Chapter 7

米米米米米

1 sections

米米米米米

આપણા સભ્ય સમાજમાં આપણે જીવનની એકરાગતા પર ખોટો ભાર મૂકીએ છીએ. સામાન્ય રીતે જીવનમાં એકરાગી હોવા પર લોકો ગર્વ અનુભવે છે ! છેલ્લાં ત્રીસ વર્ષથી હું એક જ સમયે ઊઠ્ઠું છું એવા બણગાં ફંકે છે. નાનપણથી સામ્યવાદી છું, નાસ્તિક છું એવી બડાઈ મારે છે.

પણ આવા એકમાર્ગી લોકો સૌથી કંટાળાજનક હોય છે. કોઈ વ્યક્તિ હંમેશાં એકમાર્ગી કે એકરાગી હોય તો તેનો બેમાંથી એક જ અર્થ થાય :

(અ) તે જન્મથી સંપર્ણ છે. તેથી જિંદગીમાં તેને કોઈ પણ વસ્તુ ક્યારેય બદલવાની જરૂર નથી. (બ) અહંકાર કે ભયને કારણે તે પોતાના જૂનવાણી વિચારોને વળગી રહે છે.

મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોવાનો દાવો કરી શકે ?

તેથી પરિવર્તનનો ડર એ જ એકમાર્ગી હોવાનું એક કારણ હોવું જોઈએ.

આદત એ જીવનની પરિચિત કે સ્વીકાર્ય જીવનશૈલીનો સંકેત કરે છે. આદત સલામતીનું પ્રતીક છે. તેથી જીવનના અંત સુધી આપણે આદતોને વળગી રહીએ છીએ !

આદતો અને માન્યતાઓ વિના જીવન જીવવા માટે અસાધારણ હિંમતની જરૂર છે. એનો અર્થ એ કે શું સાચું છે કે તમારે શું કરવું જોઈએ એ કહેવાની તમને કાંઈ જરૂર નથી, પણ આપણાથી ભૂલ થઈ જશે એ ડરના માર્યા આપણે આપણી સાહજિકતાને ખતમ કરી નાખીએ છીએ.

હું તમને પૂછું છું કે એક બાળક પણ નવાં ડગ માંડતાં ગભરાતું નથી તો તમે શા માટે ગભરાઓ છો ?

જીવનની ભરતી અને ઓટને ખુલ્લા દિલે સ્વીકારવામાં જ જીવનનો આનંદ રહ્યો છે. જીવન અસલામતી છે ! જીવનની અસલામતીના આનંદને લૂંટતાં શીખશો તો પછી જીવનનો ક્યારેય ડર નહિ લાગે.

જેમ મોટા થતાં જઈએ છીએ તેમ આપણે વધારે ને વધારે પરિવર્તનવિરોધી થતાં જઈએ છીએ. પરિવર્તન આપણા સત્ય અને અસત્ય વિશેના તેમજ આપણને શું કામ લાગશે અને શું નહિ લાગે તે વિશેના દઢ વિચારોની વિરૂદ્ધ જશે એવો ડર હોય છે.

જીવન મૂળભૂત રીતે સરળ છે. એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. જીવન વિરોધાભાસી લાગે છે. કારણ કે ગઈ કાલે જે કાંઈ શીખ્યા અને આવતી કાલ માટે જે યોજના ઘડી એ બંનેની આપણે વર્તમાન સાથે સતત સરખામણી કરીએ છીએ. પરિસ્થિતિને આપણી અપેક્ષાના બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ વિરોધાભાસ જોવા મળે છે.

એક વાર્તા :

એક ગામમાં બે સાધુ રહેતા હતા. એકને પોતાના તર્ક અને શાસ્ત્રજ્ઞાનનો અતિશય ગર્વ હતો. એ હંમેશાં તાત્ત્વિક વાતોનાં બણગાં ફંક્યા કરતા. બીજા સાધુ નિખાલસ અને આનંદી સ્વભાવના હતા. ગ્રામવાસીઓ સાથે હળીમળીને શાંતિમય જીવન ગજારતા હતા.

