને છે. ચેતન મનથી પણ અબજો ગણી તીવ્રતાથી આપણું અચેતન મન ક્રિયાર્શીલ બને છે. તેથી કોઈ ખતરાથી આપણે સભાન થઈએ એ પહેલાં જ આપણે સાવધ થઈ પ્રવૃત્ત થઈએ છીએ. મગજનો સંવેદનશીલ ભાગ પિચ્યુએટરી ગ્રંથીને (મુખ્ય ગ્રંથી ને) ઉત્તેજિત કરે છે અને તે એડ્રેનીલ સ્રાવ પેદા કરનાર ગ્રંથિને ઉત્તેજિત કરે છે પરિણામે આ સ્રાવ
આપણી અંદર રહેલું અચેતન સર્પ જેવું મગજ આપણા શરીરમાં કેટલાંક રસાયણો ઉત્પન્ન કરવાનો નિર્ણય કરે છે. આદિમાનવના સમયમાં જ્યારે તેઓ સિંહ કે વાઘનો સામનો કરતા હતા ત્યારે આ ઘણું કામ લાગતું હતું. લડવાનો કે ભાગી જવાનો વિચાર કર્યા વગર જ તેણે તૈયાર રહેવાનું છે.
આજે મનુષ્ય પર આ એડ્રેનીલની અસરનો અભ્યાસ કરવા ખેલાડીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો. એકવાર પ્રારંભના બિંદુ પર દોડવીરોને એક લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા. અમ્પાયર દોડવાનું શરૂ કરવાની સૂચના આપતા પિસ્તોલ ફોડે તે પહેલાં હાથ નીચો કરી દે છે. તેથી દોડવીરોને પોતાની સ્થિતિ પાછી લેવી પડે છે અને ફરી પોતાની સ્થિતિ બનાવવી પડે છે. આ પ્રક્રિયાનું છ વાર પુનરાવર્તન કરવામાં આવે છે પરિણામે એક મીટર પણ દોડ્યા વગર દોડવીરો પ્રારંભના બિંદુ પર જ ઢળી પડે છે ! આ સ્થિતિમાં તેમના શરીરમાં એડ્રેનીલ સ્રાવનું સ્તર ખતરનાક રીતે ઊંચું હોય છે. જીવનદાયક આ એડ્રેનીલ સ્રાવ જ્યારે કારણ વગર ઉત્પન્ન થાય છે ત્યારે તે મૃત્યુનું કારણ બની જાય છે.
આજના જમાનામાં વાઘ કે સિંહનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઓછી થઈ ગઈ છે. છતાં આપણું અચેતન મન આવા ખતરાની સૂચના આપતું જ રહે છે. આને 'ભયના પ્રહાર' કહેવાય છે. મનોચિકિત્સકોનું એવું કહેવું છે કે એક દિવસમાં આપણે આવા અડધો ડઝન ભયપ્રહારોનો સામનો કરીએ છીએ. આના કારણે ખૂબ
મોટી માત્રામાં આપણા શરીરમાં એડ્રેનીલ સ્ત્રાવનું ઉત્પાદન થાય છે. એડ્રેનીલનું આવું ઉત્પાદન જ ડિપ્રેશનનું કારણ છે એવું પ્રસ્થાપિત થયું છે. ડિપ્રસનને અનેક મરણતોલ બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે.
મેડિકલ રિસર્ચ દ્વારા એવું સંશોધન કરવામાં આવ્યું છે કે ખૂબ જ ધનવાન દેશોમાં યુવાનોમાં અને તરુણવયનાં બાળકોમાં પણ ૬૦ વર્ષના વૃદ્ધની જેમ ધમનીઓ બંધ થઈ ગઈ છે ! ડૉક્ટરોએ એવું પ્રસ્થાપિત કર્યું છે કે શારીરિક સ્થિતિએ તો સમસ્યાનો માત્ર એક ભાગ છે. આથી વધારે મહત્ત્વની ભાવાત્મક સ્થિતિ છે શારીરિક સ્થિતિ લાંબા સમયથી ખરાબ હોય તો પણ ભાવાત્મક ચાંપને કારણે અચાનક જ હાર્ટએટેક થઈ શકે છે. એવું સ્પષ્ટપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે.
તાણ મારી નાખનાર છે અને તે આપણા મનમાં જ વસે છે.
શું તણાવને કામ સાથે સંબંધ છે ?
એક વાર આઈટી કંપનીના ચીફ એક્ઝીક્યુટીવને એક પ્રોજેક્ટ અંગે પૂછપરછ કરવામાં આવે છે. તેઓ એક પ્રસ્તાવ મૂકે છે. આવા પ્રોજેક્ટ પર કામ કરનારા કાર્યકર્તાઓએ એ પ્રોજેક્ટનું વિશ્લેષણ કર્યું અને કહ્યું કે તેઓ આ કામ મિલિયન ડૉલરની ચૂકવણી પર છ મહિનામાં કરી શકે છે. મેનેજર આની ચકાસણી કરી કહે છે કે તેમની ટીમ આ કામ પોણા મિલિયન ડૉલરની ચૂકવણી પર ચાર મહિનામાં કરી શકે છે.
આ પ્રસ્તાવ જનરલ મેનેજર સુધી પહોંચે છે. જનરલ મેનેજર બધાને બોલાવે છે અને ઉત્સાહવર્ધક વાતો કરી કહે છે કે ‘આ કામ આપણે અડધા મિલિયન ડૉલરમાં ત્રણ મહિનામાં કરી શકીએ છીએ.’ પછી તેઓ પ્રસ્તાવ ચીફ એક્ઝીક્યુટીવ પાસે મોકલે છે.
ઘણી કંપનીઓ તેના
સંચાલકોના અહંકારને
કારણે નિષ્ફળ થઈ હોય છે.
ચીફ એક્ઝીક્યુટીવ ગ્રાહકને બોલાવીને કહે છે કે અમારી કંપની અડધા મિલિયન ડૉલરમાં બે મહિનામાં આ કામ કરી આપશે.
કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારા લોકો આ ઘટના સાથે પોતાને સાંકળી શકે છે. જે લોકો નિર્ણયો લે છે અને જવાબદારીથી કામ કરે છે તેઓ મોટે ભાગે વાસ્તવિકતાથી દૂર હોય છે. એક વાર નિર્ણય લેવાઈ ગયા બાદ તેમનો અહંકાર ક્રિયાશીલ થાય છે. બધું જ જતું કરાય છે પણ અહંકાર નહીં. અભ્યાસ પરથી જોવામાં આવ્યું છે કે ઘણી કંપનીઓ તેના સંચાલકોના અહંકારને કારણે નિષ્ફળ થઈ હોય છે.
મારા કેટલાક શિષ્યો દ્વારા મને લેવલ ૫(પાંચ) લીડરશિપ અંગે જણાવાયું. કેટલાક કોર્પોરેટ લીડરોએ પોતાના અહંકારને બાજુ પર મૂકીને કંપની અને તેમાં કામ કરતા લોકોની જરૂરિયાત માટે પોતાની જાતને અર્પણ કરી દે છે. સંશોધન પરથી એ પણ જાણવા મળ્યું છે કે કેટલીક કંપનીના નિયમિતપણે સફળ રહેલા ચીફ એક્ઝીક્યુટીવ બહારની દુનિયામાં જાણીતા નથી ! આવા લીડર ખૂબ નમ્ર અને અંતર્મુખ હોય છે.
કાર્યક્ષેત્રમાં તાણ આપણી શિક્ષાપદ્ધતિથી જ શરૂ થાય છે. ખૂબ જ નાની ઉંમરથી જ આપણે બાળકોને સરખાવવાનું શરૂ કરીએ છે. કોઈ ટોળામાં પણ ત્રણ વ્યક્તિઓને આપણે હીરો તરીકે ઓળખાવીએ છે અને તેથી બાકીના લોકો પોતાને નકામા સમજે છે. ઘણી નાની ઉંમરે જ સ્પર્ધા કરવાનું આપણને શીખવવામાં આવે છે. આ સરખામણી કાર્યક્ષેત્રમાં પણ ચાલુ જ રહે છે જે પછી એક યુદ્ધભૂમિમાં બદલાય છે.
માનવીય સંશાધનની વિભિન્ન યોજના લોકોને વિભિન્ન રીતે વિભાજિત કરવા પર ભાર મૂકે છે. મને એમ પણ કહેવામાં આવ્યું કે ઘણી જગ્યાએ ૧૦ થી ૧૫ ટકા લોકો કામમાં અસક્ષમ હોય છે. લોકોને આપણે આંકડાનું સ્વરૂપ આપીએ છીએ ! પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા બીજાને ભોગ બનાવવામાં આવે છે. અને તેથી જ ઑફિસોને એક ‘ઘોર જંગલ’ કહેવામાં આવે છે !
જ્યાં સુધી માણસ ભય અને લોભથી દોરવાયેલો રહે છે તે ક્યારેય પ્રેરિત થતો નથી. તેઓને કાબૂમાં કરી શકાય છે અને રોજિંદાં કાર્યો તેમની પાસેથી કરાવી શકાય છે. પણ અઘરાં કામો કરવા માટે તેમને પ્રેરિત કરી શકાતા નથી. આજના વ્યાપારમાં આ દ્વિધા જોઈ શકાય છે. તેઓને કામ કરવા લોકો જોઈએ છે. પણ તેમની ઉત્સાહવર્ધક પ્રયુક્તિઓ પૂરતી હોતી નથી.
એક વિખ્યાત મનોવૈજ્ઞાનિક મનુષ્ય કઈ રીતે પોતાની ઇચ્છાઓથી દોરાય છે તેના અભ્યાસ માટે એક ચોક્કસ પદ્ધતિ વિકસાવે છે. તે પદ્ધતિ હવે તેમના નામથી Maslow’s Hierarchy of needs એ પ્રમાણે ઓળખાય છે. આનો મુખ્ય આધાર માણસની અન્ન, આવાસ, અને બીજી ભૌતિક જરૂરિયાતો છે. પછી માણસ જ્યાં રહે છે તે સમાજમાં પોતાના માટે એક પરિવેશની પૂર્તિ કરવા ઇચ્છે છે. ત્યારબાદ તે પ્રેમ અને ધ્યાન શોધે છે. ત્યારબાદ તે માન, નામ અને યશ શોધે છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદપણ તે અસંતોષી છે. તેમને એમ લાગે છે કે જીવનમાં હજુ પણ કંઈક ખૂટે છે.
આ ‘કંઈક’ આપણી ભીતર જ છે. મેસલો તેને સ્વવાસ્તવિકરણ કહે છે. આ એક એવો વિભાગ છે જ્યાં આપણે સંપૂર્ણ તણાવમુક્ત હોઈએ છે. આ આંતરિક સાક્ષાત્કારનો વિભાગ છે. આ એક એવો વિભાગ છે જ્યાં તમે અનુભવો છો કે તમે વૈશ્વિક શક્તિ સાથે એક છો. તમે ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં કામ કરતા હોવ પછી કંઈ કામ જ ના કરતા હોય તો પણ તમે પોતાને કેન્દ્રિત થયેલા જુઓ છો અને તે અવસ્થામાં રહેવું પસંદ કરો છો.
આ જ અમે અમારા ‘પરમ સુખમય જીવન’નાં કાર્યક્રમમાં શીખવાડીએ છીએ. પિરામિડના પાંચ સ્તર અંગે મેસલો જે કહે છે તે આપણી ભીતરમાં સમાયેલ શક્તિનાં સાત સ્તર જેવું જ છે. શક્તિનાં આ સાત કેન્દ્રોને વૈદિક પદ્ધતિમાં ચક્ર કહ્યાં છે. પ્રત્યેક ચક્ર આપણી ભાવનાઓ અને ઇચ્છાની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક ચક્રની જરૂરિયાતને આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે શક્તિની સંપૂર્ણ સંતુષ્ટ અવસ્થા સુધી પહોંચીએ છીએ. આ એક પ્રક્રિયા છે અને તેની મહત્ત્વની અસરમાંથી હજારો લોકો પસાર થયા છે. આખા વિશ્વમાં ઘણાં વ્યાપારક્ષેત્રોમાં અમે આવા કાર્યક્રમો શીખવ્યા છે. હું તેને સચોટ ઉકેલો કહું છું.
ધ્યાનની પ્રયુક્તિ
તણાવમુક્ત થવા માટે આ એક અત્યંત સરળ અને છતાં શક્તિશાળી યુક્તિ છે. ‘પરમ સુખમય જીવનના અમારા કાર્યક્રમમાં’ ચિંતાનાં રહેઠાણ કહી શકાય એવા નાભિચક્ર અથવા મણિપુરચક્રને ખોલવામાં આ યુક્તિ શીખવાડીએ છીએ. જમતા પહેલા જ્યારે પેટ ખાલી હોય અને સૂવાના સમય પહેલા આ યુક્તિનો પ્રયોગ કરવો જોઈએ.
ઊભા ઊભા બૂમો પાડો, ચીસો પાડો અને જે ભાષા
તણાવ મુક્ત કૌશલ્ય
તમે જાણતા નથી એમાં બબડાટ કરો. કોઈ સાંભળે તો પણ તેમાંથી કોઈ અર્થ ન નીકળે એ રીતે. તમારી બધી જ ભાવનાઓ અને લાગણીઓને વહી જવા માટે ખૂબ જ આક્રમક બની આ કરો. તમે ઇચ્છો તો રડી પણ શકો છો. તમારી લાગણીઓ પ્રેરે તો ભોંય પર આળોટો.
આ ધ્યાનની એક શક્તિશાળી યુક્તિ છે. તેનાથી તમારું અચેતન મન બંધનોથી મુક્ત થાય છે તમારી ભીતર રહેલી નકારાત્મક ભાવનાઓ વિલુપ્ત થવા લાગે છે. જ્યારે કોઈ માનસિક બીમાર વ્યક્તિ તેના મનોચિકિત્સક સાથે વાત કરે છે કે વસ્તુઓ આમ તેમ ફેંકે છે ત્યારે પણ તે એક ચેતન પ્રક્રિયા છે. તમારી સંગ્રહિત સ્મૃતિનો માત્ર દસ ટકા ભાગ જ મુક્ત થાય છે. હિપ્નોસિસ જેવી પદ્ધતિઓ તમારી અચેતન અવસ્થા દ્વારા થાય છે અને તમારો તમારી જાત પર કાબૂ રહેતો નથી. આ પરમચૈતન્યની પદ્ધતિ છે જેમાં તમે પોતાને સંપૂર્ણ પણે મુક્ત કરવાની ક્રિયામાં જાગૃત જ હોવ છે.
વીસ મિનિટ સુધી આ યુક્તિનો અભ્યાસ કરો. પછી બેસી જાઓ. દસ મિનિટ સુધી તમારી ભીતર શક્તિનો સંચાર થવા દો આ મૌન દરમ્યાન તમે તમારા વિચારોના સાક્ષી બનો. તેને દબાવો કે છંછેડો નહીં.
ભયનો સામનો કરો અને મુક્ત બનો
ભય એટલે શું છે ?
ભય એ ચિંતાનું એક ગંભીર સ્વરૂપ છે. ચિંતાથી અલ્સર થઈ શકે છે. ભય તમારું જીવન પણ નષ્ટ કરી શકે છે. ચિંતા વિના પણ જીવન શક્ય છે. જ્યારે ભય તો આપણા જીવનમાં વણાઈ ચૂકેલો છે. ભય વિના ભયનો સામનો કરી શકાય છે. જે વ્યક્તિને આપણે હિંમતવાળો કહીએ છીએ તેને ભય નથી એમ નથી પરંતુ તેણે કોઈ પણ ભય વગર ભયનો સામનો કરવાનું શીખી લીધું છે.
ભય એ આપણી ભીતર રહેલી એક શક્તિ છે. તેથી તેનો નાશ શક્ય નથી. શક્તિનું સર્જન કે નાશ શક્ય નથી પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું પરિવર્તન કરી શકાય છે.
ભય તમારી પ્રાણશક્તિ સાથે સીધો સંકળાયેલો છે. જ્યારે પણ તમને તમારું અસ્તિત્વ ખતરામાં લાગે ત્યારે ભય વધતો જાય છે અને પરિણામે તમારા શરીરમાં એડ્રેનીલ ગ્રંથિમાંથી સ્ત્રાવ ઝરવાનો શરૂ થઈ જાય છે. આ એડ્રેનીલ સ્ત્રાવથી તમને એટલી બધી શક્તિ મળે છે કે તમે જાણે ઊડવા લાગો છો. આપણે તેને 'લડો અથવા ભાગો' ની પ્રતિક્રિયા કહીએ છીએ. તમે ભયનો સામનો કરી લડો અથવા ભાગી છૂટો. અસ્તિત્વનો ડર તમારામાં પ્રચુર શક્તિ ભરી દે છે. આ ડર સાચો હોય છે ત્યારે પ્રાણનું સ્થાન એવું સ્વાધિષ્ઠાનચક્ર સંપૂર્ણપણે કંપી ઊઠે છે !
તમારી અંદરનું બીગ બેંગ અને બ્લેક હોલ
કોઈપણ વિશેષ વસ્તુ વિના જ્યારે શુદ્ધ ઇચ્છા કે લોભ તમારામાં જાગે ત્યારે તે એક સ્ફુરણ પામતી સર્જનશક્તિ, વિસ્તાર અથવા બીગ બેંગ બને છે !
(બીગ બેંગ : આધુનિક સિદ્ધાંત મુજબ સૃષ્ટિના સર્જન સમયે કોઈ એક અત્યંત ઘન વસ્તુનો તીવ્ર વિસ્તાર થયો હતો.)
(બ્લેક હોલ : આકાશનો એક એવો ભાગ જેની તીવ્ર ગુરુત્વાકર્ષણશક્તિને કારણે તે પ્રત્યેક વસ્તુને પોતાનામાં ખેંચી લે છે)
કારણ વિના જ તમે એક શક્તિના સંચારથી ઊભરાઈ જાવ છો. એ જ રીતે કોઈ એક વિશેષ વસ્તુ વિના જ
ભય એ આત્મવિશ્વાસ વિરૂદ્ધ
તમારા ભવિષ્ય અંગેના
નકારાત્મક વિચારો વચ્ચેની
લડાઇ છે.
જ્યારે તમારામાં
શુદ્ધ ભય હોય છે
ત્યારે તે સંકોચન
પામે છે અને તે બ્લેક હોલ કહેવાય છે.
ભય પામવું એ તમારી પ્રકૃતિ છે. પણ તેને કોઈ એક વસ્તુ તરફ ન વાળો. ભય પામવું એ સ્વાભાવિક છે. કાઈ એક વસ્તુ સાથે ભયને સાંકળવો એ સામાજિક છે. શુદ્ધ ભય સ્વયંસ્ફૂર્ત હોય છે અને તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે.
તમારામાંથી અકારણ જ નીકળતી પ્રચુર શક્તિ એ શુદ્ધ લોભ છે. જો તે કોઈ એક વસ્તુકેન્દ્રિત હશે તો તે સામાન્ય લોભ છે. એ જ પ્રમાણે જે શક્તિ અકારણ જ તમારામાં પાછી ફરે છે તે શુદ્ધ ભય છે. જો તે કોઈ વસ્તુકેન્દ્રિત છે તો તે સામાન્ય ભય છે. બ્લેક હોલ નહીં થાય તો બીગ બેંગ પણ નહીં થાય. તે જીવનનો, નાટકનો અને રમતનો એક ભાગ છે. ભય એટલે પોતાનામાં જ વિશ્રાંતિ પામવી, પોતાની ભીતર જ સ્થિર થવું, તેને જ આપણે વિનાશ કહીએ છીએ સૃષ્ટિનો ઉદ્ભવ એ બીગ બેંગ છે અને તેનો નાશ એટલે બ્લેક હોલ. તમારો જન્મ એટલે તમારા માટે બીગ બેંગ અને તમારું મૃત્યુ એટલે તમારો બ્લેક હોલ. શ્વસન એ શુદ્ધ ઇચ્છા છે. ઉચ્છ્વસન એ શુદ્ધ ભય છે.
પ્રાણ એક જીવનશક્તિ છે જે હવા સાથે તમારામાં પ્રવેશે છે. તે બીગ બેંગને કારણે પ્રવેશે છે. બહાર જતી હવા સાથે તમને છોડી રહેલો પ્રાણ એ બ્લેક હોલ છે. તમે જ્યારે બીગ બેંગ કે બ્લેક હોલ સાથે લડાઈ કરો છો ત્યારે તમે તમારી પ્રણાલીમાં એક ખલેલ ઉભી કરો છો.
જ્યારે ભય ઉત્પન્ન થાય છે, જ્યારે બ્લેક હોલ થાય છે ત્યારે તમે શાંતિ તરફ વળી રહ્યા છો અથવા બીગ બેંગ માટે તૈયાર થઈ રહ્યા છો. જ્યારે શુદ્ધ ભય ઉદ્ભવે છે ત્યારે તમે પ્રચુર વિશ્રાંતિથી પરિપૂર્ણ થાવ છો અને તેના લીધે તમારામાં હિંમત અને શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે!
તમારી ક્ષમતા અને નકારાત્મક અભિગમ વચ્ચેનો સંઘર્ષ
જ્યારે તમને તમારી કોઈ વસ્તુ ગુમાવવાનો ભય હોય કે પછી તમને જેની ઇચ્છા છે તે પ્રાપ્ત કરી શકશો કે નહીં એવો ભય હોય ત્યારે તમારા નકારાત્મક અભિગમ અને સામર્થ્ય વચ્ચે એક લડાઈ ઊભી થાય છે.
તમે જ્યારે ચોક્કસપણે જાણો છો કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી અને પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા નથી ત્યારે તમને ભય હોતો નથી. તમે કંઈક મેળવી જ લેશો એવું ચોક્કસ હોય છે ત્યારે પણ તમને ભય હોતો નથી.
ભય એ આત્મવિશ્વાસ વિરૂદ્ધ તમારા ભવિષ્ય અંગેના નકારાત્મક વિચારો વચ્ચેની લડાઇ છે. તમે તમારી પોતાની જ હકારાત્મક અને નકારાત્મક શક્તિ સાથે લડી રહ્યા છો.
તમને જ્યારે ખબર છે કે કોઈ વસ્તુ મેળવવાનું તમારામાં સામર્થ્ય નથી ત્યારે તમને ડર હોતો નથી. તમે મેળવી જ લેશો એવી ખાતરી છે ત્યારે પણ ડર હોતો નથી. છતાં પણ જો તમે કંઈક મેળવવા ઇચ્છો છો પણ તમે તે મેળવી શકશો કે નહીં તેની ખાતરી હોતી નથી ત્યારે તમને ડર રહે છે. આ બે વિચારો વચ્ચેની લડાઈ, દ્વંદ્વ એજ ભય કહેવાય છે.
ભયથી ભાગી છૂટવાના બે રસ્તા છે. એક છે બધી જ શક્યતાઓને રોકી લેવી. એટલે કે તમે મૃત્યુ પામો પછી
કોઈ ભય રહેતો નથી ! બીજો રસ્તો છે બધી શક્યતાઓની સીમાને વટાવી જવી. જો અસીમ શક્યતાઓ છે, કોઈ સીમા નથી, તમને મર્યાદિત કરનાર કશું નથી તો તમે ભયમુક્ત થઈ જાવ છો. આટલી સમજણ કેળવી લીધા પછી કંઈક તત્ત્વ તમને સ્પર્શ કરી જાય છે. અને ઘણા બધા ભય તમારી અંદરથી અદ્રશ્ય થઈ જશે !
સુંદર વાર્તા : એક વાર એક મંદિરની દીવાલ પર લખેલું હતું; ‘સો અહં’ એટલે કે ‘હું તે છું’ કોઈ એક માણસે ત્યાં ઉમેર્યું : એટલે કે ‘મારા દ્વારા બધું જ શક્ય છે.’
બીજી વ્યક્તિ આવે છે અને લખે છે ‘દાસો અહં’ એટલે કે મારાથી કશું જ નહીં થાય હું દાસ છું. એ પણ બરાબર છે. ત્રીજી વ્યક્તિ આવીને લખે છે સદાસોડહં - સદા સોડહં - એટલે ‘હું હંમેશા તે છું.’
‘મારાથી કંઈ જ નહીં થાય’ એવો વિચાર ધરાવો છો તો તમે શરણે છો. મારાથી બધું જ થશે એમ વિચારો છો તો તમે જ્ઞાનયોગી છો. તમે શોધો છો અને અનુભવ કરો છો. તમે આ બેમાંથી ગમે તે માર્ગને અનુસરો પણ ભયથી પર થવું શક્ય છે. પરંતુ તમારે કોઈ એક સિદ્ધાંતને વળગી રહેવું જરૂરી છે. ‘મારાથી બધું જ થશે’ અથવા ‘મારાથી કંઈ નહીં થાય’ આ બેમાંથી કોઈ એક વિચારથી તમારે કામ કરવું પડશે.
જીવનમુક્તિ માટેની વધેલી સંભાવના
લોકો મારી પાસે આવે છે અને મને કહે છે - ‘મને ઘણા બધા ભય છે. હું શું કરું ?’ હું તેમને કહું છું - ‘જો તમને વધારે ભય છે તો દિવ્યજ્ઞાનની’ સંભાવના વધી જાય છે. કેમ કે તમારી પાસે ઘણા બધા કર્તા છે !
જે વ્યક્તિને જીવનમાં ઘણા બધા ભય નથી તેની પાસે સંભાવના અને કર્તાની સંખ્યા ઓછી છે. કારણ કે તે નિષ્ક્રિય જીવન જીવે છે. જે વ્યક્તિ નિષ્ક્રિય જીવન જીવે છે તેને ઓછા ભય હોય છે. તેને વધુ કશું ગુમાવવાનું હોતું નથી કે વધુ નિર્ણયો લેવાના હોતા નથી. તે વધારે ખતરા પણ લેતો નથી.
તમારે આટલું કરવું જરૂરી છે. - પ્રત્યેક ક્ષણે ભય પામો અને તમારી પોતાની અવમાનના ન કરો. ‘હું કેવા પ્રકારનો છું’ એવું વિચારવામાં તમે વિશ્વાસ ગુમાવશો નહીં કે પોતાને રોકશો નહીં. જે લોકો પોતાના ભયનો સામનો કરી લે છે તેમને વધારે સમસ્યા હોતી નથી. જે લોકોને પોતાના ભયથી ભય હોય છે તેઓ પોતાના માટે ઘણી સમસ્યા ઊભી કરે છે. જ્યારે તમે ભય વિશે ગંભીર ચિંતન કરો છો ત્યારે જ તમે સમસ્યાઓ વિશે વિચારવાનું શરૂ કરો છો.
ઘણીવાર તમારું ધ્યાન અન્ય જગ્યાએ કેન્દ્રિત કરીને તમે ભયમાંથી બહાર આવો છો. પણ તે ભયમુક્તતા નથી. ભયમુક્તતા એટલે ચૈતન્ય તરફની વિશાળ છલાંગ, જ્યાં કંઈ પણ ગુમાવવાનો ભય તમે અનુભવતા નથી ! એટલું સ્પષ્ટપણે જાણી લો કે નિષ્ફળતાનો ભય, તમારા નજીકના લોકોને ગુમાવવાનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય કે બીજો અજાણ્યો ભય - જીવનના આ બધા જ ભયને દિવ્યજ્ઞાનના કર્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
બીજું એક મહત્ત્વનું સત્ય પણ તમારે જાણવું જોઈએ. તમારી અંદર શક્તિનું એક સ્રોત છે જે ક્યારેય નાશ પામતું નથી. તમારી અંદર એવું કંઈક છે જે નાશ પામે છે, એવું કંઈક જે ખરેખર અત્યારે નથી. તમારામાં
આપણા બધા જ ભય ખરેખર તો જુદા જુદા વેશમાં મૃત્યુનો ભય જ છે.
મૃ ત્યુ નો ભય રહેલો છે કેમ કે તમે એમ વિચારો છો કે તમારી પાસે કંઈક છે જે તમારી પાસેથી લઈ લેવામાં આવે છે. પણ ના, જે કંઈ તમારી પાસે હમણાં છે તે છીનવી શકાતું નથી. તમારી પાસેથી છીનવી શકાય એવું જો કંઈક છે તો ખરેખર તો પહેલેથી જ તમારી પાસે તે છે જ નહીં. જે કંઈક નાશ પામી શકે છે તેનું તમારી ભીતર સ્થાન જ નથી.
નિર્ભયતા એટલે ભયનો સામનો કરવાની હિમ્મત
ભયને તમે જીતી શકતા નથી. ભયમુક્તતા એટલે બુદ્ધિપૂર્વક ગંભીર ભયને બીજી કોઈપણ વસ્તુ તરફ વાળ્યા વગર પોષવો. જ્યારે ભય પામવા જેવું કશું જ હોતું નથી ત્યારે આ ગંભીર ભય પૂર્ણ વિશ્રાંતિ અને શાંતિ આપશે.
ભય એ પૂર્ણ વિશ્રામ અને સ્વકેન્દ્રિતતા આપનારી એક શક્તિ છે. ભયનું કેન્દ્ર જોમ ઉપજાવનારું કેન્દ્ર છે. એટલું સ્પષ્ટ સમજી લો કે ભયમુક્તતા એટલે વધુમાં વધુ ભય સાથે રહેવાની શક્તિ અથવા હિંમત - એટલે ભયથી જોડાઈને કે છૂટા પડ્યા વગર ભયથી પર થવું.
એક વધુ મહત્ત્વની વસ્તુ તમે જાણી લો કે ભય જીવનનો જ એક ભાગ છે. તમે તમારી કબરમાં છો ત્યારે ભયમુક્ત થઈ શકો છો ! પછી ભય પામવા જેવું કશું હોતું નથી કારણ કે હવે તમારે કશું ગુમાવવાનું નથી ! જો તમારે કંઈક ગુમાવવાનું હોય તો તમને ભય થશે. આ જ જીવનની પ્રકૃતિ છે.
જ્યારે બધું નિશ્ચિત અને જાણીતું હોય છે ત્યારે ભયનું અસ્તિત્વ હોતું નથી. જ્યારે બધું અનિશ્ચિત છે, માત્ર સંભાવના છે અને અજાણ્યું છે ત્યારે જ ભય રહે છે. દા.ત. મૃત્યુ એક સંભાવના છે, તે નિશ્ચિત છે પણ છતાં તે ક્યારે અને કઈ રીતે આવશે તે સ્પષ્ટ નથી. તેથી જ મૃત્યુ સાથે હંમેશા ભય સંકળાયેલો છે.
તમે જો અંધારામાં જોશો તો એક સાવધાનીથી તમે ભયનો સામનો કરી તેનાથી પર થઈ શકશો.
ઓળખ ગુમાવવાનો ભય
મનુષ્યને સૌથી મોટો ભય પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો છે. પોતાનું જીવન ગુમાવવાનો ભય જેટલો નથી હોતો તેથી વધારે ભય પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો હોય છે. મૃત્યુના ભય કરતા પણ પોતાના અસ્તિત્વને ગુમાવવાનો ભય વધારે ખરાબ હોય છે.
મૃત્યુનો ભય
શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્થિરતા, સંપત્તિ, નામ, યશ, પ્રિયજન - આ બધું ગુમાવવાનો ભય ખરેખર તો છૂપી રીતે મૃત્યુનો જ ભય છે.
વાર્તા : એક માણસે જનકાર્યક્રમમાં ભાષણ આપવા પોતાનું વક્તવ્ય સારી રીતે તૈયાર કર્યું તે જ્યારે મંચ પર ગયો ત્યારે માઈક હાથમાં પકડતા જ શૂન્યમનસ્ક થઈ ગયા. મંચભયથી તેઓ આકસ્મિત થઈ ગયા. થોડી ક્ષણો મોટી જનમેદની સામે તેઓ મૂઢ બની ગયા.
અચાનક જ થોડા સમય પછી તેમણે કીધું - આ દુનિયામાં માણસનું મન આશ્ચર્યજનક છે. તમે જન્મો છો તે ક્ષણથી તે મૃત્યુ પામો છો ત્યાં સુધી તે અવિરતપણે કામ કરતું જ રહે છે. સિવાય કે જ્યારે તમારે વક્તવ્ય આપવાનું હોય.
સામાજિક ભય–સમાજ દ્વારા તરછોડાવાનો ભય, આપણા માટે સારું નથી એવું સમાજને ખુશ રાખવાનું કામ આ ભય કરાવે છે. આ પ્રક્રિયામાં ઘણી વાર આપણે જે કંઈ કરવા ઈચ્છીએ છીએ તેનું બલિદાન કરીએ છીએ. સમાજ દ્વારા ન સ્વીકારાયાનો ભય એ મૃત્યુના ભયનું જ બીજું સ્વરૂપ છે, અહંકારનું મૃત્યુ છે. અભાનપણે પણ આપણી બધી જ ક્રિયાઓ મૃત્યુ કે મૃત્યુના ભય સાથે સંકળાયેલી છે. મૃત્યુની સાચી સમજ તમારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે. (મૃત્યુની ઊંડી સમજ માટે ‘મૃત્યુ’ નામનું આખું બીજું પ્રકરણ છે.)
ક્રોધ - ભયનું સક્રિય સ્વરૂપ
ભય આપણને ક્રોધ તરફ લઈ જાય છે. ભય એ શક્તિનું સક્રિય સ્વરૂપ છે. પરંતુ ભય એક ક્રિયાશીલ અભિવ્યક્તિ છે.
વાર્તા : એક માણસ હાથમાં ઘણા બધા કાગળિયા લઈને ખૂબ જ ગુસ્સામાં પોસ્ટ ઓફિસમાં દોડી જઈને કહે છે – ‘આવા ધમકીભર્યા પત્રો મોકલવાની એ લોકોની હિંમત કેવી રીતે થઈ ! ’ ઓફિસર કહે છે – ધમકીભર્યા પત્રો મોકલવા એ કાયદાકીય રીતે ગુનો છે. તમને ખબર છે આ કોણ મોકલે છે ?
તે માણસે ઘાંટો પાડી કહ્યું – ‘ચોક્કસ જાણું છું !’ તે ઇન્કમટેક્સના લોકો છે !
તમે જ્યારે ક્રોધિત છો ત્યારે તમારા ક્રોધને પારખો. એના મૂળમાં ગંભીર ભય રહેલો છે.
આ અજમાવી જુઓ – તમે ભય અનુભવો તે સમયે જ તમારા ક્રોધને વ્યક્ત કરો. હાથ-પગ પછાડો, શક્તિનો વ્યય કરો. તમે જોશો કે ભય અદૃશ્ય થઈ ગયો છે. તમે જોઈ શકશો કે ભય કઈ રીતે ક્રોધમાં પરિણમે છે. તે જ રીતે ભય ધિક્કારમાં પણ પરિણમે છે. તમારે સભાનપણે એ જોવાનું છે કે કઈ રીતે તમારી ભાવનાઓ સૂક્ષ્મ રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન પામે છે. તમે જ્યારે આ રમત સમજી જશો તો તેનાથી દૂર રહી શકશો.
