વેદાંત અને તંત્ર
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
‘બૌધ્ધિક શ્રદ્ધાશક્તિ એ માનસિક અને શારીરિક શક્તિ કરતા વધારે શ્રેષ્ઠ છે.’
- પરમહંસ નિત્યાનંદ
માતાજી વિભુદાનંદા - એક પ્રેરણા સ્ત્રોત
બ્રહ્મયોગિની માતાજી વિભુદાનંદા અરૂણાચલ માં નિત્યાનંદ ના આરંભિક દિવસોમાં એમની દેખરેખ કરવાની સાથે જ તેમને આધ્યાત્મિક માર્ગ નિર્દેશન આપ્યા કરતી હતી. કોમળ બાલ્યાવસ્થા માં જ્યારે પરમહંસ નિત્યાનંદ ને ગહન આધ્યાત્મિક અનુભવ થઈ રહ્યા હતા, ત્યારે એ સમયે માતા વિભુદાનંદા તેમને એમની વધતી ચેતના ના વિષય માં સવિસ્તાર થી સમજાવતી ને એમની શારીરિક અને માનસિક બંને રૂપ માં દેખભાળ કરતી. તેની સાથે જ પ્રત્યક્ષ દૂરદૃષ્ટિ રાખીને એમણે નિત્યાનંદ ને વિભિન્ન આધ્યાત્મિક અભ્યાસો નું પણ પ્રશિક્ષણ આપ્યુ.

માતાજી વિભુદાનંદા અને પરમહંસ નિત્યાનંદ

ઈસાક કી સ્વામીજી
ઈસાક કી સ્વામીજી, આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા
એક જ્ઞાની મહાપુરૂષ, ઈસાક્કી સ્વામીજી, યુવા પરમહંસ નિત્યાનંદ ની પ્રેરણા ના મુખ્ય સ્ત્રોત હતા. અનેક જ્ઞાની મહાપુરૂષો ના સાનિધ્ય પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી પરમહંસ નિત્યાનંદ નું પ્રારંભિક જીવન આ મહાપુરૂષો નું જીવન જોઈને વીત્યુ કે કેવી રીતે આ લોકો હર સમય પરમાનંદ માં લીન રહે છે. આ મહાપુરૂષો ને પરિપૂર્ણતા થી ભરેલા જોઈને તથા એમની સાદગી થી મોહિત થઈને તેમને પણ આ અગાધ પરિપૂર્ણતા ને પ્રાપ્ત કરવાની તી.ા ઈચ્છા જાગૃત થઈ .
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
આત્મ -પુરાણ (એક ઉપનિષદ) ઈસાક્કી સ્વામીજીની એક ભેટ. આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ ના આધ્યાત્મિક શિક્ષા ના પ્રારંભ ને દર્શાવે છે.

આજે
પરમહંસ નિત્યાનંદ ના
આશ્રમ માં યુવા બ્રહ્મચારી
તથા ગુરૂકુલ ના બાળકો
દિનચર્યા ના રૂપમાં વૈદિક
ઋચાઓ નું ઉચ્ચારણ કરે
છે. દિવ્ય ગાયન થી સૂર
મેળવીને આ બાળકો
આનંદિત ચેતના ના પારણા
માં ઉછરી રહ્યા છે.

ઓલઇ ચુવાડી

ઓલઇ ચુવાડી (ભોજ
પત્ર પર તૈયાર પાંડુલિપિ)
માં પ્રાચીન વૈદિક ભજન
નિહિત છે. જેને પરમહંસ
નિત્યાનંદ ને ઈસાક્કી
સ્વામીજી થી ભૅંટ સ્વરૂપ
પ્રાપ્ત કરી.
યોગી રામસૂરત કુમાર એક રહસ્મય બંધન
યોગી રામસૂરતકુમાર અથવા વિ શ્રી. સ્વામીજી એક જ્ઞાની પુરુષ હતા જે તિરુવન્નામલાઈ માં એક સુપ્રસિધ્ધ જ્ઞાની પુરુષ હતા, જેને બધા પ્રેમ કરતા હતા. પરમહંસ નિત્યાનંદ નિયમિત રૂપ થી તેમને મળવા આવતા હતા.
યોગી રામસૂરતકુમાર થેરમૂટ્ટી ના સન્નિકટ મંદિર ના રથ ને ઉભા રાખવાની જગ્યા થી, મકાન ની સીડી ઓ થી કચરો ભેગો કરતા હતા અને એક ભિક્ષુક ની જેમ વચ્ચે બેસી જતા હતા. લોકો નો આ વ્યવહાર બની ગયો હતો કે તેઓ રસ્તામાં ત્યાં ઉભા રહી જતા અને પોતાના ભવિષ્ય ના વિશે પ્રશ્ન પૂછવા લાગતા. શાળા એ જતા બાળકો પણ થોભીને તેમના થી પૂછયાં કરતા કે શું તે પરિક્ષા માં પાસ થઈ જશે? તેમને ક્યારે ક્યારે જ યોગી થી કોઈ પ્રતિક્રિયા મળતી. એક દિવસ, પરમહંસ નિત્યાનંદ શાળા એ જતા ત્યાં થોભી ગયા, અને તેમણે પૂછયુ કે શું આજે તે પરીક્ષામાં પાસ થઈ જશે. તેમને જવાબ મળયો પુત્ર, તુ જીવન ની પરીક્ષા પાસ કરી લઈશ.
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