એક દિવસ બજારના રસ્તે બંનેનો ભેટો થઈ ગયો.

ક્યાં ચાલ્યા ? તાત્ત્વિક ચર્ચા શરૂ કરવાના ઈરાદાથી પહેલા સાધુએ આ પ્રશ્ન પૂછયો. ચરણ લઈ જાય ત્યાં ! બીજાએ આનંદપૂર્વક જવાબ આપ્યો.

પહેલા સાધુ તો અવાચક થઈ ગયા. તેમનો કહેવાનો ભાવાર્થ શું હતો ? શું તેમણે કોઈક તાત્ત્વિક કોયડો રજૂ કર્યો હતો ? તેમને મારે શું ઉત્તર આપવો ?

તે ઘરે ગયા અને આખો દિવસ પેલા સાધુના વાક્યનો અર્થ શોધવાના વિચારમાં ડૂબી ગયા. મહામુશ્કેલીએ એટલું જ ચત્તુરાઈભર્યું તેમણે એક પ્રતિવિધાન તૈયાર કર્યું. બીજે દિવસે તે જ રસ્તે વિજયી અદાથી પેલા સાધુને મળ્યા.

ક્યાં ચાલ્યા ? તેમણે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું.

પવન લઈ જાય ત્યાં ! તે સાધુએ મીઠાશથી જવાબ આપ્યો.

આ તો ભારે થઈ ! પહેલા સાધુ તો હેબત ખાઈ ગયા. તેઓ સંપૂર્ણ આયોજન સાથે પ્રતિવિધાન તૈયાર કરીને આવ્યા હતા અને આજે તો આ સાધુએ પોતાનું બયાન જ

ઊઠો અને ઝૂમો

બદલી નાખ્યું !

તેથી ઘરે પાછા ફર્યા અને આ નવા પડકારનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયા.

ત્રીજે દિવસે તે સાધુ ફરી મળ્યા ત્યારે તે જ પ્રશ્રનનું પુનરાવર્તન કર્યું,

ક્યાં ચાલ્યા ?

ઓહ, બજાર તરફ, થોડા શાકભાજી ખરીદવા છે ! તે સાધુએ હસીને જવાબ આપ્યો. જીવન આવું છે !

જીવનમાં જવાબ દરરોજ બદલાતા રહે છે. પરિવર્તન એ જીવનની એક માત્ર વાસ્તવિકતા છે.

તેથી ભાવિની યોજના તમે કેવી રીતે ઘડી શકો ?

ચીનના તાઓ ધર્મમાં - 'યીન - યાંગ' ના પ્રતીક દ્વારા જીવનની સુંદર રજૂઆત કરી છે. નકારાત્મક અને વિધેયાત્મક, તમસ અને જ્યોતિ, સંકોચન અને વિસ્તાર -જીવનના આ પરસ્પર વિરોધી સિદ્ધાંતોનું યીન અને યાંગ પ્રતિનિધિત્ત્વ કરે છે. યીન - યાંગ વિશે એક મજાની વાત એ છે કે

આ બંને વિરોધી પાસાં સતત એકબીજામાં વહેતાં રહે છે; પ્રત્વેક ક્ષણે બદલાતા રહે છે. યીન ઓછેવત્તે અંશે યાંગમાં અને યાંગ ઓછેવત્તે અંશે યીનમાં હંમેશાં રહેલું હોય છે. જીવન જેમ હંમેશાં પ્રવાહી છે તેમ યીન - યાંગ સદા પરિવર્તનશીલ છે.

વર્તનવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા એક પ્રયોગમાં બે જૂથના લોકોને સંગીતની એક ધૂન સંભળાવી અને તેમને પોતપોતાની રીતે - નૃત્ય દ્વારા, સાથે ગાઈને, હસીને, આમતેમ હાથ હલાવીને કે કેવળ શાંતિથી બેસીને - પોતાના પ્રતિભાવો આપવાનું કહ્યું. બીજા જૂથના તમામ લોકોની આંખે પટ્ટી બાંધી હતી. આ એક જ તફાવત બંને જૂથ વચ્ચે હતો.