ભયના સપાટા
મનોચિકિત્સકો ભયપ્રહાર અંગે ઘણી વાતો કરે છે. ધારો કે તમે અંધારામાં ચાલો છો અને દોરડાના ગૂંચડાને સાપ સમજી ભયથી કંપવા લાગો છો. આ દોરડું છે કે સાપ એ સમજ્યા પહેલાં જ એક જે આઘાત અનુભવો છો તે જ ભયનો પ્રહાર છે. ગુલાબના છોડને મૂળમાંથી હલાવી નાખવા જેવો આ પ્રહાર હોય છે. તમે તેને વધારે હલાવશો તો તે મરી જશે. એવું કહેવાય છે તે દિવસ અને રાત દરમ્યાન સપનામાં કે જાગૃત અવસ્થામાં આપણા પર છ થી બાર ભયના પ્રહારો થાય છે. કલ્પના કરો કે આપણું શું થતું હશે ! તમારી અચેતન અવસ્થામાં જ ભયના પ્રહારોનું સર્જન થાય છે. જ્યારે તમારી ચેતના અને સભાનતા સાથે તેને જોડીએ છીએ ત્યારે સારી એવી માત્રામાં તેનું સ્તર નીચે જાય છે.
ભયથી પર કેવી રીતે થવું ?
જોવું અને સ્વીકારવું
જ્યારે તમે ભયનો સામનો કરો છો ત્યારે તેને અટકાવવાનો કે દબાવવાનો પ્રયત્ન ના કરશો. ભયને જુઓ, નોંધો અને સ્વીકારો, ભયનો સ્વીકાર ભયને ઓગાળી દે છે. ભય દ્વારા તમને કંપાવી દેવા દો. તમારું શરીર કંપે છે તો કંપવા દો. તમારી આંખમાંથી આંસુ આવે છે તો આવવા દો. શિયાળાના ઘાસ જેવા બનો, અટક્યા વગર વળી જવાનું.
વાર્તા : એક અંધારી રાતે એક ગલીમાંથી એક માણસ જતો હતો. અચાનક એક પત્થર સાથે અથડાઇને તે પડી જાય છે. એક શિલા પર લટકતી ડાળીને પકડવાનો તે પ્રયત્ન કરે છે. ખૂબ અંધારું હોય છે. તે માણસે ખૂબ જોરથી ડાળી પકડી રાખી હોય છે. તે મદદ માટે બૂમો પાડે છે. મદદરૂપે માત્ર તેના અવાજનો પડઘો જ હોય છે. પડઘો સાંભળતા જ તે ડરી જાય છે. તેને લાગે છે કે તે ધરતીના પેટાળનાં મુખમાં છે.
રાતનો અંત નથી અને કોઈની તો મદદ મળશે એવી આશામાં અધીરો થઈને તે ડાળી પકડી રાખે છે. છેવટે સવાર થાય છે. તે માણસ નીચે ખાડો કેટલો ઊંડો છે તે જોવા નીચું જુએ છે તો ત્યાં કોઈ ખાડો જ નથી પણ માત્ર બે ફૂટ નીચે એક મોટો પત્થર હતો!
તમારો ભય પણ આવો જ છે. તમને એમ લાગે કે એ મોટો ખાડો છે પણ એ તો થોડું જ અંતર હતું. તમે ભયનો સામનો કરશો તો જાણશો કે તેમાં ઊંડાણ નથી. તમે ભયનો વિસ્તાર કર્યો છે, તેની એક વિશાળ ખાડારૂપે કલ્પના કરી છે. ડાળીને છોડી દેવી, ભય છોડી દેવો કે તેમાં જ પ્રવૃત્ત રહી પોતાની જાતને ત્રાસ આપવો એ તમારે જ નક્કી કરવાનું છે. અનિવાર્ય વસ્તુઓને જીતવાનો એક માત્ર માર્ગ છે સ્વીકાર કરવો. આ જ એક માત્ર માર્ગ છે.
જ્યારે ભયથી સંકળાયેલ કોઈ વસ્તુ તમારા સંપર્કમાં આવે તો પહેલા તેનો સ્વીકાર કરો. આ સ્વીકારનું પણ પરિવર્તન થશે. તમે જેટલું લડો છો તેટલો જ તમે ભયને સશક્ત બનાવો છો. ભય તરફથી ધ્યાન જ હટાવી લેવું એ પણ કોઈ રીત નથી કેમ કે તો પણ ભય તો તમારી સાથે રહે છે જ, એનો એવો અર્થ નથી થતો કે તમે ભયમુક્ત છો.
ભયને પોતાની રીતે સંવર્ધિત થવા દો. ત્રણથી ચાર વાર તમે તેમાંથી પસાર થાવ. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના ભયને તીવ્રપણે રહેવા દો. અચાનક તમે જોશો કે તે હવે તમને સ્પર્શી શકતો નથી.
સ્વાધિષ્ઠાન ચક્ર - જીવન અને મૃત્યુની બેઠક
તમારી નાભિની બે ઇંચ નીચે આવેલું સૂક્ષ્મ શક્તિકેન્દ્ર સ્વાધિષ્ઠાનચક્ર છે. ભય તેની સાથે સંકળાયેલો છે.
આ મારી યુવાન વયની એક ઘટના છે :
હું રોજ અરૂણાચાલ પર્વતની પરિક્રમા કરતો હતો. વહેલી સવારે ચાર વાગે હું શરૂ કરતો અને પર્વતની આજુબાજુ કીર્તન કરતો કરતો પરિક્રમા કરતો.
એક દિવસ મેં લગભગ અડધી રાત પછી જ ખૂબ ઝડપી શરૂઆત કરી, તે સમયે પર્વતની આસપાસ રસ્તો કે લાઈટ ન હતી. તે ખૂબ જ ગાઢ જંગલ હતું. નીચું જોઈ ગાતો ગાતો હું જતો હતો. ત્યારે અચાનક એક નદીના કિનારે કેટલાંક ઝરખનાં ટોળાંને મારા પર આક્રમણ કરવાનાં હોય એમ મારી સામે ઘૂરતાં જોયાં.
એ ઊંડા ભયને કારણે અચાનક જ મારા સ્વાધિષ્ઠાનચક્રની ભીતરમાંથી એક ભયંકર ચીસ નીકળી. પહેલાં ક્યારેય ન અનુભવેલા એવા સાચા ભયની આ ચીસ હતી. આ ભય એટલો સંપૂર્ણ હતો કે ફરી કોઈ વાર મારા જીવનમાં હું ભયથી ચલિત થયો નથી!
અરુણાચલની સંપૂર્ણ શરણાગતિ મેં અનુભવી અને અરુણાચલ મારી પૂરેપૂરી કાળજી લેશે તેની ખાતરી હતી. અચાનક દૂરથી લાંબી લાકડી લઈને એક સંન્યાસી આવ્યો અને બધા જ ઝરખને તેણે ભગાવ્યા. જેવા આ પશુઓ જતાં રહ્યાં તે સંન્યાસી પણ અદૃશ્ય થઈ ગયો!
એ ચીસના કારણે મારું શરીર અચાનક જ હલકું થઈ ગયું. ચાલવા કરતાં હું તો જાણે તરતો હતો. જાણે કે મારાં આંદોલનો વધી ગયાં હતાં. આધુનિક મનોચિકિત્સાના પ્રાઇમલ થીયરીના નિદાનમાં દર્દી ચિત્તશુદ્ધિ માટે તેના સ્વાધિષ્ઠાનચક્રની ભીતરથી ચીસો પાડી પાડીને ભય અને દબાયેલી નકારાત્મક ભાવનાઓથી મુક્ત થાય છે.
મનોદર્શન
ભયથી પર થવાનો શક્તિશાળી માર્ગ એટલે ભયમાંથી સ્પષ્ટપણે પસાર થઈ તેની કલ્પના કરવી. આ યુક્તિની સુંદરતા એ છે કે તમે ભયની પરિસ્થિતિમાં નથી ત્યારે, જ્યારે તમે શાંત છો અને ભયનો સામનો કરી શકો એમ છો ત્યારે આ યુક્તિનો પ્રયોગ કરી શકાય છે.
ભય ઉત્પન્ન કરનારી પરિસ્થિતિની કલ્પના કરો. ભય તમારા તરફ આવી રહ્યો છે એવું અનુભવો. સંપૂર્ણ સભાનતાથી ભયનો ભયથી પર થવાનો સામનો કરો. તમે પીડા શક્તિશાળી માર્ગ એટલે અનુભવો છો, તમારું ભયમાંથી પસાર થવાનું શરીર અસ્વસ્થ થાય છે, શક્ય એટલું સ્પષ્ટ થવા દો, ભયને દબાવો મનોદર્શન કરવું. નહિ, ભયને પ્રસરવા દો, સંપૂર્ણપણે તેને અનુભવીને છોડી દો.
ધ્યાનની પ્રક્રિયાઓ
૧. હંસમંત્ર
દિવસના ચોવીસ કલાક જેનો ઉપયોગ કરી શકાય તેવી આ ખૂબ જ શક્તિશાળી યુક્તિ છે. જ્યારે પણ તમારા પર ભયનું આક્રમણ થાય ત્યારે શાંતિથી બેસીને હળવા થાવ.
માત્ર તમારા ઉચ્છ્વસન પૂરતા જ જાગ્રત રહો. પ્રત્યેક ઉચ્છ્વસન પર મનમાં ‘સ:’ શબ્દનું પુનરાવર્તન કરો. ઉચ્છ્વાસ એ હળવા થવા જેવું છે અને શ્વસનમાં તમે સતત કંઈક પકડી રાખો છો. ઉચ્છ્વાસમાં કંઈક જતું કરો છો. શ્વસન અંગે વિચાર્યા વિના માત્ર ઉચ્છ્વસન પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે શ્વસન કરો છો ત્યારે મૌન રાખી ‘હં’ શબ્દનું પુનરાવર્તન કરો.
વધુને વધુ સજાગતા અને શક્તિ ઉચ્છ્વસન પર કેન્દ્રિત કરો. ઊંડાણથી ઉચ્છ્વસન કરો. અને તમારા શરીરમાં શ્વસન કોઈ પણ પ્રયત્ન વિના સ્વત: થવા દો. તમારી શક્તિ, તમારું ધ્યાન અને તમારા પ્રયત્નોનો ઉચ્છ્વસ માટે જ ઉપયોગ કરો. આ ‘હં ....સ:.....’ નું મૌન ઉચ્ચારણ છે. ‘હંસ’ નું આ મૌન ઉચ્ચારણ અચાનક જ તમને એક સભાનતા અને હળવાશથી નાશ ન પામનારી સ્થિતિમાં લઈ જશે. જે કંઈ નાશ પામનારું હશે તે તમારી ભીતરથી જતું રહેશે.
તમે જ્યારે ભય નથી પામતા ત્યારે બીજા સમયમાં પણ બેઠા બેઠા, વાતો કરતા, ચાલતા, ખાતા, સૂતા પણ આ યુક્તિનો અભ્યાસ કરી શકો છો. આ ખૂબ શક્તિશાળી યુક્તિ છે. સતત ચોવીસે કલાક તમારા ઉચ્છ્વસન પર ધ્યાન કેન્દ્રિત કરી મનમાં હંસમંત્રનું ઉચ્ચારણ કરો – હં...... સ...... હં...... સ...... જ્યારે શ્વાસ લો ત્યારે ‘હં.....'નો ઉચ્ચાર કરો, ઉચ્છ્વાસ કરો ત્યારે ‘સ .....’ નો ઉચ્ચાર કરો.
સતત આનો ઉચ્ચાર કરતા આ ‘અજપા જપ’ (એટલે પ્રયત્ન વગર જાપ કરવો) – બની જાય છે. પ્રયત્ન સાથે ઉચ્ચાર કરવો એટલે જપ. પ્રયત્ન વિના ઉચ્ચાર કરવો એટલે ‘અજપ’ એટલે કે જે તમારામાં સ્વતઃ થાય છે. તમારે માત્ર ઉચ્ચાર કરવાનો છે. બસ એક ધૂનમાં આવી જાવ. આખો દિવસ એ તમારી અંદર પ્રતિધ્વનિત થયા કરશે. જે કંઈ નાશ પામનારું છે તે તમને છોડી જનારું હશે અને તે ક્યારેય તમારો ભાગ બનીને નહીં રહે. જો તમે તમારી જાતને નાશવંત વસ્તુ સાથે સરખાવશો તો તમારો પરિચય, તમારી ઓળખાણ, તમારું વ્યક્તિત્વ જોડાણ અને સંકજાથી મુક્ત થશે. જે ક્યારેય નાશવંત નથી તેની સાથે તમે જોડાયેલ અનુભવશો. જે કંઈ નાશ પામી શકતું નથી તે તમે પોતે છો.
આ યુક્તિનો ત્રણ દિવસ પ્રયોગ કરો. અચાનક તમે જોશો કે તમારી સંપત્તિ, શરીરનો કોઈ ભાગ, સ્વાસ્થ્ય, તમારા પ્રિયજન કે કંઈ પણ ગુમાવવાનો ભય તમારામાંથી અદ્રશ્ય થઈ જશે. તમે જ્યારે ઉચ્છ્વસન પર ધ્યાન કેન્દ્રિત કરશો ત્યારે તમારી ભીતરમાં જે કંઈ હશે તે નાશ પામશે અને માત્ર આંતરિક અવકાશ જ રહેશે. તમે મુક્ત થઈ જશો.
પીડા એક મહાન શિક્ષક છે
ઘણી વાર ભય પોતાને પીડા તરીકે પ્રગટ કરે છે. વિશ્વમાં સૌથી વધુ ડરામણું કંઈ છે તો તે પીડા છે.
બધા એક જ વસ્તુથી ડરે છે અને તે છે પીડા. જો તમે ગંભીરતાથી જોશો તો લોકો મૃત્યુથી એટલા ડરતા નથી જેટલા તેઓ મૃત્યુના સમયે અનુભવાતી પીડા અને વેદનાથી ડરે છે. ઘણા લોકો ગરીબીથી, ઘણા સંબંધોથી તો ઘણા રોગથી ડરે છે. પરંતુ આ બધી સ્થિતિમાંથી પસાર થતા અનુભવાતી પીડા જ ડરનું મૂળ કારણ છે. આ બધા જ ડર પીડાના ડરને કારણે છે.
પીડા શું છે?
પીડા શારીરિક, માનસિક કે લાગણીજન્ય હોય છે.
શારીરિક પીડા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જરા કલ્પના કરો, જો આપણે આપણા શરીરમાં પીડા ન અનુભવીએ તો આપણે આકસ્મિક જ આપણી જાતને આઘાત પહોંચાડીએ છીએ અથવા આપણા વાળને જેમ વિશિષ્ટ રીતે ગોઠવીએ છીએ એમ જ આપણે આપણા ચહેરા, હાથ અને પગને પણ ગોઠવીએ ! હકીકતમાં પીડા એ તો આપણા શરીરે મનને લખેલો વિનંતીભર્યો પત્ર છે કે ‘મહેરબાની કરીને મારા તરફ ધ્યાન આપો!’ કેમ કે ધ્યાન એ જ શક્તિ છે. જ્યારે કોઈ એક ભાગ તરફ ધ્યાન આપવામાં આવે ત્યારે તે ધ્યાન તે ભાગ માટે શક્તિ બની જાય છે. જ્યારે શરીર પીડાને વ્યક્ત કરે છે ત્યારે ખરેખર તો તે પીડાને સાજા કરનાર ધ્યાન અથવા શક્તિની માંગણી કરે છે.
માનસિક અથવા લાગણીજન્ય પીડા એક પ્રકારની મનોવૈજ્ઞાનિક લાગણી છે. ન ગમતી એવી વસ્તુનો સામનો કરવો પડે છે ત્યારે આ ઉત્પન્ન થાય છે. સંશોધનથી એવું જાણવા મળે છે કે લાગણીજન્ય પીડા તમારા શરીરને ખૂબ અંદરથી અસ્વસ્થ કરી દે છે. દા.ત. જાતીયતાને દબાવવાથી મનોવૈજ્ઞાનિક લાગણીઓ ઉદ્ભવે છે અને તેના કારણે પીઠના નીચલા ભાગમાં અસ્થિરતા આવે છે અથવા ખભાનો દુઃખાવો થાય છે.
પીડા શારીરિક હોય કે લાગણીજન્ય હોય, મહત્ત્વની વાત જે સમજવી જરૂરી છે તે છે પીડા હંમેશા દબાયેલ સ્થિતિથી અત્યાર સુધીની સ્થિતિમાંથી જ ઉદ્ભવે છે.
સ મ ય અ ને સમજણનો ભેદ
> સુખ અને દુઃખ બંને
> મનમાંથી જ ઉદ્ભવે છે.
> મન એક અંતિમ છેડાથી
> બીજા અંતિમ છેડા સુધી
> જાય છે.
સંતાન ગુમાવવું, પતિ કે પત્ની ગુમાવવા, પત્ની છોડીને ચાલી ગઈ હોય, મિત્રતા તૂટી જવી જેવી પીડાદાયક ઘટના જીવનમાં બને છે ત્યારે માણસ દુઃખી થાય છે પરંતુ ધીમે ધીમે સમય જતા તે બધું સ્વીકારી લે છે. રાત-દિવસ દુઃખી થાય છે પણ પછી જે કંઈ બની ગયું છે તે સ્વીકારી લે છે. સમય બધું મટાડી દે છે. જ્યારે ઘટના બને છે ત્યારે સભાનતાથી કે જાગ્રતપણે પીડા કે યાતનાનો સામનો કરવા તમે તૈયાર હોતા નથી. તેથી જ સાજા થવા માટે સમયની આવશ્યકતા રહે છે.
જો તમે લાગણીઓને સાવધાનીથી જોશો અને પીડાનો અનુભવ કરતા મનની રમત સમજશો તો તમારામાં એક સમજણનો ઉદ્ભવ થશે અને તાત્કાલિક જ સાજા થવાનું શરૂ થશે. તમે સમજવા માટે તૈયાર નથી માટે સમયની જરૂર છે. તેથી તમે પીડાવ છો. ઘણા દિવસો, મહિનાઓ અને વર્ષો પછી આ ઘટના ભુલાતી જશે અને તે માત્ર એક વિસરાયેલી યાદ બની જશે.
છતાં તમારામાંથી પીડા સંપૂર્ણપણે જતી નહીં રહે. કોઈ વ્યક્તિ તમને તમારા ગુમાવેલા સંતાન કે પતિ વિશે અછડતી જ યાદ અપાવે તો પણ બધું તાજું થઈ જાય છે. દા.ત. જો કોઈ વ્યક્તિની બોલવાની, ચાલવાની કે હસવાની એ જ રીત હોય તો પણ જખમ તાજો થઈ જાય છે. તમે ભૂતકાળની યાદો સાચવી રાખી છે એટલે તેનાથી તમને પીડા થાય છે. પરિણામે જીવન જ એક ભાર લાગે છે. તમે જ્યારે નાના બાળક હતા, તમે જ્યારે યુવાન થયા અને પહેલીવાર કામ પર ગયા એવી ભૂતકાળની બધી જ ઘટનાઓને પકડી રાખવાનું તમે પસંદ કરો છો. તમારા જીવનના વિભિન્ન સ્તરે થયેલા વિવિધ અનુભવો, પીડાઓ અને ભૂલોને તમે પકડી રાખો છો. તમારા ભૂતકાળ સાથે જોડાયેલ લાગણીઓનો ભાર દરેક વખતે તમારામાં પીડા ઊભી કરે છે. જો તમે ભૂતકાળને પડતો મૂકવાનો અને બધી જ પરિસ્થિતિઓને નવી દ્રષ્ટિથી જોવાનું નક્કી કરશો તો તમને એટલી બધી પીડા નહીં થાય. તમને વધુ સમયની પણ જરૂરિયાત નહીં રહે.
સુખ અને દુઃખ - એક સિક્કાની બે બાજુ
વાર્તા : એક વાર એક શિષ્ય તેના ગુરુ પાસે જઈને કહે છે કે – ‘ગુરુજી હું ધ્યાન કરી શકતો નથી. મારા પગ દુઃખે છે.’ ગુરુજીએ કહ્યું – ‘એ બધું જતું રહેશે.’
બે અઠવાડિયા પછી શિષ્ય ગુરુ પાસે પાછો જાય છે અને કહે છે – ‘હું હવે સુંદર રીતે ધ્યાન કરું છું. હું ખૂબ જ જાગ્રત છું અને સુખી અનુભવું છું.’
ગુરુજીએ ફરીથી કહ્યું – ‘એ બધું જતું રહેશે.’
સુખ અને દુઃખનાં મૂળ તો એક જ છે. એક સંવેદના બેનામ છે. આ રીતે : એક વ્યક્તિ તરફથી બે લોકો શારીરિક સંકેત મેળવે છે. એકના મતે તે જોમ ઉપજાવનાર છે જ્યારે અન્યના મતે તે આઘાતજનક છે ! એટલે તેને પ્રાપ્ત કરનાર વ્યક્તિના આધાર પર છે કે એક જ સંદેશ સુખ અથવા દુઃખ તરીકે દેખાય છે.
જીવનમાં સુખ અને દુઃખ એવાં બન્ને વિરોધી તત્ત્વો છે. સુખ અને દુઃખ બંને મનમાંથી જ ઉદ્ભવે છે. મન હંમેશા એક અતિશયતાથી બીજી અતિશયતા સુધી જાય છે. તે ભાગ્યે મધ્યમાર્ગ અપનાવે છે. તમે સુખથી દુઃખ તરફ અને દુઃખથી સુખ તરફ જાવ છો. સુખ અને દુઃખની લાગણી અનુભવતા વ્યક્તિ પર જ સુખ અને દુઃખ
સંપૂર્ણપણે આધાર રાખે છે. એક વ્યક્તિ જેને સુખ તરીકે અનુભવે છે તેને બીજી વ્યક્તિ દુઃખ તરીકે અનુભવે છે.
સ્વાનુભૂતિના વિવિધ માર્ગો અંગે ઉપદેશ આપનાર મહાન શાસ્ત્રગ્રંથ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે સુખ અને દુઃખ ને, માટીના લોચાને કે પત્થરને, સોનાના ટુકડાને એક દૃષ્ટિથી જુએ છે, જે પ્રશંસા અને નિંદાને એક સમાન દૃષ્ટિથી જુએ છે, જે માન કે અપમાનની અવસ્થામાં ચલિત થતા નથી, જે મિત્ર અને શત્રુમાં ભેદ કરતા નથી – તે પ્રકૃતિથી પણ પર થઈ જાય છે. સુખ અને દુઃખ તેના માટે સમાન છે અને તે દિવ્ય અનુભૂતિ માટે તૈયાર છે.
સુખ - દુઃખથી મુક્ત થાઓ
ભગવાન બુદ્ધ કહે છે - ‘સુખ અને દુઃખ બંનેથી પોતાને મુક્ત કરો.’ સુખની ઝંખના કરવી અને દુઃખને ઉછેરવું એ બંને એક જ અનુભવના વિવિધ પાસા છે. બંને સાંકળ છે. દુઃખ ગંદી સાંકળ લાગશે અને સુખ સુંદર સાંકળ લાગશે. જેમ દિવસ રાતને અનુસરે છે અને રાત દિવસને તેમ સુખ અને દુઃખ એકબીજાને અનુસરે છે.
જ્યારે તમે સમજશો કે સુખ અને દુઃખ બંને મનનાં જ સર્જન છે ત્યારે તમને સમજાશે કે બંને અનિયત છે, સાબુના પરપોટાની જેમ તે આવે છે અને જાય છે. તમારા સુખને લઈ જવા માટે કોઈ બીજાની જરૂર જ નથી કારણ કે તમારું મન જ સ્વાભાવિકપણે ઘડિયાળનાં લોલકની જેમ તેના બીજા છેડા સુધી જાય છે !
સુખ અને દુઃખથી પર થવું એ જ એક રસ્તો છે. તેનો અર્થ સુખને દબાવવાનો કે દુઃખને ભૂલી જવાનો નથી. બાહ્ય પરિવેશ ગમે તે કેમ ના હોય પણ આપણી ભીતર જ એક શક્તિ છે જેનાથી દુઃખને પરમ સુખમાં પરિવર્તિત કરી શકાય
સજાગતાના અભાવમાં જ દુઃખનું અસ્તિત્વ હોય છે.
છે. પરમ સુખ એ તમારી પ્રકૃતિ છે અને તે ક્યારેય ગુમ થતી નથી. જે કંઈ થાય છે તેને દબાવવાની તમારી વૃત્તિને કારણે તમે દુઃખ અનુભવો છો અને સ્વાભાવિક સુખને ભૂલી જાવ છો.
દુઃખમાં સજાગતા
પીડા શારીરિક, માનસિક કે લાગણીજન્ય હોય પણ અંધારાની જેમ તે નકારાત્મક જ હોય છે. પ્રકાશના અભાવમાં જ અંધારું ટકી રહે છે. આમ પણ, તેનું પોતાનું હકારાત્મક અસ્તિત્વ હોતું જ નથી. એ જ પ્રમાણે સજાગતાના અભાવમાં જ દુઃખનું અસ્તિત્વ હોય છે. જેમ એક ઓરડામાં પ્રકાશ ફેલાતા જ અંધારું આપોઆપ જ ભાગી જાય છે તેમ તમારી સભાનતાથી શક્તિને દુઃખ પર કેન્દ્રિત કરતાં જ દુઃખ પણ આપોઆપ જતું રહે છે.
જે કંઈ પણ માનસિક કે લાગણીજન્ય દુઃખ તમે અનુભવો છો તે બરફના ડુંગરની ટોચ જેવું છે. તે ક્યાંથી શરૂ થાય છે ? તેના મૂળ સુધી જવું પડે છે. તેનાં મૂળ કારણો શોધીને પછી તેને મટાડી શકાય છે. નહીં તો ત્યાં બીજો ભય છે – ક્યાં તો તમે આ બધા દુઃખ બીજા પર નાંખી દો છો ક્યાં તો પોતાની જ જાતને વધુ દુઃખી કરો છો. હું હંમેશા લોકોને કહું છું – જો તમને દુઃખ છે તો બધું જ છોડીને તેમાં જ લાગી જાવ. તેના મૂળ સુધી ઈલાજ થયો છે કે નહીં તે તપાસો. તો જ તમે સુરક્ષિત હશો. નહીં તો તમે કે તમારી આસપાસના લોકો, કોઈ પણ સુરક્ષિત નથી.’
જ્યારે સભાનતાથી તમે કોઈ પણ દુઃખનો સામનો કરો છો ત્યારે તમે જાણી લો છો કે તમે માત્ર શરીર નથી. તમને જાણ થઈ જાય છે કે કોઈ પણ દુઃખ તમારા સાચા
‘હું’ ને સ્પર્શી શકતો નથી. તમને જ્યારે ખબર પડશે કે તમે દુઃખથી પર છો ત્યારે તમે તેનાથી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ‘દુઃખાતીત’ બની જશો. શરીરની અનાસક્તિથી નિર્માણ થતી સ્વતંત્રતાને તમે અનુભવશો. આ સ્વતંત્રતા તમારા આખા જીવન સાથે રહેશે. તમે આ દુન્યવી સંસારી જીવનને પાછળ છોડી દો છો અને એક દિવ્ય ધરાતલમાં પ્રવેશો છો. આખું ભૌતિક વિશ્વ અદૃશ્ય થઈ જાય છે અને અતુલનીય સુંદરતા, સુખ, અને કરુણામય એવું બીજું વિશ્વ સર્જન પામે છે.
જ્યારે તમે તીવ્ર સ્પષ્ટતાથી દુઃખનો સ્વભાવ અને કારણો જાણો છો ત્યારે દુઃખ આપોઆપ જ બાષ્પીભૂત થઈ જાય છે. કારણ કે તમારામાં દુઃખને રહેવા માટેનાં કારણો સ્પષ્ટતાથી દૂર થઈ જાય છે. આ અનુભૂતિ તેની સાથે પરમાનંદ, દિવ્ય અનુભૂતિને પણ સાથે લઈ આવે છે.
દુઃખ - એક માનસિક પ્રક્રિયા
પીડા રહિત પ્રસૂતિ
મારા પરિભ્રમણના દિવસોની એક વાત તમારી સાથે કરવા માંગુ છું. મારી એ આધ્યાત્મિક યાત્રામાં એકવાર ભારતના મધ્યપ્રદેશના કેટલા આદિવાસી લોકો સાથે હું હતો. ગામની મધ્યમાં એક મંદિરમાં હું રહેતો હતો. એક ગર્ભવતી સ્ત્રી એક ઝૂપડીમાં પ્રવેશી રહી હતી. અડધા કલાક પછી હાથમાં નાનું બાળક લઈ તે બહાર આવી ! કોઈ પીડા નહીં, કોઈ ડૉક્ટર નહીં, કોઈ નર્સ નહીં, કોઈ દવા નહીં કે કોઈ ચીસો નહીં. અડધા જ કલાકમાં હાથમાં બાળક લઈ તે ચાલતી બહાર આવી.
હું આશ્ચર્ય પામ્યો ! હું તેમની ભાષા જાણતો ન હતો એટલે કશું પૂછી ના શક્યો. એક મહિના પછી બીજી એક સ્ત્રીને પણ આમ કરતા જોઈ. અડધા કલાકમાં તે હાથમાં બાળક લઈ બહાર આવી. ત્યાં રોજ મંદિર આવતા પૂજારીને મેં પૂછ્યું – આ કેવી રીતે શક્ય છે ? તેઓને કોઈ પીડા નથી થતી ? તેમણે કહ્યું – ‘પીડા ? શા માટે ?’
હું આશ્ચર્ય પામી ગયો. પ્રસૂતીપીડાનો વિચાર જ તેમના સમાજમાં ન હતો ! એટલું જ નહીં પણ તેમને સ્ત્રીરોગ કે રજોનિવૃત્તિ જેવી સમસ્યા પણ ન હતી.
તેમની જીવનપદ્ધતિ અંગે મેં પૂછપરછ કરી. તેમની પરંપરામાં સ્ત્રીઓ માટે ખૂબ માન હતું. જ્યાં પણ કન્યા શારીરિક પક્વ બનતી ત્યારે તે હવે માતા બનવા લાયક છે માટે તેને ખૂબ માન આપવામાં આવતું. લોકો તેના પગે પડતા અને તે તેમને સ્પર્શ કરી સારું કરી દેતી ! આ ભિન્ન પરિસ્થિતિને કારણે સ્ત્રીઓ સામાન્ય પીડા અનુભવતી નથી.
આભાસી પીડા
શરીરનાં કોઈ એક ભાગમાં જ્યાં ખરેખર પીડા થતી જ નથી તેવી આભાસી પીડાના ઘણા કિસ્સા નોંધાયા છે. એકવાર દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે એક સૈનિકનો પગ ખરાબ રીતે ઘવાતા કાપવો પડ્યો. આશ્ચર્યની વાત એ છે કે એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે પગમાં પીડાની ફરિયાદ કરવા લાગ્યો. તેના પર કંબલ ઓઢાડવામાં આવ્યુ હતુ એટલે તેનો પગ કાપી દીધો છે તેની તેને ખબર ન હતી. જ્યારે કંબલ ખસેડી લીધુ ત્યારે તેને જાણ થઈ કે હવે તેનો પગ જ નથી. તે ખૂબ દુઃખી થઈ ગયો.
પીડા એક મહાન શિક્ષક છે
સંશોધનથી એ પુરવાર થયુ છે કે શરીરના ભાગો આપણા મગજનાં ભાગો સાથે સંકળાયેલાં છે. જ્યારે શરીરનો કોઈ ચોક્કસ ભાગ પીડા અનુભવે છે ત્યારે તેને સંલગ્ન મગજનું કેન્દ્ર કાર્યરત થાય છે. આવા કિસ્સામાં મગજનું કેન્દ્ર આંદોલિત થાય છે જેમ પગ શરીરનો એક ભાગ હતો ત્યારે પણ તે આંદોલિત થતુ હતુ. શરીરનાં અંગો જ નથી તેવી ખાલી જગ્યાએ પણ લોકોએ પીડા અનુભવી છે એવા અનેક કિસ્સા થયા છે. આને જ 'આભાસી પીડા' કહેવાય છે.
પ્લેસબો ઈફેક્ટ
મનનો શરીર પર પ્રચુર પ્રભાવ છે. શારીરિક પીડાનો અહેસાસ પણ મન દ્વારા બદલી શકાય છે. વિજ્ઞાનમાં તેને 'પ્લેસબો ઈફેક્ટ' કહેવાય છે. સુગર(ખાંડ)ની ગોળી પીડામુક્તિની ગોળી જેવી જ અસર કરે છે કેમ કે માણસને ખાંડની ગોળી જ પીડામુક્તિની ગોળી છે એવું મનાવવામાં આવ્યું છે !
એક દિવસ હું USAની મિસીગન યુનિવર્સિટીમાં થયેલા સંશોધનનો અહેવાલ ન્યુરોસાયન્સ નામના સામયિકમાંથી વાંચતો હતો. કેટલાક યુવાનોએ પોતાના જડબાના સ્નાયુઓમાં પીડા ઉત્પન્ન કરનાર પ્રવાહીના ઈંજેકશનો લેવા અનુમતિ આપી અને તેમના પર સંશોધન કરવામાં આવ્યું. આ પીડાની સામે મગજની પ્રતિક્રિયાનો અભ્યાસ Positron Emission Tomograpy દ્વારા કરવામાં આવ્યો. તેનાથી આપણા શરીરમાં આવેલા કુદરતી એન્ડોર્ફિનસ નામના પીડાનાશક તત્ત્વની ગતિવિધિ જાણવા મળે છે.
તે લોકોને 'પ્લેસબો' – એટલે કે જેમાં પીડાનાશક તત્ત્વ નથી એવી દવા 'પીડાનાશક' કહીને આપવામાં આવી. પછી તે લોકો દ્વારા અનુભવાતી પીડાનું ૦ થી ૧૦૦ સ્કેલ સુધી નોંધ લેવામાં આવી. PET દ્વારા પણ પીડા અંગેની મગજની પ્રતિક્રિયા પણ નોંધવામાં આવી. આમ, સંશોધકોએ મગજની પ્રતિક્રિયા અને માણસ પોતે શું અનુભવે છે એ બંને પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો.
શારીરિક પીડાનો
અહેસાસ પણ મન
દ્વારા બદલી શકાય છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં લોકોને પ્લેસબો- એટલે પીડાનાશક નહીં પણ માત્ર સામાન્ય તત્ત્વ આપવામાં આવ્યું હતું તે લોકોએ ખૂબ ઓછી પીડા અનુભવી. જાણે કે સાચે જ તેઓને પીડાનાશક દવા આપવામાં આવી હોય ! PET સ્કેને પણ મગજની એન્ડોર્ફિન પદ્ધતિ કાર્યરત થઈ એ નોંધ્યું. પ્લેસબોના કારણે પ્રતિક્રિયા વધી હતી કારણ કે લોકોએ પીડાનાશક દવા ખાધી છે એમ માન્યું હતું ! ૭૦% લોકો પર પ્લેસબોની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો અને પીડા ૨૨% જેટલી ઓછી થઈ હતી. વિજ્ઞાન આ આશ્ચર્યકારક તત્ત્વનો હજુ પણ અભ્યાસ કરે છે. આ તત્ત્વ મગજ-શરીરનાં સંબંધને સ્પષ્ટપણે બતાવે છે.
