KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/અસ્તિત્વ સાથે ભેટSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

અસ્તિત્વ સાથે ભેટ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

જ્યાં સુધી તમારા હાથ ખુલ્લા છે તમે એ અનુભવશો કે એમાંથી નદી વહી રહી છે જ્યારે તમે તેને પકડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે ચૂકી જાવ છો. - પરમહંસ નિત્યાનંદ

એક દિવસ તેઓ, અરૂણાચલ પહાડ માં એક ટેકરા પર ધ્યાનાવસ્થા માં લીન હતા. વાસ્તવ માં તેઓ અન્નમલાઈ સ્વામીજી દ્વારા બતાવેલી વિધા - વિચારો ના આવવાના સ્તોત્ર ને જોવાનો, પ્રયોગ કરી રહ્યા હતા.

જેવા તેઓ બેસી ગયા, ધીરે-ધીરે તેમને અનુભવ થયો કે તેઓ લુપ્ત થઈ રહ્યા છે. તેમના પોતાના શબ્દોમાં, અચાનક મે મારી ભીતર શૂન્યતા નો અનુભવ કર્યો. બંધ આંખો થી મને ચારે તરફ (૩૬૦ ડિગ્રી) નું દેખાવા મળ્યું. મે આ જીવન શક્તિ ને ન કેવળ મારા શરીર માં પણ બાહર ની બધી વસ્તુઓ માં અનુભવ્યુ, પણ મે એવું પણ અનુભવ્યું કે હું પહાડો માં, વૃક્ષો માં, પુષ્પો માં, અને પોતાની ચારે તરફ ની બધી સજીવ અને નિર્જીવ વસ્તુઓ માં નિહિત છુ. આ મારો પ્રથમ ગહન અનુભવ હતો.

અરુણાચલમાં ધ્યાનાવસ્થામાં પરમહંસ નિત્યાનંદ

અરુણાચલમાં ધ્યાનાવસ્થામાં પરમહંસ નિત્યાનંદ

આજે

પરમહંસ નિત્યાનંદ ની આધ્યાત્મિક
અનુભવ ની સંવત્સરી પર પરમહંસ
નિત્યાનંદ આશ્રમ ના બ્રહ્મચારી પથ્થરને
સ્નાન કરાવતા.

પરમહંસ નિત્યાનંદ આશ્રમ ના બ્રહ્મચારી પથ્થરને સ્નાન કરાવતા

આ અનુભવે મારી અંદર દરેક વસ્તુ માટે ગહન દયા અને પ્રેમ ભરી દીધો. આ અનુભવ થી મને જીવન ના પ્રતિ અપાર શ્રધ્ધા થઈ ગઈ.

મારી અંદર દરેક વસ્તુ ની સ્વીકૃતિ થવાની જે પ્રથમ ઝલક મને દેખાઈ હતી, જેણે મને જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ દેખાડયો. આવા માત્ર એક જ અનુભવ થી કોઈ પણ એ અનુભવ કરશે કે બધા ધાર્મિક ઉન્માદ, જાતીય અને ભાષીય કટ્ટરતા સ્વતઃ જ તંત્ર માંથી ગાયબ થઈ ગઈ છે. પરમહંસ નિત્યાનંદ ને પ્રથમ આધ્યાત્મિક અનુભવ વૈશાખ મહિના માં (મે-જૂન મહિનામાં) બુધ્ધ પુર્ણિમા ના દિવસે થયો.

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

પરમહંસ નિત્યાનંદ અરૂણાચલ પર્વત પર પ્રતિદિન ફરવા જતા હતા. તેઓ દરરોજ સવારે ચાર વાગે ઉઠી જતા હતા. અને પહાડ ની ચારે તરફ ત્રણ-ચાર કલાક ફરતા, ભજન ગાતા, તેઓ પૂરી રીતે વર્તમાન માં વિચરણ કરતા તથા તેમને એ વાતની જરા પણ ચિંતા ન હોતી કે આવતા પળે શું થશે. જેવી રીતે એક નિર્દોષ બાળક પોતાની મા ની ગોદ માં રમે છે તેવી જ રીતે તેઓ પણ પોતાના પરમપ્રિય અરૂણાચલ ના પરિવેશ માં ખુશી થી એક માસૂમ બાળક ની જેમ વિચરણ કરતા.

એક દિવસ તેઓ ઘણા જલ્દી ઉઠી ગયા. બરાબર અર્ધ રાત્રિ પછી. તે દિવસો માં પહાડો ના માર્ગ પર ચારે તરફ કોઈ રસ્તો કે પ્રકાશ ની વ્યવસ્થા ન હતી. ચારે તરફ ફક્ત ઘનઘોર જંગલ જ હતુ. તેઓ આગળ વધ્યા ત્યારે એક નદી પાસે વરૂઓ નું એક ઝૂંડ તેમની ઘણી નજીક આવી ગયુ. તેઓ પોતાની આંખો મીંચીને ભક્તિમય ગીત ગાતા આગળ વધી રહ્યા હતા. તેઓ ગીત ગાવામાં મગ્ન હતા અને વરૂ ઓ પર તેમનું ધ્યાન ત્યાં સુધી ન ગયું જ્યાં સુધી તેઓ બિલ્કુલ નજીક પહોંચી ન ગયા. જ્યારે તેમણે પોતાનુ માથુ ઉંચકયું તો તેમણે જોયુ કે જાનવર એમની ઘણી નજીક આવી ગયાં હતાં. આ જોઈને તેમની હારામાં સ્વાધિષ્ઠાનચક્ર પાસેથી થી એક ઘણી જોરથી રાડ નીકળી ગઈ. આ એક ડરામણી રાડ હતી જેને તેમણે આ ઘટના પહેલા ક્યારે અનુભવ કર્યો હતો, ન ક્યારે પછી કર્યો. આ રાડ ની સાથે જ તેમણે પોતાને અરૂણાચલ ની શરણ માં જોયા અને તેમને વિશ્વાસ થઈ ગયો કે અરૂણાચલ એમની રક્ષા કરશે.

અચાનક જ ક્યાંય થી એક
વયોવૃધ્ધ સંન્યાસી હાથ માં લાકડી લઈ
ને તેમની સામે પ્રકટ થયા. જેનાથી
તેમણે તે વરૂ ઓને ભગાવી મુક્યા. જેવા
તે વરૂઓ નાસી ગયા, તે વૃધ્ધ સંન્યાસી
પણ અંતર્ધ્યાન થઈ ગયા. પરમહંસ
નિત્યાનંદ એ સમજી ન શક્યા કે તે
સન્યાસી ક્યાં થી આવ્યા ને પાછા ક્યાં
ચાલ્યા ગયા ?

આ પ્રાથમિક રાડ સાથે, પરમહંસ નિત્યાનંદે અનુભવ્યુ કે અચાનક તેમનુ શરીર ઘણું હલકુ થઈ ગયુ હતુ. તેમણે ઝડપથી ચાલવાનુ શરૂ કરી દીધુ. તેઓ લગભગ હવામાં તરી રહ્યા હતા. માનો તેમની તી વ્રતા વધી ગઈ .

(પ્રાથમિક ચિકિત્સા એક મનોવૈજ્ઞાનિક નિદાન છે જેમાં રોગી ભય થી બચવા માટે પોતાના અંતરક્ષન થી મોટી વધારે મોટી રાડ પાડે છે. જ્યારે બીજો કોઈ નકારાત્મક ભાવનાઓ ને દબાવે છે.)