જ્ઞાન ની શોધમાં
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આશ્રમ તે ઉર્જા ક્ષેત્ર છે. જ્યાં દરેક રસ્તો આધ્યાત્મિક યાત્રા છે.
- પરમહંસ નિત્યાનંદ
ઘર ત્યાગવાની ઈચ્છા તેજ થઈ ગઈ
એક સાંજે એ એટલી તીવ્ર થઈ ગઈ કે પરમહંસ નિત્યાનંદે એમ અનુભવ્યુ કે તેને તુરંત પૂરી કરવી જોઈએ. એમણે અનુભવ્યુ કે જે જીવન તેઓ જીવી રહ્યા છે તેનો તેમણે ત્યાગ કરવો જોઈએ. અને જરાપણ વિલંબ કર્યા વગર તે જીવન માં પ્રવેશ કરવો જોઈએ, જેની એમને શોધ છે. જે જીવન તેઓ જીવી રહ્યા છે તેને હવે તેઓ વધુ જીવવા નથી માંગતા.

પરમહંસ નિત્યાનંદ પોતાના આ નિર્ણય પહેલા પોતાની માતાને જણાવવા માગતા હતા. તેઓ એમને અત્યાધિક પ્રેમ કરતા હતા. અને એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે એમની માતા ને શક્ય એટલુ ઓછુ કષ્ટ થઈ શકે. તે રાત્રે આશરે દસ વાગે તેઓ પોતાની માતા પાસે ગયા અને પૂછ્યું જો હું મરી જાઉ તો તમે શું કરશો ? એમની મા એ કહ્યુ તુ આટલી અશુભ વાત મને શા માટે પૂછી રહ્યો છે ? શું તકલીફ છે ? પરમહંસ નિત્યાનંદ કહ્યું કાંઈ નહી, કોઈ વિશેષ વાત નથી. હું તો ફક્ત અમસ્તા જ જાણવા માંગતો હતો. તેમની મા એ ભાગ્યધીન થઈને કહ્યું હું શું કરી શકુ ? જો એવુ થાય તો મારે એ સ્વીકારવુ પડશે. ત્યારે પરમહંસ નિત્યાનંદે પોતાની મા ને ઘર ત્યાગ કરવાની ઈચ્છા જાહેર કરી.
આ સાંભળીને એમની માતાના આંસુ છલકી આવ્યા. દુઃખથી એમનુ શરીર કાંપવા લાગ્યું. હું જાણતી હતી કે એક દિવસ તૂ ચાલ્યો જઈશ. એમણે પોતાની મા ને પુછયુ કે, હું ઘર છોડી ને જાઊ એવી તમારી ઇચ્છા નથી કે ? તેમની મા એ કહ્યું ના હું જાણુ છુ કે તને જવાની ઇચ્છા છે. જ્યાં ધર છે, અને હું એ ઇચ્છુ છુ કે તુ તે જ કરે જે જીવનમાં કરવા ઇચ્છે છે. હું તને એમ કરવા માટે રોકી શકતી નથી, પણ હું તને જતા નથી જોઈ શકતી. એટલા માટે હુ રડુ છુ.
પરમહંસ નિત્યાનંદ પોતાની મા નો શર્તવિહીન પ્રેમ જોઈને આશ્ચર્યશક્તિ થઈ ગયા. તે ઘેરા આઘાત માં હતી છતા ઇચ્છતી હતી કે તેમનો પુત્ર તે જ કરે જે તેની ઈચ્છા છે. તેમણે તેમના માર્ગ માં આવવાનો પ્રયાસ ન કર્યો, મા ની નિષ્ઠા પર અને સ્વાર્થ રાહિત પ્રેમેં તેમને અંદર સુધી ઝંઝાળી નાખ્યા, તે સાચે જ નિઃસ્વાર્થી હતી.
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
ભારત અને નેપાળ ની પાર
બધા મહાન તીર્થ સ્થળોમાં અસ્તિત્વીય ઉર્જા ના સ્વર ગુંજાયમાન થઈ રહ્યા છે જેમાં થવુ તે જ ધ્યાનાવસ્થા ની સ્થિતિ છે. પરમહંસ નિત્યાનંદ
પરમહંસ નિત્યાનંદ ની જ્ઞાન-પ્રાપ્તિ ની તીવ્ર લાલસા તેમને ભારત અને નેપાળની પાર લઈ ગઈ. હિમાલયમાં તપોવન થી, દક્ષિણ માં કન્યાકુમારી સુધી, અને પશ્ચિમ માં દ્વારકા થી પૂર્વ તરફ કલકત્તા સુધી જ્ઞાન ની શોધ માં નવ વર્ષ સુધી ભ્રમણ કર્યું. પોતાના અસ્તિત્વ ને પૂર્ણપણે એક રૂપ કરવાનો તેમનો અનુભવ આ કાળ માં ચરમ સીમા પર પહોંચેલો. આ દરમ્યાન તેમણે હજારો માઇલ પદ યાત્રા કરી.

મહાવતાર બાબાજી
મહાવતાર બાબાજી
મહાવતાર બાબાજી હિમાલય ના એક જીવિત મહાપુરુષ છે બાબાજી એ હિમાલય માં પરમહંસ નિત્યાનંદ ને એ સમયે દર્શન આપ્યા, જ્યારે તે જ્ઞાન ની શોધ માં ભ્રમણ કરી રહ્યા હતા. તે બાબા જ હતા, જેમણે તે ભેટ દરમ્યાન નિત્યાનંદ ને પરમહંસ નિત્યાનંદ કહ્યુ હતુ. આજે પણ તેઓ આજ નામ થી ઓળખાય છે.

