પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
જ્ઞાન પ્રાપ્તી થઈ ગયા બાદ ના શરૂઆતના દિવસોમાં
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
અસીમ સત્તા ના અદ્રશ્ય હાથો થી માર્ગદર્શન લેતા, પરમહંસ નિત્યાનંદ ઓમકારેશ્વર (મધ્ય પ્રદેશ) થી તામિલનાડુ, (દક્ષિણ ભારત) માં અલ્પકાળ માટે કાવેરી નદી ના કિનારે ઉતર્યા. ભક્તજનો દ્વારા લાવેલ ભોજન ગ્રહણ કરીને તથા ખુલ્લા આકાશમાં અથવા ઝુપડામાં રહીને તેમણે એકાંત માં તથા જનસમૂહ ની સાથે પૂજા હવન ઈત્યાદિ કર્મકાંડ કર્યા. એમણે લોકોને ધ્યાન શિખડાવ્યુ, તથા જીવન ની સમસ્યાઓ ના સમાધાન શોધવામાં મદદ કરી, શીઘ્ર જ સ્વામીજી ની રોગ સાજા કરવાની (હીલિંગ) ચમત્કારિક શકતી ની ખબર જંગલ માં આગ ની જેમ ફેલાઈ ગઈ.