મનોદૃષ્ટિમાં બદલાવ
પીડાઃ અ-મનનો માર્ગ
વાર્તા – એક વાર એક શિષ્ય તેના ધ્યાનના ગુરુ સાથે જતો હોય છે ત્યારે પક્ષીઓનું ટોળું તેમના માથા પરથી ઊડીને જાય છે. ગુરુએ પૂછ્યું – 'આ શું છે?' શિષ્યે જવાબ આપ્યો – 'તે જંગલી પક્ષી છે.'
ગુરુએ પૂછ્યું – 'તેઓ ક્યાં ગયાં?' શિષ્યે જવાબ આપ્યો – 'તેઓ દૂર દૂર ઊડી ગયાં.' ગુરુએ તરત જ શિષ્યનું નાક પકડીને મરોડ્યું. શિષ્યે ચીસ પાડી. ગુરુએ કહ્યું - તેં કીધું કે તે ઊંડી ગયાં છે પણ તે તો શરુથી જ અહીં છે.' વાર્તા પરથી જણાય છે કે શિષ્યને તે જ સમયે દિવ્યજ્ઞાન થાય છે.
આ વાર્તા આશ્ચર્યજનક લાગે પણ આ જ ધ્યાનના ગુરુઓની રીત છે. વાસ્તવિકતામાં લાવવા માટે પીડામાં પ્રચુર શક્તિ છે. સૂતેલા શિષ્યોને જગાડવા માટે પણ આનો ઉપયોગ ઘણાં ગુરુ કરે છે. જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે સામાન્યપણે આપણે શું કરીએ છીએ ? આપણે આશ્વાસન આપીએ છીએ. અજાણતા જ આપણે માણસને સૂતેલો રાખવા અનુકૂળ થઈએ છીએ. પણ ગુરુ આશ્વાસન આપવામાં રસ ધરાવતા નથી. તેમનો રસ તો તમને જાગ્રત કરવામાં છે. ખૂબ જ વધારે દુઃખના સમયે મન કામ કરતું બંધ થઈ જાય છે, માત્ર દુઃખ જ રહે છે. અને તે જ સમયે 'સત્ય' દર્શાવવામાં આવે છે ! તમે વાર્તામાં જોશો કે દુઃખની ક્ષણોમાં જ શિષ્ય પોતાની ભીતરમાં ગુરુ પાસેથી સત્ય સ્વીકારવા તૈયાર થયો અને ગુરુએ 'સત્ય' દર્શાવ્યું પણ.
રૂપાન્તરની પીડા
પીડા એક સર્જનાત્મક શક્તિ પણ બની શકે છે. તે ભગવાનનું સ્મરણ પણ બની શકે છે. પ્રાર્થના પણ બની શકે છે. ધ્યાન પણ બની શકે છે. સભાનતા પણ બની શકે છે. તેનાથી તમારામાં પ્રચુર રૂપાન્તરનો પણ થઈ શકે છે.
જીવનનું એક મહત્ત્વનું રહસ્ય સમજી લેવું જરૂરી છે કે જ્યારે તમે કોઈ વસ્તુથી સભાન થઈ જાવ છો ત્યારે ખૂબ સહેલાઈથી તેનાથી મુક્ત થઈ જાવ છો. જો તમે તેનાથી સભાન થયા નથી તો તેનાથી મુક્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી. તે તમારી સાથે જ રહે છે. પીડા એ પીડા છે કારણ કે એ તમારી અજાગ્રત અવસ્થામાં રહે છે. તમારી જાગ્રત અવસ્થામાં રહેતી નથી. પીડાનો સામનો કરવાના ભયથી જ તેનું તેનાં અસ્તિત્વ અને વધુને વધુ વિકાસે થવા દે છે. એક ગાંઠની જેમ. એક ગુરુ શસ્ત્રક્રિયા દ્વારા આ ગાંઠને દૂર કરી દે છે જ્યારે તે દૂર થાય છે ત્યારે તમે એક નવી જ વ્યક્તિ તરીકે રૂપાંતરિત થાવ છો. એક વાર એક ભક્ત મને પૂછે છે - 'સ્વામીજી, મારા અંતરાત્માની શુદ્ધિ માટે શસ્ત્રક્રિયા જરૂરી છે એ હું સમજું છું. પણ શું ગુરુ શસ્ત્રક્રિયા વખતે પીડાનાશકનો ઉપયોગ કરી શકે ?
ગુરુની પીડાકારક શસ્ત્રક્રિયાને સમજવા કયા પ્રકારનો અભિગમ જરૂરી છે ? ઘણીવાર સભાનતા જ પીડાને ઓગાળી દે છે. ઘણીવાર હું માત્ર પીડાનો નિર્દેશ કરુ છું. પછી તે અદૃશ્ય અને બાષ્પીભૂત થઈ જાય છે.
હવે આ પીડાકારક શસ્ત્રક્રિયા માટે કયો સાચો અભિગમ છે ? ગુરુ તમને જે કંઈ પીડા આપે છે તે તમારા સારા માટે જ છે તેના પર વિશ્વાસ રાખવો. તમારા માટેનો અમર્યાદિત પ્રેમ અને ધ્યાનને કારણે જ શસ્ત્રક્રિયા છે. આ સ્પષ્ટતા પછી તમે ગમે એટલા દુઃખી થાવ તો પણ ગુરુ તમારા માટે જે કંઈ કરે છે તેમાંથી તમે ઊંડાણથી પસાર થાવ છો. માત્ર એક દૃષ્ટિથી ગુરુ તમારા પર જે પ્રેમ અને દયા વરસાવે છે તે જ તમારા માટે પીડાનાશક છે.
તમને પીડા એટલે થાય છે કે તમે તેને પીડા તરીકે વિચારો છો અને પીડાની છાપ તેના પર મારો છો. સામાન્ય માણસ જે શીખવવામાં આખી જિંદગી લઈ લે છે અથવા સો વર્ષો અથવા થોડાક જન્મો લે છે તે વસ્તુ ગુરુ બે થી ત્રણ સેકન્ડમાં શીખવે છે. ગુરુ એક તીવ્ર જીવન છે. તે તમારી 'ગાંઠ' ને ઉખાડીને ફેંકી દેશે. એટલે પીડા એક મહાન શિક્ષક છે
એ તીવ્ર પ્રક્રિયા હોય તો પણ તે શીઘ્ર છે માટે ગુરુ પાસે જવું જોઈએ. ઉપરાંત, ગુરુ તમારી સાથે શું કરે છે એ તમે સમજી લેશો તો તે તમારા જીવનની અંતિમ ઘટના છે એમ તમે તેને આનંદથી અનુભવશો.
વધુ એક વાત- તમારા જીવનને ઘણી બધી ગ્રંથિઓ (ગાંઠ) સાથે જીવવાના અનુભવની પીડા, તે ગ્રંથિઓને ગુરુ દૂર કરે તે પીડાથી પણ ખરાબ હોય છે. ગ્રંથિઓને દૂર કરવામાં બસ થોડી ક્ષણો જ લાગે છે. ગુરુ તેને દૂર કરે એટલી જ.
તમે આ પ્રક્રિયાને સમજશો પછી રૂપાન્તરને તમે પીડાનું નામ નહીં આપો. તમે માત્ર તેને આવકારશો જ નહીં પણ તમારી અચેતન અવસ્થામાં તમારી ભીતર છૂપાયેલું કંઈક બહાર લાવીને દૂર કરાયું છે માટે તમે તેમના આભારી પણ રહેશો.
ધ્યાનની પ્રયુક્તિઓ
પીડા પર ધ્યાન આપો
પીડા એટલે ધ્યાનનો અભાવ. તેનો ઉપાય એટલે તમારી ઉપસ્થિતિ. પોતાને સાજા કરવાની એક ખૂબ જ સુંદર અને સરળ યુક્તિ છે. તેમાં તમારી ઉપસ્થિતિને રોગી અંગ અથવા પીડિત મન તરીકે બદલવામાં આવે છે. જ્યારે તમે પીડા અથવા યાતના અનુભવો ત્યારે આનો પ્રયત્ન કરી શકો છો. પીડાનાશક દ્રવ્યો કરતાં ચોક્કસપણે આ વધુ સારો વિકલ્પ છે. તેની આડઅસર ઘણીવાર મૂળ ફરિયાદ કરતાં પણ બદતર હોય છે.
આનો અખતરો કરી જુઓ. ધારો કે કોઈ અકસ્માતને કારણે તમે પીડાવ છો અથવા તમને પગમાં પીડા થાય છે. અંધારી રૂમમાં સૂઈ જાવ. તમારા આખા શરીરને ભૂલી જવાનો સભાનપણે પ્રયત્ન કરો અને પીડા કરનાર એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરો. જો તે માનસિક પીડા છે તો તમારા આખા શરીરને ભૂલીને પીડા આપનાર તે ઘટના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જ્યારે ‘પીડા’ અનુભવો ત્યારે પ્રયત્નપૂર્વક તમારા મનમાંથી ‘પીડા’ શબ્દને દૂર કરો.
તમારો માનસિક પ્રલાપ સતત તમને કહેશે કે તમને પીડા થાય છે. તેને બંધ કરો. ભીતરથી અનુભવો, ખુલ્લા મનથી અનુભવો. તમારા મનની અંદર શું થઈ રહ્યું છે તે અનુભવો. તમને તરત જ લાગશે કે તમારું મન પીડાનો અતિરેક જ કરતું હતું. પીડાના કેન્દ્રમાં તમારી સભાનતા રાખો તો જોશો કે તરત જ તે સંકોચાઈને પીડાનું માત્ર એક નાનું બિંદુ બની જશે. આ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તરત જ તમે શોધી શકશો કે પીડા અદ્રશ્ય થઈ ગઈ છે અને તેની જગ્યાએ માત્ર પરમ સુખ છે !
પીડાના સાક્ષી બનો
તમારા શરીરના કોઈ પણ ભાગમાં થતી પીડાને ઓગાળી નાખવાની આ એક યુક્તિ છે.
જ્યારે તમે શારીરિક પીડાનો સામનો કરો છો ત્યારે સહજતાથી શરીરના તે ભાગમાં થતી પીડાની લાગણીને જુઓ. તમે જોશો કે પહેલા ત્યાં પીડાનાં મોટા મોજાં હતાં પણ હવે તે એક બિંદુમાં રહ્યાં છે અને અદ્રશ્ય પણ થઈ ગયાં છે. જે સમયે તમે શારીરિક ઘાયલ થાવ છો તે જ સમયે તમારી બુદ્ધિશક્તિ તે ભાગને સાજો કરવા દોડી આવે છે. શક્તિની આ દોડને જ તમે ‘પીડા’ નું નામ આપો છો. શક્તિની આ દોડ અને સાજા કરવાની પ્રક્રિયાને તમે સહજતાથી જોશો તો પીડા દૂર થઈને સાજા થઈ જશો. આપણે જો આ સમજી જઈશુ તો આપણે
તમારી અંદરની જ
‘એમ્બ્યુલન્સ સીસ્ટમ’
ને તમે પીડા કહો છો !
પીડાને દબાવીએ નહીં
તેનાથી દુઃખી નહીં
થઈએ પણ સ્વાભાવિકપણે સાજા થવાની શરીરની
શક્તિને સહકાર આપીશું.
મારા પોતાના અંગત અનુભવથી હું આ કહી શકું છું. એક વાર એક જણે કારનો દરવાજો બંધ કર્યો અને મારી આંગળી તેમાં આવી ગઈ. મારી આસપાસના લોકો વ્યથિત થઈ ગયા અને પ્રાથમિક સારવાર આપવા દોડવા લાગ્યા. મેં તેમને ચિંતા ન કરવા જણાવ્યું.
મારી આંગળીઓ સૂઝવા લાગી ત્યારે મારા શરીરમાં શું થાય છે તે મેં જોયું. મારા નાભિકેન્દ્રથી એક શક્તિ મારી આંગળી તરફ વહી રહી હતી. તાત્કાલિક પરિસ્થિતિમાં મારી શરીરની બુદ્ધિ પ્રતિક્રિયા કરી રહી હતી. અને પોતાની જાતે જ સારું થઈ ગયું.
તમારી અંદરની જ ‘એમ્બ્યુલન્સ સીસ્ટમ’ ને તમે પીડા કહો છો ! પીડા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે શરીરથી પણ વધુ કંઈક છો એવી અનુભૂતિ થાય છે. તમારી ભીતરની શક્તિને સ્પર્શીને તમે શરીર-મનથી પણ વધુ કંઈક છો તેવું તમે અનુભવો છો.
‘પીડા’ કે ‘યાતના’ શબ્દને પીડા સાથે સાંકળ્યા વિના જ પીડાને તીવ્રતાથી અનુભવો. એક ક્ષણે તમને પીડા તીવ્ર લાગશે પણ બીજી જ ક્ષણે તે અદૃશ્ય થઈ જશે. ઓગળી જશે.
તમારા શરીરના જે ભાગને શક્તિની જરૂર છે ત્યાં શક્તિને વહાવીને લઈ જવા માટે તમારું શરીર બુદ્ધિશાળી છે. પણ ‘પીડા’ એવું નામ આપીને તમે તે શક્તિના વહેણને દબાવો છો. શરીરના તે ભાગને સચેત કરી શક્તિને વહેવા દો. જિજ્ઞાસાથી શક્તિનાં વહેણ તરફ જુઓ. સંપૂર્ણપણે બાહ્ય તત્ત્વ બનીને રહો. આંતરિક પ્રક્રિયામાં ભાગ ના લો. શક્તિને તે ભાગ તરફ વહેવા દો અને કામ કરવા દો. તમે જોશો કે બધું સારું થઈ ગયું છે.
ઇચ્છા એક પ્રેરકશક્તિ
ભય અને ઇચ્છા આપણી પાયાની શક્તિઓ છે. તેના દ્વારા આપણું જીવન ચાલે છે. આપણે ઇચ્છા દ્વારા જ કંઈક મેળવવા અથવા ક્યાંક પહોંચવા ક્રિયાશીલ થઈએ છે અથવા તો કંઈક અનુભવવુ નથી એવા ભયથી આકર્ષણ અને અપાકર્ષણ એ માત્ર અણુની શક્તિ નથી પણ તે માનવીય વ્યવહાર માટે જરૂરી છે.
તમારી ખરી ઇચ્છાઓને ઓળખો
માનવીય જીવનમાં ઇચ્છા એક મોટુ પ્રેરકબળ છે. તમારા જીવનમાં તમે મોટા ભાગે ક્યાં તો ઇચ્છા અથવા ભયથી દોરાયેલા છે આપણને ઘણી ઇચ્છાઓ હોય છે અને આપણને એમ લાગે છે બધી જ ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા આપણી પાસે શક્તિ નથી. જૈન ધર્મની પરંપરા અનુસાર આપણી ઇચ્છાઓ પૂર્ણ કરવા ભગવાને આપણને પૂરતી શક્તિ અને ક્ષમતા આપી છે. પણ આપણામાંના ઘણા બધા આ પ્રમાણે વિચારતા નથી કેમ ?
સાચી ઇચ્છાઓ અને બીજા પાસેથી લવાયેલી ઇચ્છાઓમાં તફાવત છે. આપણી સાચી ઇચ્છાઓ આપણી જરૂરિયાતો કહેવાય છે. કોઇની પાસેથી લવાયેલી ઇચ્છાઓ આપવા અભાવ છે. આપણી સાચી ઇચ્છાઓ પૂરી કરવા આપણી પાસે પૂરતી શક્તિ છે. આપણી સાચી ઇચ્છાઓ શું છે ?
લાઇફ બ્લીસ પ્રોગ્રામના લેવલ-૨ની એક બેઠકમાં એકવાર લોકોને તેમની ઇચ્છાઓ, જરૂરિયાતો અને અભાવની સૂચિ બનાવવાનું કહેવામાં આવ્યું. પછી તે ઇચ્છાઓ પર તે લોકોએ ધ્યાન કર્યું. ધ્યાન પતી ગયા પછી મેં તેમને સૂચિ બનાવેલી ઇચ્છાઓને યાદ કરવાનું કહ્યું. તેમણે લખેલામાંથી બહુ થોડું જ તેમને યાદ આવ્યું. તેમની ઇચ્છાઓ પાંદડાથી ભરેલા એક વૃક્ષ જેવી છે. પણ ધ્યાન કરતી વખતે વૃક્ષ પરથી સૂકાયેલા અને મરી ગયેલા પાંદડા ખરી ગયા. જે પાંદડાઓ વૃક્ષ પર રહ્યા તે સોનાની જેમ ચમકતા હતા. જો તમે આંતરીક તીવ્ર ઇચ્છા અને ભેગી કરેલી ઇચ્છાને સમજી જશો તો આપોઆપ જ આધ્યાત્મિક વિકાસ થશે.
જ્યારે આપણી ઇચ્છાઓ સાચી છે, આપણી સાચી જરૂરિયાત છે, આપણી ભીતરી શક્તિથી તે જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે તેને પૂર્ણ કરવા આપણે વલખાં મારતા નથી. કુદરતી રીતે જ આ ઇચ્છાઓ પરિપૂર્ણ થશે એવું સમજાય છે.
પરિપૂર્ણતા માટેની સાચી ઈચ્છા
જ્યારે તમારું માથુ દુઃખે છે ત્યારે તમે તે સ્થિતિમાં અનુકૂળતા અનુભવતા નથી કારણ કે તમે જાણો છો કે તે તમારી સાચી પ્રકૃતિ નથી. માથુ ન દુઃખવું એજ તમારી સાચી પ્રકૃતિ છે. એ જ રીતે જ્યારે તમને કંઈક ઈચ્છા થાય છે. ત્યારે તમે તરત જ તેમાંથી બહાર આવવા માંગો છો કારણ કે સંપૂર્ણ પરિપૂર્ણતા એ તમારી પ્રકૃતિ છે અને ઈચ્છાઓ આ પરિપૂર્ણતામાં અસંતુલન ઉભુ કરે છે. બે મહત્ત્વના સત્યો સમજી લેવા જરૂરી છે. :
(૧) પરિપૂર્ણતાના એક જ લક્ષ્ય તરફ ઘટતી ઘટનાઓની લાંબી સાંકળ એટલે તમારું જીવન. તમે ખાવ, પીઓ, સંબંધ બનાવો, સંપત્તિ બનાવો, મજા કરો એ બધુ જ પરિપૂર્ણતાના અનુભવ માટે છે. સીધું જ શોધવા કરતાં તમે વિવિધ દિશાઓમાં પરિપૂર્ણતાને શોધો છો.
(૨) પરિપૂર્ણતા તમારી અંદર છે એ જ તમારી પ્રકૃતિ છે. તેથી જ અપરિપૂર્ણતાની સ્થિતિમાંથી બહાર આવવાનો તમે પ્રયત્ન કરો છો.
તમે પરિપૂર્ણતાને શોધો છો એનો અર્થ છે તમે પરિપૂર્ણતાને જાણો છો. નહીં તો તમે શોધત જ નહીં ! જ્યારે પણ તમારા જીવનમાં તમે પરિપૂર્ણતા અનુભવો છો ત્યારે ફરીથી તેને અનુભવની એક આશા પણ હોય છે અને તેથી જ તમે જીવન લંબાવો છો.
ઈચ્છા-જ્ઞાન-કર્મ
ઈચ્છા જે શુદ્ધ છે અને કોઈ એક વસ્તુ કે વ્યક્તિ સાથે સીધી સંકળાયેલ નથી તે તમારામાં ઉભરાતી એક શક્તિ છે. આ જ ઇચ્છાશક્તિ છે.
નાભિમાંથી શક્તિ, શુદ્ધ શક્તિ તરીકે આવે છે. હૃદયમાં આ શક્તિ ઇચ્છાશક્તિમાં પરિવર્તિત થાય છે. પછી તે કંઠપ્રદેશમાં શબ્દોમાં પરિણમે છે. જ્યારે આ શક્તિ શબ્દોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વાક એટલે વાણી કહેવાય છે. નાભિપ્રદેશથી આવતી આ શક્તિ રૂ જેવી છે. કંઠપ્રદેશમાં આ રૂ દોરો બની જાય છે. અથવા તો તમે આ પ્રમાણે કલ્પના કરી શકો - નાભિમાંથી આવતી શક્તિ પીગળેલા લોખંડ જેવી છે અને કંઠ એ ભઠ્ઠી જેવો છે જ્યાં ઉત્પાદન થાય છે !
આ વાણીશક્તિ મગજ તરફ જાય છે. ત્યાં તે જ્ઞાન તરીકે રહે છે અથવા આદેશ તરીકે પરિવર્તન થાય છે. આ શક્તિ મગજમાં જ્ઞાનશક્તિ તરીકે રહે છે. દા.ત. શરીર સાથે સંબંધિત ઇચ્છાશક્તિ જ્ઞાન બની જાય છે.
બીજો વિકલ્પ એ છે કે શબ્દો આદેશમાં પરિવર્તિત થાય છે અને કાર્યરત પણ થાય છે. આ આદેશ આખા શરીરમાં પહોંચે છે અને તેમને તે પ્રમાણે પ્રવૃત કરે છે. આ ક્રિયાશક્તિ કહેવાય છે. દા.ત. શરીરસંબંધિત ઇચ્છાશક્તિ તમારા શરીરના હલનચલન દ્વારા એટલે કે ક્રિયાશક્તિ દ્વારા અભિવ્યક્ત થાય છે.
તમારી ભીતરથી ઉદ્ભવેલી ઇચ્છાશક્તિ કંઠપ્રદેશમાં જ્ઞાનશક્તિમાં અને ક્રિયાશક્તિમાં રૂપાંતરિત થાય છે. જો શક્તિનું યોગ્ય રીતે સંચાલન અને રૂપાંતરણ કરવામાં ન આવે તો શુદ્ધ ઇચ્છાશક્તિનથી જ્ઞાન અને ક્રિયા અલગ થઈ જાય છે. જ્ઞાન અને ક્રિયાનો ઇચ્છાશક્તિ સાથે મેળ થવો જરૂરી છે. ત્યારે જે તેનાથી ઇચ્છાઓનું એક ગુણવત્તાવાળુ મંડળ બને છે જે તમને શુદ્ધ ઇચ્છાઓ સુધી લઈ જનાર જ્ઞાન અને ક્રિયા સુધી લઈ જાય છે !
ધારો કે મિલિયન ડોલર બનાવવાની તમારી ઇચ્છા છે. જો તેને યોગ્ય રીતે જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં આવે
તો તમે યોગ્ય આયોજન કરશો. જો ઇચ્છાશક્તિને તમે વધુ ને વધુ જ્ઞાનમાં રૂપાંતરિત કરશો અને ક્રિયામાં નહીં, તો તમે માત્ર તેના વિચારો જ કરતા રહી જશો. માત્ર હવામહેલ બનાવતા રહેશો !
જો તમે ઇચ્છાશક્તિને જ્ઞાનમાં ઓછી અને વધુ ને વધુ ક્રિયામાં પરિવર્તિત કરશો તો તમે નિશ્ચિંત કામ પુરૂં કરશો. દા.ત. તમે લોસ એંજલસથી ન્યુયોર્ક સુધી ટ્રક ચલાવવાનું અધૂરું કામ કરશો તો શું એ રીતે મિલિયોનેર બનશો? ત્યાં ક્રિયા છે પણ સાચુ જ્ઞાન નથી. તેથી ઇચ્છાનું જ્ઞાન અને ક્રિયામાં યોગ્ય રૂપાંતર થવું જરૂરી છે. પરંતુ જાગૃક્તાના અભાવના કારણે યોગ્ય રૂપાંતર થતું નથી.
જ્યારે તમે પ્રમાણિક છો અને ઇચ્છા સાથે સંકળાયેલા છો ત્યારે કોઈ મૂંઝવણ હોતી નથી અને રૂપાંતર યોગ્ય જ થાય છે.
પ્રેમશક્તિ
તમે આ પ્રકારની અનેક ઘટનાઓનો અનુભવ કર્યો હશે. એક સ્ત્રી જે ભીડવાળી ગલી ઓળંગતા પણ ડરે છે તે જ્યારે તેના બાળકને રોડ પર દોડતા જુએ છે તો પોતાની સુરક્ષાની જરાય ચિંતા કર્યા વિના બાળકને બચાવવા રોડ પર દોડી જાય છે.
આપણે સમજવું જોઇએ કે કઇ રીતે અચાનક તેના બધા જ ભય દૂર થઇ ગયા. તેનું કારણ એ છે કે તેના બાળક પ્રત્યેનો તેનો પ્રેમ તેની ભીતર રહેલ માતૃત્વને જગાડી દે છે. પ્રેમના પ્રત્યેક સંબંધમાં આ જ છે. જ્યારે કોઇની અંદર પ્રેમની લાગણી ખીલે છે ત્યારે વ્યક્તિત્નની અંદર રહેલા બધાજ ભય જતા રહે છે.
પ્રેમ અને મોહમાં પ્રચૂર શક્તિ છે. જો તમારા મૂલાધારમાં પ્રચૂર શક્તિ છે તો તે તરત જ બીજા બધા ચક્ર પર સવાર થાય છે. તમારા સ્વાધિષ્ઠાનચક્રમાં કોઇ ભય અને મણિપુરચક્રમાં કોઇ ચિંતા રહેતી નથી. જ્યારે મૂલાધારચક્રમાં પૂર્ણ શક્તિ હોય છે ત્યારે આ બધા ઉચ્ચ ચક્રો કામ કરતા નથી. માણસની જાણ બહાર જ એક અજાણી શક્તિ તેનામાં ઉત્પન્ન થાય છે. અને આ શક્તિ બાહ્ય વિશ્વમાં પણ પ્રસાર પામે છે.
જુદા જુદા લોકો જુદી જુદી લાગણીઓ તમારી અંદર ક્રિયાસ્ત થશે તમારો પ્રેમી હશે તો તમારામાં પ્રેમની લાગણી જાગશે. જો તમારે પુત્ર કે પુત્રી હશે તો માતૃત્વની લાગણી જાગશે. તમારું મન જુદી જુદી લાગણીઓના અનુભવને સ્વીકારવા તૈયાર થશે તો તે તમારામાં ખીલી જશે.
જો તમે મુક્ત મનના હશો તો જીવનમાં જે કોઇ વ્યક્તિ તમને મળશે તે તમને વધુને વધુ ખીલવાના કારણ બનશે. પરંતુ જો તમે અહંકારી હશો તો તમારી પત્ની કે પ્રેમી પણ તમને ખીલવવાના કારણ નહીં બની શકે. એક પતિ-પત્નીના કે પ્રેમીના સંબંધમાં બંધાતા પહેલા તમારે અહંકારરહિત મુક્ત મન બનાવવાની જવાબદારી સ્વીકારવી પડશે. પછી તમારી લાગણી જ તમારામાં નિત્ય પરિવર્તન લાવશે. જો આ નિત્ય પરિવર્તન તમારા જીવનમાં નથી થતું તો તમે જીવનનું એક મહત્ત્વનું પાસુ ગુમાવો છો.
આપણે સાચો પ્રેમ કેમ અનુભવી શકતા નથી ? તે ભૂતકાળની આપણા સંસ્મરણો-સંસ્કારને કારણે થાય છે. ભૂતકાળ સાથે જોડાયેલ ઘણી બધી વસ્તુઓથી આપણું આંતરિક મન ભરાયેલું છે. તેથી વર્તમાન સમયને આ આંતરિક મન પ્રાપ્ત થતુ નથી. તમારા ભૂતકાળના સંસ્મરણો જેને તમે બહુ ચાહો છો, તેની સાથે મેળ ખાય એવા લોકો કે વસ્તુને જ તમે પ્રેમ કરી શકો છો. ભૂતકાળની એ આસક્ત લાગણીઓને જો તમે છોડી દેશો તો તમને લાગશે કે તમારી ભીતર કેટલો બધો અવકાશ છે. પછી તમારી સમક્ષ આવતી કોઈ પણ વ્યક્તિ સાથે તેના ભૂતકાળ વિશે પૂછ્યા વિના તમે સીધા જ મુક્તમને મળો છો.
મોહથી પ્રેમ સુધી
પ્રેમ અને મોહ વચ્ચે માણસ હંમેશા મૂંઝાય છે તેઓ એવું વિચારે છે કે માત્ર પ્રાણીઓમાં જ મોહ હોય છે. ખરેખર તો સંભોગના સમયે પ્રાણીઓમાં જ શુદ્ધ મોહ હોય છે ! પરંતુ માણસો તો મોહમાં કે પ્રેમમાં હોતા જ નથી ! અને તેથી જ તેઓ અસંતોષી અને અપરિપૂર્ણ હોય છે.
સંભોગ એ કાર્બન છે, પ્રેમ એ હીરો છે. સંભોગ કાદવ છે. પ્રેમ કાદવમાં ઉગતુ કમળ છે. આ એક જ તત્ત્વ છે - પણ તમને તેની પ્રક્રિયા ખબર હોવી જોઇએ. તમારી અપેક્ષાઓ છોડી દો. તમારી અંદર પ્રચૂર શક્તિનો પ્રાદુર્ભાવ થશે.
તમારી અંદર રહેલા પુરુષ અને સ્ત્રીને જાણો
આપણે જાણીએ છે કે જીવવિજ્ઞાન અનુસાર કોઇ પુરુષ ૧૦૦% પુરુષ હોતો નથી અને કોઇ સ્ત્રી ૧૦૦% સ્ત્રી હોતી નથી. પુરુષ ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રી હોઇ શકે છે. એજ પ્રમાણે સ્ત્રી ૫૧% સ્ત્રી અને ૪૯%પુરુષ હોઇ શકે છે. માત્ર ૧% નો ફેર હોય છે, કદાચ વધારે પણ.
પિતા અને માતાની શક્તિમાંથી તમારો જન્મ થયો છે. પછી તમે માત્ર પુરુષ કે સ્ત્રી કઇ રીતે હોઇ શકો છો ?
આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણે પુરુષ અને સ્ત્રી બંનેની શક્તિનાં બનેલા છીએ. આપણે અખંડ છીએ, વહેંચાયેલા નથી. તમારા જન્મથી જ સમાજ તમને પુરુષ કે સ્ત્રી તરીકેની છાપ મારે છે. અને તે પ્રમાણે તમે વ્યવહાર કરો એવી અપેક્ષા રાખે છે. માણસનો મૂળ સ્વભાવ પરિપૂર્ણતા છે. પોતાના જ ગુમાવેલ અડધા ભાગને તે બહારની દુનિયામાં શોધવાનો પ્રયત્ન કરે છે. પુરુષ બાળક સ્ત્રીને શોધે છે અને સ્ત્રી બાળક પુરુષને શોધે છે. અને અહીં જ સંભોગના વિચારની શરૂઆત થાય છે.
આપણો 'સાથી' કેવો હશે તેના વિચારથી જ શોધ શરૂ થાય છે.
વાર્તા :– એક ૯૦ વર્ષનો વૃદ્ધ પુરુષ રોજ સમુદ્રકિનારે બેસતો અને આવતા જતા લોકોને જોતો. એક માણસ જેણે આ જોયું તે તેની પાસે ગયો અને પૂછ્યું – તમે રોજ અહીં બેસીને શું કરો છો ?
વૃદ્ધ માણસે જવાબ આપ્યો – 'મારી પત્ની બની શકે તેવી સ્ત્રીને શોધું છું' પેલો માણસ આવા જવાબથી સજ્જડ થઈ ગયો અને તેણે પૂછ્યું– ‘તમારી યુવાનીમાં તમે કેમ ના શોધી ?’
વૃદ્ધ માણસે કહ્યું – ‘હું જ્યારે ૩૦ વર્ષનો હતો ત્યારથી શોધું છું’
પેલો માણસ આશ્ચર્ય પામીને પૂછે છે – તમે ક્યા પ્રકારની સ્ત્રી શોધો છો ?
તેણે જવાબ આપ્યો હું એકદમ સંપૂર્ણ સ્ત્રીને શોધું છું.
પેલા માણસે પૂછ્યું ‘તો અત્યાર સુધી એક પણ મળી નથી ?’
વૃદ્ધે કહ્યું – મારે જેવી સ્ત્રી જોઈતી હતી તેવી એક મળી હતી પણ તે પણ કંઈ જમ્યુ નહીં.
પેલા માણસે પુછ્યું – કેમ ?
વૃદ્ધ માણસે કહ્યું – ‘તે સંપૂર્ણ પુરુષની શોધમાં હતી’
જ્યારે આપણે નક્કી કરેલા વિચારો અનુસાર સાથી શોધીએ છીએ તો આમ જ થાય છે. પરંતુ ઘણા સમય પછી આપણી માનસિક છબી અનુસારનું લાગતું એવું કોઇ અચાનક મળી જાય છે. આ સ્થિતિમાં આપણે પ્રેમમાં પડીએ છીએ. પ્રેમમાં પડવા પાછળનું આ જ વિજ્ઞાન છે. એ નોંધ્યું છે કે પ્રેમમાં પડીએ છીએ પ્રેમમાં ઉડતા નથી ! આપણી જરૂરિયાતો અને અપેક્ષાઓને કારણે આપણે જેવું જોવા ઇચ્છીએ છીએ તેવું જ જોઈએ છીએ. જ્યાં સુધી આ અંતર જાળવવામાં આવે છે ત્યાં સુધી બધું સરળતાથી ચાલે છે. આપણી કલ્પનાઓને આપણે એકબીજા પર ઠોકી બેસાડીએ છીએ. પણ જેવા આપણે વ્યક્તિના વધુ નજીક આવીએ છીએ, કલ્પના અને વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે એમ જણાય છે.
આપણે એ સમજવું જરૂરી છે કે કોઇ પણ વ્યક્તિ આપણી કલ્પના અનુસારની હોતી નથી કારણ કે કલ્પના વાસ્તવિકતાના આધારે બનેલી હોતી નથી ! કોઇ પણ કલ્પના વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી, કારણ કે અંતે તો એ માત્ર કલ્પના છે !
સર્વોત્કૃષ્ટ કીમિયો
કીમિયો એટલે શું ? તાંબુ કે લોખંડ જેવી હલકી કક્ષાની ધાતુને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનામાં રૂપાંતરિત કરવી તે કીમિયાગરી. એ જ પ્રમાણે જ્યારે આપણે પરિપક્વ થઇએ છે ત્યારે મોહની મૂળ લાગણી પ્રેમમાં પરિણમે છે તે ઉચ્ચતમ લાગણી છે.
એ પ્રમાણે તમારી અંદરની કલ્પનાની અશુદ્ધિઓ દૂર કરો, સંબંધોમાં મિત્રતાની શુદ્ધતા ઉમેરો અને તમારી ધીરજ સાથે તેની પ્રક્રિયા થવા દો. શરૂઆતમાં તમારામાં આવેલો બદલાવ સમજી નહીં શકાય. તમારી માન્યતાઓ અને વિશ્વાસથી આગળ વધો. તમારી શક્તિ અને સામર્થ્ય તમારી આસપાસના લોકોને હકારાત્મક રીતે સ્પર્શી જશે.
પ્રેમમાં મિત્રતા ઉમેરો. અત્યાર સુધી બીજી પર પોતાનો હક્ક જમાવવાનો આપણો મોહ એક પ્રકારની ઊંડે રહેલી હિંસા જ છે. સંબંધમાં મિત્રતા લાવો. તમારા સાથીને તે જેવા છે તેવા આવકારો માત્ર એટલું જ નહીં પણ તેમનાં મન, શરીર અને પ્રાણ જેવા છે તેવા આવકારો. પછી જોશો કે મોહ પ્રેમમાં પરિણમે છે અને તમે એક નિત્ય આનંદ અનુભવશો.
