તમારી સાચી ક્ષમતાને શોધો
તમારી સાચી ક્ષમતાને શોધો
સન ૨૦૦૪ માં મૂળ હિન્દુ વૈજ્ઞાની ડૉ. રૂસી તાલ્યારખાને ન્યૂક્લિયર ફયુઝનમાં એક આશ્ચર્યજનક શોધની જાહેરાત કરી. એ શોધને તેમણે કળશમાં સૂર્ય બનાવવો એ નામ આપ્યું.
આ ડેસ્કટૉપ પ્રયોગમાં તદ્દન પ્રાથમિક સાધનસામગ્રીનો ઉપયોગ કરીને એ વિજ્ઞાની અને તેમના સાથીઓ ન્યુક્લિયર ફયૃઝન કરવામાં અને સર્યમાં નિર્માણ થતી ઉર્જા સાથે સરખાવી શકાય તેવી ઉર્જાનું નિર્માણ કરવામાં સફળ થયા ! કળશમાં સૂર્યનું 'નિર્માણ કરવું' એ માની શકાય તેવી વાત નથી, પણ એ શક્ય બન્યું છે. તેથી આપણે પણ કળશમાં સૂર્ય છીએ એ વાતની આપણને નવાઈ લાગવી જોઈએ નહિ.
પાંચથી છ ફૂટ કદના શરીરમાં સમાયેલા અને ત્રણ પરિમાણોની સીમામાં રહેતા એવા તમે તમારી પોતાની શારીરિક, માનસિક કે આધ્યાત્મિક ક્ષમતાને તમે જાણતા જ નથી.
તમે સુપરઈન્ટેલિજન્સનો એક અદ્દભુત ચમત્કાર છો અને એ ચમત્કારનું નિર્માણ કરવાનું ટેકનોલોજી ક્યારેય વિચારી પણ ન શકે.
તમારું શરીર પચાસ ટ્રીલીઅન કોષોનું બનેલું છે, જે સંપૂર્ણ સંવાદિતાથી કામ કરી રહ્યું છે.
તમારું મગજ દસ હજાર મિલિયન જ્ઞાનતંતુઓ (ન્યૂરોન્સ) નું એક તંત્ર છે, જે કલાકના બસો માઈલની ગતિએ માહિતીનું પ્રસારણ કરે છે.
તમારી આંખો રંગોની સોળ મિલિયન છાયાઓનો ભેદ પારખી શકે છે.
દરરોજ કોઈ પણ સૂચના વિના કે વિશ્રામ વિના તમારા હૃદયનો પંપ તમારા શરીરના દરેક ખૂણામાં લિટરના લિટર લોહી પહોંચાડે છે.
તમારું ડીએનએ. બુદ્ધિનું વહન કરે છે. ક્યા કોષનો સ્નાયુમાં, લોહીમાં કે ચામડીમાં વિકાસ થાય એનો આદેશ બદ્ધિ આપે છે.
તેમ છતાં તમને મનમાં શંકા જાગે છે કે મારા પેટની ગરબડ આપોઆપ સારી થઈ જશે કે પછી મારે ડૉક્ટર પાસે જવું જોઈએ ?
ન્યરોવિજ્ઞાનીઓ જણાવે છે કે સામાન્ય માણસ તેના મગજનો ૮ થી ૧૨% કરતાં વધારે ઉપયોગ કરતો નથી.
આઈન્સ્ટાઈને કે લિયોનાર્ડો દ વિન્સીએ પણ ૨૦ થી ૨૫ % કરતાં વધારે બદ્ધિશક્તિનો ઉપયોગ કર્યો નથી.
કોઈ પણ IQ ટેસ્ટ તમારી બુદ્ધિની સાચી ક્ષમતાને માપી શકે નહિ. IQ ટેસ્ટસ કેવળ જાગત પ્રદ્ધિયાને માપી શકે પણ મોટા ભાગની તમારી માનસિક પ્રદ્ધિયાઓ તો અચેતન હોય છે. તમારું અચેતન મન વિપૂલ માહિતીનો સંચય કરે છે, જેની તમને જાણ પણ હોતી નથી.
દા. ત. શું તમે કહી શકો કે આગામી દસ દિવસમાં ધરતીકંપ થવાનો છે ? ગયા અઠવાડિયે વાતચીત થઈ હતી. તેને તમે અક્ષરશ: યાદ રાખી શક્યા છો ? આજે સવારે ઑફિસે જતાં રસ્તામાં તમે કેટલાં વૃક્ષો કે વીજળીના થાંભલાઓ પાસેથી પસાર થયા હતા તે તમે કહી શકો ?
નહિ જ વળી !
જોકે સંમોહન અવસ્થામાં કે પછી અચેતન મનને જાગત કરે એવી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે આ બધું જ અક્ષરશ: કહી શકો એ શક્ય છે.
