Books / Meditation Is for You Gujarati merged

25. પદ્ધતિ વિષે

# પદ્ધતિ વિષે

તમે હંમેશા બહાર તરફ વહ્યા કરો છો. તમારી શક્તિઓ હંમેશા બહારની દુનિયા પર કેન્દ્રિત થાય છે. જ્યારે તમે કોઈક વસ્તુ સામે જુઓ છો, ત્યારે તમારી ચેતના તેના તરફ વહેવા લાગે છે. તમારી એકાગ્રતા કદી તમારા પોતાના તરફ નથી હોતી. એ હંમેશા તમારા લક્ષના વિષય તરફ હોય છે. બધી જ ક્ષણોએ, આપણે આપણી બહારની બાજુએ રહેલી કોઈ વસ્તુથી સભાન હોઈએ છીએ.

જયારે આપણે કોઈ વસ્તુ માટે અતિશય સભાન થઈએ - સુંદર સૂર્યાસ્ત, સુંદર સંગીત - ત્યારે આપણે સંપૂર્ણ રીતે તેમાં ખોવાઈ જઈએ છીએ. આ ગજબનો અનુભવ છે - પણ આ સભાનતા છે. સભાનતામાં વ્યક્તિ માત્ર વિષય પૂરતો જ સજાગ નથી, પણ એ કર્તા વિષે પણ સજાગ છે. તમે જેના તરફ જોઈ રહ્યા હો એનાથી જ નહિ; પણ જોનાર વિષે પણ સજાગ બનો છો - અને એ જોનાર છો, 'તમે પોતે.'

સામાન્ય રીતે તમારી શક્તિ હંમેશા બહારની તરફ, બહારની ઘટનાઓ તરફ વહેતી હોય છે. તાઓપંથના અનુભવ પ્રમાણે આ શક્તિ બહારની દુનિયામાં વેડફી નાંખવા કરતા, તમે તેને પાછી તમારા તરફ વાળી શકો દછો.