કહેવાની જરૂર નથી કે પહેલા જૂથના એક પંચમાંશથી પણ ઓછા લોકોની પ્રતિક્રિયા સાહજિક હતી, જ્યારે બીજા જૂથની લગભગ દરેક વ્યક્તિની પ્રતિક્રિયા સહજ અને સ્વાભાવિક હતી. આપણો ઉછેર જ એવી રીતે થયો છે કે આપણને લોકો સમક્ષ મૂર્ખ બની જવાનો કે અસ્થાને હોવાનો કે સાંપ્રતથી વિરૃદ્ધ જવાનો એટલો બધો ડર લાગે છે કે કોઈ પણ ક્ષણે પૂર્વગ્રહ વિના પ્રતિક્રિયા આપવાની ક્ષમતા આપણે ખોઈ બેઠા દળીએ.

આજકાલ અનેક લોકો સહજ પ્રતિક્રિયાના મહત્ત્વ અંગે જાગૃત થતાં જાય છે, પણ રમજની વાત એ છે કે કેવી રીતે સાહજિક થવું એ વાતને જ આપણે છેક વિસરી ગયા છીએ.

'તમને ગમે તે કરો' એવું લખાણ લખેલા ટી શર્ટ પહેરીને ફરતા કિશોરો આજકાલ તમને દરેક જગ્યાએ જોવા મળશે, પણ હકીકતમાં તેઓ ગભરાયેલા છે, કારણ કે તેઓ સ્વીકૃત કર્મો કરતા નથી કે જીવનમાં બરાબર ગોઠવાયા નથી એ વાતથી તેઓ વાજ આવી ગયા છે !

હું તમને કહું છું કે સાહજિક થવા માટે તમારે કશું જ શીખવાની જરૂર નથી.

જીવનની એક એક ક્ષણને માણવાની આપણી પાસે જન્મદત્ત ક્ષમતા છે, પણ જીવનના માર્ગે અંગત આદતો અને સમાજના નિયમો વચ્ચે ક્યાંક એ ક્ષમતાને આપણે ખોઈ બેઠા છીએ અને દરેક પેઢી એ જ વર્તન બીજી પેઢી સાથે કરે છે.

બાળકોના સહજ વર્તનને તોડી પાડવાની આપણામાં ભયંકર તાકાત છે.

અત્યારે ગાવાનું નહિ, પપ્પા સૂતા છે !

ભીત પર ચિત્ર દોરવાનું તને કોણે કહ્યું હતું ?

જા, સૂવા જા, હમણાં જ !

શું આ બહાર રમવાનો વખત છે ?

બાળકો સાથે આપણે કેવો ખતરનાક વ્યવહાર કરી રહ્યા છીએ તેનો આપણને સહેજે

ઊઠો અને ઝૂમો

અંદાજ નથી !

એકદમ સ્પષ્ટ રહો :

સાહજિક થવું એનો અર્થ કાયદાકાનૂન વિના ઉદ્દંડપણે વર્તવું એ નથી.

એ કાંઈ સામાજિક જીવનના બુનિયાદી કાયદાઓને છિન્નભિન્ન કરવા માટેની સ્વતંત્રતા નથી.

સાહજિકતાનો અર્થ અરાજકતા કે સ્વચ્છંદિતા પણ નથી. સાહજિકતા કેળવવી એટલે આદતોને તિલાંજલિ આપી દેવી. પૂર્વગ્રહ મૂકી દેવા.

તમારા અતીત અને તમારા ભાવિના વિચારો છોડી દો. મનથી હળવાં થઈને અને આંખો ખુલ્લી રાખીને વર્તમાનને જુઓ. એક એક ક્ષણે જીવનની પ્રગટ થતી સમૃદ્ધિને આવકારો. પરિવર્તનને ગળે લગાડશો તો જીવન તમને ગળે લગાડશે.

શાંતિ જાળવો અને સાંભળો !

