પ્રસ્તાવના
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
વૈજ્ઞાનિકો સહિત ઘણાં પ્રતિષ્ઠિત બૌદ્ધિકોએ નોંધ્યું છે કે હમણાં હમણાં માનવીય ચેતનાનું ઉર્ધ્વિકરણ થઈ રહ્યું છે. આનું કારણ રોક ગ્રુપની આગાહી પ્રમાણે આવનાર જળયુગ (Aquarius Age) છે કે માયન લોકોની આગાહી પ્રમાણે વિશ્વનું આવનાર પરિવર્તન છે એ પ્રશ્ન નથી.
પ્રશ્ન એ છે કે ચેતના એટલે શું ? સામાજીક વ્યક્તિ તરીકે આપણું જીવન નૈતિક અને કાયદાના આદેશોને આધારે દોરવાય છે. આપણા વર્તનનો માર્ગદર્શક આપણો અંતરનો અવાજ હોય છે. પણ અંતરનો અવાજ એ ચેતના નથી.
ચેતના એક એવી જાગૃતતા છે કે જીવનમાં આપણે જે ભૌતિક આનંદ માટે મથીએ છીએ તેના કરતા કંઈક અધિક છે. ચેતના એ આપણી અંદર અનુભવાતું ખેંચાણ છે જે કહે છે કે આપણે જોઈ શકીએ છીએ તેથી ઉચ્ચ કક્ષાનું કંઈક છે. એ આંતરિક જાગરૂકતાનો માગદર્શક છે જે આપણને અસ્તિત્વના એ સ્તર તરફ દોરે છે જ્યાં આપણને ભાન થાય છે કે આપણે આપણા વિષે વિચારીએ છીએ તેનાથી કંઈક અધિક છીએ.
માનવી જૈવિક યંત્ર કરતા ઘણું વધારે છે આથી જ સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર પણ માનવીની જગ્યા કદી નહિ લઈ શકે. એ મન અને શરીરનો જગ્યા લઈ શકે પણ માનવીય ઉર્જાની નહિ. એ હકીકત હોઈ શકે કે આપણે પ્રાણીમાંથી વિકસ્યા છીએ પણ સત્ય એ છે કે આપણે આથી ઘણાં આગળ વધી શકીએ તેમ છીએ.
અનાદિકાળથી બધી સંસ્કૃતિઓના સમજદાર માનવીઓએ ‘આપણી અંદર શું છે ?’ એ સાદા પણ અગમ્ય પ્રશ્ન વિષે ગહનતાથી ચિંતન કર્યું છે. ‘હું કોણ છું ?’ એ ઘણાં ઋષિઓની સાધનાનો મુખ્ય સવાલ રહ્યો છે. ઘણાને તેના જવાબ પણ મળ્યા છે. પરંતુ આ જવાબો અનુભવગમ્ય હતા. બધાં મહાન ધર્મોના શાસ્ત્રો, એ પ્રબુદ્ધ ગુરૂઓની, તેમના અનુભવ આપણા સુધી પહોંચાડવાની, અભિવ્યક્તિઓ છે. એમના જીવન દરમ્યાન, ગુરુ પોતેજ એક અનુભવ હોય છે. જેમાં આપણે સહભાગી થઈ શકીએ.
પરમહંસ નિત્યાનંદ એક આવી અનુભૂતિ છે. નિત્યાનંદના અત્યાર સુધીમાં અભિવ્યક્ત થયેલ ડહાપણનો નીચોડ આ પુસ્તકમાં છે. નિત્યાનંદાએ ઘણાં કાર્યક્રમોમાં વક્તવ્ય આપ્યાં છે. એમણે ભગવદ્ ગીતા જેવા મહાન શાસ્ત્રો પર ભાષ્ય આપ્યા છે. મોટી જાહેર સભાઓમાં અને નાના અંગત જુથમાં છેલ્લા પાંચથી વધુ વર્ષો સુધી વ્યાખ્યાનો આપ્યા છે. આ પુસ્તક એ બધા ઉપદેશોનો સાર છે. આ પુસ્તક આપણને એ સમજણ આપે છે કે આપણું વર્તન આપણે જે રીતે વર્તી રહ્યા છીએ તેવું કેમ છે ? અને આપણે બ્રહ્માંડની શક્તિના લયમાં રહી શકાય તે માટે આપણા વર્તનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકીએ તે સમજાવે છે. આ પુસ્તકમાં આપેલી ધ્યાનની પ્રયુક્તિઓ તમને આ લયનો અનુભવ કરવામાં મદદ કરે છે.
આપણે આપણી બહારની ઉર્જા સાથે એકરૂપ છીએ એ સમજણ અને અનુભવ આપણી ચેતનાનો વિસ્તાર કરે છે. કોઈ પણ વ્યક્તિ આપણા કરતા જુદી સંસ્કૃતિ, રંગ, ભાષા, ધર્મ કે જાતિની હોય તો પણ દરેક વ્યક્તિ સાથે ના ઐક્યનું આપણને ભાન થાય છે. બ્રહ્માંડના મહાસાગરના આપણે તરંગો માત્ર છીએ એવી પ્રતિતિ થાય છે.
આ અનુભવ એ જ જીવન મુક્તિ છે. આ અનુભવ જ નિત્યાનંદ છે.
પ્રકરણોના ક્રમમાં કંઈક અંશે વિષય પ્રમાણેની ગોઠવણ છે. પરંતુ તમે પુસ્તકને આગળ પાછળ તમારી રુચિ પ્રમાણે વાંચી શકો છો. બધાં પ્રકરણો પુસ્તકના મુખ્ય દોર જીવનમુક્તિ દ્વારા સંકળાયેલા છે. છતાં દરેક પ્રકરણ અનુભવ માટેનો અલગ કેડી જેવું છે. સીડીના ક્રમિક પગથીયાં જેવું નહિ.
તમે જેમ જેમ અનુભવમાં ઉંડા ઉતરો અને બીજા સાથે આદાન પ્રદાન ની જરૂર અનુભવો તો www.lifebliss.org ના (Living Enlightenment) વિભાગની મુલાકાત લો. તમે વિશ્વભરના સેંકડો લાઈફ બ્લીસ કેન્દ્રોમાંના એક જોડાઈને આ રસ્તે ચઢી ચુકેલા બીજાઓને સંપર્ક સાધી શકો છો.
આ પુસ્તક અસ્તિત્વના સત્યોની વિસ્મયકારક યાત્રા છે અને આ મીલેનીયમના પ્રબુદ્ધ ગુરુની ભેટ છે.
-નિત્યાનંદા પબ્લીશર્સ