પ્રેમથી માણસને જીવન મળે છે, ચેતના મળે છે ! પ્રેમ વિના માણસ માત્ર એક તુચ્છ વસ્તુ બની જાય છે ! પ્રેમ વિના જ જો તમે કોઇ સુંદર સ્ત્રી કે પુરુષ તરફ જોશો અને તેમની પાસેથી તમે શું મેળવી શકશો એવી યોજના કરશો તો તે તમારા માટે માત્ર એક વસ્તુ છે જો તેના તરફ પ્રેમથી જોશો તો જ તે વ્યક્તિ જીવંત છે, ચેતન છે.
બ્રહ્મચર્ય એ બીજુ કંઈ નથી પરંતુ તમારી અંદર દબાયેલ તમારા સાથીની ઝંખના ન કરવી તે છે. જો તમે પુરુષ છો તો અનુભવશો કે તમારી અંદર રહેલ સ્ત્રીસાથી વગર તમે હવે વધુ સમય રહી શકતા નથી. તમે પરણેલા હો કે ના હો પણ જો આ પરિપૂર્ણતા થઈ જાય છે તો તમે શાંત થઈ જાવ છો. પછી તમારા વૈવાહિક જીવનમાં પણ તમે બ્રહ્મચારી છો ! અને આ જ સાચું બ્રહ્મચર્ય છે.
ધ્યાનની પ્રયુક્તિઓ
દુઃખહરણના ધ્યાન
કુલ સમય ૩૦ મિનીટ
ધ્યાનની આ પદ્ધતિ તમારી અંદર દબાયેલી બધી લાગણીઓને બહાર લાવશે.
શ્વાસોચ્છવાસ આપણા મગજ સાથે સંકળાયેલ છે. તમારા વિચારો શાંત હશે તો શ્વાસોચ્છવાસ હળવા હશે. તમારા વિચારો ક્રોધયુક્ત હશે તો શ્વાસોચ્છવાસ પણ એ પ્રમાણે હશે. ખાલી પેટે, સવારે આ પદ્ધતિનો અભ્યાસ તમે કરી શકો છો. દુઃખહરણના ૨૧ દિવસો તમારા આખા વ્યક્તિત્વને બદલી નાખશે અને તમારા ચહેરા અને શરીરમાં એક પ્રકારની ચમક આવશે.
પ્રથમ સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ રાખી ઊભા રહો. ધ્યાનની પદ્ધતિના પહેલા સોપાનમાં તમારી માનસિક પદ્ધતિને ઊંડા શ્વાસો દ્વારા સંપૂર્ણપણે જાગ્રત કરવામાં આવે છે. આ શક્તિ તમારી બધી જ દબાયેલ લાગણીઓને બરફની જેમ ઓગાળી દે છે. તમારું મોં બંધ કરીને નાક દ્વારા ઉંડા શ્વાસ લો. તમારા હાથ હલાવો, તમારા ઘૂંટણ

વાળો, નીચા વળો અને પછી ઉભા થાવ. શ્વાસ લેતાં લેતાં તમારા ઘૂંટણથી વળો, ઉભા થાવ, હાથ ઉપર-નીચે કરો અને એક પક્ષીની જેમ ઉડો.
હલનચલનની આ પ્રક્રિયા ધીમે ધીમે કરો અનેઉભા થતી વખતે શ્વાસ લો અને નીચા વળતી વખતે શ્વાસ બહાર કાઢો.

બીજુ સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ કરો અને શરીરના પ્રત્યેક અંગને ખેંચો પછી હળવા કરો. એક અંગને ખેંચો, હળવો કરો પછી બીજા અંગ પર જાવ. પગના પંજાથી શરૂ કરી પગ, જાંઘ, થાપા, પેટ, કમર, છાતી, ડોક. હાથ, આંગળી થી ખભા સુધી, ગળું અને ખભા, મોં અને અંતે માથા સુધી શરીરના બીજાં અંગો સુધી જાવ એ પહેલાં આગલાં અંગોને સંપૂર્ણપણે હળવા કરો. આ દસ મિનીટ પૂરી થતાં તમે ભીતરથી સંપૂર્ણ હળવા થઇ ગયા હશો, સંપૂર્ણ શાંત અને સ્વસ્થ થઇ ગયા હશો.
ત્રીજું સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ કરી ‘હું’ કારનો જાપ કરો. જોરથી જાપ કરવાની જરૂર નથી. માત્ર હળવાશથી તેનો જાપ કરો. જાપ કરો ત્યારે તમારી ભીતર અને બહાર શું થાય છે તેને અનુભવો.

ધ્યાનની આ
પદ્ધતિનાં પહેલાં બે
સોપાન ત્રીજા સોપાનની
તૈયારી માટે છે. ત્રીજું
સોપાન જ સાચું ધ્યાન
છે. તમે જ્યારે ત્રીજા
ભાગમાં આવશો ત્યારે
તમારું મન જાતે જ કોઇ
પ્રયત્ન વિના શાંત થઇ
ગયું હશે. મૌન તમારામાં
બળજબરીથી લવાતું નથી
તે તેની જાતે જ થાય છે.
હળવાશની આ સ્થિતિમાં સ્મિતભર્યા ચહેરા અને આનંદની લાગણી સાથે રહો. આ સમય દરમ્યાન તમને ઘણા બધા અનુભવો થશે. તમે ટી.વી. જુઓ છો એમ એને જુઓ. તમારા મનના પ્રત્યેક વિચારોને જુઓ.
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
અપરાધભાવ શું છે ?
ઇચ્છાઓની જેમ જ તમારામાં અપરાધભાવ પણ હોય છે. અપરાધભાવ ઇચ્છાનો વિરોધી છે. ઘણીવાર કંઈક ઇચ્છા કરીને તમને એવો અપરાધભાવ થાય છે કે આની ઇચ્છા કરવી બરાબર નથી. તમારી ઇચ્છાઓ પૂરી થાય ત્યારે તમને અપરાધભાવ થાય છે. કારણ કે તમને એમ લાગે છે કે તમે જે પ્રાપ્ત કર્યું છે તેના માટે તમે લાયક નથી. તમારી ઇચ્છાઓ પૂરી ના થાય તો પણ તમને અપરાધભાવ થાય છે કેમ કે તમને એમ લાગે છે કે તમને જે મળવું જોઈતું હતું તે મળ્યું નથી. ઇચ્છાઓ એકધારી રીતે આપણને અપરાધભાવ તરફ લઇ જાય છે.
અપરાધભાવ એ બીજુ કંઈ નથી પણ તમારી સજ્જ બુદ્ધિ દ્વારા તમારા ભૂતકાળના નિર્ણયો અને કામોનું થતું અવલોકન છે.
દા.ત. તમે જ્યારે શાળામાં હશો ત્યારે તમે કેટલાક ખરાબ શબ્દો બોલ્યા હશો અને તેના કારણે મિત્રતા તૂટી હશે. હવે આટલા વર્ષો પછી અત્યારે તમારી પાસે જે બુદ્ધિ છે તેના દ્વારા તે ઘટનાનું મૂલ્યાંકન કરી અપરાધનો ભાવ કરવો યોગ્ય છે ? ના. એ સમયે તમારી પાસે જેટલી જ બુદ્ધિ હતી માટે તમે એ પ્રમાણે વર્તન કર્યું. હવે તમારી પાસે સજ્જ બુદ્ધિ છે.
તમારી આજની બુદ્ધિથી ભૂતકાળનું મૂલ્યાંકન કરવું નિરર્થક છે.
ભૂતકાળની નિરર્થકતા
જે ગયું છે તે ગયું છે જે થઇ ગયું છે તે થઇ ગયું છે. તમે તેને બદલી શકતા નથી. પણ જો તમે ભૂતકાળ વિશે સતત વિચારતા રહો અને અપરાધ ભાવ અનુભવો તો તમે તમારા વર્તમાન અને ભવિષ્ય બંનેનો નાશ કરી રહ્યા છો. જે ગયું છે તેના વિશે કશું થઇ શકતું નથી. તેથી અપરાધ ભાવ નકામો છે. તમે શું કરી શકો છો? એ બધું પુનઃ ન થાય એ જ તમે કરી શકો છો. તે સમયે તમારી પાસે જેટલી અને જેવી બુદ્ધિ હતી એ પ્રમાણે તમે કર્યું હતું બસ.
આપણો ભૂતકાળ હંમેશા વીતી ગયો છે, તે મૃત છે. તેથી જ તે ભૂત કહેવાય છે. છતાં પણ આપણે તેની અસર થવા દઇએ છીએ. આપણે કેમ આમ કરવા દઇએ છીએ ? બે રીત :
(૧) જો તમે તમારી વર્તમાન બુદ્ધિ દ્વારા તમારા ભૂતકાળના નિર્ણયો અને કામોનું મૂલ્યાંકન કરો છો તો તમે તમારી અંદર અપરાધભાવ જગાડો છો.
(૨) જો તમે અત્યારના નિર્ણયો તમારા ભૂતકાળના અનુભવો પરથી કરો છો તો તમે ભૂતકાળને પુનરાવર્તિત કરી રહ્યા છો, કદાચ થોડી અદ્યતન સજ્જ શૈલીથી !
તમે એવી ને એવી ભૂલો કદાચ ના કરો તો પણ તમે એ જ અનુભવોની એ જ સપાટીની આસપાસ ફરો છો. આપણું મન હંમેશા ભૂતકાળના એ જ ચીલાચાલુ માર્ગ પર ચાલવા આપણને દબાણ કરે છે. તેથી આપણે એની એ જ ભૂલો પણ કરીએ છીએ.
ત્રણ પ્રકારના અપરાધભાવ
ત્રણ પ્રકારના આપરાધભાવ આપણામાં મૂળિયાં નાંખે છે અને આપણી ચેતનાને મારી નાંખે છે.
- કુટુંબ દ્વારા નિર્માણ પામેલ
- સામાજિક નિયમો દ્વારા નિર્માણ પામેલ
- આપણા પોતાના દ્વારા નિર્માણ પામેલ
આપણા કુટુંબ દ્વારા નિર્માણ થયેલ અપરાધભાવ
સાત વર્ષની વય પહેલાં તમારા પોતાના કુટુંબ દ્વારા કોઈ અપરાધ કર્યો હોય. તમે જો તમારા માતા-પિતાની ઈચ્છાને અનુસરો નહી તો તેઓ તમારામાં અપરાધભાવ રોપે છે. તેઓ કહેશે કે તમે જે કરો છો તેને ભગવાન સ્વીકારશે નહીં. બિચારા ભગવાનને તો લોકો જે કંઈ તેમના વિશે કહે તે સ્વીકારવું પડે છે ! નહીં તો તમારા માતા-પિતા કહેશે કે તમારે તેમની ઇચ્છાઓનું માન રાખવું જોઇએ. તેમને દુઃખી કરીને તમને પણ દુઃખ થશે. આ પ્રમાણે સૌ પહેલાં તો કુટુંબ જ તમારામાં અપરાધભાવ રોપે છે. તમે તે અપરાધભાવ તમારા બાળકોને આપો છો. માથાના મુકટની જેમ પેઢીથી પેઢી સુધી આ અપરાધભાવ પહોંચે છે.
કોઇ ચોક્કસ રીતે કામો કેમ થાય છે તે સમજાવવાની બુદ્ધિ તમારામાં નથી માટે તમે તેને નિયમમાં બદલીને તમારા બાળકો પર તેનું આરોપણ કરો છો અને તે દ્વારા એક અપરાધભાવનું જ નિર્માણ કરો છો. દા.ત. બાળકોને ગોળ ગોળ ફરવાનું ગમે છે. તેઓને આમતેમ આળોટવાનું ગમે છે. તેમની શક્તિને આ પ્રમાણે કેન્દ્રિત કરવાની આ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ આપણે શું કરીએ છીએ? આપણે તેમને રોકીએ છીએ અને તેઓ પડી જશે એવા ભયનું તેમનામાં સર્જન કરીએ છીએ જ્યાં સુધી બાળક આપણી જેમ સખત, થીજેલું અને નિરસ્સ ના થઇ જાય ત્યાં સુધી આપણે પ્રયત્નો કરીએ છીએ !
બાળક બહાર જઇને તાપમાં રમવા, ફૂલો એકઠાં કરવા કે ખુલ્લી હવામાં ઉછળકૂદ કરવા ઇચ્છે છે. પણ તેની માતા ‘ના’ કહેશે, કે તું તાપમાં રહીશ તો માંદો થઇ જઇશ. જો ઊંડાણથી જોશો તો જાણશો કે આમ ના કહીને તેને બાળકોને મર્યાદામાં બાંધ્યાનો, પોતે સત્તા વાપર્યાનો અનુભવ થાય છે. તે સૂર્યના તાપનું બહાનું કરશે પણ હકીકતમાં તે સમજવું મુશ્કેલ છે. માતાના કહેવાની બાળક પર ઘેરી અસર થાય છે. બાળકમાં અપરાધભાવ પેદા થાય છે. હવે બાળક બળજબરીથી ઘરમાં જ રહેશે અથવા માતાની નજર ચૂકવીને બહાર નીકળી જશે. ગમે તે રીતે પણ તેની સષુપ્ત શક્તિ દબાઇ રહી છે. જો તે બળજબરીથી ઘરમાં જ રહેશે, તો એની શક્તિ કુંઠિત રહેશે, એ જો બહાર નીકળી જશે તો કોઇ
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
પોતાને જોઈ લેશે એવી અપરાધ ભાવ જન્મશે. કશાય કારણ વિના આપણો અપરાધ ભાવ શા માટે ? બસ કેવળ સૂર્યના તાપમાં રમવા જવા માટે ?!
બાળક મોટું થાય તેમ અપરાધભાવ તેની અંદર સ્થાયી થઈ જાય છે. તે મોટો થઈને પણ જ્યારે તાપમાં ઘાસમાં બેઠો હશે ત્યારે બાળપણની આ યાદો તેને સતાવશે. કારણ વગર જ તે દુઃખી થશે અને બેચેની અનુભવશે. તાપમાં બેસવાથી બેચેની નથી થઈ પરંતુ જૂની યાદો જાગૃત થઈ છે.
આ રીતે આપરાધભાવ ઉત્પન્ન થાય છે. આવી નાની નાની ઘટનાઓ ભેગી થઈ તમારી સ્વાભાવિક જીવનની પ્રક્રિયામાં અપરાધભાવ ઉત્પન્ન કરે છે.
અપરાધભાવ અને સુખ
બાળક કુદરતી રીતે જે આનંદ અને સુખથી જીવે છે. તેને આપણે કેમ માણી શકતા નથી કે પ્રોત્સાહિત કરી શકતા નથી ?
જો તમે ઉંડાણથી જોશો તો જણાશે કે ખુશી પોતે જ અપરાધભાવ સાથે જોડાયેલ છે. એક નાનું બાળક અપરાધભાવ અંગે કંઈ જ જાણતું નથી – તે તો તોફાની અને સ્વભાવિક હોય છે. એટલે જ નાના બાળકને જોવું એ જ આકર્ષક હોય છે. તે જે કંઈ કરે છે તેમાં જ મસ્ત હોય છે. સભ્યતાના મહોરાંથી તે અજાણ હોય છે. તે હજુ પણ પ્રાકૃત અને નિર્દોષ છે. તેથી જ તેનામાં ઘણી બધી શક્તિ છે. તે આનંદ અને આશ્ચર્યથી ઉભરાય છે, અને તેની ભીતર ઉદ્ભવતી શક્તિથી તે અનુકંપિત થાય છે.
બાળક બધું જ માણવા ઇચ્છે છે. પરંતુ માતા-પિતા સમાજની-અપરાધભાવ, ગંભીરતા અને દંભ જેવી શરતોને આધીન હોય છે. બાળકને બૂમો પાડવી છે. કૂદાકૂદ કરવી છે. નાચવું છે. કેમકે આ તેની સ્વભાવિક અભિવ્યક્તિ છે. પરંતુ વડીલો તેમને રોકે છે. ‘બુમો ના પાડો આ ખોટી ટેવ છે – સભ્યતાથી રહો અમારી જેમ સારું વર્તન કરો.’ આમ મુક્ત અને ખુશ હોવાનું આપોઆપ જ અપરાધભાવની સાથે જોડાઈ જાય છે.
સમાજ દ્વારા નિર્માણ કરાતી અપરાધભાવના
સાત થી ચૌદ વર્ષની અંદર સમાજ તેના નક્કી કરેલા નિયમો દ્વારા તમારી અંદર અપરાધભાવનું નિર્માણ કરે છે. ભય પર આધારિત અપરાધભાવ સામાજિક નિયમોથી જ બને છે. ચૌદ વર્ષની ઉંમર સુધી કુંટુંબ અને સમાજ તમારામાં અપરાધભાવ નિર્માણ કરે છે. અને આ ઉંમરમાં મહત્ત્વનો છે. સંભોગનો અપરાધભાવ. માતાપિતા કે કુટુંબ ક્યારેય સંભોગ વિશે મુક્તપણે ચર્ચા કરતા નથી જ્યારે તમારામાં રાસાયણિક પરિવર્તન થાય છે ત્યારે તમને લાગે છે કે તમારું શરીર નવું છે. ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે અને સ્પષ્ટતા જરૂરી છે. પણ કોઈપણ તે કરવા માટે તૈયાર નથી.
આથી વિશેષ તમારી મૂંઝવણો અને ઇચ્છાઓમાં પ્રસાર માધ્યમ દ્વારા સતત પરિવર્તનની આ કુમળી વયમાં કલ્પનાઓનો મારો કરવામાં આવે છે. વધારેમાં સમાજ તમે પૂર્ણ નથી એવી ભાવનાનું આરોપણ કરે છે. તમે શું છો અને શું કરો છો એ અંગે તમારામાં દોષની ભાવના કેળવે છે. એકવાર જો તમે પાપી છો એમ માની લો તો તમે સમાજની પકડમાં આવી જાવ છો અને પછી તમે જીવનનો આનંદ ક્યારેય માણી શકતા નથી.
મારા માટે અપરાધ એ સૌથી મોટું પાપ છે. બીજા બધા પાપ તો તમારા મૃત્યુ પછી પણ તમને દંડી શકે છે. પરંતુ અપરાધ તો તમને જીવતા જ દંડે છે. એક ટિબેટન
અપરાધ એ સૌથી મોટું
પાપ છે. અપરાધ તો
તમને જીવતા જ દંડશે.
સંત કવિ મીલારેપા
ગાય છે. 'કોઇ પણ
દિલગીરી વગર જીવવુ
અને મરવું એ જ મારો ધર્મ છે.’
સમાજ દ્વારા જ તમને સંત અથવા પાપી કહેવામાં આવે છે. જ્યાં સુધી સમાજે સંતની છાપ મારી છે ત્યાં સુધી તમે સંત છો - જે ક્ષણે, સમાજ તમને પાપીની છાપ મારશે એ ક્ષણે તમે પાપી છો. તમે સમાજમાં કોઇને મારી નાંખો તો તમે ખૂની છો અને તમને સજા કરવામાં આવશે પણ જો તમે યુદ્ધ ભૂમિ પર કોઇને મારી નાંખશો તો તમે વીર કહેવાશો, તમને મોટો પુરસ્કાર આપવામાં આવશે ! એટલે શું સાચું છે અને ખોટું છે એ નક્કી કરવાનો કોઇ નિયત માપ નથી. સમાજનો પોતાનો જ તર્ક છે.
સ્વર્ગ અને નર્ક
આજે અપરાધની ભાવના ફેલાવવા માટેનો ખૂબ જ સૂક્ષ્મ અને ચાલાક રસ્તો છે. સ્વર્ગ અને નર્કના વિચારો દ્વારા લોકો તમારી અંદર રહેલા ભય અને મોહનું સંવર્ધન કરે છે. સ્વર્ગ માટે મોહ ઉત્પન્ન કરે છે. અને નર્ક માટે ભય. લોકો સ્વર્ગ અને નર્કના અનેક સિદ્ધાંતો બનાવે છે. અને તમારા સુધી પહોંચાડે છે. તેઓ કહે છે જો તમે આમ કરશો તો તમને સ્વર્ગ મળશે અને તેનાથી ઊંધું કરશો તો નર્ક મળશે જ્યારે મોહ અને ભય આધારિત નિયમો તમારી સમક્ષ મૂકવામાં આવે છે. ત્યારે આપોઆપ જ તમારી ભીતર અપરાધનું નિર્માણ કરવાનું શરૂ કરો છો.
વાર્તા : એકવાર એક મિલિટ્રીના જનરલે ધ્યાનના ગુરુને પુછ્યું ગુરુજી ‘સ્વર્ગ અને નર્ક શું છે.’ ?
‘ગુરુજી પુછે છે’: તમે લોકો માટે શું કરો છો. ? જનરલે કહ્યું હું જનરલ છે.
‘ગુરુજી હસ્યા : ક્યા મુર્ખાએ તને જનરલ બનવાનું કીધું’ તું તો કસાઇ લાગે છે !
જનરલ ગુસ્સે થઇને તેની તલવાર કાઢીને કહે છે. હું તમારા ટુકડે ટુકડા કરી નાંખીશ.
ગુરુજી હાથ ઊંચો કરી ને કહે છે. આજ નર્કના દરવાજા છે. જનરલને તેની મૂર્ખામી સમજાય છે અને માફી માંગતા ગુરુજીના પગે પડે છે.
ગુરુજી કહે છે. આજ સ્વર્ગના દરવાજા છે.
એટલું સ્પષ્ટ સમજી લો કે સ્વર્ગ અને નર્ક એ કોઇક ભૌગોલિક સ્થળ નથી તે તો માત્ર તમારી માનસિક સ્થિતિ છે. કોઇ એક ક્ષણે તમારું મન નર્ક માં હોઇ શકે છે અને બીજી ક્ષણે સ્વર્ગમાં કોઇપણ, સમયે વારાફરતી સ્વર્ગ અને નર્કના દ્વાર ખુલે છે અને બંધ થાય છે.
તમારા દ્વારા નિર્માણ કરાયેલો અપરાધભાવ
એકવીસ વર્ષની ઉંમર સુધી કુટુંબ અને સમાજ દ્વારા મળેલા જ્ઞાનથી તમારામાં અપરાધ નિર્માણ થાય છે. અને તમારી ભીતર ઊંડે સુધી તેના મૂળ વધતાં જાય છે. પછી તમે કોઇપણ કારણ વગર તમારી અંદર જાતે જ અપરાધ ભાવનું નિર્માણ કરો છો હવે અપરાધભાવ તમારો કાયમી મહેમાન !
કુટુંબ દ્વારા અને સમાજદ્વારા નિર્માણ કરાયેલો અપરાધભાવ આરોપીત છે, એક પેઢીથી બીજી પીઢી પહેરાવાતા મુંગટ જેવો છે. પરંતુ તમારા પોતાના દ્વારાજ નિર્માણ કરાયેલો ત્રીજા પ્રકારનો અપરાધ ભાવ સૌથી ખરાબ છે. મોહ અને ભય પર આધારિત અપરાધભાવ ને જ્યારે તમે તમારી અંદર સ્થાન આપો છો ત્યારે તમે નવા પ્રકારના અપરાધભાવનું નિર્માણ કરો છો.
જે ક્ષણે તમે તમારામાં કોઈ વસ્તુ માટે અપરાધની લાગણી અનુભવો છો ત્યારે તમારું શોષણ થઇ શકે છે. તેમાંય જ્યારે તમે પોતાની જાત સાથે જ લડો છો ત્યારે તમારું શોષણ કરવું સહેલું થઇ જાય છે. તમે જો સૂક્ષ્મતાથી તમારા જીવનમાં જોશો તો અનુભવશો કે પ્રત્યેક ક્ષણ તમે કોઈપણ કારણથી તમારી જાત સાથે લડો છો અને તમારી જાતથી અસંતુષ્ટ છો કશાક દ્રન્દ્ર વિના તમે રહી શકતાં નથી. તમે તમારી જાત માટે કંઈક દુઃખ ઊભું કરવા ઇચ્છો છો કેમ કે, સુખ એ પાપ છે એવું તમને શીખવવામાં આવેલું છે.
તમારા મનની નદીમાં અપરાધભાવ રૂપી ખડક-બુદ્ધિના પ્રવાહમાં અવરોધ
મુક્તપણે પ્રવાહની જેમ વહેવા માટે તમારું નિર્માણ થયું છે. અપરાધભાવ એ પાણીના પ્રવાહની વચ્ચે આવતા પથ્થર જેવા છે. સમાજે સુખને પાપ તરીકે સ્થાપિત કર્યું છે. આ એક સમસ્યા છે. અને એટલે જ તમે નોંધ્યુ હશે કે જ્યારે બધું જ સરળતાથી અને ખુશીથી થાય છે ત્યારે તમારી અંદર અપરાધની એક છૂપી લાગણી હોય છે. સમાજે તમને શીખવાડ્યું છે કે ખુશ થવું અને જીવન માણવું એક રીતે બેજવાબદારી છે અને તેથી તમે અપરાધની લાગણી અનુભવો છો.
પણ જ્યારે તમે દુઃખી અને નિરાશ છો ત્યારે અપરાધ અનુભવો છો ? ના તમને શીખવવામાં આવ્યું છે કે જીવન યાતનાઓ અને સહનશક્તિની એક સાંકળ છે.
> તમે એક નદીની માફક વહો છો
> ત્યાં સુધી તમે અદ્ભુત બુદ્ધિનું
> પ્રદર્શન કરો છો.
જેમાં ક્યારે ક જ ખુશી આવી જાય છે. તેથી જ તમે જ્યારે કાયમ જ ખુશ અને હસતા દેખાવ છો ત્યારે લોકોને એ સાચું લાગતું હોય છે. તમારામાં અપરાધનું આરોપણ કરીને તેઓ તમને વાસ્તવિકતામાં પાછા લાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. દા.ત. : તમે દરિયા કિનારે ખૂબ મજા કરો છો નાચો છો ત્યારે અચાનક તમારી અંદર એક અપરાધની લાગણીની શરૂઆત થાય છે કે બધાંજ કામો અધૂરાં પડ્યાં છે. બધી જ જવાબદારી પૂરી કરવાની છે.
અપરાધને કોઈ આધાર નથી છતાં આ લાગણી તમારા જીવનને નષ્ટ કરી શકે છે તમે કોઈપણ દિલગીરી વગર ખુશી થી પ્રત્યેક ક્ષણને માણી શકો છો અને સાથે સાથે તમારી જવાબદારી પણ પૂરી કરી શકો છો. સમસ્યા એ છે કે તમારું અસ્તિત્ત્વ તમારા નહીં પણ અનેકોના કોલાહલોથી ઘેરાયેલું છે. આ કોલાહલ તમારી માતાનો, પિતાનો, શિક્ષકનો, પડોશીનો કોલાહલ છે. આ બધા અવાજો તમારી ભીતર છે. જો એક જ અવાજ હોય તો કોઈ સમસ્યા નથી. તમારું મન નદીની જેમ વહેશે પરંતુ ઘણા બધા અવાજો તમને ઘણું બધું કહેશે અને તમારામાં અપરાધ ઊભો કરશે.
તમે એક નદીની માફક વહો છો ત્યાં સુધી તમે અદ્ભુત બુદ્ધિનું પ્રદર્શન કરો છો. પ્રત્યેક ક્ષણે ઉભરાતી શક્તિ સાથે તમે જીવો છો. જે ક્ષણે અપરાધભાવને પ્રવેશવા દેશો, જે ક્ષણે તમે મુક્તપણે વહેતા થંભી જશો તે ક્ષણે તમારી ભીતરની શક્તિમાં અવરોધો આવી જશે.
તમે જ તમારી જાતનો ઉદ્ધાર કરો
એકવાર જ્યારે તમને અપરાધની જાણકારી થશે ત્યારે તેમાંથી બહાર આવવાના પ્રયત્ન કરશો. તમે કોઈ
તમે નહીં ઈચ્છો ત્યાં સુધી તમને કોઈ આઘાત નહીં કરી શકે. તમે અનુમતી નહીં આપો ત્યાં સુધી તમને કોઈ મદદ નહીં કરી શકે.
વ સ્તુ નો અ ભ્યા સ ક ર વા ની શરૂઆત કરશો ત્યારે સ્વાભાવિક રીતે તમે તમારો થોડોક સમય ગુમાવશો. જ્યારે તમે અપરાધની લાગણીથી મુક્ત રહીને અભ્યાસ કરશો ત્યારે ભય અને મોહની જૂની પદ્ધતિમાં કદાચ બંધાઈ જશે અચાનક તમને યાદ આવશે કે મેં તો ભય વિનાજ કામ શરૂ કર્યું હતું, મેં તો મોહ વિના જ કામ શરૂ કર્યું હતું. જ્યારે તમે કામ કરવાની શરૂઆત કરશો ત્યારે સ્વાભાવિક જ આ બધું થશે.
વાર્તા : એકવાર એક ભિક્ષુકને મોટી આધ્યાત્મિક સંસ્થા તરફથી એક આદિવાસી વિસ્તારમાં સેવા માટે મોકલવામાં આવે છે. અચાનક જ તે ભિક્ષુક માટે ઘણી બધી ફરિયાદો મુખ્ય-કાર્યલય પર પહોંચે છે. બધા પત્રો વાંચીને પ્રમુખે કહ્યું કે અમે યોગ્ય જ માણસની જ નિમણૂંક કરી છે. મંત્રીએ પૂછ્યું શું કહો છો સાહેબ ? આ વ્યક્તિની આપણને કેટલી બધી ફરિયાદો મળે છે. તમે કેવી રીતે કહો છો કે યોગ્ય વ્યક્તિની નિમણૂંક કરી છે. પ્રમુખે જવાબ આપ્યો : આપણને ફરિયાદો મળી છે એનો અર્થ એ છે કે તેણે કામ કરવાનું શરૂ કર્યું છે, ત્યાં કંઈક થઈ રહ્યું છે.
તમે જ્યારે કંઈક નવું કરો છો ત્યારે ત્રણ વસ્તુ બને છે. પહેલું વિરોધ કરવામાં આવે છે. બીજી ટાળવામાં આવે છે - ત્રીજું છે સ્વીકાર.
એ જ પ્રમાણે જ્યારે તમે તમારી પદ્ધતિની અંદર કંઈક નવું શરૂ કરો છો ત્યારે તમારો વિકાસ થાય છે. પણ આ ત્રણ સ્થિતિ તો રહેજ છે. પહેલી સ્થિતિ વિરોધની છે તમને લાગશે કે આ નવા અભ્યાસથી તમારી હાલની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે આના લીધે આવા પરિવર્તન લાવનારી તકોને તમે ટાળો છો. તમે તમારી જૂની રીતો તરફ પાછા વળો છો. તમારી પદ્ધતિ આ બધુ રોકશે, અનેક પ્રકારની તકલીફો ઊભી કરવાનો પ્રયત્ન કરશે અને શક્ય બધી જ દલીલો કરશે. જો તમે વિરોધ પોષશો તો તમે તમારા જ દુશ્મન બની જશો.
“શ્રીમદ્ભગવતગીતામાં કહે છે કે તમે જ તમારી જાતનો ઉદ્ધાર કરો, એમ નહિ કરો તો તમે તમારા પરમ શત્રુ છો'' તમારા ઉત્તમ મિત્ર તરીકે તમને મદદ કરવી કે એક પરમશત્રુ તરીકે દુઃખ પહોંચાડવું તમારા ઉપર નિર્ભર કરે છે.
તમે નહીં ઈચ્છો ત્યાં સુધી તમને કોઈ આઘાત નહીં કરી શકે. તમે અનુમતી નહીં આપો ત્યાં સુધી તમને કોઈ મદદ નહીં કરી શકે. જો તમે અભ્યાસ ભૂલી ગયા છો તો યાદ કરો અને વારંવાર તમારી જાતનો ઉદ્ધાર કરો. હતાશ ના થાઓ, અપરાધભાવ ના અનુભવો અને તમે આ નહીં કરી શકો એવું ના વિચારો.
તમે ભગવાન બુદ્ધનું જીવન વાંચશો તો જ્યારે તેઓ તેમના દેહનો ત્યાગ કરી રહ્યા હતા ત્યારે તેમના શિષ્યોએ અંતિમ ઉપદેશ આપવા માટે કહ્યું અને તેમણે જવાબ આપ્યો ‘સ્વયં આત્મદીપ બનો.’ પોતે જ પોતાના માર્ગદર્શક બનો.
ભીતર જોવું એ જ ઉપાય
અપરાધભાવ અનુભવવો એ જ પાપ છે. સાચે તો આ જ એક પાપ છે. આપણે જે નરકની વાત કરીએ છીએ તે બીજા કોઈ સમય કે સ્થાનમાં નથી. તે તો આપણી ભીતર જ છે. આપણે જ્યારે અપરાધભાવ અનુભવીએ છીએ ત્યારે આપણી માનસિક સ્થિતિમાં કોઈ પરિવર્તન લાવવા કંઈ કરતા નથી.
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તમારો અપરાધભાવ, પીડા, બધું જ તમે તમારા મસ્તિષ્કમાં નિર્માણ કરેલી એક કાલ્પનિક ધરી છે. દસ વર્ષ પહેલાં, સાત વર્ષ પહેલાં અને ત્રણ વર્ષ પહેલા તમે કરેલી ભૂલો સ્વતંત્ર છે અને એકબીજા સાથે જોડાયેલ નથી. પણ જો તમે તેને જોડો અને વિચારવાનું શરૂ કરો છો ત્યારે તમે અપરાધભાવના નિર્માણની શરૂઆત કરો છો. તમે એક સતત પાપીની ભાવના અનુભવો છો. આ એક રસ્તો છે.
બીજો પણ એક રસ્તો છે, તમે જ્યારે ભૂલ કરો ત્યારે તમે નિષ્ઠાપૂર્વક જુઓ કે તમે એ ભૂલ કેમ કરી, કેવી રીતે કરી ? એક નિરીક્ષક તરીકે તપાસ કરો કે આ ભૂલ કેમ અને કેવી રીતે પુનરાવર્તિત થાય છે ? અપરાધભાવની પ્રક્રિયાને વૈજ્ઞાનિક ઢબે જુઓ. આ સભાનતા જ નવો માર્ગ ખોલી આપશે અને તમે ફરીથી એ ભૂલ નહીં કરો.કેમ કે તમે એકવાર કારણ જાણશો એટલે તે અદૃશ્ય થઈ જશે. કોઈ વસ્તુને સંપૂર્ણપણે જાણવું એટલે તેનાથી મુકત થઈ જવું.
નૈતિકતા
ભાવૈક્ય
નૈતિકતા તમારી ભાવૈક્યમાંથી નિર્માણ થવી જોઈએ, અપરાધભાવમાંથી નહીં.