મારા જીવનને સારી રીતે નિહાળો. દિવસના કેટલા કલાક વાતો કરવામાં ગાળો છો ? અને દિવસના કેટલા કલાક સાંભળવામાં ગાળો છો ?

દિવસનો મોટો ભાગ આપણે વાતો કરતા હોઈએ છીએ અથવા વાતો કરવા આતુર હોઈએ છીએ !

તમે ક્યારેય નોંધ્યું છે કે સમગ્ર વાતચીતનો દોર પોતાના હાથમાં હોય એવું જૂથની દરેક વ્યક્તિ ઝંખતી હોય છે.

વાતો કર્યા કરવી એ વાતાવરણને અંકુશમાં રાખવાની એક રીત છે. મોટા ભાગના લોકો પોતાની સત્તાનો દેખાડો કરવા માટે વાતો કર્યા કરતા હોય છે. શું વાત કરે છે તેના કરતાં કેવી રીતે વાત કરે છે, ક્યાં સુધી વાત કરે છે, લોકોની વાતોને ક્યાં સુધી વશમાં રાખી શકે છે એનું મહત્ત્વ વિશેષ છે ! તેથી 'ચુપ બેસ !' એ શબ્દ કોઈ માણસનું અપમાન કરી ઉતારી પાડવા માટે છે એવું લાગે તેનું આશ્ચર્ય શાને ? તમને બોલવા દેવામાં ન આવે તો કોઈ મહત્ત્વની વસ્તુથી જાણે તમને વંચિત રાખવામાં આવ્યા હોય એમ લાગે છે.

કારણ કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અને અભિપ્રાયો અન્ય વ્યક્તિ પાસે ઓકવાની સ્પર્ધા કરતા હોય છે. સંચાર માધ્યમ કે પુસ્તકોમાંથી ઉછીના અભિપ્રાયોનો એક ભંડાર આપણે તૈયાર કરીએ છીએ, પણ તે ભાગ્યે જ કોઈ સાંભળવા માટે ઉત્સુક હોય છે !

તમે ખાઓ પણ પચાવી ન શકો તો પછી શું થાય ? ઊલટી કરવી પડેને ! એ જ રીતે કોઈની ફિલસૂફી કે વિચારો તમે વાંચો પણ તેને પચાવો નહિ કે તે તમારો અંગત અનુભવ ન બને તો પછી અંતે ઊલટી કરીને તમે તેને બહાર જ કાઢવાના ને ! વાતો હંમેશાં આપણે બીજા લોકો સાથે નથી કરતા.

બીજા સાથે વાત ન કરતા હોઈએ ત્યારે આપણે પોતાની સાથે પણ વાત કરતા હોઈએ છીએ અને એ તો એથીયે વધુ ભયાનક છે.

જાગ્રત હોઈએ ત્યારે હર પળ આપણે બધા પોતાની જાત સાથે વાત કરતા હોઈએ છીએ. આપણી તમામ યોજનાઓ અને ચિંતાઓ એ વાસ્તવમાં શું છે ? પોતાની જાત સાથે વાતચીત જ ને !

પોતાની જાત સાથે વાત કરવી એટલે આંતરિક વાતચીત અથવા મનમાં સતત રમતા વિચારોનો પ્રવાહ, જે સતત તમને ખલેલ કરે છે; એથી વિશેષ શું ?

બાહ્ય વાતચીતમાં તો ક્યારેક પણ રૂકાવટ આવે, પણ અંતરમાં તો વાતચીત કોઈપણ પ્રકારની રૂકાવટ વિના સતત ચાલતી હોય છે, જે તમને ગાંડા કરી મૂકે.

બીજા સાથે વાતચીત કરવી એ ક્યારેક પોતાના જીવનમાંથી છટકવાનો માર્ગ છે; એ તમારી પોતાની અંદરની વાતચીતમાંથી ભાગી છટવાનો રસ્તો છે. કદાચ તેથી જ વિશ્વમાં આટલી બધી વાતો થતી હશે.

આજે વિશ્વમાં શ્રોતાઓની ભારે ખોટ છે.

