વાત સરળ લાગે છે ને ? ના !
વાત સરળ લાગે છે ને ? ના !
એમ કરવું અતિ મુશ્કેલ છે, કારણ કે આપણે આપણા મૂળભૂત સ્વભાવને ઓળખી જ શકતા નથી. જીવનમાં આપણી આસપાસની દરેક વ્યક્તિની ઇચ્છાઓ અને ચારિત્ર્યને આપણે અપનાવી લઈએ છીએ - અને અંતે ખરેખર આપણું શું છે અને ઉછીનું લીધેલું શું છે તેને ઓળખી શકતા નથી.
એ વાત આ પ્રમાણે છે : ધારો કે તમને ટીવીની જરૂર છે અને ટીવી ખરીદવા માટે સુપર માર્કેટ જાઓ છો. ત્યાં એક વ્યક્તિ વૉશિંગ મશીન ખરીદી રહી છે. બીજી વ્યક્તિ રેફ્રિજરેટર ખરીદી રહી છે અને ત્રીજી 'મ્યુઝિક સિસ્ટમ' ! આ જોઈને તમારું મન એ બધું જ ખરીદવા માટે લલચાય છે ! તમને ખ્યાલ પણ હોતો નથી કે આસપાસના લોકોની ઇચ્છાઓ તમે ઉછીની લીધી છે અને એક જ ભવમાં સેંકડો લોકો પાસેથી ઉછીની લીધેલી ઇચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નો કરો છો. આ તમારી સ્વાભાવિક ઇચ્છાઓ નથી; બીજાઓમાંથી ઉછીની લીધેલી ઇચ્છઓ છે. તેથી તે સહેજે કર્મને આકર્ષે છે.
આમ તમામ કર્મો અજ્ઞાનમાંથી જન્મે છે - તમારા મૂળ સ્વભાવના અજ્ઞાનમાંથી. અધ્યાત્મની પરિભાષામાં, તમારા જીવનમાં જે ગુણનું પ્રભૂત્વ હોય તે તમારાં કર્મનો નિર્ણય કરે છે.
આધ્યાત્મિકતા એ ચેતનાને જાગ્રત કરવાનું, તમારા સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું વિજ્ઞાન છે.
તમારા સમગ્ર જીવનને ચેતનાને જાગ્રત કરવા તરફ વાળી દેશો તો તમે અજ્ઞાનની ચુંગાલમાં નહિ ફસાઓ.
તમારામાં જાગરૂકતા અને સ્પષ્ટતા હશે તો તમે તમારી મૂળ ઇચ્છાઓને અને સાચા સ્વરૂપને ઓળખી શકશો.
મૃત્યુની અંતઘડીએ આ જ્ઞાન ખુબ અગત્યનું છે.
કર્મ એટલે શું ?
યોગ અને ઝેનના મતે ધ્યાન એટલે મૃત્યુની અંતઘડી માટેની તૈયારી.
મૃત્યુ સમયે જાગૃતિની સ્થિતિમાં હશો તો આવતા જન્મમાં તમે જાગૃતિ સાથે પ્રવેશ કરશો; અજ્ઞાનમાં નહિ. જાગરૂકતા સાથે જીવનમાં પ્રવેશ કરશો તો નક્કી સમજો કે શક્ય એટલાં ઓછાં કર્મોનું નિર્માણ કરીને તમે તમારૂં જીવન જાગરૂકપણે જીવી શકશો.
તમામ કર્મો અજ્ઞાનતામાંથી જન્મે છે; તમારા મૂળ સ્વરૂપ વિશેના અજ્ઞાનમાંથી ! આ સત્ય છે.
મારી અંદર જાગૃતિનો વિસ્ફોટ થયો હતો તે અંગત અનુભવમાંથી હું આ વાત કહું છું.
ક્યારેક તમને પોતાને પણ આ જ્ઞાન થશે.
તમારી ચેતનાને જગાડવાનું પહેલું કદમ ઉઠાવો. એ તમને કર્મમાંથી મુક્ત કરશે.