ભાવૈક્ય એટલે શું ? વર્તમાન સમયમાં એક વ્યક્તિત્વ બનીને રહેવું તે અનેક રૂપ વ્યક્તિત્વની મૂંઝવણમાં નહીં. મનની રમત વિના જ વાસ્તવિકતાને જોવી તે એક વાર મન પ્રવૃત થાય છે એટલે દ્વંદ્વ પ્રવેશે છે. સાંપ્રત સમયથી સંપૂર્ણ સભાનતા કેળવીને જ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે. પછી તેમાં માત્ર એક જ વ્યક્તિત્વ રહે છે. બે, ત્રણ કે અનેક વ્યક્તિત્વની તમારી અંદર લડાઈ રહેતી નથી. ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે જ્યારે મન ખંડિત થાય છે ત્યારે જ તમે ખંડિત વ્યક્તિત્વ બનો છો અને પૂર્ણતા આવતી નથી. વર્તમાન સમયમાં જ તમારું મન સ્થિર હશે તો આપોઆપ જ તમારામાં ઐક્ય આવશે અને પૂર્ણતા આવશે.
વાર્તા : એક વાર એક પૂજારી ભગવાન પાસે જોર જોરથી રડીને કહે છે – હું પાપી છું. ભગવાન મારા પર કૃપા કરો. ત્યાં બીજો એક માણસ જે શાંતિથી પ્રાર્થના કરતો હતો તે આનાથી પ્રેરિત થઈને તે પૂજારીની બાજુમાં ઘૂંટણેથી વાંકો વળીને પ્રાર્થના કરવા લાગ્યો. હવે બીજો એક માણસ પણ ઘૂંટણીએ પડીને રડવા લાગ્યો. આ જોઈને પૂજારી પહેલા માણસને પૂછે છે – જો કોણ પોતાને પાપી માને છે.
આપણી માણસાઈ, નૈતિકતા વધતી-ઓછી રીતે બીજા પ્રતિ અને આપણા માટે હોય છે. આપણે માત્ર બહાના કરીએ છીએ કેમ કે આપણે સંપૂર્ણપણે આપણી જ ભીતર પૂર્ણ હોતા નથી, આપણી અંદરનું આપણું કયું વ્યક્તિત્વ અધિકૃત છે એ આપણે જાણતા નથી અને તેથી જ ફસાઈ જઈએ છીએ. જો આપણે પૂર્ણ હોઈશું તો આપણા પ્રત્યેક કર્મમાં અધિકૃત હોઈશું અને આપોઆપ જ આપણે નૈતિક બનીશું.
જાગૃત થાઓ, સહજબનો
ભૂલ કરતી વખતે તમે જાગૃત હશો તો તમે ક્યારેય ભૂલ નહીં કરો. તમે જાગૃત હો છો ત્યારે તમે એક પૂર્ણ વ્યક્તિત્વ છો અને નૈતિક પણ છો, પૂર્ણતાથી તમે વિખૂટા પડી જાવ છો ત્યારે તમે વિભિન્ન ઘણા બધા વ્યક્તિત્વમાં વહેંચાઈને અનૈતિક બનો છો. નૈતિકતાને
ભૂલ કરતી વખતે તમે
જાગૃત હશો તો તમે
ક્યારેય ભૂલ નહીં કરો.
એક વાર તમે સુસંકલિત થશો એટલે જાગૃતતા કેન્દ્રિત થશો. કોઈ સામાજિક નિયમો સાથે સંબંધ નથી. તેનો સંબંધ તમારી જાગૃતતા સાથે છે. સ્વાભાવિકપણે નૈતિક બનવા માટે જાગૃતતા એ જ એક માર્ગ છે.
જાગૃતતાથી જ તમે સાચી પરિસ્થિતિમાં સાચા સમયમાં અચાનક જ સાચું કાર્ય કરશો. નૈતિકતાનો કોઈ નક્કર આધાર હોતો નથી અને તેથી સાચી પરિસ્થિતિમાં પણ તમે ખોટાં કામ કરશો. તેનો આધાર તેનો પોતાનો નથી, એ સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. તેથી તમે તેની સાથે સંકળાયેલા છો એમ નહીં લાગે. તમે સંકળાયેલ નથી એમ લાગશે. એટલે તમે આત્મવિશ્વાસથી પણ કામ નહીં કરી શકો. એક વાર તમે સુસંકલિત થશો એટલે જાગૃતતા કેન્દ્રિત થશો. જો તમે ખંડિત રહેશો તો જાગૃતતા નહીં રહે અને તમે માર્ગદર્શન માટે નૈતિકતા પર આધાર રાખશો.
વિવેક વિરુદ્ધ ચેતના
જ્યારે તમે સામાજિક નિયમનોને અનુસરવાનું શરૂ કરો છો ત્યારે તમે ઊંડા આઘાતો અનુભવો છો. તમે તમારી નૈસર્ગિક બુદ્ધિનો નાશ કરો છો. મારા મત પ્રમાણે બાળકો ચેતનાના માર્ગથી ખસી ના જાય તે માટે શરૂઆતમાં આપણે તેમને કેટલાક નિયમો બતાવી શકીએ છીએ. પરંતુ પછી તરત જ આપણે તેમને જીવનની સાચી સમજ આપવી પડે છે જેથી તેઓ વિવેકબુદ્ધિથી નહીં પણ ભીતરની ચેતનાથી કામ કરી શકે.
તમે આંતરિક ચેતના સાથે જીવશો તો આપોઆપ જ તમે નૈતિક જીવન જીવશો. ચેતનાથી જીવવાની જરૂરીયાત અંગે સમજવાનું શરૂ કરવા માટે તમારી નૈતિકતા અંગે વિચારો. નૈતિકતા તો માત્ર તમારી ચામડીના સ્તરે રહે છે જ્યારે ચેતના તમારી ભીતરથી આવે છે. તમારી ચેતના તમારી વિવેકબુદ્ધિને તોડવાનો પ્રયત્ન કરે છે. તે સતત તમારી વિવેકબુદ્ધિ સાથે લડે છે. વિવેકબુદ્ધિ સામાજિક છે. જ્યારે ચેતના પ્રાકૃતિક છે. વિવેકબુદ્ધિ તમારી ચેતનાનું સ્થાન લઇ શકતી નથી.
લોકો મને પૂછે છે - 'ગુરુજી આ શું છે ? તમે તો આખી સમાજવ્યવસ્થાનો જ ધ્વંસ કરી રહ્યા છો ? પછી અમે બધા નૈતિકતાથી કેવી રીતે જીવી શકીશું ? હું તમને કહુ છું- માત્ર બાળકો માટે જ તમારે બળપૂર્વકની નૈતિકતાની જરૂર છે. તેમને તમારે કહેવું જરૂરી છે કે શાંત રહો હું તમને કેન્ડી આપીશ' જો કે અત્યારના છોકરા એમ પણ કહે છે કે હું ખુશ છું મને તમારી કેન્ડી નથી જોઇતી. કોને જરૂર છે ? લોભ કે મોહ દ્વારા નૈતિકતા તેમની પર લાદી શકો છો. પણ તમારે તો વિકસવાનું છે. તમે હવે બાળક નથી. પૂર્ણ ચેતનાથી ઊઠો. ચેતના એટલે તમારી પ્રજ્ઞાશક્તિ.
નિયમો
નિયમો તોડવાનો સ્વભાવ
જ્યારે બળપૂર્વક નિયમો બને છે ત્યારે તેના રસ્તા પણ બને છે. દા.ત. જ્યારે તમે પોલીસ જોતા નથી ત્યારે ઝડપથી ચાલ્યા જાવ છો.
વાર્તા : તીવ્ર ઝડપને કારણે એકવાર પોલીસ એક કારને રોકે છે. જ્યારે ડ્રાઇવરને લાયસન્સ માટે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે સાહેબ હું તો માત્ર મારી કાર અને મારી પાછળ આવતી કાર વચ્ચે સુરક્ષિત અંતર રાખવાનો પ્રયત્ન કરતો હતો.
તમારે નહીં કરવાનાં કામ કરવામાં એક રોમાંચ થાય છે.
નિયમોનો સાચો અર્થ જાણ્યા વગર તમે આંધળા થઈ નિયમોને અનુસરો છો તો તમે તેને તોડવાના બહાનાઓની રાહ જુઓ છો.
પ્રામાણિકતાથી જવાબ આપો ? – તમે શું કરો છો એને ચકાસવા, નિયંત્રણ કરવા જો કોઇ નિયમો ન હોય તો તમે જે છો તે બની રહેશો ? તમે અત્યારની જેમ જ બધું કરશો ? જો ના, તો એટલું સમજો કે નિયમ તમારી વિવેકબુદ્ધિમાંથી આવ્યો છે. ચેતનામાંથી નહીં. નિયમને તમે આત્મસાત્ કર્યો નથી અને તમે નિયમ સાથે સહમત નથી. તેથી જ તમે સહજપણે કોઇ કામ કરતા નથી.
‘ના’ નો રોમાંચ
તમે જોશો કે જ્યારે બાળકને કશું કરવા માટે ના કહેવામાં આવે ત્યારે તેઓ તે કરવા વધુ આગ્રહી બનશે. તે કામ કરવું કે ન કરવું એમ કંઈ જ નહીં જણાવો તો તેમને તે અંગે કશી પડેલી હોતી નથી. પણ જેવા તમે આ નથી કરવાનું એમ કહેશો તો તરત જ તેઓ તે કરવાની જીદ કરશે.
વાર્તા : એક માણસ કહે છે – કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા મેં શોધી કાઢ્યા છે. તેનાં મિત્રે પૂછ્યું – ક્યા ત્રણ રસ્તા ? તે માણસે કહ્યું – પહેલું, તમે જાતે તે કરો. બીજું તે કરવા બીજા કોઈને રોકો. ત્રીજું, તમારા બાળકોને તે કામ કરવા ના કહો. બસ કામ થઈ જશે !
તમારે નહીં કરવાનાં કામ કરવામાં એક રોમાંચ, એક સ્વાદ આવે છે. રોમાંચ થાય છે. કોઇ કામ ન કરવાનું કહેવામાં આવે ત્યારે મોટે ભાગે તે કરવા માટેની એક તાત્કાલીક જરૂરિયાત તમે ઉભી કરો છો. તે કરીને એક આનંદ અને સંતોષની લાગણી તમે અનુભવો છો. પ્રત્યેક મનુષ્યની આ મનોવૃત્તિ હોય છે.
વાર્તા : એક વાર એક દુકાનવાળો તેના વેચાણને વધારવાનો ખૂબ પ્રયત્ન કરે છે. તેના માટે ડિસ્કાઉન્ટ, આકર્ષક જાહેરાત, સુંદર ગ્રાહકસેવા જેવા વિવિધ વિકલ્પો અજમાવે છે. કશું કામ લાગતું નથી. પછી એક દિવસ દુકાનની બારી પર તે એક કાળો પડદો લગાડે છે અને તેમાં એક કાણું પાડે છે. અને કાણાની નીચે એક બોર્ડ લગાવે છે – ડોકિયું કરવા પર સખત પ્રતિબંધ છે.
તે દિવસથી તેની દુકાન પાસે લોકોનાં ટોળાં જમા થાય છે અને અંદર શું છે તે જોવા ડોકિયાં કરવા બધા જ આતુર હતાં. હવે તેની દુકાનની અંદરના કરિયાણાની વિવિધતા બધા જુએ છે અને આપોઆપ વેચાણ વધે છે.
જ્યારે કશું ન કરવાનું કહેવામાં આવે ત્યારે તે કરવું જ એવી મનુષ્યની મનોવૃત્તિ છે.
તરુણવયમાં તમે તમારા માતા-પિતાને ‘ના’ કહી તમે સ્વતંત્ર છો એમ અનુભવો છો. જ્યારે તમે ‘ના’ કહો છો ત્યારે તમને એમ લાગે છે તે તમે કંઈક ખાસ છો, કંઈક ભિન્ન છો એમ સાબિત કર્યું છે. ‘હા’ કહીને તમે બાળક છો એમ તમે અનુભવો છો ‘ના’ કહેવાની શરૂઆત કરો છો ત્યારે તમે મોટા થઈ ગયા છો એમ અનુભવો છે.
તમારા પિતાને ‘ના’ કહો તો જ તમે માણસ છો એમ તમને લાગે છે. ત્યાં સુધી તમે બાળક છો એમ લાગે છે. તમે માણસ છો એમ સાબિત કરવા જ તમે પિતાને ‘ના’ કહેવાનું શરૂ કરો છો. આ માનસિકતા છે ‘ના’ કહો છો ત્યારે તમે કંઈક છો એમ લાગે છે, ત્યાં સુધી તમે કંઈજ નથી. એટલે તમે તમારા તરુણ પુત્રને કંઈ પણ કહેશો તે ‘ના’ કહેશે કેમ કે તે કંઈક છે એમ તેને સાબિત કરવું છે.
જડ નિયમોની સામે સક્રિય બુદ્ધિ
સમયની સાથે ઘણાં નિયંત્રણો, જે ક્યારેક અર્થપૂર્ણ હતા તે હવે નિરર્થક નિયમો બની જાય છે.
વિદ્યુતની શોધ પહેલાં ભારતમાં દરજી હાથ અને સોય વડે ફાનસના અજવાળામાં સીવતો હતો. એટલે સાંજ થયા પછી કપડાં સીવવામાં આવતાં ન હતાં. કારણ કે મીણબત્તી કે ફાનસના ઓછા અજવાળામાં સીવવાથી દરજીની આંખોને તકલીફ થતી હતી. એટલે આ કામ માત્ર દિવસે જ થતું.
પણ અત્યારે પણ વડીલો એમ કહે છે કે સાંજના સમયે સીવવું ના જોઈએ. રાત્રે ન સીવવાનું કારણ હવે રહ્યું જ નથી ! હવે લાઇટ છે. પરંતુ હવે મૂળ હેતુ સાથે કોઇ સંપર્ક વિના જ આ માત્ર રૂઢિ બની ગઈ છે.
વાર્તા : એક વાર વૈજ્ઞાનિક છત્રીથી ઉડનારા માણસનો ટી.વી. પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. ઇન્ટરવ્યુ લેનારે કીધું કે તમારું જીવન ખરેખર સાહસપૂર્ણ હોવું જોઇએ નહિં ! તે માણસે કહ્યું – હા મારા જીવનમાં સનસનાટી જનક ક્ષણો ઘણી છે. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું – તમારા જીવનનો સૌથી આશ્ચર્યકારક અનુભવ કયો હતો ?
તે માણસે કહ્યું, જ્યારે હું ‘લોન થી દુર રહો, એવી નિશાની વાળી ઘરની લોન પર ઉતરાણ કરતો હતો ત્યારે....
જ્યારે તમને સૂઝ કે સમજ ન હોય ત્યારે તે તમારા જીવન માટે મૃત નિયમો બની જાય છે.
પણ જો તમને નિયમની સાચી સમજ હશે તો તે સુખી જીવન જીવવા માટેની એક પ્રયુક્તિ બની જશે. હકીકતમાં તો નિયમો અને રિવાજો તમારા અંતરાત્માના જ્ઞાનની પ્રયુક્તિ છે. દિવ્યાનુભૂતિ એટલે પરમસુખમય જીવન. બધી જ સ્પષ્ટતાઓ સાથેનું આવું જીવન તમને દિવ્યાનુભૂતિનાં પરમ સ્તર સુધી લઈ જશે.
વાર્તા : એક વાર રેલ્વે ઓફિસર, ટ્રેનમાં ખુન થયું છે. તેનો રિપોર્ટ આ પ્રમાણે આપે છે. ‘હત્યારો ટ્રેનનાં ડબ્બામાં પ્રવેશે છે અને કોઇને ચપ્પૂના વારંવાર ઘા કરે છે. પછી તે રેલ્વેના નિયમોનો ભંગ કરી પાટા કૂદી ભાગી જાય છે.’
તમને જ્યારે સાચી સમજ નથી હોતી ત્યારે તમે કંઈક જાણ્યા વગર મૂર્ખની જેમ વર્તન કરો છો. સાચી સમજ કેળવાયા પછી તમે સમજશો કે કોઈ પણ નિયમ તમારા અને બીજા બધાના સુખમય જીવન માટે જ બનાવવામાં આવ્યો છે.
નિયમનો સાચો હેતુ સમજાય પછી તેને અનુસરવામાં તકલીફ નથી પડતી. પછી તમારા કાર્યમાં એક પ્રકારની પરમાનંદપૂર્ણ જવાબદારી છે. પણ જો નિયમનું સત્વ ચૂકો છો તો બધું જ ચૂકી જાવ છો. જીવન ઉદાસ અને મૃત લાગશે.
ધ્યાનનું જ ઉદાહરણ લો. બાહ્ય વિશ્વ ઘોંઘાટ અને પરિસ્થિતિઓથી દૂર તમારી ભીતરના વિશ્વમાં જવું એ જ ધ્યાન છે. મેં જોયું છે કે ધ્યાનની શરૂઆત કરતાં પહેલાં કેટલાક લોકો બહારના પરિવેશમાંથી ઘોંઘાટ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. બધાંને શાંત રહેવાનું કહે છે.
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તેઓ પોતે ધ્યાન કરવાના છે એટલે બીજાને પણ નિષ્ક્રિય બનાવી દે છે.
જ્યારે સાચું સત્ત્વ ચૂકી જવાય છે ત્યારે જ બધું મૃત રિવાજ બની જાય છે. તમે ગુમાવો છો અને ધ્વંસ કરો છો !
બધા જ નિયમો અને નિયંત્રણો સુમેળ જીવન જીવવા જ બનાવાયા હોય છે. ત્યાં એક સમજ કેળવાય છે કે હું તને નહીં મારું, તું મને નહીં મારે અને આપણે બન્ને ખુશીથી જીવન જીવીશું, આજ પાયાની સમજ છે. જો કે સમય જતાં આ નિયમ બની ગયા. પણ જો તમે સમજણ વિનાજ નિયમોને આત્મસાત્ કરો છો ત્યારે તમે અપરાધભાવનું નિર્માણ કરો છો.
નિયમથી છટકવા તમે શું કરો છો ? તમે નિયમની શબ્દાવલીને પકડી લો છો અને તેના સત્ત્વને છોડી દો છો. પછી તમે શબ્દો સાથે જ કામ કરો છો અને નિયમથી છટકી જાવ છો. તમે માત્ર નિયમને આધીન વિવેક વિનાના સંકુચિત માનસવાળા બની જાવ છો. સાચો હેતુ ભૂલી જાવ છો. તમે સત્ત્વને પારખો છો તો જ બુદ્ધિશાળી છો અને અપરાધભાવરહિત બનો છો.
ઉપયોગી અપરાધભાવ
ચોક્કસ પ્રકારનો અપરાધભાવ તમને ઉપયોગી પણ થઈ શકે છે. જો બુદ્ધિપૂર્વક આપણે અપરાધભાવને અનુસરીએ તો તે જીવનમાં આપણને ઉન્નતિ તરફ લઈ જઈ શકે છે. દા.ત. તમને એમ લાગે કે કંઈક કરવાનું સામર્થ્ય તમારામાં છે. તમને એમ લાગે કે તમારા સામર્થ્યનો તમે કોઈ ઉપયોગ જ કરતા નથી, ત્યારે તમારામાં અપરાધભાવ જાગે છે. આ જ અપરાધભાવ તમને કામ કરવા પ્રેરશે અને તમારા સામર્થ્યને જાગૃત કરશે.
ઘણી વાર આપણે મનમાં સમજીએ છીએ કે આપણી આસપાસની પરિસ્થિતિનું આપણે પરિવર્તન કરી શકીએ છીએ. પણ આળસને કારણે, સામનો કરવાના ભયને કારણે કે જવાબદારીના ભયને કારણે આપણે શાંત રહીને જોયા કરીએ છીએ. આ નોંધપાત્ર અપરાધભાવ છે. પરિસ્થિતિ સુધારવા શું કરવું જોઈએ એમ વિચારી એ દિશામાં આપણે પગલાં લઈએ તો અપરાધભાવ અદૃશ્ય થઈ જશે અને આપણે પ્રગતિ કરીશું.
આ પ્રકારના અપરાધભાવમાં આવશ્યક કામ કરવા માટે પ્રેરવાની શક્તિ છે. આવા અપરાધભાવનું લક્ષણ જ છે કે એ ટકે નહિ અને પગલું લેવા પ્રેરેજ. અને તેના માટે આવશ્યક કાર્ય કરવું એ જ એક માર્ગ છે. આમ થતાં જ અપરાધભાવ અદૃશ્ય થઈ જાય છે.
કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં તમારો અહમ્ પ્રવૃત્ત થતાં તભમે અસહાયતા અનુભવો છો ત્યારે અપરાધભાવ અનુભવાય છે. તમને અહંકાર વિશે જાણ થાય છે પણ તમે તેનું નિયંત્રણ કરી શકતા નથી ત્યારે પણ અપરાધભાવ થાય છે, આ અપરાધભાવ પણ સારો છે. કારણ કે તમારા જ અહંકાર વિશે તમે જાગૃત છો, તમારા અહંકારનાં વિલીનીકરણમાં આ અપરાધભાવ સહાયભૂત થાય છે.
અપરાધભાવ શારીરિક રોગમાં પરિણમે છે.
અપરાધભાવ બુદ્ધિને નિશ્ચિત મારનારું તત્ત્વ છે. મારા મતે અપરાધભાવ બુદ્ધિને મારનારું સૌથી ખરાબ તત્ત્વ છે. તે તમને જીવન જીવવા દેતું જ નથી.
અમારી એક ભક્ત બહેનને તેની કરોડરજ્જુ નીચે એક ગાંઠ થઈ હતી. ૨૦ વર્ષથી તે આ ગાંઠથી પીડાતી હતી. એકવાર તે ફરિયાદ લઈને મારી પાસે આવી અને કહેવા લાગી કૃપા કરી મને મદદ કરો. મને સાજી કરી દો, ઘણાં વર્ષોથી આ ગાંઠથી હું હેરાન થઉં છું, ઓપરેશન પછી પણ આ ફરીથી થઇ છે.
સમસ્યાનું મૂળ શોધવા ધીમે ધીમે મેં તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. મે તેને ઘણાં પ્રશ્નો પૂછ્યા અને અંતે તે મુક્તમને રડવા લાગી. મેં તેને પૂછ્યું તને તારી કામશક્તિ સંબંધિત કોઇ સમસ્યા છે ? તે ધીમે ધીમે કહેવા લાગી. તેણે કીધું કે તે જ્યારે યુવાન હતી ત્યારે તેની શારીરિક છેડતી થઈ હતી. તેના જ એક સંબંધી દ્વારા અનેક વર્ષો સુધી તેની શારીરિક છેડતી થતી હતી. તે અપરાધભાવ તેનામાં રહ્યો હતો. મને મારા શરીરના એ ભાગથી નફરત થવા લાગી હતી. મને એમ થતું કે મારા શરીરનો એ ભાગ મારી અંદર ના હોવો જોઈએ. એમ મને લાગતું કે તે ભાગ મારો છે જ નહીં, એ વ્યક્તિ પ્રત્યેની નફરત મારા શરીરની નફરતમાં પરિણમી છે.
તેનો આ ધિક્કાર ખૂબ જ ઉંડો હતો. મેં વાતો ચાલુ રાખી. ધીમે ધીમે તે વધુ ને વધુ મુક્તમને બધું કહેવા લાગી. તેનો અપરાધભાવ બહાર આવતાં તે પોતે તેમાંથી મુક્ત થઈ ગઈ. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ રીતે તે સાજી થઇ ગઇ.
મેં તેને તેના શરીરના તે ભાગ પર ધ્યાન કરવા એક ધ્યાનની યુક્તિ શીખવી. મેં તેને કીધું - તે વ્યક્તિ માટેનો બધો ગુસ્સો વ્યક્ત કરો. રડો, બૂમો પાડો, મારો, બારણું બંધ કરો, એક તકિયાને એ વ્યક્તિ સમજી બધો ક્રોધ વ્યક્ત કરો. પછી શાંતિથી બેસીને શરીરના તે ભાગને તમારો છે એમ અનુભવો. શરીરના એ ભાગ માટે પ્રેમ અનુભવો.
તમને આશ્ચર્ય થશે કે માત્ર દસ દિવસમાં એ ગાંઠ જતી રહી ! તે પાછી પણ ના થઇ. ઘણીવાર આપણી માનસિક તકલીફોને કારણે જ પીડા થાય છે. અપરાધભાવ તેમાં મુખ્ય કામ કરે છે.
ઘણી વાર અપરાધભાવને કારણે આપણી શક્તિનો પ્રવાહ અવરોધાય છે. તમે જ્યારે કંઈ કરી શકતા નથી, નિર્ણયો લઇ શકતા નથી તમને ભય છે ત્યારે ક્યાંક તમારામાં અપરાધભાવ હશે જ.
સ્વીકૃતિ - સુંદર ઉપાય
ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની ખેંચતાણમાંથી મુક્તિ માટે સ્વીકૃતિ જ સુંદર સાધન છે. સ્વીકૃતિ કરતાં તમે વર્તમાનમાં આવી જાવ છો. બાહ્ય અને આંતર્વિશ્વમાં થતી બધી જ ઘટનાઓનો સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે. બાહ્ય અને આંતર જગતની સમસ્યાઓને તેની પૂર્ણતાથી સ્વીકારો. તમે સમસ્યાઓ અનુભવી છે તેને સંપૂર્ણતાથી સ્વીકારો.
તમામ અપરાધભાવ, ભૂલો અને નિષ્ફળતાઓને સ્વીકારો. તમે નથી સ્વીકારી શકતા એ પણ સ્વીકારો. પછીથી તમે હળવા થઇ જશો અને તમારામાંથી અપરાધભાવ જતો રહેશે.
આ પ્રયોગ અજમાવી જુઓ:
બધું જ સ્વીકારી ત્રણ દિવસ માટે હળવા થાવ. તમારી અંદર અને બહારના વિશ્વની ખેંચતાણ વિના જો તમે ત્રણ દિવસ હળવા થાવ છો તો શું સંપત્તિ ગુમાવો છો ? ચોક્કસ ના. કોઇ સમસ્યા છે જ નહીં. ત્રણ દિવસમાં તમે કશું ગુમાવતા નથી. એક પ્રયત્ન કરો. બધુ જ ૧૦૦% સ્વીકારીને ત્રણ દિવસ માટે ગંભીરપણે આ પ્રયત્ન કરો. તમે ૧૦૦% સ્વીકાર કરી નથી શકતા તો
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તેનો પણ સ્વીકાર કરો. હું બાહ્ય અને આંતર જગતનાં તાણાવાણા સ્વીકારી શકતો/શકતી નથી એમ જો તમે સ્વીકારો તો તમે ભૂતકાળ અને ભવિષ્યની ખેંચતાણથી પણ બચી જશો. ‘ઇચ્છાઓ અને ભયની ખેંચતાણથી હું મારી જાતને મુક્ત કરી શકતો નથી, મારી વાસ્તવિકતાને હું સ્વીકારી શકતો નથી’ – આવી સમજથી જ બધી પ્રક્રિયા શરૂ થાય છે.
તમારા બાહ્ય અને આંતર જગતથી મુક્ત થઈ તમે વર્તમાનની ક્ષણોમાં આવો છો તો ત્રણ દિવસમાં જીવન શું છે તેની ઝાંખી તમને મળી જશે, વર્તમાનમાં જીવવું એટલે શું ? આ જો થશે તો તમે ક્યારેય ન અનુભવેલો પરમાનંદ, અલગ જ અવકાશ અને અલગ જ જીવન અનુભવશો.
છેલ્લાં ત્રીસ વર્ષના તમારા સિદ્ધાંતોના આધારે તમે જીવન જીવ્યું પણ આ પ્રયોગથી તમે તમારા જીવનમાં ચમત્કાર સર્જી શકો છો. તેનાથી તમારામાં એક રાસાયણિક વ્યાપાર થાય છે. તમે જો નિખાલસ ના થઈ શકતા હોવ તો તે પણ સ્વીકારો. તે પૂરતું છે. તમે તમારી ભીતર અલગ વિશ્વ જોઈ શકશો.
ધ્યાનની પ્રયુક્તિઓ
મસ્તિષ્કથી હૃદય સુધી
બેસી જાઓ અને આંખો બંધ કરો, થોડી મિનિટો માટે ધીમે ધીમે ઊંડો શ્વાસ લો. તેની સાથે સાથે તમે તમારા માથાને હૃદય સુધી, તમારી છાતી સુધી દબાવીને નીચે લાવો છો એમ અનુભવો. માથા વિનાના થઈ જાવ, હવે તમારું માથું છે જ નહીં. તમે માથા વિનાના છો.
તમે હૃદયથી શ્વાસ લો છો એવું અનુભવો, તમે હૃદયથી જુઓ છો, સૂંઘો છો અને શ્વાસ લો છો એમ અનુભવો, હૃદયથી સાંભળો, હૃદયથી જુઓ અને હૃદયથી અનુભવો.
ઊભા થાવ. હૃદયની ચેતના અનુભવો અને તમારી તમામ ક્રિયાઓને એકદમ ધીમી કરી દો, ચાલો ના માત્ર તમારા શરીરને હલાવો, તમે હૃદયથી હલો છો એ યાદ રાખો. તમારું કેન્દ્ર હૃદય છે, માથું નથી, વારંવાર માથાને ભૂલી જાવ. હૃદયથી હલનચલન કરો. યાદ રાખો કે તમે માથા વગરના છો.
એક જગ્યાએ ઊભા રહો. હવે ધીમે ધીમે ઝડપ વધારો. હૃદયથી હલવાનું યાદ રાખો, માથાથી નહીં, તમારા માથાને ભૂલી જાવ. તમે માથા વગરના છો અને હાલો છો. (થોડી ક્ષણો પછી)
પછી તમે જ્યાં છો ત્યાં બેસી જાવ. માથા વિનાના જ રહો, માત્ર તમારા હૃદય સાથે બેસો, હળવા થાવ. (થોડી ક્ષણો પછી)
ધીમેથી, એકદમ ધીમેથી, તમારી આંખો ખોલો.
તમે શ્રેષ્ઠ છો-તુલના શા માટે ?
તુલના અને ઈર્ષ્યા
ભય, ઇચ્છા અને અપરાધની લાગણી આત્મલક્ષી હોય છે. આ લાગણીઓના ઉદ્ભવ માટે તમારે બીજી વ્યક્તિ કે બીજી વસ્તુની જરૂર નથી. કલ્પના કરો કે તમે ઘોંઘાટશૂન્ય ઓરડામાં છો તમારી આંખો બંધ છે અને ત્યાં સ્પર્શ કરવા, સ્વાદ કરવા કે સૂંઘવા માટે કશું જ નથી. છતાં તમે ભય અથવા ઇચ્છાની લાગણી અનુભવો છો. પણ બીજા સાથે તમારી તુલના કરવા અથવા ઈર્ષ્યા કરવા તમને બીજાની હાજરીની જરૂર છે. તેથી ઈર્ષ્યા પરલક્ષી લાગણી છે. તેને ઉત્પન્ન કરવા અન્ય વસ્તુની જરૂર છે.
વાર્તા : એક સાંજે એક માણસ તેની પત્ની સાથે બાગમાં બાંકડા પર બેઠો હતો. તેમને જોયા વિના જ એક યુવક તેની મિત્ર સાથે તેમની બાજુમાં બેઠા ખૂબ જ પ્રેમપૂર્વક તે યુવકે તેની મિત્ર સાથે વાત કરવાનું શરૂ કરે છે.
આ બધું સાંભળી, પત્ની તેના પતિને કહે છે – મને લાગે છે કે પેલો યુવક યુવતીને પ્રસ્તાવ મૂકશે. તેમને તમારે સાવચેત કરવા જોઈએ.
પતિએ જવાબ આપ્યો હું શા માટે સાવચેત કરું ? મને ક્યારેય કોઈએ સાવચેત કર્યો નથી.
ઈર્ષ્યા તુલનામાંથી શરૂ થાય છે. આપણે જુદાં જુદાં ક્ષેત્રે હંમેશા આપણી બીજા સાથે તુલના કરીએ છીએ. દેખાવ, સંપત્તિ, જ્ઞાન, નામ યશ અને મિત્રો માટે જ્યારે આપણે આપણી બીજા સાથે તુલના કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણા કરતાં અન્ય પાસે વધુ છે અને આપણે ઈર્ષ્યામાં જકડાઈ જઈએ છીએ.
તુલના બીજ છે અને ઈર્ષ્યા ફળ છે !
તુલના શા માટે ?
આપણે આપણી તુલના અન્ય સાથે કેમ કરીએ છીએ ? આપણે પોતાને જ ક્યારેય સમજ્યા નથી તેથી આપણે આપણી તુલના કરીએ છીએ. આપણે શું છીએ અને આપણી પાસે શું છે તેનું આપણને જ્ઞાન નથી.
બીજું કે બીજાના આધારે પોતાનું મૂલ્યાંકન કરવાનું જન્મથી જ સમાજે આપણને શીખવ્યું છે. બાળપણથી જ તુલના શરૂ થાય છે. શાળામાં ગ્રેડ પધ્ધતિથી જ બાળકમાં સ્પર્ધા અને તુલનાનો પરિચય થાય છે.
સંબંધો વિના કશાનું અસ્તિત્વ હોતું નથી. બાળકની ગુણવત્તા ચકાસવા માટે ગણિતમાં, વિજ્ઞાનમાં, કલામાં, રમતગમતમાં, સંગીતમાં સામર્થ્ય જેવાં ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. પરંતુ આ રીતે જ્યારે નિર્ધારિત ધારાધોરણોથી આપણે બાળકની ગુણવત્તાને માપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે તુલનાનો એક માપ તરીકે જ ઉપયોગ કરીએ છીએ. શાળામાં ચાલતી ઇનામની પધ્ધતિથી તો ખરેખર આપણે બાળકોને સજા કરીએ છીએ. બીજાને જોઈને, બીજા સાથે તુલના કરીને બાળક પોતાને ચકાસવા અને પોતાને જાણવા ટેવાય છે. તે પોતે શું છે તેના આધારે તે ક્યારેય પોતાની જાતને સમજતો નથી. બીજાના આધારે જ તે પોતાને સમજે છે.
વાર્તા : એકવાર માર્ગ અકસ્માત વિશે કોર્ટમાં એક વ્યક્તિની પૂછપરછ ચાલી રહી હતી. અચાનક તે માણસે જોયું કે તે જે કંઈ બોલી રહ્યો છે તેને કોર્ટ– રિપોર્ટર નોંધી રહ્યો છે. તે માણસ જેટલું ઝડપથી બોલતો જતો રીપોર્ટર તેટલું ઝડપથી નોંધતો જતો.
અચાનક પેલા માણસે કોર્ટ–રીપોર્ટરને કીધું કે ઝડપથી લખવાનું બંધ કરો. હું તમારી ઝડપે બોલી શકતો નથી.
તમારા માટેના તમે કરેલા પ્રત્યેક અભિપ્રાયો કોઈને કોઈ તુલના પર આધારિત હોય છે. પણ બીજાનો વિચાર તમારામાં કઈ રીતે પ્રવેશે છે ? કેમ કે તમે શું છો તે અંગે તમે ક્યારેય વિચાર્યું નથી. તમારી ભીતરનો આનંદ અને સામર્થ્યને તમે અનુભવ્યો નથી. તમે શું છો તે અભિવ્યક્ત કરી શકતા નથી અને તેથી અપૂર્ણતા અનુભવો છો. તેથી તમારી ભીતરનું ખાલીપણું અને પૂર્ણતાના અભાવને કારણે તમારામાં લઘુતાગ્રંથીનો ઉદ્ભવ થાય છે.