પરમહંસ નિત્યાનંદ તે સમયે આ શબ્દોનો અર્થ સમજી ન શક્યા. એક સ્ત્રી જે બાજુમાં બેઠી હતી તે આ સાંભળીને બોલી, બાળક હમણાં તને આ શબ્દો સમજ માં નહીં આવે, પરંતુ સમય આવતા તને આ શબ્દોની સત્યતા અવશ્ય ખબર પડશે.
તિરુવણ્ણમલાઈ માં યોગી રામસૂરતકુમાર દ્વારા એક ઉત્સવ નું આયોજન
અન્નમલાઈ સ્વામીજી અને સ્વયં ને ઘાયલ કરવુ
સત્ય પર પ્રયોગ કરવા માટે સાહસ એને અનુભવ કરવાની ચાવી છે.
- નિત્યાનંદ

અન્નામલાઈ સ્વામીજી ભગવાન શ્રી રમણ મહર્ષિ ના શિષ્ય હતા. આશરે દસ વર્ષ ની ઉમર થી પરમહંસ નિત્યાનંદે તિરુવણ્ણમલાઈ માં રમણ આશ્રમ માં જવાનુ પ્રારંભ કરી દીધુ. વ્યાખાન ના સત્ર માં તેઓ અન્નામલાઈ સ્વામીગલ ના શિષ્યો સાથે નિયમિત રીતે બેસતા હતા. અન્નામલાઈ સ્વામીજી ની પાસે જવાના આકર્ષણો માં થી એક એ પણ હતુ કે પોતાના ભાષણ પછી તેઓ બધાને મિઠાઈ આપ્યા કરતા હતા.
એક વાર અન્નામલાઈ સ્વામીજી એ માયા ની અવધારણા સમજાવી. એમણે કહ્યું અમે શરીર નથી, આ શરીર વાસ્તવિક નથી. જે વાસ્તવિક છે તે આત્મા છે. કોઈ પીડા પણ આ આત્મા પર અસર નથી કરી શકતી. અમે કષ્ટ અને પીડાઓ થી પર છીએ.
અન્નામલાઈ સ્વામી જી
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
આ શબ્દો પોતાના કાનો પર પડતા જ, પરમહંસ નિત્યાનંદ તે દિવસ ઘરે પાછા આવી ગયા. એમણે રસોઈ ઘર માંથી ચાકૂ લીધુ અને એ જાણવા માટે કે શું એમને પીડા નો અનુભવ થાય છે પોતાની ડાબી જાંઘ માં ઘા કર્યો. પરિણામ સ્વરૂપ તેમને ઘણી પીડા થઈ અને મા નો ઠપકો મળ્યો તે અલગ થી. ડૉકટરે ઘણા ટાંકા લેવા પડ્યા.
તેઓ પાછા અન્નામલાઈ સ્વામીજી પાસે ગયા અને આ વિષય માં સવિસ્તર થી જાણવા માગ્યુ. અન્નામલાઈ સ્વામીજી એ તેમને કહ્યુ પીડા ખતમ થઈ જશે. હું તને અભ્યાસ કરવા માટે એક ટેકનીક બતાવીશ. સત્ય પર પ્રયોગ કરવા કરવાનુ તારુ સાહસ તને જ્ઞાન તરફ લઈ જશે, આ ઘટના પછી પરમહંસ નિત્યાનંદ ની જ્ઞાન ની શોધ વધારે ગહન થઈ ગઈ.
આજે
પરમહંસ નિત્યાનંદ કરોડો લોકો
માટે પ્રેરણા સ્તોત્ર બનેલા છે. આ
મહાપુરુષ ના ફક્ત દર્શન માટે
ભક્તો ની ભારે ભીડ લાગેલી
હોય છે.

અંગકોર વટ, કમ્બોડિયા