KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/એક સપનુ જે સાકાર થયુSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

એક સપનુ જે સાકાર થયુ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

મે પરમાનંદ તકનીક શોધી છે. મારો ઉદ્દેશ્ય પ્રત્યેક મનુષ્ય ને એ અનુભવ કરાવવાનો છે, કે તે અનુઠા છે, અનંત છે અને પરમઆનંદ જ તેમનો સ્વભાવ છે.

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ ને આશ્રમ ની ભૂમિ ની બાબત માં સ્વપ્ન માં જ દર્શન થઈ ચૂક્યા હતા. બેંગલોર ની સીમા પર વ્યાપક ક્ષેત્ર માં સ્થાપેલ આ આશ્રમ ની પવિત્ર ભૂમિ માં પવિત્રતા ના પ્રતીક ના રૂપ માં એક જુનુ વડનું ઝાડ, અને એક જ્ઞાની મહાત્માની સમાધિ છે. કહેવાય છે અહીં મહાત્મા વર્ષો રહ્યા. પરમહંસ નિત્યાનંદે સ્વયં જગ્યા ની શોધ કરી અને ૨૦૦૩ એ પોતાના ૨૬ માં જન્મ દિવસે ના સુઅવસર પર બેંગલૂર સ્થિત બિદદી માં અનેક રાજનેતાઓ ની ઉપસ્થિતિમાં પરમહંસ નિત્યાનંદ અને અધ્યાત્મિક ગુરૂઓ એ સમારોહ માં ધ્યાનપીઠમ્ ને વિધિપૂર્વક પ્રતિષ્ઠાપીત કર્યા.

laying the foundation stone

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.

નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડયું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.

વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.

ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.

આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાપ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષયિ નિવાસી કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત ‘‘લાઈફ બ્લીસ ફાઉન્ડેશન’’ દ્વારા નિત્યાનંદાના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરીકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.

નિત્યાનંદા કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યુ જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઈએ.

કાર્યક્રમો અને શિબિરો

નિત્યાનંદા મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.

આંતરીક ઉજાગરણ (Inner Awakening)

આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી ‘માસ્ટર’ કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કીમીયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જા ક્ષેત્ર, બીદદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.

નિત્યાનંદ। કહે છે,

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રયોજેલ છે. મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.

દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) ‘આનંદ પૂર્ણ જીવન’ એ એક ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP)- ‘મૃત્યુ સુંદર રીતે અનુભવવું’ એ ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ ‘યોગી શરીર’ માટે પ્રયોજ્યો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.

એક પરિમાણનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનમુક્તિની ઝલક આપે છે.

Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ્ નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈક વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાં પરિમાણો તમારામાં પેદા કરે છે.

સંપૂર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.

Inner Awakening Program

જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણે જીવવું એજ જીવન મુક્તિ.

લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ

પ્રબુદ્ધ ગુરુની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસ નો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા ‘સ્વ’ના ઉંડાણમાં લઈ જાય છે. અને તમારા આંતરિક ક્ષમતા ની ચરમસીમાએ લઈ જવામાં મદદ કરે છે.

પરમહંસ નિત્યાનંદ પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉંનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.

LBE માં તમે,

  • જીવન મુક્તિ ના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનુભવશો,
  • પરમહંસ નિત્યાનંદાએ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.
  • પતંજલીના યોગસૂત્રને આધારે નિત્યાનંદાએ પ્રયોજેલા નિત્ય યોગ- પ્રબુદ્ધતા માટેના યોગ- ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને ‘સ્વ’ ને સયોજીને વધુ શક્તિ, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપે છે.
  • ‘આંતરિક ઉજાગરણ’ કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેના ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટ્યુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ થાય છે.
  • સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદનું જન્મ સ્થળ તિરુવન્નમલાઇ, પતંજંલીનું જન્મસ્થળ ચિદંમ્બરમ્ વિ. - મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદવિવાદ માં ભાગ લેશો.
  • જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
  • બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
  • દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદિક ભોજન માણશો.

વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.

કલ્પતરુ આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરુ દવારા તમને મળશેઃ શક્તિ - જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ. બુદ્ધિ - જીંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ. યુક્તિ - ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા. ભક્તિ - શ્રદ્ધા, સવિયલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી. મુક્તિ - આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ. આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧, આનંદ સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP) તમારામાં શક્તિ પ્રગટાવો. તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરીયાત, તણાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઈન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખૂબ જ અસરકારક શિબિર છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, નિત્યાનંદ સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-2. NSP) મૃત્યુનું રહસ્યોદ્ઘાટન

people raising hands in meditation or celebration

આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગયેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્ફુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩ આત્મ સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-3 ATSP) તમારા “સ્વ” સાથે અનુસંધાન કરો. આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્ફુરણા પ્રોગ્રામ (LBP Level-3 BSP) તમારી ઉપાસના પૂર્ણ કરો. આ કાર્યક્રમ બીજાઓ અને તમારા ‘સ્વ’ સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.

લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT) : જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઇન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.

નિત્યાનંદમ્ સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક નિત્યાનંદની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન, સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : નિત્યાનંદા અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઊર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે. નિત્યાનંદા લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પધ્ધતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિક્ષા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકોને નિ:શુલ્ક સેવા દવારા ઉપચાર આપે છે.

નિત્યાનંદા મિશનની પ્રવૃત્તિઓ

વિશ્વભરમાં મેડીટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.

  • નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં ૫૦૦૦થી વધુ માન્યા હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરીક હિલીંગનો લાભ અપાય છે.
  • અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીયે મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
  • નિત્યનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સંન્યાસી, બ્રહ્મચારી
નિત્યાનંદા મિશન હીલીંગ સેવા

અનેબ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદા મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.

❖ નિત્યયોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.

❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદીક મંદિરો અને આશ્રમો.

❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.

❖ તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.

❖ ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કુલ માટે મકાનો, સ્કુલ ગણવેશ, શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામૂલ્યે અપાય છે.

❖ લાઈફ બ્લીસ ટેકનોલોજી : જીવન કળા અને આધ્યાત્મ વિજ્ઞાન શીખવતો યુવાનો માટેનો બે વર્ષ/ત્રણ માસનો વિનામૂલ્યે કાર્યક્રમ.

❖ કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રીત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઈક્રોસોફટ, એટીએન્ડટી, કવાલકોમ, જેપી મોરગન, પેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.

ક્લાસરુમમાં બેઠેલા બાળકો

❖ નિત્યાનંદ ગુરૂકૂળ : વૈદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ - બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.

❖ નિત્યાનંદા ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ ટ્રેનીંગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, ક્વોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેકટીસ પ્રોગ્રામ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.

❖ મીડીયા : નિત્યાનંદાના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.

❖ નિત્યાનંદા પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ પરમહંસ નિત્યાનંદાના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CDના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.

❖ લાઈફ બ્લીસ ગેલેરીયા : નિત્યાનંદાના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઈલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.

❖ નિત્યાનંદા મેડિટેશન અને હિલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન અને હીલીંગની સેવાઓ આપે છે.

❖ નિત્યાનંદા સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.

❖ યુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઈથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.

❖ વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાય : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.

❖ નિત્યાનંદ યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.

❖ નિત્યા ધીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વૈચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પુર્નવસન માટે રાહત કાર્યો પણ કરે છે.

Contact Us : Listed Below are some of the main centers of Nithyananda Mission.