તુલનાની નિરર્થકતા
ભગવાન બુદ્ધ કહે છે - ‘સંબંધો વિના કશાનું અસ્તિત્વ હોતું નથી’ ધારો કે એક નવા જ ગ્રહ પર તમે એકલા છો, તો તમે તમારી તુલના કોઈની સાથે કેવી રીતે કરી શકશો ? શું તમે પોતાને લાંબા કે ટૂંકા, ખરાબ કે સુંદર, ધનવાન કે ગરીબ, બુદ્ધિશાળી કે ડફોળ કહેશો ? ના, તુલના કરવા કોઈ છે જ નહીં ! બસ, પોતે જ છો.
હજુ પણ પોતાની બીજા કોઈ સાથે તુલના કરવા કોઈ માપદંડ નથી. પ્રત્યેક વ્યક્તિ વિશેષ છે.
શું તમે સિંહ અને ઘોડાની સરખામણી કરી શકો ? શું આપણે આપણી તુલના ફૂલો, પક્ષીઓ કે પર્વતો સાથે કરી શકીએ ? તો પછી બીજા મનુષ્યો સાથે આપણે આપણી તુલના કેમ કરીએ છીએ !
સુંદર ઝેન (ધ્યાન) વાર્તા : એકવાર એક રાજા પાડોશી રાજા કરતાં વધારે શક્તિશાળી બનવા તેના ગુરુને યુક્તિ પૂછે છે તે ગુરુ રાજાને ધીરજથી સાંભળે છે. તેઓ તેને એવા બાગમાં જવાનું કહે છે જ્યાં ગુલાબના છોડ અને સરુના છોડ બાજુ બાજુમાં ઊગેલા હોય. તે રાજાને કહે છે –આ છોડ તારા શિક્ષક છે તને જે જરૂર છે તે આ શીખવશે. ’
રાજા બાગમાં જાય છે, બંને છોડ જુએ છે પણ તેને શું સમજવાનું છે તે ખબર નથી પડતી. તે ગુરુ પાસે પાછો જાય છે અને પૂછે છે – તમે શું કહો છો ? આ બંને છોડ મને શું શીખવશે એ મને સમજાતું નથી. ગુરુ છોડ પાસે તેને લઈ ગયા અને સમજાવવા લાગ્યા - આ સરુનો છોડ આ ગુલાબના છોડ જોડે વર્ષોથી છે. તેને ગુલાબ થવાની ક્યારેય ઇચ્છા કરી નથી. એ જ રીતે
ગુલાબના છોડે ક્યારેય સરૂનો છોડ થવાની ઇચ્છા કરી નથી. જો માણસ સરૂનો છોડ હોત તો તેણે પોતાની તુલના ગુલાબના છોડ સાથે કરી હોત તેની ઇર્ષા કરી હોતકે તેને લોકો દ્વારા મહત્વ મળે છે. અને જો માણસ ગુલાબના છોડ હોત તો તેણે સરૂના છોડની ઇર્ષા કરી હોત, કે તે કેટલી શાંતિમાં છે અને રોજ રોજ કોઇ તેને તોડતું પણ નથી !
બંને છોડ સમૃધ્ધ છે કેમ કે તેમણે પોતાની શક્તિનો વ્યય તુલના કરવામાં ન કરી બધી જ શક્તિને પોતાની જ પ્રગતિમાં વાપરી છે.
જે સમયે તમે તુલના કરવાનું બંધ કરશો તે સમયે ઇર્ષા અદ્રશ્ય થઇ જશે. વળી તમે પોતાનામાં જ પૂર્ણતા અનુભવશો અને તમને લાગશે કે કુદરતે તમને કેટલું બધું આપીને વિશિષ્ટ બનાવ્યા છે.
પણ જો તમે બીજાની ઇર્ષા કરશો તો તમે દુઃખી થશો. તમે ક્યાં તો બીજા સાથે કે પોતાની સાથે જ સતત લડ્યા કરશો. કોઇ હસશે તો પણ તમને લાગશે કે તે તમારી તરફ હસે છે. કોઇની બીજી વ્યક્તિ સાથેની મિત્રતાના કારણે તમને એકલું લાગશે અને તમે તેમની ઇર્ષા કરશો.
ખરેખર તો કોઇ તમને આઘાત પહોંચાડે તેની તમે રાહ જુઓ છો. તમારી અંદર પ્રવેશેલી ઇર્ષા તાજા જખમ જેવી છે. તમને દુઃખી કરવાના ઇરાદા વિનાની થતી પ્રત્યેક ક્રિયાઓ તમારા જખમને સ્પર્શી જાય છે અને તમે દુઃખી થાવ છો.
એટલે જ્યારે તમને પીડા થાવ ત્યારે સમજી લો તમને ઘા છે. તમારાં દુઃખો માટે બીજાને જવાબદાર ના ઠેરવો. તમારા જખમને તાજા કરવાની અને ઇર્ષા દૂર કરવાની જરૂર છે. એટલે જ્યારે તમને પીડા થાય ત્યારે સમજી લો કે તમને ઘા છે. પછી કોઇ તમને દુઃખી નહીં કરે. તમારી મૌન અનુમતિ વિના કોઇ તમને દુઃખી કરી શકતું નથી.
તમારામાં કંઇક ખામી છે એમ તમને લાગે છે એટલે તમે બીજા સાથે તમારી તુલના કરો છો. તમારા વિશિષ્ટ સામર્થ્યની તમને જાણ જ નથી ! જો ખબર હોત તો સર્જનાત્મક અને પરિપૂર્ણ જીવન જીવવા તમે તમારાથી બહાર એક સેકન્ડ પણ જોયું ના હોત.
વિશ્વાસ, બુધ્ધિ અને શક્તિ તમારી અંદર જ છે. પૃથ્વી પર ભગવાનની જેમ જીવવાનું સામર્થ્ય તમારામાં છે. તમે જ બનાવેલી મર્યાદિત શક્તિઓમાં વિશ્વાસ ન કરો. ભીતર જુઓ ! તમારા માટે સત્યનો પ્રયોગ કરો, તેને શોધો. પછી બધા જ ગુણો વગર-પ્રયત્ને તમારામાં ઉભરાશે.
નિસરણીની ઉપર અને નીચે
ધારો કે એક મોટી નિસરણી છે અને દુનિયાના બધા જ માણસોને સૌંદર્ય કે બુધ્ધિની સફળતા પ્રમાણે ચઢતા ક્રમમાંઊભા રહેવાનું કહેવામાં આવે. તમે પોતાને ક્યાંક વચ્ચે ઊભા રાખશો. તમારી ઉપર ઘણા માણસોહશે પણ તમારી નીચે પણ ઘણા માણસો હશે. તમારી ઉપરના માણસો જોવાથી તમને ઇર્ષ્યા થશે. પણ આગળ ચઢવા માટે તમે સતત તેમનાથી વધુ સારા બનવાનો પ્રયત્ન કરશો.
પરંતુ જીવનમાં કોઇક ક્ષણે તમને અંત વિનાની આ રમતની નિરર્થકતા સમજાશે. પછી નિસરણી પરથી કૂદી જવાની ઇચ્છા થશે હવે તમે શું કરશો ? તમારી નીચે
એમ ત્રણની આસપાસ જ ઘણા માણસો છે.
આપણે કાર્ય કરીએ છીએ. તેનાથી ખુશ થશો
અને તમે એટલી નીચલી કક્ષાના નથી એમ વિચારી
આશાન્વિત થશો.
અહીં જ લડાઈ શરૂ થાય છે તમે ઉપર જુઓ છો તો તમે દુઃખી થાવ છો અને નીચે જુઓ છો તો ખુશ થાવ છો. આમ નિસરણી ચઢવામાં તમે જીવન નિરર્થક જ વિતાવ્યું છે એમ સમજ્યા પછી પણ તમે એકલા પડી જવાના ભયથી નિસરણી પરથી કૂદકો મારી શકતા નથી પછી તમારી ઉપર કે નીચે કોઈ નહીં હોય.
કરવું, મેળવવું અને હોવું
'કરવું, મેળવવું અને હોવું' એમ ત્રણ પરિધિની આસપાસ જ આપણે કાર્ય કરીએ છીએ. તમારા હોવાપણાને માણ્યા વગર મેળવવા માટે તમે કંઈક કરો છો એ જ તમારાં દુઃખોનું કારણ છે. કંઈક કરવાને કંઈક મેળવવા સાથે સંબંધ નથી ! હંમેશા એક ઈચ્છા પૂરી કરવા તમે ખૂબ મહેનત કરો છો અને તરત જ તે ઈચ્છા તમારા પરનો કાબૂ ગૂમાવે છે.
દિવ્યજ્ઞાની રમણ મહર્ષિ કહે છે - “મનને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રાઇના દાણાને પર્વત બનાવે છે. જેવી તેની પ્રાપ્તિ થાય છે કે મોટો પર્વત પણ રાઇના દાણા જેવો દેખાય છે !”
એક ઇચ્છા પૂરી થાય કે તરત જ બીજી ઇચ્છા તમને ખેંચે છે. પહેલી ઇચ્છા પૂરી થયાનો આનંદ અને સંતોષ અનુભવવાનો સમય પણ તમારી પાસે નથી. તમે વિચારશો કે મને હજુ વધુ એક વસ્તુ મળી જાય પછી નિરાંતે હું બધું માણીશ. પણ તમારું મન આ થવા નહીં દે. જીવનને સાચી રીતે આનંદપૂર્વકનો માર્ગ એટલે તમારા કામને માણો. પછી કરવું, હોવું અને થવું-બધું જ સંકળાશે અને થશે.
તમે વિશિષ્ટ છો
આપણા બધાના વિકાસ માટે પ્રકૃતિ પાસે પોતાનો વિશિષ્ટ માર્ગ છે. ચાઇનીઝ વાંસનો દાખલો લો. તે જ્યારે ફૂટે છે ત્યારે પહેલા ચાર વર્ષ તેનો વધુ વિકાસ થતો નથી. પણ પાંચમા વર્ષે છ જ અઠવાડિયામાં તે વાંસ ૯૦ ફૂટ ઊંચો વધે છે ! એવું નથી કે પહેલા ચાર વર્ષમાં આનો વિકાસ થતો ન હતો. વિકાસ દેખાતો ન હતો પણ તેના મોટા ઝાડ તરીકેના ઝડપી અને સુરક્ષિત વિકાસ માટે તેના મૂળિયાં મજબૂત બની રહ્યાં હતાં !
વાંસના વિકાસની જેમ જ બીજાની સાથે તમારી સરખામણી કરવાનો કોઈ માપદંડ નથી. તમે તમારી બધી જ શક્તિ તમારી ભીતર જોવામાં અને પોતાની સાથે જ સ્પર્ધા કરવામાં વાપરશો તો તમે ખૂબ જ વિકાસ કરશો.
પહેલાં એ સમજો કે ભગવાન એક કલાકાર છે, એન્જિનિયર નથી. જો એ એન્જિનિયર હોત, તો તેમણે એક સંપૂર્ણ પુરુષ અને એક સંપૂર્ણ સ્ત્રી બનાવ્યા હોત અને પછી તે જ બીબામાંથી કરોડોની સંખ્યામાં કોપી બનાવી હોત ! પણ ના, ભગવાને આપણને પ્રત્યેકને બધી જ રીતે વિશિષ્ટ બનાવ્યાં છે.
તમે ગુલાબ, લીલી કે કોઈ જંગલી ફૂલ છો તેનાથી કોઈ ફેર પડતો નથી. પણ મહત્ત્વની વસ્તુ છે કે જંગલી ફૂલે તેનું સામર્થ્ય સમજવું જોઈએ. જેમ એક ગુલાબનું ફૂલ પોતાની આંતરિક શક્તિને ઓળખે છે એમ તમારા
વિશિષ્ટ સામર્થ્યને અનુભવતા તમારામાંથી ઉદ્ભવતી સુવાસ વિના પ્રયત્ને તમારી આસપાસના પ્રત્યેકને સ્પર્શી જાય છે.
સૌંદર્યથી કે બુદ્ધિથી પણ તમે વિશિષ્ટ છો. બીજાની સાથે તમારી તુલના કરવાનાં કારણે તમે તમારી વિશિષ્ટતાને માન આપતા નથી. સામે વાળી વ્યક્તિ તમારો પ્રિય સિનેમાસ્ટાર હોય કે મોડેલ હોય તો પણ તેમની પાસેથી પાણીનો ગ્લાસ સ્વીકારશો ? ના, તમે તમારા મિત્ર એવા તમારા શરીરથી જ તેને સ્વીકારીને ખુશ થશો. સ્વીકારો અને આવકારો.
સમકક્ષોનું દબાણ - ઈર્ષ્યાની લાકડી
આપણાં શાસ્ત્રોમાં એક સુંદર શ્લોકમાં કીધું છે કે આ વિશ્વને ચલાવનાર માયાશક્તિ પોતાનું ધાર્યું તમારી પાસે કરાવવા માટે ઈર્ષ્યાનો ઉપયોગ કરે છે.
ભારતમાં રસ્તા પર માણસો વાંદરા સાથે સરકસ કરતા દેખાય છે. તેમના હાથમાંએક નાની લાકડી હોય છે. લાકડી હાથમાં લેતાં જ વાંદરો તમે કહો તે બધું કરવા માંડે છે. જો તેઓ માત્ર ઈશારો જ કરે તો વાંદરો નહીં સાંભળે, વાંદરો જાણે છે કે માણસ ગમે ત્યારે લાકડી હાથમાં લઇ શકે છે પણ છતાંજો તમે હાથમાં લાકડી નહીં લો તો વાંદરો સાંભળશે નહીં. માણસ વાંદરાને ત્રણ વાર કૂદવાને કહેશે તો વાંદરો ત્રણ વાર કૂદશે.
સરકસનાં રીંગ માસ્ટરની જેમ માણસ લાકડીનો ઉપયોગ કરશે. એ જ રીતે માયાની શક્તિ દબાણ અને સમકક્ષાનં દબાણ ઈર્ષાનો લાકડી તરીકે ઉપયોગ કરીને તમારી પાસે ધાર્યું કામ કરાવશે. દબાણ એ માત્ર મોટા અહંકારની રમત છે. ખરેખર તો તમારા વિકાસ માટે તેની જરૂર જ નથી. આપણા બધાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવામાટે આ પૃથ્વી પાસે અનાજ, નિવાસ, કપડાં અને દવાઓ પુરતા પ્રમાણમાં છે. સ્પર્ધા કરવાની જરૂર જ નથી !
સમકક્ષોનું દબાણ એ માત્ર
અહંકારની મોટી રમત છે.
ખરેખર તો તમારા વિકાસ
માટે તેની જરૂર જ નથી.
ઈર્ષ્યાથી કેવી રીતે છુટવું ?
ક્રોધ, લોભ, હતાશા જેવી અનેક નકારાત્મક લાગણીઓ સાથે ઈર્ષાને ઘનિષ્ઠ સંબંધ છે. આપણે ઈર્ષાના ચક્રને તોડી નાંખીએ તો આ બધી જ લાગણીઓ જતી રહેશે.
દ્રષ્ટા બનવું
ઈર્ષાથી દૂર ભાગવાથી કે ઈર્ષ્યાની વસ્તુનો વિરોધ કરવાથી તમે ઈર્ષાથી પર નથી થઇ શકતા. પણ જ્યારે ઈર્ષાની ભાવના તમારામાં ઉદ્ભવવાની શરૂ થાય ત્યારે તમે સજાગ થઇ જાવ. તમને આશ્ચર્ય થશે કે તે જ ક્ષણે ઈર્ષ્યા દૂર થઇ જશે.
ભગવાન બુદ્ધ કહે છે – તમારી અંદરની તામસિક લાગણીઓનો નાશ કરી શાંતિથી રહો.
તમારા પરમાનંદ સ્વભાવથી તમને લૂંટી લેનાર એવાં ઈર્ષ્યા, સ્પર્ધા, ધિક્કાર અને તુલનાનાં તત્ત્વોથી સજાગ થાઓ અને તેમનો નાશ કરો. નકારાત્મક ભાવનાઓનાં કાળા પડછાયાને ઉઘાડો પાડવા તમારી સભાનતાના પ્રકાશનો ઉપયોગ કરો. નહીં તો માત્ર ઉંદરની દોડાદોડ જેવી સ્થિતિમાં રહી જશો. હું લોકોને કહું છું કે તમે ઉંદરની દોડ જીતી જશો તો પણ તમે ઉંદર જ રહેવાના છો !
ઈર્ષાને દબાવવાથી કે તેનાઅસ્તિત્વને નકારવાથી ઈર્ષા દૂર નહીં થાય. તેની અભિવ્યક્તિ અને પ્રોત્સાહન પણ યોગ્ય નથી કેમ કે તમે સભાનપણે ઈર્ષાનો સામનો કરતા નથી.
તમારામાં ઈર્ષા કઈ રીતે ઉદ્ભવી, ધિક્કારમાં કઈ રીતે પરિણમી તેનાથી અસહિષ્ણુતા અને નિરાશા કઈ રીતે ઉદ્ભવી અને કઈ રીતે તમારી શાંતિ તમે ગુમાવી તે ધ્યાનથી જુઓ.
ઈર્ષાના પદાર્થને કે ઈર્ષાને ધિક્કારવા કરતાં તેનાથી જાગ્રત થાવ. તેની સાથે કંઈ જ લેવાદેવા નથી એમ તેને માત્ર જુઓ. વૈજ્ઞાનિક રીતે તેને જુઓ, વૈજ્ઞાનિક રીતે એટલે શું ?
વિજ્ઞાનીનો અભિગમ-પૂર્વગ્રહ નહીં
જ્યારે કોઈ વિજ્ઞાની પ્રયોગ કરે છે ત્યારે તે કોઈ પણ પ્રકારનાં પૂર્વ નિર્ધારિત તારણો કે નિર્ણયો વિના પ્રયોગ કરે છે. જો તેના મનમાં પહેલેથી તારણો છે તો તે વિજ્ઞાની નથી કેમ કે તેનાં તારણો પ્રયોગને પ્રભાવિત કરશે.
તમારા આંતરિક વિશ્વની પ્રયોગશાળાના તમે વિજ્ઞાની છો. તમે તમારા આંતરિક વિશ્વના વિજ્ઞાની બનો અને તમારા મનને પ્રયોગશાળા બનાવો. કોઈ પણ પૂર્વગ્રહ વિના જુઓ અને જાગ્રત થાઓ.
તમારી લાગણી ખરાબ છે એમ કહી વિરોધ ના કરો. તે હજુ તમારો અનુભવ બન્યો નથી. જો એ તમારો અનુભવ છે તો ઈર્ષા નકારાત્મક ભાવના છે અને તમે એનો આપોઆપ ત્યાગ કરશો. તે તમારો પોતાનો અનુભવ બનતો નથી. એ તો બીજા પાસેથી લીધેલું છે. ઈર્ષા અને તુલના નકારાત્મક લાગણીઓ છે એવી અનુભવાત્મક સમજ નથી કેળવાતી ત્યાં સુધી તે તમારો એક ભાગ બનતા નથી.
ઈર્ષાના પદાર્થનો વિરોધ ના કરો. આ પદાર્થે બહારથી લાગણીનો ઉદ્ભવ નથી કર્યો. ઈર્ષ્યા તો તમારી અંદર થાય છે.
જો તમે સભાનતાથી ઈર્ષાને જોશો તો સમજાશે કે તેના અસ્તિત્વ માટે કોઈ પાયો જ નથી. જ્યારે આ સમજાશે ત્યારે ઈર્ષ્યા આપોઆપ દૂર થઈ જશે. તમારે તેને દૂર કરવાની જરૂર નથી.
વાર્તા : એક સ્ત્રી એક ધંધાદારી ચિત્રકારને પોતાનાં ચિત્રો બનાવવા કહે છે. ચિત્રકાર ઘણી કાળજીથી તેનું એક મોટું ચિત્ર બનાવી પ્રસ્તુત કરે છે અને કહે છે – ‘તમને કેવું લાગ્યું ?’
તે સ્ત્રીએ કહ્યું – હા બહુ સરસ, પણ શું તમે એમાં થોડું ઉમેરી શકો છો ? મારે તેમાં ચળકતો હીરાનો હાર, સોનાનું ઘડિયાળ અને કડું, લાંબી કાનની કડીઓ અને સુંદર મોતીની આંગળીની વીંટીઓ ઉમેરવી છે. ચિત્રકારે આશ્ચર્યથી કહ્યું – મેડમ, ચિત્ર તો આમ સારું જ સારું લાગે છે શા માટે તમારે તેમાં દાગીના અને હીરા ઝવેરાત ઉમેરવાં છે ?
તે સ્ત્રીએ કહ્યું – હું ઈચ્છું કે મારા અમીર પાડોશીઓ આ ચિત્ર જુએ અને જ્યારે આ દાગીના જુએ તો તેમને એમ લાગે કે મારી પાસે આ દાગીના છે. ’
જો તમે તેનું નિયંત્રણ નહીં કરો અને તમારી સભાનતા રૂપી અગ્નિશામકથી તે આગને નહીં ઓલવો તો ઇર્ષ્યાની અગનજવાળાઓ તમને લપેટી લેશે.
અનંત પ્રેમ
પ્રેમ અને પરમ આનંદ તમારા સાચા સ્વભાવને ઇર્ષા અનુભવવા નહીં દે. જીવનની અને પોતાની અણસમજથી તે ઉદ્દભવે છે. તમે એવું સમજો છો કે તમારી બહારથી તમારે પ્રેમ મેળવવાનો છે. એટલું જ નહીં, તમે એમ પણ માનો છો કે પ્રેમ એ કોઇ જથ્થો છે જે તમારે વહેંચવાનો છે. તેથી તમે ડરો છો કે જો તમે પ્રેમ વહેંચશો તો તે ઓછો થઇ જશે.
પ્રેમ કોઇ મર્યાદિત જથ્થો નથી એ તો તમારી અંદરનો એક ગુણ છે. તમારી ભીતર જ ઉદ્દભવતું એક અંત વિનાનું ઝરણું છે. એ તમારો પોતાનો સ્વભાવ છે એટલે તમારા સિવાય કોઇ વસ્તુ દ્વારા કે કોઇના દ્વારા તેને અવરોધી શકાતો નથી.
એકવાર પ્રેમ વહેવા માંડશે એટલે ઇર્ષા અને માલિકીપણું ટકશે જ નહીં. તમે જે છો તે જ રીતે તમારી જાતને સ્વીકારશો તો તમે બીજાને પણ તે જેવા છે તેવા સ્વીકારશો.
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
ગંભીરતા અને નિષ્ઠાનો ભેદ
આપણે પોતાના વિશે જે વિચારીએ છીએ ત્યાંથી જ બીજા લોકો સાથે તુલના કરવાનું શરૂ થાય છે. જ્યારે આપણે આપણી વિશિષ્ટતા સમજી લઇએ છીએ, ત્યારે ઇર્ષા દૂર થઈ જાય છે. તો પણ આપણે બીજી સમસ્યા ઊભી કરીએ છીએ. આપણે આપણી જાતને ખૂબ વિશિષ્ટ સમજીએ છીએ અને તેને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ.
એ ગંભીરતા શું છે?
ગંભીરતાએ બીજું કશું નથી, પણ કોઈ એક વસ્તુને વધારે પડતું મહત્ત્વ આપવું. જીવન એક નાટક છે- એવું આપણે સમજતા નથી માટે ગંભીરતા આવે છે. જીવન પાસેથી વધુ પડતી અપેક્ષાનું પરિણામ એ ગંભીરતા છે.
વાર્તા : દરિયા કિનારા પર બે છોકરાઓ રેતીના કિલ્લા બનાવતા હોય છે. બંને વચ્ચે અચાનક ઝઘડો થાય છે. એક છોકરો ગુસ્સે થઈને લાત મારીને તેના કિલ્લાને તોડી નાખે છે.
બીજો છોકરો રાજા પાસે જઈને આ ગંભીર સમસ્યાની ફરિયાદ કરે છે. સામાન્ય રેતીના કિલ્લા માટે આ છોકરો નિરાશ થયો છે, એ જાણીને રાજા ખૂબ હસે છે.
પરંતુ, રાજાના સલાહકાર એવા એક ગુરુ રાજા તરફ હસે છે તે કહે છે કે તમે જ્યારે યુદ્ધ કરો છો અને પત્થરના કિલ્લા પાછળ ઊંઘ બગાડો છો તો પછી રેતીના કિલ્લા માટે ઝઘડનારા આ છોકરાઓ માટે કેમ હસો છો?
આપણી બધી જ ગંભીરતા રેતીના કિલ્લા માટે છે. નાના બાળકને રેતીના કિલ્લા કિંમતી લાગે છે. જ્યારે આપણને આપણી ઉંમરના પત્થરના કિલ્લા કિંમતી લાગે છે. કિલ્લો રેતીનો કે પત્થરનો હોય તેની પાછળની ગંભીરતા એક જ છે. વસ્તુ અલગ છે પરંતુ ગંભીરતા સમાન છે. એટલે જ્યારે બાળકો તેના માટે ઝઘડો કરે ત્યારે હસો નહીં.
ગંભીરતા જીવનની સ્વતંત્રતા અને મુક્તપણા માટેના તમારા મનના દ્વાર બંધ કરી દે છે. તે તમને નિરસ અને મૃત બનાવે છે. તમારા સ્વતંત્ર વિચારોને મારી નાંખે છે અને માત્ર પરિચિત એવી પ્રણાલીઓને હંમેશા વળગી રહે છે.
વાર્તા : એકવાર એક ગુરુકુળમાં કોણે સૌથી સારો બગીચો જાળવી રાખ્યો છે, તેના માટે સ્પર્ધા થાય છે. એક શિષ્ય ખૂબ ગંભીર પ્રકૃતિનો છે તે સ્પર્ધાને ગંભીરતાથી લે છે. તે તેના બગીચાને હંમેશા સ્વચ્છ અને સારી રીતે વાળીને રાખે છે. ઘાસ એક સરખું કાપીને રાખે છે. તેને ખાતરી છે કે પહેલું ઈનામ તેને જ મળશે.
સ્પર્ધાના દિવસે ગુરુજી બધા બાગમાં ફરે છે. પાછા આવીને તે બધા બાગને નંબર આપે છે. આ શિષ્યના બાગને સૌથી છેલ્લો નંબર મળે છે. આ જાણીને તે રહી નથી શકતો અને ગુરુજીને પૂછે છે. ગુરુજી મારા બાગમાં ખોટું શું છે ? તમે મને કેમ છેલ્લો નંબર આપ્યો. ગુરુજી તેની સામે જુએ છે અને પૂછે છે. સૂકાયેલા બધાં પાંદડાં ક્યાં છે ? આ રીતે જાળવેલો બાગ બહુ લાંબો સમય રહેતો નથી અને નાશ પામે છે.
ગંભીરતા તમારી ત્વરા અને સર્જનાત્મકતાનો નાશ કરે છે.
વિજ્ઞાને સાબિત કર્યું છે કે જ્યારે તમે હળવા થઇને કામ કરો છો. ત્યારે તમારા વિચારો અને નિર્ણય લેવાની શક્તિ આપોઆપ વધે છે. આજ કામ જ્યારે તમે ગંભીરતાપૂર્વક કરો છો ત્યારે તમારું મન નિષ્ક્રિય થઇ જાય છે. જ્યારે તમે કોઈ કામ વધુ પડતી ગંભીરતાથી કરો છો, જ્યારે તમે પરિણામ માટે ખૂબ વિચારો છો ત્યારે તમે પોતાની જાતને તેના સંપૂર્ણ સામર્થ્યથી કામ કરવા દેતા નથી.
યોજનાપૂર્વક વિચારીને કામ કરવું જરૂરી છે. પરંતુ તેને નિષ્ઠાથી કરો, ગંભીરતાથી નહીં. નક્કી કરેલા કામને ઉત્સાહપૂર્વક અને પૂર્ણ શક્તિથી કરવું એટલે જ નિષ્ઠા. પરિણામની વધુ પડતી ચિંતા કર્યા વગર ઉત્તમ રીતે કામ કરવું એટલે જ નિષ્ઠા. તમે જ્યારે ગંભીર થાવ છો ત્યારે તમે ખુશ નથી થતા કે હસતા પણ નથી. તમે ગંભીર હો ત્યારે કેવી રીતે હસી શકો !
સંપૂર્ણતા
સંપૂર્ણતા હંમેશા તમારા મનમાંથી આવે છે. તે તમારું લક્ષ્ય બની જાય છે. તમે તે લક્ષ્ય માટે ક્રિયાશીલ થાવ છો. તમે તેને લક્ષ્ય સમજી કામ કરો છો ત્યારે તે મૃત અને ભૌતિક બની જાયછે. પરંતુ તમે જ્યારે સંપૂર્ણ હો છો, તમે હૃદયમાં સ્થિર થાવ છો ત્યારે તમારા માટે એ એક ગંભીર અનુભવ બની જાય છે. તેનું પરિણામ સુંદર હોય છે અને તે તમને આનંદ આપે છે પછી તમે જે કંઈ કરો છો તેનો પ્રકૃતિ સાથે સુમેળ હોય છે. જે કંઈ કરો તે આખું કરો, પૂર્ણ કરો. તમારે સંપૂર્ણતા વિશે જરાય ચિંતા કરવાની જરૂર નથી.
સંપૂર્ણતા ક્યારેય તમને ખુશી આપી શકશે નહીં. તે માત્ર તમારો અહંકાર સંતોષશે. બધી જ પરિપૂર્ણતા થયા પછી તમે અનુભવશો કે તમારી પરિપૂર્ણતા નથી માત્ર અહંકારની છે. સંપૂર્ણતાનાં વિવિધ પાસાં ચૂકી ગયા છો. કશામાં ઊંડાણથી પ્રવેશ્શો ત્યારે જ સંપૂર્ણતા શક્ય બને છે. સંપૂર્ણતા ક્યારેય શક્ય નથી કારણ કે તે તમારા મનમાં રહે છે અને મન વારંવાર સંપૂર્ણતાની વ્યાખ્યા બદલતું રહે છે.
જીવન તમારા તરફથી પર છે
અચેતનપણે આપણે બધાં એવું માનીએ છીએ કે આપણા તરફથી નિયંત્રણ કરી શકાય એવી ઘટનાઓથી આપણું જીવન ભરેલું છે. પરંતુ વારંવાર જીવન આપણને એક સચ્ચાઈની હંમેશા યાદ કરાવે છે કે જીવન તમારા તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
તર્કથી પર છે. જ્યારે તમારી નજીકનું, તમારો મિત્ર કે કોઈ સંબંધીનું મૃત્યુ થાય કે અચાનક જ કંઈક અણગમતું બને ત્યારે આ સત્યની આપણને યાદ અપાવાય છે. જો અચાનક તમે નોકરી ગુમાવો ત્યારે તમને એમ લાગે છે કે જીવન આપણા નિયંત્રણમાં નથી. અચાનક તમને સચ્ચાઈનું ભાન થાય છે. જીવન આપણા તર્કથી બહાર છે. પછી તમે સચ્ચાઈની શોધ આરંભો છો.
તમે જો શહેરમાં રહો છો તો તમારી દિનચર્યા નક્કી હશે. સવારથી તે રાત સુધી તમને ચોક્કસ ખબર છે કે તમારો સમય કેવી રીતે જશે. તમે ક્યાં જશો, શું કરશો અને ક્યારે ખાશો. એ તમારા નિયંત્રણ અને તર્ક બહારની કોઈ ઘટના બને ત્યારે તમને ખબર છે.
તમારો અહંકાર અને તર્ક તમને એવો અનુભવ કરાવશે કે જીવન તમારા તર્કના કાબૂમાં છે. તેથી જ જ્યારે તમારા સંપૂર્ણ હલી જાવ છો. તમે તે પરિસ્થિતિને સંભાળી શકતા નથી. શું કરવું એ તમને સમજાતું નથી. કાં તો તમે હતાશામાં સરી જાવ છો કાં પીડાવ છો.
ખૂબ મહત્ત્વનું એક આખરી સત્ય છે, એ તમારે સમજવું જોઈએ. ક્યારેય એવું ન માની લેશો કે તમારા કારણે જ બધું ઠીકઠાક આપો છો. તમારા સિવાય પણ બધું ઠીકઠીક જ હોય છે. આ એક મહત્ત્વનું રહસ્ય છે. જ્યાં સુધી તમે તમારી માન્યતા ધરાવશો, ત્યાં સુધી તમારા અહંને કારણે તમારે જ દુઃખી થવું પડશે.
અહંકાર શું છે ?
ઉપનિષદ્ અનુસાર જ્યાં સુધી તમે એમ માનો છો કે જીવનનું લક્ષ્ય છે ત્યાંસુધી તમે તેની પાછળ દોડો છો. તમે અહંકારી છો. લક્ષ્યવિહીન જીવનની સુંદરતા સમજી લીધા પછી તમે અહંકારનો ત્યાગ કરી દો છો. ગુરુ તમને
જીવનનું સાચું ધ્યેય અહંકારથી નહીં સમજાય.
લક્ષ્યવિહીન જીવન વિશે સમજાવે છે. તમને જે અત્યારે યોગ્ય લાગે છે તે ખરેખર સાચું અને યોગ્ય નથી. અહંકારી માણસ લક્ષ્ય સાથે કંઈક શોધે છે અને સત્યને ખોઈ દે છે.
મૃત્યુથી જ સાબિત થાય છે કે તમે જે મન દ્વારા જીવો છો તેનું સાચું અસ્તિત્વ છે જ નહીં. જીવનની લક્ષ્યવિહીનતા જાણ્યા પછી તમારી અંદર એક નવી જ ચેતનાનો પ્રાદુર્ભાવ થાય છે. જે ક્ષણે તમને સમજાશે કે જીવનમાં કશું પ્રાપ્ત કરવાનું નથી, તમે જેની હીરા તરીકે રક્ષા કરો છો તે હીરા નહીં પણ પત્થર છે. જીવનની બધી જ મહાન વસ્તુઓ માત્ર રમકડાં છે, ત્યારે જીવનની લક્ષ્યવિહીનતા તમને સમજાશે.
જીવનનું સાચું ધ્યેય અહંકારથી નહીં સમજાય. જ્યારે અહંકારનો ત્યાગ કરશો ત્યારે જ તમને જીવના દિવ્ય ધ્યેયનું જ્ઞાન થશે, ત્યારે જ તમે તેની લીલા અને દિવ્ય નાટકને સમજશો અને તેને માણી શકશો. જો તમે જીવનનું કોઈ ધ્યેય છે એમ વિચારતા રહેશો અને તેને પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા કરશો તો તમે જીવનને જ ગુમાવી બેસશો.
જીવન પોતે જ માર્ગ અને લક્ષ્ય છે. જો તમારી પાસે લક્ષ્ય છે તો તમે દોડશો. તમારા પગ જમીનને સ્પર્શશે નહીં અને તમે આ પ્રકૃતિના સૌંદર્યને માણી નહીં શકો. તમે લક્ષ્યને છોડી દેશો તો તમે માર્ગને મહત્ત્વ આપશો. તમે જીવનની લક્ષ્યવિહીનતા સમજી જશો એટલે જીવવાનો અર્થ પણ સમજી જશો. ત્યાં સુધી તમે માત્ર ‘જીવતા મરેલા’ માણસ જેવા છો. હૉસ્પિટલની પથારીએ પડેલો બેભાન માણસ અને જેણે સત્યનો અનુભવ નથી કર્યો એવો સામાન્ય માણસ, બંને યોગ્ય ચેતના વિના જ જીવે છે. ગુરુ તમને આ સચ્ચાઈનું ભાન કરાવે છે. જીવવાનો અર્થ એટલે અસ્તિત્વ.