એક દાયકા પૂર્વે બર્ટેન્ડ રસેલે અગમવાણી ઉચ્ચારી હતી કે સાંભળવું એ આપણા યુગનો સૌથી વધારે કમાણી કરી આપતો વ્યવસાય બની જશે અને ખરેખર એમ જ બન્યું ! આજે ખાસ કરીને પશ્ચિમમાં દરેક માણસ પાસે પોતાનો અંગત શ્રોતા હોય છે. આજે લોકો મનોચિકિત્સકો અને સલાહકારોને તગડી રકમ ચૂકવે છે એ પોતાની તકલીફોને દૂર કરવા માટે નહિ, પણ પોતાની વાતને સાંભળે તે માટે.

કારણ કે તેમની વાત સાંભળનારું છે કોણ ? આજે કોઈની વાત સાંભળવા માટે કે કોઈનું ધ્યાન રાખવા માટે કોઈને સમય જ ક્યાં છે ?

તમારું ધ્યાન (attention) એ તમારી શક્તિ છે !

પણ તમારી પોતાની એ શક્તિ એટલી ઓછી થઈ ગઈ છે કે એ તમારા પોતાના માટે

પણ પર્યાપ્ત નથી તો પછી તમે બીજાને શક્તિ કેવી રીતે આપશો ? કોઈ તમારી સાથે વાત કરતું હોય ત્યારે મોટે ભાગે તમે એની વાત સાંભળતા હોતા નથી. તમે સાંભળી શકતા હો તો તમારી આસપાસ હંમેશાં કેટલું બધું બોલાતું હોય છે !

આપણે હંમેશાં શબ્દ દ્વારા જ બોલીએ છીએ એવું નથી.

હકીકતમાં વાતચીત મોટે ભાગે સાંકેતિક હોય છે.

તમારી પત્ની સવારે તમારે માટે કૉફી લાવે ત્યારે તમે તેને સાંભળો.

તેના શબ્દોને જ નહિ, પણ તેની ક્રિયાને પણ સાંભળો.

શું તે ધડ દઈને કપ મૂકે છે ? તે તમને શું કહેવા માગે છે ?

ઘરમાં જ્યારે મહેમાન આવે ત્યારે તમારું બાળક ત્રાગાં કરે છે ?

તેનાં ત્રાગાંને નહિ પણ બાળકને સાંભળો. એ તમને કહેવા માગે છે કે તમારા વધારે સમયની અને ધ્યાનની મને જરૂર છે.

તમારું ધ્યાન પોતાના તરફ અબઘડી વાળવા માટે ત્રાગાં એ એક રીત છે.

તેની આ માંગણી માટે તમે કાંઈ કરી શકો ?

એક જાણીતા ઝેન કોયડામાં કહ્યું છે :

જંગલમાં વૃક્ષ પડી જાય અને ત્યાં તેને સાંભળનાર કોઈ ન હોય તો શું એ ઘોંઘાટ કરે છે ?

મારા એક કાર્યક્રમમાં એક પરેશાન યુવા માતા આવી હતી. તેણે પછીથી મને રમૂજમાં પૂછયું :

સ્વામીજી, શું જંગલમાં બાળક પડી જાય અને ત્યાં તેને સાંભળનાર કોઈ ન હોય તો એ બુમાબૂમ કરશે ?

હા હા ! આપણામાં અને બાળકોમાં કાંઈ તફાવત નથી ! આપણી વાતો, આપણી બુમાબુમ એ પણ લોકોનું ધ્યાન આકર્ષવા માટેની એક રીત છે. જો દરેક વ્યક્તિ સાંભળતાં શીખે તો બોલવાની જરૂર જ ન રહે !

બીજાને ન સાંભળો તો કાંઈ નહિ, પણ તમે પોતાને સાંભળો છો ખરા ?

દા. ત. તમારા પોતાના શરીરને સાંભળો છો ?