મોટે ભાગે દરેક વ્યક્તિ કહી શકે !
આપણે ચેતન મનના વિકાસ માટે આપણું ધ્યાન એટલું બધું કેન્દ્રિત કર્યું છે. કે આપણે અચેતન મન અને નૈસર્ગિક પ્રેરણા સાથે સ્પર્શ તદ્દન ખોઈ બેઠા છીએ. બ્રહ્માંડ સાથેના આપણા ગઢ સંપર્કને આપણે વિસરી ગયા છીએ.
નૈસર્ગિક પ્રેરણા એટલે આપણા અચેતન મનમાં સંગ્રહાયેલું બ્રહ્માંડનું સામૂહિક જ્ઞાન;
કળશમાં સર્ય
એથી વિશેષ કાંઈ નહિ. આના વર્ણન માટે ૨૦ મી સદીના મનોવૈજ્ઞાનિક કાર્લ હ્યુંગે 'સામહિક ચેતના' એ શબ્દપ્રયોગનું સૂચન કર્યું છે.
તમને ખબર હોય કે ન હોય. તમે માનો કે ન માનો. તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ બ્રહ્માંડની એક એક વસ્ત સાથે આપણે સૌ જોડાયેલા છીએ. એક જ પૈડાના અલગ આરાની જેમ ઉપરથી આપણને આપણી અલગ ઓળખાણ છે એવું જરૂર લાગે છે પણ જેમ જેમ ઊંડા ઊતરતાં જઈએ એટલે ખ્યાલ આવતો જાય છે કે એ બધાનું કેન્દ્ર બિંદ એક જ છે.
સીઆઈએના પૂછતાછ નિષ્ણાત ક્લિવ બેકસ્ટરે એક પ્રયોગ કર્યો છે, જે સૌની આંખ ખોલી નાખે એવો છે.
વિવિધ વિદ્યત્કીય ઉદ્દીપન પ્રત્યે છોડવાઓની પ્રતિક્રિયાની ચકાસણી કરવાના એક પ્રયાસ રૂપે બેકસ્ટરે એક પ્રયોગ કર્યો. તેમની ઑફિસમાં છોડવાનું એક કૂંડું હતું. તેમણે તેને lie detector મશીન સાથે જોડી દીધું. આ મશીન આપણા શરીરમાં થતાં વિદ્યત્કીય ફેરફારોને ગ્રાફ પર નોંધે છે. (જેમ ઈસીજી મશીન આપણા હૃદયની ક્રિયામાં થતાં ફેરફારોને નોંધે છે.)
નબળાં ઉદ્દીપન પ્રત્યે તે છોડવાએ કોઈ જ પ્રતિક્રિયા દર્શાવી નહિ એટલે તે છોડવાના એકાદ પાંદડાંને બાળવાનો પ્રયાસ કરવાનું બેકસ્ટરે મનોમન નક્કી કર્યું. જે પળે તેમના મનમાં આ વિચાર સ્ફર્યો બરાબર તે જ પળે તે છોડવાની આઘાતજનક પ્રતિક્રિયા ગ્રાફ પર નોંધાઈ !
દિગ્મુઢ બેકસ્ટરે અન્ય છોડવાઓ પર આ પ્રયોગનું પુનરાવર્તન કર્યું અને તેમને જાણવા મળ્યું કે જે છોડવાને હાનિ પહોંચાડવાનું તેઓ વિચારી રહ્યા હતા. એ છોડવાની સાથે ખંડના તમામ છોડવાઓની એવી જ પ્રતિક્રિયા વત્તેઓછે અંશે ગ્રાફ પર નોંધાઈ ! પછીથી તેમણે શોધ્યું કે છોડવાઓ તેમનો અવાજ અને ખંડમાં તેમની હાજરી એ બંને પ્રત્યે સંવેદનશીલ હતા.
આ પ્રયોગે ટેલિપથી કરતાં પણ કાંઈક વિશેષ ચમત્કારિક વાત પુરવાર કરી હતી. ટેલિપથી એ ઇન્દ્રિયોના માધ્યમ વિના એક મગજથી બીજા મગજમાં અજ્ઞાત રીતે માહિતીનું પ્રસારણ કરે છે.
આ પ્રયોગે દર્શાવ્યું કે દરેક કોષ પાસે અન્ય કોષ સુધી પહોંચવાની અને તેની સાથે વાત કરવાની ક્ષમતા છે. મૃત્યુની અણી પર હોય તે કોષ પોતાની ડરની લાગણી અન્ય કોષોને જણાવી શકે છે અને અન્ય કોષો તેને માટે સહાનુભૂતિની 'લાગણી' અનુભવી શકે છે.
