ઊઠો અને ઝૂમો
ઊઠો અને ઝૂમો
જીવનમાં સહજ બનો
ખ્યાત ઝેન ગૂરૂ બૅન્કેઈ જાપાનમાં પરિભ્રમણ કરતાં એક નવા શહેરમાં આવી પહોંચે છે.
(મેં વાર્તાઓ હંમેશાં ઝેનમાંથી લીધી છે. કારણ કે અન્ય કોઈ ધર્મમાં જીવનનો આટલી સુંદર રીતે સ્વીકાર થયો નથી. આટલા સન્માન, હિંમત અને વિનોદ સાથે જીવનને આત્મસાત્ કર્યું નથી.
ઝેન એ જીવન સાથેનું એક પ્રેમપ્રકરણ છે !)
ગર શહેરમાં છે એ સમાચાર મળે એટલે લોકો તેમને મળવા આવે છે અને કહે છે, પ્રાણપ્યારા ગરૂં, અમે આપને વિશે ખબર સાંભળ્યું છે ! અમે સાંભળ્યું છે કે આપના સાન્નિધ્યમાં લોકોને અતિશય આનંદનો, ચમત્કારિક રીતે રોગમુક્ત થયાનો અને તેમની ઇચ્છાઓ ફળીભૃત થયાનો અનુભવ થાય છે. એવું ક્યું વિશિષ્ટ ધ્યાન છે જે દ્વારા આપને આવી અદ્દભૃત સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?
ઝેન ગરૂ ફક્ત એટલું જ બોલ્યા, મને ભૂખ લાગે છે ત્યારે જમું છું, ઊંઘ આવે છે ત્યારે સૂઈ જાઉ છું. બસ, આ છે મારા વિશિષ્ટ ધ્યાનની ટેકનિક.
સામાન્ય રીતે ઝેન ગુરૂઓ આવી વાણી ઉચ્ચારતા હોય છે. અત્યારે તમે એ સાંભળીને અસમંજસમાં પડી ગયા છો ને ?
તેમ તેમને સાંભળીને લોકો અસમંજસમાં પડી જાય છે. જીવનમાં આહાર અને નિદ્રા એ બે કરતાં વધારે સરળ ક્રિયા કઈ હોઈ શકે ? ખાવું અને સૂવું આ બે ક્રિયા મનુષ્ય આખી જિંદગી કરતા જ હોય છે તો પછી મહાન ઝેન ગુરુ આવી સાદીસીધી વાતને ધ્યાનની એક મહાન ટેકનિક દર્શાવે એ ખરેખર નવાઈ લાગે તેવી વાત છે ! તેથી લોકો આ વાતનો ખુલાસો માગે છે.
ઊઠો અને ઝૂમો
ગર તેમને વળતો એક સવાલ પૂછે છે, શું તમને કકડીને ભૂખ લાગે ત્યારે જ તમે ખાઓ છો ? શું ઊંઘ આવે ત્યારે જ સુઓ છો ?
સામાન્ય રીતે આપણે ક્યારે જમીએ છીએ ?
સવારે જમવાનું તૈયાર થઈ જાય ત્યારે ? આપણને સમય હોય ત્યારે ? કે પછી ઘડિયાળ કહે ત્યારે ?
વર્તનની એક ચોક્કસ પૅટર્ન તૈયાર કરીને તે જ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ અને તે વાતની આપણને જાણ પણ હોતી નથી. આહાર અને નિદ્રા જેવા સામાન્ય વ્યક્તિગત કામો પણ આપણે તૈયાર કરેલા સમયપત્રક પ્રમાણે જ કરીએ છીએ. વર્તનની આ પૅટર્નને આપણે આદત કહેશું કે બીજું કાંઈ ?
આજે કેટલાય લોકો દિવસની શરૂઆત ચા કે કૉફીના પ્યાલા વિના કરી શકતા નથી ? સવારમાં સૌથી પહેલાં ચાનો પ્યાલો ન મળે તો માથું દુખવા માંડે અને દિવસ પસાર થાય નહિ. આપણને સૌને આપણી મનગમતી આદતો હોય છે, જેને આપણે 'આપણી આદતો' કહીએ છીએ તે વાસ્તવમાં આપણી માલિક છે.
જ્યારે આ આદતને આપણે ઘેલછા કે અતિશયોક્તિ સુધી ઘસડી જઈએ ત્યારે તેનું વળગણ આપણા જીવનને બરબાદ કરી શકે. 'આદતના વળગાડ' ને મનોચિકિત્સા-વિજ્ઞાનમાં ઓબ્સ્સેસીવ કમ્પલસીવ ડિસઓર્ડર કહે છે. આ તકલીફ જેને થાય તે હાથ ધોવા, બારણાને તાળું બરાબર વાસ્યું છે કે નહિ જેવી તદ્દન સામાન્ય ક્રિયાઓનું સતત પુનરાવર્તન કર્યા કરતા હોય છે. જીવન જાણે આ કામ પર જ નિર્ભર હોય તેમ એ કામ વારંવાર કર્યા કરે છે ! બાહ્ય વાસ્તવિકતાનો જે લોકો અનાદર કરે છે તેમની આસપાસની પરિસ્થિતિમાં સહેજ પણ ફેરફાર કરશો તો તેઓ એકદમ વ્યગ્ર થઈ જશે. તેમને ઉશ્કેરવા હોય તો તેમના ઓરડાના ફર્નિચરની ફેરબદલી કરવા જેવું તદ્દન સામાન્ય કારણ પણ પર્યાપ્ત છે.
આ વર્તનને ગાંડપણમાં ખપાવીને હસી ન કાઢતા !
બહુ સ્પષ્ટપણે જુઓ : સામાન્ય અને વ્યગ્ર લોકોમાં ખાસ ફરક હોતો નથી – અમુક અંશે જ !
આદત મનુષ્યને બદલાતી વાસ્તવિકતા પ્રત્યે જડ કે સંવેદનશૃન્ય કરી મુકે છે. પ્રત્યેક ક્ષણે જીવન આપણા માટે પરિવર્તનની સુંદર તકનું નિર્માણ કરે છે, પણ આદત મુજબ કામ કરીને આપણે એ તમામ તક ખોઈ બેસીએ છીએ.
જીવનના સૌથી ખરૂપ સમયે પણ આપણે આપણી ટેવ મુજબ જ કામ કરતા રહીએ છીએ !
એક નાનકડી વાર્તા :
એક ખિસ્સાકાતર મરીને સ્વર્ગમાં ગયો. મોતીથી મઢેલા દ્વાર પાસે સંત પીટર પહેરો ભરી રહ્યા હતા.
તેમણે તેને રોક્યો અને યાદ દેવરાવ્યું કે તેં આખી જિંદગી લોકો સાથે ખૂબ છેતરપીડી કરી છે, એટલે તું નરકમાં જવાને જ લાયક છો.
પણ ખિસ્સાકાતરૂએ સંતની માફી માગી અને વચન આપ્યું કે હવે હું નવેસરથી જીવન જીવવાની શરૂઆત કરીશ.
આખરે સંત પીટરે તેના પર દયા કરી.
ભલે, તેમણે કંટાળીને તે માણસને કહ્યું, તું અંદર જા પણ મહેરબાની કરીને પેલા મારું પાકીટ પાછું આપીશ ?