USA: Los Angeles Life Bliss Foundation 9720 Central Avenue, Montclair, CA 91763 USA Ph. : + 1 909 625 1400 Email : [email protected], [email protected] URL : www.lifeblissfoundation.org

MALAYSIA : Kuala Lumpur 14, Jalan Desa Gombak 5, Taman Desa Gombak 53000 KL, MALAYSIA Ph. : +601 78861644 / + 601 22350567 Email : [email protected], [email protected] URL : www.mynithyananda.com

INDIA : Bengaluru, Karnataka (Spiritual headquarters and Nithyananda Vedic Temple) Nithyananda Dhyanapeetam, Nithyanandapuri, Off Mysore Road, Bidadi, Bengaluru - 562 109 Karnataka, INDIA Ph. : +91 9742203311 / + 91 92430 48957 Email : [email protected] URL : www.nithyananda.org

Varanasi, Uttar Pradesh Nithyananda Dhyanapeetam Leelaghar Bldg, Manikarnika Ghat, Varansai, INDIA Ph. : +91 + 9918401718

Hyderabad, Andhra Pradesh Sri. Anandeshwari Temple, Nithyananda Giri, Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District - 501 218, Andhra Pradesh, INDIA Ph.: + 91 +8413260044/ + 91 98665 00350

Salem, Tamil Nadu Nithyanandapuri, 102, Azhagapurampudur (Behind Sharada Collage), Salem - 636 016, Tamilnadu, INDIA Ph. : +91 +427 2449711

Tiruvannamalai, Tamil Nadu (1008 Lingangal ulla Ananda Linga Kshetram) Nithyanandapuri, Girivala Path Tiruvannamalai - 606604. Tamilnadu, INDIA Ph. : +91 + 4175 237666, 9444991089, 9445056262, 9487452555 E-mail : [email protected]

A large banyan tree with numerous aerial roots

Rajapalayam, Tamilnadu Nithyanandapuri, Kothainachiarpuram, Sankaran Coil Road, Rajapalayam, Virudhunagar District Tamilnadu, INDIA Ph. : + 91 + 4563 230001 / + 91 + 98241 30008

Pondicherry Nithyanandapuri, Embalam to Villanoor Main Road, Embalam Post, Pondicherry - 605 106 INDIA Ph. : + 91 94420 36037 / + 91 9787667604

વધુ માહિતી માટે www.nithyananda.org વેબસાઈટની મુલાકાત લો.

નિત્યાનંદ ગેલેરીયા

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી

  • નિત્યાનંદના દ્રષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયોટેપ, CD અને પુસ્તકો ૨૬થી વધુ ભાષાઓમાં
  • જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કિર્તન. શરીર મન અને આત્માના કાયાકલ્પ માટે
  • મેડીટેશન અને યોગ માટે પુસ્તકો, કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
  • પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂદ્રાક્ષના આભુષણો
Nithyananda Galleria bookstore

વધુ માહિતી માટે www.nithyanandagalleria.com અને www.lifeblissgalleria.org ની મુલાકાત લો અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.

Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda) Don't Worry be Happy Instant Tools for Blissful Living You can Heal Follow Me In The Door to Enlightenment Songs of Eternity You are no sinner So you want to know the truth ?

નિત્યાનંદના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો http:// www.youtube.com / Lifeblissfoundation પર ઉપલબ્ધ છે.

એમ કહેવાય છે કે આત્મજ્ઞાની ગુરુની જીવન કથા વ્યક્તિને આત્મજ્ઞાન માટે પ્રેરણાદાયી બને છે. આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ-આ યુગના મહાન ગુરુ - ના રોમાંચ પ્રેરક જીવનમાં રસપ્રદ હકીકતો અને ઘટનાઓ દ્વારા ડોકીયું કરાવે છે. એ તેમની આત્મજ્ઞાન તરફની યાત્રા વર્ણવે છે.

Photographs of Paramahamsa Nithyananda

‘જીવન રૂપાંતરણ માટે છે નહિ કે જ્ઞાન માટે’

  • નિત્યાનંદ

Ebook ISBN : 979-8-88572-146-2 PUBLISHED BY LIFE BLISS FOUNDATION

ISBN 160607082-7
![Barcode](images/p0032_03.webp)
M.R.P in India only: Rs.30