KAILASA Library/જીવન મુક્તિ/ઉપોદ્ઘાતSign in
જીવન મુક્તિ

ઉપોદ્ઘાત

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

તમે અહીં છો, તેનો અર્થ એ છે કે અસ્તિત્વ તમને અહીં આ રૂપમાં ઇચ્છે છે. તમે એક અકસ્માત નથી તમે એક ઘટના છો. તમે અસ્તિત્વનો એ સભાન ચમત્કાર છો. આ બધી ‘હકારાત્મક વિચાર’ની વાત છે એમ ન માનશો. આ સીધું અને સરળ સત્ય છે. તમે આ સત્યમાં વિશ્વાસ મુકશો તો તમે જીવનને ઉચ્ચતમ સ્તરે અનુભવવાનું શરૂ કરશો.

સમજો, અસ્તિત્વ તમારા દ્વારા અભિવ્યક્ત થવા પ્રયત્નશીલ છે. તમે જેને તમારી ક્ષમતા કહો છો એ માત્ર અસ્તિત્વની તમારા દ્વારા થતી અભિવ્યક્તિ માત્ર છે. તમે આ મુક્તપણે થવા દો તો તમે તમારી અનંત ક્ષમતાને સાકાર કરી શકશો. તમે અસ્તિત્વની પરિતૃપ્તિ બનવા માંડો એટલે તમે વહેતી ઉર્જા બની જાઓ છો, આને હું જીવન મુક્તિ કહું છું. અસ્તિત્વની ચમત્કારિક ઘટનાઓ સાથે લયમાં રહીને, તેની વહેતી ઉર્જા સાથે જીવવું એટલે જ જીવન મુક્તિ.

તમે આ રીતે જીવો એટલે તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિગત સીમાઓ નથી, લાગણીઓના પોટલાં નથી અને તમને જીંદગીમાં રોકી રાખે એવું કાંઈ જ નથી. જીવન પ્રતિ ક્ષણ પરમાનંદ અને પરિતૃપ્તિ સાથે સતત નદીની જેમ વહેતું રહે છે.

આ પુસ્તકમાં તમને ગહન સત્યો અને વ્યક્તિગત સીમાઓને ઓળંગવાની અને લાગણીઓની ખેંચતાણને શમાવવાની શક્તિશાળી પ્રયુક્તિઓ મળશે. આ વિશાળ બ્રહ્માંડમાં તમારી સુસંગતતા અંગેના રહસ્યને ખુલ્લા કરતાં સત્ય પણ તમને અહીં જડશે, જેથી તમે ચેતનાના ઉચ્ચતર સ્તર તરફ પ્રગતિ શરૂ કરી શકો.

આ પુસ્તક પરિતૃપ્ત જીવનની ઝંખના વાળી દરેક વ્યક્તિ માટે છે. એ સ્વત્વ, અસ્તિત્વ અને દુનિયાના રહસ્યો ખુલ્લા કરે છે. એ દરેક વ્યક્તિ માટે આ પૃથ્વી પર જન્મ લેવાના ઉત્કૃષ્ટ હેતુનો અનુભવ કરવાની શરૂઆત કરવા માટે છે.

એ તમને અનુભવ કરાવશે. શક્તિ – જીવનમાં જે કંઈ પણ બદલવાની જરૂર છે તે સમજી ને તેને બદલવાની શક્તિ.

બુદ્ધિ – જીવનમાં જે કંઈ પણ બદલવાની જરૂર નથી તેને સમજીને તેને સ્વીકારવાની સમજણ.

યુક્તિ – તમે ગતે તેટલું બદલો પણ તમે જેને વાસ્તવિકતા સમજો છે એ સતત બદલાતું સ્વપ્ન છે એની સ્પષ્ટ પણે સભાનતા.

ભક્તિ - શ્રદ્ધા એટલે અચળ, શાશ્વત અને સર્વોત્કૃષ્ટ સાથેના ગહન સંબંધની લાગણી.

મુક્તિ - ઉપરનાં ચારેનો સમન્વય થાય ત્યારે મળતી ઉત્કૃષ્ટ મુક્તિ, જીવન મુક્તિ.

પરમહંસ નિત્યાનંદા.