દરેક કોષ પાસે બુદ્ધિ અને સહાનુભૂતિ છે. આમ આ વૈશ્વિક જ્ઞાન સૌને માટે ઉપલબ્ધ છે
આપણામાંના દરેકને પોતાના જીવનના કોઈ ને કોઈ સમયે ગૂઢ એકતાનો અનુભવ થયો હોય છે.
એ ગૂઢ અનુભવ પ્રકૃતિનાં અનુપમ સૌંદર્યનો, ગહન પ્રેમનો, પ્રાર્થનાની કોઈ સુંદર ક્ષણનો હોઈ શકે – આપણને સૌને ક્યારેક એવો અહેસાસ થાય છે કે આપણે શરીર કરતાં પણ કાંઈક વિશેષ છીએ. સૃષ્ટિની તમામ વસ્તુ સાથે આપણો ગાઢ સંબંધ છે.
પણ અહમ્ની વાડ તોડીએ તો આ વાત સહેજે સમજાય
દરેક વસ્ત આપણાથી અલગ હોય એવી રીતે આપણે જોઈએ છીએ અને તેથી જ અહંકારને સંસાર ડરામણો લાગે છે. જ્ઞાનની છલાંગ મારતાં આપણને એટલો ડર લાગે છે કે સમગ્ર જીવન આપણી સાચી ક્ષમતાને શોધ્યા વિના જ જીવી જઈએ છીએ અને એમ ને એમ મૃત્યુ પણ પામીએ છીએ.
'અંધ માણસ અને લાકડી' ની વાર્તા સાંભળી છે ?
એક કાબેલ ડૉક્ટરે અંધ માણસના ઈલાજની ચમત્કારિક વાત કહી.
એક વાર ઑપરેશન થઈ જશે પછી તું જોઈ શકીશ અને ત્યાર પછી તું તારી લાકડી ફેંકી શકીશ, ડૉક્ટરે તેને જણાવ્યું.
ડૉક્ટર, હું તમારી વાત સમજી શકતો નથી, અંધ માણસે કહ્યું.
ઓપરેશન પછી હું જોઈ શકીશ એ વાત સાથે તો હું સંમત છું પણ લાકડી વિના હું કેવી રીતે ચાલી શકીશ ?
કળશમાં સર્ય
જ્યાં સુધી જોવાની શરૂઆત ન કરો ત્યાં સુધી તમને ખબર કેવી રીતે પડે કે તમને લાકડીની જરૂર નથી ? આપણને અંતદષ્ટિ કરતાં ડર લાગે છે. જ્યાં સુધી આ ડરને કાઢી ન નાખીએ ત્યાં સુધી આપણને કેમ ખબર પડે કે આપણે ખરેખર અત્યંત શક્તિશાળી છીએ.
અંતર્દષ્ટિની આ પ્રદ્રિયા એટલે ધ્યાન. બ્રહ્માંડનાં જ્ઞાન અને અસીમ શક્તિને નિયંત્રણ કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન.
જુઓ, આ કાંઈ સંદિગ્ધ તાત્ત્વિક વિધાન નથી ! દરેક જીવવિજ્ઞાની આ વાત સાથે સહમત થશે કે જીવરસાયણતંત્રમાં વૃક્ષ, પશુ, સર્ય, તમે સૌ સમાયેલાં છો અને આખો વખત તે તેમના પર્યાવરણ સાથે વાતો કરે છે.
એકતાનું એક અદશ્ય જાળું છે, જે તમામ જીવનને એક વિશાળ સ્વયં સંચાલિત તંત્રમાં જોડી રાખે છે. આ જોડવાનું કાર્ય બદ્ધિ વડે સંપન્ન થાય છે અને તે બદ્ધિ બહારથી ઉછીની લીધેલી વસ્ત નથી. જેમ આપણામાં બદ્ધિ રહેલી છે તેમ છોડવાઓમાં અને અણુઓમાં પણ બદ્ધિ રહેલી છે.
આ છે જીવનનું રહસ્ય !
આપણે બદ્ધિમાં કે ચેતનામાં જીવીએ છીએ. આપણી આસપાસ ચેતના પથરાયેલી છે. આપણે ચેતના છીએ. આપણે એટલે વૈશ્વિક ચેતનાનો અંશમાત્ર. વિશ્વની ચેતના સાથે આપણું ઘનિષ્ઠ જોડાણ છે એટલું જ્ઞાન થાય પછી સહેજે ડર નહિ લાગે. જેમ માછલી સમદ્રને શોધવા નીકળે છે તેમ આપણે ઈશ્વરને આપણી બહાર શોધવા નીકળી પડીએ છીએ, પણ એક વાત આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેવળ માછલી જ નહિ પરંત સમદ્ર, પાણી, ખારાશ અને જીવન પણ છીએ !