તમે જીવનની લક્ષ્યવિહીનતા
સમજી જશો એટલે જીવવાનો
અર્થ પણ સમજી જશો.
લક્ષ્યનો ત્યાગ કરી જીવનને માણો. આ ઉપદેશ પર વારંવાર ધ્યાન કરો. સત્ય તમારી પાસે પ્રભાત બનીને આવશે. ‘નિત્યાનંદ’ તમારામાં ખીલશે. એક એવી સ્થિતિ જે જીવનનો મર્મ છે.
નકારાત્મકતાની દૃઢ લાગણી
તમે જોયું હશે કે જ્યારે તમને કોઇ કંઈક કહે છે ત્યારે મોટે ભાગે તમારી અંદરની પહેલી પ્રક્રિયા ‘ના’ની હોય છે. ‘ના’ જ્યારે તમે ના કહો છો ત્યારે તમારો અહંકાર પામે છો. ભીતરમાં મજબૂત દ્રઢતા અનુભવો છો. તમે જ્યારે હા કહો છો ત્યારે ઢીલા અને મનાવી લેવાય તેવા અનુભવો છો. તમારો અહં તાબે થતો હોય એવું તમને અનુભવો છો તે તમને ગમતું નથી અને તેથી તમે ‘ના’ કહો છો.
તેથી જ જ્યારે તમે ઘરમાં શાળામાં કે ઓફિસમાં કે વાહન ચલાવતા કોઇ નિયમ તોડો છો ત્યારે તમને સારું લાગે છે.
નિયમો માટે ‘ના’ કહેતા તમારો અહંકાર સંવર્ધિત થાય છે. નાના બાળકોમાં તમે આ જોઈ શકશો. કોઇ વસ્તુ તેમણે નથી કરવાની એમ કહેતા જ તેઓ તે વસ્તુ માટે જ જીદ કરશે.
સામાન્ય વિરુદ્ધ અસામાન્ય
જ્યારે તમે તમારા અહંકાર માટે જીવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે તમારું અને અન્યનું જીવન પીડાદાયક બનાવો છો. તમારા જીવનમાં જે પીડાનો તમે સામનો કરો છો તે મોટે ભાગે બીજા દ્વારા કરવામાં આવતી નથી. અજાણતાં તે તમારા દ્વારા જ ઉત્પન્ન થતી હોય છે. તેમાંથી તમે કોઇ ફાયદો લઇ શકતા નથી. પણ તમારા અહંકારને સાબિત કરવા જ તમે તેનું નિર્માણ કરો છો.
વાર્તા : એક સુઝુકી નામના ગુરુ જાપાનમાં રહેતા હતા. તેના ગુરુ મૃત્યુ પામે છે ત્યારે તે ખૂબ રડે છે. એક માણસ તેમને પૂછે છે– તમે તો દિવ્યજ્ઞાની છો. તો તમારા ગુરુના મૃત્યુ પર આટલું બધું કેમ રડો છો ? સુઝુકીએ જવાબ આપ્યો – મારા ગુરુ આ પૃથ્વી પરના એક અસામાન્ય માણસ હતા. તે વ્યકિત મૂંઝવણ અનુભવીને પૂછે છે – તેમનામાં એવું અસાધારણ શું હતું?
સુઝુકીએ કીધું – મેં આવો અસામાન્ય માણસ ક્યારેય જોયો નથી જે પોતે પોતાને સૌથી સામાન્ય ગણતો હતો!
સામાન્ય જીવનમાં પણ પ્રત્યેક સરેરાશ માણસ પણ પોતાને અસાધારણ સમજે છે. તમે જ્યારે મહત્તમ પીડાઓમાંથી પસાર થાવ છો ત્યારે તમારો અહંકાર એમ સમજીને પોષાય છે કે તમે અઘરા જીવનને પણ કાબૂમાં રાખી શક્યા છો. તમારો શત્રુ મોટો છે તો તમે પણ મોટા છો એમ તમને લાગે છે. તમારો શત્રુ નાનો છે તો તમે પણ નાના છે એમ તમને લાગે છે.
એવી જ રીતે તમારી યાતનાઓ મોટી છે તો તમને સારું લાગે છે. તમારો અહંકાર સંતોષાય છે. યાતનાઓના માપદંડથી તમે જીવનને માપો છો. અજાણતાં જ તમે પોતાને અને બીજાને ત્રાસ આપો છો. સુઝુકીના ગુરુ અસાધારણ હતા કારણ કે તે પોતાને સાધારણ સમજતા હતા, જ્યારે આ દુનિયામાં બીજા બધા જ લોકો પોતાને તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
અસાધારણ સમજે છે. તમે પોતે સરેરાશ સ્તરનાં છો કે નહીં તે ચકાસવા આ પ્રયોગ કરો. જો તમે પોતાને અસાધારણ સમજો છો તો તમે સરેરાશ છો. જો તમે પોતાને સાધારણ સમજો છો તો તમે અસાધારણ છો !
યોગ્ય મહોરું વાપરો
તમારા રોજિંદા જીવનમાં તમે વિભિન્ન ભૂમિકા ભજવો છો અને વિભિન્ન મહોરાંનો ઉપયોગ કરો છો. તમારી માતા સાથે એક મહોરું, પિતા સાથે બીજું મહોરું માલિક સાથે ત્રીજું અને અનેક જ્યાં સુધી યોગ્ય વ્યકિત માટે યોગ્ય મહોરાનો ઉપયોગ કરો છો ત્યાં સુધી બધું બરાબર છે. પણ જયારે તમે કોઈની સાથે અયોગ્ય મહોરાનો ઉપયોગ કરો છો ત્યારે સાવચેત રહેજો. હવે અહંકાર પ્રવેશે છે.
યોગ્ય મહોરાં અસરકારકતાથી વાપરો અને ખેલને માણો. પછી તમે એક દ્રષ્ટા છો. તમે આ ત્યારે જ કરી શકો છો જયારે તમે એમ જાણો છો કે તમે મહોરાથી ભિન્ન છો. નહીં તો તમે મહોરા દ્વારા જ ખેંચાતા જશો અને જીવનનાં સૌંદર્યને ગુમાવી દેશો. જયારે તમે જાણી લેશો કે તમે મહોરાને માત્ર વાપરો છો ત્યારે ઇચ્છાઓ પણ છૂટી જશે.
તમે મોટા થાવ છો અને રમકડાંને છોડી દો છો એ જ રીતે આ મહોરાંને બુદ્ધિપૂર્વક જોશો તો પછી તમને તેના માટે કોઈ ઇચ્છાઓ નહીં રહે અને તમે જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરશો.
અહંકાર અસંતોષમાંથી જન્મે છે
જો તમે દ્રઢ અહંકારી માણસ છો તો તમને અલાયદા
તમારી યાતનાઓની સીમાઓ વચ્ચે જ તમારા મનનું અસ્તિત્વ છે.
નરકની જરૂર નથી કેમ કે દ્વંદ્વ અને અસંતોષની સ્થિતિમાં જ મનનું અસ્તિત્વ છે. સંતોષથી તમે તમારી સીમાઓ ગુમાવી દો છો. પછી તમને આનંદ કે ખુશીની જરૂર નથી. કયારેય ના વિચારશો કે તમને આનંદ જોઇએ છે. ના ! ખુશી અને આનંદથી તમે ડરો છો. જયારે પણ તમે શાંતિની અને ચિંતા વિનાની સ્થિતિમાંથી પસાર થાવ છો ત્યારે ધ્યાનથી જુઓ, તમને લાગશે કે તમે કંઇક ગુમાવો છો, પણ ખરેખર એવું વિચારવાનું કંઈ છે જ નહીં ! જ્યાં સુધી કંઇ દ્રઢ વિચારવાનું તમારી પાસે હોતું નથી ત્યાં સુધી તમારી ભીતરના અવકાશમાંકોઈ સ્પષ્ટ સીમા હોતી નથી.
તમારું મન ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જયારે તે તમારી યાતનાઓને વીંધે છે. તમને યાતનાઓ નથી હોતી ત્યાં સુધી તમે તમારી સીમાઓ કે તમારા અસ્તિત્વને ઓળખતા નથી. જો ઊંડાણથી જોશો તો તમે સમજશો કે ઘણી વાર તમને એકલું લાગશે, ચિંતા કરવા જેવું કે પીડા કરવા જેવું કંઈ નથી. તમે પોતાને આ જ રીતે સમજો છો કેમ કે સ્વાભાવિકપણે જ મન માત્ર નકારાત્મક બાબતોને જ નોંધે છે. મન ઘણા નવા વિચારોનું સર્જન કરી શકે છે. તે યાતનાઓ અસંતોષને વધુ સ્પષ્ટતાથી ઓળખી શકે છે. આનંદની ગુણવત્તાને સીમા નથી હોતી. તમે જયારે ખુશ છો ત્યારે તમે તમારી સીમાઓ અનુભવતા નથી. જયારે પણ તમે તમારી સીમાઓ અનુભવતા નથી ત્યારે તમે આનંદમાં છો, સંતોષમાં છો.
પીડા અહંકાર તરફ લઈ જાય છે
તમારી પીડા વિના અહંકારનું અસ્તિત્વ નથી. પીડા જ અહંકારનું મૂળ છે. આ અગત્યની વાત સમજી લેવી જરૂરી છે. આપણે હંમેશા વિચારીએ છીએ પીડા દ્વારા અહંકારને ખલેલ થાય છે. પણ ના પીડાથી તો અહંકાર વધુ સમૃધ્ધ થાય છે. તમારી પીડા ઓછી હશે તો અહંકાર પણ ઓછો હશે. પોતાની જાતને તમે ઘણી નાની સમજો છો એટલે તમે તમારી પીડાઓ વધારો છો અને પછી પોતાને કંઈક વિશિષ્ટ સમજો છો. પીડા ઓછી હશે તો અહંકાર નબળો થશે. વધારે પીડાશો તો અહંકાર વધુ દ્રઢ બનશે. તેથી તમે હંમેશા તમારી પીડાને અતિશયતાથી જુઓ છો. થોડા સમય પછી તમે એ ભૂલી જાવ છો કે તમે અતિશયતાથી અહંકારને જુઓ છો. તમે તે જાળમાંફસાવ છો. તમે સહમત નહીં થાવ અને કહેશો કે - ના તમે મારા જીવનને, મારી પીડાને જાણતા નથી. પણ થોડા સમય પછી તમે પોતે પણ આ જ જાળમાં ફસાવાના છો!
બેવડી ઓળખ
આપણે બધા જ બેવડી ઓળખ ધરાવીએ છીએ.
એક બહારની દુનિયા માટે અને એક ભીતરની દુનિયા માટે. તમારી મનની ભીતરની તમારી જે ઓળખ છે તેને સંસ્કૃતમાં 'ભીતરનો અહંકાર' કહે છે. તમે હકીકતમાં જે છો તેના કરતાં તે ઓળખ ઘણી નાની હોય છે. તમે બધી જ નિષ્ફળતાઓ પાછલી ભૂલો, અપરાધભાવને તમારી સાથે રાખો છો યાદ કરો છો અને સતત તેના પર વિચાર્યા કરો છો.
બહારની દુનિયામાં તમારી જે ઓળખાણ તમે ઊભી કરો છો તે તમારો અહંકાર છે. ‘અહંકાર’ તમારું વિઝિટીંગ કાર્ડ છે. બીજા તમારા માટે જાણે એ બધું જ તમે તેના પર છપાવો છો. બહારની દુનિયાને તમારી કેવી ઓળખાણ આપવા માંગો છો તેના પર તેનો આધાર છે. તે હંમેશાં તમારી પાસે છે તેનાં કરતાં વધુ છે, તમે જે છો તેના કરતાં વધુ છે. તેમાં તમે છો તેના કરતાં વધુ જ છે કેમ કે તમારે તમારી જાતને વેચવાની છે. સમાજમાં જ્યાં તમારે પોતાને બજારમાં સ્પર્ધામાં રાખવાની છે ત્યાં આ પાયાની જરૂરિયાત છે.
અહંકાર તમારી ગુરુતાગ્રંથિના આધારે રહેલો છે. 'મમકર' ભીતરની લઘુતાગ્રંથિના આધારે રહેલો છે. અહંકારને ભયનો અને ‘આંતરિક અહં’ને લોભનો આધાર છે.
પણ મુખ્ય સત્ય એ છે કે તમે આ બે ઓળખથી પણ કંઈક વધારે છો. જ્યારે તમે આ બેવડી ઓળખથી છૂટશો ત્યારે સમજાશે કે તમે તેનાથી પર છો, વધુ છો. જ્યારે આ થશે ત્યાર પછી આ બંને ઓળખ તમને બાંધી નહીં શકે.
નિમ્ન અહંકાર
રમણ મહર્ષિના જીવનનો એક પ્રસંગ :
રમણ મહર્ષિના એક શિષ્યે તેમના એક પુસ્તકનો અન્ય ભાષામાં અનુવાદ કર્યો. પુસ્તકના અંદરના ભાગમાં અનુવાદક તરીકે તેમનું નામ પણ પ્રકાશિત થયું. શિષ્ય આ જોઈ આઘાત પામ્યો તે જવાબદાર માણસો પાસે ગયો અને આ ભૂલ માટે તેમને લડવા લાગ્યો. તે ભગવાન રમણ મહર્ષિ પાસે ગયો અને કીધું ભગવાન એ લોકોએ મારું નામ છાપવું ના જોઈએ. મારું નામ લોકોમાં યશ પામે તે હું નથી ઇચ્છતો. હું એ પ્રકારનો માણસ નથી.’ ભગવાને કીધું – નામ હોવું જોઈએ એ અહંકાર અને નામ ન હોવું જોઈએ એ અહંકાર, બંને સમાન છે. એટલે ચિંતા ન કર.
નિમ્ન પ્રકારનો અહંકાર જે એક પ્રકારની નમ્રતા વ્યક્ત કરે છે એ પણ અહંકાર જ છે.
ગુરુતાગ્રંથિવાળો અહંકાર કે આક્રમક અહંકાર માટે તો સમાજ પણ પાઠ શીખવશે. આ અહંકાર સ્પષ્ટપણે દેખાય છે. પણ નમ્ર અહંકાર તો તમે સમાજથી ભાગો છો. તે વધારે ખતરનાક છે. આ ચાલાક અહંકાર છે, તે પોતાનો સારી રીતે બચાવ કરે છે. તમે ધારણ કરેલા તમારા વ્યક્તિત્ત્વની ઓળખ એટલે જ અહંકાર.
અહંકારના પ્રકાર
સક્રિય અહંકાર વિરુદ્ધ નિષ્ક્રિય અહંકાર
સક્રિય અહંકારને ઓળખવો સહેલો છે. સક્રિય અહંકારવાળા માણસો ખૂબ જ અલંકૃત રીતે વર્તન કરશે અને પોતાની જાતને જ મહત્ત્વ આપશે. તેઓ અહંકારી હશે. આ પ્રકારના અહંકારને સંભાળવાનું ગુરુ માટે સરળ છે. ગુરુ માત્ર તેના પર ક્યારેક ક્યારેક પ્રહાર કરે છે અને તે તૂટે છે !
વાર્તા : એક વાર એક મનોચિકિત્સક તેના દર્દીને પૂછે છે કે શું તે પોતાની જાતને જ મહત્ત્વ આપવાની કલ્પનાઓથી પીડાય છે ?
તે માણસે જવાબ આપે છે – ના, બિલકુલ નહીં !
પણ હું તો હકીકતમાં જે છું તેના કરતાં મારી જાતને ઓછો સમજું છું.
સક્રિય અહંકારવાળો માણસ કોઇ પણ કિંમતે તેને છોડવા ઇચ્છતો નથી.
નિષ્ક્રિય અહંકાર ખૂબ જ સૂક્ષ્મ અને ચાલક હોય છે. જે લોકોમાં આ છે તેઓ ખૂબ નમ્ર છે એવો દેખાવ કરશે, લોકોનો સામનો કરવામાં ડરે છે અને શ્રેય લેવામાં શરમાય છે. આની સૌથી ખરાબ બાબત એ છે કે તેઓ એમ વિચારે છે કે તેઓ અહંકારી નથી અને માટે આવા છે. પોતે નમ્ર છે એવું અચેતનપણે વિચારી કશોય આઘાત ન પહોંચે તે માટે તેઓ પોતાના અહંકારની ખૂબ કાળજીપૂર્વક સુરક્ષા કરે છે.
સક્રિય અહંકારવાળા માણસો સૂકી કડક ડાળી જેવા હોય છે. ખૂબ સહેલાયથી તેને તોડી શકાય છે. પરંતુ નિષ્ક્રિય અહંકારવાળા માણસો તાજી લીલી ડાળી જેવા હોય છે. હંમેશા તેમનો અહંકાર તીવ્ર હોય છે, તેઓ વળે છે પણ તૂટતા નથી ! તેમનો અહંકાર એટલો બધો સુરક્ષિત હોય છે કે તેની સાથે વ્યવહાર થઇ શકાતો નથી. તેને સુરક્ષિત કરવા તેઓ ખૂબ મહેનત કરે છે પરંતુ ખૂબ સુંદર અને નિષ્ક્રિય રીતે કરે છે.
‘હું’ અને ‘મારું’
‘હું’ એ અહંકાર છે, ભયનું મૂળ છે, ‘મારું’, ‘ આ મારું ઘર છે’, ‘આ મારી ગાડી છે’, ‘આ મારા મિત્રો છે’ એ લોભનું મૂળ છે.
‘હું’ એટલે સતત ક્રિયાશીલપણું, જ્યારે મારું એટલે સતત ‘હોવાપણું’ સતત તમે તમારો વિસ્તાર વધારવા પ્રયત્ન કરો છો. સતત તમે બહારનું બધું પરિવર્તન કરવા પ્રયત્ન કરો છો. તમે ‘મારું’નો વિસ્તાર પણ વધારવાનો પ્રયત્ન કરો છો. દા.ત. તમારી પાસે ગાડી છે પણ હવે તમે વધુ સુવિધાવાળી ગાડી ખરીદવા ઇચ્છો છો, તમને વધુ એક ગાડી જોઇએ છે. તમારી પાસે રહેવા માટે ઘર છે પણ તમને મોટું ઘર જોઇએ છે. આ પ્રકારનું વ્યક્તિત્વ મેળવવા તરફના ઝોક પર આધાર રાખે છે. આવા માણસો સતત વધુને વધુ મેળવે તો જ પોતાને ખુશ, સુરક્ષિત માને છે.
અસુરક્ષિતતાની અને ભયની લાગણી વધારે લોભ જો તમે મનને અનુસરશો તો ગુરુને નહીં અનુસરી શકો. તરફ ખેંચી જાય છે અને આપણે વધુને વધુ મેળવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. સતત વસ્તુઓનું માલિકીપણું એ બીજું કંઇ નહીં પણ એક ઊંડી અસુરક્ષિતની ભાવના જ છે. વધુને વધુ વસ્તુઓ રાખવાનો વિચાર માત્ર ભય અને અસુરક્ષાને કારણે જ હોય છે.
આપણી પાસે વધુ મિત્રો, વધુ સંબંધીઓ અને વધુ વસ્તુઓ હોય તો આપણે વધુ સુરક્ષિતતા અનુભવીએ છીએ. વધારે સુરક્ષિતતાથી આપણે એવું અનુભવીએ છીએ કે હવે આ દુનિયામાંથી આપણને કોઇ દૂર નહીં લઇ જાય.
અહંકાર વિરુદ્ધ ગુરુ
લોકો મને પૂછે છે- આપણે શા માટે ગુરુને અનુસરવું જોઇએ ? હું તેમને કહું છું - તમારે ગુરુને અનુસરવાની જરૂર નથી. પણ જો તમે ગુરુને નહીં અનુસરો તો તમે તમારા અહંકારને અનુસરશો. બે જ વિકલ્પ છે. ક્યાં તો ગુરુને સાંભળો ક્યાં તો અહંકારને સાંભળો.
ગુરુએ તો નિત્ય આનંદ પ્રાપ્ત કરી લીધો છે. તમે જો તેને અનુસરો તો તમે પણ એ સ્થિતિને પ્રાપ્ત કરશો. અહંકારથી તમે શું પ્રાપ્ત કર્યું છે અને તે કઇ તરફ વધી રહ્યો છે ! અહંકારના માર્ગ પર જો તમે ખુશ છો. સંતોષી છો, સુખસગવડવાળા છો અને આનંદમાં છો તો અહંકારને અનુસરો. તેમાં કશું ખોટું નથી. પણ જો આ માર્ગ અનુકૂળ નથી તો તમે ગુરુનો માર્ગ અપનાવી શકો છો.
બે વસ્તુ છે : ગુરુ અને મન. જો ગુરુને અનુસરશો તો મનને નહીં અનુસરી શકો. અને એ જ પ્રમાણે મનને અનુસરશો તો ગુરુને નહીં અનુસરી શકો.
‘ન મમ' એવો એક સુંદર શબ્દ છે, તેનો અર્થ છે ‘મારું નથી’ અથવા ‘હું નથી' ગુરુના કે ભગવાનનાં શરણોમાં હું મારા ‘હું’ અને ‘મારું’ ને શરણાગત કરી દઉં છું.
ધ્યાન
૧. ત્રીજા નેત્રથી ધ્યાન
કુલ સમય ૨૫ મિનિટ.
ગુરુની હાજરીમાં કે તેમની આંખના ચિત્ર સામે તેનો અભ્યાસ કરવામાં આવે તો આ એક ખૂબ જશકિતશાળી અને અસરકારક યુક્તિ છે.
પ્રથમ પગલું - સમય પાંચ મિનિટ
તમારી આંખો બંધ કરી તમારી બંધ આંખો પાછળની જે કંઇ છબીઓ દેખાય છે તેને જુઓ.
બીજું પગલું - સમય પાંચ મિનિટ
હવે આંખો ખોલો અને તમારા ત્રીજા નેત્રથી ચિત્રમાં તમારા ગુરુના ત્રીજા નેત્રમાં ધ્યાનપૂર્વક જુઓ તમારી આંખોની ભીતરથી જુઓ.
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!

ત્રીજું પગલું - સમય પાંચ મિનિટ
આંખો બંધ કરી તમારી આંખોથી બંધ આંખો પાછળ દેખાતી છબીઓને જુઓ.
ચોથું પગલું - સમય પાંચ મિનિટ
હવે તમારી આંખો ખોલો અને ત્રીજા નેત્રથી ચિત્રમાં ગુરુના ત્રીજા નેત્રથી ધ્યાનથી જુઓ. તમારી આંખોની ભીતરથી જુઓ.
પાંચમું પગલું- સમય પાંચ મિનિટ
આંખો બંધ કરીને બંધ આંખો પાછળ દેખાતી છબીઓને જુઓ.
આ ધ્યાન દરમ્યાન તમને તમારા પ્રિય દેવતાઓ દેખાશે કે તમારા ગુરુનું સ્થાન પ્રકાશના બિંદુએ લીધું હશે. ઘણીવાર એમનું ચિત્ર છે ત્યાં બધુ સંપૂર્ણ ખાલી દેખાશે. તે સમયે સાવચેત થવાની જરૂર નથી કે તમારી જાગૃકતા ગુમાવવાની જરૂર નથી. આ કોઈ હિપનોસીસ નથી ! પણ ખરેખર તો આ એની વિરુધ્ધની પ્રક્રિયા છે. તમારી ચેતના જાગૃત કરવામાં આવી છે. જો તમે પ્રકાશ કે ખાલીપણું જોયું છે તો તમે ખૂબ ગંભીરતાથી ધ્યાન કર્યું છે તેની નિશાની છે. પ્રકૃતિનું આ જ સત્ય છે - આપણે બધા એક શક્તિ છીએ.
આંખોની ભીતરથી જોવા તમે ‘હું’ ને પ્રાપ્ત કરશો. હમણાં તો તમે પોતાનું જ સત્ય બનાવો છો. પણ જો તમે આંખોની ભીતરથી જોશો તો તમે જાગૃત થઇને સત્યને એના સાચા સ્વરૂપમાં જોશો !
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે!
કૃતજ્ઞતા શું છે ?
આપણે જયારે એવું અનુભવીએ છીએ કે આપણે પ્રકૃતિની આખી યોજનાનો જ એક ભાગ છીએ અને પ્રત્યેક ક્ષણે આ જ પ્રકૃતિ આપણી કાળજી લે છે ત્યારે આપણે કૃતજ્ઞ થઇ જઈએ છીએ. આપણે પ્રત્યેક ક્ષણે જે મેળવીએ છીએ તેના માટે આભારી થઇએ છીએ, પછી તે આપણાં અંગો કે ઇન્દ્રિયો જેવી મૂળભૂત વસ્તુ કેમ ના હોય.?
પ્રકૃતિની પ્રચૂરતાની ઓળખ પ્રત્યેની તમારો પ્રતિભાવ એટલે જ કૃતજ્ઞતા, અને એ જતમારી અંદરની એક આશ્ચર્યજનક ખીલતી શક્તિ છે.
તમારા જીવનમાં બધી જ વસ્તુનું ધ્યાન રાખનાર જો કોઇ શક્તિ છે તો તે કૃતજ્ઞતાની શક્તિ છે. તમે ઓછી કૃતજ્ઞતા અનુભવો છો એટલે તમને જીવનમાં કંઈક ખૂટે છે એમ લાગે છે.
કૃતજ્ઞતા તો તમારો પ્રાણ બનવો જોઇએ. આ એક પરિવર્તન કરનારી શક્તિ છે. તમારી અંદર અને આસપાસ થતી ઘટનાઓમાં આ શક્તિ પરિવર્તન કરે છે.
આ શક્તિ તમારો વિશ્વશક્તિ સાથે સુમેળ કરી આપીને તમારા માટે પ્રચૂર સંપત્તિ લઈ આવે છે. કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ પોતે જીવંત હોય તેમ તમને પ્રતિભાવ આપે છે. પ્રકૃતિ સાથે સંવાદ માટેનું આ માધ્યમ છે.
કૃતજ્ઞતા થાય છે ત્યારે તે આકર્ષણના નિયમથી સુંદર રીતે કામ કરીને તમારા માટે ઘણી સંપત્તિ લઈ આવે છે. આ કઈ રીતે થાય છે ?
વાર્તા : પ્રાચીન ભારતનો રાજા અકબર અને તેનો સલાહકાર બિરબલ એક દિવસ રસ્તા પર ચાલતા હોય છે. ચંદનના લાકડાં વેચનાર પાસેથી પસાર થતાં અકબર બિરબલને કહે છે કે ખબર નહીં કેમ પણ આ માણસને ફાંસીએ લટકાવવાનું મન થાય છે. એક મહિના પછી બંને જણ ફરી એક વાર તે જ માણસ પાસેથી પસાર થાય છે. આ વખતે અકબર કહે છે આ વિચિત્ર છે પણ કોણ જાણે કેમ આજે આ માણસને કંઈક બક્ષિસ આપવાનું મન થાય છે. આ કેવી રીતે શક્ય છે ?
બિરબલ કહે છે એક મહિના પહેલાં જયારે ચંદનનાં લાકડાં વેચનારનો વ્યવસાય બરાબર
કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ સાથે
તમારો સંવાદ થાય છે અને
તેનાથી તમે એક સુંદર
માણસમાં પરિવર્તન પામો છો.
ચાલતો ન હતો અને તમને અહીંથી પસાર થતાં જોઇને તેણે મનોમન વિચાર્યું કે જો રાજા મૃત્યુ પામે તો દરબારીઓ તેમના અંતિમ સંસ્કાર માટે ચંદનનાં લાકડાં લેવા આવશે.
તેની આ નકારાત્મક ભાવનાને કારણે જ તમારામાં તેના પ્રતિ ધિક્કારની ભાવના ઊભી થઇ. તેથી પહેલાં વગર કારણે તેને ફાંસી આપી દેવાનો તમને વિચાર આવ્યો. તરત જ મેં આપણા માટે ખુરશી ટેબલ બનાવવા તેની પાસેથી ઘણાં લાકડાં લીધાં. તેનાથી તે ખુશ થઇ ગયો. આજે તે તમારા પ્રત્યે કૃતજ્ઞ છે. હવે તેની હકારાત્મક ભાવનાનો તમને સ્પર્શ થતાં તમને તેને બક્ષિસ આપવાનો વિચાર આવ્યો !
આકર્ષણના નિયમ અનુસાર સમાન શક્તિઓ એકબીજાને આકર્ષે છે. જો તમે બધી જ વસ્તુ પ્રતિ કૃતજ્ઞતા અનુભવો છો તો તમે સંપૂર્ણતા અને આનંદ અનુભવો છો. તેથી જ્યારે તમે કૃતજ્ઞતા અનુભવો છો ત્યારે સંપૂર્ણતાની શક્તિ સંપૂર્ણતાને આકર્ષે છે અને તે સારા સંબંધો, સારા સ્વાસ્થ્ય સ્વરૂપે પાછું પ્રાપ્ત થાય છે. આ રીતે આ ક્રિયાશીલ થાય છે.
મુખ્ય વસ્તુ એ છે કે કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ સાથે તમારો સંવાદ થાય છે અને તેનાથી તમે એક સુંદર માણસમાં પરિવર્તન પામો છો.
મનોચિકિત્સકોએ લોકો પર કૃતજ્ઞતાની થતી અસરનો અભ્યાસ કર્યો છે. ટેક્સાસના ડેલાસની સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીના ડૉ.મિકેલ મેકકોલાધ અને કેલિફોર્નિયાના ડેવિસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ.રોબર્ટ ઇમોન નામના બે સંશોધકો તેમના પ્રથમ અભ્યાસમાં એવાં તારણ પર આવ્યા કે લોકોના કલ્યાણમાં કૃતજ્ઞતાનો ઘણો ફાળો છે.
રોજિંદી કૃતજ્ઞતાના અભ્યાસથી જાગ્રુકતા, ઉત્સાહ, દ્રઢ નિશ્ચય, હકારાત્મકતા, શક્તિ, ઓછી હતાશા અને ઓછી તાણનું સ્તર ખૂબ ઉપર જાય છે એમ અભ્યાસનાં તારણો છે. વધુમાં તેઓ એવું પણ સૂચિત કરે છે કે તેમના આનંદની ગણતરી કરીને પણ તેઓ કલ્યાણની ભાવના વધારી શકે છે અને હકારાત્મક સામાજિક અસરનું પણ નિર્માણ કરી શકે છે.
તમારા હોવાપણા માટે કૃતજ્ઞતા
હું જ્યારે લોકોને કૃતજ્ઞતાની ભાવનાથી જીવવાનું કહું છું તો તેઓ તરત જ તેનાં કારણો શોધે છે. સાચી કૃતજ્ઞતાનું ક્યારેય કોઇ કારણ હોતું નથી. તે તો કારણ વગર જ તમારામાં ખીલે છે. શું ફૂલ ક્યારેય કોઇ કારણથી ખીલે છે ? ના, તે ખીલે છે કારણ કે તે તેનો સ્વભાવ છે. કૃતજ્ઞતા એ આપણો સાચો સ્વભાવ છે. સમાજની શરતોથી તે ઢંકાઇ ગયો છે.
સમસ્યા એ છે કે સમાજ કૃતજ્ઞતાની ભાષા જાણતો નથી. તે તો માત્ર ઉપયોગીતાની ભાષા જાણે છે. તે તો તમારામાં સીધો જ લોભ અને ભય નાંખે છે અને તમે તેને જરૂરી પરિણામ આપો છો. સમાજ એ જાણતો નથી કે કૃતજ્ઞતાનો પણ એક માર્ગ છે જે ભય અને લોભના માર્ગ કરતાં વધારે સારું પરિણામ આપી શકે છે.
કૃતજ્ઞતા અનુભવવા અનંત કારણો છે. આપણને મળેલું આ જીવન પણ એક ભેટ છે. આપણામાંના કોઇપણ તેના માટે કામ કરે છે અને તેને સ્વીકારે છે ? ના, માણસની ચેતના સાથે જન્મ લેવો એ જ એક આશિર્વાદ છે. ત્યાંથી જ આપણી કૃતજ્ઞતા શરૂ થવી કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
જોઈએ. આપણે છીએ તેના માટે આપણે કૃતજ્ઞ થવું જોઈએ.
એક યુવાન છોકરી જમવાના ટેબલ પર બેઠી હોય છે. તેની મમ્મી અચાનક તેને રોકે છે તે ખાવાનું શરૂ કરે છે તે વખતે પૂછે છે શું તેં જમતાં પહેલાં આભાર વ્યક્ત કર્યો ?
છોકરીએ કહ્યું – આ થાળીમાં એવી એક પણ વસ્તુ નથી જેના માટે મેં ભગવાનનો એકવાર આભાર ના માન્યો હોય.
જો તમે એમ અનુભવો કે જીવન નિષ્ક્રિય છે અને જોઈએ એટલું રસપ્રદ નથી તો સમજજો કે હજુ સુધી તમારામાં કૃતજ્ઞતા નથી. કૃતજ્ઞતા એક શક્તિ છે જેનાથી તમારું જીવન ઉત્કટ અને ઉદ્દીપ્ત થાય છે. જીવનનું આ મૂળ રહસ્ય છે.
બધું જ ભેટ છે
કૃતજ્ઞતા અનુભવવાનું તમે ચૂકી જાવ છો કેમ કે જીવનમાં તમે બધી જ વસ્તુને ખાતરીપૂર્વક લો છો. લોકો તમારા માટે જે કંઈ કરે છે તેને તમે તમારો જન્મ-સિધ્ધ અધિકાર માનો છો. પણ એટલું સમજજો કે તમારા માટે કંઈ કરવા કરતાં તેઓ બીજું પણ કામ કરી શકે છે. એટલે ખરેખર તો એ તેમના તરફથી તમારા માટે ભેટ છે. તમારે તેમનો આભાર માનવો જોઈએ.
જીવનમાં પ્રત્યેક નાની વસ્તુને ભેટ તરીકે સ્વીકારો. તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમારી આંગળીઓનો ક્યારેય આભાર માન્યો છે ? કેટલાક લોકોને ખાવા માટે આંગળી પણ હોતી નથી ! આપણે ક્યારેય તે અંગે વિચાર્યું છે ? ના. આપણે માત્ર એ લોકો માટે જ વિચારીએ છે જેમની આંગળીઓમાં હીરાની વીંટી હોય છે. જેમને આંગળીઓ જ નથી તેમના માટે આપણે ક્યારેય વિચારતા જ નથી.
કૃતજ્ઞતા અનુભવવાનું
તમે ચૂકી જાવ છો કેમ કે
જીવનમાં તમે બધી જ
વસ્તુને એમજ મળેલી
માનો છો.
આપણે જ્યારે નાની નાની વસ્તુઓ માટે કૃતજ્ઞ બનીએ છીએ ત્યારે આપણી સંપૂર્ણ ચેતના વૃધ્ધિ પામે છે. આપણે વધુ નિર્મળ બનીએ છીએ.
