26. સૂચનાઓ
# સૂચનાઓ
પૂર્ણ કદના અરીસા સામે ઊભા રહો અને તમારી પોતાની સામે જુઓ. બહારની બાજુથી તમારા પોતાના તરફ પુષ્ટિ દેષ્ટિ નાંખો. તમે કર્તા છો, અને અરીસામાંનું તમારું મતિબિંબ તમારા લક્ષનો વિષય છે. તમારી શક્તિ
પ્રતિબિંબ તમને જોઈ રહ્યું છે. શરૂઆતમાં આ ડરામણું લાગશે. તમારા પ્રતિબિંબ વિષે આ રીતે તમે વિચાર્યું જ નથી. કોઈક તમારૂં નિરીક્ષણ કરી રહ્યું છે, એ રીતે વિચારવાની તમને ટેવ નથી.
આ લાગણી તમને અજાણી અને ડરામણી લાગે, તો પણ એ ચાલુ રાખો. બહુ જ થોડી ક્ષણોમાં તમને બહુ મોટો ફેરફાર લાગશે. પ્રતિબિંબમાંથી શક્તિ તમારી તરફ વહેવા લાગી છે ! એવું તમે અનુભવવા માંડશો. આ ખરેખર તમને ડરામણું, અસ્વસ્થ કરનારૂં હશે. આખા જીવન દરમ્યાન તમને બર્હિમુખ રહેવાની આદત છે, શક્તિના પ્રવાહને બહારની બાજુની દિશામાં વહેતો જોવાની આદત છે. અચાનક આવું અનુભવવું તમારા માટે આઘાતજનક છે. પણ તમે ચોક્કસ આ પ્રવાહની અનુભૂતિ લેશો. કારણ કે તમે હવે સર્કિટ બંધ કરી દીધી છે. શક્તિની સર્કિટ બંધ કરીને, તમે ખાત્રી કરી દીધી છે કે હવે શક્તિ નકામી વહી જતી નથી, એ તમારી તરફ પાછી વહેવા લાગે છે. તમે તમારી પોતાની શક્તિ તમારી જાત માટે જાળવી રહ્યા છો.

વિષય તરફ વહેતી હોય એવી લાગણી તમે અનુભવશો. બહારથી તમારી આંખો તરફ જુઓ તમે જોઈ રહ્યા છો. અને પ્રતિબિંબ જોવાઈ રહ્યું છે.
હવે પાત્રોને (કર્તા અને વિષય)ને ઉલટાવવાની કલ્પના કરો ! એવી કલ્પના કરવાનો પ્રયત્ન કરો કે
112
113
થોડા દિવસ માટે આ પદ્ધતિની પ્રેક્ટિસ કરો, અને તમે ચોક્કસ પરિવર્તન અનુભવશો. તેમ વધુ શક્તિશાળી બનશો, વધુ જીવંત થશો, તમે વધુ કેન્દ્રિત થશો, વધુ શાંતિ અનુભવશો.
તમે આખો દિવસ આ પ્રેક્ટિસ કરી શકો છો – માત્ર તમારી પોતાની સાથે જ નહિ, તમે જેના પર એકાગ્ર થાવ એવી કોઈ પણ વસ્તુ પર. જયારે તમે તમારી શક્તિ અમુક બાબત તરફ વહેવા દીધી હોય, ત્યારે એવી કલ્પના કરો કે એ બાબત તમારી શક્તિ તમારા તરફ પાછી આપી રહી છે. એ નિર્જીવ વસ્તુ હોય તો પણ વાંધો નહિ. તમે એવી લાગણી અનુભવશો કે એ શક્તિ તમારા તરફ પાછી ફરી રહી છે, અને તમને ફરીથી યુવાન બનાવે છે, અને તમને ફરીથી નવજીવન આપે છે.