આજે
પરમહંસ નિત્યાનંદ હિમાલય ની શ્રૃંખલાઓ માં અને અન્ય ઉચ્ચ ઉર્જા કેન્દ્રો માં સમય-સમય પર જઈને પોતાના શિષ્યોને માર્ગ દર્શન આપે છે. આધ્યાત્મિક ભ્રમણ દ્વારા તેઓ ના મન માં પરિપૂર્ણ થવાની ગહન ઈચ્છા ને સર્જીત કરે છે
હિમાલય ની યાત્રા ૨૦૦૭
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ભ્રમણ દરમ્યાન
તેઓ આ રૂદ્રાક્ષ
હમેશા પોતાની પાસે
રાખતા. પાણી પીતા
પહેલા તે ઓ રૂદ્રાક્ષ
ને નાખીને ઊર્જ ની
તપાસ કરતા ને પછી
તે પાણી પીતા

પવિત્ર રાખ રાખવાનો આ
કેસરિયા થેલો જ્ઞાન ની શોધ
માં ભ્રમણ ના સમય હમેશા
એમની સાથે રહતો.

રૂદ્રાક્ષ ની આ માળા
તેઓ ભ્રમણા દરમ્યાન
સદા પહેરતા હતા.
સ્પર્શ ચિકિત્સા નો પ્રથમ ચમત્કાર
હિમાલય શ્રંખલાઓ માં ૧૭૦૦૦ ફૂટ ઉંચાઈ પર તપોવન થી પાછા કરતા, પરમહંસ નિત્યાનંદે સેના ની એક ટ્રક માં લિફ્ટ લીધી. તે ટ્રક ખીણ ઉપરથી પસાર થતો હતો ત્યારે તેમને ધક્કો લાગ્યો અને એક ઝાડ ના થડ પર પડ્યા, જેનાથી તેમની મેરુદંડ ગંભીર રૂપમાં ઘાયલ થઈ ગયો. સેના ના ડોકટરે તેમને ૧૫ દિવસ વિશ્રામ ની સલાહ આપી પરંતુ નિત્યાનંદે તેમની એક વાત ન સાંભળી. ઘાયલ સ્થળ પર પોતાની હથેળી પર રાખી અને ચાલતા રહ્યા. જ્યારે હરિદ્વાર માં તેમનો એક્સ રે લીધો તો તેમના સિવાય બધા હેરાન હતા. તેમની ઈજા પૂરેપૂરી ઠીક થઈ હતી. આ નાનકડી ઘટના થી પરમહંસ નિત્યાનંદ ને અહેસાસ થઈ ગયો કે તેમની આ સ્પર્શ કરીને ઠીક કરવા વાળી પધ્ધતિ ને તેઓ એક દિવસ વિશ્વ ના કરોડો લોકોને પહોંચાડશે.

આજે
પરમહંસ નિત્યાનંદ દ્વારા પ્રારંભ
કરાયેલી આરોગ્ય (હીલર)
કરવા ની આ પધ્ધતિ મોટા સ્તર
પર વિશ્વ ને નિઃશુલ્ક પરમહંસ
નિત્યાનંદ સ્પીરીચ્યુઅલ હીલીંગ
સેવા પ્રદાન કરી રહી છે.
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
ઘાટ, બનારસ મૃત્યુ પર વિજય
પવિત્ર ગંગા નદી ના કિનારે સ્થિત આ સ્મશાનઘાટને બનારસ ના અત્યંત પવિત્ર સ્થળ સમજવામાં આવે છે એમ માનવામાં આવે છે કે ભગવાન શિવે આ સ્થાન પર બ્રહ્માંડ ની રચના કરી હતી.
અહીં પરમહંસ નિત્યાનંદ ને સ્વયં મૃત્યુ નો ચેતન અનુભવ થઈ ચુક્યો છે જ્યારે તેઓ ગહન ધ્યાનાવસ્થામાં હતા. આ ગહન અનુભવ પછી તેઓ જાણી ગયા કે આ ધરતી પર મનુષ્ય જાતિ ને સર્વાધિક ભયભીત કરવા વાળી વસ્તુ મૃત્યુ ને તેમણે જાણી લીધુ છે.


જ્ઞાન ની તલાશ માં ભટકતા અંતત: તેમને નિત્ય આનંદ ની સ્થિતિ પ્રાપ્ત થઈ . જ્ઞાન પ્રાપ્તિ પછી આ તેમનુ પ્રથમ ચિત્ર છે જ્યારે તેમની આંખો ની જ્વાલા સમાપ્ત થઈ ગઈ હતી ફક્ત નિશ્ચલતા વિદ્યમાન હતી. રાજશેખરન પરમહંસ બની ચુક્યા હતા.
આજે
પરમહંસ નિત્યાનંદ કહે છે આધ્યાત્મિક વિકાસ માટે અધ્યાત્મિક ભ્રમણા એક મહાન તકનીક પ્રક્રિયા છે. બ્રહ્મચર્ય પ્રશિક્ષણ કાર્યક્રમ દરમ્યાન પરમહંસ નિત્યાનંદે પ્રતિભાગિયો ને વૈરાગિઓ ના રૂપ માં ભિક્ષા માંગવા મોકલ્યા, તેમણે કહ્યુ, વેરાગી બનીને ભિક્ષાવૃતિત કરવાની આ કલા ભાવનાત્મક ચંચલતા થી મુક્તિ અપાવે છે જ્યારે તમે ભિક્ષા માંગવા જાઓ તો જે તમને મળે તેનાથી ખુશ ન થાવ અને જે તમે ખોઈ નાખો તો તેનાથી દુઃખી ન થાય.