વાર્તા : એક માણસ તેના મિત્રને કહેતો હતો કે એકવાર તે કેવી રીતે રણમાં ખોવાઈ ગયો. તેણે મિત્રને કહ્યું કે હતાશ થઈને ઘૂંટણ પડીને તેણે પ્રાર્થના કરી કે આ રણમાંથી બહાર નીકળવા તેને માર્ગદર્શન આપો.
વાતથી ભયભીત થઈને તેનો મિત્ર તેને પૂછે છે – શું ભગવાને તારી પ્રાર્થનાનો જવાબ આપ્યો ?
તે માણસે જવાબ આપ્યો – ના, એ પહેલાં જ એક માણસ ક્યાંકથી આવ્યો અને તેણે મને રસ્તો બતાવ્યો.
આપણે જીવનમાં કેટલા અસંવેદનશીલ છીએ ! આપણે બધી જ વસ્તુને ખાતરીથી લઈએ છીએ. જો આપણે બધી વસ્તુને કૃતજ્ઞતાથી લઈએ તો આપણે બધુ ખાતરીથી નહીં લઈએ – આપણી આંગળીઓ, આપણું સ્વાસ્થ્ય અને પ્રકૃતિની સમયસર ભેટ પણ જ્યારે સંવેદનશીલતા આવે છે ત્યારે પ્રત્યેક ક્ષણ પ્રકૃતિની ઘટનાઓના ઉંડા રહસ્યમાંથી પસાર થાય છે.
બીજાને કૃતજ્ઞતાપૂર્વક આદર આપો
એક વાત આપણે સમજી લેવી જોઈએ કે કોઈએ આપણી સેવા કરવા માટે જન્મ લીધો નથી. આપણી જેમ જ બીજા લોકો પણ જીવન જીવે છે. આપણા પ્રત્યેના પ્રેમને કારણે જ તેઓ આપણા માટે બધું કરે છે.
પતિ-પત્ની વચ્ચે ઘણી બધી વસ્તુ ખાતરીથી જ લેવામાં આવે છે. આપણાં સમાજમાં આ વિચારે ઘણાં ઊંડે સુધી મૂળિયા નાંખ્યા છે. તેના કારણે ઘણા લગ્નોનો આજે વિચ્છેદ થાય છે. કોઈની સાથેના શારીરિક સંબંધમાં પણ બીજાના શરીર માટે ઊંડી કૃતજ્ઞતા હોય છે. તેનાથી જ તે માત્ર શારિરીક સુખ ન રહેતાં એક દિવ્ય અનુભવ બની જાય છે. જો તમને બીજા દ્વારા આટલું બધું સુખ મળતું હોય તો તેના પ્રતિ કૃતજ્ઞતા કેમ અનુભવતા નથી ? જો શરૂઆતથી જ બીજા માટે માન હોય તો ઘણાં લગ્નો બચી શકે છે.
વાર્તા : એક માણસ ભગવાનને પ્રાર્થના કરે છે. હે ભગવાન મારા પર કૃપા કરો. મારી પત્ની ઘરે હોય છે ત્યારે હું ખૂબ મહેનત કરું છું. તે ઘરે રહે છે ત્યારે મજા કરે છે જ્યારે આખો દિવસ હું મજુરી કરું છું. મને એવું વરદાન આપો જેથી હું તેની પત્ની બની જાઉં અને તે મારો પતિ. હું તેને પાઠ શીખવવા માંગું છું કે પુરુષનું જીવન કેટલું અઘરું છે.
ભગવાન તેની ઇચ્છા પૂરી કરે છે.
બીજી સવારે, તે સ્ત્રી જે પહેલાં પુરુષ હતો તે વહેલી ઊઠી બાળકો માટે જમવાનું બનાવી ડબામાં ભરીને, સવારનો નાસ્તો બનાવે છે, બાળકોને તૈયાર કરી શાળા મૂકવા જાય છે તે પાછી આવી વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાંખે છે, બેંક જઇને ચેકના પૈસા ઉપાડી લાવે છે, ઇલેક્ટ્રીસીટી અને ફોન બીલ ભરે છે પછી તે બજાર જઇ કરિયાણું લાવે છે, કપડાં કાઢી સૂકવે છે, બાળકોને શાળાથી પાછા લાવે છે, તેમની બધી સમસ્યાઓ પતાવે છે, તેમનો શાળામાંથી આપેલાં ગૃહકાર્યમાં મદદ કરે છે, ટી.વી. જુએ છે, જોતાં જોતાં કપડાં ઇસ્ત્રી કરે છે, પછી તે સાંજની રસોઇ બનાવી બાળકોને જમાડે છે, સૂવડાવે છે, પોતે જમે છે અને પછી સૂઇ જાય છે.
બીજી સવારે તે ફરીથી ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન મને લાગતું નથી કે હું કાલે આ બધું કામ કરી શકીશ. હું ભીખ માંગું છુ કે મહેરબાની કરીને હવે ફરીથી મને પુરુષ બનાવી દો.
ભગવાન કહે છે ચોક્કસ હું તને તું જે હતો તે બનાવી દઇશ પણ તારે ૯ મહિના રાહ જોવી પડશે કેમ કે હવે તારા પેટમાં બાળક છે !
પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સમાન ભૂમિકા ભજવે છે. આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ માટે થોડી કૃતજ્ઞતા હોવી જોઇએ. હું લોકોને એવું પણ કહું છું કે કોઈ કારણોસર તમારે તમારી પત્નીથી અલગ પણ થવું પડે તો કૃતજ્ઞતાથી થાવ.
સમસ્યા એ છે કે આપણને એમ લાગે છે કેટલાક લોકો આપણને દુઃખી કરવા ક્યાંક રાહ જુએ છે, પણ એવું નથી એ તો આપણી જ અસુરક્ષાની ભાવના છે, જે આપણે બીજા પરઆરોપિત કરીએ છીએ.
એટલે ઘણા લોકો માતા-પિતા પ્રત્યે કે સમાજ પ્રત્યે તેમને એક ઢાંચામાં રાખવા બદલ કૃતજ્ઞ થતા નથી. અત્યારની તમારી બુદ્ધિ શક્તિને કારણે તમને એમ
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
લાગે છે કે આ પહેલાં તમને સાચી માનસિક સંયોજના મળી ન હતી. જેમણે આપણને આ શરીર અને મન આપ્યું છે તેઓનો આપણને કોઈપણ રીતે દુઃખી કરવાનો ઈરાદો હોતો નથી. તેમની દૃષ્ટિએ જે ઉત્તમ હતું તે તેમણે આપ્યું પણ આપણે હવે વધુ બુદ્ધિશાળી થઈ ગયા છીએ એટલે તેનાથી આગળ નીકળી ગયા છીએ. માત્ર તેમનાં આભારી થાવ, એટલું પૂરતું છે.
બીજી એક વાત; તમે જ્યારે સાચે જ કોઈના પ્રતિ કૃતજ્ઞ થાવ છો ત્યારે તમે તે વ્યક્તિની માલિકી નથી રાખતા તમે તે વ્યક્તિને એક સુંદર વ્યક્તિત્વ તરીકે નીરખો છો અને મુક્ત કરો છો. તમે જ્યારે કોઈને સ્વતંત્ર વ્યક્તિ નહીં પણ એક પદાર્થ તરીકે જુઓ છો ત્યારે જ માલિકીપણું આવે છે. તે વ્યક્તિને તમારા પાસે સ્થાન બનાવવા માટે કૃતજ્ઞતાથી આવકારો.
એવું નક્કી કરો કે ગમે તે પરિસ્થિતિ હોય તો પણ આવનારા થોડા દિવસ તમે પ્રેમની અને કૃતજ્ઞતાની પ્રતિક્રિયા કરશો. આપોઆપ જ તમે પ્રત્યેક માણસને પ્રકૃતિનું વિશિષ્ટ સર્જન કે દિવ્ય પ્રતિબિંબ તરીકે જોવાનું શરૂ કરશો.
એટલું જ નહીં, તમારી આસપાસની બધી જ વસ્તુઓ માટે તમારામાં પ્રચૂર દયાભાવ હશે. તમે જો બહુ ગુસ્સાવાળા માણસ હશો તો જોશો કે ધીમે ધીમે ગુસ્સો અદૃશ્ય થઈ રહ્યો છે. વિકસિત થઈ રહેલી કૃતજ્ઞતાની ભાવનાથી અન્ય નકારાત્મક લાગણીઓમાં વપરાઈ રહેલી શક્તિ હવે મુક્ત થઈ રહી છે તમે હવે એક દયામય, શાંત અને પ્રેમાળ માણસ છો.
તમારા શરીરનો આભાર માનો
વાર્તા : મધ્યમ ઉંમરની એક સ્ત્રીને હૃદયનો હુમલો
તમે જ્યારે સાચે જ તમારા કોઈ
સંબંધી પ્રતિ કૃતજ્ઞ થાવ છો
ત્યારે તમે તે વ્યક્તિ માટે
માલિકીભાવ નથી રાખતા.
થાય છે
અને તેને
દવાખાનામાં લઈ જવામાં આવે છે. ઑપરેશનના
ટેબલ પર જ તેને મૃત્યુની નજીક જવાનો અનુભવ
થાય છે. આ અનુભવ દરમ્યાન તે ભગવાનને જુએ
છે. શું આ તેના જીવનનો અંત છે ? એમ તે
ભગવાનને પૂછે છે.
ભગવાન તેને જવાબ આપે છે કે હજુ જીવવા માટે તમારી પાસે ૩૦ થી ૪૦ વર્ષ છે. તે સાજી થઈ જાય છે. પછી તે હૉસ્પિટલમાં જ રહીને ચહેરો, જડબા, નાકને વધુ સારા બનાવવા અને ચરબી દૂર કરવાનું નક્કી કરે છે. તે તેના વાળને રંગે છે. વિચારે છે કે તે વધુ ત્રીસ વર્ષ જીવવાની છે એટલે નવા દેખાવથી શરૂઆત કરવા ઈચ્છે છે.
બધી શસ્ત્રક્રિયાઓ કરાવી તે હૉસ્પિટલની બહાર નીકળે છે ત્યાં જ એક એમ્બ્યુલન્સ તેના પર ધસી આવે છે અને તે મૃત્યુ પામે છે તે ભગવાન પાસે આવીને પૂછે છે – ભગવાન હું વધુ ત્રીસ વર્ષ જીવીશ એવું તમે કહ્યું હતું.
ભગવાને કહ્યું – હું તને ઓળખી ના શક્યો.
પ્રત્યેક વ્યક્તિ ભગવાન દ્વારા નિર્માણ પામેલ વિશેષ વ્યક્તિ છે. તેથી બે શરીર સરખાં લાગતાં નથી. તે એક કલાકાર છે માટે આપણે બધા જુદા જુદા છીએ. જો તે એન્જિનિયર હોત તો પ્રોડક્શન લાઈનમાં હોય તેમ તેણે આપણને બધાંને બીબાઢાળ એકસરખા જ બનાવ્યાં હોત. આપણને પ્રત્યેકને તેણે વિશેષ બનાવ્યા છે પણ આપણે સુંદર છીએ એવું આપણે ક્યારેય અનુભવતા નથી. આપણે પોતાને સતત બીજા સાથે સરખાવી તેમના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું શરીર સુંદર છે એવું આપણે ક્યારેય અનુભવતા નથી.
આપણા દ્વારા કરવામાં આવતા વિચારોથી આપણું શરીર પ્રભાવિત થાય છે. આપણા શરીરના પ્રત્યેક કોષ આપણા વિચારો અને લાગણીઓને પ્રતિભાવ આપે છે. જો આપણે આપણા શરીર માટે કૃતજ્ઞતા અનુભવીએ છીએ તો આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે આપણું શરીર મદદરૂપ થાય છે. જો આપણે તેને ધિક્કારીએ તો તે રોગ માટે અનુકૂળ થાય છે. સૂફી પરંપરામાં ધ્યાન દ્વારા શરીરના પ્રત્યેક અંગ માટે કૃતજ્ઞતા પ્રેમ અને આભારની લાગણી અનુભવાય છે.
બધું જ શુભ છે, જેનો ઉત્સવ માણો
એક વસ્તુ સમજી લેવી ખૂબ જરૂરી છે કે આખી પ્રકૃતિ એક શુભ ઘટના છે. તમે આ પ્રકૃતિના જ અંશ છો, તેથી તમારી આસપાસ બનતી બધી જ ઘટના પણ પવિત્ર છે. પ્રકૃતિનું આ જ સત્ય છે. પ્રકૃતિમાં બનતું કશું જ અપવિત્ર હોતું નથી. બધું જ આશિર્વાદરૂપ હોય છે અને તેના માટે આપણે કૃતજ્ઞતા અનુભવવી જોઈએ.
જો આ સ્પષ્ટપણે સમજાય તો જીવનમાં કોઇ સમસ્યા રહેતી નથી. આ થાય તો તમારા નેત્ર પોતે જ કૃતજ્ઞ નેત્ર બની જાય છે. તે બધી જ વસ્તુને વિશેષ છે એ રીતે જુએ છે. કશું જ ભૌતિક નથી, બધુ રહસ્યમય જણાશે.
વાર્તા : એકવાર એક બગલાનો શિકારી બજારમાં પક્ષીને શોધી લાવનાર કૂતરો ખરીદવા જાય છે. પાણી પર ચાલી શકે તેવો કૂતરો તેને મળે છે તે તરત જ તેને ઘરે લઇ આવે છે.
બીજા દિવસે શિકાર પર જવા માટે તેણે મિત્રને આમંત્રણ આપ્યું અને કૂતરાને પણ લઇ ગયો. જ્યારે બગલાનું ટોળું પાસે આવે છે ત્યારે તે નિશાન બનાવી બંદૂક ફોડે છે અને શાંતિથી જુએ છે. કૂતરો પાણી પર ચાલીને પક્ષીને શોધી લાવે છે. મિત્રની પ્રતિક્રિયા જોવા તે તેની સામે જુએ છે પણ તે મૌન રહે છે.
તેણે તેને પૂછ્યું – મારા કૂતરામાં તેં કંઇ ખાસ જોયું?
મિત્રએ કહ્યું – હા, તારો કૂતરો તરી નથી શકતો.
આપણી આંખો સમક્ષ અનેક ચમત્કારો સતત થાય છે પણ આપણે તેને સતત ચૂકી જઇએ છીએ ! આપણે તે ચૂકી જઇએ છે એટલે જ જીવન નિરસ બની જાય છે. જ્યારે આપણે તેને જોવાનું ચાલુ કરીએ છીએ તો જીવન પોતે એક ચમત્કાર બની જાય છે. સત્ય એ છે કે જીવનમાં આપણી આસપાસ અનેક ચમત્કારો બને છે.
પ્રકૃતિને તેનાં વિવિધ પાસાંઓ અને વિરોધાભાસ સાથે સ્વીકારો અને ઉજવો કોઇ નિર્ણય ના લો શું ચાલી રહ્યું છે તેને સતત ચકાસો. તમને લાગશે કે આ થવું જોઇતું હતું અને આ થવું જોઇતું ન હતું આ રીતે થવું જોઇતું હતું અને આ રીતે થવુ જોઇતું ન હતું.
આ પૃથ્વી પર જે કંઈ બને છે પવિત્ર જ છે એમ સમજો. આખા વિશ્વમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારનાં લોકો એમ માને છે કે જે કંઈ પણ થાય છે તે પવિત્ર છે. બીજા પ્રકારના લોકોને એમ થાય છે કે બધું જ તેમની ઇચ્છા વિરુદ્ધ થાય છે અને તેમાં કંઈક ફેરફાર હોવો જોઈતો હતો. આવા લોકો પોતાના વિચાર અનુસાર બધું ચકાસે છે અને તેને બદલવા તેની સમીક્ષા કરવા
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
પ્રયત્ન કરે છે. બધી વસ્તુઓને હંમેશા બદલવાનો પ્રયત્ન કરવાથી આવા લોકો કાયમ દુઃખી થાય છે.
એટલું સમજી લો કે બધી વસ્તુ આપણા માટે કંઈ સંદેશો લઈને આવે છે, મૃત્યુ અને રોગનો પણ પ્રત્યેક વસ્તુ પાસે આપણને શીખવવા કંઈ ને કંઈ છે. પ્રત્યેક ઘટના આપણી બુદ્ધિ વધારે છે, ચેતનાને વધારે છે.
એક મહત્ત્વની વાત સમજી લેવી જરૂરી છે. તમારામાં અને એક દિવ્ય મનુષ્યમાં કોઈ પ્રકારની ગુણવત્તાનો કે પરિમાણમાં ફેર હોતો નથી. સિવાય કે દિવ્ય મનુષ્ય બાહ્ય અને આંતરિક વિશ્વમાં સંતુષ્ટ રહે છે અને તેવા રહેતા નથી. કંઈક ખૂટે છે એવું તમને સતત થયા કરે છે. જેમ કે, આ પ્રકૃતિ આ માણસને કેમ આ પૃથ્વી પર ઇચ્છે છે, પ્રકૃતિ તમને પણ ઇચ્છે છે. તમે અહીં અકસ્માત નથી પણ એક ઘટના છો. તમે પ્રકૃતિના ચમત્કાર છો. આ જ સીધું અને સરળ સત્ય છે. હકારાત્મક વિચાર છે એવું ના સમજો. ના, આ માત્ર સાદું સત્ય છે, આ સત્યનો તમે વિશ્વાસ કરો તો આપોઆપ જ તમે હકારાત્મક થઈ જશો. બસ એટલું જ.
વાર્તા : ખેતરોથી ઘેરાયેલું છૂટું છવાયું એક ગામ હતું. શહેર ખૂબ દૂર હતું એટલે તે ગામ શાંત હતું.
એક સવારે ગામના લોકોએ એક સાધુને જોયો પહેલાં ક્યારેય તેને જોયા ન હતા. વડના ઝાડ નીચે તે બેઠા હતા. તે ક્યાંથી આવ્યા છે એવું લોકોએ પૂછ્યું. તેણે કહ્યું – હું તમને બધાને મારા ભાઈ ગણું છું અને તમારા બધાં સાથે રહી થોડા દિવસ પસાર કરવા આવ્યો છું.
ગામના લોકો આ સાંભળી ખુશ થઈ જાય છે અને તેના માટે એક ઝૂંપડી બનાવે છે. તે સાધુ તરત જ ગામના લોકોને સાજા કરવાનું શરૂ કરે છે અને તેમની અનેક સમસ્યાઓ દૂર કરે છે.
એક વાર ગામમાં રોગચાળો ફેલાય છે અને ઘણા પક્ષીઓને તેની અસર થાય છે. ગામના લોકો સાધુને આ વિશે જણાવે છે સાધુ કહે છે કે એ દુઃખની વાત છે કે તમારે આટલાં બધાં પક્ષીઓ ગુમાવવાં પડ્યાં પણ જો તમને પ્રકૃતિમાં શ્રદ્ધા હોય અને પ્રાર્થના કરશો તો તમારું નુકસાન પ્રાપ્તિમાં બદલાઈ જશે.
ગામના લોકો તેમની સાથે સંપૂર્ણપણે સહમત થતા નથી પરંતુ તેમના માન ખાતર તેઓ જતા રહે છે.
બીજા અઠવાડિયે, અચાનક જ ગામના બધા કૂતરા ભાગી જાય છે. કૂતરાઓ ગામનું લૂંટારાઓથી રક્ષણ કરતા હતા એટલે ગામના લોકો ચિંતિત થઈ જાય છે. તેઓ આ વાત સાધુને કરે છે. ફરીથી તે આ જ વાત કરે છે. જો તમને પ્રકૃતિમાં શ્રદ્ધા હોય અને પ્રાર્થના કરશો તો તમારું નુકસાન પ્રાપ્તિમાં બદલાઈ જશે.
થોડા દિવસો પછી એક વિચિત્ર ઘટના બને છે. એ દિવસોમાં દિવાસળી ન હતી. આગ સળગાવવા લોકો બે પથ્થરને ઘસતા હતા અથવા ચૂલામાં કાયમ આગ સળગતી રાખતા. એક દિવસ બધા જ ઘરોમાં આગ બુઝાઈ જાય છે. પથ્થરો ઘસીને તેઓ આગ સળગાવવાનો પ્રયત્ન કરે છે. પણ સફળ થતા નથી. ફરીથી તેઓ સાધુ પાસે જઈને આ વાત કરે છે. સાધુ કહે છે એવું લાગે છે કે કંઈક વિશેષ વસ્તુ બની રહી છે.
અસ્તિત્વ એ કોઈ અકસ્માત નથી. તે સ્વતંત્ર બુદ્ધિ છે. ગામના લોકો હવે સાધુને શંકાથી જુએ છે. સાધુ તેમના બધાથી શ્રેષ્ઠ કેવી રીતે છે અને આવી વાતો કેવી રીતે કરી શકે છે એ વાત પર તેઓને આશ્ચર્ય થાય છે. ગામના કેટલાક લોકો આગ લેવા બીજા ગામ જવા તૈયાર થાય છે પણ સાધુ તેમને લડીને રોકે છે.
બીજે દિવસે સવારે કોઇપણ રીતે બીજે ગામ જવા કેટલાક લોકો તૈયાર થાય છે. અચાનક દૂરથી તેઓને રેતીના વંટોળ જેવું કંઇક દેખાય છે. થોડીક ક્ષણો પછી તેઓને દેખાય છે કે એ તો ઘોડેસવાર સૈનિકોનું ટોળું છે. તેઓ ગામની અને તેની આસપાસ ફરે છે. ગામના લોકો ઝાડ પાછળ સંતાઇને તેમને જુએ છે. ગામથી થોડે દૂર સૈનિકો ઉભા રહે છે અને તેમાંથી એક બૂમો પાડીને કહે છે અમને આ ગામ પર હુમલો કરવા દો. બીજો માણસ કહે છે તેનાથી કોઇ ફાયદો નથી. અહીં સવારમાં કોઇ પક્ષીનો અવાજ નથી આવતો; કોઇ કૂતરો ભસતો નથી, કોઇ ઘરના ચૂલામાંથી આગના ધૂમાડા નીકળતા નથી. અહીં કોઇ રહેતું હોય એવું લાગતું નથી.
સૈન્ય પાછું ચાલ્યું જાય છે. છૂપાયેલા ગામના લોકો ગામમાં જઇને બધાંને આ વાત કહે છે. તેઓને સમજાય છે કે સાધુ કેટલા સાચા હતા ! તેઓ આ બધું કહેવા દોડતા સાધુની ઝૂંપડીએ જાય છે પણ ઝૂંપડી ખાલી છે. સાધુ જતા રહ્યા હોય છે.
કોઇ જાણતું નથી કે તેઓ ક્યાં ગયા ?
અસ્તિત્વ એ કોઇ અકસ્માત નથી. તે સ્વતંત્ર બુદ્ધિ છે. સૃષ્ટિ એક સ્વતંત્ર બુદ્ધિ છે. તે ક્યારેય ન ઉકેલી શકાય એવું એક રહસ્ય છે. એમ જ્યારે સમજાય છે ત્યારે તમારા જીવનમાં બધું જ તમારી સમક્ષ પ્રત્યક્ષ થઇ જશે અને તેની શીખ સમજાશે.
કેટલાક લોકો મને પૂછે છે કે સ્વામીજી તમારા તરફની કૃતજ્ઞતા અમે કઇ રીતે વ્યક્ત કરીએ ? હું તમને કહું છું કે તેનો એક જ માર્ગ છે કે મેં જે રીતે વર્ણન કર્યું છે તે પ્રમાણે દિવ્યજ્ઞાની બનીને જીવવું. મારા માટે આ જ એક ઉત્તમ કામ તમે કરી શકો છો અને હું પણ તમારા માટે કરી શકું છું.
લોકો મને પૂછે છે કે આપણા મિશન માટે અમે શું સેવા આપી શકીએ ? હું તમને કહું છું કે આ વિશ્વ માટે જો કોઇ કંઇક કરવા ઇચ્છતું હોય તો તે પોતાની અંદરની ચેતનાને ખીલવવાનું છે. આ જો થશે તો આપોઆપ જ જ્યાં જરૂર હશે ત્યાં તમે અહંકારથી કે કંઇક શ્રેય મેળવવાની આશાથી નહીં, પણ તમે પરમાનંદની સ્થિતિમાં છો માટે સેવા કરશો જ. પછી તે સેવા નહીં કહેવાય. એ તો માત્ર સ્વતઃ સ્ફુરણ હશે. આમ જ સેવા થાય, કંઇક આપવાની રીતે નહીં પણ ત્વરીત નિખાલસતાથી.
કૃતજ્ઞતા તમારા કર્મોને બાળી શકે છે
સૂફીવાદ સંપૂર્ણપણે કૃતજ્ઞતા આધારિત ધર્મ છે. જો મારે સૂફીવાદને એક શબ્દમાં કહેવો હોય તો તે “કૃતજ્ઞતા” છે. સૂફી સંપ્રદાયના જલાલુદ્દીન રૂમિ અને અન્ય મહાન ગુરુનાં કાવ્યોમાં આ જોઇ શકાય છે. તેમના શબ્દોમાં કૃતજ્ઞતાની આ વહેતી શક્તિને જોઇ શકાય છે.
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
કૃતજ્ઞતા તમને એક વહેતી શક્તિ બનાવે છે. કૃતજ્ઞતા એક આગ છે જે તમારા બધા કર્મોને બાળી નાંખે છે. કર્મ એટલે શું ? તે તમારા દ્વારા કરવામાં આવતા સંપૂર્ણ કાર્યો છે જે તમને પૂર્ણતા લાવવા માટે વારંવાર ખેંચે છે. આવા સંચિત કર્મોને પૂર્ણ કરવા માટે આપણે આ પૃથ્વી પર વારંવાર જન્મ લઇએ છીએ. કૃતજ્ઞતાની શક્તિથી આ કર્મોનો નાશ થાય છે ! કૃતજ્ઞતાનું આ બળ છે.
કૃતજ્ઞતા - ઉત્કૃષ્ટ પ્રાર્થના અને ધર્મ
જ્યારે તમારી કૃતજ્ઞતા પ્રાર્થના બની જાય છે ત્યારે તમે વધુને વધુ પરોપકારિતાને તમારી તરફ આકર્ષિત કરો છો. કૃતજ્ઞતા અંતિમ પ્રાર્થના છે, જે આપણી કલ્પના કરતાં પણ વધુ આપણને આપે છે. માત્ર પ્રાર્થનાના પુસ્તકો વાંચવા, ભૌતિક વસ્તુઓ ભગવાનને ધરાવવી કે મંદિરમાં દાન આપવામાં જ સાચી પ્રાર્થના નથી પણ એ તો આ સૃષ્ટિ તરફની આપણી ઊંડી અને મૌન કૃતજ્ઞતા છે. આ સૃષ્ટિ જ આપણા સૌની કાળજી લે છે એ નિઃશંક છે.
ઘણા લોકો એમ વિચારે છે કે પ્રાર્થના અને કૃતજ્ઞતા બંધન છે. ના એ, તો ઉત્તમ મુક્તિદાતા છે. તમારી અંદર ઉભરાતી કૃતજ્ઞતા અને સંપૂર્ણતા એ પ્રાર્થના છે. કેટલાક લોકો પૂછે છે આપણે મંદિર જઇને પ્રાર્થના શા માટે કરીએ છીએ ? આ સૃષ્ટિની પરોપકારિતાને વધાવવી એ જ પ્રાર્થના છે. જો આપણી પ્રાર્થના આ પ્રમાણે હશે તો સૃષ્ટિ પણ પ્રતિભાવ આપશે અને આ પ્રતિભાવ એટલે તમારા તરફ વધુને વધુ પરોપકારિતા પ્રાર્થના અને આશિર્વાદનું આ ગુણવત્તાભર્યુ ચક્ર છે.
હું લોકોને હંમેશા એક સૂફી સંતની વાત કહું છું. સુફીવાદનાં મૂળ કૃતજ્ઞતામાં છે. એ બીજું કંઈ નહીં પણ આખી સૃષ્ટિ પ્રત્યેની કૃતજ્ઞતા છે.
આ સૃષ્ટિની પરોપકારિતાને વધાવવી એ જ પ્રાર્થના છે.
એક સૂફી સંત અને તેમના શિષ્યો આધ્યાત્મિક યાત્રા પર હતા. ત્રણ દિવસ સુધી તેઓ ભોજન વિના રહ્યા. ચોથા દિવસે ગામના લોકોએ તેમને ભગાડી દીધા અને તેઓ આખી રાત કબ્રસ્તાનમાં સૂઈ રહ્યા રોજ પ્રમાણે બીજા દિવસે સવારે સંત ભગવાનનો આભાર માનતી પ્રાર્થના કરવા લાગ્યા. તેમના શિષ્યોને આ ના ગમ્યું, આટલા બધા દિવસ સુધી અન્ન અને આવાસ વિના રહ્યા પછી પણ સંત ભગવાનનો આભાર માને છે. તેમને અનુસરવાનું શિષ્યો ના પાડે છે.
શિષ્યોએ સંતને પૂછ્યું - ત્રણ દિવસ સુધી
અન્ન અને આવાસ વિના રહ્યા પછી શા માટે અમે
ભગવાનનો આભાર માનીએ ? સંતે કહ્યું – ત્રીસ
દિવસ સુધી તમને અન્ન અને આવાસ મળ્યો તેના
માટે આભાર માનવાનું શું ?
સૃષ્ટિ તરફથી આપણને સતત મળતી સહાયતાની કૃતજ્ઞતા એટલે જ પ્રાર્થના.
અપેક્ષા ગુનેગાર છે - જતી કરો !
બેસીને બે સૂચિ બનાવવાનો પ્રયત્ન કરો. એક જે તમારી પાસે છે તેની અને બીજી જે તમારી પાસે નથી તેની. પહેલી સૂચિમાં તે બધું જ હોવું જોઇએ જે તમારી પાસે છે. તમારી આંખો, કાન, હાથ, પગ, કેમ કે એવા લોકો પણ છે જેમની પાસે આમાંનું કશુંક નથી. ભૌતિક
વસ્તુઓની સૂચિ બનાવતા પહેલાં તમારી શારીરિક અને માનસિક અંગોનો પણ સમાવેશ કરો. તમે ખૂબ જ ધ્યાનપૂર્વક કંઈપણ છૂટી ના જાય તે રીતે સૂચિ બનાવશો તો પહેલી સૂચિ તમે પૂરી નહીં કરી શકો ! એ સાચું છે. તમે જો પહેલી સૂચિ જ પૂરી કરી શકતા નથી તો તેનો અર્થ એ છે કૃતજ્ઞતા તમારી અંદર વ્યાપી ચૂકી છે.
સમસ્યા એ છે કે આખો વખત આપણી અંદર સતત અપેક્ષાઓ થયા કરે છે, તેથી કૃતજ્ઞતા સરળતાથી થતી નથી.
અપેક્ષાઓ સાથે કામ કરવું એટલે બળતામાં ઘી હોમવા જેવું છે. શું તમે આગને ઘી દ્વારા ઓલવી શકો છો ? ના. એ જ રીતે, તમે કયારેય પૂર્ણતા નહીં અનુભવો જો તમારા કર્મોના મૂળ અપેક્ષાઓમાં હશે તો તમે માત્ર તમારી ઈન્દ્રિયોને શ્રમ આપો છો.
તમે કાં તો અપેક્ષાઓમાં અગર કૃતજ્ઞતામાં જીવી શકો, બંનેમાં નહીં, અપેક્ષાના કારણે માલિકીપણાની ઈચ્છા થાય છે. તમે માલિક બનો છો. કૃતજ્ઞતાથી તમે માણનારા બનો છો. જો તમે માલિક છો તો તમારી પાસે છે તેટલી જ વસ્તુ તમે માણી શકો છો. પણ તમે જો માત્ર માણનારા છો તો આ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુને તમે માણો છો. તમે તમારા તરફ જોશો તો કશું જ પર્યાપ્ત નથી. તમે જ્યારે માણો છો ત્યારે બધી જ વસ્તુ જરૂર કરતાં વધારે છે ! એ જ અંતર છે.
વાર્તા : એક ગામમાં એક ચોકીદાર રાત્રે વ્હીસલ મારતાં મારતાં ફેરા મારતો હોય છે. તેની પાસે એક માટીની ચુસ્કી હોય છે તેમાં તે તમાકુ ભરે છે અને દિવાસળી શોધે છે. તેની પાસે એક પણ નથી હોતી. તે પાસેની ઝૂંપડી પાસે જાય છે અને તેમાં રહેતી વૃદ્ધ સ્ત્રીને ચૂલામાંથી દેવતા આપવા કહે છે. તે કહે છે કે ત્રણ દિવસથી તેણે ચૂલો સળગાવ્યો નથી અને મંદિરમાંથી મળતા અલ્પ ખોરાક તે ચલાવે છે.
તે ઘણી જગ્યાએ જાય છે. અંતે તે ગામના મુખીના ઘરે જાય છે અને ચુસ્કી સળગાવવા આગ માટે કહે છે. કામ કરતી છોકરીઓમાંથી એકે પૂછ્યું - તમારી ચુસ્કી સળગાવવા આગ ? તમારી પાસે ફાનસ છે તેનો ઉપયોગ કેમ કરતા નથી ? ચોકીદાર ચમકી ઊઠે છે. ફાનસ લઈને તે ક્યારનો દિવાસળીની શોધમાં ફરે છે !
આપણી બહારનું જ આપણે શોધીએ છે. આપણે નિત્ય અપેક્ષાઓમાં જ જીવીએ છીએ અને રાતના ચોકીદારની જેમ શોધીએ છીએ ! આ સૃષ્ટિ આપણને જોઈતું બધું જ આપશે એવો વિશ્વાસ કરીશું તો આપણી ભીતર જ આપણને બધું મળી જશે.
તમારા શારીરિક હાવભાવ પણ કૃતજ્ઞતાથી બદલાય
આપણે જ્યારે કોઈ અપેક્ષાઓ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણી શારીરિક ભાષામાં સૂક્ષ્મ હિંસા હોય છે. પ્રયત્નપૂર્વક નહીં પણ વારસાગત જ હિંસા હોય છે. જો આપણે આપણી શારીરિક ભાષા પ્રત્યે સંવેદનશીલ રહીએ તો તે હિંસાને આપણે પકડી શકીએ.
તમે જ્યારે કોમ્પ્યુટર પર ટાઇપ કરતા હોવ, ફોન કરતા હો, ફોનનું રિસીવર કઇ રીતે પાછું મૂકો છો, ક્યા જુસ્સાથી તમે ચાલો છો એ બધામાં સૂક્ષ્મ હિંસા તમે જોઈ શકશો.
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
પણ કૃતજ્ઞતાથી તમારી સંપૂર્ણ શારીરિક ભાષા બદલાઈ જશે. તમારી ભીતર જ્યારે કૃતજ્ઞતા અનુભવવાનું તમે શરૂ કરશો ત્યારે પરિસ્થિતિઓ તરફની તમારી પ્રતિક્રિયામાં પણ પરિવર્તન આવશે. તમે સૃષ્ટિ સાથે સંવાદ કરશો. તમારું શરીર પણ એ સંવાદ સાથે મેળ કરશે. આ કૃપાદૃષ્ટિમાંથી તમારા બધા કર્મો ઉદ્ભવશે. પછી કોઈ હિંસા નહીં રહે. માત્ર આનંદની ધારા જ વહેશે. પછી તમે જે કંઈ કરશો તેનાથી તમારું જીવન મધુર જ બનતું જશે.