પાર્ટીમાં વધારે પડતું ખાઓ કે પીઓ ત્યારે શરીર બૂમ પાડીને તમને થોભી જવાનું કહે છે. મોડી રાત સુધી ટીવી જુઓ ત્યારે શરીર બૂમો પાડીને કહે છે, બસ, બહુ થયું. હવે મને આરામ જોઈએ છીએ ! વાસ્તવમાં તમામ રોગો એ શરીરનું ધ્યાન રાખો, શરીરની કાળજી રાખો એવી વિવિધ ચેતવણીઓ છે.

પણ શું તમે એ સાંભળો છો ?

કામ પરથી ઘેર પાછા ફરો ત્યારે ધડ દઈને દરવાજો બંધ કરો તે અવાજ તમને સંભળાય છે ? ફિલ્મ જોઈને તમે પાછા ફરો છો ત્યારે પણ તમારું એ જ વર્તન ? ધડ અવાજ એ તમારી નોકરી અંગેની ફરિયાદો વિશે ઘણું બધું કહી જાય છે, પણ એ પરિસ્થિતિ તમે કેવી રીતે બદલી શકો ? જ્યાં સુધી સાંભળો નહિ ત્યાં સુધી ખબર કેમ પડે કે કયાંક ખોટું થઈ રહ્યું છે ?

શ્રવણની વિનીત કલાને આપણે સૌ વિસરી ગયા છીએ.

સાંભળવું એટલે બીજાને અને પોતાને પણ સાંભળવું.

સાંભળવું એટલે અંતરના મૌન અને આસપાસના મૌનનું શ્રવણ કરવું.

આપણી સૌની વાતો એ રમ્ય, નીરવ સમુદ્રના તરંગો સમાન છે.

સમુદ્રનાં મોજાંના એ મૌનનું ક્યારેય શ્રવણ કર્યું છે ખરું ?

મૌનને સાંભળવા માટે જીવનમાં અવકાશ અને સમય કાઢવા પડે.

આ કામ માટે દરરોજ અમુક સમય ફાળવાની આદત પાડો.

તમારા મૌનમાં પ્રકૃતિના અવાજોને આવકારો.

કેવળ સાંભળવા ખાતર કે માહિતી મેળવવા ખાતર જ ન સાંભળો. બસ જાગ્રત રહો. મૌન માટે મનથી ખુલ્લા રહો.

શાંતિ જાળવો અને સાંભળો !

મૌનમાં સૌથી વધારે શીખવાનું મળે છે. જીવન, કાવ્ય અને પ્રકૃતિને કેવળ મૌનથી સાચી રીતે સમજી શકાય છે.

ઝેન ગૂરૂ બાશો એક હાઈકુમાં કહે છે :

શાંતિથી બેસી રહીએ અને કાંઈ ન કરીએ તો પણ તૃણ એની મેળે ઊગે છે.

અહીં મૌન એ નિષ્ક્રિય શાંતિ નથી, સકારાત્મક શ્રવણ છે.

ઐક્ય એ શાંતિ છે. સંવાદ અને ઐક્ય એ બંને વચ્ચે બહ મોટો તફાવત છે. આજના યુગમાં આપણે સંદેશવ્યવહારમાં વધારે ને વધારે કુશળ થતા જઈએ છીએ ! સંદેશવ્યવહાર એ શબ્દો અને પ્રવૃત્તિ દ્વારા માહિતી પહોંચાડવાનુંનું વિજ્ઞાન છે, જ્યારે ઐક્ય એ શક્તિનું શુદ્ધ રૂપાંતર છે; શક્તિ શબ્દાતીત છે. આજે આપણે ટેલિકોમ, મોબાઈલ નૅટવર્ક, ઈન્ટરનેટ વગેરે દ્વારા જટિલ સંદેશવ્યવહારમાં તો પારંગત થઈ ગયા છીએ, પણ એકબીજા સાથે હળીમળીને એક થવાની સરળ રીતને જાણતા નથી.

ઐક્ય એ ગુરૂની દેન છે.

તેને શબ્દોની આવશ્યકતા નથી.

વાસ્તવમાં મૌનનું શ્રવણ કરી શકો તો ગુરુ તમને વાણી કરતાં મૌન દ્વારા કંઈક વિશેષ કહી શકે છે.

જેમ પંખી અને પવનને સાંભળો તેમ ગુરૂને સાંભળો.

પંખીને સાંભળો છો ત્યારે માનવું કે ન માનવું એવો પ્રશ્ન ઊઠે છે ?

સ્વીકાર કે અસ્વીકાર એવો ભાવ થાય છે ?

એવું કાંઈ જ થતું નથી ! એ કોઈ વૈચારિક પ્રક્રિયા નથી એમ સમજીને જે કંઈ થાય છે તેને સહજપણે થવા દો છો.

તે જ રીતે ગુરૂને પણ ખુલ્લા મનથી અને ગ્રહણ કરવાની ભાવનાથી સાંભળશો તો ગુરુ સાથે આપોઆપ એકતા સાધી શકાશે.

દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં યુવા ગુરૂ અને તેમના શિષ્યો વચ્ચે એકતા દર્શાવતો એક શ્લોક છે :

ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધાઃ શિષ્યા ગુરુર્યુવા । ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ ॥

(વટવૃક્ષની નીચે તેઓ બેઠા છે: શિષ્યો વૃદ્ધ છે, કેવળ ગુરુ યુવાન છે ! ગુરુ કેવળ મૌનની ભાષા બોલે છે, પણ અહો ! શિષ્યોના સંશય આપોઆપ ઓગળી જાય છે.) આજ ખરું સાંનિધ્ય !

જ્યાં શ્રવણ સંપર્ણ હોય ત્યાં શબ્દોની જરૂર પડતી નથી.

એકતા સધાય ત્યારે શબ્દો આપોઆપ ખરી પડે છે.

મહાન બોધિધર્મ મરણપથારીએ હતા. સૌથી સારા શ્રોતા કોણ છે અને ગુરુ પાસેથી સૌથી વધારે જ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું છે એ જાણવા માટે તેમણે પોતાના ચાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા.

તેમણે દરેકને એક જ પ્રશ્ન પૂછયો : સત્ય શું છે ?

પહેલા શિષ્યે કહ્યું, જે હકાર અને નકારની પેલે પાર છે તે જ સત્ય છે.

"તારી પાસે મારી ત્વચા છે," ગૂરૂએ તે શિષ્યને કહ્યું.

બીજા શિષ્યે કહ્યું, જેને એક વાર જોવાથી શાશ્વત દર્શન કહેવાય તે સત્ય છે.

"તારી પાસે મારું માંસ છે," ગુરૂએ કહ્યું.

જે કાંઈ સાંસારિક કે માયિક પદાર્થ છે તે સત્ય નથી, ત્રીજા શિષ્યે કહ્યું.

''તારી પાસે મારાં અસ્થિ છે,'' ગુરૂએ તે શિષ્યને કહ્યું.

ચોથો શિષ્ય કાંઈ જ બોલ્યો નહિ. ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યાની ઊંડી કૃતજ્ઞતા

પ્રભુને માર્ગે હસતાં હસતાં જાઓ !

દર્શાવવા તેણે ગુરુ સમક્ષ મસ્તક ઝૂકાવ્યું અને મૂર્તિમાં લીન થઈ ઊભો રહી ગયો. થોડી વાર પછી ગુરૂ બોલ્યા, ''મારી મજ્જા તારી પાસે છે.''

મૌન એ જ્ઞાનમાં ઊંડા ઉતરવાની એક સુંદર રીત છે.

મૌન ખરેખર ધ્યાનની એક મહાન ટેકનિક છે. મૌનમાં ઈલાજ કરવાની અને ફરી નવયૌવન આપવાની શક્તિ છે.

ઈશુના મતે મૌનથી તમને "જ્ઞાનાતીત" શાંતિ મળે છે.

લોકવાયકામાં કહેવાય છે : મધુર વાણી એ ચાંદી છે પણ મૌન એ સોનું છે. તેથી હવે વાત કરવા માટે મોં ખોલો તે પહેલાં તમારી જાતને પૂછજો, બોલવું એ મૌન કરતાં શું વધારે સારું છે ?